પ્રેમ પરમ તત્વ :મારા માનીતા પપ્પા: 32સપના વિજાપુરા

 સોચા તો આંસું ભર આયે
મુદ્દતે હો ગઈ મુસ્કુરાયે
રહ ગઈ જિંદગી દર્દ બનકે
દર્દ દિલમે છૂપાએ છૂપાએ
દિલકી નાજુક રગે તૂટતી હૈ
યાદ ઇતના ભી કોઈ ના આયે

પપ્પાનું નામ આવે અને આંખમાં આંસુ ના આવે એવું તો બને  નહીંપપ્પાની યાદ દિલની નાજુક રગોને તોડી જાયછેપપ્પાએ જિંદગી આખી  દીકરીઓ અને બે દીકરાને પાળવામાં ખર્ચી નાખી..એક એક દિવસ પપ્પા સાથે ગુજારેલો હજુનજર સામે તરવરે છે.દીકરીઓ માટે કેટલી મુશ્કેલી સહન કરી પણ ચહેરા પર વળ ના પડવા દીધોજ્યારે પપ્પા રમકડુમેગેઝીન લાવતા અને બધી બહેનો એમને ઘેરી વળતી.અને હું પહેલા હું પહેલાનો શોર કરતી અને પપ્પાના ચહેરા પર સંતોષનીભાવનાકેરમ રમવામાં કેટલા પારંગત હતા!! અને હું કુકરી ચોરતી તો નજર અંદા કરી અને મને જીતાડતા!!

પપ્પા એટલે ખૂબ હિમંતવાળુ પાત્રપણ નજમાના મૃત્યુ સમયે તમને તૂટતા જોયા છે..તમારી આંખોમાંથી ચોધારઆંસુ નીકળતા જોયા!  પપ્પા તમે હ્રદયમાં કેટલું છૂપાવી ફરતા હતાંક્યારેક નજમાના મૃત્યુ પછી ઉદાસ થતી તો પીકચરમાં લઈ જતા અને જાત જાતના બહાના કરી હસાવતાપપ્પા સાથે જીવનમાં ખૂબ અન્યાય થયાં.એમના પિતા તરફથી વારસામાંઅને ત્યારબાદ દીકરાઓ તરફથી..હા લખતાં દીલ તૂટી જાય છે કે પપ્પાના અને બાના જીવનના છેલ્લાં વરસોમાં બન્નેને જુદાંકરી નાખ્યા..હાંબાગબાનની  જેમ!

બા તો પપ્પાનું પૂછડું હતાં જ્યાં પપ્પા ત્યાં બા!! પણ બા છેલ્લા વરસોમાં પડી ગયેલાં અને બા વ્હીલચેરમાં આવી ગયેલા!  પણબા વ્હીલચેરમાં રહીને પણ પપ્પા માટે ખાવાનું બનાવતા પપ્પા એમને મદદ પણ કરતાંપણ છેવટે બા કશું કરવાને કાબેલ નારહ્યા તો બન્ને ભાઈઓએ નક્કી કર્યુ કે બન્ને એક એક ને ઘરે લઈ જાય એક બા ને અને એક પપ્પાને!  બાગબાનના પાત્રોઅમિતાભ અને હેમા માલીની પ્રોઢા અવસ્થામાં હતાં જ્યારે બા પપ્પા બુઢાપામાંઅને બાગબાનના બીજા હીસ્સામાં અમિતાભબાગબાન‘ લખે અને પૈસાવાળો થાય. પણ પપ્પાના કિસ્સામાં કોઈ બાગબાન લખાય નથી..બલ્કે હજારો બાગબાન બને છેપણ એમાંથી કોઇ અમિતાભની જેમ સ્વતંત્ર ની પોતાની જિંદગી જીવી શકતા નથી.એમને તો એમના દીકરાઓના ફેકેલા ટૂકડાપર  જીવવાનું હોય છે અને અંતે મરી જવાનું હોય છે.

૫૫ વરસના લગ્નજીવન પછી એમને એકબીજા વગર રહેતા આવડતું   તુંપણ હવે બન્ને જુદાં હતાંઅને પપ્પા ક્યારેક બાને મળવા જતાં તો એમ કહીને એમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવતા કે બા ને ચડાવે છે કહીને!  પપ્પાપપ્પા મને માફ કરી દોહું તમારા માટે કશું ના કરી શકી!! મને યાદ છે તમે મને કહ્યું તું કે બાનકીતું મારી પાસે રહી જા આપણે બન્ને તારી બાનું ધ્યાનરાખીશું પણ હું મારો સંસાર છોડીને આવી ના શકીઅંતે બા ગુજરી ગયાં તમે એકલા થઈ ગયા!

જાલીમ જમાનાએ છેલ્લા દિવસોમાં તમને એક થવા ના દીધાં.હવે તમારો વારો હતોહાં તમારી હાલત પણ એવી  થઈબાનામ્રુત્યુ પછી તમે બે વરસ જીવ્યાપણ બીજાની હાથની કઠ્પૂતલી બનીને!  મારા ખુદ્દાર સ્વમાની પપ્પા!  કેવી હાલત કરીતમારીએક એક કોળીયા માટે તરસી ગયાં.મને યાદ છે જ્યારે હું તમને છેલ્લીવાર મળવા આવી ત્યારે તમને ઓલઝાઈમર થઈગયેલો..તમને કશું યાદ ના તુંતમે મને પણ ઓળખી ના શક્યાતમે પગ પર ઊભા થઈ શકતા  હતાં . તમે ચાર પગેગોઠણીએ ચાલી ઘરમાંથી બહાર નીકળી ગયા હતાંએમ કહી કે મારે ૨૯૯ માં જવું છે૨૯૯ બંગલો તમે બાંધેલો બા માટેઅમારા માટે!! તમારા કેટલાય સંસ્મરણ એમાં મહેંકતા હતાંબધું ભૂલી ગયાં પપ્પા પણ બંગલો ના ભૂલ્યાં જે તમે બા માટેબાંધેલો..


દીકરી એટલે વ્હાલનો દરિયો.અને દીકરી જ્યારે પપ્પાની લાડકવાયી હોય અને વરસોથી પરદેશમાં વસી ગઈ હોય તોઅનેઅચાનક દીકરીને સમચાર મળે કે તારાં વહાલસોયા પિતા છેલ્લાં શ્વાસ ગણી રહ્યા છે..દીકરી ઝટ ટીકીટ કઢાવી પ્લેનમાં બેસેછે.મ્એક એક મિનીટ એક એક વરસ જેવી જાય છે..આખું બચપન નજર સામેથી પસાર થઈ જાય છે..આંખોનાં આંસું સુકાતાંનથી અને દીકરી દેશમાં પહોંચે છે..અને જ્યારે પપ્પાનો સુકાઈ ગયેલો હાથ પોતાનાં હાથમાં લઈને કહે છે કે પપ્પા તમારી દીકરીપરદેશથી આવી છે પપ્પાને મળવાં..અને પપ્પાની ફીકી આંખો દીકરીને ઓળખી શકતી નથી અને પૂછે છે કે  બહેન કોણ છેત્યારે જે હાલત દીકરીની થાય છે ખરેખર  હાલત શબ્દોમાં વર્ણવી ખૂબ અઘરી છેએટલે  એક પ્રયાસ છે પણ હજુ પૂરીલાગણી વ્યકત નથી થઈપરદેશમાં રહેતી દરેક દીકરીની વ્યથા વર્ણવવાનો  પ્રયાસ છે.
ત્યારે લખેલું એક કાવ્ય યાદ આવી ગયું.

પપ્પાની દીકરી ગઈ પપ્પાને મળવાં,
રડતી રડતી તડપતી પપ્પાને મળવાં.
ઘર તો જાણે સૂનું ‘તુ દરવાજા રડતાં
જલ્દી જલ્દી પહોંચી પપ્પાને મળવાં.
પકડીને હાથ  ઢગલો થઈ ગઈ ત્યાં 
જોઈને હેબકાઈ ગઈ પપ્પાને મળવાં.
ફીકી ને બોલતી  આંખો પપ્પાની
બચપન  શોધવાં જઈ પપ્પાને મળવાં
પપ્પાલો દીકરી આવી પરદેશથી 
અંતર લાંબાં  કાપી પપ્પાને મળવાં
પપ્પા તાકી રહ્યા ખાલી આંખોથી બસ,
 છે કોણ બેન આવી પપ્પાને મળવાં
દિલમાં ઊંડુ કશું ખૂંચી ગયું ,કંપી ગઈ
હું છું તમ અંશ આવી પપ્પાને મળવા.”
પંખી ઊડી ગયું પપ્પા સિધાવ્યા પરલોક
સપના‘ ક્યારે જશે  પપ્પાને મળવા.
સપના વિજાપુરા
પપ્પા  હું  બધું ના લખતી પણ ખબર નહીં દિલમાં છૂપાવેલું દર્દ જિંદગી ની ગયું છે.. જબાન પર આવી ગયું!પપ્પા એટલે શું

પપ્પા એટલે પરીક્ષા મા નાપાસ થવા છતા નવા ચોપડા નવુ દફતર નવો યુનિફોંમ અપાવે તે વ્યકિત.

ભર ઉનાળામાં બરફ શોધવા જાય બચ્ચા માટે તે પપ્પા!

પપ્પા એટલે નિરાશા ને વખતે કહેચાલ બેટા એક ગેઇમ  કેરમ ની થઇ જાય તે પપ્પા કે પછી” બાના ખીજાવા છતા મેટેની શોની ટિકિટ લઇ આવે તે પપ્પા.

સવાર ના દૂર દૂર ખેતર સુધી સાયકલીંગ કરવામા સાથ આપે તે પપ્પા કે પછી વરસાદ માં સ્કૂલ ની છુટ્ટી વખતે સ્કૂલ ને દરવાજેછત્રી લઇ રાહ જોતી વ્યક્તિ એટલે પપ્પા. દૂરદશઁન નુ સીગનલ મેળવવા અગાસી મા એન્ટિના ઘુમાવે તે પપ્પા .

શિયાળામાં સગડી પેટાવી ધાબળા મા હુંફ આપે તે પપ્પા કે પછી ઠંડીમા અડદીયો પાક,ગરમી મા કેરી ની મીઠાસ,અને ચોમાસામા ભજીયા ની બહાર એટલે પપ્પા.

બગીચા ના ફૂલ તેમ ઘરના ફૂલ ની માવજત કરે તે માળી એટલે પપ્પા

પહેલા નંબર થી પાસ થવા કા જેની છાતી   ફૂલે તે પપ્પા.

જેમને ગયાં ને આટલા વર્ષ થયા છતા તેની યાદમા અધીઁ રાતે આંખમાંથી આંસું ટપકે તેનુ નામ પપ્પા.

પપ્પા લવ યુ!

હું નાની હતી ત્યારે ક્યારેક પપ્પા પગ કળવાની ફરિયાદ કરતાં!!
તો
તમારી ભૂરી થાકેલી આંખોથી તાકતાં
તમે મને કહેતાં કે
બાનીયામારા પગ હુ કળે છે
દબાવી દે
અને હું નાનું ફ્રૉક પહેરીને
તમારા પલ્ંગ પર ચડી જતી
અને મચ્છરદાની બે લાકડીઓ પકડીને
તમારા ઍસિડથી બળેલા અને સફેદ ડાઘવાળા
પગ પર ચડીને હું ચાલ્યા કરતી..જ્યાં સુધી
તમે સૂઈ  જતાં
પપ્પા હવે મારાં પગ કળે છે પણ
એનાં પર ચાલવાવાળુ કોઈ નથી.
પણ મારે તો  નાની ‘બાનકી
ની જવું છે જે ફ્રૉક પહેરીને
તમારાં પગ દબાવતી હતી..પણ
હવે તમારાં પગ નથી..દબાવવા માટે અને
સપના હવે નાની નથી.


હા પપ્પા હવે હું નાની નથી મને બધી સમજ પડે છેતમારા પર થયેલા જુલમની અને તમારી દુભાયેલી લાગણીનીપપ્પાકાશહું તમારા દુખ લઈ શકતીકાશ હુ તમારી સામે ઢાલ ની ભી રહી શકતીપણ મારા પગમાં પણ અણદેખી બેડીઓ પડેલીહતી..મારાં તરફથી પણ તમને ખૂબ દુખ મળ્યુંહું ખૂબ શર્મિંદા છું..પપ્પા હું તમારો સાથ ના આપી શકી..ખાલી દીકરાનીજવાબદારી નથી..દીકરીઓની પણ મા બાપ માટે જવાબદારી હોય છે.આખી સિસ્ટમ જવાબદાર છે.સ્ત્રી લાગણીશીલ છે લાગણી અને પ્રેમથી માબાપની જવાબદારી ઉપાડી કે છે..

હવે લોકો ખુદા પાસે દીકરાની નહી પણ દીકરીની દુઆ માંગે છે.પપ્પા તમારા દુખ તો ના લઈ શકી પણ  દુખને હું અનુભવીશકું છું..પણ હું તમને મળીશ  જરૂર! તમારી પાસેથી  શીખી છું કે પરમ પ્રેમ શું છે. તમારો પ્રેમ એ મારા માટે પરમ તત્વ છે.


સપના વિજાપુરા

૩૫ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર

વગર વિચારે ઉતાવળમાં ભરેલું પગલુ મનુષ્યને અધોગતિની ખીણમાં ધકેલી દે છે. જીવનમાં ક્યારેક કપરો કાળ આવે છે ત્યારે ધીરજ ખૂટી જાય એ સ્વાભાવિક છે. પરિસ્થિતિ અસહ્ય બની જાય છે ત્યારે માણસ ના કરવાનું કરી બેસે છે. આવે સમયે ગંભીર બની ધીરજ ધરવી જોઈએ અને સમતુલા જાળવી કાર્ય પાર પાડવું જોઈએ. જીવન એક પહેલી છે. ક્યારેક નાનો સરખો નુસખો પારસમણિનું કામ કરે છે. ગણેશજીનાં નાનાં પગ, બુદ્ધિમત્તાનું લક્ષણ સૂચવે છે. પૃથ્વીની પ્રદક્ષિણાની શરતમાં માતા-પિતાની પ્રદક્ષિણા કરીને કાર્તિકેય આગળ ગણેશજી શરત જીત્યાં તેનાથી આપણે સૌ પરિચિત છીએ.

ઉતાવળીયો પગ ભાંગે, વહેલો થાકે કે પાછો પડે એ સાબિત કરતી દાદીમાની બાળવાર્તા ખૂબ જ રસપ્રદ છે. સસલું અને કાચબો મિત્રો હતાં. તેઓ જંગલમાં રહેતાં. બંને વચ્ચે રકઝક ચાલતી. એક દિવસ સસલું કહે, કાચબાભાઈ, તમે તો દરેક કામમાં ધીમા. હું તો દરેક કામ ફટાફટ કરૂં. કાચબો કહે, સસલાભાઇ, દરેક કામમાં ઉતાવળ બહુ સારી નહીં. શાંતિથી કામ કરીએ તો સરસ રીતે પાર પડે. સસલું કહે, ના કાચબાભાઈ, હું તમારી વાત સાથે સહમત નથી. ચાલો આપણે શરત લગાવીએ. સામેના ટેકરા ઉપર જે પહેલા પહોંચે તે જીતે. દોડ શરૂ થઈ. સસલાભાઈ છલાંગ મારતાં દોડે અને કાચબાભાઈ ધીમે-ધીમે. સસલાએ પાછળ જોયું તો કાચબો દેખાયો નહીં. તેને ઝાડ નીચે આરામ કરવાનું વિચાર્યું. ઠંડા પવનમાં આંખ મીંચાઈ ગઈ. કાચબો ત્યાંથી પસાર થયો. તેણે જોયું, પણ તેને ચાલવાનું ચાલુ રાખ્યું. તે ધીમે ધીમે તેના ગંતવ્ય સ્થાને પહોંચી ગયું. આ બાજુ સસલું ઝબકીને જાગી ગયું. પાછળ જોયું તો કાચબો દેખાયો નહીં. તે કૂદકા મારીને ટેકરા પર પહોંચી ગયું. જોયું તો કાચબો તેની પહેલાં ત્યાં પહોંચીને સસલાની રાહ જોતો ઉભો હતો. સસલું ઉતાવળે બાવરો બની ગયો હતો. જ્યારે કાચબો ધીર-ગંભીર રીતે શરત જીતી ગયો. સસલાએ તેની હાર કબૂલ કરી. ચાર્લ્સ ડાર્વિને શોધ્યું હતું કે કાચબો અને વ્હેલ માછલીનું આયુષ્ય ઘણું હોય છે કારણ કે તે આહાર આરામથી કરે છે અને ધીમે ધીમે ચાલે છે.

હાલની લાઇફસ્ટાઇલમાં દરેક વ્યક્તિ ભાગદોડમાં જીવતું હોય છે. જેને કારણે વ્યક્તિ સ્ટ્રેસ અને તેને લગતી બીમારીનો શિકાર બને છે. પૈસો, લક્ઝરી અને સ્ટેટસ કમાવવાની દોટમાં સ્વાસ્થ્ય અને કુટુંબને પ્રાયોરીટી મળતી નથી. ટાર્ગેટ અને ડેડલાઇન આપણી જિંદગીનાં અભિન્ન અંગો બની ગયાં છે. શરીરને રોગનું ઘર બનાવીને આજનો માનવ મોબાઈલના સ્ક્રીન પર વિશ્વની સફર કરતો થઈ ગયો છે. જ્યાં માનવે ધીરા પડવાની જરૂર છે ત્યાં બ્રેક વાપરવી રહી. સ્લો ડાઉનનો ટ્રેન્ડ અપનાવવો આવશ્યક છે. જેના વગર કોઈ છૂટકો જ નથી. આમેય “ઉતાવળે આંબા ન પાકે” તે સાચી વાત છે. સમય કરતાં વહેલાં મેળવાતા ફળ-ફૂલમાં રસ, કદ કે પોષણ જોવાં ક્યાં મળે છે?

ખાસ તો ઢળતી ઉંમરે જીવનમાં બદલાવ અનુભવાય છે. ઢાળ ચઢતાં અને ઉતરતાં પગલાં ધીર-ગંભીર રીતે માંડવા પડે છે. નહીં તો જીવનનાં સ્ટીયરીંગ પરથી કાબૂ જતો રહે છે. અનુભવનું અભિમાન કામમાં આવતું નથી. કારણકે શરીર સાથ આપતું નથી. માટે જ યુવાનીમાં બાવરો બનેલો યુવાન વૃદ્ધાવસ્થામાં ધીર-ગંભીર જોવાં મળે છે. ધીરજથી પરિપક્વતા આવે છે.

રાતોરાત કરોડપતિ બનનારને રોડપતિ બનતા વાર લાગતી નથી. સંઘર્ષ વગર મળેલી સફળતામાં વ્યક્તિ ઘડાતો નથી. જીવનમાં મળતર સાથે ઘડતરનું હોવું જરૂરી છે. જેથી ક્યારેક મળતી નિષ્ફળતામાંથી તે જલદી બહાર આવી શકે છે. અત્યારે ઇન્સ્ટન્ટનાં જમાનામાં જ્યારે વ્યક્તિ પગથિયા ચઢવાને બદલે લિફ્ટનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે, ત્યારે આ કહેવતનો અમલ જરૂરી બની રહેશે.

સંવેદનાના પડઘા-૩૮ આમ્રપાલી

આમ્રપાલી દરેક વાર તહેવાર પર સવારે મંદિરે દર્શન કરવા જતી. આજે દિવાળી હતી એટલે તે દર્શન કરવા મંદિરના પગથિયાં ચડી રહી હતી.આછી ગુલાબી રંગની રૂપેરી જરી બોર્ડરની લગડીપટાની સાડી સાથે જામેવરમનો પર્પલને  સિલ્વર  કોમ્બિનેશનનો ફૂલ સ્લીવનો બ્લાઉઝકોરાકંકુનો રાણી કલરનો ચાંલ્લો,મોટા પર્પલ  સ્ટોન સાથેના હીરાના સ્ટડ ,પિંક  લિપસ્ટિક  સાથે કાજલ કરેલી સુંદર આંખોગૌર વર્ણ ,કમનીય કાયા અને ફાટફાટ થતું યૌવનસ્ત્રીઓને પણ એકવાર તેની સામે જોઈને નજર હટાવવાનું મન થાય તો બિચારા પુરુષોની તો વાત કયાં કરવી !!! તે મંદિરના પગથિયા ચડતી હતી ને સાથે જયમલશેઠ અને તેમની પત્ની મધુ પણ ઉપર ચડી રહ્યા હતા. મંદિરમાં ઉપર આવતાની સાથેજ મધુ આમ્રપાલીને જોઈને બબડવા લાગીઆજના સપરમા દિવસે આનું મોં કયાં જોવા મળ્યું! બીજા લોકો પણ કોઈ તેના રુપ અંગે તો કોઈ તેના ચરિત્ર અંગે જુદી જુદી વાત કરી ગણગણતા સંભળાયા. કોઈ બેપરવાહ યુવક તેને જોઈ, “એક ચાંદ ઉધર ભી,એક ઈધર ભીકહેતા .તો કોઈ તેને જોઈને ઊંડી આહ ભરતા

જયમલ શેઠ ત્રાંસી આંખે તેને જોઈને આગળ નીકળી ગયા. કોઈ કહે આવી રુપલલના હોય તો પુરુષો બગડે ને! કોઈ કહે ભગવાને અધધ સૌંદર્ય આપ્યું છે પણ નસીબ કેવું!! આમ કોઈ તેના નસીબને તો કોઈ તેના રુપને કોસી રહ્યા હતા. કોઈ ભલી સ્ત્રી એમ પણ કહેતી હતી કે બધામાં બિચારી તેનો શું દોષપણ કોઈ તેને જોવાનું ચુકતું નહોતુ પરતું પૈસાના ગુમાનમાં ફરતા મધુ શેઠાણી તો એમ કહેતા હતા કે

આવી ચાંદવીઓને તો જેલ ભેગી કરવી જોઈએ ,પોતાના શરીર વેચીને આખા ગામના પુરુષોને બગાડે છે તે!”

સાંભળી મૂછમાં મલકાઈ જયમલ શેઠચાલ ને હની તું પણ શું ! “ કહી મધુનો હાથ વ્હાલથી પકડવાનો ડોળ કરી ચાલ્યા.જયમલ બહુ મોટા ઈન્ડસ્ટ્રિઆલીસ્ટ હતા.

આમ્રપાલીના માટે આવો બણબણાટ રોજની વાત હતી. જ્યારે પણ તે ઘરની બહાર વધુ લોકો હોય તેવી જગ્યાઓ પર જતી ત્યારે તેને બધું સાંભળવા મળતું  ,પણ હવે તેને બધી વાતની અસર ઓછી થતી હતી. હા,થાય પણ ક્યાંથી?આવું જાત જાતનું લોકો વડે બોલાએલ સાંભળીને તે નાનપણથી મોટી થઈ હતી. તે જેના થકી દુનિયામાં જન્મી હતી તે તેની માતાનો કોલેજ સમયનો પ્રેમી હતો. શહેરના નામી વગદાર વકીલનો દીકરો. તે રાજ્યકક્ષાના કોંગ્રેસના નેતા પણ હતા.તેમની આગળ બોલવાની તેમના દીકરાની હિંમત હતી નહી. તે તેના પિતાજીને પોતાના પ્રેમ અંગે કંઈ કહી શક્યો. પિતાએ પોતાના જેવા વગદાર નામી વ્યક્તિની દીકરી સાથે તેને પરણાવી દીધો. આમ્રપાલીની માતા વગર લગ્ને પ્રેમના પાગલપનમાં કુંવારી માતા બની ગઈ હતી.મધ્યમવર્ગના માતાપિતા દીકરીની ભૂલને માફ કરી શક્યા અને તેને ઘરમાંથી અને પોતાના જીવનમાંથી હંમેશ માટે કાઢી મૂકી.

સમાજની બીકે પોતાના બાળકની ભૂલને માતાપિતા માફ નથી કરતાં અને પોતાના હાથે પોતાની દીકરીને નરકમાં ધકેલી દે છે. પોતાને જન્મ આપનાર દીકરીની ભૂલ માફ કરે ત્યારે દીકરી ભરી દુનિયામાં સાવ એકલી થઈ ખોટા રસ્તે ચડી જાય છે.

એકબાજુ પોતાના માતાપિતા અને બીજી બાજુ પ્રેમી અને સમાજ બધાથી તરછોડાએલ સ્ત્રી જાય તો પણ કયાં જાયતેવે સમયે આમ્રપાલીની મા મિતાલીનો જેણે હાથ પકડ્યો હતો તે એક એવી સ્ત્રી હતી જે એકદમ ઊંચા ઘરાનાના શેઠિયા ,રાજકારણીઓ જેવા માલેતુજાર પુરુષોને ખાનગીમાં મનોરંજનની સગવડ કરી આપતી. મુંબઈ,દીલ્હી ,કલકત્તા જેવા શહેરોની ઓબેરોય કે તાજમાં તે પુરુષો દેખાવડી યૌવનાને ઉપવસ્ત્ર તરીકે ભોગવતા અને તે પેટે તગડી રકમ યુવતીને મળતી. આમ્રપાલીની માતાને કોઈ સહારો નહી રહેવાથી તેણે પોતાના જીવન નિર્વાહનો રસ્તો અપનાવ્યો. પોતાની દીકરીને જન્મ આપી તેની પાછળ તેણે નામ પણ પોતાનું આપ્યું. આમ્રપાલી મિતાલી. આમ્રપાલી સ્કૂલમાં જતી ત્યારે પણ બધા તેને તેના પિતા અંગે પૂછતા. તેને પણ બધાના નામની પાછળ પિતાનું નામ છે તો તેની પાછળ કેમ માનું નામ?તેના પિતા કયાં છે ? કોણ છેકેમ તે તેમને છોડી ગયા છેજેવા અનેક સવાલો થતા.માતા પહેલા તો તેના ઉડાઉ જવાબ આપતી પરતું પોતાને થયેલા દગાથી અને તેને આચરવા પડતા ખોટા રસ્તાથી કંટાળીને તે ગુનાહીત ભાવના સાથે ખૂબ દુ:ખી જીવન વિતાવી રહી હતી. એક વાર કોઈ નબળી ક્ષણમાં તે પોતાની જાત પર હાવી થયેલા વિચારો પર કાબુ રાખી શકી અને તેણે આપઘાત કર્યો .મરતાં પહેલા તેણે પોતે કરેલા બધા ગુનાની માફી માંગતો અને આમ્રપાલીનાં પિતા કોણ છે તેની બધી હકીકત જણાવતો પત્ર તેની દીકરીને લખ્યો. મા તો દુનિયા છોડીને ચાલી ગઈ પણ બેસહારા આમ્રપાલીને પણ નગરવધુ બનવા છોડી ગઈ…….

આમ્રપાલી પણ માની જેમ જયમલ શેઠ અને તેમના જેવા કરોડપતિઓના દિલને પંચતારક હોટલોમાં જઈને બહેલાવતી અને મધુ જેવી શેઠાણીઓના કડવાવેણ સાંભળતી રહેતી.

જયમલ જેવા અનેક શ્રીમંત નબીરાઓ પૈસાને જોરે શહેર બહાર જઈ આવા ભોગ ભોગવતા રહેતા હોય છે અને તેમની પત્નીને તેઓ હની હની કરીને કેટલોય પ્રેમ કરે છે તેવો ડોળ કરતાં રહેતા હોય છે.

 પરંતુ  આજે આમ્રપાલી મંદિરમાં  માત્ર દર્શન કરવા નહોતી આવી પણ ખરા દિલથી પ્રભુનો આભાર માનવા આવી હતી.તેના જીવનમાં અભિલાષ નામની વ્યક્તિનો પ્રવેશ થયો હતો.અભિલાષ  ખરા હ્રદયથી આમ્રપાલીને ચાહતો હતો.તે હંમેશ માટે તેને પોતાના હ્રદયમાં અને ઘરમાં સ્થાન આપવા માંગતો હતો.તે આજે આમ્રપાલીના જીવનમાં  દિવો પ્રગટાવી  બધા લોકો વચ્ચે મંદિરમાં તેની માંગમાં સિંદૂર ભરી ,હાર પહેરાવી હંમેશ માટે પોતાની બનાવી તેને સમાજમાં તેનું સ્થાન આપવા માંગતો હતો.

અભિલાષને ગુલાબના બે હાર લઈને ગાડીમાંથી ઉતારતો જોઈને આમ્રપાલી પોતાની બદલાઈ રહેલી જિંદગીના વિચાર માત્રથી બેહદ ખુશ હતી.પણ ત્યાં ……..તો જેવો અભિલાષ ગાડીમાંથી ઉતર્યેા અને કોઈ ગાડી જોરથી ટક્કર મારી અભિલાષ અને તેના ગુલાબના હારને હતા નહતા કરી ફૂલ સ્પીડમાં ત્યાંથી જતી રહી………

આમ્રપાલી જોરથી ચીસ પાડી અભિલાષને ઉછાળતો જોઈ પગથિયાં પર બેભાન થઈ પડી.લોકો ભેગા થઈ ગયા.જયમલ શેઠ ખંધુ હસતા અને પરણવા નીકળેલ આમ્રપાલીનો પ્લાન તોડી પોતાની જીત પર ખુશ થતા ત્યાંથી સડસડાટ નીકળી ગયા.

શું મધુ જેવી શેઠાણીઓ પોતાના પતિના કરતૂતો થકી વાકેફ હશેજો હા ,તો એક સ્ત્રી થઈ તે કેમ તેમાં એક સ્ત્રીનો દોષ જોતી હશેજે પુરુષો પોતાની પત્ની હોવા છતાં રુપલલના પાસે પોતાની હવસ સંતોષવા જતા હશે તેમનો કોઈ દોષ નહીંભગવાને સ્ત્રીઓને માતા બનવા માટેની શારીરિક રચના આપી તેના થકી માતૃત્વનો આનંદ તો મળે છે .પણ જ્યારે આમ્રપાલીના પિતા જેવા પુરુષો સ્ત્રીને ભોગવીને અડધે રસ્તે છોડી દે છે અને તેનું જીવન મજબૂર બની જાય છે અથવા સ્ત્રીઓ અને બાળકીઓનો રેપ થાય છે ત્યારે ભગવાનને પૂછવાનું મન થાય છે કે સ્ત્રીના શરીરની રચના તેં શા માટે આવી બનાવીકે બધું તેને શા માટે ભોગવવાનું??? નગરવધુ હોય કે નાની ખોલીમાં પોતાની જાત વેચતી હોય તે બધી સ્ત્રીની દશા શું દયનીય નથી?

વાત્સલ્યની વેલી ૩૫) સિસ્ટર એન્જલિના !

સિસ્ટર એન્જલિના !
અમેરિકામાં લગભગ ૫૦% બાળકો રોજ મા સિવાયની કોઈ વ્યક્તિ પાસે દિવસનો મહત્વનો સમય પસાર કરતાં હોય છે. એમાંના પચાસ ટકા અમારાં ડે કેર સેન્ટર જેવી ઇન્સ્ટિટ્યૂશનમાં જતાં હોય છે. એ આંકડાઓ તરફ ધ્યાન આપીએ તો આપણને સમજાય કે એક સામાન્ય મધ્યમ વર્ગના બાળકનો ઉછેર કેવી રીતે થાય છે. જે રીતે કદાચ આપણે ઉછર્યાં – જ્યાં મમ્મી ઘરે રહીને કુટુંબ સાંભળે અને પપ્પા આર્થિક મોરચો સાંભળે- એનાથી જુદી સોસાયટી અહીંયા : પપ્પા કામ કરે ,મમ્મી પણ કામ કરે અને ક્યારેક એ એકલી જહોય અને બાળક ઉછેરતી હોય( એ રીતે પપ્પા માટેય ખરું!) એટલે બાળકોને ડે કેરમાં મૂકવાં પડે ! જો કે હવે દેશ – પરદેશ બધે પરિવર્તન આવી રહ્યું છે… તેમ છતાં હજુ આજે પણ આપણે ત્યાં સંયુક્ત કુટુંબ જળવાઈ રહ્યાં છે! અને બાળકોને સંયુક્ત કુટુંબમાં ઉછરવાનો અનુભવ મળે છે.
સંયુક્ત કુટુંબના ગેરફાયદાઓ હશે જ પણ નાના બાળકોને લાગે વળગે છે ત્યાં સુધી તેઓને ભવિષ્ય ઘડતરમાં ઘણો લાભ થાય છે! જો કે યુવા વર્ગને પણ જોઈન્ટ ફેમિલીનાં ઘણા ફાયદા થાય છે!
આપણાં જેવાં ઈમિગ્રન્ટ્સને અહીંનો આછેરો ચિતાર મળે ,અને બાળઉછેર જેવાં મહત્વના ક્ષેત્રમાં આટલાં બધાં વર્ષો કામ કર્યું તેની હજ્જારો યાદગાર ક્ષણોમાંથી થોડી અહીં વાચક મિત્રો સાથે વાગોળું છું.
જો કે હવે આપણે પણ અડધી સદીથી અહીંયા વસ્યાં છીએ ,હવે મુખ્ય રસ્તાનાં થઇ ગયાં છીએ , હવે બીજી – ત્રીજી પેઢીનાં બાળકો અહીં ઉછરી રહ્યાં છે! પણ ત્રણ દાયકા પહેલાં, હજુ બે સંસ્કૃતિ વચ્ચેની અવઢવ ,મુંઝવણ અને આશ્ચર્ય વચ્ચે અનુભવેલ કેટલાક સ્વાનુભવો બાળ ઉછેર ક્ષેત્રનાં અહીં રજૂ કરું છું .
આજે સિસ્ટર એન્જલિનાની વાત કરું: કદાચ એ સંયુક્ત કુટુંબમાં રહેતી હોત તો તેની વાત કદાચ જુદી જ હોત!
કેટલીક વ્યક્તિઓ તમને ભલેને અલ્પ ક્ષણો માટે જ મળી હોય, પણ જિંદગી ભર યાદ રહી જાય છે.એન્જલિનાએ અમારે ત્યાં માત્ર એક જ અઠવાડિયું કામ કર્યું હશે, પણ એ મને કોઈ અગમ્ય કારણથી યાદ રહી ગયાં છે!
૧૯૯૦- ૯૧ માં અમારે પાર્ટ ટાઈમ માટે કોઈ શિક્ષિકા બેનની જરૂર હતી . ખુબ સારું ક્વોલિફિકેશન ધરાવતાં આધેડ વયના એક બેન એન્જલિના પ્રાથમિક મુલાકાતે આવ્યાં.

આમ જુઓ તો આ ક્ષેત્ર ખુબ પડકારરૂપ છે. બાળકોને રાખવાનાં, રમાડવાનાં અને સતત કોઈ પ્રવૃત્તિમાં પરોવાયેલા રાખવાનાં; સાથે સાથે એમનાં સર્વાંગી વિકાસને અનુરૂપ બધી પ્રવૃત્તિઓ હોવી જોઈએ ! અને આ બધું ગોઠવ્યા બાદ , બાળકમાં એ પ્રકારની ઈચ્છા અને ધગસ ઉભાં કરવાનાં! કોઈ પણ બાળકને ફોર્સ કરીને અમુક પ્રવૃત્તિ કરવા બેસાડાય નહીં, બાળકને એ પ્રવૃત્તિ કરવા પ્રેરણા મળે એવું વાતાવરણ અને સંજોગો ઉભાં કરવાનાં! એક કુશળ શિક્ષક જ આ કરી શકે ! અને બદલામાં આર્થિક વળતર ઓછું , મહેનત વધારે અને જવાબદારી સૌથી વધારે, જો કે જે આત્મ સંતોષ, પેરેન્ટ્સ તરફથી અહોભાવ અને બાળકોનો પ્રેમ મળે તેનો જે આનંદ થાય તે તો જેણે આ ક્ષેત્રમાં કામ કર્યું હોય તે જ જાણે ! અને એ ઉમદા ભાવનાથી જ તો ઘણી નવયુવાન આદર્શવાદી યુવતીઓ આ બાળમાનસ વિષયમાં ગ્રેજ્યુએટ થઈને આવે !
મિસ એન્જલિના સાહીંઠેક વર્ષનાં હતાં અને બાળ માનસ શાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી ધરાવતાં હતાં!
લગભગ ત્રીસ વર્ષ પહેલાં આ ક્ષેત્રમાં આટલાં જ્ઞાની ઉમેદવારને આવી પાર્ટ ટાઈમ નોકરી માટે હું મળી નહોતી .ઔપચારિક ઇન્ટરવ્યૂ પછી એ બાળકોના વર્ગમાં ગયાં!
બાળકોને વર્ગમાં રમાડતાં રમાડતાં એમણે મને કહ્યું : જુઓ બે વર્ષનાં બાળકો આખાં વાક્ય ના બોલે પણ છુટા છુટા શબ્દો બોલે! “ One walk, Two talk! Three dance and Four surpass !”એક વર્ષે ચાલતાં શીખે , બે વર્ષે બોલતાં! ત્રણ થાય ત્યાં મંડે નાચવા ( કૂદવા ) ને ચાર થાય ત્યાં આ બધાંથી આગળ થઇ જાય!
એમને ચોપડીયું જ્ઞાન ઘણું બધું હતું પણ તેઓ ક્લાસમાં બાળકોને સાંભળી શકે તેમ નહોતાં. બે ત્રણ રીતે પ્રયત્નો કર્યાં પછી લાગ્યું કે એ આ ક્ષેત્રમાં કામ કરી શકશે નહીં. હવે તેમને ના પાડવાની હતી પણ એમ સીધી રીતે ,આટલું બધું ભણેલી, વિદ્વાન , વડીલ , વ્યક્તિને કહેવું કેવી રીતે? એમની સાથે કોઈ સર્જનાત્મક – હકારાત્મક (Creative Criticism ) રીતે વાત કરવાની ફરજ પડી. દેશમાં મેં આખી જિંદગી નોકરીઓ શોધવામાં કાઢી હતી. એટલે કોઈ પણ વ્યક્તિને ના કહેતાં પહેલાં મને મારા એ દિવસો જરૂર યાદ આવે જ. એટલે મેં , એ એન્જલિનાને – પ્રમાણમાં થોડાં ઓવર વેઇટ ,પણ મોંઘા કપડાં પહેરેલ ચર્ચની નન જેવાં લાગતાં ગોરા સિસ્ટરને સાંજે ડે કેર બંધ થયાં બાદ નોકરીની વાત કરતાં પહેલાં એમનાં જીવન વિષે પૂછ્યું !
આમ તો કોઈની અંગત જિંદગીમાં માથું મારવું એ બરાબર ના કહેવાય ! પણ મૂળ વાત કરતાં પહેલાં એમનાં વિષે વધુ જાણવું જરૂરી હતું.
“ તમે ખુબ ભણેલાં છો પણ અમારાં ડે કેર સેન્ટર કરતાં કોઈ બીજા મોટા ડે કેર સેન્ટરમાં તમારી સેવાઓ વધુ યોગ્ય રહેશે .” મેં હળવેથી કહ્યું.
પણ વાત શરૂ કરું તે પહેલાં જ એકાકી અટુલી જિંદગી જીવતી એ એન્જલિનાએ રડતાં રડતાં પોતાનાઅંગત જીવનની વાત કરી … ‘આ ડેકેર માટે તેઓ અનફિટ છે ‘કહેતાં આ રિજેક્શનને સાંભળતાં જ એમણે અનેક કારણો રજૂ કરવા માંડ્યા ! જાણે કે એમને આ નોકરી છોડવી જ નહોતી! ખુબ આશ્ચર્યથી હું આ જોઈ રહી! …
સરળ , શાંત અને શરમાળ એન્જલિનાની આખી જિંદગીમાં ક્યારેય કોઈ વ્યક્તિ મિત્ર બનીને આવ્યું જ નહોતું ! એને કોઈ ભાઈ બેન સગાં સબન્ધી કોઈ જ નહોતું! એક સિંગલ મધરનાં હાથે એ ઉછરી!
એક ડિગ્રી પછી બીજી ડિગ્રી! એ જે તે, જેમ તેમ ભણતી જ રહી! ના કોઈએ એને કોફી પીવા કે સિનેમા જોવાનું આમન્ત્રણ આપ્યું , કે ના કોઈને એ કોફી, લન્ચ કે એવી ડેઈટ માટે એવું પૂછી શકી !
આખરે એન્જલિનાએ ક્રિશ્ચિયન મિશનરીમાં જોડાઈને સિસ્ટર બનીને રહેવાનું નક્કી કર્યું, જ્યાં એ લોકો જીસસને પોતાના પતિ માને છે! પણ ઘરડી માં ને લીધે એણે એ વિચાર પણ માંડી વાળ્યો !
એન્જલિનાએ મને કરગરતાં કહ્યું કે એને
નોકરી નહીં પણ વોલેન્ટિયર રીતે કામ કરવું છે. જો કે ના નિયમ પ્રમાણે એ શક્ય નહોતું. “તમને કોઈ ચેરિટીનું માનવ સેવાનું કામ જરૂર મળી જશે ! “: આશા આપતાં એમને સમજાવ્યું . છેવટે એમણે મને વિનંતી કરી તમે પ્રાર્થના કરો કે દુનિયામાં કોઈ વ્યક્તિ ક્યારેય મારાં જેટલી એકલી એકાકી ના હોય!” એમણે પરાણે ડે કેરને અલવિદા કહેતાં ભારે પગલે ડગ ઉપાડ્યા !
વાત્સલ્યની વેલીમાં બાળકો વિષે લખતાં, જે લોકો પોતે બાળકોને સાંભળે છે તે વિષે જાણીને જાણે કે હું મારી આગવી ફિલોસોફી રચી રહી હતી! શું એન્જલિનાને સંયુક્ત કુટુંબમાં દાદા દાદીનો પ્રેમ મળ્યો હોત તો એનું જીવન કદાચ જુદું જ ના હોત?

૩૮ – કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

દૂરથી ઉડી આવતાં પંખીઓના ટોળાં,

ફફડાવી પાંખો કરતા યાદોના મેળા,

ચાંચોથી ખોતરતા મનનાં સૌ જાળાં,

જાળેથી ખરતા જૂના તાણાવાણા……

કેટલાક સંબંધો એવા છે જે દૂર રહીને પણ અકબંધ, જેવા હતા એવા જ સચાવાયેલા રહે છે જેને સમય કે સંજોગો પણ અસર નથી કરતા.

એક સમય હતો જ્યારે પરદેશ વસવાની વાત તો દૂર એ તરફ જવાની વાત વિચારોમાં સુધ્ધા નહોતી પણ વતનમાં ય જો ક્યાંક, થોડાક દિવસ માટે પણ જો શહેર બહાર જવાનું થયું હોય તો એ દૂરી પણ લાંબી જ લાગતી કારણકે એ સમયે ટેલિકમ્યુનિકૅશન જેવી સુવિધાઓ પણ ઝાઝી સરળ નહોતી. આજના જેવી સગવડની તો વાત દૂર એક શહેરથી બીજા શહેર ફોન કરવાનું પણ ક્યાં સહેલું હતું? એટલે પછી જેટલા સમય સુધી દૂર રહ્યા હોઈએ એટલા દિવસોની પળે પળનો હિસાબ માંડવાની પણ મઝા જ આવતી. અનહદ યાદોની અપાર વાતો પણ કેટલાય દિવસો સુધી ચાલ્યા કરતી. ચોકલેટની માફક એની મીઠાશ ચગળ્યા કરવાની ય એક મઝા હતી.

જ્યારે આજે તો કોઈપણ વાત કહેવા માટે કદાચ એક ક્ષણની પણ રાહ જોવાની જરૂર નથી રહેતી. નાનકડા સ્માર્ટ ફોનની કમાલે તો વાત  કરનાર અને સાંભળનાર વ્યક્તિને સાવ નજીક- જાણે સન્મુખ લાવીને મુકી દીધા છે અને કદાચ એટલે જ પહેલાં જેટલી દૂરી લાગતી જ નથી તો લાંબા સમયથી ના મળ્યાનો વસવસો ય ક્યાં રહેવાનો?

અને તેમ છતાંય એ દિવસે લાગ્યું કે રૂબરૂ મળવાની એક મઝા તો છે જ. કેટલાક સંબંધ એવા ય  હોય છે જેને ફરી એકવાર જીવી લેવાની મઝા તો છે જ અને એમાં ય એ સંબંધ કે જે નાનપણથી સાથે જ ઊછરેલો છે.

આપણી આસપાસ, આપણી સાથે, આપણી પાસે બધું જ છે જે આપણે વિચાર્યું છે. ક્યાંય કશાની ખોટ, કોઈ કમી નથી અને તેમ છતાં કોઈ વ્યક્તિ આવીને આપણા એ ભર્યા ભર્યા ઘરને, ભર્યા ભર્યા મનને વધુ સભર કરી દે છે. જીવનની ઘટમાળ લગભગ જેવી વિચારી છે લગભગ એવી જ રીતે ચાલ્યા પણ કરે છે અને એ ઘટમાળમાં આવીને ઓચિંતુ કોઈ ગોઠવાઈ જાય છે. એકધારા નીચેથી ઉપર ફરતા ચકડોળમાં બેઠેલી વ્યક્તિઓની વચ્ચે આવીને હળવેકથી કોઈ ગોઠવાઈ જાય છે તેમ છતાં એ ચકડોળની ગતિમાં ક્યાંય કશી ક્ષતિ ય નથી ઊભી થતી અને એ ચકડોળ એમ જ એની રફતારે નીચેથી ઉપર ફર્યા કરે છે પણ એ ઉપર ગયેલા ચકડોળમાંથી આજ સુધી દેખાતું દ્રશ્ય જરા જુદુ ભાસે છે. એ દ્રશ્યમાં ઉમેરાય છે કેટલાક વહી ગયેલા વર્ષોની યાદો.

એક જ તાકામાંથી જ બનેલા એક સરખા ફ્રોક પહેરીને બેઠેલું બાળપણ એ દ્રશ્યમાં ઉમેરાય છે. દિવાળીમાં મળેલી બોણીમાંથી એક સરખા પડતા ભાગનો રાજીપો એમાં ઉમેરાય છે, ઘરના ઓટલે બેસીને ફોડેલા ફટકડાઓના અવાજ, શિયાળાના કૂણા તડકામાં તેલની માલિશનો ગરમાવો, હોળીમાં ઉડાડેલા ગુલાલનો રંગ અને કેસૂડાના પાણીની ઠંડક ઉમેરાય છે. સાઈકલ પર થેલામાં લઈને આવતા પેથાભાઈની એ નાનખટાઈની તાજી સોડમ ઉમેરાય છે, ઘોળીને ખાધેલી કેરીઓનો સ્વાદ ઉમેરાય છે અને પેલા અત્તરીયાની નાનકડી પેટીમાંથી હાથ પર લગાવેલા કેવડાના અત્તરના ટીપાની સુગંધ પણ શ્વાસમાં ઉમેરાઈ જાય છે. કેરમમાં કાળી -ધોળી કુકરીઓની વચ્ચે પેલી ઘેરા ગુલાબી રંગની રાણીનો ઠાઠ દેખાય છે તો નેપોલિયન બોનાપાર્ટમાં જીતવાની જીદ દેખાય છે પણ સાથે સાથે રમતા પડ્યા-આખડ્યાના ઉઝરડા કે સોળ આજે ભૂલાઈ જાય છે.

ઘણા વર્ષો પહેલા બનેલી એ ઘટનાઓ પાછળનો સમય સરી જાય છે અને એમાંથી એક તાજી હવાની લહેરખી મનને તાજી કરી જાય છે. આપણો માળો તો બરાબર જ ગોઠવાયેલો છે પણ એ માળામાં દૂરથી આવીને એક પંખી ગોઠવાઈ જાય છે અને એની પાંખોનો ફફડાટ આપણી આસપાસના વર્તમાનની સાથે ગૂંથાયેલી રફતારને જરાય ડહોળ્યા વગર જરા અલગ દિશાએ વહેતી કરી દે છે. રોજે જ ઊગતી હોય એ જ સવાર છે અને એવી જ આથમતી સાંજ છે પણ એ સવાર અને સાંજના રંગોમાં એક જુદો ભૂતકાળમાં રંગાયેલો રંગ દેખાય છે. ઘરમાં ઉમેરાયેલી વ્યક્તિની હાજરી જાણે કાયમની હોય એમ જ સરળતાથી સ્વીકારાઈ જાય છે. નથી ક્યાંય કોઈને અડતું કે નથી ક્યાંય કોઈને નડતું.

દૂરથી ઉડીને આવેલા એ પંખી  સાથે એનાથી ય દૂરની, વર્ષો પહેલાની યાદોનો એક રંગબેરંગી મેળો ભરાઈ જાય છે પણ આ મેળામાં કોઈ કોલાહલ નથી. જાણીએ છીએ આ યાયાવર પંખી એનો સમય થતાં ઉડીને એના દેશ જવાનું જ છે અને માટે જ જેટલી ક્ષણો મળી છે એ માણી લેવી છે. મનગમતી ચોકલેટની મીઠાશને ચગળ્યા કરવાનો આનંદ લઈ લેવો છે. જૂની યાદોના તાણાવાણાને ફરી એકવાર કસીને બાંધી લેવા છે.

આ એક એવો સંબંધ છે જેના તાણાવાણા અત્યંત નાજુક છે છતાં ય રેશમના કીડાનું જતન કરતા કોશેટા કરતાં ય મજબૂત છે અને કોશેટામાં આ એક એકલો જ જીવ ક્યાં છે ? એમાં તો છે આપણા ય જન્મની સાથે જન્મેલા અને જોડાયેલા લાગણીના સંબંધો ………

કાવ્ય પંક્તિ – દેવિકા ધ્રુવ

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

પ્રેમ એક પરમ તત્વ : 31 વિશ્વ કુટુંબ કમઁહ : સપના વિજાપુરા

       અમેરિકામાં ઘરમાં નોકર કે નોકરાણી રાખવાની પ્રથા નથી. પણ અહીં હું મેઈડસર્વીસ શબ્દ વાપરીશ. નોકર કે નોકરાણી શબ્દ ખબર નહીં કેમ કઠે છે.ભારતમાં મેઈડ સર્વીસ અનિવાર્ય થઈ ગઈ છે. પણ શું આપણે આપણા ઘરે કામ કરવા આવતી વ્યકિતપ્રત્યે સદભાવના સદવર્તન રાખીએ છીએ? શું એમની સાથે એવો વ્યવહાર રાખીએ જેવા વ્યવહાર ની આપણે અપેક્ષા આપણા બોસ કે આપણા ઉપરી પાસે રાખીએ છીએ? આપણે એ વિશ્વમાં રહીએ છીએ જ્યાં દરેક વ્યક્તિ બીજા પર આધારિત છે. બધાનીઈચ્છા હોય છે કે એને માનભર્યું જીવન જીવવા મળે.
        એ દિવસ મને બરાબર યાદ છે જ્યારે હું ભારત ગયેલી. ખાલા અમિના મારે ઘરે કામ કરવા આવતા હતા. અમે સૂર્યવંશી એટલે કેસૂરજ ઊગે પછી ઉઠવા વાળા. ખાલાને કહી રાખેલું કે દસ વાગ્યા પછી કામ કરવા આવે. એ દિવસે ખાલા મારી બેડરૂમ ની બારી પાસે આવી બૂમ પાડે છે કે, “આપા, દરવાજા ખોલો!” મેં ઘડિયાળ સામે જોયું તો સવારના સાત વાગેલા. હું બબડતી બબડતીઊભી થઈ. દરવાજો ખોલ્યો. અને ફરી મારા રૂમ મા જઈ સૂઈ ગઈ. એકાદ કલાક પછી ઉઠી તો કાચી ઉંઘમાંથી ઉઠ્યાનોઅફસોસ દિલમાં હતો.બ્રશ કરીને પહેલો સવાલ ખાલાને પૂછ્યો,” ખાલા, આટલા વહેલા શા માટે આવ્યા?” મનમાં ઊંઘ બગડ્યાનો ગુસ્સો પણ હતો. ખાલાએ નમ્રતાથી કહ્યુ, ” આપા મારે આજ એક લગનમાં જવાનું છે.” મેં કહ્યું,” આટલું વહેલું?” એણે કહ્યું કેએની પાસે ૨૦૦ રૂપિયા હતાં. જો બસ લે તો ભાડામાં પૈસા વપરાય જાય તો ચાંદલો શું આપે અને જો ચાંદલાના પૈસા રાખે તો બસ ના લઈ શકે! તો એણે ચાલતા જવાનું નક્કી કરેલું. તેથી વહેલા કામ કરવા આવ્યા હતાં.
             મને એક આંચકો લાગ્યો કારણકે આગલે જ દિવસે હું બ્યુટી પાર્લરમાં ગયેલી અને ૧૬૦૦ રુપીયા હું, વેક્સીંગ, ફેસીયલ, નેઈલપોલિસ, અને હેર ડાઈ કરવામાં વાપરી આવી હતી. મારી આંખનાં ખૂણે બે આંસુના ટીપા બાજી ગયાં. શું મારું વેક્સીંગ કેફેસીયલ કે હેર ડાઈ એટલું જરૂરી હતું? ખાલાની ઉમર ૬૦ વરસ જેટલી હતી. એમનુ ચાલીને બીજા ગામ લગ્નમાં જવું જરૂરી હતું!! મેં પાંચસો રુપીયા કાઢી એમને આપ્યાં. ખાલાની આંખમાં જે ખુશીની ચમક જોઈ તે ક્યારેય ભૂલી નહીં શકું. આ વરસે જ્યારે હું ભારત ગઈ તો ખાલા મને ખાસ મળવા આવ્યા, અને મને ગળે લગાડી લીધી. અમારી વચ્ચે એ પ્રેમનું બંધન બંધાઈ ગયું છે જે કદી નહીં તૂટે!
             ઈસ્લામના પયગંબર મહમદ સાહેબે ગુલામીની પ્રથા નાબૂદ કરી હતી. એમની પાસે ઇથોપીયાની રાજકુમારી બીબી ફીઝા પણઆવેલા. જે હબશી હતાં.મહમદ સાહેબે એમને ગુલામીમાંથી મુક્ત કર્યા. તો બીબી ફીઝા પોતાના રાજ્યમાં પાછા ના ગયાં પણમહમદ સાહેબની દીકરી બીબી ફાતેમા પાસે રહી ગયાં. અને એક મેઈડની જેમ કામ કરવા લાગ્યાં. બીબી ફીઝા ઈસ્લામથીએટલાં બધાં પ્રભાવીત થયાં હતાં. પણ બીબી ફાતેમાએ એમની સાથે કદી નોકરાણી જેવો વ્યવહાર કર્યો નહતો. બન્ને એ કામ સરખે ભાગે વેચેલું એક દિવસ બીબી ફીઝા તો એક દિવસ બીબી ફાતેમા કામ કરતાં. જે દિવસે બીબી ફીઝા કામ ના કરતા એ દિવસે એ કુરાનનું જ્ઞાન મેળવતા. બીબી ફાતેમા પુત્ર ઈમામ હસન અને ઈમામ હુસેન તથા પુત્રી બીબી ઝયનબ એમને અમ્મા ફીઝા કહીને બોલાવતા. એટલો પ્રેમ અને આદર એક મેઈડને મળતો.
          આપણે આપણા હ્ર્દયને ટટોળીએ કે શું આપણે આપણા ઘરમાં કામ કરતી વ્યકિતને માન આપીએ છીએ? પ્રેમ આપીએ છીએ? વિશ્વ જો કુટુંબ હોય તો આપણે બધા કોઈ એક સંબંધથી જોડાયેલા છીએ. તો શુ વ્યકિત જયારે આપણે ઘરે કામ કરવા આવે ત્યારે એ વાત ભૂલી જઈએ છીએ? કોઈ પણ જ્ઞાતી ,જાતી, ઉંચ નીચ બધું ભૂલીને જો તમે બધાને ગળે લગાવી શકતા હો તો તમે આ વિશ્વના કુટુંબના સભ્ય છો. આપણે કોઈ પ્રાણીને પાળીએ તો એની સાથે પ્રેમ થઈ જાય છે તો આ તો ઈન્સાન છે.ક્યારેક એની મનોવ્યથા જાણવા પ્રયત્ન કરો અને એ વ્યથા માં તમે થોડા પણ સહાયરૂપ થાઓ તો મનને ખૂબ સંતોષ મળશે. આપણને ખબર નથી કે એમની કઈ મજબૂરી એમને આ કામ માટે મજબૂર કરે છે.
           હવે લાઈટ સાઈડ ઓફ સ્ટોરી!!જો પતિ મેઈડને કશું કહે અને મેઈડ કામ છોડી જતી રહે તો પત્ની પિયર જવાની ધમકી આપે છે. હવે વિચારો કે આ વ્યકિતનું તમારા જીવનમાં કેટલું મહત્વ છે? આપણે આ ધરતી પર પ્રેમ વહેંચવા આવ્યા છીએ. પ્રેમઆપવાથી વધે છે ઘટતો નથી જેમ જ્ઞાન આપવાથી વધે છે.દિલમાં કરુણા ,પ્રેમ અને સન્માનની ભાવના રાખશો તો તમને પણસામે એવો જ જવાબ મળશે. બધાને તમારી પ્રેમભરી પાંખમા લઈને રહો! ત્યારે ખબર પડશે કે પ્રેમ એક પરમ તત્વ છે!!
સપના વિજાપુરા

 

 

હળવેથી હૈયાને હલકું કરો-૫

મમ્મી પાપા હજી કેમ નથી આવ્યા ?
આવી જશે હમણાં,બા બોલ્યા,આજે જરા વધારે મોડું થઇ ગયું ને ?અને ફોન પણ નથી આવ્યો.
બા સવારે ગયા ત્યારે કઈ કહીને ગયા હતા તમને ?
હા, ઉતાવળમાં હતો..ડબ્બો પણ ભૂલી ગયો હતો તમે બાળકોને સ્કુલે મુકવા ગયા હતા એટલે બાજુવાળાના છોકરાને બસસ્ટોપે દોડાવ્યો. આવશે તમે આજે નવરાત્રી છે તો જાવ ગરબીના દર્શન કરી આવો.છોકરાવ પણ અધીરા થયા છે.
અમે દર્શન કરીને માતાજીના બે ગરબા ગાઈને ઘરે આવ્યા પણ હજી એ આવ્યા ન્હોતા,
બા આજે ઘણું મોડું થયું ને ?તેના પેલા ઓફીસના મિત્રને ફોન કરોને!
મેં બે વાર ફોન કર્યો પણ એ પણ ફોન ઉપાડતો નથી.કદાચ બધા ગરબી જોવા ગયા હશે.
ચાલો બાળકો તમે સુઈ જાવ સવારે સ્કુલે વહેલું જવાનું છે,પછી ઉઠશો નહિ.બા હું આ બાળકોને સુવડાવી દઉં,તમે ફોન બાજુમાં રાખજો નહીતો આટલા અવાજમાં તમને સંભાળશે પણ નહિ.બાળકોને સુવડાવતા હું પણ સુઈ ગઈ.અચાનક આંખ ઉઘડી ત્યાં તો રાતના બે વાગ્યા હતા,ગરબીની લાઈટ અને અને સંગીત બધું શાંત થઇ ગયું હતું.પણ મન કોણ જાણે અજાણ્યા ડરથી ઘબરાવા માંડ્યું.બા પણ ખટલામાં બેઠા એમની રાહ જોતા જોકે ચડી ગયા,હું હેબતાયેલી એમની પસી ગઈ બા, બા, બે વાગ્યા આ હજી આવ્યા નથી હવે મારા ધબકારા વધી ગયા છે.કોને ફોન કરું ?.
આવશે આવશે ,ચિંતા ન કરો,.. દોસ્તો સાથે ગરબી રમવા ગયો હશે.
પણ ફોન તો કરવો જોઈએ ને ?
આ બે છોકરાનો બાપ થયો પણ હજી છોકરમત ગઈ નથી.
હું એના મિત્રને ત્યાં ફોન કરી પૂછા કરું છું.અને પછી અમે એક પછી એક એના સૌ કોઈ મિત્રો અને ઓળખીતાને ફોન લગાડ્યા.કોઈ ને ખબર નહોતી કે એ ક્યાં છે અને ક્યાં ગયા ?,સવાર પડી અને અલાર્મ વાગતા ભયની કંપારી છુટી ગઈ બાળકો પણ ઊઠી ગયા..
મમ્મી પપ્પા આવ્યા?
ના બેટા..અને હું બાળકોને સ્કુલે મોકલવાની તૈયારીમાં પડી.નાસ્તાનો ડબ્બો ભરતા જાણે મન અનેક સવાલો કરવા માંડ્યું ?મન બસ ગભરાતું હતું બાળકોને સ્કુલે મૂકી ઘરે ઝટ આવી,સગાસંબંધી, મિત્રવર્ગને ફોનથી પૂછા કરી.અંતે પૉલિસને ફોન કર્યો,પૉલિસે આવીને પૂછપરછ સાથે તપાસ હાથ ધરી. ફોટો માંગ્યો,એમની ઓફીસના સર્વે કર્મચારીઓના નિવેદન નોંધવામાં આવ્યા.બધાએ એક જ વાત કરી ગઈ કાલે આવ્યા જ નહોતા. તો ક્યાં ગયા?,બાળકોનો આવવાનો સમય થયો બા કહે જાવ તમે જાતે બાળકોને લઇ આવો..અને હું શાળા એ ગઈ.
ફરી બાળકોના એજ સવાલ પપ્પા આવ્યા ?
મારી પાસે કોઈ જવાબ નહોતો ..અમે હારી ચુક્યા હતા ત્યારે અમારી હિંમત બનનાર…મારા બાળકોના પપ્પા ત્યાં નહોતા..ફરી એજ સવાલ શું થયું હશે ક્યાં હશે ?ફોન કેમ ન આવ્યો.? અમંગળ આશંકાઓ મારી આંખોમાંથી આશુ બની ટપકી પડ્યા,હું અસ્વસ્થ બની ગઈ.કશું બોલ્યા વગર ઘરે ગયા.ઘરમાં સવારથી ઘણા માણસો આવતા હતા પણ અત્યારે માણસોનું ટોળું દેખાણું,હું ઘબરાણી હું દાખલ થઇ અને દોડતી બા પાસે ગઈ બા એ મારો હાથ પકડી દીવાલમાં પછાડી મારી બંગડી ભાંગી નાખી અને મારો ચાંદલો ભૂસી નાખ્યો. હું જોરથી ચિલાઈ શું થયું છે કોઈ તો કહો ?બાળકો પણ પપ્પા પપ્પા કરી બુમો પાડી રડવા માંડ્યા,મારું રડવાનું અને સવાલો ચાલુ રહ્યા,
મમ્મી મારાં પપ્પાને શું થયું?
તમારા પતિ અવસાન પામ્યા છે! એમની લાશ વરલીના દરિયા કિનારે મળી છે….મારા પર વીજળી ત્રાટકી!મન માનવા જ તૈયાર નહોતું,મને જોવા દયો….સફેદ ચાદર ઉઘડી ત્યારે ચીસ નીકળી ગઈ…
તમને ખબર છે એમણે આમ કેમ કર્યું ?પોલીશ ઇન્સ્પેક્ટર બોલ્યા
ના સાહેબ ના… તમે તપાસ કરો ?કોઈ કારણ નથી સાહેબ,બસ પછીતો ફેમિલીમાં,મિત્રોમાં આડોશી પાડોશી બધાનો પોલીસે સંપર્ક કર્યો અને તેમને પૂછતાછ માટે બોલાવ્યા અને પૂછતાછ શરૂ થઈ. અંતે આ મૃત્યુને માત્ર અકસ્માત જાહેર કર્યો.
એમના મૃત્યુનો કોયડો તો અકબંધ જ રહ્યો !
પણ મન સતત યુદ્ધ લડતું રહ્યું.
જન્મ એ ભગવાને આપેલુ વરદાન છે. તેનો અંત પણ તેમના જ હાથમાં છે.તો એમાં દખલ કરનારા આપણે કોણ ?નિરાશા, વિષાદ,જાત પ્રત્યેની નકારત્મક લાગણી,અને તેમાંથી ઉપજતું ન ધારેલું વલણ.જીવનના રંગોને ભુસાડી નાખે છે.વાત નેગેટિવ વિચારો,કે ભયથી દુર થવાની છે.જીવનને ચમકાવવાની સત્તા આપણા હાથમાં છે.વાત જીવનને ખોબો ભરીને માણવાની છે.જે મળ્યું છે તે જ સત્ય છે માટે સ્વીકારી જીવનમાં રંગો પૂરવાના છે.આપણે જ આપણા હોવા પણાની પ્રતીતિ આપણને કરવાની છે.સંવેદનની ક્ષણને ઝડપવાની હોય છે.જીવન એતો શાશ્વતીનું તિલક છે.બસ હું સંપૂર્ણ જીવીશ એવી એક જીજીવિષા સાથે મારા બાળકોને ઉછેરીશ.
મિત્રો જીવનની એવી અનેક ક્ષણો હોય છે જેને આપણને હૈયામાં ધરબીને જીવતા હોઈએ છીએ.તમે પણ કોઈ વાત હૃદયમાં છુપાવી બેઠા હો તો હળવેથી હૈયાને હળવું કરજો..

પ્રજ્ઞા દાદભાવાળા

૩૪ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

બાપ કરતાં બેટા સવાયા

સમગ્ર વિશ્વમાં “ફાધર્સ ડે”ની ઉજવણી થઈ રહી છે ત્યારે આ કહેવત યાદ આવ્યાં વગર રહે નહીં. દલા તરવાડી અને વશરામ ભુવાની વાત ખૂબ જાણીતી છે. દલા તરવાડીને રીંગણાનું શાક બહુ ભાવે. એક વખત વશરામની વાડીએથી રીંગણા ચોરીને લાવતાં પકડાઈ જતાં વશરામે શિયાળાની ઠંડીમાં કૂવાના ઠંડા પાણીમાં ડૂબકીઓ ખવડાવેલી. આ ધ્રુજારી હજુ પણ દલા તરવાડી ભૂલ્યાં ન હતાં. હવે પેઢી બદલાઈ ગઈ છે. દલાએ એકના એક દીકરા ભગાને તેને થયેલા અનુભવથી વાકેફ કર્યો અને કહ્યું કે વશરામના દિકરા શિવરામની વાડીએ ના જતો. ત્યાં જઇએ અને રીંગણા દેખાય એટલે ખાવાનું મન થાય. ભગાએ કહ્યું, બાપુ હું ચોરી કર્યા વગર રીંગણા લઇ આવું તો? આજે મારે તમને એ વાડીના રીંગણાનું શાક ખવડાવવું છે. એમ કહી તે નીકળ્યો. વાડીએ પહોંચ્યો. વાડી ફરતે થોરની ઉંચી વાડ. ઝાંપલી ખોલી અંદર ગયો. વાડીમાં મજાનાં રીંગણા લલચાવતાં. તેણે બુમ પાડી. જવાબ ન મળતાં થયું કે ચૂંટી લઉં. પછી થયું ચોરી તો નથી જ કરવી. ઘેર પાછો ફરતાં રસ્તામાં શિવરામ મળ્યો. વાતવાતમાં તેનો હાથ જોઈને જ્યોતિષની વાત કરી. શિવરામ ભોળવાયો. ખુશ થઈને કહે, ગોરજી, વાડીએ હાલો, મફત હાથ ના જોવડાવાય. દક્ષિણા લેતા જાઓ. પરાણે દસ-બાર રીંગણા આપ્યાં. ભગો રીંગણા લઈ ઘેર આવ્યો. દલા તરવાડી રીંગણા જોઈને ચમક્યા. તેમના માન્યામાં ન આવ્યું કે ચોરી કર્યા વગર બેટો રીંગણા લઈ આવ્યો. ભગો કહે, બાપ કરતાં બેટો સવાયો. આ એક સૂચક વાર્તા છે. પણ જે ઘરમાં બેટો બાપ કરતાં સવાયો હોય તે બાપની આંતરડી ઠરે તે નિર્વિવાદ છે. હા, બેટા પાછળ બાપનું નામ લખાય છે. પરંતુ બેટો મોટો થાય પછી બાપ હંમેશા બેટાના નામથી ઓળખાવાનું પસંદ કરે તેમાં જ બાપ અને કુળનું ગૌરવ ગણાય છે. બાપ માટે એ સવાયાપણાનો આનંદ જ અનેરો હોય છે.

ઇતિહાસમાં એવા દીકરા થઈ ગયા કે જે બાપ કરતાં સવાયા હતાં. અર્જુનનો દીકરો અભિમન્યુ, ઘટોત્કચનો દીકરો બરબરીક, રાવણનો દીકરો ઇન્દ્રજીત જેવાં અનેક ઉદાહરણ દંતકથાઓમાં જોવાં મળે છે. બાકી અનેક એવા પણ ઉદાહરણ છે, જે દીકરાઓ પિતાની છત્રછાયામાં વિકસી શક્યાં નથી. પિતાની પ્રતિષ્ઠા ગગનચૂંબી હોય અને પુત્ર આખી જિંદગી અસફળ રહે. અરે! કેટલાક મહાન પિતાના પુત્રોના નામ સુદ્ધા લોકો જાણતાં નથી.

હવેની સદીમાં બાપ દીકરા વચ્ચે સુમેળ જોવા મળતો નથી. જનરેશન ગેપ વધતો જાય છે. પિતાના કાર્યક્ષેત્રમાં પુત્ર જવા નથી માંગતો. લાગણી અને સંતાનની સફળતા, સંઘર્ષમાં અટવાય છે. બાળ ઉછેર એ ખૂબ મોટી સમસ્યા છે. કોઈ બાપ તેમાં સો ટકા પાર નથી પડતો. પોતાના જીવનમાં જે નથી મેળવ્યું અથવા તો પોતે જે ભૂલ કરી છે તે તેના સંતાનના ઉછેરમાં ના થાય તે માટે તે સચેત રહે છે. કુટુંબે કુટુંબે સમસ્યા અલગ અલગ હોય છે. બેટો સવાયો થાય તે માટે સંતાનનો ઉછેર મહત્વનો ભાગ ભજવે છે.

બુઢાપો આવતાં, બાપની તમામ ભૌતિક, શારીરિક અને માનસિક શક્તિ ક્ષીણ થતી જાય છે. શરીરના અંગો પણ એક પછી એક શિથિલ થાય છે. આવે સમયે બાપ આશ્રિત બની જાય છે. પરવશતા અનુભવે છે. આ બુઢાપાની વાસ્તવિકતા છે. બાપે બેટાને જીવનમાં સક્ષમ બનાવ્યો હોય ત્યારે બેટા માટે જે પણ કર્યું હોય તે દરેક વસ્તુ સવાઈ કરીને બેટો પાછી વાળે ત્યારે ખરા અર્થમાં આ કહેવત યોગ્ય ગણાય. બાકી તો આજે ભારત કે ભારત બહાર મોટા ભાગે એવા બેટા જોવા મળે છે જે બાપા વિરુદ્ધ પેંતરા રચવામાં દીકરો, વહુ સવાયા બને છે. આવા કિસ્સાઓ સમાજમાં ઓછા નથી. પૈસો, પ્રતિષ્ઠા કે હું પણું રાખવાથી મહાન કે સવાયુ થવાતું નથી.

જે ઘરમાં પિતાનો પડ્યો બોલ ઝીલાતો હોય, પિતાની જરૂરિયાતો પૂરી થતી હોય, બેટાનો સથવારો હોય એ બેટો ભલે પૈસે ટકે સુખી ના હોય પણ બાપને એ બેટા પર ગર્વ હશે. એની દુઆ હંમેશા બેટા માટેની રહેશે. એવા બેટાને પિતાના મૃત્યુ બાદ શ્રાદ્ધ, તર્પણ કે પિતૃદોષની કોઈ વિધિ કરાવવાની જરૂર ના રહે ત્યારે સાચા અર્થમાં બાપ કરતાં બેટો સવાયો કહેવાય. હાલમાં નવા યુગની દેન છે કે બેટી બાપ કરતાં સવાઇ બનીને રહે છે.

સંવેદનાના પડઘા ૩૭- માનવ – જિગિષા પટેલ

લગભગ રાતના સાત વાગ્યાનો સમય હતો. રસ્તા સાવ સૂમસામ હતા. કોણ જાણે કેમ આખું અમદાવાદ શહેર હિન્દુ -મુસ્લિમના કોમી રમખાણોથી ભડકે બળી રહ્યું હતું. કાલ સુધી જે માણસો પડોશીઓ અને મિત્રો બની દિવાળી,ઈદ, રથયાત્રામાં સાથે બેસીને એક થાળીમાં ખાતા હતા તે જાણે મારો- કાપો કરીને એકબીજાના દુશ્મન બની ગયા હતા.ચારે બાજુ સન્નાટો હતો. કર્ફ્યુના કારણે ધમધમતું શહેર ભય સાથેની સ્મશાનવત્ શાંતિથી રડી રહ્યું હતું.

ત્યાં….જ સદવિચાર સેવા સંસ્થાના સેવકના ઘરની ટેલિફોનની ઘંટડી વાગી. ખાદીના સફેદ ઝભ્ભા-લેંઘો પહેરી એ સેવાના ભેખધારી કોઈ જાતની ચિંતા કર્યા વગર ગાડીની ચાવી લઈ નીકળી પડ્યા. તેમને સમાજસેવક તરીકે કરફ્યુપાસ મળેલો હતો. ટેલિફોન દરિયાપુર લુણસાવાડામાંથી આવ્યો હતો અને તે એકદમ સંવેદનશીલ મુસ્લિમ વિસ્તાર હતો. તેમની પત્નીને મનમાં ખૂબ બીક હતી પણ માણેકલાલે તો હસતાં હસતાં કીધું કે કોઈ દીકરીને મારી જરુર છે, મારે તો જવું જ પડે. તેમની પત્ની તેમની સુરક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરતી રહી.

માણેકલાલ સામાન્ય રીતે ગાડી જરા ધીમે ચલાવતા પરંતુ તેમણે ફોનમાં બાનુનો જે ચિંતાસભર અવાજ સાંભળ્યો હતો તેથી ટ્રાફિક વગરનાં રસ્તે ગાડી ભગાવીને આપેલ સરનામા પર પહોંચી ગયા. ગાડી પોળની નાની ગલીમાં જઈ શકે તેમ હતી નહી. બધાં ઘરોના બારણા બંધ હતા.સૂમસામ શેરીની શાંતિ ખૂબ ભયજનક હતી પરતું તેમણે હિંમતની બુકાની પહેરી મજબૂત મનોબળ સાથે કોઈની તલવાર કે ચાકુનો ઘા પણ સહન કરવો પડશે તો કરશે તેવી તૈયારી સાથે બાનુના ઘરની સાંકળ ખટખટાવી. હા,તે દિવસોમાં કર્ફ્યુ છૂટતો ત્યારે આ જ વિસ્તારમાં આઠ-દસ સ્ટેબિંગ થઈ જતા. આ વિસ્તાર લતીફનો હતો. લતીફ નામચીન ગુંડો હતો. હુલ્લડના સમયે આ વિસ્તારમાં પગ મૂકવાની કોઈ હિન્દુ વ્યક્તિની હિંમત ન હોય. માણેકલાલ પણ શાહપુરના જ એટલે આ તેમના માટે જાણીતો વિસ્તાર હતો.

બાનુ તેમની દીકરી સલમાને લઈને બહાર આવ્યા. તેમની દીકરી પ્રસવની છેલ્લા સમયની પીડાથી કણસી રહી હતી. માણેકલાલ દોડીને ગાડી ખોલી .બારીમાંથી બહાર ડોકિયા કરતા બે યુવકોને સલમાને ગાડીમાં બેસાડવા મદદ કરવા કહ્યું. તેમના મદદ માટેના મોટા અવાજના સાદથી ચાર પાંચ ભાઈ-બહેનો બહાર આવી સલમાને ગાડીમાં બેસાડી.પોળની ગલીમાં ઘરની અંદરથી ઝાંખતા અને ઓટલા પર ઊભેલા તેમજ મદદે આવેલ સૌ મુસ્લિમ ભાઈ-બહેન આ એક હિન્દુ સેવકની તેમના વિસ્તારમાં આવીને મદદ કરવાની વાતથી અચંબિત અને આભારવશ નજરથી તેમને જોઈ રહ્યા હતા.


માણેકલાલ તેને દવાખાને લઈ ગયા. ગાડી દીકરીને તેની પ્રસવપીડામાં તકલીફ ન પડે તેવી ચલાવી.
રસ્તામાં સલમા દર્દથી કણસતી તો ,બેટા,અલ્લાહને યાદ કર હમણાં પહોંચી જઈશું કહી સાંત્વન આપતા દવાખાને પહોંચીને પણ તેને પોતાની દીકરીની જેમ જ છેક લેબરરૂમમાં હાથ પકડી પહોંચાડી.પોતાની જ દીકરીની ડિલિવરી હોય તેમ તેને બાળક આવ્યું ત્યાં સુધી બેઠા. ડોક્ટરને સૂચના આપી કે કંઈ પણ જરુર હોય તો હું બહાર બેઠો છું. સલમાને પ્રસવનો સાવ છેલ્લો સમય હતો. દસ મિનિટમાં તો સલમાને દીકરો અવતર્યો .સલમાને પિતા ન હતા. સલમાની માએ આભારની લાગણી સાથે માણેકલાલના હાથમાં બાળક આપ્યું ત્યારે જાણે તે કહી રહ્યા હતા……

“તું હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા ,ઇન્સાન કી ઓલાદ હૈ તું ઇન્સાન બનેગા”

આ આખી વાતની જાણ તો મને  હુલ્લડના બે ત્રણ મહિના પછી એકવાર ચાર વાગે હું પપ્પાને ત્યાં મળવા ગઈ ત્યારે થઈ.  મેં તેમના ઘેર બેલ માર્યો અને પપ્પાએ  જ બારણું ખોલ્યું. બે મુસ્લિમ બહેનો તેમના ડ્રોઈગરુમમાં બેઠી હતી. આઈસ્ક્રીમનાં ખાલી બાઉલ પડ્યા હતા. એક મીઠાઈનું બોક્સ પડ્યું હતું. પપ્પાએ મારી ઓળખાણ આવેલ બે બહેનોને આપી .આધેડવયના બહેન અને તેની દીકરીની ઓળખાણ કરાવી ત્યારે સલમાએ કીધું ” મેરે તો અબ્બુ નહીં હૈ મગર આપકે અબ્બુ હી મેરે અબ્બુ જૈસે હૈ,વો દિન અપની જાનકી બાજી લગાકે મેરેકુ વો દવાખાને ભરતી કરાને લે ગયે. મૈં ઓર મેરા બેટા હમેશાં ઉનકે કરજદાર રહેગેં.”
આટલું કહી તે અને તેની અમ્મા બંને રડવા લાગ્યા. મેં તેમને પાણી આપ્યું અને એ લોકોએ મને આખી આ વાત કીધી. સલમા સાસરે જતા પહેલા પપ્પાને મળવા આવી હતી. પપ્પાએ સલમાને અને તેના દીકરાને કવર સાથે આશીર્વાદ આપ્યા. આંસુ સહિત સલમા અને તેની માતાએ વિદાય લીધી. મેં માસી બની દીકરાનું નામ “માનવ” રાખવાનું સૂચવ્યું.

આમ તો હું ભારતમાં ઉછરેલ  એટલે મારે માટે મારા પિતા મારા આદર્શ અને મારે માટે રોજ “ફાધર્સ ડે “. તેમની જીવન જીવવાની રીત જ મારો પ્રેરણાસ્ત્રોત્ર..

માનવમાત્ર ઈશ્વરનો જ અંશ છે એટલે નાત-જાત અને ધર્મના ભેદ ભૂલી સૌને પ્રેમ કરો અને જનસેવા જ પ્રભુસેવાનો મંત્ર શીખવનાર મારા પિતા જે હંમેશ મારી સાથે છે તેમને હ્રદયપૂર્વક શત શત વંદન…

વાત્સલ્યની વેલી ૩૪) ટીચર મેલાનિની એક માત્ર ઈચ્છા ! મારુ પણ એક કુટુંબ હોય!

એક માત્ર ઈચ્છા ! મારુ પણ એક કુટુંબ હોય!
મા બાપ આખો દિવસ નિશ્ચિન્ત રહીને પોતાનું કામ કરી શકે એટલે એમનાં બાળકો અમારે ત્યાં બાલમંદિરમાં આવે! પણ એમને સાચવનાર ટીચર્સના જીવન વિષે ક્યારેય વિચાર્યું છે ખરું કે એ લોકો કોણ છે? એ લોકોનુંયે અંગત જીવન છે !
પરંતુ એ વાત કરતાં પહેલાં આપણે આપણી દીકરીઓ વિષે વિચારીએ : ઘણી વખત આપણે આ દેશમાં આપણે બહુ હાડમારી ભોગવી એમ કહેતાં હોઈએ છીએ !
તો તમે ક્યારેય એવી પરિસ્થિતિમાં મુકાયાં છો કે જયારે તમારી સોળેક વર્ષની ,ટીનેજર, યૌવનમાં પગ મુક્તી દીકરી ,તમારી સામે થઇ હોય, તમારું કહ્યું માનતી ના હોય અને ઉદ્ધત બનીને પોતાનું ધાર્યું જ કરતી હોય? એવું બન્યું છે કોઈ દિવસ ?
“હા!” તમે કહેશો; “સંતાનો જયારે હાઈસ્કૂલમાં આવ્યાં એ સમય ઘણો કપરો હતો, પણ જ્યાં ત્યાં એ વર્ષો પણ વીતી ગયાં! “
એ એક એવો સમય છે કે જયારે સંતાનોમાં શારીરિક અને માનસિક ફેરફાર થતા હોય છે.જુવાની ફૂટતી હોય છે એટલે હોર્મોન્સમાં પણ પરિવર્તન આવતું હોય છે. ત્યારે મા બાપ તરીકે આપણું કર્તવ્ય તેઓની સાથે કમ્યુનિકેશનની કડી જોડી રાખવાનું હોય છે. તેઓને હળવેથી સમજાવીને, થોડું પટાવીને, જરાક આંખ આડા કાન કરીને ,ગાડી પાટા પરથી ઉતરી ના જાય તેનું ધ્યાન રાખવાનું હોય છે!
પણ હવે વિચાર કરો કે જેને મા બાપ જ નહોય , એટલેકે મા બાપ હોય પણ એમની પાસે આવો – આવો પાસે બેસીને વાત કરવાનો સમય જ ના હોય- એ સંતાનો શું કરે ?
મેલાનિ અમારે ત્યાં સમર વેકેશન દરમ્યાન પાર્ટ ટાઈમ નોકરી કરવા આવી હતી.
લગભગ અઢી દાયકા પહેલાની આ વાત છે.
ત્યારે છ વર્ષથી મોટાં બાળકો પણ અમારે ત્યાં આવતાં. એમની સાથે દોડાદોડી કરવા, ધીંગા મસ્તી કરવા અમે આ સોળ સત્તર વર્ષની હાઈસ્કૂલમાં ભણતી મેલાનિને હાયર કરી હતી. આમ તો એ નજીકની પબ્લિક સ્કૂલમાં ભણતી હતી, પણ એ કોઈ ફોસ્ટર સંસ્થામાં રહેતી હતી.
સમરમાં હું આ મોટાં બાળકોને પાર્કમાં લઇ જાઉં ત્યારે મેલાનિને પણ મારી સાથે રાખું. મેં આપણે ત્યાં દેશમાં બોર્ડિંગ સ્કૂલમાં ભણતી છોકરીઓ વિષે સાંભળ્યું હતું ,પણ આમ ફોસ્ટર ઇન્સ્ટિટ્યૂશન વિષે ક્યારેય સાંભળેલું નહીં.
“ એ ગવર્મેન્ટ દ્વારા ચલાવાતી હોસ્ટેલ કહેવાય.” મેલાનિએ મને કહ્યું.
એની મમ્મી સાથે એ મારામારી કરતી હતી એટલે એની મમ્મીએ પોલીસ બોલાવેલી અને એ વાતનેય દસકો વીતી ગયેલ ! (એ શા માટે આમ મારામારી કરતી હતી તેનું કારણ પૂછતાં એણે કહેલ કે એની મમ્મીના જુદા જુદા બોયફ્રેન્ડ એને ગમતા નહોતા !)
બે – ચાર ફોસ્ટર ઘરોમાં પોતાનાં પાલ્ય મા બાપ સાથે એ રહેલી ,પણ હવે એ આ ફોસ્ટર હોસ્ટેલમાં રહેતી હતી. એના જીવનના મહત્વના નિર્ણયો આ સંસ્થા જ લેતી હતી. એની મમ્મી એનાં જીવનમાં રત હતી: દારૂ અને નશીલા પદાર્થોમાં ડૂબેલી એ મેલાનિને સાચવી શકે તેવી સ્થિતિમાં નહોતી ! આપણે બધાં અમેરિકન લાઈફ સ્ટાઈલથી અંજાઈ જઈએ છીએ અને ૧૮ વર્ષનો છોકરો સ્વતંત્ર રીતે એના પગ પર ઉભો રહે છે એમ કહીએ છીએ પણ ઘણી વાર એના પાયામાં જે દુઃખ દર્દ છુપાયેલાં હોય છે તેની ખબર જ હોતી નથી!
મેલાનિ મને એટલી બધી ટ્રબલમેકર – અવળચંડી – નહોતી લાગી !
વાસ્તવમાં એ મને ઠરેલ અને પ્રેમાળ લાગેલી! (એનું સાચું કારણ મને ત્યારે સમજાયું નહોતું; અને સમજાયું ત્યારે ઘણું મોડું થઇ ગયેલ)!! મેં એને પહેલે દિવસે જ, નોકરી આપતાં પહેલાં જ, અલબત્ત પ્રેમથી – કહેલું કે આટલાં નીતિ નિયમમાં હું બાંધછોડ નહીં કરું: ગાળાગાળી કે કોઈ અપશબ્દ કે એવાં જેસ્ચર – હાવભાવ નાનાં બાળકો પર બહુ માઠી અસર ઉભી કરે છે ,એવું કાંઈ પણ હું ચલાવી લઈશ નહીં !વગેરે વગેરે.
મેં જોયું કે બાળકો સાથે એ એવી ભળી ગઈ હતી કે એ ફોસ્ટર ફેસીલિટીમાંથી આવે છે એવું લાગે જ નહીં! આ ઉંમરની કિશોરીઓ (અને કિશોરો ) પ્રેમ માટે તડપતાં હોય છે ! મેલાનિએ બે ત્રણ મહિના અમારાં ડે કેરમાં કામ કર્યું .
ત્યારે પછી , એનાં ગયાં પછી, ઘણા સમય બાદ ફોસ્ટર બાળકો વિષે અચાનક જ કોઈ લેખ મારા વાંચવામાં આવ્યો : હવે મને સમજાયું જે મને ત્યારે ૧૯૯૪ના સમર વેકેશનમાં નહોતું સમજાયું!
મેલાનિએ મને વાત વાતમાં કહેલું; “ હું એટલાં ફોસ્ટર ઘરોમાં રહી છું કે મને મારાં બાળપણનું , મારાં ઉછેરનું , કે મારી પ્રાથમિક શાળાનું કાંઈ સારું યાદ રાખવા જેવું બન્યું હોય એવું કાંઈજ યાદ નથી !અહીંયા આ બાળકોને રમતા જોઉં છું તો મારાં દિલમાં એક કાણું પડેલું હોય તેમ મને લાગે છે!”
જોકે ત્યારે હું ‘મારાં’ બાલ સંભાળ કેન્દ્ર – બાલમંદિર અને ‘મારાં’બિઝનેસ અને ‘મારાં’પરિવાર અને ‘મારાં’પ્રશ્નોમાં એવી ડૂબેલી હતી કે મેલાનિની આ વાતો પર વિચારવાનો સમય જ નહોતો!!
ઊંડે ઊંડે એ મારી પાસે નોકરી કરતાં કશુંક વધુ ઇચ્છતી હતી?
“મને ખબર જ નથી કે કુટુંબ એટલે શું? કુટુંબ કેવું હોય?” એણે એક વાર કહેલું.
હા, ત્યારે અમે અમારાં ડે કેર સેન્ટરની ઉપર રહેતાં હતાં. ક્યારેક હું એને અમારાં એપાર્ટમેન્ટમાં ઉપર પણ મોકલું ! ડાઇનિંગ ટેબલ પર બેસીને અમારાં સંતાનો ક્યારેક ખાતાં પીતાં હોય કે કોઈ પ્રોજેક્ટ કરતાં હોય ( મોટા ભાગે સમર વેકેશનમાં હું અમારાં છોકરાવને દેશમાં દાદા બાને કાગળ લખવા કહું !જો કે દરેક પ્રોજેક્ટ શરૂ કર્યો હોય તે પૂરો થવો જરૂરી નથી!!) કે ક્યારે ટી વી જોતાં હોય!
સાંજે છેલ્લું છોકરું ઘેર જાય એટલે અમે- ક્યારેક હું અને મારી સાથે કુટુંબનાં અન્ય સભ્યો પણ હોય- અમે મેલાનિ અને અન્ય સ્ટાફ ને ગુડનાઈટ કહીને અમારાં એપાર્ટમેન્ટ તરફ ઉપર જઈએ ને હવે મને યાદ આવે છે, મેલાનિના ચહેરા ઉપરના એ અગમ્ય ભાવ !
મેલાનિ મને ખુશ રાખવા આટલી મહેનત કેમ કરતી હતી!!
અહીંના નિયમો પ્રમાણે સરકાર અઢાર વર્ષના છોકરાઓને આમ ફોસ્ટર સંસ્થાઓમાં રાખે , પણ પછી એ લોકોએ પોતાનો રસ્તો પોતાની જાતે જ શોધી લેવો પડે !
એટલે કે અઢાર વર્ષની ઉંમર થાય એટલે નોકરી વિનાનો યુવાન હોમલેસ બની જાય! રસ્તાનો ભિખારી ! અને આવી યુવાન છોકરીઓ આડા માર્ગે ચઢી જાય!
હું વિચારમાં પડી ગઈ: બાળકને જન્મ આપ્યાં પછી, એ પગ ભર થાય ત્યાં સુધી બીજી કોઈ સુખ સગવડ ના આપે તો ચાલશે , પણ હે પ્રભુ , તું એમને મા બાપ વિનાનાં નોધારાં ના કરીશ ! અને હા, ગમે તેટલા પ્રશ્નો હોય, પણ બેમાંથી એક પેરન્ટને સમજુ બનાવજે કે જે પોતે બાળકના હિતને સમજીને પોતે દારૂ,ડ્રગ્સ અનેકંકાસથી દૂર રહી બાળકને સુંદર બાળપણ જીવવાની તક આપે! મેલાનિ જેવી કેટલીયે છોકરીઓ હજુ આજે પણ દિલમાં એક કુટુંબની ઈચ્છાઓ લઈને ફરતી હશે …..હવે આંખના આસું ખાળી શકાય તેમ નથી! વાત્સલ્યની વેલીમાં બસ આજે આટલું જ!