ત્રિરંગો અમારી શાન છે…

અને કરોડો ભારતવાસીઓને ………….

આઝાદ દિનની શુભ કામના

ચમકતો દમકતો ને ફરકતો એ ત્રિરંગો અમારી શાન છે

જેની રક્ષા કાજે લાખો જુવાનોએ  દીધેલું  બલિદાન છે

ભારતના  ભાગ્ય  વિધાતા કેરું એ ઝળહળતું નિશાન છે

તારી છત્ર છાયામાં ખીલી ઉઠ્યાં ફળ ફૂલ ધન ધાન્ય છે

શહીદોએ વહોરેલી  શહાદતનું  કેરું અનન્ય  વરદાન છે

તારી રક્ષા કાજે ટાઢ તાપ વરસાદમાં હર એક જવાન છે

લાલ કિલ્લે ફર ફર ફરકતો રહે  હિન્દુસ્તાન કેરી જાન છે

એકતા અખંડિતતા લહેરાવીશું  ગગને  અમારું ગાન છે.

નહિ નમશે નિશાન તારું  હર હિન્દુસ્તાનીનું  ગુમાન છે.

વિશ્વ વિજય કરીશું જગમાં તું  યુવાનોનું સ્વાભિમાન  છે.

સ્વપ્ન જેસરવાકર

Govind Patel swapnajesarvakar@yahoo.com

“તરણાની જેમ મને ફૂટે છે ગીત અને ઝરણાંની જેમ જાય વહેતાં.”…સુરેશભાઈ દલાલ

ગુજરાતી ભાષા-સાહિત્ય જગતના કવિ -લેખક સંપાદક – સંકલનકાર આદરણીય શ્રી સુરેશભાઈ દલાલનું ગઈકાલે  સાંજે અવસાન થયું , ગુજરાતી સાહિત્યક્ષેત્રે તેમની ખોટ પૂરી શકાય તેમ નથી. ઉત્તમ કાવ્યોથી લઈને ગદ્ય-પદ્યના ઉત્તમ સંપાદનો તેમણે આપણને આપ્યા છે.  હું કોલેજમાં ભણતી હતી ત્યારે બે વર્ષ સુરેશભાઈ અને હરીન્દ્રભાઈ દવે પાસે ભણવાનો મોકો મળ્યો.તેમના પ્રવચન અને  વિચારપ્રેરક લખાણો ને  કેમ ભૂલી ..શકાય? સુરેશભાઈ જે વાત કહી હતી તે આજે પણ યાદ છે .‘તરણાની જેમ મને ફૂટે છે ગીત અને ઝરણાંની જેમ જાય વહેતાં….શબ્દોના સર્જક ને  અને દરેક લખતી વ્યક્તિ માટે શું કહી ગયા તે યાદ રાખીને આપણે જે આપણી અંદર સુતેલી વસ્તુ હોય એને જગાડીએ તો જ સાચી એમની  શ્રધ્ધાંજલી…

તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે ?
તો
લખો….

તમને ફૂલોની પાંખડીમાં પ્રવેશતાં આવડે છે ?
તો
લખો….

તમને ક્ષણની આંખડીમાં કશુંક આંજતાં આવડે છે ?
તો
લખો….

તમને રણના વિષાદને મૃગજળથી માંજતાં આવડે છે ?
તો
લખો….

તમને આંખમાં આવેલા વાદળને નહિં વરસાવતાં આવડે છે ?
તો
લખો….

તમને મેઘધનુષને સુક્કી ધરતી પર વાવતાં આવડે છે ?
તો
લખો….

તમને લોકોની વચ્ચે તમારી સાથે રહેતાં આવડે છે ?
તો
લખો….

તમને તમારાથી છૂટાં પડતાં આવડે છે ?
તો
લખો….

તમને કંઈ પણ આવડતું નથી
અવસ્થા પર ઊભા રહેતાં આવડે છે ?
તો
લખો….

તસવીર સૌજન્ય : GGN Global Gujarati News……

Aabhar -Readgujrati-Link of article: http://www.readgujarati.com/2012/08/11/suresh-dalal/

શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની સૌને હાર્દિક શુભેચ્છાઓ

Aside

શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની સૌને હાર્દિક શુભેચ્છાઓ… જય શ્રી કૃષ્ણ

‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલાકી .

હાથી દિયો ઘોડા દીયો ઔર દીયો પાલખી’.

“યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત

અભ્યુથાનં ધર્મસ્ય તદાત્મનાં સૃજામ્યહ”

મિત્રો
જ્યાં સુધી તું ભક્ત છે ત્યાં સુધી ભગવાન જુદા.
ભક્ત ને ભગવાન એક થાય ત્યારે કામ પૂર્ણ થાય.
કૃષ્ણ ભગવાનને તો કોઇ ઓળખી જ શક્યું નથી.
કોઇએ વાંસળીવાળો, તો કોઇએ ગોપીઓવાળો વગેરે વગેરે કૃષ્ણ ભગવાનને બનાવ્યા. તો મનહરભાઈ શું કહે છે તો જોઈએ
તો આજે આપનાં બ્લોગ પર નવા વડીલે તેની રચના મોકલી છે .નામ છે મનહરભાઈ મોદી પણ એમનું મન તો મોહી લીધું છે કૃષ્ણ કનૈયા એ ..

બાળક કાલી ઘેલી ભાષામાં પ્રભુ  સાથે વાતો કરે એમ એટલી સરળતા થી આ ભજનની રચના એમણે કરી છે ..
પ્રાથના એટલે ભક્તના ના પ્રેમના શબ્દો  તો માણો આ ભજન ..

કૃષ્ણ કનૈયો કાળો રે-(2)
ગોકુળ ગામનો તું ગોવાળો રે ..
નરસૈયાનો નાથ રે…….કૃષ્ણ કનૈયો કાળો રે
લાજ છોડી સૌ ગોપીઓં નાચી
મીરાબાઈ નાચી એજ રંગમાં રે
રંગ ભૂલી ને ઘેલી બની સૌ
પલભર માન્યો ભરથાર રે ..
કૃષ્ણ કનૈયો કાળો રે …
અરે એવો તું શું રૂપાળો રે ..
કે સૌ મન હરનારો રે …
કૃષ્ણ કનૈયો કાળો રે
ગોકુળ ગામનો તું ગોવાળો રે
ગોવાળ  મટી તું દ્વારકાધીશ બન્યો
પણ ન દેખ્યો અહંકાર રે
પ્રેમ, ન્યાયને તારી બંસીના શુરમાં
આજ દુનિયા ડોલે એજ રંગમાં રે
કૃષ્ણ કનૈયો કાળો રે ..
પ્રભુ  અરે તારો એવો તો શો ચમત્કાર રે
સૌને મન તું એક ન્યારો રે ….
કૃષ્ણ કનૈયો કાળો રે …
રંગ બદલાયા અંગ  બદલ્યા
પણ હું ન કોઈનો પુજનારો રે …
ધર્મ ના સમજાયો કર્મ ના સમજયા
આજ ભજી રહ્યો શ્રી ગોપાળ રે …
કૃષ્ણ કનૈયો કાળો રે
સૌ ને મન તું એક ન્યારો રે
સૌનું મન તું હરનારો રે ..

કૃષ્ણ  કનૈયો કાળો રે ..

——-મનહરભાઈ મોદી—–

રાખીનો પ્રેમ…!

આંખોને જળ તો ઘણાં આપી જાય,

જે સ્નેહનું ઝરણું વહાવે તે રાખીનો પ્રેમ…!

પીંજરું કાપીને પાંખ આપે તે ભાઈ નો પ્રેમ,

ને અંધકારમાં પણ પ્રકાશ આપે તે બહેનીનો પ્રેમ…!

આમ તો હજારો મળે ઠોકર આપી જનારા,

પણ ભરતોફાને હાથ આપે તે વ્હાલી  ભાઈ નો પ્રેમ…!

લાંબા હશે શ્વાસ, ક્યાં છે એટલો વિશ્વાસ ?

જે શ્વાસે શ્વાસે વિશ્વાસ આપે તે મારા ભાઈનો પ્રેમ…!

જિંદગાનીની ભરબપોરે, જાય પડછાયો પગતળે,પણ ભરબપોરે શીતલ છાંય આપે તે  વ્હાલી બેનનો પ્રેમ…!

સપનાને સંજોગતા તો રાત વીતી જાય,

પણ સપનાંના સાકારની સવાર આપે તે  મારા વીરા નો પ્રેમ…!

વિરોધનો વાવટો તો હર કોઈ લહેરાવે,

જે સાથ સાથે સહકાર આપે તે  જ મારા વીરનો પ્રેમ…


 આપનાં  જીવન વિકાસમાં
બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છા