અહેવાલ-2019 -જાન્યુઆરી -ફેબ્રુઆરી-મહિનાનો અહેવાલ

 

 

 

 

 

 

 

 

જે  જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં બેઠકમાં હાજર ન રહી શક્યા  તેમના માટે –

અહેવાલ આ વાંચી આજે જરૂર આવજો.

ફેબ્રુઆરી મહિનાની બેઠક  1લી  માર્ચના ના રોજ મીલપીટાસ, કેલીફોર્નીયાની ICCમાં વર્ષ 2019ની ‘બેઠક’ મળી. પ્રેમ એક રહસ્ય વિષયને લઈને વિચારોની લ્હાણી કરી. શરૂમાં પોટલક ડીનર પછીબેઠકની શરૂઆત થઇ. આજે કલ્પનાબેન શાહની ની વર્ષગાંઠ હતી. બધાએ તેમના સુખી અને તંદુરસ્ત જીવનની શુભેચ્છા પાઠવી. તેમના લાવેલા  રસગુલ્લા માણ્યાં.અને દર્શનાબેન ને બધાએ તેમની ભારત ની સફર માટે અને નવા કાર્ય માટે શુભેચ્છા પાઠવી. 
વસુબેન શેઠે  પ્રાર્થના ગાઇને બેઠકની શરૂઆત કરી. આયોજક પ્રજ્ઞા દાદભાવાલાએ સૌને આવકારી, વતનના સૌનિકો માટે પ્રાર્થના કરાવી। સાથે રાજેશભાઈના પત્ની જયશ્રીબેના માતૃશ્રી જસુમતી બંસીલાલ શાહ નો સ્વર્ગવાસ 1 માર્ચ, 2019 ના રોજ થયો તે માટે બેઠકના બધા તરફથી તેમના આત્મા માટે શાંતિની ભાવના ભાવિ
P1070270P1070345027
P1070322P1070362P1070296
બેઠકના સર્જકોએ એક પછી એક  ફેબ્રુઆરીનો વિષય “પ્રેમ એક અનંત રહસ્ય”, વિષય પર 5 to  7 મિનિટ રજૂઆત કરી. રાજેશ શાહ, સપનાબેન વિજાપુરા,દર્શન વારિયા નાડકર્ણી,કલ્પનાબેન રઘુ, જિગીષા પટેલ ત્યાર બાદ યુવાન મહેમાન શ્રી ચીનુભાઈ મોદીના પૌત્ર કિંશૂક મોદી તેમના દાદાની ગઝલ સાથે પોતાની લખેલ કવિતા રજુ કરીને પ્રેક્ષકોની  વાહ કેળવી।  જાગૃતિએ પોતાના વિચાર દર્શાવી ને ભાગ લીધો આ બેઠકમાં આવેલ પ્રક્ષોકો એ અને સાથે ન બોલતી ન લખતી વ્યક્તિએ પોતાના વિચારો રજુ કર્યા.  વસુબેન ,જયવંતીબેન ,કુંતાબેન ઉષાબેન, શરીફભાઇ વિજાપુરા, નીતા શાહ અને ભૂમિ સાથે પહેલીવાર આવતા મહેમાનોએ પણ પોતાની રજૂઆત કરી પોતાના વિચાર દર્શાવી ને ભાગ લીધો અને કેટલાકે શ્રોતા બનીને સહકાર આપ્યો,કલ્પનાબેનને જન્મદિવસની સમૂહમાં ગિફ્ટ આપી  તો દર્શનાબેને ઇન્ડિયા જવા માટે શુભેચ્છા આપી એક પરિવાર જેવું વાતાવરણ સર્જાયું .

P1070269દરેક વોલન્ટરે સાથ અને સહકાર આપ્યો. રઘુભાઇએ આખા પ્રસંગને કેમેરામાં કંડાર્યો. પ્રજ્ઞાબેને  આભારવિધિ કરી. આનંદ, યાદો, જ્ઞાનની વહેંચણી, મન અને ખોરાકના જમણવાર સાથે તૃપ્તિનો ઓડકાર લઇને સૌ છૂટા પડ્યા.

***********************************************************************************

જાન્યુઆરી મહિનાનો અહેવાલ

રાજેશભાઈએ 2018 ના વર્ષમાં બેઠક અંતર્ગત દર મહિને કાર્યક્રમો થયા તેની વિગતવાર રજુઆત કરતા તેઓએ જણાવ્યું કે જાન્યુઆરી મહિનાના પ્રોગ્રામ નું વિશેષ મહત્વ છે વર્ષનો પ્રથમ કાર્યક્રમ હોવા ઉપરાંત નવલા વર્ષને વધાવવા ભાષા પ્રેમીઓ ખુબ ઉત્સુક હોય છે અને વિશેષમાં નવા વર્ષના શુભારંભે બેઠક પણ તેની વર્ષગાંઠ ઉજવે છે. આ વર્ષે બેઠકે પાંચ વર્ષ પુરા કર્યા – ડિસેમ્બર 2014 માં શુબ આરંભ કાર્ય પછી ઉત્તરોત્તર એક પછી એક પગથિયાં ચઢીને આજે એક ઊંચાઈએ સૌ સાથે મળીને પહોંચ્યા છે અને આ ઊંચાઈએ પહોંચ્યા પછી જણાય છે કે હજુ ઘણા ચઢાણો બાકી છે. શિખરે પહોંચ્યા પછીજ સંતુલન જાળવવાનું હોય છે અને વધુ કપરા ચઢાણો સર કરવાના હોય છે…રાજેશભાઈ શાહ

રાજેશભાઈ શાહ (રિપોર્ટર અને પત્રકાર) એ આખા વર્ષનું સરવ્યુ  સરસ રીતે રજુ કર્યું ,સાથે બધા સર્જકોએ અને પ્રક્ષકોએ બેઠકના પોતાના અનુભવો દર્શાવ્યા. 

આખા વર્ષનું સરવ્યુ-2018

જાન્યુઆરી 2018 ના બેઠક કાર્યક્રમમાં ખાસ મેહમાન પદ્માબેન કનુભાઈ શાહ હતા 82 વર્ષની ઉંમરે પણ યુવાનો ને શરમાવે તે રીતે સક્રિય રહેતા પદ્માબેન ની બુક – માં તે માં- ની બીજી આવૃત્તિનું વિમોચન તરૂલતાબેન મેહતા ના હાથે થયું,પ્રજ્ઞાબેન દાદભાવાલા લેખિત બે ટૂંકી વાર્તાઓ ના સંવાદો ને નાત્યાત્મક રૂપ મળ્યું અને ચા તે ચા વાર્તા  નું વાચિક્મ હેમંત અને જયા ઉપાધ્યાયે અને આયેગા અનેવાલા વાર્તાનું વાચિક્મ જીગીશાબેન અને ઉષાબેને કર્યું જેને સૌએ તાળીઓથી વધાવી દીધા
 ફેબ્રુઆરી ના બેઠક ના કાર્યક્રમ નો વિષય – અષાઢી મેઘલી રાત હારતો। જે વિષયે બેઠક ના સભયોએ પોતાની મૌલિક રજુઆત કરી માર્ચ ના બેઠક ના કાર્યક્રમ માં આ વિષય ચાલુ રહ્યો અને આ વિષયે કેલિફોર્નિયા ના ભાષા પ્રેમીઓ ઉપરાંત અમેરિકાના અને ભારતના વાચકોનો જે પ્રતિભાવ મળ્યો તેની રજુઆત કરાયી દીપલ પટેલે તેમની આગવી છટા થી – સુંદર અવાજમાં  વાચિક્મ રજુ કર્યું
એપ્રિલ મહિનાની બેઠક મેં મહિનાના પ્રથમ સપ્તાહમાં મળી જેમાં નાટક અને રંગભૂમિ વિષય ઉપર સૌ સભ્યોએ રજુઆત કરી – ભાષાપ્રેમીઓએ પોતાને મનગમતી ગઝલ કે કવિતાની રજુઆત કરી ત્યારબાદ જયશ્રીબેન મર્ચન્ટ તરફથી આયોજન કરાયેલી વાર્તા અને નિબંધ સ્પર્ધા – અષાઢની મેઘલી રાત – નું પરિણામ જાહેર કરાયું હતું
 મેં મહિના નું નવલું નઝરાણું એવા ગુજરાત ગૌરવ દિવસ ની ઉજવણી બે એરિયા ગુજરાતી સમાજ – નોર્થર્ન કેલિફોર્નિયા ના બેઠકના આયોજન હેઠળ  ખભે ખભા મિલાવીને ખુબ સુંદર રજુઆત કરી છેલ્લા દાસ વર્ષથી થતી આ શાનદાર ઉજવણી નો આ વર્ષ નું થીમ – “સંભારણા” હતું અને તે અંતર્ગત જૂની રંગભૂમિના નાટકો અને કલાકારોની નાટ્ય કલાની યાદોને તાજી કરી ગુજરાતની અસ્મિતાને સંગીત અને નાટક દ્વારા રજુ કરવાનું સ્વપ્ન સ્થાનિક કલાકારોએ સાકાર કર્યું ઇન્ડિયા કોમ્યુનિટી સેન્ટરના સ્ટેજ ઉપર પારસી નાટક અને જૂની રંગભૂમિના ગીતો ની શાનદાર રજુઆતે જમાવટ કરી
જૂને મહિનાના બેઠકના કાર્યક્રમના ખાસ મેહમાન નલીનભાઇ અને દેવીબેન પંડિત હતા તેઓએ ગુજરાત માં શિક્ષણ, ગ્રામ વિકાસ અને સમાજ કલ્યાણ શેત્રે જે પ્રદાન કર્યું તેની વિગતો આપી હતી દર્શનાબેન વરિયા નાડકરનીએ એક હિન્દી કાવ્ય – કેરી નું અથાણું – નું ગુજરાતી માં અનુવાદ કરી મોનો એક્ટિંગ દ્વારા રજુ કર્યું
જુલાઈ મહિનાના બેઠા કાર્યક્રમમાં સંગીત ગાયકી માં ખુબ નામના મેળવેલા ગાયક કલાકાર બેલડી – દિપાલી સોમૈયા દાતે અને સમીર દાતે ને ખાસ આમંત્રણ અપાયું હતું  પ્રતાપભાઈ પંડ્યા પરિવારના સપોન્સરશિપ થી ​મનીષાબેનની શુભ ભાવના થકી​ બેઠક ના સૌ સભ્યો ને સ્વાદિષ્ટ ભોજન સાથે ગુજરાતી, બોલીવુડના જુના અને નવા ફિલ્મી ગીતો માણવાનો મોકો મળ્યો આ જ કાર્યક્રમમાં તરૂલતાબેનની વાર્તા સ્પર્ધા – કુટુંબ અને કારકિર્દીના શેત્રે સંઘર્ષ અને સંતુલન વિષયે સભ્યોએ પોતાની રજુઆત કરી.
ઓગસ્ટ મહિનાના બેઠક્ના કાર્યક્રમમાં તરૂલતાબેન ની વાર્તા સ્પર્ધાનું પરિણામ જાહેર કરાયું હતું ત્યારબાદ મારી મરજી રમુજી વાર્તા ને નાટ્યાત્મક રીતે રજુ કરતા સૌ સભ્યોએ તાળીઓથી કલાકારોને વધાવી લીધ હતા
સપ્ટેમ્બર મહિનાના બેઠક ના કાર્યક્રમમાં ગુજલીશ ગઝલો અને નઝમોના બાદશાહ અને મુશાયરાઓના સફળ સંચાલક અદમ ટંકારવી છવાઈ ગયા,  મનીષાબેન પંડ્યા અને સપનાબેન – શરીફભાઇ વિજાપુરા ના સંયુક્ત સપોન્સરશિપ થી  બેઠક ના સૌ સભ્યો ને આ પ્રોગ્રામ માણવાની તક મળી, અદમભાઈ ટંકારવીની રજુઆતે લોકોને ખુશ કરી દીધા અને એક વાર ફરીથી પ્રતાપભાઈ પંડ્યા પરિવાર સાથ અને  સહકારથી એક અનુભવી કવિને સંભાળવાનો મોકો સૌને મળ્યો અને અમે નવું શીખ્યા
ઓક્ટોબર મહિનામાં બેઠકમાં સૌએ દિવાળી ઉજવી અનેક રીતે પોતાના વિચારો દર્શાવ્યા અને રાજેન્દ્રભાઇ રૂણુકાબેનના ​સ્વાદિષ્ટ ઘૂઘરા સાથેઅનેક વાનગીઓની અને દિવાળી નવું વર્ષ શુભેચ્છા  વિચારોની રજૂઆત સાથે ઉજવ્યું

January -Bethak reoprt  By Rajesh Shah 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા-2019 — “બેઠક” Bethak

Quote

૧. કોઈ પણ વિષય પર વાર્તા ૨. ઓછામાં ઓછા ૧૦૦૦ અને વધુમાં વધુ ૨૦૦૦ શબ્દોમાં વાર્તા હોવી જરૂરી છે. ઓછા કે વધુ શબ્દોવાળી વાર્તાને ડીસક્વોલીફાડ કરવામાં આવશે. ૩. વાર્તા મૌલિક અને અપ્રકટ-ઈન્ટરનેટ, બ્લોગસ તથા પ્રીન્ટમિડીયામાં કે અન્ય સ્પર્ધાઓમાં શામીલ ન થઈ હોવી જોઈએ. ૪. માર્ચની ૩૧ સુધી pragnad@gmail.co ને મોકલી આપવી. મોડાથી આવેલી કૃતિઓને સ્વીકારવામાં […]

via વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા-2019 — “બેઠક” Bethak

૨૨ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

પાણીમાંથી પોરા કાઢવાં

પોરા એટલે પાણીમાં થતો બારીક જીવ. હમણાં વિશ્વ વિખ્યાત ધનાઢ્ય વ્યક્તિને ત્યાં લગ્ન પ્રસંગે જમણમાં અગણિત વિવિધ વાનગીઓ પીરસાઇ હતી. પરંતુ વોટ્સએપ પર વાંચવા મળ્યું કે એમને ત્યાં જમણમાં ભુંગળા ન હતાં! લો બોલો, થઈને પાણીમાંથી પોરા કાઢવા જેવી વાત? કોઇના દોષ તરફ આંગળી ચીંધવી, કોઈને નીચું દેખાડવું સરળ અને સહેલું છે પરંતુ કોઈના ગુણની પ્રશંસા કરવી, કોઈના પ્રત્યે માન દર્શાવવું અઘરું છે. જળને જીવન કહ્યું છે. પાણી કેટલું ઉપયોગી છે? આવી જીવન ઉપયોગી વસ્તુમાંથી પોરા કાઢવાનું માણસ ચૂકતો નથી.

તત્વચિંતક કોન્ફ્યુશિયસ હંમેશા કહેતા કે જો દોષ જ જોવા હોય તો આપણી અંદર રહેલાં દોષોને જોવા. તેનાથી બે ફાયદા થાય છે. આપણો અંતરાત્મા શુદ્ધ થાય છે અને બીજાની મર્યાદાઓની સમજણ પ્રકટે છે. એક કવિએ બહુ સરસ કહ્યું છે,

“દોષ ના જોઈએ કોઈના, સુણીયે નહીં તે કાન,

ન કહીએ ન વિચારીએ, જાણી પુણ્યનું જ્ઞાન.”

અહીં ગાંધીજીની ત્રણ વાંદરાની વાત યાદ આવ્યા વગર રહે નહીં. કોઈનું બૂરું સાંભળો નહીં, કોઈનું બૂરું બોલો નહીં, કોઈનું બૂરું જુઓ નહીં.” આ વાત જીવનમાં અપનાવવી રહી. હંસ અને સંત ગુણ ગ્રહણ કરી લે છે. માટે હંસવૃત્તિ રાખવી જોઈએ. સામેની વ્યક્તિને તમારી માપપટ્ટીથી માપવાનું બંધ કરી દેવું અને પાણીમાંથી પોરા કાઢવાના બદલે સ્વની ત્રુટિઓ પ્રત્યે સજાગ રહેવું સારું.

આ કહેવત માણસનાં સ્વભાવ સાથે જોડાયેલી છે. સ્વભાવ એટલે તમે અંદરથી જે છો તે. જે સફળ થાય એની પાણીમાંથી પોરા કાઢીને ટીકા કરવી એ માનવ સ્વભાવ છે. બીજા વિષે મનમાં આવે તે અભિપ્રાય આપી દેવો તે યોગ્ય તો નથી જ. તીર છૂટી ગયા પછી પાછું વાળી શકાતું નથી. હા, કેટલાંકમાં તીરને અડધે રસ્તેથી પાછું વાળવાની આવડત હોય છે. બાકી થૂંકેલું ચટાતું નથી. દો કાઢનારને તો ચંદ્રમામાં પણ કાળો ડાઘ દેખાય છે. સમાજમાં સફેદ સ્વચ્છ પડદા પર કાળો ડાઘ જોનારની સંખ્યા ઓછી નથી. રાધાકૃષ્ણનાં પ્રેમને વગોવનારાં પણ છે. કેટલાય એવાં ભારતીયો છે કે જે અન્ય સંસ્કૃતિથી અંજાઈને ભારતીય સંસ્કૃતિ માટે ગૌરવ લેનારાઓને પછાત અને જુનવાણી ગણે છે. આવો સ્વભાવ ધરાવનાર વ્યક્તિ હું જ સાચો તેવો અભિગમ ધરાવતી હોય છે. રાજકારણમાં વિરોધપક્ષો એકબીજા માટે પાણીમાંથી પોરા કાઢવાં તૈયાર જ હોય છે. દેશમાં વાંકદેખુઓનો તોટો નથી. ધર્મ કે જ્ઞાતિ સાથે કોઈ પણ બાબતને જોડીને પાણીમાંથી પોરા કાઢવાનું સહજ બની ગયું છે. કુટુંબમાં અને સમાજમાં આમ જ બનતું વ્યું છે. વ્યક્તિઓનાં દોષો ઉડીને આંખે વળગે અને ગુણો પ્રત્યે આંખ આડા કાન કરે. કોઈની જરા સરખી નબળાઈને વાજતે-ગાજતે જાહેર કરીએ. રજનું ગજ કરવામાં આપણે માહેર. માનવને દોષદર્શનમાં આનંદ આવે છે તેટલું સુખ બીજાના ગુણગાન ગાવામાં નથી આવતું. માનવે આ મનોવૃત્તિ સુધારવાની જરૂર છે.

ગમે તેટલી જીનિયસ વ્યક્તિ પણ ક્યારેક તો નિષ્ફળ જતી હોય છે. કેટલાંક લોકો બીજાની ભૂલો તરફ ધ્યાન દોરી અન્ય લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષવા તક જ શોધતાં હોય છે અને તક ન મળે તો ક્યારેક પાણીમાંથી પોરા કાઢીને તક ઊભી કરે છે. અન્યની ભૂલ તરફ અંગૂલિનિર્દેશ કરીને તે તરફ અન્ય લોકોનું ધ્યાન દોરે ત્યાં સુધી આ પ્રકારની વ્યક્તિઓનાં જીવને શાંતિ નથી મળતી. આમ જાહેરમાં અન્યની ભૂલનો ઢંઢેરો પીટવાથી ભૂલ કરનાર વ્યક્તિને માનહાનિ જેવું લાગે છે. સામેની વ્યક્તિનું અપમાન કરવા, તેને નીચી દેખાડવા કે તેની લીટી નાની કરવાને બદલે તેની ભૂલ સામે અંગુલિનિર્દેશ કેવી રીતે કરવો તે પણ એક કળા છે. સ્નેહીજનની ભૂલ પ્રત્યે ધ્યાન દોરવું આપણી ફરજ બને છે. આપણે જ્યારે ટીકાકાર, આલોચક કે ન્યાયાધીશની ભૂમિકામાં આવી જઈએ ત્યારે વાત વણસે છે. તેની અસર સંબંધો પર થાય છે.

માનવીનાંનનાં ગુણદોષ એક સિક્કાની બે બાજુ છે. વ્યક્તિ માટે પોતાનો સ્વભાવદોષ સ્વીકારવો કઠિન હોય છે. અહમ્ વચ્ચે આવે છે. પાણીમાંથી પોરા કાઢવાને બદલે પોતે તટસ્થ રહી હકારાત્મક અભિગમ કેળવવો જરૂરી બને છે.

સંવેદનાના પડઘા-૨૫ તેમને જરુર છે ખાલી પ્રેમની

“મામાના ત્યાં લગ્ન છે ને ભાઈ તું જલ્દી તૈયાર થઈ જા,ચાલો ચાલો આપણે બસમાં જવુંછેને?જો ત્યાં તને મામા ચોકલેટ પણ આપશે,પેલા વરઘોડામાં તને બેન્ડ-વાજા વગાડે છેતે ગમે છે ને ,તે બેન્ડવાજા પણ વાગવાના છે .તારે ડાન્સ કરવો છેને તેની સાથે?ચલ ભાઈ ,ચલ જલ્દી કર”
બંને બહેનો એક બાર વર્ષની અને એક ચૌદ વર્ષની તેના નાસમજ ભાઈને સમજાવી,પટાવીને,
પ્રેમથી મામાના દીકરાના લગ્નમાં લઈ જવા ,નવડાવીને નવા કપડાં પહેરાવી તૈયાર કરી ,હાથ પકડીને બસ સ્ટોપ પર લઈ જતી હતી.હમણાં જ ઊત્તરાયણ ગઈ હતી એટલે હજુ છોકરાઓ પતંગ ચડાવી રહ્યા હતા.માનવ ને પતંગનો ખૂબ શોખ હતો .તેને તો ઘેર રહી પતંગ જ ચડાવવો હતો ,તેને લગ્નમાં કોઈ રસ નહોતો પરતું તેને ઘરમાં કોઈ હોય નહી તો આખો દિવસ એકલો કેવીરીતે મુકાય? ઘરનાં લગ્ન હતા એટલે વ્યવસ્થા કરવા મમ્મી-પપ્પાને પણ વહેલા જવુંજ પડે.
રસ્તા પર પતંગ જોતા જોતા માનવ ચાલતો હતો.તે તૈયાર નહોતો થતો એટલે મોટીબહેને હાથમાં એક પતંગ અને ફીરકી પણ આપી જેથી તે આવવા રાજી થઈ ગયો.બસ સ્ટોપ જતા જ રસ્તામાં રોડ પર ના ઝૂંપડપટ્ટીનાં બેત્રણ છોકરા માનવની પાછળ ચાલવા લાગ્યા અને ધીરેથી એનો પતંગ અને એની ફીરકી હાથમાંથી ઝૂંટવીને જોરથી દોડી ગયા.પતંગ તો ફાટી ગયો એટલે ત્યાં જ નાંખી દીધો.પણ ફીરકી લઈ ભાગી ગયા.બંને બહેનોએ પેલા છોકરાઓને પકડવા મહેનત કરી પણ બંન્નેએ ચણીયાચોળી પહેર્યા હતા એટલે તે છોકરાઓ પાછળ દોડી ન શકી.
પણ અહીંતો ખેલ ખલાસ ! માનવ હાથ છોડાવી પેલા છોકરાઓ પાછળ દોડ્યો પણ પેલા તો બાજુની
ઝૂંપડપટ્ટીમાં ક્યાંય ઘૂસી ગયા.માનવ તો રસ્તા વચ્ચે જ બેસી પડ્યો.ખૂબ રડવા લાગ્યો.લોકોને તો
તમાશાને તેડું કયાં જોઈએ?ટોળું આસપાસ ભેગું થઈગયું.કોઈ જોવા લાયક તમાશો હોય તેમ બધા માનવની સામે જોવા લાગ્યા.બંને બહેનોને મામાના ત્યાં લગ્નમાં જવાનું મોડું થતું હતું અને નાસમજ ભાઈ તો રોડ પર ધૂળમાં રડતો રડતો આળોટવા લાગ્યો.બંને બહેનો તેને ખૂબ સમજાવા લાગી.
હવે વરઘોડાનો સમય નજીક આવી ગયો હતો.બહેનો તેને રીક્ષામાં લઈ જવા માટે રીક્ષા ઊભી રાખતી
હતી પણ માનવને તો તેનો એ જ પતંગને ફીરકી જોઈતી હતી.
આ નાસમજ બાળકને તેના ઘરના એક લોહી વગર કોણ સમજી શકે?આ મંદબુદ્ધિના બાળકોને જરૂર હોય છે ખૂબ પ્રેમની.ભારતમાં સામાન્ય લોકો તેમને સમજી નથી શકતા.ગાંડો ગાંડો કહી તેની પાછળ બાળકો દોડે છે.તે દોડતા બાળકોને તેમના કુટંબીજનો અને શિક્ષકોએ સમજ આપવાની જરુર હોયછેકે આ બાળક ગાંડા નથી પણ થોડી ઓછી સમજવાળા છે.બીજામોટા લોકો પણ તેની સાથે નોર્મલ વર્તન કરવાને બદલે કોઈ નવું પ્રાણી જોયું હોય તેમ તેના વર્તનને જોઈ રહે છે.
આ ખાસ જરૂરીયાતવાળા બાળકો દુનિયામાં તો અવતરી ચુક્યા પણ અધૂરપ સાથે.અર્ધવિકસિત મગજ એટલે સમજનો અભાવ.માનવ પણ બોલતો નહતો.જરુર પૂરતા પંદર-વીસ શબ્દો જ તેના શબ્દભંડોળમાં હતા. તે સાંભળતો હતો પણ બોલતો નહોતો.પોતાના બીજા બધા કામ તે પોતાની જાતે કરતો પણ તેની સમજ દસ વર્ષે પણ બેવર્ષના બાળક જેટલીજ હતી.કેટલું અઘરુંછે આ બાળકને ઉછેરવું.
બંને બહેનો શું કરવું તે નહી સમજાતાં ધ્રુસકે ધ્રુસકે રડવાં માંડી કારણકે લાખ મનાવા છતાં માનવ કોઈ રીતે ત્યાંથી ખસવા તૈયાર નહોતો.વરઘોડાનો નીકળવાનો ટાઈમ જતો રહ્યો હતો.ત્યાં પપ્પા-મમ્મી બહેનોની માનવ સાથે રાહ જોઈ અકળાતા હશે.એમ બંને બહેનો વિચારીને વ્યાકુળ થતી હતી.ત્યારે મોબાઈલ હતા નહી.મામાના ઘેર ફોન હતો નહી.બંને બહેનોને શું કરવું તે સમજાતું નહતું.પણ મા કોને કહી છે.માનવની મમ્મીને તરત વિચાર આવી ગયો કે માનવ તૈયાર નહી થયો હોય એટલેજ તેની દીકરીઓ હજુ આવી નથી એટલે તેણે તરતજ તેના બેનના દીકરાને સ્કુટર લઈ બાળકોને લેવા મોકલ્યા.જેવા મોટાભાઈ આવ્યાને કીધુ
“ચલ માનવ તને પતંગ અને ફીરકી લેવા લઈ જઉં કે માનવ સ્કુટર પાછળ બેસી ગયો.બંને બહેનો
ખુશ થઈ માનવ ની પાછળ બેસી ગઈ.માનવ જેવા બાળકના કુંટુંબીજનોને રોજ આવી મુસીબતોમાંથી
પસાર થવું પડે છે.
આવા બાળકોને કોણ પ્રેમથી બોલાવે છે -એ પ્રેમ ભર્યા વર્તનની પૂરી સમજ હોય છે.સમય ઘણો વીતી
ગયો હતો.હવે તો માનવની મોટી બહેનની દીકરીના લગ્ન હતા.માનવને હમેશાં બધા લોકોની વચ્ચે જ બેસવું ગમતું.કોઈ કેટલા પણ મોટા મહેમાન હોય માનવના ઘરના માટે માનવ બધા જેટલોજ અગત્યનો વ્યક્તિ હતો.તેના પપ્પા તેની ઓળખાણ સૌથી પહેલા મહેમાન સાથે કરાવતા.ભાણીના વેવાઈ ઘેર આવ્યા તો તેમને પણ માનવની ઓળખાણ કરાવી .તેમણે વાતવાતમાં કીધુ”બધા લગ્નનાં પ્રસંગમાં માનવને આગળ ન રાખતા. અમારું ખરાબ દેખાશે.ઘરનાં બધા સમસમીને રહી ગયા. માનવ જાણે આ વાત સમજી ગયો.વેવાઈનો સ્વભાવને વર્તન આમ પણ બરાબર નહોતુ તેની ચર્ચા પણ ઘરમાં થતી રહેતી.
અને ગજબ થઈ ગયો…..બીજીવાર વેવાઈ જેવા ઘરમાં આવ્યા,માનવ એમને જોરથી હાથ પકડી ઘરની બહાર કાઢવા લાગ્યો .અમે બધા વિસ્ફારિત આંખો થી જોઈ રહ્યા હતા કે તેને સમજ પડી ગઈ હતી કે વેવાઈ કહેતા હતા કે માનવને અહીં બધા વચ્ચે બેસાડો નહી.
આવા બાળકો વિશિષ્ટ છે.થોડા જુદા છે પણ સાચ્ચા માણસની લગોલગ છે.તેને પ્રેમ પણ કરવો પડે
અને સમજવા પણ પડે.તેમને સાચવવા,સાંભળવા અને સંભાળવા બહુ અઘરા છે.તે ખાલી તેમના માતા-પિતા કે કુટુંબીજનો થી જ ન થાય.તેના માટે સમાજના સાથ – સહકારની પણ જરુર પડે.લોકોએ આ જરુરીયાતવાળા બાળકોની લાગણીને સમજી તેને હ્રદયપૂર્વક સ્વીકારવા જોઈએ.તેખાલી પ્રેમના તરસ્યા છે.
તેમને નોર્મલ બાળકની જેમ સમજી નોર્મલ જીવન જીવવાનો મોકો આપવો જોઈએ.
અમેરિકાની જેમ ભારતમાં પણ સરકારે આવા બાળકોને ખાસ સવલતો અને સગવડો આપવાની વ્યવસ્થા કરવાની ખૂબ જરુર છે.

 

Sent from my iPad

વાત્સલ્યની વેલી ૨૨) સ્ટેટ લાયસન્સ :ડી સી એફ એસ!
અમે મંઝિલ સુધી લગભગ પહોંચી ગયાં હતાં. શિકાગોનું સીટી લાયસન્સ મંજુર થઇ ગયું હતું ; હવે રાજ્યનું લાયસન્સ DCFSનું લાયસન્સ લેવાનું હતું. એની માન્યતા ડિરેક્ટરના ક્વોલીફીકેશનથી શરૂ થાય અને સમગ્ર સ્કૂલના સંચાલન ઉપર એ ડિપાર્ટમેન્ટ ધ્યાન આપે .એટલે કે બાળકોને શું શીખવાડો છો : શા માટે , કેવી રીતે ,ક્યારે વગેરેથી માંડીને કોણ શીખવાડે છે તે શિક્ષકોની ગુણવત્તા જોવા તપાસવાનું કામ (background check ,finger prints )અને પેરેન્ટ્સને કેવી રીતે ક્યારે કેટલું બાળ ઉછેર માટેના જ્ઞાનથી માહિતગાર કરું છું ( parent teacher meetings) અને તે સિવાય પણ ઘણું બધું ડી સી એફ એસ મોનિટર કરે. જો કે મને બેબીસિટીંગનો અનુભવ હતો અને મેં એ ફિલ્ડમાં જરૂરી શિક્ષણ પણ લીધેલું એટલે હું નિશ્ચિન્ત હતી. અને સીટી લાયસન્સમાં થઇ એટલી મુશ્કેલી અહીં નહીં થાય એવું માન્યું હતું . જો કે પાછળથી મને ખબર પડી કે એ લાયસન્સ મેળવવું જ ખુબ અઘરું હતું કારણકે એ ડીપાર્ટમેન્ટને સીધું જ બાળકો , કુટુંબ અને કમ્યુનિટી સાથે કામ કરવાનું હતું. મારે ત્રીસ વર્ષમાં એક પણ વાર એ વિભાગમાં મુશ્કેલી પડી નથી : કારણકે આપણી સંસ્કૃતિ બાળકોને , શિક્ષણને અને કુટુંબને ભૌતિક સુખ સગવડ કરતાં વધારે મહત્વનાં ગણે છે; ખુબ ઉચ્ચ કક્ષાએ ગણે છે ; અને હું એ સંસ્કૃતિનું જ ખીલેલું ફૂલ હતી . ઓછી ભૌતિક વસ્તુઓ છતાં બાળકને પ્રેમથી અને મહેનતથી ઉછેરવાનું આપણાં લોહીમાં છે. Kids first ! જીવનમાં બાળકોને માટે કરવું એને પ્રથમ પ્રાયોરિટી આપવીએ મારો અભિગમ હતો અને કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એ આપણાં દેશની જીવન શૈલી હતી! વળી મારાં ડી સી એફ એસ નાં ઇન્સ્પેકટર મિસ વાંદીમાર્ક લગભગ પાંસઠેક વર્ષનાં હતાં અને આ ફિલ્ડમાં તેમને બહોળો અનુભવ હતો. બે ચાર વાર એમણે અમારો ઇન્ટરવ્યૂ પણ લીધો હતો. અમારો ઉત્સાહ અને સીટી તરફથી પડતી મુશ્કેલીઓ વગેરેથી એ માહિતગાર હતાં.
શરૂઆતમાં એમને શંકા હતી કે આ સ્કૂલ પાછળઅમારો ધર્મના ફેલાવા માટેનો કોઈ ઈરાદો તો નથી ને ? એ વર્ષોમાં ઇન્ડિયા વિશેના ખ્યાલો સામાન્ય લોકોમાં કદાચ નહિંવત હતાં , અને વિચિત્ર હતાં! વળી કોઈ યંગ ઇન્ડિયન પોતાને માટેસ્ટોર કે મોટેલ નહીં પણ પોતાની પત્ની સાથે સ્કૂલ જેવા એજ્યુકેશનના ક્ષેત્રમાં ઝંપલાવે એ વિચાર પણ ઘણાંને માટે પચાવવો અઘરો હતો. એક જણે , સુભાષ મિકેનિકલ એન્જીનીઅર હોઈ પાર્ટનરશીપમાં ધંધો કરવા પણ સૂચવેલું .
આ બધાં અવરોધો છતાં ; આપણાં ૨૬માં પ્રેસિડન્ટ થીઓ રૂઝવેલ્ટ કહ્યું છે તેમ Believe you can; and you are almost there ! ( Theodore Roosevelt )અને કોશિશ કરનેવાલોંકી કભી હાર નહીં હોતી ; બીના પ્રયત્ન કાર્ય સિદ્ધિ નહીં મિલતી ! એમ માનીને અમે મચી રહ્યાં હતાં ! મંઝિલ સુધી લગભગ પહોંચી ગયાં હતાં
છેલ્લા છ મહિનામાં અમને થોડા અપમાન જનક અનુભવો પણ થયેલા. જો કે, આજે આ લખું છું ત્યારે આપણો ભારત દેશ એક નવા જ પરિવર્તનના પ્રવાહમાં છે ; ત્યારે ત્રણ દાયકા પહેલાં એ લોકોએ મારેલાં મહેણાં :આપણાં દેશની સમાજ વ્યવસ્થા , ગંદકી અને અંધશ્રદ્ધાથી તેઓ અજાણ નહોતાં. અને તેથી તેઓએ કડકાઈભર્યું અને કદાચ ઓરમાયું વલણ અપનાવેલું હતું તેમ લાગે છે.
પ્રિય વાચક મિત્રો! કહેવાનું તાત્પર્ય એ છે કે બાળકોને પ્રેમથી ઉછેરવાનો ભાવ હોવો એ સારી વાત છે, અને બાળકોને સમજણપૂર્વક અને પ્રેમથી ઉછેરવાં એ વધુ સારી વાત થઇ -કે જે હું ઘરમાંથી બેબીસિટીંગ કરતી હતી તે હતું ; પણ વિકસેલા દેશમાં ઉંચા માપદંડને અનુરૂપ સ્કૂલ ચલાવવીઅને તે પણ તદ્દન નાનાં બાળકોની, એ એક અલગ જ વાત હતી!
મિસ વાંદીમાર્ક અમારે ત્યાં આવ્યાં ત્યારે ક્લાસમાં છ એક બાળકો સવારનું રૂટિન બાળગીતો સાથે રમી રહ્યાં હતાં. આગળ જણાવ્યું તેમ મદદનીશ તરીકે એક બેન બગુસા મારી સાથે હતી.
ડે કેરનું સીટી લાયસન્સ આવ્યું તે પહેલાં મેં બિલ્ડીંગ આગળ સાઈન મૂકી હતી. ને તેથી ઘણાં લોકો તપાસ કરવા આવતાં જેમાં કોઈ પોતાના બાળકો માટે પૂછપરછ કરવા આવતાં તો કોઈ સેલ્સમેન કોઈ ડે કેરને અનુરૂપ પ્રોડક્ટ વેચવા ,સર્વિસ વેચવા કે કોઈ નોકરીની તપાસમાં પણ આવતાં. બગુસા ત્રણેક અઠવાડિયા પહેલાં આવી ત્યારે એને થેંક્યુ કે સોરી બોલતાં પણ આવડતું નહીં. પણ તેની પાસે અંગ્રેજીમાં અરજી હતી. પોલેન્ડમાં એ બાલમંદિરની ટીચર હતી. એને કોઈ પોલીસ વેલ્ફેર એશોસિયેશનનો સપોર્ટ હતો, અને એ લોકોએ મને વિનંતી પત્ર લખેલો કે જો હું એને થોડો સમય ડે કેરને લાયસન્સ મળે ત્યાં સુધી બાળકો સાથે વોલેન્ટિયર કામ કરવા દઉં તો એને ધીમે ધીમે અંગ્રેજી આવડી જાય અને ડે કેરનો અનુભવ પણ મળે!
આ તો મને જાણે કે ભગવાને જ મદદ કરેલી ! બગુસાએ મને ડે કેર સેટ અપ કરવામાં ખુબ મદદ કરેલી. એની સાથે એનો ચાર વર્ષનો દીકરો પૉલ પણ આવતો . આગળ જણાવ્યું તેમ સ્કૂલ ને લાયસન્સ મળ્યું તે પહેલાં ક્યારેક અમારાં મિત્ર કે પાડોશી હોવાને નાતે કેરન ,માઈકલ વગેરે બાળકો રમવા આવતાં.
હવે અમે ઓફિસીયલી સ્કૂલ શરૂ કરેલી એટલે બધાં બાળકો પણ સવારથી આવી ગયેલાં! અમારી આજુબાજુની પબ્લિક સ્કૂલોમાં અને ખાનગી નિશાળોમાં પણ વેકેશન હતું એટલે અમારાં સંતાનો પણ ડેકેરમાં જ હતાં.
પણ પ્રથમ ગ્રાસે જ મક્ષિકાની જેમ , પહેલું બાળક જે ઓફિસીયલી ડે કેરમાં આવ્યું તે પ્રોબ્લેમ ચાઈલ્ડ હતું! ડેની હાઇપર એક્ટિવ છોકરો હતો! એને સતત દોડાદોડી કરવામાં જ રસ પડે !એને સતત કોઈનું એટેનશન જોઈએ ! એ કોઈ એક જગ્યાએ સ્થિર રહી જ ના શકે ! આવાં બાળકોને જો પૂરતું એટેનશન મળે તો એમનું ચિત્ત એક જગ્યાએ દસેક મિનિટ સુધી સ્થિર રહી શકે છે એ હું અનુભવથી કહું છું. પ્લે ડો ( રમવાનો બાંધેલો લોટ ) જો બાળકોની સાથે બેસીને રમીએ તો એ લોકો લાંબો સમય રસથી એની સાથે રમે છે! વળી એ રમતમાં બોલવાનું ઓછું ને ઈમેજીનેશન વધારે આવે તેથી ગમેતે ઉંમરના બાળક માટે આ સંકટની સાંકળ જેવી રમત છે.
મને યાદ છે કે શરૂઆતના દિવસોમાં અમારાં ડે કેરમાં અનેક રમતગમત , અનેક રસના વિભાગો , અનેક પ્રવૃત્તિઓ છતાં પ્લે ડો બાળકોની સૌથી વધારે માનીતી પ્રવૃત્તિ હતી: હા , શરત એટલી કે ટીચરે પણ સાથે બેસીને રમવું પડે! મ્યુઝિક સાથે ડાન્સ અને દોડાદોડી પછી પ્લેડો પ્રવૃત્તિ અને પછી ફરી દોડાદોડી એ ડેનીની રોજની પ્રવૃત્તિ હતી! અમારે જયારે ઇન્સ્પેક્શન હોય ત્યારે ( દર અઠવાડીએ )ડેની પોતાનું મહત્વ વધારવા વધારે તોફાન કરતો ; પણ નવું નવું અંગ્રેજી શીખી રહેલી બાગુસ ખુબ ધીમેથી બોલીને ડેનીને છાવરવા પ્રયત્ન કરતી જયારે હું વેન્ડીમાર્ક સાથે કામમાં બીઝી હોઉં ત્યારે!જેમ જેમ નવાં બાળકો આવતાં ગયાં તેમ તેમ અવનવી ચેલેન્જ લઈને અવનવા બાળકો અમને નિત નવું શીખવાડવા લાગ્યાં!
બીજા અઠવાડીએ ડે કેરમાં રજીસ્ટ્રેશન માટે એક કુટુંબ આવ્યું. એ બહેને આંખમાં આસું સાથે મને કહ્યું : હું કેટલાંયે વર્ષોથી ઘેર જ છું. જો તમે મારાં એલેક્ષી અને શાશાને સાચવો તો હું ક્યાંક નોકરી શોધું !” એમનાં પતિ પણ ગળગળા થઇ ગયા. એલેક્ષી છ વર્ષનો ખુબ સ્માર્ટ છોકરો હતો પણ એને સેલિબરપર્સી એક પ્રકારનો જ્ઞાનતંતુનો રોગ થયેલ !એ રોગ વિષે આવતે અઠવાડીએ વાત કરીશું ; અને શાશા ચાર વર્ષની થોડી મંદ બુદ્ધિની છોકરી હતી. એ લોકો નજીકમાં જ રહેતાં હતાં!
હા , ડે કેરના સંચાલનમાં મુશ્કેલીઓ તો અનેક હતી, પણ આ બધી મુશ્કેલીઓનો સામનો કરવાનો પણ અમને આનંદ આવતો હતો કારણકે અમારાં બાળકો નજર સામે ઉછરતાં હતાં અને અન્ય બાળકોને ઉછેરવાની તક મળ્યાનો સંતોષ હતો! અમારી ખીલી રહેલી વાત્સલ્ય વેલને વિકસાવવા મેં પહેલાં બગુસા અને હવેબીજી ટીચર તરીકે- ડેબી કે જેણે એલેક્ષી જેવાં બાળકો સાથે કામ કર્યું હતું તેનેહાયર કરી! સાચે જ, આ બાળકોને હું ઘડતી હતી, કે એ બાળકો મને ઘડતાં હતાં? Children with special needs આવાં એલેક્ષી શાશાની વાત આવતે અંકે !

૨૫ -કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક

“I played Holi with so many colors. It was fun playing with colors..”

લગભગ ૭૭૦૦ માઈલ દૂરથી પણ ઉત્સાહથી છલકતો અવાજ સાંભળીને હું પણ રાજીના રેડ..આમ પણ આ અવાજ હંમેશા મને પુલકિત કરી દેનારો જ છે. એ દિવસે હતી હોળી અને મારો ચાર વર્ષનો પૌત્ર હોળીના રંગે રંગાઈને આવ્યો હતો. આ એના માટે હતી પહેલી રંગોભરી હોળી. અહીં અમેરિકામાં તો એ કદાચ શક્ય બન્યું જ ન હોત પણ યોગાનુયોગે એ હતો ભારતમાં અને ભારતમાં હોળી તો ખુશીઓનો તહેવાર. રંગોનો તહેવાર.

હોળી એટલે શું, સાંજ પડે હોળી પ્રગટાવીને એના દર્શન થાય અને બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે એકબીજા સાથે રંગથી રમાય એવી એને સમજી શકે એવી રીતે કહેલી વાતો તો એના માટે એટલી અજાયબીભરી હતી. એણે સાંભળેલી વાતને જ્યારે એ દિવસે જાતે અનુભવી ત્યારે એ તો એકદમ ખુશ. હોળી તહેવાર જ એવો છે.

અને હજુ તો એની વાત ક્યાં અટકી હતી? એનો ઉત્સાહ તો ક્યાંય સમાતો નહોતો.. બધુ જ એક સામટું કહી દેવું હતું.

“I saw doggy, monkey, squirrel …I gave roti to doggy and I saw baby monkey swinging on tree. And I saw parrot, peacock, pigeon. I fed Dana (દાણા) to them.”

આ ઉંમરના કોઈપણ બચ્ચા માટે આજ સુધી માત્ર ચિત્રોમાં જ કે ઝૂના પાંજરાની પાછળ જોયેલા જીવોને આમ સાવ ઘર આંગણે હરતા-ફરતા, દોડાદોડ કરતાં કે ટહુકા કરતા જોવા એ અત્યંત હેરતભરી વાત હતી.

“અને ચકલી?” મારાથી પૂછાઈ ગયું. આ એક જ પંખી એણે અહીં ઘર આંગણે જોયું હતું.

અનાયાસે હોળી અને વિશ્વ ચકલી દિવસ સાથે થઈ ગયો હતો. આખી રાત પાણીમાં પલાળેલા કેસૂડાના પાણી અને ગુલાલ કે નિર્દોષ રંગોથી રમાતી હોળી અને ચકલી બંને સાથે તો આપણું ય શૈશવ તાજું થાય અને એ શૈશવનું વિસ્મય હવેની આ નાનકડી પેઢીની નજરમાં દેખાય ત્યારે એ બધી જ આપણી વાતો એમની સાથે કરવી હોય. એ નાનપણમાં ગાયેલા ગીતો ય એને શીખવાડવા હોય.

“ચકીબેન ચકીબેન મારી સાથે રમવાને આવશો કે નહીં?

બેસવાને પાટલો ને સૂવાને ખાટલો,

ઓઢવાને પીંછા આપીશ તને, આપીશ તને….”

કે પછી

 “ચકી ચકી પાણી પી બે પૈસાનો બરફ લાવ…”

એવું આપણી ભીની સ્લેટને કોરી પાડવા આમતેમ હલાવતા ગાતા. એવી ય બધી વાતો કરવી હોય. કારણ આપણું શૈશવ આ બાળકમાં જીવવું હોય. અચાનક આપણે ઉંમરના એ પડાવ પર પહોંચી જઈએ જ્યાં આપણે ઓટલે કે ઓસરીએ લટકાવેલા માટીના નાનકડા છીછરા વાસણમાંથી પાણી પીધાં પછી એની ધારે બેસીને ચીં ચીં કરતી ચકલીના ભણકારા થાય.  એટલે જ કવિએ આપણી જ લાગણી વ્યકત કરતાં કહ્યું હશે કે

ચકલીની ચીં ચીં પર ઓવારી જાય મારી ઓસરીનો થાક,

શૈશવ જો ઓચિંતુ આવી ભટકાય તો મારો શો વાંક

અહીં અમેરિકાના ઉનાળામાં ડૅક પર આવીને બેઠેલી ચકલી મેં એને બતાવી હતી. અહીં તો એણે માત્ર ચકલી જ જોઈ હતી બાકી આંગણાંમાં આવતો મોર, પોપટ કે બંદર, ખિસકોલી તો માત્ર વાતોમાં જ કે ચિત્રોમાં જોયા હતા. એક માત્ર નાનકડું કથ્થઈ રંગની પાંખોવાળુ પંખી આટલે દૂર અહીં ક્યાંથી એનું કૌતુક તો મને ય રહેતું. યાયાવર પંખીઓ ઠંડીની ઋતુમાં ઠેઠ આપણા ભારત સુધી ઊડીને આવ્યા હોય એ તો દર વર્ષે બનતી ઘટના છે પણ આ સાવ નાનકડી ચકલી ? એ અહીં સુધી ઊડીને આવે? મોર, પોપટ તો આંગણા સુધીના જ મહેમાન પણ ચકલી તો ઘરની ખુલ્લી બારી કે બારણું જોયું નથી કે ઊડીને આવી જ સમજો. એ તો જાણે આપણી જેમ જ હકથી ઘરમાં ફરી વળતી ઘરની જ સદસ્ય. એટલે જ ચકલી આપણને પોતીકી લાગે ને? અને આ પોતીકાપણું મેં એનામાં શોધવા પ્રયાસ કર્યો પણ નિષ્ફળ રહ્યો.

“No I didn’t see any.”

“અરે ! એવું તે કેમ?” પણ આ કેમનો જવાબ એની પાસે ક્યાંથી? એણે તો જન્મ્યો ત્યારથી જ સિમેન્ટ- કૉઁક્રીટના જંગલો જ જોયા છે. એને ક્યાં ખબર છે કે આપણા ઘરના પંખા પર, દિવાલ પર ટાંગેલી ફોટોફ્રેમની પછીતની પોલાણમાં ય આ ચકલી વસતી હશે? યાદ છે ને? પંખાની અડફેટમાં આવીને ઘવાય નહીં એના માટે ભર ઉનાળામાં ય આપણે પંખો કરી દેતા.

વર્ષના ૩૬૫ દિવસ બંધ બારી-બારણાવાળા અને કંટ્રોલ ટેમ્પ્રેચરવાળા ઘરમાં જ ઉછરેલું બાળક. એ બાળક ચકલીની આવન-જાવનની મોકળાશને ક્યાંથી માણે? એને ક્યાંથી ખબર હોય કે

“કોયલ કુઉ કુઉ ટહુકે, કાગા બોલે, કાબર મચાવે શોર

ચકલી ચીં ચીં, દેવ ચકલી રવે, થા થા થનગન નાચે મોર,

ઘુઘુ..ઘુ..ઘુ..ઘુ કરતું આવ્યું કબતરુ ચમકે એની ચાંચડી,

મારે આંગણ રાય ચંપાનો છોડ શીતળ એની છાંયડી…..”

જેના કલરવ વચ્ચે આપણે ઉછર્યા હતા, બોલતા શીખ્યા એમાં ય જેમની બોલી શામેલ હતી એવા આ બધા જીવો આપણા જીવનના અંશ હતા એવી એને ક્યાંથી ખબર?

એ તો એની મસ્તીમાં મસ્ત….વળી પાછો એ પોતાનો અસબાબ લઈ આવ્યો, બેટરી ઑપરેટેડ રમકડાં ય કેટલા ? એમાં ય પાછા ચાવી આપો એટલે, એની બોલી બોલતો પોપટ, ગુલાંટ ખાતા બંદરથી માંડીને ટ્રેક પર દોડતી એની થોમસ ટ્રેન, જરાક વારમાં તો ઝૂ……મ કરીને ઉચકાઈ જતું પ્લેન…એની તો આ જ દુનિયા હતી..ને?

એને રાજીના રેડ જોઈને મલકી ઊઠેલું મન બોલી ઊઠ્યું …..

“તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,

મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું”

પણ આ રજવાડું હવે ક્યાં?

કાવ્યપંક્તિ-

હિતેન આનંદપરા

રાઘવ વઢિયારી ( રઘુ શિવાભાઈ રબારી)

રમેશ પારેખ

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

પ્રેમ એક પરમ તત્વ- 22- વતન પ્રેમ-સપના વિજાપુરા

પ્રેમ, વાત્સલ્ય સ્નેહ, નેહ,હેત, વહાલ પ્યાર, મહોબત આ બધાં શબ્દો ઊભરાય આવે છે જ્યારે પ્રેમની વાત નીકળે છે.ફેબ્રુઆરી મહીનો આવે અને ૧૪ મી તારીખ પહેલા લાલ લાલ હાર્ટ થી દુકાનો ભરાય જાય અને હાર્ટ આકારની ચોકલેટ થી મોલ શોભવા લાગે ત્યારે સવાલ ઊભો થાય છે કે આ પ્રેમ છે કે કોઈ વેપાર!! પ્રેમ નો શું એક દિવસ  હોય!! પ્રેમ નો માપદંડ શું? કોણ કોને કેટલો પ્રેમ કરે છે એ સાબિત ૧૪ ફેબ્રુઆરી એથાય! તો પછી જે પચાસ પચાસ વરસથી સાથે છે અને એક  પણ વેલેન્ટાઈન ડે મનાવ્યો નથી એ લોકોમાં પ્રેમ નથી? પ્રેમનું પુષ્પ દિલમાં ખીલે છે એને લાગણીની ભીનાશથી ભીંજવતા રહેવું પડે છે.નહીં તો પ્રેમની જમીન કોરી ધાકોર રહી જાય અને કોરી ધાકોર જમીનમાં ગુલાબ નહીં થોર ઊગે છે અને થોર જખમ સિવાય બીજું કાઈ ના આપે. પણ આ મારે રોમાન્સની વાત નથી કરવી.

સૌથી નિસ્વાર્થ પ્રેમ મા અને બાળકનો હોય છે. નવ મહીના ગર્ભમાં રાખી મા જ્યારે બાળકને જન્મ આપે છે તો મા એ બાળકના પ્રથમ નજરે પ્રેમમાંપડી જાય છે. અને બાળકના વધવા સાથે આ પ્રેમ દિન પ્રતિદિન વધતો જાય છે. અને જે મા પોતાના બાળક માટે પોતાની જાન પણ આપવા તૈયાર હોય છે એ  મા બાળકને માભોમ ને હવાલે કરવા તૈયાર થઈ જાય છે. અને મા ને ખબર નથી કે મારો જવાન સરહદ થી પાછો આવશે કેનહીં!!પણ એ વીરની માતા રાજીખુશીથી ફૂલોની માળા પહેરાવી જવાનને સરહદ પર મોક્લી આપે છે. અને ઘરમાં બેસી પોતાના વીર દીકરા માટે લાંબી ઉંમરની પ્રાર્થના કરે છે.પણ જ્યારે એ મા ને સમાચાર મળે છે કે તારો વીર વિરગતિ પામ્યો ત્યારે એ મા બોલી ઉઠે છે

હોય છે આંસું મા પણ અગન કોણ માનશે?
તોય હસતાં રહે છે વદન કોણ માનશે?

મા કરી નેજવું દીકરાની છે રાહમાં,
કેટલા એ કરે છે જતન કોણ માનશે?

લાશ આવી છે સરહદથી લોહી લુહાણ જે
કોઈ માંની આંખનું એ રતન કોણ માનશે?

આ મા ના પ્રેમનું શું કહેવું દીકરો કુરબાન કરી દે છે દેશ માટે!! કેટલી રાતો જે આંસુથી તકિયા ભીંજવતી રહે છે.પણ જ્યારે દીકરાના નામનોમેડલ મળે છે ત્યારે માથું ગર્વથી ઊંચું કરી એ મેડલ લેવા જાય છે. આ છે માતાનો પ્રેમ અને આ છે માભોમનો પ્રેમ!!

આતંક ના હુમલા માં ૪૪ જવાન શાહિદ થયાં, એ લોકોના દિલમાં જે દેશપ્રેમ હતો એની સરખામણી કોઈ પણ પ્રેમ સાથે થાય ખરી? એ જવાનોજ્યારે આપણ ઘરમાં શાંતિથી બેઠા હતાં, ત્યારે પોતાની જાન સાથે ખેલી ગયાં, આનાથી વધારે સારું ઉદાહરણ પ્રેમનું બીજું શું હોય? અપને લીયેજીયે તો ક્યા જીયે?પ્રેમ ફૂલોના ગુચ્છામાં નથી, પ્રેમ ચોકલેટ ના બોક્સ માં નથી પણ એ લાલ લાલ રક્ત વહ્યું સરહદ પર એમાં છે. એ કોઈનોલાલ, એ કોઈનું સિંદૂર, એ કોઇની રાખડી કે એ કોઈ નાનકડી બાળકીનો પિતા!! પણ એ સૌથી પહેલા હિંદુસ્તાની!! એ સૌથી વધારે દેશપ્રેમી!!

ઘરના લીવીંગરુમમાં બેસી યુદ્ધને પ્રોત્સાહન આપતા લોકોને કહેવાનું કે યુદ્ધ થી કેટલા દેશ બરબાદ થયેલા છે જેમાં ઈરાક, સીરિયા, વિયેટનામઅફઘાનિસ્તાન, પેલેસ્ટાઈન, અને હિરોશિમા અને નાગાસાકીની પરમાણુથી થયેલી બરબાદી તો આપણી નજર સમક્ષ છે. તો ભારતને યુદ્ધ માટે ઉકસાવવાળાને ખબર છે કે આ પરમાણુ યુદ્ધમાં કેટલી મા દીકરા વગરની થવાની છે અને કેટલા નિર્દોષ લોકો મરવાના છે? કેટલી બહેનો ભાઈ વગરની અને કેટલી સ્ત્રીઓ સિંદૂર વગરની થવાની છે? દેશપ્રેમ દેશ માટે કુરબાન થવામાં છે, પણ દેશનું ભલુ ઈચ્છવામાં અને દેશની સંભાળ રાખવામાં પણ છે.

સાહિર લુધયાનવી સાહેબ કહે છે

જંગ તો ખુદ એક મસલા હૈ
જંગ ક્યા મસાઅલોકા હલ દેગી

તો આપણે બધા મળી પ્રાર્થના કરીએ વિશ્વશાંતિ માટે દેશની શાંતિ માટે!! જંગથી જો જીતાતું હોત તો ગાંધીજી સત્યાગ્રહ પર ના ઊતર્યા હોત અને આપણને આઝાદી ના મળી હોત.. “દે દી હમે આઝાદી બીના ખડક બીના ઢાલ સાગરમતી કે સંત તુને કર દિયા કમાલ”
વિશ્વપ્રેમ વિશ્વ શાંતિ!!
સપના વિજાપુરા

૨૧ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

મા મૂળો અને બાપ ગાજર

દેખીતી રીતે સીધીસાદી અને સાંભળવામાં રમૂજ પેદા કરે છે તેવી આ કહેવત પાછળ કેટલી ફરિયાદ અને આંસુ છૂપાયેલાં છે! તેને સમજવા ભારતીય સંસ્કૃતિના ભૂતકાળમાં ડોકિયું કરવું જરૂરી બને છે, જ્યાં માબાપ બનતાં પહેલાં પતિપત્ની બનવું જરૂરી હતું.

બાપદાદાનાં સમયમાં પહેલાં તો ઘોડિયા લગ્ન થતાં. જન્મ પહેલાં માબાપ દિકરો આવશે કે દીકરી તેમ ધારીને સામે પક્ષે સંતાનનાં લગ્ન નક્કી કરતાં, પછી બાળલગ્ન થતાં. પછી યુવક કે યુવતીની મરજી જાણ્યા વગર, બંનેએ એકબીજાનું મોઢું પણ જોયું ના હોય અને મા-બાપ લગ્ન નક્કી કરતાં. પહેલાં એક ઘોળમાં પછી એક નાતમાં, એક બોલી, એક ધર્મ, એક પ્રદેશમાં લગ્ન લેવાતાં. કૂ, લોહી, ખાનદાન માટે સૌને અભિમાન રહેતું. વહુ લાવે તો એનું કૂ, મૂળ, વંશાવળી, મા-બાપ, મોસાળ જોઈને સગપણ કરતાં. મા-બાપ, છોકરો કે છોકરી સારાં હોય તો કૂળ, ગોત્ર, કુટુંબ, મોસાળ વગેરે પહેલાં જોતાં. આજે બીજી નાત-જાતમાં, બીજા ધર્મમાં કે બીજા દેશની વ્યક્તિ સાથે લગ્ન કરવાં સહજ વાત ની ગઈ છે જેને કારણે મા મૂળો અને બાપ ગાજર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.સ્વરૂપ વર્ણસંકર જાતિ ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે.

બે પેઢી વચ્ચેનું અંતર અને ઘર્ષણ જેને જનરેશન ગેપ કહેવાય છે તે સદીઓથી ચાલી આવતી સળગતી સમસ્યા છે. પરંતુ આજના સમયમાં તેનું પ્રમાણ પણ વધ્યું છે. તેનું મૂળ કારણ હવેની પેઢીઓ હાઇબ્રીડ થતી જાય છે. પહેલાં છાણિયુ ખાતર હતું, હવે વિલાયતી ખાતર! મા મૂળો અને બાપ ગાજર હોય તો પાક હાઇબ્રીડ જ થાય ને! મા-બાપ વચ્ચે નાત-જાત, રહેણી-કરણી, આચાર-વિચાર, ધર્મ, ખોરાક, પહેરવેશ, બોલી, સંસ્કારમાં વિસંવાદિતાને કારણે સંતાનનાં ઉછેરમાં અનેક પ્રકારની અડચણો ઊભી થાય છે. સંતાન હંમેશા દ્વિધામાં રહે છે. તેની દશા સેન્ડવીચ જેવી બને છે. મા-બાપમાં છૂટાછેડાનું પ્રમાણ વધે છે. આવાં મા-બાપને કારણે સંતાન અનેક પ્રકારની માનસિક પરિસ્થિતિઓનાં શિકાર બની શકે છે. પતિ-પત્નીનાં સંબંધો ગૂંચવણભર્યા બને છે. પરિણામે મા-બાપની જરૂરિયાતો પૂરી પાડવા, તેમની અપેક્ષાઓને પહોંચી વળવા, તેમની માંગણીઓને સંતોષવા માટે સંતાન નિષ્ફળ જાય છે. મા-બાપ તેમની રીતે અને સંતાનો તેમની રીતે નિષ્ફળ જાય છે. માત્ર અસંતોષ અને ફરિયાદો રહી જાય છે. જે સમાજની સંસ્કૃતિમાં મા મૂળો અને બાપ ગાજર જેવું અસ્તિત્વ ધરાવતાં હોય તેનું આયુષ્ય કેવું અને કેટલું હોય એ તો ભાવિ જ બતાવશે!

હા, પહેલાનાં સમયમાં દીકરી કોઈ ડ્રાઇવર, રસોઇયા કે પોતાનાથી ઉતરતી જ્ઞાતિનાં છોકરા સાથે ભાગી જઈને સંસાર માંડતી. આ પરિસ્થિતિમાં આજે ફેર પડ્યો છે. આજે છોકરીઓ શિક્ષિત બની છે. પરિણામે પોતાનાથી ઉતરતી કક્ષાનો છોકરો પસંદ કરતી નથી. પરંતુ મૂળા અને ગાજર જેટલી અસમાનતા, સાથે રહ્યાં પછી, સંતાન થયાં પછી પ્રકાશમાં આવે છે. જેમાં ક્યારેય રિવર્સ ગિયર હોતું નથી. ક્યાં સહન કરવાનું, ક્યાં છૂટા પડવાનું. હસીને કે મનેકમને સંવાદિતા કેળવવી એ માત્ર સંસ્કારી વ્યક્તિ જ કરી શકે. મૂળા અને ગાજરનું સંતાન, સફરજન કેવી રીતે હોઈ શકે?

આજની પત્નીને પતિનાં મા-બાપ કે તેમનો ઉછેર ગમતો નથી અને પતિ તેના માબાપને છોડી શકતો નથી. તેવા પતિને પત્ની છૂટાછેડા માંગીને સજા કરે છે ત્યારે પેદા થયેલાં સંતાનોનાં ભવિષ્યની પત્ની બનેલી મા વિચાર નથી કરતી. અમેરિકામાં એક માજી મંદિરના ઓટલે બેસીને રડતાંતાં, મારાં ગ્રાન્ડ ચિલ્ડ્રનની સાથે મારી વહુ વાત કરવા નથી દેતી!” મા-બાપ પેટે પાટા બાંધીને એકના એક દીકરાને પરદેશ ભણવા મોકલે અને બીજી નાત-જાતની છોકરી સાથે પ્રેમલગ્ન કરી કુટુંબથી પરાયો થઈ પોતાનો જુદો માળો બાંધીને બેસી જાય ત્યારે કૂમૂળનો તો સવાલ જ રહેતો નથી. ક્યારેક અજાણ્યું, પરદેશી, અયોગ્ય પાત્ર સામે આવી જાય તો પરણ્યા પછી કારણો ઊભા કરીને છૂટાછેડા માટે કેસ દાખલ કરીને ધનિક છોકરાઓ પાસે પૈસા પડાવતી છોકરીઓનાં ઉદાહરણ સમાજમાં જોવાં મળે છે. વળી છોકરાઓ, એકથી વધુ લગ્નેતર સંબંધો રાખીને છોકરીઓને ફસાવે છે. જૂની પરંપરાઓને વળગણીએ વળગાડીને જ્યારે સંસ્કાર, સંસ્કૃતિ, નાતજાત, ધર્મ, કૂળને ગાવીને પવિત્ર બંધનનાં વાડા બહાર લગ્ન થશે ત્યારે અનેક પ્રકારનાં દૂષણોનો સડો દામ્પત્યજીવનને કોરી ખાશે. હા, અપવાદ દરેક પરિસ્થિતિમાં હોય છે પરંતુ તેનાથી સત્ય બદલાતું નથી.

આજે મોટા ભાગના સંતાનોની પરિસ્થિતિ અને ઉછેર મૂળા અને ગાજર જેવો છે. માળી મૂળા અને ગાજરના બી જમીનમાં વાવે છે. તેનો છોડ થાય પછી તેને જમીનમાંથી ઉખાડીને ઉપયોગમાં લેવાય છે. મૂળથી છૂટા પડેલાં મૂળા-ગાજર જેવી આજની જનરેશનની સ્થિતિ છે. મોટેભાગે તેઓ પોતાનાં કુટુંબનાં વડીલો સાથે, જૂનાં સંસ્કારો સાથે જોડાયેલાં રહી શકતાં નથી.

આજનો યુગ વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે. દરેક પ્રકારનું ભૌતિક સુખ આજની પેઢી માટે હાથવગુ છે. જ્યારે આધ્યાત્મિક રીતે અધઃપતન થઈ રહ્યું છે. ભૌતિક દોટ દોડી રહેલ આર્થિક ઉન્નતિ જ જેનો જીવનમંત્ર છે તેવાં મનમેળ અને સંવાદિતા વગરનાં દંપતીની સ્થિતિ મોટેભાગે ધૂંધળી ભાસે છે. આવા સમયે મૂળા અને ગાજરે સંબંધ બાંધતાં પહેલાં વિચારવું જરૂરી બને છે. પતિ-પત્નીના સંબંધો આજીવનનાં હોય છે. આજનાં સંતાનો ભાવિ સમાજનાં બંધારણનાં ઘડવૈયા છે. માટે સશક્ત સમાજ માટે આ વિચારવું જરૂરી બને છે.

સંવેદનાના પડઘા- ૨૪

શિયાળાની  રાત બરોબર જામી હતી.બધાં પોતાના ઘરમાં રજાઈ ઓઢીને ઘસઘસાટ નીંદર માણી રહ્યા હતા.અને અચાનક રાતના બે વાગે ટેલિફોનની ઘંટડી રણકી.સુરેશે ભર ઊંઘમાંથી ઊઠીને આંખો ચોળતા જ ફોન ઉઠાવ્યો.ચોર…..ચોર ….સામે ભાઈના ઘેર અને ફોન મૂકીને તે સુનિતા લાકડી કયાં છે?લાકડી કયાં છે ?કરતો હાંફળો ફાંફળો લાકડી શોધવા ઘરમાં દોડવા લાગ્યો.  સુનીતા પણ

ચોરનું નામ સાંભળી સફાળી બેઠી થઈ ગઈ અને તમે સાંભળો  છો !ચોર કયાં છે ?મને કહો તો ખરા !!ની બૂમો પાડવા લાગી.એટલામાં તો એમના ત્યાં મુંબઈથી તેમના ભાણેજ જમાઈ આવ્યા હતા તે પણ સુરેશ ચોર…ચોર કરીને દોડતો હતો એટલે સુરેશભાઈના દીકરાનું ક્રીકેટનું રુમમાં પડેલ બેટ લઈને બહાર આવ્યો.સુનિતા બુમો પાડતી રહી ને દોડતા દોડતા સુરેશે કીધું” બાજુવાળા મહેન્દ્રભાઈનો ફોન હતો કે સામેત્યાં આપણા મોટાભાઈના  ધાબા પર તેમણે કોઈ બે માણસ જોયા”.રાતના  બે વાગે ઠંડીમાં ચોર જ હોયને !એટલું બોલતા બોલતા તો તે વરંડામાંથી બહાર રસ્તા પર પહોંચી ગયો.ભાણેજ જમાઈ પણ સુરેશમામાની પાછળ ચોરને પકડવા બેટ લઈને દોડ્યો……

સુરેશના બે ભાઈઓના બંગલા ,નાનો રોડ ક્રોસ કરીને સામેજ હતા.મહેન્દ્રભાઈ ,સુરેશની બરોબર બાજુમાં જ રહેતા હતા.સુરેશના એકભાઈ તેની બરોબર સામેજ રહેતા હતા.મહેન્દ્રભાઈની બરોબર સામે બીજાભાઈ રહેતા હતા.ત્રણે ભાઈઓના ઘરના બધા લોકો અને મહેન્દ્રભાઈના ઘરના બધા બહેનો અને મોટા છોકરાઓ સૌ જેના હાથમાં જે આવ્યું  તે લાકડી,બેટ,હોકી લઈને ચોરને મારવા કે બિવડાવવા કે પોતાનું રક્ષણ કરવા રોડ પર આવી ગયા.બધા પુરુષોને યુવાનો જુદી જુદી દિશામાં ચોરને શોધવા સોસાયટીની ગલીઓમાં ચોર ……ચોર ………કહી  દોડી રહ્યા હતા.

સુનિતા ઘરમાં સૌથી નાનાભાઈની પત્ની હતી . તેથી વડીલોની આમન્યા રાખવા તે જરા કપડાં બદલીને બહાર આવી પણ બધા ભાભીઓ અને છોકરાઓ રોડ પર બૂમાબૂમ કરતા હતા એટલે જેવો સુરેશ ઘરની બહાર દોડ્યો કે તે એક નજર નાખવા પોતાના વરંડામાં આવી અને ત્યારે એણે જયેશભાઈના ઘર પછી બે બંગલા છોડીને ટીકુના ઘરમાં કોઈને કોટ કૂદતું જોયું.એટલે તે પણ જરા 

ઝડપથી કપડાં બદલી બહાર દોડી.તેના મગજમાં વિચારનો કોઈ નવો જ ઝબકારો થયો અને તે મનમાં જ જરા મલકાઈ પણ બહાર આવીને જોયું તો રોડ પર નરેશભાઈનો દીકરો મલય પણ હોકી લઈને ચોરને શોધવામાં મદદ કરવા ઊભો હતો.બધાંએ બે કલાક આજુબાજુનાં બધા રસ્તાઓ અને ગલીઓમાં ફરીને ચોરને શોધવા પ્રયત્ન કર્યો પણ છેલ્લે બધા “સાલો ચોર નાસી ગયો!!!”કહીને પોતપોતાના ઘરમાં જઈને સૂઈ ગયા.

નરેશભાઈ,જયેશભાઈ અને સુરેશ ત્રણે ભાઈઓના બંગલા જુદા હતા પણ રસોડું એક જ ઘરમાં બા રહેતા હતા તેમાં હતું .સુનીતા અને નરેશભાઈના મોટા દીકરાને દીયર-ભાભી જેવી ખૂબ નજીકની મિત્રતા.એકબીજા સાથે અંગત વાતો પણ શેર કરે.સવારના મલય ઊઠીને વરંડામાં  છાપું લઈને બેસે અને સુનીતા  વસ્તારીનું શાક કાપવા લઈ તેની સાથે બેસે.ઘરની ત્રણ બંગલા જ દૂર

મહાદેવનું મંદિર એટલે સવારના રસ્તો પણ પૂજા-દર્શન કરવા જતા  આવતા લોકોથી વ્યસ્ત રહેતો.

તેમના ઘરના બે બંગલા છોડીને ટીકુ રહેતી.તેને પાંચ બહેનો અને ટીકુ સૌથી નાની.બધી બહેનો ખૂબ દેખાવડી અને પૈસે ટકે ખૂબ સુખી એટલે રોજ નવા નવા ફેન્સી કપડાં પહેરી બહાર અવરજવર કરે.

સૌથી નાની ટીકુ  મલયને બહુ ગમે.ટીકુ રોજ સવારે  તૈયાર થઈ કોલેજ જતા પહેલા મહાદેવ દર્શન કરવા જાય અને મલય ટીકુના દર્શન કરવા તે જ સમયે સુનીતાકાકી સાથે ગોઠવાઈ જાય.મલયભાઈએ

ટીકુને પટાવવા કંઈ કેટલાય આંટા તેની કોલેજની બહાર માર્યા પણ ટીકુબેને  મલયને ઘાસ નાંખ્યું નહી.તે સુનીતાને પણ કહેતો કે કાકી “કંઈ પટાવવાનો રસ્તો કહોને” અને સુનીતા હસતી.

એવામાં એક દિવસ ટીકુનું કાઈનેટીક સુનીતાને મલય સવારે બેઠા હતાં અને ત્યાં જ બગડ્યું.ટીકુએ 

બહુ કીકો મારી પણ ચાલુજ ન થાય.સુનીતાએ મલયને સાઈન કરી અને મલય”May I help you?”

કહીને ગયો અને તેણે કાઈનેટીક ચાલુ કરી આપ્યું. “થેક્યું !”કહીને ટીકુ તો કાઈનેટીક લઈને જતી રહી.

પછી દસ દિવસ સુધી તે દેખાઈ નહી.મલયકુમાર તો પોતાનું બાઈક લઈને જાતજાતના હોર્ન મારીને

 તેની કોલેજના  અને ઘરના આંટા મારી થાક્યા.અગીયારમે દિવસે ટીકુબહેનતો સવારમાં  દર્શન કરવા

લટક મટક તૈયાર થઈને મલયને સુનીતા બેઠા હતા ત્યાંથી નીકળ્યા.તેણેતો પહેલાની જેમજ મલયને ઓળખતી જ નહોય તેમ મલયની હાજરીની અવગણના કરી તેની સામે  જોયા  વગર આગળ ચાલવા 

માંડ્યું.ત્યાં તો મલયે જોર જોર થી ગાવા માંડ્યું.

“મતલબ નિકલ ગયા હૈ તો પહેચાનતે નહીં,યું જા રહે હો જૈસે હમેં જાનતે નહી.

હમને તુમ્હેં પસંદ કિયા ,કયા ગુના કિયા,હર એક ગલી કી ખાક તો હમ છાનતે નહીં”

અને આ સાંભળતા જ ટીકુથી જોરથી હસી પડાયું અને ત્યારપછી તેમની દોસ્તી ચાલુ થઈ ગઈ.

ટીકુ નું સાચું નામ તો શર્વરી હતું.પણ ઘરમાં અને બહાર ભાગ્યેજ કોઈ તેને શર્વરીથી ઓળખતું.

ટીકુને મલયની દોસ્તીની હવે આજુબાજુ અને મિત્ર વર્તુળમાં બધાને ખબર પડી ગઈ હતી. ટીકુ ના પપ્પાને સોનાના દાગીનાની ખૂબ મોટી દુકાન  સીજી રોડ પર હતી. તેઓની જ્ઞાતિ સોની હતી.

ટીકુ દેખાવડી ભણવામાં પણ ખૂબ હોંશિયાર  અને ચાલાક કોઈને પણ ગમી જાય તેવી છોકરી હતી.

ટીકુ-મલયની દોસ્તી અને પ્રેમ દિવસે દિવસે ગાઢ થતા જતા હતા.મલયના મમ્મી પદ્મા શેઠાણીથી

બધા ઘરનાંઅને આજુબાજુના પડોશીઓ પણ ડરતા.તેમને બોલવાનું કંઈ ઠેકાણું નહી એટલે કોઈ

વાઘની બોર્ડમાં હાથ નાંખવા તૈયાર નહી.સુનીતાને સુરેશ રાત્રે ફરીને બહારથી આવતા તો  સુનીતા

મલય-ટીકુને તેમના ઘરના કોટનાં બત્તીના થાંભલે કે ઝાડ પાછળ કે ઘરનાં ધાબા પર ઊભેલા જોતી પણ તે કોઈને કંઈ કહેતી નહી.તેમના ધાબાની સીડી ઘરની બહારથી હતી તેથી ધાબા પર કોઈ જાય તો ઘરની અંદર કોઈને ખબર પડતી નહી.

સામે રહેતા મહેન્દ્રભાઈને પણ રાતના મોડા સુધી વાંચવાની ટેવ .તે રોજ આ લોકોને જૂએ

એટલે તેમણે આખા પરિવારને ખબર પડે એટલેજ રાત્રે તમારા ધાબે ચોર છે એવો ફોન કરેલો.

તે રાત્રે સુરેશ જેવો ચોર ચોર કરતો બહાર આવ્યો એટલે મલય ધાબા પરથી ઉતરીને  હોકી 

લઈને રોડ પર આવ્યો અને ટીકુએ પણ કોટ કૂદીને ઘરમાં જઈ તેના પપ્પાને બાજુમાં ચોર આવ્યાછે કહી લાકડી લઈ બહાર મોકલ્યા.

બીજે દિવસે સુનીતા બધું સમજી ગઈ હતી એટલે  સવારે બ્રેકફાસ્ટ કરતા હસતા હસતા આંખ મિચકારીને મલયને પૂછવા લાગી”મલય ચોર ખરો ભાગી ગયો કાલે નહી?”અને મલય મૂછમાં “હા કાકી !”કહી હસવા માંડ્યો.

ટીકુ અને મલય એકબીજાને ખરાં હ્રદયથી ખૂબ પ્રેમ કરતા હતા પણ જ્ઞાતિનાં વાડામાંથી બહાર નહી નિકળેલાં પદ્મા શેઠાણી કોઈરીતે દીકરાની લાગણીને સમજ્યા નહી. છેવટે ટીકુના પપ્પાએ ટીકુના લગ્ન તેમની જ્ઞાતિના ડોકટર સાથે કરાવી દીધા.તે દિવસે સુનીતાને વળગીને મલય ખૂબ રડયો હતો.

પછી હંમેશ માટે ધંધો કરવા સૂરત ચાલ્યો ગયો…..

હજુ ટીકુ પપ્પાને ઘેર આવે છે ત્યારે મંદિર જતા મલયના ધાબા પર નજર નાંખી ઊંડો નિસાસો નાંખે છે અને તેના ઘરની બહારના બત્તીના થાંભલાને અડીને બે મિનિટ ઊભી  રહેછે……

વાત્સલ્યની વેલી ૨૧) તોફાની બાળક (હાઇપર એક્ટિવ) ડેની!

તોફાની બાળક (હાઇપર એક્ટિવ) ડેની!
કોઈ શાણા માણસે કહ્યું છે કે નિષ્ફ્ળતાને ક્યારેય દિલમાં ના રાખો ; અને સફળતાને ક્યારેય મનમાં ઘર ના કરવાદો!
સાચ્ચે જ ; જયારે અમે એક પછી એક નિષ્ફ્ળતાથી હતાશ થઇ દિલથી હારવાની તૈયારીમાં હતાં ત્યાં જ સૌથી મોટા અધિકારીની એક સહીથી અમને સીટીનું સ્કૂલનું લાયસન્સ મળી ગયું !!
શું થઇ રહ્યું છે એ હજુ સમજીએ તે પહેલાં , એ જ દિવસે ,કોઈ એક બાળકને એની જૂની સ્કૂલમાં પ્રોબ્લેમ થયો હશે એટલે એની મમ્મીએ હેલ્પ લાઈનમાં ફોન કર્યો અને એ લોકોએ અમારાં ડે કેર સેન્ટરનું નામ અને અન્ય માહિતી આપ્યાં એટલે એ લોકો અમારી સ્કૂલમાં આવ્યાં !! ને સોમવારથી એ બાળકનું અમારી સ્કૂલમાં આવવાનું નક્કી થઇ ગયું!
હવે આટલી મોટી સફળતા મળી હતી એ વિષે હજુ કાંઈ વિચારીએ તે પહેલાં અને આટલા મહિનાઓની દોડાદોડી અને ચિંતા વગેરેનો થાક ઉતારીએ તે પહેલાં, અરે હજુ તો આ સ્કૂલનું લાયસન્સ મળ્યું એ સમાચારને પચાવીએ તે પહેલાં જ અમારી સ્કૂલ તો શરૂ થઇ ગઈ ! નવા બાળમંદિરનું ઉદઘાટન શનિ રવિ રાખીને અમે આજુબાજુમાંથી થોડાં કુટુંબોને અને અમારાં જુના- અમારે ત્યાં ભૂતકાળમાં બાળકોને મોકલતાં હતાં -એ સૌ કુટુંબોને અમે બીજા દિવસે સ્કૂલના Open House ઓપન હાઉસમાં નિમંત્ર્યાં.
બે ચાર બાળકો સાથે સોમવારથી અમારી પ્રિસ્કૂલ શરૂ થઇ ગઈ!! અમારાં જીવનનું નવું ચેપટર શરૂ થયું ! અમારી પોતાની સ્કૂલ હોય -અમારું પોતાનું ડે કેર સેન્ટર હોય -એ અમારું સપનું હતું અને આખરે એ સાકાર થઇ રહ્યું હતું!
એ દિવસો વિષે ઘણું લખી શકાય …પણ આ કોલમનું ધ્યેય બાળકો અને બાળકોને લગતાં ,બાળઉછેરનાં પ્રશ્નો અને પ્રસંગો ઉપર કેન્દ્રિત કરીએ છીએ તેથી અમારા ડે કેરના પ્રથમ સ્ટુડન્ટ ડેનીની વાત પર જ આવું.
ડેની આમ અચાનક જ સ્કૂલ બદલીને અમારે ત્યાં અમસ્તો જ નહોતો આવ્યો . શુક્રવારે જૂની પ્રિસ્કૂલમાં એણે એક એની જ ઉંમરના છોકરાને કાંઈક વધારે પ્રમાણમાં શારીરિક ઇજા પહોંચાડી હતી એટલે ડિરેક્ટરે એની મમ્મીને સ્કૂલમાં બોલાવીને ડેનીને કાયમ માટે રજા આપી દીધી હતી!
પહેલે જ દિવસે મારી અનુભવી આંખોએ જોયું હતું કે ડેની એક પડકાર રૂપ સ્ટુડન્ટ હતો . એ પ્રકારનાં બાળકો વિષે મેં અભ્યાસ પણ કર્યો હતો, જો કે ત્યાં સુધી મેં એવાં બાળકને અમારાં ઘેર બેબીસિટીંગમાં રાખ્યાં નહોતાં . પ્રત્યેક માતા પિતા પોતાના સંતાનને એક નોર્મલ જીવન મળે , એ બીજાં બાળકોની જેમ સૌ સાથે હળીમળીને રમે એવું ઇચ્છતાં હોય છે. પણ કોઈ બાળક જરા શરમાળ હોય તો કોઈ વાચાળ ! કોઈ શાંત હોય તો કોઈ તોફાની ! પણ એમ છતાંયે આ બાળકો સહજ સ્વાભાવિક રીતે નોર્મલ જ ગણાય . તે સિવાય કેટલાંક બાળકોમાં જન્મ જાત કોઈ માનસિક અસમતુલન હોય; પણ
કેટલાંક બાળકો જન્મથી નહીં પણ જે વાતાવરણ કે જે સંજોગોમાં તેમનો ઉછેર થાય તેને લીધે હાઇપર એક્ટિવ થઇ જતાં હોય છે! (ADHD ) એટેનશન ડેફિસિઅન્સી અને હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર ! એ બાળકો પોતાની દુનિયામાં જ મસ્ત હોય! ના કોઈ નિયમને અનુસરે ના કોઈ સૂચન ઉપર ધ્યાન આપે ! જો કે કોઈ પણ મા બાપ પોતાના સંતાનની આવી મુશ્કેલી વિષે ક્યારેય પહેલી મુલાકાતમાં તો એ વાત ના જ કરે એ સ્વાભાવિક છે. બાળકને મંદ બુદ્ધિનું કે વલોપતીયો કે તોફાની -હાઇપર સ્વભાવનું છે એવું લેબલ લગાડવું કયાં મા બાપને ગમે ? ડેનીનું વર્તન એવું જ હતું! જે મનમાં આવે તે કરે! આગળ પાછળનો વિચાર ના કરે! દા ત . પહેલે જ દિવસે એ મંકી બાર ઉપરથી ભુસ્કો મારવા જતો હતો ને મેં એને પડતાં રોક્યો ! એટલે કે આવાં બાળકો અવિચારી કામ કરતાં અચકાય નહીં! ખુબ સાંભળવું પડે !સોમવારે સાંજે ડેનીની મમ્મીએ પેટ છૂટી વાત કરી ! એણે બધો દોષનો ટોપલો એના એક્સ હસબન્ડ પર ઢોળ્યો હતો . ઘરમાં ઝગડાં કંકાસથી પણ બાળકોના મન પર માઠી અસર થતી હોય છે. જો કે, અમારાં સેન્ટરમાં હજુ બે ચાર બાળકો જ આવતાં હતાં અને મારી સાથે એક મદદનીશ ટીચર બગુસ્લાવા હતી જે ધીરજથી કામ કરે એવી હોવાથી એ ડેનીને સાંભળતી.
ડેની અમારાં ડે કેરમાં પૂરાં બે વર્ષ રહેલો અને ખુબ તોફાની અને કદાચ અળવીતરો કહીએ તો પણ એણે ક્યારેય એવું પરાક્રમ કર્યાનું યાદ નથી જેવું એની મમ્મી અને નાનીએ અમને કહ્યું હતું! એટલું જ નહીં એવો કોઈ અકસ્માત પણ થયો નહોતો . હા,આવાં હાયપર એક્ટિવ બાળકોમાં ધીરજનો અભાવ હોય એ સ્વાભાવિક છે. પણ મારો આટલાં વર્ષોનો અનુભવ કહે છે કે એ બાળકોને પણ જો એમના રસની પ્રવૃત્તિમાં જકડી રાખીએ તો એટલો સમય એ બીજાં હોંશિયાર બાળકોની જેમ સમાર્ટનેસ બતાવે છે. મેં જોયું કે ડેનીને મ્યુઝિકમાં રસ પડતો , અને બાળગીતો સાથે ડાન્સ પણ કરે! ઘરે રહીને બેબીસિટીંગ કરતી ત્યારે મ્યુઝિકની ઘણી પ્રવૃત્તિઓ મેં ભેગી કરી હતી .ધીમે ધીમે અમારાં ડેકેરના સમય પત્રકમાં મ્યુઝિક કે જે બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે તેનું સ્થાન મહત્વનું થઇ ગયું.
સીટીનું લાયસન્સ આવ્યું એટલે હવે સ્ટેટ ડિપાર્ટમેન્ટનું DCFS નું ઇન્સ્પેક્શન શરૂ થયું. ડી સી એફ એસ નું કામ બિલ્ડીંગ કેવું છે એ જોવાનું નહોતું ; હું સ્કૂલમાં બાળકોને શું શીખવાડું છું ,કેમ અને શા માટે શીખવાડું છું એ જોવાનું હતું. જે વિષે હું આટલું ભણી હતી તે ડે કેર માટેના હેતુ ,ઉદ્દેશ અને એનીપાછળની મારી ફિલોસોફી વગેરે જોવાનો અને તપાસવાનો અને સતત ગુણવત્તા જળવાઈ રહે તેની દેખરેખનું કામ ડી સી એફ એસનું હતું.
ડે કેરમાં ત્રણ ચાર વર્ષના બીજાં ચારએક બાળકો હતાં જેમાંથી બે બાળકો મારે ત્યાં અમે જયારે હાઉસમાં રહેતાં હતાં ત્યારે ત્યાં પણ આવતાં હતાં. . એટલું જ નહીં પણ ક્યારેક ડે કેરમાં રમવા (ડે કેર સેન્ટર આખું સેટ અપ થઇ ગયેલું) પણ આવતાં હતાં . સ્વાભાવિક રીતે જ આ ડે કેર એમને મન જાણે કે એમનું પોતાનું જ હોય તેમ લાગતું હતું કારણ કે એમણે અમને મુશ્કેલીના બધાં પગથિયેથી પસાર થતાં જોયેલાં . એ બે ભાઈ બહેન કેરન અને માઈકલે મને એક કાગળ પર લખીને આપેલું કે ડે કેરનું નામ ‘કેરન અને માઇકલનું ડે કેર’ એમ રાખજો ! એટલે કે પુરા આત્મવિશ્વાશથી ઉછરતાં પાંચ છ વર્ષનાં કેરન અને માઈકલને આ હાઇપર એક્ટિવ ડેની પહેલે દિવસથી જ ના ગમ્યો !
પણ આ વાત મેં તમને શા માટે કહી ?
કારણ કે -બેબીસિટીંગ કરતાં આ ક્લાસરૂમના અનુભવો તદ્દન જુદા હતાં ,એની વાત મારે કરવી છે!
હા, બીજે અઠવાડીએ સ્ટેટ ડિપાર્ટમેન્ટનું ઇન્સ્પેક્શન શરૂ થયું ત્યારે આ બધાં બાળકોએ જે રીતે મારી પરીક્ષા લીધી એ વાત્સલ્યની વેલીના લાડ પ્રેમની વાત ,જે હૂંફથી બાળક ખીલે છે એ વ્હાલપની મધુર વાત ,જાણે કે હજુ ગઈ કાલે જ બન્યું છે એમ રોમાન્ચ અનુભવતી ત્રણ દાયકા પૂર્વેની વાત, આવતે અંકે !