Monthly Archives: April 2016
બધા જ વિજેતાઓને મારા હાર્દિક અભિનંદન પણ એ સાથે જ સર્વ ભાગ લેનાર હરીફોનો ખૂબ ખૂબ આભાર કે સહુએ આટલા બધા ઉત્સાહથી આ હરીફાઈમાં ભાગ લીધો. મને બધી જ વાર્તાઓ વાંચવાની ખૂબ જ મજા આવી અને બધાએ કથાવસ્તુની પસંદગીમાં અને નિરુપણમાં જે પરિપક્વતા દાખવી છે તે ખૂબ જ સુખદાયક અને આહલાદક અનુભવ રહ્યો. આપ સહુ આનાથી પણ વધુ સુંદર લખો, ખૂબ ઉચ્ચ કક્ષાનું સાહિત્ય વાંચો અને સતત સફળતાના શીખરો સર કરો, તમારા કેપ્ટન પ્રજ્ઞાબેન સાથે. મારા તરફથી અને મારા સદગત પતિ વિનુ તરફથી “બેઠક”ને, પ્રજ્ઞાબેન અને “બેઠક”ના સર્વે સહયોગીએ અને સર્જકોને અંત:કરણપૂર્વક શુભેચ્છા કે આપ સહુનો સતત વિકાસ થાય અને સહુને ખૂબ સફળતા મળે.
માઈક્રોફિક્શન વાર્તા(78)ભિખારણ! ચીમન પટેલ ‘ચમન’
શહેરના એક ચાર રસ્તાના ક્રોસીંગ પર ગાડીઓની ભારે ભીડ હોય છે, અને લાઈન પણ ખાસી લાંબી થઈ જાય છે! આ સમયમાં ભીખ માગતી એક અમેરિકન સ્ત્રીને, બારી ખોલી ડોલર આપવાનો મારો ક્રમ પડી ગયો છે!
આજે મને ઓળખી જઈ એ મારી ગાડી પાસે પહોચી ગઈ! બારી ખોલી હું બોલ્યો; ‘મેમ, મારી નોકરી છૂટી ગઈ છે એટલે હું તમને ડોલર આપી શકુ એમ નથી, સોરી!’ હું બારી બંધ કરવા જતો’તો ત્યાં એ બોલી; “વેઈટ, સર.!” એની થેલીમાં હાથ નાખી, ડોલર ધરી એ બોલી; ‘સર, ડોલરની જરૂરત હવે તમારે વધારે છે!’
ચીમન પટેલ ‘ચમન’
માઈક્રોફિક્શન વાર્તા-(77)-પછાત-મધુરિકા શાહ
માનવ સેવા એજ સાચી સેવા અને એજ પ્રભુ ની સેવા એવું માનતા પતિ પત્ની પ્રિયા અને આનંદે પોતાનું જીવન આદિવાસી લોકોને સમર્પણ કર્યું ,એટલું જ નહિ પોતાના સંતાનો કે પરિવાર વિસ્તારવાનો વિચાર પણ ન કર્યો,લગ્ન સાત ફેરામાં સાત વચન હતા કે આદિવાસી લોકોને સાક્ષર કરશું ,તીબીબી સહાય કરશું ,એમનો ઉત્કર્ષ કરશું ,સ્ત્રી વિકાસ કરશું ,બાળ સૌરક્ષ્ણ કરશું ,સ્વચ્છતા લાવશું અને એક બીજાના પુરક બની વિશ્વ જ કુટુંબ એવી ભાવના રાખશું અને માટે જ એમને પોતાના બાળકો ન્હોતા.
આનંદે પોતે નાનકડી હોસ્પિટલ પણ બનાવી હતી ,જ્યાં દર્દી અને પ્રસ્તુતા સ્ત્રી આવતા બન્ને સાથે મળી સ્ત્રી શિક્ષણ સાથે તબીબી સારવાર આપતા એમનું સ્વપન હતું કે આ વિસ્તારના આદિવાસી સ્ત્રી-પુરુષોની એવી પેઢી તૈયાર કરવી કે જે પોતાના જાતભાઇઓને પણ ભણાવી શકે અને અજવાળાના માર્ગે આગળ જવાની પ્રેરણા આપી શકે.
પ્રિયા આજે આદિવાસી સ્ત્રીને ભણાવવા જવાની હતી આનંદ પણ સાથે ગયો ,વ્યવસાયે ડૉ હતો માટે ત્યાં જઈ લોકોને સ્વાસ્થય વિષે સજાગ કરતો ,હોસ્પીટલમાં અચાનક એક સ્ત્રી આવી પ્રસ્તુતિની વેદના સાથે અને પ્રસ્તુતિ થઇ, બાળકી જન્મી પરંતુ માં ન બચી. આ નવજાત બાળકને એક પછાત આદિવાસી સ્ત્રીએ પોતાના બાળક સાથે બીજી છાતીએ સ્તનપાન કરવાતા જોઈ પ્રિયાનું માતૃત્વ જાગી ઉઠ્યું, આનંદે બાળકી પ્રિયાના ખોળામાં મુકી.
અને આજે વીસ વર્ષ પછી પ્રિયાને પછાત આદિવાસી બાળકીએ એક સંપૂર્ણ સ્ત્રી – માં બનાવી.
માઈક્રોફિક્શન વાર્તા-(76)ડ્રામાં ક્વીન-અર્ચના શાહ
ઘણું ભણેલા અનિલને એમની પત્ની નીલા વધુ પડતી અભણ,ભાવુક લાગતી એમની સતત ફરિયાદ હતી કે નીલા વધારે પડતી લાગણીવેડા કરે છે. અનિલને દિવસમાં દસ વાર ફોન કરતી, ફોન ન લાગે તો મેસેજ કરે એકાદ વાર પણ જો મેસેજનો જવાબ ન આવે તો તે ઓફિસે પણ પહોંચી જતી તેના આવા સતત વર્તનથી અનિલ કંટાળી ગયો હતો ,ક્યારેક નીલાને સમજાવતા કે આવા ભાવુક થઇ ને વિચારવું અને જીવવું એ વેવલાવેડા છે, જિંદગી એ આગળ વધવાનું નામ છે. નીલા એક સરળ સ્ત્રીની જેમ એમની ટીકા સાથે સહમત થતી અને કહેતી કે હું તમારી વાત સમજુ છું ને સુધારવાની કોશિશ કરી રહી છું. પરંતુ પચ્ચીસવર્ષ પછી પણ નીલા સુધરી હોય તેવું ન લાગતું
હવે તો અનિલને તેની સાથે ગુંગળામણ થતી..માટે જ સ્વતંત્ર મિજાજની સ્ત્રી સ્વાતી ગમતી,મનમાં વિચારતો કે નીલાને સ્વાતિની ખબર પડશે તો શું કરશે ? કોઈ આડુંઅવડું પગલું તો નહિ લે ને ?શાંતિ થી સમજાવી પડશે.હવે ડ્રામાં ક્વીનથી ડરી ને નથી રહેવું, આઘાત તો લાગશે જ અને ખુબ રોવા–ધોવાનું કરશે અને દૂખી થશે,પણ આજે હિંમત કરી કહેવું જ પડશે.
ત્યાં નીલા રસોડામાંથી આવીને ટેબલ ઉપર ચાહનો કપ અને બિસ્કીટ મુક્યા. અનિલએ કહ્યું કે નીલા બેસ, મારે થોડી વાત કરવી છે અને ગળું ખંખેરી કહ્યું કે મારે છુટા થવું છે. સ્વાતી અને હું, એકબીજા ને ખુબ ચાહિયે અમારા વિચારો સરખા છે અમે સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. અનિલને ખબર હતી નીલા ખુબ રડશે એટલે પાણીનો ગ્લાસ ભરી અને રૂમાલ તૈયાર રાખ્યા.
નીલાએ ચાહનો કપ ઉપાડ્યો ને રસોડાની સિન્કમાં ઢોળી નાખ્યો. ધીરે રહી ને બોલી , “તો… હવે આગળ શું? જિંદગી એ આગળ વધવાનું નામ છે ને ?,
માયકોફ્રીક્સ્ન વાર્તા (75)કોણ કોને શીખવાડે….. દર્શના વારિયા નાડકર્ણી
મારા 7 વર્ષના દીકરાએ બીજી વખત પૂછ્યું, “હવે કેટલું દુર જવાનું છે” ત્યાં સુધી મેં તેના પ્રશ્નો નો જવાબ ન આપ્યો. પણ ત્રીજી વખત સવાલ પૂછ્યો ત્યારે મેં કહ્યું, “ભૈલા, સાહિત્ય અને કવિતા ની ચોપડી ઉપાડ અને કવિતા ગોખવાની છે તે ગોખી લે ત્યાં સુધીમાં પંહોચી જઈશું. ચોપડી ઉપાડીને ખોલ્યા વગર બારી માં થી બહાર જોતા મનોમન તે બોલ્યો “કવિતા તો હું ગોખી લઈશ પણ મારા કુટુંબ નું શું કરું? મારા સિવાય કોઈને ગણિત ની સમજ નથી. મારી મમ્મી ને કેટલા માઈલ જવાનું છે તે જવાબ આપવાનો હતો તેને બદલે કવિતા ગોખવા બેસાડે છે”.
દર્શના વારિયા નાડકર્ણી
https://darshanavnadkarni.wordpress.com
માઈક્રોફીક્ષન-(74)-પી. કે. દાવડા
માઈક્રોફીક્ષન
મારૂં એક ગુજરાતિ ઈ-ગ્રુપ છે. મેં એમને દરખાસ્ત મૂકી કે અમે Bay Area ના લોકો માઈક્રોફીક્ષન વાર્તાઓ લખીએ છીએ. તમે લોકો લેખન કાર્યમાં વધારે અનુભવિ છો, તો થોડું માર્ગદર્શન આપો. જવાબમાં પ્રવીણ શાસ્ત્રીએ લખ્યું,
“એક રાજા હતો, એણે પોતાનું રાજપાઠ પ્રધાનને સોંપી દીધું અને પોતે પ્રધાન બની ગયો, અને પછી એક દિવસ ધનના ઢગલા ઉપર મરી ગયો.” અને મને પૂછ્યું કેવી લાગી મારી માઈક્રોફીક્ષન?
થોડીવારમાં જ સુરેશ જાનીનો ઈ-મેઈલ આવ્યો, “હમ બી ડીચ. મારી માઈક્રોફીક્ષન પણ વાંચો. એક ગરીબ માણસ હતો, એનો બંગલો પણ ગરીબ હતો, એનું ટી.વી. પણ ગરીબ હતું, એનું ફ્રીજ પણ ગરીબ હતું, એ ગરીબાઈને લીધે ફાઈવસ્ટારમાં જ જમતો.” અને પૂછ્યું કેવી લાગી?
કનક રાવલે કહ્યું, “માઈક્રોફીક્ષન માટે ગુજરાતી શબ્દ શું હોઈ શકે? વિજ્ઞાનમાં તો માઈક્રો એટલે દસલાખમો ભાગ. અને અંગ્રેજી સાહિત્યમાં એનો અર્થ સૂક્ષ્મ થાય છે. આપણે એને ઝીણીવાર્તા કહી શકીએ?”
જુગલકિશોરભાઈ એ કહ્યું, “એમ ગમે તે વ્યક્તિ ગમે તે શબ્દને ચલણમાં ન મૂકી શકે. હજીસુધી નવલિકા, લઘુકથા, ટુંકીવાર્તા વગેરેમાંથી પણ એકમતે કોઈ શબ્દને માન્યતા ક્યાં મળી છે?”
શરદ શાહઃ “આ ચર્ચામાં મારૂં કામ નહિં. હું તો રોટલા ખાઉં, ટપટપ ઘણવાનું મારૂં કામ નહિં”.
પ્રવીનકાન્ત શાસ્ત્રીને લાગ્યું કે એણે શરૂ કરેલી વાતે મોટા ગજાના લોકો વચ્ચે વાદ વિવાદ શરૂ કરી દીધો છે, એટલે મને પુછ્યું, “હવે?”
મેં કહ્યું “ફીકર નહિં. હું એક ઈ-મેઈલ મોકલું છું.”
અને મેં ઈ-મેઈલમાં લખ્યું, “મૂકોને માથાકૂટ! Whos fathers what goes?” અને ચર્ચા બંધ થઈ ગઈ.
-પી. કે. દાવડા
માયકોફ્રીક્સ્ન વાર્તા (71)“પરિવર્તન”-
અરે શીલા તું તો સાવ બદલાઇ ગઈ ને શું?
હા ભાભી તમારા જેવા જેઠાણી હોય ખરેખર તમે મને દેવી ભાગવત લાવી આપ્યું હતું ને ,ધીમે ધીમે હું વાચતા શીખી એમ કહો કે મારુ નસીબનું પાંદડું ફરી ગયું.હવે તો હિસાબ કરતા પણ. અને બહુ સરસ હવે એક કામ કર.જો તારો આવાજ બહુજ સરસ છે તું ગાવાનું શીખી જા.એને થોડો કેળવવાની જરૂર છે.તારી પાસે તારો મધુરો અવાજ છે સ્વાદિષ્ટ રસોઈ બનાવી બધાને જમાડે .હા,એક કામ દીકરા વહુને રાજી ખુશી થી જુદા રહેવાની પરવાનગી આપી તે ઉત્તમ કામ કર્યું છે.તમને જુદા કરવામા તારી બન્ને દીકરી અને મારી સમ્મતી હતી તેથી જ ધવલે તારી સામે જુદા રહેવાનો પ્રસ્તાવ મુક્યો હતો.
પરણીને હું આવી ત્યારે હું સાવ ગમાર અલ્લડ હતી, તમે મારું જીવન સુધાર્યું.
સારા થવું કે ખરાબ એમાં માણસ પોતે જ જવાબદાર છે. તે પતિ પત્ની વ્ચ્ચે કોઈ પ્રોબ્લેમ નોતો .માં બાપને કે પત્નીને કોઈને અલગ કરવા નોતો માંગતો ધવલ મનમાં મુઝાતો હતો.છુટા છેડાનો વિચાર અમૃતાએ બદલ્યો.જુદા રહેવાથી બન્નેને પોતાની ભૂલોનો એફ્સાસ થશે વિચારવાનો મોકો મળશે ને વખત જતા આપણે પાછા એક થઇ જઈશું.તેમનું બધું ધ્યાન આપણે રાખશું. અમૃતાએ બન્ને ઘરની જવાબદારી લીધી.કોમ્પ્યુટર એન્જીનીયર હતી કમ્પનીમાં સારી પોસ્ટ પર હતી.ડૂબતા વહાણને તારી લીધું.સંયુક્ત કુટુંબમાં વડીલો બાળકો પરણી જાય તો પણ તેમને નાના જ સમજે છે.
ભાભી એક વાત સાંભળી લો તમને ખુબ આનંદ થશે.અમૃતા પાસે ગાડી છે તો અમને બન્નેને રાજુલના ગણપતિના દર્શન કરવા લઇ ગઈ હતી.અમને જમવા બોલાવ્યા હતા.રસ રોટલી જમાડ્યા હતા.
મમ્મી મને બેપડી રોટલી નથી આવડતી.
કઈ નહિ, સાદી રોટલી ચાલશે ને અમે બધા સાથે જમ્યા.
આનંદો આનંદો
પદમા-કાન
**********************************************************
માય્ક્રોફ્રીક્સન વાર્તા “તૂટતા પહેલા”
તૂટતાં પહેલા વળી જાશો
વળતા પહેલા જરૂર વિચારશો
વિચારોમાં ના અટવાઈ જાશો
એક ચરણ આગળ મુકશો
ધૈર્ય ને શ્ર્દ્ધધા મનમાં ધરશો
મોકળો થઇ જાશે રસ્તો
રસ્તે જાતા કરશું વાતો
વાત વાતમાં કટી જાય રસ્તો
જીવન વીતી જાય રમતો રમતો
જોઉં તો સામે ?ઊભો ફિરસ્તો!
પદમા –કાન
************************************************************************
માયક્રોફ્રીક્સ્ન વાર્તા(72) પદમા –કાન
“ચમત્ત્કાર” સત્ય ઘટના
હલો ભામિની, જાત્રા કરીને આવી ગયા?કેવું રહ્યું?
હા માસી સાથે એક એવી ઘટના બની જે તમે સાંભળીને માની નહિ શકો આશ્ચર્ય સાથે આનંદ જરૂર થશે.મારી સાથે મારો ભત્રીજો નીખીલ,તેની પત્ની આરતી ને તેનો ચાર વર્ષનો બાબો.તમારા જમાઈ બીપીન હતા ત્યારે અમે દર વર્ષે બાવલા દર્શન કરવા જતા હતા. બાવલાથી દર્શન કરી પાછા ફરતા વચ્ચે ખેડ બ્રહ્મા માતાજી નું મંદિર આવે છે ગાડી ઊભી રાખી મંદિરમાં જઈ દર્શન કર્યા.થાળીમાં પ્રસાદ થોડો હોવાથી પાંચ જ દાણા સાકરીયાના લીધા.ત્યાંથી પાણી ભર્યું તો મનમાં થયું કે આપણે બહારથી પાણી ભર્યું હોત તો પૈસા લાગ્યા હોત તો એમ સમજીને દસની નોટ આપી તેણે પાંચ પાછા આપ્યા.
પ્રસાદ લઇ અમે બહાર આવ્યાં પણ આ શું?અમે આવ્યા ત્યારે કમ્પાઉન્ડમાં ઘણા બધા માણસો હતા ને બહાર આવ્યા તો આખા કમ્પાઉન્ડમાં ના કોઈ ગાડી કે નાના કોઈ માણસ! ગાડીમાં બેઠા ત્યાં તો એક માગવા વાળી બાઈ હાથ લંબાવીને દરવાજા પાસે ઊભી હતી.ગોરું બદન, સફેદ વસ્ત્રો,ચહેરા પર ઉંમર દેખાતી,છતા આ ઉંમરમાં આટલા વ્યવસ્થિત સજેલા!
આદિત્ય માટે નાના બિસ્કીટના પેકેટ હતા તેમાંથી એક પેકેટ સાથે એક સકારિયાનો દાણો આપ્યો.મારા હાથમાં પાંચનીનોટ હતી તે પણ આપી દીધી.દરવાજો ખોલીને બિસ્કીટ લેવા જતા જ બધાનું ધ્યાન ગયું હતું આટલા જાજરમાન! પાછા ફરીને જોયું તો?કોઈ ના મળે.ત્યારે અમને બધાને જ એમ થયું કે ખરેખર!શું માતાજી દર્શન આપી ગયા!
પદમા –કાન
*********************************************************************
માયક્રોફ્રીક્સ્ન વાર્તા(73) “રામનવમી”-પદમા –કાન
દાદાનું પ્રવચન સાંભળવા રાગીબેનના ત્યાં ગયા.પ્રવચન પૂરું થયું.દીકરી અમાનીનું ડ્રોઈંગ જોયું.ખુબ સરસ હતું.વળી ડાન્સિંગ ક્લાસમાં જાય છે.ત્યાં ગરબાના ક્લાસ્ પણ ચાલે છે.હું જાઉં છુ.તમારે આવવું છે?એ પછી એ બોલ્યા મારી દીકરી સાથે હું પણ કથક નૃત્ય શીખવા જાઉં છુ.
એક સેકન્ડ માટે “હે!” એમ અમારા મનમાં જરૂર થયું.એક પંચાવન વર્ષની મહિલા કથક નૃત્ય શીખવા જાય તે ખરેખર દાદ માગી લે,અભિનંદનને પાત્ર છે.ત્યાં તો રાકેશભાઈ હ્સ્તા હસતા આવ્યા,માસી મેં પણ ક્લાસ શરુ કર્યા
તમે! તમે કયા ક્લાસમાં!
માસી આ બે જણને સમય સર જમાડીને મોક્લવા મેં કુકિંગ ક્લાસ શરુ કર્યો છે.
અદ્ભૂત! કહેવું પડે “વાહ વાહ રામજી જોડી ક્યા બનાઈ”!
રામનવમી સફળ થઇ.રાકેશમાં રામ દીઠા!
હરેક ઘર આવું હોય તો?
પદમા-કાન
દાદાનું પ્રવચન સાંભળવા રાગીબેનના ત્યાં ગયા.પ્રવચન પૂરું થયું.દીકરી અમાનીનું ડ્રોઈંગ જોયું.ખુબ સરસ હતું.વળી ડાન્સિંગ ક્લાસમાં જાય છે.ત્યાં ગરબાના ક્લાસ્ પણ ચાલે છે.હું જાઉં છુ.તમારે આવવું છે?એ પછી એ બોલ્યા મારી દીકરી સાથે હું પણ કથક નૃત્ય શીખવા જાઉં છુ.
એક સેકન્ડ માટે “હે!” એમ અમારા મનમાં જરૂર થયું.એક પંચાવન વર્ષની મહિલા કથક નૃત્ય શીખવા જાય તે ખરેખર દાદ માગી લે,અભિનંદનને પાત્ર છે.ત્યાં તો રાકેશભાઈ હ્સ્તા હસતા આવ્યા,માસી મેં પણ ક્લાસ શરુ કર્યા
તમે! તમે કયા ક્લાસમાં!
માસી આ બે જણને સમય સર જમાડીને મોક્લવા મેં કુકિંગ ક્લાસ શરુ કર્યો છે.
અદ્ભૂત! કહેવું પડે “વાહ વાહ રામજી જોડી ક્યા બનાઈ”!
રામનવમી સફળ થઇ.રાકેશમાં રામ દીઠા!
હરેક ઘર આવું હોય તો?
પદમા-કાન
માઈક્રોફિક્શન વાર્તા સ્વરૂપ વિશે.. – જીજ્ઞેશ અધ્યારૂ
માઈક્રોફિક્શન વાર્તા સ્વરૂપ અંગ્રેજીમાં ખૂબ લાંબા સમયથી ચાલી આવતું, પ્રચલિત અને અનોખું સ્વરૂપ છે, અંગ્રેજીમાં તેને ફ્લેશ ફિક્શન પણ કહે છે.
વિકિપીડિયા મુજબ ખૂબ ટૂંકાણમાં વાર્તાકથનનો આગવો પ્રકાર છે માઈક્રોફિક્શન, પણ તેની લંબાઈ વિશે કોઈ સ્પષ્ટ અવધારણાઓ કે નિયમો પ્રચલિત નથી. મહદંશે ૩૦૦ શબ્દો સુધીની મર્યાદા ધરાવતી વાર્તાઓને અંગ્રેજી સાહિત્યમાં માઈક્રોફિક્શન ગણવામાં આવે છે. ચીનમાં તેને ‘સ્મોકીંગ લોંગ’ કહેવાય છે, મતલબ કે તમારી સિગારેટ પૂરી થાય એ પહેલા વાર્તા વંચાઈ જવી જોઈએ, વળી તેને ‘પામ સાઈઝ’ વાર્તા પણ કહેવાય છે. રૂઢીગત વાર્તા પ્રકારની જેમ અહીં પણ વાર્તાના એક કે તેથી વધુ તત્વો ઉપસ્થિત હોય જ છે, ચમત્કૃતિ, વાચકના મનને હલબલાવી મૂકે એવ અંત, ખૂબ ઓછા શબ્દોમાં ઘણુંબધું સમજી શકાય એવી વૈકલ્પિક વિવેચના વગેરે માઈક્રોફિક્શનના એક કે તેથી વધુ તત્વો હોઈ શકે.
અંગ્રેજીના પ્રખ્યાત માઈક્રોફિક્શન લેખક ડેવિડ ગેફની તેમની પોસ્ટમાં કહે છે, માઈક્રોફિક્શન વાર્તામાં તમને પાત્ર કે દ્રશ્ય ઉભું કરવાની જગ્યા મળવાની નથી, એકથી વધુ પાત્રોની, તેમના નામની કે તેમને વિકસાવવાની જરૂરત પણ અહીં ત્યારે જ પડે છે જો એ વાર્તાના મુખ્ય હેતુને બળ આપતા હોય, ઉપરાંત વાર્તાનો અંત તેના અંતિમ વાક્યમાં જ ન આવે, આખી વાર્તા ફક્ત અંત માટે જ ન લખાઈ હોય એનું પણ ધ્યાન રાખવુ જોઈએ કારણ કે અહીં તમે એવું ભયસ્થાન ઉભું કરો છો કે વાચક વાર્તા વાંચી રહે ત્યારે જ વાર્તા સાથે સેતુ સાધી અને તરત જ એ તોડી શકે છે, વાચક પ્રથમ શબ્દોથી જ વાર્તા સાથે સંકળાઈ જવો જોઈએ અને અંતિમ શબ્દ પછી એ વાર્તા સાથે નવેસરથી સંકળાવો જોઈએ.
જેને આપણે ક્લાઈમેક્સ કહીએ છીએ એ વાર્તાની પૂર્ણતાના બે વાક્યો પહેલા આવવો જોઈએ. આથી એ બાકી રહેલી લંબાઈ વાંચે ત્યારે વાર્તામાંના પાત્રએ લીધેલા નિર્ણય સાથે વાચક સંમત કે અસંમત થઈ શકે એવો સમય તેને મળે છે. અને વાર્તાનું અંતિમ વાક્ય એવું હોવું જોઈએ જે વાચકને એ વાર્તાપ્રવાહના શક્ય એવા અનેક વિકલ્પો તરફ વિચારતો કરી મૂકે અથવા એ વાક્ય પાત્રોએ લીધેલા નિર્ણય અથવા વાર્તાપ્રવાહ વિશે વાચકને ફરીથી વિચારતો કરી મૂકે અથવા વાર્તાને ફરીથી પહેલા શબ્દથી વાંચી એક નવો દ્રષ્ટિકોણ મેળવવામાં મદદ કરી શકે. એ અંતિમ વાક્ય આખીય માઈક્રોફિક્શનને વાચકના માનસમાં ગૂંજતી કરી શકે એવું હોવું જોઈએ.
માઈક્રોફિક્શન પોતે એક વાર્તા હોવા છતાં તેમાં એક નવલિકા બનવાની ક્ષમતા હોવી ઇચ્છનીય છે કારણ કે તો જ તમે લખેલી વાત તેના હાર્દને પામી શક્શે, આ માટે લંબાણથી લખવાની શરૂઆત કરી તેને ટૂંકાવતા જવું જોઈએ. આ વાર્તાપ્રકાર તમને પોતાને પોતાના સર્જન માટે એડીટર બનવાનો અવસર આપે છે.
શબ્દોની પસંદગી ફ્લેશફિક્શનનું સૌથી અગત્યનું પાસું છે. મહત્તમ જરૂરત ધરાવતા લઘુત્તમ શબ્દો એ મારા મતે ફ્લેશ ફિક્શનની અનૅટમિ છે. એક અતિશય નાના દોરા પર શબ્દોના મોતી મૂકીને માળા બનાવવાની છે. મોતી અગત્યના હોવા જોઈશે, ઓછા હોવા જોઈએ અને ખૂબ સરસ ગૂંથાયેલા હોવા જોઈએ.
માઈક્રોફિક્શનમાં જોવાયું છે કે તેનું મૂળભૂત હાર્દ વાચકને વાર્તાપ્રવાહ સાથે લઈ જતું હોય ત્યારે જે દિશામાં વાચક આગળ વિચારતો હોય તેનાથી વિપરીત દિશામાં જતું હોવું જોઈએ, સામાન્ય રીતે કલ્પી શકાય એ પ્રકારની ન હોવી જોઈએ. આમ કરવાથી એ વાચકને વાર્તામાં વધુ રસ લેતો કરી શક્શે.
અને આખરે… વાર્તાસર્જન માટે અનેક સલાહસૂચન હોઈ શકે, પણ દરેક સર્જન પોતાનામાં એક અનોખી ભાત લઈને અવતરે છે, એટલે મૂળભૂત સર્જનાત્મકતાને તોલે કોઈ બંધનો આવતા નથી. જાણો છો વિશ્વની સૌથી નાની માઈક્રોફિક્શન વાર્તા ફક્ત ૧૭ શબ્દોની છે? અને છતાંય એ અનેક સ્પંદનો જગાવી શકે છે?… એ વાર્તા છે ફ્રેડરીક બ્રાઉનની ‘નૉક’ જે ડિસેમ્બર ૧૯૪૮માં પ્રસિદ્ધ થઈ હતી… એ છે…
‘The last man on Earth sat alone in a room. There was a knock on the door.’
હવે થોમસ બ્રેડલી એડ્રીચની આ વાત જુઓ જેના આધારે ઉપરોક્ત વાત લખાઈ..
Imagine all human beings swept off the face of the earth, excepting one man. Imagine this man in some vast city, New York or London. Imagine him on the third or fourth day of his solitude sitting in a house and hearing a ring at the door-bell!
આમ સર્જનમાં ખૂબ સહેલું લાગતું હોવા છતાં ખૂબ વિચાર માંગી લે તેવું અને મુશ્કેલ વાર્તાસ્વરૂપ એટલે માઈક્રોફિક્શન… જે વર્ણન નવલકથામાં લખવા એક લેખક અનેક પાનાંઓ ભરી શકે તે અહીં અડધા વાક્યમાં સમાવવાનો ઉદ્દેશ હોય છે. લાંબુ લખવું એ એક વહેણની સાથે વહેતા રહેવા સમાન સર્જનપ્રકાર છે, જ્યારે માઈક્રોફિક્શન ધોધમાર વહેણની સામે પાળો બનાવી તેને સંગ્રહ કરવાની પ્રવૃત્તિ જેવો સર્જનપ્રકાર કહી શકાય. એક સિવિલ એન્જીનીયરને આમ પણ કયું બીજુ ઉદાહરણ યાદ આવે?
જે મુશ્કેલી છે એ જ માઈક્રોફિક્શનની ખાસીયત છે. અક્ષરનાદ પર અનેક મિત્રો આ સર્જનસ્વરૂપમાં હાથ અજમાવી ચૂક્યા છે અને અજમાવી રહ્યા છે. ગુજરાતી સામયિકોમાં કે અન્ય કોઈ પુસ્તકોમાં પણ (મને ખ્યાલ છે ત્યાં સુધી) માઈક્રોફિક્શન પ્રસિદ્ધ થઈ નથી. અને અક્ષરનાદ પર સતત આવતી નવી માઈક્રોફિક્શન, એ લખવા સતત ઉમેરાઈ રહેલા ઉત્સાહી નવા લેખકમિત્રો તથા માઈક્રોફિક્શનને મળતા સુંદર પ્રતિભાવો એ વાતની સાબિતી આપે છે કે આ સ્વરૂપ વાચકોને ખૂબ પસંદ આવ્યું છે. આમ માઈક્રોફિક્શનનું ભવિષ્ય ગુજરાતી ભાષા માટે પણ ઉજ્જવળ છે, ભલે એની શરૂઆત / પ્રસાર એક નાનકડી વેબસાઈટ દ્વારા થઈ હોય. અક્ષરનાદ માઈક્રોફિક્શનને લગતું એક અનોખું આયોજન લઈને થોડાક દિવસોમાં ઉપસ્થિત થશે.
આભાર – જીજ્ઞેશ અધ્યારૂ
રંગ વિહાર-દર્શના ભટ્ટ

Sent from my iPad

માયક્રોફિક્સન વાર્તા(70)બે સફરજનડૉ. ઇન્દુબહેન શાહ-
સીમા અને નીમા બન્ને સહેલી, અલક મલકની વાતો કરતા પાર્કમાં બાકડા પર બેઠા હતા,સામેના બાકડા પર એક બાળકી અને તેની મા આવીને બેઠા, મા દીકરી થાકેલા જણાતા હતા દીકરીએ કરાટેના પીળા બેલ્ટ સાથેના કપડા પહેરેલ હતા, મા ના બન્ને હાથમાં ગ્રોસરી બેગ હતી.માતાએ બેગ બાકડા પર મુકી કે તુરત દીકરીએ બેગમાંથી બે એપલ ઉપાડ્યા બાઇટ કરવા લાગી, માતા બોલી “એમી વન ફોર મી?” એમીએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું ને બીજા એપલને પણ બાઇટ કર્યું, અમે બન્નેએ આ જોયું નીમા બોલી “સીમા આ કેવું કહેવાય! અમેરિકામાં તો બધા છોકરાઓને નાનપણથી શેર કરવાનું શીખવવામાં આવે છે, આ છોકરી તો તેની મા સાથે પણ શેર નથી કરતી”.
“હા આપણે ત્યાં પણ બધાને ભાગ આપવાનું શીખવીએ જ છીએ”
એમીનો અવાજ સંભળાયો “મોમ યુ હેવ ધીસ, ધીસ વન ઇઝ સ્વીટર” અને જમણા હાથનું એપલ તેની મમ્મીના હાથમાં આપ્યું, મા દીકરી આનંદથી સફરજન આરોગવા લાગ્યા.
સીમા અને નીમા મૌન ઘર તરફ ચાલતા થયા.
ડૉ. ઇન્દુબહેન શાહ