જીવનની આ પળ અનમોલ .

જીવનની આ પળ અનમોલ

 મેં જયારે શબ્દોનું સર્જન બ્લોગ રચ્યો ત્યારે શબ્દ સૌથી તાકાતવર  હથિયાર છે .

એ વાત દ્રઢ થઈગઈ .
શબ્દો થી સર્જાતી રચના કોઈના પણ હ્રદય સુધી  પોચી શકે છે ..
શબ્દોના બે ભાગમાં વ્હેચીયે તો કલમ અને વાણી કહી શકાય ..

વાણી ની મર્યાદા કાન અને મો સુધી છે .
જયારે કલમ બધે જ પહોચી જાય છે ..
એવી જ કલમે થી રચાયેલી એક સુંદર સ્તવનની રચના મને પર્યુષણ પર્વની શુભ કામના સાથે કોઈએ મોકલી, જે  મને જગાડી ગઈ ..
શબ્દો જયારે બોલાય નહિ ત્યારે પણ તાકાતવાન હોય છે એ વાત ની પ્રતીતિ થઇ ..
અને જેમ જેમ હું એના  શબ્દો ની ગહેરાઈ ને પામતી  ગઈ તેમ તેમ નિશબ્દ  બની  ગઈ .
પ્રભુ ને પામવાના રસ્તામાં ભક્તિમાર્ગ ને સરળ અને શ્રેષ્ઠ કહ્યો છે . અને માટે જ આજે આપણે પણ પર્યુષણ પર્વમાં ભક્તિ માર્ગે આત્મને જગાડ્શું ..
આ કોની લખેલી રચના છે એ મને ખબર નથી .પરંતુ મારા આત્માને જંજોડે છે માટે શ્રેષ્ઠ છે .

જીવનની આ પળ અનમોલ .
તારા અંતર પટ્ટને ખોલ .
એકવાર તો  પ્રેમેથી બોલ
મહાવીર પ્રભુ ,મહાવીર પ્રભુ .

ઈશ્વેર કેરી આ માયાને તું પોતાની મને છે .
તારા દિલમાં જામેલી ,એ ભ્રાંતિ તુજને  બાંધે છે .
ભલે કમાઈ લે લાખ કરોડ ખોટી તારી દોડાદોડ
                                     એકવાર તો પ્રેમેથી બોલ …..
ઘર મારાથી  ના છુટે ,એ ખોટું તારું બહાનું છે .
બાપ દાદા જ્યાં વસી ગયા ,આ એક મુસાફિર ખાનું છે .
રાગદ્વેષ ના બંધન છોડ ,પુણ્ય તણું તું ભાતું તું જોડ.
                                        એકવાર તો પ્રેમેથી બોલ ……
ભૂલ થયેલી  સુધારી લે ,એ જ ખરો આદિ માનવ  છે .
હારી બાજી જીતી  લે  એમાં તારું ડાહપણ છે .
આપી આવ્યો તું પ્રભુ ને કોલ ,ભક્તિરસ માં હૈયું જબોળ .
                                           એકવાર તો પ્રેમેથી બોલ …..


 આ રચના વાંચતા જશો તેમ  તમારા થી કૈંક ખરતું હોય તેવો અહેસાસ છે ..
જે વાત જૈનધર્મમાં કહી છે .detach 

આત્માને શારિર થી છૂટો પાડવો .
પણ કહી રીતે ?
તો જવાબ છે કે ..

ઈશ્વેર કેરી આ માયાને તું પોતાની મને છે .તારા દિલમાં જામેલી ,એ ભ્રાંતિ તુજને  બાંધે છે
માત્ર આ ભ્રાંતિ માંથી બહાર આવવાનું છે ..પોતાપણાના ભાવ માંથી બહાર આવવાનું છે. .
જે રાગદ્વેષ ના બંધન માંથી  આપણ ને મુક્ત કરશે .
અંતે સરસ વાત છે કે…ભૂલ થયેલી  સુધારી લે ,એ જ ખરો આદિ માનવ  છે .હારી બાજી જીતી  લે  એમાં તારું ડાહપણ છે .
જાગ્યા ત્યારથી સવાર
આત્મ જાગૃતિનું મહાપર્વ આ અવસર આવ્યો છે  તો એને ચૂકીશ નહિ ..

આત્મશુદ્ધિનું પર્વ પર્યુષણ

મિત્રો……. .

જય જીનેન્દ્ર

જૈનોના મહાનપર્વ પયુર્ષણ પર્વનો આજથી પ્રારંભ થઈ રહયો છે.

આત્મ જાગૃતિનું મહાપર્વ..પર્યુષણ જૈનોનું મહાપર્વ છે.આ પર્વની શરૂઆત શ્રાવણ વદ બારસના દિવસે થાય છે અને ભાદરવા સુદ ચોથના દિવસે તે પૂર્ણ થાય છે. .પર્યુષણ પર્વના દિવસો એટલે..

મનની શુદ્ધિ, કાયાની શુદ્ધિ અને આત્મશુદ્ધિના દિવસો છે.

ચંદ્રને આંગણે ઊતરતો માનવી વિજ્ઞાનને સિદ્ધ કરી શકયો છે,

પણ પોતાની આંતરિક અશાંતિ અને વિષાદનો ઉપાય એ નથી કરી શકયો.સ્થૂળ સંપત્તિ અને સાધનોને એ પામ્યો છે, પણ અંતર ખાલી અને શુષ્ક પડયું છે….પર્યુષણના આ પાવન અવસરે આપણૅ

તપશ્ચર્યા દ્વારા અને સેવા પુજા તથા પ્રભુના રંગમા રંગાઇને

આપણા તીર્થંકર પરમાત્મા નુ જિવન ચરિત્ર નુ વાંચન સાંભળી ને આપણુ જીવન તો જિવદયાપુર્ણ બનાવવાની કોશીશ કરી રહ્યા છીય..ત્યારે મેઘલતા બેન  મેહતા ની એક સુંદર રચના લાવી છું .. જેમાં એક સામાન્ય માનવીની વાત થી સારું થઇ મોક્ષ માર્ગની વાત કરી છે .. અને બધાથી પર એક વાત સુંદર  રીતે કરી છે કે ..

અમે તો સંસારી ..પરન્તું જો કોઈ માર્ગ દેખાડનાર ગુરુ મળે તો કાન આમળી ને પણ આપણી સાન ઠેકાણે લઈ આવે .અને એમની છેલ્લી લાઇન નો અર્થ આમ સુંદર  રીતે નીકળે છે કે ...

આત્મ ઓંર પરમાત્મા અલગ રહે બહું કાલ ,સુંદર મેલા કર દિયા સદગુરૂ મિલા દલાલ

જો સાચા ગુરુ મળે તો બેડો પર થઇ જાય .

તો મિત્રો તો તમારા આત્માને જગાડવાનો  અવસર આવ્યો છે .

તો ચાલો મેઘલતામાસીની આ કવિતા દ્વારા જાગી જઈએ..


અમે તો સંસારી


અમે તો સંસારી સંતાન . અમારી નહીં કંઈ પહેચાન ,

અમે તો  ખાધે પીધે  મસ્તાન ,અમને બીજું કશું નહીં ભાન    -અમે ….

જન્મ્યા હતાં સતજીવન માટે ,પણ જીવ્યા ફરી જન્મવા માટે ,

મોક્ષ માર્ગ ઓ ભૂલાઈ ગયો ને ભુસાઈ ગઈ એ કેડી             -અમે ….

પ્રભુ પાઠવ્યાં ભણવા માટે ,ભણી ગણી સુધારવા માટે ,

ભવમાં અમે તો ભટકી ગયાં, ને રહ્યું દિશાનું ન ભાન            -અમે ….

લેશન તો કંઈ કર્યું નહી , ને પરીક્ષામાં  તો નાપાસ ,

ફરી નિશાળે દાખલ થયાં તોય ભણવામાં ન ધ્યાન           -અમે …..

ગુરુજીએ  પ્રેમે કાન આમળ્યો, ને આવી ઢેકાણે સાન

પ્રેમ નીતરતાં નયનો દ્વારા ,જગાડી દીધું ભાન                  -અમે …..

……….મેઘલતાબેન  મેહતા…….

આ કવિતા જેમ વાંચતી ગઈ તો જાણે મારી જ વાત એમણે આલેખી હોય તેમ લાગ્યું …

કે મને જૈન કુળ મળ્યું,સતજીવન જીવવાનો મોકો પ્રભુ એ આપ્યો ત્યારે મારાથી મોક્ષ માર્ગ કેમ ભુલાઈ ગયો ….

જન્મ્યા હતાં સતજીવન માટે ,પણ જીવ્યા ફરી જન્મવા માટે ,

મોક્ષ માર્ગ ઓ ભૂલાઈ ગયો ને ભુસાઈ ગઈ એ કેડી

બીજી સુંદર વાત એ છે કે માનવી ૭૫ વર્ષે પણ પ્રભુ પાસે તો બાળક છે..માટે માસીએ કવિતામાં નાના બાળક જેવી રીતે સત્ય ને આલેખ્યું છે.

લેશન તો કંઈ કર્યું નહી , ને પરીક્ષામાં  તો નાપાસ ,

ફરી નિશાળે દાખલ થયાં તોય ભણવામાં ન ધ્યાન…

તો મિત્રો પ્રભુ પાસે નાના બાળક ની જેમ આ પર્વમાં બેસી જઇ આપણાં આત્માને પામીએ .

ભૂલ થયેલી સુધારી લઈએ  એમાંજ આપણું ડાહપણ છે.

સરગમનાં સૂરોમાં તણાઈ

મિત્રો આજે તમારો પરિચય આપણા નવા મિત્ર  કુન્તાબેન   સાથે કરાવીશ .


કુન્તાબેન શાહ આપનું બ્લોગ જગતમાં ભાવ ભર્યુ અને સ્નેહ નીતરતું સ્વાગત્.

આમતો મારે    કુન્તામાંસીનો  પરિચય આપવાની જરૂર નથી  કારણ અએમની કવિતા એજ એમનો પરિચય છે ..એમના શબ્દોમાં કહું તો …. . જયારે મારી સંગીત શીખવાની કોશિશ એ પરાકાશ્ટાએ પહોંચશે, સહજ જ રચનાઓ સરતી થશે અને નિયમ બધ્ધ થશે ત્યારે  એ મારા કૂળદેવને સમર્પ્ણ કરવાની મારી યોગ્યતા થશે..
રાગ અને શબ્દો વચ્ચે ઝુલતાં હૈયાની આ સંવેદના,સંગીત  પ્રેમથી પર થઇને પ્રભુનું શરણ ઝંખે છે એ આખો યે ભાવ સરસ  રીતે કવિતામાં આલેખવાની કોશિશ કરી છે .

આ એમની પ્રથમ કોશિશ છે.

..પરંતુ મિત્રો તમે જાણો છે તેમ સીનિઅર સિટિઝન ને પ્રેરણા આપવા તેમના જીવનના વિવિધ પાસાઓને સ્પર્શતા તેમના  અનુભવો ને   અભિવ્યક્તિ આપવા , તેમજ  તેમની માતૃભાષાની ચાહતને વ્યક્ત કરવા તથા ભાષાને તેના મહત્તમ ચાહકો સુધી પહોંચાડવાનો.  અમારો આ બ્લોગ દ્વારા  એક નમ્ર પ્રયત્ન છે..તો કુન્તાબેન ની કવિતા વાંચી અભિપ્રાય જરૂર આપજો ..

સરગમનાં સૂરોમાં તણાઈ,
ધડકનના લયમાં વણાઈ
,
અચાનક સર્જાયુ શબ્દોનુ નર્તન.

કરું એ શ્રી કૄષ્ણને પદપંકજે અર્પણ.
 જ્યારે,
 શબ્દો ઝરણાંની જેમ રમતા થશે,
ભલેને આડા અવળા થઇ વહે, પણ
એનાં સરગમ ભૈરવીમાં તલ્લીન થશે,
અને ધબકારા લયમાં વિલીન થશે
,
ત્યારે, 

મારું મૂક તાંડવ,
હર હર મહાદેવને ચરણે હશે.
 

…………….કુન્તાબેન શાહ…………….

રક્ષાબંધન -પદમાબેન કનુભાઈ શાહ

                                      આજે રક્ષાબંધનની કવિતા મોક્લુછું.

                                          રક્ષાબંધન

શ્રાવણ સુદ  પૂર્ણિમાનો દિવસ એજ રક્ષાબંધન પર્વ. દરિયાના પ્રચંડ મોજા ઉછળતા હોય, સુસવાટા ભર્યો ઠંડો પવન ફૂકાતો હોય, વિજળી ઝબકારા મારતી હોય,વાદળના ગડગડાટ થતા હોય અને બેન એના લાડકવાયા ભાઈની રાહ જોતી હોયમારો ભાઈ ક્યારે આવશે??  મારા ભાઈના હાથે સુંદર રાખડી બાંધુ, એને મીઠાઈ જમાડુ અને અંત:કરણ પૂર્વક આશીર્વાદ આપુ. પ્રભુને પ્રાર્થના કરૂ કે એને સર્વ સુખ, સંપત્તિ ને દીર્ઘાયુ આપો. ભાઈ અને બેન બંનેનો સંસાર સુખમાં રહે, આનંદમાં રહે.આમ રક્ષાબંધન પર્વ ખૂબ ઉમંગ અને સ્નેહથી ઉજવાય છે.

જીવનની ગમે તેવી મુશ્કેલીમાં ભાઈ બેન એક બીજાને સદાય સહાય કરવા તત્પર રહી ફરજ બજાવાનું ક્યારેય ચૂકતા નથી. લાગણી અને સ્નેહભર્યો આ તહેવાર ભારતમાં ખૂબજ ઉત્સાહથી ઉજવાય છે. રક્ષાબંધનનો પર્વ આવે તે પહેલા મહિના બેમહિના અગાઉ સુંદર ડીઝાઇનની રંગ બેરંગી જુદી જુદી રાખડીઓ બઝારમાં વેચાય છે.

બ્રાહ્મણો આ દિવસે યજ્ઞોપવિત એટલે કે જનોઈ બદલે છે. ગાયત્રી માતાનું પૂજન કરે છે ને સૂર્ય ઉપાસના કરે છે.
માછીમાર ઢીમર કોમના લોકો ધંધા માટે તેમની નાવને શણગારીને દરિયામા વહાણવટાથી પરદેશ જવા રવાના થાય છે . આ દિવસને તેઓ ઘણો શુકનવંતો ગણે છે.

મહાભારતનો યાદગાર અને અતિ અદ્દભૂત પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ. શ્રી કૃષ્ણ દ્રૌપદીને પોતાની બેન માનતા હતા. જયારે દુષ્ટ  દુ:ષાશન ભરી સભામાં દ્રૌપદીને બળપૂર્વક ખેંચી લાવ્યો અને હારેલા પાંડવોની પત્ની ગણી તેનું પહેરેલુ ચીર — વસ્ત્ર ખેંચવા લાગ્યો ત્યારે નિ:સહાય દ્રૌપદી શ્રી કૃષ્ણને પોકારવા લાગી, હે કૃષ્ણ!! મારી લાજ બચાવો, હું એક અબળા નિ:સહાય છું ત્યારે શ્રી કૃષ્ણએ બેન દ્રૌપદીના અદ્દદૃશ્ય ને  અદ્દભૂત  રીતે ૯૯૯ ચીર પૂર્યા. દુ:ષાશન વસ્ત્રો ખેંચીને થાક્યો અને પસીને રેબઝેબ થઇ ગયો. આ પ્રસંગ ભાઈ અને બેનના નિ:સ્વાર્થ સ્નેહનું ભવ્ય ઉદાહરણ છે.   

 

 

રક્ષાબંધન

ભારતની આ ભવ્ય ભૂમિનો ભાવ ભર્યો તહેવાર
ભાઈબેન નિ:સ્વાર્થ સ્નેહથી ઉજવે આ પર્વ રસાળ
રંગબેરંગી હીરા મોતી રેશમની રક્ષા ભાઈને બાંધે હાથ
બંને પ્રાર્થે એકબીજાનો સુખી રહે સ્નેહભર્યો સંસાર
સુખદુ:ખના સમયે જીવનમાં એકમેકની રાખે સૌ સંભાળ
જીવન ચક્ર સદાયે ફરતુ છતાંય અખંડ પ્રેમ રહે સ્નેહાળ
કુદરતનો ક્રમ ચાલે જગમાં ચડતી પડતી સદા બદલાય
એકબીજાના હેત હૈયામાં સદાય જીવન  ભર ઘૂંટાય
લોહીની સગાઇ ભાઈ બેનના રગરગમાં રહેશે છવાઈ
અપૂર્વ સ્નેહ સ્પંદન હૈયે અવિરત મહિમા રહેશે સ્થાઈ

મહાભારતમાં બેનદ્રૌપદીએ શ્રીકૃષ્ણની લોહી નીતરતી આંગળીએ
પાલવ ફાડીને પાટો બાંધ્યો સ્નેહથી શ્રી કૃષ્ણની આંગળીએ
જ્યાં અષ્ટ પટરાણીઓ દોડી મહેલમાં લેવા ચિંદરડી પાટા માટે
જયારે ભરી સભામાં દુષ્ટ દુ:શાસને ચીર ખેંચ્યા ભાભી દ્રૌપદીના
આર્તનાદ સુણી શ્રી કૃષ્ણએ પૂર્યા ૯૯૯ ચીર રોતી બેન દૌપદીના
સ્નેહાંકિત સગાઇ બેન ભાઈની ચિરંજીવ રહેશે યુગ યુગ આ જગમાં

પદમાબેન કનુભાઈ શાહ

મારી વ્હાલી દીકરી

મિત્રો
પદ્માબેને  સુંદર  કવિતા મોકલી છે . દીકરીની કવિતામાં માત્ર મોરો કે પદ્મામાસીની ભાવના  નથી  આ કવિતામાં  દેરેક માં  નો અહેસાસ છે.. તો માણો અને તમારા વિચાર પણ દર્શાવો .

મારી  વ્હાલી  દીકરી

મારા જીવન બાગનું સુંદર ફૂલ ,  સુવાસિત સુગંધે શોભે અમૂલ
ડાહી સુશીલ આનંદી પ્રવિણ,  કોમળ કળી શી નિરખું નિશદિન
ઓ! વ્હાલી દીકરી મારી,  હું ચાહું કુશળતા તારી
સાંભળે સ્મરણોની હારમાળા, ભીંજે હૃદય ને શ્વાસ હુંફાળા
છે નાના નાના એના હાથ, સંપીને રહેતી સૌની સાથ
શ્યામ વરણ તેજીલી આંખ, ગૌરવવંતુ નમણું નાક
ધનુષ્ય જેવા ઘાટીલા હોઠ, વિવેક વાણી વખાણે લોક
એને ગમતા નાના બાળ, ભાઈની લેતી પ્રેમે સંભાળ
કાળી કીકીઓથી શોભે એ, ફૂડકપટ ના રાખે એ
ગરબા ઘુમવા ખૂબ ગમતા, તક મળતા હોંશે ઝીલતા

દાદ દાદીની લાડકડી, વડીલોની  શિખામણ સાંભળતી
ખામોશીમાં જોતી ગુણ, નવ બોલ્યામાં માને નવગુણ
સેવા સુશ્રુષા છે એની કળા, સઘળા જન પર એને દયા
સંતોષ મોટો છે એનો ધર્મ, જોયો એમાં જીવનનો મર્મ
કળાથી શોભે એનું ઘર, સાસરિયા કરતા એની કદર
સમાઈ શ્વસુર પરિવારમાં એ, દૂધમાં સાકર ભળેતેમ રહે
કરમાં કંકણ ને બિંદી ભાલે, ચુંદડી પહેરી એ  હોંશે ચાલે
ઉપકારો ના કદીયે ભૂલતી,સ્વજનોના કામ દિલથી કરતી

ચૈત્રી સુદ એકમ હું કરું યાદ, જન્મદિનના હાર્દિક આશીર્વાદ

                પદ્માબેન કનુભાઈ શાહ

દીકરી..

ઘણા દિવસો પછી હું તમને મળી  મિત્રો

 કાવ્યસર્જન માટે કયો વિષય મુકવો એ મને સુઝતું જ ન્હોતું… શરુ કયાંથી કરું … ભૂલું….(.ભૂમિકા.)..દીકરીને ને વળાવી ..જાણે ઘર સુનું થઇ ગયું .અને પછી મને થયું કે વાહ, આ તો મને કેવો સરસ વિષય મળી ગયો આજના કવિતાસર્જન માટેનો…!!

 દીકરી..

 એ બહાને મારી દીકરીને  યાદ કરીશ તો આ સુનું થઇ ગયેલું આગણું  ચેહ્કી ઉઠશે .. 

હું શરુઆત શું  કરું?? મેં મારા પતિને પૂછયું તો કહે  

દીકરી એટલે દીકરી એટલે… બસ દીકરી !!! 

… તો વાચો મારા હૃદયને ખૂબ જ   સ્પર્શતી  વાત …

મારા ઘરની લાડલી દીકરી ને મેં વળાવી ..
સોંપી દીધી  તને 
મેં   બીજાના હાથે 
 ને સૂનો  પડ્યો છે તારી માડીનો  માંડવડો .
હૃદય રડે  પણ આનંદ સાથે
પૈડું સીંચતા
પલળી રહી છે આંખો
પૈડાની સાથે .
જાન ગઈ
 પણ જાણે..
જાન લઈ ગઈ  સાથે
સોહાગી કંકુ સેંથામાં,
કંકણ શોભે હાથે
સાસુ ઉભી છે ..
તને આવકારવાને
સૌ કુટુંબીઓની  સાથે 
તું ભૂલું માંથી બની ભૂમિકા
ને પાત્ર તારું બદલાયું..
મંગળ ફેર સાથે ..
પણ બેટા મારા માટે..
ભૂલી, ભૂલું  ,ભુલકું..
બધું જ તું  એક સાથે

માં બાપના  ના આશીર્વાદ
હમેશાં તમારી સાથે