શેક્સપીયરની જણાવ્યું હતું કે, સંક્ષેપ એ સમજશક્તિનો આત્મા છે.” “માઇક્રોફિક્શન વાર્તા દરેક વ્યક્તિએ લખવી અને વાંચવી જોઈએ.”
એક નવલકથા થાડી થી ભરપુર જમણ છે તો માઇક્રોફિક્શન વાર્તા એક સત્વથી ભરપુર સેન્ડવીચ કહી શકાય એક નાના પેકેટમાં મોટો સ્વાદ અથવા છોટા પેકેટમાં બડા ધમાકા કહી શકાય એક લેખક તરીકે માઇક્રોફિક્શનમાં શું છે?તે જાણવું ખુબ જરૂરી છે તેટલુંજ શું નથી તે જાણવું આવશ્યક છે અને શું બિનજરૂરી છે અને શું જરૂરી છે એ જાણ્યા પછી જ તમારી તીવ્રતા જ કુશળતાપુરવાર થાય છે
તમે એક વાર્તામાં વાત ઓછી કહેવી જરૂરી નથી તેમજ વાર્તાનો સારાંશ જરૂર નથી.બહુ જ ઓછા શબ્દોમાં ઘણું કહેવાનું છે માઈક્રોફિક્શન ની મજા છે,ધારદાર, અસરદાર લખાણ ,ખૂબ કાળજીપૂર્વક, શબ્દ અને શબ્દસમૂહની પસંદગીઓ કરી આબેહૂબ ચિત્રો ઉભું કરું કરવુ જરૂરી છે આ કુશળતા આવશે જયારે પ્રયત્ન કરશો ,બેઠકમાં આપણે અનેક પ્રયોગો દ્વારા વાંચવાની અને લખવાની સર્જકોની ક્ષમતા ને વધારવાની છે. માટે આ મહિનાનો વિષય માઇક્રોફિક્શન વાર્તા આપી છે. વિષય અઘરો જરૂર છે પણ અશકય નથી,તો ચાલો જોઈએ નિયમો.
- વાર્તા 250 શબ્દોથી વધુ ન હોવી જોઈએ,એથી ઓછા શબ્દો સ્વીકાર્ય છે
- વાર્તા મૌલિક હોવી જઈએ
- એક થી વધુ વાર્તા લખી શકાય
- વાર્તા અપ્રગટ હોવી જરૂરી છે.
- વાર્તા PDF માં ન મોકલવી
- વાર્તામાં લંબાઈ ધ્યાનમાં રાખવી ,
- અને અસરકારકતા વાર્તામાં દેખાવા જોઈએ
દાવડા સાહેબે આપેલી સમજ
માઈક્રોફીક્સન વાર્તા ના આ પ્રકારમાં સામાન્ય રીતે નીચેના સાત મુદ્દાઓ ધ્યાન ખેંચે છે.
(૧) વાર્તા 25૦ શબ્દોથી વધારે લાંબી ન હોવી જોઈએ. વાર્તામાં કેટલા શબ્દો છે એ મહત્વનું નથી, શબ્દોમાં કેટલી વાર્તા છે એ વધારે મહત્વનું છે.
(૨) સામન્ય વાર્તાની જેમ જ માઈક્રોફીક્ષનમાં પણ શરૂઆત, મધ્ય અને અંત હોવો જરૂરી છે.
(૩) માઈક્રોફીક્ષનમાં પાત્રોની સંખ્યા ઓછી હોવી જોઈએ અને પાત્રોનું વર્ણન કરવાની જરૂર ન હોવી જોઈએ.
(૪) માઈક્રોફીક્ષન એ બળવાખોર પ્રકાર છે. લંબાઈ સામે બળવો, સીમાઓ સામે બળવો અને અપેક્ષાઓ સામે પણ બળવો.
(૫) વાર્તાનો અંત ચોંકાવનારો હોવો જોઈએ.
(૬) વાર્તામાં હાસ્યરસ વાર્તાને આકર્ષક બનાવે છે.
(૭) વાર્તા લખવા એક પ્લાન હોવો જોઈએ અને લખી લીધેલી વાર્તા ફરી ફરી વાંચીને એને Revise કરવી જોઈએ.
Like this:
Like Loading...