અહેવાલ-પી.કે.દાવડા

12321522_10154033922179347_4274725385534948098_n

માર્ચ મહિનાની બેઠક શુક્રવાર તા. ૨૫ મી માર્ચે, મિલપિટાસના ICC માં સાંજે પાંચ વાગે શરૂ થઈ હતી. શરૂઆતમાં પ્રજ્ઞાબહેને ઉપસ્થિત રહેલા સભ્યોને આવકાર આપ્યો હતો. ત્યારબાદ કલ્પનાબહેન અને વસુબેને પ્રાર્થના કરી હતી. પ્રાર્થના પછી શ્રી રાજેશ શાહે બેઠકની માર્ચ મહિનાની ગતિવિધિઓ જણાવી, અને વાર્તા હરિફાઈનું પરિણામ એપ્રિલમાં જાહેર કરવામાં આવશે.

પાઠશાળામાં દાવડા સાહેબે માઈક્રોફીક્ષનના જરૂરી તત્વો સમજાવીને થોડા ઉદાહરણ ટાંક્યા હતા. પ્રજ્ઞાબહેને એપ્રીલ મહિનાનો વિષય માઈક્રોફીક્ષન વાર્તા લખવાનો જાહેર કર્યો હતો. ત્યારબાદ સભ્યોએ હોળી પ્રસંગે લખેલી પોતાની રચનાઓ રજૂ કરી હતી. જાણીતા ગઝલકાર શ્રી મહેશ રાવલે પોતાની બે નવી ગઝલો રજૂ કરી પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા. અંતમાં પ્રજ્ઞાબહેને પોતાની બે રચનાઓ રજૂ કરી બેઠકની કાર્યવાહી સમાપ્ત કરી હતી. હંમેશમુજબ સાઉન્ડ સિસ્ટમ દિલીપભાઈએ સંભાળી હતી. રધુભાઈની ગેરહાજરીથી બેઠકની કાર્યવાહીની વિડિયોગ્રાફી ન થઈ શકી.

હંમેશ મુજબ સ્વાદિષ્ટ સહિયારૂં ભોજન લઈ, એકમેકને હળી મળીને બધા છૂટા પડ્યા હતા.

પી.કે.દાવડા

બેઠક -૨૦૧૬ વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -(18)અમીરીનો અહમ –કૃષ્ણ –  

                              ધરતી પર સૂરજના કોમલ કિરણ પથરાઈને લાલીમા છવાઈ ગઈ,સુમંગલ પ્રભાત.માયા તેના નિત્ય ક્ર્મ મુજબ સ્નાન કરી કૃષ્ણ સેવાની તૈયારીમાં લાગી ગઈ, ઘર આંગણના તુલસી ક્યારામાં દીવો પ્રગટાવીને તુલસીપૂજા કરી અને પ્રદક્ષીણા કરી, તુલસી પત્ર ચુંટીને છાબમાં ભર્યા ત્યાર બાદ ઘરના બગીચામાંથી મોગરા અને ગુલાબ તોડીને છાબમાં મુકીને ઘરમાં આવી પૂજન-અર્ચન ચાલુ કર્યું.ધુપ-દીપ પ્રગટાવ્યા,ઠાકોરજીની આરતી ચાલુ થઈ, ઘંટડીનો મીઠો રણકાર, અને આરતીના બોલ ઘરનુ વાતાવરણ મંગલમય અને પવિત્ર બની ગયું.મંત્રજાપ કરવા માટે માળા હાથમાં લીધી અને ફોનની ઘંટડી રણકી, માયાએ ફોન ઉપાડ્યો હલો કહ્યું ત્યાંતો સામેથી તેનો નાનો દિકરો અવીનો અવાજ સાંભળ્યો

અવી  – “ હલો મમ્મી કેમ છો ?

માયા- “ બેટા હું મઝામાં છું તૂં કેમ છે ? તને જૉબ પર વેકેશન મળ્યુ છે તો ઈન્ડિયા આવી જા, બેટા બે વખત આવીને છોકરી પસંદ કર્યા વીના પાછો ગયો આ વખતે સારી છોકરી જરૂર મળશે મને આશા છે. તારા લગ્ન માટે તારા પપ્પા પણ ખુબજ ચિંતા કરે છે.તો ચોક્કસ ઈન્ડિયા આવી જા. અમે છાપામાં જાહેર ખબર આપી દીધી છે અને ઘણી બધી છોકરીઓના બાયોડેટા પણ આવી ગયા છે. અમે તારી રાહ જોઈએ છીએ.”

અવી – “ મમ્મી મેં આ શનિવારની એમીરેટની ટિકીટ બુક કરાવી છે તો અમદાવાદથી મને લઈ જજો. મમ્મી અહિયાં થી કંઈ લાવવાનુ છે ?”

માયા – “ ના બેટા કંઈ નથી લાવવાનુ, લાસ્ટ ટાઈમ હું ત્યાં આવી ત્યારે બધું લાવી છું, બસ તું આવી જા એટલે અમને ખુશી થાય “

દિકરો આવતે અઠવાડિયે આવે છે, માયાની ખુશીનો પાર નથી.ખુશી ખુશી મા-બાપ દિકરાને લેવા માટે એરપોર્ટ પહોચ્યા, દિકરો કસ્ટમ પતાવીને બહાર આવ્યો, માતા-પિતાને પગે લાગ્યો, મા-બાપે તેને છાતીએ લગાવીને એક સુખદ અહેસાસ માણ્યો.અમદાવાદથી તેમના ગામ આવ્યા.

માયા  – બેટા તૂં હાથ મૉ થોઈને ફ્રેશ થઈ જા હું તારી માટે ચા બનાવી લાવું છું. ચા પીને થોડો આરામ કર”

અવી   –  “ ના મમ્મી મારે સુઈ નથી જાવું, પરવારીને બધા બાયો ડેટા ચેક કરી લઉં”

બધાએ સાથે ચા પીધી,ન્હાઈને અવીના પપ્પા મનોજ દુકાને જવા નીકળ્યા.અવીએ બધાજ બાયોડેટા જોઈ લીધા જે છોકરીઓ ઠીક લાગી તેને એક પછી એક જોવા માટે બોલાવવી એમ નક્કી કર્યું. દશ છોકરીઓ જોઈ,છોકરી સારી હોય તો જન્માઅક્ષર ના મળે, બધું જ સારું હોય ત્યારે છોકરીનુ કુટુંમ્બ સારુ ના હોય, હવે જ્યારે મા-બાપ છોકરીઓને દશ ચારણીથી ચારે ત્યારે શું દશા થાય ? અવી માટે એક પણ છોકરી સારી ના મળી અવી એક મહિનો જૉબ પરથી રજા લઈને આવ્યો હતો, જવાના ચાર દિવસ બાકી રહ્યા ત્યાં બીજી બે છોકરીની ઓફર આવી, બંને છોકરી જોઈ લેવાનો વિચાર કર્યો. અવીએ અમેરિકા બૉસને ફોન કર્યો અને બીજા બે વીકની રજા માગી લીધી. રજા મંજુર થઈ, ટિકિટના વધારાના પૈસા ભરીને બે વીક માટે બુકિંગ લંબાવ્યુ.બંનેમાંથી એક છોકરી બધી રીતે બારાબર હતી પસંદ આવી, અને ચાર દિવસમાં સગાઈ અને રજીસ્ટર મેરેજ કરી લીધા. અમેરિકા આવવાની ફાઈલ મુકવા માટે જ રજીસ્ટર મેરેજ કર્યા હિન્દુ વીધી પ્રમાણે આવતા વર્ષે કરવા જેથી છોકરી સાથે જ અમેરિકા આવી શકે.અવી અને અવની પતિ-પત્નીના બંધનમાં બંધાયા.

મનોજને ઈન્ડિયામાં ઘણા બધા બિઝનેસ છે અને તે કરોડપતિ માણસ છે. મનોજ અને માયા અવાર નવાર અમેરિકાની વિઝિટ કરે છે. માયા છ મહિના અમેરિકા અને છ મહિઆ ઈન્ડિયામાં રહે છે.મનોજે ગ્રીનકાર્ડ પાછું આપી દીધુ અને મલ્ટીપલ વીઝા લઈ લીધા છે, જ્યારે માયા અમેરિકન સિટીઝનશીપ લઈ લીધી છે.અવી અમેરિકામાં એન્જિનીયરમાં માસ્ટર કર્યું છે અને તેને સારી જોબ છે.અવી અને તેનો મોટા ભાઈ-ભાભી સાથે જ રહે છે. અવીની એક ખાસ ખાસીયત છે, જે આટલું બધું ભણ્યા પછી પણ મા-બાપ પર ડીપેનડન છે. નાનામાં નાની વાત પણ મા-બાપને પુછ્યા વીના ડગલું નહી ભરવાનુ.માનો લાડકો અને એકદમ માવડીઓ, મા બોલી એટલે ભગવાન બોલ્યા.અવીએ દરોજ અમેરિકાથી ફોન કરીને દીનચર્યાના રીપોટ આપવાના એ માયાની માગણી અને હુકમ ! ફરજિયાત દરોજ ફોન કરવો પડે.માયા વધારે પડતી પઝેસીવ છે. સંતાનો પાસેથી વધારે પડતી આશાઓ અને અપેક્ષાઓ, ના કામનુ પેમ્પરીંગ ! અરે એ શું નાનુ દુધ પીતુ બચ્ચુ છે ?

અવની એકદમ ફેશનેબલ અને આઝાદ વિચારોની છોકરી છે.લગ્ન થયા એટલે સ્વભાવીક છે સાસરે રહે, માયાની રોક ટોક ચાલુ થઈ ગઈ,તેણે તેની પદવી સાસુપણાનો વ્યવહાર ચાલુ કર્યો. અમીર છે, તેનુ ઘમંડ માટે તેને સામાન્ય ઘરના તુચ્છ લાગે, અવની સામાન્ય ઘરની છે.અવનીએ પણ તેના સ્વપ્ન સજાવ્યા હોય, તેની આશાઓ અને ઈચ્છાઓ હોય.અવની થોડી અલગ વિચારોની છોકરી છે.માયાને અવનીની ફેશન માટે પ્રોબલેમ છે, તારા અવુ નહી પહેરવાનુ આવા જ કપડા પહેરવાનાં, આ રીતે બેસવા ઉઠવાનુ, આ રીતીજ બધા સાથે વાતચીત કરવાની. અરે પણ શું છે ? માયા તેને પ્રેમથી શાંતિથી સમજાવી શકે પરંતું તેને અમીરીનો અહમ આડે આવે છે. હું મોટા ઘરની સાસુ તારે મારા કહ્યામાં રહેવાનુ.માયાની તેની વહુ માટે રોક ટોક તે જાતે અવનીને કંઈ ન ક્હે અવી પાસે કહેવડાવે. અવી અવનીને હમેશાં કહે મારી મમ્મીને આ બધું પસંદ નથી તું તારા સ્વભાવ બદલ. હજુ અઠવાડિયુ થયુ છે, છોકરીને પોતાનુ ઘર છોડીને આવી છે, નવી જગ્યા, નવો મહોલ, નવા ચહેરા.પોતાના પારકાં કરીને આવી છે, પારકાંને પોતાનાં કરવા માટે તેને સમય આપો. જે રીતે ઉછરી છે, તમારા ઘરની પરંપરાથી અનુકુળ થતા વાર લાગશે. માયા તેના ખોટા વિચારોને કારણ તેનુ મન શુધ્ધ ના રાખી શકી, આરતી-પૂજા-પાઠ એ બધુ એક યંત્રવત બનીને રહી ગયું.

એક દિવસ અવનીએ અવી પાસે ઓનલાઈન એક ડ્રેસ બતાવ્યો અને માગણી કરી, અવીએ તેની મમ્મીને વાત કરી, માયાએ ફટાક કરીને કહ્યુ, હજુ કાલે આવી છે અને માગણી શરું થઈ ગઈ, ના કંઈ લઈ આપવાની જરુર નથી. અવીએ અવનીને કહ્યુ મમ્મી ડ્રેસ લેવાની ના પાડે છે. લગ્ન કરી દશ દિવસ સાથે રહ્યાં એટલા દિવસોમાં માયાની આટલી બધી માથાકુટ ! આ જમાનાની છોકરી કેવી રીતે ચલાવી લે. અવી અમેરિકા પાછો આવી ગયો. ફોન પર પણ માથાકુટ ચાલતી. અવનીએ વિચાર્યુ, આ માવડીયા છોકરા સાથે મારી આખી જીંદગી કેવી રીતે જશે ? તેણે બે મહિનામાં અવી પાસે ડીવોર્સ માગ્યા. લગના ત્રણ મહિનામાં ડીવોર્સ ! લગ્ન વિચ્છેદ ! આમાં જોવા જઈએ તો ત્રણેવની સમજ ઓછી,માયા એક સ્ત્રી હોવા છતાં બીજી સ્ત્રીની ભાવનાઓ ના સમજી શકી અભિમાનમાં ચક્ચુર સારી-ખોટી છોકરીની પરખ ન કરી શકી. અવી આટલુ બધુ ભણેલો છે પોતાની ગ્રહસ્થિ કેવી રીતે ચલાવવી તે ભાન નથી. માના ઈશારા પર નાચવા વાળો પોતાની બુધ્ધિ ઘાસ ચરવા ગઈ છે ? અવની આ યુગની છોકરી જેણે અમેરિકાનો સિક્કો, ભણતર, કરોડપતિ બાપની ઓલાદ તે સર્વેને પોતાની મનની શાંતિ માટે ઠોકર મારી દીધી. અને વાત સાચી છે આજકાલની ભણેલી ગણીલી છોકરીઓ જે પુરૂષ સમોવડી બની ગઈ છે, અરે પુરૂષો કરતાં પણ આગળ નીકળી ગઈ છે તે શું કામ માનસિક અત્યાચાર સહન કરે ?અવનીના વ્યક્તિત્વ પરથી નારી જાગૃતિ અને નારી શક્તિ સામે જ આવીને બોલે છે.જુના જમાનામાં છોકરીઓ બહુ ભણેલી ના હોય માટે શારિરીક અને માનસિક અત્યાચાર સહન કરતી અત્યારે બધું જ બદલાયુ છે માયા જેવી સ્ત્રીઓએ સમજવાની જરૂર છે.

માયા અને મનોજ છોકરાઓ પાસે એટલી બધી અપેક્ષાઓ રાખી, સંસ્કારોનુ સિંચન કરતાં કરતાં તેઓને જાતે પોતાના પગ પર ઉભા રહેતાં ના શીખવાડ્યું, બીજાનો આધાર લઈને જીવવું શું કામનુ ? છોકરાં મોટા થયાં અમુક નિર્ણયો જાતે લેતાં શીખવા દો.પોતાની જાતે વગર સહારે જીવતાં ક્યારે શીખશે ?પાંખો આવી છે ખુલ્લા આસમાનમાં જાતે સ્વતંત્ર ઉડવા દો.

કૃષ્ણ

છેતરાયા કરો છો…

લ્યો વધુ એક પ્રયત્ન…

radha-love-krishna-photos1

અબોલા લઈને સતાવ્યા કરો છો
નજરથી સવાલો ફેક્યાં કરો છો
ઉડતા ગગનમાં નિદોષ મનને
સપના દેખાડી છેતર્યા કરો છો
અમસ્તા અમસ્તા સ્મિત કરીને
વગર વરસાદે પલાળ્યા કરો છો
તમારી નેમારી પ્રીતને છંછેડી
હ્યદયની લાગણી ઝંઝોડ્યા કરો છો
તમારા વ્હાલની જ હુછું હકદાર
છંછેડી છેતરી છેતરાયા કરો છો

-પ્રજ્ઞા દાદભાવાળા-

બેઠક -૨૦૧૬ વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -(17)”સમજ્યા ભટ્ટજી”નિકેશ

“સાત્વિક ગુણોથી જીવો અને જીવવા દયો”જુઓ ઝગડવું એતો જંગલીપણા ની નિશાની છે ,મારા મારી માણસોએ કરવી ન જોઈએ એતો પશુઓ કરે આવું ઉમા ગોરાણી સમજાવતા નીકેશને કહ્યું ,

જો આ તારો રૂમ મેટ છે ને !તો આમ ન ઝગડાય આમ પણ આ પારકા દેશમાં તારું બીજું કોઈ છે નહિ ને ? ચાલ  જોવ હાથ મિલાવો અને ફેન્ડ થઇ જાવ તો અને જલ્દી ચા પીવા આવો આજે તમને ભાવતા ટોસ્ટ પણ લાવી છું અને બન્ને જણ હાથ મિલાવી ચા પીવા બેઠા ,

જો અલ્કેશ તું નિકેશ ને હેરાન ન કરતો ,એનું શર્ટ પહેરીને કેમ ગયો ,વાંક તારો પણ છે

માસી મેં શર્ટની ઈસ્ત્રી નહોતી કરી અને કામે જવાનું મોડું થઇ ગયું એટલે એક દિવસ એનું શર્ટ પહેરી લીધું

ના માસી એ રોજ કઈ ને કઈ સળી કરે છે અને અલ્કેશ તમારા મંદિરમાંથી પ્રસાદ પણ ખાય છે

અચ્છા  તો તું ખાય છે ?

હું તો સમજી કે કાનો ખાય છે !

શું માસી તમે પણ મૂર્તિ થોડી ખાય ?તમે પણ

જો અલ્કેશ બેટા આમ ન બોલાય સમજ્યો,આ શ્રદ્ધાનો વિષય છે

હું તો માનવતા માં માનું છું મૂર્તિમાં નહિ

સારું ચાલ હવે આવ્યો મોટો  અને બધા હસી પડ્યા  

શિવ શંકરભાઈ  અને ઉમા ગોરાણી બન્ને એકલા રહેતા હતા અને નિકેશ અને અલ્કેશ બન્ને તેમનાજ ઘરમાં એક રૂમ ભાડે રાખી રહેતા,આવક ની આવક અને ઘર ભર્યું લાગતું હતું ,માસી જમાડતા અને ક્યારેક લોન્ડ્રી પણ કરી આપતા,ગોરાણી  ખુબ ભલા સ્વભાવના અને બધાને મદદરૂપ થતા

શિવ શંકરભાઈ નીચા જાડા અને બટકા અને ભારે શરીરના,ધોતિયું ,અંગરખું અને માથે ફાળિયું બાંધીને ગોરપદુ કરતા ,અમેરિકામાં કોઈના પણ ઘરે પૂજા પાઠ કરવી હોય તો એમને બોલાવતા ,ઉમાબેન નીચા પણ પાતળા,ધીમું બોલતા અને પાંથીને ઢાંકે તેવો સાડલો પહેરતા,ગામડામાં ઉછરેલા એટલે બોલી પણ થોડી ગામડાની ખરી ,પણ સ્વભાવ ખુબ માયાળુ ,રસોઈ કરવા જાય અને સૌને મદદ પણ કરે.

માસી સારું થયું તમે અલ્કેશને સમજાવ્યો ,એ ખુબ ખર્ચા પણ કરે છે

શું કરું બેટા ,અમારે બાળક નથી એટલે તમારી પર જ હક્ક જમાવી કહું છું ,ખરાબ ન લગાડતા

ચાલો આજે તમારે માટે મેં શીરો બનાવ્યો છે ,ચાલો બન્ને ખાઈ લેજો ,મારે રસોઈ કરવા જવાનું છે

અને ભટ્ટજી  આવે તે પહેલા બધું વ્યવસ્થિત કરી નાખજો,તમે એમના સ્વભાવને ઓળખો છો ને ?

અને હા બેટા તારા જન્માક્ષર એમને દેખાડી પછી જ ઇન્ટરવ્યુ આપવા જાજે ,એમની સલાહ માનજે ,

એ તારા સારા માટે કહે છે.

અને અલ્કેશ તારા ગુસ્સા માટે તને કહ્યું છે ને કે શનિ ના જપ કરવાના ,તો કરજે હો…

જો ગુસ્સો કોઈના પણ માટે સારો નહિ સમજ્યો !

અલ્કેશ બેટા ગુસ્સાથી આપણને અને આજુબાજુમાં બધાને નુકશાન થાય.

નિકેશ બોલ્યો ઉમામાસી તમે તો અમારી માંની જેમ અમને સાચવો છો.

મારી બા યાદ આવી ગયા!

ઉમા બેન મનમાં બોલ્યા મને માં કહેનાર ક્યાં કોઈ છે ? અને કોઈને ખબર ન પડે તેમ છેડાથી આંખો લુછી કામે વળગ્યા.

જાવ જલ્દી કામે વળગો, ભટ્ટજી  આવતા જ હશે ,આજે ઠંડી પણ ખુબ છે.

ત્યાં તો ભટ્ટજી ની ગાડી આવી ,હરી ઓંમ હરી ઔંમ બોલતાઘરમાં દાખલ થયા  

આ વરસાદ ને લીધે થંડક વધી ગઈ છે નહિ ?, ભટ્ટજીએ જવાબ ન આપ્યો.

ગોરાણી  બોલ્યા લાવો કોટ હું તમારે માટે સરસ આદુ ફુદીના વાળી ચા બનાવી લાવું.

અને આ લ્યો કાન ટોપી પહેરી લ્યો અને ઉમાબેન ઝટ ફુદીનો તોડી લાવ્યા અને આદુ કચડી ચા બનાવી લાવ્યા અને પહેલા જ ઘુંટડે ભટ્ટજી બરાડ્યા…

કે આ શું ચ્હા બનાવી છે ? ને ગુસ્સામાં ચા નો કપ જોરથી પછાડી હડસેલ્યો.

અને કપ પછડાતા ચ્હા અને કાચના ટુકડા રસોડામાં વેરણ છેરન થઇ ચારે કોર અસંખ્ય નાના ટુકડા થઇ પડ્યા.

ઉમા ગોરાણી તો ડઘાઈ ગયા અને છોકરાવ પણ જોઈ રહ્યા,

પણ ભટ્ટજીના સ્વભાવને જાણી દુરથી જોતા રહ્યા.

ઉમાંબેનથી મસાલો અને આદુ ફુદીનો ભેગું કરવામાં ખાંડ નાખવાનું વિસરાઈ ગયું ,છેડા થી આંસુ લુછતા ઉમાબેન ચુપચાપ બધું સાફ કરવા માંડ્યા.

ભટ્ટજી તો જોડા પહેરી બબડતા મંદિરે જવા નીકળ્યા

મારી કંઈ જિંદગી છે ?સુખે ચ્હા પીવાય મળતી નથી !

આંસુ ભરેલી આંખે ગોરાણી કપના ટુકડા ભેગા કરતા હતા ને હથેળીમાં અણીદાર કાંચ સોંસરવો હાથમાં ભોકાણો.અને સાફ કરેલું રસોડું ફરી લોહીથી ખરડાયું।.. ,

નસીબ જોગે બન્ને છોકરાવ ભટ્ટજી ગયા એમ સમજી બહાર આવ્યા.

અને બોલ્યા

માસી ઉભા રહો ,આ જુઓ લોહી કેટલું નીકળે છે ?

અને અલ્કેશ દવા અને ટેપ લઇ આવ્યો

નિકેશ કહે ના ચાલો હોસ્પિટલ જઈ આવીએ ,અને બન્ને છોકરાવ લઇ ગયા.  

અને ત્યાં ડૉ રે પૂછ્યું કેમ કરતા વાગ્યું ? ગોરાણી  બોલ્યા કપ હાથમાંથી પડી ગયો ,અલ્કેશ અને નિકેશ ઉમાંગોરાણીને જોઈ રહ્યા ડૉ ઝખમ સાફ કરી પાટો બાંધ્યો અને એક ઇન્જેક્શન પણ આપ્યું.

સાંજે ભટ્ટજી મંદિરેથી આવ્યા

તેવું જ ઉમા ગોરાણી  બોલ્યા મારાથી ખાંડ નાખવાનું ભૂલી જવાયું હતું ,પણ ફરી આવી ભૂલ ના થાય તેનું ધ્યાન રાખીશ.

ભટ્ટજી કંઈ પણ બોલ્યા નહિ.

ગોરાણી ને ફરીવાર બોલતા આંસુ આવી ગયા લોહી ખુબ વહી જતા અને ભારે દવાને લીધે ગોરાણી ને ચક્કર આવી ગયા.

અલ્કેશ અને નિકેશ દોડતા આવ્યા,માસીને હળદળ વાળું દૂધ અને પાણી પાઈ તેમની  રૂમમાં સુવાડ્યા.

રાત્રે બન્ને છોકરાવે ભેગા મળી ઉમાબેન અને ભટ્ટજીને ખીચડી રાંધી જમાડ્યા ,વાસણ અને કિચન પણ  સાફ કર્યું.

અલ્કશે  માસીને બામ ચોપડી શાલ ઓઢાડતા પગ પણ દાબી આપ્યા.

માસી સુઈ ગયા એટલે અલ્કેશ અને નિકેશ ભટ્ટજી પાસે બેઠા અને કહ્યું થોડી વાત કરવી છે.

બોલો શું છે ?

નિકેશ બોલ્યો ભટ્ટજી મહેરબાની કરી ફરી આવી ક્રુરતા આચારશો નહિ,અમે ફોન કરશું તો,અહિયાં મૈત્રી નામની સંસ્થા ગોરાણીને લઇ જશે ને બીજે જરૂરિયાત વાળાને ત્યાં રસોઈ કરવા કે બાળકો સાચવવા મોકલી દેશે પછી તમે એકલા રોટલા શાક બનાવી ખાજો અને ચા પણ તમારી મરજી મુજબ બનાવી પીજો ,આ સંસ્થા સ્ત્રીને સ્વમાનભેર  જીવવા તૈયાર કરે છે આશરો આપે છે ,અમે ઘણા વખતથી જોયા કર્યું ,ઉમા માસી અમારે માટે માં સમાન છે અને આપ વડીલ છો.

અલ્કેશ તો ઉશ્કેરાય ગયો “સમજ્યા ભટ્ટજી” કહી ઉભો થઇ ગયો ,તમારો ગુસ્સો કાબુમાં રાખજો અમે એમના દીકરાઓ છીએ ગોરાણી એકલા નથી

સવારે ગોરાણી ઉઠે તે પહેલા અલ્કેશ અને નિકેશ તૈયાર થઇ ગોરાણી માટે લોટો અને પૂજાની થાળી લઇ આવ્યા.

લ્યો તુલસીની પૂજા કરી ચા પીવા આવો.

અને ઉમા ગોરાણીએ પૂજા કરતા ભગવાનને કહ્યું તમે તો મને રેડીમેડ દીકરા આપ્યા,તમારો આભાર માનું તેટલો ઓછો છે. અને ભટ્ટજી પણ સમજી ગયા ,

નિકેશ

કહેવું જ શું? પ્રજ્ઞા દાદભાવાળા

તમે છાંટયા ગુલાલોને અમેતો મહેકી ગયા  

અને પછી ફાગણ આવ્યા , કહેવું જ શું?

તમે પિચકારી ભરીને,અમેતો ભીંજાઈ ગયા

અને પછી રંગાઈ પલળ્યા,કહેવું જ શું?

તમે હોઠે  મલક્યા, અમેતો શરમાઈ  ગયા

અને  પછી, કેસુડે ખીલ્યા કહેવું જ શું ?

તમે હાથને અટક્યાને અમે ખીલી ઉઠ્યા

અને પછી ધાણી જેમ ફૂટ્યા, કહેવું જ શું ?

તમે પ્રેમ કીધોને  અમેતો  પકડાઈ ગયા

અને પછી  વાતે વગોવ્યા, કહેવું જ શું ?

પ્રજ્ઞા દાદભાવાળા

તડકો જુઓ

શબ્દ સથવારે

hot suny day

હેમંતનો મીઠો  ત્વચા પંપાળતો  તડકો જુઓ
ગ્રિષ્મનો તો તાપ કેવોબાળતો તડકો જુઓ
         

રાત્રિ સમે રેતી બને છે સેજ સુંવાળી  અને
ને એ બપોરે મૃગ જળ દેખાડતો તડકો જુઓ
આકાશમાં દોડી જતાં આ વાદળા જળ ભાર લૈ
ને સંગ સંતાકુકડી ખેલાવતો તડકો જુઓ
 
 મોજા ઉછળતા સાગરે જળના નભે જોઇ તેને
દોરીથી સિંચી વાદળા પીવડાવતો તડકો જુઓ
 
 ભરબપોરે વાદળી ભૂલી પડી વરસી જતા
મિશ્રિત રંગો આભમાં ચિત્રાવતો તડકો જુઓ

View original post

મનાવો પછી રોજ હોળી મજેથી

(ભૂજંગી) ગણરચના –  ય ય ય ય- લગાગા લગાગા લગાગા લગાગા

(૯) ભુજંગી :

વર્ણ સંખ્યાઃ ૧૨

સ્વરૂપઃ લગાગા લગાગા લગાગા લગાગા

(પુરી એક અંધેરી ને ગંડુ રાજા

ટકે શેર ભાજી ટકે શેર ખાજા)

કરીને   ભલે કાષ્ટ ભેળા બધેથી,

જલાવો તમે આજ  હોળી મજેથી,

ઉડાડો  ગુલાલો અને  રંગ બીજા,

અને  માનજો બાળી નાખી બુરાઈ.

ભલે   છેતરાઓ તમારી જ જાતે,

નથી  નાશ પામી  બુરાઈ જરાએ,

હજીતો  વધારે  વધે  છે  બુરાઈ,

હજી  આજ લોકો રહ્યા છે લુંટાઈ.

હજી  ટેક્ષ ચોરો મજાથી  ફરે છે,

અને  ભ્રષ્ટ નેતા હજીયે હસે  છે;

ગરીબો તણા ભાગના ખાઈ નાણા,

હજી પ્રહલાદના બાપ છૂટા ફરે છે.

કરો નાશ આ દાનવોનો પહેલા,

પછી  છો ઉડાડો થઈ રંગ-ઘેલા;

રંગો મુખ કાળા ધુતારા જનોના,

મનાવો પછી રોજ હોળી મજેથી.

 

-પી. કે. દાવડા

હોરી -રાધા સંગ ખેલે-મેઘલાતાબેહન મહેતા

મિત્રો ,

ઘૂળેટીના ઉત્સવની ઉજવણી એટલે પ્રેમ બંધનથી ભીજવી દેવાનો દિવસ ,. બસ આજ વાત વ્રજ ની ભાષામાં મેઘલાતાબેહન સરસ રીતે સજાવી  ને લાવ્યા છે . હોળી નો ઉત્સવ એટલે પ્રકૃતિનું સાનિધ્ય …જેમાં રાધા અને શ્યામ એટલે પ્રેમનું પ્રતિક ..

એમની જ ભાષામાં કહું તો …
હે ગોરી ગોરી રાધિકા ને સાવ શામળો કાન, રંગે રમતાં, રમતાં રૂઠતાં મસ્તીમાં મસ્તાન ..
અદ્વૈત છતાંયે દ્વૈત બનીને ,ખેલે રાસ મહાન  મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.

.
ઉત્સવો સંદેશ લઈને આવે છે ., પ્યાર,સ્નેહ,સમર્પણ.હસવું ,રમવું ,રીસાવું ,મનાવું,પણ બધામાં સરળતા અને સહજતાં .. જે પ્રકૃતિ નો નિયમ છે ..આ વાતને રાધા અને કૃષ્ણ ની રાસ લીલામાં સુંદર રીતે રજુ કરી છે.. તો ચાલો પર્વના દિવસે માણીએ..

હોરી -રાધા સંગ ખેલે

રાધા સંગ ખેલે હોરી ,કાના રાધા અંગ ખેલે હોરી
હંસત હંસત દેખો ,કરે રે ઠીઠોરી   કાના -રાધા ……
ગોરી ગોરી રાધિકાને શામ રંગી  શામજી ,
કૈસી હૈ બનાઇ જોરી -હોરી રી  કૈસી હૈ બનાઇ જોરી -રાધા ….
રંગ અંગ ઐસો લાગ્યો ,મનમેં  ઉમંગ જાગ્યો ,
છોરાછોરી  માન ભાયો રે ,હોજી છોરાછોરી માંન્ભાયોરી હોરી -રાધા …..
રંગ ઐસો કૈસો ડાર્યો, નેણ મહીં  નેહ છાયો ,
જીયરો ભીંગાયો ભાવેરી ,હોજી જીયરો ભીંગાયો ભાવેરી  હોરી -રાધા …..
રુઠ ગઈ રાધા રાની ,માધવ બડો અનારી ,
ચોરી ચોરી રંગ  ડાર્યો રી હોજી ચોરી ચોરી રંગ ડાર્યો  રી હોરી -રાધા ……
મોહન મનાવે ગોરી ,દઈ ધોને  માફી  થારી,
તું તો મારી રાધારાની  રે , તું તો મારી રાધા રાની રે ,હોરી -રાધા …..

મેઘલાતાબેહન મહેતા

બેઠક -૨૦૧૬ વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -(16)’આન્યા-પ્રકાશ

‘આન્યા
******
આજે ધમ ધમ કરતી આન્યા ચાલી રહી હતી. બિલ્લી પગે ચાલનારની ચાલમાં ફરક આંખે ઉડીને વળગે. બોલવે વહાલી તેમજ ચતુર આન્યાના દિમાગમાં વિચારોનું પૂર ઉમટ્યું હતું. તેના મોઢા પરની રેખામાં કોઈ ફરક ન જણાયો. વસંતી વિચારી રહી, ‘આ મારી લાડલીને ઓળખવા હું શક્તિમાન નથી’.  કાંઈ બોલતી નથી. કોની તાકાત છે, સિંહની બોડમાં હાથ ઘાલે? આન્યા જેટલી સ્વભાવે સુંદર અને પ્રેમાળ હતી તેનાથી દસ ઘણી ગરમ તેલના તવા જેવી હતી. તેને ન બોલાવવામાં જ માલ સહુને જણાયો. એની મેળે દિમાગ ઠંડુ થશે એટલે બોલશે. ત્યાં સુધી કોઈ ચું કે ચા નહી કરે.
વિમલની ખૂબ લાડકી જે અત્યારે ઓફિસે હતો. રસોડામાં મહારાજ રાતની રસોઈની તૈયારી કરી રહ્યા હતા. મદદ કરવાને બહાને વસંતી રસોડામાં પહોંચી ગઈ.
ગાગા, એક કપ આદુવાળી ચા મહારાજને કહે બનાવે. સાથે ગ્લુકૉઝ બિસ્કિટ પણ લાવજે’.
વસંતીને થયું દિમાગનો પારો નીચે ઉતરી રહ્યાની આ નિશાની છે.
‘મહારાજ, મારી પણ ચા બનાવજો. થોડી વધારે મૂકજો, શેઠ પણ કદાચ હવે આવતા જ હશે.’ આન્યાનું મૌન ટૂટશે અને વાણી વહાવશે ત્યારે ખબર પડશે આ ગુસ્સાનું કારણ, એવી આશા વસંતીને બંધાઈ. તેને ક્યાં ખબર હતી આ આશા ઠગારી છે?
પાણી માગતા દુધ મળતું. ખૂબ સંસ્કારી આન્યા ગુસ્સે બહુ થતી નહી. તેનો પ્રેમાળ સ્વભાવ અને અન્ય પ્રત્યે હમદર્દી તેની સ્વભાવની ખાસિયત હતી. જેને કારણે મિત્ર મંડળ અને શિક્ષકોને તે ખૂબ વહાલી. ભણવામાં કુશળ હોવાથી બીજાને સમજાવવાની પ્રવીણતા તેને વરી હતી. જોવા જઈએ તો કશી કમી હતી નહી. નાનો ભાઈ અનુજ આન્યાને ખૂબ વહાલો. શાળાએથી આવે એટલે તેની સાથે રમવામાં મશગુલ. ઘણીવાર ભણવાનું પણ ભૂલી જાય. અનુજ અને આન્યાને એકબીજા સાથે રમતા અને મસ્તી તોફાન કરતાં નિહાળવાની વસંતી અને વિમલને ખૂબ મઝા પડતી.
રહેતાં ભલે અમેરિકામાં હોઈએ.  ડૉલર ખર્ચો તો બધી સગવડ હવે અંહી પ્રાપ્ત થાય છે. વિમલ હીરાનો વેપારી. ઘરમાં ભારતની જેમ રસોઈઓ અને કામ કરવા માટે મેક્સિકન બાઈ દસેક વર્ષથી હતી. અડધી ઈંડિયન થઈ ગઈ હતી. વિમલ અને વસંતીનો આગ્રહ હતો ઘરમાં શુદ્ધ ગુજરાતી બોલવું. ગાગાને પણ થોડા ઘણા ગુજરાતી શબ્દો આવડતા. સમજી સારું એવું શકતી.
ચા તૈયાર થઈને ટેબલ પર આવી. સાથે બિસ્કિટ પણ આવ્યા. આન્યા ગોઠવાઈ એકદમ, ‘મહારાજ યુ આર ટેરિબલ. નો સુગર ઈન ટી.’પગ પછાડતી ઉભી થઈ ગઈ. મહારાજ રડવા જેવા થઈ ગયા. કાયમ આન્યાની પસંદગીની બધી વસ્તુ બનાવતા. સૉરી કહીને કરગર્યા અને આન્યાને પ્રેમથી પાછી ટેબલ પર બેસાડી. સાથે મસાલાની બે ગરમા ગરમ પૂરી આપી. આન્યાની નબળાઈ મહારાજ જાણતા.  મસાલાની ગરમ પૂરી ખૂબ ભાવે. મમ્મીએ તેની સામે આંખ મિલાવવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળતા મળી.
આન્યા બેટા, ‘હાઉ આર યુ?’ પાપાને આન્યાનો મિજાજ સાતમે આસમાને છે તેની ખબર ન હતી.  આન્યા એ પપ્પા પર ગુસ્સો તો ન કર્યો પણ   છણકો જરૂર કર્યો. પપ્પા માટે આટલું પુરતું હતું. કાંઈ પણ બોલ્યા વગર ચા પીવા લાગ્યા.
ગરમ ચા અંદર ગઈ અને દિમાગને શાતા વળી. ભૂખનું દુઃખ ભલભલાને ગાંડા કરી મૂકે છે. આન્યાને કૉલેજ દરમ્યાન ડૉર્મમાં રહેવા જવું હતું. જુવાન છોકરાં કે છોકરી હાઈ સ્કૂલ ગ્રેજ્યુએટ થાય એટલે ઘરમાં રહેવું ન ગમે. પાપાએ કહ્યું ઘરે રહે તો બ્રાન્ડ ન્યુ બી. એમ. ડબલ્યુ. અપાવીશ. આન્યા ગાડીના લોભે ઘરે રહી. સુંદરતા અને સરળતાનો મેળ હોવાથી ઘણા મિત્રો મધમાખી માફક બણબણતા. કૉલેજના ત્રીજા વર્ષ દરમ્યાન આન્યાને અમોલ ગમી ગયો હતો. એને મેડિકલમાં જવું હતું. આન્યાને ફારમસિસ્ટ થવું હતું. બન્ને પાસે ધીરજ અને સમય હતા. સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસની જેમ મૈત્રી  ચાલતી હતી. ફર્સ્ટ પ્રાયોરિટી સ્ટડિઝ હોય તેમાં નવાઈ નથી. હા, નવી બ્યુટીફુલ કાર ને કારણે આન્યા ઘરમાં રહીને કૉલેજ જતી હતી. શું એ તેની સમઝણ નહી તો બીજું શું ? તેને ખબર હતી  કૉલેજમાંછોકરીઓ ભણવા જાય છે તે માતા અને પિતાની ઉંઘ હરામ થઈ જાય છે. રોજ શુટીંગના બનતા કિસ્સા સાંભળી માતા અને પિતા ચિંતિત રહે તેમાં શી નવાઈ. ઉમર અને શિક્ષાના સુંદર સંગમ પર વર્તન નિર્ભર છે. માત્ર પોતાના બાળકો પર વિશ્વાસ હોવો આવશ્યક છે.
આન્યાનો મિજાજ ઠેકાણે ન હતો તેના અનેક કારણ હતા. આજે તેનો લવર બૉય કૉલેજ આવ્યો ન હતો. આન્યાને ફૉન કરી જણાવ્યું ન હતું. તેનું મન લેક્ચરમાં ન લાગ્યું. ઘરે આવતા રસ્તામાં બંપ ન જોયો તેથી ગાડી ઉછળી અને ટાયરમાં પંક્ચર થયું. ‘ટ્રીપલ એ ‘વાળાને આવતાં કલાક થઈ ગયો. આવો દિવસ જાય ત્યારે સામાન્ય રીતે કોઈ પણ અપસેટ થાય. તેમા જુવાન લોહી.  આ બધી વાત કોઈને કરવાની તેને જરૂર ન જણાઈ. અમોલનો ફૉન આવ્યો હોત તો જરા નરમ થાત. હવે આ અમોલ પણ એક નમૂનો છે એમ આન્યાને લાગતું. હમેશા મધ્ય બિંદુ પોતે હોવી જોઈએ એવી જુવાન છોકરીઓની માન્યતા બદલવી લગભગ અશક્ય છે.
આખા દિવસના  બે બેકાર એક્સપિરિયન્સ અને ઉપરથી લંચમાં કાંઈ ખાધું ન હતું. ગુસ્સો ન આવે તો શું પ્યાર આવે? એમાં આન્યાનો શું વાંક ? આમ પણ યુવાનોના વાંક જોવા નહી. જો પાગલ કુતરાએ કરડી ખાધું હોય તો તેમનો વાંક બતાવવો. બેચાર સામે સાંભળવાની તૈયારી રાખવી. માની લીધું ‘જનરેશન ગેપ’ રહેવાનો. પણ સામે કોણ છે તેની જરા પણ પરવા નહી !
અમોલનો ફોન ન આવ્યો તે ન જ આવ્યો. આન્યા પણ જીદે ચડી હતી. તેણે ફૉન કરી જાણવાનો પ્રયત્ન પણ ન કર્યો.વિમલ આજે વિચારે ચડી ગયો. તેણે અને વસંતીએ ઉછેરમાં ક્યાં ભૂલ કરી ? તેના લાડ પોષ્યા એ શું ગુન્હો હતો ? બાળકોને જીવવાની સ્વતંત્રતા આપી તે શું યોગ્ય ન હતું ? આને સ્વતંત્રતા કહેવી કે સ્વચ્છંદતા તે નક્કી ન કરી શક્યો. વસંતી તેના મુખભાવ કળી ગઈ. છોકરું છે કહી મન મનાવ્યું. દિલમાં જાણતી હતી, માતા અને પિતા તેમના બાલકોથી ગભરાય! એક પળ વિચાર ઝબકી ગયો,’આ દીકરી પરણશે ત્યારે સાસરીમાં કેવું વર્તન કરશે?’ તે જાણતી ‘સોનાની કટારી કેડે શોભે , પેટમાં ન ખોસાય’.
આજે પૂનમની રાત ખીલી હતી. આન્યાને અણગમતી લાગી. બેડ પર પડખાં ઘસતી હતી. ઉભી થઈ બધી વિન્ડોઝ બંધ કરી પડદા ખોલી નાખ્યા. રૂમમાં અમાસનું અંધારું છઈ ગયું. રાતના જમી પણ ન હતી. સારું હતું કે ચા સાથે ગરમ પૂરી ખાધી હતી. અનુજ સ્કૂલેથી આવ્યો. દીદી સાથે વાત કરવી હતી આજે દીદીને કારણે મેથમાં ૧૦૦/૧૦૦ મળ્યા હતા. બધી વાત મમ્મી અને પપ્પાને કરી. ગુપચૂપ રૂમમાં જઈ હોમવર્ક કરવા લાગ્યો. દીદીને શું થયું તેની તેને ખબર ન હતી .’કાલે વાત’ કહી સૂઈ ગયો.
અમોલનો ફોન ન આવ્યો તે ન જ આવ્યો. આન્યા પણ જીદે ચડી હતી. તેણે ફૉન કરી જાણવાનો પ્રયત્ન પણ ન કર્યો. વિમલ આજે વિચારે ચડી ગયો. શું તેણે અને વસંતીએ ઉછેરમાં ક્યાં ભૂલ કરી ? તેના લાડ પોષ્યા એ શું ગુન્હો હતો ? બાળકોને જીવવાની સ્વતંત્રતા આપી તે શું યોગ્ય ન હતું ? આને સ્વતંત્રતા કહેવી કે સ્વચ્છંદતા તે નક્કી ન કરી શક્યો.  વસંતી તેના મુખભાવ કળી ગઈ. છોકરું છે કહી મન મનાવ્યું. દિલમાં જાણતી હતી, માતા અને પિતા તેમના બાલકોથી ગભરાય! એક પળ વિચાર ઝબકી ગયો,’આ દીકરી પરણશે ત્યારે સાસરીમાં કેવું વર્તન કરશે?’ તે જાણતી ‘સોનાની કટારી કેડે શોભે , પેટમાં ન ખોસાય’.
સવારે આન્યા જરા શાંત લાગી. મમ્મીએ પ્રેમથી બોલાવી. ત્યાં ફૉન રણક્યો. મમ્મી એક મિનિટમાં આવું છું. કહી ભાગી.ફોન ના  બીજે છેડે અમોલનો અવાજ સંભળાયો.
‘ આન્યા, તું કાંઈ પણ બોલે તે પહેલાં મને ધીરજથી સાંભળ’.
‘અવાક થઈ ગઈ’.
‘અમોલનો અવાજ ખૂબ ધીરો અને દર્દથી ભરપૂર જણાયો’.
‘વૉટ હેપન્ડ’.
‘માય મૉમ ઈઝ ઈનવોલ્વડ ઈન ધ અક્સિડન્ટ . આઈ એમ વિથ હર’ .
‘વેર ઈઝ યોર ડેડ, યુ નીડ અની હેલ્પ’?
‘માય ડેડ ઈઝ ઓન ધ બિઝનેસ ટ્રિપ’.
‘ટેલ મી વ્હેર યુ આર , આઈ એમ ઓન માય વે’.
વસંતી અને વિમલે આન્યામાં થયેલો ધરખમ ફેર નોંધ્યો ! ક્યાં ગઈકાલની બે જવાબદાર આન્યા. ક્યાં અત્યારે વાત કરી રહેલી પ્રેમ છલકતી તેની વાણી. બન્ને જણા એક પણ અક્ષર બોલ્યા નહી. કોઈ પ્રશ્ન નહી. કાન અને આંખ કામ કરતા હતા. જ્બાન જાણે સિવાઈ ન ગઈ હોય.
‘અમોલ, તું જરાય ચિંતા ન કર. હું છું ને?’
‘આન્યા , મને ખબર છે’.
‘સાંભળ જરૂર હશે તો મારા મામ્મી અને પાપા પણ ત્યાં આવી તને હેલ્પ કરશે’.
‘સારું હું ફોન મુકું છું. આઈ એમ ઓન માય વે’.
આન્યા નિકળતા બોલી,’ પાપા, હું અમોલ પાસે જાંઉ છું. તેના મમ્માનો એક્સિડન્ટ થયો છે. અમોલના પપ્પા લંડન કામે ગયા છે.
જરૂર પડે તમને ફૉન કરીશ’. બોલીને પગમાં સેંડલ પહેરી નિકળી ગઈ. ઉઠીને હજુ ચા કે બ્રેકફાસ્ટ કર્યા ન હતા. સારું હતું કે આજે
શનિવાર હતો. કૉલેજ જવાની ચિંતા ન હતી.
જે રીતે આન્યાએ પરિસ્થિતિ સંભાળી. અમોલને ધીરજ બંધાવી. ચિંતા ન કરવાની સલાહ આપી. તે બન્ને જણાએ નિહાળ્યું. વિમલ ચા પીતા બોલ્યો, ‘હની તું અને હું આન્યાની ચિંતા કરતા હતા કે આ છોકરીના ગુસ્સાનું શું કરીશું.’
‘ હા પણ તેણે કેવી સરસ રીતે અમોલને સમજાવી હિમત આપી. ‘મમ્મીએ ટાપશી પૂરી.
વિમલ હીરાનો વેપારી હતો. હીરા તરાશવામાં એક્કો. જેને કારણે હીરાના માર્કેટમાં તેની શાખ હતી. આજે હીરા જેવી પોતાની દીકરી જોઈને તેનું મસ્તક ગર્વથી ઉન્નત થયું. વસંતીના મુખ પર મલકાટ છવાયો કે દીકરી સાસરે વળાવશે ત્યારે સંસ્કાર ઉજાળશે.ભલે ને ૨૧મી સદી હોય બાળકોનું સાચું શિક્ષણ કદી વ્યર્થ જતું નથી. સહુએ પોતાના લોહી પર ભરોસો રાખવો જરૂરી છે. જુવાનીમાં માતા અને પિતાની શીળી છાયામાં બાળકો ભલે લાડ કરે. જ્યારે પગભર થાય ત્યારે તેમનો અંદાઝ અનેરો હોય છે.
આન્યા અને અમોલ બન્ને કુટુંબની એરણ પર ઘડાઈ આકાર પામ્યા છે. ‘માતાની કાળજી, પ્રિય પાત્રની પડખે’, આજના જુવાનિયાઓ પોતાની જવાબદારી સમજતા હોય છે. ખાસ કરીને અમેરિકામાં જ્યાં દરેકને પોતાની કાબેલિયત પ્રમાણે આગળ આવવાની તક છે.  તેમની આવડતની કદર થાય છે. પરિણામ મનભાવન મળે છે.
-પ્રકાશ-
*****

જાણીતા કવિ અનિલ ચાવડા સાથે એક મુલાકાત“બેઠક” અને “જવનિકા” દ્વારા પ્રસ્તુતિ

IMG_3645 (2)

  “બેઠક” અને “જવનિકા” દ્વારા પ્રસ્તુતિ

IMG_3643 (2) anilbhai

jagruti (2)

 

 

 

 

 

રવિવાર તા.૨૦ માર્ચના સવારે ૧૦-૩૦ થી બપોરે ૧-૦૦ વાગ્યા સુધી, મિલપીટાસના ઈન્ડિયા કોમ્યુનીટી સેંટરમાં,પ્રજ્ઞા દાદભાવાળા દ્વારા ચાલતી બેઠકમાં  જાગૃતિ શાહ અને શ્રી શરદ દાદભાવાળાએ લીધી અનિલભાઈ ચાવડાની એક મુલાકાત અને અને બેઠકમાં સર્જાયું પાઠશાળાનું માહોલ જે બેઠકનો હમેશા પ્રયત્ન રહ્યો છે , જાણીતા ગુજરાતિ કવિ શ્રી અનિલ ચાવડા સાથે મુલાકાતમાં  25 થી વધુ લોકો એ હાજરી આપી હતી. Bay Area ના સાહિત્ય અને સંગીતના પ્રેમીયોએ એક મુલાકાત અનિલભાઈની  સાથે રેડિયો જોકી જાગૃતિ શાહ અને શરદ દાદભાવાળા સાથે પ્રશ્નોતરીમાં માણી અને શ્રી અનિલભાઈના જવાબોનો આનંદ મેળવ્યો હતો. શ્રી અનિલભાઈએ કેવી રીતે નાનપણથી જ કવિતા લખવાની શરૂઆત કરેલી એની રસિક વાતો ઉપરાંત, કવિતા પ્રત્યેનો તેમના તીવ્ર લગાવની વાતો સમજાવી હતી. કવિતામાં કયા કયા તત્વો જરૂરી છે, એની સરળ શબ્દોમાં સમજ આપી હતી. બેઠકના હાજર રહેલા સર્જકોના લાભાર્થે અનિલભાઈએ કવિતામાં છંદ અને લયનું મહત્વ સમજાવ્યું હતું, અને પાદપૂર્તિ માટે એક પંક્તિ આપીને છંદમાં કેમ લખાય એની સમજણ આપી હતી.આમ કવિતા અંગે અને લખવા અંગેનું જરૂરી માર્ગ દર્શન અનીલ્ભૈએ પૂરું પાડ્યું

આખા સમય દરમ્યાન વાતાવરણ સ્નેહમિલન જેવું રહ્યું હતું. અંતમાં સ્વાદિષ્ટ ભોજન જમીને બધા છૂટા પડ્યા હતા.

અહેવાલ :પી.કે.દાવડા

ફોટા : રઘુભાઈ શાહ,ભાવિની વિપાણી