બે શબ્દો-ગાંધી બાપુ

ચંદ્રકાંતભાઈ નું આ વાક્ય મને યાદ છે ..  હમેશા યાદ રહેશે …

બીજાં બધાં કામો વચ્ચે – જેણે આઝાદીના શ્વાસ આપ્યાં તેનાં શ્વાસ ખૂટ્યાની તારીખ ભૂલી જઈએ તે પહેલાં તેમની પુણ્યતિથિએ શત શત વંદન સહ…


 

એ કહે છે આવા હતા બાપુ
બીજો કહે છે  આવા હતા બાપુ
મને પૂછો તો બતાવું
તમને સૌને કેવા હતા આપણાં ગાંધી બાપુ

સંત ફકીરો જેવા બાપુ
હિંસા ના સાગરમાં જેમ
કોઈ હોય કરુણા નો ટાપુ
એવા હતા આપણા ગાંધી બાપુ

સત્ય ના પુજારી
અહિંસા ના ઉપાસક
સહુના વ્હાલા,પ્રેમ ની નિર્મલ ધારા
એવા અમારા ગાંધી બાપુ

અહિંસા નો માર્ગ અપનાવી
શાંતિ જયારે સ્થાપી ત્યારે
રાખ્યું મહાત્મા ગાંધી બાપુ .

આજે આ સડક
આ ઈમારત
આ સ્મારક નું નામ
રાખીયુ    મહાત્મા ગાંધી બાપુ

પણ વિચારવા ની વાત છે બાપુ
કેટલા ચાલ્યા તમારા ચિન્હો પર
નહીતો આવી હિંસા ન હોત બાપુ

સફેદ ખાદી ટોપી પહેરી
કહેવા બોલવાની વાત  બાપુ
અંદર લડી લડી કાપવાની વાત બાપુ

ક્યાં છે મારા બાપુ
શોધું છું હું મારા બાપુ
કોઈ બોલાવો મહાત્મા,ગાંધી બાપુ..

વિનંતી  છે સૌને મારી
ખુબ લડી ને આપી તમને .
સાચવજો આપણી આઝાદી બાપુ .

એ કહે છે આવા હતા બાપુ

બીજો કહે છે  આવા હતા બાપુ
મને પૂછો તો બતાવું
તમને સૌને કેવા હતા આપણાં ગાંધી બાપુ

ખરી શ્રદ્ધાંજલિ દેજો સૌ
ચાલશો જો બાપુ ના ચિન્હો પર
શાંતિ જળવાશે વિશ્વભર
પછી ગર્વથી કહેજો સૌ
મારા બાપુ, આપણાં,  સૌના  ગાંધી બાપુ
પૂજ્ય મહાત્મા ગાંધી બાપુ


સાલું “આઈ લવ યુ” કહેવાનું જ રહી ગયું?

મિત્રો,

વેલેનટાઇન્સ ડે નિમિતે  એક સરસ મજાની કવિતા  આપણાં રાજેશભાઈ એ ગમતા ના ગુલાલ ..માટે મોકલી  છે .. વાંચશો એ ભેગા કહેશો ..સાલું “આઈ લવ યુ” કહેવાનું જ રહી ગયું? . ઘણી વાર  વ્યક્ત કરવા જાવ  ત્યાં તો બધું ભૂલી જાવ …અરે હદ તો ત્યારે થાય … સાલું  જેને નહતું કેહવું તેને પણ કહીં દીધું..

મિત્રો આ વાત સાવ સાચી છે ..પ્રેમ એવી અનુભૂતિ છે જેને જેટલા જુદા જુદા સ્વરૂપે વ્યક્ત કરો તોય સંપૂર્ણ રીતે ન વ્યક્ત કરીશકો. …આ કવિતામાં રમુજ ની અંદર પ્રેમ દેખાશે …

સુરેશ દલાલ ની એક કવિતા યાદ આવી ગઇ

હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત,
એટલી વાતને કહેવા માટે કેટલો વલોપાત.

.



સાલું “આઈ લવ યુ” કહેવાનું જ રહી ગયું?

જીન્દગી આખી જતી રહી

પણ સાલું “આઈ લવ યુ”

કહેવાનું જ રહી ગયું?


જીન્દગી આખી વિતાવી

તને સમજવામાં.
પણ “આઈ લવ યુ”

કહેવાનું જ ભૂલી ગયો.


દુનિયા આખાને કહી દીધું

પણ સાલું તને જ કહેવાનું રહી ગયું,

અરે હદ તો ત્યારે થઇ ગઈ સાલું

જેને નહતું કેહવું તેને પણ કહીં દીધું

સાલું તને એકલાને જ કહેવું રહી ગયું.


એક જીન્દગી કાંફી નથી સાલું
તને સમજવામાં

લેવાં પડશે કેટલા જન્મ

રહેવા દે ” જીવ ” તને ખબર નથી.


જીન્દગી આખી વહી જાય છે.
પણ જીવન કોરું રહી જાય છે.
ના કહેવાનું કહેવાય જાઇ છે.
સાલું જે કહેવાનું તે જ રહી જાય છે

જે કંઈ પણ બચ્યું હતું તે સાલું
વહી ગયું આ જીવન સરીતા માં.

શબ્દોં ખોખલા હતાં, વિચારોં બોખલા હતાં.

આચરણ માં અભાવ હતોં વ્યવહાર માં કભાવ હતોં.


સાચું કહું છું શ્રીનાથજી
આ ” જીવ ” ને ખબર નથી
થઇ શકે તો માફ કરી દે જે
નહિ તો તારી સજા માટે ” જીવ” છું.

જીન્દગી આખી જતી રહી

પણ સાલું “આઈ લવ યુ”

કહેવાનું જ રહી ગયું?

જીતેશ શાહ

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા દશાબ્દિ મહોસવ

મિત્રો

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા ચાલુ વર્ષે તેની દશાબ્દિ મહોસવ ઉજવે છે
આપ સૌને તે ઉજવણી માં આવવા નિમંત્રણ છે
ટીકીટ માટે સંપર્ક રસેશ દલાલ ૨૮૧-૮૫૬-૮૫૭૭.
આપની પાસે અમારી અપેક્ષા…
આપ આવો..સાથે સાથે તમારા મિત્રોને લાવો
અથવા ગુજરાતી ભાષાનાં ચાહકોને આ પ્રોગ્રામ વિશે જાણ કરો
અમને આપની શુભેચ્ચ્હાઓ અને આશિર્વાદો આપો કે જેથી હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા જે કામ કરેછે તેવું તમારા ગામ, નગર કે જ્ઞાતિમાં કરાવો
વધુ માહિતી સાથે બીડી છે.
Thanks

 

Vijay Shah વિજય શાહ
Future belongs to those who dare!

 

જન્મદિન શુભેચ્છા

મિત્રો આજે  મેઘલાતામાસીને  જન્મદિવસની  આપણાં બધાવતી  શુભેચ્છા આપી દઈએ … માફ કરજો લખનારનું નામ નથી ખબર ..

લાગણી નો એ ભીનો અહેસાસ કરાવી દઉં,

ચાલો વર્તમાન મા એ ભૂતકાળ ફરાવી દઉં,

નથી આ સમણું એ હકીકત જણાવી દઉ,

બસ થાઓ ઉભા

તમને આ વર્ષગાંઠ ની શુભેચ્છા પાઠવી દઉ.

સાથે સાથે કરુ હું પ્રભુ ને પ્રાર્થના કે………

કે દઇ દે તુ એને એટલી ખુશી……..

પછી ભલે માંગે ઉધાર જિંદગી………

જો હજી ખૂટે તો દઈશ મારી બંદગી-જિંદગી

પણ કદી ના ન કહેતો તારી દુકાન બંધ કરી

સાચવજે તેને મારી જ તારી પોતાની ગણી

વરસવા દેજે એના મુખે હાસ્ય ની એ અવિરત છડી..

જે છે હાલ ની ઘડી..

આ અનુપમ ઘડી…

મેઘલતાબહેન મહેતા-સમય વીતી ગયો ..

આજે મેઘલતામાસીની એક સુંદર રચના લાવી છું ..મને મેઘલતામાસીની એક વાત ખુબ ગમે છે અને તે છે .જિંદગીનો હકારાત્મક અભિગમ… આજે ૮૪ વર્ષે   હાથ પગ  ના ચાલતા હોય ..શરીર સાથના દેતું  હોય ત્યારે  એ મક્કમ પણે આગળ વધી રહ્યા છે .

એમની પંક્તિમાં કહુંતો….

જુવાનીના  જોમમાં જીવવાની ટેવ પડી ગઈ છે  જિંદગીભ રની,કે આ આવી રહેલું અડવડતું ઘડપણ ,અણગમતા અતિથી જેવું ભાસે છે .
ભૂતકાળનો પાલવ પકડી …
જે ટમટમ્યા કરે ..
તેનો વળી વિકાસ  કેવો ?…જે ભૂતકાળ ના ભૂત ની પકડ થી છટકી ,
જે દોડ મુકે આંખ મીચી –તેજ આગળ આવે છે …વિકાસ સાધે છે .
એમની કવિતા નો સંદેશ છે …જિંદગી ના સત્યને અપનાવો ..
મેઘલતામાસીની પોતાના માટે સારું શું કે ખરાબ શું તે નક્કી કરવાનું કામ ઈશ્વર   ઉપર છોડી દે છે. ઈશ્વર જે કરે પછી તે ખરાબ હોય કે સારું, તેને વિના હીચકીચાહટ સ્વીકારી લે છે ને તેને ‘તેમની’ મરજી લેખે છે. એટલુંજ નહિ ..આશાવાદી પણ છે ..હજી પણ જિંદગીના રંગો પૂરવા છે ..તેમના  આ અભિગમ ને લીધે દરેક  સવાર એક કોરી પાટી છે ..

અને નવી આશાનું કિરણ છે ..

મિત્રો તો ચાલો  તેમના  અનુભવનો નીચોડ આપણે  કવિતામાં માણીએ..

સમય વીતી ગયો…

હા, લખવાનો સમય તો જાણે વીતી ગયો ..કદાચ
જીવન જાણે ખીચોખીચ -ને તો ય ખાલીખમ  !
ખીચો ખીચમાં તો શું લખું ?     ગૂંચવાડો  જ ગૂંચવાડો
ને ખાલીખમમાં  શું લખું  ? શુંન્ય જ બધું ,

છતાંય વર્ષે વર્ષે નવું આવે ,
ને નવી વાતો નહિ તોયે
નવી આશાઓ લાવે
એમાં  ભરવાનો ઉમંગ આપણે –
ને જીવનમાં રંગ પણ
પૂરવાના આપણે જ ને !
વર્ષનું કામ તો દર વર્ષે
પાછા આવવાનું -વર્ષે વર્ષે
નવા નક્કોર અને કોરા કટ્ટ થઈને …

મેઘલાતાબેહન મહેતા


 

મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ

॥ॐ॥
सुख,शान्ति एवं समृध्दि की मंगलकामनाओं के साथ
आप एवं आप के परिजनोँ को लोहडी एवॅ मकरसॅक्राति की हार्दिक शुभकामनाएं
॥ॐ॥
તન માં  મસ્તી મનમાં  ઉમંગ
ચાલો આકાશમાં ભરીદીયે રંગ 

ભૂલી જઈએ જૂની વાતો
અને ઉજવીએ સૌ સાથે સંગ
અને ઉડાવીએ સાથે ખુશીનો પતંગ

મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ……
શબ્દો તમે આપજો ગીત હુંબનાવીશ,
ખુશી
તમે આપજો હસીને હું બતાવીશ,
રસ્તો
તમે આપજો મંજિલ હું બતાવીશ,
કિન્યા
તમે બાંધજો પતંગ હું ચગાવીશ.
સહેજ ભીની સહેજ કોરી હોય છે,
લાગણી
તો ચંચળ છોરી હોય છે,
હોય
છે રંગીન પતંગો બધાની પાસે,
પણ
બહુ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.
આતો દુનિયાની રસમ એને નડે છે,
બાકી
દોરી થી અલગ થવાનું પતંગને ક્યાં ગમે છે,
પણ
શાયદ નસીબમાં છે એનું કપાવાનું,
એટલે
ઘણા હાથમાં ચગે છે.
પીંછા વિના મોર ના શોભે,
મોતી
વિના હાર ના શોભે,
તલવાર
વિના વીર ના શોભે,
માટે
તો હું કહું છું કે
દોસ્તો
વિના ઉત્તરાયણમાં ઘરની
અગાસી નાશોભે.


સાઠમાંથી સાતના

મિત્રો ,
આજે એક મેઘલતાબહેનની  સુંદર કવિતા લાવી છું

જે વાત કહેવામાં જીભ  અને આંસુ નિષ્ફળ જાય તે વાત માસી એ શબ્દો માં વણી  લીધી છે ..૬૦ વર્ષે ઉજવણું થતું હોય  .૬૦ મીણબતી બુજાવતા આંખનું  પલ્કારું મારીએ  એને  ત્યાં  તો જન્દગી ભૂતકાળમાં સરી જાય.. ત્યારે…. હું  એકવાર સાત વર્ષની હતી ..ત્યારે આમ.. ત્યારે તેમ ….

કહેતા કહેતા આંખ માંથી આસું સરી જાય..

સાત વરસ ની ઉમ્રથી છૂટી ગયેલા મિત્ર કંઈ
ડોહોળાઈ ગયેલી યાદને ઝંખવાઈ ગયેલા ચિત્ર કંઈ

આખા કાવ્યમાં   લાગણી સાથે,જીવનના મનોમંથનના પણ દર્ષન થયા.
જિંદગીની એક એવી હકીકત કાવ્યમાં વણી લીધી કે અને અપનાવ્યા વગર છુટકો જ નથી ..મને યાદ છે મારી દીકરીના લગ્ન થયા ત્યારે હું  હવે નાની ન
થી રહી આવું મહેસુસ કર્યું .

કાવ્ય માણવાની સાચી મઝા તો ત્યારે જ આવે  જયારે વાચનાર ને લાગે હા આવું જ હોય ..

કે વાંચ્યા પછી કહેશો કે આતો મારી જવાત છે ..


સાઠમાંથી સાતના

જિંદગીની સાંકડી શેરી અતિ વાંકીચૂંકી
એમાં વળી ગલીઓ ઘણી ,કોઈ આમ આમ જતી કોઈ તેમ જતી

આયખાની આ સફર થંભ્યા વિના દોડી જાતી
પણ યાદના સભારણનાનનાં બસ અહીં તહીં છોડી જાતી

સાઠનું સ્ટેશન વટાવ્યું ,કઈ સ્મરણ -વિસ્મરણ થયાં.
મિત્રો ,સ્નેહી ને સગા ,સૌ અહીં તહીં છૂટતાં  ગયાં .

જિંદગી પાછી વળે ના ,શોધવું  કંઈ શક્ય ના .
પણ સ્મરણની આ સફરને પણ રોકવાનું શક્ય ના .

વિસરાયેલાં નામો અને કામો અને સંભારણાં.
કાં સાંભરી  આવે અચાનક જ્યમ ચમકતા તારલા ?

સાત વરસ ની ઉમ્રથી છૂટી ગયેલા મિત્ર કંઈ
ડોહોળાઈ ગયેલી યાદને ઝંખવાઈ ગયેલા ચિત્ર કંઈ

કંઈ કેટલી વાતો મધુરી કહેવાની યે રહી ગઈ ?
કેટલાય  હમ સફરની સફર અધુરી રહી ગઈ .

સાઠ  વટાવ્યા ,વાટમાં ત્યાં કોઈ અચનાક મળી ગયું
“કેટલા બદલાઈ ગયાં ?’ હૈયું વાલોવાઈ ગયું .

હાથ ઝાલી સ્મરણ નો ,ડગલી જરી પાછી ભરી .
જિંદગીની સાંકડી  શેરી તરફ દ્રષ્ટિ  કરી .

વાંકી ચૂંકી  ગલીઓ વટાવી ક્ષણમાં  બધું ખુંદી વળ્યાં.
આનંદછોળો પર મીઠી  યાદ નૌકા સરી રહી .
છૂટી ગયેલા મિત્રના ચિત્રો વળી તાજાં થયાં .
ખબર  પડી ના સાઠમાંથી સાતના ક્યારે થયા …

મેઘલાતાબેન મેહતા