ઉત્સવ

 પ્રજ્ઞાજુ તરફથી એક સુંદર ઈમૈલ મળી જે અત્યારના પ્રસંગ ને અનુરૂપ છે .

માનવી ઉત્સવ ઉજવે છે કારણ રોજીંદા જીવથી કૈક નોખું કરવા માટે

નાતાલ એટલે ઉત્સવના દિવસો તો ચાલો ઉત્સવનો નવો દ્રષ્ટિકોણ જોઈએ .


(ઓશો)રજનીશજી ઉત્સવ કોને કહે છે.

હું જે સમજી છું તેનો ભાવાનુવાદ કરી લખું છું .

મારી કોઈ ભૂલ હોય તો માફ કરશો .


ઉત્સવ

આપ માત્ર દ્રષ્ટા છો

મન પણ  છે શરીર  પણ છે,

પરન્તું તું શરીર નથી તેમજ મન , (ચિત્ત,)પણ નહિ .

તું જયારે  દ્રષ્ટા થાય છે ત્યારે વધુ સંકેંદ્રણ બને  છે .

અને દ્રષ્ટા થવાથી તું વધુ ને વધુ નજીક આવે છે

સાર્વત્રિક કેન્દ્ર તરફ

માત્ર દ્રષ્ટા થવાથી

તું પામે છે શાશ્વતી

અને તેનો અસાધારણ  અમરત્વ આનંદ

 ત્યારે પોતાની અંદરના બુદ્ધને (શુદ્ધ આત્મા ) અનુભવે છે .

અને આખું જીવન જાણે એક ઉત્સવ બની જાય છે

એક ઝળહળતા દિવ્ય પ્રકાશનો ઉત્સવ

અને પ્રત્યક  ક્ષણ જાણે (સંસ્કાર) જાગૃતિ

પ્રત્યક ક્ષણ નૃત્યોત્સવ

અને પ્રત્યક  ક્ષણ હજારો  ફૂલો

ખીલવાં માંડે છે ચૈતન્યમાં

દ્રષ્ટા જેમ જેમ ઊંડો  ઉતરે  છે  .

તેમ તેમ અદૃશ્ય અમૂલ્ય તત્વને પામે છે .

(ઓશો)રજનીશજી

દ્રષ્ટિ સ્વભાવસન્મુખ થાય એટલે પોતાને પોતાના દર અસલ શુધ્ધ સ્વરૂપની પ્રતીતિ થાય

સનાતન જાગૃતિ -નિજ સ્વરૂપનું ભાન અને એજ પર્વ- એજ ઉત્સવ-

મેરી ક્રિસમસનાં વધામણાં

આ   જગતમાં  ખૂણે   ખૂણે ઝળકતી  ” ક્રિસ્ટમસ”   ઉજવાય

દાદા  “સાન્તાક્લોઝ”   મધ્ય  રાત્રીએ  રમકડા  મૂકી જાય
સોનેરી ચશ્મા શોભે,  ખભે  થેલો   ઉચકતા   ક્યાંક દેખાય
લાલ કપડામાં શોભે દાદા, શ્વેત દાઢી મૂછોમાં મલપતા જાય

મિત્રો યાદ છે આ પંક્તિઓ
ગયા વર્ષે પદ્મામાસીએ નાતાલ ઉપર સુંદર કવિતા મોકલી હતી . માસી જયારે  પણ તમારી એ કવિતા વાચું છું  ત્યારે  થાય છે કે કાશ મને  ફરી એ મારૂં બાળપણ મળે અને હું 
” ક્રિસ્ટમસ” ઉજવું  બાળક જેવી સરળતા જો આપણી પાસે હોય તો દરેક જગ્યાએ વધારે પડતી બુદ્ધિ વાપરવાની  જરુર નથી હોતી.
સરળતામાં  બહુ બધા પ્રશ્નોનું  નિરાકરણ હોય છે
. (દાદાભગવાન )
માસી ભગવાને આપને   સંવેદનશીલ હ્રદયની સાથે સાથે એ તીવ્ર અનુભૂતિને સરળતાની ભાષામાં સાહજીક રીતે કાગળ પર ઉતારવાનું અલભ્ય વરદાન આપ્યું છે તમને તો કયાંય અટકતા નહી.

દર વખતની  જેમ  આપણાં શીઘ્ર  કવિ ગોવિંદભાઈ એ ત્વરિત

કવિતા બનાવી છે . તો માણો

મેરી ક્રિસમસનાં વધામણાં

  ઇઝરાયેલની પાવન ભૂમિએ  જેરુસલેમમાં  જન્મ પાયા

 
જીસસ છે  નામ પ્યારૂ  એ માતા મેરીના  લાડલા  જાયા
 
ક્રોસ  શીખવે માનવ  ને  જીવન જીવવાના સરવાળા
 
ગુણાકાર કરવા ક્રોસ  જરા આડો ફેરવો બને ગુણકારા
 
સર્વે ને પ્રેમનો સંદેશ આપી જઈને શુળીએ  ચડનારા
 
હદય  બને નિર્મલ  માનવનું  એ પ્રેમ સંદેશ ઝીલનારા
 
=============================================== 
સ્વપ્ન જેસરવાકર 
બસ તમારા પ્રેમ અને સહકાર આમ જ મારી સાથે રહે એવી પૂરા દિલથી ઈરછા..નાતાલ મુબારક,

નિવૃત્તિ એટલે મનગમતી પ્રવૃતિ કરવાનો અવસર

મિત્રો,
આપણે જયારેઆ બ્લોગની રચના કરી ત્યારે એનો મુખ્ય હેતુ આપના વડીલોને પ્રોત્સાહિત કરવાનો હતો ..કારણ .
કેટલાકને નિવૃત્તિ પચતી નથી. નિવૃત્તિ આવતાં તેઓ ખાલીપણું અનુભવે છે, નિવૃત્તિમાં સરખી ગોઠવણ ન થાય તો સમય કેમ વિતાવવો એ ચિંતાનો વિષય બની રહે છે. નિવૃત્તિનો ઉત્તમ અને સંતોષપ્રદ ઉપયોગ કઈ રીતે થઈ શકે તેનો ગંભીરતાપૂર્વક આપણે  ભાગ્યે જ વિચાર કરીએ છીએ.  મનુષ્યને જે નામ અને શરીર મળ્યાં છે તેને તેણે સાધનરૂપ ગણી  તે બન્નેનો ઉપયોગ કરવો જોઈએ.સમજણપૂર્વક છોડવું એ જ સાચી નિવૃત્તિ છે.ઘણા નિવૃત્તિને સ્વીકારી શકતા નથી … જે સંયોગો છે તેનો સ્વીકાર કરી લેવો અને શાંત ચિત્તે તેમાંથી રસ્તો કાઢવો, એનું નામ સમજણ..

આજ વાત દાદા અને વિજયભાઈ તેમના પુસ્તકમાં લઇ આવ્યા છે ..જિંદગીના સત્યને સહજ  સાદા પણ પ્રભાવશાળી શબ્દોમાં  રજૂ કરતુ પુસ્તક  વાંચવાનું ચૂકશો નહિ .. દાદા ક્હે છે …..“હકારાત્મક જીવન એ સુખી થવાની ગુરુચાવી છે.”   નિવૃત્તિ વિષયની  સમઝમાત્ર એક વાક્યમાં ..*તો  પાના ૮૯ પર દેખાડેલો  તત્ત્વજ્ઞાનનો સિદ્ધાંત માત્ર નિવૃતિમાં નહિ જીવનમાં પણ કામ આવે તેવો છે  “અનેકાંતવાદ એમ કહે છે – – મારો અભિપ્રાય સાચો હોઈ શકે અને તમારો અભિપ્રાય પણ સાચો હોઈ શકે.” આ પુસ્તક વાચ્યા પછી  હુંપણું અને મારાપણું ઓગળી  જાય ….  જીવન હળવુંફૂલ બની જશે .. આ પુસ્તકમાં અમુક લેખો હળવાફૂલ છે ,આ પુસ્તક વાચ્યા  પછી નિવૃત્તિની પળો માણશો ..એ સાવ જુદી હશે
દાદા પાસે વર્ષોનો અનુભવ છે  અને વિજયભાઈ પાસે થીઅરી . કોની વાત કરું? મારી ક્ષમતા બારની વાત છે એના કરતા આ વાંચી લો તો જાતે જ અનુભવશો..

દરેકે વાંચન, ચિંતન, અને આચરણ કરવા જેવું રસમય પુસ્તકઃ “નિવૃત્તિની પ્રવૃત્તિ’

“નિવૃત્તિની પ્રવૃતિ”-પુસ્તક  ભારત ખાતે કિફાયતી દરે ઉપલબ્ધ છે.

        હરેકૄષ્ણ મજમુદાર દાદા આ પુસ્તક દરેક લાઇબ્રેરી અને ઘરડાઘર ખાતે મોકલવા ઇચ્છે છે .

માહિતી જેવી કે સરનામુ અને સંપર્ક નંબર સાથે માહિતી મોકલવા વિનંતી

હરેક્રિષ્ણ મજમુદાર (દાદા) નો સંપર્ક (650) 325-2760.
haripremi@hotmail.com
450 Melville Avenue
Palo Alto CA 94301

Address in India is
Adarsh prakaashan
Bala hanuman paase
gandhi road
Contact Nirav madrasi 9898458495

વિજય શાહ નો (ભારતમાં)સંપર્ક
0265- 2784446
Vijaykumar.shah@gmail.com
૩૬ નીલકમલ સોસાયટી
નિઝામપુરા, વડોદરા ૩૯૦ ૦૦૨

ન્યૂ જર્સીમાં ૨૦૦૬માં ભરાએલી વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સમાં વિજય શાહની ‘દાદા’ તરીકે ઓળખાતા હરિક્રિષ્ણ મજમુદાર  (હરિપ્રેમી) સાથે પ્રત્યક્ષ  મુલાકાત થઈ. એકલા આવેલા દાદાની તબિયતની સંભાળ રાખવા વિજયભાઈ હોટેલમાં  દાદા સાથે એમની રૂમમાં તેમના કેર ટેકર તરીકે રહ્યાં. અને સિનિયરોની સેવા અંગે ઘણી વાતો થઈ. દાદા પાસે વર્ષોનો અનુભવ હતો અને વિજયભાઈ પાસે થીઅરી હતી. એ પછી એ બન્નેની સાધનામાંથી સર્જાયું “નિવૃત્તિની પ્રવૃત્તિ” પુસ્તક જે અમેરિકાના “AuthorHouse” દ્વારા તાજેતરમાં પ્રગટ થયું છે.પેલો એલ્ટો, કેલિફોર્નિયામાં વસતા અને કેટલાક દાયકાઓથી વેલફેર અને ઈમીગ્રેશન અંગે ફી વિના મદદગાર થતા દાદા હાલ ૯૦ વર્ષના છે. દાદા હકારાત્મક જીવન જીવવાનો વ્યવહારિક સંદેશો આપનારા, અને પૂર્વગ્રહો છોડી આજમાં જીવવાની શીખ આપનારા ગુરુ છે.અને હ્યુસ્ટન, ટેક્સાસમાં વસતા ૫૭ વર્ષના વિજય શાહનો વ્યવસાય નાણાકીય સલાહકાર છે અને ૩૩ વર્ષોથી સિનિયરોની સેવા કરી રહ્યા છે.નિવૃત્તિની (કમાવા સિવાયની) પ્રવૃત્તિના અને અન્ય અનેક દાખલાઓ અને માહિતી આપતું આ પુસ્તક રસમય બન્યું છે. ગુજરાતીમાં નિવૃત્તિની પ્રવૃત્તિ વિશેનું આ  પ્રથમ પુસ્તક છે. નિવૃત્તિનાં વર્ષોને માનસિક અને સામાજિક રીતે સંતોષકારક બનાવવાનાં, અને શાંતિ અને આનંદભર્યાં કરવાની પ્રેરણા અને વિચારો આ પુસ્તકમાંથી મળે છે. પુસ્તક એટલું રસમય છે કે વાંચવા માંડ્યા પછી નીચે મૂકવાનું મન નહીં થાય. પુસ્તકમાં હ્રદયદ્રાવક પ્રસંગો, અને ખડ ખડ હસાવતી વાતો અને કાર્ટૂનો પણ છે. ટૂંકી પ્રસંગકથાઓ ગમ્મત સાથે જ્ઞાન આપે છે.  સૌ માટે આ પુસ્તક પ્રેરણાનો ખજાનો છે – –ગીરિશ પરીખ