મિત્રો
મેઘલાતાબેહન મહેતાને તો આપ સહું જાણો છો .અને આપ સહું વારંવાર એમની કવિતાઓ પણ માણો છો ..તો એમની કવિતા રજુ કરતા પહેલા એક વાત ખાસ કહી દઉં કે આપણા બ્લોગ પર એમની કવિતા સૌથી વધારે કયારે લોકોએ વાચી અને માણી તો આ word press નાં અહેવાલ જોઈએ .
(A New York City subway train holds 1,200 people. This blog was viewed about 6,100 times in 2011. If it were a NYC subway train, it would take about 5 trips to carry that many people.) The busiest day of the year on your blog was January 5th with 178 views. The most popular post that day was મેઘલતાબહેન મહેતા..

તો આજે ચાલો હોળીના ઉત્સવે એમની એક સુંદર રચના માણીએ ..આમ તો માસી અત્યારે તબિયત સારી ન હોવાથી રીહેબમાં છે .પરંતુ કહે છે ને જ્યાં ન પોહ્ચે રવિ ત્યાં પોહ્ચે કવિ.મને મેઘલતામાસીની એક વાત ખુબ ગમે છે અને તે છે .જિંદગીનો હકારાત્મક અભિગમ… આજે ૮૪ વર્ષે હાથ પગ ના ચાલતા હોય ..શરીર સાથના દેતું હોય ત્યારે એ મક્કમ પણે આગળ વધી રહ્યા છે.એમની પંક્તિમાં કહુંતો….જુવાનીના જોમમાં જીવવાની ટેવ પડી ગઈ છે જિંદગીભ રની,કે આ આવી રહેલું અડવડતું ઘડપણ ,અણગમતા અતિથી જેવું ભાસે છે .
માસી શબ્દોના સર્જનના દેરેક વાચક આપની સુખાકારી પૂછી Get Well Soon નો સંદેશો પાઠવે છે ..
આપની સૌમ્ય સુંદર અને વિવધતા ભરી કવિતા સૌને માણવી ગમે છે .હોળીના પ્રસંગે આપની રાસની રચના રજુ કરું છું .પરંતુ હું તમને અને તમારી ખાસિયત ને જાણું છું ત્યાં સુધી તમે રાગ સાથે એનું સર્જન કર્યું હશે જો સાંભળવા મળે તો વુંન્દાવન ઉભું થઇ જાય ..
મિત્રો
આ રાસ દ્વારા પ્રેમ ,અને હૃદયની સાહજીકતાથી રાધાનો ભૂલનો નો સ્વીકાર ,લઘુતમ ભાવનું પંચામુત હોળીના પર્વે પીરસી જાય છે .
અને કવિતા નાં અંતમાં અહંકાર ઓગળીને મહામુલું અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત કરાવે છે..
હે ગોરી ગોરી રાધિકા ને…..
હે ગોરી ગોરી રાધિકા ને સાવ શામળો કાન,
રંગે રમતા ,રમતા રૂઠતાં મસ્તીમાં મસ્તાન,
અદ્વૈત છતાંયે દ્વૈત બનીને ,ખેલે રાસ મહાન,
મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.-o
હે રાસે રમતી રાધિકા ને ફાગ ખેલતો કાન,
પ્રીતે રંગે ,ભીંગે ચીરે ,બની ગયા એકતાન ;
રંગ રૂપનું રાધાને ત્યાં ચઢયું ગર્વ ગુમાન ,
મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.-o
હે રીસ કરીને રાધા ઉઠી ,મુખ પર ધરી મુસ્કાન ;
“ગોરી ગોરી હું રાધિકા ને તું તો શામળો કાન ,
તારો મારો મેળ નહી ,તું થી હું છું મહાન ,”
મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.-o
હે રાધિકાની રીસ જોઈને ,હસીને બોલ્યો કાન ;
“શામળો છે ત્યારે ગોરા રંગનું આવડું અદુકું માન,
બધા રંગ હું પી ગયો,ને તું મા સર્વે સમાય,
મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.-o
હે રીસ છાંડીને રાધા બોલી ,”માફ કરી ધો કાન ,
લઇ લો ગોરો વાન દઈ ધો શ્યામલ રંગનાં દાન .
અહંકારના સંગમાં થઇ ગઈ અભિમાને બેભાન .”
મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.-o
હે ‘તમથી અદકી ગણી મેં મુજને ,ગાયું નિજ ગર્વીલું ગાન
શ્યામલ રંગે ઝગમગો,તમ યોગ ને તપની એવી શાન ,
કાપો આ અજ્ઞાન નઠારું ,ભરી ધો.મુજમાં જ્ઞાન .”
મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.-o
હે ” ‘તું ‘ ‘માં’ ‘હું ‘ ને ‘હું ‘માં .’તું ‘,એમ આપણ એક જ જાન
કહાન કૃપાથી રાધા પામી ,મહામુલું અદ્વૈત જ્ઞાન
અદ્વૈત છતાંયે દ્વૈત બનીને ,ખેલે રાસ મહાન.
મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.-o
મેઘલાતાબેહન મહેતાUpload/Insert 
Like this:
Like Loading...