જન્મદિન હોય લગ્નદિન હોય પણ આ ક્ષમાપના દિન એટલે શું ?
સામાન્ય રીતે ક્ષમા એટલે એક મન થી લીધે લો એક એવો નિર્ણય કે જેમાં જતું કરવાની સમપૂર્ણ ભાવના હોય .અને વેર ભાવને ત્યાગીને જાગૃતિ સાથે સ્વીકારની સહભાવના અને અને જ્યાં આત્મા અને જ્ઞાન નું તાદાત્મ્ય હોય .નકારત્મક ભાવ માંથી પોતાને આઝાદી આપી જીવન માં આગળ વધવાનો અવસર… માટે ક્ષમા એ વીરનું ભૂષણ કહ્યું છે .દરેક માનવીએ અવકાશ મળે તો ક્ષમાપના માગી લેવી જેથી જીવન માં આગળ વધી શકાય ..
જૈન ધર્મમાં એ માટે ખાસ અવસર દીધો છે . સવંત્સરી અથવા દશલક્ષણી પર્વ એનો અતિંમ દિવસ ક્ષમાપના દિન તેરેકે ઓળખાય છે .મન, વાણી અને હૃદયને શુદ્ધ કરી ક્ષમા માગવાનો અવસર….શ્વેતાબર સંઘ ઉપરાંત દિગંબર-પરંપરા પણ પોતાની રીતે પર્યુષણ પર્વની ઉજવણી કરે છે. દિગમ્બર પરંપરામાં દશ પ્રકારના ધર્મ (ક્ષમા, માર્દવ, આજર્વ, ત્યાગ, સંયમ, તપ, સત્ય, શૌચ, અકિંચનતા અને બ્રહ્મચર્ય)ની આરાધનાના દ્રષ્ટિકોણથી આ પર્વને ‘દશલક્ષણી’ કહેવામાં આવે છે. દશ ભાદરવા શુકલા પંચમીથી શરૂ થાય છે.
પર્યુષણ મહાપર્વમાં સતત આધ્યાત્મિક સાધના આરાધના દ્વારા અંતઃ કરણની મલિનતાને દૂર કરવાની મુખ્યતા હોય છે. પર્યુષણ મહાપર્વનો દ્રશ્યમાન જગત સાથે સંબંધ હોવા છતાંપર્યુષણની સમગ્ર મહતા અંતજર્ગત સાથે છે….
આજ વાતને માસીએ કવિતામાં આલેખી છે . મિચ્છામીદુક્કડમ કહેતા પહેલા એના અર્થને જાણવો ખુબ જરૂરી છે .આમ જોવા જેઇએ તો માસી પોતે જૈન નથી પરંતુ જૈન ધર્મનો આખો નીચોડ આ કવિતામાં આપી દીધો છે. જે માસીના સહજ સ્વભાવની પ્રતીતિ કરાવે છે .
તો ચાલો મારાવતી આપ સહુને
……….મિચ્છામીદુક્કડમ …..
..ક્ષમાપના દિન.
પર્યુષણ મહાપર્વનો છેલ્લો દિવસ એ ક્ષમાપના દિન
મન વાણીને કર્મના બંધન છોડી શુદ્ધ ભાવનાનો દિન
અંતરમનના કષાયો, મનમેલ ધોઈ સંવત્સરી ઉજવીએ
ભૂત ભાવી અને વર્તમાનની કટુતા ધોઈ શુદ્ધ થઈએ
પરિવાર સગા સ્નેહીને ક્ષમા કરવાનો આ શુભ દિન
ખમાવવાનું ઉત્તમ પર્વ, સંવત્સરી મિચ્છામી દુક્કડમ
પરિવારમાં પ્રસરેલા કટુતાના નિવારણનો આ દિન
નવા વિચાર, વાણી ને વર્તનને સુધારવાનો દિન
પાંચ મહાવ્રત લઇ ઉત્કર્ષને જીવનમાં અનેરું સ્થાન આપીએ
વહેલા સૂઈ અને વહેલા ઉઠો, જમવામાં અન્ન નવ છાન્ડીએ
પાણીનો દૂર્વ્યય ના કરીએ, સંગ્રહ વૃત્તિને છોડીએ
જરૂરિયાતમંદને મદદ કરવા પાંચ મહાવ્રત્ત લઈએ
શ્રી મહાવીર ને બુદ્ધની ભાવનાઓને જીવનમાં ઉતારીએ
આપણુ જીવનધ્યેય બનાવી ૮૪ લાખ યોનિમાંથી ઉગરીએ
સત્ય, પ્રેમ, કરુણા ને અહિંસાના મોક્ષ માર્ગને અનુસરીએ
પર્યુષણ પર્વે, સંવત્સરી, મિચ્છામી દુક્કડમ સૌને પાઠવીએ
……..પદ્માબેન કનુભાઈ શાહ………
.
Like this:
Like Loading...