Monthly Archives: April 2014
ઘડપણ-પદ્માબેન કનુભાઈ શાહ
ઘડપણ
ઘડપણ
યુ.એસ.એમા સિનિયર્સસૌપ્રૌઢનાગરિકકહેવાય
પચાસપંચાવનપછીપ્રવૃત્તિમાંશિથિલતાજણાય
આંખોમાંઝાંખપવરતાતી, ઝટસોયનાપરોવાય
ચશ્માનીજરૂરતસમજાતી, સહેલાયથીનવંચાય
દાંતનાચોકઠા ‘ફીટ’ રાખી, પાણીપૂરીનેપીઝાખવાય
ધિખતાગરમીનાદિવસોમાંગોગલ્સથીઆંખોસચવાય
‘એમપીથ્રી’ ખિસ્સામાંરાખી, કર્ણપ્રિયસંગીતસંભળાય
કોમ્પુટરટેબ્લેટઆઇપેડશીખીવિજ્ઞાનજગતનેજાણીયે
કાનનીજોતકલીફહોયતોહિયરીંગએઇડથીસારૂસુણાય
ડોશીવૈદાનોજમાનોવિત્યો, એનેસિનએસ્પિરિન લેવાય
રમતગમતનીખુશીઓમાણીજીવનમાઆનંદઅનુભવાય
મંડળમાંસૌભેગાથઇ, નિવૃતિમાંપ્રવૃતિનીખુશીસમજાય
પૌત્રપૌત્રીદીકરાવહુનેમદદકરીપરિવારઆનંદિતકરીએ
નાનામોટાસૌઘરકામમાંસહયોગથી શરીરે સ્ફૂર્તિલારહીએ
સેવાકરવીજનજનની, વાંચનમનનથકીસુવૃત્તિઓકેળવીએ
યોગનેવ્યાયામકરીતન-મનનીસદાયે તંદુરસ્તી જાળવીએ
પદ્માબેન કનુભાઈ શાહ
બેઠકનો અહેવાલ
25th april 2014
“ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર કેલીફોર્નીયા ખાતે મળેલી ગુજરાતી “બેઠક” એટલે ગુજરાતીભાષાની લગોલગ રહેવાનો પ્રયત્ન અને પુરુષાર્થ”
મિત્રો,
ગઈ કાલની બેઠક ઠંડા વહેતા પવન વાતાવરણમાં ડો.દિનેશ શાહ જેવા વડીલની હાજરીથી હુંફાળી રહી. શરૂઆત કનુભાઈ શાહ અને નારણજીભાઈ પટેલને વિદાય આપતી પ્રાર્થના સાથે થઇ સમાજને તેમની ખોટ વર્તાશે પણ સાથે બેઠકના સર્જકોને કનુભાઈ શાહની એક ગુરુ અને માર્ગદર્શક તરીકે ખોટ સાલસે.
બેઠકનું પહેલું પુસ્તક” તો સારું”માં કનુભાઈ શાહે જોડણીશુદ્ધિ માં સર્જકોને મદદ કરી હતી ,તેમની તબિયત સારી ન હોવા છતાં રાત્રે જાગીને પોતાનું કાર્ય કરતા,શાંત મૃદુભાષી,ચુપચાપ પોતાનું કાર્ય કરનાર .. સાદુ અને સંસ્કારી જીવન જીવનારા,કનુભાઈ નિડર, નિખાલસ અને નિ:સ્વાર્થી ગુજરાતી નાગરિક હતા.જોડણી શુદ્ધિ અને સાહિત્યમાં તેમની ઊંડી સૂઝ હતી,અને એટલેજ એક જમાનામાં ખુબ જાણીતા સમાચાર પત્ર જન્મભૂમી ,મુબઈસમાચાર,જેવા અનેક સમાચાર પત્રના પારંગત,પાવરધા ને કુશળ પત્રકાર પ્રતિનિધિ તરીકે રહી ચુક્યા હતા.
(તસ્વીર:કલ્પ્નારઘુ,ડો.દિનેશ શાહ,પ્રજ્ઞા દાદભાવાળા,રાજેશ શાહ,મહેશભાઈ રાવલ)
કલ્પ્નાબેની સરસ્વતી વંદના પછી ડો. દિનેશ શાહએ કનુભાઈ શાહ ને શ્રધાંજલિ આપતા કહું કે તેઓ માત્ર મારા બનેવી ન હતા પરંતુ એક પિતા સમાન વડીલ હતા જેમને હું મારી કવિતા દ્વારા શ્રધાંજલિ આપીશ,અન” વડલો પડી રે ગયો “.
બેઠકના સર્જકોને ઉત્સાહ અને માર્ગદર્શન આપતા કહું કે આપ સૌ બેઠકમાં ખુબ સરસ કાર્ય કરી રહ્યા છો ભાષા ના દીવાને જલતો રાખજો,સર્જન કાર્યના દીવો જલતો રાખવા ગુજરાતીમાં ડીગ્રી હોવી જરૂરી નથી!,ગુજરાતીમાં વિચારો હૃદયમાંથી આવવા જોઇએ અને એ સાદી ભાષામાં લખાવા જોઇએ. આપણો ગમે તે વ્યવસાય હોય, જીવનનાં અડાબીડ પણ આવે પરંતુ નાનામાં નાની વસ્તુ માંથી પ્રેરણા લઇ રોજ નો અમુક સમય સર્જનાત્મક લખાણ માટે રાખો, ગુજરાતી સાહિત્યમાંથી મને ઘણી પ્રેરણા મળી છે. અમુક પંક્તિ મને કંપાસ ની જેમ સદાય પ્રેરિત કરે છે,કવિ થવાના એમને કોડ નથી. એમને તો જે કંઇ સૂઝ્યું, જે કંઇ સ્ફૂર્યુ, એ બધું શબ્દબધ્ધ કર્યું. મારો પોતાનો એક છંદ છે, એટલે જ મેં છંદની પરવા નથી કરી. પરંતુ મહેશભાઈ રાવલે એ દર્શાવેલો માર્ગથી તમારી રચના દીપી ઉઠશે, દિનેશભાઈ નો પોતીકો લય છે, એટલે કવિતામાં લયબદ્ધ રહેવા કરતાં લાગણીબદ્ધ રહેવું વધારે પસંદ કયું છે. એમની રચનાઓ ભાવિક છે .આપ પણ છંદ ન લખી શકો તો સ્વાભાવિક સહજ લાગણી ને જરૂર પ્રગટ કરજો ,ગુજરાતી શબ્દની લગોલગ રહેવાનો આપનો પ્રયત્ન અને પુરુષાર્થ કરો છો એ મૂલ્યને હું અહીં બિરદાવું છું.” પ્રજ્ઞાબેન દાદભાવાળા એ” બેઠકની”શરૂઆત કરી દીવો પ્રગટાવ્યો છે અને આપ સૌ સર્જન કાર્યથી તેમાં તેલ સીંચો છો એ ખરેખર પ્રસંસનીય છે ,અને પછી તેમણે કોડીયા ઉપરની તેમની કવિતા રજુ કરી , સરળ અને સહજતાથી પ્રેક્ષકોને હસતા હસવતા સુંદર પ્રેરણા આપી ,ત્યારબાદ રજા લીધી બેઠકનો દોર આગળ વધારતા સર્જકોએ બેઠકનો મૂળ વિષય “પ્રસ્તાવના” પર પોતાની રજુઆત એક પછી એક કરી,જયવંતીબેન ,દર્શના નાટકરણી,પી.કે.દાવડા ,પદ્માબેન શાહ ,કલ્પના રઘુ ,રાજેશભાઈ શાહ,કુંતાબેન શાહ ,પોતાના થોડા અઘરા પડેલા વિષય ને પુરા પ્રયત્ન સાથે લખી રજુ કર્યો ,અહી સારું કે યોગ્ય લખાણ કરતા પ્રયત્ન ખુબ મહત્વનો હતો,એ સાથે બેઠક અને પુસ્તક પરબનો દરેકે પુસ્તક વાંચ્યાનો અને સર્જન કર્યાનો હેતુ સિદ્ધ થતો હતો,દિનેશભાઈએ કહું તેમ બેઠકમાં બધા કવિ કે લેખક થવાના કોડ સાથે નથી આવતા પરંતુ સહજતાથી નીકળતી અભિવ્યક્તિ ને રજુ કરે છે અને કૈક શીખવાની અને નવું કરવાની ભાવના છે.સાથે મતૃભાષા નો પ્રેમ,એક વાત પાકી છે કે અહી માતૃભાષા ના પ્રેમ સાથે હૃદયનો ધબકાર અને અનુભૂતિનાં સ્પંદનો છે,અને એટલેજ દેવિકાબેન જેવા દુરથી બેઠકના સર્જકોને પ્રેમથી ફોન દ્વારા પણ પ્રોત્સાહન આપે છે ,તો મહેશભાઈ પોતાની હાજરી અને સમય આપી ગઝલની સમજણ પૂરી પાડે છે ,બીજી તરફ પ્રક્ષકો સર્જકોને તાળીથી વધાવે છે અને જયશ્રીબેન શાહ જેવા સરસ જમાડી કામ આગળ ધપાવે છે ,દિલીપભાઈ શાહ જેવા પોતાના વણલખ્યા નિયમની જેમ માઈક લઇ હાજર થાય છે તો રઘુભાઈ લોકોના ફોટા અને વિડીયો પાડી સ્મિત યાદગાર બનાવે છે અને સમાચાર પત્રોમાં બેઠક વિષે રાજેશભાઈ શાહ અહેવાલ છાપી નાનકડી “બેઠક”નું કામ દર્શવી માતૃભાષાનું ઋણ ચુકવે છે, તો વિજયભાઈ શાહ હુસ્ટન થી હાજર ન રહેવા છતાં પ્રોત્સહનું બળ બની રહે છે,આમ” બેઠક”માં અમેરીકામાં ગુજરાતીભાષાની લગોલગ રહેવાનો પ્રયત્ન અને પુરુષાર્થ અને પ્રેમ વર્તાય છે.અહી આભાર ની ઔપચારિકતા કરતા ભાષાનું અને સાહિત્યનુ સહિયારું કાર્ય કરવાની ધગસ અને ઉત્સાહ દેખાય છે.
પ્રજ્ઞાજી -પ્રજ્ઞા દાદભાવાળા (કેલીફોર્નીયા યુ. એસ. એ.)
વડલો મારો પડી રે ગયો
વંટોળ ફૂંકાયો અંધારી રાતે વડલો મુજ ગામનો પડી રે ગયો !
ઝૂલ્યો જે ઝૂલે જીવનભર હોંશે એ ઝુલણો મારો પડી રે ગયો !
વિજળી પડી આ આભથી શાને , મેહુલીઓ શાને વરસી રહયો?
વર્ષો થી ઉભેલો આ વડલો શાને આજ કુંપળ સમ કંપી રે રહયો?
જીવનભર જોયો મેં આ વડલો ડાળડાળથી જેની પરિચિત હતો
હિરામોતી સમ સ્મૃતિઓનો ખજાનો, આજ ધૂળમાં ભળી રે ગયો
થથરે સૌ પંખીડા ડાળે બેઠા, હંસલો કોક ઉડવા આતુર થયો
કાયાના પિંજર છોડી એ હંસલો આજે આભમાં ઉંચે ઉડી રે ગયો
નહિ ભૂલું તારો શીતળ છાયો વહેતો પવન ને ઝૂલતી પાંદડીઓ
નહિ જોવા મળે એ પ્રેમાળ વડલો આજે જમીન પર જે પડી રે ગયો
દિનેશ ઓ. શાહ
અણમૂલ ભેટ -તરુલતા મહેતા
મિત્રો ,
મધર્સ ડે’ ના અવસર માટે તરુલતા બેને મોકલેલ આ વાર્તા અત્યારે જ મુકું છું.”
“માં –હંમેશા પોતીકો ભાવ – એક અનુભૂતિ, એક વિશ્વાસનો સંબંધ” ,આ વાતને રજુ કરતી આ વાર્તા માણશો તો આજે જ મધર્સ ડે છે તેવું અનુભવશો.
અણમૂલ ભેટ –
રીના અને લીના બન્ને જોડિયા બહેનો છે.રીના થોડી ઊચી અને ભરાવદાર છે,ટેનિસની રમતમાં ઘણા મેડલ જીતી છે.કિશોરી થઈ ત્યારથી મિત્રો સાથે પાર્ટીમાં જવાની શોખીન,લીના નાજુક અને નમણી છે.ગીતો સાભળે અને પુસ્તક વાચે,બન્ને બહેનો જોડિયા હતી,પણ હજારો માઈલો અને વર્ષોનું અંતર તેમની વચ્ચે પડી ગયું હતું, સોળ વર્ષ પછી તેમનો જન્મ દિવસ મે મહિનામાં શનિવારે સાથે ઉજવાશે.તેમની મમ્મી આનદથી ઘેલી થઈ હતી,યોગાનું યોગ બીજે જ દિવસે મધર્સ ડે પણ હતો.રીના ઉત્સાહમાં અનેક યોજનાઓ ઘડતી હતી.લીનાનું મન ક્યાય દૂર ઉડતું હતું,મધર્સ ડે શબ્દ તેના હદયમાં ડંખ મારતો હતો.
રીના એના મિત્રો સાથે જન્મ દિવસની પાર્ટી કેમ ગોઠવવી તે વિચારતી હતી,એને ખબર હતી કે રાત્રે બહાર જવાની મમ્મી મનાઈ કરશે,તેમાં આ વર્ષે એની જોડિયા બહેન લીનાનો પ્રશ્ન પણ ખરો.લીનાનો એની સાથે કોઈ મેળ જામતો નથી.એ બે મહિના પહેલાં ઇન્ડિયાથી આવી હતી.એને મમ્મી -ડેડી ,બહેન અજાણ્યા લાગતા હતા.આ ઘર એનું નહોતું ,આ દેશ પારકો હતો,સાવ એકલી અટૂલી હોય તેમ બારી પાસેની ખુરશીમાં કોઈ પુસ્તક લઈ બેસી રહેતી, કે પછી આઈ ફોનમાં ;ગીતોમાં મસ્ત રહેતી,ન એ કોઈ સાથે હસી;ખુશીથી વાત કરતી કે જિજ્ઞાસાથી કોઈ વાતમાં રસ લેતી,
એમની મમ્મી સારિકા આજે સવારથી ખરીદી કરવા એની સાહેલી સાથે ઉપડી હતી.રીનાએ સ્કૂલેથી આવી,લીનાને પૂછ્યું ;’મમ્મી કેટલા વાગ્યે આવશે? લીનાનું ધ્યાન એના સંગીતમાં હશે,એણે રીના આવી તે તરફ ન જોયું ,એના પ્રશ્નનો કોઈ જવાબ આપ્યો નહિ ,એટલે રીના ગુસ્સે થઈ ,પોતાના રૂમમાં જતી રહી,જન્મદિવસની પાર્ટીમાં એ એના મિત્રો સાથે રાત્રે બહાર જાય ત્યારે લીનાને કેવી રોતે સાથે લઈ જવાય? બઘાં એની આ કોઈની સાથે મજાક મશ્કરી ન કરતી મૂગી રહેતી બહેનની બરોબરની ઉડાવશે।કોઈ વળી પૂછશે ‘આજ સુધી ક્યાં સંતાઈ ગઈ હતી ? કોને ખબર કેટલું રહેવાની છે?
રીના અને એનાથી બે વર્ષે મોટો ભાઈ કેતન મમ્મી ડેડી સાથે શાર્લોટ શહેરના પોશ વિસ્તારમાં વર્ષોથી રહેતા હતા.એમનું પાંચ બેડરૂમનું મોટું ઘર હતુ,એનો ભાઈ કેતન બોસ્ટનની યુનીમાં ભણતો હતો.લીના હજી એને મળી નહોતી।રીનાએ એક વાર મમ્મીને પૂછ્યું હતું કે એની બહેનને ઇન્ડિયા કેમ મોકલી હતી?ત્યારે એ સાતેક વર્ષની હતી ,મમ્મી કહેતી ‘તું તોફાન કરીશ તો તને પણ મોકલી દઈશ,હવે બન્ને બહેનો સમજણી થઈ હતી,રીનાને ફરીવાર એનો એ જ પ્રશ્ન મનમાં ચકડોળે ચઢયો હતો.આજે ઘરમાં બે બહેનો એકલી છે.રીનાને થયું લાવ લીનાને જ પૂછું,એ નીચે આવી,તે વખતે લીના રસોડામાં ઉભી હતી.રીનાએ પૂછ્યું ;’ભૂખ લાગી છે?’ ‘ હા ‘ લીના બોલી, રીના ‘આપણે નૂડલ્સ બનાવીએ ‘ લીનાએ કહ્યું ‘ મમ્મી ;ડેડી નો પણ જમવાનો સમય થશે.શાક કાપેલું તેયાર છે.તે બનાવી દઉં’ ,રીનાને નવાઈ લાગી તેણે પૂછ્યું તને રસોઈ કરતા આવડે છે? લીના બોલી,’દીદીમાંને રસોઈમાં મદદ કરતી।ઘરમાં એટલા મહેમાનો આવે કે દીદીમાં થાકી જાય’એમની મમ્મી સારિકાની મોટીબેન સરલાને સૌ દીદીમાં કહેતા,એઓ વડોદરામાં અલકાપુરી સોસાયટીમાં ‘નીરવ ‘ નિવાસમાં રહેતા હતા.લીનાનું આજસુધી એ જ ઘર હતું, અહી શાર્લોટના વિશાળ ઘરની બારીમાંથી એ અલકાપુરીના બગીચામાં ખીલેલા મોગરા કરેણ મધુમાલતી ના ફૂલોને જોતી હતી.એક નાની લીના ફૂલોને ચુંટીને દીદીમાંના પાલવમાં આપતી હતી.દીદીમાંના પાલવમાંથી આવતી ઘીની દિવેટની અને
મોગરાની સુગંઘને એ મિસ કરતી હતી.એ દીદીમાંના પાલવ વગર હિજરાતી હતી , અહી મમ્મી એનું ખુબ ધ્યાન રાખતી,રાત્રે ગુડનાઈટ કહી વ્હાલ કરતી ,ત્યારે એના ગાઉનમાંથી આવતી ક્રીમ અને સેન્ટની સુગંઘથી એને મનમાં હીબકું (રડવું)આવી જતું।
રીનાએ એના મનને હેરાન કરતો પ્રશ્ન પૂછ્યો ‘તું વડોદરા દીદીમાંને ઘેર કેમ રહેતી હતી ? લીનાના મૂ રઝાએલા ચહેરાને જોઈ તે પસ્તાઈ,એણે લીનાના બન્ને હાથ પોતાના હાથમાં ઝૂલાવતાં કહ્યું ‘સીસ તું મારી જોડે પાર્ટીમાં આવીશ? રીનાના મનમાં એમ હતું કે લીના ના જ પાડશે,પણ તેની બહેને હકારમાં માથું હલાવ્યું,
લીનાએ કહ્યું,’દીદીમાં રજા આપે ત્યારે વડોદરા પણ હું પાર્ટીમાં જતી ,પણ દસ વાગ્યે ઘરભેગા,
રીનાએ મો મચકોડી કહ્યું ‘અહી તો પાર્ટી શરુ દસ વાગ્યે થાય.’
લીનાના ચહેરા પર આશ્ચર્ય ઉભરાયું, તેણે પૂછ્યું ,મમ્મી રજા આપશે?’
રીના કોઈ પ્લાન બનાવતી હોય તેમ બોલી,’રજા તો નહી આપે.પણ આપણે મારા મિત્રો જોડે જઈશું,પછી દસ વાગ્યે મમ્મીને ફોન કરીશું કે અમે ‘રાઈડની રાહ જોઈએ છીએ.વળી કલાકેક રહી ફરી ફોન કરીશું કે અમે નીકળીએ છીએ.એમ મોડા આવીશું,તારો અવાજ ફોન પર સાંભળશેએટલે એને શંકા નહી જાય.’
લીના બોલી ઉઠી,’ના,ના,મમ્મી કેટલી ચિતા કરશે,ડેડીને પણ આરામ નહી કરવા દે,ડેડીનું બી.પી.વધારી દેશે ,
રીના એકદમ ગુસ્સે થઈ બોલી ‘તું શું કામ એ લોકોની ચિતા કરે છે ? તું નાની હતી ત્યારે એવું તોફાન કરતી કે મમ્મીને ગમતી નહોતી ,તને વડોદરા મોકલી દીઘી હતી.
ઘણા દિવસથી લીનાએ દબાવી રાખેલો ડૂમો નીકળી ગયો.તે બારી પાસેની ખુરશીમાં બે હથેલી વચ્ચે મો દબાવી હીબકા ભરવા લાગી,હવે રીનાને ખરેખરો પસ્તાવો થયો.એનો જીવ બળવા લાગ્યો
‘અરે ,આ હું શું બોલી ગઈ,પિસ્તોલમાંથી ગોળી નીકળી ગઈ,.
એણે બહેનને વાગેલા ઘાથી જાણે આખું ઘર ઘણઘણી ઉઠ્યું હોય તેવું અનુભવ્યું,કાચની કેબીનેટો તૂટીને કચ્ચરઘાણ થઈ ગઈ ,એ ઘીરે પગલે બહેનની પાસે આવી પણ એના પગમાં કાચની કરચો વાગ્યાથી લોહી નીકળતું હતું,
,એનો અવાજ ગળગળો થઈ ગયો.તે બોલી’,સોરી ,લીના ,’હું મમ્મીને સમજી શકી નથી ,એ તને મિસ કરતી હશે ,તે તારા માટે મને આપે તેવી ભેટ લેતી,તને મળવા અમે વડોદરા આવતા ત્યારે મમ્મી કહેતી આપણે તારી બહેનને અમેરિકા લઈ આવીશું તમે બન્ને બહેનો મઝા કરજો ,’ લીનાએ રડતાં પૂછ્યું’ તું મને મિસ કરતી હતી?’ રીનાએ ડોકું જોરથી હલાવી હા પાડી,બન્ને બહેનો નાની બાળકીઓની જેમ રડતાં રડતાં એકબીજાને વળગી પડી.
રીના કહે હું નાની હતી ત્યારે કેતન એના ભાઈબંઘ સાથે રમવા ઉપડી જતો ત્યારે હું જીદ કરતી કે મને સિસ્ટર લાવી આપ.મમ્મી રડતી ,પછી ઘાટો પાડી કહેતી,તું પજવીશ તો તને ઇન્ડિયા મોકલી દઈશ,લીના ખુશ થઈ બોલી ‘તું વડોદરા આવી હોત તો કેરમ અને સંતાકૂકડી રમવાની કેવી મજા કરત.!
રીના બોલી ‘સીસ ,આપણે પાર્ટીમાં મજા કરીશું,મમ્મીને ખોટો ફોન કરવાનો,મારા મિત્રો એવું જ કરે છે.’
લીના કહે,મારું મન માનતું નથી.પછી વિચારીશું,બન્ને જોડિયા બહેનો હતી,પણ લીનાને લાગ્યું એની નાની બહેનનો પ્લાન બરોબર નથી.દીદીમાં કહેતા માને છેતરીએ એ ભગવાનને છેતરવા જેવું છે.
ડોરબેલ સાંભળી બન્ને બહેનો દોડી,બન્નને ખુશમાં જોઈ મમ્મી -ડેડીના ચહેરા ખીલી ઉઠ્યા,સારિકાના હાથમાંથી બેગ લઈ લીનાએ અંદર મૂકી,વિનોદે બન્નેને ટપલી મારતા કહ્યું,’આજે શું વાત છે?
સારિકા રસોડામાં આવી,રસોઈ તેયાર જોઈ ખુશ થઈ ગઈ, તેણે તાળી પાડી વિનોદને બોલાવ્યો,તે બોલી ‘જો મને આજે જ મધર્સ ડેની ભેટ મળી ગઈ ‘ વાહ અપણા માટે ડીનર તેયાર ‘ વિનોદ રાજી થઈ બોલ્યો। સારિકા બન્ને દીકરીઓને ખભે હાથ મૂકી પોઝ આપતા બોલી અમારો ફોટો લઈ લે,આજ રાત્રે કેતન આવે ત્યારે આપણો ફેમિલી ફોટો લઈશું ,વિનોદે કહ્યું’ સારિકા,તું શું કામ અઘીરી થાય છે?આપણે નિરાતે ઘણા બઘા ફોટા લઈશું,અત્યારે બરોબરની ભૂખ લાગી છે.સારિકા લીનાને વ્હાલ કરતાં બોલી ‘દીદીમાં પાસે બધું શીખી ગઈ ‘રીના કહે મમ્મી ,સલાડ નુડલ્સ ,રાયતું મેં બનાવ્યાં છે.સારિકા બોલી,’હવે તારી બહેન પાસેથી દાળ શાક રોટલી પણ શીખી લેજે,રીના કહે,મને દેશી ખાવાનાનો શોખ નથી.વિનોદે બીજી વાર દાળ લેતાં કહ્યું’,મને તો આજે મઝા આવી ગઈ ‘
બધાં નિરાતે બેઠાં એટલે સારિકાએ શોપીગની બેગો ખોલવાની તૈયારી કરી.તે બોલી,અમે તમારા માટે શું ભેટ લાવ્યા છીએ,બોલો ,જે સાચું કહેશે તેને બે ભેટ મળશે,લીનાએ પૂછ્યું ‘,ડેડી તમે પણ મમ્મી જોડે શોપીગમાં ગયા હતા?વિનોદ બોલ્યો,’તારી મમ્મીને ખુશ કરવા મેં અડઘી રજા લીઘી હતી’.સારિકાના મુખ પર ઉદાસીનતા ઉભરાઈ,તે બોલી’,ડેડી ને બસ કામ ને કામ ,છોકરાઓ મોટા થઈ ગયા, પહેલાં બબ્બે જોબમાં વ્યસ્ત રહેતા,તેથી જ ડીલીવરી ટાણે દીદીમાને મદદ માટે આવવું પડ્યું હતું ,મારાથી ત્રણ છોકરાઓનું કામ થતું નહિ ,દીદીમાની એક દીકરીને પોતની સાથે વડોદરા લઈ જવાની વાત મેં અને ડેડીએ સ્વીકારી,પછી તો દીદીમાને લીનાની એવી માયા લાગી કે સોળ વર્ષો નીકળી ગયા,લીનાને થયું દીદીમાં હોશે હોશે અને પ્રસનતાથી એના જન્મની,બાળપણની વાત કરતા,મમ્મી દુ ;ખી થઈ હતી,એવી તો એને ધારણા પણ નહોતી,એની બહેન ખોટું સમજી હતી.મમ્મીને તે રીના જેટલી જ ગમતી હતી.લીના ને આજસુધી અજાણ્યું લાગતું ઘર પોતાનું લાગ્યું ,પોતાના ,કુટંબમાં આવી હોય તેમ રાજી થઈ,વડોદરા એ નિશાળેથી ઘેર આવતી ત્યારે દીદીમાને વળગી પડતી ,દીદીમાં એને વ્હાલથી કહેતાં,’ તારું બાળપણ હજી ગયું નથી.’ લીનાને મમ્મીને ભેટી પડવાનુ મન થયું , એ દોડીને ભેટવા ગઈ પણ સોળ વર્ષની યુવતી અટકી ગઈ,એનું બાળપણ દીદીમાંના ખોળામાં હતું,
રીના ઉઠીને મમ્મીને ભેટી પડી’.સોરી મમ્મી ,હું સાવ અણસમજુ હતી ,’મમ્મીએ એને હળવેથી ધબ્બો મારતા કહ્યું ,’હજી એવી જ તો છુ ‘રીના દોડીને લીના પાસે ગઈ ,પછી લટકો કરી બોલી ,લે આ તારી સમજુ દીકરી આવી ગઈ ,હવે હેપી!
બીજે દિવસે’ હેપી બર્થ ડે’ ના અવાજથી બન્ને બહેનો રૂમની બહાર દોડી આવી.કેતન ભેટની બેગ લઈને આડી અવળી ઘુમાવતો હતો.રીના ગુસ્સામાં આવી ,’મૂકી દે મૂકી દે ‘કહેતી કેતનની પાછળ દોડી,લીના એમને જોઈ હસતી હતી.કેતન એની પાસે આવી એની આસપાસ ચકરડી મારવા લાગ્યો,ડેડી બોલ્યા,આને તો હવે બે જણાને સતાવવાની મઝા આવે છે.’સારિકા એમના ફોટો લેતી હતી.વિનોદે એની મશ્કરી કરી ‘તારા ત્રણે રતન નાસી નથી જવાના તે ફોટા લીઘા કરેછે।’
બન્ને બહેનોને ભેટમાં પાર્ટીના ડ્રેસ અને ઊચી એડીના ચમકદાર સેન્ડલ મળ્યા હતાં,પાર્ટીમાં શોભે તેવી નાનકડી પર્સ અને મેક- અપ કીટ પણ હતાં,રીના મમ્મીને વ્હાલ કરતા બોલી ‘મને આજે રાતની પાર્ટી
માટે સરસ ડ્રેસ મળી ગયો.થેંક્યું મોમ,’એને પાર્ટીમાં જવાની સમ્મતિ મળી ગઈ ,
લીના ડ્રેસ હાથમાં લઈ ઉભી હતી.એનાથી મમ્મીને વ્હાલ ન કરાયું પણ’ થેક્યું’ બોલતા આંખોમાંથી આંસુ ટપકી પડ્યું,મ્મ્મ્મી એને ભેટી પડી.હળવી થતા બોલી ‘જાવ ડ્રેસ પહેરી જુઓ.’
રીનાઅને કેતન મઘર ડે ની ભેટ લેવા બહાર જતા હતા,કેતને લીનાને બોલાવી,એ બઘા સાથે ગઈ,તેઓ મોલમાં બઘે ફર્યા,લીનાને કઈ સૂઝ પડી નહિ, તે વિચારતી હતી કે દીદીમાં માટે શાલની ભેટ લેવાય,પણ મમ્મીને એવું તે શું આપું કે એમની મારા વિનાના સોળ વર્ષોની ઉદાસીનતા ચાલી જાય.રીનાએ ઉતાવળ કરી,મમ્મી માટે ,તારે શું લેવું છે? લીનાએ ઘીમેથી કહ્યું,’ જાદુઈ છડી ‘ તને મશ્કરી કરતાં આવડે છે,તેની જાણ થઈ,રીના બોલી।
સૌએ ભેટ આપી.લીના માથું નમાવી મમ્મીને પગે લાગી,સારિકાએ એને હદયસરસી ચાંપી ,રીના બોલી,’તારી ભેટ બતાવ ‘ લીનાએ હાથમાં દબાવી રાખેલો ફાટેલો કાગળ મમ્મી સામે ધર્યો ,
સારિકા નવાઈ પામી બોલી,’અરે,આ શું છે?તારી ઇન્ડિયાની રીટન ટિકીટ ? લીના મમ્મીનો હાથ પકડી બોલી’,મધર્સ ડેની ભેટ.’
તરુલતા મહેતા 24 અપ્રિલ 2014
તા.ક.સૌ મિત્રોને મધર્સ ડેની અગણિત શુભેછાઓ
આજની પ્રાર્થના
મિત્રો,
છેલ્લા કેટલા વખતી કોઈને કોઈ સ્વજન, મિત્ર કે આપણી કોઈ વ્યક્તિ કહી શકાય તેમના મૃત્યુના સમાચાર મને મળે છે,આજે જ અચાનક બે એરિયાના કેલીફોર્નીયા ગુજરાતી સમાજના મોભી એવા નારણજીભાઈ પટેલના અવસાનના સમાચાર આવ્યા.
લાડ લડાવનાર અને માથે હાથ ફેરવનારસ્વજન/માતૃ/પિતૃ/સ્વજનનેગુમાવવાની ખોટ કોઇપણ રીતે પૂરી કરી શકાય એવી નથી હોતી.આપણી વ્યક્તિ ની વિદાયથી દુઃખ થાય અને ખોટ પણ વર્તાય ,અને હૃદય , બે હાથ અચાનક જોડીને પ્રાર્થના કરતા કહે પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ આપો….અને મનને અચનાક વિચાર કરતા મૂકી દે…
આજે “મૃત્યુ” વિષે વાચેલું અને વિચારેલું પ્રસ્તુત કરું છું.
મહાભારતમાં યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ છે જેમાં યક્ષ પ્રશ્ન પૂછે છે કે
દુનિયામાં સૌથી મોટું આશ્ચર્ય શું છે ?
अहन्यहनि भूतानि गच्छन्ति यमालयम्।
शेषा: स्थावरमिच्छन्ति किमाश्चर्यमत: परम्॥
(–મહાભારત, વનપર્વ)ત્યારે યુધિષ્ઠિર ઉત્તર આપે છે કે “આ સંસારમાં રોજરોજ પ્રાણીઓ મૃત્યુ પામે છે ). છતાં બાકીના મનુષ્યો એવી આશા સાથે વર્તે છે કે પોતે અમર છે અને શાંતિથી જીવે છે એથી બીજું આશ્ચર્ય શું હોઇ શકે ? “
દરેક મનુષ્ય જાણે છે કે “મૃત્યુ” એક અનિવાર્ય અંત છે ગરુડ પુરાણમાં વર્ણન છે કે जातस्य हि र्ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च|| ६ (अ) – (અગિયારમો અધ્યાય) અર્થાત : જે ઉત્પન્ન થાય છે તેનું મૃત્યુ નિશ્ચીત છે અને જે મૃત્યુ પામે છે તેનો જન્મ અવશ્ય છે. કાળ કોઈને છોડતું નથી.અને કડવું સત્ય એ છે કે જીવનની એ ક્ષણ સાચવવી બહુ જ કઠીન છે. જો વિશ્વાસ ન થતો હોય તો આ સ્થિતિનો વિચાર કરી જુઓ….અહી મૃત્યુ થી ડરવાની કે ડરાવવાની વાત નથી। …સજાગ થવાની વાત છે ,અટકવાની વાત છે …શું મેં કોઈને દુભવ્યા છે ? શું હું કોઈની માફી માંગતા અટકી છું ?,કે પછી કોઈએ માફી માગી હોય પણ મેં મારા અહમને પોસતા એમને માફ નથી કર્યા ? શું મારી પાસે કોઈ એવો સમય રહેશે જેમાં હું મારી જાતને પાછી વાળી શકીશ?
પ્રકૃતિના નિયમ અતૂટ હોય છે. તેમાં દરેક પ્રાણી બંધાયેલો છે.પ્રભુ દરેક વ્યક્તિને કોઈ કામ સોપી અહી મોકલે છે તો એ કર્યો પુરા કરવા અને પુરા કરતા રાગ દ્વેશ થી દુર રહેવું,હવે એમ વિચાર આવે કે “જાગ્યા ત્યારથી સવાર” .
આ આત્મા અચ્છેદ્ય, અદાહ્ય, અકલેધ્ય, અશોષ્ય તથા નિત્ય, સર્વવ્યાપી,અચળ, સ્થિર તેમજ સનાતન છે.
નારણકાકા સમાજ માટે બધું કરી છુટ્યા,જે કંઈ સમાજ તરફથી મળ્યું તે વ્યાજ સહિત જીવનના અંતિમ પડાવ સુધી પાછુ આપવાની કોશિશ કરી…હે પ્રભુ, નારણકાકાની જેમ પ્રેમ કરતા અમને શીખવજે.અમે સારા કર્મ કરીએ.અમારી પાસે ગમે તે શક્તિ , સત્તા કે સામર્થ્ય આવે પણ નમ્રતા ન જાય તેવું બળ આપજો.
હે, પરમેશ્વર, આપ દયાળુ પણ છો. અમારા ઘવાયેલા દિલની અને અંતરની લાગણી આપ હરહંમેશ સાંભળો જ છો, અમને એવો વિશ્વાસ છે. હે પ્રભુ, જે આત્માને અમારા સ્વજનના શરીરમાંથી આપે લઇ લીધો છે, તે આત્માની આગળની ગતિ સુખમય, આનંદમય અને પ્રગતિકારક બનાવો.ભક્તિમાં મન રાખીએ,નિર્લેપતાથી જીવીએ અને અંત:કરણથી સ્વજન ને વિદાય આપીએ કારણ જીવન એક શૂન્ય શરૂઆત, મૃત્યુ એક પૂર્ણ વિરામ ! બસ આ વાતનો સ્વીકાર થશે તો…મૃત્યુ બહુ આકરું નહિ લાગે
મારા મન ગમતા લેખો-ગમતા નો કરીએ ગુલાલ
અમારા એક મિત્રે મને આ લેખ મોકલેલ છે જે મને ખુબ ગમ્યો માટે અહી વાંચવા મુકું છું..
ગમતા નો કરીએ ગુલાલ..
યોગ્ય સમયે નિવૃત્તિ – મહેન્દ્ર પુનાતર
શરીરથી પડછાયો મોટો થવા લાગે ત્યારે સૂર્યાસ્ત નજીક | |
![]() વૃદ્ધજનો હારે નહીં, થાકે નહીં ત્યાં સુધી લગામ છોડતા નથી. યોગ્ય સમયે નિવૃત્ત થવું એ એક કલા છે. દીકરો બાપથી મોટો થવા લાગે અને ઘરમાં નવી વહુ આવે ત્યારે માત-પિતાએ સમજવું જોઈએ કે તેમનો સમય પૂરો થઈ ગયો છેજીવન દર્શન – મહેન્દ્ર પુનાતર વૃદ્ધાવસ્થા એ જીવનનો કપરો તબક્કો છે. ઉંમરનો તકાજો કોઈને છોડતો નથી. ઉંમરની સાથે ખોરાક અને ઊંઘ ઓછી થઈ જાય છે. શરીર અને મન ભાંગી પડે છે અને અજ્ઞાત ભયો સતાવ્યા કરે છે. આવા સમયે વૃદ્ધોને ટકાવી રાખે એવું જો કોઈ બળ હોય તો તે છે કૌટુંબિક શાંતિ, પ્રેમ, સ્નેહ અને આદર. સંતાનો તરફથી જેમને સુખ મળતું નથી એવા વૃદ્ધોનું જીવન સમુદ્રના તોફાનમાં છૂટી મુકાયેલી હાલકડોલક નૌકા જેવું બની જાય છે. વૃદ્ધોને માટે પારિવારિક શાંતિ અને સંતોષનું અતિ મહત્ત્વ છે. જીવન જીવવા માટેનું આ ટોનિક છે. સૌથી મહત્ત્વનો પ્રશ્ર્ન છે કે વડીલોને આ સુખ કેવી રીતે પ્રાપ્ત થાય? વૃદ્ધત્વને ડિગ્નિફાઈડ અને આનંદમય કેવી રીતે બનાવવું એ પણ એક કલા છે. સંતાનો મા-બાપ સાથે જે રીતે વર્તન અને વ્યવહાર કરતા હોય છે તે જોઈને કેટલીક વખત હૃદય ધબકારો ચૂકી જાય છે. મા-બાપનું અપમાન તેમને હડધૂત કરવા તેમની જરૂરતનો ખ્યાલ કરવો નહીં, તેમની સંભાળ રાખવી નહીં. તેમની પાસેનું બધું ઝુંટવી લેવું, તેમને ઘરમાંથી કાઢી મૂકવા આ બધું અત્યારના યુગમાં બની રહ્યું છે. જીવનસંગ્રામમાં જીવનભર ઝઝૂમેલા આ વૃદ્ધો પોતાના સંતાનો સામે હારેલા યોદ્ધા જેવા નજરે પડે છે. આજના યુગની આ બલિહારી છે. વર્તમાન જીવનમાં આર્થિક, સામાજિક અને રાજકીય પરિબળોના કારણે કુટુંબ જીવન અસ્થિર બનતું જાય છે. બે પેઢીઓ વચ્ચેનું અંતર આનું કારણ છે. પ્રેમ સહાનુભૂતિ, વ્યક્તિગત સ્વભાવ તેમજ રુચિ અને ગમા-અણગમાના કારણે મોટી ખાઈ ઊભી થઈ છે. આ બધામાં માત્ર સંતાનો જવાબદાર નથી. વડીલો પણ એટલા જ દોષિત છે. તેઓ સમયની સાથે પરિવર્તન ઊભુ કરી શક્યા નથી. તેઓ નવી પેઢીને સમજી શક્યા નથી. વૃદ્ધો પોતાના ભૂતકાળને ભૂલતાં નથી એટલે વધુ દુ:ખી થાય છે. સમય બદલાય એમ માણસે બદલવું પડે છે અને એડ્જસ્ટ કરવું પડે છે. વૃદ્ધોને માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે સંતાનોને. સલાહ આપવાથી અને ઘરની બાબતમાં માથું મારવાથી દૂર રહેવું. કોઈનું કશું વાકું બોલવું નહીં. કોઈની આડા ઊતરવું નહીં. કોઈની સાથે જીભાજોડી કરવી નહીં. ઘરમાં બધા પ્રત્યે પ્રેમ અને સ્નેહ રાખવો અને પ્રભુનું સ્મરણ કરવું. આટલું જો આવડે અને નિર્વાહ પૂરતી મૂડી હોય અને મનપસંદ પ્રવૃત્તિ હોય તો વૃદ્ધો પણ જિંદગીની મજા માણી શકે છે. સંતાનો પાસેથી વડીલોની વધુ પડતી અપેક્ષા અને તેઓ પોતાની રીતે ચાલે એવી મહેચ્છાએ પણ સંઘર્ષ સર્જ્યો છે. જીવનમાં એ માણસ સુખી બની શકે છે, જેને યોગ્ય સમયે નિવૃત્ત થતા આવડે. નિવૃત્ત થવું એટલે તેનો અર્થ એ નથી કે કામ છોડી દેવું. અહીં તો પ્રવૃત્તિમાં નિવૃત્તિ ધારણ કરવાની વાત છે. જંજાળમાંથી મુક્ત થવાનું છે. હકીકતમાં તો વર્ષોથી જમાવેલી હકૂમત છોડવાની છે. વર્ચસ્વનો ત્યાગ કરવાનો છે. કુટુંબમાં જે પદ અને સત્તા ધારણ કરી હતી તે સંતાનોને સોંપવાની વાત છે. યોગ્ય સમયે આ સત્તાપલટો થઈ જાય તો સંઘર્ષને અવકાશ રહેતો નથી. સમાજની કે કુટુંબની હકૂમત તમારે છોડવાની જ છે. સ્વેચ્છાએ તમે ત્યાગ કરો કે કોઈ તમારી પાસેથી ઝૂંટવી લે એ બે વચ્ચે માત્ર પસંદગી કરવાની છે. કોઈ પણ જગ્યાએ માણસ જલદીથી નિવૃત્ત થઈ શકતો નથી. જે સામ્રાજ્ય જમાવ્યું છે તે છોડવા જીવ ચાલતો નથી. કુટુંબમાં અને સંસ્થાઓમાં આવું બનતું હોય છે. જે સંસ્થા પોતે રચી, જે કુટુંબને પોતે સમૃદ્ધ બનાવ્યું તેને એમ મઝધારે કેમ મૂકી દેવાય એમ વડિલો માનતા હોય છે. પોતે આ બધું છોડી દેશે તો કોઈ સંભાળી નહી શકે, બધું કર્યુ કરાવ્યુ એળે જશે એવી તેમની માન્યતા હોય છે. તેઓ થાકે નહીં, હારે નહીં. ત્યાં સુધી આ બધું છોડતા નથી. ઉંમર વધે, સંતાનો મોટા થાય, વિવાહિત બને, કામધંધે લાગે ત્યારે માતા-પિતાએ લગામ છોડી દેવી જોઈએ અને તેમના માર્ગે જવા દેવા જોઈએ. સલાહ માગે તો આપવી નહીંતર ડાહ્યા થવું નહીં. તેમના પર નિયંત્રણ મૂકવા નહીં. જરૂર પડે તો પ્રેમપૂર્વક સમજાવવાનો પ્રયાસ કરવો. આગ્રહ રાખવો નહીં. સંતાનો પર હાવી બનીને રહેવું નહીં. તેમનો વિકાસ તેમની રીતે કરવા દેવો. ઘરમાં સંસ્કારનું વાતાવરણ હશે તો તેની અસર તેમના પર પડવાની જ છે. એક બાબત સમજી લેવી જરૂરી છે કે સંતાનો તમારો પડછાયો બનીને રહે એ સમય ચાલ્યો ગયો છે. જે વડીલો પોતાના સંતાનોને વારંવાર ટોકતા હોય, કટકટ કરતા હોય, તેમની ભૂલોને રાઈના પર્વત જેવી મોટી કરતા હોય તે વડીલો સંતાનોનો આદર ગુમાવે છે. દીકરાઓ મોટા થાય, ધંધો સંભાળે કે પગભર થાય એ પછી પિતાએ ઘર અને ધંધાનો કારોબાર તેમને સોંપી દેવો જોઈએ. માતાએ પણ ઘરમાં વહું આવે એટલે ઘરની ચાવી તેને સોંપી દેવી જોઈએ. જવાબદારી એક સમજણ અને સૌજન્ય ઊભું કરે છે. વિશ્ર્વાસ અને ભરોસાથી પ્રેમ અને સ્નેહ વધે છે. વડીલોએ સંતાનોને મોટા બનાવવા જોઈએ. અને મિત્ર જેવા ગણવા જોઈએ. સંતાનો પાસેથી વધારે પડતા માનની પણ અપેક્ષા રાખવી જોઈએ નહીં. સંતાનો માત-પિતાની સર્જત છે. ખરા અર્થમાં કહીએ તો કાર્બન કોપી છે. સંતાનોમાં ગુણો-અવગુણો, ખૂબીઓ-ખામીઓ, આવડત-અણઆવડત આ બધામાં માતા-પિતાના થોડા ઘણા અંશો જરૂર દેખાવાના. માત-પિતા બચપણથી જ પોતાના બાળકોને પોતાની રીતે ઘડવા માગતી હોય છે. બાળકોએ શું કરવું, શું ન કરવું તેના પદાર્થપાઠ પોતાની માન્યતા અને ખ્યાલ મુજબ શીખવતા હોય છે. સંતાનો સાચા બને તેની નહીં, પરંતુ પાકા બને તેની મા-બાપની ખેવના હોય છે. બાળક નાનું હોય ત્યારે તેની ક્રિયાઓ સ્વભાવિક હોય છે, પરંતુ ધીરે ધીરે તે દુનિયાદારીના પાઠો શીખી જાય છે. માત-પિતા બાળકોને પોતાના ઢાંચામાં ઢાળવાનો પ્રયાસ કરતા હોય છે. ઈર્ષા, અદેખાઈ, કપટ, કાવાદાવા આ બધુ તેમને કૌટુંબિક જીવનમાંથી શીખવાનું મળે છે. ઘરમાં જેવું વાતાવરણ હોય એવું બાળક ઘડાય છે. જે કુટુંબમાં પ્રેમ, સ્નેહ અને ઉદારતા હોય ત્યાં બાળકોમાં તે પ્રકારના ગુણો ખીલે છે. સંતાનો ગજું કાઢે. માત-પિતાની આજ્ઞામાં ન રહે ત્યારે ફરિયાદ થતી હોય છે કે ‘અમે તેમને માટે જાત ઘસી નાખી હવે તેમને અમારી પડી નથી.’ આજના સંતાનો કહે છે એમાં તમે શી ધાડ મારી. બધા માત-પિતા આમ કરે છે. તમે કર્યું તમારી ફરજ હતી. તમે તમારી રીતે કર્યું અમે અમારી રીતે કરીએ છીએ તમને ઓછું લાગે તો અમે શું કરીએ. તમને અમારી કદર નથી. મા-બાપ પોતે જે કાંઈ કર્યું છે તેના ગુણગાન ગાયા કરે તો તેમનું ગૌરવ હણાય. કૃતજ્ઞતા હક્ક કરીને માગવા જેવી ચીજ નથી. વડીલો જેવું વાવ્યું હોય તેવુ લણી શકે છે. તમે માતા-પિતા, ભાઈઓ-બહેનો, કુટુંબીજનો પ્રત્યે જેવું વર્તન દાખવ્યું છે તેવું સંતાનો તમારા પ્રત્યે દાખવશે. સંતાનો મા-બાપના વાણી, વહેવારો અને વર્તનનું બારીકાઈથી નિરીક્ષણ કરતા હોય છે અને મોટા થાય છે ત્યારે તેનું આબેહૂબ અનુકરણ કરતા હોય છે. સંતાનો વાંકા ચાલે તો મા-બાપે સમજવું જોઈએ કે તેમના ઉછેરમાં પોતાની જ ખામી રહી ગઈ છે. જેવું કરીએ તેવું ભોગવવું પડે છે. સંતાનોએ પણ માત-પિતાએ કરેલા ઉપકાર ભૂલવા જોઈએ નહીં. કેટલીક વસ્તુઓ સ્વભાવ અનુસાર હોય છે તે જલદીથી બદલી શકાતી નથી. થોડું ચલાવી લેવું પડે. પ્રેમ અને સ્નેહ હશે તો બધું બદલાઈ શકશે. જો આમ નહીં હોય તો બંને પક્ષે ગમે તેટલું સારું થશે તો પણ તેનું ધાર્યું પરિણામ નહીં આવે. દુનિયામાં બધી વસ્તુઓ પસંદગીની મળે, પરંતુ માત-પિતા કે સંતાનો પસંદ કરી શકાતા નથી.ઋણાનુબંધન અને કર્મો અનુસાર આવો મેળાપ થાય છે અને તે મુજબ સુખ મળે છે. આ બધુ આપણા હાથની વાત નથી. બધુ નિયતિને આધીન છે. દીકરો પરણે અને નવી વહુ ઘરમાં આવે ત્યારે માત-પિતાએ સમજવું જોઈએ કે નવી દુનિયા આવી છે તેને વધાવી લેવી જોઈએ. એક દુનિયા શરૂ થાય છે ત્યારે બીજી દુનિયા પૂરી થાય છે. દીકરો પત્નીમાં વધુ રત બની જાય છે ત્યારે મા-બાપને લાગે છે કે દીકરો હાથથી ગયો, પરંતુ એવું નથી આનાથી માત-પિતા પ્રત્યેનો પ્રેમ ઓછો થતો નથી. દીકરો વહુને વધુ મહત્ત્વ આપે તો તેમાં મુંઝાવા જેવું નથી. તેનાથી ઊલટું રાજી થવું જોઈએ. દીકરો જો તેની પત્નીને પ્રેમ ન કરે તો તેનુ દામ્પત્ય જીવન કેવી રીતે ટકી શકે? તેમનો સંસાર કેવી રીતે આગળ વધી શકે? ઘણા ઘરોમાં માત-પિતા અને પત્ની વચ્ચે દીકરો ભીંસાતો હોય છે, પરંતુ તે કોઈને નારાજ કરી શકતો નથી. માત-પિતાની તરફેણ કરે તો પત્નીને ખોટું લાગે અને પત્નીની તરફેણ કરે તો મા-બાપ નારાજ થાય. સૂડી વચ્ચે સોપારી જેવી તેની હાલત થાય છે. દિવસે દિવસે તે અંદરથી તૂટ્યા કરે છે અને છેલ્લે વિસ્ફોટ થાય છે. તેમાં કાં તો માત-પિતા અથવા પત્ની ભોગ બને છે. દીકરો ગમે તેટલો મોટો થાય, પોતાની દુનિયામાં ગમે તેટલો ડૂબે, પરંતુ મા-બાપને ન ભૂલે તેનો ખ્યાલ કરવો જોઈએ. માતા-પિતા સંતાનો માટે કિનારો છે. સમદ્રમાં ગયેલા સૌ કોઈને છેવટે કિનારે પાછા ફરવું પડે છે. સૌએ એકબીજાને સમજવાની અને અનુરૂપ થવાની કોશિશ કરવી જોઈએ. પારિવારિક શાંતિ સાચા સુખનો આધાર છે. વૃદ્ધાવસ્થામાં મા-બાપને સંતાનોની હૂંફની વધુ જરૂરત રહે છે. તેમની લાગણીને ઠેસ ન પહોંચે તેવા પ્રયાસો થવા જોઈએ. કુટુંબ અને સમાજ માટે વડીલોનું બહુ મોટું તર્પણ હોય છે. તેમણે મહેનત અને પરિશ્રમથી ઊભી કરેલી મહેલાત પર નવી પેઢી આવીને ઊભી છે. તેમનું ઉચિત સન્માન જળવાય એ અત્યંત જરૂરી છે. જમાના પ્રમાણે પરિવર્તન અને બદલાવ જરૂરી બની રહે છે. કોઈ પણ કુટુંબની સભ્યતા અને તેનું ગૌરવ ઘરમાં વૃદ્ધોનો-વડીલોનો કેવો આદર થાય છે તેના પરથી અંકાય છે. કુટુંબની સુખ અને શાંતિ પ્રેમ, સ્નેહ અને પરસ્પરના સહકાર પર નિર્ભર છે. સંસ્કારી કુટુંબનો આ માપદંડ છે. દીકરો બાપથી મોટો થવા લાગે ત્યારે બાપે સમજવું જોઈએ કે તેની દુનિયા હવે પૂરી થઈ ગઈ છે. શરીરથી પડછાયો મોટો થવા લાગે ત્યારે સૂર્યાસ્ત નજીક હોય છે. |
પાઠશાળા-3
મિત્રો ,
ગઈ બેઠકમાં દેવિકાબેન અને મહેશભાઈની ,ગઝલો સાંભળી ,ઘણાએ શીખવાની ઉત્સુકતા દાખવી ,મને પણ મહેશભાઈએ થોડું ઘણું શીખવાડી હિમત કરી આગળ વધવા કહું ,હૃદયમાંથી નીકળેલા શબ્દોને છંદમાં ગોઠવી સુંદર રજૂઆત થતી હોય તો શીખવું જ જોઈએ ,મારી જેમ હેમંતભાઈ એ પણ રસ લીધો ,એના જવાબમાં મહેશભાઈ વર્કશોપ ગોઠવવા તૈયાર છે જેમને રસ હોય તે જરૂરથી જણાવશો પરંતુ આજે એમની પાઠશાળા ની એક ઝલક જોઈએ।..
સીધો મુદ્દાની વાત પર આવું તો, પહેલી વાત તો એ કે ગઝલનાં કેટલાક પાયાના સિદ્ધાંતને જો જાણી લેવાય તો ગઝલ લખવા માટે તૈયાર થઇ શકાય. અને એ પાયાની વાત એ કે,
પહેલા છંદ નક્કી કરવો પડે અને એ માટે આપણે આવતી “બેઠક”માં મેં એવું નક્કી કર્યું છે કે ખાસ ગઝલ લેખન માટે એક વર્કશોપ જેવું કરીએ જેમાં પાયાની માહિતિથી બધાને વાકેફ કરી અને એ આધારે ગઝલ લખતા કરીએ કારણ કે, ત્યાં જે સાહિત્યનાં શોખીન આવે છે એ બધા આપની જેમ લાગણીથી ભરપૂર અને સમજવા માટે પૂરેપૂરા સક્ષમ છે એટલે માત્ર થોડી જ જાણકારી મળશે તો ધાર્યું પરિણામ લાવી શકાશે જ એવું મને લાગે છે.
પણ એ પહેલા આપને સમજવામાં સહેલું પડે એટલે કેટલાક શબ્દોનો પરિચય કરાવી દઉં….
-ગઝલમાં બે પંક્તિનો એક શેર બને
– ગઝલ મોટાભાગે એકીસંખ્યામાં શેર લખાય છે ૫,૭,૯,૧૧ એમ… ઘણીવાર એ સંખ્યા વધારે પણ હોઇ શકે…(એવો ફરજીયાત કોઇ નિયમ નથી પણ મોટેભાગે એવું બને છે)
-ગઝલના પ્રથમ શેરને મત્લા કહે છે.
મત્લાની
, પ્રથમ પંક્તિ ઉલા મિસરા
અને બીજી પંક્તિ સાની મિસરા …!
જે લોકો ગઝલ શીખવા માગે છે એમના માટે ગઝલના પ્રથમ શેરને મત્લા કહેવાય
એટલું ય કાફી છે !
–રદિફ એટલે પહેલી અને બીજી પંક્તિના છેલ્લે આવે અને એ બન્ને પંક્તિમાં રીપીટ કરવો ફરજીયાત છે.
–કાફિયા એટલે પંક્તિમાં રદિફની પહેલા પ્રાસ મેળવવાનો હોય એ
–મક્તા એટલે આખી ગઝલના અંતિમ શેરમાં ગઝલકારનું પોતાનું નામ કે ઉપનામ લખેલું હોય એ છેલ્લો શેર.પણ જો એવું કંઇ નામ-ઉપનામ લખ્યા વગરનો શેર હોય એને મક્તા ન કહેવાય પણ આકરી કે અંતિમ શેર કહી શકાય.
હવે છંદની વાત. આમ તો ગઝલના છંદોને લગતાં ઘણાં પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે. મોટા ગજાનાં ગઝલકારોએ પોતાની રીતે લખીને કે સંપાદીત કરીને બજારમાં મૂકેલા છે.
શૂન્ય પાલનપુરી,અમૃત ઘાયલ થી લઈને રાજેશ વ્યાસ”મિસ્કિન” અને રઈશ મનીઆર સુધીના બધાએ છંદને લગતા પુસ્તકો લખ્યાં છે
પણ મને સરળ ભાષા અને સમજવામાં આસાન રહે એવા ઉદાહરણ સાથે રઈશભાઇનું પુસ્તક “છંદોવિધાન” વસાવવા જેવું લાગ્યું(આપના કોઇ સંબંધી કે મિત્ર અહીં આવતા હોય તો મંગાવી લેવા જેવું ખરૂં )
માત્ર ૩૦ કે ૪૦ રૂ. કિમત છે અને સાહિત્ય સંગમ – સુરતનું પ્રકાશન છે (આપને જરૂર જણાય તો એડ્રેસ મારી પાસેથી મેળવી શકાશે)
અરબી શાસ્ત્ર પ્રમાણે ,મૂળ તો ૩૦૦ ઉપર છંદ છે જેમાં કેટલાક મૂળ અને કેટલાક બનાવેલા છે પણ એમાંથી ગુજરાતી ગઝલમાં વપરાતા હોય એવા ૧૯ અને એ ૧૯ માં પણ વધારે અને લગભગ બધાએ અજમાવેલા ૧૪ છંદ વધુમાં વધુ ચલણમાં છે પછી તો પોતાની આવડત મુજબ એક કટકો એક છંદનો અને બીજો બીજા છંદનો કટકો લઈ ઘણાં સાંધા જોડીને છંદ બનાવતા હોય છે.
આપણે એમાં ન પડતાં માત્ર મૂળ છંદને જ વળગી રહેવું ઉચિત ગણાશે.
હવે એક વાત આપને ખાસ જણાવવાની કે આપ સમય ફાળવીને મહેશભાઈ ની વેબસાઇટ પર આવી, થોડી ગઝલો ધ્યાનથી વાંચો અને વિચારો…ત્યાં લગભગ સવા ત્રણસો જેટલી ગઝલો એમણે પોસ્ટ કરી છે અને અલગ અલગ છંદમાં લખાયેલી છે.(http://drmahesh.rawal.us/?author=1)
આવતી બેઠકમાં આટલું જાણ્યા પછી વર્કશોપ માટેના આપના વિચાર દર્શાવશો।
છંદ અને છંદમાં લખાય તો શું નિખાર આવે એ સમજવા બધાને મહેશભાઈ પ્રોત્સાહન આપી રહ્યા છે તો આપણે કેમ પાછા પડવું ?