દિવાળી આવી દિવાળી આવી

 
 મિત્રો આ રચના ગોવિંદભાઈ ની છે ..જે લખતા ભૂલીગઈ તો કાકા માફ કરજો
 
 
 
 
                                                                    દિવાળી આવી દિવાળી આવી…..કવિતા
 
 

 

દેશના ભારતીયજનોને દીપાવલીની
શુભ કામના
 
 
                    ચિત્ર માટે ગુગલનો આભાર
 
============================================================
 
દિવાળી આવી દિવાળી આવી જાત જાતના દીવડા  લાવી
 
સુંવાળી મઠીયાં મીઠાઈ  ઘૂઘરા સાથે અનેરા  ફટકડા  લાવી
 
દિવાળી બહેન તો રુમઝુમ કરતી સાથે ત્રણ બહેનોને લાવી
 
વાઘ બારશ ધન તેરસ કાળી ચૌદશ  બહેનોની જોડી  આવી
 
મળવા ને કાજે  મોંઘેરા ભઈલાને એ રુમઝુમ  કરતી  આવી
 
નૂતન  વરસના આ નવલા ભઈલાને મળવા દોડતી  આવી
 
ભક્તિ શક્તિ પૂજા અર્ચના આશા ઈચ્છા મહેચ્છા સાથે લાવી
 
સાતેય બહેનડીઓને લઈને મળવા ભાઈના સાગરે  સમાવી 
 
ભાઈ કહે આવો જરૂરથી મળવા મને  ખારાશ  કિનારે મુકાવી
 
કામ ક્રોધ મોહ લોભ લાલચ વેર શત્રુતાની ખારાશ સુકાવી
 
મધ જેવી મીઠાશ ભળશે જીવનમાં મારા આંગણે જ આવી
 
નવલા વર્ષે  મિત્રતા ને ભાઈચારો જીવનમાં લેજો અપનાવી.
 
 
Govind Patel
 Swapnajesarvakar

નવા વરસના સૌને નુતનવર્ષાભિનદન

સૌ પરિવારજનોને પણ ખૂબખૂબ દિવાળીની હેતભરી મુબારક…

આજ મુબારક…., કાલ મુબારક…. નવીન હર પળ મુબારક દિવાળીની ખૂબ ખૂબ શુભ કામનાઓ અને નવા વરસના સૌને નુતનવર્ષાભિનદન .

અને નવું વરસ સુખમય,શાંતિમય અને આરોગ્યપ્રદ રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ.

મિત્રો આ સાથે  માસીની એક સુંદર રચના મોકલું છું
રચના માસી માટે સરળ અને  સહજ છે ..પરન્તું હું એમ કહીશ કે એમની દરેક રચના એ એમની એ કલ્પના, કળા, કે કુસુમમાળા છે.સરસ ગીત, સરસ સંગીત સરસ મધુર ગાયકી…શબ્દની મઝા અને મીઠા સ્વર થી સાચેજ દીવડા પ્રગટી ઊઠ્યા હોય એવુ લાગશે.
http://tahuko.com/?p=10200

દીવડીયે દીપમાળ સજાવો

દીવડીયે દીપમાળ સજાવો
ઝગમગ જ્યોત જલાવો
દીવડીયે દીપમાળ સજાવો ..

ચાંદો સૂરજ ગગન દીપક બે
રાતદિવસને અજવાળે …
દીવડીયે દીપમાળ સજાવો ..

નવલખ તારા ટમટમ ટમકે
મેઘમંડળમાં વીજળી ચમકે ..
દીવડીયે દીપમાળ સજાવો ..

હ્રદય મંદિરીયે દીપક પ્રગટે
નયન મંદિરીયે જ્યોતિ ઝબૂકે ..
દીવડીયે દીપમાળ સજાવો ..

– મેઘલતા મહેતા