વાર્તા સ્પર્ધા-વિષય :”હાશકારો”

 લેખકોને પોતાની આગવી સર્જનશક્તિને વિશાળ વાચક સમુદાય પાસે મૂકવાનું એક માધ્યમ મળી રહે અને તેમનું લેખન-કાર્ય યોગ્ય દિશામાં વિકસિત થાય તેવા હેતુથી “બેઠકે” એક વાર્તા સ્પર્ધાનું આયોજન કરેલ છે .

કેલીફોર્નીયાના સર્જક અને વાચકમિત્રોને આ સ્પર્ધામાં ભાગ લેવા ભાવભર્યું આમંત્રણ છે.સ્પર્ધાના દાતા અને નિર્ણાયકોનો નામ જાહેર કરવામાં આવશે નહિ.
વિષય :”હાશકારો”
પ્રથમ ઇનામ -$151
બીજું ઇનામ -$101
ત્રીજું ઇનામ -$75

સ્પર્ધાના નિયમો :

[1] વાર્તા સ્પર્ધામાં કોઈ  પણ કેલીફોર્નીયામાં રહેતી વ્યક્તિ ભાગ લઈ શકે છે. આ સ્પર્ધામાં જોડાવવા માટે કોઈ પણ પ્રકારની ફી કે નોંધણીની જરૂરિયાત નથી. માત્ર સ્પર્ધકે નક્કી કરેલી સમય મર્યાદામાં પોતાની કૃતિ મોકલવાની રહે છે. ચાલુ વર્ષે વાર્તા સ્વીકારવાની છેલ્લી તારીખ : December 28th  મી ૨૦૧૪ છે.

[2] આ સ્પર્ધા, કલીફોર્નીયા , પુરતી ન રાખતા એ મર્યાદાને અહીં થોડીક ખોલી આપી છે, શબ્દોનુંસર્જન ,બેઠક અને હ્યુસ્ટન સાહિત્ય સરિતાના સર્જકોપણ ભાગ લઇ શકશે

[3] વાર્તા મૌલિક અને અપ્રગટ હોવી જોઈએ. વાર્તા 15૦૦ થી 2૦૦૦ શબ્દો વચ્ચે હોવી જોઈએ.

[4].આત્મકથાત્મક ,​વ્યક્તવ્ય ​, કે નિબંધ પ્રકારની કૃતિઓ અસ્વીકાર્ય ગણાશે. વાર્તા એ અહેવાલ પણ નથી,માત્ર ‘ટૂંકી વાર્તા’નું સ્વરૂપ જ સ્વીકાર્ય ગણાશે.

[5] વાર્તા જોડણી સુધારી,ટાઈપ કરીને ઈ-મેઈલથી મોકલવાની રહેશે, (કૃપયા હસ્તલિખિત વાર્તા સ્કેન કરીને મોકલવી નહીં) ઈ-મેઈલથી વાર્તા મોકલનારે Word Document Format માં જ વાર્તા મોકલવી. વાર્તા જે ફોન્ટમાં ટાઈપ કરી હોય તે ફોન્ટ ઈ-મેઈલ સાથે એટેચ કરવા જરૂરી છે. વાર્તાની શરૂઆતમાં પ્રથમ પાને સ્પર્ધકનું નામ, સરનામું, ફોન-નંબર લખવા અત્યંત જરૂરી છે. આ માહિતીના અભાવમાં વાર્તા સ્વીકાર્ય ગણાશે નહિ. વિશેષમાં, ઈ-મેઈલથી વાર્તા મોકલનારે ઈ-મેઈલ કરતી વખતે Subjectમાં Bethak -Varta-Spardha-2014 લખવું.

[6] સ્પર્ધામાં મોકલેલી વાર્તા અન્યત્ર મોકલી શકાશે નહિ. સ્પર્ધામાં વિજેતા થયેલી વાર્તાઓને પ્રકાશિત કરવાનો હક બેઠક અને શબ્દોનાસર્જન નો રહેશે. તેમ છતાં, વિજેતા થયેલી વાર્તા જો સાહિત્યિક સ્વરૂપને અનુરૂપ હશે તો જ પ્રકાશિત કરવામાં આવશે. કોઈ એક ક્રમાંક માટે જો એકથી વધુ કૃતિ વિજેતા નીવડે તો દરેક સ્પર્ધકને ઈનામ સરખે ભાગે વહેંચી આપવામાં આવશે.

[7] સ્પર્ધાના પરિણામ માટે નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે અને તે સર્વ સ્પર્ધકોને બંધનકર્તા રહેશે.બેઠક, શબ્દોનાસર્જન તથા તેના સંપાદક જવાબદાર રહેશે નહિ.

વિષય :”હાશકારો” ​

સ્પર્ધાની શરૂઆત : તા. 1 લી ઓક્ટોબર ૨૦૧૪

વાર્તાઓ સ્વીકારવાની છેલ્લી તારીખ : 28મી  ડિસમ્બર    ૨૦૧૪

સ્પર્ધાનું પરિણામ : તારીખ ટૂંકમાં જાહેર થશે(.જાન્યુઆરીમાં રહેશે )

 

વાર્તા કેવી રીતે મોકલશો ?

bethak2014@gmail .com-અહીં મોકલશો ​-

વાર્તા મૌલિક અને અપ્રગટ હોવી જોઈએ. વાર્તા 15૦૦ થી 2૦૦૦ શબ્દો વચ્ચે હોવી જોઈએ.

માટે બીજા કોઈને ન મોકલતા ફક્ત વાર્તા bethak2014@gmail .com-અહીં મોકલશો ​-

“બાળકો માટે ખાસ ઇનામ અલગ રાખ્યા છે અને વર્ગ પણ અલગ છે”. 

“આધ્યાત્મ એ જ ઉત્થાનની સીડી”(૪) ગિરીશ દેસાઇ

આ મહિનાનો હ્યુસ્ટન-સહિયારું સર્જન નો વિષય

સહિયારું સર્જન - ગદ્ય

10640995_327356450767791_2388044564322389645_n­­

આધ્યાત્મ એજ ઉત્થાનની (પ્રગતીની)સીડી છે એ વિશે મને કોઈ શંકા નથી. પરંતુ હું માનું છું કે આ સીડી ઉપર ચઢવું એ સહેલી વાત નથી.  આ સીડી કોઈ પણ ઢાળ વગરની વર્તુળાકારે સીધી ઊપર ચઢતી સીડી છે અને તે આપણને ગોળ ગોળ ફેરવતી ઉપર લઈ જાય છે. વળી એના દરેક પગથીયાં સાંકડા હોય છે અને દરેક પગથીયા વચ્ચેનું અંતર પણ વધારે હોય છે. આ પગથીયાં એટલે આપણા અંતઃકરણમાં છૂપાયેલ વાસના, વિચાર, વાણી અને વર્તનનો ભંડાર. ઈશાવાસ્ય ઉપનિષદમાં “તેન ત્યક્તેન ભુજ્જીથા”ની સલાહ આ ભંડાર ઓછો કરવા માટે આપી છે, પરંતુ આપણે તો તેને બદલે રોજબરોજના અનુભવો સંઘરી એ ભંડારનો ભાર વધારતા  રહીએ છીએ. આટલો બધો ભાર ઉચકી ઉત્થાન અર્થાત પ્રગતિ કરવાનું સહેલું નથી. અહીં મને કાકા સાહેબ કાલેલકરનું એક વાક્ય યાદ આવ્યું. ‘પ્રગતિ સ્ક્રુના આંટા જેવી છે. જે સ્ક્રુ ઉપર આંટા વધારે હોય એની પ્રગતિ ધીમી થતી હોય છે. તે જ પ્રમાણે જો આપણે અપણા અંતઃકરણમાં પડેલા વાસના, વિચાર…

View original post 956 more words

“કવિતા” વિષય ઉપર-પી. કે. દાવડા-

“કવિતા” વિષય ઉપર-પી. કે. દાવડા-

-પી. કે. દાવડા

કવિતામાં લય  પ્રાસ તાલ અને રસ

1-https://soundcloud.com/p-k-davda/58r5zucjcrgj-કવિતામાં ૠતુઓ

2-https://soundcloud.com/p-k-davda/uhomukz0cxhrકવિતામાં જીવન

3-https://soundcloud.com/p-k-davda/b5ev34kcphy5કવિતામાં સંબંધો

4-https://soundcloud.com/p-k-davda/dh3z3y3jcb7cકવિતામાં પ્રાસ

5-https://soundcloud.com/p-k-davda/0z4us9hj090iકવિતામાં લય, તાલ અને રસ

 

 

આધ્યત્મ ઉત્થાનની સીડી (૩) -પ્રવીણા કડકિયા

આ મહિનાનો (હ્યુસ્ટન-સાહિત્ય સરિતા) નો વિષય

સહિયારું સર્જન - ગદ્ય

10640995_327356450767791_2388044564322389645_nસીડી એટલે જેના પગથિયા પર એક પછી એક પગ મૂકી ઉપર જવાય. તેનો અર્થ ઉત્થાન થાય. સીડી સડસડાટ પણ ચઢાય અને એક એક પગથિયા દ્વારા ઉપર જવાય. જે ખૂબ ઝડપથી ચડે તે થાકી જાય. જે આરામથી ચડે તેને થાક ન લાગે ઉપર આવ્યાનો આનંદ પ્રાપ્ત થાય .   મારા જેવી વ્યક્તિ એ ઓછી ઉંચાઈને કારણે દિવસમાં દસ વાર તેનો ઉપયોગ કરવો પડે. જીવનમાં ઉત્થાનનો સમય આવે ત્યારે ‘આધ્યત્ત્મ’ની સીડી જેવો કોઈ માર્ગ નથી. જીવન એટલે શું ? ખાધું પીધું ને મઝા કરી ! હા, એ પણ એક સમયે કર્યું. જ્યારે માનવી જીવનના એવા તબક્કામાં પ્રવેશે જ્યાં તેને લાગે હવે આત્માનું કલ્યાણ, માનવ જીવનની સાર્થકતાનો સમય આવી ગયો છે. જવાબદારીનું વળગણ હવે છૂટ્યું છે. ત્યારે તેના જિવનમાં શું અગત્યનું છે તેનું ચિત્ર સ્પષ્ટ અંકાય છે.

આધ્યત્મ વાડાવાદમાં કેદ ન થઈ શકે. તે કોઈ વર્ણ યા જાતિથી અલિપ્ત છે. તત્વજ્ઞાનને ખોટાં વાઘા પહેરાવી સામાન્ય પ્રજા સમક્ષ વ્યક્ત કરી અવળે રસ્તે આધ્યાત્મ દ્વારા…

View original post 1,152 more words

પ્રભુ જ્ઞાની જીવન દે (૨) હેમા બહેન પટેલ

આ મહિનાનો (હ્યુસ્ટન-સાહિત્ય સરિતા) નો વિષય

પ્રભુ જ્ઞાની જીવન દે

સહિયારું સર્જન - ગદ્ય

sarasvati

મનુષ્ય જનમની ખાસીયત એ છે ભગવાને વિચારવા માટે બુધ્ધિ આપી તેને કારણે જ તે જે સાંભળે, આંખોથી જોવે, વાંચે, અનુભવે તેમાંથી સારા ખોટાનો વિચાર કરીને તેને તે વસ્તુ સમજાય, વસ્તુનુ ભાન થાય, જે વસ્તુ તેને સમજાય તે જ્ઞાન છે. જ્ઞાન એટલે કોઈ પણ વસ્તુ વિષેની માહિતી, જાણકારી,  ખબર હોવી,  વસ્તુની સમજ પડવી. ઘણા ખરા જ્ઞાન એવા હોય જે આગલા જન્મના સંસ્કારના બીજ રૂપે આપણી સાથે જન્મની સાથે જ આવે. જેને કોઈએ આપણને શીખવાડવા ન પડે.તેની જાતે આપોઆપ જ થાય છે. બાળક જન્મે ને તરત જ માતાનુ દુધ પીવા બેસી જાય આ કોઈએ તેને શીખવ્યુ નથી. તેની જાતેજ તે કુદરતી રીતે જ કરે. જે કુદરતી રીતે સાથે લઈને જન્મ્યા હોઈએ તેને માટે કોઈના સહારાની જરૂર નથી પરંતું બીજા જ્ઞાન માટે બીજાનો સહારો લેવો પડે છે. માણસને પાંચ જ્ઞાનેન્દ્રીઓ દ્વારા જોઈને, સાંભળીને , સ્પર્ષ, ગંધ અને સ્વાદ વગેરેથી જ્ઞાન  થાય છે. બીજું વાંચન અને મનન થી જ્ઞાન થાય. સંસારિક જ્ઞાન, દુનિયાદારી વગેરે…

View original post 1,114 more words

“ના હોય”(5) પદમાં-કાન

 

ઇન્ડીયામાં ઘર દીઠ ગાડી ના હોય, અમેરિકામાં ઘરઘાટી ના હોય!

અમેરિકામાં સવાર થતા ફોનમાં હાય હાય શરૂ થઇ જાય? ના હોય!

ઇન્ડીયામાં સવાર થતા કામવાળી બાઈની હાય હાય શરુ થઈ જાય “ના” “હોય’’

અમેરિકામાં રંગ બેરંગી વિવિધ આકારના સુંદર પુષ્પો ખીલી ઉઠે ગાર્ડનમાંય !

પણ ઇન્ડીયાના જાઈજુઈ, ચંપો ચમેલી, ગુલાબ મોગરાની સુવાસ ત્યાં હોય? ના હોય

અમેરિકામાં સવારના પોરમાં મેડીટેશન કરતા ઓમકારનો ઉચ્ચાર મોટેથી થાય,

તો ત્યાં ડીસ ટર્બ સહુ થઇ જાય. “ના હોય”!

ઓમકાર ઉચ્ચારનો નાદ ઇન્ડીયામાં થતા હવામાં શુદ્ધિ થાય,

વાતાવરણ પવિત્ર બની જાય. “ના” “હોય”!

આજે સવારે સવારે એક ગમ્મત થઈ ગઈ. ફોનની ઘંટી વાગી ને મેં ફોન ઉપાડ્યો ને હલો કહું છું ત્યાં તરત જ ફોનમાં બોલ્યા હું હસું. ને મારાથી બોલાઈ ગયું હસો. પાછા એ બોલ્યા ના ના હું હસું છું. તો મેં કહ્યું ભઈ, હ્સોને મેં ક્યાં ના પડી છે?તો એ બોલ્યા અરે તમે મને ના ઓળખી? તમારા ભત્રીજા વહુની બેન હું હસમુખ! ને મારાથી બોલાઈ ગયું “ના હોય”ઓહ હસમુખ બેન !તો એમ બોલોને/હા. બોલો હવે શું ખબર છે?

હસુબેન-તમે આજનું છાપુ વાંચ્યું?

મેં કહ્યું ના કેમ શું થયું?

હસુબેન –બે ખબર એવી છે ને કે વાંચીને આપણા રુવાડા અધ્ધર થઇ જાય!

મેં કહ્યું ના હોય એવું તો શું બન્યું છે? બેન, તમે જરા સ્પષ્ટતા કરશો

હસુબેન –ક્યાય કદી સાંભળ્યું છે? બાપે દિકરી પર બળાત્કાર કર્યો હોય!

ના હોય!શું વાત કરો છો તમે? માન્યામાં જ ન આવે!

હજી બીજા પણ એવા જ સમાચાર સાંભળતા આપણા કાન ફાટી જાય અને કહેતા જીભ લજવાય ક્યાય સાંભળ્યું છે?દીકરાએ માં પર બળાત્કાર કર્યો!આવું શું હોય?

હે!નાહોય! શું કળજગ આવ્યો છે! નાહોય, આવું ના હોય, આ તો હડહડતો કળજુગ!

હસમુખબેન-હજી એક સમાચાર,

હવે વળી પાછુ શું છે?

હસમુખબેન – આમાં ગભરાવાનુ નથી તમને સાંભળીને સારું લાગશે એ વાત નક્કી. બન્ને પ્રેમી આપઘાત કરવા રેલવેના પાટા પર જઇને સુઈ ગયા. રેલગાડી બન્નેના ઉપરથી સડસડાટ ચાલી ગઈ?

હે! આ તું શું કહે છે! ના હોય! ને તે બન્ને?

હસમુખબેન-તે બન્ને આબાદ બચી ગયા. આવું બને કદી? એ તો એ બન્નેમાંથી કોઈને ઉ નીઆંચ પણ નથી આવી!આને જ કહેવાય રામ રાખે તેને કોણ ચાખે? આતો ખરેખર પ્રભુની મોટી કૃપા કહેવાય.નહી તો આવું ના હોય! હવે તને શાંતિ થઈને?

હાશ મને સારું લાગ્યું, ને એવા કોઈ સમાચાર સાંભળું ને તો જીવ ઉચાટમાં પડી જાય.

હસમુખબેન- બાકી બધું ઠીક છે ને?

હા પણ જો ને, અહિયાં આ બાઈઓનો મને ખૂબ ત્રાસ લાગે છે. અમેરિકા જતા જતા મારા દીકરાએ બાઈને થોડા વધારે પેઈસા આપીએ તો તે રસોઈ પણ કરે અને પપ્પાનું કામતો તે કરે છે એટલે મને થોડી શાંતિ, પણ શું ખાક શાંતિ? ને તમને ખબર છે હસમુખબેન, જે દિવસે મહેમાન આવવાના હોય ને એ દીવસે તો અચૂક તેનો ખાડો હોય જ.

હસમુખબેન-જુઓ બેન એક વાત તમને કહું? અહીના કામવાળા બહુ હોશિયાર હોય આપણી ફોન પર વાત ચાલતી હોય ને તે સાંભળી જાય કે કાલે મહેમાનની પધરામણી થવાની છે તો તમે કહ્યું તેમ સમજી લો ડબ્બા ગુલ!

એમ !ના હોય હૂ તો એને ખાસ કહું કે ભઈ કાલે તું જરા જલ્દી આવજે હો આપણે ત્યાં મહેમાન આવવાના છે

હસમુખબેન –ના હોય, જોજો હવે આવી ભૂલ કરતા!

ના હવે એવી ભૂલ ના થાય, પણ એક દિવસ એવું થયું કે બાર વાગી ગયા હતા ને બાઈ નોતી આવી ને તેમની ઓફિસમાંથી મને ફોન આવ્યો કે તમારી બાઈ શું કરે છે? મેં એનો બચાવ કરતા કહ્યું કે દુરથી આવે છે ને એટલે કોઈ વાર મોડું થઈ જાય. તે હજી આવી નથી. તો ઉપરથી મને દબડાવવા માંડી કે કેમ નથી આવી? તમે અમને ફરિયાદ કેમ ના કરી? તમારી બાઈ અત્યારે અમારી ઓફિસમાં મારી સામે ઉભી છે.

હે “ના હોય!” જ્વા દે મારું તો માથું દુઃખી ગયું.ફરી કોઈ વાર મળશું.

પદમાં-કાન

અહેવાલ-શ્રી કૃષ્ણ દવે અને અદમ ટંકારવી સાથે “મહેફિલ” – Nov 16 -2014

બે એરિયામાં ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર મિલ્પીટાસ ખાતે  (કેલીફોર્નીયામાં)  તારીખ 16મી નવેમ્બર ના ઇન્ડિયાના જાણીતા કવિ શ્રી કૃષ્ણ દવે સાથે અદમ ટંકારવી પાનખરમાં વસંતના વાયરા લઈને આવ્યા .

_DSC0028

_DSC0075

તસ્વીર-(રમેશભાઈ પટેલ,મહેન્દ્રભાઈ મહેતા,રાજેશ શાહ,પ્રજ્ઞા અને શરદ દાદભવાળા,જાગૃતિ શાહ, કલ્પના શાહ.)   
(અદમ ટંકારવી ,દિનેશભાઈ શાહ, કૃષ્ણ દવે)   

“મહેફિલ”

બે એરિયામાં ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર મિલ્પીટાસ ખાતે  (કેલીફોર્નીયામાં)  તારીખ 16મી નવેમ્બર ના ઇન્ડિયાના જાણીતા કવિ શ્રી કૃષ્ણ દવે સાથે અદમ ટંકારવી પાનખરમાં વસંતના વાયરા લઈને આવ્યા .અમદાવાદના યુવાન,તરવરીયા અને હસમુખા કવિ શ્રી. કૃષ્ણ દવે અને બ્રિટન-બોલ્ટનથી આવેલા પીઢ ગઝલકાર શ્રી. ‘અદમ’ ટંકારવીની રજૂઆતે બે એરીયાના ગુજરાતીઓની હાસ્ય સાથે સંવેદના જગાડી..

સૌથી પ્રથમ શરુઆતમાં, શ્રીમતિ પ્રજ્ઞાબેન દાદભાવાળાએ  કવિતાભીનો આવકાર આપી કાર્યક્રમની શરૂઆત કરી. ત્યારબાદ ડો.દિનેશભાઈ શાહે કાર્યક્રમની રૂપરેખા આપી વાંસળી ડોટ કોમના સર્જક કવિ શ્રી કૃષ્ણભાઈ દવેને આવકારી મહેફિલ નો આરંભ થયો.કશીયે ઔપચારિક્તા વગર સીધેસીધી કવિતાથી જ તેમણે પહેલા સેશનનો પ્રારંભ કર્યો. બુલંદ અવાજ, મસ્તીભરી છટા અને મુક્ત અદાથી આખાયે સભાગૃહને આંગળી પકડાવી કવિતાના આકાશમાં ઉડાન આદરી.

“બારીબારણાં ખોલો જ નહિ તો શું થાય….જેવી કવિતા દ્વારા ગુજરાતીને જગાડ્યા।.. બારણા ખોલવાની જરૂર છે…“આપણે તો આવળ ને બાવળની જાત, ઊગવાનું હોય ત્યારે પૂછવાનું નહિ” ની જેવી અનેક કવિતા દ્વારા  અને ખુબસૂરત રજૂઆત દ્વારા શબ્દે શબ્દે અવનવા ભાવોથી  વિભોર કરી દીધાં સૌએ મનભરીને માણ્યું અને દરેક પંક્તિ પર પ્રક્ષકોએ પોતાનો પ્રતિસાદ આપ્યો હતો..ત્યારબાદ  વૈજ્ઞાનિક કવિ ડો.દિનેશભાઈ શાહએ એક વૈજ્ઞાનિકની નજરે નિરીક્ષણ, પરીક્ષણ, પ્રશ્ન અને પરિણામની પ્રક્રિયામાંથી સર્જાયેલ ‘આગિયાના તેજ’ પર ‘આ આગિયો ઝબકીને ખરતો’ કાવ્ય સંભળાવ્યું અને લાગણી સભર કાવ્યો રજૂ કર્યાં. પોતાના જીવનના અનુભવોનો અર્ક કાવ્યો દ્વારા પ્રગટ કરતાં સુંદર રજૂઆત કરી ને પુરવાર કર્યું કે સંવેદના દરેક મનુષ્યમાં હોય છે .. નાનકડી રેતી માં કવિને કાવ્ય મળ્યું અને તેની સુંદર રજૂઆત પણ કરી દુનિયામાં માણસ ની માણસ તરીકેની શોધ એજ સૌથી મોટી શોધ છે એ વાત ને પુરવાર કરી મહેફિલમાં ત્યાર બાદ અનેક સાહિત્યિક પારિતોષિકો મેળવનાર‘ગુજલીશ’ ગઝલોના રાજ્જા ગણાતા શ્રી અદમભાઈ ટંકારવી સાહેબને આમંત્રણ આપવામાં આવ્યું.  મહેફિલનો દોર તેમના હાથમાં સોપતા એમણે કહ્યું ભીંજાવું એજ કવિતા છે…તેમની ગુજરાતની સનમ, બ્રીટનની સનમ અને અમેરિકાની સનમવાળી ગઝલ પર શ્રોતાઓ ખુબ ખુશ થઇ ગયા હતા. ‘પટેલ અને મોટેલ’ની તેમની જાણીતી હાસ્યપ્રેરક ગઝલ ‘જેટલો મોટેલનો વિસ્તાર છે, એટલો આ આપણો સંસાર છે’  અને ..જાણે અનુભવી કલમ અમેરિકાના ગુજરાતી ને  વર્ણવી ગઈ‘જ્યારે જ્યારે તું હની ખીજાય છે ત્યારે ગ્લોબલ વોર્મીંગ થઈ જાય છે’ અને ‘તું નથી તેનો આ અંજામ સનમ, ગામ પણ લાગતું પરગામ સનમ’ અને હૈયાંને વીંધતી વાત કે ‘ બાઈબલ ખોલું ને સીતા નીકળે અને રામાયણમાંથી ફરિશ્તા નીકળે, ઝેર તો કોઈ બીજું જ પી ગયું ને ખાલી પ્યાલામાંથી મીરા નીકળે’ જેવી રજૂઆત કરી..નેહલ દવે એ ગઝલથી સુંદર રજૂઆત કરી . બીજા દોરમાં પણ આજ રીતે એક પછી એક રજૂઆતે લોકોને હસાવ્યા ,અને ક્યારેક વાસ્તવિકતા એ પ્રેક્ષકને ગંભીર બનાવી વિચારતા કર્યા.. 

  ત્રણે કવિઓને બિરદાવતા પ્રજ્ઞાબેને આભાર વિધિ કરી  અને ફૂલો અર્પણ કરી શુભેચ્છા આપતા કહ્યું કે બે એરિયામાં સાથે મળી આવા કર્યો થાય તો આપણે આપણી માત્રુ ભાષાને અહી જીવાડ્શું। ..પ્રક્ષકો ને ચાહકો વગર આ શક્ય જ નથી તેમજ સાથે કામ  કરવાથી બધા આ કાર્યના નીમ્મિત બનશે.
સમગ્ર પ્રોગ્રામનું સંચાલન “જવનિકા” અને અને બેઠકે સાંભળ્યું તો  રમેશભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ મહેતા અને જયશ્રી મર્ચન્ટ મહેફિલનું પીઠ બળ રહ્યા. 

જાગૃતિ એ સમન્વય ની જાહેરાત કરતા કહ્યું કે ગુજરાતી ભાષાના પ્રોગ્રામ માત્ર જૂની પેઢી માટે નથી.પરંતુ બીજીવાર આવશો ત્યારે આ મહેફિલમાં નવી પેઢી પણ હશે આપણે ઉગતી પેઢીને પણ પ્રોત્સાહન આપવું જોઈએ  અને નાસ્તાપાણી સાથે કવિતા વાગોળતા..સૌ છુટા પડ્યા.  


 krushna daveબે ઘડી વાતો કરી, દિલને બહેલાવી અમે નીકળી ગયા,            કોઇ સંગ ના જઈ શક્યું ને અમે નીકળી ગયા….
 

અહેવાલ:પ્રજ્ઞા દાદભાવાળા
તસ્વીર :રઘુશાહ  
સાઉન્ડ :દિલીપભાઈ શાહ
ફુડ :નીલેશ શાહ-સતીશ રાવલ ( Chatbhavan)
પ્રસારણ -રાજેશ શાહ 
આયોજક -‘જવનિકા” અને “બેઠક”
પ્રોગ્રામનું બળ -રમેશપટેલ ,મહેન્દ્ર મહેતા ,જયશ્રી મર્ચન્ટ

“ના હોય”-(4)સાક્ષર હરીશભાઇ ઠક્કર

 

Sakshar Thakkar's profile photo

શબ્દોનું સર્જનનાં આ મહિનાના વિષય “ના હોય” માટે મારી લઘુકથા.

“ના હોય”

તાપમાં મહેનત કરવાને લીધે પરસેવાથી લથબથ એવો શંભુ એની ઝુપડીમાં આવીને દીવાલના ટેકે બેઠો. ત્રિકમ, પાવડો અને બીજા ખેતીના સાધનો રસ્તામાં થી લઇને ખૂણામાં મુકતા એની પત્ની ઉમાએ કહ્યું, “આ બધું રસ્તામાં કેમ નાખ્યું છે, ગણપત ત્યાં આગળ જ રમે છે એ જો રમતા રમતા આ બાજુ આયો તો એને વાગી જશે”

“અલી,  મેલું છું હવે થોડો શ્વાસ તો લેવા દે”

“હઉ, લઇ લો લઇ લો શ્વાસ લઇ લો…થોડો”

ખુલ્લું પડેલું “ખેડું મિત્ર” છાપાનું પાનું  જોયું અને જોરથી વાંચ્યું,

“દરેક જગ્યાએ પાણી ભરપુર, મધ્યપ્રદેશમાં પુર”

અને ચુલા પર કંઈક વઘાર કરતી ઉમાને કહ્યું,

“અલી તું આવું બધું કેમ વાંચે છે, અહીંયા પાક થતો નથી, લેણદારો પાછળ પડ્યા છે, આટલો દુકાળ છે ને તું પુરના સમાચાર વાંચે છે, કેમ હેરાન કરે છે!”

“ના રે ના, એવું બધું કંઈ નથી વાંચતી, આ તો, એ પાનાંમાં નીચે જુઓ નવી વાનગી આવી છે, દુકાળ પેસ્યલ વાનગી…એની રીત વાંચતી હતી, વઘાર થઇ ગયા પછી શું લખ્યું છે, જરા વાંચીને કહો” ઉમા એ પૂછ્યું.

” ‘દુકાળ પેસ્યલ’ એમ ને… હા… મળ્યું…કે’ છે કે સમારેલી બધી શાકભાજી નાખ…ને પછી થોડી વાર બધું વઘારમાં શેકી અને પાણી નાખ…અને પછી ૧ ચમચી હળદર નાખ અને મીઠું નાખ”

ઉમાએ બધી શાકભાજી નાખી…

“કેટલું મીઠું નાખવાનું છે?”

“એક મિલીટ…વાંચીને કહું… હા… સ્વાદાનુસાર મીઠું”

“પછી?” ઉમા એ પૂછ્યું.

“હવે ૨ મિનીટ હલાવી અને પછી ઝેર”

ઉમાએ આજે જ બજારમાંથી લાવેલી ઉંદર મારવાની દવા નાખી અને આખી તપેલી સાણસીથી ઊંચકી શંભુ પાસે લઇ આવી અને કહ્યું,

” લો ચાખી ને જરા કહો તો કેવું બન્યું છે, પછી આપણે ત્રણે પી લઇએ”… એમ કહીને એણે ગણપતને બોલવા બુમ પાડી, “અલ્યા ગણપત આમ આય તો…. કશું આપું જો તને”

શંભુ એ કહ્યું, 

“એમાં શું ચાખવાનું અલી, આ તો ઘટઘટાઈને પી જવાનું, પેલું હું કે છે હાંભ્ળ્યું નહિ,

ઝેરના પારખા……”

– સાક્ષર

સાક્ષર હરીશભાઇ ઠક્કર-..http://saksharthakkar.wordpress.com/

 

જુની આંખોને નવા ચશ્મા (૭) -કલ્પના રઘુ શાહ

આ મહિનાનો (હ્યુસ્ટન-સાહિત્ય સરિતા) નો વિષય
જુની આંખોને નવા ચશ્મા

સહિયારું સર્જન - ગદ્ય

Juni ankhe nava chashma

આધુનિક યુગમાં શરીરનાં ઘણાં પાર્ટસ બદલી શકાય છે. પરંતુ આંખ એવું અવયવ છે જે બદલી શકાતું નથી. તેના માટે ચશ્મા જ બદલવા પડે છે. જીવનમાં આંખો દ્વારા જોવાતી ઘટના આપણે બદલી શકવા સમર્થ હોતા નથી. તેના માટે દ્રષ્ટિ એટલે કે એ જોવાનો અંદાજ બદલવો પડે છે.  એ ઘટનામાં અનુકૂળ બનવા માટેનો હકારાત્મક અભિગમ એટલેજ નવા ચશ્મા અને આ ચશ્મા વ્યક્તિ માટે ઘરેણુ પુરવાર થાય છે.

અમારા જમાનામાં, એવું કહેનાર ડોસો કે ડોસી કહેવાય. નવા ચશ્મા સાથે વૃધ્ધે વડીલ બનવાનું છે. સરકતા સમયને નવા ચશ્માથી જોવાનો જે વ્યક્તિ આનંદ લઇ શકે તેજ આજીવન જુવાન રહી શકે. 3D કે 4D સીનેમા જોવા માટે તમારે તેના ખાસ ચશ્મા પહેરવા જ પડે છે. તોજ તમે દ્રશ્યની અંદર હો તેવો ભાસ થાય છે. તે રીતે કુટુંબ કે સમાજમાં દરેકની સાથે રહેવા ચશ્મા બદલવા જરૂરી છે. તોજ તમે તે ક્ષણનો આનંદ લઇ શકશો.

View original post 572 more words

આધ્યાત્મ એજ ઉત્થાનની સીડી (૨) હેમાબહેન પટેલ

આ મહિનાનો (હ્યુસ્ટન-સાહિત્ય સરિતા) નો વિષય
“આધ્યાત્મ એજ ઉત્થાનની સીડી” -હેમાબહેન પટેલ​-

સહિયારું સર્જન - ગદ્ય

10640995_327356450767791_2388044564322389645_n

પ્રકૃતિનો નિયમ છે તેમાં સતત પરિવર્તન આવતું રહે છે, તેવીજ રીતે આપણા જીવનમાં પણ પરિવર્તનને કારણ બદલાવ આવતો રહે છે.આ બદલાવનો અર્થ એકજ થાય છે . જીવનનો ઉદય થઈ અને ઉન્નતિ થવી.ક્ષેત્ર કોઈ પણ હોઈ શકે.દરેક વ્યક્તિમાં પોતાની ઉન્નતિ કરવાનુ સામર્થ્ય રહેલું હોય છે. પોતાની જાતે જ પ્રયત્ન કરવાનો છે.

ઈશ્વરને લગતા કોઈ પણ કાર્યમાં રચ્યા પ્ચ્યા રહી તેના વિષેજ વિચારવું એના થકી જ મન જાગૃત થઈને જીવનનો ઉદય અવશ્ય થાય છે. આ પરમ તત્વને જાણવા માટે તેને પામવા માટે શાસ્ત્રોએ અનેક માર્ગ બતાવ્યા. યોગ માર્ગ , ભક્તિમાર્ગ અને જ્ઞાન માર્ગ આ ત્રણ માર્ગ એ ઉત્થાનની સીડી કહેવાય. વેદાધ્યયન આદી વડે આત્માને જાણવાની ઈચ્છા થાય છે.આત્માને ઉદ્દેશીને જે જ્ઞાન કહેવામાં આવે છે તે ચાર પ્રકારનુ છે, આત્માનુ શ્રવણ કરવું મનન કરવુ, નિદિધ્યાસન કરવું અને શાક્ષાત્કાર કરવો. શ્રોત્ર ઈન્દ્રિયોથી, શ્રવણ-મનન એ મનથી, નિદિધ્યાસન તથા આત્મશાક્ષાત્કાર એ બુધ્ધિથી થાય છે. વેદ, ઉપનિષદ વગેરેનુ અર્થ સહીત અધ્યયન કરવું તે સ્વાધ્યાય છે.એ સ્વાધ્યાય તથા…

View original post 1,177 more words