મિત્રો Fathers Day આવી રહ્યો છે . ત્યારે દેરક પિતાને અભિનંદન અને પ્રણામ .મિત્રો Fathers Day આવી રહ્યો છે . ત્યારે આમ તો કહેવું ઘણું છે પણ કોઈ શબ્દો જ નથી મળતા કે શું કહું? તો આજે પિતા દિન પર સર્વે પિતાઓને અને પિતાના ગુણોને આજ પુષ્પો ધરું છું
Huston થી વિજયભાઈ શાહ એ એક સુંદર કવિતા મોકલી હતી જે વાંચી લખવા પ્રેરાઈ છું. જે નીચે રજુ કરું છું ..
આપણા ગુજરાતમાં કોઈપણ ગુજરાતી માનવ એવો નહીં હોય જેણે આ કહેવત ન સાંભળી
હોય,`વડ તેવા ટેટા, બાપ તેવા બેટા ` વળી વડલાનું નામ પડે ત્યારે
`કબીરવડ`નું નામ પણ સાંભળ્યું ન હોય તેવો ગુજરાતી જણ ભાગ્યેજ મળી
આવશે..!!
“ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધૂમસે પહાડ સરખો,
નદી વચ્ચે ઊભો, નિરભયપણે એકસરખો;
દીસ્યો હાર્યો જોદ્ધો, હરિ તણું હ્રદે ધ્યાન ધરતો,
સવારે એકાંતે, કબીરવડ એ શોક હરતો.”
(મહાકવિ શ્રીનર્મદજી)
કબીરવડ વિશે ઉપર દર્શાવેલ અદ્ભુત રચનાના રચયિતા, આપણા ગુજરાતના પ્રસિદ્ધ
મહાકવિ શ્રીનર્મદજી છે.ભરૂચ થી આશરે પંદર કિ.મી. દૂર,નર્મદા મૈયાના
પવિત્ર તટ પર આવેલા શુક્લતીર્થ (શાકુંતલ તીર્થ)ના સાંનિધ્યમાં,લગભગ
પોણાત્રણ એકરમાં ફેલાયેલ આશરે છસ્સો વર્ષ કરતાંય જુના વડનું મહાત્મ્ય
એટલા કારણસર અદકેરું મનાય છેકે, સંત કબીરજીએ આ સ્થળે તે સમયે વસવાટ કરીને
આ સ્થળને પવિત્રતા બક્ષી હતી,તેથીજ આ વડ પણ `કબીરવડ બેટ`ના નામથી ઓળખાય
છે. કબીરવડની અનેકાનેક શાખાઓને કારણે તેની ઘટામાંથી, સૂરજનાં કિરણોને પણ
પસાર થવું મુશ્કેલ હોવાથી, તેનો છાંયો શીતળતા સાથે સહુ આશ્રિતોને પરમ
શાંતિ અર્પે છે.
આજે `FATHER`S DAY`ના પર્વ પર, કબીરવડનો ઉલ્લેખ કરવાનું કારણ એજકે,
આજ્ઞાંકિત અને પ્રેમાળ સંતાનોના જીવનમાં, પ્રેમાળ પિતાનું સ્થાન પણ,
કબીરવડની માફક અદકેરું અને પવિત્ર છે.
પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ હોય છે? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવા માં આવતું.માતા ઘરનું માંગલ્ય હોય છે,તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે.પ્રેમાળ સંતાનોના જીવનમાં, પ્રેમાળ પિતાનું સ્થાન પણ,કબીરવડની માફક અદકેરું અને પવિત્ર છે.પિતાના સંરક્ષણમાં રહીને સંતાન નિરંતર કંઈને કંઈ શીખતા રહે છે. એક સાચો પિતા, કાયમ પોતાની લાગણીભરી, શીતળ, ઘટાદાર છાયાથી સંતાનોના શિરે, સંસારના આધિ, વ્યાધિ,ઉપાધિના તપતા સૂરજના ત્રિવિધ તાપની સામે, ઈશ્વરે તેમને સોંપેલી ફરજ,પોતાના છેલ્લા શ્વાસ સુધી, નિષ્ઠાપૂર્વક બજાવે છે.નાના સંકટો માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.આ વાત ગળે ઉતારવા જેવી છે કારણ પિતા ઘરનું અસ્તિત્વ હોય છે.જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી.એક સંતાન પોતાની માતા સાથે હ્રદયનું જેટલું સાંનિધ્ય અનુભવે છે તેટલી સમીપતા, સંતાનને પિતા સાથે અનુભવતાં કયારેક સંકોચ લાગતો હોય છે? કારણ પિતાના સ્નેહમાં મૃદુલતા ઓછી આપણને દેખાય છે પરંતુ વિશ્વાસની માત્રા વધારે હોય છે એ ભૂલવું ન જોઈએ . પિતામાં આવેગ ઓછો પણ વિવેકબુદ્ધિ, નિયંત્રણ, તર્ક અને વિચારશીલતા માર્ગદર્શન હંમેશાં સંતાન ને આપતા રહે છે. અવલંબનનો ભાવ ઓછો, પણ સમતાની બુદ્ધિ વિશેષ હોય છે., પિતા હંમેશા દૂરથી ભલે શાંત ઓછા બોલા દેખાતા હોય પરન્તું આમ જોવા જઈએ તો પિતા સૌથી મોટો હિતેચ્છુ શિક્ષક છે,જોકે જેનું શિક્ષણ આપણે કેવળ મુખથી જ નહીં, પરંતુ તેના ક્રિયાકલાપ, આચારવિચાર, વ્યવહાર, ચરિત્ર, નૈતિકતા આ બધા દ્વારા ગ્રહણ કરીએ છીએ.
પિતા એટલે ઘરનો વડલો
દેતો વિસામો ને શીળી છાંય
કુટુમ્બ કબીલો તારે આશરે
સંતાપો સહી છત્ર ધરે એને પિતા કહેવાય,
દરેક પિતાને મારા વંદન
વિજયભાઈ આભાર સાથે HAPPY FATHERS DAY