Monthly Archives: March 2015
તસ્વીર બોલે છે -(21) દિલીપભાઈ શાહ
તસ્વીર બોલે છે
હું બીજા બધાની જેમ ખુબ સુંદર લખતો નથી પરંતુ તસ્વીર જોઇને મને મારા જુના દિવસો યાદ આવે છે હું એક એન્જીન્યર છું અને મેં વ્યવસાયમાં હમેશા હરીફાય થતા જોઈએ છે ,આ દેડકાની તસ્વીરમાં મને એક માર્કેટિંગ નો માણસ અને એક ટેકનિકલ માણસ દેખાય છે નીચેનો દેડકો એ માર્કેટિંગ વાળો છે દેડકાની આ તસ્વીરમાં જોતાં વિચાર આવે છે કે દેડકા જ્યારે પાણીમાં હોય છે ત્યારે તેમની ગતિ ધીમી હોય છે અને જમીન પર એમની ગતિ વધી જાય છે કારણ એ છલાંગ ભરીને દૂર તથા ઉંચે જઇ શકે છે. જેમ એક ટેકનિકલ માણસને પોતાની ટેક્નોલોજી જેટલી જલદી સિધ્ધ થાય અને બીજી કંપની કરતાં પહેલાં માર્કેટમાં મુકાય તેની તાલાવેલી હોય છે અને એક માર્કેટિંગના માણસને ધીમી ગતિથી કામ કરવું પસંદ હોય છે કારણ હજુ નવા ઘરાક્ને નવી ટેકનોલોજીથી વાકેફ કર્યા નથી ત્યાં એનાથી વધુ સારી ટેક્નોલોજી બહાર આવી ગઇ છે! પેલા ઘરાક્ને સંતોષવો એ કામ સહેલું નથી. મોટા ભાગના માર્ચેકેટિંગના માણસો કમીશનથી કામ કરતાં હોય છે. નીચેનો દેડકો એ માર્કેટિંગ વાળો છે જેને ઉપરનો ટેક્નોલોજી વાળો દેડકો ખેંચીને લઇ જાય છે. ખેંચાવુ કોને ગમે? . કુદકે ભૂસકે વધતો માણસ ઉપરના ટાટિયા ખેચી કુદકો મારવા ની કોશિશ કરી રહ્યો છે અહી ઉચે ચડવાની હરીફાય બોલે છે. હરીફાય નો કુદકો જરૂર દેખાય છે.પરંતુ બીજી વાત અહી હું અનુભવે કહીશ કે બન્ને વ્યક્તિ કે ડીપાર્ટમેંટ ભલે અલગ હોય અને દ્રષ્ટી પણ અલગ હોય પણ આ દેડકાની જેમ એક બીજાના પુરક બની આગળ વધે તો બંને વ્યક્તિ અને કંપની નો પણ વિકાસ થઇ શકે આજ વાત અહી દેખાય .
તસ્વીર બોલેછે (20) -રમેશભાઈ પટેલ
આ તસ્વીરમાં મને એક પતિ પત્ની દેડકો અને દેડકીના સ્વરૂપે દેખાય છે.
એક પતિ પત્ની હતા. ખુબ સાધારણ હતા. એમ કહો ખુબ ગરીબ હતા.ઘણાને ખાવા માટે એટલી વાનગી હોય કે શું ખાવું એ પ્રશ્ન સતાવતો હોય છે જયારે આ પતિપત્નીને આજે શું ખાશું એવો પ્રશ્ન સાંજ થયે થતો. ઘણી વાર તો માત્ર પાણી પી ને સુઈ જતા ,આમ દિવસો પસાર થાય છે. ધીરે ધીરે મહેનત થી કમાણી માં આવક થાય છે ,ઘર લે છે પરિવાર પણ વિસ્તરે છે હવે ખોબો ભરાય ગયો છે. પણ કશુક ખૂટે છે.બાળકો હવે મોટા થઇ ગયા છે.ઉમર વધતા બાળકોને બધું સોપી દીધું છે હવે બાળકો જ બધું સંભાળે છે.
એક દિવસ દીકરો બાપ ઉપર ચોરીનો આળ ચડાવે છે ત્યારે એને મનમાં થાય છે કે મેં આ સૂન્યમાંથી સર્જન કર્યું અને મારી પર આવો આળ ? મનમાં દુઃખ થાય છે. લડી લડીને કોની સામે લડવાનું? ઠેસ પહોંચાડનાર વ્યક્તિ પણ આખરે પોતાની જ હોય ?તો દિલને ઠેસ વાગે પછી કળ વળતાં બહુ વાર લાગે છે. અમુક ઘા રૂઝાતા નથી અને પોતે દીકરાના ઘરમાંથી નીકળી જવાનો નિર્ણય કરે છે. પત્નીને દુખી કરવી નથી માટે ચુપચાપ રાત્રે કોઈને કીધા વગર નીકળી પડે છે. ચાલતો ચાલતો મંદિર ના ઓટલે બેસે છે અને આંખમાં આશુ સરી પડે છે.અને બે હાથ જોડી આંખો બંધ કરી ભગવાનને કહે છે હવે હું તમારે સહારે છું ત્યાં કોઈ આવીને પગથીએ એના પગ પકડી બેસી જાય છે અને જોવે છે તો એમના પત્ની એમના પગ પાસે બેસતા કહે છે કે તમે મને કેમ અળગી કરી ? આખી જિંદગી આપણે સુખ અને દુઃખમાં સાથે રહ્યા તમે આમ મુકીને કયાં નીકળી પડ્યા આ નીચેની દેડકી સાવિત્રીની જેમ પોતાના પતિ ના પગને વળગી ને કહે છે કે જ્યાં તમે ત્યાં હું .. …
અને પ્રેમ ડ્રાઉં ડ્રાઉં બોલે છે અને ઉષ્મા અને આસું ઝાકળ બની સરી પડે છે.
(આમ એક દેડકીમાં પતિવ્રતા સ્ત્રી દેખાય છે જે આપણી સંસ્કૃતિ છે )
રમેશભાઈ પટેલ
તસ્વીર બોલેછે (૧૯) -રોહીત કાપડિયા
તસ્વીર બોલે છે (૧૪) ડૉ. ઇંદુબહેન શાહ
શ્રી ચિમનભાઇ અને શૈલાબેનના હાઇકુ વાંચી, બે હાઇકુ લખાઇ ગયા.
એક આધાર
ટચલી આંગળીનો,
ન છોડું હવે.
તુજ ચરણ
જીવનનો આધાર
એજ નિર્ધાર
(2)
એક દિવસ કુવામાં એક અજાણ્યા પ્રાણીને જોઇ સહુ દેડકાને કુતુહલ થયું આ વિચિત્ર પ્રાણી કોણ હશે? સૌ તેનાથી દૂર રહે, જોકે નવું પ્રાણી કોઇને હેરાન ન કરે પોતાની ડોક અંદર છુપાવી પડ્યું રહે, કદમાં ખૂબ મોટું અને જાડી ચામડીવાળું હોવાથી બધા દેડકાને બીક લાગે એક દિવસ નાના દેડકા દેડકી ને વિચાર આવ્યો આ રીતે બીતા ક્યાં સુધી રહીશું, ચાલ આપણે બન્ને તેમની સાથે દોસ્તી કરીએ,બન્ને ગયા, પુછ્યું ભાઇ તમારું નામ શું? તમે ડોક કેમ અંદર છુપાવી દ્યો છો? અમે નથી ગમતા?ના ના એવું નથી મને તો તમે બધા ગમો છો મારું નામ કાચબો હું કુવાની બાજુના તળાવમાં રહું છું, એ જગ્યા તો ખૂબ સુંદર છે મન થાય ત્યારે પાણીમાં સહેલ કરવાની રાત્રે જમીન પર સહેલ કરવાની, તમે પણ બહાર આવો મઝા આવશે મારી જેમ તમે પણ જમીન અને પાણીમાં રહી શકો છો, તો અહીં કુવામાં શું કરવા પડ્યા છો.દેડકો ને દેડકી ખૂશ થઇ ગયા, બન્ને એકબીજાને પ્રેમમાં હતા પણ તેમના વડીલો તેમને લગ્નની રજા નહોતા આપતા દેડકી પગે ખોટવાળી બહુ કુદી ન શકે દેડકો ખુબ સશક્ત સુંદર. દેડકાના વડીલોને મોટો વાંધો લંગડી ને ઘરમાં ન લવાય વેઠ કરવી પડૅ.
દેડકો ને દેડકી બન્નેને વિચાર આવ્યો ચાલો ભાગી જઇએ બહાર નીકળી લગન કરી લઇશું, દેડકાએ દેડકીને કહ્યું
“તું મારો પાછલો પગ તારા બે આગલા પગથી પકડી લેજે અને આપણે બેઉ ઉપર પહોંચી જઇને,લગન કરશું, ખુલ્લી હવામાં ફરશું, આ બંધિયાર કુવો અને ઘરડા દેડકાઓથી હું કંટાળી ગયો છું,”
” હાહો કંટાળી તો હું ય ગઇ છું, પણ હનિ ત્યાં મને કોઇ કનડશે તો નહીં ને?”
” અરે હું બેઠો છું ને તારું કોઇ નામ ન લે. દેડકીનો વિશ્વાસ પોતાના પ્રિયતમ પ્રત્યે દૃઢ થયો.”
બન્ને ઉપરની દુનિયાના સ્વપ્ન જોવા લાગ્યા, બધા દેડકા સુઇ ગયા ડ્રાંવ ડ્રાવ બંધ થયું કે તુરત દેડકાભાઇએ દેડકી સાથે કુદકો માર્યો અને પાઇપ પકડી લીધો, દેડકીએ પણ બરાબર પગ પકડી રાખ્યો, દેડકાભાઇ કુદ્યા અને બેઉ પ્રેમીઓ કુવાની બહાર.
થોડો આધાર મળે નબળાનો આત્મવિશ્વાસ વધે
ધાર્યા કાર્ય કરી શકે.
કાલ ચક્ર-શિવાની દેસાઈ
મિત્રો વધુ એક નવા લેખિકાને આવકારો
“શબ્દોનાસર્જન” પર શિવાની દેસાઈ આપનું સ્વાગત છે.

નાના હતા ત્યારે વેકેશન માં ગામ ,મામા ને ત્યાં જતા….
આખો દિવસ ક્યાં જાત જાત ની રમતો રમવા માં પસાર થઇ જતો ખબર ના રહેતી પણ રાત ની ખાસ રાહ જોવાતી કારણ કે રાત ના ભોજન ના સમયે બા કઈ ને કઈ નવી વાનગી બનાવતી…બધા જમી કરી ને પરવાર્યા હોય ત્યાં ભીખી નો અવાજ આવતો….વાળુ આપો ને બેન વાળુ …..અને બા અમને નાનાડિયા ને કહેતા,જાવો ત્યાં ખૂણા માં પડેલું વાસણ કોઈ જઈને લઇ આવો તો….પછી એ વાસણ માં રાત નું વધેલું ખાવાનું મૂકી ને બા બહાર ઓટલે ઉભેલી ભીખી પાસે જતા અને એના વાસણ માં ,લાવેલું વાસણ અદ્ધર રાખી ને ખાવાનું નાખતા…ત્યારે સમજાતું નહિ કે બા વાસણ અદ્ધર રાખી ને શું કામ ખાવાનું આપે છે? ભીખી ઓછપાઈ ને કેમ ચાલી જાય છે…. . અમે નાનાડીયા એ જોઈ રહેતા અને ભીખી આગળ ચાલી જતી.આમ ને આમ કેટલાય વેકેશન ગયા પણ બા અને ભીખી નો ક્રમ એજ રહ્યો…..અમે મોટા થતા ચાલ્યા…
એક દિવસ લંડન એમ્બસી માં થી કાગળ આવ્યો કે ત્યાં આગળ ભણવા માટે ના વિસા અપ્રુવ થઇ ગયા છે….મારી ખુશી નો પાર ના રહ્યો ને હું કરવા લાગી લંડન જવાની તૈયારી…
લંડન airport પહોંચતા જયારે immigration વિભાગ માં જાત જાત ના સવાલો પૂછયા ત્યાં જ ખ્યાલ આવી ગયો કે આગળ કેટલા કપરા ચઢાણ ચડવા ના છે…..પણ એમ કરી ને મહિનો વીત્યો અને grossary shop પાર્ટ ટાઇમ માં જોબ મળી ગઈ……આપણે તો એકદમ ખુશખુશાલ…. જોબ માં પણ ફાવટ આવી ગઈ…ગમતું ગયું। ..જાત જાત ના લોકો ને મળવાનું થતું ગયું….જાત જાત ના અનુભવો થતા રહ્યા…
એક દિવસ એક ગોરા દાદા સિગરેટ લેવા આવ્યા…..સિગરેટ લીધા પછી પૈસા આપતી વખતે મારો હાથ સહેજ અડી જતા એમણે હાથ તરત જ લઇ લીધો અને હું અંદર ને અંદર સમસમી ગઈ પણ ત્યાં જ ક્ષિતિજે મને ભીખી અટ્ટહાસ્ય કરતી દેખાઈ અને નિયતિ નું એક ચક્ર જાણે પૂરું થયું……!!!
અહેવાલ-27મી માર્ચ “તસ્વીર બોલે છે”
બે એરિયામાં તારીખ 27મી માર્ચના મળેલી ગુજરાતી બેઠકમાં એક નવતર પ્રયોગમાં સર્જકોના શબ્દો થકી તસ્વીર પણ બોલી.
તારીખ 27મી માર્ચે ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર મિલ્પીટાસ કેલીફોર્નીયા ખાતે ગુજરાતી ભાષાની “બેઠક”મળી. “બેઠક”ની શરૂઆત બેઠકના લેખક દાવડા સાહેબના પત્ની ચંદ્રલેખાબેનના અવસાન બદલ ભાવભરી શ્રધ્ધાંજલી આપી કરી અને સર્વે એ પ્રાર્થના કરતા એમના આત્માને પરમ શાંતિ મળે તેવી ભાવના સૌ સાથે મળી દર્શાવી આમ “બેઠક”ની દરેક વ્યક્તિ સ્વજન બની દાવડાસાહેબના દુઃખમાં સહભાગી થઇ.પ્રજ્ઞાબેને કહ્યું કે કુદરતની આ વસ્તવિકતા સ્વીકાર્યે જ છુટકો છે.તમારા દુઃખને તમારી તાકાત બનાવી આપ આગળ વધો.”બેઠક”ની દરેક વ્યક્તિ આપની અને આપના પરિવારના દુ:ખની સહભાગી છે.
અહેવાલ -પ્રજ્ઞાબેન દાદભાવાળા
photo -મહેશભાઈ રાવલ ,રમેશભાઈ પટેલ ,રઘુભાઈ શાહ, કુન્તાબેન શાહ પ્રવીણા શાહ હસમુખભાઈ,હંસાબેન પારેખ
photo-પ્રજ્ઞાબેન દાદભાવાળા,કલ્પનારઘુ શાહ ,રાજેશભાઈ શાહ.
તસ્વીર બોલે છે…(17)પ્રજ્ઞા દાદભવાળા
“તસ્વીર બોલે છે” ના સમ્પાંદક શું બોલે છે.
“તસ્વીર બોલે છે” એવા વિચાર ભલે મારા છે.
પણ ખબર છે, આ વિચારમાં કઈ હકીકત સમાણી છે.?
તસ્વીર પણ બોલે છે.
કુદરત જાણે સાથ જોડે છે
ફોટો નહિ શબ્દો બોલે છે.
ગમતા પાત્રો શોધી બોલે છે.
દરેકના મન અને વિચાર બોલે છે.
હા આજે તસ્વીર પણ બોલે છે.
પ્રેમની ઉષ્મા ઝાકળ બની બોલે છે.
પ્રેમ જાણે લટકી બોલે છે.
પ્રેમ નો તરફડાટ બોલે છે.
પ્રેમનો ઓડકાર ડ્રાઉં ડ્રાઉં,બોલે છે.
હા આજે તસ્વીર પણ બોલે છે.
ઉચે ચડવાની હરીફાય બોલે છે.
દુશ્મની ચાડી ખાય બોલે છે.
ટાટિયા ખેચ પગથી બોલે છે.
ગાદી અને સત્તા નો ગર્વ બોલે છે.
હા આજે તસ્વીર પણ બોલે છે.
દોસ્તી વારંવાર બોલે છે.
એકબીજાનો વિશ્વાસ બોલે છે.
નવી શોધ નો પ્રારંભ બોલે છે.
“સહિયારો” સાથ “સર્જન”માં બોલે છે.
હા આજે તસ્વીર પણ બોલે છે.
પ્રકૃતિનો આત્મા આજે બોલે છે.
દેડકાનો સંહાર બોલે છે.
આવિષ્કારમાં કતલ બોલે છે.
ઝાકળના બિંદુમાં આંસુ બોલે છે.
હા આજે તસ્વીર પણ બોલે છે.
મોક્ષ માર્ગ લાકડી બોલે છે.
આવરણો વિના શુદ્ધતા બોલે છે.
ગુરુ શિષ્યનો સાથ બોલે છે.
ગુરુનું જ્ઞાન મંગલમ બોલે છે.
હા આજે તસ્વીર પણ બોલે છે
રંગલો અને રંગલી બોલે છે.
પ્રેમ નો અહેસાહસ
વિશ્વાસ,દોસ્તી
ગાદી અને સતા
ઝાકળના આંસુ
ગુરુનું જ્ઞાન
દેડકાનો સંહાર
આ બધું તસ્વીર બોલે છે
તો માનવી ચુપ કેમ છે ?
-પ્રજ્ઞાજી –
તસ્વીર બોલે છે …..(16) કલ્પના રઘુ
તસ્વીર બોલે છે …..
અહીં ચિત્રમાં કૂવાને કાંઠે દેડકાનો પગ બીજા દેડકાએ પકડયો છે. અને ઉપર ખુલ્લું આકાશ નજરે પડે છે. હું અહીં દેડકા-દેડકીની કહાણી રંગલા-રંગલીનાં સંવાદ દ્વારા રજૂ કરી રહી છું.
આધુનિક જીવનનું કડવું છતાં મીઠું નગ્ન સત્ય રજૂ કરું છું. અસંખ્ય ભારતીય માતા-પિતા, છતે સંતાને વાંઝિયા બની ગયાં છે. બાળકો કૂવામાંનાં દેડકાં નહીં રહેતાં પરદેશ આવીને તેમનો સંસાર શરૂ કરે છે. કારણકે ક્ષિતિજ વિસ્તરતી જાય છે. હું-મારી પત્નિ અને મારાં બાળકોમાં તેમનો સંસાર પૂરો થઇ જાય છે. પાછળ વળીને જોવાનો તેમની પાસે સમય નથી, આ એક સત્ય છે અને તેમાં કંઇ અજૂગતુ નથી. આગળ વધવું છે તો પાછળ જોવાની જરૂ કયાં? ગંગા હિમાલયમાંથી ઉપરથી નીચેજ વહે. કયારેય સાંભળ્યું છે? નીચેથી ઉપર જાય છે?
તો મિત્રો, સાંભળો મારી રચના …
કૂવામાંનો દેડકો
રંગલા રંગલીનો સંવાદઃ
એક છે રંગલો, એક છે રંગલી. (૨)
રંગલો બોલે, સાંભળ રંગલી, (૨) તા થૈયા થૈયા તા થૈ …
કૂવાનાં કાંઠે જુઓ નજારો,
એક છે દેડકી, એક છે દેડકો.
દેડકો બોલે ડ્રાઉં ડ્રાઉં,
દેડકી બોલે ડ્રાઉં ડ્રાઉં.
આ ડ્રાઉં ડ્રાઉંના ચક્કરમાંથી,
હવે તો બહાર નીકળી,
કૂવામાંની દેડકીમાંથી,
બનીજા મારી દેડકી.
આ વહેતી નદી, તળાવ સમંદર,
અગાધ પાણી ચારેકોર.
લે સહારો જે મળે,
હવે રાહ નથી જોવાનો.
ભેટ મને ને પકડ હાથ,
ચાલ જઇએ દુનિયા પાર.
પાછળ ફરીને જોઇશ મા,
આગળ જોઇને દોડતી જા,
કુદકે ભૂસકે આગળ વધશું,
બહારની હવા ખાશું.
નાચશું ગાશું ડ્રાઉં ડ્રાઉં કરશું,
દોડશું ભૂસકા મારશું.
આપણે બન્ને પરણી જાશું,
એક બીજાના થાશું.
તું મારી દેડકી, હું તારો દેડકો,
આપણી દુનિયા વસાવશું.
અને કૂવામાંના દેડકાનું,
આપણું મ્હેણું ભાંગશું.
રંગલો કહે રંગલીને,
એ ના ભૂલતી વહાલી,
હું છું તારો રંગલો ને,
તું છે મારી રંગલી. તા થૈયા થૈયા તા થૈ …
કલ્પના રઘુ
નિહારીકાબેનને અભીનંદન
નિહારીકાબેન “બેઠક” આપના માટે ગૌરવ અનુભવે છે

ખુશીની વાત એ છે કે તેમના લેખો અવારનવાર છાપામાં આવે છે.નિહારીકાબેન એક શાંત દેખાતી પ્રતિભા ખુબ સરસ લખાણો દ્વારા લોકોના હૃદય સુધી પોહોચેલાં છે ,હું વધુ કહી કહું એના કરતા એમના આ લખાણ વાંચી અભિનંદન આપવાની આપ બધા તક ઝડપી લો તો સારું….
Copy of P8-GTN-VISHESH-10-02-2015
P8-GTN-VISHESH-10-02-2015-niharika
P10-GTN-satnram-mandir-vishesh-30-12-2014