આ મહિનાનો વિષય -વિનુ મરચંટ – 2017 વાર્તા સ્પર્ધા

0IMG_1899

મિત્રો

જયશ્રીબેન મર્ચન્ટ દર વર્ષે વાર્તા સ્પર્ધા ખાસ બેઠકના સર્જકોને  લખવાની પ્રેરણા આપવા રાખે છે. તો આવો અને કલમ ઉપાડો અને  વાંચન  સાથે સર્જન કરો.સર્જન થકી ભાષા વહેતી રહે છે.હા સાથે જોડણી નું ખાસ ધ્યાન રાખજો.ફરી એકવાર આપણે વાર્તા સ્પર્ધા માટે કમર કસીને તૈયારી કરીએ..

વિનુ મરચંટ – 2017 વાર્તા સ્પર્ધા 

વાર્તાનો વિષય:

 • જાહેર જીવન સાથે સંકળાયેલી સ્ત્રીની સંવેદના  
 • હળવી ક્ષણોને આવરી લેતો કોઈ પણ વિષય.
 • આ વખતે વાર્તાને અનુરુપ આગવું શીર્ષક લેખકે આપવાનું રહેશે.
 • આ વખતે વાર્તાના શીર્ષક માટે પણ ખાસ પુરસ્કાર આપવામાં આવશે.

વાર્તાની લંબાઈ: લઘુત્તમ શબ્દ મર્યાદા ૧૫૦૦ અને વધુમાં વધુ ૨૦૦૦ શબ્દો

મોકલવાની અંતિમ તારીખ- Last date February 20, 2017

 • પુરસ્કાર:
 • ૧ લું ઈનામ: $૧૨૫
 • ૨ જું ઈનામ: $૭૫
 •  ૩જું ઈનામ: $૫૧
 •  બે આશ્વાસન ઈનામો: $૨૫  
 •  સર્વશ્રેષ્ઠ શીર્ષક: $૨૧

તો ચાલો જોઈએ વાર્તા સ્પર્ધાના નિયમો- 

 1. ઈનામો માટે વાર્તાની પસંદગી વિષે કોઈ પણ જાતની બાંધછોડ કરવામાંઆવશે નહીઁ. આયોજકો અને નિર્ણાયકોનો નિર્ણય આખરી અને અંતિમ રહેશે.
 2. અગર વાર્તા સત્ય ઘટના પર આધારીત હોય તો નીચેની વિગત લખવી આવશ્યક છે:
 3. “આ કહાની સત્ય ઘટના પર આધારીત છે. પાત્રોની ગોપનીયતા રાખવા માટે સમય, સ્થળ અને નામો બદલી નાખવામાં આવ્યા છે.”
 4. વાર્તાના સ્થળ, સમય અને પાત્રોેને અનુરુપ ભાષા હોવી જરુરી છે અને એનું ધ્યાન રાખવું પણ આવશ્યક છે.
 5. હા વાર્તા સ્પર્ધા માટે મોકલેલી આપની રચના મૌલિક હોવી જોઈએ.૨) આપની રચના વર્ડફાઈલમાં શ્રુતિ ફોન્ટથી ટાઈપ કરેલી હોવી જોઈએ.દરેકે વાર્તા word ફોર્મ માં મોકલવાની રહેશે ,(PDF) સ્વીકારવામાં આવશે નહિ, સાથે આપનું ઈમૈલ અને નાનકડો ફોટો જરૂર મોકલશો .
 6. આપની વાર્તા બીજ કોઈ બ્લોગ કે વેબ સાઈડ કે છાપામાં પ્રસિદ્ધ થએલ હશે તો સ્વીકારવામાં આવશે નહિ. 
 pragnad@gmail.પર વાર્તા મોકલશો 

સાંસ્કૃતિક સંઘર્ષ (૧૪)બારણે ઘંટડી વાગી

વર્ષોં પહેલા જયારે અમેરિકે આવવાનું થયું ત્યાંરેં આ દૅશ કેવો હશે તેનિ કલ્પના જ  ન હતી ,દૅશ ,વેશ ,ભાષા કશીજ ખબર નહતી ,ગુજરાતી શાળામાં મેટ્રિક પાસ કરી શ્રીમતી નાથીબાઈ કોલેજ માં બી એ ,કર્યું  ,ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી હું બોલતી,અમેરિકામાં પગ મુક્યો,ગોરા લોકોને જોઈને આખો અંજાઈ ગઈ,એરપોર્ટ પરથીજ કડવા અનુભવ થવા લાગ્યા,ગમેતેટલું આપણે સભ્યતાથી વાત કરીયે,પણ તેવો શંકાની દ્રષ્ટિથી જ આપણને જુવે,મારે રહેવાનું જ્યાં હતું ત્યાં આજુ બાજુ ગોરાઓનીજ વસ્તી,જયારે પણ બોલવાનો પ્રયત્ન કરું ,કે પછી હસું તો મોઢા બગાડે,કપાળ માં ચાંદલો જરાપણ ન ગમે,આપણા કપડાં,તેલવાળું માથું ,લાંબા વાળ દરેક ચીજની નફરત,એક દિવસ નોકરી તો મળી,એ પણ મજૂરીની,આટલીબધી ધુણા કોઈ દિવસ અનુભવી નહતી,થોડા વખત પછી બીજી સારી  નોકરી મળી,આમ જિંદગીના દિવસો પસાર થતા હતા,

એક દિવસ હવામાન સરસ હતું એટલે હું બહાર આટા મારતી હતી,બાજુમાં રહેતી ગોરી સ્ત્રી પણ આટા મારતી હતી,એટલામાં ધબાકો સંભળાયો,નજર કરી તો પેલી સ્ત્રી ગબડી ,હું મદદ કરવા દોડી ગઈ,એક ક્ષણ હું થમ્ભી ગઈ,પણ મારા સંસ્કારે મને હિંમત આપી,જેમ તેમ એને ઘરમાં લઈ આવી ,ખાંડ વાળું પાણી પાયું ,એને થોડી સાતા  વળી એટલે હું ઘેર આવીને એના માટે આદુ વાળી ચા બનાવી ને લઈ ગઈ, મને ખાત્રી હતી ગોરી બાઈ ચા નહીં પીયે,હું ખોટી પડી,ચા ગટગટાવી ગઈ ,સામન્ય રીતે અહી અમેરિકામાં કોઈ કારણ વગર બેલ ના મારે,  સાચું કહું અમેરિકા આવ્યા પછી ઘણીવાર મારા કાન ઘરની ઘંટડી સંભાળવા તરસતા, ત્યાં દેશમાં તો દિવસમાં કેટલીયવાર ઘંટડી વાગે ,છાપાવાળો, દૂધવાળો,કામવાળી, શાકવાળો, બાજુવાળા ચા કે ખાંડ માગવા આવે ,કઈ નહિ તો બાજુવાળાનો ટપુડો મસ્તી કરતો ઘરની ઘંટડી વગાડી ભરભોપેર ઊંઘ પણ બગાડે એવો તો ગુસ્સો આવે, જવા દયો એ વાત  હવે તો આ બધી ગમતી યાદો.

પણ તમે માનશો નહિ, અમેરિકામાં મારે ઘરે બીજે દિવસે કોઈએ ઘંટડી મારી,ઘંટડી સાંભળીને હું ચોકી,પહેલાતો મેં નાના કાચમાંથી જોયું ખાસ કઈ દેખાણું નહિ પછી હિમ્મત કરી મેં બારણું ખોલ્યું ,જોયું તો ગોરી બાઈ (જેન )અને બોલી હું જેન પ્લેટ માં બિસ્કિટ લઈ ને આવી ને મને ધન્યવાદ કહી ને જતી રહી,ત્યાર થી અમારા સંબધ સારા થવા લાગ્યા,આજુ બાજુ વાળા સાથે પણ સંબધ સારા થવા લાગ્યા,જેમ જેમ અમે એક બીજાના પરિચય માં આવતા ગયા તેમ તેમ એ લોકોને પણ થવા લાગ્યું કે ભારતીયો દિલના સારા છે ,ગોરાઓનો પણ વાંક નથી,કારણકે એમને એવા જ સંસ્કાર આપવામાં આવ્યા હતા તેથી તેઓ પરદેશીઓને નફરત કરતા ,વર્ષો પછી આનંદ છે કે ભારતીયોના સઁસ્કાર અને સહનશીલતાથી આ દેશ હવે આપણી સંસ્કૃતિ  અપનાવા લાગ્યા છે,અને મેં પણ પેન્ટ શર્ટ પહેરવાનો શોખ આ દેશમાં પૂરો કર્યો  પહેરતા થઈ ગયા ,દેશ તેવો વેશ કરવો પડે,

વસુબેન શેઠ

અહેવાલ -સપનાબેન વિજાપુરા-૧૧/૦૫/૨૦૧૬

“બેઠક” અને “પુસ્તક પરબે” સાહિત્યકાર શ્રી બળવંતભાઈ જાની અને શ્રી અંબાદાન રોહડિયાનું સન્માન કર્યુ

 

 

નવેમ્બર ૫,૨૦૧૬ ન દિવસે મિલ્પિટસ,કેલિફોર્નિઆના બે એરીયામાં મિલન રેસ્ટોરન્ટમાં સાહિત્યકાર શ્રી બળવંત જાની સાહેબ અને સાહિત્યકાર શ્રી અંબાદાન રોહડિયાનું “પુસ્તક પરબ” ગુજરાતી સાહિત્ય પરિવાર દ્વારા સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત બરાબર પાંચ વાગે સાંજે થઈ.આ સાંજ સાહિત્ય રસીકો માટે યાદગાર સાંજ બની રહી. આ કાર્યક્રમ “પુસ્તક પરબ” ગુજરાતી સાહિત્ય પરિવારના નેજા હેઠળ કરવામાં આવ્યો હતો જેનું સમગ્ર આયોજન “બેઠક” સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું આયોજક પ્રજ્ઞાબેન દાદભાવાળા સૌને પ્રેમથી આવકાર્યાં,પ્રોગ્રામની શરૂઆત સ્નેહમિલન સાથે એપીટાઈઝરમાં ભેળ અને કચોરી અને ફોટો સેશનથી થઇ .

વસુબેને સરસ્વતી વંદનાથી શરુઆત કરી.વસુબેન શેઠે તથા જ્યોત્સનાબેને ફૂલગુચ્છથી મહેમાનું સ્વાગત કર્યુ. પ્રજ્ઞાબેન દાદભાવાળા એ બધાં મહેમાનનું સ્વાગત કરતાં કાઠિયાવાડી લહેકામાં ગીત ગાઈ મહેમાનોને આવકાર્યાં  ‘બેઠક’માં છે આવકાર આપનો નથી ઔપચારિક ભાર ‘બેઠક’ના આંગણીએ રે પ્રેમ તણો સત્કાર. એમણે કહ્યુ કે આ કોઈ એકનું કામ નથી આ સહીયારુ કામ છે.પ્રજ્ઞાબેને સર્વે મહેમાનોને અને વડીલો ને આવકારતા પ્રેક્ષકોને પણ શુભેચ્છા આપી વધાવ્યા અને કહ્યું  આવા કાર્યક્રમ કરી અને સૌ મળીને ભાષાને લીલીછમ રાખીએ છીએ. પ્રજ્ઞાબેને સંચાલક કલ્પનાબેન રઘુને બેઠક અને એના કાર્ય વિષે માહિતી આપવા વિનંતી કરી. તેમણે “બેઠક’ના કાર્યની અને બેઠકનો હેતુ સમજાવ્યો.’પુસ્તક પરબ’ એજ ‘બેઠક’ છે  પુસ્તક પરબના પ્રણેતા શ્રી પ્રતાપભાઈ પંડ્યા, શ્રીમતી રમાબેન પંડ્યા અને પ્રજ્ઞાબેન લેખન અને વાંચનને ઉજાગર કરે છે,આપણો હેતુ બધાંને વાંચતા અને લખતાં કરવા અને વાંચન દ્વારા લોકોને સર્જન કરતાં કરવાનો .સર્જન થાય તો ભાષા વહેતી રહે સાથે ગુજરાતી સાહિત્યમાં રસ લેતા થાય. સૌ સાથે કામ કરીએ છીએ માટે સહિયારા સર્જનથી ૧૨,૦૦૦ પતાનો મહાગ્રંથ રચાયો છે .જેમાં ૧૦૦ જેટલા સર્જકોએ પોતાનું સર્જન સમાજ સમક્ષ રાખ્યું છે.આ સાથે ‘બેઠક’ સાહિત્યકારોને આમંત્રીત કરવા,સંગિતના કાર્યક્રમ કરવા અને નાટક એકાંકી દ્વારા લોકોને સાહિત્યથી સંકાળાયેલા રાખવા અનેક આ પ્રયત્નો કરે છે.

તરુલતાબેને કહ્યુ” શ્રી બળવંતભાઈ જાનીની પરિચય કરાવતા કહ્યું કે  મારા માટે સૂરજને દીવો બતાવવા જેવું છે.” શ્રી બળવંતભાઈ જાની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુળપતિ રહી ચૂક્યા છે.હાલમાં શ્રી બળવંતભાઈ જાની ડાયાસ્પોરા સાહિત્ય ઉપર કામ કરી રહ્યા છે.ડાયાસ્પોરાનું નામ આવે અને શ્રી બળવંતભાઈ જાનીનું નામ ના આવે એ તો જાણે એમજ કહેવાય કે આકાશ કાળું ઘેઘૂર થયું અને વીજળી ચમકી અને મેઘરાજા ના આવ્યા..શ્રી બળવંતભાઈ જાની અને ડાયાસ્પોરા સાથે એટલે ‘ દો બદન એક જાન’ જેવું છે.. યુ.કે ના ડાયાસ્પોરા સાહિત્ય માટે ૭૨ જેટલાં સાહિત્યકારોની ૧૪૦ જેટલી રચનાઓના ૧૮ જેટલાં ગ્રંથ પ્રકાશિત થયાં છે.ડો શ્રી બળવંતભાઈ નો ટૂકમાં પરિચય આપું તો એમને અન્યાય થવાનો ભય રહે છે..એટલે જો કોઈ ચૂક રહી જાય તો બળવંતભાઈની માફી માંગી લઉં છું.શ્રી બળવંતભાઈ જાનીએ પી એચ ડી કરેલ છે..અને એ ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના વાઇસ ચાન્સલર હતા.અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વિનયન શાખાના ડીન રહી ચૂક્યા છે.એમણે હમેશા સાહિત્યમાં સંશોધન અને વિવેચનમાં તેમના કાર્યને મૂલવે છે અને પ્રકાશિત કરે છે.તેઓ ડિરેક્ટર ઓફ GRIDS છે.ડાયસ્પોરા એવોર્ડ કમિટીમાં,ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર ગુજરાતીભાષાના સમિતિના સંયોજક છે.ડો.બળવંતભાઈ જાનીએ દેશવિદેશની યુનિ. માં અધ્યાપકની સેવા આપી છે.ઉત્તર ગુજરાત યુનિ.ના કુલપતિ હતા.હાલ સૌરાટ્ર યુનિ.ના ગુજરાતી ભાષા સાહિત્યભવનના અધ્યક્ષ છે.હાલમા એ ડાયાસ્પોરા સાહિત્યમાં સંશોધન કરીને એ વિષય પર ગ્રંથો લખી રહ્યા છે.શ્રી બળવંતભાઈ ગાર્ડી રિસર્ચ ઈન્સટીટ્યુટ ફોર ડાયાસ્પોરાના અભ્યાસમાં ઓનરરી ડાયરેકટર છે.ડાયાસ્પોરા એટલે વિદેશમાં વસતા સર્જકોના સર્જનો વિષે વિવેચન અને એના સર્જનની સાહિત્ય જગત પર થતી અસરનો અભ્યાસ..શ્રી બળવંતભાઈ જાનીએ યુરોપમાં જઈને ડાયાસ્પોરાનો અભ્યાસ કર્યો તો એમને ઘણાં સર્જકો અને એમના સાહિત્ય વિષે જાણવા મળ્યું..એનાં ઉપર એમણે ૧૮ જેટલાં ગ્રંથો લખ્યાં છે.યુરોપમાં એમણે શોધ કરી તો ૨૭ લેખીકાઓ છે..આ ગ્રંથો સિવાય બીજા ૧૦૦ જેટલાં ગ્રંથો લખ્યાં છે જેમાં મધ્યકાલીન સાહિત્ય, સંત સાહિત્ય, ભારતીય ચારણી સાહિત્ય અને લોક સાહિત્ય શામિલ છે.એમણે ત્રણ મૌલિક પુસ્તકો પણ લખેલાં છે.એ સિવાય અમૂક ગ્રંથોનાં હિન્દી અંગ્રેજીમાં અનુવાદ પણ કરેલ છે.આ સિવાય એ એક સાહિત્યના મોટા વિધ્વાન છે.મારું આ લખાણ ખાલી સૂરજ આગળ દિવો બતાવવા જેવું છે..અને એમની વિધ્વતાની વાતો લખવાં બેસું તો શબ્દો પણ મળતાં નથી…એક જ વ્યકતીમાં આટલી કુશળતા એક સાથે મેં ક્યારેય જોઇ નથી..એમનાં જ્ઞાનનાં સુરજનાં કિરણોની ઝળહળથી હું અંજાયેલી છું..બસ એટલું જ કહીશ..ત્યારબાદ બળવંતભાઈ જાની ને ગૌરાંગભાઈ પંડ્યાએ ખેશ પહેરાવી સત્કાર્યા અને સુરેશભાઈ પટેલે આ પ્રસંગને યાદગીરી રૂપે મોમેન્ટો આપી બળવંતભાઈ ને નવાજ્યા.

શ્રી બળવંતભાઈ ..ડાયાસ્પોરા શું છે અને ગુજરાતી સાહિત્યમાં એનું મહત્વ અને આગળ જતા ઘણી ભાષાઓમાં ડાયાસ્પોરાનું સંશોધન થશે અને ભારતીય સાહિત્ય આ માટે કેટલો રસ લઈ રહ્યુ છે એના વિષે વાત કરી.ભારતીય સરકાર અને શ્રી બાજપાઈએ પણ હવે ડાયાસ્પોરા સાહિત્ય માટે પોલીસી બનાવી છે. અને ગ્રાંટ આપી છે.આમ તો ડાયાસ્પોરાનો અર્થ તડીપાર કે દેશનિકાલ જેવો નકારત્મક થાય છે..પણ અહીં દેશપાર ગયેલાં સાહિત્યકરોને ઉજાગર કરવાનું નામ છે. શ્રી બળવંતભાઈ આ સંશોધનથી વિદેશમાં વસતા સાહિત્ય સર્જકોને દુનિયા સામે લાવવા માટે બીડુ ઝડપ્યું છે..અને અવિરત અને અથાક પ્રયત્ન કરી રહ્યા છે..આ સંશોધન સતત પ્રયાસ સમય અને ઉત્તમ મનોબળ માંગે છે જે શ્રી બળવંતભાઈમાં ભારો ભાર છે .બળવંતભાઈની વાણી અવિરત વહી રહી હતી અને સાહિત્ય પ્રેમીઓ એમાં ડૂબકી લગાવી રહ્યા હતાં..એમના સંશોધન વિષે થોડાં ઉદાહરણ આપીને પણ સમજાવ્યું.જેમાં દીપક બારડોલી તથા અદમભાઈ ટંકારવીની ડાયાસ્પોરા ગઝલ અને કવિતાની વાત પણ નીકળી. આદિલ મન્સુરી, એહમદ ગુલ ની વતન ઝૂરાપાની ગઝલ,મેઘના દેસાઈના રાજકીય નિબંધો વિગેરેની ચર્ચા થઈ. પન્નાબેન નાયક બાબુભાઈ સુથારને એમના સાહિત્યીક કાર્ય માટે બીર્દાવ્યા.સભામાં હાજર ડો.બાબુભાઇ સુથારને 2010માં ગુજરાતી ડાયસ્પોરા સર્જક એવોર્ડ અપાયો હતો.પરદેશમાં રહેતા સાહિત્યકારોની વેદનાથી માંડી પ્રસન્ન્તા સુધી લાગણીઓને સન્માની.

ત્યારબાદ જાણીતા કવ્યિત્રી જયશ્રીબેન મરચંટે શ્રી અંબાદાન રોહડિયાનો ટૂંકમાં પરિચય આપ્યો. શ્રી અંબાદાન ચારણી અને લોકભાષાના સાહિત્યકાર છે. એમણે ૫૦ જેટલાં મૌલિક ગ્રંથો લખ્યાં છે. આકાશવાણી અને દૂરદર્શન પર ૩૦ જેટલાં વાર્તાલાપ કરેલાં છે. એમના માર્ગદર્શન નીચે ૧૭ જેટલા વિધ્યાર્થીઓએ પી એચ ડીની ડીગ્રી મેળવી છે તથા ૫૧ જેટલા વિધ્યાર્થીઑએ એમ. ફિલની ડિગ્રી મેળવી છે.એમને ઘણાં એવોર્ડ મળ્યાં છે જેમાં દુલા કાગ,ગુજરાત સાહિત્ય અકાદમીનાં સંશોધન વિભાગનું દ્વિતિય સાહિત્ય પારિતોષિક વિગેરે. એમના વિષે વાત કહું તો સાત પાનાના નો પરિચય થાય તો એના કરતા આપ  સૌ એમને રૂબરૂ  માણો અને આમત્રણ આપ્યું.સાહિત્યકાર  અંબાદાન ભાઈ ને ખેસ રમાબેન પંડ્યાએ પહેરાવી વધાવ્યા  અને પ્રસંગની યાદગીરી રૂપે સુરેશભાઈ પટેલે મોમેન્ટો આપી આવકાર્યાં.

 શ્રી અંબાદાન રોહડિયાએ સૌરાષ્ટ્રની મીઠી ભાષામાં ચારણી સાહિત્ય અને લોકસાહિત્ય વિષે માહિતી આપી. અને એમાં મેઘાણીની “ચારણકન્યા” અને દુલા કાગના દુહાની રમઝટ બોળાવી. શ્રોતાઓ મુગ્ધતાથી એમની વાત સાંભળી રહ્યા. ચારણી અને લોકસાહિત્યને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સ્થાન મળ્યુ એનો આનંદ વ્યક્ત કર્યો. નારીશક્તિનું સન્માન ,રાજા પ્રત્યેની વફાદારી છતાં સચ્ચાઈને કહેવાની મર્દાનગી વઁદનને પાત્ર છે.તેમને કન્ઠસ્થ ચારણી દુહાઓની તેમણે અતૂટ રસધારા વહેવડાવી.ચારણોને કવિતા ,વીરતા ,શ્રદ્ધા ,ખુમારી ગળથુથીમાં મળ્યા છે.જે ધરતીમાંથી તેઓએ બળ મેળવ્યું છે,તેની ખૂલ્લાદિલે વાત કરતા,દુનિયાના લોકો ચારણીસાહિત્યને જાણે ,માણે તેવી ઋણ ચૂકવ્યાની લાગણી હતી.આ સાથે રમાબેન પંડયાએ ખેશ અર્પણ કરી આશીર્વાદ આપ્યા અને પ્રતાપભાઈ પંડ્યાએ સુરેશભાઈ અને સૌ સાથે ભેગા મળી અંબાદાનભાઈને મોમેન્ટો અર્પણ કર્યો.

અંતમાં શ્રી પ્રતાપભાઈ પંડ્યાએ મહેમાનો આભાર માન્યો. પ્રજ્ઞાબેનનો પણ આભાર માની સાહિત્યનું કામ આગળ ધપાવા માટે અભિનંદન આપ્યા.એમને ભ્રમરકડી કહી બે સંસ્થાના સુત્રધાર કહ્યા. શ્રી બળવંતભાઈ જાની અને શ્રી અંબાદાન રોહડિયા એ “પુસ્તક પરબ”ને બબ્બે ગ્રંથૉ ભેટ આપ્યાં. અને “બેઠક” તરફથી પ્રજ્ઞાબેને ” મારી બારી માહેથી” પુસ્તક જે બે એરીયાનું સહિયારુ સર્જન છે તે શ્રી બળવંતભાઈ જાનીને આપ્યું.

ડિનરમાં ઊંધીયુ.ચોળીનું શાક , ભરેલાં રિંગણાનું શાક, કચોરી, ખમણ, પૂરી રૉટલી, બરફી અને લાડવા અને છેલ્લે ચા..બાપુ જલસો પડી ગયો..કાઠિયાવાડી કહુંબાનો સંગ અને કાઠિયાવાડી ભોજન અમેરિકાના બે એરિયામાં!! આનાથી વધારે સુખ બીજું શું હોય?
બીજા દિવસે હરકિશન દાદા મજમૂદાર અને એમની પત્નિ પ્રેમલતાબેનને શ્રી બળવંતભાઈ જાનીએ ગાર્ડી સોશિયલ એવોર્ડ આપ્યો. દાદા હરકિશનભાઈ બે એરિયાના ગુજરાતીઓને ઈમીગ્રેશન માટે અને બીજી ઘણી મદદ કરેલી છે. દાદા લોયર છે. દાદા હરકિશનભાઈ અને પ્રમિલાબેન.એમની નિસ્વાર્થ સેવાઓને બિરદાવવા આવી હતી.આવા સાહિત્યના કાર્યક્રમ બે એરીયા તથા અમેરિકામાં થતા રહે તેવી શુભેચ્છા સહ!!!
સપના વિજાપુરા

કાળા પણ કામણગારા–અમેરિકન. હરનિશ જાની.

અમેરિકાના કાળા લોકોની વાત કરું. સભ્ય સમાજમાં અને મિડીયામાં તેમણે સ્વીકારેલો શબ્દ છે. –આફ્રિકન અમેરિકન. એ લોકો અંદર અંદર એકમેકને બ્રધર કહે છે. પત્ની ચિડાય ત્યારે તેના કાળા હસબન્ડને નિગર કહે છે. હું તેમને બ્લેક કહું છું અને તે લોકોએ મને મારવા લીધો નથી. સૌ પહેલાં એ લોકોને નિકટથી જોવાનો મોકો મને ૧૯૭૨માં મળ્યો. હું બર્નાર્ડ સ્ક્રીન પ્રિન્ટીંગમાં સુપરવાઈઝર હતો. મારા હાથ નીચે ૨૨ વર્કર્સ હતા. તેમાં આઠ દસ બ્લેક હતા. દરેકને જાત જાતની ફરજો હતી. અને તેમ કરતાં જ્યારે ટાઈમ મળતો ત્યારે તે મારી પાસે આવતા અને વાતો કરતા.હું એમ કહેતો કે એ એમનું કામ પતાવીને ઊભા રહે છે ને? એ લોકોને એમની જવાબદારી ખબર હતી. અને હું “સ્લેવ ડ્રાયવર” નહોતો. ત્યાં બે જણ જોડે મારે સારું બનતું .હાર્વી વિલિયમ્સ અને બર્ની વિલ્સન. હાર્વી કલર વેયર હતો અને બર્ની કલર પુશર હતો. બન્ને હાઈસ્કુલ પાસ હતા. એક તો હું નોકરીમાં નવો નવો હતો.અને બ્લેક લોકોના  દેખાવ અને વર્તન શરુ શરુમાં મને ડરાવતા હતા.અને સિવીલ રાઈટસ–વોટીંગનો અધિકાર ૧૯૬૪માં મળ્યો હતો. એટલે બ્લેક લોકોનો મિજાજ થોડો જુદો હતો. કે બહુ વરસ ગુલામ રહ્યા. હવે અમે ગોરા લોકોની બરાબર છીએ.

ઘણાં અમેરિકામાંવસતા ગુજરાતીઓને ખબર નહીં હોય પણ આ આફ્રિકન લોકો આપણને –એશિયનનોને હલકા ગણે છે. અને આપણે લોકો તેમને હલકા ગણીએ છીએ. ખરું પૂછો તો આપણા લોકો સૌથી વધારે રંગદ્વેષી છેં આપણે ચાર ગુજરાતીઓ ભેગા થઈએ ત્યારે અમેરિકનો માટે  કાળિયો અને ધોળીયો શબ્દ પ્રયોગ કરીએ છીએ. આમાં સારી વાત એ છે કે અમારી નવી પેઢી અમેરિકન છે. એમને આવી વાતોમાં રસ નથી. એમને મન બધાં સરખા જ છે. અને મારા દિકરાએ આ વાત તરફ મારું ધ્યાન દોર્યું હતું.

હાર્વી, બર્ની અને હું ઘણી બધી ખાવાની ચીજો વ્હેંચીને ખાતા. ખાસ કરીને “એપલ પાઈ.” હાર્વી વર્ક પર આવતાં રસ્તામાંથી એપલ પાઈ ખરીદી લેતો. અને બર્ની મને સદેશો આપતો કે પાઈ આવી ગઈ છે.  અને હું કલર રુમમાં જતો. અને અમે સાથે આનંદથી  હસાહસ અને ગાળાગાળી કરતા ખાતા. કાળા લોકો વાતો વાતોમાં કારણ વિના સુરતી બોલી નાખે છે.  બીજું કાંઈ પણ ખાવાનું ,હાર્વી કે બર્ની લાવતા તેની અમે જ્યાફત ઉડાવતા. આ બન્ને છ ફૂટથી ઊંચા હતા. હાર્વીની મોટી મોટી આંખો અને ફાટેલો અવાજ.અને કોલસા જેવો કાળો રંગ અને તેના પર જાત જાતના કલરના ડાઘા તે ભયંકર લાગતો.  પણ દિલ નાના છોકરા જેવું. એ એની વાઈફથી ડરતો. લગભગ પંદર વરસ પછી હાર્વી મને ન્યૂ યોર્કમાં મળી ગયો હતો. તેણે દૂરથી મને ઓળખી કાઢ્યો હતો.અને બૂમો પાડતો પાડતો મારી પાછળ આવતો હતો. ત્યારે મને થયું હતું કે આ માણસ મારી પાછળ કેમ દોડે છે? નજીક આવ્યો અને તેને નહીં ઓળખવા બદલ મારા પર ચિડાયો હતો. જ્યારે બર્ની પોતાને મુત્સદી સમજતો. અને મને પરદેશી ગણી અમેરિકાની જુદી જુદી વાતો કરતો. અને ગોરા લોકોએ તેમના પર કેટલો જુલમ ગુજાર્યો છે તે કહેતો. આ બન્ને મને મારા કામમાં મદદ કરતા.મને કોઈ બીજા વર્કર જોડે કોઈ પ્રોબ્લેમ હોય ત્યારે બર્ની તેમને સીધા દોર કરતો. મને મારો અંબિકા મિલનો અનુભવ કામ લાગ્યો. ત્યાં મારે લાલ આંખોવાળા ભૈયાજીઓ  પાસે કામ લેવાનું હતું. આ બ્લેક લોકોનો મને જરાય અનુભવ નહોતો. પરંતુ  હાર્વી અને બર્નીએ મારો ડર દૂર કર્યો. બર્ની અને તેની વાઈફને અને બેબીને ,મારી પત્ની સાથે ઓળખાણ કરાવવા અમારે ઘેર બોલાવ્યા હતા. અને સ્પાઈશી ઈન્ડિયન ફુડ જમાડ્યું હતું. મેં જોયું કે લોકો– લોકો હોય છે. મતલબ કે બ્લેક લોકોમાં પણ સારા અને ખરાબ હોય છે. અમેરિકાની જેલોમાં સૌથી વધારે બ્લેક લોકો છે. સૌથી વધારે ગુન્હાઓ બ્લેક લોકો જ કરે છે. મારા ૪૫ વરસના અમેરિકામાં નોકરીના અનુભવમાં કેટલાય બ્લેક લોકો જોડે પરિચયમાં આવ્યો છું પાછલા સમયમાં મારે બ્લેક મેનેજર અને બ્લેક સાયન્ટીસ્ટો જોડે પણ કામ કરવાનું આવ્યું હતું. બીજા બે જણ સાથે મારે ખૂબ બનતું તે હતા, બિલ જોન્સ અને ગસ જોર્ડન, ૭૨માં આ બન્ને  જણ ૬૦ વટાવી ગયા હતા. એ બન્ને પાસે બ્લેક હિસ્ટ્રી હતો. અને મને હિસ્ટ્રી ગમે છે. મને જ્યારે પણ સ્હેજ ટાઈમ મળતો કે હું બિલ પાસે પહોંચી જતો. એ બન્ને જણે સેકન્ડ વર્લ્ડ વોરમાં ભાગ લીધો હતો. ૪૦ના દાયકામાં બ્લેક લોકોને કોઈ હક્ક નહોતા બસ અને રેસ્ટોરાંમાં જુદા બેસવાનું હતું  પરંતુ  તેમને મરવા માટે ગોરા લોકો આર્મીમાં ઘસડી ગયા હતા. ત્યાં ભેદભાવ નહોતો.

અમેરિકામાં, આજકાલ એટલે કે –ફેબ્રુઆરી મહિનો બ્લેક હિસ્ટરી મન્થ ગણાય છે. દર વરસે આખો મહિનો આફ્રિકન અમેરિકન (કાળા) હિસ્ટરી તરીકે ઉજવાય છે. આમાં સ્કુલ કોલેજમાં તો આફ્રિકન અમેરિકન (કાળા) લોકો વિષે જાત જાતનું સાહિત્ય શીખવવામાં આવે છે. દરેક ટીવી સ્ટેશન પણ  કાળા એકટરોની ફિલ્મો તથા આફ્રિકન કલચરલના  સ્પેશ્યલ પ્રોગ્રામ રજુ થાય છે. ટૂંકમાં આખા વરસમાં તો આ બધું ચાલતું જ હોય છે. પણ આ ફેબ્રઆરી મહિનામાં ખાસ. આજકાલ અમેરિકામાં “સેલમા” નામની ફિલ્મ ચાલે છે. (ચાન્સ મળે તો અચૂક જોજો) એકેડેમી એવોર્ડ માટે પણ નોમિનેટ થયું છે. હવે મને ખાતરી છે કે ગુજરાતમાં બહુ ઓછાને આ શહેર સેલમાની ખબર હશે. અમેરિકાના ઈતિહાસમાં શી અગત્યતા છે? અમેરિકાના કાળા લોકોના લિડર માર્ટિન લ્યુથર કિંગ જુનિયરને ગાંધીજી સાથે સરખાવામાં આવે છે. વાત એમ છે કે હું તેમને ગાંધીજીના સાચા શિષ્ય ગણું છું. કાળી પ્રજાને કુતરાં જેવા ગણવામાં આવતા હતા. અબ્રાહમ લિંકને એક કામ કર્યું કે તેમને ગુલામમાંથી માણસ બનાવ્યા. હજું તેમને નાગરિક ગણવામાં નહોતા આવ્યા. કોઈ હક્ક નહોતા. બસમાં અને હોટલોમાં જુદા એરિયામાં બેસવું પડતું. અલાબામા સ્ટેટના કેપિટલ મોન્ટગોમરીમાં એક કાળી યુવતી રોઝા પાર્કસ “બ્લેક ઓનલી”ના એરિયામાં બેસવાની ના પાડી અને પોતાની સીટ ગોરા પુરુષને આપવાની ન આપી. કોઈપણ ઈતિહાસમાં જોશો તો મોટી લડતની શરુઆત આવી નાની વાતોથી જ ચાલુ થ0 છે. ટ્રેનમાં પોતાની જગ્યા નહીં છોડવાની જીદે મોહનદાસને  મિ. ગાંધીમાંથી  મહાત્મા બનાવ્યા. રોઝા પાર્કસ્ , જેવી બ્લેક વુમને કાળા સમાજને હલાવી નાખ્યો અને લોકોને પોતાના અસ્તિત્વનું ભાન કરાવ્યું. અને બસમાં કાળા લોકોએ જુદા બેસવાની વાતના  વિરોધમાં ,રોઝા પાર્કસની આ લડતમાં ગાંધીજીના અસહકારના માર્ગ જેવું વલણ અપનાવ્યું અને બ્લેક લોકોએ મોન્ટગોમરી શહેરની બસ સર્વિસનો બહિષ્કાર કર્યો. ૧૯૫૫માં  આ બહિષ્કાર  ૩૮૨ દિવસ ચાલ્યો. તે સમય દરમિયાન એકે બ્લેક વ્યક્તીએ મોન્ટગોમરી બસ સર્વિસનો ઉપયોગ ન કર્યો. જેમની પાસે કાર હોય તે લોકો બીજાઓને  લિફટ આપતા. સરકારે એમની માંગ સામે ઝુકવું પડ્યું. અને બસોમાંથી બ્લેક ઓનલીના બોર્ડ દૂર થયા. આજે રોઝા પાર્કસ  “ફર્સ્ટ લેડી ઓફ સિવીલ રાઈટસ” ગણાય છે.

એક બીજી વાત, જેની ઓછાને ખબર હશે તે એ કે ૧૯૬૩માં ડો.માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે કાળા લોકોને વોટીંગ રાઈટસ અપાવવા અહિંસક સત્યાગ્રહ કર્યો હતો. હું તેમને ગાંધીજીના સાચા વારસદાર ગણું છું  તેમણે પણ ગાંધીજીની જેમ ગોળીઓ ખાવી પડી હતી. ગાંધીજીની દાંડી કૂચની જેમ ડો.કિંગે ત્રણ દિવસમાં સેલમાથી અલાબામા સ્ટેટના કેપિટલ મોન્ટગોમરી સુધીની એંસી કિલોમિટરની કૂચ કરી હતી. સાથે સેંકડો બ્લેક હતા.તેમા સુધારાવાદી ગોરા લોકો અને પત્રકારો પણ હતા. રાતે  ખેતરોમાં સૂઈ રહેતા.આ કૂચમાં  દાંડી કૂચના જેવા ભજનો નહોતા ગવાતા. પોલિસો ડંડા મારતા, ફાયર હોઝથી પાણી છાંટતા અને લોકો ઉપર શિકારી કૂતરાં છોડતા. તેથી કેટલા ય લોકો કૂચ મૂકીને જતા રહ્યા હતા. પરંતુ ડો.કિંગે તેમની કૂચ ચાલુ રાખી. ડો. કિંગ અને એમના સાથીદારોએ, લિન્ડન જ્હોન્સની ગવર્મેંટને બ્લેક લોકોને વોટિંગ રાઈટસ અપાવ્યા. જો આજના બ્લેક લોકો આ ઈતિહાસ યાદ રાખે કે એમના માબાપોએ કેટલી યાતના ભોગવીને આ ખરી આઝાદી અપાવી–તો એ લોકો આજકાલ ચાલતી ગુન્હાખોરી કરતા અટકે. ૧૯૬૪ના સિવીલ રાઈટસ કાયદાને કારણે ઈમિગ્રન્ટસને પણ અહીં આવવાનું મળ્યું. અને તેમને પણ વોટીંગ રાઈટસ મળ્યા. તેના પ્રતાપે ,મેં આજ સુધીમાં નવ વખત પ્રેસિડન્ટના ઈલેક્શનમાં ભાગ લીધો છે. છેલ્લા બન્ને વખતે ઓબામાજીને વોટ આપ્યા છે. તે માર્ટિન લ્યુથર કિંગ જુનીયરને કારણેજ. પછી મને એ ગમે, એમાં નવાઈ શી! જય ડો.માર્ટીન લ્યુથર કિંગ.

Email- harnishjani5@gmail.com

 

Harnish

મંદિરનો મહાપ્રસાદ!-ચીમન પટેલ

મહાપ્રસાદ

મળ્યો
આજે મને;
ભગવાનને ધરાવેલો,
એક
મિત્રપત્ની પાસેથી!
મોઢામાં મૂક્યો
ને
એમણે પૂછ્યું?
સ્વાદમાં તો છેને બરોબર?
મેં કહ્યું;
અમે પુરુષોતો
ખાઈ જ જાણીએ!
સ્વાદની સમજણ
તમારા જેવી નહીં હાં!
મેં પૂછ્યું,
તમે તો ચાખ્યો જ હશે ને,
ભગવાનને ઘરાવતાં પહેલાં?
ન ચખાય!
ચમકી એ બોલ્યા!
મેં કહ્યું;
તો
ભગવાનને
ગમ્યો કે નહીં
એની
ખબર કેમ પડે?
એ ચુપ હતા!
હું
વિચારતો’તો-
શબરીએતો,
ચાખી ચાખીને બોર
ભગવાનને પ્રેમથી ખવડાવ્યા હતા!
ને
ભગવાને પણ
ખાધા બઘા પ્રેમથી!!
———-

*ચીમન પટેલ ‘ચમન’
(૧૧નવે’૧૪/૧૮ઓક્ટો’૧૬)

‘બેઠક’માં છે આવકાર આપનો,…. નથી ઔપચારિક ભાર ‘બેઠક’ના આંગણીએ રે પ્રેમ તણો સત્કાર

_dsc0027-2

_dsc0058

શ્રી બળવંતભાઈ જાનીનું સંન્માન બે એરિયાના ગુજરાતી સમાજના અગ્રણી સુરેશભાઈ પટેલ કરી રહ્યા છે.

_dsc0052

શ્રી બળવંતભાઈ જાની નું સન્માન કરી રહ્યા છે ગૌરાંગભાઈ- પંડ્યાપ્રતાપભાઈ પંડ્યાના સુપુત્ર )

ડૉ અંબાદાનભાઈનું સંન્માન કરી મોમેન્ટો આપી બેઠકને યાદગાર બનાવી . ફોટો -ડાબેથી બેઠકના આયોજક પ્રજ્ઞા દાદભાવાળા,ડૉ અંબાદાનભાઈ રાહડીયા,ડૉ બળવંતભાઈ જાની ,સુરેશભાઈ પટેલ,પુસ્તક પરબના પ્રણેતા પ્રતાપભાઈ પંડ્યા,અને બે એરિયાના વડીલ શ્રી હરિકૃષ્ણ મજમુંદાર .

presentation1

_dsc0111

બેઠક ના પાયામા છે પ્રેમ સાથ સહકાર અને ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે નો પ્રેમ સાથે બધાનો સહિયારો પ્રયત્ન તસ્વીરમાં છે -ડૉ મહેશભાઈ રાવલ .પી.કે દાવડા.રાજેશભાઈ શાહ .કલ્પનારઘુ ,સપનાબેન વીજાપુરાઆયોજક પ્રજ્ઞા દાદભાવાળા ,બાબુભાઈ સુથાર ,મહેન્દ્રભાઈ મહેતા,તરુલતાબેન મહેતા ,જયશ્રીબેન મર્ચન્ટ,બેઠકનું બળ રમાબેન પંડ્યા,અતિથી વિશેષ ડૉ અંબાદાન ભાઈ અને ડૉ બળવંતભાઈ જાની પુસ્તક પરબના ના પ્રણેતા પ્રતાપભાઈ પંડ્યા ,શ્રી હરિકૃષ્ણ દાદા ,અને સુરેશભાઈ પટેલ

 સર્જક સાથે સાહિત્યસભર સાંજ 

પાંચમી નવેમ્બર 2016ની શુભ સાંજ ‘પુસ્તક પરબ’ ગુજરાતી સાહિત્ય પરિવાર કેલીફોર્નીયા અને ‘બેઠક ‘ના ઉપક્રમે  ડાયાસ્પોરા સાહિત્ય સારસ્વત ડો.બળવંત જાની અને ચારણી સાહિત્યના વિદ્વાન ડો.અંબાદાન રોહડિયાના સાંનિધ્યમાં સીમાચિન્હરૂપ ગણાય. કેલિફોર્નિયાના મિલપિટાસ નગરના ‘મિલન’ રેસ્ટોરન્ટમાં દિવાળીના   ઉલ્લાસ સાથે  સાહિત્ય રસિકોના  માતૃભાષા ગુજરાતી  માટેના પ્રેમનું ,ધગશનું ,સમૃધ્ધિનું હદયસ્પર્શી મિલન યાદગાર રહેશે.મુખ્ય મહેમાનોની જ્ઞાનપ્રદ વાણીના પ્રવાહને આકંઠ માણવા બે વિસ્તારના સાહિત્યપ્રેમી મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા એટલું જ નહિ ડલાસ ,એલ.એ અને શિકાગોથી પણ મહેમાનો આવ્યા હતા.દિવાળીની ઉજવણી નિમિત્તે હોંશથી સજીધજી આવેલા રસિક સજ્જનો અને સન્નારીઓના  સુંદર વસ્ત્રોથી  વાતાવરણ રંગીન થયું હતું. જ્ઞાન ,સાહિત્ય અને સૌંદર્યની ત્રિવેણી મનોહર હતી.પ્રજ્ઞાબેને કાર્યક્રમના સંચાલનનો દોર સંભાળ્યો.  કલાત્મક રીતે સજાવેલા ટેબલની ખુરશીઓમાં ડો.બલવંતભાઈ જાની ,ડો.અંબાદાનભાઈ ,મુ.પ્રતાપભાઈ પંડ્યા  ,મુ.હરિકૃષ્ણદાદા તથા શ્રી સુરેશભાઈ વિરાજ્યા.મહેમાનોનું વસુબેન શેઠ અને જયોત્સનાબેને ફૂલગુચ્છથી સ્વાગત થયું. કાર્યક્રમની શરૂઆતમાં  બેઠક્ના ઉત્સાહી સભ્ય વસુબેને ગણેશ અને સરસ્વતીની પ્રાર્થના મધુર કંઠે ગાઈ. ‘બેઠક ‘ના સૂત્રધાર,આયોજક  અને કડી સમા પ્રજ્ઞાબેને સૌરાષ્ટ્રથી આવેલા મહાનુભવોનું સ્વાગત અનોખી રીતે કર્યું . તેમણે કાઠિયાવાડી લોકગીતની ઢબે સ્વરચિત ગીત એમના પહાડી ,મીઠા રાગે ગાઈ ‘બેઠક ‘અને ‘પુસ્તક પરબ’ તરફથી મહેમાનોને મીઠો આવકારો આપ્યો. ભાવવાહી ગીતના પ્રસંગને અનુરૂપ શબ્દોથી  પ્રજ્ઞાબેને મહેમાનોના  અને સાહિત્યરસિયાઓના દિલ જીતી લીધા.

‘બેઠક’ની સાહિત્યિક ,સામાજિક ,સંગીત ,નાટકો વિશેની વિવિધ પ્રવૃત્તિનો પરિચય આપવા કલ્પનાબેનને નિમંત્રણ અપાયું.કલ્પનાબેન એમની આગવી નાટકીય ઢબે ગીતના રણકામાં લચીલું ચાલતા આવી સૌને ખુશ કર્યા.તેમણે ખૂબ વિગતે ‘બેઠક ‘ની માતૃભાષા ગુજરાતીની સેવાની પ્રવૃત્તિ જણાવી. વાંચનની ભૂખને ‘પુસ્તક પરબ ‘ પૂરી કરે તો સર્જનની ,અભિવ્યક્ત થવાની ઝંખનાને ‘શબ્દોનું સર્જન’ પ્લેટફોર્મ આપે.સામાન્ય વાચકો લખતા થયા.કોલમ રાઇટર થયા.માતુભાષાનું સંવર્ધન શક્ય બન્યું.અનુભવી સર્જકોની પ્રેરણા અને બળથી નવા અને જાણીતા સર્જકો દ્વારા  બાર હજાર પુષ્ઠનો મહાગ્રંથ તૈયાર થયો.અમેરિકામાં વસેલા 100જેટલા ગુજરાતી સર્જકોના ડાયસ્પોરા સાહિત્યની નોંધણી થઈ.આ મહાગ્રંથ સંશોધક માટે મદદરૂપ  થશે.ભારતથી આવતા કવિઓ અને સર્જકો સાથે ‘બેઠક’ના આંગણે ગોષ્ટી ,મહેફિલ,ચર્ચા વિચારણા તથા પ્રશ્નોતરી થાય છે.દર મહિને મળતી સાહિત્યપ્રેમીઓની  બેઠક એવોર્ડ વિજેતા સાહિત્યકારોને સન્માને છે.એટલું જ નહિ કલાકારો અને ગાયકો સ્ટેજ પર તેમની રચનાઓને રજૂ કરે છે. નવા સર્જકોને પ્રોત્સાહન માટે સ્પર્ધાઓ પણ યોજાય છે.કલ્પનાબેન તમારું વ્યક્તવ્ય સરસ રહ્યું.

કાર્યક્રમનું સંચાલન કરતા પ્રજ્ઞાબેને  સમયની સાથે રહેતાં મુખ્ય મહેમાન ડો.બળવંતભાઈ જાનીનો પરિચય આપવા લેખિકા તથા ‘બેઠક’ના સભ્ય અને પ્રેરણારૂપ તરુલતાબેન  મહેતાને નિમંત્ર્યા. ડો.બલવંતભાઈ જાનીના બ્રિટિશ ડાયસ્પોરા ગુજરાતી સાહિત્યના સંશોધન  અને સંપાદનના કાર્યને બિરદાવતા તરુલતાબેને તેમને ઋષિ કહી માન આપ્યું. તેમના  ગુજરાતી  લોકસાહિત્ય ,જૈનસાહિત્ય,સંતસાહિત્ય ચારણીસાહિત્યના  આગવા સંશોધન તથા સંપાદનના કાર્યને તરુલતાબેને મહત્વનું પ્રદાન ગણાવ્યું.તે અંગેના પચીસેક પુસ્તકો તેમણે પ્રગટ કર્યા છે.ડો.બલવંતભાઈ ત્રેવીસ વર્ષથી ગુજરાતી ભાષા સાહિત્ય સંશોધન  ક્ષેત્રે ક્રિયાશીલ છે.બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યના એકત્રીકરણ ,મૂલ્યાંકન સંશોધનને તેમણે 18 પુસ્તકોની શ્રેણીરૂપે પ્રકાશિત કરીછે.જેમાં અદમ ટંકારવી ,વિપુલ કલ્યાણી ,ડાહ્યાભાઈ પટેલ જેવા અનેકનો સમાવેશ થાય છે.અમેરિકામાં વસતા ગુજરાતી ડાયસ્પોરા સર્જકો માટે તેમના કાર્યની મૂલવણી થશે તેવા આશાના કિરણો દેખાય છે.

તરુલતાબેને કહ્યું કે ડો.બળવંતભાઈ કોઈએ ન કર્યું હોઈ તેવું કાર્ય કરવાની અભીપ્સા સેવે છે.(ના મૂલં લિખતિ કિંચિત )દેશ વિદેશમાં સર્જકહીરાને શોધે છે.તેમના કાર્યને મૂલવે છે અને પ્રકાશિત કરે છે.તેઓ ડિરેક્ટર ઓફ GRIDS છે.ડાયસ્પોરા એવોર્ડ કમિટીમાં,ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર ગુજરાતીભાષાના સમિતિના સંયોજક છે.સભામાં હાજર ડો.બાબુભાઇ સુથારને 2010માં ગુજરાતી ડાયસ્પોરા સર્જક એવોર્ડ અપાયો હતો.ડો.બળવંતભાઈ  જાનીએ દેશવિદેશની યુનિ. માં અધ્યાપકની સેવા આપી છે.ઉત્તર ગુજરાત યુનિ.ના કુલપતિ હતા.હાલ સૌરાટ્ર  યુનિ.ના ગુજરાતી ભાષા સાહિત્યભવનના અધ્યક્ષ છે.આવો આવા ભોમિયા વિના ગુજરાતી સાહિત્ય સંશોઘન ક્ષેત્રે વિશ્વમાં સાહસ કરી સાહિત્યકાર રત્નોને પારખતા ડો.બળવંતભાઈ જાનીને સાંભળીએ.ત્યાર બાદ બળવંતભાઈ જાનીને ગૌરાંગભાઈ પંડ્યાએ ખેસ પહેરાવી સત્કાર્યા અને સુરેશભાઈ પટેલે આ પ્રસંગને યાદગીરી રૂપે મોમેન્ટો આપી બળવંતભાઈ ને નવાજ્યા.

ડો.બલવંત જાનીએ અહીંની ‘બેઠક’અને ‘પુસ્તકપરબ’ સાહિત્યિક પ્રવૃત્તિઓને બિરદાવી.મોટી સંખ્યામા ગુજરાતી ભાષા ,સાહિત્યપ્રેમીઓને મળી તેમને ખૂબ આનંદ થયો.’ડાયસ્પોરા ‘ એટલે વતનમાંથી નિકાલ થયેલા માણસો પણ હાલના યુગમાં લોકો સમૃદ્ધિ ,નોકરીની તકો તથા સારા જીવનની આશામાં સ્વેચ્છાએ પરદેશ જઈ વસે છે.તેઓ વતનઝૂરાપો ,એકલતા,સાંસ્કૃતિ ,ધાર્મિક સંઘર્ષ અનુભવે છે.વતનમાંથી મૂળિયાં હલબલી જાય પછી નવેસરથી પરકાદેશમાં સેટ થવાની ઊંડી મથામણમાંથી જન્મતી કવિતા ,વાર્તા ,નવલકથા સાહિત્યને ડાયસ્પોરાની ઓળખ મળી.’થનડો સૂરજ ‘ ઊગતા વિષાદની લાગણી અનુભવતા ગુજરાતી સર્જકોને દુનિયાના ખૂણે ખૂણેથી શોધી તેમણે સંશોધન કરી 18 પુસ્તકોમાં પ્રગટ કર્યું.મૂલ્યાંકન કરી એવોર્ડ આપ્યા.ગુજરાતી સાહિત્યના  મુખ્ય પ્રવાહમાં સ્થાન આપ્યું.તેમણે અમેરિકાના ગુજરાતી સર્જકોને હૈયાધારણ આપી કે તેમનો અવાજ ગુજરાત સુધી જરૂર પહોંચશે.જેમ લોકસાહિત્ય,ચારણીસાહિત્ય ,જૈન સાહિત્ય ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં નોંધપાત્ર મનાવા લાગ્યું છે તેમ ડાયસ્પોરા ગુજરાતી સાહિત્ય પણ ગણાશે.તેમના  જ્ઞાનસભર છતાં રસવાહી વ્યક્તવ્યમાં શ્રોતાઓ ધન્યતા અનુભવી રહ્યા.

ત્યાર પછી જાણીતા કવિયત્રી,બે વિસ્તારની સમગ્ર સાહિત્યિક પવૃત્તિના પ્રેરકબળ સમાન જયશ્રીબેન મર્ચન્ટ ડો.અંબાદાનભાઈ રાહડિયાનો પરિચય આપવા સ્ટેજ પર આવ્યાં.તેમણે મહેમાનું અભિવાદન કરી શરૂઆતમાં ચારણીસાહિત્ય અંગે શ્રોતાઓને રસપ્રદ વાત કરી.ચારણીસાહિત્યની  કવિતા,દુહાઓમાં જે ખુમારી,વીરતા ,સચ્ચાઈ જણાય છે તે દાદ માંગી લે તેવું છે.લોકોના હૈયામાંથી વહેતી કાવ્યધારામાં છંદોનું આયોજન સુંદર છે.ડો.અંબાદાન ભાઈએ ઝવેરચંદ મેઘાણીના ચારણી સાહિત્યના કાર્યને પ્રાણ આપ્યો છે.આવા મહાનુભવના બેએક પાનની યાદી થાય તેટલા પ્રકાશનો અને સંપાદનના પુસ્તકોની યાદી સમયની કરકસરમાં તેમણે બતાવી.કાઠીયાવાડનો કસુંબી રંગ માણવા ડો.અંબાદાનભાઈને આમંત્રણ આપ્યું ,આ સાથે રમાબેન પંડયાએ ખેસ અર્પણ કરી આશીર્વાદ આપ્યા અને પ્રતાપભાઈ પંડ્યાએ સુરેશભાઈ અને સૌ સાથે ભેગા મળી અંબાદાનભાઈને  મોમેન્ટો અર્પણ કર્યો. 

ડો.અંબાદાનભાઈ રાહડિયાએ તેમના નિકટના સ્વજન જેવા ડો.પ્રતાપભાઈ પંડ્યા તથા તેમના પત્ની રમાબેનનો પ્રેમથી કેલિફોર્નિયા આંગણે મેળાપ થયાનો આભાર માન્યો.કાઠિયાવાડની ધરતીનું ધાવણ જેણે પીધું છે તેવા આ વિદ્વાનના શબ્દોમાં ચારણીસાહિત્યની ઓળખ આપતા ઉત્સાહ અને પ્રેમ નીતરતો હતો.બે ઘડી સૌ શ્રોતાઓ ડાયરોના કસુંબલ રંગમાં રંગાયા.સ્વના ચારણકુટુંબની વાતોનો રસિક ખજાનો ખોલ્યો.માતાજી પરની શ્રદ્ધા દુકાળના કઠણ સમયે તેમના પિતાશ્રીને સો ગાયોની રખેવાળી કરવાનું બળ આપે છે.નારીશક્તિનું સન્માન ,રાજા પ્રત્યેની વફાદારી છતાં સચ્ચાઈને કહેવાની મર્દાનગી વંદનને પાત્ર છે.તેમને કંઠસ્થ ચારણી દુહાઓની તેમણે  અતૂટ રસધારા વહેવડાવી.ચારણોને કવિતા ,વીરતા ,શ્રદ્ધા ,ખુમારી ગળથુથીમાં મળ્યા છે.જે ધરતીમાંથી તેઓએ બળ મેળવ્યું છે,તેની ખૂલ્લાદિલે વાત કરતા,દુનિયાના લોકો ચારણીસાહિત્યને જાણે ,માણે તેવી ઋણ ચૂકવ્યાની લાગણી હતી.સૌ સર્જકો માટે અને શ્રોતાઓ માટે તેમનું વ્યક્તવ્ય પ્રેરણાકારી હતું. ભોજન રાહ જોતું હતું પણ સૌ સાહિત્યના રસથાળને માનવામાં મસ્ત હતા.

મુ.હરિકૃષ્ણદાદાને તેમની અમેરિકામાં વસતા ગુજરાતી સમાજ માટેની નિસ્વાર્થ સેવા બદલ સન્માન અપાયું.સૌએ તાળીઓથી વધાવ્યા,બે એરિયાની સાહિત્યિક પ્રવૃત્તિના તેઓ અને તેમના પત્ની સ્વ.પ્રેમલતાબેન જનેતા અને પાલક છે. ઉંમરના બાધને ગણકાર્યા વિના વડીલ મુ.દાદા કાર્યક્રમમાં હાજર રહી સભાનું ગૌરવ વધારે છે.તેમને મારા વંદન છે.તેવા જ આદરણીય મુ.પ્રતાપભાઈ પડ્યા ‘પુસ્તકપરબ ‘ તથા બીજી સાહિત્યિક પવૃત્તિને ચેતનવંતી રાખે છે.તેમણે  સૌનો આભાર માન્યો.મહેમાનો સાથેનો તેમનો ઘરોબો આ પ્રસંગને પ્રાણ પૂરે છે.પુસ્તક પરબના પ્રણેતા પ્રતાપભાઈ પંડ્યાએ આભાર વિધિ કરતા કહ્યું કે સારા કર્યો સહિયારા સહકારથી જ થાય છે પણ  ‘બેઠક’ના આયોજક પ્રજ્ઞાબેન બધાને જોડતી કડી છે ને એમને વલોણામાં ઉપર આવતી ભ્રમરકડી કહી ખૂબ સરસ રીતે માન આપ્યું.બહારના મહેમાનોની સરભરા,કાર્યક્રમનું આયોજન તેમના પ્રેમ ,ઉત્સાહ ,કુશળતાથી થાય છે.ગુજરાતી ભાષાના સ્નેહથી સંકળાયેલા અનેક મિત્રોની મદદ આવા પ્રોગામની સફળતાનું કારણ છે.એક પરિવારની ભાવનાથી સંકળાયેલા સૌના સહકારની સૌગાત કિંમતી છે.મહેમાનોએ તેમના પુસ્તકો ડો.પ્રતાપભાઈને અર્પણ કર્યા.સૌ મિત્રો ડો.બળવંત જાનીને તથા ડો.અંબાદાનભાઈને નિરાંતે મળ્યા,સ્વજનની જેમ ગોઠડી કરી.અંગત રીતે મને પણ બલવંતભાઈ જાની સાથે ભૂતકાળના સાહિત્યપરિષદના મેળાવડા ,મિલન મુલાકાતોની વાતો  કરવાનો આનંદ થયો.

ડીનરની સોડમ ,ક્લિક થતા કેમેરા,લોકોની સંતૃપ્તિની ભાવના,પ્રેમભર્યા હસ્તમેળાપો અને અંતે ભાવભર્યા વિદાયની વેળા.સૌને ધન્યવાદ, પુન: સાહિત્યકારોનું મિલન થતું રહે તેવી શુભેચ્છા.

તરુલતા મહેતા 2016 નવે.9

 https://youtu.be/YbFFstTUybU

https://youtu.be/aSAPyTeFZpshttps://youtu.be/aSAPyTeFZps

 https://youtu.be/aSAPyTeFZps

વતન-સુબોધ ત્રવેદી

66712_2928680031665_805635925_n

મિત્રો બેઠકમાં સુબોધભાઈ પહેલીવાર લખી રહ્યા છે. આપનો આવકાર અને પ્રતિભાવ એમને લખવા પ્રેરશે.સુબોધભાઈ આપનું સ્વાગત છે.

વતન

વતનનો  આમ  સ્વીકારેલો  અર્થ  ” જન્મસ્થળ “પરંતુ  કેટલાકે  કર્મભૂમિને  પણ વતન ગણાવ્યું  છે.વતન એટલે જન્મસ્થળઃ  જ્યાં   આપણું  બાળપણ  વિત્યું હોય, શૈશવ  કાળ ગુજાર્યા  હોય જીંદગીના  શરૂઆતના  વર્ષો  ગાળ્યા હોય અને જેનુ સ્મરણ ઝીંદગી પર્યન્ત રહે તે જ  વતન કેટલાક  બડભાગી લોકોનું સમગ્ર જીવન વાતનમાં જ વિતે છે. કેટલાક અથવા મોટાભાગનાં  લોકોને વ્યવસાયિક ,સામાજીક  અને અન્ય કારણોને લયીને સ્થળાંતર  કરવાની ફરજ પડે છે. અને વતન છોડવું પડે છે , જેમ કે વિદેશમાં  વસતાં  લોકો પોતાનાં સંતાનોના ભવિષ્યની ચિન્તાને લઈને આવે તો છે પણ વિદેશમાં વસેલાં લોકોની મજબૂરી અજાણી નથી.આમ છતાં વતન પ્રત્યેનું આકર્ષણ કાયમ જ  રહે છે.

એક કવિએ સાચું જ  કહ્યું  છે , “जननी  जन्म     भूमिस्चय स्वर्गादपि गरीयशी !!!”એટલે કે  વતન અર્થાત  માં ,જનની છે  અને સ્વર્ગ  થી  પણ અધિક સુંદર છે. વતનની રક્ષા  કાજે કેટલીયે કુરબાનીઓ થયાનાં દાખલાઓ ઈતિહાસમાં મોજૂદ છે. વતનથી ભલે ઘણો દૂર વસવાટ કર્યો હોઈ પરંતુ  તેનાં સ્મરણો  ભૂલી શકાય નહિ. એક વિખ્યાત ગીત  કે જેમાં  વતનને માં ,બેટી ,આરઝૂ ,આબરૂ ,સવાર સાંજ અને જાન  તરીકે વર્ણવ્યું છે “એ મેરે પ્યારે વતન, એ મેરે બીછડે ચમન  તુજ પે દિલ કુરબાન” આ સંભાળતા જ  આપણે પણ આપણા વતન ને યાદ કરી વતનનાં  પ્રેમનાં ધોધમાં  ભીંજાયને આપણોહાથ આપો આપો  વતનને સલામ  કરે છે.

મને પણ આજે અમેરિકા આવ્યા પછી જયારે જયારે પૂર્વની બારીમાથી હવાનો સૂસવતો વાયરો વાય છે ત્યારે મને કોણ જાણે કેમ સ્પર્શી જાય છે. કોઈ વતનની  વાતો કરે તો અજાણતા જ મન હરખાય છે.અહી પણ એજ પ્રભાત છે છતાં ત્યાના પ્રભાતિયા ગાતી ઉગતી પ્રભાત મને આકર્ષી લે છે.ત્યાની જમીન છોડીને અહી આવ્યા છીએ પણ ક્યારેક બાળપણ તો ક્યારેક માની યાદ બની મને  છનછેડી જાય છે.

 સુબોધ ત્રિવેદી

આવું છું.-નીલમબેન દોશી

..
‘મમ્મી, આજે હું મા બની છું. તમારી વ્યથા સમજાય છે. પણ પપ્પા, એક વાર બધું ભૂલીને મને માફ કરીને મારા નાનકડા દીકરાને જોવા,રમાડવા નહીં આવે ? નાની હતી ત્યારે મારી કેટલી ભૂલો, તોફાન તમે હસતા મોઢે માફ કર્યા છે. આજે પણ તમે મને માફ નહીં કરી શકો ? કોઇ વાંકગુના વિના મારું બાળક નાના,નાનીના પ્રેમથી વંચિત રહેશે ? તમારી ઇચ્છા વિરુધ્ધ મેં લગ્ન કર્યા.મારી જિંદગી જાતે જીવવાનો અધિકાર ભોગવવાની મેં ભૂલ કરી. પણ એકવાર..બસ એકવાર મારા આ નાનકડા દીકરાને આશીર્વાદ નહીં આપો ? ‘

ફોનમાં પડઘાતા પુત્રીના શબ્દો આશાબેનના અંતરમાં ઉથલપાથલ મચાવી રહ્યા હતા. બે વરસથી ધીરજ રાખીને પતિના સોગંદ પાળી પુત્રીને નહોતા મળ્યા.પણ આજે હવે…

એ બપોરે જમીને શાંતિભાઇ આડા પડખે થયા હતા ત્યાં મનોમન કશો નિર્ધાર કરી આશાબહેને ધીમેથી સૂતેલ પતિ સામે નજર કરી ને હળવેકથી દરવાજો ખોલ્યો,
’ પાંચ મિનિટ ઊભી રહે. હું પણ આવું છું. ’

પાછળથી પતિનો…ના, ના, એક બાપનો ભીનો ભીનો અસ્ફૂટ અવાજ….!

ડો. મહેશ રાવલની એક તાજી ગઝલ-પી.કે.દાવડા

unnamed

ડો. મહેશ રાવલની એક તાજી ગઝલ

ડો. મહેશ રાવલ આપણા સમયના એક સશક્ત ગઝલ સર્જક છે. એમની રચનાઓ માત્ર રદ્દીફ-કાફીયાનો શંભુમેળો નથી, એમાં વિચાર છે. એ વિચારને રજૂ કરવાની કલા છે. એમની ગઝલોમાં માનવીય સંવેદનાઓ છે, તો જરૂર હોય ત્યાં જોમ અને જુસ્સો પણ છે. એમના પ્રત્યેક શેરમાં સ્પષ્ટતા છે, એ Direct Delivery છે. એમાં Via Vadala જેવું હોતું નથી.

આ ગઝલમાં ચેતન અને અચેતન, સ્થાવર અને જંગમ, ચલ અને અચલનો અજોડ સમન્વય જોવા મળે છે. માણસને માણસ યાદ કરે, એ સામાન્ય વાત કહેવાય, પણ માણસને પથ્થર યાદ કરે, ઝાડ યાદ કરે, વાસણ યાદ કરે આવી વાતો કરીને એમણે કલ્પના શક્તિને પાંખો આપી છે.

મત્લામાં જ જે વાત કરી છે, એ વાંચીને ઉમાશંકર જોષીનું “ભોમિયા વિના” યાદ આવી ગયું. એમાં પણ ઉમાશંકરે કહ્યું છે, “વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં..”.

ગામડામાં, નાનકડા ઘરને ઓટલે બેઠેલી મા, શહેરમાં વસતા દિકરાને યાદ રાખીને આંસુ સારે છે, એ ટપકતાં આંસુની યાદ ઓટલામાં સંગ્રાય છે. શું અદભુત, લાગણીઓ આ ગઝલમાં સમાવી લીધી છે?

-પી. કે. દાવડા

ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?

મિત્રો આપ સૌ અનિલભાઈને  તો ઓળખો છો  આ લ્યો એમણે આપ સૌ માટે  સરસ મજાની દિવાળીની રચના મોકલી છે. એટલું જ નહિ, બે એરિયાના કલાકારો એમની સુંદર રજૂઆત પણ કરી છે.  હા એનું સંગીત આપ્યું છે  અસીમભાઇ મહેતાએ  અને ગાનાર કલાકાર ને તો  ઓળખો છો ને ? અરે બધાજ આપણા પરિવારના છે.માધવી મહેતા ,અસીમભાઇ મહેતા , દર્શના ભુતા, પલક વ્યાસ,આશિષ વ્યાસ ,આનલ અંજારિયા,આંચલ અંજારિયા,હેતલ બ્રમ્ભટ્ટ ,રતના મુનશી,સંજીવ પાઠક,પરિમલ ઝવેરી,નેહા પાઠક,રતના મુનશી,બેલા દેસાઈ,અમીઝ ઓઝા.મિત્રો મુખ્ય વસ્તુ એ છે કે અહી સર્જનાત્મક કામ થયું છે. આ ગીત સ્વયં ગાઈને કહે છે,સહિયારું કામ થાય તો બધા સ્વયં પ્રગટે દીવાની જેમ.   સૌને અભિનંદન
આ દિવસે મને મેઘલતા માસીનું ગીત યાદ આવી ગયું, દીવડીએ દીપમાળા પ્રગટાવીએ ….

લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

ઉદાસીઓના ફટાકડાઓ
ઝટપટ ફોડી દઈને,
ચહેરા ઉપર ફૂલઝડી સમ
ઝરતું સ્મિત લઈને;
કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ…
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

સૌની ભીતર પડ્યો હોય છે
એક ચમકતો હીરો,
ચલો શોધીએ ભીતર જઈને
ખુદની તેજ-લકીરો;
ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

– અનિલ ચાવડા