ગુજરાતની ગરિમા

ગુજરાત રાજ્યના  સ્થાપના દિનની ઉજવણી  ૧લિ મેં ના રોજ રાજ્યભરમાં ઉજવવામાં આવે છે. એટલે આમ તો મેં મહિનો ગુજરાત રાજ્યનો ગણાય આપ સહુ  જાણો તેમ  આ સ્થાપના દિનની ઉજવણી નો   હેતુ ગુજરાતની અસ્મિતાને જાળવાનો છે …તો   મિત્રો   જન્મભૂમિના ગુણગાન ગાવા માટે તારીખ થોડી જોવાયતો પદ્મામાસીનું ગુજરાતની ગરિમા દર્શાવતું કાવ્ય માણીએ..જય જન્મભૂમી ગુજરાત….

જય જન્મભૂમી ગુજરાત


જય ગાવુ યશ ગાથા, જન્મભૂમી સુવર્ણ મય માં ગુજરાત

શત શત નમન કરૂં તુજને, કુમ કુમ વરણું મધુર પ્રભાત
જય જય મહિમાવંતી યશવંતી, જન્મભૂમી માં  ગુજરાત
ગુજરાતી મારી મીઠી ભાષા, જન્મભૂમીનું  ૠણ અપાર

લીલાછમ ખેતર હળીયારા, છલકે  અન્ન તણા ભંડાર
ફળફૂલથી શોભે  ધરતીમાં, તુજ કૃપા સદા અપરંપાર
ઉત્તમ ખેતી રૂ તેલીબીયા, ધરતીમા ખોબલે ભરી દેતી દાન
ગુજરતી કવિઓએ ગાયા, ગૌરવશાળી  ભૂમિના યશગાન

ધર્મ તણા કોઈ ભેદ નહિ, સૌ જન સંપે સમતાથી રહેનાર
મંદિર મસ્જીદ ચર્ચ ગુરુદ્વારા, સૌના તહેવાર આનંદે ઉજવાય
ધૂપદિપને ધામધૂમથી ગણેશ પૂજનઅર્ચન ભક્તિભાવે થાય
દિવાળી અને ક્રિસ્ટમસ સઘળે અતિ ઉલ્લાસથી  ઉજવાય

નદી સાબરમતી, તાપી, નર્મદા, અતૂટ જળરાશી સૌને સંપત્તિ દેનાર
કાંકરિયાની ભવ્યતા સુંદર લાગે સૌને, બાલવાટિકા  મનોહર સોહાય
ઈસરો સંસ્થા ઝળકે જગમાં,અવકાશના નવા નવા  શંસોધન શોધાય
ઝુલતા મિનારા,હઠીસિંગના જૈન દેરાસરની કારીગીરી પ્રાચીન ગણાય

સુરત નગરી કલાકારીગરી, હીરા મોતી સુવર્ણ ઘરેણા માટે પંકાય
પાવાગઢના શિખરે માં કાલિકા, મહાદેવી જગત જનની સાક્ષાત
નળસરોવર જોવા તલસે સૌ, જ્યાં જગના પંખીડા કિલ્લોલ કરતા
માનવ મેળો ભેળો થાતો, રંગ બેરંગી પક્ષીઓનો કલરવ સુણવા

પાટણની પ્રભુતા અનેરી, ભાતભાતના પચરંગી પટોળા વખણાય
સાબરમતી આશ્રમ અણમુલો, ગાંધીજી, કસ્તુરબાના ચરણ પૂજાય
વૈષ્ણવ કવિ નરસિંહ ને નર્મદની  કર્મભૂમિ ગુંજન કરતી ગુજરાત
ગિરનારના ઉંચા શિખરોમાં ગુરૂ દત્તાત્રય ને ઋષિ મુનીઓનો વાસ

દલપતરામ ને ગોવર્ધનરામ ગુર્જર સાહિત્ય જગતમાં અચળ છે આજ
દાંડી કૂચ અને ધરાસણાના, બલિદાન શહિદોના કદીયે ના વિસરાય
નિઃશસ્ત્ર વળી નિર્દોષ આઝાદીના લડવૈયાના શિષ હતા વઢાયા જ્યાં
સ્વાતંત્ર્ય સેનાનીના  અમૂલ્ય   બલિદાનો દેશ ભક્તિથી દેવાયા ત્યાં 

આઝાદીની મશાલ લઇ કાંધે વીર જવાનની હાકલ સૌએ ઝીલી

આંદોલનમાં માં બહેનો વિરાંગના થઇ અનન્ય  જુસ્સાથી  ઝઝૂમી

વલ્લભભાઈ સરદારની વીરતા, નીડરતાની   ગાથા કરતા  યાદ
ધન્ય ધન્ય મારી વીર જન્મભૂમિ, ધન્ય ધન્ય ભવ્ય માં  ગુજરાત

પદ્માબેન કનુભાઈ શાહ .

ગમતાનો ગુલાલ કરી,સાથે ગર્વ પણ લઈએ

મિત્રો,

લાડીલા શાયર આદિલ મન્સૂરી શેરોનો  વિશે રસમય વાંચન પુસ્તક સ્વરૂપે રજુ કરે છે બે એરિયાના લેખક અને પત્રકાર  ગીરીશભાઈ પરીખ..

અક્ષર દેહે આદિલ  અમર છે.

આદિલ માત્ર ગઝલ-સર્જન કરતા નહોતા — ગઝલ જીવતા હતા. ગઝલમય હતા આદિલ. આદિલ કોણ છે એનો જવાબ એમણે જ એક શેરમાં આપ્યો છે. આ રહ્યો એ શેરઃ
 જી, હા, આદિલ તો તખલ્લુસ માત્ર છે
                                                        નામ, ધંધો, ધર્મ ને જાતિ ગઝલ..
દિલે આખી જિંદગી ગઝલ-સાધના કરી હતી. એના ફળ રૂપે અનેક ગઝલોનું એમણે સર્જન કર્યું. એમને તો ગઝલોની હુંફ મળી જ, આપણને પણ એમનાથી હુંફ મળી શકે — જો આપણે ગઝલમય થઈએ તો.
 
 આદિલ જેવા મોટા ગજાના સર્જકને સર્જન દરમિયાન પગંબરીનો અનુભવ થાય.તેમાં શી નવાઇ.
શાયર આદિલ મન્સૂરીનો ૭૫મો જન્મદિવસ મે ૧૮, ૨૦૧૧ના રોજ આવી રહ્યો છે. એ નીમ્મ્તે બે અરીયાના જાણીતા લેખક  અને પત્રકાર  રજુ કરશે પુસ્તક “આદિલના શેરોનો આનંદ”  મુદ્રિત સ્વરૂપે પુસ્તક ભારતમાં પહેલા મુદ્રિત થશે. અને ત્યારબાદમે ૧૮, ૨૦૧૧ના થોડા દિવસો પહેલાં અમેરિકામાં આવી જાય એવી ગોઠવણ થઇ રહી જેના પ્રકાશક છે ગુજરાત ફાઉન્ડેશનના કૌશિક અમીન જે ન્યૂજર્સીમાં રહે છે અને જાણીતા પત્રકાર છે.

ખાસ જણાવાનું કે  આપણી સંસ્થા- બે એરિયા ગુજરાતી સમાજ  ઓફ નોર્ધન કાલીફોર્નીયા  છેલ્લા પાંચ વર્ષથી માતૃભૂમિ ગુજરાતનો જન્મદિવસ/સ્થાપનાદિન ની ઉજવણી કરે છે . .આ પ્રસંગે દર વર્ષે ની જેમ સમાજની ખાસ પાંચ વ્યક્તિનું સન્માન સમાજ માનભેર કરે છે ..જેમણે તેમનું યોગદાન  સમાજ માટે એક અથવા બીજી અનેક  રીતે આપ્યું હોય .આ વર્ષે  સમાજ તરફથી  ગીરીશભાઈ પરીખ ના  નામનું સુચન આવ્યું હતું, જેને સમાજે અને કમીટી એ ઉત્સાહભર સ્વીકાર્યું .અને . ચાલુ સાલે તારીખ ૭મિ મેં ના રોજ સનીવેલ  હિંદુ ટેમ્પલ  અને કોમ્યુનીટી સેન્ટર ખાતે સાંજે સ્વર સંધ્યામાં એવોર્ડ આપી સન્માન કર્યું હતું . માટે ખાસ શબ્દોનુંસર્જન વતી અને આપણા શબ્દોના સર્જન ના
ભાવકો તરફથી તરફથી.અભિનંદન.ગિરીશ પરીખ મોડેસ્ટો, કેલિફોર્નિયામાં વસતા સાહિત્યકાર અને પત્રકાર છે. શિકાગોમાં ગુજરાતી સાહિત્યના પ્રથમ કાર્યક્રમના શ્રી ગણેશ ૧૯૯૬માં ગિરીશ પરીખે કરેલા

૧૯૬૭માં અમેરિકા આવ્યા.તેમની ગુજરાતી કૃતિઓ અમેરિકામાંથી પ્રગટ થતાં ”સંદેશ”, “ગુજરાત ટાઈમ્સ”, “ગુજરાત સમાચાર”, ”ગુજરાત દર્પણ”, “ગુર્જરી ડાઈજેસ્ટ”, “ગુંજન”, “અમેરિકન ગુજરાત”, વગેરે સમયિકોમાં પ્રગટ થઈ છે.mભારતમાં હતા ત્યારે એમની અનેક વાર્તાઓ, કાવ્યો, નાટિકાઓ, લેખો, નિબંધો, વગેરે “નવચેતન”, “ચાંદની”, “પ્રતીમા”, “ચેતના”, “વિશ્વ વિજ્ઞાન”, “ધરતી”, “બાલમિત્ર”, “બાળક”, “ગાંડીવ”, “કનૈયો”, ”રમકડું”, વગેરે સામયિકોમાં પ્રગટ થયાં હતાં.

એમના બીજા બાલગીતોના સંગ્રહ ટમટમતા તારલા માટે એમને સરકારી ઇનામ મળેલું.ગમતાનો ગુલાલ કરી,સાથે ગર્વ પણ લઈએ..

મિત્રો

ખાસ જણાવાનું કે  આપણી સંસ્થા- બે એરિયા ગુજરાતી સમાજ  ઓફ નોર્ધન કાલીફોર્નીયા  છેલ્લા પાંચ વર્ષથી માતૃભૂમિ ગુજરાતનો જન્મદિવસ/સ્થાપનાદિન ની ઉજવણી કરે છે . .આ પ્રસંગે દર વર્ષે ની જેમ સમાજની ખાસ પાંચ વ્યક્તિનું સન્માન સમાજ માનભેર કરે છે ..જેમણે તેમનું યોગદાન  સમાજ માટે એક અથવા બીજી અનેક  રીતે આપ્યું હોય .આ વર્ષે  સમાજ તરફથી આપણા લાડીલા કવયિત્રી મેઘલતાબેન ના  નામનું સુચન આવ્યું હતું, જેને સમાજે અને કમીટી એ ઉત્સાહભર સ્વીકાર્યું .અને . ચાલુ સાલે તારીખ ૭મિ મેં ના રોજ સનીવેલ  હિંદુ ટેમ્પલ  અને કોમ્યુનીટી સેન્ટર ખાતે સાંજે સ્વર સંધ્યામાં એવોર્ડ આપી સન્માન કર્યું હતું . માટે ખાસ શબ્દોનુંસર્જન વતી અને આપણા શબ્દોના સર્જનના પ્રક્ષકો તરફથી

મેઘલતા બેનને અભિનંદન 


મેઘલતા મહેતા  નો સંક્ષિપ્ત પરિચય

મેઘલતાબેન એક બહુમુખી પ્રતિભા છે. કાવ્યો ઉપર તો એમની હથોટી સચોટ છે જ, પંણ અન્ય ક્ષેત્રે પંણ એમનું પ્રદાન ધ્યાન ખેંચે તેવું છે. એમ એ, 
એમ.એડ, ની ડિગ્રીઓ અને નાટક નો ડીપ્લોમાં પ્રપ્ત કર્યા ઉપરાંત સાહિત્ય ક્ષેત્રે, નાટ્ય ક્ષેત્રે અને ઈતર પ્રવૃત્તિ માં એમનું પ્રદાન દાદ માંગી લે છે. સાહિત્ય ક્ષેત્રે એમના બે કાવ્ય સંગ્રહો “જ્યોત” અને  “તીર્થ નું પંચામૃત” તથા નોર્વે ના પ્રખ્યાત નાટ્યકાર હેન્રીક ઇબ્સેન ના નાટક “હેડા ગાબ્લર” નું ભાષાંતર નોંધપાત્ર છે. ગીત, ઘઝલ, કવ્વાલી, ભજન, ગરબા (જેમાંનો “હા રે માં આરાસુર થી આવ્યા” ખુબ લોકપ્રિય થઇ ચુક્યો છે), રાસ, બાળ કાવ્યો, બાળ નાટક(ભવાઈ), રેઈડીઓ  નાટક, વિગેરે સર્જન રસપ્રદ છે. એમના લખાણનો ની ખાસિયત એમની સરળ ભાષા છે. “અખંડ આનંદ’ માં પંણ એમની વાર્તાઓ અવાર નવાર આવે છે. મેઘલતાબેન ની ઈતર પ્રવૃત્તિ માં: સ્ટેઇજ ઉપર એમણે શ્રી જયંતી પટેલ – રંગલો , સર્વ શ્રી માર્કંડ ભટ્ટ, જશવંત ઠાકેર, તથ્હા ચંદ્રવદન મેહતા (ચં.ચી.) સાથે અભિનય આપેલો છે, તેમજ રડીઓ ઉપર પણ તેમની સાથે કામ કરેલું છે…અમેરિકામાં  ૧૯૬૧-૬૨ ની સાલ માં એમના પતિ સાથે આવ્યા ત્યારે કોલુંમ્બિયા યૂનીવેર્સીત્તી  ના ટી.વી. અને એક્ટિંગ ના કોર્સે કાર્ય હતા. એન.બી.સી. પર સિતારવાદન સાથ્હે interview આપ્યો હતો. “Life” મેગેઝીન માટે શુદ્ધ ભારતીય ચેહરા તરીકે એમની પસંદગી થઇ હતી…તદુપરાંત ગરબા તથા નાટક ની હરીફાઈયો માં નિર્ણાયક તરીકે તેઓ સેવા આપી ચુકેલા છે. ૩૦ વર્ષ સુધી હાઇસ્કૂલ માં શિક્ષિકા તરીકે કામ કરીને નિવૃત્ત જીવન અમેરિકા માં વિતાવે છે.

મા તે મા બીજા વગડા ના વા

મા તે મા બીજા વગડા ના વા

‘મા’ શબ્દને ગુજરાતી સાહિત્યકારોએ એકાક્ષરી મંત્ર કહ્યો છે.

માતા જગતને ધારણ કરનારું તત્વ છે

            આ….આજે માતૃદિને  મને મળેલી મારી દીકરી ની ભેટછે (Painting done by Neha)

આજે માતૃદિને પદ્મામાસીની રચના

મારી વ્હાલસોયા  સાસુને અર્પણ

..જે આજે ચોરાણું વર્ષે પોતાના બાળકો પર એટલોજ પ્રેમ વર્શાવે છે ..જેણે આખી  જિંદગી ફ્ક્ત બાળકોને ઉછેરવામાં કાઢી …જેણે આપણને આજે પણ કોઈ પણ શરત વગર અને

કશાય કારણ વગર અતીશય ચાહેછે…

આનાથી વધારે માતૃદિનની અંજલી કોને હોય શકે?

મા જેવું સ્નેહ વિશ્વમાં અન્ય કોઈ પાસે નથી, પૃથ્વી પર જન્મ લીધાં બાદ બાળક સૌ પ્રથમ‘મા’ બોલતાં શીખે છે. માવડીનો ખોળો, હાલરડાં ને હેતનાં મોલ અણમોલ છે ..બાળક સૌપ્રથમ પોતાની માતાને જ ઓળખતાં શીખે છે. મા પ્રત્યેક નારીમાં હોય છે ..આ કુદરતનો ક્રમ છે..સ્ત્રીત્વનું શ્રેષ્ઠ રૂપ એટલે માં.

માં  એટલે  સ્વથી સર્વમાં વહેંચાય જાય તે …..  માં વાત્સલ્યની વીરડી…માં   સાક્ષાત પ્રેરણામૂર્તિ,….શિક્ષકોની શિક્ષક,…..અપણા.હૃદયનો ધબકાર..માં……. માં એટલે રણમાં વૃક્ષની છાયા, માં એટલે મમતાનો હીંચકો,…….માં એટલે વહાલની પરિભાષા…કરુણા તણી જ મૂરત  માં …,માના પ્રેમ ની વ્યાખ્યા શબ્દોથી કદાચ આપી શકાય એમ જ નથી..

“મધર્સ ડે”ના   માતૃ  વંદન

શત  શત વંદન મા તવ ચરણે,  ૠણ  કદીના  ભૂલુ રે
બાળપણના મધુરા સ્મરણો, ઉપકાર અગણિત તારા રે
ભીનેથી સુકે સુવાડી, ચૂમીઓ લઈ મા તુ  હરખાતી રે
હૂંફ ભરેલા જનની  તુજ ખોળે, જતન  મધુરા પામી રે

અમૃતમય  પયપાન  કરાવી,  પારણીએ પોઢાડી રે
મૃદુ કુસુમવત હૈયે ચાંપી,મીઠા હાલરડા તુ ગાતી રે
પાપા પગલી ભરતા શીખવી, ઝાલ્યો મારો હાથ રે
રક્ષણ કીધા શિક્ષણ દીધા, ચિંધ્યા માર્ગ અમૂલા રે

મા તુ  સઘળાને  જમાડી, ભક્તિ કરી તું જમતી રે
ગાય પીપળો પૂજન અર્ચન, ઉપવાસ ઘણા કરતી રે
બીમાર વડીલોને જમાડી, તુલસીને જળ ના ભૂલતીરે
દયા પરોપકાર તારી રગ રગમાં, નિંદા તુ નવ સૂણતી રે

જનનીમા  અને  સાસુમા, સૌ  માતાને  મારા વંદન રે
ધરતીમા ને  ભારતમા, શત શત વંદન તુજ ચરણે રે

પદ્માબેન કનુભાઈ શાહ

‘ મા ’

માતૃ દિને “માં” ને ઋણાજલી

માં ની  મમતા ના મૂલ્ય  મુલવ્યા  મૂલવાય નહી
માં ની  કોમળતા ના કુંમ
કુંમ કદીયે કરમાય
નહી
માં ની  ઓરતા ના અમોલ હાર કદી  હણાય
નહી
માં ની દિવ્યતા
ના દર્શન દશે દિશા  છુપાય નહી

દોહદના દિવસે તું સદા દુઃખી, સૌને સૂખે તું સૂખી
અંતરમાં ઉમળકા ભરી, અતિ આનંદ ઉછાળે સહી
પ્રસંગે  તું જ ખોળો ખુંદી, રોજ
રમણી રમતી  રહી
હૈયે હંમેશા વળગાડું માં તને, ઉપકારના ઉર ભરી

કાયા નીચોવી પોષી તે, તરૂવર સમી પ્રીત  તારી
કદી ભૂલી ભૂલાય ના, ઉષ્માભરી તુંજ ગોદ  ન્યારી
આવકારતી અમ-સર્વને સદા, પ્રેમ અમી-દ્રષ્ટિભરી
વરસાવતી વરસાદ મમતાના, વાણી  અમૃત ભરી

કરતી ઘરકામ, ભરતી કુવે પાણીડાં, માવડી તું મારી
બદલતી ડાયપર મધરાતે, સૂકી રાખતી કાયા મારી
પોઢાડી મને, ગાતી હાલરડાં, રામ-કૃષ્ણ વાતો સારી
દોડતી અધીરી, લેવા ઓવારણાં, પા-પગલાં નિહારી

અણમોલ છે  સ્ત્રોત તારું, સદા પોષ્યો આ દેહ નિરાળો
અણુએ અણુમાં રહ્યો છે, તારા રક્ત રૂધિર
  રંગ રૂપાળો
વીત્યા વર્ષો મારી માવડીના, કથળી કાયા  કેડી  કાળે
ભૂલ્યા હંમેશા ઋણ માવડી તારા, સંસારમાયાના જાળે

ક્ષમતાની દેવી,  ભોળી વીરડી, સદા તું  વન – વાવડી
પાપ-કર્મોને ભૂલી, હવે હંકારજે હંમેશા જીવન -નાવડી
અશ્રુ- અભિષેક અર્પું, રક્ષણ માગું તારું,
પાવન -પાવડી
જનમે-જનમ રહીશ તું, ગંગા -જમના
માખન – માવડી 

‘ મા ’

આજે વાંચો અને વંચાવો, આશા છે તમને જરૂર ગમશે…..!   

મમતાનો મહાકુંભ એટલે

‘ મા મમતાનો મહાસાગર એટલે ‘ મા ’

મમતાનો મહાકુંભ એટલે ‘ મા ’

સ્નેહની કવિતા એટલે ‘ મા ’   

દરિયાદીલી એટલે ‘ મા ’

સ્નેહની સરિતા એટલે ‘ મા ’

સ્નેહનો સરવાળો એટલે ‘ મા ’  

બાળક જ્યારે આ પૃથ્વી પર અવતરે છે,

 ત્યારે શિખ્યા વિના પ્રથમ શબ્દ તે “ મા ” બોલે છે.

‘ મા ’ ના ખોળામાં બાળક સૌથી વધુ સલામત હોય છે.

‘ મા ’ ના પ્રેમ વિના પણ પ્રભુ ભક્તિ અધુરી છે. પ્રભુ પણ ‘ મા ’

 ને વંદન કરે છે. ‘ મા ’ નો પ્રેમ અંતરની ઉર્મિઓમાંથી પ્રગટે છે.

આપણે જ્યારે તકલીફમાં હોઈએ, ત્યારે સ્વભાવિક જ આપણાંથી ‘ મા ’

શબ્દ તરત જ બોલાય જાય છે. ઓ ‘ મા ’ તું મને બચાવ. ‘ મા ’ ના

  તમામ સંબધો ‘ મા ’ થી શરૂ થાય, ક્યાંતો ‘ મા ’ થી પૂર્ણ થાય.

 ‘ મા ’ ની બહેન ‘ માસી ’ અને તેનો પતિ ‘ માસાજી’ થાય.

 ‘ મા ’ નો ભાઈ ‘ મામા ’  અને તેની પત્ની ‘ મામી ’ થાય.

  માફી આપવામાં અને માંદગીમાં “ મા ” પ્રથમ હોય છે.

માલિકમાં પણ ‘ મા ’ પ્રથમ હોય છે.

બાળક ‘ મા ’ શબ્દ શીખવા દુનિયાની

કોઈ પાઠશાળામાં જતો નથી, તે

બાળકના ‘ મા ’  શબ્દથી ભાષાની શરૂઆત થાય છે.

આજના પવિત્ર દિવસે વિશ્વની દરેક માતાઓને કોટિ કોટિ વંદન

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ