નાગર નંદજીનો લાલ … પદ્મા-કાન

padma- kantનરસૈયો

નાગર  નંદજીનો  લાલ  રાસ  રમંતાં  મારી  નથની  ખોવાણી

નાગર નંદજીના  લાલ,  રાસ  રમંતાંમારી નથની ખોવાણી

કાના જડી હોય તો આલ, રાસ રમંતાં મારી નથની ખોવાણી

                                            નાની નાની નથનીને માહી ઘણેરા મોતી,

                                            નથની કારણ હું નિત્ય ફરું છું જોતી, જોતી, જોતી,     —નાગર

નરસિંહમહેતા  એટલે કે ગુજરાતના  કવિઓમાં  તેમનું  નામ  શિખરે  કહીશકાય.  હુલામણુંનામ  ‘’નરસૈયો’’  પ્રેમી  ભક્ત  કવિ  આપણને  મળ્યા  તેનો  ગર્વ  સાથે આનંદઆપણાહૃદય  પટ  પર  છવાઈ જાય  છે. તેનો આસ્વાદ આજે આપણે માંણી રહ્યા છીએ..કૃષ્ણની રાસ લીલાએ નરસિંહને  આત્મ જ્ઞાન પ્રાપ્ત થયું અને  રાસ રમંતાંરાધાકૃષ્ણના રાસમાં નરસૈયાને જે આનંદની અનુભૂતિ થઇ તે આનંદનું લેખન તેમણે આ ગરબામાંકર્યું છે જે આજે પણ ગુજરાતણો રાસ રમતા માણે છે,

આ રાસ એટલે કે કોઈ  સામાન્ય રાસ નો’તો, મહારાસ હતો, ને તેમાં છુપું રાઝ પણહતું.નેકહેવાય છે કે તે રાસ જોવા શિવજી પણ વેશપલટો કરી ગોપી બનીને આવ્યા હતા.એકએક ગોપી સાથે એકએક કાહન એમ પોતાનું સ્વરૂપ પ્રગટ કરીને દરેક ગોપી સાથેએવા મસ્તાન બની ઘૂમ્યા પ્રેમરસમાં તરબોળ કરીને અલોઉંકિક આનંદની અનુભૂતિકરાવી.રાધાજીને અને સર્વે ગોપીઓને એમજ લાગતું કે કાનો તો માત્ર મારી સાથેજ રમી રહ્યો છે.ને રાસ રમતા રમતા તેના નાકની નથની જેમાં ઘણા મોતી અને કીમતી હીરા જડેલા હતા, તે  ક્યારે અને ક્યાં ખોવાઈગયા તેની સુધ ના રહી. આ એક સામન્ય અર્થ તારવી શકાય ..

નાની નાની નથનીને માહી જડેલા હીરા

નથની આપોને મારા સુભદ્રાના વીરા, વીરા, વીરા,——નાગર

નાનેરું પહેરું  મારા નાકે તો  નાક સોહાય

મોટેરુ પહેરું તો મારા મુખ પર ઝોલા ખાય, ખાય, ખાય,—–નાગર

પરંતુ નરસિંહ અહી આટલેથી અટકતા નથી.એનો ગુઢ અર્થ તરવો તો। ..નથની એટલે નાકે પહેરવાનું ઘરેણું, નાકનીશોભા અને નાક એટલે દેહની પ્રતિષ્ઠાનું ચિહ્ન,અહમ ભાવ એમ પણ કહી શકાય. રાસ રમંતાંરમતા એમનો અહમ ભાવ ક્યારે ઓગળી ગયો તે ખબર ના પડી. આપણા અંતરમાં રહેલાં જીવનનાં પરમ તત્વો સાથે આપણો સંવાદ સધાયો હોયછે. તે અહમભાવ ઓગળીજવાથીતે તત્વ સાથે આપણે એકરૂપતા અનુભવતા હોય છીએ. ને આવોઅનુભવ આ ગરબામાંજોવામળે છે. અહીંયાભક્તિની પરાકાષ્ઠા બતાવી છે. એ રાસ એટલે  આત્માનું પરમાત્મામાં લીનથવું, ભક્ત અને ભગવાનનું મિલન હતું. આનંદ પરમાનંદ હતો.તો વળી ભગવતગીતામાંએમ કહે છે કે રાસ રમ્યા પછી પ્રભુ એટલે કૃષ્ણ રાધાજીને પૂછે છે રાસ રમવામાં ખૂબ આનંદ આવ્યોને?  હવે કોઈ  ઈચ્છા બાકી છે/ત્યારે રાધાજી કહેછેકે મને તમારા ખભા પેર બેસાડો.રાધાજીને કૃષ્ણ તેમના ખભા ઉપરબેસાડીનેઘૂમે છે. રાધાજીના મનમાં અભિમાન થયું. કૃષ્ણએટલે ફક્ત મારા જ. મને જ માત્ર પ્રેમ કરે છે. મારા સિવાય કોઈને પ્રેમ ન કરી શકે, મારાવિના ન રહી શકે. રાધાજીનો આ ભાવ [અભિમાન] કૃષ્ણ જાણી ગયા. રસ્તે જતા વચ્ચે એકવૃક્ષ આવતા રાધાજીને એ વૃક્ષની ડાળીએ લટકાવીને પોતે નીચેથી સરકી ગયા. એટલે જયારેજયારે ભક્તોને અભિમાન આવેછે ત્યારે એમનું અભિમાન ભગવાન ઓગાળી નાખે છે. ને મૂળસ્થિતિમાંભોતિક સ્થિતિમાં આવી જતા તેને પસ્તાવો થાય છે. નથનીમાં રહેલાં કીમતીમોતીને હીરા જેવી કીમતીક્ષણો હવે જીવનમાં પાછી ક્યારે મળશે? એ ભક્તિનો આનંદ પરમાનંદહતો, આત્મા ,પરમાત્માનું મિલન હતું. હવે એકક્ષણનો પણ વિયોગ વિના એ ભક્તિ કાયમમાટે મળી જાય તેના માટે વારંવાર વિનંતી કરે છે, હે કાના તું મને શોધીનેઆપ. એ ભક્તીરસનું પાન કરાવ. બહુ આજીજી કર્યા પછી રાધાજી એમ પણ  કહેછે, નાની કે મોટી નહિ, ઓછીકે વધારે નહિ જેટલીભક્તિ આપી છે તે યોગ્ય છે

.આંબે બોલે કોયલડી ને  વનમાં બોલે મોર

રાધાજીનો નથનીનો શામળિયો છે ચોર, ચોર, ચોર,——-નાગર

નથનીને કારણયે મેં ધુન્ડ્યું વૃંદાવન

નથની આપોને તમે મારા પ્રાણ જીવન, વન, વન, વન,——નાગર

નથની આપોને પ્રભુ નંદના કુમાર

નર્સયાના સ્વામી ઉપર જાવ બલહાર ,હાર, હાર, હાર,——નાગર

ફળોમાં આંબો શ્રેષ્ઠ ને સ્વાદ પણ અનોખો, સ્વરમાંકોયલનો ટહુકો એ મને જીવનમાં ક્યારે મળશે?એ ભક્તિરસ પાન માટે જીવનરૂપી વનમાં ભટકી રહી છું. તમે અમારા પ્રાણના આધાર છો. આપનીઆંગળ અમે હાર માનીએ છીએ. ભક્તોની લાગવગથી કદાચ પ્રભુ કૃપા થાય સમજીને પ્રભુનેનરસૈયાના સ્વામી  કહીને પુકારે છે. કોઈપણ રીતે આજીજી,વિનવણીથી પ્રભુની કૃપા નથી થતીત્યારે એક મિત્રની  મિત્રને ,એકપ્રિયતમાને તેના પ્રીતમની ટેવની, ખાસિયતની જાણ હોય છે.ત્યારે તે ખાતરીપૂર્વક  કહે છે બીજું કોઈ નહિ માત્ર શામળિયો જ નથનીનો ચોર છે. તેમાં પણએક આનંદ છુપાયો છે.સાધના કરવા શરૂઆતમાં બની શકે કે સાધકનું મન તે સ્વરૂપમાં ધ્યાન ન લાગે તો ક્યારેક ક્યારેકઆવીલીલાઓનો સહારો લેવો પડે છે.કૃષ્ણાવતારમાં જ અનેક પ્રકારની લીલા કરીને ભગવાનેભક્તો માટે પ્રભુને પામવા માટેનો માર્ગ સરળ બનાવ્યો છે. સરળ રસ્તો એટલેભક્તિ ભર્યું હૈયુંને શુદ્ધ કરી ભાવના જીવન સફળ કરી લઈએરે. કૃષ્ણની બાળલીલા જેમકે માખણ ચોરવું ગોપીઓના વસ્ત્ર હરન કરવું મટકી ફોડવી માર્ગ રોકીનેગોપીઓનેસતાવવું આમ પ્રેમ,મસ્તી અને આનંદભર્યુ જીવન હતું.

પદ્મા-કાન

 

અહેવાલ “બેઠક”

“આવો મારી સાથે”  ગુજરાતી રેડીઓ સાથેના સૌજન્યથી  “બેઠકે” પહેલીવાર ગુજરાતી karaoke  યોજીને ગુજરાતી ગીતો ગાયા’ ​

_DSC0434_DSC0488

Rajesh shah,Pragna Dadbhawala,Pratapbhai Pandya,Maheshbhai Rawal,Ramesh Patel
 27મી જુન 2014ના ઇન્ડિયા કોમયુનિટી  સેન્ટર મિલ્પીટાસ  કેલીફોર્નીયા ખાતે  ગુજરાતી કવિતા અને ગીતોને સંગીત સભર  ગાઈને માણવાનો  નિશુલ્ક ભાવે અવસર.બે એરિયાના જાગૃતિબેન ગુજરાતી રેડિયો સંચાલનએ આપી લોકોને નિર્દોષ આંનંદ આપ્યો। સાતવર્ષ વર્ષની બાળકીથી માંડી બ્યાસી વર્ષના લોકોએ ગુજરાતી ગીતો ગઝલ અને કવિતા સંગીતમય ગાઈ  માતૃભાષાને માણી,આપણી ભાષામાં ગાવાનો આંનંદ એક નોખો જ અહેસાસ કરાવે છે એ વાત ​વગર બોલ્યે પુરવાર થઇસીલેકોનવેલીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી karaoke પર ગુજરાતી ગીત ગાવાની આ પહેલી બેઠક નિશુલ્ક ભાવે લોકોને નિજાનંદ કરાવી ગઈ ,ગીત ગાવું સહુને ગમે છે પરંતુ પ્રક્ષકો સમક્ષ રજુ કરતા સૌ ડ​ર અનુભવે છે.આજે પ્રજ્ઞા દાદભાવાલા  અને જગૃતિ બેન શાહ એ  આ ડરના ઉંબરા ઓળંગાવી લોકોને ગાતા કર્યા। ..ભાષાને ઘણી રીતે જીવાડી શકાય છે .વાંચન ,લેખન અને વાતચીત અને સંગીત દ્વારા .અને સૌ થી સરળ માર્ગ સંગીત છે અને તેમાં પણ સામાન્ય લોકોના કંઠે ગવાતા ગીતો પેઢી દર પેઢી જીવતા રહે છે ,આ સમગ્ર પ્રોગ્રામના પ્રોત્સાહનમાં બે એરિયાના જાણીતા કલાકાર દર્શનાબેન ભુતા શુક્લ ,આણલ અંજારિયા ,એ સાથે આપી સામાન્ય માણસની જેમ ગાઈ આનંદ લીધો અને આપ્યો ,તો પ્રતાપભાઈ પંડ્યા એ સ્વ રજૂઆત કરી લોકોને અચંબામાં પાડ્યા,એવી જ રજૂઆત તેમના દીકરી કાશ્મીરાબેનની રહી ,જાગૃતિએ પહેલ કરી ઉત્સાહ વધારીઓ તો ,પ્રજ્ઞાબેને લોક સંગીત ને જીવિત કર્યું,નાનકડી શ્રાવ્યા એ લોકોને અચંબામાં પાડી ગુજરાતી ભાષાનું ઉજ્વળ ભવિષ્ય દેખાડ્યું, મહેશભાઈ રાવળએ ગઝલ અને ગીતથી મેફીલ સજાવી ,રાજેશ્ ભાઈ એ ​જાણીતું ગીત ગાય લોકોને આનંદમાં લાવ્યા તો કલ્પનાબેને લાગણી સભર ગીતથી બધાને ભીંજવ્યા, એક પછી એક રજૂઆતે લોકોને દસ વાગ્યા સુધી જકડી રાખ્યા, કુમુદિની મુનશી ,હરીન્દ્ર દવે ,ઇન્દુલાલ ગાંધી ,કલાપી જેવા  અનેક નામંકીત કવિ ની રચના પીરસતા ગૌરવ સાથે યાદને વાગોળી। …ઘણા અજાણ્યા ચહેરા ઓ મંચ પર આવ્યા,ન દેખાતી આવડત ઉભરાઈ ને જાણે બહાર આવી ,​સંગીતના તાલે બધાએ નિર્દોષ આંનદ  તો લીધો  સાથે વાંચનના પુસ્તકો ઘરે લઇ છુટા પડ્યા ,આણલબેન  ​લાવેલ સમોસા સાથે ​કાશ્મીરા બેનને હાથે બનવેલ સમોસાની ઉજાણી કરી ,સાથે મીઠાઈના બટાકા લીધા ,ફ્રુટ ભેળ મઠડી,એ બધાની ભૂખ ઉઘાડી ​તો પીનાક્ભાઈ ની પચાસમી લગ્નતિથિ પણ સાથે ઉજવી,એક પરિવાર જેવું વાતાવરણ સર્જાયું.ગીતો ગા્યા, કવીતાઓ માણી, ને અગણિત એવાં પળ માણ્યા
 ​…..​છુટા પડ્યા પણ યાદોને સાથે લઈને।

 

જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે…ડો.ઇન્દુબેન શાહ

Picture1જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;

આવડી ધૂમ મચાવે વ્રજમાં કોઇ નહિ પૂછણહાર રે. … જશોદા.
શીકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બ્હાર રે,
માખણ ખાધું, વેરી નાંખ્યું, જાન કીધું આ વાર રે … જશોદા.
ખાંખાંખોળાં કરતાં હીંડે, બીએ નહીં લગાર રે,
મહીં મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે …. જશોદા.
વારે વારે કહું છું તમને હવે ન રાખું ભાર રે,

નરસિંહ મહેતાના આ ખૂબ જાણીતા પદમાં ગોપી અને યશોદાના કલહસ્વરૂપે અનન્ય ક્હાન-પ્રેમ ઉજાગર થયો છે.જશોદા તારા કાનુડાને’ કાવ્યને નરસિંહ મહેતાએ બે ભાગમાં વર્ણવેલ છે. એક ભાગમાં ગોપીઓ જશોદા પાસે કાનાની ફરિયાદ કરે છે, અને બીજા ભાગમાં જશોદા તેનાં કાનાનો પક્ષ લે છે અને ગોપીઓની ફરિયાદ કાને લેતી નથી. કાવ્યમાં નરસિંહ મહેતાએ કાનો ઘરની બહાર ગયો નથી તેવું વર્ણવીને બાળ કાનાની  વિરાટતા રજુ કરી છે. બીજી બાજુ અહીં ગોપીઓ પણ ફરિયાદ કરવાનાં બહાને કાનુડાનાં દર્શન કરવા ઇચ્છે છે તેવો ભાવ વ્યક્ત થયો છે

નટખટ કાનુડો એના તોફાન માટે જાણીતો છે. એ શીંકાં તોડે છે, માખણ ખાય ન ખાય અને વેરી નાંખે છે, દહીં વલોવવાની મટકી પણ ફોડી નાંખે છે અને છતાં છાતી કાઢીને કોઈથીય બીતો ન હોય એમ ફરે છે. ગોપીઓ હવે આ નગરમાં રહેવું અને રોજેરોજ અને કેટલું સહેવું એવો પ્રશ્ન કરે છે(આમા ગોપીઓની બીકનો અણસાર છૅ, ક્દાચ તેમના પતિ તેમને વ્રજ બહાર કાઢી તો નહી મુકે?!) ત્યારે માતા યશોદા મારો કાનુડો તો ઘરમાં જ હતો એમ કહીને વળી એનું જ ઉપરાણું લે છે. વાતચીતના કાકુ અને અદભુત લયસૂત્રે બંધાયેલું આ ગીત વાંચવા કરતાં ગણગણવાની જ વધુ મજા આવે છે.

દહીં દૂધનાં તો માટ ભર્યાં, પણ ચાખે ન લગાર રે …

જશોદા.શોર કરંતી ભલે સહુ આવી,

ટોળી વળી દસ-બાર રે,નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે …. જશોદા”

આ આખા કાવ્યનો ગુઢાર્થ, નરસૈયાના સ્વામી કૃષ્ણના માખણ ગોરસ ઢોળવાના કામ પાછળનો હેતુમથુરાના રાક્ષસો (દૂધ, દહીં માખણથી વંચિત રહે.)ગોપીઓની ફરિયાદ, તેમની પ્રિયતમ ભક્તિ દર્શાવે છે. હંમેશા પ્રિયતમ પ્રત્યે જ વિષેશ ફરિયાદ હોય છે.પોતાના પ્રિયતમને જોવા માટે ફરિયાદના બહાના હેઠળ રોજ ગોપીઓ જશોદાને ઘેર જાય છે.નરસિંહ નું મુખ્‍ય લક્ષણ તેમની શ્રધ્‍ધા છે. શ્રધ્‍ધાથીજ તેઓ આટલું મોટું પદ મેળવી શકેલા. શ્રધ્‍ધાને એક વિદ્વાને અંત:કરણની આંખ કહી છે. જે વાત બુધ્‍ધિ ન સમજી શકે તે વાત હ્રદય તરત સમજે છે.ગોપીના રૂપે પ્રભુને પ્રેમ કરે છે અને જગાડવાનો ફરિયાદ કરવાનો અધિકાર પણ મેળવે છે,  તેનું કારણ હ્રદયમાં રહેલ શ્રધ્‍ધા છે. એ શ્રધ્‍ધા જેનામાં હોય તેઓ સર્વ નરસિંહ ને વધારે સારી રીતે સમજી શકશે…..છેલ્લી કડીમાં નરસિ ભગતની કૃષ્ણ ભક્તિની ઝાંખી થાય છે.જશોદા માતા પોતાના લાડલાનો બચાવ કેમ કરે છે,

ડો.ઇન્દુબેન શાહ                                                                          

 

 

‘ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે,…તરુલતા મહેતા

photo-1-e1399487161796ગુજરાત દિવસે નખ ;શિ ખ ગુજરાતણ હું આપ સૌને શુભેછા પાઠવું છું ,ગુજરાતનો ગોરવભર્યો ઇતિહાસ ,તેજીલો વર્તમાન અને ઝળહળતી આવતીકાલ આપણા હદયને હરખથી છલકાવે છે.આપણી ભાષા અને સંસ્ક્રુતિનો સદાય વિકાસ થતો રહે તે માટે આપણે સૌ તન,મન ધનથી પ્રયત્નશીલ રહીએ એ જ અભ્યર્થના .

નરસિહ  મહેતા અને મીરાં ગરવી ગુજરાતના પ્રાત:સ્મરણીય ભક્તકવિઓ છે.એ આપણું સદભાગ્ય કે ગુર્જરગિરાના પ્રાત:કાલે આવા ઊચા ગજાનાં કવિઓ પ્રાપ્ત થયાં,આજે પાંચસો વર્ષ પછી પણ આપણી સવાર એમના પ્રભુ પ્રીતિથી તરબોળ ભક્તિગીતોથી થાય છે.મધ્યકાલીન સમાજ કે જે સમયમાં નરસિહ મહેતાએ  ભકતિકાવ્યોનું સર્જન કર્યું તેનો વિચાર કરીએ તો સમજાય છે કે તેઓ જમાનાથી કેટલા આગળ હતા,જૂનાગઢની નાગરકોમમાં જન્મેલા તેઓ હરિજનવાસમાં જઈ ભજન ગાય છે ,ભરવાડણને હરિને વેચવા મોકલે છે.,ટીલા ટપકાં કરે, પૂજા પાઠ કરે,મંદીરમાં આરતી કરે પણ પીડ પરાઈ ન જાણે તો બધું ફોક છે ‘વૈ ષ્ણવજન તો તેને રે  ક હીએ જે પીડ પરાઈ જાણે રે ‘ ગાંધીજીનું પ્રિય ભજન, પ્રભુપ્રેમ અને માનવપ્રેમની અદભુત ભાવના દર્શાવનાર આ  ખમાજ રાગમાં ગવાતા ભજનના સર્જક પણ ચિરંજીવ કવિ નરસિહ મહેતા. આજે જે ભજનનો આસ્વાદ કરીશું તે મારી નાની ગાતા  ત્યારે નાનપણમાં સાંભળેલુ ,મારી નાની ગામડે રહેતાં ,મટુકીને સીકામાં લટકાવેલી જોઈ નવાઈ લાગતી ,પછી નાની ગયાં ,મટુકી ગઈ પણ  ‘ભોળી રે ભરવાડણ ‘નું ભજન દિલમાં ગુંજતુ રહ્યું  .

‘ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે,ગિરીવરધારીને ઊપાડી,મટુકીમાં ધાલી રે,શેર્રીએ શેરીએ સાદ પાડે,કોઈને લેવા મુરારી રે ,નાથ-અનાથનાને વેચે,ચૌટા વચ્ચે આહિર નારીરે ,

જુઓ,ગીતની પ્રથમ કડીમાં કેવું મોહક,રંગીલું ભોળી ભરવાડણનું ચિત્ર આપણી આંખો સામે જીવંત  થાય છે હરિને મન રાજરાણી ગોપી કે ભરવાડણ સૌ સરખાં,  કલ્પના કરો કે પ્રભુપ્રેમથી ઘેલી ભરવાડણ  એક ગામડું જેનું નાંમ વ્રજ ,એના ધુળિયા મારગેથી ચાટલા જડેલો લાલ મોટા ધેરનો ઘાઘરો,

ચોળિયું અને માથું ઢાંકેલી  પીળી લહેરાતી ઓઢણી પહેરેલી તે સાદ પાડતી  જાય છે, તેને   માથે મટુકીમાં દૂધ,દહીં કે માખણ હોય તે સહજ ગણાય કેમકે ભરવાડી કોમનો જાતિગત ધંધો પશુપાલનનો,મને અને તમને પણ હજી યાદ છે કે ભરવાડણો દૂધ વેચતી,તે જમાનામાં ડેરીઓ નહોતી,નરસિહની ભરવાડણ હરિને  મટુકીમાં ઘાલી વેચવા ચાલી,આ હરિ કે જેણે ગોવર્ધન પર્વત માથે ધર્યો હતો એને મટુકીમાં કેમ ઉપાડાય?પણ નિર્દોષ,કપટરહીત,ભોળા જન પ્રભુને વહાલાં છે.જેના હ્રદયમાં હરિ વસેલાં છે.તેને માટે પ્રભુએ મેવા છોડી ભાજી ખાઘી,અર્જુનના સારથિ બન્યા ,ગોપી સંગ લીલા કરી ,દ્રૌપદીના ચીર પૂર્યા,નરસિહની હુંડી સ્વીકારી .પ્રેમમય ભક્તિથી હરિને પામવાનો  માર્ગ નરસિહ ,મીરાનો છે,તેઓ સ્વયંભુ ભક્તકવિ છે,કહેવાય છે કે શ્રી વ્યાસ મુનીએ મહાભારતનું સર્જન કર્યું પણ તેમને અજંપો અને વિહવળતા રહી,ઊડો સંતોષ મળ્યો નહિ  .નારદજીના કહેવાથી કૃષ્ણના બાળસ્વરૂપ અને ગોપીલીલાનું પ્રેમથી રસતરબોળ આલેખન ‘ભાગવત ‘માં કર્યું ત્યારે ત્રિકાળ જ્ઞાની વ્યાસ મુનિના હેયાને શાંતિ મળી.ભોળી ભરવાડણ બાલ કનેયાની મૂર્તિને મટુકીમાં ઘાલીને વેચે છે.ત્યારે પ્રભુ પ્રસન્ન રહે છે.આજના મંદિરોના ભંડોળમાં પડેલી સંપતિથી ભગવાન રાજી થતા હશે ?

.દુનિયા ભોળા લોકોને મૂર્ખ  ગણે,પણ ભોળાનો ભગવાન,ભોળી ભરવાડણ મુરારીને વેચવા શેરીએ સાદ પાડે છે’.કહેતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના ‘ જેવી વાત થઈ.જે જગતનો નાથ છે,તેને અનાથ એવી ભોળી આહિર નારી વેચવા સાદ પાડે છે.’કોઈને લેવા મુરારી રે’  ગીતમાં ચાલી ,ઘાલી ,નારી વાગી ,લાગી,સ્વામીના મીઠા લાગતા પ્રાસ સહજ છે.

આ ભજનમાં નરસિહ મહેતા ગોપી સ્વરૂપ થયા છે.નારી હેયાને પ્રભુ પ્રેમમાં લીન થતું દેખાડે છે,  ગામડાની નારીની બોલીના લહેકા માણવા જેવા છે.   .હરિને વેચનાર ભોળી નારી અને કોતુકથી મટુકીમાં શું છે તે પૂછનાર ભોળી વ્રજનારી ,એટલે હવે જુઓ કેવો જાદુ થયો !
વ્રજનારી પૂછે શું છે મહીં,મધુરી મોરલી વાગી રે ,મટુકી ઉતાંરીને જોતાં ,મૂર્છા સૌને લાગી રે
મનોહર કૃષ્ણમુરારિ મટુકીમાં મોરલી વગાડી રહ્યા છે.સૌ ગોપીઓ મૂર્છિત થઈ ગઈ ,મીરાંના હદયમાં અહોદિન મુરલીનો નાદ ગુંજતો,પ્રભુના પ્રેમમાં લીન ઘેલાં ભક્તો  મટુકીમાં શું નિહાળે છે?
બ્રહ્માદિક  ઈન્દ્રાદિક સરખા ,કોતુક ઊભા પેખે રે,ચૌદ લોકમા ન માય તે ,મટુકીમાં બેઠેલ દેખે રે , ભોળી રે….
નરસિહ મહેતા ભોળા ભક્ત સાચા પણ અંતરજ્ઞાની ,આત્મતત્વના અનુભવી  .ગીતાના અગિયારમાં અઘ્યાયમાં શ્રી કૃષ્ણે અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી ,તેથી તે ભગવાનના અતિ વિરાટ વિશ્વ રૂપનું દર્શન કરી શક્યો,ભોળી વ્રજનારીઓ હરિ પ્રેમની કૃપાથી મટુકીમાં ભગવાનના દર્શન પામી.માતા યશોદાને પણ કૃષ્ણે મો ખોલી વિશ્વરૂપ દર્શન કરાવ્યું હતું.
ભક્તજનોના ભાગ્યે વ્રજમાં ,પ્રગટ્યા અંતરજામી રે ,દાસલડાને લાડ લડાવે,નરસેયાનો સ્વામી રે,ભોળી રે ભરવાડણ  હરિને વેચવાને ચાલી રે  ..
નરસિહ મહેતા પ્રભુના દાસ પણ તે સમયની ઉગતી ગુજરાતી ભાષાના શિરમોર કવિ ,તેમણે લાડકોડથી ગુજરાતી ભાષાને તેમના ભક્તિ રસથી તરબોળ સર્જનમાં પોષી છે.
કવિ કલાપી ને જ્યાં જ્યાં નજર પડે ત્યાં જગતમાં સવર્ત્ર ભગવાનની હાજરી દેખાય છે.હું  જ્યાંરે જ્યાંરે પ્રભુ પ્રેમના ભજનો ,ગીતો કે સાહિત્ય ને માણું છું ત્યારે સર્જકતાની  ઉચ્ચતમ અભિવ્યક્તિને જોઉં છુ,આપણા ભક્ત કવિઓએ ભાષાની અમૂલ્ય સેવા કરી છે.મઘુર કંઠે ગવાતાં ભજનો ,ગીતો આપણા હ્રદયમાં વસી ગયાં છે.
જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોચે કવિ ,જ્યાં કવિ આપણને લઈ જાય ત્યાં પરમ આનદ છે ,શ્રી કૃષ્ણ પૂર્ણ પરમાનન્દ જગતગુરુ ,જગત સર્જક ,કૃષ્ણપ્રેમને ગાતાં આપણા ગુજરાતી કવિ નરસિહ મહેતાના ‘ભોળી રે ભરવાડણ ‘  જેવાં અનેક કાવ્યોથી આનંદવિભોર થઈ જવાય છે.તેમણે કરેલી ગુજરાતીભાષાની સેવાથી નતમસ્તક થવું ઘટે.
જય ગરવી ગુજરાત ,જય ગુર્જર ગિરા  .

તરુલતા મહેતા

રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ.. દર્શના નાટકરણી

darshanaરૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
આ પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે લોલ
આ બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જો
આ ઈંઢોળી વળગાડી આંબલિયાની ડાળમાં રે લોલ
આ ગોપી હાલ્યા વગડા તે વનની મોઝાર જો
આ કાન વણખોટીલા કેડો મારો રોકી ઊભા રે લોલ
આ કેડો મેલો પાતળિયા ભગવાન જો
આ સાસુડી હઠીલી મારી નણદલ મેણાં બોલશે રે લોલ
આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો
આ હળવા હળવા હાલે ચાલે રે રાણી રાધિકા રે લોલ
જીવલડો મારો આકુળ વ્યાકુળ થાય જો
આ અહિયાં તો દીઠાં મેં તો કામણગારા કાનને રે લોલ
આ નીરખી નીરખી થઈ છું હું તો ન્યાલ જો
આ નરસૈંયાના સ્વામી અમને બાયું ભલે મળ્યાં રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
– નરસિંહ મહેતા
“રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી”- નરસિંહ કાવ્ય ની ઉપર આસ્વાદ

રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ 

નરસિંહ ક્રષ્ણ ભક્તા ગોપીઓ સાથે પણ તેઓ નાચ અને ગીતો દ્વારા ક્રષ્ણ ભક્તિ માં ભાગ લેતા.તેમની રચનાઓ માં સ્ત્રીની લાગણીઓનું વર્ણન તેમણે ખુબ નાજુકતા અને erotic રીતે કર્યું છે.  તે જમાના પ્રમાણે તેમની રચનાઓ સાહસિક અથવા bold કહી શકાય

આ કવિતા માં નરસિંહ મેહતાએ ગોપીઓની દ્વિધાની ની વાત કેટલી સુંદર રીતે કહી છે.  ગોપીઓ ને સંસાર માં રહી ને  રોજીંદા કાર્ય ની જવાબદારી તો સંભાળવાની જ. છતા પણ તે ભગવાન ના પ્રેમરસ માં એવી તન્મય થઇ જાય છે કે બીજું બધું ભગવાન ના ચરણો માં સમર્પણ કરીદે છે.  તે વાંસળી ના સાદે ભક્તિ રસ માં એવી તરબોળ થઇ જાય છે કે પછી કાનુડા ને ટીખળ થી ખીજાય છે, કે કાનુડા તમે જ મારો કેડો રોકી ઉભા છો .  નરસિંહ મહેતા એ ગોપીઓ ના ભગવાન પ્રત્યે ના પ્રેમ ની વાત એવી રીતે અભિવ્યક્ત કરી છે કે જાણે પોતે જ ગોપી હોય. તેમણે ગોપીઓ ના પાત્રને ઓઢી, ગોપીમય બની, અને ગોપીઓની લાગણી ને અહી આલેખી છે.  એક પુરુષ આટલા વર્ષો પહેલા સ્ત્રીની કુણી લાગણી જે તેને એક તરફ જવાબદારી નું ભાન કરાવે છે અને બીજી તરફ ભગવાન તરફ ખેંચે છે તેને આવી સુંદર રીતે વર્ણવી શકે તે કવિ વિષે વધારે તો શું કહેવું?
પુરુષ પ્રેમ કરે ત્યારે ઘણી વખત તે તેની સાહસિકતા વ્યક્ત કરે છે, તેની બહાદુરી ઉપર કાવ્ય રચાય છે, તે ચર્ચા નો વિષય બને છે.  પણ ઘણી વખત સ્ત્રી પ્રેમ કરે છે ત્યારે તેને તેની જવાબદારી ને અવગણવા બદલ સમાજ માં કટુ વચનો  સંભાળવા પડે છે, પછી તેના પ્રેમ નું લક્ષ્ય હોય બાળક પ્રત્યે નો પ્યાર, પતિપ્રેમ કે ઈશ્વર પ્રત્યે નો  રસતરબોળ કરી દેતો અલૌકિક પ્રેમ. એટલે એક તરફ મોહ ખેંચે તો બીજી તરફ લાજ રોકે, એમ સ્ત્રીની લાગણી બંને તરફ ખેચાય છે.
આ સાસુડી હઠીલી મારી નણદલ મેણાં બોલશે રે લોલ
આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો
દાખલા તરીકે નીચેનું ગીત તમે લતાજી ના અવાજ માં સાંભળ્યું જ હશે.  તેની પંક્તિ જુઓ.  અને નરસિંહ મહેતા ના કાવ્ય સાથે સરખામણી માં વાંચો.
મોરા ગોરા અંગ લઇ લે, મોહે શામ રંગ દઈ દે
છુપ જાઉંગી રાત હી મેં, મોહે પી કા સંગ દે દે
યેક લાજ રોકે પૈયા, યેક મોહ ખીંચે બૈયાં
જાઉં કિધર ના જાનું, હમકા કોઈ બતાઈ દે
મજાની વાત એ છે કે કામને જ બહાને, પાણી ભરવાને બહાને ગોપીઓ કાના ને મળવા જાય છે.  કાનુડા ની વાંસળી સાંભળે છે ત્યારે બેડું પાળે મૂકી, ઈંઢોણી ડાળે લટકતી રાખી, તે વાંસળી ના સાદે સાદે ખેંચાય ને જાય છે.  પ્રેમરસ માં રસતરબોળ તે ન્યાલ થઇ જાય છે.  પણ પછી તુરંત જ તેને તેની જવાબદારી નો ખ્યાલ આવે છે, કે જો તેની જવાબદારી ને અવગણશે તો સાસુ, નણંદ ના મેણા સંભાળવા પડશે.નરસંયા ના સ્વામી, કૃષ્ણ કનૈયા ની વાંસળી નો સાદ દિલ માં લઇ ને ઝાંઝર સાથે રણકતા તેના પગલા હળવે હળવે કામ તરફ વળે છે.

નરસિંહ અહી સ્વય ગોપી છે। …નરસિંહ નો પ્રેમ શુદ્ધ અને અલૌકિક છે એમાં રસતરબોળ થઈને પોતાની સાથે આપણને પણ ભીંજવે છે…………પ્રિય ગીતો સાંભળતી વખતની એ ક્ષણો આજે પણ યાદ આવે ત્યારે એ ક્ષણો એ અનુભવેલી અનેરી અવર્ણનીય સુખની અનુભૂતિ ફરી મુખ પર સ્મિત રેલાવી જાય

-DarshanaV. Nadkarni, Ph.D. –

http://darshanavnadkarni.wordpress.com/

નાગર નંદજીના લાલ !….શૈલા મુન્શા

Picture1નાગર નંદજીના લાલ !
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.,જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.

આદિ કવિ નરસિંહ ના કણેકણમાં શ્રીકૃષ્ણ બિરાજે છે,આમ જોવા જઈએ તો નરસિંહની ભાભી ના કડવા મહેણા એ જગત ને અવિનાશી સાહિત્ય આપ્યું.નરસિંહ એ કૃષ્ણ રાધા ની અલૌકિક પ્રેમકથા ને વર્ણવતા ઘણા પદ રચ્યા પરંતુ નરસિંહ મહેતા નો આ બહુ જ જાણીતો ગુજરાતી ગરબો નાગર નંદાજીના લાલ-દરેક સ્ત્રી મુખે 650 વર્ષ પછી પણ  રમે છે.નરસિંહ જયારે પ્રભુને પ્રેમ કરતા ત્યારે પોતે સ્વંય રાધા બનતા. અહી નરસિંહ રાધા ફરિયાદ સ્વરૂપે કાના ને વિનંતી કરે છે કે તારી સાથે રાસ રમતા મારી સુધબુધ ના રહી ને ક્યારે મારી નથડી ખોવાઈ એ મને ખબરે ના પડી. નથડી ખોવાયા નો આરોપ કાના પર મુકતા એ જરાયે અચકાતા નથી ને કહે છે,કાના ! જડી હોય તો આલ રાસ રમંતાં મારી નથડી ખોવાણી પોતાની નથ કેવી સુંદર અને કિમતી છે એનુ વર્ણન કરતા રાધા કાના ને કહે છે, ” કાના તને ખબર છે, મારી એ નાજુક નાનકડી નથણી તો હીરે જડેલ છે માટે તને તો મળવી જ જોઈએ.” રાધા કોઈપણ રીતે કાનાને રીઝવી પોતાની નથ પાછી મેળવવા માંગે છે એટલે જાતજાતના લાડ કરી કાના પાસે પોતાની વાત મનાવવા માંગે છે.કૃષ્ણ પોતાની બેન સુભદ્રા ને ખુબ પ્રેમ કરે છે એ રાધા ભલી ભાંતિ જાણે છે એટલે કાના ને સુભદ્રાના વીરા કહી બોલાવે છે. ક્યાંક “સુભદ્રા નાવીરા” સાંભળી કાના નુ મન પીગળે ને રાધાને પોતાની નથણી પાછી મળે.આ હીરે જડેલ નથણી પોતાના મુખે કેવી સોહાતી હતી એની વાત કરતાં રાધા કહે છે, “કાના જો મારી નથણી નહિ મળે અને બીજી નાની નથણી પહેરીશ તો મને જરાય શોભશે નહિ અને જો મોટી પહેરવા જઈશ તો મારા મુખ પર ઝુલતી રહેશે.” રાધા કોઈપણ રીતે કાના ને રીઝવવા માંગે છે.કૃષ્ણ ને પણ રાધા ને સતાવવામા મજા આવે છે. મનમોહક હાસ્ય કાના ના મુખ પર જોઈ રાધા છંછેડાય છે અને આખરે કાના પર ખુલ્લો આક્ષેપ કરે છે. “કાના ભલે તુ કબુલ કરે કે નહિ પણ આ વૃંદાવન ના મોરલા મને એમની ગહેક મા કહી રહ્યાં છે કે તુ જ મારી નથણી નો ચોર છે, માટે મને વધુ તડપાવ્યા સિવાય મારી નથણી મને આપી દે.”રાધા ની આ કૃષ્ણ ને ચીડવવાની અને એમ કરતાં કાના પ્રત્યે નો એનો પ્રેમ દર્શાવવાની મધુરી રીત કવિ નરસિંહ મહેતા એ બહુ સુંદર રીતે આ પદ મા રજુ કરી છે.રજુઆત કેટલી સુંદર છે કે રાસ રમતા. ઇશ્વર સાથે રાસ રમતા હોઇએ તેવી અનુભૂતિ થાય  છે.નરસિંહ:આધ્યાત્મિક પદો આપણે સમજ્યાં નથી…નરસિંહ કહે છે જો નિર્ગુણ નિરાકારની વાત સિધેસિધી કરીશ તો અબુધ લોકો કઇં નહિં સમજે, અને જો રાધા-કૃષ્ણના પ્રેમનું પ્રતિક લઇને કરીશ લોકો જરૂર માણશે….અહી અહમ્ નું પ્રતિક નાક છે અને નાક્નો શણગાર નથણી છે.તારી સાથે રાસ રમતા મારી સુધબુધ ના રહી ને ક્યારે મારી નથડી ખોવાઈ એ મને ખબરે ના પડી. આમ રાસ રમતાં નથણી ખોવાય તે અહમ્ ઓગળી ગયાનું સ્વાભાવિક અને સુંદર રૂપક છે.. જયારે તત્વ સાથે એક રૂપતા આપણે અનુભવતા હોઇએ છીએ ત્યારે નથડી(અહમ ) ખોવાઈ જાય છે તેનું ભાન નથી રહેતું આવો અનુભવ આ ગરબામાં જોવામળે છે,બીજું નરસિંહ મહેતાએ  પોતા ના ગિરધાર ગોપાલ ને “નાગર” કહી ને સંબોધ્યા છે.”નાગર નંદજી ના લાલ”નાગર એટલે સુચિતા,સુઘડતા,સભ્યતા,સંસ્કારિતા,અને સંપનતા ની મૂર્તિ…આ ભક્તકવિની કલમમાં એવું બળ અને મોહિની છે કે આજે ય તેનાં લખેલાં ભજનો કે રાસ કે ગરબા  સ્હેજ પણ જૂનાં નથી લાગતાં-     (શૈલા મુન્શા )

 

વારી જાઉં રે સુંદર શ્યામ…….વિજયભાઈ શાહ

DSC03694 વારી જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને

લટકે ગોકુળ ગૌ ચારીનેલટકે વાયો વંસ રે,
લટકે જઈ દાવાનળ પીધોલટકે માર્યો કંસ રે … વારી જાઉં.

લટકે જઈ ગોવર્ધન ધરિયોલટકે પલવટ વાળી રે,
લટકે જઈ જમુનામાં પેસીલટકે નાથ્યો કાળી રે … વારી જાઉં.

ભક્તિગાનમાં અજોડ જેવું નરસૈયાનું નામ તેવું જ આ રૂપકડું પ્રભુનાં પરાક્રમોનું ગાન. કદાચ આ ગીત ગાઇને પ્રભુની દરેક વીર ગાથાઓને કટકે કટકે કે લટ્કે લટ્કે કહેવાનો નરસિંહ મહેતાનો  પ્રયત્ન છે. ગોકૂળમાં ગાયો ચારીને પોતાને ગોવાળીયો કહેવડાવી રાજવંશમાંથી નંદનો લાલ કહેવડાવ્યો. કંસ ક્રુર અને ઘાતકી તથા બળવાન રાજા હતો.. તેના ત્રાસ થી ત્રાહીમામ પ્રજાને મુક્ત કરાવી ત્યારે તો તે હજીલબ્બર મુછીયા હતા કાન્જી પન તાકાત નાં મદમાં મગરુર કંસને મારી તેના માબાપ્ને ત્રાસમાં થી છોડાવ્યા.ટચલી આંગળીયે ગોવર્ધન ધારીને મેઘરાજાને હંફાવ્યા અને ઇંર્દનું ઘમંડ ઉતાર્યુ. જમુના નદીમાં કાળીયા નાગને નાથી જળ મુક્ત કરાવ્યું,વલી વામન સ્વરૂપ ધરી બલિને પાતાળ ભેગો કર્યો તે સર્વ નારાયણનાં પરાક્રમો ગાઇ ને પિતૃ આજ્ઞા ધારી રામ સ્વરુપે રાવણ મારીને સીતા વાળી જેવી આખા રામાયણ ણિ વાત બે લીટી માગાઇ શકે તે નરસિંહ જેવો સિધ્ધ ભક્ત કવિજ હોઇ શકે.

છેલ્લી બે પંક્તિમાં કૃષ્ણમય નરસિંહ એટલું કહે છે કે આખુ જગત તેના ઘણેરા લટકાથી ભરેલું છે, તેજ સર્વે સર્વા છે અને જો નરસિંહનાં સ્વામીનો લટ્કો મળે તો હીંડે મોડા મોડ રે..કહી મોક્ષ પ્રાપ્તિનું ગાન ગાય છે.ભક્તિ માર્ગ જ સામાન્ય માણસ ને મુક્તિ અપાવે છે તેથી  જો મુક્તિ સિવાય કોઇ અન્ય સંપતિ કે ધન્ની આશા રાખવી નકામી છે કારણ કે તે તો અહીં જ રહી જવાની છે લટ્કો મેળવવા સ્વામી ની સાથે ચાલવું રહ્યું તે આ ભ્ક્તિ ગાન નો સાર છે. તેઓ જે બોલતા હતા કે ગાતા હતા તે બધામાં તેઓનું વર્તન દેખાતું હતું નાગરીયા નાતની દુશ્મની વહોરી હરિજન વાસમાં ભજન ગાવા ગયા ત્યારે જે નાગરી નાતે તેને નાત બહાર કર્યા હતા તે સૌ આજે તો તેમની ભક્તિ અને જ્ઞાનભર્યા સર્જનો ને વહાલ્થી માણે છે અને જીવે છે.અને આજે પણ ગાય છે

 

વિજયભાઈ શાહ

 

વૈષ્ણવ જન તો….-વિશ્વદીપ બારડ-

v,bવૈષ્ણવ જન તો
વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે,
પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે,
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે … વૈષ્ણવજન
સમ દ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે,

ચાર ધોરણ સુધી અભ્યાસ કરનાર  વ્યક્તિ પાસે  સકળ બ્રહ્માંડથી માંડી માનવતાનું આટલું ઊંડું તત્વ જ્ઞાન ક્યાંથી આવ્યુ? નથી લાગતું કે બહુંજ અલ્પ માનવીને આવી અદભૂત શક્તિ ઊપલબ્ધ થાય છે. તેને માટે કોઈ નિશાળમાં શિખવા જવાની જરૂર રહેતી નથી..સામાન્ય કુંટુંબમાં જન્મ થયેલ એવા નરસિહ મહેતાએ જે જે પદ, કાવ્યો એના હ્ર્દયમાંથી ઉદભવ્યા છે કે વિશ્વનો કોઈ પણ મોટો ફિલોસૉફર પણ આવી કલ્પ્ના એ વખતના સમય કાળમાં કરી ના શકે.જીવ ધર્મ, માનવતા, આરાધના અને આત્માની આવી ઊંડી ફિલોસૉફી  એક ગુજરાતના નાનકડા શહેરમાં જન્મેલા બાળમાં આવી અને કાવ્યરૂપે પ્રકટી એ આપણાં ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ પ્રદાન રૂપે ગણી શકાય..જે સમય કાળ અને રૂઠીચુસ્ત સમાજમાં જન્મેલા નરસિહ મહેતા આવું માનવતાને શીખ આપતું કાવ્ય..વૈષ્ણવન જનતો તેને રે કહીએ..જે પીડ પરાઈ જાણે રે..જેણે સર્વે માનવને  એકજ સમાજી ‘તે સમયમાં પોતાના રૂઢીચુસ્ત સમાજનો ઈન્કાર કરી”હરીજનવાસ”માં ભજન ગાઈ ભાઈ-ચારાની લાગણી વ્યકત કરી, સૌને પોતાના માની , કોઈ ભીદભાવ વગર એમની સાથે મળી ભજન ગાયા. તે  સમયકાળમાં અસંભવિત હતું તે વિરોધાભાસ વચ્ચે અચળ રહી, વિરાધ સાથે  પોતાનો સંદેશ સ્પષ્ટ રીતે સમાજમાં વ્યક્ત કરે છે..

જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે …

મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે,સાચો હરિભક્ત કોણ?..બીજાના દુંખના આંસુ પીએ છતાં કોઈ પણ જાતનું અભિમાન વ્યક્ત ન કરે એજ સાચો માનવ? એજ સાચો હરીભકત જે વિશ્વમાં સૌને કોઈ પણ ભેદભાવ વગર , કોઈની પણ કશી નિંદા કે ટીપ્પણ ના કરે.આવી સુંદર ભાવના તો વિશાળ મન ધરાવતા માનવીમાંજ ઉદભવે,જે કવિ આવી તૃષ્ણા વગરની વિરલ વ્યક્તિની મા ને ધન્ય ગણે છે.
ગાંધીજી જેવી વિશ્વ-વિખ્યાત વિભુતીએ  આ કાવ્યને પોતાનું માન્યું ,રોજની પ્રાર્થનામાં સ્થાન આપ્યું, કારણ એજ કે પોતે સત્યના પુજારી હતા , માનવ ધર્મી હતાં જે કાવ્યમાં માનવતા શબ્દે શબ્દમાં અમૃત સમાન બિંદુંબની સરતા રહે છે. આજ પણ આ કાવ્યના સુર જાહેરસભામાં સાંસ્કૃતિક કાર્યકમમાં રેડિયો સ્ટેશન પર આજ પણ ગુંજતા રહે છે.અને ભવિષ્યમાં પણ ગુજરતા રહેશે તેની મને ખાત્રી છે. આવા માનવાતાલક્ષી કાવ્યો હંમેશા અમર રહે છે.જીવનમાં સાચા માનવ બનો, એ ઘણુંજ અઘરૂ કાર્ય છે એજ આકાવ્યમાં સંદેશ આપતા રહે છે જે વ્યાક્તિ મોહ-માયાની માયાઝાળ વચ્ચે રહીને પણ દ્ર્ષ્ઢ રહી શકે તેવી વિરલ વ્યક્તિને તીરથ કરવાની શી જરૂરત છે? આવો સુંદર સંદેશ આપતા કાવ્યને મારા કોટી કોટી વંદન..ઈશ્વર તો એનેજે પ્રાપ્ત થાય જે કામ-ક્રોધ અને કપટ ઉપર કાબું રાખી  શકે.
આજના અધુનિક યુગમાં  જે વેર-ઝેર અને માનવી માનવી વચ્ચે ફૂકાતા ઝેરીદાવનળને શાંત કરવા આ નરસિંહ મહેતાનું કાવ્ય એક અદભૂત ચમતકારી સંદેશ લઈને આવ્યું છે જેનો અનુવાદ વિશ્વની જુદી જુદી ભાષાઓમાં થાય તો જરૂર આ કાવ્ય વિષ્વશાંતી માટે સંદેશારૂપ બની જશે.

-વિશ્વદીપ  બારડ-houston, tx. 77095-

phone: 281-463-2354

https://vishwadeep.wordpress.com/

ઊંચી મેડી તે મારા સંતની રે…..હેમા પટેલ

photo 2ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો માણી ન જાણી રે

અમને તે તેડાં શીદ મોક્લ્યાં, હે મારો પિંડ છે કાચો રામ

મોંઘા તે મૂલની મારી ચૂંદડી,મેં તો માણી ન જાણી રામ

અડધાં પહેર્યાં,અડધાં પાથર્યાં,અડધાં ઉપર ઓઢાડ્યાં રામ\

એક મહાન ક્રિષ્ણ ભક્ત,એક મોટા ગજાના માત્ર કવિ નહિ સાહિત્યકાર નરસિંહને ગુજરાતીપ્રજા અને વિશ્વ યાદ કરી નોથ લેશે, પરંતુ થોડું ભણેલો માણસ સાહિત્ય સભર કેવી રીતે લખી શક્યો ?.એ વણ ઉકેલ્યો પ્રશ્ન સદાય રહેશે। અહી જરૂર કહીશ કે વાત માત્ર લખી નાખવાની નથી  ‘‘સાહિત્ય એટલે વાણીમાં રસનું સર્જન.’’ તેમની દરેક રચનામાં કૃષ્ણ ને કેન્દ્રમાં રાખી અલગ અલગ ભાવ પ્રગટ થાય છે,.કોઈ રચનામાં કૃષ્ણ પ્રેમ,તો કોઈમાં પ્રાર્થના,કોઈમાં વિનંતી-આજીજી-યાચના,તો કોઈ હ્રદયની વેદના-યાતના,ગોપીનો વિરહ,અને કયાંક રસ લીલા,અને આ બધામાંથી નરસિંહ નું  ચિત્ત અતિ સૂક્ષ્મ સંવેદનોને ગ્રહણ કરે છે જેમાં ઉંડું તત્વ ચિંતન સમાયેલુ છે.મનુષ્યની પુરી જીંદગી સંસારી માયાજાળ માં ફસાયેલી રહે છે,જ્યારે મૃત્યુ સમીપ હોય ત્યારે જેમણે તન-મન ક્રિષ્ણને હવાલે કરી દીધેલા છે સંવેદન એના ચિત્તને હલાવી મૂકે છે,તેમની હ્રદય વેદનામાંથી જે એક એક શબ્દની સ્ફુરણા થાય છે. અને સિસૃક્ષાની એક તીવ્ર ક્ષણે એ પોતાની અનુભૂતિને વ્યક્ત કર્યા વિના રહી શકતો નથી. પોતાની અનુભૂતિને રચનામાં પીરસી આપણને પણ રસપાન કરાવે છેપ્રથમ દ્રષ્ટિએ  લાગે કે કોઇ મેડીવાળા સંતની વાત હશે પણ નરસિંહ મહેતા કઇ ઉંચી મેડીની વાત કરે છે તે જુઓ આ ભજન..

નરસિંહ મહેતા જ્ઞાની ભક્ત હોવાથી આ રચનામાં ઘહેરુ ચિંતન જોવા મળે છે.ભક્તિના ઉંચા શીખર પર પહોંચ્યા પછી પણ તેમને લાગે છે, પરમાત્માને પામવા માટે હજુ ઘણુ ખુટે છે.શરુઆત કરી છે મારા સંતની મેડી ઊંચી છે, જેને તે બરાબર હજુ જાણી નથી શક્યા, નથી માણી શક્યા. ઈશ્વરનુ તેડુ આવ્યુ છે,અમૂલ્ય મનુષ્ય અવતાર એટલે માંઘા મુલની ચૂંદડી, જેને આપણે હજુ માણી શક્યા નથી . ,અહી નરસિંહના સંતના લક્ષણ વર્તાય છે કહે છે કે મન અને બુધ્ધિ સ્થિર કયા થયા છે?  અંદરથી બધા જ વિકારો નાશ પામીને શુધ્ધ કંચન સમાન બની જાય,મન-બુધ્ધિ  સ્થિત પ્રજ્ઞ બને પછી ઉચાઈ પર પહોંચીને સત-ચિત્ત-આનંદમાં મારે મ્હાલવુ છે.કવિ કહે છે હજુ હું ત્યાં સુધી પહોંચ્યો નથી અને  તેડાં શીદ મોક્લ્યાં ? આ શરીર પરમાત્મા સુધી પહોંચવા માટે હજુ પરિપક્વ નથી થયું. પંચતત્વથી બનેલ મોંઘો આ માનવ દેહ તે અમુલ્ય છે, પંચભુત મનુષ્ય દેહથી જ પરમ તત્વ પરમાત્માને પ્રાપ્ત કરી શકાય.આ દેહને અંન્તેષ્ટિ માટે મુક્યો છે.

ચારે  છેડે તે ચારે જણા, દોરી  ડગમગ  જાયે  રામ

નથી તરાપો, નથી તૂંબડાં, હે નથી ઊતર્યાનો આરો રામ

નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ ! પાર ઉતારો નાવ.

નરસિંહ સંત છે ,પ્રભુનો ભક્ત છે માટે મૃત્યું ડર નથી માટે અહી પોતાના મૃત્યુ નું વર્ણન કરતા કહે છે જે ફુલહાર,કંકુ-શ્રીફળ,કફનથી મારી ઠાઠડી સજાવી ચાર છેડે ચાર જણા ઉઠાવીને ડગમગ કરતા નનામી ઊંચકી જાય છે.એ  ઠાઠડી ડગમગ ડોલતી જાય છે. ઊંચકનાર નાના મોટા છે. બેલેન્સ નથી. પીંડ કાચો છે. હજી ઘણુ જીવવું છે. પણ કાળના તેડા આવ્યાં છે. આ નનામી  પણ જુઓ અડધા પાથર્યા છે, અડધા ઉપર ઓઢાડયા. ઉપર જવા વૈતરણી (કલ્પીત નદી) પાર કરવી છે પણ તરાપા કે તુંબડા નથી. જ્યાંથી મારે એકલાએ જવાનુ છે, ભવસાગર પાર કરવા માટે મારી પાસે કર્મની પુંજી પણ નથી, નથી તરાપો,તૂબડાં,.. કે મને ખબર નથી કોઈ કિનારો ! મારી નૈયા કોણ પાર કરાવશે ? હે પ્રભુ તમે જ એક આધાર છો , મારી નાવ કિનારે લઈ જઈ, તમે જ મને ભવ પાર ઉતારો.————————હેમા પટેલ   –  જય શ્રી ક્રિષ્ણ

 

આંગણિયે નાચે રે મોર…..હેમંત ઉપાધ્યાય

SAMSUNGઆંગણિયે નાચે રે મોર, હરિ તારા આંગણિયે નાચે રે મોર…

ઉઠો મેરે લાલન ઉગિયા છે ભોર

ટળી ગયી રૈન ને  ચઢિયા છે ભોર.

દાદુર, મોર બપૈયા રે બોલે

કોયલ કરે કલશોર, શોર, શોર.

.વૃંદા તે વનની કુંજ ગલન મેં

વળી મુખ મોરલી ઘનઘોર,

ભક્ત કવિ નરસિંહ મેહતાની આ સાવ સાદી, સરળ અને સહજ રચનામાં હરિ એટલે કે શ્રીક્રુષ્ણને નિંદ્રામાંથી જાગવાની પ્રાર્થના છે.સૂર્યોદય પછી,પક્ષીઓમાં સૂર્યોદય ને વધાવાની અને સૂર્યના પ્રથમ કિરણોને આનંદ,ઉત્સાહ અને નવા જોમથી સત્કારવાની પ્રક્રિયાનું સહજદર્શન કરાવાયું છે.મોર એ એક મોટું પક્ષી છે. વજનમાં ભારે છે. તે બધા પક્ષીમાં દેખાવડું છે. . મોઢાથી પીંછા સુધી તે ત્રણ હાથ લાંબો હોય છે.કવિનો શબ્દભાવ આપણામાં રહેલી આંતર ઉર્જાને જાગૃત કરવાનો પ્રયાસ છે. મોર એટલે આનંદનું, ઉલ્લાસનું, થનગનાટ કરતા ઉત્સાહનું પ્રટીક  — તે જયારે પંખ ફેલાવી નૃત્ય કરે છે ત્યારે મોરને  તો નિજાનંદની પ્રાપ્તિ થતી જ હશે પણ જોનારના હૃદયમાં પણ આનંદનો ઉધ્ધી  ઉછળે છે. મોરના પીંછાને મોરપીંછ કહેવાય છે. તે જયારે પંખ  ફેલાવે છે ત્યારે અનેક મોરપિચ્છ એવી સુંદર,આકર્ષક અને મોહક અદામાં ગોધવય છે. જેને મયુરપંખ કહેવાય છે.શ્રીકૃષ્ણના મુગટનો મની એટલે મોરપિંછ, યદુવંશીઓની પહેચાનનું પ્રતિક એટલે મોરપિંછ..આ મોરપિંછ એટલે શ્રીકૃષ્ણના મલકતાં મુખારવિન્દનો અહેસાસ…જીવનમાં જેઓ હમેશા પુલકિત રહે છે એના આંગણિયે  એટલે મુખ પર, મયુર નૃત્યનો આનંદ હોય છે અને …        મલકતાં મુખવાળી વ્યક્તિ કપટ નથી કરી શક્તી,મલકતાં મુખવાળી વ્યક્તિ નિંદા નથી કરી શક્તી.”

બધા જ દુર્ગુણો છોડવાનો સરળ ઉપાય  એટલે આનંદ અને સતત મલકતું હાસ્ય .. મોરના પખમાંથી   ખરેલું મોરપિંછ શ્રીકૃષ્ણ મુગુટમાં  ધારણ કરે છે અર્થાત આપણામાંથી અહમ ખરી જાય તો ભગવાન આપણને તેમના મસ્તકે સ્થાન આપે ….

ઉઠો મેરે લાલન ઉગિયા છે ભોર…હે અમારું લાલન પાલન કરનારા શ્રીકૃષ્ણ જાગો..અર્થાત મનુષ્ય દુર્ગુણો, દુર્વ્યસનો અને દુર્વિચાર છોડવાનો જ્યારથી સંકલ્પ કરે ત્યારથી તેના જીવનમાં સવાર થાય છે. સત્કર્મો, સેવાકાર્યો માટે જાગો. દાદુર મોર, બપૈયા બોલે, કોયલ કરે કલશોર..જ્યારથી તમે જાગસો ત્યારથી તમને સહાય કરનારા મળી રહેશે. કોયલ એટલે મધુર વાણી….જયારે વાણીમાં મધુરતા હોય, શાતા હોય, શક્તિ હોય, દ્રઢતા હોય ત્યારે જાગવાની મજા  કૈક વિશિષ્ઠ હોય છે. એનાથી આપણી જાગૃતતા સુવાસિત થાય છે.

વૃંદા તે વનની  કુંજ ગલનમેં, વળી મુખ  મોરલી ઘનઘોર વૃંદાવન એટલે હરિ શ્રીકૃષ્ણનું  પ્રિય સ્થાન જ્યાંની ગલી ગલીમાં તેઓ વ્યાપ્ત છે. શ્રીકૃષ્ણનું પ્રિય વાજિંત્ર મોરલી છે. મોરલીના શાદમાં અને નાદમાં ગાયો અને ગોપીઓ ઘેલી થાય છે. મોરલી કહો, બંસરી કહો કે વાંસળી કહો.. એમાં વાત્સ્યાયને નિજ ભોગસુત્ર ભર્યા હતા. એમાં પતંજલીએ પધારી યોગસુત્ર પૂર્યા હતા ત્યાં વ્યાસના વેદાંતસુત્રો  બીજરૂપે વિરમ્યા..ત્યાં વૈખરી સાથે, પરા, પશ્યંતી અને મધ્યમાં વાણી વાસ કરે છે. એ બંસીમાં પ્રતિક રૂપે વિષ્ણુ લક્ષ્મી રહે છે. એ બંસીમાં પ્રણય  સ્વરૂપે સચ્ચિદાનંદ રહે છે. આ બંસરી શાંતિ પ્રદાન કરે છે.

જયારે મનુષ્ય નિષ્કામ ભાવે, નિસ્વાર્થ અને માન-પાનની અપેક્ષા રહિત સેવાકાર્ય કરે છે ત્યારે તેના સત્કાર્યો કે સેવાકાર્યો આપોઆપ બોલે છે. તેના દ્વારા શાંતિ અનુભાવાનારાઓ, તેના કાર્યની સુવાસ ફેલાવે છે અને તે અનેક વ્યક્તિઓની જરૂરિયાત બની જાય છે. તેમના હૃદયમાં અને મનમાં તે સ્થાન પામે છે, આદર પામે છે અને સદાકાળ સ્નેહ પામે છે.

ભક્ત કવિ નરસૈયો, આપણા હૃદયમાં બિરાજતા હરિ, શ્રીકૃષ્ણ સ્વરૂપ, આત્માને જગાડવાનો પ્રયાસ કરે છે અને આપણને એક સાચા માનવ તરીકે જાગૃત થઈને, માનવતાની સુવાસ ફેલાવવા પ્રેરિત કરે છે. સદા હસમુખ રહીને જીવનની વિટમબ્નાઓનો સામનો કરવાની પ્રેરણા આપે છે અને દુર્ગુણો છોડવાનો સરળ ઉપાય બતાવે છે.સાદા શબ્દોમાં જીવનની સુવાસને, શ્રીહરિના ચરણોમાં સમર્પિત કરવાની પ્રેરણા આપે છે,એવા શ્રી નરસૈયાને મારા પ્રણામ…..

હેમંત ઉપાધ્યાય           ઔમ માં ઔમ