હું બસ આજમાં જીવું છું..કેટલી વાર એવું વિચારીને એ પળોને માણી છે

ક્યારેક વિચારોને વાણી આપવી જરૂરી હોય છે…ગઈ કાલે મારા મ્મીજી  નો જન્મદિવસ હતો .મેં એને ફોન કરી અભિનંદન આપ્યા ..મ્મીજી કહે જિંદગીના ૭૬ વર્ષ ક્યારે પુરા થયા ખબર જ ના પાડી .કોઈ વસ્તુની ઉણપ નથી .“ભૂતકાળ મને હેરાન કરી  શકતો નથી. ભવિષ્યકાળ તો હજી આવ્યો નથી તો કેમ ડરું. હું બસ આજમાં જીવું છું.”.સંતોષ છે.મેં પૂછ્યું જીંદગીમાં ફરિયાદ છે તો કહે ના ..પરન્તું એક વાત કોરીખાય છે શું  હું એક સામાન્ય જીવન જીવું છું .? શું મારે કૈક કરવું જોઈએ ..?

મેં કહું  જિંદગી પ્રશ્ન નથી. જિંદગી જવાબ છે. પ્રશ્નો તો આપણે ઊભા કરીએ છીએ.

પ્રશ્નોમાં ઉલઝતા રહીએ છીએ..મેં કહું દરેક વ્યક્તિ કોઈ ને કોઈ ફરિયાદ સાથે જીવે છે.

દરેકને એવું લાગે છે કે હજુ કંઈક ખૂટે છે. આ ખૂટતું શોધવામાં આખી જિંદગી વીતી જાય છે અને જે હોય છે એને પણ માણી કે જાણી શકાતું નથી.તમે  તો આજમાં જીવો  છો  ઘણા  માણસ કોઈ ને કોઈ અફસોસ સાથે જીવે છે અને ફરિયાદો સાથે મરે છે.

જિંદગીનું પૂર્ણવિરામ આવી જાય ત્યાં સુધી અલ્પવિરામો ખૂટતાં નથી!

મ્મીજી તમે ને તો ખરાબ ઘટના હોય તેને ગળેથી નીચે ઉતારી નાખવાની  રીત આવડે છે અને મજા આવે એવું હોય એને ચગળ્યા કરો છો .એમાં કશું ખોટું નથી …મોટા ભાગે લોકો ને  સૌથી વધારે ફરિયાદ પોતાની સામે હોય છે !  કંઈ ન મળે તો છેવટે લોકો  પોતાના નસીબ સામે ફરિયાદ કરતા હોય છે..તમને તો એ પણ નથી ..બધાને પોતાની શરતો મુજબ જીવવું છે. અને તમે તો બીજાની ખુશીમાં તમારો આનંદ માણો છો..

અને ત્યારે જ નિલેશ ગામીત નો એક લેખ  મારા હાથમાં આવ્યો એજ વાત એમણે સરળ ભાષામાં કરી છે ..   જિંદગી બહુ સરળ છે. માણસ જ તેને જટિલ બનાવી નાખે છે. જિંદગી જેટલી સરળ છે એટલી જ સતત છે. જિંદગીનો સ્વભાવ જ સતત વહેતા રહેવાનો છે….જિંદગી આપણને ક્યારેક ખુશી આપે છે, ક્યારેક દુઃખ. દુઃખને આપણે પૂરી રીતે જીવીએ છે, પણ સુખ આપણે ૧૦૦% જીવી શકતા નથી. એવું કેમ?જયારે દુઃખ નથી હોતું ત્યારે, જીવન એકદમ નોર્મલ ચાલે છે. સવારે ઉઠો, થોડું કામ કરો, પેટ પૂજા કરો અને પાછા ખાટલાં ભેગા થઇ જાઓ (primary task). વચ્ચે ક્યારેક સમય મળે ત્યારે મુવી જુઓ, આમતેમ ફરી આવો, મિત્રોને મળી આવો, એકલા ચાલવા નીકળી પડો. ટૂંકમાં જેમ ઈચ્છા થાય તેમ જીવો. કાલની ચિંતા છોડો.યાર, સમય નથી …” સાંભળ્યું પણ છે અને સંભળાવ્યું પણ છે. જાણે અજાણે આપણે ભૂતકાળને સાથે લઈને, ભવિષ્યની ચિંતામાં વર્તમાનની અવગણા   કરીએ છીએ  છે. છે કે નઈ?પણ કાલની ચિંતા છોડીને જીવવાની મજા માણવાનું આજે લોકો ભૂલી ગયા છે. જિંદગી આવી રીતે જ જીવવી એવું લોકો સ્વીકારીને ચાલે છે.? ખુદને ખુશી મળે એવા કેટલા કામો આપણે રોજ કરીએ છે? મોટા ભાગે, “કાલ” સારી જાય એની ચિંતામાં જ, “આજ” પસાર થઇ જાય છે. ;)..હજુ કંઈક ખૂટે છે. આ ખૂટતું શોધવામાં આખી જિંદગી વીતી જાય છે અને જે હોય છે એને પણ માણી કે જાણી શકાતું નથી. માણસ કોઈ ને કોઈ અફસોસ સાથે જીવે છે અને ફરિયાદો સાથે મરે છે. જિંદગીનું પૂર્ણવિરામ આવી જાય ત્યાં સુધી અલ્પવિરામો ખૂટતાં નથી!.“જિંદગી ખુબસુરત છે” એવો અહેસાસ ઘણી વાર થયા કરતો હોય છે… પણ આપણે જીવીએ છીએ એ ૧૦૦ પળો માની માંડ ૨-૩ પળો એવો અહેસાસ કરાવે છે. બાકીની પળો તો આપણે રોજબરોજના કામમાં, હું કંઈક કરીશ તો લોકો શું કહેશે કે વિચારશે એવા વિચારોમાં કે ભવિષ્યમાં હું આમ કરીશ, એમાં જ ગુજારી નાખીએ નાખીએ છીએ.સુખ,દુખ,સંતોષ,ખુશી,નિરાશા….. આ બધું તો જીવન માં ચાલ્યા જ કરતુ હોય છે…. જે મહત્વનું છે એ છે કે આપણે પોતાની રીતે જીવન જીવવાનું… આપણને શું કરવાથી ખુશી મળશે કે એવું શું કરવું કે જેનાથી જિંદગી જીવવાનો આનંદ આવે….બસ એ જ કરવું… આખું ગામ લઈને ચાલવા થી હંમેશા દુખ અને નિરાશા જ મળવાની છે.unconsciously પણ મગજ “આવતી કાલ” ને વધારે મહત્વ આપે છે. કંઈક વધારે મેળવામાં કે વધારે સારું મેળવવામાં જ આપણે વ્યસ્ત હોઈએ છે. ને જેમ જેમ જીવનના પડાવ પસાર કરતા જઈએ, તેમ તેમ આ વાત વધુ સ્પષ્ટ થતી જાય છે..

ક્યારેક ઈચ્છા થાય, કે દરિયા કિનારે જઈને પાણી માં પગ બોળીને બેસી રહીએ… બસ એમજ, ને અચાનક કોઈ કામ આવી પડે તો પણ દરિયા કિનારે જશો? પાણીમાં પગ બોળવા?

મોટે ભાગે જવાબ “ના” જ હશે.

જીવનની એવી ઘણી પળોને આપણે કાલ માટે પાછી ઠેલતા જઈએ છે, જે આપણને આજે ખુશી આપી શકે છે.

જિંદગીથી ખુશ રહો તો જ જિંદગી તમારાથી ખુશ રહેશે. કોઈ શિકવા નહીં અને કોઈ અફસોસ નહીં…નો રિગ્રેટ્સ, નો કમ્પ્લેઈન. કોઈ ફરિયાદ નહીં. . દિલ અને દિમાગ ઉપર જે ભાર છે એને હળવેકથી ઉતારી દો, જિંદગી તો એકદમ હળવી જ છે. સહજ બનાવી લ્યો …લાઇફ ઇઝ બ્યુટીફૂલ પણ એ સુંદરતા સ્વીકારવાની તમારી તૈયારી છે? જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે, અને એને જીવી લો,..

મિત્રો આ લેખે મને પ્રેરણા આપી છે માટે જરૂર  થી મુલાકાત લેજો thanks-/નિલેશ ગામીત

પરિવર્તન નો સ્વીકાર એટલે જ જિંદગીનો હકારાત્મક અભિગમ

કૃષ્ણકાંત ઉનડકટે એક વાત ખુબ સરસ કરી કે

ઘડિયાળ અને તારીખિયું એ વાતની ગવાહી આપે છે કે બધું જ સતત બદલાતું રહે છે. કંઈ જ સ્થિર અને કાયમી નથી. પ્રકૃતિ રંગ બદલતી રહે છે. મેઘધનુષ થોડાક સમય પછી ઓગળી જાય છે અનેવાવાઝોડાનું આયુષ્ય પણ લાંબું નથી હોતું. સતત બદલાતું રહેવું એ સૃષ્ટિ, પ્રકૃતિ અને જિંદગીનો ઉથાપી ન શકાય એવો નિયમ છે. બધું જ બદલાતું હોય તો પછી માણસ કેવી રીતે કાયમ માટે એકસરખો રહી શકે?

સમયની સાથે માત્ર ઉંમર નથી વધતી પણઘણું બધું વધે છે. ઉંમરની સાથે બધું વધે જ એવું જરૂરી નથી. ઘણુંબધું ઘટે પણ છે. ઉમરની સાથે પ્રેમ બદલાય છે .પહેલા વેણી એ પ્રેમનું રૂપ લીધું અને હવે સવારે ઉઠી એમની દવા ,એમના ચશ્માં અને લાકડી જ જાણે પ્રેમ દર્શાવવાની રીત ..આનો અર્થ પ્રેમનું ઘટવું નથી પરન્તું તેના સ્વરૂપનું પરિવર્તન જાણે .જિંદગી સતત બદલાતી રહે છે .ઘણી વાર આપણી જિંદગીમાં થતા પરિવર્તનથી આપણે વાકેફ હોઈએ છે અને ઘણીવાર ખબર પણ નથી પડતી અને આપણે બદલાઈ જતા હોઈએ છે.પરિબળો ઘણા છે અને એ પરિવર્તનને સ્વીકારતી વખતે આપણે કેવા મૂડમાં હોઈએ છીએ એનો સ્વીકાર એના પર અવલંબિત હોય છે એ બધાથી થોડી અલગ સ્થિતી સામે આવે ત્યારે એ થોડો શિયાવીયા થઈ જાય – અકળાઈ જાય છે. એક સિમ્પલ ઉદાહરણ આપું તો અમારા માસી સાથે વાત કરતી હતી કે અમે અમેરિકામાં આવ્યા .બધું બદલાઈ ગયું અમે પણ જાણે બદ્લીગયા ..મારી ગુજરાતી સાડી કયારે પેન્ટ સર્ટમાં ફેરવાઈ ગઈ અને સીરિયલે કયારે મારા ગાઠીયા નું સ્થાન લીધું જાણે ખબર જ ના પાડી …શું આનું જ નનામ પરિવર્તન .. છે  ઘણા આ અલગ સ્થિતિને અપનાવી નથી શકતા ત્યારે હોય છે માત્રે ફરિયાદ એક સિમ્પલ ઉદાહરણ આપું તો .ઘણા સીનીયર વતન છોડીને અમેરિકામાં આવીને વસ્યા પછીઆવી અકળામણ   અનુભવતા હોય છે.. આ અલગ સ્થિતિને અપનાવી નથી શકતા ત્યારે હોય છે માત્ર ફરિયાદ …સવાલ એ છે કે… ભરતી અને ઓટમાં તમે તમારી વિશાળતા કેટલી જીવંત રાખો છો?  તો પછી માણસ કેમ ‘ગ્રેસ’ ગુમાવી દેતો હોય.? પરિવર્તન નો સ્વીકાર એટલે જ   જિંદગીનો હકારાત્મક અભિગમ.

દરેક સ્થિતીના અઢળક પાસા રહેલા હોય છે..સાચા..ખોટા…શક્ય ..અશક્ય…પણ માનવી પોતાની માન્યતા પ્રમાણે..પોતાની સાનુકૂળતા..પોતાને પડેલી ટેવ પ્રમાણે જ એમાંથી રસ્તો પસંદ કરતો હોય છે…ન સ્વિકારી શકનારા અને પોતે પાછળ રહીગયા તેવો પસ્તાવો કરનારા ઘણા હોય છે… આવી વાતનો સરળ ઉપાય બતાવતા  સ્નેહા પટેલ કરતા કહે છે કે પરિવર્તન શરુઆતના તબક્કામાં જ અઘરું  લાગે પછી ટેવાઈ જવાય છે..તો દોસ્તો..ક્યારેય પરિવર્તનને સ્વીકારવાથી ગભરાઓ નહીં. એકની એક માન્યતાઓ ઉપર ચાલ્યા કરવાને બદલે પરિવર્તનના રીસ્ક લઈને એના મીઠા ફળ મેળવવાની જીદ્દ દિલમાં રાખશો તો દુનિયાની કોઇ તાકાત તમને તમારી મનપસંદ મંઝિલ સુધી પહોંચતા નહી રોકી શકે.

મિત્રો આ સાથે આ બે બ્લોગ પર ના લેખ જરૂર વાંચજો…

thanks to……

http://krishnkantunadkat.blogspot.com/

http://akshitarak.wordpress.com/2012/07/19/parivartan-3/#comment-4441

વરસતા રહો તો ધોળા થવાનો વસવસો નહીં રહે..કૃષ્ણકાંત ઉનડકટ

મિત્રો ,ચાલો ગમતા નો કરીએ ગુલાલ

એક  મજાનો લેખ મારા હાથમાં આવ્યો જેની અમુક લીટીઓ  આપ બધા પાસે રજૂ કરું છું
વરસાદ વરસે અને પલળવાનું મન થઈ આવે તો માનજો કે તમે યુવાન છો.
વાદળ ગરજે અને દિલનો એકાદ ધબકારો પણ વધે તો માનજો કે તમે યુવાન છો.
ભીંજાયેલા શરીર સાથે સંવેદનાઓ ઉછળે તો માનજો કે તમે યુવાન છો.
વરસતાં વરસાદમાં મન થોડુંક લપસે તો માનજો કે તમે યુવાન છો.
કારણ ચોમાસું બેસતું નથી, ચોમાસું ઊગે છે,ચોમાસું ખીલે છે, ચોમાસું મહેકે છે. .
 દુનિયાનો કોઈ કવિ એવો નહીં હોય જેણે વરસાદ પર કવિતા ન લખી હોય.
ચોમાસાની વાત આપણાં કવિ રમેશ પારેખની પંક્તિઓ વગર અધૂરી રહે.
રમેશભાઈ ની પંક્તિ ટાંકતા  લખે છે,
આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક ભાન શાન વરસાદ ભીંજવે.
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે.
વરસાદની પળોમાં દરેક વ્યક્તિ આ પંક્તિઓ જીવે છે..
વરસાદ બાળકો માટે છબછબિયાંની મોસમ છે.
ખાબોચિયામાં પગ પછાડવાની મજા અને આકાશ તરફ મોઢું રાખી ખુલ્લી આંખ
અને મોંમાં વરસાદ ઝીલવાની મજા
એ બચપણનું શ્રેષ્ઠ સંભારણું છે
એટલે જ જગજિતસિંહે ગાયેલું ગીત, ‘વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની’
આપણામાં સંતાઈ ગયેલા બાળકને પાછું જીવતું કરી દે છે.
આવો જ એક એસએમએસ એક મિત્રએ કર્યો,
‘બચપન કી વો અમીરી ન જાને કહાં ખો ગઈ,
વરના કભી બારિશ કે પાની મેં હમારે ભી જહાજ ચલા કરતે થે.’
ઉંમરની સાથે વરસાદની વ્યાખ્યાઓ બદલાતી રહે છે.
એક બુઝુર્ગે કહ્યું કે માણસના માથાના વાળ પહેલાં કાળા હોય છે પછી ધોળા થાય છે.
વાદળ પણ પહેલાં કાળાં હોય છે અને વરસી ગયા પછી ધોળા થાય છે. .
જિંદગી વરસવા માટે છે.મિત્રો આપણે સહુને જીવીએ ત્યાં સુધી વરસવું છે .
પછી ભલે અમેરિકામાં આપણને ભાગ્યેજ વર્ષા જો મળતી હોય,
પરંતુ વાદળ શીખવે છે કે વરસતા રહો તો ધોળા થવાનો વસવસો નહીં રહે..-
કૃષ્ણકાંત ઉનડકટ
મિત્રો આ લેખ આખો વાચવા એમના બ્લોગની મુલાકાત જરૂર લેજો .http://krishnkantunadkat.blogspot.com/..

એક પ્રાર્થના

હે પરમકૃપાળુ પરમાત્મા!

અમારા વિચારોને એટલા ઉદાર કરો કે,

બીજા માણસનું દ્રષ્ટીબીંદુ અમે સમજી શકીએ.

અમારી લાગણીઓને એટલી મુક્ત કરો કે,

બીજાઓ પ્રત્યે અમે તેને વહાવી શકીએ.

અમારા મનને એટલું સંવેદનશીલ કરો કે,

બીજાઓ ક્યાં ઘવાય છે તે અમે જાણી શકીએ.

અમારા હૃદયને એટલું ખુલ્લું કરો કે,

બીજાઓનો પ્રેમ અમે ઝીલી શકીએ.

અમારા ચિત્તને એટલું વિશાળ કરો કે,

પોતાના/પારકાના ભેદથી ઉપર ઉઠી શકીએ.

હે પરમાત્મા! અમારી દ્રષ્ટી એટલી ઉજ્જવળ કરોકે,

જગતમાં રહેલા તમારા સૌંદર્યો ને સત્યોને નીરખી શકીએ.

અમારી ચેતનાને એટલી સૂક્ષ્મ કરોકે,

તમારા સંકેતો અને માર્ગદર્શનને સમજી શકીએ.-અજ્ઞાત