“વૃદ્ધાવસ્થા” વ્હાલેરા વડીલોને સમર્પિત

 

“વૃદ્ધાવસ્થા” વ્હાલેરા વડીલોને સમર્પિત

મિત્રો ,મારી દીકરીના લગ્ન લેવાણા છે .એટલે વ્યસ્ત રહું છું પરંતુ  પારૂ કૃષ્ણકાંત “પિયુની” ની એક સુંદર કવિતા તમને મોકલું છું ..જે માંણજો .


“વૃદ્ધાવસ્થા” વ્હાલેરા વડીલોને સમર્પિતવહે જેમ મૃદુ સમીર હેમંતનો સરવર પરે

ઊછળીને ફુલાતા જે મોજા,

હળવા સ્પર્શ થકી તેના પ્રસરાઈ જતાં!

વૃદ્ધ વડીલોની ઠાવકી વાતે,

જુવાનીનાં જોશ સચવાઈ જતા!

જીવન સંધ્યા પછી પાનખર અમર્યાદ ,

 આરોગ્યને જોમ

લીલા પર્ણો જેમ દુર્લભ થતા!

મંદ ડગમગ અસ્થિર ડગલા,

જીર્ણ દેહ મંથર ગતિ!

ભલે ઝંખવાતી દ્રષ્ટી,

  પણ તેજસ્વી શીઘ્રબુદ્ધિ

  ને રહેતી શાણી વાણી!

મન માંહી ટમટમતી યાદો

 વીત્યા જમાનાની સોગાતો ! 

ભરી હ્રદયે અસીમ ચારુતા

 અમર્યાદ પ્રેમવર્ષા થકી નવી પેઢીઓ  ખીલવી જતા!

(આભાર)

પારૂ કૃષ્ણકાંત “પિયુની”