ગીત અમે ગઝલોમાં ગાશું

 

ગીત અમે ગઝલોમાં ગાશું,

મત્લાથી મક્તામાં જાશું,

ગાલગાના છંદ ફંદમાં

રદીફ-કાફીયામાં અટવાશું,

ગીત અમે ગઝલોમાં ગાશું

“દુબારા”  એ શબ્દ ગમે છે

ઇર્શાદોમાં  ચિત્ત  ભમે  છે,

તાળીયોના એદી થઈ જાશું,

ગીત અમે ગઝલોમાં ગાશું.

માશુકાનું થાય મિલન જ્યાં,

સ્વપ્નોમાં વહી જાય જીવન જ્યાં,

એવી ગલીઓમાં અટવાશું,

ગીત અમે ગઝલોમાં ગાશું.

ગની, ઘાયલ ને આબુવાલા,

ગઝલોના એ શેર નિરાલા,

એમના ખેડેલા પથપર જાશું,

ગીત અમે ગઝલોમાં ગાશું.

-પી. કે. દાવડા

મિત્રો “બેઠક”નો આ મહિનાનો વિષય છે “જીવનની જીવંત વાત “

હા કોઈ એવી વાત  જે તમને  તમારા જીવનમાં અનોખી વાત લાગી હોય અને સદા માટે અંકિત થઇ ગઈ હોય તે આપના શબ્દોમાં લખી મોકલશો.  

  1. તમારા જીવનનો કોઈ પ્રસંગ રોજે રોજ બનતા બનાવોથી અલગ હોવા જોઈયે.
  2. તમારા જીવનની આસપાસ ઘટતી ખાસ ઘટનાને મુલવવી  સુક્ષ્મ દ્રષ્ટિ કેળવવી લેખવી
  3. જીવનમાં કોઈ ખાસ ક્ષણ ને માણી  હોય જાણી હોય એને શબ્દસ્વરૂપ આપવું,
  4. પ્રસંગ કે વાતમાં  માં કશુક ઘટ્યું હોય તેવું  જોઈએ.
  5. અને જે ઘટે એમાં નાટ્ય/ સંઘર્ષ હોવો જોઈએ.(અનોખું) ટર્નિગ પોઈન્ટ   
  6. મૂળભૂત તત્વ છે : નાવીન્ય, અનપેક્ષિત પણું, જીવંતતા , વાસ્તવ, પ્રસ્તુતિમાં નોખાપણું, પાત્ર /પાત્રો નું સજીવ, વાસ્તવિક અને રસપૂર્ણ પાત્ર લેખન.
  7. પ્રસ્તુતકર્તા તરીકે ની પ્રમાણિકતા હોવી જોઈએ..
  8. એ પ્રસંગ વાંચી લોકોને જાણકારી, જ્ઞાન કે આનંદ મળવો જોઈયે.
  9. અંધ શ્રધ્ધા કે વહેમ વધે એવી વાતો ન રજૂ થાય તો સારૂં.
  10. તમે કાંઈ સારૂં કામ કર્યું હોય તો પણ એનો શ્રેય લેવા આ વાત કહો છો એવું ન લાગવું જોઈએ.
  11. તમે કોઈ ગુન્હાની લાગણી અનુભવતા હો તો એની કબુલાત કરવા આ માધ્યમનો ઉપયોગ ન કરી શકાય.
  12. પ્રસંગ એક વાર્તા સ્વરૂપે રજુ કરવાનો છે એક વૃતાંત નહિ

ઉદાહરણ-

લેખક શ્રી વિઠ્ઠલ પંડ્યાની વાર્તા ‘તલપ’ માં નાયક ટ્રેનમાં પ્રવાસ કરતો હોય છે. એ બારણાં પાસે ઉભો હોય છે. એને બીડી પીવાની તલપ લાગે છે. પણ ટ્રેનમાં જાહેરમાં બીડી પીવી એ નૈતિકતાની દ્રષ્ટિએ અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ યોગ્ય નથી. પણ તલપ અસહ્ય થઈ જતાં એ આખરે બીડી સળગાવી લે છે અને કશ લે છે. પ્રથમ કશ લેતાંની સાથે જ વિચારે છે કે નક્કામી આટલી રાહ જોઇ.. પહેલાં જ સળગાવી લીધી હોત તો! કોણ જોવાનું હતું. તીવ્ર તલપ લાગેલી તોય આટ્લો સમય સહી.. દરેક કશ સાથે વિચાર વમળ.. બીડી અડધી પડધી પિવાઈ ત્યાં તો સામેથી હવાલદાર આવતાં દેખાયો. નાયકનાં મનમાં ફરી વિચાર વમળ ઉમટ્યાં..શા માટે સળગાવી! તલપને જરાવાર દબાવી રાખતા પણ નથી આવડતું.. હવે આ હવાલદાર ગાળો આપશે, ધમકાવશે અને બસ્સો-પાંચસો ખંખેરશે એ અલગ..!

ત્યાં જ હવાલદાર નાયકની નજદીક પહોંચી આવ્યો અને પોતાની સિગારેટ કાઢી બોલ્યો,

“લાઈટ મળશે?”

 

અહેવાલ-બેઠક શુક્રવાર તા. ૨૭ નવેમ્બર

IMG_3413 (2)

દિવાળીના તહેવારો પછીની પહેલી બેઠક શુક્રવાર તા. ૨૭ નવેમ્બર, ૨૦૧૫ ના મિલપીટાસના ICC માં સાંજે ૬-૦૦ થી ૯-૦૦ સુધી યોજાઈ હતી. પોતાના જન્મદિવસ નિમીત્તે રાત્રી ભોજનની વ્યવસ્થા બેઠકના નિયમીત સભ્ય શ્રી ભીખુભાઈ પટેલે એમના પત્ની શ્રીમતિ જયવંતીબેન પટેલ સાથે મળીને કરી હતી. ભોજનની શરૂઆતમાં બેઠકના સભ્યોએ પીનાકીન ભાઈ નો જન્મદિવસની વધાઈ આપી હતી.

ભોજનબાદ હંમેશ મુજબ બેઠકની શરૂઆત બેઠકના સહસંચાલક કલ્પનાબહેને પ્રાર્થનાથી કરી હતી. ત્યારબાદ બેઠકના સહસંચાલક અને પત્રકાર શ્રી રાજેશ શાહે, આ મહિનાના બેઠકના વાર્તાલેખન વિષયને મળેલા પ્રતિસાદની માહિતી આપી હતી. શ્રી રાજેશભાઈએ બેઠકની ફોર્મેટમાં ધીરે ધીરે થતા ફેરફારોની વિગત પણ સમજાવી હતી. બેઠકના સભ્ય શ્રી પી. કે. દાવડાએ “સાહિત્ય અને કલાના આસ્વાદ માટેના બે મુખ્ય પાસાં, Objective અને Subjective” ની સંક્ષિપ્ત માહિતી બેઠકના સભ્યોને આપી હતી. ત્યાર બાદ જાણીતા ગઝલ લેખક શ્રી મહેશ રાવલે પોતાની ત્રણ નવી ગઝલોથી સભ્યોને ખુશ કરી દીધા હતા.અને ગઝલની સમજણ પણ આપી.

પ્રજ્ઞાબહેન અને અન્ય સભ્યોએ પોતે વાર્તાને કઈ રીતે આગળ વધારી તે કહી સંભળાવ્યું હતું. આ બેઠકથી લાગુ કરાયલા બે ફેરફાર અનુસાર પહેલા જેમને સ્વરચિત કૃતિ રજૂ કરવી હોય એમને મોકો આપવામાં આવ્યો હતો, અને ત્યાર બાદ જે સભ્યોએ પોતે વાંચ્યું હોય અને એમને ગમ્યું હોય એવું સાહિત્ય રજૂ કર્યું હતું.

બેઠકના અંતમાં શ્રી પી. કે. દાવડાએ સૂચવ્યું હતું કે કોઈવાર બેઠકના સભ્યો પોતાના જીવન દરમ્યાન બનેલા ખાસ બનાવ  બેઠકના અન્ય સભ્યોને  લખી કહી સંભળાવે તો કેમ ?, અને સૌએ  આ વાત વધાવી લેતા આવતા મહિનાનો વિષય “જીવનની જીવંત વાત”આપ્યો,ત્યાર બાદ જાણીતા RJ જાગૃતિબહેને અને પ્રજ્ઞાબહેને જીવનના જીવંત વાત કહી સંભળાવી હતી,ત્યાર બાદ બેઠકના સભ્યો ખુશ થઈ છૂટા પડ્યા હતા.આમ બેઠક જ્ઞાન સભર રહી અને સૌ હસતા રમતા પાઠશાળા સમી બેઠકમાં પોતાની માતૃભાષાને માણી  અને  જીવંત કરી

 

સમગ્ર બેઠકનું ઓડિયો સંચાલન શ્રી દિલીપભાઈએ સંભાળ્યું હતું, જ્યારે ફોટોગ્રાફી ડો. રઘુભાઈએ સંભાળી હતી.આમ બેઠક હસતા રમતા પાઠશાળા

બેઠક  એટલે -હેમંત ઉપાધ્યાય

થઈ  ભેગા   અમે  સહુ  ,માં  સરસ્વતી ને નમન  કરીએ છીએ
શબ્દો ના શણગાર  થી    ગુજરાતી નું જતન   કરીએ  છીએ
કવિતા   ગઝલ કે વાર્તા  થી , સહુ ને  હરખાવીએ    છીએ
તાળી  ઓ ના  નાદ  થી અમેરિકા  માં  ગુજરાત  ને શણગારીએ છીએ
તન અને મન   ના  બોજ નું  ભાષા   થી વજન  ઉતારીએ  છીએ
ભરી દઈ  પ્રજ્ઞા  ના તરંગો  , જીવન ને  મહેકાવીએ  છીએ
ધ્યાન  થી  જ્ઞાન સુધી   ની  બોદ્ધિક   કસરત  કરીએ છીએ
ને વૈચારિક  અમૃત થી ભાષા ને     સજીવન કરીએ  છીએ
આ  દેશ માં  પણ વતન ની ખુશ્બુ    પ્રસરાવીએ   છીએ
ને સંસ્કાર  માં ભોમ  ના જન જન માં ફેલાવી એ છીએ
પ્રજ્ઞા  થાય છે    પ્રેરણા  ને કલ્પના ઓ માં રચીએ છીએ
ઈશ  ના રાજ માં વિજય ના  દીવડા કરીએ  છીએ
ના કોઈ વાળ ,વિવાદ ,છંદ કે અછંદ  સઘળું   માંણીએ છીએ
શબ્દ કંકુ ને હાસ્ય   ચોખા થી સરસ્વતી પૂજન કરીએ છીએ
               ઓમ   માં  ઓમ
હેમંત   ઉપાધ્યાય
બેઠક     એટલે
B      BAY  AREA
E      EDUCATIONAL
T      TRAINING  WITH
H     HUMOUR
A     AND
K     KNOWLEDGE
SECOND  MEANING
B    BAY  AREA
E    ENCOURAGES
T  THINK  TANK
H   HUMANS AS
A   AMBASSADORS OF
K   KNOWLEDGE

કૈક કહેશો-પ્રજ્ઞા દાદભાવાળા

સ્ત્રીની આત્મકથા સામાન્ય રીતે એના મનના સાવ અંગત અને સામાન્ય રીતે બંધ રહેતા ઓરડામાં ડોકિયું કરવાની એક અદ્ભુત પ્રક્રિયા છે.દરેક સ્ત્રીનું કલ્પનાનું વિશ્વ હોય છે, આપ પણ આવી એક સ્ત્રી છો ને ?. આપના વિષે કૈક કહેશો!

અને એક પંચાણું વર્ષની સ્ત્રી એ શરૂઆત કરી..  

હા હું નાની હતી ત્યારે મને ગણિત ન આવડતું તો  અને અમારા પડોશીનો દીકરો, મને શીખવતો,  એમના ઘર અને મારા ઘર વચ્ચે માત્ર એક દીવાલ બસ આમ ત્રીજા ધોરણ થી મૈત્રી ..લગ્નમાં 26વર્ષે પરિણમી એ  મારાથી માત્ર એક વર્ષ મોટા …જીંદગીમાં સૌથી આનંદની પળ કે અનુભૂતિ ને યાદ કરું તો અમારા લગ્ન માટે સૌ આપેલી  સંમતી. મારા નિર્ણયો વધાવવા લાયક હોય છે …એવો અહેસાસ પહેલવહેલો મને થયો હતો… આપણા શબ્દો વિચારો ….ક્યાંક અર્થો અને સપના …અનુભૂતિ બનીને ઉગી નીકળે એ એક અદ્દભુત ઘટના કહેવાય કે નહિ ? સ્ત્રીની સંમતિ કે અસંમતિને માન આપવું, તેની પસંદ-નાપસંદ સમજવી અને તેના દ્રષ્ટિકોણને સમજવો.  સ્ત્રી પણ સ્વતંત્ર વિચાર ધરાવતી વ્યક્તિ છે..નારી સ્વતંત્રતાની વાતો એની જગ્યાએ બરાબર છે પણ હકીકતમાં સ્ત્રી પોતાનો નિર્ણય લઇ શકે એજ તો સ્વત્રંત્રતા કહેવાયને ?અને એજ સન્માન…..અને શ્વાસ ચડતા રોકાય છે ,પાણી પીને વાત આગળ વધારતા કહે છે,

મારા પતિ મારા જીવનમાં આવેલા પહેલા પુરષ છે.ઘરના લોકો અમારા લગ્નની વિરુદ્ધ હતા, હજી તમે પરિપક્વ નથી એવું માનતા,લગ્ન વડીલોની મંજુરીથી કરવા એવું મનથી નક્કી હતું, ઘરના લોકો ઘણા છોકરા (મુરતિયા )દેખડતા પણ લગ્નતો હું એમની સાથે કરીશ એવો પાકો નિર્ધાર મારો હતો,પહેલાના જમાનામાં માબાપ જ દીકરીના લગ્નનું પાત્ર શોધતા,આમ જોવા જાવ તો આ મારી સ્ત્રીના હક્ક માટે ની પહેલી લડત હતી, આજ થી સિત્તેર વર્ષ પહેલાની આ વાત છે, ત્યારે સ્ત્રીને પોતાને ગમતું પાત્ર ગોતવાનો પૂરો અધિકાર  ન હતો,પણ  છે પણ એવું આડકતરી રૂપે અમારા લગ્ને પુરવાર કર્યું મારો માસીનો દીકરો ભાઈ નામ વિજય મારા પતિનો  ખાસ મિત્ર  એણે લગ્નના પ્રશ્નનું નિરાકરણ લાવવા મધ્યસ્થી બન્યો.

મને માં વગર ઘણીવાર ખાલીપો વર્તાય અને આવા સમયે ખાસ ત્યારે રાત્રે આકાશમાં તારો જોઉં અને માં સાથે વાતો કરું.એક દિવસ શાળામાં મને શિક્ષિકા ની નોકરી મળી ગઈ અને પરિવાર એ મંજુરી આપી દીધી.આપણા સમાજના રૂઢિ-ચૂસ્ત નિતી-નિયમો અને જુન-વાણી કુટુંબમાં પ્રેમલગ્ન શબ્દ કેમ બોલાય ?હવે જાહેરમાં બોલાય છે એ વખતે આજના જમાના જેવું ન હતું પણ અમે બન્ને આજના જુવાન જેવા જ હતા ગણિત શીખવાના બહાને જોડે જોડે રહેતા મને યાદ છે એકવાર અમે બાધા છોડવા આશાપુરી સાથે ગયેલા મામા ના દીકરાની બાધા ઉતારવાને બહાને સાથે જવાનો મોકો મળ્યો હતો ,પ્રેમ અવ્યક્ત હતો પણ સાથે જ વૃદ્ધ થાશું એ હ્રુદયથી નક્કી હતું.મને મારા પતિમાં શું આકર્ષતું ?એ શબ્દમાં આલેખવું અઘરું છે પણ અમને એકબીજાનો સહવાસ ગમતો બન્ને નું મોસાળ નજીક હતું એટલે મળતા.મારા લગ્નનો નિર્ણય મારો પોતાનો જ હતો એવું હું દ્રઢ પણે કહી શકું છું. આજથી 70 વર્ષ પહેલાની વાત છે મારા લગ્ન ના પોતાના નિર્ણય માટે મારું ભણતર ને હું જશ આપીશ. સ્ત્રી એક સ્વતંત્ર વ્યક્તિત્વ વિકાસ સાંધે છે સાથે પોતાની સામે પડેલી પરિસ્થિતિ, સમજવાની સ્વતંત્ર શક્તિ ભણતર દ્વારા જ ધરાવે છે એવું હું માનું છું…મને કોણ જાણે કેમ બીજાને મદદ કરવી ગમતી ખાસ કરીને નારી સન્માન માટે,સમજણથી કામ થાય તો તેમ નહીતો બળવો કરવો એવું માનતી તેમાં વાંચન અને ભણતર મને મદદ રૂપ થતું મને ખબર છે, મારી કાકાની દીકરી પ્રજ્ઞા ને મેં જીવના અનેક પ્રસંગે આગળ પડી મદદ કરી તેના માટે પાત્ર ગોતવામાં એને સેટલ કરવામાં હું મદદરૂપ થઇ અને એમાં એક જાતનો આનંદ હતો.. સ્ત્રી એક સ્વતંત્ર વ્યક્તિ છે, તે સમજવું તે એક પરિપક્વ પુરુષ હોવા માટેની અને લગ્નની મૂળભૂત શરત દરેક સ્ત્રીની હોવી જોઈએ.. મને આ પરિપક્વતા મારા પતિમાં  દેખાઈ હતી..એજ આકર્ષણ હતું..   મને એક એવા પુરુષનો સાથ હતો, જે મને ‘સ્ત્રી’ હોવાનો અર્થ આપે છે…મારા  અસ્તિત્વને હાથ પકડીને પાસે લઇ આવે છે. એની ઓળખાણ કરાવે છે સ્વયં સાથે. અમે રોજ મળતા કોઈને કોઈ બહાને ગણિત શીખવતા, સંસારના રોજિંદા જીવનમાં ધીમે ધીમે ભુલાઇ ગયેલી કેટલીયે વાતો મને આજે પણ યાદ કરાવી આપે છે.માં વગર હું ખુબ એકલતા અનુભવતી,માની મમતા ની બાબતમાં અમે સમદુઃખિયા પણ જિંદગીના ધૂંધળા થઇ ગયેલા દર્પણને લૂછીને એ મને મારું પોતાનું જ પ્રતિબિંબ આજે પણ બતાવે છે! એક બીજાનો સહવાસમાં જ અમેં આ બધું મેળવતા અને મેળવીએ છીએ.

જ્યાં સુધી સ્ત્રી પોતે પોતાના માટે ગર્વ ન લે ત્યાં સુધી કંઈ  ન થાય… સ્ત્રી હોવું એ ગર્વની વાત છે. તે શરમજનક બાબત નથી.મને એમની વાતોમાં સંભાળતા થયું,આપણી આજુબાજુ રહેતી સામાન્ય સ્ત્રી પણ અસામન્ય છે.મને સીધીસાદી જણાતી આ વાતમાં ચોક્કસ દમ છે એવું  લાગવા માંડ્યું.  

પ્રજ્ઞા દાદભાવાળા

શામળિયા ને નીરખિએ ..

શ્રી નરસિહ ના સ્વામી શામળિયા ને નીરખિએ ..

ભક્ત નરસિહ  આ કાવ્યમા એમના મનના  માનિતા સુંદર શ્યામસ્વરૂપશ્રી   શામળિયા ના અંતકરણ  પૂર્વક આવવાના એન્ન્ધાણ  સાંભળી  ભાવ વિભોર થઇ જતા.કવિ એમના દેહને રાધા સ્વરૂપ મા જ પાતાની જાતને જોતા અને તન્મયતા અનુભવતા,કવિ એમના સુંદર શામળિયા વરને નિરખીને આનંદ મગ્ન થતા.

એમના મનના માનેલા મનમોહક સુંદર શ્યામના નાજૂક પગલાના પગરવના એન્થાન સાંભળે છે. ઠંડા પવનના  સુસવાટા સંભળાવા લાગ્યા,વિજળી જબુકવા લાગી,ઘનઘોર વાદળ વિજળીના કડાકા સાથે વાદળ ગર્જના કરવા લાગ્યા ને ત્યાંજ એમના સુંદર સોહામણા ઘનશ્યામ ના પગરવ સંભળાય છે.

“હે જશોદાજીના જાયા, હે નંદજીના લાલ,તમારા દર્શનની અભિલાષા મા મારુ મન નાચી રહ્યું છે”

ગોકુળના ગામમા મોરલાનો ટહૂકાર ટહૂકી રહ્યો છે ને શ્યામ સુન્દર ના પગલા ના ઝણકાર ના ભણકાર વાગી રહ્યા છે ,આપના દર્શનની રાહ જોઈ રહ્યોછુ ,આપના મુખારવિંદ ના દર્શન કરવા મન તલસી રહ્યુ છે.

હે દામોદર, હે માધવ, તમે ગોકુલમા ગાયો ચરાવતા, તમે ગોવાલણીના ઘરમા પ્રેમથી માખણ આરોગતા,કાળી કામળી ઓઢી વ્રજમા ગાયો ચરાવતા,કદંબના વૃક્ષના છાયામાં આપ વેણુ નાદ છેડતા જેના સૂરે સારાએ વ્રજના ગોપગોપી ઘેલા થઇ ગુલતાન બની રાસ રમતા,એક એક કાન અને એક એક ગોપીનુ યુગલ બની રાસની રમઝટ જામતી,

કેટલી ય વાર મધુર વાંસળીના સુરે ગોપિઓ ભાન ભૂલી ને વાછરડા છોડી મુક્તી ,ભૂલમા તેમના બાળકોને ગાયના ખૂંટે બાંધી દેતી,વાંસળીના નાદે આંખનું કાજળ ગાલે લગાડતી,આ મોહક વેણુ નાદમા સાનભાન ભૂલી ગોપાન્ગનાઓ કૃષ્ણમય બની જતી.એજ રીતે નરસિંહ મહેતાએ એમના શ્રી વર શામળિયા ના મહારાસને હાથમા મશાલ લઇ આનંદ વિભોર થઈ નિહાળ્યુ,ધન્ય ધન્ય ભક્ત નરસિંહ લગાડતી,આ મોહક વેણુ નાદમા સાનભાન ભૂલી ગોપાન્ગનાઓ કૃષ્ણમય બની જતી.એજ રીતે નરસિંહ મહેતાએ એમના શ્રી વર શામળિયા ના મહારાસને હાથમા મશાલ લઇ આનંદ વિભોર થઈ નિહાળ્યુ,ધન્ય ધન્ય ભક્ત નરસિંહ.

 

Padmaben Kanubhai Shah

Sunnyvale, CA.  June 2014

 

કોના માટે? -પી. કે. દાવડા

મોટા ભાગના શ્રીમંત માણસો જ્યારે ગુજરી જાય છે ત્યારે પાછળ પુષ્કળ સંપતિમૂકી જાય છે. આવા લોકો જીવનભર એ સંપતિ પેદા કરવા પરિશ્રમ કરે છે. એકઅંદાઝ પ્રમાણે તેઓ પેદા કરેલી સંપતિનો જીવન દરમ્યાન માત્ર ૩૦ % જઉપભોગ કરે છે. આ ૩૦ % ખર્ચમાં પણ જે વસ્તુઓ ખરીદે છે, એ વસ્તુઓનોપણ માત્ર ૩૦ % જ ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે ઉંચી કીમતનું સ્માર્ટ ફોનખરીદે છે, પણ એના માત્ર ૩૦ % Functions નો ઉપયોગ કરે છે. મોટો બંગલો ખરીદે છે પણ એમાંનો માત્ર ૩૦% એરિયા જ પોતે વાપરતા હોય છે. ખુબઝડપ અને પીકઅપ વાળી કાર ખરીદે છે, પણ ઝડપનો માત્ર ૩૦ % હીસ્સો જવાપરે છે. મોંધા વસ્ત્રો એના સામાન્ય વપરાશના માત્ર ૩૦ % વપરાશ બાદઉપયોગમાં લેવાતા નથી. તો પછી વધારાની ૭૦% મહેનત એ કોના માટે કરેછે.

આવા એક શ્રીમંત માણસ ગુજરી ગયા અને પોતાની બધી મિલ્કત પત્ની માટેમૂકતા ગયા. થોડા સમયબાદ પત્ની એમના ડ્રાઈવર સાથે પરણી ગઈ. ડ્રાઈવરેમંદિરમાં જઈને ભગવાનને કહ્યું, “હે ભગવાન, આખી જીંદગી હું સમજતો હતો કેહું શેઠ માટે કામ કરૂં છું, મને શી ખબર કે એ મારા માટે કામ કરતા હતા !”

HAPPY THANKS GIVING DAY

-પી. કે. દાવડા

એકમેક સાથે -પન્ના નાયક- કાવ્યાસ્વાદ -તરુલતાબહેન મહેતા

એકમેક  સાથે
ફોન  પર
અગણિત  કલાકો
અલકમલકની  વાતો કરતાં કરતાં

આપણે

શીખી   ગયાં સહજ  જ

એકમેકમાં   જીવી  જવાનું

 એકમેક   વિના…

                પન્ના  નાયક

2008ના જૂન -જુલાઈના ‘કવિતા’ દ્વેમાસીકમાં પન્ના નાયકનું આ કાવ્ય વાંચતા મને હજારો માઈલ દૂર રહેતાં પ્રિયજનોનું ‘ફોન મિલન’ કેવી એકલતાનો અહેસાસ કરાવે છે તેનો સ્વાનુભવ  થયેલો,એ જ અરસામાં મેં મારી ‘પારદેશે ‘ નવલકથા લખી હતી.દુનિયાના નકશામાં બે દેશો  વચ્ચે માઈલોનું  અંતર છે,પણ આ સંવેદનશીલ માનવના મનનો નકશો બે દેશોના અંતરને  પલકારામાં લોપી દે છે.એક મેકને  ફોન પર મળતાં,વાતો કરતાં પણ સદાય વિરહમાં ઝૂરતાંની વેદના એટલે પન્ના નાયકનું આ અછાન્દસ કાવ્ય.

ભારતનું  મુંબઈ શહેર  જેમની   જન્મભૂમિ અને અમેરિકાના પેન્સીવેલીયા સ્ટેટનું ફિલાડેલ્ફિયા જેમની કર્મભૂમિ તેવા પન્ના નાયકના મહદઅંશે અછાન્દસ કાવ્યો સમકાલીન ગુજરાતી કવિતામાં નોખી ભાત ઉપસાવે છે,’પ્રવેશ ‘ કાવ્યસંગ્રહથી તેમણે સોનું ધ્યાન ખેચ્યું હતું. નારીની નાજુક સંવેદના તેમની કવિતાઓમાં એવી સહજ રીતે ઝીલાઈ છે કે વાચકને સ્પર્શી જાય એટલું જ નહિ યાદ રહી જાય,

 મેં વર્ષો પહેલાં વાંચેલું પણ મારાં પ્રિય કાવ્યોની ‘ડાયરીમાં ‘લખેલું અને  હદયમાં કોતરાયેલું. હું મારાં ગમતાં કાવ્યોનાં આસ્વાદો  લખું છુ. સરળ ભાષામાં,એમ જ કહો ને રોજની વાતચીતની ભાષામાં લખાયેલું આ કાવ્ય ‘ગાગરમાં સાગર ‘ સમાવે છે,લાઘવમાં કહેવાની કળા એવી છે કે કાવ્યની શરૂઆત એક દેશમાંથી થાય અને અંત બીજા દેશમાં આવે.’એકમેક  સાથે ……એકમેક  વિના ‘ આ બે કાવ્ય પંક્તિઓ ફોનના  મિલનમાં છુપાયેલા સદાય વિરહી બે દિલોની વ્યથાનો મેપ છે.મને ચક્ર્વાક પંખીના જોડાની વાત સ્મરે છે.દિવસ દરમ્યાન સહવાસમાં મીઠાં ગીતો ગાતાં આ પંખીઓને રાતના વિરહનો શ્રાપ છે,કાન્ત કવિએ સુંદર ખંડકાવ્ય આ વિષયને કેન્દ્રમાં રાખી લખ્યું છે.

કવિયત્રી સાંપ્રત જીવનની સંવેદનાને વાચા આપે છે,તેમનાં કાવ્યો ભોતિક -સુખ સમુદ્ધિ વચ્ચે જીવતા માણસની એકલતા અને ખાલીપણાના વિષાદને વ્યક્ત કરે છે.ટેકનોલોજી માણસના બહારના લેવલમાં તરવરાટ લાવે છે ,પણ અં દરના ચેતન્યને હણી નાંખે છે.અગણિત કલાકોની અક્લમલકની વાતો ફોનના માધ્યમથી થાય ,હવે ફોન પર તો પિક્ચર દેખાય પણ  સ્પર્શ અને એકબીજાનાં શ્વાસોની મ્હેંક માટે તો તડપવાનું રહે.પછી તીખા કટાક્ષમાં કહે છે,ફોન પર વાતો કરતાં બે જણ સહજ રીતે શીખી ગયાં એકમેકમા ફોનનાં વાયરોની અલગ અલગ કેદમાં જીવવાનું.એટલે કે એકમેક વિના તડપવાનું, આંસુ વિનાની કોરી આંખો પણ દિલમાં સતત વહેતી વિરહની અશ્રુ ધારા,બહાર અગ્નિની જ્વાલા દેખાતી નથી પણ ભારેલો અગ્નિ ,સમુદ્રના પેટાળમાંથી ફાટી નીકળતા  લાવા જેવું આજના માણસનું મન છે. કેટકેટલી અપ્રગટ  લાગણીઓના તાપને તે હસતા ચહેરાની પાછળ છુપાવી રાખે છે.માણસ ઝડપી વિમાનો, ટ્રેનો, કારમાં પોતાના સ્થળે જાય છે,પણ એકબીજાનાં મન સુધી પહોંચી શકતો નથી.આ નાનકડું અછાદસ કાવ્ય સાંપ્રત જીવનનું પ્રતિબિબ છે.અછાન્દસમાં  કાવ્ય સર્જવું એ પડકારરૂપ છે.સામન્ય ગદ્યના સ્તરેથી ઉપર જઈ કવિતા નીપજાવવી એ કળા છે.

પન્ના નાયકે ‘પ્રવેશ ‘ ‘ફિલાલડેફિઆ ‘ નિસ્બત ‘ જેવા  કાવ્ય સંગ્રહો પ્રદાન કર્યા છે, ઉપરાંત બીજા અનેક કાવ્યો ,વાર્તાઓ, અને બીજું સર્જનાત્મક સાહિત્ય સતત  તેઓ લખતાં રહે છે.તેમની સાહિત્ય સેવાને તાજેતરમાં ડાયાસ્પોરા પારિતોષકથી નવાજવામાં આવી હતી.

જયશ્રીબેન મર્ચન્ટ સખીપ્રેમથી પન્નાબહેનને થોડા વર્ષો પહેલાં બે-એરિયામાં લઈ આવ્યાં હતાં.એ યાદગાર સન્ધ્યા હજી પણ મારા મનમાં તાજી છે.પન્નાબેનના કાવ્યોની સંગત એટલે મધુરી આત્મીયગોષ્ઠી ,હદયના પડોમાં ધરબાયેલી વાતોનો ઉધાડ. તેમના કવયિત્રી કર્મને મારી ઝાઝેરી સલામ .

તરુલતા મહેતા 24મી નવે.2015

વાર્તા રે વાર્તા-10 -દિવ્યા સોની “દિવ્યતા”

 

Divya soni

મિત્રતા નો ઉદય !  

ઉદય હવે અમેરિકાનો સીટીઝન થઇ ગયા પછી નિશ્ચિંત થઇ ગયો,એમતો ખુબ સારું ભણેલો અને ઉદય એક સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા ઉપર કામ કરતો હતો,પગાર પણ સારો હતો .પણ નોકરી કરતા પોતાની પણ એક ​સ્ટાર્ટ અપ ​કંપની  હોય તેવું સ્વપ્ન રોજસેવ્યું હતું,જે  પૂરું કરવાનો સમય આવી ગયો, ​પોતાની પત્ની અનિતા ને આ વાત કરી, અનિતા એ  તેને પ્રોત્સાહન આપતા કહ્યું

હા ઉદય તું કૈક નવું કર આમ પણ મને કામ પર પ્રમોશન મળ્યું છે.માટે ઘરની જીમેદારી આપણા થી જીલાશે. અને ઉદયે પોતાની નોકરી છોડીને સ્ટાર્ટ અપ માં ઝંપલાવ્યું.  હવે ઘર ચલાવવાનો બધોજ ભાર અનીતા ઉપર આવ્યો.  ઉદય તો એકદમ વ્યસ્ત રહેવા લાગ્યો. એક તરફ પ્રોજેક્ટ  તૈયાર કરવાનો, બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું, અને સાથે સાથે VC ને ફંડિંગ માટે મળવાનું.અનીતાને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાને ભણાવવાના, અને તેમની અને પ્રવૃતિમાં મુકવા જવાના, લેવા જવાના વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્ત રહેવા લાગી.  તેવામાં આ વાતે જુદો વણાંક લીધો અને અમેરિકાની ઈકોનોમી ખરાબ થઇ અને ચારે તરફ લોકોની નોકરી જતી રહી અને તેમાં ફંડિંગ ની તો વાત જ જવા દ્યો.

ઉદય રોજ વિચાર કરતો હવે શું ? અને અનિતા પણ મુંજાણી. આ કારમી મંદી માં ઉદય ની સ્ટાર્ટ અપ કંપની તો શું વર્ષો જૂની કંપનીઓય ફાડચામાં ઉતરી જાય એવો માહોલ જામ્યો હતો. બધા લોકો આ દિવસો વીતી  જાય એની રાહ જોતા દિવસો વિતાવી રહ્યા હતા. ઉદયની કંપનીમાં એની સાથે બીજા પંદરેક કર્મચારીઓ જેમાં મોટેભાગના એના જાણીતા મિત્ર કર્મચારીઓ હતા.ઉદય અને અનીતા બંને આ પરિસ્થિતિની નજાકતથી વાકેફ હતા. આગળ શું કરવું અને કેવી રીતે આ કંપની તથા પોતાની આર્થિક સ્થિતિ સંભાળવી એની ચિંતા તેમને રાત દિવસ રહેતી હતી. સારી વાત એ હતી કે બંને વચ્ચે ખુબજ સરસ મનમેળ હતો. બંને એકબીજા ના મનને ખુબ સારી રીતે સમજી શકતા હતા.

ઉદય અને અનીતા એ મળી ઘણા વિકલ્પો વિચારી જોયા. પહેલાં ઉદયે વિચાર્યું સ્ટાર્ટઅપ બંધ કરી જોબ માં લાગી જવું. અને મંદી વીત્યા બાદ ફરી નવી શરુઆત કરવી , પણ અનીતા ઉદય ને એમ પીછેહઠ ના કરવા સમજાવી  રહી. પછી તેમણે નાનો બીઝનેસ ચાલુ કરવાનું પણ વિચારી જોયું એમાં પણ જોખમ એટલુજ હતું. કેમકે તેઓની ધંધા વિષે ની જાણકારી ખુબ ઓછી હતી. અને ધંધો શરુ કરવા જંગી મૂડી રોકાણ કરવાની પણ જરૂર પડતી હતી.બીજી તરફ ઉદય જો સ્ટાર્ટઅપ રાખે તો એ કંપનીની ઓફીસના મકાન ના ખર્ચા પણ ખુબ રહેતા હતા. રોજ સવારથી સાંજ સુધી બંનેનું મગજ આજ સવાલોના જવાબો શોધવા મથતુ રહેતું.   

 એ દિવસ ઉદયે સાથી કર્મચારીઓ સાથે આ વિષયે ચર્ચા કરવાનું નક્કી કર્યું.બધા મિટિંગ રૂમ માં ભેગા થયા , બધા કર્મચારીઓ એકબીજા સાથે ખુબજ નજદીકી નાતો ધરાવતા હતા . હસી મજાકથી શરુ થયેલી મિટિંગ માં ઉદયે પોતાની વાતની શરૂઆત કરતા કહયું . મિત્રો આ ઈકોનોમી ના સમય માં મને આપણી  આ કંપની અને આપણા સૌનું ભાવી ધૂંધળું દેખાઈ રહ્યું છે. હું મારી રીતે કોઈ એવો રસ્તો શોધવાનું વિચારી રહ્યો છું જેમાં આપણે કંપની બંધ ના કરવી પડે અને આપણે આ મંદી નો સમય એકબીજાને સથવારે રહી પસાર કરી શકીએ.બધા કર્મચારીઓ આ વાત સાંભળી પહેલા તો મુંજાયા પણ પછી ઉદય ની નિખાલસતા અને મૈત્રી પર વારી ગયા.તેઓ બધા એક પછી એક સજેશન આપવા લાગ્યા. આ મિટિંગ લગભગ ત્રણેક કલાક ચાલી અને બધા મિત્રો એ મળી ને એક નિર્ણય લીધો કે આપણે સૌ કંપની નો ખર્ચ મિનીમમ કરીએ સાથે એક સાઈડ જોબ શોધીએ અને બાકીનો સમય કંપનીને જાળવી રાખવા તનતોડ મહેનત કરીએ.અનેપગારમાં કંપની ને જે પ્રોફિટ થાય એના ટકા પ્રમાણે વહેંચી લઈશું નો પ્રસ્તાવ ઉદયેમુક્યો. બધાને આ વિચાર યોગ્ય તો લાગ્યો પણ છતાય ઉદયે સર્વ મિત્રો ને વિચારવા માટે એક અઠવાડીયાનો સમય ફાળવતા કહ્યું કે આ વિષયે ઘરે જઈ ચર્ચા કરો દરમ્યાન હું કેવી રીતે આ પ્લાન અમલ માં મૂકી શકાય નો સ્ટેપ બાય સ્ટેપ ડાયાગ્રામ  રેડી કરી રાખું.    

ઘરે જઈ જયારે ઉદયે આ વાત અનીતા ને કહી , અનીતા ને ઉદય ની નિખાલસતા અને ચોખ્ખાં મન પ્રત્યે આદર થયો. એણે પણ આ આઈડિયા ને વધાવી લીધો . અને બની શકે એ રીતે ઉદય ના કાર્ય માં સહકાર આપવા નો વાયદો કર્યો. બંનેની આંખોમાં આ અનિશ્ચિતતામાં પણ  અનોખી ચમક હસી રહી. બીજા અઠવાડિયે બધા કર્મચારીઓનો સહકાર મળતા ઉદયે પોતાનો પ્લાન બધાને જણાવ્યો કે આપણે કંપની ના મકાન ને જતું કરીશું એના બચતા પૈસા આપણને જે નવા પ્રોજેક્ટ મળે એમાં વાપરીશું. આપણી સર્વિસ ના પૈસા ઘટાડીશું. નાના નાના કામો પણ  કંપની ના નામે લઈશું. અને બધા પોતપોતાના સાઈડ જોબ ના કલાકો એવી રીતે ગોઠવીશું કે આપણી કંપનીને ૨૪ બાય ૭સપોર્ટ પૂરો પાડી શકીશું.બધા મિત્રો એકી બોલે આ પ્લાન સાથે સહમત થયી ગયા. બધા કર્મચારીઓ પાસે એક મહિનાનો સમય હતો બધાએ જોબ શોધી ને પોતાના ખર્ચાઓ મેનેજેબલ કરવાના હતા અને કંપનીના કામ માટે પુરતો સમય ફાળવી શકાય એવીવ્યવસ્થા કરવાની હતી. 

આગલાં મહિનાની એક તારીખ થી કંપનીનું મકાન આપી દેવાનું હતું બંધ એટલે સૌ પોતપોતાના કોમ્પુટર અને ઓફીસ ની બીજી જોઈતી અને વધારાની વસ્તુઓ પોતપોતાના ઘરે મુવ કરવાનું લીસ્ટ બનાવતા કામે લાગ્યા હતા.ઉદય પણ આવા કપરા સમય માં મિત્રોની આવી સમજણ અને તેઓનો અનેરો ઉત્સાહ જોઈ ધન્યતા અનુભવતો હતો.  

   મહિનો હેમખેમ પસાર થઈ ગયો. એકાદ બે કર્મચારીઓ ને છોડી બધા ને સાઈડ જોબ મળી ગઈ હતી. ઉદયે એ મિત્રો ને કંપની માટે જ સ્ટેન્ડ બાય  રેહવા જણાવ્યું અને કહ્યું અમે બધા જયારે બીજી નોકરીમાં બીઝી રહેશું ત્યારે તમે લોકો આ કંપની ના કામ સાંભળી લેજો.બધાની સહમતી એ આદરેલું આ કંપની બચાવવાનું કામ, આ ખંતીલા મિત્રોએ અઢી વર્ષ સુધી હસતે મોઢે ચલાવ્યું. જેમાં સર્વે કર્મચારીઓ જાણે એક કુટુંબ બનીને જીવ્યા કોઈ ક્યારેક કોઈના બાળકો સાચવી આપતું ને કોઈક ક્યારેક કોઈને શોપિંગ માં કે અન્ય કોઈ રીતે મદદ કરતુ. બધા જ અરસપરસ એક કુટુંબની જેમ રહ્યા અને મજબુત બન્યા. એકબીજા ની નાની નાની અગવડો દુર કરતા શીખ્યા. સમયે સમયે એકબીજાને કામ લાગતા થયા.જેવી મંદીની અસર ઓછી થઇ અને જ્યાં બીજી બંધ થયી ગયેલી તથા નવી   કંપનીઓ શરુ થવાના વિચારો કરતી હતી ત્યાં,  મંદીમાં પસાર થયેલી ઉદય ની કંપનીને કામ આપવા લોકો પડાપડી કરવા લાગ્યા. ઉદય ફરી બીઝી રહેવા લાગ્યો અને એણે ફરી એક દિવસ એણે સર્વે મિત્રોને ભેગા કર્યા  આ વખતે ફેમીલી સાથે. બધાં સાથે એક ખુશખબરી વહેંચવા કે ઉદય તથા મિત્રોની કંપની માટે મકાન ભાડે લેવાઈ ચુક્યું છે અને મને મારા પાર્ટનરો ની ફુલ ટીમની આ ઓફીસ માં જરૂર છે. આ સમાચાર સાંભળતા જ બધા કર્મચારી મિત્રો ઉદય ને વળગી પડ્યા.

હતો મિત્રતા નો ખરો ઉદય !! જીવનનો કોઈ પણ સંઘર્ષ મિત્રો અને પરિવાર ના સાથ અને સહકાર થી જીતી શકાય છે.જરૂર છે જીવન ના દરેક સંબધ પ્રત્યે નિખાલસ રહેવાની.

 શું આપણે જીવનમાં આટલું ના કરી શકીએ ?  

 

દિવ્યા સોની

દિવ્યતા ”

વાર્તા રે વાર્તા-9-કલ્પના રઘુ

સોનાનો સૂરજ

ઉદય હવે અમેરિકાનો સીટીઝન થઇ ગયા પછી નિશ્ચિંત થઇ ગયો,એમ તો ખુબ સારું ભણેલો અને ઉદય એક સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા ઉપર કામ કરતો હતો,પગાર પણ સારો હતો,પણ નોકરી કરતા પોતાની પણ એક સ્ટાર્ટ અપ કંપની હોય તેવું સ્વપ્ન રોજ સેવ્યું હતું,જે પૂરું કરવાનો સમય આવી ગયો, પોતાની પત્ની અનિતા ને આ વાત કરી, અનિતાએ તેને પ્રોત્સાહન આપતા કહ્યું.

હા ઉદય, તું,કૈક નવું કર આમ પણ મને કામ પર પ્રમોશન મળ્યું છે.માટે ઘરની જીમ્મેદારી આપણાથી ઝીલાશે. અને ઉદયે પોતાની નોકરી છોડીને સ્ટાર્ટ અપમાં ઝંપલાવ્યું. હવે ઘર ચલાવવાનો બધો જ ભાર અનિતા ઉપર આવ્યો. ઉદય તો એકદમ વ્યસ્ત રહેવા લાગ્યો. એક તરફ પ્રોજેક્ટ તૈયાર કરવાનો, બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું, અને સાથે સાથે VC ને ફંડિંગ માટે મળવાનું.અનીતાને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાને ભણાવવાના, અને તેમની પ્રવૃતિમાં મુકવા જવાના, લેવા જવાના વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્ત રહેવા લાગી. તેવામાં આ વાતે જુદો વળાંક લીધો અને અમેરિકાની ઈકોનોમી ખરાબ થઇ અને ચારે તરફ લોકોની નોકરી જતી રહી અને તેમાં ફંડિંગ ની તો વાત જ જવા દ્યો.

ઉદય રોજ વિચાર કરતો હવે શું ? અને અનિતા પણ મુંઝાણી … તે ભૂતકાળની યાદોમાં સરી પડી … સ્ટુડન્ટ વીસા પર આવેલ અમદાવાદની અનિતા અને વડોદરાના ઉદય વચ્ચે અમેરીકા આવીને યુનિવર્સીટી કેમ્પસમાં દોસ્તી થઇ. દોસ્તીમાંથી પ્રેમ કયારે થઇ ગયો તેની તેઓને ખબર ના રહી. ઉદય, અનિતાને ખૂબજ ચાહતો, અને અનિતા પણ … બન્ને એક બીજાની હૂંફમાં ભણી રહ્યાં હતાં. બન્નેનો પ્રેમ પાંગરતો જતો હતો. ઉદય અનિતામાં બીજી છોકરીઓ કરતાં કંઇક વિશેષ જોતો અને અનિતા તેની કેરીયરમાં આગળ વધે તે માટે સપોર્ટ પણ કરતો. આજે અનિતા જે પણ કંઇક છે તે ઉદયની મહેનતનું પરિણામ છે તે, તે ખૂબજ સારી રીતે સમજતી. ઉદયનાં માતા-પિતા તેને વહુ તરીકે સ્વીકારવા તૈયાર ન હતાં કારણકે તે બીજી નાતની હતી. જયારે અનિતાનાં મા-બાપ ખુશ હતાં અને તેમનો સપોર્ટ પણ રહેતો. ઉદયને બન્ને પક્ષે ૧૦૦% મંજૂરી મળે ત્યારેજ લગ્ન કરવા હતા. છેવટે એકના એક પુત્ર ઉદયની જીદ આગળ તેનાં મા-બાપે નમતું જોખ્યુ. બન્ને ઇન્ડીયા આવીને ધામધૂમથી લગ્ન કરીને પાછા અમેરીકા આવી ગયા. બન્નેને H-1B, પછી ગ્રીનકાર્ડ મળી ગયું. સીટીઝન પણ થઇ ગયા. તેમના બન્ને બાળકો પણ મોટા થતા ગયાં.

ઉદયનાં પિતાને વડોદરામાં કેમિકલનો મોટો બીઝનેસ હતો. અનિતાનાં પિતા અમદાવાદમાં સારી પ્રતિષ્ઠા ધરાવતાં. તેઓ વારાફરતી અવારનવાર અમેરીકાની વીઝીટ કરતાં. લગ્ન પહેલાંનો ઉદયનાં મા-બાપનો વિરોધ અનિતા ભૂલી શકી નહતી. અનિતા તેમને નફરત કરતી. ઉદયનાં પ્રેમને કારણે તેનાં સાસુ-સસરાં અને એમના પરિવાર સાથે તે ઉપર છલ્લો સંબંધ રાખતી. આ વાત ઉદયથી છાની ન હતી. તેથી તે કયારેક ઉદાસ થઇ જતો. અને પોતાના મા-બાપ સાથે થોડી દૂરી પણ રાખતો. આ વાતથી ઉદયનાં મા-બાપ વાકેફ હતાં.પરંતુ આમને આમ ચાલ્યા કરતુ. આ વાતને અનિતાના મા-બાપ આડકતરી રીતે સમર્થન આપતાં જેથી તેમની દિકરી અનિતા ઉદયની પત્નિ તો બની પરંતુ શાહ પરિવારની વહુ સારી રીતે બની ના શકી. તેણે તેની મહેતા અટક પણ ચાલુ રાખી હતી. આ બાબતે ઉદય મૌન રહેતો કારણકે આજકાલ આ એક ફેશન થઇ ગઇ હતી.

આજ ઉદયની જોબ છૂટે છ મહિના થઇ ગયાં હતાં અને નવી કંપનીમાં ફંડ વગર કંઇજ થઇ શકે તેમ ન હતું. ઉદયે નાની નાની જોબ કરવા પ્રયત્ન પણ કર્યા જેથી ઘરમાં સપોર્ટ થાય. પણ તેથી શું? ઇકોનોમી સુધરે તેવી કોઇજ શક્યતા દેખાતી ન હતી. બાળકોનું ભણતર, ઘર-કામ એ ઉદય કરે અને અનિતા જોબ કરે તે પણ ક્યાં સુધી ચાલે? ઉદય કે અનિતાને એ મંજૂર નહોતું. આ નિરાશામાં ઉદય ડૂબવા માંડયો. એ તેના મા-બાપને પણ કહી શકે તેમ ન હતો. તેને કોઇ સપોર્ટ નહોતો. ઘરમાં ચિંતા, મૌન, ઉદાસીને પરિણામે કયારેક ઉદયનો ગુસ્સો બેકાબૂ બનતો. ઘરમાં ના બોલવાનું બોલાતું. બાળકો પર તેની અસર થવા લાગી. અનિતાને પણ નોકરીની સાથે આ બધુ સંભાળવાનું અઘરૂ પડવા લાગ્યું.

છેવટે તેને તેનાં પિયર વાત કરીને મમ્મીને બોલાવવા માટે ઉદયની જાણ બહાર ફોન કર્યો. ત્યાંથી જવાબ મળ્યો  કે,  ‘એકાદ મહિના માટે તેની મમ્મી આવીને મદદ કરવા તૈયાર છે. પરંતુ લાંબા સમય માટે શક્ય નથી. કારણકે અનીતાનાં ભાઇ-ભાભી જોબ કરતાં હોય અને તેનાં બે બાળકોને સંભાળવાનું કામ તેની મમ્મીએ કરવાનું હોય. તેથી તેની મમ્મીએ ત્યાં રહેવું પડે. ત્યાં તેમની જરૂર છે. માટે અનિતાએ પિયરની આશા નહીં રાખવી. હા, જરૂર પડે ઉદયકુમાર અને તમે બધાં અમદાવાદ આવી જાઓ. અહીં તમને અમે ગમે ત્યાં સેટ કરી દઇશું.’

અનિતાને જોરદાર ધક્કો લાગ્યો કે અમે આટલા વર્ષો અહી સેટલ થવા માટે કાઢયાં. તો શું ઇન્ડીયા પાછા જવા માટે? અને મમ્મીને પહેલાં ભાઇ પછી હું … ? અને તે પણ નિરાશ રહેવા લાગી. ઉદયથી આ વાત છાની ના રહી. અને બન્ને એકબીજાને આશ્વાસન આપીને નવી કંપનીનાં સેટપ માટે પ્રયત્નો મન મૂકીને કરવા લાગ્યા. પરંતુ ફંડીંગના પ્રશ્નને કેવી રીતે સોલ્વ કરવો?

ત્યાંજ … એક સાંજે ઉદયનાં મિત્ર જયનો ફોન આવ્યો. ઉદય દરવાજો ખોલ. અને … બારણું ખોલે છે તો શું જુએ છે? જયની સાથે મમ્મી-પપ્પા, સામાન સાથે આવીને ઉભા છે. જય તેમને એરપોર્ટથી લાવ્યો હતો. આશ્ચર્ય સાથે ઉદયની આંખમાંથી અશ્રુની ધારા વહેતી ચાલી. તે મા-બાપનાં ચરણસ્પર્શ કરીને ભેટી પડયો. બાળકો અને અનિતા પણ .. સૌએ હાશકારો લીધા પછી, ઉદયે ઓચિંતા આવવાનુ કારણ પૂછતાં, જયે કહ્યું, ‘તારી તમામ પરિસ્થિતિ, મેં અંકલને પાંચ મહિના પહેલા કહી હતી. લગભગ રોજ એ મને ફોન કરીને તમારાં બધાની ખબર પૂછતાં હતાં.

ઉદયના પપ્પા રાજનભાઇએ વાતનુ અનુસંધાન સાધતાં કહ્યું, ‘બેટા, મારો આટલો મોટો બીઝનેસ કોના માટે હું કરી રહ્યો હતો? મારી અને તારી મમ્મીની જીન્દગી જીવવા જેટલો પૈસો તો ઘણો છે મારી પાસે. દિકરા, તમે બધાં અહીં આટલા દુઃખમાં હોવ તો મને કે તારી મમ્મીને તમારાંથી આટલે દૂર ઉંઘ કેમ આવે? અમે નિર્ણય લીધો અને વડોદરા અને અમદાવાદની ઓફીસનું બધુ સમેટી, વેચીને પૈસા સાથે અમે અહીં આવી ગયા. હા, વડોદરામાં ઘર રાખ્યું છે. બાકી આ કરોડોને કરવાનું શું? અમારા ગયા પછી તને આપુ કે અત્યારે. તને કામમાં આવે તે મહત્વનુ છે. આ પૈસાથી તારી કંપની સારી રીતે તુ શરૂ કરી શકીશ. તારી મમ્મી બાળકોને સંભાળવામાં મદદ કરશે. અનિતાને ટેકો રહેશે. હું પણ તને મદદમાં આવીશ. આપણે ઘરના સાથે હોઇએ પછી મૂંઝાવાની શી જરૂર? જાગ્યા ત્યારથી સવાર … નવેસરથી ધંધો શરૂ કર. અમારાં આશિર્વાદ છે. ભગવાનની કૃપાથી સૌ સારાં વાના થશે … ’

ઉદય અને અનિતા, મમ્મી પપ્પાને ભેટી પડયા. અનિતા ડૂસકે ને ડૂસકે રડવા માંડી. અને મમ્મી … કહીને વળગી પડી. આજે માને દિકરાની સાથે દિકરી મળ્યાંનો પણ ઉરે આનંદ સમાતો ના હતો. બન્ને બાળકો પણ ખુશીના માર્યા, બા-દાદાની સોડમાં લપાઇ ગયાં. મોડી રાત સુધી સૌએ ખૂબ વાતો કરી.

રાત્રે અનિતાએ ઉદય સાથે સૂતાં કહ્યું, ‘મને માફ કરો ઉદય. હું મમ્મી-પપ્પાને સમજી ન’તી શકી. તમે પણ મને ખુશ રાખવા તમારા મા-બાપથી દૂર રહેતાં. તેમણે કેટલો બધો ભોગ આપ્યો છે, આપણાં માટે. જ્યારે મારાં મા-બાપ પહેલા તેમના દિકરાંનું જુએ છે. જો મમ્મી-પપ્પા ના હોત તો આપણુ શું થાત? મારી આંખો ખૂલી ગઇ છે. આજે મારો નવો જન્મ થયો છે. કાલે મારા માટે, આપણા કુટુંબ માટે સોનાનો સૂરજ ઉગશે. નવી ગણતરી, નવી વિચારસરણી સાથે આપણે નવો ધંધો શરૂ કરશુ. આજે, ઉદય હું હળવી થઇ ગઇ છું. તમને તમારી અનિતા પાછી મળી ગઇ છે.’ ઉદય વિચારમાં પડી ગયો! ‘કેમ? એટલે તુ શું કહેવા માંગે છે? અનુ, તુ કાંઇ સમજાય તેવું બોલ!’ અનિતાએ વળતા જવાબમાં કહ્યુ, ‘મને પ્રોમીસ આપો કે તમે કાલે મારૂ નામ બદલવાની વિધિ કરો છો. અનિતા મહેતા નહીં પણ અનિતા શાહ મારૂં નામ છે.’ ઉદયની છાતીમાં મો સંતાડી અનિતા હળવી થઇને અને ઉદય અનિતાના વાળમાં હાથ ફેરવતાં દામ્પત્યનુ ઐક્ય અનુભવી રહ્યા હતાં.

કાલે સોનાના સૂરજના આગમનની રાહ જોતાં નવા જીવનના સપના સાથે રાતની રાણીની આગોશમાં બન્ને સૂતાં … મંદમંદ વાયુની લહેરો સાથે બગીચામાંથી રાતરાણીના પુષ્પોની માદક સુવાસ આવી રહી હતી.

કલ્પના રઘુ