બેઠક -૨૦૧૬ વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -(8)માનસી-માનસી

એક લઘુ કથા વાંચજો- વંચાવજો અને કોમેંટ પણ યોગ્ય લાગે તો લખજો- સ્પર્ધામાં તે મહત્વના છે,આપના મંતવ્ય જરૂર થી આપશો,રીડર્સ પોપુલર ચોઈસ પણ જરૂરી છે, આપ બેધડક અભિપ્રાય આપી શકો છો.

માનસી

 “હા, હું જ માનસી છું કહોને આપ કોણ? મને શબ્દો સાથે પ્રેમ છે ને રંગો તો બધા જ મને રીઝવે છે. પણ તમે મને ક્યારે મળેલા તે યાદ તો કરાવો.” 

શબ્દો અને રંગોનો જન્મોનો સથવારો છે. કેટલીય રચનાઓનો ઉદભવ તસવીરોમાંથી થાય છે તો કઈ કેટલીય રચનાઓ તસવીરમાં પરિણમે છે.અને લોકો હોળી ની રાહ જુવે છે વસંત ની રાહ જુવે છે કે રંગો ક્યારે બિખરાશે જીવનમાં. અને કોઈક એવા ને મળીએ અને રંગો ભળી જાય જીવનમાં. માનસી પણ એવી જ હતી જેને મળે તેને ખૂબ વ્હાલી લાગે. તેના ગાલ ના ખાડા તો બસ   બધાને ખૂબ ગમતા. મીઠ્ઠુ મીઠ્ઠુ બોલતી પરાણે વ્હાલી લાગે .

“બિના કંગન ઔર કોઈ ગેહને ભી નહી ફિરભી તુમ કિતની પ્યારી લગતી હો” મહમદચાચા વ્હાલથી માથે હાથ ફેરવતા બોલ્યા. “જી” બોલી શરમાતી માનસી અભી નો હાથ પકડી ને ભાગી. પણ ગયેલી તે ગયેલી, છેક બે દિવસે પાછી ફરી લોકો તો ખૂબ વિચારતા હતા કે શું થયું કે અભી ને માનસી ભાગી ગયેલા. બોલવાની કે કંઈ પણ કેહવાની સખત મનાઈ હતી કારણ કે જો બોલશે તો તેને ને તેના ભાઈ અભી ને ઉપાડી ને લઈ જશે આ મહમદચાચા ને આ વખત તો મારી જ નાંખશે. ખુબ આજીજી કરી ત્યારે બે દિવસે પાછા ફરવા મળ્યું હતું. ૫ વર્ષનો અભી તો ખૂબ ગભરાઈ ગયો હતો ને ૭ વર્ષની માનસી પોતાની સમજ પ્રમાણે પોતાના કાકા નેકાકી પાસે રેહતા હતા. કાકા મોટા ભાગે બહારગામ રેહતા ને કાકી ને પોતાની કીટી પાર્ટી માંથી સમય ન્હોતો મળતો. પણ ઘરના રસોયણ મંજુ્લાબેન બંનેને જમાડતા-નવડાવતા ને ધ્યાન રાખતા પણ આ ત્રણ દિવસથી તેને પણ તાવ આવેલો ને મોકો જોઈને બંને ને મહમદચાચા ઉપાડી ગયા. ખિલખિલાટ રમતી હસતી છોકરી ગભરું ને ગંભીર બની ગઈ !! મા વગર કદી સાચી શિખામણ પણ કોણ આપે તેથી મોટાભાગે ચૂપ રેહવા લાગી.મૂડી લોહીની ધાર છે, મહોબતના સવાલો ને હું શું ભરું, લોહીની ધારે નાહક નક્શા ભરુ, યાદનો શબ્દોત્સવ ને કૈં ભરું,સમાધાન સંકલ્પ વિણ વ્યથા ને ભરું! આવું કઈક આઠ વર્ષની માનસી એ લખ્યું કે પંખી ઊડ્યું જાય ને પછી કંપે જરી ડાળી. પણ વાંચવાનું કોણ હતું…૧૦ વર્ષની બાળકી જ્યારે કેહવાતા કાકા ના હાથનો જ શિકાર થઈ ત્યારેતેની ડાયરીના પાના ચીસો પાડી રહ્યા હતા. સમજાતુ ન્હોતું કે પોતે શું કરે ને બધું સારું થઈ જાય ..

અને આ નો ઉકેલ પોતે પોતાની રીસ્ટ કાપી ને કરતી. ન સમજાયું પોતાને પણ કે પોતે આવુ કેમ કરે છે !! યુવાવસ્થા ની મૂઝવણો ના ઉકેલ તેની એક માત્ર બારી નશો…નસ કપાઈ જશે તેની પણ બીક નથી. ન સમજાય માતા-પિતા ને આજના સમયમાં શું અઘરું છે? મા-બાપ થવું તે કે બાળક થવું તે? 

માનસી મનોમન ગુંગળાતી  ટવેલ્થ ગ્રેડમાં આવી ને તેની ઓળખ તેના ટી્ચર મિસિસ વસુધાબેન સાથે થઈ!. એક મા ની ગરજ સારી જાણે…વાત વાતમાં અંગત પ્રશ્નો ના ઉત્તર મળી ગયા ને એમણે તેને સમજાવી કે મુસીબત નો સામનો કરવા તુ સ્પોર્ટ્સ જોઇન કર, રીડ મોર ને મેક યોર સેલ્ફ સ્ટ્રોન્ગ. સ્કૂલ પછી તારે આગળ પણ 

ઘણો સામનો કરવાનો છે. હું તારી સાથે જ છું, તને રાત દિવસ ક્યારેય જરૂર પડે તો હું છું ! મને ખબર છે કેહવું સહેલું પણ કરવું ઘણુ અઘરું છે. યુ કેન રીચ મી ઓન માય સેલ એની ટાઈમ”કહી માથે હાથ ફેરવ્યો ને માનસી તેમને વળગીને ખૂબ રડી પડી. જીવનમાં આજ પેહલી વારર કોઈએ તેનું સાંભળ્યું. તેને દિલથી સ્પર્શી કોઈ પણ ખરાબ ઇરાદા વગર. અભી ને લઈને બંને જણાએ કરાટે ક્લાસીસ ચાલુ કર્યા. વસુધાબેન ફી ભરતા ને બંને પર નજર રાખતા. 

ઘરે મંજુલાબેન પણ હતા જ. મુસીબતો થી ભાગવા બારણાં નહીં તો દ્વાર ખોલી એ તોય ઘણું. આમ બારી ના કઠેડે માનસી બેસી ને વિચારે છે પોતાનું ભવિષ્ય ને અભી નુ ભાવિ. એક બીજા સાથે રહીશું તો જ કંઇક કરી શકીશું તેથી તે અભી ને સમજાવતી ને પ્રેમથી પોતાની વાત ગળે ઉતારી શકતી. હવે વસુધાબેન ટીચર મટી મનોમન મોમ બની ગયા છે. તેની ડાયરી માં પતંગિયા ને ફૂલો સાથે મૌલિકતા ભરેલ કવિતાઓ ઉભરાય છે. વસુધાબેન ખૂબ ખુશ છે. એમની 

પડોસમાં રેહતો સંજીવ ક્યારેક મીઠ્ઠુ સ્માઈલ આપતો તે તેમણે જોયું હતું. એક સ્ત્રી બીજી સ્ત્રી ને વધુ સમજી શકે છે. પણ મારા મતે પૂરૂષોમાં જતુ કરવાની સારાશ વધુ હોય છે. કેમકે આખરે તેમને તમે ખુશ થાવ તે જ જોઈએ છે.સંજીવ હવે ક્યારેક અભી ને તો કયારેક માનસી સાથે હલ્લો હાય કરે છે. પણ વસુધાબેન ની સામે તેની હિમંત નથી થતી.. સંજીવ નો ફેવરીટ સબ્જેક્ટ કેલ્ક્યુલસ છે. પણ પોતે નાટક કરે છે કે “માનસી તને મારા કરતા વધુ આવડે છે ને મને હેલ્પ કરીશ તો હું જ્લ્દી શીખી લઈશ”. હજુય માનસી ભોળી જ છે. તેણે તેને હેલ્પ કરવાની ચાલુ કરી,રોજ લાઈબ્રેરીમાં મળતા. આમને આમ મહિનો થયો હશે ને એક દિવસ માથે પાટો બાંધીને સંજીવ આવતો જોયો…”હાય,હાય શું થયું ?” કહી ધસી આવતી માનસી ને તે જોઈ રહ્યો. મનોમન લડ્ડુ ફૂંટ્યા પણ રોતલ મોઢે જવાબ આપ્યો કે “પડી ગયો ને માથામાંથી લોહી નીકળ્યું હતું ને પાટો પણ બાંધવો પડ્યો.” “ઓય મા, બહુ દુઃખે છે ? “કહી માનસી માથે હાથ ફેરવી રહી. અજાણતા દુનિયાને ભૂલી ગઈ ને બે મિનિટ પછી પાછી ખસી ગઈ !! સંજીવને ખૂબ ગમ્યું પ્રેમ નું બીજ તો ક્યારનું ફૂટ્યું હશે આજ ઉષ્મા શું મળી કૂંપણ ફૂટી નીકળી. માનસી ને પણ લાગ્યું કે પોતે સંજીવને લાઈક કરે છે ને સંજીવ તેને.પ્રેમ પામતા આવે સમજણ ને સમજાઈ જાય પોતાની ને સામેવાળાની કિંમત. 

“આજનો યુવાવર્ગ કાંડા કાપે-આપઘાત કરે કે રેપ ના શિકાર બને તે માટે સમાજ માત્ર નહીં પણ દરેક વ્યક્તિ જવાબદાર છે અને મક્કમ મનોબળ ને તાકાતવાન સ્ત્રી એક પુરૂષ સમોવડી થઈ ને જુદા જુદા ક્ષેત્રો સર કરી શકશે તે માટે હેલ્પીંગ હેંડ વડીલો એ દેવો જોઈએ શાળા ને સંસ્થા નો પૂરતો ફાળો મળે તો પાંચ આંગળી ઓ મુઠ્ઠી બની જાય ને મુક્કો બને તો સમાજ સામે  ટક્કર લઈ શકાય ” સ્કૂલ ના ન્યુઝ્પેપર્સ માં તેનું કોલમ હંમેશ આવતું પણ આ વખતે તેણે જે લખ્યું તે ખૂબ પ્રશંસનીય બન્યું ને ઘણી બધી છોકરીઓ ભેગી મળી ને એક સ્પોર્ટ્સ સેંટરમાં ભેગા મળી પોતાની રક્ષા કરવાનું ઝૂંબેશ માથે લીધું. આ બાજુ સંજીવ ને પણ ગમ્યું કે પોતાની સાથે રેહવા છંતા માનસી જેવી છોકરી ઇન્ડીપેન્ડન્ટ રહી એક સારી મિત્ર બની રહે છે. હેલ્ધી સમાજ ની ગરજ સારે છે. એક બીજાની હૂંફે વધાય આગળ પણ આપમેળે સામનો કરી શકતી નવ-યુવાપેઢી જરૂર નવુ પૂરવાર કરશે…કે સ્ત્રી કોઈ પણ ક્ષેત્રમાં પુરૂષથી પણ વધુ સિધ્ધી મેળવી શકશે. ને આજ જોઈએ તો બંને એકબીજા ના પૂરક એક જ સિક્કા ની બે બાજુ જ છે ને. “પણ આ બધુ કાગળમાં જ સારું લાગે ક્દાચ મન પણ દિલ સાથે સહમત થઈ જાય થોડી પળો માટે. છોકરી ઇન્ડીપેન્ડન્ટ ગમે પણ ઇન્ડીપેન્ડંસ નવી વ્યાખ્યા માં પોતાના સંકુચિત વિચારો જોડે તો નામ નું જ ઇન્ડીપેન્ડંસ ગણાય.” માનસી હજુય લખે છે કોલમ પણ હવે તેનો બ્લોગ છે.” સંજીવ આઈ એમ સો ગ્લેડ વી મેટ” માનસી બોલી ને સંજીવ તેને વળગી બોલ્યો ” તો આપો મારું ઇનામ !” “અરે! અરે, તમે શું કરો છો? જે માગો તે મંજુર !!” દીકરા ના જ્ન્મ પછી સંજીવ ને માનસી છૂટા પડેલા કોઈ ને ખબર ના પડી કેમ પણ આજે સંજીવ ને તે ઓળખી પણ ના શકી.માંગી ને દિકરો કઈ રીતે ભાગી શકાય ? તે માનસી ને કદી ના સમજાયું પણ પાછળ થી જ્યારે ખબર પડી કે અભી ને સંજીવ ફ્રેંડ થી વિશેષ બન્યા છે થયું છી છી શું જમાનો આવ્યો છે ? પણ બધુંજ સંભવ છે આજ કાલ!! અને આજે અચાનક દ્વારે ઉભો છે તે કોણ છે? સ્ટ્રેઈટ છે-ગે છે- કે બાય છે ? ને “આવ, સંજીવ” કેહવાઈ જ ગયું. “મેં ચશ્મા પેહર્યા ને ઓળખાઈ ગયો “

આમ બેસવાનું કહી પોતે સાડી નો પાલવ સરખો કરતા બોલી “અરે, આવ આવ. હું પણ ચશ્મા માં કેવી લાગુ છું તે બોલ !” વાતાવરણ ગંભીર ના બને તેથી હળવી વાત જ તેણે કહી માત્ર આઈસ બ્રેકર તરીકે. “સ્ત્રીઓના જીવનમાં એક ગાળો એવો આવે છે જ્યારે તેને મેન્ટલી સપોર્ટની ખૂબ જરૂર હોય છે જે ગાળાને ઘરના અન્ય લોકો સમજી શકતા નથી. આથી આ ગાળામાં સ્ત્રીઓએ પોતાની મનપસંદ પ્રવૃત્તિ કરવી જોઇએ. જેમાં વાંચન/લેખનને મુખ્ય બનાવી શકાય. શાળામાં કે કોલેજમાં ભણતા સમયે કેટલીક યુવતીઓ ઘણું સારું લેખન કરતી હોય છે પરંતુ સમય જતાં સંસારની ઘટમાળમાં ફસાઈને એનાથી દૂર થઈ જાય છે. કેટલીક  સ્ત્રીઓ એવી પણ છે જે આ પ્રવૃત્તિ કરે જ છે પણ વાચકવર્ગ મેળવી શકતી નથી. સારું લેખન હોવા છતાં પુસ્તકો છપાવી શકતી નથી.” પોતાનું ન્યુઝ પેપર્સ, થોડી નવલકથાઓ તથા આગવી પ્રતિભા ઉભી કરી લીધી છે તે અંજાઈ ગયો. તો પછી મને શા માટેટે આવકારે છે ? તે ના સમજયો. સામે કોફી ટેબલ પડેલ મોટા હેડીંગ સંજીવ વાંચ્યા વગર રહી ના શક્યો.  તે અવાક ચૂપચાપ માફી માંગતો રહયો ને અચાનક ત્યાં”મમ્મી ,મમ્મી… મોમ !” કરતો વિશાલ પ્રવેશ્યો. 

..માનસી 

 

બેઠકનો અહેવાલ-પી.કે.દાવડા

 

“બેઠકે કેલીફોર્નીયામાં ગુજરાતી  સાહિત્યના જાણીતા લેખિકા પન્નાબેન નાયકને આવકાર્યા”  

4 bethak pannben

 

 

 

 

ફેબ્રુઆરી ૨૦૧૬ ની બેઠક, ૨૬મી ફેબ્રુઆરીની સાંજે ૬-૦૦ વાગે મિલપીટાસના આઈસીસીમાં મળી હતી. જેમાં હાજરી નોંધનીય રહી ,હંમેશ મુજબ બેઠકની શરૂઆત કલ્પનાબહેનની પ્રાર્થનાથી શરૂ થઈ હતી. ત્યારબાદ શ્રી રાજેશ શાહે બેઠકના આ મહિના માટેની વાર્તા સ્પર્ધાની વિગતો આપીને જણાવ્યું હતું કે સ્પર્ધાની આખરી તારીખ ૧૫મી માર્ચ સુધી લંબાવવામાં આવી છે.

પ્રજ્ઞાબહેને ૨૮મી ફેબ્રુઆરીએ યોજાયલા કવિયેત્રી પન્ના નાયકના સ્વાગત કાર્યક્રમની વિગત આપીને કહ્યું એક વતન ઝરુપા થી જીવતી લેખિકાને અને એમની સંવેદનાઓંથી ભરપુર કવિતાને સંભાળવી એમની પ્રત્યક્ષ  હાજરીમાં એક લહાવો છે અને સૌને આનો લાભ લેવા જણાવ્યું હતું. ત્યારબાદ દાવડા સાહેબની પાઠશાળામાં એમણે હાયકુ અને મુક્તક ની થોડી ખાસિયતો સમજાવી અને થોડા ઉદાહરણો ટાંક્યા હતા. ત્યારબાદ તાજેતરમાં આવતા ફ્લોરીડા યુનીવર્સીટી પોએટ્રી ફેસ્ટીવલમાં પોતાની રજૂઆત કરવા પ્રજ્ઞાબેન અને  મહેશભાઈ જઈ રહ્યા છે, તેનો હર્ષ જાહેર કરતા બેઠકે ગૌરવ અનુભવ્યો, પ્રેસ રિપોર્ટર રાજેશ શાહ ત્યાં પ્રત્યક્ષ હાજરી આપી  ગુજરાત સમાચાર રિપોર્ટ કરશે।પ્રજ્ઞાબેન શ્રી મહેશ રાવલે પોતાની ગઝલ સંભળાવી.

દર્શનાબેન ભુતા બે એરીયા ના ખુબ જાણીતા સંગીત કલાકારે  “માંડી તારું કંકુ” ગાઈ બધાને ભાવ વિભોર કર્યા હતા ,પિનાકભાઈએ સુંદર રજૂઆત કરી તો કલ્પનાબહેને અને પ્રજ્ઞાબહેને પોતાની કાવ્ય રચનાઓ રજૂ કરી માહોલ ને જાળવી રાખ્યો,પદ્માબહેન શાહે અમેરિકાને સાવકી મા કે પારકી મા ન સમજવા કારણો આપ્યા હતા.

શ્રી રામજીભાઈએ અમેરિકાના મેઈનસ્ટ્રીમમાં વધારે ભળવાની જરૂરત ઉપર ભાર મૂક્યો હતો.આ વાતને આગળ વધારતા પ્રજ્ઞાબેને મહાગ્રંથ ની જાહેરાત કરતા કહ્યું કે મહાગ્રંથ તૈયાર છે, આપણે સૌ આ ગ્રંથ એક ગ્રંથ ખરીદી જો અલગ અલગ સીટી લાઈબ્રેરેરીમાં મુકીએ તો આપણી ભાષા તરફ લોકોનું ધ્યાન આપ મેળે જશે. અને આવતી પેઢી તેને યાદ કરશે। બાકી આપ બધા વાંચીને અને લખીને ભાષાનું સંવર્ધન કરી રહ્યા છો આપ કોઈ વાંચવાનું કે લખવાનું છોડશો નહિ લખવાથી ભાષા વહેતી રહેશે    

નવા આવેલા મહેમાનોએ પોતાનો પરિચય આપ્યો અને એમને આવકારતા પ્રજ્ઞાબેને કહ્યું કે આપ બેઠકમાં આવતા રહેજો અને પોતાની સ્વરચિત રચના રજુ કરતા કહ્યું કે  બેઠકમાં આવો તો હળવા થઈને આવજો, સાહિત્યનો ભાર મુકીને આવજો,પછી સર્જનની વાત માંડશું

હરવખતની જેમ બેઠકમાં બધા નિત નવી વાનગી લાવી સહિયારા ભોજનનો આનંદ લીધો હતો,અને કલ્પનાબેનનો જન્મદિવસ ઉજવી ઘર જેવું વાતાવરણ માણ્યું હતું  આખરે એકબીજાને હળવા મળવાનું પતાવી સૌ છૂટા પડ્યા હતા.

પી.કે.દાવડા

 

અમદાવાદના ૬૦૫ સ્‍થાપના દિવસ…સંકલન-રમેશ પટેલ(આકાશદીપ

 સાબરમતી કિનારે, અમદાવાદના ૬૦૫ સ્‍થાપના દિવસની, તા-૨૬મી ફેબ્રુઆરીએ આજે પરંપરાગતરીતે ઉજવણી કરવામાં આવી.. જુદા જુદા કાર્યક્રમોનું આયોજન પણ કરાયું . અમદાવાદ શહેરના મેયર ગૌત્તમ શાહે જણાવ્‍યું હતું કે, આજના દિવસે માણેકનાથજીની યાદમાં અહેમદશાહ બાદશાહે બનાવેલ માણેક બુરજની મેયર ગૌત્તમ શાહ અને ગુરુ માણેકનાથજીના વારસદાર ૧૩માં મહંત ચંદનનાથજી ધનશ્‍યામનાથજીના હસ્‍તે આજે સવારે પૂજા કરવામાં આવી હતી. આ અંગે માહિતી આપતા મેયરે વધુમાં જણાવ્‍યં છે કે, સને ૧૪૧૧માં આજ રોજ અમદાવાદના સ્‍થાપના દિન નિમિત્તે સ્‍વામી વિવેકાનંદ પુર (એલિસબ્રિજ) ખાતે આવેલા માણેક બુરજની પૂજા અર્ચનાના કાર્યક્રમનું આયોજન માણેકનાથજીના વારસદાર એવા ૧૩માં મહંત ચંદનાથજી ધનશ્‍યામનાથજી દ્વારા કરવામાં આવ્‍યું હતું. તેમજ ગઇકાલે સાંજે માણેક બુરજ પર નવી ધજા પણ રોહણ કરવામાં આવી હતી.(સમાચાર-અકીલા ન્યુઝ..આભાર)

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

…………………….

ભારતનું  સાતમું સૌથી મોટું શહેર એટલે આપણું અમદાવાદ..મહાનગર.” .. સૌને આ વાત યાદ છે…” જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા“..

દંતકથા અનુસાર અહેમદશાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાંને કુતરાનો પીછો કરતા જોયું. સુલતાન કે જેઓ તેમના રાજ્યની રાજધાની વસાવવા માટેના સ્થળની શોધમાં હતા તેઓ આ બહાદુરીના કારનામાંથી પ્રાભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તાર પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો. આ બનાવ એક લોકપ્રિય કહેવતમાં વર્ણવેલ છે ” જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા”…૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧..જન્મદિન.

જોકે, પુરાતત્વીય પુરાવા એવું સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો.[૧] એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ[૨] સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે. સોલંકીનું રાજ ૧૩મી સદી સુધી ચાલ્યું, ત્યાર બાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા કુળના હાથમાં આવ્યું. સન ૧૪૧૧માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમ્યાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી. ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ પોતાના નામ પરથી ‘અહમદાબાદ’ રાખ્યું. સમય જતાં તે અપભ્રંશ થઇને ‘અમદાવાદ’[૩] તરીકે ઓળખાવા લાગ્યું.

ઈ.સ. ૧૪૮૭માં અહમદ શાહના પૌત્ર મહમદ બેગડાએ અમદાવાદની ચોતરફ ૧૦ કી.મી. પરીમીતીનો કોટ ચણાવ્યો જેમાં ૧૨ દરવાજા અને ૧૮૯ પંચકોણી બુરજોનો સમાવેશ થાય છે.[૪] ઈ.સ. ૧૫૫૩માં જ્યારે ગુજરાતના રાજા બહાદુર શાહ ભાગીને દીવ જતા રહ્યા ત્યારે રાજા હુમાયુએ અમદાવાદ પર આંશિક કબજો કર્યો હતો.[૫] ત્યાર બાદ અમદાવાદ પર મુઝાફરીદ લોકોનો ફરીથી કબજો થઈ ગયો હતો અને પછી મુગલ રાજા અકબરે અમદાવાદને પાછું પોતાનું રાજ્ય બનાવ્યું. મુગલકાળ દરમ્યાન અમદાવાદ, રાજ્યનું ધમધમતું ઔદ્યોગિક કેન્દ્ર બન્યું જ્યાંથી કાપડ યુરોપ મોકલાતું. મુગલ રાજા શાહજહાંએ પોતાનો ઘણો સમય અમદાવાદમાં વિતાવ્યો, જે દરમ્યાન તેણે શાહીબાગમાં આવેલો મોતી શાહી મહાલ બનાવડાવ્યો. અમદાવાદ ૧૭૫૮ સુધી મુગલોનું મુખ્યાલય રહ્યું, ત્યાર બાદ તેમણે મરાઠા સામે સમર્પણ કર્યું.[૬]મરાઠાકાળ દરમ્યાન અમદાવાદ તેની ચમક ધીરે ધીરે ખોવા માંડ્યું અને તે પૂનાના પેશ્વા અને બરોડાના ગાયકવાડના મતભેદનો શિકાર બન્યું.[૭]

અંગ્રજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યાં. કાપડની મિલોને કારણે અમદાવાદ પૂર્વનું ‘માંચેસ્ટર’ પણ કહેવાતું હતું. મે ૧૯૬૦થી નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ. હાલ ગાંધીનગર નવું પાટનગર બનવા છતાં અમદાવાદની મહત્તા એવી જ છે. સામાન્ય રીતે આજકાલ ગાંધીનગરને ગુજરાતનું રાજકીય પાટનગર અને અમદાવાદને વાણિજ્યિક પાટનગર કહેવામા આવે છે.

………………………………………………………………..

 યશવંતી ગુજરાત…રમેશ પટેલ(આકાશદીપ)

 

ગુણીયલ   ગુર્જર   ગિરા  અમારી, ગૌરવવંતા ગાન

સ્નેહ  સમર્પણ  શૌર્ય  શાંતિના,  દીધા  અમને  પાઠ

રાજવી  સાક્ષર  સંત મહાજન , ધરે  રસવંતા  થાળ

જય જય યશવંતી ગુજરાત ,શોભે યશચંદ્ર તવ ભાલ

 

 

 

જનમ્યા  ગુર્જર દેશ ,સંસ્કૃતિના ખીલ્યા  છે ગુલદસ્ત

તવ  રંગે  સોડમે  ખીલ્યાં, મઘમઘતાં  માનવ પુષ્પ

 વિશ્વ  પથ  દર્શક  ગાંધી ગરવો, ગુર્જર સપૂત મહાન

ધન્ય ધન્ય ગુર્જરી માત ,તવ ચરણે મળ્યો અવતાર.

 

 

 

રમ્ય   ડુંગરા   સરિતા  મલકે,  ધરતી  ઘણી  રસાળ

ગરબે ઝગમગે જીવન દીપ ને,જગત જનનીનો સાથ.

ધરતી   મારી  કુબેર  ભંડારી, ભરશું  પ્રગતિ સોપાન

જય  જય રંગીલી ગુજરાત, શોભે યશચંદ્ર  તવ ભાલ.

 રત્નાકર  ગરજે   ગુર્જર   દ્વારે,  કરે  શૌર્ય  લલકાર

મૈયા   નર્મદા  પુનિત  દર્શિની  ભરે   અન્ન  ભંડાર

માત  મહીસાગર  મહિમાવંતી, તાપી  તેજ  પ્રતાપ

જય જય રસવંતી ગુજરાત,ધન્ય ધન્ય ગુર્જરી માત

 પાવન  તીર્થ , તીર્થંકરની કરુણા, અર્પે જ્ઞાન  અમાપ

સહજાનંદ યોગેશ્વર વસે અંતરે,સુખદાતા મીરાં દાતાર

વલ્લભ  સરદાર  સંગે  ગાજે  ગગને  જય  સોમનાથ

ધન્ય  ધન્ય  ગુર્જરી માત શોભે યશચંદ્ર  તવ  ભાલ

 

ભારતવર્ષે   પરમ  પ્રકાશે, જાણે  હસ્તી  પર  અંબાડી

સપ્ત  સમંદર સવારી  અમારી, દરિયા  દિલ  વિશ્વાસી

અનુપમ  તારી શાખ ઝગમગે, જાણે તારલિયાની ભાત

રમાડે  ખોળે  સિંહ સંતાન , શોભે  યશચંદ્ર  તવ ભાલ

 

ગાયાં પ્રભાતિયાં ભક્ત નરસિંહે, આભલે  પ્રગટ્યા ઉમંગ

સાબર  દાંડી  શ્વેત  ક્રાન્તિના, દીઠા  પુણ્ય  પ્રતાપી રંગ

‘આકાશદીપ’  વધાવે  વીર  સુનિતા  છાયો પ્રેમ અનંત

ધન્ય  ધન્ય ગુર્જરી માત, શોભે  યશચંદ્ર  તવ  ભાલ(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

બેઠક -૨૦૧૬ વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -(7) તે દિવસે -“જીગરનીઅમી”

એક લઘુ કથા વાંચજો- વંચાવજો અને કોમેંટ પણ યોગ્ય લાગે તો લખજો- સ્પર્ધામાં તે મહત્વના છે,આપના મંતવ્ય જરૂર થી આપશો,રીડર્સ પોપુલર ચોઈસ પણ જરૂરી છે, આપ બેધડક અભિપ્રાય આપી શકો છો.

તે દિવસે…

આજે પણ ગાડી બગડી, ને પાછી આ જ રસ્તા પર.. આમ તો કુદરતી સૌદર્યથી ભરેલો આ રસ્તો તમને ખૂબ પસંદ છે મૌલેશ પણ…

શહેરોમાં તો ખુલ્લું આકાશ જોવા જ ક્યાં મળે છે, ને અહી ? દૂર દૂર સુધી કોઈ મકાન નહિ – મકાનનો પડછાયો નહિ. રસ્તાની બંને બાજુ હરિયાળા વૃક્ષો નજરને ઠંડક આપે છે. તેના વૃક્ષો પર વિવિધ પંખીઓના મધુર ગીતો વાતાવરણને સંગીતમય બનાવે છે, તો રસ્તાની સામસામે આવેલા બે બગીચાઓ, બગીચાના સુગંધીદાર ફૂલો પણ મનને પ્રફુલ્લિત રાખે છે.

ઘણીવાર તમે અમસ્તી ય કારને બાજુમાં મૂકી આ રસ્તા પર ટહેલવા નીકળો છો. આ બગીચાઓમાં રમતા બાળકોનાં ચહેરા પરની નચિંત ખુશીઓને અનેક વાર તમારા કેમેરામાં કેદ કરી છે. તે દિવસે ય…. તે દિવસે ય તમારી ગાડી આમ જ, આ જ રસ્તા પર બગડેલી ને તમે મિકેનીકની રાહ જોતા જોતા આ રસ્તા પર ટહેલવા નીકળ્યા હતા, પણ … પણ એ દિવસે મન પ્રફુલ્લિત કરે એવું દ્રશ્ય તમને જોવા મળ્યું નહોતું. જે જોયું હતું એ યાદ કરતા આજે ય તમને કમકમાં આવી જાય છે, અને એ બાળકને યાદ કરતા .. તો તમારી આંખમાંથી આંસુઓનો ધોધ પડે..

બપોરનો સમય હતો. એવા સમયે આ રસ્તો થોડો સૂમસામ રહેતો. ચાલતા ચાલતા એક વુક્ષ નીચે તમારી નજર ગઈ. એક ૧૨ વર્ષનું દેખાતું બાળક લોહી લુહાણ હાલતમાં પડ્યું હતું, અને બાજુમાં પડ્યો હતો, લોહીથી ખરડાયેલો એક મોટો વજનદાર પથ્થર. આ બાળક આ પથ્થર પર પડ્યો હશે ? તમારા મનમાં શંકા ઊભી થઈ કે કોઈકે… ના, ના.. આટલી બધી ક્રૂરતા તો કોનામાં હોય?.  વિચારતા તમે બાળકના નાક પાસે આંગળી મૂકી. તમારી ધારણા સાચી પડી હતી. તે બાળકનાં શ્વાસ બંધ થઈ ચૂક્યા હતા. તમે તરત જ હોસ્પિટલ અને પોલીસ સ્ટેશને ફોન કર્યો હતો. બધા સાથે જ તમારે વ્યાવસાયિક સંબંધો હતા, એટલે બહુ જલ્દી એ બધા આવી ગયાં હતાં. એમના અનુભવના આધારે તેઓએ તમારી શંકાને  સમર્થન આપ્યું કે, એ બાળકની હત્યા જ થઈ હતી.

આજે તો એ વાતને મહિનો થઈ ગયો છે, પણ… હજુ એ ક્રૂર કાતિલનો પત્તો મળ્યો નથી. આ જ, આ જ વ્રુક્ષ હતું જ્યાં.. થોડે આગળ જતાં આપ એક વૃક્ષ પાસે અટક્યા. નજર સામે ફરી પેલું બાળક આવી ગયું.

‘અપને જહાં કે, હમ બાદશાહ હૈ..’ મોબાઈલ રણક્યો. ‘હાશ .. બહુ જલ્દી મિકેનીક આવી ગયો? આસપાસ જ ક્યાંક હશે..’ વિચારતા તમે મોબાઈલ બહાર કાઢ્યો, ને સ્ક્રીન પર તમારા મિત્ર ઇન્સ્પેકટર ઝાલાનો ચહેરો જોયો.

“ અરે, આમ અચાનક? મારું શું કામ પડ્યું?” તમને નવાઈ લાગી. મોટેભાગે તમે જ કોઈ સ્ટોરી માટે ઝાલાનો સંપર્ક કરતા હોવ છો.

“મૌલેશ, અત્યારે અહી આવી શકશે ?” ઝાલાએ પૂછ્યું.

“ક્યાં? પોલીસ સ્ટેશને? હમણાં?”  

“હા.”

“અરે, મારી ગાડી બગડી છે, પાછી એ જ રસ્તા પર, જ્યાં…”

“હા.. હા, મારે એ જ કેસ બાબતમાં વાત કરવી છે.” ઝાલાએ તમારી વાત વચ્ચેથી કાપતા કહ્યું.

“પણ એ વાતને તો મહિનો થઈ ગયો છે ને ? મેં તને બધું તો..”

“એ બાળકનો હત્યારો મારી સામે બેઠો છે. તું જલ્દી આવ.” ઝાલાએ ફરી તમને અટકાવ્યા.

પેલો મિકેનીક હજુ આવ્યો નથી ને.. તમે સ્વગત બબડ્યા.

“તું એને જોઈશ ને તો ..”

“કોણ છે એ ?” તમે લાગલું જ બોલ્યાં.

“બસ તું અહી આવ, તને મસ્ત સ્ટોરી મળશે.”

“ઝાલા, એ બાળક મારે માટે સ્ટોરી નહોતું. એ માનવતાનું ખૂન હતું. પણ એ હત્યારાને જોવાનું – મળવાનું મન જરૂર થાય છે. આટલી ક્રૂરતા તેનામાં ક્યાંથી આવી એ જાણવાનું મન પણ અવશ્ય થાય છે.. થોભ હું મિકેનીકને ફોન કરી ટેક્ષીમાં આવ્યો..” તમે ફોન કટ કરતા કહ્યું.

“ક્યાં છે એ હત્યારો ?” પોલીસ સ્ટેશને પહોચી સેલ તરફ જતાં તમે ઇન્સ્પેકટર ઝાલાને પૂછ્યું.

“અરે ઓ મૌલેશ અહી. આમ આવ. આ હત્યારો મારી સામે છે.” ઝાલાએ પોતાની સામે બેઠેલા એક ૧૫ વર્ષના બાળક સામે આંગળી ચીંધતા કહ્યું.

તમે ઝાલા પાસે જતાં જતાં એ બાળકની સામે જોયું.

“ના હોય ઝાલા, તારી કોઈક ભૂલ થાય છે.” તમારા માન્યામાં નહોતું આવતું કે આટલો માસૂમ બાળક આવો ક્રૂર હોઈ શકે છે.

તમે તેની પાસેની ખુરશીમાં બેસતા, તેના ચહેરાનું અવલોકન કર્યું. ન તો એના હોઠો પર સ્મિત હતું, ન તો એની આંખોમાં નિર્દોષતા. એના ચહેરા પર માસુમિયત નહોતી, વિષાદ હતો? હતાશા હતી? તમે એ ચહેરા પરના ભાવો વાંચવાની નિષ્ફળ કોશિશ કરી. તમને હજુ વિશ્વાસ નહોતો આવતો કે, આટલો નાનો બાળક આવો ક્રૂર બની શકે ! ચહેરો ઓળખી ના શકાય, એટલી હદે કોઈ બીજા બાળકનો ચહેરો શી રીતે છૂંદી શકે ! તમે એ બાળક સામે સ્મિત કર્યું. સામે કોઈ જ પ્રતિભાવ ના મળ્યો.   

“ના હોય ઝાલા, તારી કોઈ ભૂલ થાય છે.” તમારા મિત્ર તરફ જોતા તમે અકારણ જ વાત દોહરાવી.

“એણે જાતે આવીને કબૂલ કર્યું છે, મૌલેશ.”

“કોઈના દબાવમાં આવી આમ કહ્યું હશે.” તમે એ બાળકની નજીક તમારી ખુરશી લઈ જતાં કહ્યું, અને પેલા બાળકને વહાલથી સ્પર્શ કર્યો. એ સ્પર્શે જાણે તેને દઝાડ્યો હોય તેમ તરત જ એણે પોતાનું શરીર સંકોરી લીધું, અને ગુસ્સાથી તમારી સામે જોયું. એ નજરમાં રહેલો તિરસ્કાર જોઈ તમે તો ડઘાઈ જ ગયા.

“બેટા, આટલો ગુસ્સો સારો નહી. તને ખૂન કબૂલ કરવા કોઈએ મજબૂર કર્યો છે બેટા?”

“ના, મેં જ એ કાયરની હત્યા કરી છે.” બાળકે અવકાશમાં જોતા તમારી વાત કાપી.

“પણ એ તો તારો ખાસ મિત્ર હતો ને ?” ઝાલાએ બાળકને પોતાની તરફ જોવા મજબૂર કર્યો. આ સાંભળી તમે પ્રશ્નાર્થ નજરે ઝાલા સામે જોયું.

“હા મૌલેશ, આ દીપ અને મીત બંને ખૂબ સારા મિત્રો હતા.”

“હા, પણ એ મારી વાત માનતો નહોતો.” દીપે ઝાલા તરફ એક નજર કરી, ફરી અવકાશમાં જોયું.

“કઈ વાત? અને બેટા, કોઈ આપની વાત ના માને તો તેને આમ..” તમે પૂછી બેઠા. એવી કઈ વાત હોઈ શકે જેનાથી આ બાળક ક્રૂર થઈ શકે એ જાણવા તમે પણ ઝાલા જેટલા જ ઉત્સુક હતા.

“હા..મારી જ શકાય. વાત ના માને તો મારવો જ જોઈએ.” દીપે ફરી ગુસ્સાથી તમારી સામે જોયું. ૧૫ વર્ષના બાળકમાં આટલો ગુસ્સો કેવી રીતે હોઈ શકે ?

“તું ક્યાં રહે છે ?”  તમે દીપના ગુસ્સાને બીજી તરફ વાળવાની વ્યર્થ કોશિષ કરી.

“કેમ ? કેમ જાણવું છે તમારે હું ક્યા રહું છું તે ? તમારે મારા મમ્મી-પપ્પાને મારી ફરિયાદ કરવી છે ? એ તો નહી બને.” તમે પ્રેમભરી નજરે એની સામે જોતા હતા પણ એ તો અવકાશમાં…

“એ બંને હવે આ દુનિયામાં નથી. એક ને મેં મારી નાખ્યો ને… ને મારી માને…” તેનો અવાજ થોડો ભીનો થયો. થોડી ક્ષણો માટે તેના ચહેરા પર નરમાશ આવી. પછી તરત જ,

“મેં જ મારા બાપનું પણ ખૂન કર્યું છે.” તેનો ચહેરો પાછો સખત થઈ ગયો. આ સાંભળી ત્યાં હાજર બધા જ ચમકી ગયા.

“શું ?” ઝાલા અને તમારા બંનેના મોમાંથી એક સાથે ઉદ્દગાર નીકળ્યો.

“હા, આજે મારા બાપના પેટમાં છરો ઘુસાડીને હું અહી આવી ગયો.” થોડી વાર માટે જાણે સન્નાટો છવાઈ ગયો.

“એણે મારી માને મારી નાખી હતી. મારી માને… મારી મા મને ખૂબ પ્રેમ કરતી હતી. મને વહાલ કરતી, કોળીયા કરીને ખવડાવતી..” દીપ ગળગળા સ્વરે બોલતો હતો. તમે દીપનો એની મા પ્રત્યેનો પ્રેમ અનુભવી રહ્યા હતા.

“હું સ્કૂલેથી આવું તો મને ગરમ ગરમ નાસ્તો બનાવી આપતી. પરીક્ષા વખતે મારી સાથે એ જાગતી રહેતી, અને થોડી થોડી વારે ગરમ દૂધ આપી જતી. અને.. અને તે મારા બાપના મારથી મને બચાવતી હતી.” દીપનાં ચહેરા પર ફરી ગુસ્સો આવી ગયો.

“મને બચાવતા ઘણી વાર એ પણ માર ખાતી. રોજ દારૂ પીને આવતા મારા બાપની બધી વાત મારી માએ માનવી પડતી. નહી તો મારો બાપ એને ઢોરમાર મારતો. મારી પાસે પણ તે માર મારીને પોતાની બધી જ વાત મનાવતો.” દીપના શબ્દોમાં તેના પિતા તરફનો તુચ્છકાર તમને સ્પષ્ટપણે  સમજાતો હતો.

દીપ બોલતો તેમ તેમ તમારી નજર સમક્ષ ફિલ્મની રીલની જેમ દ્રશ્યો ભજવાતા જતાં જાણે તમે જ ત્યાં હાજર હતા, ‘ બે વર્ષના બાળક દીપને તેની માતા પાસેથી અળગો કરી પલંગની નીચે ફેંકી દેતા પુરુષ ઘાંટા પાડતો, “તું નહિ આપશે તો બીજું કોણ આપશે? મારે તેને માટે બહાર જવાનું છે? તને ને તારા આ પિલ્લાને પાળું છું તે ઓછું છે?”, કહેતા બાળકને લાત પડે છે. પેલા બાળકને ભલે સમાજ નહિ પડે કે પુરુષ તેની માતા પાસે શું માગે છે, પણ તમે તો સમજી રહ્યા છો. પેલી માતા માર ખાય છે ને બાળકને છાતી સરસો ચાંપીને બેઠી છે.’ આવા અનેક દ્રશ્યો તમારી નજર સમક્ષ રચાવા લાગ્યા.

સમજણો થયો ત્યારથી પિતાને બીજાને માર મારીને પોતાની વાત મનાવતા દીપે જોયા  હતા, અને એ જ વાત તે પણ શીખ્યો હતો, તેવું તેની વાતો પરથી તમારી સામે ધીરે ધીરે સ્પષ્ટ થવા લાગ્યું હતું. દીપનાં શબ્દો તમારા કાનમાં પડતા જતાં હતાં….

“અને એક દિવસ.. એક દિવસ મારી માની સહનશક્તિ ખલાસ થઈ, ને તેણે આત્મહત્યા કરી તેવું પોલીસ કહે છે, પણ હું જાણું છું તેને મારા બાપે મારી નાખી હતી. મારે મારા બાપ સામે બદલો લેવો હતો.” દીપની આંખોમાં ખુન્નસ જોયું તમે.

“મેં મીતને કહ્યું.. કહ્યું મેં મીતને કે મારી મદદ કરે મારા બાપને મારવામાં. તો એ દોઢ ડાહ્યો.. મને કહે કે આમ કરવામાં મારી જિંદગી રોળાઈ જશે. હું પકડાઈ જઈશ તો મારે જેલમાં જવું પડશે. બહુ સમજાવ્યો હતો તેને મેં. પણ તેણે મને ભાષણ આપવાનું શરૂ કર્યું. મારાથી નાનો થઈ ને મને સલાહ આપતો હતો. મારી માના ખૂનીને મારવામાં મને સાથ આપવાની ના કહેતો હતો. તો મેં એને જ મારી મા પાસે મોકલી દીધો.”

“ અને પછી મેં એકલાએ જ મારા બાપને પતાવી દેવાનું નક્કી કર્યું. એક મહિનાથી મોકો શોધતો હતો અને આજે મળી ગયો. એ દારૂના નશામાં ઘરે આવી ઊન્ઘી ગયો. ગાઈ કાલે એના જ પર્સમાંથી રૂપિયા ચોરી હું છરો લઈ આવ્યો હતો, ને આજે ઊંઘમાંજ એના પેટમાં…” પછી

“હવે મને પણ જલ્દી મારી મા પાસે મોકલી આપો.” તેણે ઝાલા સામે જોઈએ કહ્યું.  

આ ૧૫ વર્ષના નાના બાળકને.. જે હત્યારો ગણવો કે તેના બાપને તે તમે કે ઈન્સ્પેક્ટર ઝાલા નક્કી કરી શકતા નહોતાં.     

“જીગરનીઅમી”

બેઠક -૨૦૧૬ વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -(6) ચીંથરે બાંધેલા સંસ્કાર..!! “સત્યમા”

એક લઘુ કથા વાંચજો- વંચાવજો અને કોમેંટ પણ યોગ્ય લાગે તો લખજો- સ્પર્ધામાં તે મહત્વના છે,આપના મંતવ્ય જરૂર થી આપશો,રીડર્સ પોપુલર ચોઈસ પણ જરૂરી છે, આપ બેધડક અભિપ્રાય આપી શકો છો.

 મમ્મી..મારુ ચાર્જર નથી મળતું..અને મોબાઇલ માં બેલેન્સ પણ નથી..તારા છોકરા ને સમજાવી દેજે..સાવ નક્કામો છે..અડધી રાત સુધી જાગ્યા કરે છેમારી વસ્તુ લે છે તો સરખીયે નથી મુકતો..એના મોબાઇલ માં બેલેન્સ ના હોય તો મારા મોબાઇલ નું બેલેન્સ ખતમ કરી નાખે..હવે મારે શું મંજીરા વગાડવાના ??!”

રચના આદતવશ સવાર માં મોબાઇલ ચેક કર્યો તો ઝીરો બેલેન્સ વીથ લો બેટરી..!!અને ચાર્જર એની જગ્યા પર પણ નથી..બધે ફંફોસી વળી..છેવટે મમ્મી ના નામ ની બુમો પાડવા લાગી..પણ એને મમ્મી ના પ્રતિભાવ ની ખબર હતી..કારણ કે લગભગ દરરોજ નો સીન હતો..!

તું તો મારા છોકરા ની પાછળ પડી ગઈ છે..એને વગોવવામાં થી ઉંચી નથી આવતી..નવાઇ ની નોકરી નથી કરતી તે બુમાબુમ કરી મુકી છેકંઇ કામ નથી કરવુ ને બુમો પાડવી છે બસ..!ઉઠી ને તરત મોબાઇલ નું અથાણુ કરવુ છે તે ચાર્જર અને બેલેન્સ ની રામાયણ લઈ ને બેઠી છે..?!એક છોકરો છે મારે..એનેય જીવવા નથી દેતી..કહી દઉં છું ઉઠે તો એની સાથે ઝગડવા ના બેસી જતી..રાતે મોડા સુધી વાંચે છે .. કેટલી મહેનત કરે છે..અને ઉપર થી એનો સ્વભાવ પણ થોડો ગરમ છે..જેમતેમ બોલી જાય તો મને કહેવા ના આવતી…!”

છે સ્મિતાબેન..બેન્ક માં ક્લાર્ક છે..જાણે એક નો એક છોકરો શ્રવણ ની જેમ કાવડ પર બેસાડી ને જાત્રા લઇ જવાનો હોય એમ પુત્ર પ્રેમ માં પાગલ છે..!

મમ્મી પ્લીઝ..મહેરબાની કર..છોકરા ના ગુણગાન ગાવાનું બંધ કર..તનેય ખબર છે કે રાતે વાંચતો નથી પણ મોબાઇલ મંતરવા માંથી ઉંચો નથી આવતો..તારો કુંવર ઉઠે તો જરા પુછજે રાત્રે મોડો કેમ આવ્યો હતો..?!છોકરો રખડેલ અને માં એના પ્રેમ માં પાગલ બની બેઠી છે..

રચના ના અવાજ માં ચીડ અને આક્રોશ ભારો ભાર ઉભરાતા હતા..!

સ્મિતા બેન રસોડા માંથી બબડતાબબડતા બહાર આવ્યા :  “ચાલ તું નહાવાનું કર અને નીકળ..મારેય મોડુ થાય છે..તારી કચકચ બંધ કર અને મારે મારા છોકરા પાસે હવાતિયા નથી કરાવવા..એને ગમે રીતે જીવવા દે.. આટલુ અઘરું ભણે છે..થોડા કલાકો માઇન્ડ ફ્રેશ કરે છે તો તને કેમ ખુંચે છે..?એના થી બળવાનું બંધ કર..તને ભણવાનું કીધુ હતુ તારું ભણવામાં મગજ ના ચાલ્યું તો મારો છોકરો શું કરે..?એને શાંતિ થી જીવવા દે..!”

તું વાત ક્યાંથી ક્યાં લઈ જાય છે મમ્મી..!” રચના થોડી ઢીલી પડી..

તો શું કાયમ એની ફરીયાદ કર્યા કરે છે..!”

મમ્મી તારી રોટલી બળવાની વાસ આવે છે જા અંદર..”

રચના બન્ને હથેળી થી આંખો બંધ કરી પછી ઉંડો શ્વાસ લીધો..બધા વિચાર ખંખેરી નાખ્યા..

ડોરબેલ રણકી..

રચના : “મમ્મી નિતાંત ની કોલેજ માંથી કુરિયર આવ્યુ છે..”

રચના કવર ખોલ્યું..નિતાંત ની કોલેજ ના લેટરહેડ પર પ્રિન્ટેડ લેટર હતો..

નિતાંત ની સતત ગેરહાજરી ને કારણે એને કોલેજ માંથી બરતરફ કરવામાં આવેલ છે..બાકી નીકળતી ફી ની રકમ જમા કરાવવાની નોટીસ અને વાલી મિટીંગ માં ક્યારેય હાજર રહેલા માતાપિતા વિશે ટીપ્પણી !

આટલુ વાંચતા સુધી માં તો રચના ની આંખો પહોળી થઈ ગઈ..!

જો મમ્મી તારા એક ના એક લાડકા દિકરા ના પરાક્રમ..!”

સ્મિતાબેને લેટર વાંચી ને રચના તરફ જોયું એના ચહેરા ના હાવભાવ જાણે સ્મિતા બેન ની મજાક ઉડાવતા હતા..નિતાંત ની હકીકત જાણી ને ડઘાઇ ગયા અને છોભીલા પડી ગયા..

આવુ તો ના બને.. તો દરરોજ કોલેજ જાય છે..રાત સુધી વાંચે પણ છે ..!” સ્મિતા બેન માંડ થુંક ગળે ઉતારી ને બોલ્યા..

બસ કર મમ્મી..દેખતી આંખે આંધળી ના થા..એની કોલેજ ના એક પણ ફ્રેન્ડ આપણા ઘરે નથી આવતા જે આવે છે બધા વિશે મારે કંઇ કહેવાની જરૂર નથી..તને ખબર છે..” રચના એકી શ્વાસે બોલી ગઈ

સારુ હવે તું બહાર કોઇની સાથે વાત ની ચર્ચા ના કરતી..” સ્મિતા બેને એકદમ ધીરે થી કહ્યુ.

સ્મિતાબેન ને નિતાંત કંઇક આડા રસ્તે છે એવી ગંધ તો હતી પણ એનેમાતૃ પ્રેમકહેવાય કેલાપરવાહીકે પછી એને વાતવાત માં છાવરવાની આદત.. કંઇ ખોટુ કરે..,સામે બોલે..,કે  બહેન ની સામે ગેરવર્તન કરે તો પણ એની બધી  જરૂરીયાત એના માંગ્યા પહેલા પુરી કરવાની..

એમા નિતાંતે નવાઇ નુ દશમુ પાસ કરી લીધુ અને સ્મિતાબેન એક વેંત અધ્ધર ચાલવા લાગ્યા..

પછી ડિપ્લોમાઈલેક્ટ્રિકલએન્જીનીઅરીંગ કોલેજ માં એડમિશન લીધુ..પેમેન્ટ શીટ પર

અને સ્મિતાબેન કે એને કંઇ સારુ શિખવાડવાને બદલે કે એની ભુલો સુધારવાને બદલે એની પર હંમેશા ઢાંક પિછોડો કરતા આવ્યા હતા..અને પૈસા તો નિતાંત ને વાત વાત માં જોઇયે..કોલેજ માં પ્રોજેક્ટ..,સેમિનાર..,સ્ટેશનરી મટીરિયલ..અને બુક્સ..બ્રાન્ડેડ કપડા..,શુઝ..,ગાડી નું પેટ્રોલ..!!

એવુ નહી કે સ્મિતાબેનઅશોકભાઇ પૈસાદાર છે..પણ સ્મિતાબેન ને પોતેહવાતિયાકરી ને નિતાંતનેરાજકુમારની જેમ પાલવવો છે..

અશોકભાઇ અને રચના સમજે છે પણ સ્મિતાબેન ની આગળ કઈ પણ બોલવુ એટલે દિવાલ પર માથુ પછાડવા બરાબર છે..!

બધા માંબાપ ને પોતાના બાળકો વહાલા હોય છે..પણ સ્મિતાબેન નું બાળપણ ગરીબી માં વીત્યું હતું..દારુડીયો બાપ અને માં ના ઝગડા જોયા હતા..તો એક એવી ગાંઠ વાળી હતી કે મારા છોકરાઓ ને ઓછુ નહી આવવા દઉં..અને એમના નસીબે અશોકભાઇ સ્વભાવે શાંત હતા..પણ દિકરાદિકરી વચ્ચે વેરોઆંતરો કરવાનું ક્યાંથી શીખ્યા તો જાણે..!

એવુ નથી કે એમને રચના માટે લાગણી નથી પણ એમને રચના નો વાતવાતમાં નિતાંત નો વાંક કાઢવાનો સ્વભાવ નથી ગમતો..!

સ્મિતાબેન હજી લેટર વાળી વાત ગળે ઉતારવાની કોશિષ કરતા હતાઅને એમને યાદ આવ્યુ કે દર વખતે નિતાંત ફી ના પૈસા કેશ માં લઈ જતો હતો અને ફી ની રસીદ બતાવવામાં હંમેશા આનાકાની કરતો હતો..

એટલા માં નિતાંત નીચે આવ્યો..

મમ્મી બસોત્રણસો રૂપિયા આપજે ને..”નિતાંતે સ્વભાવગત દર વખત ની જેમ પૈસા માંગ્યા..

કેમ..?” : સ્મિતાબેને આશ્ચર્ય થી પુછ્યુ..

કેમ સવાલ કરે છે..?દર વખતે તો નથી પુછતી.. : નિતાંતે પણ આશ્ચર્ય થી પુછ્યુ..

પૈસા આપુ તો સવાલ પણ કરુ ..!” : સ્મિતાબેન નો અવાજ થોડો ગુસ્સો પકડતો જતો હતો..

અરે યાર..કોલેજ માં પ્રોજેકટ કરવાનો છે..તું વધારે પુછાપુછ ના કર.. : નિતાંત નો અવાજ પણ થોડો ઉંચો થયો..

ઉંચા અવાજે વાત ના કર અને તારું જુઠ્ઠાણુ વધારે વખત નહી ચાલે..” એમ કહી ને સ્મિતાબેને કોલેજ માંથી આવેલ લેટર નિતાંત ને પકડાવ્યો..એમને એમ હતુ કે નિતાંત વાંચી ને ભુલ સ્વીકારી ને માફી માંગી લેશે ..પણ એમની ધારણાથી ઉલ્ટુ થયુ..નિતાંતે લેટર ડુચો વાળી ને ફેંકી દીધો

તને આવુ તો નથી શિખવાડ્યુ નિતાંત..!”

મમ્મી તેં કંઇ સારુ પણ નથી શિખવાડ્યું..!” : રચના બબડી અને તૈયાર થઈ ને ઓફીસ જવા નીકળી ગઈ

તું મને પૈસા આપી દે આપણે પછી વાત કરીશુ” : નિતાંતે શાંત થઈ ને બોલ્યો..

હવે શું વાત કરવી છે..? પૈસા કઇ વાત ના માંગે છે..?અને કોલેજ નથી જતો તો જાય છે ક્યાં તું ?ચાલ આજે તારી કોલેજ માંમળવુ છે મારે..મારા પૈસા નું પાણી કરી નાખ્યું નાલાયકે..કમાવા જા તો ખબર પડે કે કેટલા વીસે સો થાય છે..બસ ફરફરીયુ આવી ગયુ..પણ મારા ભરેલા પૈસા નુ શુંઅને ફી ભરવા ની નોટીસ કેમ છે..?તું તો કેશ ભરી દેતો હતો ને ?!” : કર્કશ અવાજ માં સ્મિતાબેને હૈયા વરાળ કાઢવાનું શરૂ કર્યું અને વધારે ગુસ્સે ત્યારે થયા જ્યારે જોયુ કે નિતાંત ને એમની વાતો થી કોઇ ફર્ક નથી પડ્યો..

નિતાંત..જવાબ આપ..હું કંઇ પુછુ છુ તને..” સ્મિતાબેને ગળા માંથી નીકળ્યો એટલો મોટો અવાજ કાઢ્યો..

જો મમ્મી માથાકુટ ના કરબુમો ના પાડતને તો આદત છે..પહેલા રચના અને પપ્પા ને ભાષણ આપતી હતી..હવે મારો પણ નંબર આવી ગયો..અને સીધી રીતે પૈસા આપી દે મને અરજન્ટ જરૂર છેમગજ ખરાબ ના કર..!” નિતાંતે તોછડાઇ થી સંભળાવ્યુ..

તોછડાઇ તો પહેલા પણ હતી પણ આજે વાત કંઇ અલગ હતી

સ્મિતાબેન ડઘાઇ ગયા..હમણા સુધી નિતાંત નું ઉપરાણુ લઈ ને પતિપુત્રી સાથે ઝગડ્યા હતાકેટલાય પૈસા વગર કારણ જાણ્યે આપ્યા હતાદશમા માં પાસ થયા પછી તરતજ મોબાઇલ અને ટુવ્હીલર પણ અપાવી દીધુ હતું..અને ખાવાપીવાપહેરવાફરવા માટે કોઇ પાબંદી નહીબસ પોતે આખો દિવસ બેન્ક માં અને ઘરમાં ઉંધુ ઘાલી ને કામ કર્યુ હતુંમન માં એમ ધારી ને કે બધી સુખસુવિધા અને લાડકોડ આપી દેવાથી સંસ્કાર આપોઆપ આવી જશે..સોસાયટી કે કુંટુંબ માં કોઇ કંઇ નિતાંત ની બાબત માં કહેવા જાય તો એમને લાગે કે બધા એમની અદેખાઇ કરે છે અને એને રોકડુ  પરખાવી દે બીજી વાર કોઇ સલાહ આપવાની હિંમત ના કરે..!છોકરા વિશે બડાઇઓ તો મારવાનું ક્યારેય ચુકે નહી..!

સ્મિતાબેને જોયુ કે નિતાંત ના હાથ પગ ધુજવા લાગ્યા છે

એને ધ્રુજતા અવાજે જોર થી બુમ પાડી.. “ છેલ્લી વાર કહું છુ પૈસા આપ..!”

સ્મિતાબેને પણ જોર થી કહ્યુ.. : “મારી વાતો ના જવાબ આપ અને પૈસા તો નહી આપુ જા થાય કરી લે…”

નિતાંત ને લાગ્યુ કે રીતે પૈસા નહી મળે

ઉપર ની રૂમ મા ગયો અને અંદરથી દરવાજો બંધ કર્યોઅને થોડી વાર માં તો જાણે કોઇ પાગલ હોય એમ આખા રૂમ માં તોડ ફોડ કરી નાખી….આજુબાજુ વાળા લોકો ભેગા થઈ ગયા..

સ્મિતાબેન ગભરાઇ ગયા હતાનિતાંત નુ આવુ રૂપ જોઈ ને પણ ધ્રુજવા લાગ્યા..

રડતા રડતા બારી માંથી બોલ્યા : “ચાલ બહાર આવી જા હું પૈસા આપુ છું..”

છતા બહાર ના આવ્યો..થોડી વાર માં આજુ બાજુ વાળા લોકો વીખરાઇ ગયા..હજી પણ સ્મિતાબેન રડતારડતા નિતાંત ને બહાર આવવા વીનવતા હતા.. નીચે ગયા એટલા માં નિતાંત પણ નીચે આવ્યો

ચાલ પૈસા આપ..!” : નિતાંત દાદાગીરી થી બોલ્યો..

સ્મિતાબેને ત્રણસો રૂપિયા કંઇ પુછ્યા વગર આપી દીધા..સાંજે રચના અને અશોકભાઇ ને બધી વાત કરી..

ત્રણે જણે ખુબ લાંબી ચર્ચા કરી પણ કોઇ સોલ્યુશન આવ્યુ વાત નું..!

બસ સીલસીલો ચાલુ રહ્યો..સ્મિતાબેન ને નોકરી છોડવી પડી..પૈસા કે કોઇ પણ વસ્તુ માંગતા ના આપવામાં આવે તો ઘર નો સામાન તોડી નાખે..ગુસ્સે થઇ જાય..ધ્રુજવા લાગે..મારામારી પર ઉતરી આવે..એકલા એકલા હસવાનું..

નિતાંત ની આંખ નીચે કાળા કુંડાળા થવા લાગ્યા હતા.. હોઠ સુકાયેલા રહેતા હતા ચહેરા પર સોજા લાગતા હતા..ચહેરો સાવ નિસ્તેજ લાગવા લાગ્યો..વાત વાત માં ચીસા ચીસગાળો !ક્યારેક જાત ને પણ નુકશાન કરતો..ગાડી અને પૈસા મળતાજ ક્યાંક ઉપડી જતોઅને કલાકો પછી આવતો..પાછો આવે ત્યારે સીધો ઉપર ની રૂમ મા જતો રહે બોલ્યા ચાલ્યા વગર..!ભણવાનું તો ક્યારનુય બંધ હતું..ક્યારેક દારૂ પી ને પણ આવતો..

આવુ લગભગ એકદોઢ વર્ષ સુધી ચાલ્યુ ત્યાં સુધી એની હાલત વધારે ખરાબ થતી ગઈહજી પણ સ્મિતાબેન છોકરો છે સુધરી જશે ની રટ લગાવી ને બેઠા હતા..અને સમસ્યા ની જડ સુધી જવાને બદલે દોરાધાગાભુવાબાધાઆખડીદરગાહભભૂતવિધી ની મદદ લેતા રહ્યા..

નિતાંત એક દિવસ અડધી રાત્રે બહાર જવા નીકળ્યો સ્મિતાબેન પણ કુતુહુલ વશ પાછળ ગયા..ત્રણચાર સોસાયટી વટાવી ને અવાવરુ મેદાન માં થોડા છોકરાઓ ટોળે વળ્યા હતા..પૈસા આપી ને નિતાંતે કંઇ લીધુ થોડી વાર ત્યાજ બેઠો અને એના પાછા આવતા પહેલા સ્મિતાબેન ઘરે આવી ગયા..

સવાર માં નિતાંત ટોઇલેટ માં હતો ત્યારે પહેલુ કામ સ્મિતાબેને એનુ ડ્રોઅર ચેક કર્યુ..એમા પડીકીઓ અને છુટી વેરાયેલી સફેદ ગોળીઓ હતી..એમને સમજતા વાર લાગી..

વ્યસનની આદત રાતોરાત તો તી  વળગીનિતાંત ને ખોટી સંગત લાગી હતી માંબાપ નું ધ્યાન હતુ નહી પૈસા ની છુટ વધતા નિતાંતે  લોકો સાથે મળી ને દારૂ પીવાનુ શરૂ કર્યુ..વાંચવા ના બહાને કેટલીય રાતો આવી રીતે ગાળી હતી..પૈસા આપતા સહેલાઇ થી અને નજીક મા નજીવી કિંમતે નશાયુક્ત પદાર્થો મળતા હતાનિતાંત પણ ડ્રુગ એડિક્ટ બની ગયો હતો..વધારે તપાસ કરતા સ્મિતાબેન ને ખબર પડી નિતાંતે ફોર્ટવીન ઇન્જેક્શન લેવાનું પણ શરૂ કર્યુ છે..શરૂઆતમાં એને આખો નશો દિવસ રહેતો,પરંતુ જેમ જેમ વધારે એડિક્ટ થયો તેમ તેમ નશો  ગણતરીના કલાકો માં ઉતરી જતા વધારે નશો કરવા લાગ્યો..

હવે વાત બહાર પડેતો સમાજ માં ઘણી બદનામી વહોરવી પડે અને એમ પણ નિતાંત ને કારણે પડોશીઓ સાથે ના સંબધો માં પણ ખટાશ આવી ગઈ હતી..એકબે વાર પોલીસ ની પણ મદદ લીધી પણ નિતાંત ની ઉંમર હજી સત્તર વર્ષ ની હતી તો પોલીસ મતે જુવેનાઇલ હોવાથી એના પર કાયદકીય કાર્યાવાહી કરવી યોગ્ય તી..અને સ્મિતાબેન ને એવી હૈયાધારણા આપી કે આસપાસ ના વિસ્તાર માં આવા નશીલા પદાર્થો ના વેચાંણ અંગે તપાસ કરશે પણ નિતાંત ની સમસ્યાનુ સમાધાન તો ના થયું..

છેવટે નિતાંત ને ડ્રગડીએડીક્શન સેન્ટર માં એડમીટ કરવાનો નિર્ણય લીધોહજી પણ સ્મિતાબેન મન થી તૈયાર તા એક ના એક છોકરા ને લાંબા સમય સુધી દુર રાખવો..કદાચ એમને હજી પણ કોઇ ચમત્કાર ની આશા હતીનિતાંત દિવસે દિવસે પાગલ થતો જતો હતો..છેવટે ભારે હૈયે સ્મિતાબેનઅશોકભાઇરચના નિતાંત ને પ્રાઇવેટ ડ્રગડીએડીક્શન સેન્ટર માં દાખલ કર્યો..ત્યાં પણ એને ઘણી ધમાલ મચાવી..અને છેલ્લે તો ઘણુ રડ્યો..સ્મિતાબેન અને રચના નિતાંત ની આવી હાલત જોઇ ને ભાવુક થઈ ગયા..અશોકભાઇ પોતાની જાત ને દોષ દેતા હતા કે એમને નિતાંત ની પાછળ જોઇએ એવુ ધ્યાન ના આપ્યું પણ હવે શું થઇ શકે..?!હજી પણ સમજી નથી શક્યા કે નિતાંત ને ખરેખર કંઇ વાત પીડે છે..

શરૂઆત માં જ્યારે પણ સ્મિતાબેન નિતાંત ને મળવા જાય ત્યારે નિતાંત જોર જોર થી રડવા લાગે..અને ઘરે લઈ જવા માટે આજીજીઓ કરે..

અને નિતાંત જલ્દી સારો થઈ ને ઘરે આવી જાય માટે પણ એમને કેટલીયે બાધાઆખડીઓ માની લીધી છે..!

 હજી પણ સ્મિતાબેન જ્યારે પણ નિતાંત ની વાત કોઇ ને કરે તો એમ કહે છે : “મારા છોકરા ને કોઇ ની નજર લાગી ગઈ અને

આડા રસ્તે ચડી ગયો..!”

સત્યમા

વાર્તા સત્ય ઘટના પર આધારીત છે પણ વ્યક્તિ, સ્થળ અને કાળને બદલવામાં આવ્યા છે જેથી identity ગોપિત રહી શકે

બેઠક -૨૦૧૬ વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -(5) સાચી શ્રદ્ધાંજલિ- અનન્ય

એક લઘુ કથા વાંચજો- વંચાવજો અને કોમેંટ પણ યોગ્ય લાગે તો લખજો- સ્પર્ધામાં તે મહત્વના છે,આપના મંતવ્ય જરૂર થી આપશો,રીડર્સ પોપુલર ચોઈસ પણ જરૂરી છે, આપ બેધડક અભિપ્રાય આપી શકો છો.

સાચી શ્રદ્ધાંજલિ

        શાંતિલાલ એક શિક્ષક હતાં. આદર્શ, નિતી-નિયમો ને સિદ્ધાંતોથી તેમનું જીવન તેજસ્વી સૂર્યની જેમ દીપતું હતું. એમની પત્ની જ્યોતિ પણ સુશીલ અને ખાનદાન હતી. બે પુત્ર આનંદ અને પ્રકાશ એમ ચાર જણાનું તેમનું નાનું પણ સુખી પરિવાર હતું. શાંતિલાલ શિસ્તનાં આગ્રહી હતાં. ઈમાનદારી અને સત્યપ્રિયતા એમનાં જીવનનાં અમૂલ્ય ગુણો હતાં. બંને દીકરા ભણવામાં હોંશિયાર હતાં. અમૂલ્ય સંસ્કારોની મૂડીનું એમણે બંને દીકરામાં સિંચન  કર્યું હતું. ખેર ! મોટા દીકરા આનંદની વિચારધારા કંઈક અલગ હતી. ઘણી વાર એ પિતા સાથે દલીલ કરતો, પણ દરેક વખતે શાંતિલાલ પ્રેમથી એને સમજાવી લેતાં.સમય વીતતો ગયો. ભણી ગણીને આનંદ સારી નોકરીએ લાગી ગયો. પ્રકાશ તો પિતાનાં પગલે એક આદર્શવાદી શિક્ષક જ બન્યો. બંનેના લગ્ન પણ થઈ ગયાં. જે ભાડાનાં ઘરમાં રહેતા હતાં તે હવે નાનું પડવા માંડ્યું. શાંતિલાલે જ સમજીને બીજું એક ભાડાનું ઘર લઇ લીધું અને બંને દીકરાને પ્રેમથી અલગ કરી દીધાં. જ્યોતિ અને એ બંને દીકરાને ત્યાં વારાફરતી બબ્બે મહિના રહેવા જતાં. બહુ જ સરસ રીતે તેમનો ઘર સંસાર ચાલી રહ્યો હતો. 

      તે દિવસે શાંતિલાલ અચાનક જ આનંદને ત્યાં પહોંચી ગયાં. આનંદ હજુ કામ પરથી આવ્યો ન હતો. સોફામાં બેસતા જ એમની નજર ટીપોય પર પડેલાં કાગળો પર ગઈ. એ કાગળો જોતાં જ એ ચોંકી ઉઠ્યા. અરે ! મારો દીકરો શેરબજાર ની લતે કઈ  રીતે લાગ્યો ?મારે એને  વહેલામાં વહેલી તકે  આમાંથી બહાર કાઢવો પડશે. નાનો પ્રકાશ તો ઈમાનદાર અને આદર્શવાદી છે. પૈસાની માયા એને  લાગી નથી. આનંદને પૈસાની માયાજાળમાંથી બહુ જ જલ્દીથી બહાર કાઢવો પડશે નહીં તો ભવિષ્યમાં એ કોઈ મોટી મુશ્કેલીમાં આવી જશે. આનંદના ઘરમાં આવતા એમની વિચારધારા અટકી. પિતાજીને જોતાં જ આનંદ પગે લાગવા આગળ વધ્યો, પણ શાંતિલાલે પગ પાછા ખેંચી લીધા. પોતાની નારાજગી જતાવતા કંઈક ગંભીર અવાજે એમણે કહ્યું “બેટા, આ શેરબજારનો રસ્તો કોણે દેખાડ્યો ?આપણા જેવાં સામાન્ય માણસો માટે આ બજાર નથી. . વહેલામાં વહેલી તકે આ લાઈન છોડી દે.” આનંદે પિતાજીની વાત સાથે સંમત ન થતાં પ્રથમ વાર થોડાં ઊંચા સ્વરે કહ્યું ” પપ્પા, આમ માત્ર નોકરી કરીને ઘરખર્ચ કાઢતાં ને થોડું ઘણું બચાવતાં ક્યારે ય સામાન્યતામાંથી બહાર ન આવી શકીએ. જિંદગીમાં પૈસો બહુ જ મહત્વનો છે. આસાનીથી પૈસો મેળવવા માટે શેરબજાર જ શ્રેષ્ઠ માર્ગ છે. ” પુત્રની વાતથી વ્યથિત થયેલાં શાંતિલાલે ફરી સમજાવવાનો પ્રયત્ન કરતાં 

કહ્યું “બેટા, જિંદગીમાં પૈસા જરૂરી છે પણ પૈસા એ જ સર્વસ્વ નથી. પરસેવાની મહેક વગરનો પૈસો ક્યારે ય ટકતો નથી. આપણી પાસે નીતિ, આદર્શ અને સિદ્ધાંતોની અમૂલ્ય મૂડી હોય તો પછી આવી જુગાર ગણાતી રમતમાંથી પૈસા મેળવવાનો શું અર્થ ?”

આ સમજાવટની પણ આનંદ પર કોઈ અસર નહીં થઈ. એણે મક્કમતાથી કહી દીધું “પપ્પા, આ પણ એક પ્રકારનો ધંધો જ છે. ધંધો કરીને કમાવવામાં મને કંઈ ખોટું લાગતું નથી. ” વધુ દલીલ ન કરતાં શાંતિલાલ ઉભા થઈને ઘરમાંથી બહાર નીકળી ગયાં. ક્યારે ય આવું વર્તન ન કરનાર પપ્પા પર આનંદને થોડો ગુસ્સો આવ્યો અને થોડું દુઃખ પણ થયું. આ બનાવ પછી પણ પપ્પાએ આવન જાવન ચાલુ તો રાખી. છતાંયે આનંદને એમ જ લાગતું કે એમનાં વર્તનમાં પહેલા કરતાં ફર્ક પડી ગયો છે. એમનાં પ્રેમ અને લાગણીમાં થોડી ઓછપ આવી ગઈ છે. 

   સમય વિતતો ગયો. આનંદે નોકરીની સાથે શેરબજાર પણ ચાલુ જ રાખ્યું. છાશવારે પપ્પાની રોકટોક પણ ચાલુ જ રહી. ઘણી વાર એને થતું કે પપ્પાને કહી દઉં કે જમાનો બહુ આગળ નીકળી ગયો છે. તમારાં જૂનવાણી વિચારો હવે નહીં ચાલે. ખેર ! એ ખામોશ રહેતો. કોઈક વાર જો એ સંયમ તોડીને પપ્પાને કંઈક કહી દેતો તો રાત્રે એની પત્ની સ્નેહા રીસાઈ જતી. એ તો બસ એક જ વાત કહેતી. પપ્પાજી કંઈ કહે છે તો તે સારા માટે જ કહેતાં હશે ને. મને બીજી તો કંઈ સમજ  ન પડે પણ પપ્પાજી મારા માટે એક સંત પુરુષ છે. એમનું દિલ દુખાય તે મને ન ગમે. પત્નીની વાતને ગણકાર્યા વગર આનંદે તો શેરબજારનું રોકાણ ચાલુ જ રાખ્યું. કંઈક મિત્રોની સંગત, કંઈક આરામથી મળતો પૈસો આ બધાંને કારણે આનંદ શેરબજારથી દૂર થવાને બદલે વધુ ને વધુ અંદર ઉતરતો ગયો. નોકરીમાંથી મળતાં પૈસા જેટલાં તો ક્યારે ક એક બે સોદામાં જ મળી જતાં. ક્યારેક બે મહિનાનું કમાયેલું એક ઝાટકે નીકળી પણ જતું. અલબત, અત્યાર સુધી એકંદરે એ લાભમાં જ રહ્યો હતો. 

   અશેષના જન્મ પછી તો આનંદ અને સ્નેહાની  ખુશીનો કોઈ પાર ન હતો. થોડીક આર્થિક સદ્ધરતાના કારણે અશેષનો ઉછેર સારી રીતે થઈ શકશે એ વાતનો એને ગર્વ હતો. એ દિવસે અશેષનાં પ્રથમ જન્મદિવસની પાર્ટી હતી. સગાં સંબંધી અને મિત્રોની હાજરીમાં પાર્ટી બહુ જ સરસ રીતે પૂર્ણ થઈ. તે દિવસે રાત્રે પપ્પાએ પાછી  એ જ જૂની પૂરાણી રેકર્ડ ચાલુ કરી. ” દીકરા, હવે તો તું બાપ થઈ ગયો છે. તારી જવાબદારી વધી ગઈ છે. આ શેરબજારનાં ચક્કરમાંથી હવે તો બહાર આવી જા. બેટા, પરસેવા વગરની કમાઈમાંથી જિંદગીની મહેંક નથી આવતી. આ શેરબજારનો ધંધો આપણાં માટે નથી. ” આનંદ તો રંગે ચંગે પતી ગયેલી પાર્ટી પછી આવી કચકચથી કંટાળી ગયો. એનો બધો જ મૂડ ખલાસ થઈ ગયો. મનમાં ખૂબ જ ગુસ્સો આવ્યો પણ એ આખા દિવસની મજા પર પાણી ફેરવવા માંગતો ન હતો તેથી ખામોશ રહ્યો. પોતાની પ્રગતિ પર ખુશ થવાને બદલે પપ્પાની નારાજગી જોઈ એને અફસોસ થયો. તે રાત્રે એણે મનોમન નક્કી કરી લીધું કે હવે તો શેરબજારમાંથી જ પુષ્કળ પૈસા કમાઈને પપ્પાને ખોટાં પૂરવાર કરી દઈશ. એમને ખબર પાડી દઈશ કે હું જે શેરબજારમાં રમત રમું છું તે પૂરેપૂરી ગણતરી સાથેની હોય છે. કોઈક વાર નૂકસાન ગયું છે પણ સરવાળે તો ફાયદો જ થયો છે. 

     બસ પછી તો આનંદે શેરબજારનું રોકાણ થોડું થોડું વધારવા માંડ્યું. એની ગણતરીનાં આધારે એને સફળતા પણ મળવા લાગી. એ દિવસે એણે શેરબજારમાં એક આંધળું સાહસ ખેડી નાખ્યું. કોઈક અંગત દ્વારા મળેલી ખબરનાં આધારે એણે એક નવી કંપનીનાં એક લાખ શેરનો સોદો કરી નાખ્યો. દાવ બહુ જ મોટો હતો. એનાં ગજા કરતાં ઘણો વધારે હતો. જો કે એને પાક્કી બાતમી મળી હતી કે માત્ર એક જ મહિનામાં આ શેરનાં ભાવ બમણાં થઈ જશે. જો એમ થાય તો એ  માલામાલ થઈ જશે. મળનારાં પૈસાના આધારે એણે ભવિષ્યની કંઈક થોડી યોજનાઓ પણ વિચારી રાખી હતી. ભાડાના ઘરને છોડી પોતાનો એક ફ્લેટ લેવાની એની ઈચ્છા હતી. સ્કૂટરને તિલાંજલિ આપીને એણે ગાડી લઇ લેવાનું વિચારી લીધું હતું. સોનેરી ભવિષ્યની કલ્પનાથી તે ખુશખુશાલ હતો. ખેર! વિધાતાને કંઈક જૂદું જ મંજૂર હતું. ઓફિસેથી આવીને રાતે જમી લીધા પછી એ દૂરદર્શન પર સમાચાર જોઈ રહ્યો હતો. એણે જે કંપનીનાં શેર લીધા હતાં તે કંપનીની સામે કંઈક કાયદાની ગૂંચ ઉભી થઈ હતી. ગૂંચ જટિલ હતી ને જો ન ઉકેલાઈ તો કંપનીનું ભાવી ધૂંધળું હતું. જો આવું કંઈ થાય તો શેરનાં ભાવ તળિયે જતાં રહે. આ વિચારથી જ એ હચમચી ગયો. એનાં આખા શરીરે પરસેવો વળી ગયો. ભવિષ્યની સોનેરી કલ્પનાઓ જાણે હવામાં ઉડી ગઈ. અનેક ખોટાં વિચારો તેનાં મનમાં આવી ગયાં.આખરે શેરબજાર સવારે ખુલે ત્યારે જ બધાં શેર ભાવ વધુ તૂટે તે પહેલાં જ કાઢી નાખવા એવો નિશ્ચય કરીને તે સૂવા ગયો. પત્નીનો પ્રેમાળ સાથ પણ તેને ઊંઘવામાં મદદ કરી શક્યો  નહીં. કેટલી નુકસાની જશે એની જ ગણતરીમાં એની આખી રાત પસાર થઈ ગઈ. થોડી થોડી વારે મોટી નુકસાનીનાં વિચારે એ પથારીમાં બેઠો થઈ જતો. સવારનાં પ્રથમ સોદામાં જ જો બધાં શેર નીકળી જાય તો ભલેને ઓછો ભાવ આવે પણ મોટી નુકસાનીમાંથી બચી જવાય. 

        સવારે ઓફિસેથી રજા લઈને પહેલાં શેરનું કામકાજ કરવાનું એણે નક્કી કર્યું. ત્યાં જ સાત વાગ્યામાં માટુંગાથી નાનાં ભાઈનો ફોન આવ્યો, ‘પપ્પાની તબિયત અચાનક બગડી ગઈ છે. તમને યાદ કરે છે. મેં ડોક્ટરને બોલાવી લીધા છે. તમે નીકળીને જલ્દીથી આવી જાઓ. ‘અશેષને પાડોશીનાં ઘરે મૂકી, એ બધું જ ભૂલીને માટુંગા જવા નીકળી પડ્યો. પણ, અફસોસ ! એ લોકો નાનાં ભાઈને ત્યાં પહોંચે એ પહેલા જ પિતાજી ચીર નિંદ્રામાં પોઢી ગયાં હતાં.પિતાજી યાદ કરતાં હતાં ને તો યે એમને મળી શકાયું નહીં એ વાતનું દુઃખ આનંદને ભીતરથી કોરી ખાતું હતું. સ્મશાનમાં ભારે હૃદયે પિતાજીનાં દેહને દાહ આપી ,એક ખૂણામાં ઉભો હતો. આંખમાંથી અશ્રુની ધારા અવિરત વહી રહી હતી. તે વિચારી રહ્યો હતો ‘કેટલો પ્રેમ પિતાજીને બંને દીકરા પર હતો. કેટલાં લાડકોડથી અમને બંનેને તેમણે મોટા કર્યા હતાં.ક્યારે ય એક નાની ટપલી પણ અમને મારી ન હતી. અમારાં ભાઈઓનાં પરસ્પરનાં સુમેળથી તેઓ પણ કેટલાં ખુશ હતાં. અમારાં બધાં જ અરમાન તેમણે પૂરાં કર્યા હતાં.જિંદગીમાં અમને પૂર્ણ સ્વતંત્રતા આપી હતી. કોને ખબર કેમ પણ મેં જ્યારથી નોકરીની સાથે શેરબજાર ચાલુ કર્યું ત્યારથી તે નારાજ થઈ ગયાં હતાં. શેરબજારની યાદ આવતા જ તેનાં દિલમાં ફડકો પેઠો. અરે ! શેરબજાર તો ખુલી ગયું હશે ને અત્યારે એ શેર કાઢી નાખવા માટે કોઈને કહે એવી કોઈ જ શક્યતા ન હતી. હવે  શું થશે એ વિચારે એ પાગલ જેવો થઈ ગયો. સાંજ સુધીમાં જો શેરનાં ભાવ વધુ ગગડી જાય તો આપઘાત સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે. મનોમન એણે પિતાજી પર ગુસ્સો આવી ગયો. હંમેશા મને શેરબજારથી દૂર રહેવા ટોકતાં હતાં અને આજે માત્ર એમના કારણે જ હું જિંદગીથી દૂર થઈ જઈશ. મારાં શેર વેંચાઈ ગયાં પછી મરી ગયા હોત તો નુકસાન તો જાતે પણ સહન કરી શકાતે. આ તો એ મરતા ગયા અને મને પણ મારતાં ગયા. નાં, નાં પણ એમાં એમનો શું વાંક ?

એ તો હમેંશા મને શેરબજારથી દૂર રહેવા સમજાવતા હતાં. કંઈક કેટલી યે વાર એમણે કહ્યું હતું “બેટા, પરસેવા વિનાની કમાઈમાથી જિંદગીની સુગંધ નથી આવતી. જુગાર જેવી રમત વાળો આ શેરબજારનો ધંધો આપણા માટે નથી. પૈસો જીવનમાં જરૂરી છે પણ પૈસો જ કંઈ સર્વસ્વ નથી. “પણ મેં જ ક્યારે ય એમની વાત ધ્યાનમાં લીધી નહીં. બંગલા અને ગાડીનાં સ્વપનાઓ

સેવવામાં હું જ જિંદગીનાં સાચા મૂલ્યોને ભૂલી ગયો.  સ્નેહાએ પણ મને સંત એવા પિતાજીની વાત માનવા કહ્યું હતું પણ હમેંશા તને આ બધામાં સમાજ ન પડે એમ કહીને મેં એને ચૂપ કરી દીધી હતી.   એનાં મનમાં વિચારો શમતાં જ ન હતાં. પણ ચિતાની આગ શમી ગઈ. સ્મશાનેથી નીકળી ઘરે આવીને એ સ્નાન કરવા બાથરૂમમાં ગયો. એ જાણતો હતો કે શેર અંગેની કોઈ પણ વાત કરવા માટે આ સમય યોગ્ય ન હતો. છતાં પણ છાતી પર પત્થર મૂકી ભારે અને દબાતે અવાજે એણે મોબાઈલ પર શેરનાં ભાવ પૂછ્યાં. એનાં આશ્ચર્ય વચ્ચે સામેથી જવાબ આવ્યો “સવારે તો આ શેર ગઈકાલ કરતાં ઘણાં નીચા ભાવે ખુલ્યો હતો. પણ જે કંપનીનાં શેર હતાં તે કંપનીએ વિગતવાર મીડિયાને એમની સ્થિતિ અંગેનો ખ્યાલ આપતાં ભાવ ઊંચકાઈ ગયા. અત્યારે તો એ શેરનો ભાવ ગઈ કાલ કરતાં વીસ રૂપિયા વધારે છે. બોલો તમારે શું કરવું છે ?”એક પળનો પણ વિલંબ કર્યા વગર આનંદે કહી દીધું “ભાઈ,મારાં બધાં જ શેર કાઢી નાખ. “આનંદે વિચાર્યું કે જો સવારે શેર કાઢી નાખ્યા હોત તો નુકસાન ભોગવવું પડતે પણ આ 

તો પપ્પાના મૃત્યુને લીધે જ શક્ય ન બન્યું. પપ્પા તો મરી ગયાં, પણ મને તારી ગયાં ઓછામાં ઓછા વીસ લાખ રૂપિયાનો ફાયદો થયો હતો.જો કે આ જાણીને હળવાશ અનુભવવાને બદલે એણે બાથરૂમમાં જ મોટી પોક મૂકી. એ આંસુ અંતરનાં ઊંડાણથી આવ્યા હતાં. વહેતા આંસુની સાથે એણે શેરબજારને કાયમને માટે તિલાંજલિ આપી દીધી. પિતાજીને સાચી શ્રદ્ધાંજલિ મળી ગઈ. 

                                                                                                  – અનન્ય- 

વિશ્વ માતૃભાષા દિવસ-“છતે મા,પારકી મા સારી લાગે ખરી ?”

IMG_0395

-આભાર -માતૃભાષાના પ્રચારક અને પ્રકાશક :ચિંતન, શેઠ ​છબી અશ્વિનકુમાર

સંસ્કૃત છે ધર્મની ભાષા , અંગ્રેજી વેપારે વપરાય.

હિન્દી તો છે રાષ્ટ્રભાષા પણ ગુજરાતીએ વિવેક દેખાય.

-ગોવિંદ કાકા ​-

મિત્રો  

 એક સરસ અવસર આવી રહ્યો છે. આપણી માતૃભાષાને વધાવવાનો,  માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.
આજના આ પાવન દિવસ પર સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્ર સંઘનો આભાર માનવો રહ્યો, કે જેમણે દરેક સંસ્કૃતિના માણસોને પોતાના મૂળ સાથે જોડવા માટે આ દિવસ ઉજવવાનું આયોજન કર્યું છે.આપણે જન્મ દિવસ ઉજવીએ છીએ તો વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કેમ નહિ ?..

૧૯૯૯ નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, ૨૦૦૦થી દર વર્ષે મનાવવામાં આવે છે. જે પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું. દુનિયાની ૭૦૦૦થી પણ વધુ ભાષામાંથી અડધી ખલાસ થવાની તૈયારીમાં છે , દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા તથા તેમને સમજવા માટે. દરેક સમાજની મૂર્ત કે અમૂર્ત ધરોહરને જીવંત રાખવા માટેનું સક્ષણ સાધન જો કોઈ હોય તો તે માતૃભાષા છે.એકવીસમી ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ હકીકતમાં માતૃભાષા માટે આંદોલન દિવસ છે.પરંતુ  હું તો અને ઉજવણી નો દિવસ કહીશ.આપણે આપણી ભાષા માટે આજે ગૌરવ લેશું. 
ઉમાશંકર જોશીએ જેને ‘ગાંધીગિરા’કહી, પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જેને ‘દૂધભાષા ‘કહી છે.જે ભાષાએ  આપણામાં સંસ્કારસિંચન કર્યું તેમજ સંસ્કૃતિ આપી એ ગુજરાતી ભાષા આપણી અભિવ્યક્તિ નું માધ્યમ છે. માતૃભાષામાં બોલેલ વાક્ય-હૃદયને સ્પર્શી જાય છે? જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું, મારી માતૃભાષામાં હું મારા વિચારો અને મારી જાત ને વધુ સારી રીતે સ્પષ્ટ કરી શકું છું.આ ભાવ આંખ અને, દિલ​ જે ​અનુભ​વે છે ત્યારે તેની ​અસર ચિરકાળ ​રહે છે. કોઈપણ વ્યક્તિને ગમે તેટલી ભાષા નું જ્ઞાન હોય પણ તેને વિચારો કે સપના તો તેને પોતાની માતૃભાષામાં જ આવતા હોય છે.ભલે પછીથી તેના વિચારો તે ગમે તે ભાષાઓમાં રજુ કરે .પૂ.ફાધર વાલેસ ઘણા વર્ષોથી  કહે છે “ભાષા જશે તો સંસ્કૃતિ જશે”.માતૃભાષા થી દુર જવું કે ભુલી જવી એટલે આપણાપણું અને આપણા વિચારોથી દુર જવું, માતૃભાષા જમીન પર સ્થિર ઉભા રહેવાનો આત્મવિશ્વાસ શીખવે છે.મા,માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઇ વિકલ્પ નથી! ટુકમાં માતૃભાષામાં માનવજીવનના તમામ પાસાનો સમન્વય છે. વિચાર, લાગણી અને અભિવ્યક્તિ.ઇંગ્લીશને ભાંડવાથી આપણી ભાષા જીવી નહીં જાય

“છતે મા,પારકી મા સારી લાગે ખરી  ?”, 

“બેઠક”ના દેરક કાર્યક્રમમાં આપ સર્વેની હાજરી  સાક્ષી પૂરે છે કે આપ માતૃભાષાને ચાહો છો ..ભાઈ આપણાં બ્લોગ અને બેઠકનો હેતુ પણ  આપણી માતૃભાષા જ છે .”બેઠક”નો ધ્યેય છે માતૃભાષામાં અભિવ્યક્તિ: વાંચન,વાણી લેખન કૌશલ્ય દ્વારા વ્યક્તિત્વ વિકાસ. માતૃભાષા દ્વારા,‘વાંચે ગુજરાત’ માણે ગુજરાત ,અનુભવે ગુજરાત,પામે ગુજરાત  આ અભિયાન આપણા સૌનો  છે..આપણે બધા જોડાયા છે આટલે દુર આપણી માતૃ ભાષા ને કારણે જ તો ..કહેવાય છે કે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ..પરંતુ, જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે ગુજરાતી.અને એટલે જ.. હા, આજના ‘વિશ્વ માતૃભાષા દિવસે’ આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!લગભગ તમામ દેશોમાં ગુજરાતી પરિવારો વસે છે. આપણા માટે ગર્વની વાત એ છે કે, માત્ર પૃથ્વી પર જ નહીં પરંતુ, અંતરિક્ષમાં પણ ગુજરાતી મૂળનાં લોકો પહોંચી ગયા છે. આપણાં  ગુજરાતી કવિ એ પોતાની સુંદર કાવ્ય રચનામાં ઉલ્લેખ કર્યો છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત..જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત..!! હા મિત્રો તો ચાલો આજના આ શુભ દિને આપણે માતૃભાષાની વંદના કરીએ છીએ,  પરંતુ તેને હવે થોડું વહાલ પણ  કરવાની જરૂર છે. ભાષા સાથેનો આપણો સંબંધ પરસ્પર છે. આપણે ભાષાને જીવાડશું, માનાં હેતથી માતૃભાષા આપણને જીવાડશે. …“વિશ્વ માતૃભાષા દિવસ”ની શુભેચ્છાઓ સાથે ગુજરાતી ભાષાનું ગૌરવ દર્શાવતી શ્રી ઉમાશંકર જોષીની આ અમર રચના

જે જન્મતાં આશિષ હેમચન્દ્રની

પામી, વિરાગી જિનસાધુઓએ

જેનાં હિંચોળ્યા મમતાથી પારણાં,

રસપ્રભા ભાલણથી લહી જે

નાચી અભંગે નરસિંહ-મીરાં-

અખા તણે નાદ ચડી ઉમંગે

આયુષ્મતી લાડલી પ્રેમભટ્ટની

દ્રઢાય ગોવર્ધનથી બની જે,

અર્ચેલ કાન્તે, દલપત પુત્રે

તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા 

ગાંધીમુખે વિશ્વમાંગલ્યધાત્રી

 

– ઉમાશંકર જોષી (૧૯૧૧ – ૧૯૮૮)-

Bethak”Gujarati literary group and Javanika Entertainment. celebrate International Mother Language Day

At India Community center 

Event Date: 

Sunday, February 21, 2016 – 11:00am
Event Location: 
India Community Center, 525 Los Coches Street, Milpitas

 

બેઠકની હ્રદયપૂર્વક ભાવભીની શ્રધ્ધાંજલી

12745804_10153917966344347_5089398842157320723_n

માધવીબેન  અસીમભાઇ મહેતાના વડીલ અને “બેઠક”ના પ્રેરણા સમાન પ્રોફેસર રશ્મીકાંત મહેતાએ તારીખ 17 ફેબ્રુઆરીના અંતિમ વિદાઈ લઇ દેવલોક પામ્યા છે. રશ્મીકાન્તભાઈ એ  “બેઠક”ને  એવી પ્રેરણા આપી કે જ્ઞાન વેહેંચો તો વધશે,તેમણે તેમની ​શક્તિઓ ને સમસ્ત માનવજીવન ને પ્રદાન ​કરી ​છે જે નોંધનીય છે. તેઓ વડોદરામાં એમએસ યુનિવર્સિટી ખાતે ઇંગલિશ સાહિત્ય શીખવતા.તેમજ વડોદરામાં,શેક્સપિયર સોસાયટીના પ્રમુખ હતા અને એક  સક્રિય કલાકાર તરીકે શેક્સપિયરની વિવિધ નાટકોમાં તેમણે  કામ પણ કર્યું હતું ,એમના નાટક જોવા લોકો દુર દુરથી આવતા. શાંત સરળ, પ્રકૃતિના રશ્મીકાંતભાઈ કલા અને સંગીતમાં પણ જ્ઞાન ધરાવતા હતા.કલાકાર ​અને ગુરુ ​કયારેય ​મરતા નથી ….તેઓ એમની કૃતિઓ તથા એમના શબ્દો અને ​નાટક ​દ્વારા હંમેશ જીવંત રહેશે. તેઓ સરળતાથી અને હાસ્યથી વૃધ્વસ્થા ને અપનાવી, ગૌરવથી જીવનના પૂર્ણ વિરામને પામ્યા છે.ગુજરાતી સમાજનું  ગૌરવ અને મૂડી સમાન રશ્મીકાંત ભાઈની દરેક ગુજરાતી અને “બેઠક”ને ખોટ વર્તાશે ,પ્રભુ એમના આત્માને પરમ શાંતિ આપે એવી પ્રાર્થના . 

We will bid him farewell as per below details:
Date:   Thursday, February 18, 2016
Place: Grissom’s Chapel & Mortuary
            267 E Lewelling Blvd, San Lorenzo, CA 94580
            (510) 278-2800
Time:  11:30am        Darshan
           12:30pm        Pooja (family)
            1:00pm         Cremation (family)
With regards,
Madhvi, Asim, Pooja, Krishna Mehta
Vandana, Kumar, Kunal, Kaushal, Shivani Majmudar, Sonia Shah

 

મનવા કરી લે તું પ્રેમ-ઇન્દુ શાહ

મિત્રો
 
ફક્ત વેલેન્ટાયન દિવસે  જ પ્રેમ ? બારે માસ પ્રભુ આપણને ઋતુ ઋતુની અદભૂત અજાયબીઓ આપે છે,
આજે મન ભરી તેને પ્રેમ કરી લઈએ.આ વિચાર ગમ્યો? જરૂર આપના પ્રતિભાવમાં જણાવશો.

fulada

કરી લે તું પ્રેમ

મનવા કરી લે તું પ્રેમ

વનવગડાના ફૂલડાઓમાં

વસંતની મહેકતી મહેક

ભરીને કરી લે તું પ્રેમ

મનવા કરી લે તું પ્રેમ

ખળખળ વહેતા ઝરણા

તનના તાનપુરાની સાથ

ડુંગર ખીણની વનરાજીના

ધ્યાન ધરીને કરી લે તું  પ્રેમ

મનવા કરી લે તું પ્રેમ

સૃષ્ટિ સૌન્દર્ય અદભૂત

રચનાર પરમ પરમેશ્વરને

યાદ કરીને કરી લે તું પ્રેમ

પ્રભુને કરી લે તું પ્રેમ

મનવા કરી લે તું પ્રેમ

 આખુ કાવ્ય વાંચવા

ઇન્દુ શાહ

www.indushah.wordpress.com

Thanks for visit

માં એક સ્ત્રી -પ્રજ્ઞા દાદભાવાળા

કૌશિક અને મીનલ હોસ્પીટલમાં પ્રેગનેન્સી ના વર્ગમાં બેઠા હતા, નર્સ ખુબ સરસ રીતે સમજાવતી હતી ,તમને ખબર છે, આ તમારો નવો જન્મ છે ,અને માતૃત્વનું મહત્વ સમજાવતા કહ્યું,  સ્ત્રીને માતૃત્વ  સ્ત્રી બનાવે છે? અને તેના આધારમાં રહેલા તેના મૂળ ગુણ. જેમ કે, માતૃત્વ, પ્રેમ, કરૂણા અને ક્ષમા છે . સ્ત્રી કોઇપણ ક્ષેત્રમાં પ્રવૃતિ કરે ત્યારે પ્રકૃતિ કે ઇશ્વરદત્ત આ ગુણોને તે ભૂલવા જોઈએ નહિ. એટલું જ નહિ, આ ગુણોમાં દ્રઢતાપૂર્વક સ્થિર રહી, સ્ત્રીએ કોઇપણ ક્ષેત્રમાં કાર્ય કરવું જોઇએ,પછી એ ઓફીસ સંભાળવાની હોય કે માં બનવાનું હોય તમને ખબર છે એક સ્ત્રી માં બને ત્યારે સમ્પૂર્ણ સ્ત્રી બને છે .માટે તમારા માટે ગૌરવ લ્યો,

આ સંભાળતા કૌશિકને  અને મીનલ ને તેમની મામ્મી યાદ આવી ગયા.

આખા રસ્તે કોઈ કઈ બોલ્યું નહિ,આજે આટલા વર્ષે કૌશિકની પત્ની મીનલ માં બનવાની હતી ,.ડીલીવરી માટે એક બેન ચોવીશ કલાક એમની સાથે રહેતા એને માસી જ કહેતા અને માસી પણ મીનલ ને દીકરીની જેમ રાખતા છ મહિનામાં તો માસી ઘરના વ્યક્તિ બની ગયા હતા.આ માસી કોઈના પૈસા પણ ન લેતા માત્ર મદદ કરવા જતા.   

ઘરે પોહ્ચ્યા તો માસી  ટેબલ તૈયાર કરી રાહ જોતા હતા,

ચાલો જમવા મીનલને ભૂખ લાગી હશે.

હા ભૂખ લાગી છે અને મીનલ કહે એક સ્ત્રી માટે માતૃત્વ વિકસાવતા સ્ત્રીપણું સાચવવું ઘણું અઘરું છે ને ?

ત્યાં માસી ગરમ રોટલી લાવતા આવ્યા અને બોલ્યા ખરેખર તો સ્ત્રીપણું  માતૃત્વ વિકસાવતા પૂર્ણ થતું હોય છે। ..

તમે માતૃત્વની વાત કરો છો તો મારા સ્વંય અનુભવ કહું હું પરણીને અમેરિકા તો આવી પરંતુ લગ્નના થોડા વખતમાં મને ગર્ભાશયમાં ગાંઠ આવી અને ડો ની સલાહ હતી કે તુરંત ઓપેરશન કરી ગાંઠને કઢાવો,અજાણ્યો દેશ અજાણી ધરતી અને આવો નિર્ણય લેવો ખુબ અઘરો હતો,ગાંઠ ગર્ભાશય ની અડોઅડ હતી કદાચ હું ક્યારેય માં ન પણ બની શકું,એક ધ્રુજારી મને થતી છતાં મક્કમ પણે સર્જરી કરાવી ત્યારે થયું આ શક્તિ મને ક્યાંથી આવી ?

મીનલ બેટા દરેક સ્ત્રી એક શક્તિ છે,હું ડરી નહિ  

ત્યારબાદ હું ગર્ભવતી બની.. પાછલી બીનાઓને ધ્યાનમાં ન રાખતી … એ વાતનું ધ્યાન રાખવાનું કે આપણા લીધે ઘરનાને નાકે દમ ના આવવો જોઈએ.. આવું વિચારે તેજ સ્ત્રી।….

ત્યાં માસી એકદમ બોલ્યા, ઉભી રે ગરમ આપું છું  અને માસી ગરમ દાળ અને પાપડ લેવા ગયા,

પાપડ તોડતા બોલ્યા સાચું કહું માં બનવું એટલે પૂર્ણતાનો અહેસાસ પણ સાથે પતિ કે ઘરના બીજાના વિચારો મને આવતા કે મારે લીધે આ લોકો સતત ઉપાધિમાં રાખીશ।…ગર્ભાવસ્થા અને તંદુરસ્ત બાળકને જન્મ આપવાની સરસ તક ભગવાને મને આપી છે અને હું એને પૂર્ણપણે સભાનતા થી નિભાવીશ એવો વિશ્વાસ રાખતી ,ડર તો હતો પણ  ડરની સાથે કોણ જાણે કેમ અંદરથી એક બળ મને મારું પોતાનું જ મળતું, તું પણ ડરતી નહિ એક વાત મેં નક્કી કરી હતી કે હું માં બનીશ અને મારું બાળક ખુબ તંદુરસ્ત અને સુંદર હશે,બાળકની તંદુરસ્તી માટે મારા ડૉક્ટર મને મદદ કરતા પણ હું જાણે મારી ડૉક્ટર બની ગઈ ભગવાને સ્ત્રીની એકસાથે અનેક કામ કરવાની આવડત અને મદદ કરવાની  શક્તિ આપી છે.  સ્ત્રી કોમળ હોય છે છતાં વખત આવ્યે વજ્ર સમાન કઠોરતા દાખવી શકે છે. અને સ્ત્રી વિચારી શકે છે તેનાં કરતાં વધારે સમજે છે અને અનુભવી શકે છે,

માસી  તમારી ડીલીવરી નોર્મલ થઇ હતી ?

મારુ પહેલું બાળક ભલે સર્જરીદ્વારા આવ્યું પણ ખુબ તંદુરસ્ત આવ્યું પુરા સાડા સાત પાઉન્ડ .

પણ કહે છે ને જીવન કસોટી કરાવે છે બેટા, મારા બીજા બાળક વખતે ડોક્ટરની ભૂલ થઇ એ પોતે ડ્રગ લેતી હતી સર્જરી દરમ્યાન એને મારા બાળકની લમણા ની નસોને નુકસાન કર્યું એટલું જ નહિ બેધ્યાનપણે ટાંકા લીધા આમ તો માર બાળકની ડીલીવરી વખતે મારા મમ્મી આવ્યા હતા પણ એ પણ શું કરે ? હોસ્પીટલમાં તો રહેવા પણ ન દે એટલે બિચારા કહે કાલે ઘરે તને લઇ જશું.

જો સાચું કહું તો  હું તે રાત ને ક્યારેય નહિ ભૂલું એ રાત્રે મારા બાળકને સ્તનપાન કરાવતી હતી ત્યારે મારા ઓપેરેશન દરમ્યાન લીધેલા ટાંકા ખુલી ગયા મારું ગર્ભાશય અને  બીજા અવયવો જાણે બહાર જ આવી ગયા ,હું કંઈ પણ વિચારી ન શકી હાથમાં મારું ભૂખ્યું બાળક રડતું હતું મેં નર્સને બોલાવવા બેલ મારી ખુબ બેલ મારી, સાથે રૂમમાં એક બીજી સુવાવડી પણ હતી તેણે પણ નર્સ ને બોલાવી હોસ્પીટલમાં દોડાદોડ થઇ,ડૉક્ટરઆવ્યા તુરંત ઓપરેશન થીયેટર માં લઇ ગયા મને કહે તમારા પતિએ અહી આવી સહી કરવી પડશે તો જ આગળ વધુ, મેં કહું મેહરબાની કરી એને અડધી રાત્રે આમ ફોન  ન કરશો એ ડરી જશે મારી માં પણ ગભરાય જશે ,મારા બાળકનું શું થશે એ વિચારી જોઓ,અને અમે ઘણા દુર રહીએ છીએ એ ટેન્શન માં ગાડી દોડાવતા આવશે અને કંઈ થશે તો..લાવો હું તમને સહી કરી આપું પણ મારા આ પેટને સાંધો તો સારું આ મારો નિર્ણય મારો ન હતો એક સ્ત્રી એક શક્તિ નો હતો… સ્ત્રી દુર્બળ બને તો તે તેના સંતાનને પણ તે બાધક બને છે. તેના સંતાનમાં તેજસ અને શક્તિ નાશ પામે છે.

મેજ મારા પોતાનામાં માતૃત્વને વિકસાવી…હવે મારે મારા બાળકને માટે જીવવાનું હતું હું મારા રોતા બાળકને જોતી રહી ગઈ સર્જરી થઇ, સવારે જયારે મારા મમ્મી મને લેવા આવ્યા ત્યારે મને આઈસીયુ માં જોઈ ધ્રુસકે ધ્રુસકે રોવા માંડ્યા.  

વધારે તો કઈ ન બોલ્યા કહે તે બધું એકલા જ સહન  કર્યું .

મેં કહ્યું પહેલા મને કહો મારું બાળક કેમ છે ?

તારું બાળક બરાબર છે ચિંતા ન કરીશ। …

હું જયારે બહાર આવી ત્યારે ખબર પડી કે મારી સાથે જેની સુવાવડ મારી ડોકટરે કરી હતી, તે સ્ત્રી મરી ગઈ, કારણ તેના પણ ટાંકા ખુબ્લી ગયા અને આખા શરીરમાં ઝેર ફેલાઈ ગયું એના માં વગરના બાળકને પતિ લઇ ગયો.

મેં મનોમન નક્કી કર્યું કે મારે આના પગલા લેવા મારા પતિએ હોસ્પીટલમાં ફરિયાદ લખાવી ,પેલી  ડોકટરના વકીલે કહું હું તમને અને બાળકને આ જીવન કોમ્પનસેશન આપાવીશ,કેસ પાછો ખેચી લો,એમનું કેરિયર ખલાસ થઇ જશે,પણ મેં કહ્યું કે આ સ્ત્રી બીજાનો ભોગ લે તે પહેલા એની ડીગ્રી અને લાસન્સ જપ્ત કરો મને ભગવાને જીવન આપ્યું છે તો અમને તારશે.

પણ ,મારું બાળક શારીરિક રીતે વિકલાંગ બન્યું હવે હું માત્ર માં હતી મારા બાળક માટે મેં મારા મતૃત્વને પડકાર દીધો હતો સ્ત્રી દુર્બળ બને તો તે તેના સંતાનને પણ તે બાધક બને છે એ વાત હંમેશા યાદ રાખતી અને મારા બાળકની ખોટને મેં સદાય માટે ભુલાવી દીધી અને સામન્ય શાળામાં સામન્ય બાળક જેવું જ શિક્ષણ આપી સામન્ય શાળા માં ભણાવી મોટો કર્યો. આજે પોતે જાતે જ કમાય છે..તે વખતે સમજાયું કૌટુંબિક જીવનની જવાબદારીઓમાંથી છટકવું એ સ્ત્રી સ્વાતંત્ર્ય નથી. સ્ત્રીની ઉન્નતિ તેણે સ્વયંમાં રહીને હાંસલ કરવાની છે. કુદરતે મારા મતૃત્વને ત્રણવાર પડકાર આપ્યો અને મેં એક સ્ત્રીએ ડર્યા વગર જીલ્યો.ત્યારથી હું જે સ્ત્રીને ડીલીવરી દરમ્યાન મદદ જોઈએ તે આપવા જાવ છું.

મીનલ તને ખબર છે દરેક સ્ત્રીમાં સંવેદનશીલતા,સંભાળ લેવાની વૃત્તિ, પ્રેમ કરવાની ક્ષમતા જન્મજાત કુદરતી રીતે જ હોય છે,હું તમારા જેવી જ એક સામાન્ય સ્ત્રી છું, એક  સામન્ય વ્યક્તિ મેં મારા પોતાનામાં માતૃત્વને વિકસાવી મારા બાળકનો ઉછેર કર્યો.

મારા બાળકે મને એક  માં તરીકે નવો જન્મ આપ્યો,

A mother might give birth to a child but before that a child gives birth to a mother

પ્રજ્ઞાજી -પ્રજ્ઞા દાદભાવાળા