૪૨) આવું કેમ? બિનકાયદેસર ઇમિગ્રન્ટ્સ અમેરિકામાં !

બિનકાયદેસર ઇમિગ્રન્ટ્સ અમેરિકામાં !
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ‘Make America Great’ ની ઝુંબેશમાં કોંગ્રેસને ચીમકી આપી !અમેરિકામાં કોઈ બિનકાયદેસર વ્યક્તિ ઘુસી જાય નહીં એટલે એમણે અમેરિકા અને મેક્સિકોની બોર્ડર વચ્ચે મોટી દીવાલ – કોટ ચણવા પચ્ચીસ બિલિયન ડોલરની માંગ કરી ; જેથી કરીને કોઈ બિનકાયદેસર રીતે છાનુંમાનું અમેરિકામાં ઘુસી જાય નહીં !
“પણ વ્યક્તિ અને વિચાર સ્વાતંત્ર્યને વરેલા આ દેશના પાયામાં જે માનવતા – માણસાઈ રહેલાં છે , તેનું શું? કોઈ ગૃહ ક્લેશમાં ઘરનાં લોકોના ત્રાસથી ભાગીને અહીં અમેરિકા આવી જતું હતું , હવે તેમનું શું ? કોઈ સમાજના ચીલાચાલુ રીત રિવાજોથી કાંઈક જુદું જીવન જીવવા પ્રયત્ન કરતાં સમાજ એને રહેંસી નાંખતો, ને એ લોકો ભાગીને અમેરિકા આવતાં , હવે તેમનું શું થશે ?
નિર્બળ , તરછોડાયેલાં છે, જેમને દેશ દ્રોહી કહીને એમના દેશે તેઓને મારીનાંખવા મારાઓ રોક્યાં છે, તેવા લોકો ભાગીને ક્યાં જાય? અમેરિકાએ તો સરમુખત્યાર રાષ્ટ્રોના લઘુમતી પક્ષનાપીડિત લોકોને ભૂતકાળમાં
આશ્રય આપ્યો છે! હવે આ બધાંને જાકારો આપશું તો એ બિચારાં ક્યાં જશે?”
તમે દયાથી પૂછો છો !
“ અને આ નિર્દોષ બાળકોને તેમની માતાઓથી વિખુટા પાડવાનું નિર્દય કૃત્ય શું અમેરિકાને – દુનિયાની મહાન લોકશાહીને શોભે છે?”
આવું કેમ?
પણ ત્યાં મારું મન ભૂતકાળમાં જાતે અનુભવેલા અનેક પ્રસન્ગોમાં સરી પડે છે: સુંદર ગાડીમાં કોઈ મા અને બાપ પોતાના સંતાનને લઈને અમારા ડે કેર સેન્ટરમાં આવે છે. મા બાપ પાસે કાયદેસરનું સ્ટેટસ નથી એટલે સોશ્યલ સિક્યોરિટી નંબર પણ નથી; હા , બાળક અહીંયા જન્મેલ છે એટલે એના ઉછેર , ભરણ પોષણ માટે ગવર્મેન્ટની જુદી જુદી સંસ્થાઓ એમને મદદ કરે છેએમની પાસે ફૂડ સ્ટેમ્પ ના પૈસા છે અને ગવર્મેન્ટની ફૂડ પેન્ટ્રીમાંથી તેમને સંપૂર્ણ ગ્રોસરી વિના મુલ્યે મળે છે! રહેવા માટે સેક્શન ૮ નાં નજીવા ભાડામાં મકાન પણ છે ! મા બાપ હાઉસ ક્લિનિંગનો બિઝનેસ કરે છે: એમનાં જેવાં મેક્સિકો , હંદુરસ, એલ સાલ્વાડોર , કોલમ્બિયા , કોસ્ટારિકા , પોર્ટરિકોથી આવેલાં લોકો બધાંનાં ઘર ક્લીન કરવા જાય છે!
અને ધારો કે પતિ પત્ની ( કે બાળકના માતા પિતા ) વચ્ચે ઝગડો થાય તો સોસ્યલ વર્કર , વકીલ અને શારીરિક કે માનસિક તકલીફો ની સારવાર માટે હોસ્પિટલ અને થેરાપિસ્ટ બધાની સુવિધા છે: વિના મુલ્યે!
આ બધું જ મારા માનસ પટ પરથી ચલચિત્રની જેમ પસાર થઇ જાય છે… મને ખબર છે આ દયા પરોપકાર વૃત્તિની! કારણકે એ નાનાં ભૂલકાંઓને સ્પીચ પ્રોબ્લેમ કે કોઈ મંદ બુદ્ધિ કે મંદ પ્રગતિ (Delayed Development )બદલ બાળકને થેરાપિસ્ટની સગવડ મળે છે ! થેરાપિસ્ટ અમારા બાળમન્દિરમાં પણ પધારે છે.. વિના મુલ્યે: અલબત્ત મા બાપને માટે વિના મુલ્યે !
અમેરિકાની આ ઉમદા વૃત્તિથી તો એ જગતમાં પ્રખ્યાત છે!
પણ પ્રેસિડન્ટ ટ્રમ્પ કહે છે કે જેને અમેરિકા આવવું હોય તે આવે; પણ અરજી કરીને !
આવું કેમ?
કાયદેસર રીતે આવો !
હોશિયાર હોવ ને રિસર્ચ કરવું હોય, ભણવું હોય; પૈસા હોય ને બિઝનેસ કરવો હોય, નાણાંનું રોકાણ કરવું હોય ,કોઈ વિશિષ્ટ કલા હોય વગેરે વગેરે.. તો એપ્લિકેશન કરીને આવો! પણ માત્ર બાળક અહીંયા જન્મેલું હોય તો તેની સાથે મા બાપ કે અન્ય કુટુંબી જનોને બિનકાયદેસર પ્રવેશ નહીં મળે!
પણ મારું અળવીતરું મન !ક્યાંથી ક્યાં પહોંચી જાય છે! દશેક વર્ષ પહેલાં અમારે ત્યાં રસોઈ કરવા આવતી રૂપલને યાદ કરે છે!
ભારત છોડ્યા પછી રખડતાં રઝળતાં પુરા દોઢ મહિને , જાનના જોખમ સાથે ભટકતી એ અને એનો વર ચન્દુ મેક્સિકોની બોર્ડરથી સાંડીએગો ને ત્યાંથી શિકાગો આવેલ : અને તે માટે દેશમાં પૂરાં પચ્ચાસ લાખ રૂપિયા ફી આપેલી !
“એટલા પૈસામાં તો તમેંદેશમાં જ કોઈ ધન્ધો કર્યો હોત તો? “ મેં પૂછ્યું!
“દેશમાં ભ્રષટાચારીઓના ખિસ્સા ભરતાંયે કાંઈ નાં વળે , બેન !” એ બન્નેએ કહ્યું ! “આપણા દેશમાં સીધી રીતે મહેનત કરીને જીવવું શક્ય જ નથી!”
આજે એજ રૂપલ અને ચન્દુ બધું દેવું ચૂકતે કરીને , પોતાનું એક સબ વે ( રેસ્ટોરન્ટ ) ચલાવે છે!
તમે મહેનત કરો અને ફળ મેળવો !
એ લોકો ઉત્સાહથી કહે છે!
તો આવું કેમ?
જો આવા સખત કાયદાઓ થશે તો શું તેનાથી અમેરિકા ફરીથી ખરેખર મહાન દેશ બનશે ખરો ?
પછી સર્વિસ બિઝનેસ કોણ કરશે ?
મહેનતનું કામ કોણ કરશે? અત્યારે આપણે જોઈએ છીએ તેમ બાગ કામ , ઘરની સફાઈ , હાઉસ કીપિંગ અને રસ્તાઓ તેમ જ અન્ય કન્સ્ટ્રક્શન કામો જે મહેનત માંગી લે છે તે બધાં કામો શું લોકલ અમેરિકનો કરશે ખરાં ?
પણ –
પણ ,આજે ,આ આવું કેમ? પ્રશ્ન અને જવાબ -બન્ને -મારી જાત તરફ જ આંગળી કરે છે :
વરસો પહેલાં એક વાર ,”મેરા ભારત મહાન “કહીને, દેશનું યુવા ધન ભણી ગણીને પરદેશ જાય છે તે સૌને દેશદ્રોહી કેમ ન કહેવા ? એમ કોલેજમાં લેક્ચર આપતી હું , લગ્ન પછી ફરવાના બહાને અમેરિકા આવીને અમે યુવાન માબાપ અને અમારાં છૈયા છોકરાંવ નું લાવલશ્કર -બસ અમે રોકાઈ પડ્યાં આ સમૃદ્ધ દેશમાં સારાં જીવનની તક જોઈને !
જીવન વિષે કાંઈ જ ઝાઝું વિચાર્યા વિનાસ્તો!
અથવા ખુબ વિચારીને ઝાઝું નહીં વિચારવાનું એમ વિચારીને, ‘પડશે એવાં દેવાશે’ એમ વિચારીને અમેયે દોટ કાઢી હતી પૂરાં આડત્રીસ વર્ષ પહેલાં!
પ્રશ્ન છે: આવું કેમ?
અને જવાબ પણ એમાં જ છે: જ્યાં સમૃદ્ધિ છે, જ્યાં ઉર્ધ્ધવ જીવનની તકો છે ત્યાં વિશ્વના ગમે તે ખૂણેથી લોકો સ્થળાંતર કરીને આવશે જ! સદીઓ સુધી વિશ્વમાંથી લોકો ભારત આવતાં હતાં , દેશની આબાદી જોઈને!
આધુનિક યુગમાં પહેલાં ઇંગ્લેન્ડ અને પછીસાઉથ આફ્રિકા , ત્યાર બાદ અમેરિકા અને પછી મિડલ ઇષ્ટ નાં દેશો તરફ લોકો વળ્યાં ! અને પછી ઓસ્ટ્રેલિયા તરફ પ્રવાહ વળ્યો !
પ્રેસિડન્ટ ટ્રમ્પની અમેરિકાને ફરી મહાન બનાવો ભાવના ઉમદા છે, અને મજુર વર્ગ વિના એ મહાન કેવીરીતે બનશે તે પ્રશ્ન છે!
આવું કેમ ?

૪૬-હકારાત્મક અભિગમ- કિ ફલં કિ ફલં-રાજુલ કૌશિક

સ્વામી ચિદાનંદજીથી કોણ અજાણ હશે?  આજે સ્વામી ચિદાનંદજીના જીવનનો એક પ્રસંગ  વાંચવા મળ્યો.
એક સમય તેમની સાથે હૃષીકેશમાં જતીન રામકૃષ્ણ આવીને રહ્યા. પુષ્પો અને શૃંગાર તેમના પ્રિય વિષય હતા એટલે દર બે-ચાર દિવસે આડોશ- પાડોશના આશ્રમો કે અન્ય સંસ્થાના ઉદ્યાનમાંથી ફુલો લાવીને સ્વામી ચિદાનંદજીના નિવાસસ્થાને સજાવીને મુકતા.
બે-ચાર અઠવાડીયા પછી સ્વામી ચિદાનંદજીએ એમને પછ્યું, “ આટલા સુંદર ફુલો તમે ક્યાંથી લાવો છો?
જવાબ મળ્યો, “ કૈલાશ આશ્રમ, પરમાર્થનિકેતન, યોગનિકેતન, ટૂરીસ્ટ બંગલેથી.”
સ્વામી ચિદાનંદજીને આશ્ચર્ય થયું. “તમને હૃષીકેશ આવીને માત્ર મહિનો જ થયો છે, તો આ બધા લોકોને તમે કેવી રીતે ઓળખતા થયા?”
“હું કોઇને પણ ઓળખતો નથી, કથામાં સાંભળ્યુ હતું કે શ્રી કૃષ્ણ માખણ ચોરી કરતા ત્યારે  ‘કાફલં-કાફલં’
બોલતા જેથી પકડાય નહીં. હું પણ એમ જ બોલું છું અને ફુલો તોડી લાવું છું.” (જો કે સ્વામી ચિદાનંદને જાણતા દરેક માટે આ શબ્દ ‘ કાફલં કાફલં’ જરાય જાણીતો નથી જ. એનો સંદર્ભ પણ ક્યાંય મળ્યો નથી પરંતુ આપણે અહીં શબ્દાર્થ શોધવાના બદલે વાતનો મર્મ જોઇશું.)
હવે સ્વામીજીને આઘાત લાગ્યો. “અરે! સાધુજીવનના આરંભમાં જ ફુલોની ચોરી ! આજે બધા આશ્રમોના મહંત-મંડળેશ્વરને પગે લાગી આવજો-માફી માંગજો. પ્રાયશ્ચિત રૂપે દરેક બગીચામાં થોડા દિવસો સુધી પાણી પીવડાવજો અને જો અહીં ફુલો લાવવાનું ગમતું હોય તો જ્યાં રહ્યા છો ત્યાં બગીચો કરો, આમ તફડંચી મારેલ તો કદીયે લાવતા નહીં.”
સીધી વાત….. કદાચ આપણા સૌમાં પણ આવો એક દલા તરવાડી બેઠો જ હશે. “રીંગણા લેને દસ-બાર” વાળી સ્વ-ઉક્તિથી મન મેળે બારો-બાર મંજૂરી મેળવીને પછી જે મળે તે મેળવી લેવાની વૃત્તિ પણ ક્યાંક ઊંડે ધરબાયેલી હશે કે પછી મનોમન કાફલં-કાફલં બોલીને પકડાઇ ના જવાય એની તકેદારી રાખીને જે મળ્યુ એ હાથમાં અને બાથમાં કરી લેતા હોવાની શક્યતા ઊંડે ઊંડે ખરી ??
ના હોય તો જ ઉત્તમ……………
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

પ્રેમ એક પરમ તત્વ-૫

પ્રેમની દીવાનગી, પ્રેમનો નશો, પ્રેમનો ખુમાર કે પ્રેમની સંવેદના હર ઈન્સાનમાં હોય છે. પ્રેમમાં વ્યકિત પરવશ થઈ જતી હોય છે. પરવશ એટલે જેનો પોતાના પર અંકુશ નથી તે!! વ્યકિત  વશીકરણ માં આવી જાય છે. જાણે પ્રેમી કોઈ સંમોહનવિધ્યા જાણતો હોય તેમ પોતાના પ્રિય પાત્રનું મોહીકરણ કરે છે. 

પ્રેમ એક સરસ સંવેદના છે. આ સંવેદના માં કોઈ ઉંમરની સીમા નથી, એમાં જ્ઞાતિબંધન નથી. પ્રેમ તો ફકત મન  જુએ છે. પ્રેમનો સંબંધ સીધો હ્રદય સાથે છે. જેનામાં ઈશ્વરનોવાસ હોય છે એ વ્યકિત પ્રેમ કરી શકે છે.

કવિ શ્રી મરીઝ ની એક ગઝલનો આ મકતા છે.

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.
– મરીઝ

 આ પ્રેમની દીવાનગી કેવી મજાની હશે!! સૌ કોઈ  પોતાને સમજદાર માને છે. છતા આ પ્રેમની જાળમાં ફસાય છે!! એ પ્રેમનીખૂબી છે! પ્રેમ કદી  મગજથી કામ નથી લેતો!! સીધો હ્રદય પર હુમલો કરે છે!! અને મગજને સુન્ન કરી નાખે છે, પછી ગમે તેટલો સમજદાર હોય પ્રેમ આગળ પોતાની હાર માની લે છે! અહીં પ્રેમની પોતાની મજબૂરી છે.સમજાવવા પ્રયત્ન કરે છે!

દરેક માનવ માત્ર  ઋજુ હ્રદયના હોય છે!! અને પ્રેમમાં પડ્યા વગર પ્રેમને સમજવો મુશ્કેલ નહી પણ અશક્ય છે! પ્રેમ એમને   ફૂલોમાં, ઝરણામાં ચાંદમાંસિતારામાંરાતમાં દિવસમાં બધે નજર આવતો હોય તેા પ્રેમથી ભાગીને કેટલે દૂર જી શકાય ?…

ખરેખર માનવી પ્રેમ   શોધતો હોય છે!!
પ્રેમમાં સફળતા નિષ્ફળતા જેવું કાંઈ નથી! પ્રિય પાત્ર મળે કે ના મળે પણ પ્રેમનો સ્ત્રોત અવિરત વહેતો રહે એ  પ્રેમ!! પ્રેમમાં વ્યકિતની હાજરીની જરૂર નથી!! પ્રેમી ની ગેરહાજરી હોવા છતાં પ્રેમનું ઝરણું સુકાય નહી એનું નામ પ્રેમ!!પ્રેમ એટલે તુ માં ઈશ્વર જોવાની લાગણી અને હરપળ ઈશ્વર પાસે તારી  માંગણી!!

સપના વિજાપુરા

Please visit my Website and leave valuable Comments,

For Gujarati ghazals: 
http://www.kavyadhara.com/

For hindi ghazals: 
www.kavyadhara.com/hindi

Najma’s Shayri: 
http://www.najmamerchant.wordpress.com/

પ્રેમ પરમ તત્વ-૪-સપના વિજાપુર

આ પ્રેમની દીવાનગી કેવી મજાની હશે!! સૌ કોઈ  પોતાને સમજદાર માને છે. છતા આ પ્રેમની જાળમાં ફસાય છે!! એ પ્રેમનીખૂબી છે! પ્રેમ કદી  મગજથી કામ નથી લેતો!! સીધો હ્રદય પર હુમલો કરે છે!! અને મગજને સુન્ન કરી નાખે છે, પછી ગમે તેટલો સમજદાર હોય પ્રેમ આગળ પોતાની હાર માની લે છે! અહીં પ્રેમની પોતાની મજબૂરી છે.સમજાવવા પ્રયત્ન કરે છે!
દરેક માનવ માત્ર  ઋજુ હ્રદયના હોય છે!! અને પ્રેમમાં પડ્યા વગર પ્રેમને સમજવો મુશ્કેલ નહી પણ અશક્ય છે! પ્રેમ એમને   ફૂલોમાં, ઝરણામાં ચાંદમાંસિતારામાંરાતમાં દિવસમાં બધે નજર આવતો હોય તેા પ્રેમથી ભાગીને કેટલે દૂર જી શકાય ?…
ખરેખર માનવી પ્રેમ   શોધતો હોય છે!!
પ્રેમમાં સફળતા નિષ્ફળતા જેવું કાંઈ નથી! પ્રિય પાત્ર મળે કે ના મળે પણ પ્રેમનો સ્ત્રોત અવિરત વહેતો રહે એ  પ્રેમ!! પ્રેમમાં વ્યકિતની હાજરીની જરૂર નથી!! પ્રેમી ની ગેરહાજરી હોવા છતાં પ્રેમનું ઝરણું સુકાય નહી એનું નામ પ્રેમ!!પ્રેમ એટલે તુ માં ઈશ્વર જોવાની લાગણી અને હરપળ ઈશ્વર પાસે તારી  માંગણી!!
સપના વિજાપુરા
 

2 – દ્રષિકોણ: બ્લોકચેઇન ટેક્નોલૉજી – દર્શના વારિયા નાડકર્ણી

આ ચેનલ ઉપર દ્રષ્ટિકોણ ઉપર આપણે કૈંક નવી વાત કરીશું અને ક્યારેક જુદા વિષય વિષે પણ વાત કરીશું.
મિત્રો, આજે આપણે ટેક્નોલોજી ઉપર થોડી વાત કરીએ.
આજનું શીર્ષક છે બ્લોકચેઇન શું છે? પૈસાની લેણ દેણ નો બીજો પાસો
આ વિડિઓ ની લિંક નીચે મૂકી છે.

તમે બીટકોઈન અથવા ક્રીપ્ટોકરન્સી નામ તો સાંભળ્યું જ હશે. તેની શોધ 2008 માં સાતોશી નાકામોટો નામના જાપાની યુવાને કરેલી.  તે દુનિયા ની પહેલી ડિજિટલ કરન્સી છે. જેમ કસીનો માં સાચા પૈસાની જગ્યાએ ટોકન થી રમીએ તેમ દુનિયામાં સાચા પૈસાની જગ્યા એ લેણ દેણ આવી ડિજિટલ કરન્સી થી થવા લાગી.
તો આ બ્લોકચેન છે શું અને તેનાથી શું શક્ય બને છે?  બ્લૉકચેન સતત થતી પૈસાની આપ લે અને લેણ દેણ નો રેકોર્ડ એટલે નોંધ રાખે છે અને તે રેકોર્ડ્સ ને બ્લૉક્સ કહેવાય છે. તે બ્લોક્સ એક બીજા સાથે સંકળાયેલા હોય છે જેને કોઈ જુદા ન કરી શકે. દાખલ તરીકે મેં 400 કિલો કેળા ખરીદવા મીના ને ડિજિટલ પૈસા આપ્યા પછી મીનાએ તેમાંથી થોડા પૈસા ટ્રાન્સપોર્ટ કરવા માટે આપ્યા તે બધાનો રેકોર્ડ બ્લોક્સ માં રહે છે. અને તે ક્રિપ્ટોગ્રાફી ની મદદ થી સુરક્ષિત રહે છે. દરેક બ્લોકમાં ક્યારે લેણ દેણ થઇ તેના ટાઇમસ્ટેમ્પ હોય છે અને તે ટ્રાંઝેક્શન ડેટા કાયમી અને અટલ રીતે સચવાઈ જાય છે. તેને કોઈ બદલી નથી શકતું માટે તેને કોઈ ત્રીજી વ્યક્તિ કે કંપની એ ચકાસવાની જરૂર રહેતી નથી. આ રીતે બોકચેન સ્વતંત્ર તૃતીય પક્ષ દ્વારા ચકાસણી માટેની જરૂરિયાતને દૂર કરે છે. તેથી અંદરો અંદર લોકો લેણ દેણ કરી શકે છે તે જ બ્લોકચેન નું મોટું મહત્વ છે.
બ્લોકચેન ટેક્નોલૉજી, ઉદ્યોગપતિઓને પૈસાની લેવડ દેવડ વિશ્વાસપૂર્વક, સુરક્ષિત, ઝડપી અને સસ્તી રીતે કરવામાં સહાય કરે છે. કોઈ એક કંપની વચ્ચે થી પૈસા ખાઈને ને લેન દેન માં સહાય કરે તેના બદલે લોકો પોતાની જાતે કરી શકે છે માટે આ ટેકનોલોજી ટ્રાંઝેક્ટીંગ વ્યક્તિઓ અને સંસ્થાઓ ને માટે ખુબજ લાભદાયક છે.

https://photos.app.goo.gl/nw3uB6TAVXy6GSzS9

By Darshana V. Nadkarni, Ph.D.
http://www.darshanavnadkarni.wordpress.com 

અવલોકન -૪૭-ખાલી બરણી

     આજે બીજું એક અવલોકન લખવા બેઠો. જૂના ઈ-ચોપડા ફંફોળ્યા, પણ બાકી રહેલાં અવલોકન પાંચ-દસ લીટીનાં જ મળ્યા! એક લેખ લખાય તેવું કાંઈ  જ બાકી નથી.

     તો મિત્રો, અવલોકન શ્રેણીના સમાપન કાળે આ વિડિયો જોઈ લો. એમાં બધાં અવલોકનોનો સાર આવી જાય છે.



અલવિદા… ચોકલેટ ખાતા રહો. અને  બહુ જ ગમી ગયેલો આ સંદેશ મમળાવતા  રહો …
ssr

૪૦ – શબ્દના સથવારે – ગુરૂ – કલ્પના રઘુ

ગુરૂ

શબ્દકોશ પ્રમાણે ગુરૂ એટલે મોટુ, વજનદાર, લાંબુ, દીર્ઘ, આયત, ઉચ્ચારણમાં ૨ માત્રા લે તે સ્વર, ધર્મોપદેશ આપનાર, કર્મકાંડ કરાવનાર બ્રાહ્મણ, શિક્ષક, પિતા, વડીલ, દેવોનાં ગુરૂ ‘બૃહસ્પતિ’, આપણાં સૌર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ‘ગુરૂ’ કે ‘બૃહસ્પતિ’, ગુરૂવાર, ચઢિયાતી અક્કલવાળો માણસ, શઠ કે ધૂર્ત માણસ, જે દ્રવ્ય ગ્લાનિ કરે, મળની વૃધ્ધિ કરે, બળ વધારે, તૃપ્તિ અને શરીરને પુષ્ટ કરે તે ‘ગુરૂ’ દ્રવ્ય કહેવાય છે, કવચનું ઝાડ, સ્પર્શનાં ૮ માંહેનો એક પ્રકાર, જડ. ‘ગુરૂ’ને અંગ્રેજીમાં great, heavy, long, teacher, master, priest, spiritual guide, the planet Jupiter, capable person કહે છે.

‘ગુરૂ’ ગ્રહનો રંગ ચકચકિત પીળો છે. તે ડહાપણનો મનાય છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ‘ગુરૂ’ સૂર્ય, મંગળ અને ચંદ્રનો મિત્ર, શનિ સાથે સમ અને બુધ અને શુક્રનો શત્રુ મનાય છે.

ગુરૂ અનેક પ્રકારનાં હોય છે. માતા-પિતા, શિક્ષક-ગુરૂ, કલાગુરૂ, જે તે કારર્કીદીનાં ગુરૂ અને જેની પાસેથી જ્ઞાન મળે તે તમામ ગુરૂ કહેવાય. ગુરૂ એટલે જે લઘુ નથી તે અને જે લઘુને ગુરૂ બનાવે તે. જીવનમાં લપસણાં પ્રવાહો વચ્ચે કનક, કાંતાને કીર્તિનાં વંટોળ વચ્ચે સ્થિર રહે તે ગુરૂ. ગુરૂ વિષેની વ્યાખ્યા, ગુરૂગીતા સહિત ઘણાં ગ્રંથોમાં ઉપલબ્ધ છે. ભગવદ્‍ગોમંડલ બૃહદ્‍ શબ્દકોશમાં ગુરૂ શબ્દનાં ૪૬ અર્થો અપાયાં છે. નરસૈંયાએ કહ્યું છે, ‘જે ગમે જગતગુરૂ દેવ જગદીશને’ શ્રીકૃષ્ણં વંદે જગતગુરૂમ્‍। શ્રીકૃષ્ણથી મોટાં કોઇ ગુરૂ નથી. મહાભારતનાં યુધ્ધ વખતે કૃષ્ણ-અર્જુનનાં ગુરૂ-શિષ્ય તરીકેનાં સંબંધ થકી ‘ગીતા’નું સર્જન થયું હતું. મહાભારતનો એક જાણીતો પ્રસંગ છે જેમાં ગુરૂ દ્રોણાચાર્યે પોતાની ગુરૂદક્ષિણારૂપે એકલવ્યનાં જમણા હાથનો અંગૂઠો માંગ્યો હતો. એકલવ્યે હસતાં હસતાં ગુરૂદ્રોણની સામે અંગૂઠો હાથથી અલગ કરી ગુરૂચરણે ધરી દીધો હતો. ગુરૂ દત્તાત્રેય ભગવાને ૨૪ ગુરૂ બનાવ્યાં હતાં. શ્રી રામકૃષ્ણ પરમહંસ થકી વિવેકાનંદ જેવાં મહાન ફીલોસોફરનો જન્મ થયો હતો. સમર્થ ગુરૂ રામદાસ, ગુરૂ ગોવિંદસિંહ, શ્રીમદ્‍ રાજચંદ્રજી, શ્રીમદ્‍ વલ્લભાચાર્ય જેવાં જ્ઞાની સદ્‍ગુરૂનાં શરણે જનારનાં ભવોભવનાં જન્મ-મરણનાં ફેરા ટળી જાય છે. ગુરૂનાં ગુણનું વર્ણન કરતાં સંત કબીરે લખ્યું છે,

सब धरती कागज करूँ, लेखनी सब बनराय ।

सात समुंदर की मसि करूँ, गुरु गुण लिखा न जाय

ગુરૂ સંસ્કૃત શબ્દ છે. ‘ગુ’ એટલે અંધકાર, ‘રૂ’ એટલે દૂર કરનાર. આપણે જેને ગુરૂ માનીએ છે તે અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી, બ્રહ્મરૂપ પ્રકાશ તરફ લઇ જનારી એક ચોક્કસ ઊર્જા છે. તે કોઇ વ્યક્તિ નથી. સામાન્યતઃ ગુરૂ, સમય અને સ્થળની મર્યાદાથી પર છે. ગુરૂ શબ્દ હિન્દુ, બૌધ્ધ તથા શીખ ધર્મમાં પ્રચલિત છે.

પરંપરાગત રીતે અષાઢ મહિનાની પૂનમ, ગુરૂપૂર્ણિમા કે વ્યાસપૂર્ણિમા તરીકે ઓળખાય છે. આ દિવસે વેદ, ૧૮ પુરાણ અને મહાભારતનાં રચયિતા વેદ વ્યાસનો જન્મ થયો હતો જે હિન્દુ ધર્મનાં આદિગુરૂ ગણાય છે. દૈત્યોનાં ગુરૂ શુક્રાચાર્ય હતાં.

સાચા સદ્‍ગુરૂ મળવાં એ જીવનની સૌથી મોટી ઉપલબ્ધી છે.

ध्यानमूलं गुर्रोमूर्तिः पूजामूलं गुरोःपदम् ।

मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा ॥

ગુરૂમુર્તિનું ધ્યાન કરવાથી, ગુરૂપાદપંકજની પૂજા કરવાથી, ગુરૂવાક્યને મંત્ર માનવાથી, ગુરૂકૃપાનાં સદ્‍ભાગી થઇ મોક્ષ પ્રાપ્તિ શક્ય બને છે. હમેશા ગુરૂનું કવચ બનાવી તેમની ઑરામાં રહેવું જોઇએ. સાચા ગુરૂ અંતરની વાત સમજી જાય છે. કોઇ માંગણી જરૂરી રહેતી નથી. સંસારસાગરનાં બંધનોની ભ્રાંતિમાંથી તારનાર તરવૈયા, નાવિક ગુરૂ જ છે. ગુરૂ-શિષ્ય પરંપરામાં ગુરૂ દ્વારા જ ઇશ્વરનો પરિચય થતાં, ગુરૂનો શક્તિપાત થતાં મનુષ્ય પશુતાથી ઉપર ઉઠીને દેવત્વ ધારણ કરે છે. સાચા ગુરૂ તમારા આત્માને તેજોમય બનાવે છે. ગુરૂ વિના આધ્યાત્મિક વિકાસ અશક્ય છે. કબીરવાણી કહે છે,

‘ગુરૂ ગોવિંદ દોનો ખડે, કાકે લાગું પાય,

બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય’.

શિક્ષક અને ગુરૂ વચ્ચે ભેદ છે. શિક્ષક જ્ઞાન આપે છે, જીવન જીવવા માટેનું. પરંતુ ભણતર સાથે ગણતર આપે છે ગુરૂ. જીવનમાં ઉઠતાં તમામ સંશયોને ટાળવા માટે, નરથી નારાયણ સુધીની યાત્રા માટે દિવાદાંડીરૂપ બનીને આત્માને પરમાત્મા સુધી પહોંચવા માટેનું આદ્યાત્મિક જ્ઞાન એક જ્ઞાની સંતગુરૂ જ આપી શકે. માટેજ આપણે કહીએ છીએ,

गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः ।

गुरुसाक्षात् परं-ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॥

અત્યારે તો ‘ગુગલ ગુરૂ’ એજ સાચા ગુરૂ છે જેનાં દ્વારા દરેક પ્રકારની માહિતિ મળી રહે છે પરંતુ આ ભૌતિક હરણફાળમાં માણસની શાંતિ છિનવાઇ ગઇ છે. જીવન જીવવાની સાચી કળા, સાચી દિશા બતાવે અને માણસને માણસ બનતા શીખવે તેવાં ગુરૂ મળવા મુશ્કેલ છે. આજનાં વિજ્ઞાનયુગમાં ટેક્નોલોજીનો રાક્ષસ જ્યાં રોબોટ સાથે ટકરાય છે, ફેમીલી સોશીયલ ક્રાઇસીસ અને લોજીક માઇન્ડે દરેક ઘરનાં કાર્ડીયોગ્રામની રેખા બદલી કાઢી છે, માનવ સંબંધોમાં ગોબા પડી ગયાં છે ત્યારે સાચા ‘ગુરૂ’ની જરૂરીયાત ખૂબજ જરૂરી છે, જે જીન્દગીનાં વાયોલીનનાં તૂટી ગયેલા તાર બદલીને ફરીથી સિમ્ફની વહાવી શકે!

ૐ શ્રી ગુરવે નમઃ ॥

૪૧) આવું કેમ? ભગવાન ગુફાની બહાર?

ભગવાન ગુફાની બહાર?
એ વળી કેવું ?
“ હા !
હમણાં થોડા સમય પહેલાં જાણેકે સાક્ષાત ભગવાનની ઝાંખી થઇ!”
“અરે વાહ ! તમે તો ખરાં નસીબદાર !
અમને કહોને એ ભગવાન કેવાં હતાં? શું કરતા હતાં ? “એમણે પૂછ્યું !
“શું એ હજાર હાથવાળા હતાં? કે ચતુર્ભુજ , કે અષ્ટભુજાળુ હતાં?
શિર પર મુગુટધારી હતાં કે મોરપિચ્છધારી?
સુંદર વસ્ત્રોમાં સજ્જ, પિતાંબરધારી કે વલ્કલધારી હતાં? અમને કહો ને, એ ભગવાન કેવા હતાં?” એમણે અધીરાઈથી પુચ્છ્યું .
‘શન્ખ, ચક્ર , ગદા , ખડ્ગ કે, ત્રિશુલ કે સુદર્શનધારી હતાં ?
તમે કયા ભગવાનની વાત કરો છો ? ‘એમણે એકી શ્વાસે પૂછી નાખ્યું !
“ના, એવા ભગવાનને મેં નથી જોયા; “મેં કહ્યું ;
એમનો ઉત્સાહ ઓછો થઇ ગયો !
‘સિંહ , હંસ, ગરુડ કે શેષ નાગ પર બિરાજમાન , ભગવાન , ભક્તોને તારવા , સહાય કરવા કાયમ આતુર ! તૈયાર ! શું તમે એ ભગવાન નથી જોયા ?’
મેં સમજાવતાં કહ્યું ;
“હું એ જ ભગવાનની વાત કરું છું ,જે ભક્તોને તારવા – ઉગારવા હમેંશા તતપર છે ! પણ તમે કહો છો તેવા વેશે કે શસ્ત્રે હાજર નથી !
એક્ચ્યુઅલી આપણને બધાંને જ એમનાં દર્શન થયાં હશે !
ગુફામાં મુશ્કેલીમાં સપડાયેલાં ભક્તોને બચાવવા ભગવાને કહ્યું; “બાળ મારો ગભરાય : હું ભીડભંજન !ભક્ત મારો ભીડે પડ્યો રે !”
અને હાથમાં ઓક્સિજનની ટેન્કો , બચાવવા માટેના રેસ્ક્યુ દોરડાં, ખાવા પીવા માટેની સામગ્રીઓ અને ગુફામાંથી બહાર કાઢવા માટે જરૂરી તમામ સાધન -રેન કોટ , રેઇન બુટ , છત્રીઓ અને અદયતનટેક્નિક લઈને એક બે નહીં ચાર હજ્જાર ભગવાનના દેવદૂતો આવી પહોંચ્યા એ બાર કિશોર અને તેમના કોચને બચાવવા!
આખ્ખું વિશ્વ આ રેસ્ક્યુ મિશન અધ્ધર તાળવે જોઈ રહ્યું હતું ! કેટલું ભયન્કર અને જોખમી હતું એ કામ !
થાઈલેન્ડના ઉત્તર પશ્ચિમ સરહદે , મ્યાનમાર ( બ્રહ્મદેશ ) ની સરહદ પાસે આવેલ ચિઆંગ રાય ગામનજીક્ની ગુફામાં બાર કિશોરો અને કોચ ‘વાઈલ્ડ બોઅર્સ ટીમ’ ના નવયુવાનો સપડાઈ ગયા હતાં!
જૂન ૨૩, શનિવારે બપોરે ફૂટબોલ ( સાકર ) ની પ્રેકટીશ કરીને ઘેર જતા પહેલા આ યુવાનોને ટુરીષ્ટ એટ્રેક્શન વાળી ગુફા જોવા જવાનું મન થયું !
અને ટીમ ત્યાં પહોંચી ગઈ ! પણ એક કલાક આ વિશાળ ગુફામાં આનંદથી વિતાવ્યાબાદ બહાર નીકળતી વખતે ખબર પડી કે ધોધમાર વરસાદમાં બહાર જઈ શકાય તેમ નથી !
અને પછી તો પાણીથી બચવા વધારે અને વધારે અંદર જતા જતા ત્રણ ( કે ચાર ) માઈલ ઊંડા પહોંચી ગયા !
અને આ છોકરાઓની તપાસ કરતાં કરતાં તેમના મા બાપ , અન્ય કાર્યકરો પોલીસ વગેરેને ખબર પડી ગુફામાં અડધો માઈલ અંદર સાયકલ , બુટ વગેરે મુકેલા તે મળ્યા ત્યારે : બે દિવસે!
હવે સારા ડાઇવર્સ – મરજીવાઓ માટેની તપાસ શરૂ થઇ. આખ્ખાયે વિશ્વના શ્રેષ્ઠ સીલ ( ખુબજ હોશિયાર ) ચાલીસેક જેટલા ડાઇવર્સને બોલાવ્યા ! એક એક દિવસ મહત્વનો હતો ! બ્રિટિશ સીલ જ્હોન અને રિચર્ડ , કે જેમણે નવમા દિવસે આ છોકરાઓને જીવતા જોયા, એ બન્ને કોઈ ઓસ્ટ્રેલિયા તો કોઈ યુરોપમાં વેકેશનમાં ક્યાંક ફરવા ગયેલ તે સન્દેશો મળતાં જ થાઈલેન્ડ પહોંચી ગયા! ડુંગરોના પાતાળમાં ,પથ્થરો વચ્ચે પણ અંદરની વ્યક્તિનો સંપર્ક થાય તેવી અદ્યતન ટેક્નોલોજી સાથે તેઓ આવી તો ગયા પણ, કામ ખુબજ ખતરનાક હતું!
ગન્દા પાણીમાં , અંધારી ગુફામાં, તીક્ષણ પથ્થરો અને અન્ય ખાડા ટેકરા વચ્ચે ,એક માઈલ તો પાણીની સપાટીથી ઊંડે ચાર ફૂટઊંડા ને ક્યાંક દશ ફૂટ ઊંડા પણ ડાઇવ કરતાં આગળ વધવાનું હતું , કારણ કે અમુક જગ્યાએ ગુફા ખુબ જ સાંકડી હતી ! સહેજ પણ ભૂલ થાય તો જાનનું જોખમ હતું! અને પ્રાણવાયુની ટેન્ક બદલવા જતા એક થાઈ સીલ ક્ષણમાં મરી પણ ગયો!
આવી કપરી પરિસ્થિતિ હતી , પણ બધ્ધા સ્વયંસેવકોમાં એક જુસ્સો હતો : ગુફામાં ફસાઈ ગયેલ પેલા તેર જણને જીવતા બહાર લાવવાનો !
મોટા મોટા મશીન પમ્પ ગુફામાંથી પાણી ઉલેચતા હતા , પણ જૂન મહિનામાં ત્યાં વરસાદની સીઝન !
પણ માનવીના આ ભિષણ પુરુષાર્થ આગળ ભગવાન ખુદને આવવું પડ્યું ! ગુફામાંથી બહાર આવતાં દરેકને લગભગ પાંચેક કલાક થયાં: એ કટોકટીની ક્ષણો !
આખરે કટોકટીનો ગાળો પણ પૂરો થયો ! નવું જીવન લઈને બધા જ હેમખેમ બહાર આવ્યા !
પણ આવું કેમ ?
આ ચાર હજ્જાર વોલેન્ટિયરો ભેગાં થયાં હતાં ને બધાંએ બસ આવું જ કામ કર્યું ?
આપણે ત્યાં તો આવાં પ્રસંગે -આપત્તિ આવે તો -દુકાળ કે અતિવૃષ્ટિ થાય કે કોઈને કોઈ રોગ ચાળો ફાટી નીકળે તોમોટા મંડપો બંધાઈ જાય અને લાઉડ સ્પીકરો પર રામ ધૂન ને સુંદરકાંડ ને કંઈક ધર્મોપદેશની કથાઓ શરૂ થઇ જાય!
કંકુ ચોખા અબીલ ગુલાલ ફૂલ ફળાદી સાથે યજ્ઞો શરૂ થઇ જાય! પચાંમૃત થી અભિષેક થાય ઘન્ટનાદ ને આરતી થી ભગવાનને રીઝવવાના પ્રયાસ થાય!
પણ આવું કાંઈ ત્યાં ના થયું !
આવું કેમ ?
હા, ગુફાની બહાર ભગવાન બુદ્ધની પ્રતિમા પાસે બેસીને સગા સબન્ધીઓએ પ્રાર્થના જરૂર કરી હતી !
ગુફામાં રહીને એ લોકોએ પણ પ્રાર્થના કરી હતી! દિલથી ! અને ડુંગર ખોદવા પ્રયત્ન પણ કર્યા ! ચોખ્ખું પાણી પી ને ટકી રહ્યા ! નવ દિવસ !
એમનાં કુટુંબી જનોએ પણ છોકરાઓને શોધવા આકાશ પાતાળ એક કર્યાં ! છેવટે ગુફામાંથી એ લોકોની ભાળ મળી !આને પુરુષાર્થ કહેવાય ! ને એમને બચાવવા ગુફાની બહાર એકઠાં થયેલ સીલ મરજીવાઓ ભગવાનનું જ એક સ્વરૂપ કહેવાય!
પણ આપણે ત્યાં કથાકારો તો એમજ કહેવાનાં : વરસાદ આવતો નથી ? તો યજ્ઞો કરો – ઇન્દ્ર દેવને રીઝવો !
એક લાખ જાપ જપો ! ચતુર્માસ કરો ! અપવાસ , દેવ પૂજા અને પ્રદક્ષિણા કરો!
જ્યોતિષીને પૂછો , અને એ કહે તે મુજબ ઉત્તરમાં ઘીનો દીવો ને દક્ષિણમાં ત્રણ તેલના દિવા કરો!
પણ આવું કેમ?
મૂળ જે સમસ્યા છે તેને અને ઘી – તેલના દીવાને શું લાગે વળગે ? ભગવાન મદદે આવે તો પણ કેવી રીતે ?
ને ભૂલે ચુકે કોઈ સમજદાર વ્યક્તિ કંકુ ચોખાથી આગળ વધીને સમસ્યાનો સાચો ઉકેલ લાવવા પ્રયત્ન કરે -દુકાળમાં ઉભો પાક બળી નાજાય તે માટે ખેતરો માટે નદીઓમાંથી નહેર કરવાની વાત કરે તો તરત જ ઝંડા લઈને લોકો સરઘસો કાઢવા માંડે! કોઈ વળી દુકાનો બાળે કે બસ ખટારા ઉથલાવી દે ! શું દેશની સમસ્યાઓનો ઉકેલ આ રીતે આવશે ખરો ?
આવું કેમ?

૪૫-હકારાત્મક અભિગમ-સંમોહન-રાજુલ કૌશિક

ઇશ્વરે આ જગતમાં અનેક જીવનું સર્જન કર્યું. પશુ, પંખી, માનવ…

કહેવાય છે કે માનવ એ ઈશ્વરનું સૌથી અનોખુ સર્જન છે. દિલ અને દિમાગનો અદ્ભૂત સમન્વય ધરાવતી માનવજાત આજે લગભગ દુનિયા પર પોતાનું સામ્રાજ્ય સ્થાપી ચૂકી છે. મનોવિજ્ઞાન મુજબ માનવીના ઘડતરમાં વારસાની સાથે વાતાવરણ પણ એટલી જ મહત્વની ભૂમિકા ધરાવે છે. બાળકના માનસિક-શારીરિક ઘડતર પર એને વારસામાં જે જિન્સ મળ્યા છે એ તો અસર કરવાના જ છે પણ સમજણું થાય ત્યારે આસપાસનું-બહારનું વાતાવરણ પણ એના ઘડતરને અસર કરવાનું. આપણા પર- આપણી સમજણ પર, આપણા મન પર પણ આસપાસનું વાતાવરણ અસર કરે જ છે.

એના અનુસંધાનમાં આજે જ વાંચેલું એક દ્રષ્ટાંત અહીં ટાંકવાનું મન થાય છે.

હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક સમાન બુધ્ધિ પ્રતિભા ધરાવતા હોય એવા એક વર્ગના વિદ્યાર્થીઓ પર એક મનોવૈજ્ઞાનિક પ્રયોગ કરવામાં આવ્યો. આ વર્ગના વિદ્યાર્થીના બે જૂથ પાડવામાં આવ્યા.

પ્રથમ જૂથને એક અલગ ખંડમાં લઈ જઈને બ્લેકબોર્ડ પર એક ગણિતનો ગૂંચવણભર્યો પ્રશ્ન લખીને એને ઉકેલવાનું કહેવામાં આવ્યુ. સાથે એવું પણ જણાવવમાં આવ્યું કે આ પ્રશ્ન ખરેખર  એટલો ગૂંચવણભર્યો છે  કે તમારામાંથી ભાગ્યેજ કોઈ એનો ઉકેલ શોધવમાં સફળ થશે. તમારાથી પણ ઉપલા વર્ગના વિદ્યાર્થીઓ પણ માંડ આનો ઉકેલ શોધી શક્યા હતા એટલે તમને પણ સફળતા મળશે કે કેમ એ શંકા તો છે જ પણ તેમ છતાં તમારી પાસે  સમજી વિચારીને આનો ઉકેલ લાવવાની તક છે. અજમાવી જુઓ.

આ જૂથે ખૂબ મહેનત કરી પરંતુ એ પંદર વિદ્યાર્થીઓના જૂથમાંથી ત્રણ જ વિદ્યાર્થીનો જવાબ સાચો પડ્યો.

હવે બીજા જૂથને ગણિતનો આ જ પ્રશ્ન ઉકેલવાનું કહેવામાં આવ્યું.

સાથે એમને એમ કહેવામાં આવ્યું કે આ એકદમ સહેલો પ્રશ્ન છે. આનો ઉકેલ લાવવામાં ભાગ્યેજ કોઈ નિષ્ફળ જશે. તમારાથી નીચલા વર્ગના વિદ્યાર્થીઓ પણ આ પ્રશ્નનો ઉકેલ શોધી શક્યા હતા. જ્યારે તમે તો એમનાથી બુધ્ધિશાળી વિદ્યાર્થીઓની ગણતરીમાં આવો છો.

હવે જોવાની મઝા એ છે કે આ જૂથના પંદર વિદ્યાર્થીઓમાંથી બાર જણ એનો સાચી રીતે ઉકેલ લાવી શકયા હતા.

સીધી વાત- જો આપણી આસપાસનું વાતાવરણ જો મનને સકારાત્મક રીતે ઊર્જિત કરનારું હોય તો મન સાચે જ સકારાત્મક બનશે પણ જો આપણા મનને નિર્બળ બનાવે એવું વાતાવરણ હશે તો ચોક્કસ એની અસર આપણા મન અને પછી વર્તન પર થવાની જ. કોઈપણ બાળક કે વ્યક્તિને પણ સતત એમ કહેવામાં આવે કે આ કામ તો તું કરી જ શકીશ. એ કાર્ય કરવા એ ઉત્સાહિત તો જરૂર થશે જ અને એમાં સફળ થવાની શક્યતા વધી જશે.

હિપ્નોટિઝમ શું છે?  આપણે ઘણીવાર સ્ટેજ પર પણ એવા હિપ્નોટિઝમનના પ્રયોગો જોયા હશે. એ હિપ્નોથેરેપિસ્ટ સતત એકધારી સૂચનાથી આખા વૃંદને સંમોહિત કરતા હોય છે. જો આપણા મન પર કોઈના કીધાથી સારી કે ખોટી, સકારાત્મક કે નકારાત્મક અસર થતી હોય તો એ જ બાબતને આપણે જાત અનુભવમાં પણ મૂકીએ, આપણા મનને સતત એવા આદેશ આપીએ કે જે આપણી સકારાત્મકતાને ઊર્જિત કરે. જે કામ કોઈ હિપ્નોથેરાપિસ્ટ કરી શકે એ જ રીત આપણે પણ અમલમાં મૂકી જ શકીએ ને?

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

પ્રેમ એક પરમ તત્વ-૪

પ્રથમ પ્રણયાનુભુતિ!! …પ્રથમ પ્રેમનો પ્રથમ એહસાસ!! …કેવો આહ્લાદક હોય છે!!..હ્રદયમાં કોઈનું પ્રથમ  આગમન થવું!! ..અને કોઈનું વગર ઈજાજતે હ્ર્દય પર રાજ કરવું!….દુનિયા નવી નવી લાગે!! .ચાંદ ,સૂરજ, ધરા ,ફૂલ, અને પાન સર્વ પર જાણે પ્રેમની એક ચાદર …. પહેલો વરસાદ, ધરાને ભીંજવે પણ  મનને પ્રિતમનો પ્રથમ પ્રેમ ભીંજવી જાય! ..સૂર્યનું પ્રથમ કિરણ ફૂલોને ચૂમી જાય અને ઝાકળ રૂપે ફૂલોની આંખો આંસું છલકાવી જાય!! …આ અદબૂત અહેસાસ   પ્રિયતમાના ગાલ પર શરમના શેરડા પડી જાય!! શરાબ વગર સવાર સાંજ જાણે નશીલા બની જાય  પોતાની જાતને શણગારવાનું મન થાય!! દર્પણ માં એક નવો ચહેરો દેખાય!! આ કોણ? સવાલ કરતા શરમાઈ જવાય!!… પ્રિતમને એક નજર જોવા માટે દિલ તરસવા માંડે ..તરબોળ થઇ જવાય ….રાતભર પ્રિયતમના વિચાર ….. રાતભર પડખા બદલતા રહેવું!!..આ પ્રેમનું કોઈ નામ નહીં બસ એક માત્ર એહસાસ!!..આસપાસની દુનિયા ધીમે ધીમે અદ્ર્શ્ય થઈ જાય છે અને પ્રિયતમના હ્દયમાંથી પણ  સૂર ફૂટી નીકળે છે!!

સૂરજ હુઆ મધ્ધમ. ચાંદ જલને લગા!!
મૈં ઠહેરા રહા, જમીં ચલને લગી
ક્યાં યહ મેરા પહેલા પહેલા પ્યાર હૈ?

પ્રિયતમ પણ આ પ્રથમ પ્રેમનો એહસાસ અનુભવે છે!! જીવન જાણે મીઠું મધ બને!!પ્રિયતમાની ગલીઓના ચક્કર !! બસ, એક ઝલક પ્રિયતમાની જોવા મળી જાય તો ? ….કોલેજના દરવાજા પાસે સતત  પ્રતીક્ષામાં તાકીતી આંખો … કે પછી કોઈનું  પીરિયડમાં વારંવાર  જોયા કરવું!! …. કોલેજની લેબોરેટરી માં મહેબુબાના ધ્યાનમાં પ્રયોગ કરતા કરતા કેટલાય બીકર અને ટેસ્ટટ્યુબને તોડી નાખવું !! ..વરસાદમાં એક છત્રી નીચે  થોડું થોડું ભીંજાવુ અને હાથમાં હાથ લઈ ચાંદની રાતમાં દરિયા કિનારે ચાલવું …એક અવર્ણીય આનંદ !!

બન્ને પ્રેમીઓને લાગે છે છે કે જાણે આ દુનિયામાં બીજું કોઈ નથી ફકત એ બે જણા જ છે!! જો જુદાં થાય   તો ?… એક બીજા વગર ન રહી  શકે એવો અહેસાસ.. આજ તો  આ મહોબતની કેફિયત છે !!!… સમાજ, વિરોધ,  ગમા અણગમા, આ બધી જ વસ્તુથી  પર .અહી કવિ શ્રી રિષભ મહેતાની એક પંક્તિ યાદ આવી ગઈ!

એમ શાને થાય છે તારા વગર રહેવાય નૈં
ને વળી આ લાગણીને પ્રેમ પણ કહેવાય નૈં

જયારે જાગે છે  પ્રથવારનો  પ્રેમ … થાય છે કરું તારા પ્રેમની પુજા કે ખુદાની બંદગી બન્ને એક સરખા…..  પ્રેમ એટલે જ ઈશ્વરનો અહેસાસ .. ઈશ્વર એટલેકે  પ્રેમ અને પ્રેમ એટલે ઈશ્વર!  પ્રથમ પ્રણયાનુભુતિ!! …પ્રેમ એક પરમ તત્વ

સપના વિજાપુરા