ઢીંગલી સાથે રમતી, વાળ ઓળાવતી મારી દીકરી હવે આઠ દિવસ રહીને પરણી જવાની છે.નવેસરથી લાગણીઓનો એકડો ઘૂંટશે ત્યારે મારી દીકરી પાનેતર પહેરીને આ ઘરથી વિદાય લેશે પછી અમને ખબર નથી કે હું અને મારા પતિ કેવી રીતે દીકરી વગરના અમારા અવકાશને ભરીશું.પરંતુ આ આનંદ નો અવસર છે બધા અમને પૂછે છે કે લગ્નની તૈયારી કેવી છે તો તેનો જવાબ માત્ર આંસુ છે.

અનામી કવિની પંક્તિઓમાં મેં અમારી સંવેદના ઉમેરી છે દીકરીના આ અનુપમ પગલા માટે માત્ર અમને જ નહિ દરેક સ્વજનને આનંદ અને ઉત્સાહ વર્તાય રહ્યો છે તો ચાલો આપ સર્વે પણ બેન્ડ બાજા બારાતી થઇ સાથે ,જાનૈયા જોડાઈ જાવ…
દીકરી તારું ,પાનેતર…..
દીકરી તારું ,પાનેતર હું આજ ખરીદી લાવ્યો છું
ઢીંગલી જેવી લાડલી માટે,.. રણઝણ ઝાંઝર લાવ્યો છું,
વિઘાતાએ લખ્યું હતું તે। . સરનામું શોઘી લાવ્યો છું,
તારું સિંદુરને સોભાગના।… હું ,કંકુ ચોખા લાવ્યો છું
હસને દિકરી આજ હું ખુશીનો અવસર લાવ્યો છું,
દીકરી તારા લગ્નને હું આજ વધાવી આવ્યો છું
બેન્ડ બાજા બારાતીને ,જાનૈયા જોડી લાવ્યો છું
શરણાયી ને ઢોલ નગારા…હાર તોરા લાવ્યો છું
દીકરી તારી સાદી નો.. હું ચૂડલો ખરીદી લાવ્યો છું.
સપના તારા જે હતા તે , સઘળા બાંઘી લાવ્યો છું,
તારી કંકો ત્રરી માં… હું હેતના તેડા લાગ્યો છું,
સંસાર તારો સ્વર્ગ બને, એવા આશિષ હું ગુંથી લાવ્યો છું,
બેન્ડ બાજા બારાતીને ,જાનૈયા જોડી લાવ્યો છું
શરણાઈને ને ઢોલ નગારા…હાર તોરા લાવ્યો છું
લુછી નાંખ આંસુ દિકરી ખુશીનો અવસર લાવ્યો છું,
દીકરી તારા લગ્નને હું આજ વધાવી આવ્યો છું.
દર્પણ છે દીકરી તુજ। . મારૂ,… તોય અરીસો લાવ્યો છું,
તારી વેણીઓમાં બેનીના પ્રેમ ગુંથી લાવ્યો છું
તારી આંખોમાં સ્વપનોઓં, હું નવા રચી લાવ્યો છું
જગમગશે જીવનમાં તું…. હું આશિષ એવા લાવ્યો છું .
લુછી નાંખ આંસુ દિકરી ખુશીનો અવસર લાવ્યો છું,
દીકરી તારી સાદી નો હું ચૂડલો ખરીદી લાવ્યો છું.
બેન્ડ બાજા બારાતીને ,જાનૈયા જોડી લાવ્યો છું
શરણાઈને ને ઢોલ નગારા…હાર તોરા લાવ્યો છું
દીકરી તારી સાદી નો હું જોડ ખરીદી લાવ્યો છું
ઘોડા ઉપર રાજકુમાર ને હું અહી દોરી લાવ્યો છું
તારા પ્રેમના સમણાં ને હું…. સાચા કરી આવ્યો છું
તારી જાડી જાનને।. હું આવકારીને આવ્યો છું..
હસને દીકરી આજ હું ખુશીનો અવસર લાવ્યો છું,
દીકરી તારી સાદી નો હું ચૂડલો ખરીદ લાવ્યો છું.
બેન્ડ બાજા બારાતીને ,જાનૈયા જોડી લાવ્યો છું
શરણાઈને ઢોલ નગારા.. હું.હાર તોરા લાવ્યો છું…….
સાસરમાં તું માણજે દીકરી।. એવા શુભ વચન લાવ્યો છું
તું છે મારું ગૌરવ એમ “પંકજ” ને કહીને આવ્યો છું
પતિ પત્નીના દિવ્ય વહેવારને, હું દાદાના આશિષ લાવ્યો છું
હસતા રમતા માણજો જીવન ફૂલડાં એવા લાવ્યો છું
હસને દિકરી આજ હું ખુશીનો અવસર લઈનેઆવ્યો છું,
દીકરી તારી સાદી નો હું ચૂડલો ખરીદ લાવ્યો છું
બેન્ડ બાજા બારાતીને ,જાનૈયા તેડી લાવ્યો છું
શરણાઈ ને ઢોલ નગારા…હું હાર તોરા લાવ્યો છું
મોસાળામાં। . મામા ને મામીને હું ।.. મગળ ગાતા લાવ્યો છું
દીકરી તારા શુભ અવસરમાં સ્નેહી સ્વજન ને લાવ્યો છું
જમાઈ રાજા ની પાઘડી સાફો। ..આજ ખરીદી લાવ્યો છું
સાસુજી ને ખુશ કરવા। .હું સાડી સેલા લાવ્યો છું
લુછી નાંખ આંસુ દિકરી ખુશીનો અવસર લાવ્યો છું,
દીકરી તારી શાદી નો હું ચૂડલો ખરીદ લાવ્યો છું
બેન્ડ બાજા બારાતીને ,જાનૈયા જોડી લાવ્યો છું
શરણાઈ ને ઢોલ નગારા…હું હાર તોરા લાવ્યો છું……
પ્રજ્ઞાજી -પ્રજ્ઞા દાદભાવાળા
Like this:
Like Loading...