મોહાલીમાં રમાનારી સેમી ફાઈનલ પહેલા આફ્રીદી અને
મોહાલીમાં રમાનારી સેમી ફાઈનલ પહેલા આફ્રીદી અને
Women month March
મિત્રો ભારતની સન્નારી માટે વધુ એક કવિતા
મિત્રો
નારીત્વનો મહિમા વધારતી એક સન્નારીની કવિતા લાવી છું . નારી દરેક મનુષ્ય ના જીવનમાં એક મહત્વનો ભાગ ભજવે છે ..કયારેક માતા તો બ્હેન કે દીકરી પરન્તું માસી તો નારીના એક નોખા સ્વરૂપને શબ્દોમાં સર્જીને લાવ્યા છે. અને એક ખાસ વાત એ છે કે આ સ્ત્રીના અવતાર માત્ર કવિની કલ્પના નથી પરન્તું વાસ્તવિક જીવન માં જોયેલા નારીના રૂપ છે . તમે બધાએ આ ભજન સાંભળયું હશે હું સાવ નાની હતી ત્યારથી એક ભજન સાંભળતી આવી છું. ”મારા રામ તમે સીતાજીની તોલે ન આવો, રે મારા રામ તમે સીતાજીની તોલે ન આવો….”. બસ ત્યારે માસી આજ વાતને કવિતામાં સરસ રીતે ગુંથીને લાવ્યા છે. એમની કવિતા આપણા મનમાં પ્રેમ, સન્માન, વીરતા અને ગૌરવ જેવા સંખ્યાબંધ ભાવો જગાડે છે. તો મિત્રો માણો આ કવિતા
ઓ ભારતની સન્નારી
ઓ ભારતની સન્નારી, તારી શક્તિ જગમાં ન્યારી
તારા જીવનની બલિહારી, હું જાઉં વારી વારી ….. ઓ ભારતની સન્નારી
સેવા સૂશ્રુષા સંસ્કાર ધર્યા તે, સૃષ્ટિની સર્જન હારી
સ્નેહ સંપ સહનશીલતા ધારી, પુરૂષ સમોવડી નારી … ઓ ભારતની સન્નારી
તું લક્ષ્મી ને સરસ્વતી તું, મહાકાલી દૈત્યોને હણનારી
બ્રહ્મા વિષ્ણુ શિવ પૂજે તુજને, શ્રધ્ધાથી ઓ માં ત્રિપુરારી
હું જાઉં વારી વારી …. ઓ ભારતની સન્નારી
લક્ષ્મીબાઈ લડી સંગ્રામે, ઝાંસીની વીર મહારાણી
કેડે બાંધી બાળ પુત્રને, દીધા અંગ્રેજો ને હંફાવી
હાલરડા ગાયા જીજાબાઇએ, શિવાને પારણીયે પોઢાડી
પિયુષ પાયા શૂરવીરતાના, મોગલ સલ્તનત ડોલાવી
વીરતા પર જાઉં વારી, … ઓ ભારતની સન્નારી
ગાંધી કસ્તુરબા ને ઇન્દિરા, હતા બંને સાહસિક નારી
ચારે દિશાએ સદાયે ગુંજે, સ્ત્રી શક્તિની મહિમા ભારી
ક્ષમા સેવા સહનશીલતાથી સુખડ સમ મહેંકે શક્તિ તારી
વિશ્વે કર્યા સન્માન નારીના, આ વાતો ન્યારી ન્યારી
હું જાઉં વારી વારી, …… ઓ ભારતની સન્નારી
દયાળુ મધર ટેરેસા જગમાં, જીવનભર સેવા વ્રત ધારી
બિમાર ગરીબ વૃદ્ધો અનાથને, નવજીવન આશ્રય દેનારી
અજર અમર રહેશે ધરતી પર, દયાની ધારા અવિરત ભારી
ડોક્ટર પ્રોફેસર એસ્ટ્રોનોટ થઇ, ચંદ્ર પર પહોંચી નારી
વીરતા પર જાઉં વારી …… ઓ ભારતની સન્નારી
માતા પત્ની પુત્રીથી હરિયાળી, સુખી આ સંસાર વાડી
હું જાઉં તુજ પર વારી વારી, તારા જીવનની બલિહારી
ઓ ભારતની સન્નારી …. ઓ ભારતની સન્નારી
પદ્માબેન કનુભાઈ શાહ
આજે સવારે ૬ ૧૦ વાગ્યે શિવાજી પાર્ક (મુંબઇ)ની એક હોસ્પિટલમાં ૮૮ વર્ષના સંગીતકાર અજિત મર્ચંટનું અવસાન થયું.થોડા સમયથી બિમાર અને જીવનમાં પહેલી વાર પથારીવશ-હોસ્પિટલવાસી હતા. છેલ્લે છેલ્લે મુંબઇ હોસ્પિટલમાં તેમને મળી શકાયું, બિનીત પણ તેમને મળી આવ્યો, મુંબઇસ્થિત પત્રકારમિત્ર તેજસ વૈદ્ય તેમને મળીને સમાચાર આપતો હતો. એ બધું જોયા પછી, અજિતકાકાને શારીરિક-માનસિક પીડામાંથી મુક્તિ મળી એમ જ લાગે. એવી મુક્તિ જેને અમારા-આપણા જેવા એમના ચાહકોએ હૃદયના ઊંડાણથી અને ભીની આંખે અનુભવવાની હોય. (તેમનાં પત્ની અને ખરા અર્થમાં સાથી એવાં નીલમકાકી હજુ તેમની સાથે કંઇક વાત થઇ શકે એટલાં સ્વસ્થ થયાં નથી.)
88888888888888888888888888888888888888888888888888888888888888888888888888888
તેમની થોડી વાતો યાદ કરીને શ્રધ્ધાંજલી આપીએ
‘તારી આંખનો અફીણી’ ગીતથી ઓળખાતા સંગીતકાર અજિત મર્ચંટ પાસે પોતાની અને બીજાની પ્રેરણાની ઘણી વાતો જાણવા મળે છે. પોતાના ઓલટાઇમ હિટ ગીત ‘આંખનો અફીણી’ની પ્રેરણા તેમને ‘ચંડીદાસ’ના એક ગીત ‘બસંત ૠતુ આઇ’ની પંક્તિઓ પરથી મળી હતી. તેમના મિત્ર અને જાણીતા સંગીતકાર સી. રામચંદ્રનું વિક્રમી લોકપ્રિયતા ધરાવતું ગીત ‘ભોલી સૂરત દિલકે ખોટે’ ગુજરાતી નાટકના એક ગીત ‘તમે જોજો ના વાયદો વિતાવજો, પિયુ પહેલી પેસેન્જરમાં આવજો’ પરથી બન્યું હોવાનું અજિતભાઇએ જણાવ્યું હતું. પ્રતિભાશાળી સંગીતકાર ગુલામ મહંમદે સંગીતબદ્ધ કરેલું ‘પાકિઝા’નું યાદગાર ગીત ‘ઈન્હી લોગોંને લે લીના દુપટ્ટા મેરા’ ચાળીસીના દાયકામાં એ જ ઘૂન સાથે ફિલ્મ ‘આબરૂ’માં આવી ચૂક્યું હતું. પણ ‘પાકિઝા’ના ગીતમાં ઉમેરાયેલા ગુલામ મહંમદના ટચને કારણે તે યાદગાર બની ગયું.
છૂટાછવાયા વિવાદો છતાં ઉઠાંતરી કે પ્રેરણા ફિલ્મસંગીતની ‘સાંસ્કૃતિક પરંપરા’ બની ચૂકી છે. તેનું એક કારણ એ પણ છે કે ઉઠાંતરી સામે હજુ સુધી અસરકારક પગલાં લેવાયાં હોય અને ઉઠાંતરીબાજને પરસેવો છૂટી ગયો હોય એવા કિસ્સા બહુ બનતા નથી. એક અપવાદરૂપ કિસ્સામાં ગાયક-સંગીતકાર હેમંતકુમારને ફિલ્મ ‘પોલીસ’માં એક અંગ્રેજી ગીતના શબ્દો અને ઘૂનનો સીધો ઉપયોગ કરવા બદલ મુશ્કેલીમાં મુકાવું પડ્યું હતું. બાકી, લક્ષ્મીકાંત-પ્યારેલાલ ‘યશોમતી મૈયા સે બોલે નંદલાલા’ની ચોરેલી ઘૂન ‘સ્વપ્નામાં સૂઝી છે’ એવી બડાશ મારી શકે છે અને મૂળ ઘૂન (‘આઈ ગોરી રાધિકા બ્રિજમેં બલખાતી’, ફિલ્મ ઃ ગોપીનાથ)ના ગુજરાતી સંગીતકાર નીનુ મઝુમદાર ભાગ્યે જ કંઇ કરી શકે છે.
તફડંચી કે પ્રેરણાથી બનેલાં ગીત મૂળ ગીત કરતાં ખરાબ જ હોય એવું જરૂરી નથી. સવાલ ફક્ત એટલો છે કે એવાં ગીત સફળ થાય ત્યારે સંગીતકારે ‘પ્રેરણા’નો સ્વીકાર કરવો જોઇએ અને મૂળ ઘૂન કે બનાવનારને જશમાં ભાગ આપવો જોઇએ…
by :pragnaju
મિત્રો ,
ઘૂળેટીના ઉત્સવની ઉજવણી એટલે પ્રેમ બંધનથી ભીજવી દેવાનો દિવસ ,. બસ આજ વાત વ્રજ ની ભાષામાં મેઘલાતાબેહન સરસ રીતે સજાવી ને લાવ્યા છે . હોળી નો ઉત્સવ એટલે પ્રકૃતિનું સાનિધ્ય …જેમાં રાધા અને શ્યામ એટલે પ્રેમનું પ્રતિક ..
એમની જ ભાષામાં કહું તો …
હે ગોરી ગોરી રાધિકા ને સાવ શામળો કાન, રંગે રમતાં, રમતાં રૂઠતાં મસ્તીમાં મસ્તાન ..
અદ્વૈત છતાંયે દ્વૈત બનીને ,ખેલે રાસ મહાન મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.
.
ઉત્સવો સંદેશ લઈને આવે છે ., પ્યાર,સ્નેહ,સમર્પણ.હસવું ,રમવું ,રીસાવું ,મનાવું,પણ બધામાં સરળતા અને સહજતાં .. જે પ્રકૃતિ નો નિયમ છે ..આ વાતને રાધા અને કૃષ્ણ ની રાસ લીલામાં સુંદર રીતે રજુ કરી છે.. તો ચાલો પર્વના દિવસે માણીએ..
રાધા સંગ ખેલે હોરી ,કાના રાધા અંગ ખેલે હોરી
હંસત હંસત દેખો ,કરે રે ઠીઠોરી કાના -રાધા ……
ગોરી ગોરી રાધિકાને શામ રંગી શામજી ,
કૈસી હૈ બનાઇ જોરી -હોરી રી કૈસી હૈ બનાઇ જોરી -રાધા ….
રંગ અંગ ઐસો લાગ્યો ,મનમેં ઉમંગ જાગ્યો ,
છોરાછોરી માન ભાયો રે ,હોજી છોરાછોરી માંન્ભાયોરી હોરી -રાધા …..
રંગ ઐસો કૈસો ડાર્યો, નેણ મહીં નેહ છાયો ,
જીયરો ભીંગાયો ભાવેરી ,હોજી જીયરો ભીંગાયો ભાવેરી હોરી -રાધા …..
રુઠ ગઈ રાધા રાની ,માધવ બડો અનારી ,
ચોરી ચોરી રંગ ડાર્યો રી હોજી ચોરી ચોરી રંગ ડાર્યો રી હોરી -રાધા ……
મોહન મનાવે ગોરી ,દઈ ધોને માફી થારી,
તું તો મારી રાધારાની રે , તું તો મારી રાધા રાની રે ,હોરી -રાધા …..
મેઘલાતાબેહન મહેતા
મિત્રો,
હોળી આવી રે .. હોળી-ધૂળેટીના તહેવાર આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રંગોના આ તહેવારને ઉત્સાહભેર ઉજવવા આપણાં સિનિયર્સ તૈયાર થઇ ગયા છે.. પદ્માંમાસી .. લાવ્યા છે હોળીના રંગ જે વાંચતાની સાથે મનને પણ રંગી લે છે.. આમ જોવા જેઈએ તો માણસના જીવનમાં તહેવારો કેટલા મહત્વના છે જો એ જાણવું હોય તો ભારતની બહાર પરદેશમાં રહો એટલે આપોઆપ સમજાઇ જાય. ... . હોળી ભારતીય સંસ્કૃતિનો આઘ્યાત્મિક વારસો છે.હોળી-ઘૂળેટીના ઉત્સવની ઉજવણી એટલે માનવ-માનવ વચ્ચેના દિલોદિમાગના મિલન અને શુભકામનાઓનો તહેવાર….. માસી અમેરિકામાં શબ્દોથી હોળી નો અહેસાસ લાવ્યા છે.એમની કવિતા માં જીવનના અનેક રંગોની અનુભૂતિ છે.માસી કહે છે ..હોળી એટલે….રાધા કૃષ્ણ ,વ્રજ ,ભક્તિ, પ્રેમ ,આનંદ, ઉત્સાહ, ઉમંગ આ વાતોને શબ્દોમાં એવી સુંદર રૂપે આવરી લીધી છે કે વાત ના કરો… જેમાં છે…..પ્રેમની વાતોના નોંખા છે રંગ,
ફૂલની ફોરમ લઈ મ્હેંકે છે પ્યાર.
હોળીના રંગે રંગાઈ જવાનું મન થાય એવું !
વૃંદાવન જવાનું મન થાય એવું !!
કવિતાને માણો…અને હા આપ સર્વેને હોળીની ખોબલો ભરીને..શુભેચ્છાઓ..
મિત્રો હોળી આવી રહી છે .. આસુરી શકિત પર..ધર્મ શકિતનો વિજય અને આસુરી શકિતના નાશ માટેનું ઉજવાતુ હોળીનુ પર્વ બસ આ જ વાત લઈને આવ્યા છે આપણાં કવિ હેમંતભાઈ ઉપાધ્યાય સુંદર રજુવાત છે .. આમ જોવા જેઈએ તો ચપટીમાં આજે ખોબાની વાત છે..તો ચાલો માણીએ
પ્રગટી છે ભડ ભડ હોળી
પવન તું દેજે હોંકારો ,પ્રગટી છે ભડ ભડ હોળી
ઈર્શ્ર્યા થી બળનાર ની જ્વાલા બની છે હોળી ….પ્રગટી છે ભડ ભડ હોળી
88888888888888888888888888888888888888888888888888888888888888888888888
કવિ – નટુભાઇ બરાનપુરિયા
કેસૂડાંની કળીએ બેસી ફાગણીયો લહેરાયો.
આવ્યો ફાગણીયો…રૂડો ફાગણિયો…
રંગ ભરી પિચકારી ઊડે, હૈયે હરખ ના માયો
અબીલ ગુલાલ ગગનમાં ઊડે, વ્રજમાં રાસ રચાયો.
આવ્યો ફાગણીયો…રૂડો ફાગણિયો…
લહર લહર લહરાતો ફાગણ, ફૂલડે ફોરમ લાયો,
કોકિલ કંઠી કોયલડીએ ટહૂકી ફાગ વધાયો.
આવ્યો ફાગણીયો…રૂડો ફાગણિયો…
પાને પાને ફૂલડાં ધરિયા, ૠતુ રાજવી આયો,
સંગીતની મહેફિલ જામી, વસંત-બહાર ગવાયો.
આવ્યો ફાગણીયો…રૂડો ફાગણિયો…
રંગોની ઉજાણી ઊડે, કેસૂડો હરખાયો,
ચેતનના ફુવારા છૂટ્યા, હોરી ધૂમ મચાયો
આવ્યો ફાગણીયો…રૂડો ફાગણિયો…
કવિ – નટુભાઇ બરાનપુરિયા
મિત્રો હોળી આવી રહી છે .. આસુરી શકિત પર..ધર્મ શકિતનો વિજય અને આસુરી શકિતના નાશ માટેનું ઉજવાતુ હોળીનુ પર્વ બસ આ જ વાત લઈને આવ્યા છે આપણાં કવિ હેમંતભાઈ ઉપાધ્યાય સુંદર રજુવાત છે .. આમ જોવા જેઈએ તો ચપટીમાં આજે ખોબાની વાત છે..તો ચાલો માણીએ
પ્રગટી છે ભડ ભડ હોળી
પવન તું દેજે હોંકારો ,પ્રગટી છે ભડ ભડ હોળી
ઈર્શ્ર્યા થી બળનાર ની જ્વાલા બની છે હોળી ….પ્રગટી છે ભડ ભડ હોળી
મિત્રો ,
આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સહુ સ્ત્રીઓને હાર્દિક અભિનંદન.
આજે અમે women day ઉજવવા ગયા હતા ..સ્ત્રી અંગેની કેટકેટલીય ચર્ચા થઈ.એક સ્ત્રી આવતી નવી પઢીને વારસામાં શું આપી શકે? . .સ્ત્રી આપી શકે.. પ્રેમ,સરળતા ,સચોટતા.મક્ક્મતા ,સમજદારી…સમર્પણ..સહનશીલતા અને ..દયા ,કરુણા, માન.,માફી મિત્રતા …સ્ત્રી એટલે સહજ પ્રકૃતિ,.સ્ત્રી તો દૈવી શક્તિ છે. સ્ત્રી એટલે સેવા,. તો કોઈએ કહું કે સ્ત્રી સપના પણ બીજા માટે જુએ છે .માટે સ્ત્રીને સંતોષ થાય તો ઓડકાર સમાજને આવે છે . જે કુટુંબ, સમાજમાં દેશ માં સ્ત્રીનો ઉત્કર્ષ થાય ત્યાં સફળતા દેખાય છે ..
પહેલા સ્ત્રી વિષે થોડી વાતો ..સ્ત્રી એટલે શું? સ્ત્રી હોવું એટલે શું?……સ્ત્રી એટલે કોણ?…સ્ત્રીમાં એવું તે કયું તત્વ છે કે જે એને સૌથી અલગ પાડે છે??…..આવા અનેક સવાલો ઊઠે છે અને ગૂંજે છે…તેમજ કેટ્લાય સંશોધનો થાય છે. કેમ ? કારણકે આ સ્ત્રીતત્વજ એવું છે. .”લાગણીઓથી સભર અને સાવ સરળ માનવદેહ એટલે સ્ત્રી.” .સ્ત્રી એટલે પરિપુર્ણતા અને સંપુર્ણતા, સ્ત્રી એટલે સરળતાતો ખરીજ પણ સાથે સચોટતા પણ! balance સ્ત્રી કઠોર હોઇ શકે પણ નિષ્ઠુરતો ન જ હોય.એનાં શરીરનું બંધારણ જોઈ એને અબળા કહી હશે પણ સ્ત્રીનું મન અને હ્ર્દય સાવ સબળ અને મક્ક્મ–સબળશક્તિ. વધુમાં અનુકૂલન અને વિલોપન..ધીરજ,ગંભીરતા,
મમતા,મક્ક્મતાંનો સમન્વય એટલે સ્ત્રી.જેને સ્થિતીની સંપુર્ણ સમજદારી હોય.જે સાથોસાથ ચાલે.અને અડધી જવાબદારી પોતાનાં ખભે ઉપાડે.એટલેજ કદાચ અર્ધાંગની પણ કહી હોય!! જે દુધમાં ખાંડની જેમ ભળે,પોતાનું અસ્તિત્વ ગુમાવે અને સંપુર્ણતઃ મિઠાશ ફેલાવે. તે સ્ત્રી ..
છે ખરી આધ્યશક્તિ રૂપ, સંસાર મહીં, નારી,
છે સાચી સબળશક્તિ રૂપ, સંસાર મહીં, નારી.
છે પુરી, પ્રબળશક્તિરૂપ, સંસાર મહીં, નારી,
છે સારી પુરણ શક્તિરૂપ, સંસાર મહીં, નારી.
છે ખરી નારાયણી રૂપ, સંસાર મહીં, નારી,
છે ખરી પરમેશ્વરી રૂપ, સંસાર મહીં, નારી.
છે સાચી પ્રેમ સ્વરૂપ, સંસાર મહીં, નારી,
છે પુરી મમતારૂપ, સંસાર મહીં, નારી.
છે સારી ત્યાગ સ્વરૂપ, સંસાર મહીં, નારી,
છે ખરી કરુણા સ્વરૂપ, સંસાર મહીં, નારી.
છે સાચી ક્ષમા સ્વરૂપ, સંસાર મહીં, નારી,
છે ખરી માન સ્વરૂપ, સંસાર મહીં, નારી.
by-દેવજી ચૂડાસમા.
-88888888888888888888888888888888888888-
નારી તું નારાયણી
નારી તું જ છે જગતનો શણગાર તારો મહિમા અપરંપાર .
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )
સ્ત્રી એક રૂપ અનેક [ કાવ્ય ]
======================
સવાર પડે ને બસ ઉઘડે ભૂખ આ પેટની
શરુ થાય,કોલાહલો જીવન ના દિશાઓ મહી
દ્વાર ઉઘડે, ધમ, ધમતી,ચોમેર જિંદગીઓ ફરે
ધંધા, રોજગારનો અરમાનો લઇ માનવો ફરે
રસ્તાઓ ઉભરે, ભીડના, બઝારો સૌ ધમ ધમે
પોઠિયા બની સૌ સ્ત્રી પુરુષ જીવન રથ ને ખેચે
એમોયે હે નારી તું દિવસનો ભાર ઉચકીને વહે
જગત જનની,રાખે,વંશ,જગતનો કુખે ગર્ભ ધરી
માં,બહેન,બેટી ,સ્ત્રી,નો સર્વે અવતારો તું, નિભાવે
વોચી ન શકયા નર,તુજ લલાટે લખેલ જીન્દગી
કોયડો તું,દેવોને પણ ,દેનારી જન્મ,તું ,હે,સંનારી,
કોટી કોટી વંદન,જન્મોજનમ,હે,વૈતરો,ને,વેઠનારી
888888888888888888888888888888888888888888888888888888888888
વિશ્વના સર્જનહારનું અનોખું, સર્જન છે નારી!
સમાયા એકમાં અનેક ચહેરા, એ દર્પણ છે નારી!!
યુવા-વસંતે કામદેવનું, મોહક નર્તન છે નારી!
તો જરાની પાનખરે, દિલાસાનું દર્શન છે નારી!!
મા-બહેન-પત્ની-પુત્રી, પ્રિયતમાના રૂપમાં!
ન જાણે કેટકેટલા સ્નેહના સગપણ છે નારી!!
સંસારભરના પાપોનું પવિત્ર, તર્પણ છે નારી!
અમૂલ્ય ભેટ ‘નર’ને ‘નારાયણ’ની,અર્પણ છે નારી!!
નટવર કંવારિયા, અમદાવાદ
****
************************
******************************
નારી હું નવા યુગની,
નારી મુક્તિ,નારી સ્વાંતંત્ર્યના
કરું ભાષણો..
મેળવું બધાની વાહ વાહ!
સમાજમાં પામું એક ચોક્કસ સ્થાન
માન,પાન ઇનામ,અકરામ
પતિ જાહેરમાં ગર્વ લઇ શકે જેને માટે
પત્ની એ બની શકું.
નારી હું નવા યુગની…!!!
ઘરમાં આવું ને ચડવાનું,
વહેવાર ના ચાકડે,
મારે તો બનવાનું…
ભોજયેષુ માતા,કાર્યેષુ મંત્રી ને…શયનેષુ રંભા….
(ઇચ્છા,અનિચ્છાનો કોઇ સવાલ નહીં)
શબ્દોના ઘા કરી ચાલી જાય કોઇ નિરાંતે,
ને હું આખી વેરવિખેર…!!
અસ્તિત્વના થાય લાખ લાખ ટુકડા..
હું એ એક એક ટુકડામાં
મને શોધ્યા કરું…શોધ્યા કરું……
નારી હું નવા યુગની!!
નીલમ દોશી.
88888888888888888888888888888888888888888888
નારીને નમન
by:પ્રદીપ બ્રહ્મભટ્ટ
સકળ સૃષ્ટિને મહેંક મળે, જ્યાં નારી ને સન્માન મળે
જીવ જગતની અજબ લીલાએ, નારી થી સંસાર વસે
….. સકળ સૃષ્ટિને મહેંક મળે.
અવની પરના આગમનને, માતા થકી અવતાર મળે
મહેંક જગતમાં મહેંકી રહે, જ્યાં માતાથી સંસ્કાર મળે
અનુસર્યા જ્યાં શ્રીરામને, ત્યાં જગત સીતારામ ભજે
સંસ્કાર સિંચન મળી રહે, જ્યાં પતિને નારી વરી રહે
….. સકળ સૃષ્ટિને મહેંક મળે.
પરમકૃપાળુ પરમાત્માને, અવનીપર અવતાર મળ્યો
માતાની મમતા મેળવી લઇને, નારીનો ઉધ્ધાર કર્યો
રામકૃષ્ણનામ લીધાત્યાં,સીતારામ ને રાધેશ્યામ જપે
નારી ને જ્યાં સન્માન મળે,એઅવનીનો આધાર બને
….. સકળ સૃષ્ટિને મહેંક મળે.
આશિર્વાદમળે જ્યાં માતાના, નાજગે જરુર કોઇની પડે
સદા સરળતાના સોપાન દીસે,ને પ્રેમ સૌનો જગે મળે
નારી એ તો નારાયણી રહે, જ્યાં પ્રભુ ભક્તિએ સ્નેહ
ના અવધ વિહારી,ના કુંજબિહારી, મળ્યો માતાથી દેહ
….. સકળ સૃષ્ટિને મહેંક મળે
===============================================
પૃથ્વી પર ઈશ્વરને નિમંત્રણ આપે, નારી તું નારાયણી
તારા થકી તો ઈશ્વર ઘરમાં આવે, નારી તું નારાયણી
અજવાળાં સૂરજ અઢળક છો રેલાવે પણ ઘરમાં હો અંધારૂ
તારા વિના તો સૂરજ પણ ના ફાવે, નારી તું નારાયણી
તારા આ સરજેલા દેવળમાં વસવાની કોની ઈચ્છા ના હો ?
તારે ખોળે તો જીવન કીર્તન પામે નારી તું નારાયણી
નારીના હૈયે ઊછળતાં ઉમંગો જોઈને દરિયો બોલે ,
આખે આખો દરિયો તું તો છલકાવે, નારી તું નારાયણી
મારા મનની પાગલ ઝંઝાઓને કોણ આવી ને સમજાવે?
એ શમશે તું જો આવે આ દરવાજે, નારી તું નારાયણી
– અમિત ત્રિવેદી
888888888888888888888888888888888
જાગી છે નારી શક્તિ,હવે રણે ચડી સીમા(દુર્ગા)અને અંબિકા,
દુશ્મનના ખૂનથી ખપ્પર એના ભરશે ચંડિકા અને કાલિકા.
888888888888888888888888888888888888888888888888888888888
જ્યાં જુઓ ત્યાં નારી
ઊંચા સિંહાસન પર બેસનારી…
જ્યાં જુઓ ત્યાં નારી
પાવાગઢ પર બેસનારી…
જ્યાં જુઓ ત્યાં નારી
જીજાબાઈ નામે શિવાજીને ઘડનારી…
જ્યાં જુઓ ત્યાં નારી
ઝાંસીની રાણી તલવાર લઈને લડનારી…
જ્યાં જુઓ ત્યાં નારી
ચૌદ વરસની ચારણ ક્ન્યા સિંહને ભગાડનારી…
જ્યાં જુઓ ત્યાં નારી
મધર ટેરેસા ગરીબોની સેવા કરનારી…
જ્યાં જુઓ ત્યાં નારી
સંગીતકલામાં લતા મંગેશકર ગાનારી..
જ્યાં જુઓ ત્યાં નારી
ઈન્દીરા ગાંધી ગાદી પર બેસનારી…
જ્યાં જુઓ ત્યાં નારી
પિટી ઉષા દોડમાં પ્રથમ આવનારી…
જ્યાં જુઓ ત્યાં નારી
કલ્પના ચાવલા હવામાં ઉડનારી…
જ્યાં જુઓ ત્યાં નારી
સર્જનહારનું અનોખું, સર્જન નારી
દિનેશભાઈ નાયક
************************************************
મહાશિવરાત્રિ હિન્દુઓનો એક પ્રમુખ તહેવાર છે. ફાગણ મહિનાના કૃષ્ણપક્ષની ચતુર્થદશીના રોજ શિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. મિત્રો મહા ૐ નમઃ શિવાય એ ભગવાન શિવજીનો પંચાક્ષરી મહા મંત્ર છે.ૐ -ઓમ – મંત્ર ઓમકાર મંત્ર તરીકે પણ પ્રચલિત છે.ૐ – ઓમ -ને પ્રણવ પણ કહેવામાં આવે છે. પ્રણવનો અર્થ સૃષ્ટિનું સર્જન એવો પણ થાય છે. ૐ – ઓમ – પ્રવણ મંત્ર છે, આદિ મંત્ર છે,ૐ – ઓમ – એ તો અનંતનો નાદ છે, ૐ – ઓમ – બધા જ મંત્રોનો અને વેદોનો સાર છે, અર્ક છે. ૐ – ઓમ -માં અખિલ બ્રહ્માંડ અને સમગ્ર વિશ્વ સમાવિષ્ઠ છે.ૐ – ઓમ -ના ૧૦૦૦ અર્થ કરવામાં આવ્યા છે.ૐ કાર મંત્રઘ્વનિ મનુષ્યને સમૃધ્ધિ આપે છે, દોષ અને દુર્ગુણો દૂર કરે છે, જીવનોન્નતિમાં ઉત્કર્ષ-માર્ગ મેળવી આપે છે અને એમની અનેક મૂંઝવણો દૂર કરે છે.ભગવાન શંકરની મહિમાનું વર્ણન અનેક ધર્મગ્રંથોમાં કરવામાં આવ્યું છે. બધામાં એક જ વાત કહેવામાં આવી છે કે, શિવ પોતાના ભક્તોનું કલ્યાણ કરવા માટે હમેશા તત્પર રહે છે.
તો મિત્રો આજે જોઈએ હેમંત ઉપાધ્યાય એમની આ પ્રાર્થનામાં શિવજીને શું કહે છે.
પ્રેમ થી બોલો ઓમ નમઃ શિવાય
Pictuer:ટહુકો ના સૌજન્યથી