આપ સૌની ઉત્સુકતાનો અંત કાલે આવશે

મિત્રો

આપ સૌની ઉત્સુકતાનો અંત કાલે આવશે

 લેખકોને પોતાની આગવી સર્જનશક્તિને વિશાળ વાચક સમુદાય પાસે મૂકવાનું એક માધ્યમ મળી રહે અને તેમનું લેખન-કાર્ય યોગ્ય દિશામાં વિકસિત થાય તેવા હેતુથી “બેઠકે” એક વાર્તા સ્પર્ધાનું આયોજન કરેલ જેનું પરિણામની જાહેરાત આવતીકાલે બેઠકમાં થશે.જેનો નિર્ણય લેનાર બે વ્યક્તિ માંથી એક વ્યક્તિ મનીષાબેન જોશી બેઠકમાં હાજરી આપી શકે તેમ નથી માટે એમનોપરિચય ફોટા સાથે અહી મુકું છું. આ સાથે આ સમગ્ર સ્પર્ધાના પ્રણેતા જયશ્રીબેન મર્ચન્ટ જેઓ જાતે પધારી ઇનામની જાહેરાત કરશે.અને વાર્તા ના વર્કશોપ રૂપે પોતાના વિચારો દર્શાવશે. 

unnamed-manisha

(મનીષાબેન જોશી)

આદરણીય પ્રજ્ઞાબેન, જયશ્રીબેન, વાર્તા સ્પર્ધામાં ભાગ લેનારા સૌ લેખકો અને બેઠકમાં ઉપસ્થિત સૌ સાહિત્યપ્રેમીઓ,આ વાર્તા સ્પર્ધામાં નિર્ણાયક બનવાની તક આપવા બદલ હું સૌનો આભાર માનું છું.આ સ્પર્ધામાં રજૂ કરાયેલી બીજી પણ ઘણી વાર્તાઓ સારો પ્રયાસ છે પણ વિષય અને વાર્તાશૈલીના સંતુલન સંર્દભે મને આ ત્રણ વાર્તાઓ વધુ ગમી છે.(એમણે એમના નિર્ણયના વિચારો સુંદર રીતે દર્શાવ્યા છે જે કાલે આપણે બેઠકમાં પરિણામ સાથે વાંચશું)

આ સ્પર્ધામાં સામેલ થનારા સૌને ફરી અભિનંદન સાથે શુભેચ્છા.

મનીષા જોષી

Manisha Joshi is a Gujarati poet and writer. She was born in Kutch, Gujarat  in 1971 and earned her M.A. from M.S. University of Baroda in 1995. She has worked as a print and television journalist in Mumbai and in London. She has published three collections of poems and has participated in various literary seminars in India and abroad. Her first collection of poems, Kandara, was published by Gujarati Sahitya Parishad, Ahmedabad in 1996. Her second collection, Kansara Bazar, was published by Image Publications, Mumbai in 2001 and third collection, Kandmool, is also published by Image Publications, Mumbai in 2013. She has recited poems on radio and television and her poems have been published in reputed poetry magazines including The Wolf, Indian Literature, New Quest, Parab, Navneet Samarpan, Kavita, Tathapi and Sandhi.  Her poems have been selected for poetry anthologies entitled “Breath Becoming a Word” published by Gujarat Sahitya Akademi, “Just Between Us” and “Interior Decoration” published by Women Unlimited and Women’s World (India). She was nominated for Sanskriti Awards by Sanskriti Pratishthan, New Delhi in 1998 for her contribution to modern Gujarati poetry. She now lives in Berkeley, CA, U.S.A.

 

Gujarati Poetry Collections:

 

– Kandara: Published by Gujarati Sahitya Parishad, Ahmedabad, 1996.

– Kansara Bazar: Published by Image Publications, Mumbai, 2001.

– Kandmool: Published by Image Publications, Mumbai, 2013.

 

Poems published in:

 

– Indian Literature

– New Quest

– The Wolf

– Navneet Samarpan

– Parab

– Tathapi

– Sandhi

– Kavita

– Udesh

– Vahi

– Shabda Shrushti

 

Poems translated in:

Hindi, English

 

Poems Anthologized in:

 

– The Guarded Tongue: Women’s Writing and Censorship in India

Published by Women’s World, Asmita, 2001

 

– Just Between Us: Women Speak About Their Writings

Published by Women Unlimited and Women’s World, Asmita, 2004

 

– Beyond the Beaten Track: Offbeat Poems from Gujarat

Published by Gujarati Sahitya Parishad, 2008

 

 

– Interior Decoration: Poems by 54 Women from 10 Languages

Published by Women Unlimited and Women’s World, Asmita, 2010

 

 

– Breath Becoming a Word: Contemporary Gujarati Poetry in Translation

Published by Gujarat Sahitya Akademi, 2014.

 

 

Poems Recited at:

 

– All India Radio – Vadodara, Rajkot, Ahmedabad, Mumbai

– Gujarati Doordarshan, Ahmedabad

– In Mumbai TV Channel, Mumbai

– Zee Alfa TV Channel, Mumbai

– Mumbai University, 1998

– Saurashtra University, 1995

– M. S. University, Vadodara,

– Prithvi Theatre, Farbus Gujarai Sabha, 2001

– The Press Club of Mumbai, 2001

– Nehru Centre, Mumbai, 2002

– Nehru Centre, London, 2005

– All India Young Writers Meet, Trichur, Kerala, 2003

Coffee Mates, Mumbai

 

Awards:

 

– Kutch Shakti Award (1997)

– Nomination for Sanskriti Awards by Sanskriti Pratishthan, New Delhi in 1998.

– Received “Travel Grants to Authors” from Sahitya Akademi, Mumbai to visit Kerala in   2002. Met and interviewed Kamala Das at her residence.

 

Reviews:

 

– Sitanshu Yashaschandra Mehta, Paramarshan for Kandara

– Chinu Modi, India Today, 1997

– Chandrakant Topiwala, Samipe

– Jaydev Shukla, Shabda Shrushti, 2004

 

ઓનલાઈન વાર્તાસ્પર્ધા.

Image

Nimisha Dalal

નમસ્કાર સર..

હું નિમિષા દલાલ .. સુરતથી… હું એક લેખિકા વાર્તાલેખન ગૃપ ચલાવું છું. જેના દ્વારા પ્રતિલિપિ.કોમ ના સહયોગથી મેં એક ઓનલાઈન વાર્તાસ્પર્ધાનું આયોજન કરેલ છે.. આપ આપના બ્લોગ પર કે આપની સાઈટ પર તેનો ઉલ્લેખ કરો એવી મારી આપને નમ્ર વિનંતિ છે. જેથી વધુ ને વધુ લેખિકાઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે. તેની વિગત આપને મોકલી રહી છું..

આપના સહકારની આશા સહ ..

આભાર..

નિમિષા દલાલ– ૯૯૨૫૬૨૪૪૬૦……….

નમસ્કાર
સુપ્રભાત..
એક અનોખી ‘ઉપાડો તમારી કલમ’ ઓનલાઈન વાર્તા સ્પર્ધા
આ એક ઓનલાઈન સ્પર્ધા છે. આ સ્પર્ધા ફક્ત લેખિકાઓ માટે છે જે ‘ લેખિકા વાર્તાલેખન ગ્રુપ – સુરત ‘ દ્વારા આયોજિત છે. આ સ્પર્ધામાં તમે દુનિયાના કોઇ પણ ખૂણામાંથી તમારા ઘરઆંગણેથી ભાગ લઈ શકો છો. તમારે માત્ર મર્યાદિત સમાયમાં શક્ય એટલી જલ્દી તમારી વાર્તા અમને “વર્ડ ફાઈલમાં” મોકલી આપવાની છે. જેટલી જલ્દી અમારી પાસે આવશે એટલા વધુ સમય માટે આખી દુનિયાના ગુજરાતી વાચકો સમક્ષ રહેશે અને જેટલા વધુ વાચકો તમને મળશે તમે ઈનામને હકદાર બનશો..”૨૮મીએ” વાચકો સમક્ષ સૌપ્રથમ વાર્તાઓ મૂકી દેવાશે. એ પછી જેમ જેમ વાર્તાઓ આવશે તેમ તેમ મૂકાશે. સ્પર્ધા અંગેના નિયમો આ લીંક પર મળી રહેશે .http://www.pratilipi.com/event/5724293958729728 સ્પર્ધા વિશે વધુ માહિતી માટે નિમિષા દલાલ્ અથવા Sahradayi Modi ( શૈલી -પ્રતિલિપિ )નો સંપર્ક કરી શકો છો.
તો રાહ શેની જુઓ છો. ? ‘ઉપાડો તમારી કલમ’ અને તમારી “અપ્રકાશિત” ઉત્તમ વાર્તા જલ્દીથી અમને મોકલો..
આભાર..
નિમિષા દલાલ…
http://www.pratilipi.com/event/5724293958729728

 

Thanks

અમેરિકા અંગે નાની મોટી વાતો (૯)

દેશી દેશી ભાઈ ભાઈ

અમેરિકામા રહેવા આવ્યા પછી થોડા સમય સુધી તો રસ્તે ચાલતા કે સ્ટોર્સમાં આપણી આંખો ભારતીય લોકોને ખોળતી હોય છે. જો કોઈ મળી જાય અને વાતચીત કરવા જેવા લાગે તો ત્રણ સ્ટાન્ડર્ડ સવાલ પૂછવામાં આવે છે. ભારતના કયા રાજ્યમાંથી આવો છો? અહીં વિઝીટર છો,  ગ્રીનકાર્ડવાળા છો કે સીટીજન છો? અહીં કોની સાથે રહો છો? અહીં ગમે છે કે ભારતમા રહેવું વધારે પસંદ છે? આ વાતચીત લંબાય તો સંબંધ બંધાય છે અને લાંબા સમય સુધી એક બીજા સાથે ટેલિફોન વ્યહવાર કે હળવા મળવાનું થાય છે.

ફ્રીમોન્ટમાં હું જ્યાં રહું છું ત્યાંથી દશ મિનીટમાં ચાલીને પહોંચાય એટલા અંતરે એક વિશાળ પાર્ક છે. સોમથી શુક્ર, રોજ સાંજે અહીં ભારતીય સિનીઅર સિટીજન ભેગા થઈ લાફટર કલ્બ ચલાવે છે. એક કલાક હલકી કસરત અને પછી પંદરેક મિનીટ હળવા મળવાનું ચાલે છે. આસરે ૩૦-૪૦ સ્ત્રી પુરૂષ આમા ભાગ લે છે. ભારતના લગભગ બધા પ્રદેશના લોકો આમા ભાગ લે છે. અહીં કોઈ ગુજરાતી નથી, મરાઠી નથી, નોર્થ ઇન્ડીઅન નથી કે સાઉથ ઈન્ડીઅન નથી. બસ બધા ભારતીય છે. ભાષા સંબંધોમાં વચ્ચે આવતી નથી, જેવું આવડે તેવું અંગ્રેજી કે હીન્દીથૈ કામ ચાલી જાય છે. અહીં થયેલી મૈત્રી ઘણાંખરા લોકો લાંબા સમય સુધી જાળવે છે. ભારતમાં આવું ઓછું જોવા મળે છે.

 

શિષ્ટાચાર

હું રોજ સવારે ચાલવા માટે “વોકીંગ ટ્રેક” પર જાઉં છું. આવતાં જતાં અનેક ગોરા, કાળા અને અન્ય જાતના અમેરિકનો મળે છે. જો એમની અને તમારી નજર મળે તો Hi, Hello, Good Morning, How are you doing, આ ચારમાંથી કોઈપણ એક બોલે છે. તમે સામે હાથ ઉંચો કરો કે હાય-હલો કરો એટલે વાત પતી ગઈ! આ શિષ્ટાચાર માટે કોઈ  ઊભું રહેતું નથી, બસ ચાલતાં ચાલતાં જ પતી જાય છે. આ માત્ર એક રીવાજ છે. આનો વધારે પડતો અર્થ લઈ, કોઈ પણ જાતની પહેલ કરવા જેવું નથી. હા, લાંબા સમય સુધી રોજ એક જ વ્યક્તિ સાથે આવું હલો હાય થતું હોય તો ક્યારેક થોડી વાતચીત, જેવીકે “આજ મોસમ સારી છે”, થવાનો સંભવ રહે છે.

અમેરિકાના કુતરા

આ સવારના વોક દરમ્યાન મને એક અનોખો અનુભવ એ થયો કે ગણી મોટી સંખ્યામા લોકો પોતાના કૂતરાને વોક કરાવવા લઈ આવે છે. આ કુતારાઓ બધી જાતના હોય છે. નાના નાના અનેક જાતના સુંદર ગલુડિયાં અને મોટા વાઘ જેવા કુતરા. હું તો જોઈને છક થઈ ગયો કે આ કુતરાઓ કેટલા બધા ટ્રેઈન્ડ છે. માલિકની અંગ્રેજીમા બોલાયલી બધી વાતો સો ટકા સમજે છે. એક ઉદાહરણ આપું. એક નાનું ગલુડિયું મને જોઈને ભસ્યું. એની માલકણે કુતરાને કહ્યું, “બેડ બોય. ગો એન્ડ એપોલોજાઇસ”. કુતરૂં મારી પાસે આવીને ચુપચાપ ઊભું રહ્યું. મેં કહ્યું, “ઈટ્સ ઓ.કે.” ત્યારે જ એ પાછું ગયું. આવા તો અનેક અનુભવો મને થયા છે. હવે મને પણ આ શિસ્તબધ્ધ કુતરા ગમવા લાગ્યા છે. જ્યારે પણ હું કોઈ કુતરા સામે પ્રેમથી જોઉં છું, ત્યારે એમના માલિક મારી સામે હસીને આભાર વ્યક્ત કરે છે. જ્યારે પણ હું કુતરાના વખાણ કરૂં છું ત્યારે કુતરા કરતાં એના માલિક વધારે રાજી થાય છે!!

અમેરિકન લોકોને કુતરા અને બિલાડીઓ પાળવાનો ખૂબ શોખ છે. આ એક ખર્ચાળ શોખ છે, છતાં અનેક અમેરિકનોને મેં કુતરા પાળતા જોયા છે. કુતરાને તેઓ પોતાના કુટુંબના એક સભ્ય તરીકે જ ગણે છે, એને અબાધિત પ્રેમ કરે છે. બદલામાં કુતરાઓ પણ એમના માલિકને ખરા દિલથી પ્રેમ કરે છે. માલિકની ગંધથી પણ એ પરિચિત હોય છે. આખો દિવસ ઘરમા પુરાયેલા હોવા છતાં, માલિકની ગાડી ઘરના ગેરેજ પાસે આવે તો એમને તરત ખબર પડી જાય છે અને ભસીને એમને આવકાર આવે છે. ઘર ખુલતાં જ માલિકને વળગી પડે છે.

 

ભારતમાં ગરીબ માણસો કરતાં અમેરિકામાં કુતરાઓ સારી જીંદગી ગુજારે છે.

 

મિત્રો, આવતા હપ્તામાં (આવતી કાલે) હું મારી આ લેખમાળાને હાલપુરતી સમાપ્તા કરીશ,

-પી.કે.દાવડા

pkdavda@gmail.com

અંતિમ પડાવ-૮-પી. કે. દાવડા

અંતિમ પડાવ-૮

ભેટનું એપ્રિસિએશન.

જ્યારે ગોરા અમેરિકનોની વાત આદરી છે તો બીજો એક પ્રસંગ પણ કહી દઉં. મિત્રોને ભેટ આપવા હું ભારતમાંથી ધાતુની બનેલી નટરાજની તથા ગણપતિબાપાની મૂર્તિઓ લઈ આવેલો. એક અમેરિકન પરિવારમાં મારે ચા માટે જવાનું થયું. પહેલીવાર એમને ત્યાં જતો હોવાથી હું નટરાજની મૂર્તિ “ગિફટ રેપ” કરીને લઈ ગયો. ઔપચારિક હલો-હાય થઈ ગયા પછી મેં તેમને ગિફ્ટ પેકેટ આપ્યું. એમણે થેંક્યુ અને આની કોઈ જરૂર ન હતી વગેરે બોલી, મને પૂછયું, “શુ હું આ ખોલી શકું છું?” મેં હા પાડી, એટલે એમણે સાચવીને પેકેટ ખોલ્યું, મૂર્તિને બે હાથથી પકડી અને એની સામે નજર માંડી રાખીને “વાવ, વાવ, વાવ” એમ ત્રણ વાર એક એક મિનીટના અંતરે કહ્યું. મૂર્તિના વખાણ કર્યા. પછી એમણે મૂર્તિ એમની પત્નીને હાથમા આપી, એમણે પણ વખાણ કર્યા. પછી એમણે એમના પતિને પૂછ્યું આપણે એને પિયાનો ઉપર રાખીશું? પતિએ સંમતિ દર્શાવી એટલે મૂર્તિને પિયાનો પર ગોઠવી. થોડીવાર મૂર્તિ સામે જોઈને પછી ફરી થેંકયુ કહ્યું. આમ ભેટની રસમ પૂરી થઈ.

આપણે ત્યાં, મોટાભાગે ભેટનું પેકેટ થેંક્યુ કહી લઈ લીધા પછી એક બાજુ મૂકી દઈ બીજી વાત શરૂ કરી દે છે. મને જાણવા મળ્યું કે અમેરિકનોમાં “એપ્રિસીએટ” કરવાનો રીવાજ છે.
ભેટ મોંઘી છે કે સસ્તી એનું મહત્વ નથી, ભેટ પાછળની ભાવનાની તેઓ કદર કરે છે.

આવા તો કઈક અમેરિકન રીત-રીવાજ જોવાના અને જાણવાના બાકી છે.

અંતિમ પડાવ -૯

અમેરિકા અંગે નાની મોટી વાતો

દેશી દેશી ભાઈ ભાઈ
અમેરિકામા રહેવા આવ્યા પછી થોડા સમય સુધી તો રસ્તે ચાલતા કે સ્ટોર્સમાં આપણી આંખો ભારતીય લોકોને ખોળતી હોય છે. જો કોઈ મળી જાય અને વાતચીત કરવા જેવા લાગે તો ત્રણ સ્ટાન્ડર્ડ સવાલ પૂછવામાં આવે છે. ભારતના કયા રાજ્યમાંથી આવો છો? અહીં વિઝીટર છો, ગ્રીનકાર્ડવાળા છો કે સીટીજન છો? અહીં કોની સાથે રહો છો? અહીં ગમે છે કે ભારતમા રહેવું વધારે પસંદ છે? આ વાતચીત લંબાય તો સંબંધ બંધાય છે અને લાંબા સમય સુધી એક બીજા સાથે ટેલિફોન વ્યહવાર કે હળવા મળવાનું થાય છે.

ફ્રીમોન્ટમાં હું જ્યાં રહું છું ત્યાંથી દશ મિનીટમાં ચાલીને પહોંચાય એટલા અંતરે એક વિશાળ પાર્ક છે. સોમથી શુક્ર, રોજ સાંજે અહીં ભારતીય સિનીઅર સિટીજન ભેગા થઈ લાફટર કલ્બ ચલાવે છે. એક કલાક હલકી કસરત અને પછી પંદરેક મિનીટ હળવા મળવાનું ચાલે છે. આસરે ૩૦-૪૦ સ્ત્રી પુરૂષ આમા ભાગ લે છે. ભારતના લગભગ બધા પ્રદેશના લોકો આમા ભાગ લે છે. અહીં કોઈ ગુજરાતી નથી, મરાઠી નથી, નોર્થ ઇન્ડીઅન નથી કે સાઉથ ઈન્ડીઅન નથી. બસ બધા ભારતીય છે. ભાષા સંબંધોમાં વચ્ચે આવતી નથી, જેવું આવડે તેવા અંગ્રેજી કે હીન્દીથૈ કામ ચાલી જાય છે. અહીં થયેલી મૈત્રી ઘણાંખરા લોકો લાંબા સમય સુધી જાળવે છે. ભારતમાં આવું ઓછું જોવા મળે છે.

શિષ્ટાચાર

હું રોજ સવારે ચાલવા માટે “વોકીંગ ટ્રેક” પર જાઉં છું. આવતાં જતાં અનેક ગોરા, કાળા અને અન્ય જાતના અમેરિકનો મળે છે. જો એમની અને તમારી નજર મળે તો Hi, Hello, Good Morning, How are you doing, આ ચારમાંથી કોઈપણ એક બોલે છે. તમે સામે હાથ ઉંચો કરો કે હાય-હલો કરો એટલે વાત પતી ગઈ! આ શિષ્ટાચાર માટે કોઈ ઊભું રહેતું નથી, બસ ચાલતાં ચાલતાં જ પતી જાય છે. આ માત્ર એક રીવાજ છે. આનો વધારે પડતો અર્થ લઈ, કોઈ પણ જાતની પહેલ કરવા જેવું નથી. હા, લાંબા સમય સુધી રોજ એક જ વ્યક્તિ સાથે આવું હલો હાય થતું હોય તો ક્યારેક થોડી વાતચીત, જેવીકે આજ મોસમ સારી છે, થવાનો સંભવ રહે છે.

અમેરિકાના કુતરા

આ સવારના વોક દરમ્યાન મને એક અનોખો અનુભવ એ થયો કે ગણી મોટી સંખ્યામા લોકો પોતાના કૂતરાને વોક કરાવવા લઈ આવે છે. આ કુતારાઓ બધી જાતના હોય છે. નાના નાના અનેક જાતના સુંદર ગલુડિયાં અને મોટા વાઘ જેવા કુતરા. હું તો જોઈને છક થઈ ગયો કે આ કુતરાઓ કેટલા બધા ટ્રેઈન્ડ છે. માલિકની અંગ્રેજીમા બોલાયલી બધી વાતો સો ટકા સમજે છે. એક ઉદાહરણ આપું. એક નાનું ગલુડિયું મને જોઈને ભસ્યું. એની માલકણે કુતરાને કહ્યું, “બેડ બોય. ગો એન્ડ એપોલોજાઇસ”. કુતરૂં મારી માસે આવીને ચુપચાપ ઊભું રહ્યું. મેં કહ્યું, “ઈટ્સ ઓ.કે.” ત્યારે જ એ પાછું ગયું. આવા તો અનેક અનુભવો મને થયા છે. હવે મને પણ આ શિસ્તબધ્ધ કુતરા ગમવા લાગ્યા છે. જ્યારે પણ હું કોઈ કુતરા સામે પ્રેમથી જોઉં છું, ત્યારે એમના માલિક મારી સામે હસીને આભાર વ્યક્ત કરે છે. જ્યારે પણ હું કુતરાના વખાણ કરૂં છું ત્યારે કુતરા કરતાં એના માલિક વધારે રાજી થાય છે!!

અમેરિકન લોકોને કુતરા અને બિલાડીઓ પાળવાનો ખૂબ શોખ છે. આ એક ખર્ચાળ શોખ છે, છતાં અનેક અમેરિકનોને મેં કુતરા પાળતા જોયા છે. કુતરાને તેઓ પોતાના કુટુંબના એક સભ્ય તરીકે જ ગણે છે, એને અબાધિત પ્રેમ કરે છે. બદલામાં કુતરાઓ પણ એમના માલિકને ખરા દિલથી પ્રેમ કરે છે. માલિકની ગંધથી પણ એ પરિચિત હોય છે. આખો દિવસ ઘરમા પુરાયેલા હોવા છતાં, માલિકની ગાડી ઘરના ગેરેજ પાસે આવે તો એમને તરત ખબર પડી જાય છે અને ભસીને એમને આવકાર આવે છે. ઘર ખુલતાં જ માલિકને વળગી પડે છે.

ભારતમાં ગરીબ માણસો કરતાં અમેરિકામાં કુતરાઓ સારી જીંદગી ગુજારે છે.

આખરી પડાવ – ૧૦

ઉપસંહાર
અમેરિકા આંગતુકોનો બનેલો દેશ છે. મોટા ભાગના લોકો યુરોપના જુદા જુદા દેશમાંથી આવેલા છે. શરૂઆતમા આ યુરોપિયનો આફ્રીકાના લોકોને ગુલામો તરીકે લઈ આવેલા, એટલે અહીં આફ્રીકનોના વંશજો પણ છે. આજે અમેરિકામાં ૮૦ % યુરોપમાંથી આવેલા ગોરા અમેરિકનો છે, ૧૩ % આફ્રીકી વંશના કાળા અમેરિકનો છે, ૪ % લોકો એશિયામાંથી આવેલા લોકો છે, જેમા ભારતીય લોકોનો પણ સમાવેશ થઈ જાય છે, ૧ % અમેરિકાના મૂળ વતનીઓ છે અને બાકીના ૨ % અન્ય દેશોમાંથી આવેલા લોકો છે.

આમ ૮૦ % યુરોપિયન લોકોના વંશજો હોવાથી અહીંની સંસ્કૃતિ ઉપર યુરોપની અસર વધારે હોય એ સ્વભાવિક છે, પણ અન્ય લોકો પોતાની સંસ્કૃતિ વગર રોકટોકે જાળવી શકે છે. હિન્દુ મંદિરો અને ગુરૂદ્વારાઓ આનો પુરાવો આપે છે.

અમેરિકનો અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરે છે પણ એમને શનિ-રવિનો બેસબૂરીથી ઈંતજાર હોય છે. આ રજાના બે દિવસો માટે તેઓ અગાઉથી કાર્યક્રમ ઘડી રાખે છે, જેમા કપડા ધોવાનો, ખરીદીનો, ફરવા જવાનો અને મિત્રોને અને સંબંધીઓને મળવા જવાના ફાર્યક્રમોનો સમાવેશ થાય છે. ટી.વી. માં રમત-ગમતના કાર્યક્રમોમાં એમની રૂચી વધારે હોય છે.

૫૦ જેટલા રાજ્યોનો બનેલો આ દેશ એટલો બધો વિશાળ છે અને ઉપર કેનેડા અને નીચે મેક્ષિકો સિવાય બીજા કોઈ દેશની સરહદ ન હોવાથી અમેરિકાની પોતાની જ એક આગવી દુનિયા છે. મોટાભાગના અમેરિકનો પોતાના જીવનકાળ દરમ્યાન આખો દેશ પણ જોઈ શકતા નથી.

મોટાભાગની રમત-ગમતની હરિફાઈઓ આંતર-રાજ્યો વચ્ચે હોય છે, દા.ત. એટલાંટાની ટીમ ન્યુયોર્કની ટીમ સામે રમે. જો કે ઓલંપિક, ટેનિસ વગેરે આંતરરાષ્ટ્રીય રમતોમાં પણ અમેરિકનો રસ ધરાવે છે.

મોટા ભાગના અમેરિકનો દેશાભિમાન ધરાવે છે અને “આઇ લવ માય કન્ટ્રી” આ વાત એમની જીભે સરળતાથી આવે છે. એમના દેશ-પ્રેમને ધ્યાનમાં લેતાં, અમેરિકા વિષે ટીકા કરવા પહેલા બે વાર વિચાર કરવાની મારી સલાહ છે.

આમ તો અમિરિકનો અન્ય લોકો સાથે સહેલાઈથી હળી-મળી જાય છે, પણ મારી આ વાતને સમજવામા ભૂલ ન કરતા અને બહુ સહેલાઈથી એ તમારા મિત્ર બની જશે એમ ધારી ન લેતા. અમેરિકનો એમની privacy ને ખૂબ જ મહ્ત્વ આપે છે. અગાઉથી નક્કી કર્યા વગર કોઈ અચાનક એમના ઘરે પહોંચી જાય એ એમને જરાપણ ન ગમે, ભલે એમને વાતચીતમા “ગમે ત્યારે આવો” કહ્યું હોય, અહીં “ગમે ત્યારે” નો અર્થ ગમે ત્યારે નક્કી કરીને આવો, એવો કરવો.

મોટા ભાગના અમેરિકનો “ફન લવીંગ” છે અને પોતાનો ફ્રી સમય પોતાને આનંદ આવે એવી પ્રવૃતિમાં ગાળવા માંગે છે. તેઓ અધિર જરૂર છે પણ અસિસ્ત નથી. લાઈનમાં ઉભા રહેવાનું ન ગમતું હોય તો પણ શિસ્તબધ્ધ રીતે લાઇનમાં ઉભા રહે છે. એમની સાથે વાતચીત કરતી વખતે હોંકારો આપજો, માથું હલાવજો, હા, હા, કરજો, નહિં તો એમને લાગસે કે તમે એમની વાત સાંભળતા નથી.

રસ્ત ચાલતા કોઈ સામા મળે તો ‘સ્માઈલ’ કરસે, હાય કહેસે કે ગુડમોર્નિંગ કહેસે; પણ બસ આટલું જ. આ એક શિષ્ટાચાર છે, એથી વધારે કશું નથી. વાત કરતી વખતે ભાષાનું ખાસ ધ્યાન રાખવું પડે, એમને માઠું તરત લાગી જાય.

અહીંની જીંદગીમાં ઝડપ છે, લોકો ઇમાનદારીથી કામ કરે છે. અઠવાડિયામાં પાંચ દિવસ પૈસા કમાવા ઉપર જ ધ્યાન કેંદ્રિત કરે છે. કામ હોય ત્યારે ખાવા-પીવાનું પણ અર્ધા કલાકમા પતાવી લે છે. કામ કરતી વખતે વસ્ત્રો તદ્દ્ન સાદા અને સામાન્ય હોય છે, ઘરેણાં તો દેખાતા જ નથી. તમે શું પહેરીને કામે આવ્યા છો એની કોઈને પડી નથી.

આખરી પડાવના એક વર્ષ દરમ્યાન મારા ધ્યાનમાં માત્ર આટલું આવ્યું છે. પ્રત્યેક વ્યક્તિને અલગ અલગ અનુભવો થયા હશે, મેં તો માત્ર મારા અનુભવો અને નિરીક્ષણોની વાતો જ અહીં કરી છે.

અંતમાં આભાર દર્શન

૧૮ મી જાન્યઆરી, ૨૦૧૨ ના અમેરિકા પહોંચ્યાબાદ તરત જ મેં મારા મિત્રોને “અંતિમ પડાવ” નામે એક સંદેશ આપ્યો. ૨૪ થી ૪૮ કલાકમાં મને જે શુભેચ્છાના સંદેશા મળ્યા, કદાચ આ શુભ ભાવનાઓને લીધે જ મારૂં અમેરિકામાં એક વર્ષ સુખરૂપ પસાર થયું.

 

પી. કે. દાવડા

અમેરિકનોનો અલગ ચોકો(6)

અંતિમ પડાવ-૭ – ગોરા અમેરિકન

અમેરિકામાં સ્થાયી વસવાટ માટે આવી પહોંચ્યા પછી નક્કી કર્યું કે અહીંના લોકોના સ્વભાવ, રહેણી-કરણી અને રીત-રીવાજ જાણી લેવા. ઈન્ટરનેટની મદદથી એટલું તો જાણી શક્યો કે ૨૦૧૦ના આંકડા પ્રમાણે અમેરિકામાં આસરે ૮૦ ટકા યુરોપવંસી ગોરાઓ છે, ૧૩ ટકા આફ્રીકાવંસી કાળાઓ છે અને બાકીના ૭ ટકા એશિયાવંસી લોકો છે, જેમા ભારતીયો, ચીનીલોકો અને જાપાનીઓનો પણ સમાવેશ થાય છે.
અંગ્રેજોએ આપણા ઉપર દાયકાઓ સુધી રાજ કર્યું હતું તેથી ગોરી ચામડી પ્રત્યે આપણા મનમાં અનેક પ્રકારની ગ્રંથીઓ બંધાઈ ગઈ છે. હું પહેલીવાર ૧૯૯૪ મા અમેરિકા આવ્યો હતો ત્યારે હું પણ ગોરા લોકો સાથે વાત કરતાં અચકાતો હતો. પણ એક ગોરા કુટુંબે મારી આ જીજક દૂર કરી દીધી. લ્યો માંડીને જ વાત કરૂં.
૧૯૯૪મા મારો પુત્ર ભાવેશ મુંબઈથી B.E. (Electronics) કરી અમેરિકાની University of Denver મા M.S. (Computer Science) કરવા ગયો. કોલેજની નજીક એક ભાડાના Appartment મા રહેવાનું શરૂ કર્યું. શરૂઆતમા જેમ ઘણાને આવે છે તેમ એનો પણ Home sickness નો દોર આવ્યો. એક દિવસ એ Apartmentમા ભીની આંખે એકલો ગમગીન બેઠો હતો ત્યારે Tim Lindsey નામનો એનો એક નવો મિત્ર આવ્યો. એણે હકીકત પૂછી. ભાવેશે કહ્યું કે કંઈ નહિં એ તો જરા ઘર યાદ આવી ગયું.
બીજે દિવસે ટીમે એના Parentsને આ વાત કરી. ટીમના Mother Mrs. Barbara Lindseyએ ભાવેશને ફોન કરી કહ્યું કે સાંજે એ એને મળવા આવસે. શરૂઆતમા ભાવેશ પાસે car ન હતી એટલે Mrs. Lindsy પોતાની ગાડીમા એને પોતાના ઘરે તેડી ગયા અને બે કલાક બાદ પાછા મૂકી ગયા. આ બે કલાક દરમ્યાન એમણે અને Mr. David Lindsey એ ભાવેશને કહ્યું કે અમારા બે દિકરા છે, Tim અને Joe પણ આજથી અમારા ત્રણ દિકરા છે, Tim, Joe અને ભાવેશ. અમેરિકામા અમે તારા મા-બાપ છીએ. જ્યારે પણ તને એકલું લાગે ત્યારે ફોન કરજે, અમે તને તેડી જઈશું.
બસ ત્યાર બાદ એમના દરેક તહેવાર અને ઊજવણીઓમા ભાવેશને સામેલ કરતા, સગાં-સંબંધીઓ જોડે ભાવેશની ઓળખાણ પોતાના પુત્ર તરીકે કરાવતા. ભાવેશ આ વાત અમને ટેલીફોન પર કરતો, અમને આનંદ સાથે આશ્ચર્ય પણ થતું. ૧૯૯૬મા અમે પહેલીવાર અમેરિકા ગયા ત્યારે લીંડસી કુટુંબ સાથે અમારી પહેલી મુલાકાત થઈ. એમણે અમને Dinner માટે બોલાવ્યા. અમે સંપૂર્ણ શાકાહારી હોવાથી તેમણે એક અઠવાડિયા પહેલા શાકાહારી ખોરાક રાંધવાના પુસ્તકો ખરીદયા, સામગ્રી ખરીદી, Test meal રાંધી જોયું અને પછી અમને ઘરે બનાવેલી બ્રેડ, મસૂરની દાળ, ભાત અને શાક અને શાકાહારી ડેઝર્ટ જમાડ્યું. જમતી વખતે એમણે અમને ભાવેશની જરાપણ ચિંતા ન કરવાનું કહ્યું. Mr. Lindsey અમેરિકન સરકારના senior Geologist છે અને Mrs. Lindsey શાળામા શિક્ષિકા છે.
ભાવેશના લગ્ન ૧૯૯૯ માં મુંબઈમા થયા હતા. લગ્ન પછી ભાવેશ અને એની પત્ની કવિતા અમેરિકા ગયા બાદ તરત લીંડસી ને મળવા ગયા. એમણે કવિતાને કહ્યું ભાવેશ અમારો દિકરો છે, આ હિસાબે તું અમારી પુત્રવધુ થઈ, અમે તારા સાસુ સસરા છીએ. કવિતાએ રાજી થઈ આ સંબંધ સ્વીકારી લીધો. ટીમ તો કવિતાનો સગો દિયર જ થઈ ગયો.
એપ્રિલ ૨૦૦૨ મા મારી પૌત્રી પ્રિષાના જન્મ વખતે અમને કંઈક અડચણ હોવાથી અમે અમેરિકા ન જઈ શક્યા. કવિતાના માતા-પિતાને વિઝા ન મળ્યા. અમે ખૂબ ફિકરમા હતા પણ લીંડસીએ બધું સંભાળી લીધું. પ્રિષા માટે ૨૦૦ ડોલરની બાબા ગાડી અને બીજી અનેક વસ્તુઓની ખરીદી એમણે કરી અને પોતાના Drawing room મા નાની પ્રિષાનો ફોટો ટાંગ્યો (જે હજી પણ ત્યાં જ છે.) ભાવેશ અને કવિતાને કોઈ કારણસર બહાર જવું હોય તો બે ત્રણ કલાક માટે પ્રિષાને લીંડસીને ત્યાં મૂકી જતા. એમણે, છી છી, સૂ સૂ, મમ મમ વગેરે શબ્દો શીખી લીધેલા. પોતાના સગાંસંબંધી અને મિત્રોને એ પ્રિષાનો ફોટો બતાવી, આ મારી પૌત્રી છે એમ કહેતા.
આ પૂરા સમય દરમ્યાન ભાવેશ અને કવિતા Father’s day, Mother’s day, લીંડસીના અને એમના છોકરાઓના જન્મદિવસ યાદ રાખી ઊજવણીમા સામેલ થતા. લીંડસી પણ ક્રિસમસ, થેંક્સગીવિંગ વગેરે પ્રસંગોમા ભાવેશ-કવિતા-પ્રિષાને સામેલ કરતા. પ્રિષાને ક્રિસમસ અને એના જન્મદિને મોંગી મોંગી ચીજો ભેટમા આપતા.
૨૦૦૨ અને ૨૦૦૫ની વચ્ચે અમારી અમેરિકાની બે મુલાકાતો થઈ. બંને મુલાકાતોમા એમના ઘરે જમવાનું થયું. એમનું કુટુંબ પણ પ્રસંગોપાત ભાવેશને ઘરે જમવા આવતું. બન્ને મુલાકાતમા એમના આગ્રહથી એક આખા દિવસનો programme કરતા એમા હું, મારી પત્ની અને મીસ્ટર અને મીસિસ લીંડસી, ચારે જણ એમની Lexusમાં ફરવા જતા. એ અમને એમની પસંદગીના જોવા લાયક સ્થળોએ લઈ જતા, ત્યાંની ખાસ ખૂબીઓ સમજાવતા. આખા દિવસની ટુર હોવાથી બપોરે એક સારા ઈન્ડિયન રેસ્ટોરાંમા જમવા લઈ જતા, સાંજે ઈંડા વગરની આઈસ્ક્રીમ ખવડાવતા અને સાંજે અમારા ઘરે મૂકી જતા. આ બન્ને વિઝીટ દરમ્યાન Mother’s day બન્ને કુટુંબોએ લીંડસીને ત્યાં ઊજવેલા તો Father’s day ભાવેશના ઘરે ઊજવેલા.
૨૦૦૫મા ભાવેશ કેલિફોર્નિયા shift થયો. લીંડસીએ હસતે મોઢે જવા રજા તો આપી પણ આટલા સમયમા એમણે ખરા હ્રદયથી જે સંબંધ સ્વીકારેલો તેથી ત્રણેક મહિનામાં જ ભાવેશ અને એનું કૂટુંબ વ્યવસ્થિત settle થયું છે કે નહિં તે જોવા કેલીફોર્નીયા આવ્યા, અને ભાવેશ કવિતાના આગ્રહને લીધે ચાર દિવસ માટે ભાવેશના ઘરે જ રોકાયેલા અને આપણો જ નાસ્તો અને ખોરાક લીધેલો.
બસ પછી રૂટિન શરૂ થયું. થોડા થોડા દિવસે બાર્બરા લીંડસી અને કવિતા ટેલીફોનથી એક્બીજાના ખબર અંતર પૂછી લે, બંને કુટુંબ એક બીજાને તહેવાર અને જન્મદિવસની વધાઈ અને ભેટ સોગાદ મોકલે અને વરસમા એક્વાર ડેવિડ અને બાર્બરા કેલિફોર્નિયા આવી ચાર દિવસ પ્રિષા સાથે રમી જાય. ભાવેશને કોઈ વડિલની સલાહની જરૂર હોય તો એ ડેવીડ લીંડસીની સલાહ લે. અમારી ૨૦૦૮ની અમેરિકાની વિઝીટ દરમ્યાન, અમારી ઈચ્છાથી એ અમને મળવા કેલીફોર્નિયા આવ્યા અને ચાર દિવસ અમારી સાથે રોકાયા.
અમને ક્યારે પણ એવું ન લાગ્યું કે અમે એક ગોરા અમેરિકન કપલ સાથે રહિયે છીએ.
બસ આમ આ એક જ કુટુંબે ગોરાઓ વિષેની મારી મુંઝવણ દૂર કરી દીધી. હવે હું ગોરાઓ સાથે અચકાયા વગર વાતચીત કરી શકું છું.

 

-પી. કે. દાવડા

pkdavda@gmail.com

અંતિમ પડાવ -૬ ચેરી પિકીંગ-પી. કે. દાવડા

અંતિમ પડાવ -૬ ચેરી પિકીંગ

કાયમી વસવાટ માટે અમેરિકા આવ્યા પછી પહેલો નિર્ણય એ લીધો કે અહીં જો આનંદથી શેષ જીવન ગુજારવું હોય તો અહીંના રીત-રીવાજ, રહેણી-કરણી અને તહેવાર-ઉત્સવો સમજી લેવા જરૂરી છે. અમેરિકન પ્રજા આનંદપ્રિય પ્રજા (Fun loving people) છે. જીવનની પ્રત્યેક પ્રવૄતિમાંથી આનંદના અવસરો શોધી કાઢે છે. આવો એક પ્રસંગ છે, “ચેરી પિકીંગ.”

દરેક પ્રકારના ફળોની અલગ અલગ સીઝન હોય છે. અમેરિકામા ચેરીનો પાક મે-જૂન માં તૈયાર થાય છે. આ સમયને સ્થાનિક લોકો “ચેરી પિકીંગ” નો સમય ગણે છે. શહેરથી ૫૦-૬૦ માઈલ દૂર આવેલા ચેરી ફાર્મસમા રજાને દિવસે સેંકડો લોકો પોતાના કુટુંબ સાથે “ચેરી પિકીંગ” માટે જાય છે. આવા ફાર્મસ “યુ-પિક” ફાર્મસ તરીકે ઓળખાય છે.

સીઝનમા રજાને દિવસે ફાર્મ તરફ જતા રસ્તાઓ ચેરી તોડવા જતા લોકોના વાહનોથી ભરાઈ જાય છે અને ટ્રાફીક ધીમી ગતિએ ચાલે છે. સવારના આઠ વાગ્યાથી ફાર્મમા જનારા લોકોની ભીડ શરૂ થઈ જાય છે. પ્રત્યેક ફાર્મનું એક મોટું પાર્કિંગ લોટ હોય છે, જેમા ૧૦૦-૨૦૦ ગાડિયો માટે વ્યવસ્થા હોય છે. બીજી અનેક ગાડિયો રસ્તાની બન્ને બાજુ પાર્ક થયેલી જોવા મળે છે.

ફાર્મના પ્રવેશ દ્વાર પર જ તમને બધી જરૂરી માહિતી મળી રહે છે. ફાર્મ એક કુટુંબની માલિકીનું છે કે સહિયારૂં? પાક લેવા કેમિકલ ખાતર વાપરવામા આવે છે કે નહિં? પાકને સુરક્ષિત રાખવા રસાયણો છાંટવામા આવ્યા છે કે નહિં? પ્રવેશ દ્વાર પર તમને પ્લાસ્ટીકની બાલ્દી આપવામા આવે છે. અંદર ફળના ઝાડ એક સરખી લાઈનમા જોવા મળે છે. બે લાઈન વચ્ચે વ્યાજબી અંતર હોય છે. ઊંચી ડાળ ઉપરથી ફળ તોડવા એલ્યુમિનિયમને ફોલ્ડીંગ સીડીઓ ઠેકઠેકાણે પડી હોય છે. તમને ગમે એ ઝાડ ઉપરથી તમને ગમે એ ફળ તોડી તમારી બકેટમા ભેગાં કરો. ફળ મીઠાં છે કે નહિં એ નક્કી કરવા તમને ગમે એટલા ફળ ખાવાની છૂટ હોય છે, શરત માત્ર એટલી જ કે તમે તોડી ને બકેટમા એકઠા કરેલા ફળ બહાર નીકળતી વખતે તમારે ખરીદવા પડે.

ફાર્મની અંદર નાના મોટા બધાને ઉત્સાહભેર ફળ તોડતા જોવાનો એક લહાવો જ કહી શકાય. નાના બાળકો તો ઝાડ ઉપર ચડીને પણ સારા ફળ કબજે કરવાની કોશીશ કરતા જોવા મળસે. એકાદ કલાકમા ફળ ખાવાની અને તોડવાની પ્રક્રીઆ પૂરી કરી, લોકો ઝાડના છાંયામા બેસી, ઘરેથી લાવેલું ભોજન જમે છે. ફાર્મમા ટેંપરરી ટોઈલેટસ અને હાથ ધોવા વોશબેસીન વગેરેની સગવડ પણ હોય છે. વધારે પડતા માણસો એક સાથે ફાર્મમા ભેગા ન થઈ જાય એટલે પ્રવેશ આપતી વખતે ગણત્રી રાખવામા આવે છે. બે ત્રણ કલાક આનંદમા વિતાવ્યા બાદ લોકો ફાર્મમાંથી બહાર આવી, પોતાના વાહનોમા પાછા ફરે છે.

આપણે ત્યાં તહેવારોમા અપવાસ એકટાણા કરવામા આવે છે ત્યારે અમેરિકામા તહેવારોમા લોકો ખાય પિયે છે અને મોજ મસ્તી કરે છે. “હેવ ફન” એ એમનો મહામંત્ર છે.

 

પી. કે. દાવડા

અમેરિકનોનો અલગ ચોકો(૫)

અમેરિકનોનો અલગ ચોકો(૫)

હવે જ્યારે કાયમી વસવાટ માટે અમેરિકા આવી ગયો છું ત્યારે મારી અમેરિકાની પ્રથમ મુલાકાતને પણ યાદ કરી લઉં.

૧૯૯૪મા હું મારા પુત્રની Graduation Ceremony માટે, પહેલીવાર, ૨૮ દિવસ માટે અમેરિકા આવેલો. સૌથી પહેલા મારૂં ધ્યાન ખેંચાયું કે અહિં પેટ્રોલ પમ્પ નથી, ગેસ સ્ટેશન્સ છે. ભારતમા ત્યારે સીએનજી ગેસના પમ્પની શરૂઆત ન થઈ હતી. મારા દિકરાએ સમજાવ્યું કે અહીં પેટ્રોલને ગેસ કહે છે.

આ જ સંદર્ભમા બીજી વાત એ જાણવા મળી કે અહીં ગેસ લીટરમા નહિં પણ ગેલનમા મપાય છે. મને થયું હશે, ભારતમા પણ ૧૯૫૦ સુધી ગેલનનું જ માપ હતું. મને એ પણ ખબર હતી કે એક ગેલન એટલે ૪.૫૪૬ લીટર્સ. પણ અહીં જાણવા મળ્યું કે અહિં એક ગેલન એટલે ૩.૭૮૫ લીટર્સ.

મેં રસ્તામા જોયું તો સ્પીડ લીમીટ બધે Miles/Hour લખેલી હતી, આપણે ત્યાં Kilometers/Hour મા લખેલી હોય છે. ગાડીના સ્પીડોમીટર પણ માઇલ્સમા સ્પીડ દર્શાવતા હતા.

મેં જોયું કે આપણે ત્યાં સ્ટીઅરીંગ વ્હીલ જમણી બાજુ હોય છે, અમેરિકામા ડાબી બાજુ. આપણે ત્યાં Keep Left તો અમેરિકામા Keep Right છે.

બીજે દિવસે જોયું તો બધી વસ્તુઓનું વજન અહી પાઉંડ્સમા લખેલું હતું, કીલોગ્રામમા નહીં. માપ પણ ઈંચમાં, સેન્ટીંઈટરમા નહીં. તાપમાન પણ અહીં ફેરફનાઈટમા મપાય છે, સેંટીગ્રેડમા નહિં. આખી દુનિયામા જ્યારે ડેસીમલ પધ્ધતિ અમલમા આવી ગઈ છે ત્યારે અમેરિકામા આ હજી અઘરી જૂની પધ્ધતિ જ ચાલુ છે. માત્ર તેમના એક ડોલરના ૧૦૦ સેન્ટ થાય છે.

વિશ્વના જૂજ દેશને છોડીને બાકીના બધા દેશ Metric System of Units વાપરે છે, પણ અમેરિકા પોતાનું આગવાપણું જાળવી રાખવા પોતાના જૂના જમાનાના માપ-તોલ જ વાપરે છે. કયારેક આને લીધે એમને મોટું નુકશાન પણ ઊઠાવવું પડે છે, કારણ કે વિજ્ઞાનની કેટલીયે શોધનું ગણિત મેટ્રીક સિસ્ટમમા હોય છે, અને અમેરિકનો એને કનવર્ટ કરવાનું ભૂલી જાય તો પરિણામ ખૂબ નુકશાન કારક હોઈ શકે.

મોટા સ્ટોર્સમા અને બીજા અનેક સ્થળોએ મને Rest Rooms ના પાટિયાં જોવા મળ્યા. મને એમ કે અહિં જો કોઈ થાકી ગયું હોય તો એમના માટે બેસવા કે આરામ કરવાની સગવડ હશે, પણ મને ખબર પડી કે એ તો Toilets છે. Toilets ને એ લોકો Rest Rooms શા માટે કહે છે તે તો રામ જાણે.

એક્વાર મારા દિકરાના એક અમેરિકન મિત્રને ત્યાં અમે જમવા ગયા હતા. વાતચીત દરમ્યાન હું બોલ્યો,“You Americans have everything different.” મારા દિકરાએ મને કહ્યું, “પપા આવું ન બોલાય.” પછી એણે કહ્યું, “What my father means to say, things are different in America.” પછી એણે મને સમજાવ્યું, “You American” થી વાક્ય શરૂ કરીએ તો એમને ખરાબ લાગે, એમને લાગે કે આપણે એમની ટીકા કરીએ છીએ. મેં કહ્યું, આપણે પહેલા ગુજરાતીમા વિચારીએ છીએ અને પછી એનો તરજુમો કરી બોલીએ છીએ એટલે આવું તો થતું રહેવાનું.

આ સંદર્ભમા મારા એક ગુજરાતી મિત્રને થયેલો અનુભવ યાદ આવે છે. તેઓ એક ફાર્મસીમા નોકરી કરતા હતા. એકવાર એમની રાતપાળી હતી ત્યારે એમણે જ્યાં દવાઓ રાખવામા આવેલી ત્યાં જીવડાં ફરતાં જોયાં. બીજે દિવસે એમણે એમની અમેરિકન મેનેજર, જે યુવાન અને રૂપાળી છોકરી હતી, તેને વાત કરી. મેનેજરે કહ્યું, “I have never seen them”. મારા મિત્ર કહેવા એમ માગતા હતા કે જો તમે રાતપાળીમા અહીં હો તો તમને હું દેખાડી શકું. એમણે ગુજરાતીમા વિચારીને અંગ્રેજીમા કહ્યું, “If you stay with me at night, I can show you.” બસ એમના ઉપર તો આસમાન ટુટી પડ્યું, પણ બીજા એક ગુજરાતી સ્ટાફ મેમ્બરે વહારે આવી, મેનેજરને સમજ પાડી કે આ ભાઈ એમ કહેવા માગે છે કે જંતુઓ રાતે નીકળે છે, એટલે જો આપ રાતે જોવા આવો તો તમને ખાત્રી થશે.

અમેરિકામા રહેવું હોય તો કેટલીક પાયાની વાતો સમજી લેવી સારી, કારણ કે એમનો ચોકો અલગ છે.

 

અને આ અલગ ચોકો સમજી લઈને આપણા લોકો અમેરિકામા મહત્વના સ્થાનો પર કબજો જમાવી રહ્યા છે. અમેરિકામા ૩૮ % ડોકટરો ભારતીય છે, ૧૨ % વિજ્ઞાનિકો ભારતીય છે, નાસામા ૩૬ % વિજ્ઞાનિકો ભારતીય છે, માઈક્રોસોફ્ટ્મા ૩૪ % સ્ટાફ ભારતીય છે, IBM મા ૨૮ % સ્ટાફ ભારતીય છે, INTEL મા ૧૭ % સ્ટાફ ભારતીય છે અને ઝેરોક્ષમા ૧૩ % સ્ટાફ ભારતીય છે.

 

-પી. કે. દાવડા

pkdavda@gmail.com

 

પ્રભુ! જ્ઞાની જીવન દે”-6-પદ્મા -કાન

“પ્રભુ! જ્ઞાની જીવન દે”

પ્રભુએ સૃષ્ટિ સર્જીને તેના  દ્વારા ઘણું બધું આપ્યું છે. જ્ઞાન આપણને અનેક રીતે મળે છે.માતા, પિતા, ગુરુ દ્વારા, કોઈ પુસ્તક દ્વારા, મળેલા જીવનના કડવા મીઠા અનુભવો દ્વારા, મિત્રો દ્વારા ઘણું બધુ જ્ઞાન આપણને મળે છે.ભાગવત ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુન સાથેના સંવાદમાં પૂર્ણ જ્ઞાનની માહિતી આપી દીધી છે.વળી પ્રભુએ સૃષ્ટિ સર્જીને તેમાં  ભ્રમણ કરવા આપણને તેમાં છોડી દીધા.તેમાં કોઈ જાતનું બંધન નથી રાખ્યું.જ્યાં જ્વુ હોય, જે લેવું હોય, ને જેટલું લેવું હોય તેમાં કોઈ મર્યાદા નથી રાખી.તેમાં ફક્ત તમારી ઈચ્છા શક્તિ, પ્રબળ ઈચ્છાને તે મેળવવાની ધગશ, સતત જાગૃતતાની જરૂર  છે.હું જે જાણું છું તેને સમજી શકું, જે સમજુ છું તેને જીવનમાં ઉતારી શકું ને પ્રયત્ને મારા અંતરમાં પ્રભુની કૃપાથી  જ્ઞાન  પ્રગટે.

વળી જ્ઞાની જીવન દેકહેવાથી જ્ઞાની જીવન નથી મળી જતું.તેના માટે લેવું પડે છે.તેમાં મારા મંતવ્ય પ્રમાણે આપવા કરતા લેવાવાળાની ઈચ્છાની ગુણવત્તા કે ક્વોલીટી કહો તેના પર બહુ આધાર રાખે છે. એક જ વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓને સમાન ભાવે ગુરુ શિક્ષા આપે છે, તેમાં કોઈ ભેદભાવ  ન હોવા છતાં આપણે જોઈએ છીએ કે સોમાંથી એકનો જ પહેલો નંબર આવેછે કેમ?ગુરુએ બધાને એક સાથે જ સમાન ભાવે વિદ્યાનું વિતરણ કર્યું હતું પણ જે લેવાને અસમર્થ  કહો કે, બેધ્યાન કહો કે ન લેવાની વૃત્તિ કહો તે વિદ્યાર્થી તે જ્ઞાન ન લઈ શક્યા. તેવી જ રીતે તેનાથી ઉલટું આપણે જોઈએ કે એકલવ્ય તે નીચી જાતિમાં જન્મ્યો હોવાથી તેને દ્રોણ ગુરુએ અવગણીને વિદ્યા પ્રાપ્તિ માટે નાસીપાસ કર્યો. છતાં એકલવ્ય હિમ્મત હાર્યા વગર ખાસ તો એ કે ગુરુએ તેનો અનાદર કર્યો પણ તેને તો ગુરુ પ્રત્યે એટલી શ્રધ્ધા રાખીને ગુરૂનું માટીનું પૂતળું બનાવ્યું.તેમાં જ ગુરુના પ્રાણ  પૂરી તે જ બાણ વિદ્યા  તે શીખ્યો જે ગુરુની સમક્ષ રહીને અર્જુન શીખ્યો.આના પરથી આપણને સમજાય છે જ્ઞાન દેવાથી નહી પણ અંતરની પ્રબળ ઈચ્છાથી પ્રગટ થાય છે.ને અંતરમાંથી ઉદભવેલું જ્ઞાન એ જ  સાચું જ્ઞાન છે.

જ્ઞાન એટલે પ્રકાશ, અસતો માં સદગમય, તમસો માં જ્યોતિર્ગમય, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાની માંગણીછે.અંધારામાં આપણે ગોથા ખાઈએ છીએ.પ્રત્યેક કાર્યમાં તર્ક વિતર્ક કરીને શંકામાં ગોથા ખાઈએ છીએ. શંકા હોય ત્યાં ભય આવે છે. શું સાચું ને શું ખોટું?એવા મનમાં પ્રશ્ન ઉઠે છે, ને ન સમજાતા ભક્ત હ્રદય બોલી ઉઠે છે, “ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય”પ્રભુ સુધી પહોચવાનો એક માર્ગ ભક્તિ માર્ગ છે, તે પણ ગુરુએ ચીંધ્યો હોય, તે માર્ગ પર ચાલતા ચાલતા પ્રભુમાં લીન થવાય, ઐક્ય થવાય એ જ જ્ઞાન ને એ જ પરમેશ્વર, એ જ સત્ય .ગાંધીબાપુએ સત્યને જ પરમેશ્વર માન્યા  હતા.

ભાગવતગીતામાં  પહેલા ૬ અધ્યાયમાં કર્મયોગ ,૭થી૧૨ અધ્યાયમાં જ્ઞાનયોગ અને ૧૩ થી૧૮ અધ્યાયમાં ભક્તિયોગ સરસ રીતે સમજાવ્યું છે.યોગ એટલે જોડાવું, કર્મયોગમાં સમજાવતા કહ્યું કે કર્મણ્યેવાધિકારસ્તે માં ફ્લેશું કદાચન.  કર્મ તો નિત્ય કરતા રહેવું પણ કેવી રીતે?તેમાં આસક્તિ રાખ્યા વગર નિર્ણય પ્રભુને સોપી દેવો. જ્ઞાન દ્વારા પણ પ્રભુની પ્રાપ્તિ થાય.ને છેવટે ભક્તિયોગ, ભક્તિ  દ્વારા પ્રભુની પ્રાપ્તિ, જેવી રીતે નરસિહ અને મીરાને અનુભૂતિ થઈ હતી.તેઓ કોઈ યુનિવર્સીટીમાં ભણવા નોતા ગયા, છતાં તેમની પાસે ઉત્તમ પ્રકારનું  જ્ઞાન હતું તેથી તેમણે પ્રભુના દર્શન થયા હતા.

“જ્ઞાની જીવન દે”આ વિષય અતિ ગહન છે તેમાં ઊંડે ને ઊંડે ઉતરતા જાવ, ઉતરતા જાવ, નેને મારું સાચું સ્વરૂપ શું છે તે ખબર પડે  તે જ સાચું જ્ઞાન, અંતરમાંથી જે પ્રગટે એ જ સત્ય એજ જ્ઞાન.

પગ મુક્યો મેં ઉંબરની બહાર, શોધવા નીકલ્યો હું જ્ઞાન, પ્રભુ!જ્ઞાની જીવન દે

ઉંબર તો ઓળંગી લીધો એમ સહજ, તોય ના આવ્યું જ્ઞાન

કારણ કે, એ તો મારી સહજ બુધ્ધિનું હતું જ્ઞાન

ચાલતા ચાલતા, પગમાં કાટો વાગ્યો, ને પગ ગયો થંભી

ફટક દઈને ખેંચી કાઢ્યો કાંટો, તો નીકળી ગયો એ વાર,

નહી તો જિંદગી ભર ખોતરતા ખોતરતા ના આવ્યો હતે પાર!

રખડી કુદરતને ખોળે મેળવવા હું જ્ઞાન!

નાના નાના રંગ બેરંગી પુષ્પોને પૂછ્યું, કોણે દીધું આ સૌન્દર્ય અને સુવાસ?

આ સૌન્દર્ય અને સુવાસ એ તો મૂળ બીજમાં જ હતું

તેથી રહ્યા અમે મઘમઘાટ!

ઉચા, ઉચા શિખરો ધરનતા પર્વત, પહાડોને પૂછ્યું

આટલા ઉચા થવાનો શો કરવો પડે પ્રયાસ?

કઈ નહી, બસ ઊભા રહો, ઊભા રહો

એટલે શું?

એટલે કે તપસ્યા.

એટલે કે દિવસ ઊગે ને આથમે, શિયાળામાં હુહુ કરતા ઠુંઠવાઇ મરો

ને ઉનાળામાં?

ભર તડકામાં તપી રહો, તપી રહો અગ્નિ સ્નાન કરતા રહો

તપસ્યાથી થાયે જ્ઞાન, ત્યારે જ ઉત્તુંગ શિખરે ઊભું રહેવાય.

ને ચોમાસામાં?

કોઈ આવે કે ના કોઈ વાવે, પૂર્વજન્મના સંસ્કાર ત્યાં આવે

ને ઉગી નીકળે રંગબેરંગી ફૂલ અને ફળ, વીના ખત

એક એક અણુને પરમાણું, હોયે શુધ્ધ માતાપિતાનું

ત્યાં આપોઆપ પ્રગટે ત્રણેય દત્ત  

આત્રેય ઋષિ નેં અનસુયા માતાનું બાળ, દત્તાત્રેય

વિસર્જન ને સર્જન કરતા કરતા જ થાય નવસર્જન

કરતા જાવ કુકર્મનું વિસર્જન જીવનમાં, વિશુધ્ધ થતું જાયે મન

શુધ્ધા હી બુધ્ધિ: કિલ કામધેનું વિશુધ્ધ બુધ્ધિ કામધેનુંની માફક જીવન વિકાસના બારામા યથેચ્છ ફળ આપે છે.બુધ્ધિને વિશુધ્ધ કરવા માટે તેને રોજ સ્વાધ્યાયથી સ્નાન કરાવવું જોઈએ. માનવી ભલે બધું ખોઈ બેસે પરંતુ જો તેની બુધ્ધિ સુયોગ્ય અને સલામત હોય તો તે પાછી શૂન્યમાંથી સૃષ્ટિ સર્જી શકે.

નિજ સત્ય સ્વરૂપનું થાયે દર્શન, એ જ સત્ય અને એજ જ્ઞાન, અંતરમાંથી જે પ્રગટે બસ, એજ સત્ય અને એજ જ્ઞાન.

પદમાં-કાન

જીવનના અંતિમ પડાવ

_DSC0005

 

અંતિમ પડાવના ત્રણ વર્ષ પૂરા

૧૮ મી જન્યુઆરી ૨૦૧૨ ના જીવનના અંતિમ પડાવ તરીકે કાયમી વસવાટ માટે અમેરિકા આવ્યો. લાગલગાટ ત્રણ વર્ષ અહીં રહ્યા પછી મને અનુભૂતી થાય છે કે અહીં કાયમ માટે આવતાં પહેલા મારા મનમાં જે શંકાઓ હતી એ અસ્થાને હતી. અલબત શરૂઆતના થોડા મહીના અડચણો આવી, જેવી કે અમેરિકનો સાથે વાતચીત કરવામાં, અને ખાસ કરીને તેમના ઉચ્ચારો સમજવામાં તકલીફ પડતી. હું બોલું તે અમેરિકનો ન સમજી શકે એવું પણ બનતું. ઘણી બાબતોમાં આપણે જે શબ્દો વાપરીએ છીએ એ જ વાત કહેવા અમેરિકનો જુદા શબ્દોનો ઉપયોગ કરે છે, અને આવા સેંકડો રોજીંદા વપરાશના શબ્દો છે. ધીરે ધીરે મેં એ શબ્દો વાપરવાની શરૂઆત કરી દીધી છે, છતાં હજી પણ આપણે જે શબ્દો વર્ષો સુધી વાપર્યા છે તે જ શબ્દો બોલી જવાય છે.

અમેરિકનો સાથે વાતચીત કરવાનો ભય દૂર કરવા મેં બે નિર્ણય લીધા. (૧) મને સમજ પાડવાની ફરજ એમની છે અને (૨) હું કહું છું એ તેઓ ન સમજે તો એમના નશીબ ! બસ મારૂં કામ સરળતાથી ચાલે છે.

બીજી મુશ્કેલી હતી હવામાનને અનુકુળ થવાની. ૨૫ થી ૩૫ ડીગ્રી સેંટીગ્રેડ વાળા મુંબઈ શહેરમાંથી આવેલા મને ૦ થી ૧૫ ડીગ્રીવાળા વાતાવરણમાં શરૂ શરૂમાં ખૂબ તકલીફ પડી. વસ્ત્રોમાં ફેરફાર અને શરીરની ટેવાઈ જવાની શક્તિને લીધે હવે હું ૬ ડીગ્રી સેંટીગ્રેડમાં પણ વોક કરવા નીકળી જાઉં છું. અહીં દિવસ અને રાતની લંબાઈ પણ વધઘટ થયા કરે છે. ક્યારેક રાતના આઠ વાગે તડકો હોય છે તો ક્યારેક સાંજે ચાર વાગે અંધારું થઈ જાય છે. હવે દિવસ રાત માટે સૂરજ નહિં પણ ઘડિયાળ ઉપર જ આધાર રાખવો પડે છે. વળી અહીં વરસમાં બે વાર ઘડિયાળને એક કલાક માટે આગળ-પાછળ કરવા પડે છે. ક્યારે આગળ કરવા અને ક્યારે પાછળ કરવા એ યાદ રાખવા માટે મેં ગોખી લીધું, Spring Forward અને Fall Back.  બસ સ્પ્રીંગમાં આગળ કરો અને પાનખરમાં પાછળ કરો !

મારા મુંબઈના બહોળા મિત્ર વર્ગને છોડી અમેરિકા આવીને હું એકલો પડી જઈસ એ બીક પણ ખોટી નીકળી. અહીં High Speed Internet અને Vonage Telephone ની સગવડે મુંબઈ સાથેનો સતત સંપર્ક ચાલુ રાખવામાં મદદ કરી એટલું જ નહિં, અમેરિકામાં મને મુંબઈથી પણ વધારે મિત્રો મળ્યા. નામ લખવા બેસીસ તો પાનું ભરાઈ જશે. મુંબઈમાં તો મારા કચ્છી અને ગુજરાતી મિત્રો જ હતા, અહીં તો ચાઇનીઝ, આફ્રીકન અમેરિકન, ગોરા અમેરિકન અને ભારતના અનેક પ્રદેશના મિત્રો છે. ગુજરાતી મિત્રોની તો વાત જ ન પૂછો, આટલા મિત્રો તો મને પ્રથમ ૭૫ વર્ષમાં પણ નહોત મળ્યા. આ મિત્રોનો પ્રેમ મને અમેરિકામાં સ્થાયી થવાના નિર્ણયને સાચો ઠેરવવામાં ખૂબ જ ઉપયોગી થયો છે.

૧૯૯૪ માં જ્યારે હું પહેલીવાર, માત્ર ૨૮ દિવસ માટે અમેરિકા આવેલો ત્યારે મને મોટે ભાગે ત્રણ પ્રશ્નો પૂછવામાં આવેલા. (૧) આ તમારી અમેરિકાની પહેલી મુલાકાત છે? (૨) તમને અહીં ગમે છે? અને (૩) તમને તમારો દિકરો કાયમ અહી રહે એ ગમે કે ભારત પાછો આવી જાય એ ગમે?

૨૦૧૨ માં હું ગ્રીનકાર્ડ લઈને અહીં આવ્યો ત્યારથી આજ દિવસ સુધી કોઈએ મને આમાનો એક પણ સવાલ પૂછ્યો નથી. આજે ગ્રીનકાર્ડ માટે પડાપડી છે, લોકોને અમેરિકામાં રહેવાનું ગમવા લાગ્યું છે.

૧૯૯૪ માં પંકજ ઉધાસનું “ચીઠ્ઠી આઈ હૈ” ગીત સાંભળી લોકો રડી પડતા, અને “ઘર આજા પરદેશી તેરા દેશ બૂલાયે રે” ગીત સાંભળી ઉદાસ થઈ જતા. આજે આવું કંઈપણ થતું નથી.

થોડા મહિના અગાઉ “સભાગુર્જરી” ના એક કાર્યક્રમમાં હમવતની શ્રોતાઓને મેં મારી આ કવિતા સંભળાવેલી જે સાંભળીને લોકોએ ખૂબ તાળીઓ પાડી હતી.

વતનના  ગીત  ગાઈ  ગાઈને અમે મોટા થયા,

મોટા થઈ, સ્વદેશના ગુણગાનના ગીતો લખ્યા,

લેખો લખ્યા, ભાષણ કર્યા, તાળી પડી, ચંદ્રક મળ્યા.

વર્ષો પછી, અભ્યાસ  કરવા બાળકો અમેરિકા  ગયા;

કાર,   ડોલર,  બંગલાના  મોહમાં  અટવાઈ  પડ્યા,

હાલ  જોવા બાળકોના, અમે  પણ અમેરિકા ગયા,

મોહી પડ્યા ચકાચોંધથી, અમેરિકામાં સ્થાયી થયા.

વતન કેવું?  વાત કેવી?  અતીતને  ભૂલી   ગયા,

કહ્યું, શાણા  થઈ, છોડો  વતનની  ખોખલી વાતું,

જયાં સુખ છે, સગવડ છે, વતન તો એજ છે સાચું.

આવતી કાલથી હું “અંતીમ પડાવ” નામની એક લેખમાળાના રોજના એક હિસાબે પ્રકરણો મોકલીશ. આ લેખમાળા મેં શ્રી વિજય શાહના પ્રેમભર્યા આગ્રહને લીધે લખેલી.

-પી. કે. દાવડા

 

દેવીકાબેન, ખુબ ખુબ અભિનંદન….

દેવીકાબેનને બેઠકના

ખુબ ખુબ અભિનંદન..

 

પ્રતિલિપિને આંગણે સાહિત્ય બગીચાની સુવાસ સમા દેવિકાબેન ધ્રુવ..http://www.pratilipi.com/author-interview/5114273848098816..

 

http://www.pratilipi.com/author-interview/5114273848098816