આ મુંબઈ છે ….10

મુંબઈનો ટ્રાફિક 

 
મિત્રો
 
 મુંબઈના ટ્રાફિકની વાતો શું કરું  …આવી ત્યારે તો અનુભવ્યો પરંતુ પાછા આવતી વખતે અને  એરપોર્ટ પર પોચતા તોબા પોકારી ગયો,…. થયું આજે વિમાન છુટી જશે। ….અનેક સમસ્યાથી ઝઝૂમતું આ શહેર ટ્રાફિકથી થાકી ગયું છે .મુંબઈગરાઓ ભલે દોડી જાણતા હોય પણ ટ્રાફિક  તેમને હંફાવી દીધા છે…….લેન શું હોઈ ટ્રાફિક માં .. એનું જ્ઞાન છે જ  નહિ કે   હોતું જ નથી …. જમણી બાજુ વાળવા ના હોઈ સિગ્ન પછી તો છેક ડાબી બાજુ ના ખૂણા માં ઉભા હોય ….. સિગ્ન જેવું ખુલે એટલે એનું વાહન પોતાની મરજીથી વાળી ભગાવે  …… અમુક જણ  ઓ આખી સિગ્નલ પર ગાડી નું ઈન્જીન ચાલુ રાખી ને વાતાવરણ ને પ્રદુષિત  કરે। …અને ઈધન નો વ્યય કરે છે એતો ફાયદામાં  … .સૌથી વધારે હદ ત્યાં થાય જયારે એમ્બુલન્સ કે ફાયર બ્રિગેડ એમનું સાયરન વગાડતી પસાર થતી હોઈ અને ગાડી બાજુ કે કરી એને જગ્યા આપવાને માટે કયાં ગાડી ખસેડવી ખબરજ ના પડે। …..   ગમે ત્યાં રોકાઈ જતાં વાહનો અને સિગ્નલ તોડી ભાગી નીકળતા અશિસ્ત મુંબઈગરાઓ આ ટ્રાફિક પોલીસને  નકામા સાબીત કર્યા  છે ……..મુંબઈના ટ્રાફિકમાં જવાનું એટલે લોઢાના ચણા ચાવવાનાં.. ફ્લાયઓવર નીચે આવેલાં જંક્શનોમાં તો આ પરિસ્થિતિ વધારે વણસેલી છે. એરપોર્ટ જવાનો એક જ રસ્તો,…… એકવાર તમે ટ્રાફિકમાં સલવાણા પછી બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો જ નહિ  નાનકડા રોડ અને રોડની બન્ને બાજુ ખડકાયેલાં વાહનોએ  ટ્રાફિક જામની અતિ ગંભીર સ્થિતિ સર્જી છે. .ચાર લેન રોડ પર બે લેન જેટલી જગ્યા પાર્ક કરવામાં આવેલાં વાહનો જ રોકી રાખે છે…મુંબઈગરાઓ ..ટ્રાફિક સિગ્નલ ને કેમ તોડવો એનાં પર વધુ ધ્યાન આપે છે  નહી કે એ સિગ્નલ નું પાલન કરવાં ઉપર..સિગ્નલ લાઈટ નો કોઈ મતલબ જ નથી …પીળી લાઈટમાં ધીમા પડવાની બદલે લોકો જટ ભાગે છે  પાર્કિંગ પોલિસી જોઈએ તેટલી અસરકારક ન હોવાથી લોકો રોડનો પાર્કિંગ માટે આડેધડ ઉપયોગ કરે છે. આમ જોવા જઈએ તો મુબીગરાઓને કલાકો સુધી ટ્રાફિકમાં પડ્યા રહેવાની આદત છે કે પડી ગઈ છે। નવી પેઢી સાથે લેપટોપ અને રિલાયન્સ નું કાર્ડ રાખી પોતાનું કામ કરતા હોય છે તો કોઈ ટ્રાફિકમાં ફસાયેલા લોકો સાથે પસાર કરવા મળતી આ અમુક ક્ષણોમાં આનંદ અને મિત્રતા માણી લે છે .. અંધેરી કુર્લા રોડના જંકશન પાસે અમુક વોલીનટીયર સાંજના સમયે ટ્રાફિક મેનેજ કરવા પોતાની સેવા આપે છે તો બીજી તરફ બીએસટી ની બસો ટ્રાફિક નિયમનના ધજિયા ઉડાડતી હોય તેવું લાગે છે ….  ક્યારેક ટ્રાફિક સિગ્નલ પાસે વાહનો અટકે ત્યારે .ફેરિયાઓ પોતાનો વકરો પણ કરી લે….. પ્રેમી ફૂલ લેવાનું ભૂલી ગયો હોય તો ત્યાં બેઠા બેઠા ગાડીમાં થી જ ખરીદી લે . …..તો ગૃહિણી ફ્રુટ લેવા બજારમાં ન ગઈ હોય તો ટ્રાફિકમાં તેના સમયનો ઉપયોગ થઇ જાય અને ખરીદી પણ….પતિ પત્નીને ખુશ કરવા ટ્રાફિકમાં બેઠા ગજરો લઇ લે। ..ભિખારી ને ભીખ માગવાની તક મળે છે। .તો પાવૈયા પોતાનું ગુજરાન ટ્રાફિક માં જ કરે છે .મને મુંબઈના લોકોની એક વાત ગમે છે કે અહી લોકોને ફરિયાદ કરવા કરતા રસ્તો શોધતા આવડે છે …… રોજ તમે દિવસના કલાકોના કલાકો જે મુસીબત સામે ઝઝૂમો છો, તે સમસ્યાને હલ કેમ નથી શોધતા તેના જવાબમાં કહે છે કે ટ્રાફિક ક્યુબિક જેવો છે એક ખસેડો તો બીજું ગોઠવાય જાય। …..ધસમસતા જીવનની ઝડપ સાથે  – ટ્રાફિક પણ તમારી સાથે દોડતો રહે છે …..અને બધું  ગોઠવાય જાય છે .
બસ  મિત્રો આટલું જ …. મારી જેમ બીજા બધા ને આવા અનુભવો થતા રેહતા હશે હું હવે મુંબઈની વાતો લખવાનું બંધ કરી એટલું જ કહીશ કે મિત્રો આજ મુંબઈ  છે। …હા આ  મુંબઈ છે 

આ મુંબઈ છે…..9

મિત્રો

આમ તો હવે હું મુંબઈ થી પાછી આવી ગઈ પરંતુ કહે છે,દેશમાં જાવ અને  ને ભાતું લીધા વગર થોડું જવાય ….અમેરિકા થી આવતા લોકો પાછા જાય ત્યારે દેશના નાસ્તા જરૂર લઈને જાય એમ મેં પણ થોડા નાસ્તાની ખરીદી કરવાનું વિચાર્યું તો મિત્રો મુંબઈમાં આજ કાલ લોકો  સ્થૂળતા ઘટાડવાની લયમાં કસરત સાથે તેલવગરનો ખોરાક ખાવા માંડ્યા છે જોકે આ વધારે પૈસાવાળા નો શોખ કે દેખાડો કહું તો ખોટું નથી કારણ મોઘાં સ્ટોરો માં વેટ રીડ્ક્સન નો વેપલો એવો ફાટી નીકયો છે કે સામાન્ય માણસનું એ નાસ્તો  ના ભાવમાં તો આખા ઘરનું અનાજ આવે ……વજન ઘટાડવાના નીતનવા પ્રકારમાં મુંબઈગરાઓને   વિવિધ જાતના ફેટફ્રી નાસ્તો ખાવાનો ક્રેઝ એવો છે  કે વાત જ ના પૂછો। …સવાલ અહી ખાવાનો છે, ઓછુ કરવાનો કે ત્યજવાનો નથી  …અને વધારે કિંમત આપી અમે કેટલા કોન્સીયસ છે એ દેખાડવાનો છે.વજન ઘટાડવાની સીધી સાદી રીત એક છે, શું આપણે જેટલું ખાઈએ છીએ તેટલી કેલરી બાળીએ છીએ? ,…એના ઉપરજ વજનનો હિસાબ કિતાબ છે ,પરંતુ ભઈ આપણે તો ખાસ..  મુંબઈમા  મોટા ભાગના  લોકોની જીવનશૈલી એટલી ઝડપથી દોડી રહી છે કે તેમને બે ટંક શાંતિથી બેસીને ભોજન લેવાનો સમય સુધ્ધાં નથી રહેતો.મિત્રો ફેટ ફ્રી ના લેબલ વાંચી ખાવાનું શરુ કરી ન કરી દેતા ફેટ ફ્રી, કેલરી ફ્રી ખરું?  એવું પણ બને કે ફેટ વગરના ખોરાકમાં કેલરી પણ એટલી જ રહેતી હોય.  તમને ખબર છે  ફેટ ફૂડને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં એક્સ્ટ્રા ખાંડ, મીઠું, ખટાશ વગેરે ઉમેરેલાં હોય છે, જે શરીરને નુકસાન કરી વજન ઉતારવાને બદલે વધારે જ છે?….. નહીતો આ નાસ્તા આટલા સ્વાદિષ્ટ  કેમ થાય ?…. સ્વાદિષ્ટ વસ્તુઓ વધુ ખાવાની ઇચ્છા થાય છે અને તેને રોકી શકાતી નથી. આ ઉપરાંત આવા સૂકા નાસ્તામાં પાણીનો ભાગ હોતો નથી એટલે ખાધા પછી થોડા જ સમયમાં ભૂખ્યા થઈ જવાય છે એટલે ખાખરાને બદલે ઓછા …….તેલવાળાં થેપલાં અથવા રોટલી ખાવી વધુ હિતાવહ છે. મુંબઈના લોકો આ સમજવાને બદલે શોર્ટકટ શોધી રહ્યા છે અને એથી પણ વધારે શું ખરેખર એ ઓછી કેલરી વાળું ખાવાનું છે? એ કોઈને ખબરજ નથી એ નાસ્તા કયાં બને છે? કેવી જગ્યાએ બનાવાય છે ?કેટલા હાઇજેનિક છે? ખબર નથી મુંબઈના મોટાભાગના નાસ્તા ધારાવીની ઝુંપડપટ્ટી માં થાય છે એમ મને કોઈએ કહ્યું  … છતાં મોટા સ્ટોર બરબરા ભાવ લગાડી વેચે છે અને આપણે ખરીદીએ પણ છીએ અને મુંબઈના લોકો માટે એ સ્ટેટસ સિમ્બોલ ગણાય છે ઘણીવાર વિચાર આવે છે કે લોકો વગર પૈસે કેલરી કેમ ઘટાડવી એ નુશખા કેમ શોધતા નથી અરે શોધવાની પણ જરૂર  નથી….  ઓછુ ,ચાવી ચાવેલું ,સાત્વિક ખોરાક ખાવ, ભૂખ ન લાગે ત્યાંસુધી ન ખાવ ,નાના કોળીયે જમો ,સમયસર ખાવ ,જંક ફૂડ થી મો ફેરવી લો। ……જવા દયોને અહી વિચારવાનો સમય જ કયાં છે ભાઈ આ મુંબઈ છે…. .  

Pragnaji

 
 
 

 

 

હરિહરની શરણાગતિ

 મિત્રો કલ્પના બેનની એક સુંદર કવિતા માણો 
કવિતામાં એક સુંદર વાત કરી છે કે …..”પાંચ તત્વોને પાર કરીને, જીવને શીવમાં ભેળવી દે.” તો આ પાંચ તત્વો એટલે શું ?..
આપણુ શરીર પણ આ પાંચ તત્વોનું જ બનેલુ છે. આ પાંચ તત્વો છે.
1. જળ તત્વ 2. અગ્નિ તત્વ 3. પૃથ્વિ તત્વ 4. વાયુ તત્વ અને 5. આકાશ તત્વ
.આ મુળભુત પાંચ તત્વોના મિશ્રણથી જ પૃથ્વિ ઉપર માનવ જીવન શકય છે. દરેક જીવ શિવમાં એકવાર ભળે જ છે.
પરંતુ સામાન્ય માણસ એનો સ્વીકાર નથી કરી શકતો….
જયારે કલ્પનાબેને ખુબ સરસ વાત કરી છે “પ્રભુ તુ કર લે મારો સ્વીકાર, હું તો આવી તારે દ્વાર.”

 

 અહી જીવન ની વાસ્તવિકતાનો સ્વીકાર છે અને નિર્ભયતા….
” શિવાનંદમાં હું ભળી જાઉં, એવી કૃપા તુ કરી દે….”
મિત્રો કલ્પનાબેનના મમ્મીની તબિયત સારી નથી તો। ..
કલ્પનાબે તમારા મમ્મીની તબીયતમાં સુધારો હશે. તેઓ જલ્દી સારા થઇ જાય તેવી પ્રભુપ્રાર્થના.
હરિહરની શરણાગતિ

 

 
 
 
 પ્રભુ તુ કર લે મારો સ્વીકાર, હું તો આવી તારે દ્વાર.

જીવન મરણના ફેરામાંથી, મુક્ત થવાને તરસુ છું.

શ્વાસે શ્વાસે હરદમ હું, તારુ નામ રટુ છું.

હરિ તુ હર લે મારા પ્રાણ, હું તો આવી તારે દ્વાર . . . પ્રભુ તુ કર લે.

પાંચ તત્વોને પાર કરીને, જીવને શીવમાં ભેળવી દે.

શિવાનંદમાં હું ભળી જાઉં, એવી કૃપા તુ કરી દે.

હર લે હર હર તુ મહાદેવ, હું તો આવી તારે દ્વાર . . . પ્રભુ તુ કર લે .

કલ્પના રઘુ

 

આ મુંબઈ છે …..8

આ મુંબઈ છે …..8

મુંબઈ  પાન અને ગલ્લા 
 
મુંબઈમાં પાનનું એક ખાસ અનોખું કલ્ચર છે…. સાથે  પાનના ગલ્લા ને મસાલાની પિચકારી..મુંબઈના લોકો નો સૌથી મોટો અને જાણીતો શોખ પાન અને પાનના ગલ્લા છે ..બોલીવુડમાં પાન ઉપર કેટલાય ગીત લખાણા છે …બે હાથની હથેળીમાં તમાકુને મસળતા અને બાકળો ભરતા અથવા મોઢાના ખૂણે દબાવતા લોકો મુંબઈમાં હાલતા ચાલતા જોવા મળે છે…અને પાન ની પિચકારીથી દીવાલોને ચિતરવી એક આર્ટ  છે। …  વિશ્વમાં ઘણા લોકો પાનના કલ્ચર વિષે જણતા નથી કારણ  પાનના ગલ્લા વાળાને ક્યારેય એડવર્ટાઈઝમેન્ટની જરૂર પડી નથી, તેમ પાન થુકનાર ને કોઈ કાયદો રોકી શકે તેમ નથી… ઓછી મૂડીમાં શરુ કરવા માટે નો સૌથી સસ્તો વેપાર છે એક દિવસમાં માલિક થઇ જવાય  શરૂઆતમાં ઓછો ફાયદો જરૂર છે પણ નુકશાન કયારે નથી। … કોઈ અમેરિકન પહેલવેહેલો જો પાન ખાય તો ડચૂરો ચડી જાય, અહી સવાલ માત્ર ખાવાનો નહિ માણવાનો છે ધીરે ધીરે રસ ઉતારવાનો અને વિષયવિહીન ચર્ચાઓ કરતા કરતા જમવાનું પચાવવાનો છે  …..  અહી પાન સાથે ગલ્લાનું ખાસ મહત્વ છે…. પાનના ગલ્લા મુંબઈગરા  માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ જગ્યા માનવામાં આવે છે… … અને અમુક વ્યક્તિ  માટે બાર જણા ના સયુંકત કુટુંબમાં મોકળાશ મેળવવાનું એક બહાનું છે। .. તો કોઈ માટે  જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે જ કસરત છે  … મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં મુંબઈની પબ્લિક ની માસ્ટરી છે. અરે ક્યારેક તો છોકરા છોકરી પરણાવી દેવાય છે ……..કતરી ટુકડા,બનારસી કાચી દેશી ખાલી ચૂનો ,કાચી પાત્રીસ,મઘય જોડી મેડમ માટે,મારું તને ખબર છે… ….જી હા પાનના ગલ્લમાં આ જાણીતા સંવાદ છે। ..અહી  બધાને કસ્ટમ વસ્તુ મળે  …પાન વાળો એક જ આપને સમજી શકે છે …. .. એકવાર પાન  ખાવ અને તમારી પસંદગીની પાનવાળાને ખબર પડે પછી બસ કહેવું જ ન પડે। ..અને એટલે જ તો we miss  પાનવાળા।…પાનના ગલ્લે સાહેબનું માન મળે ,ફેસબુક જેવી માહિતી મળે ,બ્લોગ જેવી ચર્ચા પણ અને સાથે નવરાઓની ટોળી પણ મળે ,તમાકુની તલબ વાળા અને વાતોના વ્યસની મળે…..જે આવે તે ત્યાં બોલે પણ પાનવાળો માત્ર સંભાળે… સૌના બંધાણની તલબ પુરૂ કરવાનું એકમાત્ર સ્થળ એટલે આ પાનના ગલ્લા. પાન ના ગલ્લે મુખ્યત્વે ‘બંધાણી’ લોકો જ આવતા હોય છે. મિત્રના બંધાણી હોય છે તો કોઇ પારકી પંચાતના,કોઈ ખુલ્લી હવાના ,તો કોઈ રમતના બંધાણી હોય કે પછી ગમ્મતના બંધાણી; તરૂણ, યુવાન,આધેડ ને વૃદ્ધ સૌ જોવા મળે,આ એક જ જગ્યા એવી છે જ્યાં કોઈ પણ જાતના ભેદભાવ વગર સાધારણ ગરીબ માણસથી માંડી મર્સીડીસ કાર સુધી કાયમ આવે, જેનું બંધાણ તે ચીજને ચગળે, થોડુ મમળાવે અને થૂંકીને સૌ પાછા પોતપોતાને ઠેકાણે………
 મિત્રો વધુ કંઈ  કહું એ કરતા આ – સાક્ષર ઠક્કરની કવિતા માણો દરેક શેરીને નાકે પાન ના ગલ્લા હો.ગલ્લે તારા ને મારા પપ્પા હો,
ને ચર્ચાનો વિષય ક્રિકેટ ના ગપ્પા હો.આપડા માટે પાનવાળાને એટલુ માન હો,
કે પહોંચીએને હાજર શિંગોડા પાન હો.

બસ પાનના ગલ્લા જેવુ ભેદભાવ રહિત હિન્દુસ્તાન હો,
એક જ જગ્યાએ બનારસી ને કલકત્તી ઇન્સાન હો.

બસ એટલી કૃપા જગત પર અલ્લા હો,
દરેક શેરીને નાકે પાન ના ગલ્લા હો.

નોંધ – સિગારેટ અને તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે

 

pragnaji

***************************************

આ મુંબઈ છે…….7

મુંબઈની ખાઉ ગલ્લી.

મુંબઈ શહેર ક્યારે પણ ઊંઘતું નથી. ચોવીસે કલાક જાગતા આ શહેરમાં દરેક વ્યક્તિ કાયમ ઉતાવળમાં હોય છે. અહીં તમને કોઈપણ માણસ ધીમે ચાલતો દેખાય તો કાં તો એ માંદો છે કે અશક્ત છે અથવા મુંબઈમાં નવો આવ્યો છે. અહીં જમીને, તરત દોડીજઈને ટ્રેન પકડી, ટ્રેનમાં ઓડકાર ખાતો માણસ જોવા મળે તો એ આશ્ચર્યની વાત ન ગણાય.

મુંબઈ શહેરની બીજી એક જાણવા જેવી વાત છે મુંબઈની ખાઉ ગલ્લીઓ. મુંબઈમાં કોઈપણ ભુખ્યા માણસને ચોવીસે કલાક, ગરમા ગરમ ખાવાનું મળી રહે છે. Shops and Establishments Act હેઠળ હોટેલો અને દુકાનો રાત્રે નવ-દસ વાગે બંધ થઈ જાય છે; બરોબર આ જ સમયે મુંબઈની ખાઉ ગલ્લીઓ પૂરબહારમાં અસ્તિત્વમાં આવે છે. દરેક લતામાં એક ખાઉ ગલ્લી જરૂર હોવાની. અહીં પેટ્રોમેક્ષ કે બેટરીથી ચાલતી ઝગમગાટ કરતી બત્તીઓ સાથે હારબંધ રેંકડીઓમાં પીત્ઝા, સેંડવીચ,પાણીપુરી, ચાટ, પાઉં-ભાજી, કુલ્ફી, આઇસક્રીમ અને ઠંડાપીણા, બધું જ મળે છે. ઠેક ઠેકાણે પાર્ક કરેલી મોટર બાઈક અને યુવક યુવતીઓની ભીડ જોઈ કોઈ પણ નવો આંગતુક તો આશ્ચર્યમાં પડી જાય. રાત્રે એક દોઢ વાગ્યા સુધી ધમધોકાર ધંધો કરતી આ રેંકડીઓવાળાની આવક આપણે માની ન શકીએ એટલી મોટી હોય છે.

રસ્તા પરના સ્ટોલની આસપાસની ગંદકીને કારણે ઘણા તેનો સ્વાદ માણવાથી દૂર રહે છે, પણ હવે એ ભૂતકાળ બની જશે, કારણ કે મુંબઈની ખાઉ ગલ્લીઓનું હવે ‘હાઈજીનિક મેકઓવર’ થવાનું છે. આ મેકઓવરનું કામ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સોંપવામાં આવ્યું છે જે સ્વચ્છતા અને આરોગ્ય વિષે પ્રશિક્ષણ ખાઉ ગલ્લીના વેંચાણકારોને આપશે..આ રીતે મુંબઈ ખાઉ ગલ્લીનું ‘કૅપિટલ’ બની જશે…..આ મુંબઈ છે.

.-પી.કે.દાવડા

આ મુંબઈ છે…..6

મુંબઈમાં કમાણી

મુંબઈ એક એવું શહેર છે કે જ્યાં કોઈપણ વ્યક્તિ માત્ર હાથ પગ અને હામ લઈને આવે તો તે જોતજોતાંમાં ધનવાન થઈ જાય છે. શોધવા જશો તો સેંકડો નહિં બલકે હજારો દાખલા જોવા મળસે. આવા મારી જાણમાં આવેલા બે દાખલા આપું છું.

પ્રભાશંકર નામનો એક મારવાડી યુવક માત્ર ૨૦૦ રૂપિયાની મૂડી લઈ મુંબઈ આવ્યો. મુંબઈમાં એને એના એક દૂરના સગા પાસેથી માત્ર એની રૂમની બહારની લોબીમાં સૂવાની સગવડ મળેલી. આવીને એણે યોજના મુજબ એક સસ્તાવાળું કેરોસીન સ્ટવ, એક બે એલ્યુમિણિઅમના તપેલાં, એક ગરણું, છ કાચના નાના ગ્લાસ વગેરે ખરીદી, એક ફૂટ્પાથ ઉપર ચા બનાવવાનું શરૂ કર્યું. માત્ર ચાર આનામાં સારી ક્વોલીટીની ચા વેંચતો હોવાથી ત્રણ ચાર દિવસમાં જ એની ઘરાકી જામી ગઈ. રોજના દશેક રૂપિયા નફો થતો, એમાંથી ત્રણ ચાર રૂપિયા ખાવા પીવામાં ખર્ચાઈ જતા. આમ મહિને બસો રૂપિયાની બચત થઈ. ૮૦ રૂપિયામાં એક બાંકડો ખરીદી એણે ચા નો  સ્ટોલ બનાવ્યો અને “પ્રભાશંકર ટી સ્ટોલ” નું નાનકડું પાટિયું લગાડ્યું. સવારના પાંચ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી ટી સ્ટોલ ખુલ્લું રહેતું. ઘરાકી વધતાં, મહિને ૯૦ રૂપિયા પગારમાં એક પંદર વર્ષના છોકરાને નોકરીમાં રાખી લીધો.

વાજબી કીમત અને ચાની ક્વોલિટીને લીધે પુષ્કળ ઘરાકી જામી ગઈ. એણે એ જ લતામાં એક દુકાન ભાડેથી લીધી, ચા સાથે બિસ્કીટ, ખારી બિસ્કીટ વગેરે પણ રાખવાનું શરૂ કર્યું. ચાર પાંચ વર્ષમાં એટલી બચત થઈ કે એણે એ ભાડાની દુકાન એના માલિક પાસેથી ખરીદી લીધી. મહેનત અને ખંત રંગ લાવ્યા. આજે એની ૧૪ હોટેલો છે અને પોતાની માલિકીના ફ્લેટમાં રહે છે.

હવે બીજી આવી જ એક વાત. રણછોડ ઝવેરભાઈ નામનો એક દરજી ગામમાંથી પોતાનું સિલાઈ મશીન અને પોતાની બચતના ૫૦૦ રૂપિયા લઈ મુંબઈ આવ્યો. એક ઝુપડું ભાડે રાખી, થોડું સફેદ કપડું ખરીદી એણે રાત્રે લેંગા-ઝબ્બા સિવવાનું શરૂ કર્યું. દિવસે ઘાટકોપરની એક ગલીને નાકે ઝાડ નીચે બેસી એણે લેંઘા-ઝબ્બા વેંચવાનું શરૂ કર્યું. ઓવર હેડ ન હોવાથી અને ઓછો નફ્ફો રાખવાથી, સારી ક્વોલિટીના લેંઘા-ઝબ્બા સસ્તી કીમતે વેંચતો હોવાથી એની ઘરાકી જામી ગઈ. થોડા સમય બાદ એણે ગુજરાતી છાપાંમાં જાહેર ખબર આપવાનું શરૂ કર્યું.

“સસ્તા ભાવે, સારી ક્વોલિટીના લેંગા-ઝબ્બા,

 રણછોડભાઈ ઝવેરભાઇ,

ઝાડની નીચે, કામા ગલીના નાકે,

ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૬”

જોત જોતાંમાં સારી ઘરાકી જામી ગઈ. ભાડાની જગ્યા રાખી, કારીગરો રોકી, એણે તો લેંગા-ઝ્બ્બાની ફેકટરી જ ખોલી નાખી. જ્યાં ઝાડની નીચે બેસી ને લેંગા-ઝબ્બા વેંચતો, ત્યાં જ એક મોટી દુકાન ખરીદી લીધી. થોડા સમય બાદ અંધેરીમાં બીજી દુકાન શરૂ કરી. બસ પછી તો વાત એક્ષપોર્ટ સુધી પહોંચી ગઈ.

આમ મુંબઈમાં માણસો ભૂખ્યા આવે છે પણ ભૂખ્યા રહેતા નથી. જરૂર છે માત્ર હૈયે હામ રાખી હાથ પગ હલાવવાની.

-પી. કે. દાવડા

આજ મુંબઈ છે ….5

મુંબઈની મોઘવારી

 

 
મિત્રો
આજકાલ મુંબઈમાં જયાં જુઓ ત્યાં કાંદા મોઘા થયાની ચર્ચા ચાલે છે, ભાવવધારા દરેક ચીજવસ્તુઓમા  વત્તા-ઓછા પ્રમાણમાં હોય જ  છે. તો  જાણી  લઈએ કે મોઘવારી એટલે શું ? વધારે કીમત આપવી પડે એવી વેચવા સાટવાની હાલ એજ  મોંઘવારી?….કે  પરિવારના નાના-મોટાં સભ્યોની કોઈ ઈચ્છાઓ પૂરી કરવાની અસમર્થતા એટલે મોંઘવારી …?
 છાપા  કહે..છે .. એ માઝા મુકતી મોઘવારી કેમ ?….. હવે સવાલ એ છે કે આ સધારણ માનવીનો વિષય છે કે રાજકારણીઓનો…..છે.? ડુંગળી મોઘી થઇ…….- જવાબદાર કોણ? -સરકાર કે આપણે ….?સરકારની નિષ્ફળતા કે રાજકિય ષડયંત્ર કે સાઝીશ। ……? આટલા વર્ષોથી ચલ્યો આવતો સળગતા પ્રશ્નનો હલ  ખરો?.. મોંઘવારી હંમેશા જ આવી છે પરંતુ માત્ર એકાએક બે મહિનામાં ડબલઘણો ભાવ કેમ। .. ?શું સામાન્ય કે મધ્યમવર્ગ ને જ આની અસર થશે….. ? કે મુંબઈના લોકો આના થી ટેવાઇ  ગયા છે ?……કે હવે શું  લોકોની પર્ચેસ કેપેસીટી વધી છે ? અને માટે શું આ માત્ર છાપા, સમાચાર કે નવરાઓનો વિષય છે ?…..શું  સરકાર  ભાવો ઉપર કાબુ મેળવવા કોઈ ઈરાદો કે ઈચ્છાશક્તિ ધરાવતા જ નથી?….કે આ રાજા વાજા ને વાંદરા જેવા ખેલ?…..મોંઘવારી એ પગારવધારો માગવાનું એક બહાનું ?…સામાન્ય માણસ ને આ મોઘવારી માં કેમ કરીને બધું આયોજન કરવું?, કેટલું વાપરવું?… કે કેટલું બચત માટે રાખવું?…મોઘવારી ક્યારે ઘટશે.? . શું એ ન ઘટે તો વધુ કમાતા શીખી જવું ?…કે આવી પંચાતમાં સમય ન બગડતા કામમાં ધ્યાન પરોવવું ? મિત્રો મને આના જવાબ આવડતા નથી  …..પરંતુ એક ભાઈએ લખેલી વાત યાદ આવે છે કે…… મિત્રો ભલે ને મોઘવારી વધે… બધા ના ભાવ ઊંચા જાય પણ, એવું પણ કઈક છે જેના ભાવ નથી વધ્યા… એ છે….. . . . આપણા નેતાઓ (પોલિટીશિઅયન).. . .એ બે કોડીના છે અને બે કોડીના જ રહેશે  ……જીહા મિત્રો, મોંઘવારી એ આજનો સળગતો પ્રશ્ન નથી ……… અને ચર્ચા ,પત્રો ,અપીલો ,ધારણા સમાચાર ,અંતે . કાંદો શું કાઢયો.. …..મુંબઈના લોકો ખર્ચા ઓછા કરવાનું વિચારવાને બદલે આવક વધારવાનું વિચારતા રહે છે। ..ભાઈ આજ મુંબઈ છે
Pragnaji

આ મુંબઈ છે …માનસિકતા…4

આ મુંબઈ છે ……

મુંબઈ ની વાતો તો ઘણી કરી ચાલો થોડી લોકોની વાતો કરીએ અને તેમની માનસિકતા વિષે મેં જે કંઈ  અનુભવ્યું તે કહું. .આમ જોવા જઈએ તો બધું સામાન્ય જ છે એવું જ લાગે ,પણ મુંબઈ જેવા શહેરોના લોકો અલગ માનસિકતા ધરાવે છે … વિચાર શૈલી બદલાણી  છે આજે મુબઈમાં લોકો એમ્બીશનવાળા થયા છે ,પહેલા પ્લાસ્ટિક ની ચમચી રિયુઝ કરતા હવે ફેકી દેવાની ગટ્સ લોકોમાં આવી છે કરકસર બીજો ભાઈ એવું માનનારી સંસ્કૃતિમા કમાવાની અને વાપરવાની તાકાત વધી ગઈ છે.વરુઓ પહેલા હતા તેવાજ આજે પણ છે પરંતુ લોકો સામનો મક્કમતાથી કરે છે , જામફળ વેચતો ફેરિયો AC ટેક્ષી ફેરવે છે મુંબઈમાં અપવર્ડલી મોબાઈલ વર્ગ વધી રહ્યો છે …છોકરીઓ ઉંબરા  ઓળંગી આગળ વધી રહી છે… લોકો સફળતા મેળવવા સતત પ્રયત્ન કરી રહ્યા છે તો કોઈ નવા નવા વિકલ્પો શોધી રહ્યા છે.સારું જ વિચારવું એ ભારતીયના સંસ્કાર છે પણ હવે નવી પેઢીને હારવું નથી એ વાત ચોક્કસ છે  અને એટલે જ અભિતાબ બચ્ચન જેવા જાણીતા કલાકારો જ્ઞાન ની વાતો પોતાના પ્રોગ્રામમાં કરી લોકોને સંદેશ પોહચાડે  છે લોકો હવે પોતાના માટે જીવતા શીખ્યા છે વય્વાહર અને સમાજ માટે ખોટા આડંબર થી લોકો હવે ડરતા નથી ટુકમાં કોમ્પુટરના જમાનામાં કંટ્રોલ, ડીલીટ,અને ઓલટર કરતા શીખી ગયા છે….  મનમોજી સ્વભાવ ,ટેન્શન મુક્ત રહી  જીવનશૈલી બદલાવી છે તો બીજી તરફ અમુક લોકો એવા ને એવાજ છે હવાલદારોને પોતાની હવાલદારી  છોડવી નથી લોકો પાસેથી કે પરદેશી પાસેથી રૂપિયા પડાવી લાલચુ અને રુસવતખોરીની માંનોવૃતીનું વરવું પ્રદર્શન છાશવારે અહી હજી પણ કરતા જોવા મળે છે…….હવાલદાર જ નહિ સમગ્ર પોલીશખાતામા  એવી માનસિકતા છે કે લોકો આવે ત્યારે અની વાત ન સંભાળતા અને ઝાટકી નાખે છે ટુકમાં રૂઆબ મારવો એજ એમનો હક્ક છે તેવીજ બીજી જમાત અહી રાજકારણી ની છે તેઓ સામન્ય પ્રજાને ભાજીમૂળા,અને વોટ બેન્ક  સમજે છે….. જે માત્ર ગાજવામાં જ સમજે છે..પદના મોહ અહી હજી છે, અગ્રણીઓની ચાપલુસી, દુર દ્રષ્ટીની અવગણના,લાલચ, પોતનાથી આગળ ન નીકળી જાય તેવી મનોવ્રુતીથી પિડાતા  માણસો ,વહિવટી હિસાબમા ગોટાળાઓ  હજી પણ છે  આમ કાયદો અને વ્યવસ્થા સંભાળનાર ની મનોવૃત્તિ સ્વાર્થી લુચ્ચી અને ખુંધી છે 

લોકો અહી ટેરરફોબિયાનો ભોગ બનતા જાય છે….પછી એ પોલીશ હોય, રાજકારણી હોય કે આંતકવાદી।…. આ લોકોએ સમાજ ઊપર માનસિકતાથી હુમલા કરે છે.
બીજી તરફ શિક્ષિત કે વ્યવસાયિકોને રાજકારણ કે સ્થાનિક અવસ્થામાં રસ નથી એ લોકોને પોતાનામાં રસ છે એમને માત્ર આગળ વધવું છે। ….વ્યાપારી વર્ગ મહેનતુ છે તો શિક્ષિત નવું કરવાની માનસિકતા ધરાવે છે….મુંબઈનો માણસ પોતાનામાં મસ્ત રહે છે,મુંબઈ ભારે વિરોધાભાસી માનસિકતા વાળું શહેર નો-નોનસેન્સ ના વિચારો સાથે જીવે છે તો , બિઝનેસ માઈન્ડેડ મુંબઈગરો પોતાની કમાણીમાં, પોતાની મસ્તીમાં એટલો ડૂબેલો રહે છે કે શહેરમાં આવેલા મંત્રાલયમાં મંત્રીઓ કોણ કોણ છે એમાં મુંબઈવાસીને ઝાઝો રસ નથી..આ શહેર સૌથી આધુનિક વિચારો અને જીવનશૈલીને વધાવે છે, છતાં, શહેર પર રૂઢિવાદી, મરાઠીવાદી ની મજબૂત પકડ છે..
સમાજ ના યુવાનોમા સમાજ પ્રત્યેની લાગણીઓ અને ઉત્સાહ છે… સમાજ ના યુવા વર્ગમા સમાજ માટે કઈક કરવા માટે બહુજ તત્પરતા પણ  છે…તેમ છતાં .. હજી અહી ટોળા ની મનોવૃત્તિ જીવે છે….કયારેક .બહાદુરી, તો કયારેક પ્રચંડ ગુસ્સો પણ છે .આ શહેર  કઠોર અને રુક્ષ છે.. તેમ છતાં મુંબઈગરાની હિંમત અને ખુમારી દાદ માગી લે તેવી છે ,કયારેક ક્યારેક  માણસની અંદર રહેલું સારાપણું બહાર આવી જતું દેખાય છે.ત્યારે મુંબઈગરાની  દયા, ધીરજ,, નમ્રતા, મોભો બધું એક સાથે કામ કરતું હોય તેમ લાગે છે અને  હોનારતમા  લોકો જયારે  મદદ માટે આગળ આવતા હોય છે. ત્યારે અહી પ્રેમની દિવ્યતા  અને કરુણા, આપણી રાષ્ટ્રીયતા અને જવાબદારીના અહેસાસનું એક ઉદાહરણ મુંબઈ ના લોકો પૂરું પડતા હોય છે…. 
 મુંબઈમાં મા જો આવી સંગઠન શક્તિ, જાગ્રુતિ અને નવા વિચારો વાળી પેઢી હોવા છતા સમાજ હજુ આટલો પાછડ કેમ છે?…..મુંબઈના માણસોને નથી ગમતાં,માયા-લાગણીના બંધનો,નથી ગમતા સગા સંબંધી સાથે સંબંધો લોકો બાજુના ફલેટમાં  શું ચાલી રહ્યું છે તેની પણ પરવા નથી કરતા. લોકો બસ પોતાનું જ વિચારે છે, બીજાની પરવા જ નથી કરતા, ‘મારે શું‘માં જીવે છે. .આપણી પાસે સંગથન શક્તિ, રાજકીય પ્રભાવ અને આર્થિક તથા શૈક્ષણિક તાકત બધુ હાજરમાજ છે… છે… તો લોકોની માનસિકતા કેમ હજી પરિવર્તન પામી નહિ હોય એ વિચારવાની વિષય છે.  પણ જવા દયો મુંબઈ નગરીમાં ટાઇમ જ કોને  છે…… ભાઈ આજ મુંબઈ છે

આ મુંબઈ છે……3

 

મિત્રો 

 

 

 

મુંબઈ ની ખાસિયત એ છે કે એ તમને રડાવી પણ શકે છે તો દિવસે સપના પણ દેખાડે છે ઉમીદો જગાડે છે નાની મોટી અનેક ચીજો માંથી તમે જિંદગીનો આનંદ પામી શકો છો અને તેથીજ લોકો તેને માયા નગરી કહે છે। …..તો મિત્રો અહી શું નથી  …..આજના જીવનની બધી જ સવલતો શાક થી માંડી ને વીજળી ટેલીફોન મોબાઈલ,કોમ્પુટર અને આ બધું ખરીદવા માટે મોટા મોટા   મૉલ …..મિત્રો એક વાર માં મૉલ જશો તો રાત સુધી પાછા નહિ આવો  મેં જે બે અંકમાં વાત કરી એનાથી વિપરીત જ આ દુનિયા છે। લોઢા નું મુબઈમાં સોનાની બાજું ..મૉલ એટલે સપના પુરા કરવાની જગ્યા। ..સપના સજવાની દુનિયા, બહારનો ઘોંઘાટ ,શોરબકોર ,દુઃખ બધું ભૂલી માણવાની જગ્યા જાણે અલ્લાદીનનો જીન તમે માગો તે મળે…. .

 

 શોપિંગ મૉલના ભપકાદાર પ્રવેશદ્વાર, ઝળહળતી લાઈટોનું ડેકોરેશન, અદ્યતન વસ્ત્રોમાં સુસજ્જ માણસોની ભીડ,ચડવા કે અન્ડરગ્રાઉન્ડમાં ઉતરવા એસ્કેલેટર,.મૉલ મનોરંજન અને શોપિંગ રિસોર્ટ માટેનું ઉત્તમ સ્થળ ગણાય છે… ….કેટલાય  સ્ક્વેર મિટરમાં વિસ્તરાયેલા આ મૉલ ખાસીયત એ છે કે તમે  એરકન્ડીશન માં ઇન્ડોર  ખરીદી કરી શકો છો.સુંદર, સ્વચ્છ, પ્રદૂષણરહિત …..હવે અહી વાહનોનો આવાજ નથી અને ડીઝલના ધુમાડા પણ નહિ..ટ્રાફિક નથી, ફેરિયાઓનો ઘોંઘાટ નહિ, ભાખારીઓની ભીખ નહિ,ભાવતાલ નહિ , કોઈની લાચારી નથી, અહી છે રૂઆબ ,શાન દરેક ખરીદનાર વ્યક્તિ સાહેબ, કામ કરનાર, ઝાડું મારનાર પણ લાચારી વગર કામ કરે છે‘…..અને સાંભળવા મળે Yes madam, may I help you ?’… બીજા શબ્દોમાં કહું તો” સાલા મેં તો સાબ બન ગયા” એવો અહેસાસ છે। …હું કોહીનુર સીટીમાં કોહીનુર હોસ્પિટલ માં હતી ,હોસ્પીટલમાં ખાવાનું ઘરેથી લાવવા ન દેતા અને ઘર ઘણું છેટું તો સારું ચોખક્કખું  ખાવા ફીનીક્ષ મૉલમાં જતી..  અહી આવતી ત્યારે હોસ્પીટલનો માહોલ ભૂલી જતી ….બધું એકદમ ચકાચક હોય ત્યાં સુધી કે શોપિંગ મોલના બાથરૂમો પણ વાતાનૂકુલિત હોય છે.  આ શોપિંગ મૉલ જાણે કેટકેટલાય  રિટેલર્સનું ઘર …. તેની સાથે તમામ પ્રકારના મનોરંજન વિકલ્પો ઉપલબ્ધ ….  ઇન્ડોર પારિવારીક મનોરંજન સેન્ટર પણ . આટલું જ નહીં, કેટલાય  સ્ક્રીન ધરાવતુ સિને સ્ટાર સિનેમાધર, ઉપરાંત  આર્ટ્સ એન્ડ થિએટર, આર્ટ ગેલેરી પણ આ મૉલમાં ઉપલબ્ધ હોય છે.ખરીદશક્તિની બાબતે ભારતીયો હવે અમેરિકા સાથે તાલ મિલાવી રહ્યાં છે. અને એટલે જ  પિશ્વમી ઢબે ખરીદી કરવામાં પણ લોકોને ફાવટ આવતી જાય છે.પહેલા આપણા બા અને દાદી શાક મારકેટમાં લારીવાળા કે ફેરીયા પાસે ખરીદી કરતા ,ઘરમાં પ્રંસગ હોયતો ઝવેરીબઝાર કે ભૂલેશ્વર જાય  જ પણ હવેની નવી પેઢી  મૉલમાં રિલાયન્સ જેવા સ્ટોરમાં ,કે બુટીક માંથી જ ખરીદી કરી લે છે। ..અહી ફેશનની પણ એક દુનિયા છે રોજ નવું કૈક જોવા મળે છે નવાકપડાથી માંડી  સાધનો થી દાગીના પણ અહી નવા જોવા મળે અને થાકી જાવ કે ભૂખ લાગે તો ફૂડ કોર્ટ પણ હોય જૈન ફૂડ પણ મળે  …હવે તમેજ કહો બજારમાં ગર્દી ને ગંદકીમાં  શોપિંગ કરાય કે મોલમાં। …અને પાછુ મેં કહ્યું તેમ સાહેબ જેવો રૂઆબ લટકામાં બાય વન અને ગેટ ફ્રી।….. જી હા આજ છે મોલની દુનિયા ચળકતી, ભળકતી, શાન શોકત શી  , પરફ્યુમ થી મહેકતી।.. લાચારી બેબસીને ભુલવતી।….ગજવું ભારે ન હોય તો એરકંડીશન થી ઠંડી કરતી ,કલર ફૂલ  અને આજ છે ચળકતું મહેકતું મુંબઈ …..મિત્રો .આ જ  મુંબઈ છે

 

 

 

 

— 

 

આ મુંબઈ છે ……..2

 
 
આ મુંબઈ છે। ……..

 

મિત્રો 

ગયા વખતની વાતોનો દોર ચાલુ રાખતા  ચાલો આજે મુંબઈની હોસ્પીટલની દુનિયાની વાતો કરું। …આમ જોવા જઈએ દુનિયાની કોઈપણ હોસ્પિટલ સાજા સારા માણસ માટે સારી હોતી જ નથી। …કોને ત્યાં જવું ગમે ? હોસ્પીટલમાં થી નીકળતો માણસ એટલું જ કહેશે કે મારા દુશ્મનને પણ અહી નહિ મોકલતો। ….સાજા  થવા માટે ખુબ વેદના અને ટ્રોમાં માંથી પસાર થવું પડે છે। …ટેસ્ટ ,દવાઓ ,રીપોર્ટ દાકતર સાહેબની વિઝીટો અને ઉપરથી ઘરની દરેક  વ્યક્તિ ની ચિંતા  સાથે દર્દીની લાચારી પણ છે ..ડોકટરો અંદર અંદર ગોઠવણ કરી પોતાની ભણવા માટે  ખર્ચેલી ફી વસુલ કરવામાં છે, હજારો સરકારી દવાખાના છે પરંતુ લાંચ અને ઓળખાણ વગર બધું નકામું છે, અહી ગરીબની કીડની જીવન જરૂરિયાત માટે આરબને વેંચાય છે,શરીરના અંગો અને લોહીનો વેપાર છે ..મુબઈ એક તરફ ચળકતું છે તો બીજી તરફ ખદબદતું છે  ,એક તરફ શાન છે તો બીજીતરફ બેબસી અને લાચારી  અહી એક વર્ગ એવો છે જે રૂપિયા આપી,ઓળખાણ ને લીધે  ફાઈવ સ્ટાર સારવાર લે છે ત્યારે સામાન્ય વર્ગ અહીંથી ત્યાં ધક્કા  ખાતા અથડાતા લખ ચોર્યાશી  ફેરા માં સાજા થવાની મથામણ કરે છે….. જીવનની હાડમારી સામે હાર ન માનનારા લોકો હોસ્પીટલમાં પોતાના લોકોને સ્ટ્રેચર પડેલા જોઈ  પૈસા વગર દાખલો ન મળતા વિવશ દેખાય છે ..હોસ્પીટલમાં દાખલ થતાં જ વ્યક્તિ માત્ર પેસન્ટ નંબર 450 છે. અહી હોસ્પીટલની રાત બિહામણી અને દિવસ વ્યસ્ત છે,હોસ્પિટલોમાં વારતહેવાર શાનથી ઉજવાય છે તેની ઝબુક ઝબુક થતી લાઈટમાં કયારેક મોત ઝબૂકી જાય છે….. મોટી હોસ્પિટલો સાધન સંપ્પન છે ,હોશિયાર અનુભવી ડોક્ટર ની કતાર પણ છે। ..હોસ્પિટલો માં મશીનથી દબકતા હુદય પણ છે આજ મુંબઈની વાસ્તવિકતા છે….. તેમ છતાં આ સપનાંનું શહેર છે ,વ્યવસાય કરવા અને રહેવા માટે મુંબઈ વિશ્વનું બીજા ક્રમનું સૌથી શ્રેષ્ઠ શહેર છે તેવું માર્કેટ રિસર્ચ કંપની ઇપ્સોસ દ્વારા હાથ ધરાયેલા સંશોધનમાં બહાર આવ્યું છે  આ શહેરની ઝાકઝમાળ, સમગ્ર દેશના લોકોને અહીં ખેંચી લાવે છે સપના ની પાછળ દોડવાવાળા અહીંના લોકોની જિંદગીની અસલી બાજુ ખિન્ન કરી દે ખુશખુશાલ દેખાતા ચહેરા છે,આખોમાં રોશની છે પરંતુ નજીકથી જોઈએ તો એમના નસીબમાં આશું અને ભીનો રૂમાલ પણ છે અહીનો સામાન્ય વર્ગ હાથ લંબાવતો નથી કારણ અહી લોકો બેશરમ ,અને જવાબ દેવામાં બિન્દાસ છે,જીવન એટલું પણ મજબુર નથી ,જીગરથી જીવે તેને માટે ઉઘાડા દ્વાર છે

 
ભાઈ… અહીં લોકો તો છે… તેમની પાસે હૃદય પણ છે. પણ એની સંવદેનશીલતા વિના ધડકે છે તો માત્ર પોતાને માટે।…….
…. મુંબઈની ઝાકઝમાળ, કલશોર, ભાગદોડ, ભીડ, ગંદકી, અને એક પ્રકારની ખાસ વાસ છત્તાં  મુંબઈ મોહમયી કહેવાય છે.
જરા હટકે, જરા બચકે, યેહ હૈ બોમ્બે મેરી જાન……..
Pragnaji