Monthly Archives: July 2019
કવિના આધ્યાત્મિકપદો આપણે સમજ્યાં નથી!
આદ્ય કવિ નરસિંહ મહેતા એટલે શબ્દ, સૂર અને સંગીતના સ્વામી, અલખના આરાધક. સૈકાઓ થયાં, નરસિંહ મહેતા વિષે ઘણું લખાયું છે અને લખાતું રહેશે.
જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા‚..
તમારે ઓશીકડે મારાં ચીર તો ચંપાયા…જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦
પાસું રે મરડો તો વા’લા ! ચીર લઉં હું તાણી રે‚
સરખી રે સૈયરું સાથે જાવું છે પાણી રે…જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦
પંખીડા બોલે રે વા’લા ! રજની રહી થોડી રે‚
સેજલડીથી ઊઠો વા’લા ! આળસડાં મરોડી રે…જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦
તું ને સાદ રે પાડું તો વા’લા ! સૂતાં લોકું જાગે રે‚
અંગુઠો મરડું તો મારા દલડામાં દાઝે…જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦,
સાસુડી હઠીલી વેરણ‚ નણદી મારી જાગે રે‚
પેલી રે પાડોશણ ઘેરે વલોણું ગાજે…જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦
જેને જેવો ભાવ હોયે‚ તેને તેવું થાવે રે‚
નરસૈયાના સ્વામી વિના વ્હાણલું ના વાયે…જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦
ક્યારેક વિચાર આવે છે કે નરસિંહ માં આકર્ષણ તત્વ શું ? એની સચ્ચાઈ ,શ્રધા, નીડરતા કે સહજતા.આમ જોવા જઈએ તો બધુ જ। સ્વયં અનુભવેલી પ્રભુ સાથેની એક્મ્યતા નરસિંહના પદની લાક્ષણીકતા છે.એની શ્રધા અને સહજતા પણું એમને ક્યારેક યશોદા તો ક્યારેક રાધા અને ગોપી બનાવતા. સ્ત્રી બની કૃષ્ણ ને પ્રેમ કરતા,જગડતા, ફરિયાદ કરતા, રીસાતા,આજ પ્રિયસી ભાવ પ્રભુ સાથેનું એકત્વ આ પ્રભાતીયામાં છલ્કાય છે અને અંતમાં સાધકના ચિત્તને પરિવર્તિત તરફ વાળે છે…. અને આજ નરસિંહનો ઇલ્મ આપણને આખું અસ્તિત્વ એકાકાર તદ્રુપ ચૈતન્યમય ની અનુભૂતિ કરાવે છે અને ચમત્કાર થતા નરસિંહની જેમ આપણને ગાઢ નિદ્રામાંથી જગાડી દે છે.પોતે જ સ્ત્રી પાત્ર બની શબ્દોમાં નિરૂપણ કરવું.. આટલી હદ સુધીનું પ્રભુ સાથેનું તાદાત્મય સાધવું એ બહુ ઊંચી કક્ષાની સાધના જ કહી શકાય.
આ લીલાજગતમાં આપણે સૌ રત છીએ. મનુષ્ય જ્યાં સુધી જાગતો નથી ત્યાં સુધી ભોગોમાંજ ભટક્યાં કરે છે.ત્યારે આજ નરસિંહની પરમ અનુભૂતિ – જાગૃતિ ની આ ક્ષણે અનાયાસે સરી પડેલું આ કાવ્ય …દરેકને આધ્ત્મના ઊંચા શિખર સર કરાવે છે.. નરસિંહ જેવા જ્ઞાની ભક્ત જ એમાંથી જગાડી શકે.
નરસિંહ માટે ભજન તો એક સાધન છે પરંતુ એટલેથી ન અટકતા નરસિંહ ની જેમ આજે પણ તેમના ભજન ગાતા સાધકને પ્રભુ પરાયણ થવામાં સાધન મદદરૂપ થઇ શકે.સાથે સમાજને પોષણ દેનારો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી સાધકના ચિત્તને પરિવર્તિત કરવાની શક્તિ આવાં પ્રભાતીયામાં દ્રષ્ટિગોચર થાય છે.
નરસિંહની રચના અનુભવવાણી છે.અને એટલે જ શ્વાસ લેવા જેટલી સહજતાથી નરસિંહ પદો રચતા સ્રી સહજ શરમનું વર્ણન કરતા નરસિંહ આધ્યાત્મમાં ભાવનો અર્થ સમજાવે છે….
અંગુઠો મરડું તો મારા દલડામાં દાઝે…જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦
સાસુડી હઠીલી વેરણ‚ નણદી મારી જાગે રે‚
પેલી રે પાડોશણ ઘેરે વલોણું ગાજે…જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦
પ્રથમ દ્રષ્ટી આ અટપટા ભોગ અને ઊંઘમાં દેખાતી લીલા નું વર્ણન છે પ્રેમલક્ષણા ભક્તિ સાથે સંયોગ શ્રીંગાર નું જે વર્ણન કર્યું છે …અને પછી નરસિંહ હિંમતભેર તે વખતનાં સમાજનાં બંધનો એટલે સાસુ અને ..નણદીને પણ આલેખી ઉંગલીનિદેશ કરે છે.નરસિંહનું કદાચ એ જમનાં ના કવિનું ક્રાંતિકારી પગલું કહી શકાય.
નાગર જ્ઞાતિને તેના શૃંગાર રસના પદો સાથે વાંધો હતો, પણ આ પદોય આધ્યાત્મિક ઉંડાણ વાળા જ છે. આ શૃંગાર રસ વાળા પદો આપણા ચોખલીઆ સાહિત્યકારોએ જાણીજોઇને આપણા સુધી આવવાજ નથી દીધા।….કવિના આધ્યાત્મિકપદો આપણે સમજ્યાં નથી અને શૃંગાર કાવ્યો વાંચ્યા જ નથી।… ભોગ ત્યજીને આપણે આપણા ધર્મ સંભાળવા એવી વાત નરસિંહ અહી કરે છે એટલે ભાવ કર્મનો મર્મ સમજાવતા આધાયાત્મમાં ભાવનો મહિમા ગાયો છે.
માનવીનાં જીવનનાં મૂલ્યો એના ઓશીકા નીચે જ પડ્યાં છે જેને મેળવવા માટે ઓરડા જેવી આખી દુનિયામાં ફાંફાં મારે છે, પરંતુ ખુદનાં તકિયાને તપાસતો નથી.જેની ભાવના શુદ્ધ હશે.. તે તૃપ્ત હશે અને વિવેકી પણ હશે..પ્રજ્ઞાવાન પુરુષનું ત્રીજું લક્ષણ એનો શુદ્ધ ભાવ છે. ભાવનો અર્થ અહીં કિંમત બદલે મૂલ્ય કરવાનો છે અને એ પણ કોઈ ચીજનાં બજારું મૂલ્યની વાત નથી પણ જીવનનાં મૂલ્યોની વાત છે. મૂલ્યનિષ્ઠ જીવનમાં જેનો ભાવ શુદ્ધ છે, અણીશુદ્ધ છે તેવાં માણસની વાત છે.જીવ માંથી શીવ તો માનવી ઇચ્છાએ થાય છે, એ વાત આ પંક્તિમાં કહી છે.અધ્યાત્મમાં શું બાકી છોડ્યું છે આ અવધુતે ?.
“જેને જેવો ભાવ હોયે‚ તેને તેવું થાવે રે”…
ઊર્મિ,ભક્તિ અને જ્ઞાન એમ ત્રણે વાત નરસિંહ એવી વણી લીધી છે કે વાત જ ન પૂછો। ..માનવીએ સતત જાગૃત રહેવાનું છે. એનો ભીતરનો અર્થ છે. જાગવું એટલે મનને સાધવું.. દશે દિશામાં પ્રસરતા રહેતા મનને બાંધવું સહેલું નથી. નરસિંહ પ્રભાતિયા ગાતા કારણ એ જાગૃતિ લાવનાર હતા, સંગીત અને અક્ષરના માધ્યમ થી નરસિંહ અંતરના નાદને સાંભળી શકતા.
(ભજન, કીર્તન, પ્રભાતિયા- is free energy is to reach the transition state..)
પ્રજ્ઞા દાદભાવાળા
પ્રેમ પરમ તત્વ : 35: કરુણા એટલે પ્રેમ : સપના વિજાપુરા
પ્રેમ એટલે શું ફક્ત રોમાન્સ જ છે? પ્રેમ એટલે શું ફક્ત શારીરિક સંબંધ જ છે કે ફક્ત અપેક્ષાઓને જ પ્રેમ કહેતા હશે.કેપછી જરૂરિયાતનું નામ પ્રેમ આપેલું હશે. એક બીજા વગર ચાલે નહિ એકબીજાનું ધ્યાન રાખવું એકબીજાને સહારો આપવો અથવા એકબીજાની કેર કરવી એનું નામ પ્રેમ હશે! પ્રેમનો ગુઢાર્થ જાણવા કેટલાય પંડિત થઇ ગયા પણ પ્રેમ શું છે એની સાચી વ્યાખ્યા હજુ સુધી સો ટકા સાચી આપી શક્યા નથી.
આજ એક એવા જ પ્રેમની વાત કરીએ। જી હા એનું નામ છે લુક મિકલસન. જે સી. એન. એન. ના હીરો બની ગયા છે. દુનિયામાં નેક કામ કરવા માટે ઘણાં રસ્તાઓ છે. કોઈ ભુખ્યાને ખોરાક પહોંચાડે છે, કોઈ રહેવા માટે ઘર બાંધી દે છે, કોઈ મેડિકલ સેવાઓ આપે છે. કોઈ લેપ્રસી માટે કામ કરે છે. આ દુનિયા આવા અનેક હીરો થી ભરેલી છે. અને તેથી જ કદાચ ઈશ્વર આરામથી સૂતો હશે કે બધા બંદા ને કામ પર લગાડી દીધા છે. બધા પોતાના ભાગનું કામ ખૂબ જ પ્રમાણિકતાથી નિભાવે છે.
લુક પણ એમાંનો એક ફરિશ્તો છે જે ના દિલમાં એક સુંદર વિચાર આવ્યો. એ ખૂબ મોટી પોસ્ટ પર હતો. અને ખૂબ પૈસાબનાવતો હતો. પણ એક નાની વાતે એની જિંદગી બદલી નાખી. જી હા લુકને ખબર પડી કે કોઈ પોતાની નજીક રહેતા કુટુંબ પાસે માંડ માંડ એટલા પૈસા છે કે એ ટેબલ પર ખાવાનું લાવી શકે અને પહેરવા માટે થોડા કપડા આપી શકે પણ પથારીમાં સૂવું એ એમના માટે વૈભવ હતો જેને પૂરો પાડવા એ લોકો પાસે પૈસા ના હતા.
એક સાંજે એ વિચારમાં પડી ગયો અને શું એક સુવા માટે પથારી હોવી એ આટલી બધી અઘરી છે. એણે એક બંક બેડ બનાવી અને બાજુમાં રહેતી દીકરીને આપી જેની પાસે થોડા પક્ષીના માળા જેટલા કપડાં હતા જે બિછાવીને એ સૂતી હતી. જ્યારે લુકેએને બંક બેડ પહોંચાડી તો એ બેડને એટલી જોરથી ભેટી પડી કે છોડવા જ માગતી નહોતી.
બસ હવે એના દિલમાં વાત બેસી ગઈ કે ઊંઘવા માટે પથારીની કેટલી આવશ્યકતા છે.એમની આસપાસના લોકોમાં આ જરૂરિયાત ખુબ વ્યાપક પ્રમાણમાં હતી. એમના માટે આ પ્રસંગે આંખો ખોલી દીધી. અને એમને ” સ્લીપ ઈન હેવનલી પીસ ” સંસ્થાની સ્થાપના કરી. જે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. આ સંસ્થા બાળકો માટે બંક બેડ બનાવે છે અને બાળકો સુધી પહોંચાડે છે.
લૂક મિકલસન આઇડોહો યુ. એસ. એ. માં જન્મેલા છે અને એકતાળીસ વરસનાં છે. એક કૌટુંબિક માણસ છે.ચર્ચમાં પણ જાય છે. અને લુક બાળકોને સ્પોર્ટસની ટ્રેનિંગ આપતા અને નદીએ બાળકોને ફિશિંગ માટે પણ લઇ જતા પણ જ્યારે એમને જોયું કેઆ બાળકો જમીન પર સૂઈ જાય છે ત્યારે એમણે નક્કી કર્યું કે એમની વેલપેઈડ જોબ છોડી એ બંક બેડ બનાવશે અને બાળકોને પથારી પહોંચાડશે.
પોતાની દીકરીની બંક બેડ ને મોડેલ રાખી લુકે લાકડા ખરીદવાનું ચાલુ કર્યું અને પોતાના પૈસા ખર્ચી આ પથારી બનાવવાનું ચાલુ કર્યું. એમને મિત્રો અને કુટુંબીજનોની મદદ લીધી. અને વાત વાયુ વેગે ફેલાઈ ગઈ અને બીજી મદદ પણ મળવા લાગી.
સૌ પ્રથમ 2012 માં એમને પોતાના ગરાજમાં અગિયાર પથારી બનાવી. બીજા વરસે 15 અને પછીના વરસે ડબલ બનાવી અને પછી તો હર વર્ષે વધતી જ ગઈ.2017 માં 612 પથારી બનાવી. પછી એમણે તાલીમ અને અભ્યાસક્રમ અને નિર્માણ અને માર્ગદર્શિકા પણ બનાવી જેનાથી આખા દેશના લોકો આ કાર્યમાં ભાગ લઇ શકે. આના 65 પ્રકરણ છે.આ ચળવળમાં લોકો જોડાયા અને ” અમારા નગરમાં કોઈ પણ બાળક જમીન પાર નહિ સુવે” આ મોટો બનાવ્યો.
લુક મિકલસને આખા અમેરિકામાં વેબસાઈટ દ્વારા આ ચેપી ભલાઈનું કામ ફેલાવી દીધું છે. અને હજારોની સંખ્યામાં સ્વયંસેવક આ કામ વગર પગારે કરી રહ્યા છે અને મોટા પ્રમાણમાં બંક બેડ ડોનેટ કરી રહ્યાં છે.
સલામ છે લુક મિકલસન ને જેણે પ્રથમ બીડું ઝડપ્યું કે કોઈ બાળક જમીન પાર નહિ સુવે. પ્રેમની વ્યાખ્યા અહીં શું આપવી એ અહીં સમજાતું નથી. શું કોઈ માટે પોતાની ઊંચા પગાર વળી જોબ છોડી દેવી એ શું પ્રેમ નથી? જે પ્રેમ સ્વાર્થ રહિત છે અને જેમાં ફક્ત આપવાની ભાવના છે. એમને આ નેક કામ માટે કોઈ જન્નતની આશા નથી, કે કોઈ મોટા ઈનામની આશા નથી એમનું મહેનતાણું બાળકના ચહેરા પરનું સ્મિત છે. એના દિલમાં કરુણા છે, દયા છે.આ એક પ્રેમનો શ્રેષ્ઠ પ્રકાર છે.ક્યારેક છીછરા પ્રેમની વાતો કરતા કૈક કરી બતાવવાની ભાવના તમને પરમ સુધી લઇ જાય છે. ત્યારે મુખમાંથી નીકળી પડે છે કે પ્રેમ આનું નામ છે !!
સપના વિજાપુરા
હળવે થી હૈયાને હલકું કરો.-8
‘હૈયું’, નામનો કોઈ શરીરનો ભાગ નથી જ્યાં આપણે અંગળી મૂકીને દાવા સાથે કહી શકીએ કે તે અંહી છે ! હા, કોઈ પૂછે હૈયું ક્યાં છે, તો હાથ તરત જ છાતીના ડાબા હિસ્સા પર પહોંચી જશે. જ્યાં ‘હ્રદય’ હોય છે. જો હ્રદયને હૈયું માનતા હોઈએ તો અલગ વાત છે.હવે આ હૈયું છે ને આજુબાજુનું વાતાવરણ, સંજોગ, સમય અને પરિસ્થિતિ એકબીજા સાથે ખૂબ નાજુક તારથી જોડાયેલું છે જરાક પણ એક ખેંચાય યા તો ચટકાય તો ? હૈયા ને નંદવાતા વાર શી ?
મારી જ વાત કરું, જીવનમાં અચાનક સાથીનો સાથ છૂટ્યો ત્યારે, આ ‘હૈયું’ હાથ રહ્યું ન હતું. કેવા ગાંડા વિચાર આવતા હતાં.’શું મને પાગલખાનામાં ભરતી કરવી પડશે ?’એમના વગર જિંદગી કેમ ખૂટશે?
તે દિવસે મારા દીકરાના લગ્ન હતા.. લગ્ન ચાલતા હતા ત્યારે તેમને અચાનક છાતીમાં દુઃખવા લાગ્યું હતું પણ એમણે દર્દ ગણકાર્યું ન હતું ,પાછી રિસેપ્શનની ધમાલ ! લગ્ન પતાવી દીકરો અને વહુ તો શિકાગો ગયા.
“કાલે, સોમવારે આપણે ઓફિસ નથી જવું”.મેં કહ્યું,હું પણ બેંકમાં સિકલિવ લઈ લંઉ છું અને એપોઈન્ટમેંટ લઈને હોસ્પિટલમાં લઈ ગઈ. ડોક્ટરે ખૂબ ગભરાવી માર્યા. સંપૂર્ણ ચેક અપ કર્યા પછી કહે, ‘બને તેટલું જલ્દી બાઈ પાસ કરાવો’.
ઘરમાં રૂમઝુમ કરતી વહુ આવી હતી અને આ તરફ હું નવી વહુ ને આવકારું એ પહેલા અમે એમના બાઈપાસને ન ગમવા છતાં આવકાર્યું અને અઠવાડિયામાં તો સેંટ લ્યુક હોસ્પિટલમાં બાઈપાસ કરાવવાનું નક્કી કર્યું. સરસ રીતે ઓપરેશન થઈ ગયું… તબિયત ધીરે ધીરે સુધારા તરફ પ્રયાણ કરતી હતી. દુઃખાવો ઘણો રહેતો. લગભગ બે મહિના થયા પણ રૂઝ આવતી ન હતી. હું હમેશા તેની આજુબાજુ આંટા મારતી. તેમને ક્યારેય મે નબળા જોયા ન હતા.મારા માટે આમ એમને પથારીમાં જોવા અસહ્ય હતું. અમને ખાવામાં ઘણા બધા બંધન આવ્યા હતા.ધીરી પ્રગતિને કારણે તેમને જે ખાવું હોય તે ગરમા ગરમ બનાવી પ્રેમથી ખવડાવતી. ઘરમાં મિંયા બીબી બે જ હતાં. બાળકો એકાદ મહિને આવી ખબર કાઢી જતાં. દિવાળી આવી તેમનો ભાવતો ચેવડો બનાવ્યો. ક્રિસ્ટમસ પણ આવી, હજુ તો સાતેક મહિના થયા ત્યાં બધી બાયપાસ બ્લોક થઈ ગઈ. આ લગભગ ૨૫ વર્ષ પહેલાંની વાત છે. ડોક્ટરોએ બલુન મૂકવાની સલાહ આપી. બલુન મૂકાવ્યા અને બે મહિનામાં બધા બર્સ્ટ થઈ ગયા. નવ મહિનાની અંદર બીજી વાર બાઈ પાસ કરાવવાની નોબત આવી.આ વખતે અમે બન્ને જરા ધ્રુજી ગયા પણ કોને ખબર કેમ મને વિશ્વાસ હતો.અમેરિકાની હોસ્પિટલ અને ડોક્ટરો મારા ‘એમને’ જલ્દી સાજા કરી દેશે,૧૨મી માર્ચે લગ્નની વર્ષગાંઠ હોસ્પિટલમાં ઉજવી. ૧૪ મીના સવારે ૧૧ વાગે ઓપરેશન હતું. ખૂબ વ્યસ્તતાને કારણે છેક પાંચ વાગે ઓપરેશન થિએટરમાં લઈ ગયા. રાતના દસ વાગે બહાર આવ્યા. કલાકમાં કાર્ડિયાક અરેસ્ટ આવ્યો.
એમના અવસાન પછી મનમાં સતત એક પ્રશ્ન આવતો,હવે આ બાકી રહેલી જીંદગીનો શો મતલબ? કોઈ પ્રિયજન ગુમાવવું એ ખૂબ જ આઘાતજનક સમય હોય છે.જો કે ખોટનો સામનો કરવો એ એકદમ વ્યક્તિગત અનુભવ છે પણ આજે તમારી સમક્ષ હૈયું હળવું કરી વાત કરતા એટલું જ કહીશ કે આટલા વર્ષો પછી જયારે હૈયામાં નથી કોઈ જીવન પ્રત્યે ઉદાસી યા એવી કોઈ ધાડ મારવાની મહત્વકાંક્ષા !ત્યારે એટલું જ કહીશ કે મેં મારી વાસ્તવિકતા સાથે દિલ અને દિમાગથી શાંતિ પૂર્વક સમાધાન કર્યું છે.જે સનાતન સત્ય છે, એમાં મિનીમેખ થવાનો નથી. હા, જીવનના હર તબક્કાનું તેનું પોતાનું આગવું સૌંદર્ય છે. જિંદગીનો મતલબ તો આપણે શોધવાનો છે.
દરેક વ્યક્તિ મૃત્યુ માટે અલગ રીતે પ્રતિક્રિયા આપે છે.જિંદગીના અર્થના નવીકરણ માટે દરેક અવસ્થામાં આવતી મુસિબત યા પડકાર ઝિલવાની તૈયારી રાખવી જોઈએ. સાચું પૂછો તો માર્ગ નજર સમક્ષ હોય છે પણ ચક્ષુ સમક્ષ લાગણી, પ્રેમ, સંવેદનાનો પડદો પડૅલો હોવાથી એ સ્પષ્ટ રીતે દેખાતો જ નથી. હું પણ આ રોલર કોસ્ટર લાગણીઓમાં ચક્કરો ફર્યા કરતી હતી બધા કહેતા તમારા પોતાના સ્વ પ્રયત્નો, ઉમંગ,ઉત્સાહ અને સતત પ્રયાસ દ્વારા જ પરિસ્થિતિને પોહચી વળવાનું બળ મળશે,તમારે મજબૂત બનવું જ પડશે,અને મેં આ વાત ને સ્વીકારી,મારે પણ મારી જીવન યાત્રા પુરી કરવાની છે.હલકા થવા માટે કોઈ ખાસ કિમિયો નથી. માત્ર મેં સરળતાને અપનાવાની, સત્યનો સ્વીકાર કર્યો અને મેં એમની યાદોમાંથી બળ મેળવ્યું,જિંદગીનો મતલબ,હેતુ અને દિશા મળી ગયા.
યાદ છે, કબીરનું લખેલું,…
ઝીની રે ઝીની ચદરિયા ઝિની રે ઝિની.
નવ દસ માસ બુનનકો લાગે મૂરખ મૈલી કીની .
ચદરિયા ઝીની રે ઝીની
જીવન અનેક કર્મોથી મલિન હોય છે હવે મેલી કરેલી આ ચદરિયા ( શરીર) ભગવાનને ધોઈને આપવાનું મન સાથે મેં નક્કી કરી લીધું .
મિત્રો
“ પરિસ્થિતિ નો સ્વીકાર કરી લેવો,કારણ કે સ્વીકારમાં પરિસ્થિતિ નો અંત અને નવી શરૂઆત હોય છે .મિત્રો તમારા હૈયાને હળવેથી હલકું કરજો બાકી તો હૈયા ને નંદવાતા વાર શી? તમારી વાત અમારી સાથે વંહેચજો કારણ ઘણીવાર આ નાની નાની લાગતી વાતો કેટલી મોટી હોય છે ખબર છે ? તમારી વાતો ક્યાંયક કોઈને સ્પર્શી જશે અને બસ અને ડાળીઓ વચ્ચેથી સરસર વહેતી હવા અને એના અદીઠ ધ્વનિનો ગુંજારવ કદાચ કોઈના હૈયામાં મધુર શીતળતા રોપી જાય કહેવાય નહીં !”
પ્રજ્ઞા દાદ્ભાવાળા
વાત્સલ્યની વેલી ૩૯) આન્યા અને કિઆનાના ગ્રાન્ડપાપાની વિદાય !
આન્યા અને કિઆનાના ગ્રાન્ડપાપાની વિદાય !
આમ તો બાળકો બે વર્ષનાં થાય એટલે મોટાભાગનાં મા-બાપ બાળકો માટે થોડા કલાકની પ્રિસ્કૂલ શોધે, પછી આખા દિવસનું ડે કેર અને પાંચ વર્ષનું બાળક બાલમંદિરમાં જાય ને ત્યાંથી પ્રાથમિક શાળામાં ! અમારે ત્યાં સામાન્ય રીતે બાળકો ત્રણ ચાર વર્ષ રહે ! જીવનના શરૂઆતનાં ત્રણ- ચાર વર્ષ!
“ બાળકો સાથે આખો દિવસ લમણાંકૂટ કરવાનો કંટાળો નથી આવતો ?” ક્યારેક કોઈ સ્નેહી મિત્ર પૂછે! પણ આજે જયારે હું બાળકો સાથેના મારાં અનુભવો વિષે લખું છું તો યાદ આવે છે કે કેટલું બધું એ બાળકો પાસેથી શીખવાનું મળ્યું છે? નાનાં બાળકોમાં એક સ્વચ્છ, નિખાલસ તર્ક શક્તિ હોય છે, એ દુનિયાને પોતાની શુદ્ધ આંખે જુએ છે, એટલે એમનાં અભિપ્રાયો પણ એવા શુદ્ધ – સત્ય હોય છે.
જો આપણે એમનાં કહેવાં પર ધ્યાન આપીએ તો એ ઘણું બધું શીખવાડી જાય છે!
આન્યા અને કિઆના નામની બે પૌત્રીઓને લઈને એમનાં નાના નાની અમારા સેન્ટરમાં આવ્યાં. બે અને ચાર વર્ષની આ બાળકીઓની કસ્ટડી પંચાવન – સાહીંઠની ઉંમરના આ ગ્રાન્ડપેરેન્ટસ પાસે હતી. બાળકોની જન્મદાત્રી અહીંના ટિપિકલ સમાજની ખાસિયત મુજબ ક્યાંક વધુ સારી જિંદગી બનાવવા જતી રહી હતી; (અને જન્મદાતા બાપનુંયે ઠેકાણું નહોતું )બાળકો પ્રેમ અને હૂંફથી નાના નાની પાસે ઉછરતાં હતાં.
રજીસ્ટ્રેશન અને અન્ય જરૂરી સહી કરાવીને થોડી ઔપચારિક વાતો કરી. નાનીમા નજીકની પબ્લિક સ્કૂલમાં લંચરૂમમાં પાર્ટટાઈમ કામ કરતી અને નાના કોઈ પ્લાન્ટમાં મશીન વર્ક કરતા.( એટલે કે તદ્દન સામાન્ય કુટુંબ;પણ આ પૌત્રીઓને જીવનમાં ખુબ આગળ વધારવાની નેમ!)
ત્રણેક વર્ષ વિત્યાં, હવે આન્યા અને કિઆના પ્રાઈમરી સ્કૂલમાં પહેલાં – બીજા ધોરણમાં આવ્યાં ! પણ અમારું સેન્ટર નજીકમાં જ હોવાથી હજુએ એ લોકો આફ્ટર સ્કૂલ પ્રોગ્રામમાં આવતાં. સવારે ક્યારેક ગ્રાન્ડપા બાળકીઓને મુકવા આવતા , પણ મોટાભાગે તો એ છોકરીઓને નાનીમા જ મુકવા- લેવા આવતી.જો કે કેટલાયે સમયથી અમે ગ્રાન્ડફાધરને ડે કેરમાં આવતા જોયા નહોતા .
પણ અચાનક જ અમે એ છોકરીઓના વર્તનમાં પરિવર્તન જોયું !
નાનકડી વાતમાં રડી પડે ! ફલાણી છોકરી મને રમકડું આપતી નથી, કે પેલાએ મારી ચોપડી લઇ લીધી એમ નાની નાની બાબતોમાં અપસેટ થઇ જાય!અને નાનકડી આ દીકરીઓ જે કાયમ તોફાન મસ્તીમાં મશગુલ રહેતી એ છોકરીઓ હવે ઠરેલ બની ગઈ! સ્કૂલેથી ડે કેરમાં આવીને બધું હોમવર્ક ઝડપથી પતાવી દે! જે છોકરીઓને પટાવીને, પરાણે , પાસે બેસાડીને નિશાળમાંથી આપેલું ઘરકામ કરાવવું પડતું હતું , એ છોકરીઓ જાતે જાતે લેશન કરી લે ! મને લાગ્યું કે આ કંઈક અજુગતું છે! એકદમ આ કેવો બદલાવ ? જો કે હવે તેઓ ફુલટાઇમ ડેકેરને બદલે ફુલટાઇમ સ્કૂલે જતાં હતાં! નવી સ્કૂલ, નવું વાતાવરણ , નવાં મિત્રો અને નવાં ટીચર્સ વગેરેને લીધે પણ છોકરાઓમાં પરિવર્તન આવતું મેં જોયું છે.
આમ તો આપણે બધાં આપણી દુનિયામાં એટલાં બીઝી રહેતાં હોઈએ છીએ કે રોજનું કામ પતાવીએ એટલે બસ ! અને આ બાળકીઓની ગ્રાન્ડમા પણ સવાર સાંજ છોકરીઓને મુકવા અને લેવા આવે ત્યારે ઝાઝી વાત કરવાનો કોઈને સમય પણ ના હોય અને અમેરિકામાં ‘પ્રાયવસી’ ની જીવન શૈલી એટલે કારણ વિના કોઈ એમ ઊંડાણમાં જાયપણ નહીં. પણ સહેજ પ્રયત્ન કર્યો એટલે ( અને આપણે ત્યાં તો આવી જ લાઈફ સ્ટાઇલ છે; લોકો કદાચ ખોટી રીતે પણ એને મૂલવે ) પણ અમે એ છોકરીઓને અને ગ્રાન્ડમાને પૂછ્યું : બધું બરાબર છે ને? Is everything alright?
“ ગ્રાન્ડપા માંદા છે!” છોકરીઓ પાસેથી મને એટલું જાણવા મળ્યું .
એક દિવસ મેં ગ્રાન્ડમા સાથે નિરાંતે વાત કરી.કોઈ અસાધ્ય રોગ બાબત નવાનવા ટેસ્ટ થઇ રહ્યા હતાં પણ કાંઈ પકડાતું નહોતું. વાત કરતાં એમની આંખો પણ ભીની થઇ ગઈ. થોડા સમય બાદ પેટનું કેન્સર ડિટેકટ થયું .
ગ્રાન્ડ્માએ વાત કરી કે છોકરીઓ અચાનક સમજુ અને જવાબદાર બની ગઈ! છોકરીઓ ઘેર જઈને ગ્રાન્ડપા પાસે બેસીને પોતાની ગમતી વાર્તાની ચોપડી વાંચે! ગ્રાન્ડપાને ગમે એટલે માથે હાથ ફેરવે , પગ દબાવે , લોશન લગાડે ! આ જાતની સેવા કરવાની ભાવના એ ભલી ભોળી બાળકીઓમાં ક્યાંથી આવી? કોણે એમને શીખવાડ્યું કે માંદી વ્યક્તિની સેવા આવી રીતે થાય?
એ પ્રસંગે અમને વિચાર કરતાં કરી મુક્યાં!
આ શું દર્શાવે છે? શું આ બાળકોને પણ ખબર છે જીવનમાં સૌથી મહત્વનું શું છે? ગ્રાન્ડપાને ગમતાં ટી વી શો – કાર્ટૂન જોવાનાં અને ગ્રાન્ડપાને ગમતાં સૂપ – સેન્ડવીચ ખાવાનાં!
“ ગ્રાન્ડપા, આઈ લવ યુ !” એ છોકરીઓ કહે , “ મારે મોટા થઈને ડોક્ટર બનવું છે અને પેટ માટેની દવા શોધવી છે!” એ છોકરીઓ કહે!
આ ઘટના દર્શાવે છે કે ગમે યુગમાં, ગમે તેવી ભૌતિક સુવિધાઓ અને સગવડો વચ્ચેય પ્રેમ અને અનુકંપા અકબંધ સચવાયેલાં પડ્યા છે! એ મનુષ્યનો સ્વભાવ છે: પોતાની વ્યક્તિને પ્રેમ કરવાનો! દરેક વ્યક્તિમાં પોતાનાં પ્રિય પાત્રને પ્રેમ કરવાનો સહજ કુદરતી ભાવ છુપાયેલો હોય છેજ! પણ યોગ્ય માર્ગે એનેબહાર કાઢવાનું કામ મા બાપ કે અન્ય મહત્વની વ્યક્તિનું છે!
પણ હા , એ માટેની કમ્યુનિકેશનની લિંક ચાલુ હોવી જોઈએ !
બન્ને બાળકીઓ ગ્રાન્ડપેરેન્ટસ પાસે જ ઉછરતી હતી. મધર્સડે ,ફાધર્સડે અને ક્રિશ્ચમસ પાર્ટી એ બધાં પ્રસંગોએ એ દાદા દાદી જ હાજર હોય! બહુ સામાન્ય કક્ષાનાં દાદા દાદી જીવથીયે વધુ આ ગ્રાન્ડ ડોટર્સને પ્રેમ કરતાં હતાં. પણ હા, આવી કપરી પરિસ્થિતિમાં શું કરવું તેનો તેમને ખ્યાલ નહોતો એટલે એકલાં એકલાં દુઃખના ઘૂંટડા ગળતાં હતાં.
મુશ્કેલીઓ આવે છે પણ એનો પ્રતિકાર કરવાની શક્તિ કે ઉપાય પણ આ દેશમાં ઉપલબ્ધ છે તેનો એમને કદાચ સ્પષ્ટ ખ્યાલ નહોતો.
‘ દુઃખ ક્યારેક વહેંચવાથી સહ્ય બને’ અમે વાત વાતમાં સમજાવ્યું. બાળકોમાં સ્પષ્ટ સમજણ ના હોય એટલે ઘરમાં કોઈ વ્યક્તિ માંદી પડે અથવા તો ડોકટરના- હોસ્પિટલના ચક્કર ચાલુ થઇ જાય કે પછી ઘરમાં ચિંતાનું વાતાવરણ ઉભું થાય તો બાળકો ઉપર એની સ્પષ્ટ અસર વર્તાય છે- એવે સમયે નાનકડાં બાળકોનું અસ્તિત્વ ઘરની બીજી વ્યક્તિઓ ભૂલી જતી હોય છે. બાળકને દુઃખથાય, ઉદાસીનતા અનુભવે , એનાં નાનકડાં મગજમાં આવી પરિસ્થિતિ બદલ ગુસ્સો આવે, ચિંતા થાય પણ સૌથી વધારે તો જાણેકે પોતે કોઈ ગુનો કર્યો છે તેવી ગિલ્ટી ફીલિંગ થાય! આવા સમયે એને સમજાવ્યું હોય તો દુઃખ થોડું હળવું થાય! મેં ગ્રાન્ડમાને સમજાવ્યું.
ડે કેરમાં ઘણી વખત એવા પ્રસંગો બન્યા છે કે અમારે ત્યાં આવતું કોઈ બાળક માંદુ પડ્યું હોય અને અમુક દિવસો સુધી સ્કૂલે આવી શકે નહીં . ખાસ કરીને ક્યારેક તાવ વધી જાય કે શ્વાસની તકલીફ થાય તો હોસ્પિટલમાં એને રહેવું પડે. તો એને માટે Get well Soon ગેટ વેલ સુન નું કાર્ડ બનાવીએ .
આ ગ્રાન્ડપા માટે પણ બધાં બાળકોએ કાર્ડ બનાવ્યાં. એનાં લીધે એ લોકોને પોતાનાં ગ્રાન્ડપાપા વિષે વાત કરવાની તક મળી. આન્યા અને કિઆનાનું દુઃખ ઓછું તો ના થયું પણ મુંઝવણ ઓછી થઇહશે ! થોડી સમય બાદ એમનાં ગ્રાંડપાએ કાયમની ચિર વિદાય લીધી.. અને થોડા જ દિવસમાં આન્યા અને કિઆનાપણ આવતાં બંધ થયાં. આમ પણ બે વર્ષનું બાળક છ વર્ષનું થાય, સ્કૂલે જાય એટલે સ્વાભાવિક રીતે જ આ માળો છોડીને ઉંચે ઉડ્ડયન કરવા તૈયાર થાય.. એટલે આવકાર સાથે વિદાય પણ જોડાયેલી જ હોય. પણ આ કેસમાં ગ્રાન્ડપાની ચિર વિદાય અમને બધાંને સ્પર્શી ગઈ!
વાત્સલ્યની વેલીમાં પ્રેમ સાથે વિરહ કે વિદાયની વાંસળી પણ સંભળાતી હોય છે… પણ પ્રેમ અને હૂંફના પવનથી વેલી કાયમ ખીલતી રહી છે!
નિબંધ કેવી રીતે લખવો? તરૂલતા મહેતા
ગદ્યમાં પદ્ધતિસરનું લખાણ માટે નિબંધનું સ્વરૂપ ઉત્તમમાધ્યમ પૂરું પાડે છે. શાળા-કોલેજોથી શરૂ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા સુધી આ સ્વરૂપ અત્યંત મહત્વનું છે! વળી, યુ.પી.એસ.સી. કે જી.પી.એસ.સી.ની પરીક્ષામાં તો તમામ પ્રશ્નપત્રોના લાંબા જવાબ નિબંધ સ્વરૂપે લખવાના હોય છે. આમ, આ સ્વરૂપ પરની પકડ અનેક ક્ષેત્રે કામમાં આવે છે.
નિબંધ શબ્દ સૂચવે છે તેમ તેમાં બંધનથી મુક્ત રહીને વિચારોની ફૂલગૂંથણી કરી શકાય છે! નિબંધમાં શબ્દમર્યાદાનું પણ બંધન નથી! તે ગમે તેટલા શબ્દોનો હોઈ શકે! ૨૦૦ શબ્દનો પણ નિબંધ કહેવાય અને ૫૦૦૦ શબ્દોથી લાંબો પણ હોઈ શકે! નિબંધમાં લેખકનો દ્રષ્ટિકોણ કેન્દ્રસ્થાને હોવો જોઈએ! ગમે તેટલા તથ્યો સમાવ્યા હોય પણ જો લેખક વ્યક્તિગત અભિગમ કેળવતો નથી તો નિબંધ બનતો નથી!
નિબંધ કેવી રીતે લખવો તેવો પ્રશ્ન સામાન્યતઃ સહુને મૂંઝવે છે! પણ તમે પધ્ધતિસર આ કળાને ખીલવી શકો! શરૂઆતમાં નાના નિબંધો અને સરળ ટોપિકથી શરૂઆત કરો! અને નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને ચોક્કસપણે આ કૌશલ્ય ખીલવી શકો!
નિબંધના વિષયવસ્તુને ત્રણ ભાગમાં બાંધવાનું હોય છે. સૌપ્રથમ ફકરામાં’પરિચય’ હોય છે જેમાં જેતે વિષયવસ્તુનો ટૂંકો પરિચય આપો. વચ્ચેનો ભાગ ‘બોડીપાર્ટ’ તરીકે ઓળખવામાં આવે છે જે સૌથી લાંબો ભાગ છે! અંતે તો ‘સારલેખન’ કે કનક્લુઝન હોય છે!
પ્રથમ એક ફકરામાં વિષયવસ્તુમાં ટૂંકમાં પ્રવેશવાનું હોય છે! તેનો પરિચય આપવાનો હોય છે. ત્યારબાદ બોડી પાર્ટમાં તેનો ઊંડાણમાં વિવિધ પરિમાણોની ચર્ચા આવે. અહીં સૌથી પહેલા જે-તે વિષયને લગતા કયા મુદ્દા સમાવવા તેનો વિચાર કરવો! ટોપિકને લગતા સર્વ આયામ તેમાં સમાવી લેવાય તેટલો બહુઆયામી નિબંધ સારો! ખાસ કરીને વિષયનો ઈતિહાસ, ક્રમિક વિકાસ, તેના સામાજિક અને આથક પાસા,ભારતના સંવિધાનમાં કે કોઈ મહત્વના કાયદામાં તેના વિષે જો કોઈ જોગવાઈ કરેલ હોય તો તેના વિશેનો ઉલ્લેખ, વિષયની સમસામયિક મહત્વ, હાલમાં ચાલતા વિવાદો અને તેનું વિશ્લેષણ, આંતરરાષ્ટ્રીયપરિમાણો- અન્ય રાષ્ટ્રોમાં આવા મુદ્દે કેવી પરિસ્થિતિ પ્રવર્તે છે તેનો પરિચય- વગેરે કેટલાક પાસાઓને બોડીપાર્ટમાં સમાવી શકાય. આ પાસાઓ નક્કી કર્યા બાદ તેને કયા ક્રમમાં લખવા તે નક્કી કરવું. તેનું કાચું માળખું બને તો દોરીને તૈયાર કરવું. ત્યારબાદ આ વિષયને સારી રીતે સજાવવા માટે તેમાં કયા સુવાક્યોને ટાંકી શકાય તે શોધવું.
નિબંધનો અંતિમ ભાગ લેખકના પોતાના વિચારો દર્શાવવા માટે ઉત્તમ છે! અહી સમગ્ર ચર્ચા પૂર્ણ થયા બાદ અંતે લેખકે પોતાના વિચારો વ્યક્ત કરવાના હોય છે. એટલે કે બોડીપાર્ટ બને તેટલો ‘ઓબ્જેક્ટીવ’ હોવો જોઈએ જયારે ‘કનક્લુઝન’ વધુ સબ્જેક્ટીવ હોય છે. તેમાં લેખકે વિષયના તરફ કે વિરોધમાં ચોક્કસ પક્ષ લેવાનો હોય છે. તથા વિવાદો કે સમસ્યાઓનો ઉકેલ શું હોઈ શકે તે તરફ આંગળી ચિંધવાની હોય છે. વળી, કનક્લુઝન ફ્યુચરીસ્ટીક-ભવિષ્યવાદી હોવું જોઈએ! ભવિષ્યમાં આ વિષય પ્રત્યે લેખકનું વિઝન દર્શાવી શકે તેવું હોવું જોઈએ.
આટલા આયોજન કર્યા બાદ નિબંધ લખવાની શરૂઆત કરવી જોઈએ! અત્રે ધ્યાન રાખવું કે નિબંધનું સ્વરૂપ ફકરાનું રાખવું જોઈએ. પોઈન્ટમાં ઉત્તર લખવા નહિ. આ ઉપરાંત ઉત્તર લખતી વખતે શક્ય હોય તેટલી વધુ આકૃતિઓ દોરવી જોઈએ. જ્યાં બને ત્યાં સુધી ચાર્ટ, નકશા વગેરે ઇંફોગ્રાફિક્સ દ્વારા દર્શાવવું જોઈએ. લખતી વખતે ચર્ચાની ભાષા પ્રયોજીને વિષયના વિવિધ પાસાઓ ચર્ચવા જોઈએ. ઊંચા સ્તરની તર્કસંગતતા જાળવવી જોઈએ.
આ મુજબ મહાવરો કરીને શ્રેષ્ઠ નિબંધો લખી શકાય છે. આ ઉપરાંત પોતે તૈયાર કરેલ નિબંધને અન્ય સફળ ઉમેદવારોના લખાણ સાથે તુલના કરવાથી ક્યાં સુધારા વધારા કરવાની જરૂર છે તે નમ્રતાપૂર્વક સ્વીકારવું જોઈએ.
નિબંધમાં લેખકના વિચારોની મૌલિકતા તેના કેંદ્રસ્થાને છે. જો તેમાં વિષયવસ્તુની માત્ર વિગતો અને તથ્યપ્રધાન હોય તો તેને સારો નિબંધ ગણી શકાય નહિ! પણ કઈક મૌલિક્તાની અપેક્ષા તેમા રાખવામા આવે છે. ગાઇડો અને અપેક્ષિતોના આધારે માર્ક મેળવવાના આપણા વલણને લીધે આજે બાળકો ક્રિએટીવીટી ગુમાવી બેસે છે. અને લાંબાગાળે ગોખણપટ્ટીનુ આ શિક્ષણ બિનઉપયોગી બની રહે છે.ગદ્યમાં પદ્ધતિસરનું લખાણ માટે નિબંધનું સ્વરૂપ ઉત્તમત્તમ માધ્યમ પૂરું પાડે છે. શાળા-કોલેજોથી શરૂ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા સુધી આ સ્વરૂપ અત્યંત મહત્વનું છે! વળી, યુ.પી.એસ.સી. કે જી.પી.એસ.સી.ની પરીક્ષામાં તો તમામ પ્રશ્નપત્રોના લાંબા જવાબ નિબંધ સ્વરૂપે લખવાના હોય છે. આમ, આ સ્વરૂપ પરની પકડ અનેક ક્ષેત્રે કામમાં આવે છે.
નિબંધ શબ્દ સૂચવે છે તેમ તેમાં બંધનથી મુક્ત રહીને વિચારોની ફૂલગૂંથણી કરી શકાય છે! નિબંધમાં શબ્દમર્યાદાનું પણ બંધન નથી! તે ગમે તેટલા શબ્દોનો હોઈ શકે! ૨૦૦ શબ્દનો પણ નિબંધ કહેવાય અને ૫૦૦૦ શબ્દોથી લાંબો પણ હોઈ શકે! નિબંધમાં લેખકનો દ્રષ્ટિકોણ કેન્દ્રસ્થાને હોવો જોઈએ! ગમે તેટલા તથ્યો સમાવ્યા હોય પણ જો લેખક વ્યક્તિગત અભિગમ કેળવતો નથી તો નિબંધ બનતો નથી!
નિબંધ કેવી રીતે લખવો તેવો પ્રશ્ન સામાન્યતઃ સહુને મૂંઝવે છે! પણ તમે પધ્ધતિસર આ કળાને ખીલવી શકો! શરૂઆતમાં નાના નિબંધો અને સરળ ટોપિકથી શરૂઆત કરો! અને નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને ચોક્કસપણે આ કૌશલ્ય ખીલવી શકો!
નિબંધના વિષયવસ્તુને ત્રણ ભાગમાં બાંધવાનું હોય છે. સૌપ્રથમ ફકરામાં’પરિચય’ હોય છે જેમાં જેતે વિષયવસ્તુનો ટૂંકો પરિચય આપો. વચ્ચેનો ભાગ ‘બોડીપાર્ટ’ તરીકે ઓળખવામાં આવે છે જે સૌથી લાંબો ભાગ છે! અંતે તો ‘સારલેખન’ કે કનક્લુઝન હોય છે!
પ્રથમ એક ફકરામાં વિષયવસ્તુમાં ટૂંકમાં પ્રવેશવાનું હોય છે! તેનો પરિચય આપવાનો હોય છે. ત્યારબાદ બોડી પાર્ટમાં તેનો ઊંડાણમાં વિવિધ પરિમાણોની ચર્ચા આવે. અહીં સૌથી પહેલા જે-તે વિષયને લગતા કયા મુદ્દા સમાવવા તેનો વિચાર કરવો! ટોપિકને લગતા સર્વ આયામ તેમાં સમાવી લેવાય તેટલો બહુઆયામી નિબંધ સારો! ખાસ કરીને વિષયનો ઈતિહાસ, ક્રમિક વિકાસ, તેના સામાજિક અને આથક પાસા,ભારતના સંવિધાનમાં કે કોઈ મહત્વના કાયદામાં તેના વિષે જો કોઈ જોગવાઈ કરેલ હોય તો તેના વિશેનો ઉલ્લેખ, વિષયની સમસામયિક મહત્વ, હાલમાં ચાલતા વિવાદો અને તેનું વિશ્લેષણ, આંતરરાષ્ટ્રીયપરિમાણો- અન્ય રાષ્ટ્રોમાં આવા મુદ્દે કેવી પરિસ્થિતિ પ્રવર્તે છે તેનો પરિચય- વગેરે કેટલાક પાસાઓને બોડીપાર્ટમાં સમાવી શકાય. આ પાસાઓ નક્કી કર્યા બાદ તેને કયા ક્રમમાં લખવા તે નક્કી કરવું. તેનું કાચું માળખું બને તો દોરીને તૈયાર કરવું. ત્યારબાદ આ વિષયને સારી રીતે સજાવવા માટે તેમાં કયા સુવાક્યોને ટાંકી શકાય તે શોધવું.
નિબંધનો અંતિમ ભાગ લેખકના પોતાના વિચારો દર્શાવવા માટે ઉત્તમ છે! અહી સમગ્ર ચર્ચા પૂર્ણ થયા બાદ અંતે લેખકે પોતાના વિચારો વ્યક્ત કરવાના હોય છે. એટલે કે બોડીપાર્ટ બને તેટલો ‘ઓબ્જેક્ટીવ’ હોવો જોઈએ જયારે ‘કનક્લુઝન’ વધુ સબ્જેક્ટીવ હોય છે. તેમાં લેખકે વિષયના તરફ કે વિરોધમાં ચોક્કસ પક્ષ લેવાનો હોય છે. તથા વિવાદો કે સમસ્યાઓનો ઉકેલ શું હોઈ શકે તે તરફ આંગળી ચિંધવાની હોય છે. વળી, કનક્લુઝન ફ્યુચરીસ્ટીક-ભવિષ્યવાદી હોવું જોઈએ! ભવિષ્યમાં આ વિષય પ્રત્યે લેખકનું વિઝન દર્શાવી શકે તેવું હોવું જોઈએ.
આ મુજબ મહાવરો કરીને શ્રેષ્ઠ નિબંધો લખી શકાય છે. આ ઉપરાંત પોતે તૈયાર કરેલ નિબંધને અન્ય સફળ ઉમેદવારોના લખાણ સાથે તુલના કરવાથી ક્યાં સુધારા વધારા કરવાની જરૂર છે તે નમ્રતાપૂર્વક સ્વીકારવું જોઈએ.
નિબંધમાં લેખકના વિચારોની મૌલિકતા તેના કેંદ્રસ્થાને છે. જો તેમાં વિષયવસ્તુની માત્ર વિગતો અને તથ્યપ્રધાન હોય તો તેને સારો નિબંધ ગણી શકાય નહિ! પણ કઈક મૌલિક્તાની અપેક્ષા તેમા રાખવામા આવે છે. ક્રિએટીવીટી એ સાહિત્યનો પ્રાણવાયુ છે. રસાળ નિબંધ જીવનના પરમ રહસ્ય અને સત્યને સહજ રીતે વાચક સમક્ષ ખોલે છે.
તરૂલતા મહેતા
(હિરેન દવેની કોલમને આધારે )
પ્રેમ પરમ તત્વ : 35- વરસાદ -સપના વિજાપુરા
ટીપ ટીપ બરસા પાની. વરસાદની ઋતુ એટલે પ્રેમની ઋતુ. વરસાદ વરસે એટલે પ્રેમીની યાદ હ્દયમાં અંગડાઈ લે. જે યાદનેજે સ્મરણ ને અભરાઈએ ચડાવ્યા હોય તે ખબર નહીં ક્યાંથી ટપકી પડે. અને જો એ પ્રેમી તમારી પાસે હોય અને જો તમે પ્રેમીનીબાહોમાં હો.મીઠી મીઠી માદક ધરતીની સોડમ અને પ્રિયાનો હાથ તમારા હાથમાં હોય તો પછી જોઈએ શું? જન્નત અહીં જ છે અહીં જ છે એમાં કહેવાનું મન થઇ જાય. હિન્દી મુવી એ આ વરસાદ ઋતુને એટલી માથે ચડાવી દીધી છે કે જયાં સુધી હિન્દી મુવીમાં એક ગીત વરસાદમાં ના હોય તો મુવી હિટ ના જાય અને મુવીમાં કાંઈ દમ નથી ત્યાં સુધી વાત પહોંચી જાય.
પણ મારે ઈશ્વરની કૃપા, ખુદાની રહેમતની વાત કરવી છે. હા, પ્યાસી ધરતી પર પાણીની બુંદ પડે અને અને છમ કરીને અવાજથાય અને સૂકી ધરતી હરિયાળી બની જાય એ ખુદાની રહેમત જ છેને! ઘણીવાર આપણે કુદરતની મહેરબાનીને ખૂબ સહજભાવે સ્વીકારી લેતા હોઈએ છીએ. પણ આ રહેમત કેટલી મોટી છે એ ત્યારે ખબર પડે છે જ્યારે દુકાળ પડે છે. ખેડૂત ઝીણી આંખો કરી આસમાન તરફ તાકી રહે છે. અને વાદળાં ટોળે મળીને પછી વિખેરાઈ જાય ત્યારે ખેડૂતના દિલની ઉદાસી એ ખેડૂત જ જાણે છે. આધુનિક ટેક્નોલૉજી માં હવે પાણીનો સંગ્રહ થઇ જાય છે. પણ એ સંગ્રહ કરવા માટે પણ વરસાદની જરૂર પડેછે.
જો વરસાદ ના હોત તો? જો ઈશ્વરે આ વ્યવસ્થા આપણા માટે ના કરી હોત તો? આવા સવાલ થી રૂહ કંપી જાય છે.પણઈશ્વર એવો દયાળુ છે જેની દયાની સીમા નથી. ધરતી પર ચાહે કેટલા પાપ થતા રહે પણ ઈશ્વર પોતાનો સ્વભાવ છોડતો નથી. વરસાદ વરસે છે અને ધરતી લીલુડી સાડી પહેરીને મટકતી રહે છે. બાગમાં બહાર આવી જાય છે. ફૂલો ખીલી ઉઠે છે. રસ્તાઓ વૃક્ષ ધોવાઈ ને સાફ થઇ જાય છે. ખેતરોમાં પાક લચી પડે છે અને ખેડૂત મીઠાં ગીતડાં ગાઈને બળદને વહાલ કરે છે. ધરતી સુનેહરી , અંબર નીલા, હર મૌસમ રંગીલા ઐસા દેશ હૈ મેરા, બોલે પપીહા કોયલ ગાયે સાવન ઘીર આયે ઐસા દેશ હૈ મેરા.
આકાશ જ્યારે વાદળથી ઘેરાઈ જાય અને ધરતી તરબોળ થઇ જાય પ્રેમી એકબીજાની સોડમાં ભરાઈ જાય અને કેટલાક ફક્ત ચડ્ડી પહેરેલા બાળકો વરસાદની મોજ માણે ટપ ટપ પાણીની બુંદના અવાજ કાનોમાં અમૃત ઘોળી જાય અને બા ના હાથના ભજીયા ખાવા મળે. ઉફ આવું સરસ દ્રશ્ય જોવા મળી જાય!
ઈશ્વરે આપેલી આ અસીમ ભેટને આપણે કાળજી રાખી સાચવવાની છે. પાણી કે વરસાદ ફક્ત જોવાથી ખૂબસુરત લાગે છે એટલું જ નહીં પણ આ પાણી જીવનની જરૂરિયાત છે. એવું કહેવામાં આવે છે કે બે હજાર ત્રીશ સુધીમાં ધરતી પર પાણીનીખૂબ સમસ્યા ઊભી થવાની છે. વરસાદના પાણીનો સંગ્રહ કરી એને ભવિષ્યમાં ઉપયોગમાં લઇ શકાય.પાણી જે જીવનનું અમૃત છે જેના વગર જીવન શક્ય નથી. એ પાણીનો બગાડ કરવો વેસ્ટ કરવો એ ભયંકર અપરાધ છે. પાણીને જીવની જેમ સાચવોઅને પાણીને પ્રેમ કરો. એ માનવ જાતી ઉપકાર કરવા બરાબર છે. જળ હૈ તો જહાં હૈ. આમ તો પ્રકૃતિના દરેક સર્જન પર પ્રેમછે. પણ વરસાદ અને પાણી પ્રત્યે વિશેષ પ્રેમ આવે છે. કારણકે કવિ માટે વરસાદની ઋતુ પ્રત્યે ખાસ પ્રેમ હોય છે.આ વરસાદની ઋતુ પર ઘણાં ગીત અને ઘણી ગઝલ લખાય છે. પ્રેમના અનેક રૂપ છું. વરસાદ એમાનું એક રૂપ છે. જેનાથી મને પરમ પ્રેમ છે. કવિ રમેશ પારેખનિ બે પંક્તિ યાદ આવી ગઈ.
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.
સપના વિજાપુરા
દ્રષ્ટિકોણ 35: બંદૂક અને મત – દર્શના
મિત્રો તમને સર્વે ને હું, દર્શના વારિયા નાડકર્ણી, શનિવારે પ્રકાશિત થતી, બેઠક ની દ્રષ્ટિકોણ કોલમ અને ચેનલ ઉપર આવકારું છું. આ ચેનલ ઉપર જુદા વિષયો ઉપર આપણે વાત કરીએ છીએ.
આજ નું શીર્ષક છે બંદૂક અને મત
અમેરિકન પોલીસ અન્ય દેશોમાં તેમના સાથીદારો કરતાં અમેરિકા માં વધુ લોકોને ગોળી મારે છે અને દુનિયાના કોઈ પણ દેશ કરતા વધુ લોકો અમેરિકામાં પોલીસ ની ગોળી દ્વારા મોત ને ઘાટ ઉતરે છે. હમણાંજ એક ઘટના બની જેમાં સ્ત્રી પોલીસ ઓફિસર પોતાના ઘર ની જગ્યાએ કોઈ બીજાના ઘરે ભૂલ માં પહોંચી ગઈ અને ત્યાં કોઈ માણસ શાંતિથી ટીવી જોઈ રહ્યો હતો તેને આ લેડી પોલીસે મારી નાખ્યો કેમકે તેને લાગ્યું કે તે માણસ તે લેડી ના ઘરમાં છે. ખેર આ તો ભૂલ હતી, વગર વિચાર્યે ઉગ્ર પગલું લેવાની મોટી ભૂલ. પણ અહીંના પોલીસ બંદૂક તાકવા માટેજ તૈયાર થયા છે. અને તેનું કારણ? છૂટછાટ વાળા બંદૂક ના કાયદાને લીધે તેમને ઘણી વાર સશસ્ત્ર જનતા નો સામનો કરવો પડતો હોય છે.
તાજેતર માં બહાર પડેલ FBI અને The Economist ના ડેટા અનુસાર અમેરિકામાં ગયા વર્ષે પોલીસ ની ગોળી થી મરેલ ની સંખ્યા 458 છે. જયારે તેની સરખામણીમાં જાપાન અને બ્રિટન માં શૂન્ય 0 અને જર્મની માં 8 હતી. મોટા ભાગના 2000 ના વર્ષો દરમ્યાન અમેરિકા માં પોલીસ ની ગોળીથી મોત ને ઘાટ ઉતાર્યા હોય તેની સંખ્યા કેનેડા કરતા ત્રણ ગણી, ઇંગ્લેન્ડ કરતા ચાર ગણી અને જર્મની કરતા 10 ગણી વધારે હતી.
આનું કારણ શું છે? ઘણા નું માનવું છે કે અમેરિકા માં ખુબજ બંદુકો રોજિંદા વપરાશમાં હોવાને લીધે પોલીસ અને સામાન્ય નાગરિકો વચ્ચેના સંઘર્ષમાં બંદૂક નો વપરાશ વધારે છે. એક સંશોધન પ્રમાણે એમ પણ જાણવા મળ્યું કે 15 વર્ષના ગાળા દરમ્યાન, બંદૂક ના દર 10 ટકા વધુ વપરાશ થી, 10 પોલીસ પણ મોત ને ભેટે છે. એટલે કે બંદૂક નો વધુ વપરાશ માત્ર સામાન્ય જનતા માટે જ નહિ પણ પોલીસ માટે પણ ખુબજ હાનિકારક પુરવાર થયો છે.
અને છતાં પણ અત્યંત કરુણાજનક ઘટના તો ત્યારે બને છે જયારે બાળકો અને યુવાન વયના બંદૂકોનો શિકાર બને છે. તેમના માતા પિતા ના આક્રંદ ની કલ્પના કરવી મુશ્કેલ છે. લોકો શિકાર માટે અને પોતાના ઘરમાં સ્વરક્ષણ માટે બંદૂક રાખવાની ઈચ્છા ધરાવતા હોય છે. પરંતુ નાની વયના બાળકો કિલ્લા જેવા મકાન માં બેઠા નથી રહેતા. તેઓ તો બહાર નિશાળે, કોલેજમાં, થિયેટર માં, અને મ્યુઝિક કોન્સર્ટ માં હોય છે અને ત્યાં ઓટોમેટિક રાઇફલ જેવી બંદૂક નો શિકાર બને છે. જાતીય રક્ષણ માટે અથવા પશુના શિકાર માટે ઓટોમેટિક રાઇફલ ની જરૂર પણ નથી. તો તે શા માટે વપરાશમાં છે? મોટાઓ ખુદ ના શોખ અને ખુદ ના રક્ષણ માટે બંદૂક ઉપર કાબુ રાખવા નથી માંગતા અને બાળકો તેનો ભોગ બને છે.
એક મા તેના 4 વર્ષના બાળક ને સવારે ઉતાવળ માં નિશાળે છોડીને કામ ઉપર જાય અને તે પછી તેના બાળકને ક્યારેય જીવિત ન જુવે તો તેના દિલ માં શું વીતતું હોય તેની કલ્પના કરવી મુશ્કેલ છે. એક માના હૃદય અને તેના કલ્પાંત નો વિચાર કરીને, જયારે સેન્ડી હુક માં 20 બાળકો માર્યા ગયા ત્યારે મેં લખેલ અંગ્રેજી કાવ્યનો ભાવાનુવાદ કર્યો છે તે નીચે પ્રસ્તુત કરું છું.
Poem below….
તું જોઈશે જીવવા માટે
ઉતાવળ માં નિશાળે મુક્યો, મેં બથ પણ ન ભરી
તું મોડો ઉઠ્યો, સવારે ધીરો હતો, હું નારાજ હતી
એક માત્ર તક માંગુ છું તારી માફી માંગવા માટે
એક વાર તારી સુવાસ ને હૈયા માં ભરવી છે
એક વાર તારો હાથ ઝાલવાની અભરખી છે
એક તક.. તારી જોડે હૈયાફાટ વાતો કરવા માટે
તારું પ્રિય ભોજન બનાવી જમાડું તને
મારી ગોદમાં લઇ લોરી સંભળાવું તને
એક તક… ગલીપચી કરી બેફામ હસાવવા માટે
હું તારી મા છું, મને મૂકીને ક્યાં ચાલ્યો રાજા
મારા વગર તને કોણ સંભાળશે મારા વીરા
એક તક ગોતું છું, તને ચૂમી લેવા માટે
ચારે કોર વર્તાય તારી વસ્તી ને તારી મસ્તી
તારા વિના હું કોણ? નથી મારી કોઈ હસ્તી
પાછો ફર, મને તું જોઈશે જ જીવવા માટે
એક વિનંતી છે. ચૂંટણી આવે ત્યારે આ એક મુદ્દો ધ્યાન માં રાખીને મત આપશો, આપણા બધાના બાળકો માટે.
નમસ્તે મિત્રો.