નવા વર્ષમાં “બેઠક”સહર્ષ રજૂ કરે છે.વાચિકમ

Bethak-Vachikam-Dipal patel

vachikam

મિત્રો ,

ઘણા વખતથી વિચાર આવતો હતો કે પુસ્તક પરબના હેતુ ને સિદ્ધ કરવા શું કરવું ,પરબમાં પુસ્તકો તો આપ્યા નવી ટેકનોલોજી દ્વારા બ્લોગમાં પુસ્તકો મુક્યા પણ આપણા વડીલો ઉમર સાથે વાંચી ન શકે ત્યારે શું કરવું ?માટે ઓડીઓ બનાવી સારા પુસ્તકો વડીલોને સાંભળવા આપવા તો, દીપાબેન ની મદદ થી આ ઓડીઓ આજે રજુ કરું છું આપના પ્રતિભાવ આપજો .આમ પણ બેઠકનો હેતુ સદવિચાર લોકો સુધી પોહ્ચાડવાનો  જ છે ને !

ભાઈ બે એરિયામાં આવી ટેલેન્ટ હોય તો બીજે શું કામ દોડવું ?

 

 

અહેવાલ :સર્જક અને સર્જન -વક્તા -ઉષાબેન ઉપાધ્યાય

16195270_10154960529544347_1340404271011511011_n

 

 

 

16195256_10154960529669347_9006331691241763645_n

 

 

 

16194919_10154960529899347_7353296549998697670_n

 

 

 

 

 

 

 

 

 

16143057_10154943963144347_1727798746223851185_n

 

manisha

 

 

 

 

 

 

કેલિફોર્નિયા મીલ્પીટાસ, ઇન્ડિયા કોમ્યુનિટી સેન્ટર ખાતે “બેઠક”માં તારીખ 27મી જાન્યુઆરી 2017ના એક અનોખી સાંજ સર્જકોએ એક સર્જક સાથે માણી.

ભારતથી આવેલ ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદના ગુજરાતી ડીપાર્ટમેન્ટમા પ્રોફેસર અને અધ્યક્ષ માનનીય શ્રી પ્રો ડૉ ઉષા ઉપાધ્યાય બેઠકમાં આવ્યા,સંશોધન સર્જનાત્મક, સાહિત્ય સંપાદનો એમનો રસનો વિષય છે. હું અહીં ડાયોસ્પરા લેખન માટે સંશોધન કરવા આવી છું, વિદ્યાપીઠ મારા માટે તીર્થ છે નાનપણથી મારો શબ્દ સાથે ખુબ નાતો રહ્યો છે. એમ વાત થી શરૂઆત કરતા કહ્યું કે પુસ્તકે મારા જીવનમાં ખુબ મહત્વનો ભાગ ભજવ્યો અને મને યોગ્ય વાતાવરણ દેવા માટે મારા મા બાપની ઋણી છું.હું  છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે  હોમર ના મહાકાવ્ય “ઇલીયડ” નો ગુજરાતી અનુવાદ વાંચવાનો મોકો મળ્યો, હું પ્રકૃતિની ખુબ નજીક રહી,અમેરિકા આવવાની ક્યારેય ઈચ્છા કરી ન હતી પણ અહીં આવ્યા પછી જોયું તમે અહીં ભાષાની સાથે સંસ્કૃતિનું જતન કરો છો, ભાષા સાથે સંસ્કૃતિને પોષણ આપવાનું કામ થાય .એ માટે એમણે પોતાનો રાજીપો વ્યક્ત કરતા કહ્યું .તમે સૌ શબ્દની સાથે જોડાઈને કામ કરો છો શબ્દ સંગીત નૃત્ય એ કળા સાથે આપ સૌ જોડાયલ છો જે વ્યક્તિમાં કળા હશે તે અડીખમ રહશે કલા આ આંતરિક સમૃદ્ધિ છે, જે વ્યક્તિને ગમે તે પરિસ્થિતિમાં ઉર્જા આપે છે. લખીએ ત્યારે આપણે આપણી જાતને વ્યક્ત કરીએ છીએ વ્યક્ત થવાનો એક અનોખો આંનદ હોય છે મેં જે કંઈ અનુભવ્યું એ જ લખતી આપણે પુષક્ળ વાંચીએ છીએ, ત્યારે આપો આપ આપણાને સારું અને નબળા લખાણની પ્રતીતિ થાય છે કોઈના અભિપ્રાયની જરૂર નથી પડતી આમ તેમણે વાંચનનું ખુબ સરસ મહત્વ સમજાવ્યું.
એક ખુબ સરસ વાત જણાવતા કહ્યું કે લેખનનું સાતત્ય અને સાતત્યના મનનો ઉપસેલો ચહેરો કલ્પના થકી સર્જનાત્મક સ્વરૂપ લે છે. કવિતા કે કોઈ પણ સાહિત્યમા વાસ્તવિકતા સાથે કલ્પના વ્યક્ત થાય છે ત્યારે તે નિત્ય નૂતન સર્જન લઈને આવે છે. પોતાની કવિતા રજુ કરતા પહેલા એમણે અનુભવેલ સંવેદના વર્ણવતા બેઠકમાં સંન્નાટો છવાઈ ગયો અહીં ખાસ ઉમેરતા કહ્યું કે મેં જે અનુભવ્યું છે જે વેદના જોઈ છે એ વર્ણવા માટે મારા શબ્દ ઘણા વામણાં લાગે છે  અને એક પછી એક એમના અનુભવ સરળ ભાષામાં એવા રજુ કાર્ય કે હૃદય સોંસરવા ઉતરી ગયા  એમની કવિતાએ અને અનુભવની વાતે માનવગરિમા ને વાતાવરણમાં ધબકતી કરી અને “બેઠક’ને સંવેદનાઓથી ભરી દીધી હતી.તેમની રજૂઆત ખુબ અનોખી રહી સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી એમનું વયક્ત્ત્વ પૂરું કર્યું પણ હજુ વધુ સાંભળવા મળે તો ..એવી લાગણી સૌના ચેહેરા પર દ્રષ્ટિગોચર થઇ.
તેમનું વ્યક્તત્વ પૂરું થતા મનીષાબેન પંડ્યાએ ખેશ પહેરાવી આશીર્વાદ લીધા અને કહ્યું કે મારા પપ્પા (પુસ્તક પરબના પ્રણેતા પ્રતાપભાઈ પંડ્યા )અહીં હાજર નથી પરંતુ આપે બેઠકમાં આવી જ્ઞાન થકી ઉજાશ દીધો છે, માટે ખુબ આભાર માન્યો છે.
ધાર્યા કરતા વધુ હાજરીએ ઉત્સાહ દેખાડ્યો,તો આંનદથી લાવેલ ભોજન સૌ માણી ને જ્ઞાન સાથે તૃપ્ત થયા યુવા સર્જકોની હાજરીએ ચેતના ભરી દીધી એક યુવાન લેખિકા ધારા દેસાઈએ પોતાની સુંદર કવિતા રજુ કરી ગુજરાતી ભાષાનું ભવિષ્ય પરદેશમાં પણ ઉજળું છે એવા એંધાણ દીધા ,મહેશભાઈ રાવલે પોતાની ગઝલ થકી વાતાવરણ ને નવો મોડ આપ્યો “બેઠક”ના સંચાલક રાજેશભાઈ એ આપેલો પરિચય ઉષાબેનને પ્રત્યક્ષ મળતા અને સંભાળતા યથાયોગ્ય લાગ્યો,રઘુભાઇ કલ્પનાબેનની ગેરહાજરી વર્તાણી પણ રમેશભાઈએ પ્રાર્થના ગાઈ વાતાવરણમાં ઉર્જા દીધી, તો દીપા પટેલે કેમેરો સંભાળી તસ્વીરો લીધી. સમગ્ર બેઠકનું આયોજન અને સંચાલન કરતા પ્રજ્ઞા દાદભાવવાળાએ આભાર સાથે કહ્યું અમે અહી પરદેશમાં ખોવાયેલી વાચા, માતૃભાષા અને સંસ્કૃતિને જીવંત રાખવાનો નમ્ર પ્રયત્ન કરીએ છીએ “બેઠક:ની પાઠશાળા આપ જેવા અનુભવી સાહિત્યના વ્યક્તિઓ થકી જ વિકસે છે.આપ અહી ફરી ફરી આવો અને અમને જ્ઞાન થકી ઉત્સાહ અને બળ આપો.અને અંતે દાવડા સાહેબે આભાર માની “બેઠક”ની પ્રણાલી જાળવી રાખી.
એક સીધી સાદું વ્યક્તિત્વ ઉષાબેન ઉપાધ્યાયને મળ્યા નો બધાને આનંદ હતો તો સાથે આવા મોટા સ્થાને (અધ્યક્ષ તરીકે ) રહેનાર વ્યક્તિ આવા લઘુત્તમ ભાવે કેવી રીતે રહી શકે છે તેનું આશ્ચર્ય પણ દરેકના ચેહેરા પર વરતાતું હતું આમ નવા વર્ષની “બેઠક’ ઠંડીના દિવસોમાં હુંફાળી જ્ઞાન સભર, સર્જકોને અને પ્રેક્ષકો માટે પ્રોત્સાહન અને બળ આપનારી સાર્થક પુરવાર થઇ.
-“બેઠક’ –

જયહિન્દ જયઘોષ ત્રિરંગા….રમેશ પટેલ(આકાશદીપ)

પ્રજાસત્તાક ભારત ત્રિરંગી શાનથી ઝગમગે એવી શુભકામના….રમેશ પટેલ(આકાશદીપ)

  ભારતની સંસ્કૃત્તિ સંત ને શૌર્ય ગાથાથી ગૌરવવંતી છે. ભારતીય જવાનોની જવામર્દીની વિશ્વફલકે મહેકતી યશોગાથા આજે ભવ્ય પરેડમાં ઝાંખી દઈ રહી છે.

આવો ગાઈએ ગાથા આ રાષ્ટ્રીય પર્વે દેશભક્તિની મારી રચના…ગાયક કલાકાર શ્રી દિલીપભાઈ ગજ્જર ને રોશનીબેન શેલત સાથે સંગીત મઢ્યું છે

શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું,…૨
તારી શાન ત્રિરંગા.. કોરસ …
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું તારી શાન તિરંગા…કોરસ -…… તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા

વિશ્વ ધરોહર ભૂમિ અમનની, કેસરીયાળી ક્યારી………….૨
ભારતની એ અમર સંસ્કૃતિ,……૨ ઝૂમે હરિયાળી પ્યારી….કોરસ
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું તારી શાન તિરંગા…કોરસ – તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા……

લાલ કિલ્લાએ શોભે કેવો, અમર યશ સહભાગી…………૨
સુજલા સુફલા ધરા મંગલા,…..૨ ધન્ય અમે બડભાગી…. કોરસ
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું તારી શાન તિરંગા…કોરસ – તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા…….

નહીં ઝૂકીએ ન ઝૂકવા દેશું, રંગ ધરશે રખવાળાં…૨
નહીં ભૂલીએ બલિદાનો વીરા,..૨ અમર જ્યોત અજવાળાં…કોરસ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું, તારી શાન તિરંગા…કોરસ – તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા

વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા – 2017 (10)સાંકડી સોચ

 jayvantiben
રાત્રે બારી થોડી ખુલ્લી રાખી હતી.  આછી સમીરની લહરી અને કોઈ કોઈ પંખીનો મધુર કલરવ સ્મૃતિને તેની સ્વપ્નની દુનિયામાંથી તેના ઘરમાં પાછી લાવ્યો.

સુર્યનારાયણ તેની અકળ ગતિએ પૃથ્વીને પ્રભાતનાં સોનેરી કિરણોથી રંગી રહયો હતો.  રસોડામાંથી ચાની મહેક આવી રહી હતી.  તેને તરત યાદ આવ્યું અને તે સફાળી પથારીમાંથી બેઠી થઈ ગઈ.

આજે સ્મૃતિ ક્યાંક અગત્યની વાત માટે જવાની હતી.  તે તેની તૈયારીમાં પડી ગઈ.  તેણે વાળ ધોયા.  તેને સમાર્યા  અને સરસ ચોટલો વાળ્યો.  કઈ સાડી પહેરવી તે નક્કી કરતાં તેને પંદર મિનિટ થઇ.  પણ આખરે એક સાદી પણ સુંદર સિલ્કની સાડી બહાર કાઢી.  તેની સાથે નાજૂક સેટ પણ પથારી ઊપર તૈયાર કર્યો.  ઘડિયાળ તરફ નજર કરી તો નવ વાગ્યા હતા.  તેણે થોડી ઊતાવળ કરી અને સાડી પહેરી તૈયાર થઈ ગઈ.  અરીસામાં જોયું અને થયું બધું વ્યવસ્થિત છે.  આજે જે ઈન્ટરવ્યુ આપવા જવાની છું એને માટે ઊત્તમ છે.  મંદિર પાસે જઈ પ્રભુનાં ચરણોમાં શિર ઝુકાવ્યું અને આશિર્વાદ લીધા.  એટલામાં મધુકર રૂમમાં ચાની ટ્રે સાથે આવ્યો, તેની સામે જોઇ બોલ્યો ,” સ્મૃતિ! ખૂબ સુંદર દેખાય છે  આજના ઇન્ટરવ્યૂને અનુરૂપ સાડી પહેરી છે.  પણ થોડી નરવસ કેમ દેખાય છે ?

“હા , મધુકર, સાચે જ હું થોડી નરવશ છું  ખબર નહીં, આ પોસ્ટ માટે કેટલીયે અરજી ગઈ હશે !  પ્રશ્નો કેવી રીતના પૂછશે અને હું તે સારી રીતે સંભાળી શકીશ કે કેમ ?
મધુકરે કહયું ,” સ્મૃતિ, તું ચિંતા ન કર.  મને તારામાં પુરેપુરો વિશ્વાસ છે.  તારો શિક્ષક તરીકેનો અનુભવ , ખંતીલો સ્વભાવ, આગળ વધવાની તમન્ના, બાળકો સાથેની સમજદારી અને તારો આત્મવિશ્વાસ તને નહીં ડગવા દયે.”
સ્મૃતિ મધુકર સામે જોઈ રહી અને પછી બોલી, ” મધુકર, મને તારો સાથ ન હોય તો સાચે જ હું ભાંગી પડીશ.”

મધુકરે ઘડિયાળ સામે જોઈ કહયું,” ચાલ હવે જલ્દી કર.  આજે ઇન્ટરવ્યુ માટે મોડી ન પડે તે ખાસ જોવાનું છે.”  બંન્ને જણા તૈયાર થઈ બહાર નીકળ્યા.  મધુકરે તેને એક મોટી શાળાના આગળનાં દરવાજા પાસે ઊતારી.  “ગુડ લક ”  કહી તે તેની ઓફિસ માટે રવાના થઈ ગયો.  સ્મૃતિ એક મિનિટ દરવાજા પાસે ઊભી રહી પછી અંદર દાખલ થઇ.  ગેટકીપરે તેને આવવાનું કારણ પૂછ્યું અને લેટર જોયા પછી અંદર જવા દીધી.  આશરે  પાંચસો થી છસો છોકરાંઓ અહીં આવતાં હશે.  આ શાળાનાં પ્રિન્સિપાલની પોસ્ટ માટે એણે અરજી કરી ત્યારે તેને ખ્યાલ ન્હોતો કે આ શાળા આટલી મોટી હશે.  તેણે  ઓફિસમાં  જઈ, તપાસ કરી કે ઇન્ટરવ્યુ ક્યાં રાખેલ છે?  બે છોકરાઓ તેને એક ખાસ મોટા ઓરડામાં લઇ ગયા.  જ્યાં દશ પ્રશ્નકારોની પેનલ બેઠી હતી.  ઇન્ટરવ્યુ આપવા વાળામાં પંદર અરજીકારો ખુરશીમાં ગોઠવાઈ ગયાં હતા.  તેમાં નવ પુરુષો અને છ સ્ત્રીઓ હતી.  સ્મૃતિ થોડી વધારે ચિંતિત થઇ ગઈ.  પછી એક ખુરશી  પર જઈ બેઠી.  આજુબાજુ જોયું તો ખાસ કોઈ જાણીતું ન લાગ્યું.  છેલ્લી ખુરશી પર કોઈ બેઠું હતું.  વાંકી વળી જોયું તો આશ્ચર્ય પામી ગઈ – આ પેલો ચંદુ તો નહીં ?  હા , ચંદુ જ છે.  અને એક ઝલકમાં એ ભૂતકાળમાં ખોવાઈ ગઈ.

હાઈસ્કુલનું છેલ્લું વર્ષ હતું.  સ્મૃતિનું મિત્ર મંડળ બહોળું હતું.  તે પોતે નમણી અને દેખાવડી હતી.  ઘણાં છોકરાંઓ તેની મિત્રતા રાખવા પ્રયત્ન કરતા.  સ્મૃતિ બધાને દાદ ન દેતી.  તેને જે ગમતાં તેની સાથે જ મિત્રતા રાખતી અને પીકનીક પર જતી.  સ્મૃતિ બધા વિષયોમાં ઊંચો ગ્રેઇડ લાવતી.  વિવધતાથી ભરપૂર હતી.  કંઈક જીવનમાં કરી છૂટવાનો તરવરાટ હતો.  પણ અજાણ્યાં સાથે બોલવામાં નરવશ થઈ જતી.  કોઈકે કહયું, તું ડિબેટીંગ સોસાયટીમાં કેમ નથી જોડાતી ?  અને તરત સ્મૃતિએ નક્કી કર્યું કે તે જરૂર જોડાશે.  પણ ત્યાં ગયા પછી ચંદુ જેવાનો અનુભવ થયો.  ડિબેટિંગ સોસાઈટીના ચેર પર્સન તરીકે ચંદુ હતો.  ચંદુ ઊંચો, દેખાવડો અને હોંશિયાર છોકરો હતો.  બોલવામાં બહુજ ચપળ અને એને કારણે તેને ચેર પર્સન નીમવામાં આવ્યો હતો.  સ્મૃતિ જયારે ડિબેટિંગ સોસાયટીમાં જોડાઈ ત્યારે તેને આત્મવિશ્વાસ બહુ ન્હોતો.  પચાસ વિદ્યાર્થીઓની સામે બોલતાં ડરતી.  અને એવી જ એક મિટિંગમાં ચંદુએ તેને ઊભી કરી કોઈ વિષય ઊપર બોલવા કહયું.  સ્મૃતિ ગભરાઈ ગઇ અને પૂરું બોલી ન શકી.  ચંદુ હસ્યો અને કટાક્ષમાં બોલ્યો,” આવડત ન હોય તો પણ લોકો અહીં ચાલી આવે છે. ”

 

એ વખતે ક્લાસમાં મધુકર પણ હતો.  નરવશ સ્મૃતિને એણે ખૂબ પ્રોત્સાહન આપ્યું અને ચંદુ જેવાની વાતો મગજ પર ન લેવા વિનંતિ કરી.  જાહેરમાં બોલવા માટે શું કરવું જોઈએ તેની રીત બતાવી, તૈયારી કરાવી અને બીજી ત્રીજી મિટિંગમાં આત્મવિશ્વાસથી બોલવા ઊભી કરી, બધાને અચંબામાં પાડી દીધા.  તે પછી ચંદુ તેની મિત્રતા શોધવા લાગ્યો.  એક વખત એ એકલી હતી ત્યારે તેનો લાભ ઊઠાવી તેની છેડતી કરેલી.  સ્મૃતિએ તેને તમાચો મારી ત્યાંથી ભાગી છૂટી હતી.  આજે આ પોસ્ટને માટે હાજર રહેલાઓમાં ચંદુને જોઈ જરા આશ્ચર્ય સાથે ફિકર પણ થઈ.  ચંદુ અને તેના જેવા બીજાં વ્યક્તિઓ હરીફાઈમાં હોય તો તેનું શું ગજું ?  જયારે બેલ વાગી ત્યારે સ્મૃતિ તેની તંદ્રામાંથી જાગી.  પેનલે ઇન્ટરવ્યુ આપવા આવનાર દરેકને બહાર બેસવા વિનંતી કરી, એક એકને અંદર બોલાવવા માંડ્યા.  સ્મૃતિનો નંબર આઠમો આવ્યો.  ચંદુ પાંચમા નંબરે અંદર ગયો.  પંદર મિનિટ પછી બહાર આવ્યો ત્યારે સ્મૃતિની સામે નજર કરી એવી રીતે હસ્યો કે જાણે મજાક ન કરતો હોય !!  સ્મૃતિ નજર નીચી રાખી સમ સમી રહી.  પણ હિંમત ન હારી.તેને થયું આજે હું મારી પૂરી શક્તિ આમાં લગાડીશ પછી ઊપર વાળાને જે કરવું હશે તે કરશે !

 

સ્મૃતિ અંદર ગઈ ત્યારે બધાએ એને આવકારી.  તેની અરજી વાંચીને એક એક પ્રશ્ન દરેકે પૂછ્યા.  જેના ઊત્તર સ્મૃતિએ ખૂબ જ ધીરજ અને વાસ્તવિકતાથી આપ્યા.  મોઢા ઊપર જરાપણ ગભરાટ ન બતાવ્યો.  છેલ્લે આ પોસ્ટને માટે તેણે શા માટે અરજી કરી અને બાળકોને કેવી રીતે સંભાળી શકશે એ વિશે કહેવા કહયું.  પાંચ મિનિટની એ વિચાર  સ્પર્ધામાં સ્મૃતિએ એની કાબેલિયત, અનુભવ, આવડત,અનુશાસન, વિકાસ અને અધ્યાતમ વિષે ખૂબ જ આત્મીયતાથી એના વિચારો દર્શાવ્યા.  તેને લાગ્યું કે પેનલ તેના જવાબથી સંતુષ્ટ છે.  તે બહાર આવી.

 

બહાર ચંદુ બેઠો હતો.  તેને જોઇ હસીને બોલ્યો ,”  હલ્લો સ્મૃતિ!  તને અહીં જોઈ મને ઘણું આશ્ચર્ય થયું હતું.  ઇન્ટરવ્યુ કેવો રહયો?”  અને એટલાજ મજાકિયા અવાજમાં કહયું કે ” તારી આ પોસ્ટમાં નિમણુંક થાય તો પાર્ટીમાં મને જરૂર બોલાવજે.”  અને હસતો હસતો જતો રહયો.  એને જવાબ સાંભળવાની જરૂરિયાત ન લાગી.  સ્મૃતિ દૂર ક્ષિતિજમાં નિહાળતી રહી.

 

અઠવાડિયા પછી સ્મૃતિને તે શાળાનો લેખિત પત્ર મળ્યો કે તેની લાયકાતની કદર કરતાં, આ પોસ્ટને માટે તેને ચૂંટાઈ છે ત્યારે તે ખરેખર માની ન્હોતી શકતી !!  તેને થયું તે આસમાનમાં ઊડી રહી છે.  તેને જમીન પર મધુકર લઈ આવ્યો અને અભિનંદન સાથે બાથમાં લઈ લીધી.

 

સ્મૃતિએ તરત ફોન જોડ્યો અને પેલા ચંદુને એટલાજ મજાકિયા અવાજમાં પૂછ્યું,”  હલ્લો ચંદુ !  તારી આ પોસ્ટને માટે નિમણુંક થઈ ગઇ ?  આટલો શાંત કેમ છે ?  તને તો એમજ હતું ને કે કોઇ સ્ત્રી તારા જેટલી હોંશિયાર હોય જ ના શકે પણ આજે મેં તને હરાવ્યો છે.  મારી પાર્ટીમાં જરૂર આવજે.”

 

સામેથી જવાબને બદલે ફોનની રીંગ ટોન સંભળાઈ !!!!

 

જયવંતી પટેલ

ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય પરંપરા-પ્રતાપભાઈ પંડ્યા નું સન્માન -અહેવાલ -જન ફરિયાદ -પ્રદીપ રાવલ

Image

2-1-pustak-parb-amdavad

વિનુ મરચંટ – 2017 વાર્તા સ્પર્ધા (9)પ્રવિણા કડકિયા

100_1617

પ્રવિણા કડકિયા

રાખી મને મળી

*************

અમેરિકા દર વર્ષે એકવાર આવતી. અચાનક આજે રાખીની યાદ આવી ગઈ. સાંભળ્યું હતું તે પણ અમેરિકામાં છે. હું તો આવું બાળકો સાથે સમય પસાર કરી બે અઠવાડિયામાં પાછી ભારત આવી જાંઉ. મારા નાના દીકરાની દીકરી એવી મિઠી અને વહાલી લાગે તેવી હતી. તેનું નામ રૈના. તેને બોલાવું ત્યારે રાખી મોઢામાંથી નિકળે.

આજે ભારત જવના વિમાનમાં બેઠી હતી. હવે બાળકો મને ‘બિઝનેસ ક્લાસમાં’ મોકલે છે. અમેરિકામાં બાળકોએ સારી પ્રગતિ સાધી  છે. આ કહેવાનો આશય કાંઈ જુદો છે.  વિમાનમાં, મારી જગ્યા બહારની હતી. મને બારી પાસેની જગ્યા ગમતી નહી. બાજુમાં એક તરવરાટ ભરી લગભગ ૪૦થી ૪૫ વર્ષની સ્ત્રી આવીને બેઠી. તેનો ઠસ્સો જોઈને મને બહુ ગમ્યું. એક  જમાનામાં હું પણ યુવાન હતી. હજુ તો એ બેઠી ન હતી ત્યાં અચાનક ઉભી થઈ મારી સામે ટગર ટગર જોવા લાગી.

માફ કરશો” તમે અનુબહેન ચોકસી છો”?

આવી સુંદર યુવતી મારા જેવા ખર્યા પાનને ઓળખી આવો અહોભાવ દર્શાવે એ મનમાં તો ગમ્યું પણ આશ્ચર્ય થયું.

‘હા’.

‘મારી અનુ આન્ટી’. કહી મને વળગી પડી.

‘બેટા, મેં તને ઓળખી નહી’.

‘બસ ને આન્ટી, આવું કરવાનું કહી મારે પગે પડી’.

હવે મને ખૂબ અચંબો થયો. ‘ બેટા હવે ઉમર થઈ. આંખમાં મહિના પહેલાં મોતિયો ઉતરાવ્યો છે. મારી આંખો નબળી થઈ ગઈ છે.’

‘આન્ટી, એવી રીતે બોલી કે મને બચપનમાં મારી બાજુમાં રહેતી રાખી યાદ આવી ગઈ. મા તેને નાની ઉમરમાં મૂકીને મરી ગઈ હતી. પિતા ફરી પરણ્યા, નવી માને રાખી આંખના કણાંની જેમ ખૂંચે.

મેં ધીરે રહીને કહ્યું , ‘બેટા તું રાખી તો નહી?’

‘હા, આન્ટી, હવે ઓળખાણ પડી ને’!

‘અરે, તને કેમ ભુલાય? પણ અંહી, આવી રીતે!  ન્યૂયોર્કથી મુંબઈ જતાં વિમાનમાં બિઝનેસ ક્લાસમાં તારી સાથે મુલાકાત થશે એ કેવી રીતે માની શકું?’

આન્ટી, આન્ટી કહીને રડવા જેવી થઈ ગઈ. ‘તમારા આશિર્વાદ અને મીઠી મનોકામના મને અંહી લાવ્યા. ‘

પહી તો આખે રસ્તે કઈ કેટ કેટલી વાતો મારી સાથે કરી રહી હતી. અંતે જ્યારે થાકી ત્યારે એક રેડ વાઈનનો ગ્લાસ પીને સૂઈ ગઈ.

એ તો સૂઈ ગઈ પણ મારી ઉંઘ ઊડી ગઈ.

રાખીની મમ્મી તાજી પરણીને અમારી બાજુમાં રહેવા આવી હતી. ખૂબ પ્રેમાળ મને માસી કહે. તેની સુવાવડ પણ મેં કરી હતી. તેની મા તબિયતની નરમ ગરમ રહેતી. સાસુ વહુની સુવાવડ શું કામ કરે? સુંદર કન્યાને જન્મ આપી વર્ષમાં તે નાની બિમારી ભોગવી વિદાય થઈ. રાખી ઘણું ખરું મારી પાસે રહેતી. પરાણે વહાલી લાગે તેવી સુંદર દીકરી હતી. બે વર્ષમાં પિતા ફરી પરણ્યા. રાખીને માથે આભ ટૂટી પડ્યું. નવીમાને તે દીઠી ગમતી નહી. તેમાં ય જ્યારે એને પેટે બે જોડિયા દીકરી જન્મી પછી તો ખેલ ખતમ.

રાખી દોડી દોડી મારે ત્યાં આવતી. ગભરૂ હરણી જેવી આવીને મારી સોડમાં લપાતી. મને બે દીકરા હતાં. તેથી દીકરીની ખોટ પૂરાતી જણાઈ.  શાળામાં જાય ત્યારે ઘરનું કામ કરવાનું. ઘરે આવે એટલે નાની બહેનોને રમાડવાની. તેમનું ધ્યાન રાખવાનું. એનું ધ્યાન ભગવાન રાખે. નસીબ સારાં કે ભણવામાં રાખી ખૂબ હોશિયાર હતી. તેને કાંઈ પણ જોઈએ તો આ એની આન્ટી તેની વહારે ધાય. તેની નવીમાને મારે સાચવવી પડતી.

‘એની મા મરવા ટાણે રાખી મને સોંપીને ગઈ હતી’.

બહાનું એવું બનાવ્યું કે તેને ગળે શીરાની માફક ઉતરી ગયું.  તેને તો ટાઢે પાણીએ ખસ ગઈ તેવું લાગ્યું. આમ પણ મને રાખી ખૂબ વહાલી હતી. તેને હમેશા કહેતી, બેટા સારું શિક્ષણ લેજે. તારું ભવિષ્ય ઉજ્જવલ બનાવજે.  વિદ્યા  માનવને જીવન જીવવામાં ખૂબ સહાય કરે છે. પ્રગતિનો રસ્તો તેને માટે સરળ બને છે. કોને ખબર રાખીને મારું પ્રોત્સાહન અને પ્યાર ખપમાં લાગ્યાં. તે પોતાની જાતને નમાયી માનતી ન હતી. જાણે હું જ તેની મા ન હોંઉ ? લાડ, જીદ બધું મારી પાસે કરતી. જ્યારે  તેની તબિયત નરમ હોય તો તેને હું મારે ત્યાં લઈ આવતી. તેના પિતા આ બધું જોતા. તેમની લાચારી હું સમજી શકતી.

રાખી એ ઘરમાં બધાના દિલ જીતી લીધા હતાં. મારા બે દીકરાઓ અમેરિકા ગયા તેમને રાખડી પણ મોકલતી. તેઓ પણ આવે ત્યારે રાખીને પ્રેમથી નવાજે. નવીમા જલી મરતી પણ બોલવાની તેનામાં તાકાત ન હતી. રાખી પણ પોતાની ચીજોમાંથી નાની બહેનોને આપી ખુશ થતી. જાણે આપવું એ એનો સ્વભાવ જ ન હોય! આમ રાખીને જે ઘરમાં ન મળ્યું તે મારા પ્યારમાં પામી. મને તેના મોઢા પર જરાય નરમાશ કે દયામણાપણું પસંદ ન હતાં.

અમારા ઘરમાં મળેલા પ્રેમથી તે ખૂબ સંવરી. આવી સુંદર દીકરીને રાજા જેવો કુંવર મળ્યો. લગ્ન કરીને સુખી થવાના આશિર્વાદ આપ્યા. કમનસિબે તેનો પીછો ન છોડ્યો.  તેનો વર અકસ્માતમાં હાથ ગુમાવી બેઠો. રાખી હિમત ન હારી. પોતાની આવડત પર અમેરિકન કંપનીમાં નોકરી લઈ અમેરિકા જતી રહી. ત્યાર પછી મારો તેની સાથે કોઈ સંપર્ક રહ્યો ન હતો.

‘હું તો અવાર નવાર બાળકોને મળવા અમેરિકા આવતી હતી. ‘

એક ઝોકુ ખાઈ લીધા પછી રાખી પાછી વાતો એ વળગી. આન્ટીને બધી વાત કહી.

તેણે અમેરિકા આવી પોતાના પતિને સર્જરી દ્વારા નવો હાથ બેસાડાવ્યો. રાખીનો પતિ કમપ્યુટરનો કાબેલ વ્યક્તિ હતો. નાના પાયા પર પોતાનો ધંધો શરૂ કર્યો. આન્ટી  મેં નોકરીમાં તરક્કી કરી. આજે હું બે બાલકોની માતા છું. મારી કંપનીમાં ‘ચીફ એક્ઝીક્યુટિવનો’ હોદ્દો ધરાવું છું. કંપનીના કામે લંડન જઈ રહી છું. બાળકોની સાર સંભાળ માટે ઘરમાં નેની પણ છે.  મારા પતિ રાકેશનો કમપ્યુટરનો ધંધો ખૂબ વિકસી રહ્યો છે.

‘આન્ટી તમે બધા બહુ યાદ આવો છો. તમને ખુશ ખબર આપું ,’મારી નાની બહેનોને આગળ ભણવા સ્પોન્સરશિપના કાગળ પણ મોકલ્યા છે. આમ તો હું કોલોરાડો રહું છું. ન્યુયોર્કનું કામ પતાવી લંડન બે દિવસ રહી પાછી આવીશ. આન્ટી જ્યારે કંપનીમાં ઉંચા હોદ્દા પર હોઈએ ત્યારે આવી રીતે કામકાજ માટે અવારનવાર જવું પડે છે. રાકેશ બાળકોને પ્રેમથી સાચવે છે. તે સમયે મને તમે અચૂક યાદ આવો છો. જુઓ આજે પણ આટલા વર્ષો પછી તમે મને ભૂલી ગયા પણ મેં તમને ઓળખી કાઢ્યા.’

‘રાખી, બેટા જે સંજોગોમાં તું મોટી થઈ અને આજે આવી સુંદર રીતે જીવન જીવે છે એ જાણી મને ખૂબ આનંદ થયો. જીવન એવું જીવજે તારી મરેલી માને તારા પર ગર્વ થાય’.

‘આન્ટી મને મારી મા યાદ નથી. મારી મા તો તમે છો. આજે હું જે કાંઈ પણ છું તેનો યશ તમને મળે છે. હા, મારી ભૂલ થઈ કે મારા જીવનમાં ઓતપ્રોત થયેલી હું તમને વિસરી ગઈ હતી. આજે ફરીથી મળ્યા. તમને વચન આપું છું. ભારત આવીશ ત્યારે જરૂરથી મળીશ. તમે બંગલામાં રહેવા ગયા પછી હું આવી નથી શકી.  બોલતાં બોલતાં એની બન્ને આંખોમાંથી આંસુ સરી પડ્યા.

‘બેટા તને આ સ્થિતિમાં જોઈ આજે મારી છાતી ગજ ગજ ફૂલે છે.’

‘બેટા તને આ સ્થિતિમાં જોઈ આજે મારી છાતી ગજ ગજ ફૂલે છે.’

એ તો લંડન ઉતરી ગઈ અને હું તેના વિચારોમાં ડૂબી ક્યારે સૂઇ ગઈ તેનું ભાન પણ ન રહ્યું.

પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના . બેઠકના દરેક સર્જક કરે છે

%e0%aa%85%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be

 

 

 

 

 

 

સૌના પ્રિય મિત્ર આતાજી ( હિમતલાલ જોશી ) ની ચિર વિદાય
૯૬ વરસના જીંદાદિલ આતાજીના દુખદ સમાચાર દિલને આંચકો આપી દીધો
આતાજી આપણને સૌને છોડીને ચાલ્યા ગયા છે. તેઓ સૂતેલા હતા અને એમનો પૌત્ર ડેવિડ મંદીરે જવા એમને ઊઠાડવા ગયો, ત્યારે તેઓ ભર નિદ્રામાં હતા. બસ કાર્ડિઆક એરેસ્ટ.

છેલ્લા એક ઘણા દિવસથી મારી સાથે ઈમેલથી સમ્પર્કમાં હતા છેલ્લી ઈમૈલમાં પોતાની વાત મને લખી મોકલાવી હતી , ત્યારે તો સરસ મૂડમાં હતા. ઘણી વાતો લખી  હતી. અને બેઠકની વિનું મર્ચન્ટ વાર્તા સ્પર્ધા માટે પોતાના જીવનની સત્ય કથા પણ મોકલી  સૌથી મોટી વાત જિંદગીની છેલ્લી ક્ષણ સુધી જીવન સંતોષ થી જીવ્યા
એવા  પ્રેમાળ ભડવીર  આતાજીને હાર્દિક શ્રધાંજલિ .

પ્રિય પ્રજ્ઞા બેન
તમે મને  બહુ ખુશ કરી દીધો  મારી ઉંમર 95 + છે  . આ તમારી જાણ માટે જોકે  .
 વાર્તા સાથે  મારી ઈ મેલ મોકલીશ  .   with love  himmatlal joshi

એમનો ઈમેલ મોકલ્યો તારીખ ૩ જાન્યુવારી 2017

મારા ફોટા સાથે પરિચય મોકલું છું 
મારો પરિચય આપતા હું જણાવું છું કે મારુ નામ હિમ્મતલાલ જોશી છે ,  હું અમદાવાદમાં  પોલીસ ખાતામાં  નોકરી કરતો હતો  , અને  રિટાયર્ડ થયા પછી  મારા ભાઈના તેડાવ્યાથી અમેરિકા 1974 માર્ચ 19 કાયમના રહેવાસી તરીકે અમેરિકાની ધરતી ઉપર પગ મુક્યો   . આ પહેલાં  હું  અમેરિકા  વિઝીટર વિસા ઉપર  આવ્યો   , મેં  તે વખતના  d , s . p  debu  સાહેબ પાસેથી બે વર્ષની રજા લઇ  અમેરિકા આવ્યો  . મને  ત્રણ  મહિનાનો  વિસા મળેલો  .  મેં જયારે  ડેબૂ સાહેબ  પાસે રજા માગેલી ત્યારે ડેબ્યુ સાહેબે મને એમની પારસી ભાષાની ઢબે પૂછ્યું  ,  તારું ત્યાં અમેરિકામાં  કોન છે ? મેં જવાબ દીધો   ,મારો ભાઈ અને દિકરો અમેરિકા છે  ,આટલી લાંબી  રજામાં  તુને પૂરો પગાર નહીં મળે   .  જો સાંભળ  થોડા મહિના   તુને પૂરો પગાર મળશે  . પછી  અર્ધો પગાર મળશે  . અને પછી બિલકુલ  પગાર નહીં મળે  સમજ્યો ? મેં કીધું હા
અને પછી હું અમેરિકા માર્ચ 19 1969  ના દિવસે અમેરિકાની ધરતી ઉપર  પહેલ વહેલો  પગ મુક્યો   .આ વખતે મારા દિકરાને ત્યાં દિકરાનો  જન્મ થઇ ગયો હતો  .(જાન્યુઆરી 11 1969 ) મારા ભાઈ અને એની અમેરિકન ગોરી પત્ની એલિઝાબેથે  એમના સગાં ઓ સાથે મુલાકાતો કરાવી   , આ વખતે કેનેડાના  મોન્ટ્રીઅલ શહેરમાં  વિશ્વ મેળો હતો તે દેખાડ્યો   . અને અમેરિકાના ઘણાં જોવા લાયક સ્થળો બતાવ્યા  .    ખુબ મજા કરાવી   , મેં  અમેરિકામાં વધુ રોકવા માટે  વિઝાની મુદ્દત  વધારી દેવા અમેરિકાના ઇમિગ્રેશન  ખાતાને અરજી કરી   .  એટલે મને ત્રણ મહિનાનો  બીજો વિસા મળ્યો   . વળી મેં  વધુ વિસા માટે  વિનંતી કરી   કશો  જવાબ મળ્યો નહિ   , અને હું વિસાની વાટ જોઈને બેસી રહ્યો  . એમ કરતાં મને   બાવીસ મહિના જેટલો સમય થઇ ગયો   . મારા ભાઈ અને તેની પત્નીની  એવી ઈચ્છા હતી કે હું અહીં રોકાય રહું  .
એક દિવસ અમદાવાદની   ડી એસ પી  ની ઓફિસથી  કાગળ આવ્યો કે  તમો  તમારી રજાના બે વરસ  પુરા કરશો તો તમારી નોકરી ગુમાવશો  ,  કેમકે કાયદો એવો છે કે  કોઈ બી સરકારી નોકર  બે વર્ષ સુધી  બિમારીનાં કે એવા કોઈબી  બીજા  કારણ સર   નોકરી ઉપર ગેર હાજર રહે  એને નોકરી ઉપરથી  છૂટો થઇ ગએલો ગણી લેવામાં આવે છે  .  માટે જો તમારે  નોકરી કરવી હોય તો  બે વર્ષ પહેલાં  નોકરી ઉપર હાજર થઇ જજો   , નહિતર  તમારી નોકરી ગુમાવશો  ,
પછી મેં મારા ભાઈને વાત કરીકે  હવે મને દેશ ભેગો કરી દે   .  મારા ભાઈએ અને દિકરાએ ભાર દઈને મને કીધું કે દેશમાં જઈ હવે તમે નોકરી નહીં કરતા  . અમે તમને અમદાવાદમાં મકાન ખરીદી આપીશું  .  અને હાલ તમારો પગાર છે  .  એનાથી ડબ્બલ  પૈસા આપીશું   . પણ હવે  સખત મહેનત વાળી અને જોખમી નોકરી કરતા નહીં  ,  તમારી નોકરી હવે ગઈ   . અમે અહીં અમારી મોટર  એક વખત  ધોવાના  પૈસા  ખર્ચીએ  છીએ એટલામાં  તમારો મહિનાનો પગાર  થઇ જાય છે  , પણ મેં ફરીથી  નોકરી કરવાનો નિર્ણય  કરી લીધેલો  ,  મેં મારા ભાઈને કીધું કે  મારી કારમી ગરીબીમાં મેં તારી ઓફર હોવા છતાં પૈસો લીધો નહીં   . તો શા માટે  હવે  હું તારી પાસેથી પૈસો લઉં  , મારુ કહેવાનું એટલું છે કે  તું જયારે મને કાયદેસર  અમેરિકા  બોલાવી શકે એમ હોય  ત્યારે  મને  બોલાવજે   ,
પછી મારા ભાઈએ મને  આઇસલેન્ડ  અને ઇંગ્લેન્ડ  થઈને  ભારત જવાની ટિકિટ લઇ આપી  , આઇસલેન્ડ  દેશ તમને જોવા મળે  એ રીતે તમને આઇસલેન્ડ  થઈને જવાની ટિકિટ   લઇ આપી છે  ,  અને  વાપરવા માટે ડોલર ન આપતા અમેરિકન એક્સપ્રેસનના  બિલના પૈસા આપ્યા.  ભાઈને એવો ખ્યાલ હતો કે  અમેરિકન એક્સપ્રેસ  ડોલરની જેમ બધેજ ચાલશે , પણ એ માન્યતા એની ખોટી હતી   . ફક્ત દુનિયાની અમુક બેન્કો જ આ અમેરિકન એક્સપ્રેસ સ્વીકારે  .
 મારી પાસે  ન્યુ યોર્ક થી મુંબઈ સુધીની ટિકિટ તો હતી જ, પણ આઈસલૅન્ડથી  ઇંગ્લેન્ડના  જે એર પોર્ટ ઉપર  ઉતારવાનું હતું   , ત્યાંથી  મુંબઈ જવા  માટે  લંડન શહેર વચ્ચેથી  પસાર થઇ  બીજા એર પોર્ટ ઉપરથી  ભારત જવાના પ્લેનમાં  બેસવાનું હતું ,  હું લન્ડનના એરપોર્ટ ઉપર ઉતર્યો .  ઘુસણ  ખોરોથી ત્રાસેલા ઇંગ્લેન્ડ ને  વ્હેમ પડ્યો  . કે હું  ઈંગ્લેન્ડમાં  ઘૂસી જવા માગું છું  અને એટલે જ મેં  આઇસલેન્ડ  થઈને ભારત જવાની ટિકિટ લીધી છે , હું ઈંગ્લીશ ભાષા જાણતો નથી . એવું જાણ્યા પછી દુભાષિયા મારફત  મારી સાથે વાત કરી. અને મને  ટેક્ષી કરીને બીજા એરપોર્ટ ઉપર જવાનું કીધું, મેં ટેક્ષીવાળાને અમેરિકન એક્સપ્રેસ બતાવ્યો  . એને એ લેવાની ના પાડી એટલે મને  ઇંગ્લેન્ડના  ઇમિગ્રેશન ઓફિસરે એની ઓફિસના  કોઈ ક્લાર્કને તેની  તેની કારમાં  બેસાડીને  બીજા એરપોર્ટ  ભેગો કર્યો  .   જેની ગોરી ચામડીથી અમો અંજાઈ જતા એ ગોરો મારો ટેક્ષી ડ્રાયવર બન્યો  , કારનું બારણું ખોલીને  મને  માનભેર  સીટ ઉપર બેસાડ્યો  . મારો સામાન કારમાં મૂકી આપ્યો આથી હું બહુ ખુશ થયો. હું મુંબઈના એર પોર્ટ ઉપર ઉતર્યો અહીંથી  એરપોર્ટની બસ દ્વારા  દાદર રેલવે  સ્ટેશન  નજીક ઉતર્યો  મજુર પાસે સામાન ઉપડાવી  દાદર રેલવે સ્ટેશન  ઉપર ચાલતો  પહોંચ્યો  . મજૂરને મેં વાત કરી કે મારી પાસે રૂપિયા નથી પણ અમેરીમન એક્સપ્રેસ છે , એની હું  ટિકિટ બારી ઉપરથી અમદાવાદની ટિકિટ લઈશ  ત્યારે મને છુટ્ટા ભારતના પૈસા મળશે , ત્યારે હું તુને  તારી મજૂરીના પૈસા આપી શકીશ. મજુર કહે ભલે  હું ટિકિટ લેવા ગયો તો અમેરિકન એક્સપ્રેસ નો લીધા. મજૂરને કીધું આ લોકોએ મારો અમેરિકન એક્સપ્રેસ નો લીધો, એટલે હું તુને પૈસા આપી શકું એમ નથો  , મજુર કહે    अच्छा अला आपका भला करे . એવા  દુઆ આપી  મજુર જતો રહ્યો અને હું  વગર ટિકિટે ગાડીમાં બેસી ગયો  અને અમદાવાદના  મણિનગર  સ્ટેશન ઉપર ઉતર્યો , સ્ટેશન ઉપર મને   જનક રાય નામનો રેલવે પોલીસ  મિત્ર મળ્યો,મને સૂટ બૂટમાં જોઈને બોલ્યો,એલા તારો તો અમેરિકા ગયો , એમાં વટ પડે છે  , ઓલી સરકારી ખાખી  ચડ્ડી  પહેરીને  ફરતો હતો એ યાદ આવે  છે કે નહીં , મેં જનકને કીધું  મારી પાસે ટિકિટ  નથી , મને તું સાંગોપાંગ  સ્ટેશન બહાર  નીકળી જવા માટે મદદ કર   , જનક કહે આતો  આપણા બાપાની  ગાડી છે.. બસ અહી સુધી લખી મોકલી છે …

પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના . બેઠકના દરેક સર્જક કરે છે

આતાજીના બ્લોગ આતાવાણીની આ લીંક પર વધુ …
https://aataawaani.wordpress.com/2017/01/15/aataa_no-more/

દાવડા સાહેબે મોકલેલ વિગત

આતા-૯૩ વર્ષની વયના મારા મિત્ર શ્રી હિમતલાલ જોષીને વધારે લોકો તેમના હુલામણા નામ “આતા” કે “આતાઈ” થી ઓળખે છે. મારા પ્રત્યેક ઈ-મેઈલનો તરત જ જવાબ લખનારા આ આતા સદા આનંદિત રહે છે.તેઓ પોતાનો “આતાવાણી” નામે બ્લોગ ચલાવે છે, અને બીજા અનેક બ્લોગ્સની મુલાકાત પણ લેતા રહે છે. વેબ ગુર્જરી દ્વારા સન્માનિત આતાની વાત એમના શબ્દોમાં જ વાંચો.

“મારો જન્મ ૫ મી એપ્રિલ ૧૯૨૧ ના દિવસે દેશીંગામાં થયો હતો. દેશીંગા જુનાગઢ જીલ્લાના માણાવદર તાલુકાનું એક ગામ છે. મારા પિતા જેઠાબાપા દેશીંગામાં માસિક રૂપિયા ૧૨/- ના મબલખ પગારથી પોલીસ પટેલતરીકે નોકરી કરતા.  હું દેશીન્ગાની નિશાળમાં ગુજરાતી પાંચ ધોરણ સુધીભણ્યો; કેમકે વધારે ધોરણ હતાં નહીં. પછી દેશીંગાથી અર્ધો ગાઉ દુર મરમઠગામમાં અંગ્રેજી વિના સાત ધોરણ પાસ  કર્યા. મારી ભણવાની બહુ હોંશહોવા છતાં, મારા બાપાની ગરીબીએ મને આગળ ભણતો અટકાવ્યો.  પછીમને બીલખામાં  શ્રી નથુરામ શર્માનાં આશ્રમમાં સંસ્કૃત  ભણવામુક્યો. આશ્રમ માં ભણતો હતો ત્યારે મને પંજાબના ઉદાસી સંપ્રદાયનાસાધુનો ભેટો થયો. આ સાધુ પાસેથી  હું ઉર્દુ લખતા, વાંચતા શીખ્યો.  અહીમેં આશ્રમના એક ક્લાર્કને  લાકડીથી માર્યો હતો, અને આ કારણે મનેઆશ્રમમાંથી કાઢી મુકવામાં આવ્યો.

આશ્રમમાંથી કાઢી મુક્યા પછી હું ઘરે આવ્યો, અને પછી મેં  ખાંડ,કેરોસીન વગેરે વસ્તુ  કાળાબજારમાં વેચવાનો  ધંધો શરૂ કર્યો,  પણ એમાં જોખમ હોવાથી મારી માએ  આવો ધંધો ન કરવાનું કહ્યું.

આ વખતે બીજું વિશ્વ યુદ્ધ  જોરશોરથી  ચાલી રહ્યું હતું.  હું આર્મીમાંભરતી થઇ ગયો. ૧૯૪૨ થી ૧૯૪૭ સુધી આર્મીમાં કામ કર્યું. બીજું વિશ્વયુધ્ધ પૂરૂં થઈ જવાથી મને સેનામાંથી છુટો કર્યો. ત્યાર બાદ, હુંઅમદાવાદ પોલીસ ફોર્સમાં જોડાયો. ૧૯૪૭ થી ૧૯૭૪ સુધી પોલીસ ખાતામાં કામ કર્યું. અમદાવાદમાં  હું એક એવો પોલીસ હતો કે D.S.P.સુધીના માણસો મને અંગત રીતે ઓળખે.  એનું કારણ એ કે,  હું  કાળાનાગને કોઈ પણ જાતના સાધન વગર મારા ખુલ્લા હાથથી પકડી લેતો. હુંમારા આવા સરપ  પકડવાના ધંધાને લીધે  છાપે ચડ્યો હતો. અમદાવાદનો સુભાષ બ્રીજ બની રહ્યો હતો ત્યારે એના ચીફ એન્જીનીઅર બી. કુમાર હતા. તે  એક વખત સિનેમા જોઈ  ઘરે આવ્યા અને પથારી પાસેગયા ત્યારે, ત્યાં ગુંચળું વાળીને બેઠેલા નાગદેવતાએ ફૂફાડો મારીને એમનેડરાવ્યા. એટલે  એ તો હડી કાઢીને  બંગલાની બહાર નીકળી ગયા.  આવખતે લોકોનું ટોળું પણ ભેગું થઇ ગયેલું. પણ મજાલ છે કે,  કોઈ બંગલાનજીક જાય!  પણ એક ભડનો દીકરો  ભૈયો હતો તે  દરવાજા  પાસેહાથમાં લાકડી અને ટુવાલનો ડૂચો લઈને બેઠો હતો.  મને બોલાવવામાંઆવ્યો. હું ગયો  એટલે ભૈયાએ મને ચેતવ્યો કે,

“साब! आप साथ कुछ नहीं लाए। यह  साप बड़ा खतरनाक है।”

મે તો મારા હાથમાં લાકડી હતી; એ પણ દુર મૂકી દીધી; અને પથારીપાસે ગયો. એટલે મને ડરાવવા નાગ દેવતાએ ફેણ માંડી, અને ફૂફાડો માર્યો.  હું સૌને સંભળાવવા બોલ્યો –

” નાગબાપા!  આ તમે જુઓ છો એ માંયલો માણસ હું નથી.”

એમ બોલી ફેણ માથે હાથ મૂકી  નીચે કરી દીધી. પછી એના ગુંચળા નીચેમારા બે હાથની હથેળીઓ ઘાલી  નાગદેવતાને  ઊંચા કરી મારા નાક સામેફેણ મંડાવી; અને પછી ચાદરમાં મૂકી દીધા.

કોઈક બોલ્યું કે આને કૈંક ઇનામ આપવું જોઈએ.  બી.કુમારે  મને વીસ રૂપિયા આપવાનું કર્યું. મેં તેમને કહ્યું કે મારાથી સીધું ઇનામ ન લેવાય. તમેમને મારા ખાતા મારફત  આપો.

પછી તો છાપાંવાળાઓને ઈન્સ્પેક્ટરે  બોલાવ્યા.  મારો ઈન્ટરવ્યુ લેવડાવ્યો;  અને હું તો છાપે ચઢી ગયો. મુંબઈના ‘જન્મભૂમિ’ છાપામાં આ મારા સર્પપકડવાની વિગત પણ  છપાણી. મારો જીવતા સાપ પકડવાનો આ શોખ,એક વાર નાગના કરડવા છતાં, આજસુધી કાયમ છે.

પોલીસ ફોર્સમાંથી વહેલો નિવૃત થઈ અને મારા નાનાભાઈનાતેડાવવાથી   ૧૯૭૪ માં અમેરિકા આવ્યો.  છ દિવસ આરામ કર્યાં પછીનોકરીની શરૂઆત કરી. ૧૯૮૫ સુધી પ્રિન્ટીંગ  પ્રેસમાં કામ કરી કમાયોઅને એરિઝોનામાં  પોતાની કમાણીથી  ઘર ખરીદ્યું.  છાપાઓમાં લેખોલખ્યા.  લેખોએ મને ઘણી પ્રસિદ્ધિ અપાવી. ડો. કનક રાવલ (જાણીતા ચિત્રકાર રવિશંકર રાવલના સુપુત્ર) જેવા મિત્રો મળ્યા.  શ્રી સુરેશ જાની(બ્લોગ જગતના જાણીતા સુરેશદાદા) એ મારો ઉત્સાહ  ખુબ વધાર્યો.

અમેરિકા આવ્યા બાદ સાહિત્યમાં રસ કેળવાયો અને ઉર્દુ અને અરબી ભાષા શીખ્યો.  ૧૯૯૬ સુધી ન્યુ યોર્ક રાજ્યમાં અને ત્યારબાદ એરિઝોના રાજ્યમાં રહ્યો. ૪૦ વર્ષથી અમેરિકામાં રહેવા છતાં હજી અમેરિકાની નાગરિકતા સ્વીકારી નથી.

૨૦૦૭ માં  મારી પત્નીના પરલોક ગયા પછી  હું બહુ ઉદાસ રહેતો હતો;પણ મને પોતાના દાદાથી અધિક ચાહતી અને મને  મારી પોત્રી જેટલી જ વહાલી, ગોરી અમેરિકન લિયા એ મારી ઉદાસીનતા દુર કરી.”

હાલમાં આતાજી સવારે વહેલા તૈયાર થઈ, સરકાર દ્વારા ચાલતા Senior Citizen Centre માં પહોંચી જાય છે, ત્યાં મિત્રોને મળે છે, કોમપ્યુટર ઉપર કામ કરે છે, વાંચન કરે છે, લેખ અને શાયરીઓ લખે છે. બપોરે ઘરે આવી થોડો આરામ કરે છે, ત્યાર બાદ ઘરના બાગમાં થોડું કામ કરે છે,લોકોને હળે મળે છે, અને આનંદમાં જીવન વ્યતિત કરે છે. એમને જીવન પ્રત્યે કોઈ ફરિયાદ નથી.

 

પી. કે. દાવડા
https://davdanuangnu.wordpress.com/

___________________________________________________________________________________

રામકા નામ લીયેજા, તું અપના કામ કીયેજા…

વિનોદકાકા ને જન્મદિવસના “બેઠક”ના સર્જકો અને વાચકો તફથી વધામણા

      vinod patel                         

%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a8%e0%ab%8b%e0%aa%a6-%e0%aa%95%e0%aa%be%e0%aa%95%e0%aa%be

                               

           મિત્રો  ૧૫મી જાન્યુઆરી,૨૦૧૭ એ  વિનોદકાકાએ  ૮૧ મો જન્મ દિવસ ઉજવ્યો. 

કાકા તમે આ ઉમરે પણ ચગાવો પતંગ અમે તમને ઢીલ દેશું. 

સ્નેહી વડીલ વિનોદકાકાને ૮૦માજન્મદિવસે  “બેઠક”ના અભિનંદન.

મક્કમતા અને  દ્રઢ મનોબળ સાથે લાંબુ જીવો, તંદુરસ્ત જીવો, 

આપની કલમ ખુબ વિકસે,  

બ્લોગ પરની આપની એકધારી ની:સ્પૃહ કામગીરી વિકસે એ શુભેચ્છા.

આપના  વ્યક્તિત્વ થકી  વાંચવાની  અને લખવાની પ્રેરણા “બેઠક”ના દરેક સર્જકને મળતી રહે તેવી પ્રાર્થના

બેઠકના આયોજક :પ્રજ્ઞા દાદભાવાળા 

bethak-5

વિનુ મરચંટ – 2017 વાર્તા સ્પર્ધા(8)-જિંદગીને જીવતા શીખીએ.


vishvdip-barat

વિશ્વદીપ બારડ

‘ડેડ, ક્યાં લગી આવું એકાંત જીવન જીવતા રહેશો? મારું કશું તમો માનતા જ નથી, કેટલી વાર તમને કહ્યું કે મારે ત્યાં રહેવા આવતા રહો પણ હમેંશા એકને એક કક્કો “ મને મારી રીતે જીવન જીવવા દે”.

‘બેટી તારો પ્રેમ અને લાગણી હું સમજી શકું છું. સાચું કહું મને કોઈના ઓશિયાળા થઈને રહેવું પસંદ નથી.

ડેડ, “ઓશિયાળા”…શું વાત કરોછો? દીકરીના ઘરે ઓશિયાળા!

‘હા બેટી સાચું કહું, ખોટું ના લગાડીશ, તારે બે ટીન-એઈજ બાળકો , તું અને રાકેશ બન્ને જોબ કરો છો. તમારા જીવન જીવવાની સ્ટાઈલ આખી જુદી છે.રોજ સવારે ૫.૩૦ ઉઠી જવાનું, બાળકોને સ્કુલ માટે લન્ચ તૈયાર કરવાનુ, રાત્રે ૯,૩૦ સુઈ જવાનું બધું ઘડિયાળના કાટે તમારું જીવન ચાલે, હું અહીં એકલો છું તો રાત્રીના બાર સુધી મારો ટી.વી ચાલતો હોય અને ઘણીવાર સાંજે ૮ વાગે કોઈ મારા મિત્રને બોલાવું તો વાતોના તડાકા મારતા રાત્રીના એક વાગી જાય અને કોઈ વાર મિત્ર મારે ત્યાં સુઈ પણ જાય..હું તારે રહેવા આવું એટલે દેખીતી વાત છે કે મારે તારી રહેવાની સ્ટાઈલથી રહેવું પડે. તારી બોસ્ટ્નની ઠંડી એટલે છ મહિના ઘરમાં બેસી રહેવાનું, મારાથી એ ઠંડી સહન ના થાય..હું મારી રીતે સ્વતંત્ર રીતે રહેવા  ટેવાઇ ગયો છું. અહીં હ્યુસ્ટ્નમાં બાર મહિના વૉર્મ વેધરમાં ઘણી બધી પ્રવૃત્તિ કરી મજા માણું છું. ‘ ડેડ, હું તમારી કન્ડીશન સમજી શકું છું,આપણી અગાઉ વાત થઈ તે ફરીવાર કહેવા માંગું છું.’

‘ હા હા મને ખબર છે કે તું શું કહેવાની છે…”ફરી લગ્ન કરી લો”. એજ ને?

‘ડેડી!!’

‘તારી મમ્મી સાથે અદભુત અને ભવ્ય સ્વર્ગ સમી જિંદગી જીવી, હવે એ નથી મને છોડી પ્રભુને પ્યારી થઈ ગઈ! તો  હું મારી જિગરજાન દોસ્ત સમી તારી મમ્મીને ભુલી જઈ કોઈ અન્ય સ્ત્રી સાથે શેષ જિંદગી કેવી રીતે ગાળી શકુ ? તેણીની યાદમાં ને યાદમાં તેની સાથે ગાળેલા ભવ્ય ભરતી સમા દિવસોને યાદ કરી હું હસતો હસતો જીવન જીવી રહ્યો છું, બેટી! મારે ૬૫ થયાં, અને આ ઉંમરે મારી કોઈ અજાણ્યા પાત્ર સાથે મેળ પાડવાનો?’

‘ એમાં શું થઈ ગયું ડેડી, તમારો મળતાવડો અને પ્રેમાળ સ્વાભાવમાં કોઈ પણ વ્યક્તિ ઍડજસ્ટ થઈ શકે!!

‘બેટી , તને ખબર છે કે મારા બેડરુમમાં તારી મમ્મીના હસતા સુંદર ફોટા જોતા જોતાં થાકતો નથી..ઉંઘ પણ સારી આવી જાય છે, એ મારી આસપાસ છે એવો આભાસ કાયમ રહે છે. મને એકાંત લાગતુંજ નથી.’

ડેડી-દિકરી વચ્ચે આ સંવાદો નિયમિત ચાલ્યા કરતા હતાં. સમયનો પ્રવાહ સતત ચાલ્યા કરે છે અને ઘણીવાર સમય માનવીને પણ ફેરવતો રહે છે.

ઉમેશની ઉંમર ૬૫ અને શિકાગો રહેતી લત્તા ૬૫ની પણ ઉમેશ કરતા છ મહિના નાની, તેણીના જીવનમાં પણ તેણીનો પ્રેમાળ પતિ સુમન કાર એકસીડન્ટમાં અવસાન પામ્યો. બે વરસ સુધી એ એટલી  ડિપ્રેશનમાં આવી ગઈ હતી કે કોઈની સાથે બોલે-ચાલે નહી, મેરીડ દીકરો ડોકટર હતો પણ એને ઘેર પણ રહેવા ના જાય.. ગાંડા જેવી બે-બાકળી બની ગઈ હતી. રોજ રોજ સુમન સાથે ગાળેલા દિવસો અને સાથ સાથ વેકેશનમાં ગાળેલા દિવસોમાં પાડેલ વિડિયો જોયા કરે. ૨૦ થી પચ્ચીસ પાઉન્ડ વજન ગુમાવી બેઠી હતી.એક દિવસ લત્તાની બહેનપણી હંસાએ જીવનની સાચી ફિલોસોફી સમજાવી

” લત્તા, દરેક મેરીડ કપલના જીવનમાં બે માંથી એકનો તો એક દિવસ જવાનું છે અને એ સત્ય આપણે સ્વિકારવું પડશે. ગયેલ વ્યક્તિ કદી પાછી ફરવાની નથી. ગયેલ વ્યક્તિને યાદ કરી, ઝુરી ઝુરીને જીવવા કરતાં તેમની સાથે ગાળેલા દિવસો યાદ કરી જીવન પ્રફુલ્લિત બનાવી કેમ ના જીવી શકીએ ? ગયેલ વ્યક્તિના આત્માને પણ શાંતિ મળે! જીવનને હરીયાળું બનાવી જીવીએ, રણ સમું નહી!!

લત્તાનુ જીવન બદલાયું. હંસા ઉમેશને પણ ઓળખતી હતી.મેળ પડી ગયો.

ઉમેશ અને લત્તાના કોર્ટમાં બહુજ સાદાઇથી નજીકના મિત્રોની હાજરીમાં ફરી લગ્ન થયાં

બન્ને માયાળું-પ્રેમાળ અને સ્નેહાળ પણ બહુજ ઓછું બોલનારા છતાં એકબીજાની સતત કાળજી લેનારા જ્યાં જાય ત્યાં સાથે સાથે, ફરવાનો, મ્યુઝીકનો, ક્રૂઝનો અને પાર્ટીઓ કરવાનો. ઉમેશ અને લત્તાનું શેષ જીવન જાણે સંધ્યા સોળે કળાએ ખિલી ઊઠે અને મોર નાચી ઉઠે એવું સુંદર ભાસતું હતું !

ભાસતું હતુ! વાત સાચી..પરંતું જીવનની વાસ્તવિકતા  અપનાવવી સહેલી તો નથી..અપનાવો તો પચાવવી સહેલી નથી! બહાર લાગતું સુંદર જીવન અંદરથી કેટલુ ડામાડોળ છે! એ માત્ર ઉમેશ અને લત્તા જાણતા હતાં. સુંદર જીવનમાં ભૂતકાળનો પડછાયો એમનો સતત પીછો કરતો હતો તે હતી તેમની પાછલી જિંદગી! સ્વર્ગસ્થ જીવનસાથી!

બન્ને સાથ જમવા બેઠા હોય કે કોઈ ફરવા લાયક સ્થળે બેન્ચ પર બેઠાં હોય આનંદ માણતા હોય અને અચાનક ઉમેશની વાતોમાં પોતાની પત્નિની વાતો આવી જાય અને સાથે સાથે લત્તા પણ પોતાના પતિ કેટલા પ્રેમાળ હતાં એકે પળ એમને મારા વગર ચાલતું નહોતું એમ કહેતા કહેતાં આંખમાં આંસુ સરી પડે અને એજ રીતે ઉમેશ પણ સ્વર્ગસ્થ પત્નિ સાથે ગાળેલા દિવસો સતત વગોળતો. ભૂતકાળની વાતોનું ભૂત એમના વર્તમાન સુખને ડામડોળ બનાવી દેતું.

રાત્રીના સમયે પોતાનું દામ્પત્ય સુખ માણવાને બદલે બેડરુમમાં પોતાના ભૂતકાળના જીવન સાથીની યાદને આહવાન આપી એમાં રચ્યા પચ્યા રહેતાં. અત્યારે બન્ને પતિ-પત્નિ છે એ ભુલી જઈ, ભૂતકાળની વાતો વગોળતા વગોળતા આંસુ સારી સુઈ જતાં. બન્ને આ વિષયમાં ચર્ચા કરતાં કે આપણે આવું ના કરવું જોઈએ..છતાં વ્યસનની જેમ બન્નેનો મન પર કોઈ પણ પ્રકારનો કાબુ નહોતો અને એ જ વસ્તું એમના શેષ જીવનમાં નડતર રુપ બની. પ્રેમના વહેણમાં રુકાવટ આવી..ભૂતકાળનો આ સતત તાપ પ્રેમના પ્રવાહને સુકવવા લાગ્યો!!

અંતે બન્ને સમજી નક્કી કર્યું .

“આપણે આપણાં ભૂતાકાળના જીવનસાથીને ભુલી નથી શકતા,એ આપણી નબળાઈ છે અને એ મર્યાદામાંથી કોઈ હિસાબે બહાર આવી નથી શકતા. એ દિવાલ સતત કઠોર બનતી જાય છે, આપણાં જીવનની લીલીછમ વાડી શુષ્ક બનતી જાય છે. આપણે બન્ને લાગણીશીલ છીએ અને એજ લાગણીશીલતાના માર્ગમાં કોઈ નવું સ્વીકારવા તૈયારી છતાં મનની નબળાઈને લીધે સ્વીકારી ના શક્યા.બસ આપણે આપણાં વ્યક્તિગત માર્ગે પાછા ફરીએ એજ આપણાં જીવનનો સુખી માર્ગ છે.’

બન્ને રાજી-ખુશીથી ડિવોર્સના પેપર્સ ફાઈલ કર્યા. બન્નેનો વકીલ પણ એકજ હતો. બન્નેને એક પછી એક બોલાવ્યા સમજાવ્યા. લત્તાને કહ્યું  “તમને તમારા પતિ પાસેથી અડધી મિલકત, પૈસા મળી શકે.” લત્તાએ તુરતજ કહ્યું. એ પ્રશ્નજ અમારા વચ્ચે નથી.હું જે માંગુ તે આપવા એ તૈયાર છે, એ બહુજ દિલદાર છે. મારી પાસે પણ મારી પોતાની મિલકત અને પૈસા છે કે જે હું જીવુ ત્યાં લગી ભોગવી શકું તેમ છું, ઉમેશે કદી મારી મિલ્કત કે પૈસા પર ખરાબ નજર કરી નથી. અમારા બન્ને વચ્ચે કોઈ ખટરાગ કે ઝગડા નથી. અમે બન્ને રાજી ખુશીથી ડિવોર્સ લેવા માંગીએ છીએ. વકીલને નવાઈની વાત એ લાગી કે લત્તાએ જે વાત કરી એ જ વાત ઉમેશે કરી. વકીલને આ પહેલો ડિવોર્સનો કેસ હતો કે કોઈ મિલકત કે પૈસાનું સેટલમેન્ટ કરવાનું હતું જ નહી.

કોર્ટમાં ડિવોર્સ માટે આજની ડેઈટ હતી. બન્ને સવારે છ વાગે ઉઠી ગયાં . લત્તાએ સવારના નાસ્તામાં ગરમ ગરમ થેપલા અને ચા તૈયાર કર્યા.  ટેબલ પર નાસ્તો કરતાં કરતાં ઉમેશ કહ્યું,

‘લત્તા તારી પોતાની વસ્તુ તે એક્ઠી કરી લીધી છે ને? ’ લત્તા હસતી હસતી બોલી.

’હા ઉમેશ, કોઈ વસ્તું ભુલી જાઉ તો ફરી આ ઘેર આવી શકું ને?

ઉમેશઃ ‘લત્તા, એ સવાલ જ ઉભો નથી થતો તું ગમે ત્યારે આ ઘરે આવી શકે છે અને સાથે કોઈ વાર ચા-પાણી પણ પીશુ. આપણે કોઈ કોઈ ગંભીર ઝગડો કે બોલાચાલી થઈજ નથી. માત્ર જીવન-જીવવાના , વિચારવાના રસ્તા અલગ છે, માર્ગને એક બનાવવાની કોશિષ બન્નેએ કરી પણ સફળતા ના મળી એજ આપણી નબળાઈ! આપણે બે વર્ષ સારા મિત્રો જેવી સુંદર જિંદગી જીવ્યા.’

‘ઉમેશ, તમને કોઈ સારું પાત્ર મળી જાય…’

‘લત્તા! હવે આ ભવમાં કોઈ બીજા પાત્રને સ્થાનજ નથી. ૨૪ કલાક મારી સાથે પડછાયાની જેમ ફરતી મારી સ્વર્ગસ્થ પત્નિની યાદ મને શેષ જિંદગી જીવવામાં મદદરુપ થશે..’

‘પણ તને કોઈ.. ‘ઉમેશ! મારે પણ તમારા જેવું જ છે જે પ્રીતની ચુંદડી ઓઢી હતી હવે તે ચુંદડી પર બીજો રંગ લાગાડવાની કોઈ ઈચ્છા નથી. જુઓને લગાડવાની કોશિષ કરી પણ નિષ્ફળ નિવડી. ઉમેશ! આપણાં જીવનમાં પણ સ્વર્ગસ્થ સાથીદારોના પ્રેમે આપણને નજદીક આવતા રોક્યા છે.

સરળ સ્વભાવના, સ્નેહાળ! શાંત, ઉગ્રતા કદી જેને અડકી ના શકે એવી આ સુંદર જોડીએ સાથે મળી માળો બાંધવાની કોશિષ કરી પણ જાણતાં છતાં અજાણ્યા ભેદી વાયુના વંટોળે એમને છુટા કરી દીધા..

બન્ને સાથે લેક્સસ કારમાં નિકળ્યા.

ઉમેશઃ ‘મારી કોઈ પણ ભુલ-ચુક હોય તો માફ કરી દેજો.’

‘શું વાત કરે છે લત્તા… આપણે કદી પણ ઝગડો કે બોલચાલી થઈ જ નથી માત્ર…’

ઉમેશ” આ તારી લેકસસમાં મારી છેલ્લી સફર સાથ સાથ.’

‘લત્તા! તને આ લેકસસ ગમતી હોય તો તું રાખ , હું બીજી લઈ લઈશ. ‘

‘થેન્ક્યુ..ઉમેશ..તમારા જેવા જેન્ટલમેન આ દુનિયામાં મળવા મુશ્કેલ છે.’

‘લત્તા, મને કઈક મુંઝાવણ જેવું થાય છે.’ કાર ચલાવતા ઉમેશ બોલ્યો.

‘તમે એમ કરો ઈમરજન્સી લાઈનમાં કાર લઈલો… માંડ માંડ કાર ઈમરજન્સી લાઈનમાં લીધી અને ઉમેશે ભાન ગુમાવ્યું.લત્તાએ તુરત ૯૧૧ને ફોન કર્યો, પોતે પણ ગભરાઇ ગઈ.પણ હિંમત રાખી. પાછળથી આવતી એક કાર રોકાઇ અને પુછ્યુ..હું મદદ કરી શકું? .એ એક ડોકટર હતો તેણે તાત્કાલિક સી.પી.આર આપવાની કોશિષ કરી અને થોડીજ વારમાં એમ્બ્યુલન્સ આવી ગઈ. નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા. હળવો હાર્ટ-એટેક હતો..તાત્કાલિક સારવારથી ઉમેશ બચી ગયો. હોસ્પિટલમાં બીજા-ટેસ્ટ અને સારવાર માટે બે-ત્રણ દિવસ રહેવાનું હતું.

“લત્તા, ક્યાં જવાનું હતું અને ક્યાં આવી ગયો.?

‘ઉમેશ તમે અત્યારે આવું ના બોલો,આરામ કરો અને મેં દીકરી ઉમાને ફોન કરી દીધો છે એ આજની ફલાઈટમાં એરપોર્ટથી , કાર રેન્ટ કરી સીધી હોસ્પિટલ આવે છે.

‘ઉમા, આવી પરિસ્થિતીમાં હવે મને અહી નહી રહેવા દે. મને એ બોસ્ટ્ન લઈ જશે. ઉમા મારી બહુજ ચિંતા કરે છે. ‘તમે એ અત્યારે ના વિચારો..આરામ કરો.’ ઉમેશને ઘેનની દવાથી ઉંઘ આવી ગઈ.

‘જે વ્યક્તિ મારી સાથે નથી, અને કદી પાછી ફરવાની નથી એની એક યાદ રુપી લાશ લઈને ફરુ છું. આત્મા છે, મૌન છે, ખબર નથી ક્યાં છે? અને એનાજ વિચારોમાં મારું શેષ જીવન વ્યર્થ કરી રહી છું. એ અમારો પ્રેમ હતો અને એની યાદ જરુર રહેશે. આ ભવમાં મળેલો માનવ દેહ ફરી મળેશે કે કેમ ખબર નથી? ઉમેશમાં શું ખામી છે? એક સારા મિત્ર-સાથીદાર તરીકે કેમ જીવી ના શકીએ.? સુંદર મળેલી જિંદગી ભુતકાળની યાદોના ખંડેરની અંધારી કોટડીમાં પડ્યા પડ્યા શેષ જીવન સડી જશે. પ્રેમ શાસ્વત છે,પવિત્ર છે,અવિરત છે એને યાદના ખબોચીયામાં ડૂબાડી દેવો એ સાચો પ્રેમ છે? સુમન હતો એક લીલી વાડી સમો.એની ખુશ્બો સદા રહેશે. પણ પ્રેમની મહેંકને મહેંકતી રાખી મારી જિંદગી મારી રીતે જીવવી જોઈએ. ૬૫ પછી બીજા પાંસઠ કાઢવાના નથી..જે છે તેને વધાવી, ઉમેશ સાથે કેમ ખુશ ના રહી શકું?

હોસ્પિટલમાં ઉમેશના રુમમાં લતાના વિચારોનું ધમણ સતત ચાલું હતું.

ઉમેશને હોસ્પિટલમાંથી રજા આપી દીધી, લત્તા, ઉમા ઘેર આવ્યા.ડૉકટરની સલાહ પ્રમાણે બ્લડ પ્રેશર અને અન્ય દવા લેવાની હતી. ઉમાને ખબર હતી કે ડેડના ડિવૉર્સની ડેઈટ(તારીખ) જે દિવસે હતી એજ દિવસે આ ઈમજન્સી આવી ગઈ.

‘ડેડ, આ સમયે હું બહું ચર્ચા કરવાં નથી માંગતી , પણ મારી હવે એકજ રિક્વેસ્ટ છે કે તમો મારા ઘેરજ રહો..ડિવૉર્સ પછી અહીં તમારી સારવાર કોણ કરશે? ‘

ઉમેશ, શુન્ય નજરે લત્તા સામે જોઈ રહ્યો હતો..વિચારવા લાગ્યોઃ

“ઉમાની વાતમાં પણ તથ્ય છે, ડિવૉર્સ પછી..ફરી હું એકલો પડી જઈશ!! હું પણ કેવી વ્યક્તિ છું ? પત્નિના ગયા બાદ કોઈની સાથે ઍડ્જસ્ટ થઈ નથી શક્તો.. એજ મારી નબળાઈ કે મર્યાદા છે. લત્તામાં કોઈ ખામી નથી.મારો ભુતકાળ મને એની નજીક જતાં અટકાવે છે. લત્તા એક સમજુ,સંસ્કારી સ્ત્રી છે.લત્તાની મર્યાદા એજ મારી મર્યાદા છે.એ મર્યાદા કેમ દૂર ના કરી શકાય?. લત્તા સાથે જે પ્રશ્ન છે એ બહુ શાંતીથી ઉકેલી શકાય તેમ છે, અમે બન્ને અડધે રસ્તે મળી સમાધાનની સાકર ખાઈ ના શકીએ? જ્રુરુર. આ ઉંમરે દીકરી સાથે રહેવું એટલે એમના જીવનના ધોરણે મારે જીવવું પડે. આ ઉંમરે ? હું મારી રીતે જે જિંદગી જીવ્યો છું એને, બદલાવી એક નવા વાતાવરણમાં જીવવાનું?

મૌનમાં ચાલતાં વિચારો કોઈ સમજી શકે? હા..એની પણ ભાષા હોય છે. એક આંખ બીજી આંખની ભાષા બહુજ સરળ અને ઉંડાણથી સમજી શકે!

‘ઉમા,મને અહીંજ રહે દે..મારે બોસ્ટન …. ‘

‘ ડેડ!… ‘

ઉમા આગળ બોલે તે પહેલાજ વચ્ચેજ લત્તા બોલી ઊઠી… “ઉમેશ! મને એક મોકો આપશો?

ઉમેશઃ ‘લત્તા જે સવાલ તું કરે છે એજ સવાલ હું તને કરી શકું? મને તારા સાથે રહેવાનો….’ વાકય પુરુ થાય એ પહેલાં. લત્તા ઉમેશની નજીક આવી ભેટી પડી.

આપનો અમૂલ્ય પ્રતિભાવ જરુર આપશોજી.

-વિશ્વદીપ બારડ

 

 

વિનુ મરચન્ટ વાર્તાસ્પર્ધા-૨૦૧૭-(7)”સાંભળો છો”?

પ્રજ્ઞા દાદભાવાળા

પ્રજ્ઞા દાદભાવાળા

“સાંભળો છો”?

અમારા બાજુવાળા માસી !

 પેલા મણીમાસી જે વારે વારે એમના પતિને સાંભળો છો ?કહીને બોલાવે છે! 

કહું છું સાંભળો છો ?

તે સાંભળું છું બહેરો નથી સમજી, મુળજીભાઈ અકળાયા

તે હોકારો દયો તો ખબર પડે ને !

પણ આમ બરાડા પાડીશને તો સાચે જ એક દિવસ બહેરો થઇ જઈશ.

થઇ જઈશ ? અરે ધ્યાન બેરા તો છો એટલે જ આટલી વાર કહેવું પડે છે.

હવે જે કામ હોય તે બકો તો સારું !

લ્યો જોયું જે વાત કહેવા આવી હતી તે તો ભુલી ગઈ.

સારું યાદ આવે ત્યારે આવજો,

બસ આમ જ આ માસી અને માવજીકાકાની જિંદગી ચાલે રાખે ,એમનો મીઠો ઝગડો બધા સાંભળે,છતાં પચ્ચાસ વર્ષથી સાથે ને સાથે જ ,બન્નેના શોખ પણ જુદા અને સ્વભાવ પણ ,માસીને પિક્ચર જોવા ખુબ ગમે પણ માવજીકાકાને જરાય નહિ પણ માસી પરાણે  માવજીકાકાને લઇ જાય અને મિત્રો પૂછે કેમ જાવ છો ? તો કહે ઘરમાં સુઉં કે થીયેટરમાં શું ફર્ક પડે છે. પણ મારા જવાથી મણીને જોવો કેટલો ફર્ક પડે છે.

સવારે ચા થી માંડી રાત્રે સુતા સુધીમાં માસી નહિ નહિ ને કેટલીયવાર સાંભળો છો બોલે.અને રાત્રે સુતા પહેલા છેલ્લીવાર કહે સાંભળો છો લાઈટ બંધ કરતા પહેલા દાંતનું ચોકઠું કાઢવાનું ભૂલતા નહિ.અને કોકવાર તો માં ઊંઘમા પણ બોલે સાંભળો છો? હવે સુઈ જાવ સવારે વાંચજો…આમ સાંભળો છો મણીમાસી માટે બ્રહ્મ વાક્ય એમની આખી જિંદગી એની જ આસપાસ….

છોકરાવ અમેરિકા ગયા પછી બંને એકલા પણ આખી પોળ એમની જ…

કહ્યું છું સાંભળો છો ,જોઓ હવે વચ્ચે ન બોલતા નહીતો હું ભૂલી જઈશ. હું એમ કહેતી હતી કે મારી બહેનપણી બદ્રીકેદારથી આવી ગઈ તમને ખબર છે એમને એટલી બધી ટેબ્લેટ્સ પડી કે વાત જ ન પુછો?

કેમ બિમાર પડ્યા હતા ?

તમે તો ખરા છો ,સાચે જ તમે બહેરા થઇ ગયા છો ?આમાં બીમારીની ક્યાં વાત આવી

તે કહ્યુંને એમને એટલી બધી ટેબ્લેટ્સ પડી !

હા આપણે જવાનું વિચારતા હતા ને પણ જો બહુ તકલીફ પડે તો નથી જવું.

ઓ એમને ટ્રબ્લ્સ પડી ! તો ગુજરાતીમાં બોલતી હો તો .

તમે સમજી ગયાને ?ભલે ઓછુ સાંભળો છો પણ મને સમજો છો એટલે ભયો ભયો અને હા હું તો ગુજરાતીમાં અંગ્રજી બોલું છું તોય તમને સમજતા વાર લાગી જવા દયો મારે ઘણા કામ છે. તમારી સાથે લમણા કોણ લે !

અને માવજીકાકા છાપામાં માથું રાખી મુછમાં હસે એ પણ જાણતા હતા કે હવે મણી સાવ એકલી થઇ ગઈ છે. એટલે વારે ઘડીએ મને સાંભળો છો, સાંભળો છો?ઘરને ગાજતું રાખે છે  અને  નાની નાની વાતો કરવા બહાનું શોધે છે. બે વર્ષ પછી અમે અમેરિકા છોકરા સાથે રહેવા જશું એ આશાએ અંગ્રેજી શીખે છે.

આખો દિવસ સમય પસાર કરવા મણી કામવાળી અને આજુબાજુની ગરીબ અભણ બહેનોને ભણાવે પોતાની અંગ્રેજી પ્રેક્ટીસ એમની સામે કરે અને ઘરના કામકાજ સાથે નાસ્તા, ભરત, ગુંથણ શીખવાડે.તેમના હક્ક માટે લડે સુદ્ધાં અને સાંજ પડતા હિંચકે બેસતા આખા દિવસની વાતો માવજી ભાઈને કહે  પાસે બેઠા  હોય તો પણ કહેશે સાંભળો છો ?

આજે પેલી ઝાડુવાળી જીવીના વરે એને ખુબ મારી ,મારાથી જોવાયું નહિ એટલે મેં તો પોલીસ બોલાવી ત્યારે એને છોડી ,બચાળીને મારી મારી અધમુવી કરી નાખી પણ પેલો છે જ ગુંડા જેવો મને પણ ધમકી આપી ગયો છે. યાદ રાખ જે હું બહાર આવીશ ત્યારે તને જોઈ લઈશ.પણ એમની ધમકીને માને તે બીજા !

પણ તમારે આવા મવાલીની સાથે જીભાજોડીમાં ન પડવું,એ તો લોક વર્ણ કહેવાય ક્યાંક તને નુકશાન પહોંચાડશે.

તમે તો ખરા છો એમ ડરીને થોડું રહેવાય? ઇફ ફીઅર્સ ધેન ડાઈ

હા હા તું ગુજરાતીમાં બોલે છે એટલેજ સમજાય છે ડરે એ મરે એમજ ને ?

હું બ્રેવ વુમેન છું.

હા તું તો મારે.. ચાર ભાયડાને હંફાવે તેવી છો ! બ્રેવ વુમન

તમને મશ્કરી સુજે છે. એનો વર તો બહુ ખરાબ છે એની છોકરી પણ બચાડી નોકરી કરે તો એના પૈસા લઇ લે છે.

હા પણ સાચવજે…

અને બીજી વાત કહ્યું આ મુઆ મરદો અદેખા હોય છે.

આમાં આખી વાતમાં મરદો ક્યાં આવ્યા સમગ્ર જાતિને વગોવાની?માવજીભાઈ બોલ્યા.

તમને ખબર છે એની દીકરી કલા સરકારી કામે જાય છે હોશિયાર ઘણી પણ કોઈ આગળ આવવા જ દેતું નથી,કાલે તો એના ઓફીસ જવાની છું સાહેબને વિનંતી કરવા.

સારું સંભાળીને જાજો.ડરતો નથી પણ ચેતતા નર સદા સુખી

સાચું કહ્યું તમને આ વાત એટલા માટે શેર કરું છું કારણ  તમે મારા પતિ કરતા એડ વાઇરસ વધારે છો ?

એટલે ? માવજીભાઈ બોલ્યા અને હસ્યા

એડ વાઇરસ નહિ અડ્વાઇઝર કહેવાય.

હા હા એજ તમે બરાબર સમજ્યા છો ! સારું છે કે ગુજરાતીમાં બોલું છું એટલે જલ્દી સમજો છો.

બીજે દિવસે  મણીબેન ગયા કલાની ઓફિસે અને અંગ્રેજીમાં બોલ્યા આઈ નીડ જસ્ટીસ ફોર કલા,

શી ઇઝ વર્કિંગ હાર્ડ એન્ડ હાર્ડ એન્ડ નો પ્રમોશન ,

નો ગુડ ,ધીસીસ કોલ લેડીસ પારસાલીટી ,(પાર્શિઍલિટિ)

ડુ સમથીંગ.

સાહેબ કહે હા પણ કલાએ મોટા સાહેબને ખુશ કરવા જોઈએ ને હું શું કરું ? બધું કલા ઉપર છે,અને મણી માસી તો રાતાચોળ થઇ ગયા.અને એક જોરદાર તમાચો સાહેબના ગાલ અને કાન પાસે ચોઢી દીધો.સાહેબ રઘવાયા થઇ બોલ્યા આનો હિસાબ દેવો પડશે મણીબા યાદ રાખજો.

હા હા આઈ રીમેમબર પણ તું પણ આ મણીમાસીને યાદ રાખજે.નો ફરગેટ સમજ્યો.

તે દિવસે મણીમાસી લડવા ના મૂડમાં હતા એટલે પોલીસ પાસે પહોંચી  ગયા ફરિયાદ નોધાવી ઘરે આવતા થોડું મોડું થયું.

મનમાં બબડયા માર્યા ઠાર આજે તો તારા કાકા ખીજાવાના !

ઘરે બારણું ખખડાવ્યું પણ માવજીભાઈએ ખોલ્યું નહિ .નક્કી ગુસ્સામાં લાગે છે.માફી માગવી જ પડશે.એ ઘરમાં હતા એટલે ચાવી પણ લીધી નથી

કહ્યું છું સાંભળો છો ?સુઈ ગયા છો કે શું ?

પણ જવાબ ન મળ્યો ,ત્યાં તો બાજુ વાળા નો નોકર આવ્યો કહે કાકાને તો હોસ્પિટલ લઇ ગયા છે !

હે !શું થયું ?

એતો ખબર નથી ,પણ આપ આ સરનામે પોહચી જાવ.

હવે મણીબા ગભરાયા પહોંચ્યા હોસ્પિટલ ત્યાં તો કેટલાય માણસો ભેગા થઇ ગયા હતા ,માવજી ભાઈ ને સારવાર અપાઈ ગઈ હતી.બારીના કાચમાંથી જોયું તો મોઢું પાટા પીંડી થી ઢંકાઈ  ગયું હતું ઓળખવા

મુશ્કેલ હતા માત્ર આંખ અને મોઢું ખુલ્લા હતા,મણીબા ના પગ નીચેથી જમીન સરકી ગઈ અને દરવાજો ખોલી પથારી નજીક ગયા ત્યાં પોલીસે રોક્યા.

આપ કોણ છો ?

હું… હું …એની પત્ની છું .આ શું થયું એમને ? મને કેમ રોકો છો ?

જુઓ એમના ઉપર કોઈએ હુમલો કર્યો છે, ખુબ માર્યા છે, તપાસ ચાલુ છે.એ ભાનમાં ન આવે ત્યાં સુધી કોઈ એમની પાસે નહિ જાય .

અરે આ બધું કેમ કરતા થયું કોઈ કહેશો ?

મણીમાસી રડમસ ચહેરે બધા સામું જોઈ રહ્યા.

પોલીસે લાકડી આગળ ધરી એમને પલંગ પાસે જતા મણીમાસી ને રોક્યા.

માસી બોલ્યા સાંભળો  છો ? જાગો આ લોકો મને તમારી પાસે આવતા રોકે છે! કૈક તો બોલો સાંભળો છો ને ?

માસીએ આખી રાત બહાર વેઈટિંગ રૂમમાં કાઢી,દીકરાવને ફોન કર્યો તો ક્યાંથી લાગે અલાસ્કા ટુરમાં હતા. શું પેલા કલાના સાહેબે બદલો લેવા ગુંડા મોકલ્યા હશે ?કોણે માવજીભાઈને ખુબ માર્યા ?.પાડોશીએ પોલીસ બોલાવી ન બોલાવી હોત તો શું થતે ?અને કોણ  હોસ્પિટલ લઇ આવ્યા ? અનેક સવાલોએ મણીમાસીને ઘેરી લીધા.

કલા આખી રાત તેમની પાસે સગી દીકરીની જેમ રહી અને દિલાસો આપતા બોલી  “દુઃખને ભૂલવા જીદગીની સારી યાદો વાગોળી જોઈએ.માસી આખી રાત માવજીભાઈને યાદ કરતા કાઢી “એમની  લાગણીઓ, પ્રેમ , માયા, સાથે અનુભવેલી વેદના,  જૂની યાદો, બાળકો વગરનો ખાલીપો, થોડા વણપૂછ્યા સવાલો, થોડા ના આપેલા જવાબો ,  બધું જ કલા પાસે દિલ ખોલી વહેવા દીધું ..ત્યાં પોલીસ આવ્યો, કહે

પેશન્ટનું આખું નામ કહો ? મણીબા ક્યારેય નામ બોલ્યાજ ન હતા એટલે અચકાતા બોલ્યા “માવજી રાવજી છેડા”.

એણે કલાને કહ્યું …અમારા લગ્ન થયા ત્યારે એક વાર મેં એમને નામથી બોલાવ્યા હતા તો એણે શું કહ્યું ખબર છે ?નામની  બદલે સાંભળો છો ?કહો છો તો બહુ મીઠું લાગે છે. બસ ત્યારેથી ક્યારેય નામથી નથી બોલાવ્યા એમ કહો એમનું નામ સાંભળો છો ?પડી ગયું.હજી પણ ઘણી વાર મિત્રો એમની મશ્કરી કરે છે અને કહે છે તું બહેરો છો ?તારી પત્ની સાંભળો છો? કહે છે અને એ માત્ર મારી સામે જોઈ સ્મિત આપતા.

આમ વાતો કરતા સવાર પડી. ડૉ સાહેબ આવ્યા અને કહ્યું ખુબ વાગ્યું છે અને ઉપરથી ઉંમર પણ છે ભાન આવતા વાર લાગશે ધીરજ રાખજો ,આમ પણ તમારા વિષે ખુબ સાંભળ્યું છે તમે હિંમતવાળા છો. ખુબ હિંમતથી કામ લેવું પડશે .ભાન આવે તો મને બોલાવજો અને પોલીસ પહેલા વાત કરશે.ત્યાં સુધી તમે આ કાગળની પરની બધી વિધિ પતાવી દયો.

એટલામાં નર્સ દોડતી બહાર આવી અને કહ્યું પેશન્ટ ભાનમાં આવ્યા છે.સૌ કોઈ દોડ્યા,પણ પોલીસે કહ્યું હું પહેલા  વાત કરીશ મારે વિગત લખવી પડશે.પોલીસે પ્રશ્ન પૂછ્યા પણ કશું ન બોલ્યા ,થોડાક હલાવ્યા અને કહ્યું ડરશો નહિ જે હોય તે સાચું કહો ?

અને મણીબેને પણ કહ્યું સાંભળો છો ?હું છું તમે કોઇથી ડરતા નહિ જે બન્યું તે સાચું કહો.

તોય માવજીભાઈ બોલ્યા નહિ હોઠ ફફડાવ્યા પણ કઈ પણ સંભળાયું નહિ.

મણીમાસી ફરી બોલ્યા સાંભળો છો? જવાબ આપોને! પછી મને વઢજો…કહું છું સાંભળો છો? ઓહો.. સાંભળો છો કે નહિ ?મણીમાસી વધુ જોરથી બોલ્યા.!

પણ સાંભળો છો ?ના પડઘા માત્ર રૂમમાં ગુંજતા રહ્યા.

અને મણીમાસી સ્તબ્ધ થઇ ગયા.

 

(તેર  વર્ષે મણીમાસી કેસ જીત્યા ત્યારે માવજીકાકા પાસે આવી બોલ્યા સાંભળો છો તમારી મણીકેસ જીતીને આવી છે. અને માવજીકાકા કઈ પણ સમજ્યા સાંભળ્યા વગર હસ્યા )

 

 

-પ્રજ્ઞા દાદભાવાળા