તો સારુ…..

મિત્રો ,

આપણી  બેઠક તો શુક્રવારે  સાંજે મળશે  પરંતુ આપણા વડિલ, મિત્ર વિજયભાઈ શાહ એ હ્યુસ્ટન(અમેરિકા)થી “તો સારું” પર  સુંદર કવિતા  મોકલાવી છે, તો મિત્રો વિજયભાઈ આપણા માટે હ્યુસ્ટનથી કવિતા મોકલે એ આપણા માટે મોટી વાત છે ….. તો આપ બધા ક્યાય અટક્યા હો અને કલમ ન ઉપાડી હોય તો…આજે તમારી એક સ્વરચિત કૃતિ. રચવા, સ્વની  ખોજ  સાહિત્ય દ્વારા વ્યક્ત કરવાનો સુંદર મોકો” બેઠક ” દ્વારા  લાવી છું….તમારે માત્ર હિમત કરી …ધીરજથી ઉંબરા ઓળંગવાના છે અને કાલની બેઠકને આપના વિચારો અને લખાણોથી ભરી દેવાની છે

 વિજયભાઈ વિષે લખવા બેસું તો  ઘણું લખી શકાય પરંતુ ​ખાસ જણાવું તો ​મારા માટે મેન્ટર રહ્યા છે, મને માર્ગદર્શક આપી શબ્દોનાસર્જન ને પ્રોત્સાહન પણ આપ્યું છે ,એમના લખાણ માં સરળતા સાદગી સાથે સહજતા દેખાય છે. ટૂંકમાં જાણવું તો આધુનિક ગુજરાતી ગદ્ય  અને પદ્ય સાહિત્ય ના એક સર્જક; નમ્ર અને સરળ વ્યક્તિ એટલે વિજયભાઈ, માત્ર લખી જાણે છે તેવું નથી બીજાને પ્રોત્સાહન આપી લખાવી  જાણે છે.વધુ કંઈ કહું એ પહેલા વિજયભાઈને માણો એમની કવિતા એજ એમની ઓળખ છે…  બધાં માટે મનન માંગતુ, વિચાર કરતુ …તદ્દન વાસ્તવિક.. કાવ્ય, …ઓછા શબ્દમાં ખુબ મોટી વાત કહી છે. …..“ના કશું આપે તોય  સારું ”  એક વાક્ય સંતોષ થી ભરપુર છે,  તો “જીવન ઝરણા ની જેમ વહે તો સારુ”કાવ્યની અને કવિની સરળતા સહજતા પ્રગટ કરે છે. આજ એમની લેખન શૈલીની વિશિષ્ઠતા છે,

તો સારુ.

પ્રભુ તુ મને કશું આપે તો સારુ

અને  ના  કશું આપે તોય સારુ

 તારો તો માનવો રહ્યો આભાર જ

બળ બુધ્ધી ને  ધન તો દીધા છે

 ઝાઝુ શું માંગવુ? કૃપા મળે તો સારુ

જીવન ઝરણા ની જેમ વહે તો સારુ

 અપેક્ષા ઘટે ને  રહે મન ભક્તિમાં

અંતિમે નામ તારું હૈયે રહે તો સારુ

મિત્રો બેઠકની રજૂઆત અહી જોઈ શકશો –http://youtu.be/hgEfWQUKNkw


Vijay Shah વિજય શાહ

Future belongs to those who dare!

 

 

“બેઠક “​

મિત્રો, કેમ છો ?
પુસ્તક પરબ​ની “બેઠક “​ માં  આપનું સ્વાગત છે .

 આ વખતે  શુક્રવારે સાંજે  31મી jan 2014 આપણે સહુ 5.30 વાગેપુસ્તક પરબ માટે ICC મળશું .દર મહીને  icc (India Community center Milpitas) માં  બપોરે મળતી   આપણી  બેઠક નો સમય હવે ત્રીજા શુક્રવારે સાંજે 31 jan 2014  icc માં જ 5.30 વાગે મળશે લોટસ હોલમાં ,આ બેઠકને આપણે નવું સ્વરૂપ આપશું.અત્યાર સુધી આપણી બેઠકમાં કાવ્યપઠન,વિચારો અને લખાણો પુરતા માર્યાદિત હતા,હવે તેને મોટો મંચ આપશું,   

જેમાં જે કોઈએ વાચ્યું હશે તે અથવા પોતાનું લખાણ રજુ કરશે, તેમજ હવે ” શબ્દોનાસર્જન” માં લખતા લેખકો એમની રજૂઆત” બેઠક” દ્વારા કરશે.બે એરિયાના ગુજરાતી ભાષાના પ્રેમીઓ અને પ્રતિભા ને મંચ આપી લોકો સમક્ષ રજુ કરશું..હવે પછી ગુજરાતી ભાષાનાં ગુજરાતી સાહિત્ય અને લલિત કલાઓ જેવી કે લોકસંગીત,નાટ્ય અને ગુજરાતી પદ્ય અને ગદ્યને માણનારો વર્ગ અત્રે એકત્રીત થઇને તેના સર્જન,સંવર્ધન અને પ્રચાર પ્રસારમાં સક્રીય ભાગ લેશે.

આપણી ભાષાને ઉજાગર કરવી,ગુજરાતી ભાષાના વૈશ્વિક પ્રચાર, પ્રસાર અને જાળવણીના એક નાનકડો ​પ્રયાસ 

  એટલે  “બેઠક ​” ટુક માં લેખક,વાચક,પ્રેક્ષક અને કલાકાર વચ્ચે કડી થવાનો સેતુ -​એટલે ​”બેઠક “​  

 
આ વખતનો આપણો  વિષય છે “તો સારું ​”
 

મોટાભાગના લોકોને સૌથી વધુ વિચાર જે બાબત નથી જોઇતી એના જઆવતા હોય છે. જોઇએ છે…….બિઝનેસ ધમધોકાર ચાલે તેવી ઇચ્છા હોય પણ વિચાર એવોઆવે કે ‘મંદી ન આવે તો સારું’………… વર્ષનાં અંતે સારું બોનસ મળે એવીઇચ્છા હોય પણ વિચાર એવો આવે કે ‘પગાર ન કપાઇ જાય તો સારું’………..  સ્વચ્છતા પણ મનમાં વિચાર એવો ચાલતોહોય કે ‘ગંદકી ન હોય તો સારું’……સોદો સારી રીતે પાર પડે તેવી ઇચ્છા હોય,પણ વિચાર એવો આવતો હોય કે ‘હું છેતરાઇ ન જાઉ તો સારું,……તંદુરસ્તી જોઇતીહોય પણ વિચાર એવો ચાલતો હોય, ‘વાતાવરણ ખરાબ છે, માંદા ન પડાય તો સારું.’…….

ઇચ્છા એવી હોય કે ઇન્વેસ્ટમેન્ટનું શ્રેષ્ઠ વળતર મળે પણ મનમાં વિચારએ ચાલતો હોય કે ‘રૂપિયા ફસાઇ ન જાય તો સારું’. …….

.આવી બધી ફોર્મેલીટીની જરૂર છે? ન રાખો તો સારું,…….. 

સાનમાં સમજે તો સારું, ……….તમારાજીવનનાં બગીચામાં હું પુષ્પ બની ખીલું તો સારું,…

.મારા જીવનરૂપીસમુદ્રમાં મોજા બની ઉછાળો તો સારું,……..

 દિવસ સૂર્યને, રાત્રિ તારાને, નદીપાણીને વિસરી જાય, પણ તમે મારાથી કદી વિસરો નહીં..તો સારું, ……………

 તેમના વિષે એવી ઘણી બાબતો છે, જે હું જાણતો હોત તોસારું।…..

..હવે આ આંતકવાદ બંધ થાય તો સારું। ……………..આવી ચડ્યું છે આ જન લોકપાલ કેરું જાળું…હવે સમજો તો સારું ….ચડસાચડસીમાં ન ચડો  તો સારું ..અને હવે અહમને ન પોસો તો સારું। …સાથે કામ કરો તો સારું …….ઝઘડામાં ના પડો તો સારું…..ભાગલા પાડી  રાજ ન કરો તો સારું। …સ્વતંત્રતા મળી છે તો સાચવી રાખો તો સારું ..કારણોમાં ના પડો તોસારું, ……………તારણોમાં ના પડો તો સારું,., ……..લફડામાં ના પડો તો સારું।…..પ્રશ્નો એનાથી નહિ ઉકલે, …….. અડચણોમાં ના પડો તો સારું……મિત્રો વિષય છે” તો સારું ” માટે: તો સારું” નો ઉપયોગ લેખ વિચાર ,કવિતા ગમેતે સ્વરૂપે રજુ કરી શકાય. 

બસ મિત્રો આમાંથી કોઈ  વિષય  આપી 3થી 4 મિનીટ બોલી શકો છો 

પ્રતાભાઈ પંડ્યા અને બેએરીયા ગુજરાતી સમાજ દ્વારા મળેલ પુસ્તકો વાચવા મળશે। ……

વંદે માતરમ્

Republic Day 2014

વંદે માતરમ્

સુજલામ્ સુફલામ્ મલયજશીતલામ્

સસ્યશ્યામલામ્ માતરમ્

મિત્રો ,

આજે છવ્વીસ મી જાન્યુઆરી હું બધાને શુભેચ્છા નહિ :વંદે માતરમ” કહીશ ,કારણ આજે આપણે સ્વતંત્ર ભારતની ખુલ્લી હવામાં જે શ્વાસ લઇ રહ્યા છે એની પાછળ અનેક લોકોના બલિદાન છે…ભારતવાસીઓ આજે  ૬૫માં ગણતંત્ર  દિન ઉજવી રહ્યા છે.ત્યારે કેમ ભૂલાય એ વ્યક્તિઓં? કેમ ભૂલાય એ કુરબાની ?જેના થકી ભારતદેશ  સ્વતંત્ર થયો….” વંદે માતરમ્” એ માત્ર ગીતના શબ્દો નથી.રાષ્ટ્રની જય ચેતનાનુ ગાન છે,રાષ્ટ્રભક્તી પ્રેરણાનુ ગાન  છે ,વીરોના બલિદાન નો સિંહનાદ  એટલે  “વંદે માતરમ્ “..વીર પુત્રોનો અમર લલકાર એટલે “વંદે માતરમ “…આ શબ્દો કાને અથડાતાની સાથે જ ગમે તેવા દેશવાસીના મનમાં રાષ્ટ્રભક્તિનો સાગર ઉછળી ઉઠે છે…”વંદે માતરમ્.” ઉચ્ચ કોટિના રાષ્ટ્રભક્તથી માંડીને સામાન્ય માનવી સુધીના તમામ લોકો આ બે શબ્દોથી જુદી જુદી માત્રામાં ઉત્તેજિત થયા વિના રહેતા નથી.બસ તો કલ્પનાબેન બાકાત કેમ રહી શકે! …. આજ ભાવનાને  કલ્પનાબેને   શબ્દસ્વરૂપ આપી આલેખી છે.

 

વંદે માતરમ્
વંદે માતરમ્namaste_india.JPG

વંદે માતરમ્

વંદે માતરમ્

                                                        એક છે જનની જનમ દેનારી,

એક છે જગદ્‍જનની અમારી,

એક છે ભારતમાતા સૌની એક છે ભારતમાતા.

આજે ૨૬મી જાન્યુઆરીએ,

વંદન કરીએ ભારત માને,

શતકોટિ પ્રણામ ભારત મા શતકોટિ પ્રણામ.

સલામ અમારા રાષ્ટ્રધ્વજને,

વિજયી બની લહેરાય તિરંગા,

બંદુકની સલામી સાથે સૌ ઉંચા મસ્તકે બોલે,

જ્ય હો ભારત મા, જય જ્ય હો ભારત મા.

વંદન કરીએ શહીદ બાંધવોને,

શહીદી વહોરી વતન કાજે,

કોઇની માંગ બની સુની તો કોઇની ઉજડી કોખ.

એ શહીદ અને તેમનાં સ્વજનને,

શતકોટિ પ્રણામ અમારા શતકોટિ પ્રણામ.

એક ધરા પર સૌ વસનારા,

હિન્દુ, મુસ્લીમ, શીખ, ઇસાઇ,

માતરે હિન્દનાં સંતાન છે માટે,

સૌ હિન્દુસ્તાની છે ભાઇ-ભાઇ.

સૌ ભરતીય કરે પોકાર…..

વંદે માતરમ્‍… વંદે માતરમ્‍

—-કલ્પના રઘુ—–

 

 

મેરા ભારત મહાન

નવા વર્ષની શરૂઆત થતાં જ ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન આવે છે અને આપણાં ભારતીય બંધારણના ઘડવૈયા અને તેમાં સમાયેલા અનેક લોકોના સહકારની યાદ અપાવે છે…..આજે આપણે સ્વતંત્ર ભારતની ખુલ્લી હવામાં ફરીએ છીએ. જરા એ ભારતની કલ્પના કરો જે અંગ્રેજોનો ગુલામ હતો…..આપણે જે કોઈ પણ સ્વતંત્રતા ભોગવીએ છીએ તે તમામ સુવિધા-સગવડ પાછળ અનેક લોકો હોમાયા છે. આપણું એ ઉત્તરદાયિત્વ બને કે ભારતને વધુ ને વધુ સાધન સંપન્ન બનાવીએ. આપણી આવનારી પેઢીને પણ એક શક્તિશાળી રાષ્ટ્ર વારસામાં આપીએ.

​મિત્રો માણો  હેમંતભાઈની આ બે કવિતા ​

મેરા   ભારત  મહાન 
 
સારે  વિશ્વમે અચ્છા ,  મેરા  ભારત    મહાન 
કમિયા  કિતની  ભી હો ,હંમે ભારત પર હૈ  અભિમાન 
 
કિતને અમીર ઔર ગરીબ ,દેશ પર  હુએ હૈ કુરબાન 
લાત્થી ઔર  ગોલીયાં ખાકર ભી બચાયા હૈ  સ્વાભિમાન 
 
ભાષા ,જાતિ,આચાર ,વિચાર . ભલે રહતા  અલગ  અલગ 
ફિર ભી ભારત માં કે પાલવ મેં  મહેકતી   હૈ સબ સંતાન 
 
નદી  મેં સ્નાન ,પર્વતો કો પ્રણામ ,હર મંદિર મેં અલગ ભગવાન 
શ્રદ્ધા   ઔર  આસ્થા મેં , મલક  રહા દેશ કા હર   કોઈ  ઇન્સાન 
 
દુશ્મન   વાલી હરકતે  કરતા રહેતા   પાડોશી  દેશ  પાકિસ્તાન 
ઇન  કી સબ  ગલતી કો માફ  કરતા   હૈ મેરા હિન્દુસ્તાન 
 
ઈસ  દેશ  મેં  જનમ  પાના  , પરમાત્મા   કા  બડા  હૈ  વરદાન 
જબ તક સુરજ ચાંદ  હૈ  ચમકતા   રહેગા  મેરા ભારત   મહાન
                                                          મેરા ભારત   મહાન
 
 
ઓમ  માં  ઓમ  
 
હેમંત  ઉપાધ્યાય 

   ઉજવો   આઝાદી   પર્વ  ભારતનું 
                                 ( કોઈ  પણ દેશ   માં રહેતા એન   આર  આઈ   ની  મનોભાવના )

લખતો રહુંને    ને   રટતો   રહું   ,  નામ   સદા   ભારતનું
તકદીર  મોકલે સારાય વિશ્વમાં , ઋણ  મસ્તકે     ભારતનું

 
હોઠે  હોઈ ભલે કોઈપણ   દેશ , હૈયે   રાજ   છે    ભારતનું
શ્વાસ  નો પતંગ ઉડે કોઈક  ગગન માં ,ફીરકી  પર નામ   ભારતનું 

સંસ્કૃતિ  ના ચકરાવા ફરતા  રહે ,  સંસ્કાર  બિંદુ  છે    ભારતનું
કમાણી ના કોથળા માં ચલણ અનેરા , નાણું મોહે છે    ભારતનું 

શહેરો  ના ઓજસ  મનભાવન ,પણ વહાલું  છે ગામડું     ભારતનું
દેવદૂત ,ફિરસ્તા  અનેક  જોયા ,પણ સંતો  માં નામ  છે    ભારતનું 

સુખ ના સાથિયા માં  આનંદ   રંગોળી , ઉત્સવ નું ઘેલાપણું    ભારતનું
ભલે  હોઈએ  કોઈ  પણ  દેશ માં  ,  ઉજવો   આઝાદી   પર્વ  ભારતનું
                    ઉજવો   આઝાદી   પર્વ  ભારતનું 


ઓમ  માં   ઓમ  

હેમંત   ઉપાધ્યાય
૬૬૯ ૬૬૬ ૦૧૪૪
 

 

સંભારણા -ગણતંત્ર દિવસના

મિત્રો ,
Displaying mummy.jpg
ચાલો આજે માણીએ આપણા નવા લેખિકા વસુબેન શેઠને ,અત્યાર સુધી મેં  એક સિનયર તરીકે મેં એમને ઓળખ્યા પણ આજે તો  એમની અંદર ધરબી પડેલી લેખિકા નેજોઈ…શબ્દોનાસર્જન માં ભાવ ભર્યુ અને સ્નેહ નીતરતું સ્વાગત્.આપે સર્જનની કેડીપર પગ માંડ્યા છે, તો જીવનના વિવિધ પાસાઓને સ્પર્શતા તમારા અનુભવો ને અભિવ્યક્તિ  આપજો …  તેમજ  આપની માતૃભાષાની ચાહતને વ્યક્ત કરવા  શબ્દોના સર્જન બ્લોગ નો લાભ લેજો  ..અમે  ભાષાને અને આપની અભિવ્યક્તિ ને  તેના મહત્તમ ચાહકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું…..આપ બધાના  સપના ના વાવેતર  કરવાનો મારો  એક વ્યક્તિગત પ્રયત્નછે… તમારે માત્ર હિમત કરી …ધીરજથી ઉંબરા ઓળંગવાના છે ..તો બસ, ઉઠાવો કલમ…….. અમને આપનો લેખ, આપની કૃતિ આ વેબસાઇટ પર પ્રકાશિત કરવા માં અત્યંત આનંદ થશે !… તો મિત્રો આવકારો આપણા નવા મિત્રને અને અભિપ્રાય આપી, પ્રોત્સાહન આપજો ..Inline image 1
છવ્વીશમી જાન્યુઆરી આવતા ભૂતકાળ ડોકિયું કરવા માંડ્યું ,.. ૬૫ વર્ષના વ્હાણા વીતી ગયા…મન ભૂતકાળ માં સરવા માંડ્યું…પ્રજાસત્તાક દિન,ગણતંત્ર દિવસ,૨૬ જાન્યુઆરી,૧૯૫૦ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યુ,અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો.ભારતના પહેલાં રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદે 26મી જાન્યુઆરી 1950ના દિવસે 50 તોપોની સલામી આપ્યા બાદ ભારતના રાષ્ટ્રીય ધ્વજને ફરકાવીને  ભારતીય ગણતંત્રના ઐતિહાસિક જન્મની ઘોષણા કરી હતી.

ભારતવાસીઓ આજે  ૬૫માં ણતંત્ર  દિન ઉજવી રહ્યા છે.ત્યારે કેમ ભૂલાય એ વ્યક્તિઓં? આદિવસે ભારતનું બંધારણઅમલમાં આવ્યુ,અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ
પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો. કેમ ભૂલાય એ કુરબાની ? જેના થકી ભારતદેશ  સ્વતંત્ર થયો.

 ગાંધીજીના નેતૃત્વમાં હજારો સ્વાતંત્ર્ય સેનાનીએ  ભારતને સ્વતંત્ર કરવવાની  ચળવળમાં ભાગ લીધો. કંઈ કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો, કેટલાય શહિદ થયા ત્યારે જઈને દેશ આઝાદ થયો. ભારતને સ્વતંત્રતા અપવવામાં મહત્વનો ભાગ ભજવનારા નેતાઓ અને જેને પગલે સમગ્ર દેશમાં જુવાળ પેદા થયો હતો, અને આજના પર્વે કેમ ભૂલી શકાય।…  
આમ જોઈએ તો 1857થી સ્વતંત્રતાની લડત શરુ થઇ ,મોગલોનો અંતિમ અંત ત્યારથી શરુ થયો ,તાતા ટોપી અને અને અનેક મહાન વ્યક્તિએ અંગ્રજોના ધજ્યા ઉડાવી દીધા ,દરેક ભારતીઓ સ્વતંત્રતાની લડતમાં જોડવા લાગ્યા ,કફન બાંધીને પોતાની આહુતિ દેશમાટે આપવા કુદી પડ્યા ,ઝાંસીની રાણીની  બહાદુરી સામે બહાદુર ઝફરને પણ હથિયાર મૂકી દેવા પડ્યા,રાજા રામમોહનરાય ,ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ,સ્વામી દયાનંદ સરસ્વતી ,રામક્રિષ્ણ પરમહંસ ,સરોજીની નાયડુ ,દાદાભાઈ નવરોજી એવા અનેક વીરો અને વીરાંગના એ ભારતમાં જન્મી પોતાના વતન માટેજ જીવન અર્પિત કર્યું 
લોકમાન્ય તિલકના એક વાક્ય એ ભારત ના જન જન ને જગાડ્યો .. ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે”ના આ સૂત્રે દેશના અને દેશ બહાર રહેલા હજારો ભારતવાસીઓમાં ક્રાંતિની ભાવના ફૂંકી.
​1914માં યુદ્ધ પ્રારંભ થયું અને ​સ્વતંત્રતાની ચળવળમાં ‘ભારત છોડો’નો નારો લગાવનાર ,પોતડી પહેરતાને ખાદીં કાંતતા મોહનદાસ કરમચંદ ગાંધી ઉર્ફ બાપુ મેદાનમાં આવ્યા દાંડી માર્ચ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો,હિંદુ મુસલમાનને એક કરી અંગ્રેજોનો સામનો કરતા શીખવ્યું Quit India નું એલાન કરી અંગ્રેજોને પાછા વળવા કહું ,,‘ભારત છોડો આંદોલન’ વૈશ્વિક ઇતિહાસના પાનાઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે. , મહાત્મા ગાંધીના અનુયાયી લાલબહાદુર શાસ્ત્રી ૧૯૨૦માં સ્વાતંત્રતા ચળવળમાં જોડાયા.‘જય જવાન જય કિશાન’નો નોરો લગાવી કિસાન થી જવાન સુધી સહુને જગાડ્યા ૧૯૨૭માં બ્રિટિશ સરકારે ભારતની સ્થિતિની સમીક્ષા અને તેના બંધારણ માટે નિમેલ સમિતિ ‘સાયમન કમિશન’ના અધ્યક્ષ એટલે સર જ્હોન સાયમન. લાલા લજપત રાયે સાયમન કમિશનને શાંતિ પૂર્વકનો વિરોધ કર્યો અને સૂત્ર આપ્યું ‘ગો બેક સાયમન’. આ તરફ બારડોલી સત્યાગ્રહમાં  ૧૯૨૭માં ગાંધીજી સાથે લોખંડી પુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલ પણ જોડાયા   સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન ભગત સિંહેએ ‘ઇન્કલાબ ઝિન્દાબાદ’ દ્વારા યુવાનોમાં નવો જ જુવાળ ફૂંક્યો.તો નેતાજીના હુલામણા નામે જાણીતા સુભાષ ચંદ્ર બોઝે ૧૯૪૭માં ‘જય હિંદ’નું સૂત્ર આપ્યું.તો બીજી તરફ ‘વંદે માતરમ્’ના નારા સાથે તેઓ ખુશી ખુશી ખુદી રામ બોસ ફાંસીએ ચઢી ગયા. આપણા દેશના રાષ્ટ્રીય ગીતના પ્રથમ બે શબ્દો ‘વંદે માતરમ્’ છે.‘વંદે માતરમ્’ સૂત્ર બંકિમ ચંદ્ર ચટોપાધ્યાયે ૧૮૮૨માં લખેલ બંગાળી દુર્ગા સ્તૃતિ છે  તેજ પ્રમાણે ભારતના જાણીતા શિક્ષણશાસ્ત્રી અને ચળવળકાર મદનમોહન માલવિયાએ આપેલું સૂત્ર ‘સત્યમેવ જયતે’ આજે તે દેશના રાષ્ટ્રીય સૂત્ર તરીકે સ્વીકારાયું છે. ભારતના રાષ્ટ્રીય પ્રતિક પર દેવનાગરી લીપીમાં તે જોઈ શકાય છે.
 
આ ઉપરાંત સ્વાતંત્ર્ય ચળવળકારોમાં ચંદ્રશેખર આઝાદ, બાઘા જતિન, મદન લાલ ધિંગરા, ઉધમ સિંહ, ગોપાલ કૃષ્ણ ગોખલે, વીર સાવરકર અને મંગલ પાંડે સહિતના અનેક નેતાઓ હતા, જેમણે દેશની આઝાદી માટે પોતાનો જીવ આપ્યો. જેમની કુરબાનીને પગલે આજે આપણે મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ. સલામ આ તમામ સ્વાતંત્ર સેનાનીઓને.
 
સંકલન: વસુબેન શેઠ 

 

મેઘલતાબેનને જન્મદિવસે શુભેચ્છા

meghlataben

મિત્રો ,આજે આપણા  બ્લોગના જાણીતા લેખિકા મેઘલતાબેન  મહેતાનો જન્મ દીવસ છે. મિત્રો અહિં આપણે બધાં એક પરીવારનાં સભ્યો છીએ ….. તો શબ્દોના સર્જન તરફથી તેમને બધાજ લેખકો લેખિકા અને વાંચન વર્ગ તરફથી માસીને  ખાસ ખાસ અભિનંદન

મિત્રો એમની લેખેલી કવિતા વાંચવી તો ગમે છે પણ એને સંભાળવા એક લાહવો છે ..મારા માટે માસી એક પ્રોત્સાહન છે ,પ્રેરણા છે ગુરુ છે  તો કયારેક એક નીડર લેખિકા છે ,હુદયમાં સ્પર્સયુ તે એમની કવિતા દ્વારા આપણા  હૃદય ને સ્પર્શે છે  …..સૌમ્ય  સુંદર અને વિવિધતા ભરેલા લખાણ એવા સરળ સાદી ભાષામાં રજુ કરે કે સાત્વિક સુગંધભરી ઊર્મિના ઝરણામાં પડ્યા હોય તેવું લાગે માત્ર મને જ નહિ દરેક વાંચકને  આવું  જ લાગે  ….ઘૂળેટીના ઉત્સવની ઉજવણી હોય કે પ્રેમ બંધનથી ભીજવી દેવાનો દિવસ, માસી શબ્દોમાં એવો ગુંથી નાખે કે કવિતા નું સ્વરૂપ લઈલે …

​આમ જોવા જઈએ તો1946થી  એમના  હદયમાં ઉઠેલી  ઊર્મિ કે સંવેદનાને શબ્દદેહ આપવાનું શરુ કર્યું. પછીતો લોકો એમના ગીત ગરબા હોય કે બાળ  ગીતો કે કવિતા  વાંચવા કે સંભાળવા માંગણી કરવા માંડ્યા અને આડી અવળી કાપલી ને ભેગી કરી  80 વર્ષની ઉંમરે” તીર્થનું પંચામૃત પુસ્તક” બહાર પાડ્યું ..  આજે જેમની કવિતાજ એમની ઓળખ છે એમની ભાષામાં…..કહું તો

સ્વાનુભવ  તો સૌ કહે ..

પણ પરનો કહે તે કવિ …
સીધે સીધું સૌ કહે ..ચોટ લગાડે તે કવિ .
એમણે કવિતામાં  હ્દયની સાચકલી  લાગણી ઓં ,ભાવનાઓ  સંવેદનો  અને કેટલેક અંશે અનુભવો  ઉતર્યા છે.કાવ્ય માણવાની સાચી મઝા તો ત્યારે જ આવે  જયારે વાચનાર ને લાગે હા આવું જ હોય ..કે વાંચ્યા પછી કહેશો કે આતો મારી જવાત છે ...આ વાત મેં માસીની કવિતામાં અનુભવી છે.

​           જિંદગીને  નોટબુકની નહીં,સ્લેટની જેમ વાપરતા જાઓ ,

ભૂત ભેગો કરો નહીં,પણ ભૂતકાળ ભૂંસતા જાઓ .

લખેલું બધું લુછ તાં જાઓ ,ને નવું નવું લખતા જાઓ

ગૂંચવાડે ગૂંચવાઓ  નહીં ને ,આજ આનંદે ઉજવતા જાઓ ..

જેમ જેમ વાંચશો તેમ તેમ એવું લાગશે  કે હા , આવુ જ થાય છે …શબ્દો ના એવા આટાપl​ટા ​રમે કે આપણે વિચાર કરતા થઈ જઈએ..પોતાની કવિતા દ્વારા બીજાને વિચાર કરતા કરે તે કવિત્રી …​અને એજ મેઘલતામાસી

​એમની ​કવિતાઓનું એક અલગ સ્વરૂપ .​અને રજુ કરવાની ​.એક આગવી છટા​..સૌ પ્રથમ” પ્યાલા બરણી ​​” કવિતા એમના મોઢે સાંભળી પ્રોગ્રામનું સંચાલન હું કરતી હતી પણ મારી બોલતી બંધ થઇ ગઈ ​,આવા મેઘલાતાબેહન  મહેતા ની કવિતા માણો પછી તમે પણ મારી જેમ જ કહેશો.​એમાં કોઈ શક નથી આ બ્લોગની શરૂઆત પણ એમની કવિતા થી કરીએમની પાસેથી લેખનની પ્રસાદી ને પ્રેરણા મળ્યા   અને બીજા એ પણ એમને વાંચી  પ્રેરણા લીધી અને લઇ રહ્યા છે ​.સાદા  સરળ વિષય લઈને ​વાચકને અધાત્મિકતા ના શિખર પર એવીરીતે લઇ જાય કે ખબર પણ ના પડે। .”.ભમરડો” વિષય એક રમત પણ આધ્યાત્મિકતા અને જીવનની ફિલસુફી સમજાવી દે  ….

પૃથ્વી પણ છે એક ભમરડો ,અગણિતોનો સાથી?

કોના હાથે છુટયો ,છોડવે કો આ ચક્કરમાંથી?

કોણે પૂર્યા પ્રાણ ,કદી શું ગતિ મંદ થવાની ?

કે પુનઃજન્મ પામીને પાછી  ગરબામાં ઘૂમવાની?

આજે 87વર્ષે   હાથ પગ  ના ચાલતા હોય ..શરીર સાથના દેતું  હોય ત્યારે  એ મક્કમ પણે આગળ વધી રહ્યા છે .એમની પંક્તિમાં કહુંતો….

જુવાનીના  જોમમાં જીવવાની ટેવ પડી ગઈ છે  જિંદગીભ રની,

કે આ આવી રહેલું અડવડતું ઘડપણ ,અણગમતા અતિથી જેવું ભાસે છે .

ભૂતકાળનો પાલવ પકડી …જે ટમટમ્યા કરે ..

તેનો વળી વિકાસ  કેવો ?…જે ભૂતકાળ ના ભૂત ની પકડ થી છટકી ,
જે દોડ મુકે આંખ મીચી –તેજ આગળ આવે છે …વિકાસ સાધે છે .
એમની કવિતા નો સંદેશ છે …જિંદગી ના સત્યને અપનાવો ..
મેઘલતામાસીની પોતાના માટે સારું શું કે ખરાબ શું તે નક્કી કરવાનું કામ ઈશ્વર   ઉપર છોડી દે છે. ઈશ્વર જે કરે પછી તે ખરાબ હોય કે સારું, તેને વિના હીચકીચાહટ સ્વીકારી લે છે ને તેને ‘તેમની’ મરજી લેખે છે. એટલુંજ નહિ ..આશાવાદી પણ છે ..હજી પણ જિંદગીના રંગો પૂરવા છે ..તેમના  આ અભિગમ ને લીધે દરેક  સવાર એક કોરી પાટી છે ..સૌથી વધારે તો ઉંમરને  સહજતાથી સ્વીકારનાર માસીઆજે  87 વર્ષે પણ નિડરતાથી  કહી શકે છે.અને ​આજે પણ  કહેતા હોય છે  કે……

​…મોતને મુઠ્ઠી માં લઈ ફરીએ ,

ઓ બાંધવા ,મુઠ્ઠીમાં મોત લઇ લઇ ફરીએ ,……

ધાર્યું કાંઈ થાય નહીં ,ધારેધરણી,

ફોગટ જંજાળ શીદ વ્હોરીએ ?…..

આખા કાવ્યમાં   લાગણી સાથે,જીવનના મનોમંથનના પણ દર્ષન થયા.જિંદગીની એક એવી હકીકત કાવ્યમાં વણી લે કે અને અપનાવ્યા વગર છુટકો જ નથી,

જેમણે જિંદગીને આટલી સહજ સ્વભાવિક રીતે સ્વીકારી હોય .એમને જન્મદિવસની શુભેચ્છા કઈ રીતે આપવી ?કવિતા લખવાની મારી ક્ષમતા નથી. શબ્દોના ગુલદસ્તા પણ નથી  .હા પણ એટલું જરૂર કહીશ કે  આપનો જન્મદિવસ નવા વર્ષની જેમ આવે ,નવી આશાઓ લાવે, ઉમંગ થી હ્રદય છલકાય, જીવનમાં રંગ પુરાય અને  અમારી શુભેચ્છા સાહી બને અને  આપની કલમ લખવા માંડે એવી શુભેચ્છા,

(તીર્થનું પંચામૃત તો આપ્યું તમે હવે પ્રસાદ પણ આપો )

 મિત્રો આ તો માત્ર પંચામૃત પ્રસાદ તો બાકી છે ……. 

 મિત્રો મેઘલતાબેન  ને આ વેબસાઈડ  પર માણો  http://tahuko.com/?p=11123

ઉત્તરાયણ

No Strings Attached
બધાને મકર સક્રાંતિની શુભેચ્છા
 
હેમંત ભાઈ એ ખુબ જ સુંદર અવસરને અનુરૂપ કાવ્ય મોકલ્યું છે ,એટલું જ નહિ એમાં સુંદર સંદેશ પણ છે ,પ્રકૃતિને અપનાવો સૂર્ય યુ ટન લઈને ઉત્તર તરફ પ્રયાણ કરે તો આપણે કેમ નહિ ? જેને વળવું છે એને કોઈ રોકી ન શકે.પતંગ ચગાવવી જરૂર છે પણ કોઈની કાપીને નહિ ,જીવન આકાશ જેટલું વિશાળ છે એ બધાને સમાવી શકે છે મકર સંક્રાંતિનો પાવન છે પર્વ
પ્રકૃતિ પ્રેમ દોરે , પેચ લપટાવી નિર્દોષ આનંદ માલો ,ઈર્ષા ,રાગ દ્વેસ ને દુર કરી ,આત્માના સહજ સ્વરૂપને પામો એવી શુભેચ્છા ….

 

ઉત્તરાયણ  
 
શ્રદ્ધા  કેરો   પતંગ  મારો   ઉડે   દેવ  ના  આકાશમાંજી
ભક્તિ ભાવ  ની બને દોરી   રહે ના મારા  હાથ  માં  જી 
 
પરમશક્તિ  ની કન્ના ને ગાંઠ  બાંધી  ભાવ  થી જી 
માનવતા ની ફીરકી ફરે , જાણે કોના   હાથ થી જી 
 
પવન રૂઠે  પતંગ  ફાટે , તો અકળાયે   ઉત્સવ થી જી
ભાજી લે નામ શ્રી કૃષ્ણ નું ,પતંગ ઉડશે  પ્યારથી જી 
 
કોડી કીમત  પતંગ ની  તોય,  લુંટવાબગાડે જીંદગી જી
કાપવા  હોય  દુખ  દર્દ  તો ,પી  ગંગાજળ ની પ્યાલી જી 
 
ઈર્ષાળુ નો ઉલટો પતંગ ગગને , ભટકે  ઉંધા માથે જી
આધી વ્યાધી ના દરિયા માં, ક્યાંથી લાવે શાંતિ જી   
 
અજાણતા  પણ જો , નિર્દોષ નો કાપો પતંગ   જી 
રાજી ના રહે   ઈશ્વર ,  હાથ  માં  થી  જાયે   પતંગ જી 
 
કોઈક  નો કપાય પતંગ  ને  કોઈ  રાજી  થઇ  પાડે તાલીજી 
નિંદા  એ તો મોટો  દુર્ગુણ , પાપ   કમાશો  મોટા  તાગરે  જી 
 
સદાય સ્મિત થી  અર્પો   પતંગ  સ્થિર   પવન  ને જી 
પુરુષાર્થ નથી  એળે  જાતો, મલકે   આખું  ગગન  જી 
 
પવન અને પતંગ  એ તો, ભક્તિ શક્તિ ના  રૂપ  જી 
એક મેક નો મેળ  થાયે,  તો જીવ માં   મળે  શાંતિ  જી 
 
ઊંચા  માથે  અહમ ના ભાવે , ફરે  આકાશે  દ્રિષ્ટિ જી 
જરૂર  કપાશે  પતંગ , ભલે  દોરી  હોઈ ખુબ  પાકીજી
 
કહે  પતંગ માનવ ને ,ઉડ,ભક્તિ  આકાશે ભાવ  થી જી
મળી જાય સથવારો મિત્રો નો , પવન  વાશે  પ્રેમ થી જી 
 
સ્વર્ગ  ના સરનામાં   ના મળે તો  આવજે  સીનીયર  મિત્ર  મંડળ જી 
                                               આવજે  સીનીયર  મિત્ર  મંડળ જી 
 
 
 
ઓમ  માં  ઓમ  
 
હેમંત   ઉપાધ્યાય 
 

કાપ્યો છે…..કાપ્યો છે…!!!-પ્રમીલાબેન મહેતા

 
મિત્રો 
આજે બે એરિયાના નવા લેખિકાને ઉત્તરાયણના દિવસે લઇ આવી છુ ..પ્રમીલાબેન મહેતા બે એરિયામાં રહે છે અને જૈન દેરાસરની સીનીયર ની પ્રવુતિ માં સંકળાયેલા છે ,જૈન ધર્મના સિધાંત ને અનુસરી પોતાનું જીવન ગાળે છે તો ચાલો આજે એમના સંકલન કરેલા  લેખન નો લાભ લઈએ …..
પ્રસંગ છે ,મોકો છે તો તલના લાડુ ખાઈ એમની સાથે  પતંગ ચગાવી લઈએ ……
 કાપ્યો છે…..કાપ્યો છે…!!!
આપણે ત્યાં તો ઉત્તરાયણ બોલે પતંગ, તલસાંકળી, ઊંધીયું….ને કાપ્યો છે…..કાપ્યો છે…!!!ઉત્તરાયણ એટલે મકરસંક્રાંતિ-સંક્રાંતિનો ઉત્સવ એટલે નિસર્ગનો ઉત્સવ ,આ ઉપરાંત ઉત્તરાયણને મકરસંક્રાંતિ પણ કહે છે.હિંદુ ધર્મમાં એક માસને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એક છે સુદ પક્ષ અને બીજો છે વદ પક્ષ. એ જ રીતે વર્ષના પણ બે ભાગ પાડવામાં આવ્યા છે. પહેલો છે ઉત્તરાયણ અને બીજો છે દક્ષિણાયન. આ બંને અયન મળીને એક વર્ષ થાય છે આ દિવસે સૂર્ય ઉત્તરની સાથે સાથે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે છે. સૂર્યની આ ક્રિયાને સંક્રાંતિ કહેવાય છે. આ પ્રમાણે બાર રાશિ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. 14 જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિમાંથી પોષ મહિનામાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે અને માટે જ એને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે,ઉત્તરાયણ શબ્દની ઉત્પત્તિ સમજવા જેવી છે. આ શબ્દનો સંસ્કૃત અર્થ એટલે ‘ઉત્તરાયન’. ઉત્તર + અયન = ઉત્તરાયન અર્થાત્ ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ…સૂર્ય એની પૃથ્વી આસપાસની પરિભ્રમણ દિશા બદલી સહેજ ઉત્તર તરફ ખસતો જાય છે તેથી ઉત્તરાયણ પણ કહેવાય છે સૂર્યના આ પરિવર્તનથી આ દિવસે રાત-દિવસ સરખા એટલે કે 12-12 કલાકના હોય છે અને બીજા દિવસથી શિયાળાની લાંબી રાત ટૂંકી બને છે. એટલે કે ઉત્તરાયણ પછી દિવસ લાંબો અને રાત ટૂંકી બની જાય છે. ,આ દિવસે અંધારું ધીરે ધીરે ઘટતું જાય છે ,દેવો ઊંઘમાંથી જાગે છે સારા કામો કરવા માટેના શુભ દિવસોની શરૂઆત થાય છે.
 સંક્રાંતિ એટલે સંગક્રાંતિ ,માણસોએ આ દિવસે સંગમુક્ત થવાનો સંકલ્પ કરવો જોઈએ ,કામ ક્રોધ ,લોભ ,મોહ ,માયા ,મદ ,મત્સર ,ઈત્યાદી વિકારોની અસરમાંથી શક્ય તેટલા મુક્ત થઇ છુટવાનો પ્રયતન કરવો જોઈએ ,સારા માણસોના સંગકરી અધોગતિથી બચવું જોઈએ,કર્ણ ધુતરાષ્ટ્ર ,શકુની ,દુર્યોધન અને દુ:સાસન કુસંગથી અધોગતિ પામ્યા  .
 
આ દિવસે તલ અને ગોળમાંથી બનેલી વાનગીઓ ખાવામાં આવે છે. તલ અને ગોળ આયુર્વેદ અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ગુણકારી હોય છે. આ ઋતુમાં તેમાંથી બનેલી વાનગીઓ ખાવાથી શરીરને પોષણ મળે છે અને અનેક પ્રકારના રોગ સામે રક્ષણ મળે છે.આ દિવસે લોકો તલગોળના લાડુ એકબીજાને ખવડાવી રૂક્ષ થયેલા આપણા સંબંધોમાં સિનગ્ધતા તલ લાવે છે કારણ તલમાં  સિનગ્ધતા  છે ગોળ ની મીઠાસ મનની કડવાસ દુર કરી સંબધોને વધુ મજબુત બનાવે છે 
આ જ એક એવું પર્વ છે જેને એક જ ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી…પણ બધા ધર્મોમાં તેનું મહત્વ બતાવ્યું છે. ઉત્તરાયણ એટલે મકરસંક્રાંતિ અને પતંગનું ઋતુવિજ્ઞાન છે. એવી સાદી સમજ છે. મકરસંક્રાંતિનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ સમજવો જરૂરી છે.સૂર્ય પૂર્વથી દક્ષિણ તરફ ગમન કરે છે ત્યારે તેનાં કિરણોને ખરાબ માનવામાં આવે છે, પરંતુ જ્યારે તે પૂર્વથી ઉત્તરની તરફ ગમન કરવા લાગે છે ત્યારે તેનાં કિરણો સ્વાસ્થ્ય અને શાંતિ વધારે છે. બધું જ પ્રકૃતિના નિયમ પ્રમાણે થાય છે. છોડ પ્રકાશમાં સારો ખીલે છે, જ્યારે અંધકારમાં મૂરઝાઈ જાય છે.
તિલ ગુળ ધ્યા આણિ ગોડ ગોડ બોલા…

મકરસંક્રાંતિના દિવસે મહારાષ્ટ્રમાં ‘તિલ ગુળ ધ્યા આણિ ગોડ ગોડ બોલા’ વાક્ય સૌનાં મોઢે સાંભળવા મળે છે. આ દિવસે આ વાક્ય બોલવાની સાથે એકબીજાને ઉપહાર કે ભેટ આપવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે બીજી સ્ત્રીઓને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે અને તેમને હળદર-કંકુ લગાવીને તલ-ગોળની સાથે ઉપહારોની પૂજા કરીને તેમને ભેટ આપે છે.

મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવાની વિશેષ પરંપરા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જોવા મળે છે.પતંગ ઉડાડવાની પરંપરાનો ઉલ્લેખ શ્રીરામચરિતમાનસમાં તુલસીદાસે પણ કર્યો છે. તેમાં બાલ કાંડમાં ઉલ્લેખ છે કે, ‘રામ ઈક દિન ચંગ ઉડાઈ, ઈંદ્રલોક મેં પહૂંચી ગઈ.’ ત્રેતાયુગમાં એવા ઘણાં પ્રસંગ છે જ્યારે ભગવાન શ્રીરામે પોતાના ભાઈઓ અને હનુમાનજી સાથે પતંગ ઉડાડી હતી

આપણા જીવનની પતંગની દોર પણ વિશ્વની પાછળ રહેલી કોઈ અદ્રષ્ટ શક્તિ જ્ઞાન દ્વારા ચગાવે છે ,માટે પ્રભુ પાસે પ્રાર્થના કરવાની કે મને જ્ઞાનવડે પ્રકાશ ભણી  (ઉત્તરાયણ)…લઇ જાઓ જેથી મારો જીવન પતંગ ઝોલે ન ચડે ,

આ પ્રસંગે સૂર્યનો પ્રકાશ ,તલગોળની મીઠાશ ,આપણા જીવનમાં સાકાર થાય તો આપણા જીવનનું યોગ્ય સંક્રમણ ગણાય  ​

પ્રમીલાબેન મહેતા

મિત્રો તલગોળ ખાઈ ને અભિપ્રાય જરૂર લખજો અને હા સંક્રાંતિની ઉપાધ્યાય સાહેબની કવિતા પણ લઈને આવું છુ તે વાંચવાનું ચુકતા નહિ …  ​

 

 

— 

 

કાકુ મારો ખાતો નથી-પી. કે. દાવડા

હસે તેનું ઘર વસે. ખડખડાટ હાસ્ય એ તંદુરસ્તી માટે અકસીર ઔષધ છે..આજે કોઈ વસ્તુની અછત હોય તો એ ‘સેન્સ ઓફ હ્યુમર’ની છે.હસવું દરેક વ્યક્તીને ગમે છે, પરંતુ આજુબાજુના વાતાવરણ અને સંજોગોને લીધે હસી શકાતું નથી.કહેવાય છે કે દરરોજનું ૩૦ મીનીટ હસવાથી જીવનનાં ૩૦ વર્ષ વધી જાય છે.માણસ જેમ જેમ આધુનિક બનતો જાય છે એમ એમ એનું હસવાનું ઘટતું જાય છે.આપણે કુદરત થી દુર થતા જઈએ છીએ। તો જિંદગીનો ભાર ઘટાડવા મિત્રો હસવા માંડો હાસ્ય એ અકસીર ટૉનીક છે,હાસ્ય મગજના જે હોર્મોન્સ આળસ, થાક અને કંટાળો ઉત્પન્ન કરતા હોય છે તેમને  દુર કરી મગજને મુળ અવસ્થામાં લાવી દે છે.ઘણી વાર વ્યક્તી ઉપરછલ્લું જ  હસી શકતી હોય છે આંતરીક શાંતી મેળવવી હોય તો તંદુરસ્ત હાસ્ય જરુરી છે.ઘણાને હસવા માટે મહેનત કરવી પડે છે ,અથવા તો હાસ્ય ને માણી જ શકતા નથી બધે એમને તકલીફ જ છે। …મેં એક ભાઈને  કહ્યું કે ભાઈ હસવું સારું ,હસે એનું ઘર વસે  તો મને કહે ઘર વસાવ્યા પછી કેટલા હસ્યા ?…..મિત્રો હસશો નહીં તો ચહેરા ઉપર પણ કાટ લાગી જશે. હાસ્ય વસંતની જેમ તમારા જીવનને ખીલવશે  તો ચાલો માણીએ દાવડા સાહેબ ની હાસ્ય કવિતા ..

કાકુ મારો ખાતો નથી

            (ઢાળઃ ઊંટ કહે  સમામા…)

ભાભુ   કહે  સુણ  બેના,  કાકુ  મારો   ખાતો  નથી,

કોણ  જાણે  શું  થાવાનું”, બીજી કોઈ વાતો નથી.

થોડી  ખાયે  દાળભાતથોડી   રોટી   થોડૂં  શાક,

એનાથી  શું પેટ ભરાયેશક્તિ  આવે  એથી ખાક?

થોડી બરફીપેંડા થોડાબદામ પિસ્તા ખાતો થોડા,

થોડા  લાડુ  ને મોનથાળખાયે તો હું માનું  પાળ;

થોડું  દુધ ને  થોડું દહીંથોડી  બાસુંદી પણ  સહી,

બેના  કહે  ને શું  હું  કરૂંકાકુને   કેમ ખાતો  કરૂં?

બેના કહે સાંભળ ભાભુઆથી વધુ જો ખાય કાકુ,

પેટ મટીને થઈ જાય ઢોલબીજું શું કહું ભાભુ બોલ?

પી. કે. દાવડા

(કચ્છી કવિ કારાણીની કવિતાથી પ્રેરિત)

..

નવું વરસ – હેમંત ઉપાધ્યાય –

પ્રિય મિત્રો ,
જુના ને નવાની ની વાતોમાં દિવ્યભાસ્કરમાં વાંચેલો એક લેખની અમુક લાઈનો મને ખુબ સ્પર્શી ગઈ હતી તે ખાસ ટાંકું છું। ..ત્યારે આજના જેવી કમ્ફર્ટ નહોતી. મોબાઇલ, કમ્પ્યૂટર, કેબલ ટીવી, એટીએમ-ક્રેડિટ કાર્ડ, દરેક સભ્યનું પર્સનલ વાહન, મિલ્ટપ્લેકસ વગેરે જેવી સગવડો નહોતી. છતાં ત્યારે બહુ મજા પડતી… કારણ કે ત્યારે પપ્પા નોકરીએ જતા કે અમે સ્કૂલે જતા ત્યારે મમ્મીને ખાતરી હતી કે રસ્તામાં કયાંય બોમ્બ વિસ્ફોટ નહીં થાય, આતંકવાદીઓ ગોળીબાર નહીં કરે……
આ વેબ સાઈડ ની મુલાકાત જરુરુ લેજો ….http://archive.readgujarati.in/sahitya/?p=2917..
 
તેમ છતાં આશા અમર છે  આપણા કવિ હેમંતભાઈ એ હકારાત્મક ભાવ ની ખુબ સરસ કવિતા મોકલી છે….. વાત ખુબ સહેલી છે આપણે બધાજ જાણીએ છીએ …. એક જ જિંદગી મળી છે, એને પૂરેપૂરી જીવી લો,… ઉગતા સુરજ ને બે હાથે આવકારી લ્યો 
 
 
નવું   વરસ

ગયું   વરસ  , નવું   વરસ  , વરસ  ફરે   અરસપરસ
આશા  નિરાશા ને દફનાવી ને  ઇચ્છાઓની  રહે  તરસ

ના બદલાય ભાવ કે સ્વભાવ , આનંદે  વધાવો   વરસ
પરિવર્તન  નો અંચળો  ઓઢી પ્રભાવ દેખાડે  નવું વરસ

સ્વજનો ,મિત્રો ને શુભેચ્છાઓ  નો પીવડાવો   પ્રેમરસ
આપો એટલું પામો  એ  નિયમ કુદરત નો  છે  સરસ

પ્રાર્થજો  પ્રભુ ને  કે મને સંવેદના   ઓ  સદા  પીરસ
સંવેદના  છે સૌથી મોટો ગુરુ એના  વિના જીવન  નીરસ

સેવા ભાવ  પ્રેમભાવ ની  હમેશા   રાખજો મોટી  તરસ
માફ કરી ને સહુને   ફરી થી વધાવવાની  મઝા છે સરસ

ભૂલી ને ઘટમાળ  જીવન ની  ચાલો માંણીએ  નવું વરસ
નવું વરસ,સહુ પર   ખુશી ઓ થી બસ   વરસ વરસ

ઓમ  માં  ઓમ

હેમંત ઉપાધ્યાય
૬૬૯   ૬૬૬  ૦૧૪૪
કેલીફોર્નિયા  

​