તમે એવા ને એવા જ રહ્યા(16)કલ્પના રઘુ

માત્ર વર્તમાન ક્ષણ જ શાશ્વત છે બાકી બધુંજ બદલાયા કરે છે. કહેવાય છે પ્રાણ અને પ્રકૃતિ લાકડા ભેગુજ જાય છે, ક્યારેય બદલાય નહીં. કૂતરાંની પૂછડી વાંકીજ રહે, ક્યારેય સીધી થાય નહીં. ચંદ્રની કળામાં કે સૂરજદાદાની આવન જાવનમાં ક્યારેય ફેર જોવા મળે? તો માનવ પ્રકૃતિ તો ક્યાંથી બદલાય? ક્યારેક માનવ બદલવા પ્રયત્ન કરે છે તો તેનુ પરિણામ હાંસીપાત્ર આવે છે.

એક વખત હું અમેરીકાથી અમદાવાદ ગઇ. એરપોર્ટ પર ઉતરતાં, એક મિત્રની પૌત્રી જે પાંચ વર્ષની હતી. અમેરીકામાં જન્મેલી, ઉછરેલી હતી. તેણે ચોકલેટ ખાધી. અને રેપર નાખવાં ટ્રેશ શોધવા માંડી … થોડીવાર પછી અમદાવાદમાં જન્મેલા અને વર્ષોથી અમેરીકા સ્થાયી થયેલા તેના પપ્પાએ એનર્જીબાર ખાધો અને રેપર ડૂચો વાળીને ખૂણામાં ફેંકી દીધો. પાંચ વર્ષની બાળકી બોલી ઉઠી … પાપા, યુ ફરગોટ, ડસ્ટબીન ઇસ ધેર અને મને થયું આદતસે મજબુર …

ઘણાં દંપતિમાં એવું જોવા મળે છે કે બન્નેમાં ખૂબ પ્રેમ હોય, પરંતુ સ્વભાવમાં ખૂબ વિરોધાભાસ પણ હોય. આપણને એમ લાગે કે આ બે વ્યક્તિ એક સાથે કેવી રીતે રહી શકતી હશે? મારા જ એક મિત્રમાં આ પ્રમાણે છે, તો તેના દિકરાએ તેમના માટે ખૂબ સુંદર કહ્યું, વિરોધાભાસ છે માટે તમે બન્ને મળીને ૧૦૦% સંપૂર્ણ બનો છો, એકબીજાના પૂરક બનો છો. જે મમ્મીમાં છે તે પપ્પામાં નથી, અને પપ્પામાં છે તે મમ્મીમાં નથી. કેટલુ સુંદર હકારાત્મક વિશ્લેષણ, એક દિકરાનું, માતા-પિતા માટે! અને ત્યારથી મા-બાપે સ્વીકારી લીધુ. બન્ને એકબીજાને કહેતા, તમે જેવા છો એવા મને ગમો છો.

કોઇ વ્યક્તિ તેની લાક્ષણિકતા છોડી શકતી નથી. પછી સ્ત્રી હોય કે પુરુષ. ઘણાં યુગલોમાં પ્રેમ હોય પણ ઝગડા વારંવાર થતાં હોય. બન્નેમાં અમુક એવી વાતો હોય કે જે એકબીજાને ગમતી ના હોય. પરંતુ પ્રેમને કારણે તેઓ એકબીજાને અનુકૂળ થવા પ્રયત્ન કરતા હોય છે. બન્ને નક્કી કરે કે હવે હું મારામાં આ સુધારો કરીશ કે જે તને નથી ગમતુ. અને પરિણામ શું આવે ખબર છે? જીવનની અડધી મજલ કાપ્યા પછી બન્ને એકબીજાને કહે, ‘હવે તમે પહેલાં જેવા નથી રહ્યા.’ પણ ક્યાંથી રહે? બદલવાનાં પ્રયત્નો કર્યા હતા! અને પછી નક્કી કરે, હવે તને માપવાની મેઝર ટેપ હું ફગાવી દઇશ. તમે જેવા છો તેવા સારા છો અને મને ગમો છો.

એક પ્રેમી દંપતિની વાત છે … વર્તમાનને કિનારે વિતાવેલુ લગ્ન જીવન આંખ સામેથી પસાર થાય છે.ભૂતકાળ વર્તમાન બનીને પાછો ભૂતકાળ બને તે પહેલા શબ્દદેહે તેની માવજત કરીને તેને સાચવી રાખવા કોશીશ કરે છે. જીવન સંધ્યાને આરે, પ્રેમી યુગલ, પતિ-પત્ની જ્યારે કબરમાં પગ લટકાવીને બેઠા છે ત્યારે મીઠી યાદોમાં ડૂબી જાય છે. પતિ ખીસામાં સંતાડી રાખેલ મોગરાની વેણી, પત્નીનાં અંબોડે બાંધે છે … મોગરાની સોડમથી પત્નીનું હૈયુ તર થઇ જાય છે. મંદ વાયુની લહેરખી સાથે મોગરાની માદક મ્હેંક … પતિ કહે છે, હવે તો આ મોગરો અને તારા વાળનો રંગ એકદમ મેચ થાય છે. પત્નીથી બોલાઇ જાય છે, ‘શું તમે પણ? તમે એવા ને એવા જ રહ્યાં.’ શરમનાં શેરડા પત્નીના મોઢા પર જોયા પછી ભીની ભીની ભૂતકાળની યાદોમાં બન્ને ભીંજાય છે. પત્નીનુ આ ઉમરે પણ શરમાઇ જવું અને મારકણું સ્મિત જોઇને પતિ બોલી ઉઠે છે, ‘તુ પણ ક્યાં બદલાઇ છું પ્રિયે … ?’ અને પછી તો એકબીજાની સાક્ષીએ સંવાદ રચાય છે, કવિતા સ્વરૂપે …

પતિ પત્નીને કહે છેઃ

તમે કહો તો ઉઠું સજની, તમે કહો તો બેસુ,

ઉઠ-બેસનાં ચક્કરમાં ભવના ચક્કર કાપુ.

તમારા આંખના અફીણ પીને, જીવતર આખુ કાપ્યું,

ના સહેવાનુ સહન કરીને દિલડુ તમારૂ જીત્યુ.

તમે દિન કહો તો દિન, અને રાત કહો તો રાત,

બસ તમારી હા માં હા, હુ રહ્યો તમારો ગુલામ.

મારી ભોળી ભાર્યા મે વંઢેર્યો તારો ભાર,

દિલની રાણી તુજને બનાવી, જીત્યો જગ-સંસાર.

પત્ની જવાબ આપે છેઃ

એ શું બોલ્યા મારા સાજન?, જનમો, જનમનાં ભરથાર,

તમેજ મારો વડલો અને તમેજ મારી છાયા.

તન મનથી ચાહીને મેં પાયો તમારો વિશ્વાસ,

બન્નેની શક્તિથી મે દિપાવ્યો ઘર-સંસાર,

તમે પ્રેમ કરીને પરણ્યા, મેં, પરણીને કર્યો પ્રેમ …

આ પ્રેમના નાજુક ધાગે, બંધાઇ રહ્યાં હેમખેમ!

તડકો-છાંયડો, ઉતાર-ચઢાવ, અગ્નિ-પરીક્ષા આપી,

સંબંધોની જાળમાં ફરજો, આપણી નિભાવી.

દુઃખને હસતા સહન કરીને, સુખને નવાજ્યુ હમેશ,

ગુણ-અવગુણ એકબીજાના અપનાવી રહ્યા છેક.

લાગણીઓના ખેલ ખેલીને, જીન્દગી ભરપૂર માણી,

તમે એવાને એવા જ રહ્યા, હું પણ ના બદલાઇ.

બન્ને એક બીજાને કહે છે,

હવે આવો બન્ને ભેટીએ, કરીએ સૅલીબ્રેટ આજ

પત્નીઃ

કાલ કોણે જોઇ છે? આઇ લવ યુ મારા રાજ્જા

પતિઃ

કાલ કોણે જોઇ છે? આઇ લવ યુ મારી રાણી.

અને … પત્ની પતિના ખભે માથુ મૂકીને આંખો બંધ કરીને શાશ્વત સુખ માણી રહી. થોડી વારમાંજ પતિ કહે છે, ‘પ્રિયે, આજ મારો વારો છે મને તારા ખોળામાં માથુ મૂકીને સૂવા દે’, પત્ની કહે છે … શું તમે પણ … ? પતિ ખોળામાં માથુ મૂકીને આંખો બંધ કરે છે. પત્નીની ધ્રૂજતી આંગળીઓ પતિના ચહેરા પર અને આછા વાળમાં ફરી રહી છે …

કલ્પના રઘુ

તમે તો એવાને એવા જ રહ્યા (૧૨) રેખા પટેલ ” વિનોદિની”

આમ તો આજનો દિવસ અમારા માટે ખુશીનો દિવસ તેમાય મારા માટે તો ખાસ હતો કારણ આજે મારી અને સીજે એટલે કે  ચંદુભાઈ જીવનભાઈ ની પચાસમી લગ્નતિથી હતી, પચ્ચીસમી લગ્નતિથિ અમે બહુ ધામધૂમ થી ઉજવી હતી .કારણ તે વખતે સીમા અને સમય અહી અમારી સાથે હતા અને બંને દીકરા દીકરીએ ભેગા મળી અમારી આ તિથીને યાદગાર બનાવી હતી તેમાય મારા સીજે તો પહેલે થી બહુ ઉત્સાહી જીવડો.  મસ્તી મજાક તો તેમના લોહીમાં એક રંગ બની વહેતા હતા , તેમેણ ઉદાસ જોવા તે પણ અમારે માટે એક લ્હાવો બની જતો ,હસતા મ્હો ઉપર કદી  ગુસ્સો કે દુઃખની છાયા જોવા મળતી નહિ.  પણ હમણાથી ક્યારેક સુનમુન બની જતા કે થોડા દુઃખી જણાતા ,હું સમજતી હતી કે આ બુઢાપા નાં થાકની અસર વર્તાય છે ,હવ મને પણ આ સંધિવાનો રોગ પકડમાં લઈને બેઠો હતો ,છતાય એકમેકને સહારે દિવસો ખુશીમાં વિતતા હતા.

આજે કોણ જાણે ઉદાસી વારેવારે કમોસમી વરસાદ બની વરસી જતી.. પહેલા આ દિવસે સીજે તેમની બેન્કની નોકરી માંથી રજા લઇ રાખતા. આખો દિવસ મારી સાથે વ્યતીત કરતા .વાત આટલેથી અટકતી નહોતી સવારની ચા સાથે તેમેને એક માત્ર આવડતા બટાકા પૌઆ બનાવી ગરમગરમ પ્લેટ મારી સામે હાજર કરી મને કપાળે ચુંબન ભરી જગાડતા પછી મને તેમને હાથે સજાવતા કંકુ ચાંદલા થી લઇ માથામાં વેણી ગજરો ભરાવતાં .

હું મીઠો ગુસ્સો કરતી તો મને કહેતા “તું મારી રાણી અને હું તારો રાજા ,તને સજાવવમાં મને મળે સાતા ” કોણ જાણે બેન્કના આંકડા ગણતા આ જીવમાં ક્યાંથી કવિ જીવડો જન્મી જતો અને કવિતાઓ લલકારવા લાગતો. ક્યારેક બાળકો આસપાસ હોય તોય તેમાંના વર્તન માં ઝાઝો ફરક પડતો નહિ અને હું લજાઈને કહેતી  “તમે તો એવાને એવા જ રહ્યા ”

આ પચાસ વર્ષ પછી પણ અમારો પ્રેમ તો અકબંધ રહ્યો હતો છતાં હવે શરીર સાથે મન ઢીલું પડતું જતું હતું, તેમાય બાળકોની દૂરતા બહુ વ્યથીત કરતી હતી , પહેલા દીકરી સીમા લગ્ન કરી ન્યુજર્સી ચાલી ગઈ ત્યાર પછી આગળ ભણવાનું બહાનું ધરી સમય પણ તેની પાછળ અમેરિકા ગયો અને ત્યાનું વૈભવશાળી જીવન અને મળતી તકોને સ્વીકારી ત્યાજ સેટલ થઇ ગયો.  મારા અને સીજે ના સિંચેલા સંસ્કારો હજુ પણ તેમનામાં જીવંત હતા અને તેને કારણે અમારા પ્રત્યેનો પ્રેમ પણ અકબંધ હતો .

સમય ફ્લોરીડાના ફોર્ટલોડરેડલ વિસ્તારમાં સુંદર મજાનું ઘર લઇ તેની પત્ની જેનીશા સાથે રહેતો હતો. અતિ આગ્રહ કરી અમને બે વાર અમેરિકા બોલાવ્યા હતા. બંને વખત અમે ત્રણ ચાર મહિના રહી પાછા ભારત આવી ગયા ,અહીના દેશી વાતાવરણમાં  ઉછરેલાં અમારા જીવોને ત્યાં થોડો મુંઝારો થતો , સીમાના ઘરે તો અમને બહુ ગોઠતું નહિ કારણ મનમાં ઊંડે ઊંડે લાગતું કે આ તો દીકરીનું ઘર ત્યાં બહુ નાં રહેવાય તેમાય સીમાના સાસુ સસરા તેની સાથે હતા ,છતાય તેમનાં આગ્રહને વશ થઇ મહિનો રહી લેતા ,અને  ફોર્ટલોડરેડલ  બહુ એકલું લાગતું દુર દુર સુધી કોઈ ઇન્ડીયન નહોતા હા એક પંજાબી ફેમીલી નજીકમાં રહેતું હતું  પણ તોય ગુજરાતી એ ગુજરાતી છતાય ક્યારેક હું અને સીજે દરિયા કિનારે ચાલવા  જતા ત્યારે ભાંગી તૂટી હિન્દીમાં સામસામી વાત કરી લેતા.

બસ બહુ થયું ત્યાર પછી દીકરાના ડોલર બગાડવા કરતા નક્કી કર્યું હવે તેમને સમય મળે અહી આવી અમને મળી જાય અમારે ત્યાં નથી જવું ,અને સમયની વ્યસ્તતા ને કારણે દીકરી અને દીકરો છેલ્લા ચાર વર્ષથી ભારત આવી શક્યા નહોતા અને સિત્તેર પાર કરી ચુકેલા અમે બંને આમતો એકબીજાને કઈ કહેતા નહિ પરંતુ અંદરથી એકલતા અનુભવતા હતા.

 

સીજે  મારા મનનું દુખ સમજી જતા અને મારી એકલતા ભાંગવા જાતજાતની વાતો કરતા ,  સમયે મોકલાવેલા નવા આઈ ફોનમાં આજકાલ ચાલુ થયેલું વોટ્સ અપ નું નવું ચલણ તેમણે અપનાવી લીધું હતું તેમાં આવતા મેસેજ મને વાચી સંભળાવતા.  ક્યારેક તો કહેવાતા નોનવેજ એટલે કે થોડા એડલ્ટ જોક પણ હસતા હસતા કહેતા અને હું નવોઢાની જેમ શરમાઈ જતી અને બોલી ઉઠતી ” તમે તો એવાને એવાજ રહ્યા “

 

તે પણ એક નવયુવાનની જેમ આંખ મીચકારી કહેતા મીના રાણી દિલ અભી તક જવાન હૈ …………..

 

પહેલા બધું તૈયાર માગતા સીજે હવે દરેક કામમાં મને મદદ કરવા તત્પર રહેતા, કામવાળી જમના આવી નાં હોય તો ” મીના લાવ હું તને હેલ્પ કરું ” અને મારા નાં કહેવા ઉપર કહેતા ” જો આમતો તું આ નવરા માણસને કામ આપીને તેની ઉપર અહેસાન કરે છે” કહી મારા હાથ માંથી કામ લઇ લેતા ,
પણ હમણાં હમણાં થી એ પણ થોડા ઉદાસ રહેતા હતા આથી હવે હું તેમની સાથે મારા સ્વભાવની વિરુદ્ધ જઈ બીજાઓની વાતો એટલેકે આજની ભાષામાં ગોસીપ કરી બહેલાવતી .. કદાચ આનેજ એક રથના બે પૈંડા કહેવાતા હશે જે એકબીજાને અનુકુળ થઈને રહે તોજ ઘડીક ખોડંગાતો રથ આગળ ચાલે.

 

આ બધું તો ઠીક છે પણ આજે તો સવારથી ઉચાટ હતો કારણ આજે સીજે સવારમાં તેમના જેવા રીટાયર્ડ થયેલા વયસ્કો સાથે મોર્નિગ વોક ઉપર નીકળી ગયા હતા અને ત્યાંથી આવી નાહી ધોઈ પરવારી મિત્રો સાથે બહાર જવાનું ગોઠવ્યું છે કહી તેમની સાગની લાકડી લઈને નીકળી પડ્યા , હું સમજી ગઈકે સીજે  ને હવે સાચું ઘડપણ આવી ગયું , તે હવે ભૂલવા લાગ્યા છે. એ મને ભૂલી જશે તો શું કરીશ ?  આ એક પ્રશ્ન મને છેક અંદર સુધી ધ્રુજાવી ગયો . તેમના વિનાનું જીવન કઈ જીવન કહેવાય ? હું ભગવાન સામે મારી માળા હાથમાં લઇ કોણ જાણે  કેટલીય વાર સુધી બેસી રહી.

સાજે ચાર વાગે કીચુડના અવાજ સાથે અમારો લોખંડનો જુનો ઝાંપો ખુલ્યો બહાર કંઈક અવાજ સંભળાયો , કોઈ પાચ સાત જણા  નાં ધીમા પગલા સંભળાતા હતા. માળા મૂકી હું ચશ્માં સરખા કરતી બહાર આવી અને બહારનું દ્રશ્ય જોયા લાગ્યું હમણા પડી જઈશ કે હમણા હૈયું હાથમાં આવી જશે.

 

સરસ મઝાના આછા ભૂરા સિલ્કના કુર્તામાં સજ્જ સીજે હાથમાં મારા ગમતા લીલીના ફૂલોનો બુકે લઈને ઉભા હતા અને તેમની પાછળ અડીને સમય અને જેનીશા સાથે અમારો દુલારો રોની હતો .સાથે સીમા વ્રજેશ કુમાર અને પીન્કી હતા,  બધાના હસતા ચહેરા જોઈ મારી બુઢ્ઢી આંખો માંથી આંસુની ધારા વહી નીકળી
સીજે હસતા હસતા મારી પાસે આવ્યા “મીના ગાંડી  છે કે શું આમ રડાય ? તને આ દિવસે ખુશ જોવાઅને  બાળકો ભારત આવી શકે  તેની માટે હું છેલ્લા મહિના થી ભરપુર પ્રયત્ન કરતો હતો। .ચાલો મીના રાણી હવે જરા હસો ”
“શું તમેય , સાવ એવાને એવાજ રહ્યા ” હું રડતા રડતા હસી પડી

રેખા વિનોદ પટેલ (વિનોદિની )

 

ડેલાવર (યુએસએ )

તમે તો એવા ને એવા જ રહ્યા(૧૩) ચારુશીલાબેન વ્યાસ

મીના અને તેના પતિ મોહનભાઈ દેસાઈ એક મધ્યમ વર્ગિય  ગુજરાતમાં રહેતું  દંપતિ હતું તેમને બે સંતાનો હતાં ફાલ્ગુની અને મયંક ચારે ય જણ આનદ થી રહેતા હતા મીનાબેન

એક શાળામાં   શિક્ષિકા હતાં અને મોહનભાઈ એક  ઓફીસ માં  કારકુન હતા બેઉ બાળકો કોલેજ માં હોવાથી તેઓ કરકસરથી રહેતા

મીનાબેન ખૂબ સાદા હતા તેમની માંગણી કઈ નહોતી એ ન તો માંકેઅપ કરતાં ,ન તો ફેશનેબલ કપડા પહેરતા એક સાદો ચોટલો વળતા ,તેમાં ન તો કોઈ પીન કે ન તો કોઈ

ફેશનેબલ વાળ  બનાવતા સુતરાઉ સાડી પહેરતા પગમાં સદા ચપ્પલ મોહનભાઈ પણ એવાજ હોદ્દા પ્રમાણે કપડા પહેરતા ઓફીસ માં ટીપટોપ રહે પણ રજા ને દિવસે સદા કપડા પહેરીને બહાર જાય બેઉ  જણાને દેખાડો જરાય ન ગમે તેઓ બીજાને દેખાડવા કે ઈમ્પ્રેસ કરવા કઈ ન કરતા પોતાના નિજાનંદમાં મસ્ત રહેતા આખી જિંદગી કામ કરીને એક ઘર બનાવ્યું હતું સંતોષ અને આનંદ થી જિંદગી વિતાવી હતી

ભણવાનું પૂરું થતા ફાલ્ગુનીને પરણાવી ,પછી મયંકને પણ પરણાવ્યો બેઉ સરસ રીતે ગોઠવાઈ ગયા હવે કોઈ ચિંતા નોતી    તેઓ થોડા   વખત માં રીટાયર થઈ શું કરવું તે વિચારતા હતા ત્યાંજ તેમનું ગ્રીનકાર્ડ આવ્યું મીના ના ભાઈએ ફાઈલ કર્યું હતું જવું કે ન જવું એ ગડમથલ માં થોડો સમ ય  ગયો અંતે જવાનું નક્કી થયું ભાઈઓ એ સલાહ આપવા માંડી ;’ભાઈ આમ કરજો ,આમ ન કરતા અમેરિકામાં અહીની જેમ ન રહેવાય ‘થોડા મોર્ડન થાવ ‘મયંક અને ફાલ્ગુની ખુબ ઉત્સાહ માં આવી ગયા તેઓ પણ અનેક સલાહો  આપવા લાગ્યા એમને જરા ન ગમ્યું ‘મારે કઈ સાંભળવું નથી હું મારી રીતે રહીશ મીનાએ કહ્યું ‘ તમે તો એવા જ રહેશો ‘

   પ્રથમ વાર જયારે એલ એ યુ એસ માં પગ મૂક્યો ત્યારે જાણે જુદીજ દુનિયા માં પહોચી ગયા હોય તેવું લાગ્યું મુશ્કેલીઓ નો સામનો કરતા કરતા યુએસ માં વસી ગયા

    દસ વર્ષ પછી તેઓ ભારત આવ્યા ત્યારે દિલમાં આનંદ અને ઉમંગ જગ્યા કેટલાં વર્ષો પછી પોતાની ધરતી પર પગ મુક્યો તેઓ ગળગળા થઈ ગયા  કેટલાં વર્ષો પછી ભાઈ  બહેન, માતાપિતાને મળાશે એટલે મન આનાદમાં આવી ગયું એરપોર્ટ પર ભાઈઓ લેવા આવ્યા હતા એક બીજાને ભેટ્યા સરસ ભરત મિલાપ થયો ઘરે જવા નીકળ્યા રસ્તામાં બજાર આવી એક રેકડીમાં શીગ ચણા જોઇને મોહને કાર ઉભી રખાવી  નીચે ઉતરીને શીંગનું પડીકું લીધું સુનીલભાઈ બોલી ઉઠ્યા ‘ભાઈ ,તમે તો એવા ને એવાજ રહ્યા ‘બધાને એમ કે એટલા સમય યુ એસ માં રહીને ભાઈ ભાભી આવ્યા છે તો કેટલા મોડર્ન બની ગયા હશે?તેમને જોઇને જ નવાઈ લાગી હતી

   ઘરે પહોચી ને નાહીધોઈ ને જમવાનો સમય થયો મોહનભાઈ તો થાળી લઈને નીચેજ બેસી ગયાં ‘ઉપર બેસો ભાઈ ,તમને નહિ ફાવે ”ના , મને ફાવશે તમે ઉપર ટેબલ પર બેસો

 જાનુ બેન બોલી ઊઠ્યા ‘ભાઈ, તમે તો એવાને એવાજ રહ્યા ‘

  બે દિવસ પછી મીનાબેન પોતાની શાળામાં બધાને મળવા ગયા જેવીરીતે તેઓ નોકરી કરવા જતા તેવી જ રીતે સુતરાઉ સાડલો પહેરીને સાદા ચપ્પલ અને ચોટલો તેઓ સ્ટાફરૂમ માં   દાખલ થયા સાધના જ્યોતિ ,દીપિકા અરુણભાઈ બધાં જ એકીટશે જોઈ રહ્યાં આ તો પેલા મીનાબેન બધાના મો પહોળા થઇ ગયા ‘તમે તો એવા ને એવા જ રહ્યા ”એટલો વખત  અમેરિકામાં રહ્યા પણ તમારામાં જરાય ફેર પડ્યો નથી

   બધાનાં અભિપ્રાય મુજબ મીનાબેન અને મોહનભાઈ બેઉ એવા ને એવા જ રહ્યા

તમે તો એવા ને એવા રહ્યા (14) વસુબેન શેઠ,

ભારે શરીર વાળા ચંપાબેન ધુઆ ફૂવાં થઈ ને ઘર માં ધમધમ કરતા પેઠા ,હાથ માંથી બે મોટા થેલા ,શાકભાજીથી ભરેલા  હેઠા મુક્યા,અને ધબાક કરતા સોફા પર બેઠા,અડધો સોફા પણ નમી ગયો ,સાડલાના છેડા થી મોઢું લૂછતાં તડૂક્યા,તમે નહી બદલાવ ,ભાઈ બંધ મળ્યા નથી કે વાતો ના તડાકા મારવા બેસી ગયા ,પાછુફરી ને જોતા પણ નથી કે મારી અર્ધાંગીની કેટલો બધો ભાર ઉચકી એકલી  ઢહળાતી ,ઢ હળાતી આવી રહી છે તો એક થેલો તો ઉચક વા માં મદદ કરું ,ના,ના,એતો પુઝીસનમાં પંચર પડે,  પ્રાણ  ને પ્ર કૃતી સાથે જ જાય,એ કહેવત ખોટી નથી,આદતો જે નાનપણ થી ગળથુતી  માં જ જે મળી હોય તેને
  બદલવી મુશ્કિલ  હોય છે,ચપાબેન બબડતા  રહ્યા ,પણ કરસન કાકા પર ચંપા બેનના ગુસ્સાની જરા પણ અસર દેખાતી નહતી ,
  એ તો જઈ ને ઠડા પાણીનો ગ્લાસ લાવીને ચંપા બેનના હાથ માં પકડાવી દીધો,અને વ્યગમાં બોલ્યા ,આગળથી હવે દયાન
  રાખીશ ,કહીને આરામ ખુરસી પર લાંબા પગ તાણીને છાપામાં મોઢું પરોવી દીધું,પચાસ વરસ થી આ  જ તમારા શબ્દો
  સાંભળું છુ,આ  થેલા ઉચકીને લાવી પણ તારા શરીરમાં ક્યાય ગોબો પડ્યો હોય તેવું દેખાતું નથી,કરસન કાકા બોલ્યા ,એમાં
  પાછુ ઉમેર્યું,તારામાં પણ ક્યાં કઈ સુધારો છે,જયારે બજારમાં જાય ત્યારે થેલા ભરી ને  આવવું જરૂરી છે,,પછી આખા  ગામમાં
  લાણાં કરતી ફરે છે,ચંપાબેન ભડક્યા,થોડી મીઠી તુતુ મેમે પછી ચંપાબેન રસોડામાં પેઠા,બન્ને જણા રોજ ના દિનચર્યા માં
  પરોવાય ગયા,એટલામાં દરવાજાની ઘટળી વાગી, કરસન ભાઈએ દરવાજો ખોલ્યો,આવનાર વ્યક્તિ એ પૂછ્યું ,ચંપા છે
  હું ગાર્ગી,એની નાનપણ ની સખી ,,કરસનભાઈ મલકાતા મલકાતા રસોડા ભણી ગયા અને ધીમેથી બોલ્યા હાશ હમણાં ચંપા
  નો ગુસ્સો ઠંડો થઈ જશે,કરસનભાઈ ના અવાજ માં જોર આવી ગયું,ચંપા તારી કોઈ સખી આવી છે ,ચંપાબેન સાડલાના છેડે હાથ
  લુછતા લુછતા દરવાજા આગળ આવ્યા, આવેલ વ્યક્તિ ચંપા ને જોઈ ને ઘેલી થઈ ગઈ અને ભેટી પડી ,ચંપા  અચાનક આવા

  હૂમલાથી થોડી આભી બની ગઈ ,ચંપાએ ઊંડો શ્વાસ લીધો ને બોલી મને તારી ઓળખાણ
નથી પડી,હું ગાર્ગી ,તારી સખી,મને તું હમેશા શિવણ માં મદદ કરતી,તું એવીને એવીજ દેખાય છે ,તારો અંબોડો,માથામાં ફૂલ ,
કપાળમાં મોટો ચાંદલો,અને તારી સાડલો પહેરવાની ઢબ અને તારો પહાડી અવાજ,
પણ તે મને શોધી ક્યાંથી કાઠી ,ચંપા ,તું શાક વાળા સાથે રકજક કરતી હતી ત્યારે તારો અવાજ સાંભળ્યો ,
તને જોઈ ને મને ખાતરી થઈ ગઈ કે આ તો ચંપા જ છે,એટલે હું તારી પાછળ પાછળ આવી અને તારા દરવાજે ટકોર મારી ,
 આવ,આવ અંદર આવ ,બન્ને ચા નાસ્તો કરવા ટેબલ પર બેઠા ,ચા પીતા પીતા ગાર્ગી બોલી ,તને યાદ છે પરીક્ષા વખતે હું રાતે જયારે ચા પીતી ત્યારે તું બોલતી ,
ચા એકુ ચા ,ચા દુલારી ,ચા તેરી ચાહના, ચા ચોક વચે ,ચા પચા પાચ દે ,ચા છક્કા છોડે, ચા સત્તા તેરી ,ચા અઠે દ્વારકા ,ચા નવા તેજ દે, 
ચા દશા બોળે,બન્ને સખીઓ નાનપણની વાતો માં મશગુલ  બની ગઈ, એટલામાં ગાર્ગી બોલી ,આપણી વાતો તો ઘણી કરી પણ કામમાં તારા પતિ નો કેટલો સાથ છે ,
મદદ તો ઘણી કરે પણ જો કોઈ ભાઈબંધ મળી ગયો કે કોઈ નો ફોન આવ્યો તો પતી ગયું ,તો પછી સુધાર્યા કેમ નહી,ગાર્ગી એ મજાક કરી,ચંપા બોલી,અરે ઘેલી થઈ છે ,
મારે સુધારવા નથી, સુધરી જ્શે તો મને ઠંડા પાણી નો ગ્લાસ કોણ આપશે ,બન્ને સખીઓ દિલ ખોલી ને હસ્યા ,
મારી તો ઘણી વાત કરી તારા વિશે તો જણાવ ,તારા પરિવાર માં કોણ કોણ છે ,મારા એ પણ કોઈનાથી જાય એવા નથી ,ગાર્ગી ટટાર થઈ ને બેઠી ,
એમનો બોલ બોલ કરવાનો જે સ્વભાવ છે તે સુધરતો નથી ,ફક્ત જયારે એમના મોઢા માં કીમામ વાળું પાન હોઈ ત્યારેજ ચુપ ,પાન પૂરું કે વાતો ચાલુ ,
મારે ત્યાં કોઈ કામવાળા એમને લીધે ટકતા નથી,કહે કાકા તો બહુ બોલે,હું પણ ઘણી વખત કંટાળું ત્યારે ફટાક કરતું પાન  બનાવીને એમને ધરી દઉ ,
જે દસ મિનીટ શાંતિ,આમ કરતા કરતા પાન ની ઘણી જ આદત પડી ગઈ છે,હવે પસ્તાવો થાય છે,મને લાગે છે કે ક્યાંક આપણો પણ વાક છે ,
એમની આદતો ના જવાબદાર આપણે છે ,એમની આદતો ને આધીન થઈ ને મોટી ભૂલ કરી છે ,સુધારવાને બદલે આપણે એમની ટેવો થી  ટેવાઈ ,
જઈએ છે ,તમે તો એવાને એવાજ રહ્યા કહી  બધું જતું કરીએ છે , એટલે   આપણે પણ આ ગુનાના ભાગીદાર તો કહેવાયે,આપણેજ પહેલા સુધરવું પડશે
 ચંપા કહે ,તને નથી લાગતું કે આપણે એક બીજા ની ભૂલ  સુધારવામાં ઘણું મોળું કરી નાખ્યું ,ગાર્ગી જોરમાં બોલી પ્રયત્ન કરવામા શું જાય છે,બ્લડપ્રેસર નહી વધારવા નું ,
 બન્ને બહેન્પણીયો વાતો કરીને છુટ્ટી પડી , કોણ જાણે  કોણે કોને  સુધાર્યા કે પછી વાતો બધી હવામાજ રહી, વાતો કરવી સહેલી છે જીવનમાં ઉદાહરણ ઉતા રવું એટલુજ અઘરું છે ,
 જીવનમાં અસંખ્ય વ્યક્તીયોના પરિચય માં આવતા હોયે છે , ઘણી વખતતો પોતાનાજ ઓળખીતાનો અવરનવર ભેટો થતો હોય છે ,
 વર્ષોની   આદતોથી આપણે  એટલા બધા જાણકાર થય જયે છે ત્યારે આ કહેવત પ્રાણ જાય પણ પ્રકૃતિ ન બદલાય સાચી લાગે છે, યુગ આખો બદલાય ગયો , 
સમજુ લોકો ઘણા પોતાને બદલવાનો પ્રયત્ન કરે છે , ખાસ કરીને નવા યુગના લોકો પોતાનો સંસાર સાચવવા બદલાય પણ છે , પણ અમૂક લોક ,
 કહું તો પંચોતેર ટકા એવા ને એવાજ રહ્યા , કદાચ એમાં મારો પણ સમાવેશ છે ,દીકરી ના બાળકો ને ઉછેરવા માં એટલા મશગુલ થઈ જઈએ છે કે બાળકોના માં બાપ માટે મુશ્કિલ ઉભી કરીએ છે ,
એલોકો આપણી ગેરહાજરીમાં ખોવાઈ જાય છે  નોકરી કરનાર વ્યક્તિ નું જીવન ઘણે ભાગે નિયમિત હોય છે,જયારે નિવૃત થાય છે ત્યારે અમુક સમય સુધી અટવાયેલો રહે છે,
કારણકે રોજિંદી જીવન થી એટલો બધો ટેવાઈ ગયો હતો કે એને જીવનનો અચાનક આ  બદલાવ તે જીરવી શકતો નથી,રાજકારણીઓ ભાષણ આપવાની આદત થી ટેવાયેલા છે ,
સંતો વ્યાખ્યાન માં જનતાને ઉદ્દેશી ને કે  છે કે જગત માં તમે કોને કોને બદલશો,એના કરતા તમે તમારી જાતને બદલો,શું સંતો બદલાશે, જગત બદલાશે,નહી,બધા એવાને એવાજ રહેશે 
 
વસુબેન શેઠ,

તમે એવા ને એવા રહ્યા (00)તરુલતા મહેતા

‘શું તું એવીને  એવી જ છું ?’ વાર્તા તરુલતા મહેતા

‘શું અનોખી હજી એવી જ હશે?’ રમાકાકીએ પેપર વાંચવામાં મશગૂલ પ્રોફેસર ત્રિવેદીને પૂછ્યું

‘હું પેપર વાચું ત્યારે દખલ કર્યા કરવાની તારી ટેવ ચાલીશ વર્ષોથી એવી જ છે ,તો પછી અનોખી ય એવી હશે.’

‘પણ આ વાત જુદી છે.આમ વાવાઝોડાની જેમ લંડનથી ડીવોર્સ લેવા દોડી આવે,આપણે ભણાવી,મોટી કરી જરા

સલાહ તો લેવી જોઈએને? રમાકાકી ઉશ્કેરાટમાં બોલ્યાં

‘એણે લગ્ન કર્યા ત્યારે આમ જ  આપણને આઘાત આપ્યો હતો ને?વર-વહુ પગે લાગ્યાં,એટલે હસીને આશીર્વાદ

આપ્યા,અનોખી નાનપણથી પોતાનું ધાર્યું કરનારી,જિદ્દી છે,પણ સાહસિક અને સ્વાલંબી છે.આપણે ચિંતા કરવાની જરૂર નથી.મને નિરાંતે વાંચવા દે.

રમાકાકીના મનમાં ગડમમથલ ચાલ્યા કરે છે.અનોખીને એમણે પોતાની દીકરી ઇલાને ઇર્ષા આવે તેટલા વહાલથી ઉછેરી હતી.કારના અક્સ્માતમાં ગુજરી ગયેલાં દિયર -દેરાણીની પાંચ વર્ષની અનોખીના તેઓ મા બન્યાં હતાં,ઈલા દશ વર્ષે અનોખી કરતાં મોટી ,એ પરણીને વડોદરામાં સેટ થઈ ગઈ,રમાકાકીને તોફાની,જિદ્દી  અનોખી હેરાન
ક રતી પણ  એવી મીઠડી કે ‘મમ્મી ,મમ્મી કરતી ગળે વળગી પડતી,કહેતી ‘હું તમારી સેવા કરીશ,તમને જાત્રા કરવા લઈ જઈશ.’

‘અરે, અનોખીના વિચારમાં ક્યાં ખોવાઈ ગઈ ?આટલી તું ઈલાને યાદ કરતી નથી.મારુ જમવાનું પીરસ ,મારે કૉલેજ જવાનો સમય થઈ ગયો.’ પ્રોફેસર ત્રિવેદી જમીને કૉલેજ જવા તેયાર  થયા.

ત્રિવેદીને કૉલેજ જતા પહેલા વિચાર આવ્યો ઈલાને ફોન કરું,અનોખીના મનની વાત ઈલા જાણતી હશે.અમને દુઃખ થાય એટલે પહેલાં જણાવ્યું નહિ હોય.તેઓને અનોખીમાં વિશ્વાસ હતો કે કારણ વગર ઉતાવળું પગલું તો ન જ ભરે.તે છેતરપીડી કે અન્યાય પણ સહન ન કરી લે.એમણે છોકરીઓને નાનપણથી એવી તાલીમ આપી હતી

કોને ફોન કરો છો?’ ત્રિવેદીએ રમાકાકીને ઈશારો કરી પાસે બેસાડ્યાં , ફોનની રીગ વાગ્યા કરે છે.’કોઈ ફોન લેતું કેમ નથી?ત્રિવેદી અઘીરા થયા.

ફોનમાં અવાજ સાંભળી તેઓ અચાનક વરસાદ તૂટી પડ્યો હોય તેમ અંદર -બહાર આખા પલળી ગયા.

‘અની,તું વડોદરા આવી ગઈ ?’ ત્રિવેદી લાડમાં અનોખીને ‘અની’ કહેતા

ફોનમાં બેય બહેનોનો ખળખળાટ હસવાનો અવાજ આવતો હતો.રમાકાકી ગુસ્સે થયાં,’હું અહી ચિંતા કરું છું, ને તમને બેને હસવાનું સુઝે છે.’

‘ડીવોર્સની વાત સાચી છે કે ખોટી ?’બન્ને જણાએ સાથે પૂછી લીધું।

‘પપ્પા ,તમને અને મમ્મીને દુઃખ આપે એવી ખોટી વાત હું ન કરું .આ મારી  જીદ નથી.ઈલા તમને વિગતે વાત કરશે.મારી સાથે મારા પતિ જયેશે ચીટીગ કર્યું અને ઈલાને ને ય મૂરખ બનાવી.’ અનોખીના અવાજમાં ગુસ્સો અને હતાશા હતી.

‘અમને મળવા ક્યારે આવીશ ?’રમાકાકી અનોખીને જોવા તલપાપડ થયાં હતાં ,એમને થયું ‘એને ગળે વળગાડી બઘુ સમજાવીશ ,નાની હતી ત્યારે અનીને એમ જ તેઓ પટાવી લેતાં। ‘

ઇલાએ મમ્મીને સમજાવતા કહ્યું ,’અનોખીને કામ માટે વડોદરા રહેવું પડશે.એની પાસે સમય ઓછો છે,તમારે ત્યાં બારડોલી પછી આવશે.’

‘અમે વડોદરા આવીએ?’

‘મારા સાસુ બિમાર છે.ઘરમાં તકલીફ પડશે,’ ઇલાએ કહ્યું।

રમાકાકી ત્રિવેદીના ગયા પછી સૂના ઘરમાં સમસમીને બેસી રહ્યાં,આવો સૂનકાર એમને ક્યારેય લાગ્યો નથી.બબ્બે

દીકરીઓ આ ઘરમાં રમી કૂદીને મોટી થયેલી તેની મધુરી યાદોથી તેમને ક્યારેય એકલું લાગતું નહી.અવારનવાર બન્ને દીકરીઓ ફોન કરી તેમના હદયને મમતાથી છલકાવી દેતી.આજે બન્ને જણાએ જાણે માં-બાપ વિરુદ્ધ કોઈ કાવતરું કર્યું છે.એ બેય જણા એક થઈ ગયાં અને અમને હજારો માઈલ દૂર લંડન ધકેલી દીધાં ,અનોખીના જી વનના પ્રશ્નો સાથે અમારે નાવાનીચોવવાનો સબંધ નહી ?શું અમે એવા વુદ્ધ થઈ ગયાં કે નવી પેઢીની સમસ્યાને સમજી ન શકીએ ?ખૂદના સંતાનો ભૂલ કરે તો  મા -બાપ માફ કરી દે.લંડન જઇને બદલાઈ ગઈ તો આવી કે મને માને  પારકી ગણી લીધી,ઈલા આ દેશમાં રહે છે.છતાં બહેનની પરદેશી રહેણી કરણીમાં આવી ગઈ ?એને ઘેર આવવાની મનાઈ કરી.સાસુ માંદી છે તેમાં અમે શું ભારે પડવાના ?હું તો બે કામ કરી મદદ કરું તેવી છું ,આજકાલ છોકરીઓને ઘેર માં-બાપ નિરાંતે રહેતાં જોયાં છે.અમારે તો બે ધડી મળી પાછા વળવાનું હતું।

રમાકાકી છોકરીઓ પરની નારાજીમાં એમને કોઈએ સીલબંધ ડબ્બામાં પૂરી દીઘા હોય તેવી ગૂગળામણ અનુભવતા હતાં ,ડોર બેલ વાગતા ઊભા થઈ બારણું ખોલ્યું,

‘કાકી ,અનોખી રાત્રે આવશે?’ કિશોરીએ પૂછ્યું

કાકી ગુસ્સામાં બોલ્યાં ,’તું જ ફોન કરીને જાણી લે ને ,તારી બહેનપણી છે,તારી સાથે દિલ ખોલીને વાત કરશે,અમે જુવાન પેઢીના મનને શું સમજીએ?

કિશોરી ડઘાઇ ગઈ,એ બે વર્ષથી સાસરેથી રિસાઈને ડીલીવરી વખતે જ પિયેર આવી ગઈ હતી.એનો વર  છોકરાનું મોં જોવા ય આવ્યો નથી.રમાકાકી પાસે આવી એ પોતાની વાત કરતી.રમાકાકીએ એને પગભર થવાનું બળ આપ્યું હતું.દરરોજ બપોરે એ બબલુંને રમાકાકી પાસે સૂવાડી જતી.આજે એનું પાછું પડી ગયું,કંઈપણ બોલ્યા વગર બબલુંને લઈને પાછી જતી રહી.રમાકાકીનું  મન ખાટું થઈ ગયું,’મારાં સંતાનો મને પારકી ગણે છે,કોઈ વાત કરતાં નથી ,હું પારકી પંચાતમાં ક્યાં પડું?’

રમાકાકી કેમ કરીને છોકરીઓને મળવું તેના વિચારવમળમાં એવાં ફસાયાં કે અનોખીના લગ્નનું  સપનું વેરવિખેર

થઈ રહ્યું છે ,એ કેવા દુઃખદ ઝંઝાવાતમાંથી પસાર થઈ રહી હશે,એ તેમનાંથી વિસરાય ગયું।મારી દીકરીએ મને પોતાની વાત ન કરી એમ લાગતાં એમનું અહમ ઘવાયું હતું.ક્યારે ત્રિવેદી ઘેર આવે તેની રાહ જોઈ રહ્યાં ,મનથી એમણે નક્કી કરી લીધું કે સવારે તેઓ વડોદરા જવા ઊપડી જશે.

ત્રિવેદી રોજની જેમ ધેર આવી નિરાંતે ટી .વી. જોવા બેઠા,રમાકાકી ઉકળતા દૂધની જેમ બોલી ઉઠ્યાં

‘વડોદરા જવાનું ક્યારે વિચાર્યું ?”

‘વડોદરા શું કામ જવાનું?’ત્રિવેદી ટાઢાશથી બોલ્યા

‘આ છોકરીઓ બારોબાર પોતાની મેળે એમનાં જીવનમાં બધું કર્યા કરે તે કેમ ચાલે?એમની મુશ્કેલી વખતે આપણે દૂરથી 
તમાશો જોવાનો!  રમાકાકી હજી ગુસ્સામાં હતાં

‘રાજી થવા જેવું છે,આપણું ટેન્શન ઓછું કરે છે.મને ગઈ સાલ હાર્ટએટેક આવેલો ,મારાથી હવે કોર્ટની દોડાદોડી થાય

નહીં ,તારા ઢીચણમાં દુઃખાવાથી ચલાતું નથી ,તું શું મદદ કરવાની?’ત્રિવેદી બોલ્યા

‘તમે કેવી વાત કરો છો?મા -બાપ તરીકે આપણી કોઈ ગણતરી નહી,કઈ સલાહ તો લેવી જોઈએ ને ?

‘તારી ગણતરી ના કરી,તને કહ્યું નહી એટલે તારો ઈગો ઘવાયો,તું નાની થઈ ગઈ ,એ તને દુઃખે છે.’ત્રિવેદીએ કહ્યું.

‘દુઃખે તો ખરું જ ને ,હું નાની અને એ બન્ને મારાથી મોટી,માને કોઈ વાત પૂછતી નથી.’રમાકાકીનો અવાજ રૂદનથી

અટકી ગયો.

ત્રિવેદીએ   પત્નીને પ્રેમથી   બરડે હાથ ફેરવ્યો ,ખાનગી વાત કહેતા હોય તેમ બોલ્યા,

‘રમા ,છ મહિના પછી હું નિવૃત થઈશ. આપણી છોકરીઓ સમજે છે કે વુઘ્ઘ મા,બાપને એમનાં જીવનના પ્રશ્નોથી

હેરાન ન કરાય ,બઘી રીતે સ્વાલંબી થાય એવું જ મેં શિખવાડ્યું છે.અનોખીના ડીવોર્સનું

ઝડપથી ઉકલી જાય ને પાછી પોતાની પ્રગતિ માટે લંડન જાય એવું જ હું ઈચ્છું છુ,તું એને મદદ કરવા માગતી હોય તો તું પણ ભગવાનને એવી પ્રાર્થના કરજે,તું તારા ઈગોમાં એનું દુઃખ ,યાતના ,તાણને ભૂલી ગઈ!

રમાકાકી પાલવથી આંસુ લુછતા બોલ્યા ,’મારે મારી દીકરીને ગળે વળગાવી મનાવવી હતી.’

ત્રિવેદીએ કહ્યું ,’તારી મરજી હોય તો સવારે તું વડોદરા જજે.મારાથી નહી અવાય,કાલથી કૉલેજમાં પરીક્ષા શરુ થશે.’

રમાકાકી આખી રાત પડખાં ફેરવતાં રહ્યાં,હદયની ગુફામાંથી અનોખીના બાળપણની કાલીઘેલી બોલી ,તોફાનોના પડઘા પડતા રહ્યા,વડોદરા જવું ના જવુંની દ્વિધા શારડીની જેમ એમના અંગેઅંગને કોરતી હતી.વહેલી સવારે

 દૂઘવાળો આવે તેની રાહ જોતાં હતાં,એમને ભ્રમ થયો પાંચ વર્ષની અનોખી દૂઘ માટે રડે છે,એમનાથી સહન થતું

નથી,એમણે બારણું ખોલી દૂ…ર જોયું ,કોઈ ટેક્ષી ઊભી હતી.એક નાની બેગ લઈ એક યુવતી દોડતી આવી તેમને ગળે વળગી પડી.

તરુલતા મહેતા 14જૂન 2015

તમે એવા ને એવા રહ્યા (15) કુંતા શાહ

નિયમસર, બપોરે ચાર વાગે હું ઓફીસેથી ઘરે આવ્યો.  ચા પીતા, પીતા ચારુએ સમાચાર આપ્યા કે ન્યુ યોર્કથી પુત્ર પરાશરનો ફોન હતો. હવે એ વકિલાત છોડી, સીનેટની બેઠક માટે પ્રયત્ન કરવાનું નક્કી કરી બેઠો છે.

યેલમાંથી ભણીને આવ્યાને એને હજુ બે વર્ષ થયા હતા.  તરત જ પાલો આલ્ટૉમાં એને મર્ચંટ લો ફર્મમા નોકરી મળી હતી અને એક જ વર્ષમાં એને પાર્ટ્નર બનાવવામાં આવ્યો હતો કારણ કે પરાશરે ટૂંક સમયમાં અનેક કેસીસ કુશળતાથી ઉકેલ્યા હતા અને ન્યાય વ્યાજબી મળવાથી ખૂબ નામના મેળવી હતી. વળી તેના ક્લાયંટોમાં ૨૦% વધારો થયો  હતો.

અચાનક આવો નિર્ણય? પરાશર આજે લંડન કામે ગયો હતો તેથી તેની જોડે હું વાત નહીં કરી શક્યો. મન રવાડે ચઢ્યું. ચારુ એટલી ભક્તિમય હતી કે એનો જીવ હંમેશા પ્રસન્ન જ રહેતો. એના આદ્યદેવ શંકર હંમેશા  લોક કલ્યાણ માટે જે કરે તે, જે થાય તે, એને કબુલ હતું.  એના ખોળાનો ખુંદનાર વોશિંગટન રહેવાસી બનશે એનો પણ એને ઉચાટ નહોતો.

મારે મનહર સ્વામિજી જોડે આત્મિય સંબંધ હતો એટલે એમની આગળ મન ઠાલવવાનું યોગ્ય લાગ્યું અને સાથોસાથ પરાશરને એના નિર્ણય વિષે શું કહેવું એ પણ પુછી જોવું હતું.  મનહર સ્વામિને ફોન કર્યો અને તરત જ એમને મળવા જવાનું નક્કી થયું.  એક ડબ્બામાં પોતે બનાવેલી કાજુ કતલી ભરી, સ્વામિજીને આપવા ચારુએ કહ્યું., કલાકમાં પાછો આવું છું એમ કહી હું સ્વામિજીને મળવા ગયો.

સ્વામિજીનો આશ્રમ પાસે જ હતો એટલે છ વાગે તો પહોંચી ગયો.  સ્વામિજીને પ્રણામ કરી, જમીન પર બેઠો.  સ્વામિજીએ તરત જ પુછ્યું “ચંપકભાઇ, તમારે ગમતા અનાનસ અને કાચી કેરીનું શરબત બનાવ્યું છે. સાથે થોડો નાસ્તો ચાલશે? બધુ ઠીક તો છે ને? ફોન પરના અવાજ પરથી જ મને લાગતુ હતુ કે કંઇક ચિંતામા ગ્રસ્ત છો.”

“સ્વામિજી, પરાશર હવે સીનેટની બેઠક માટે પ્રયત્ન કરવાનો નિર્ણય કરી બેઠો છે.  આજકાલ, દરેક રાજકારણમાં પડેલા વ્યક્તિ, દુષ્મનાવટ આવકારે છે.  એ સત્યવાદી હોય તો લાંચ આપનારા અને લેનારા દુશ્મન બને, અને સત્યવાદી ન હોય તો આમ જનતા, કુટુંબ અને ભગવાનનો પ્રકોપ આવકારે છે.  મને જાણે અત્યારથી જ પરાશરને ખોયો હોય એવું લાગે છે.”

‘ચંપકભાઇ, તમે તો જાણો જ છો કે છોકરું આઠેક વર્ષનું થાય પછી એનો સ્વભાવ, રુચી, અરુચી કે વલણ બદલવું એ જાણે અશક્ય જ છે.  કોઇ મોટો આઘાત, સારો કે ખરાબ પરિવર્તન લાવી શકે પણ અંદરખાને આપણે જે હતાં તે આજીવન રહીએ છીએ.  અને આ વાત ફક્ત એક વ્યક્તિ માટે નથી, દરજ્જા માટે પણ છે. અનાદી  કાળથી  ચાલતી આવતી આ વાત છે.  આપણા પુરાણો પ્રમાણે, સમુદ્રમંથન વખતે જ્યારે અમૃત નીકળ્યું ત્યારે દેવો તરફ પક્ષપાત કરવામાં આવ્યો.  શા માટે એ સમજવા,  દેવો એટલે કોણ અને દૈત્યો એટલે કોણ એ જાણવું જોઇએ.  બ્રહ્માના પુત્ર પ્રજાપતિ દક્ષે પોતાની તેર દીકરીઓ, અદિતિ, દિતિ, કદ્રુ, દાનુ, અરિશ્ટા, સુરસા, સુરભી, વિનત, તામ્રા, ક્રોઘવશા, ઇદ્યા, વિષ્વા, અને મુની, ૠષિ કશ્યપ સાથે પરણાવી હતી. સંયમી અદિતિના સંતાનો દેવો બન્યા જે સ્વર્ગ એટલે સુખ પામ્યા. અસંયમી દિતિના સંતાનો દાનવ બન્યા જે, લાગણીના આવેગમાં તણાઇ જાય, વિવેક ખોઇ બેસી બીજાને ત્રાસ આપે અને તેથી પોતે પણ બીજાઓનો પ્રકોપ નોતરે તે નરક એટલે દુઃખ પામ્યા.  અપવાદ બેઉમાં છે.  ઈંદ્ર દેવોના રાજા, અહંકાર, ઈર્ષા અને લઘુતા ગ્રંથીથી પીડાતા હતા.  તે ન કરવાનું કરી બેસતા અને ન બોલવાનું બોલતા અચકાતા નહીં..  દેવોના રાજા આટલા નિર્બળ? અને ત્રિલોકના  રાજા બનેલા દાનવ બલીની આગળ વિષ્ણુએ વામન થઇ ત્રિલોકનું દાન માગવા આવવું પડ્યું!

સત્તાનો મોહ જે ઈંદ્રને હતો તે લગભગ દરેક નેતાઓને હોય છે પછી ભલેને દેશના, પ્રાંતના, ગામના કે ઘરના નેતા હોય! અસાધારણ કહેવાતા પુરુષો-અને સ્ત્રીઓ પણ-સત્તા અને કામના પ્રભાવમાં પડીને ના કરવાનું કરી બેસે છે. એ વખતે એમનું શાસ્ત્રજ્ઞાન, બુદ્ધિબળ, શરીરબળ, જપ-તપ કે વ્રતનું સાધન કશું જ કામ નથી કરતું. પોતાના મન તથા ઇન્દ્રિયો પર વિજય મેળવનારા અને કામમુક્ત બનનારા મહામાનવો અત્યંત વિરલ હોય છે.

પણ, હું પરાશરને ઓળખું છું.  કોલેજમાં ભણવા ગયો અને પછી યેલમાં આગળ ભણવા ગયો ત્યારથી મળ્યો નથી પણ તમે જ મને હંમેશ એના સમાચાર આપતા કહેતા કે એ ફક્ત હોંશિયાર નથી, હિંમત વાળો છે, સંસ્કારી છે અને હંમેશા સત્યની શોધમાં રહેતો હોય છે.  તમે બાપ છો એટલે દીકરાની શારીરિક ખોટ લાગે એ સ્વાભાવિક છે પણ એણે દેશને સારા રસ્તે દોરવા માટે જ આ પગલું લેવાનો વિચાર કર્યો છે એની મને ખાત્રિ છે.  એટલે તમે ચિંતા મુક્ત થઇ એને આશિર્વાદ આપો અને બને એટલી સહાયતા કરજો.

હા, દેવો તરફના પક્ષપાતની વાત સમજીએ. આજે તમે જાણો જ છો કે રાજ્યસભામાં નિમણુક થયેલ વ્યક્તિઓને રાત દિવસ કામ કરવું પડે છે, કામ અંગે મુસાફરી પણ કરવી પડે છે અને આવેલા મહેમાનોની આગતાસાગતા કરવી જરૂરી હોય છે.  પછી એમને સગવડ આપવાની પ્રજાની ફરજ બને છે.  તમે જ વિચારો, તમે કામ પરથી આવો ત્યારે ચારુભાભી તમને આરામ મળે અને તમારી સાથે સમય ગાળી શકે એટલે તમારી ૠચિ પ્રમાણેનું ભોજન બનાવી  રાખે, ગરમ ગરમ રોટલી ઉતારી પ્રેમથી પીરસે.  ઘર અને વ્યવહારનાં એકલાથી થાય એ બધાં જ સંભાળી લે અને સદાય તમને અનુકુળ થઇ રહે છે. તમે ભલે પૈસા કમાવવા બહાર મહેનત કરો છો પણ ચારુભાભી  આખો દિવસ ઘર અને વહેવાર અંગેનું કામ કરતા હોય છે છતાં તમે જમી રહ્યા પછી જરા આરામ કરો કે ટીવી જુઓ ત્યારે ભાભી વાસણ અને રસોડું સાફ કરતા હોય અને આવતી કાલ માટે તૈયારી કરતાં હોય છે, ખરું ને? વિશ્વાસ રાખજો કે પરાશર લાંચ રુશવતમાં નહી ફસાય અને સત્તાનો દુરુપયોગ નહીં કરે.  અમેરીકામાં જનમ્યો અને ઉછર્યો છે તોય કદી દારુ નથી પીતો અને માંસાહારી નથી બન્યો. કોઇ કન્યાઓ સાથે લફરાં નથી કર્યા અને બીજે ઘર વસાવવાને બદલે હજુ તમારી સાથે જ રહે છે. કેટલા સંતાનો આ જમાનામાં પરાશર જેવાં છે? અને પછી ભવિષ્ય કોણ જાણે છે? કાલની ચિંતા કરી આજે જીવવાનું નહીં? ગાંધીજીને ગોડસેએ હણ્યા પણ દુનીઆભરમાં ચીરંજીવી આદર અને ખ્યાતિ પામી ગયા.  કહેવાય છે કે શિવાજીને જીજાબાઇએ ધાવણમાં સચ્ચાઇ, દેશભક્તિ અને શૂરવિરતા પાયા હતા.  તમારો પરાશર કઇં ઓછો નથી.”

“તમારો ખુબ આભાર.  મન હળવું થઇ ગયું. આજકાલ તો પત્રકારો અને વિરોધી પક્ષના સભ્યો એટલી ઝીણી ઝીણી બાબતોને વીણી લાવી કાંટાના હાર પહેરાવે છે કે વાત નહીં.  આપણે ક્યારે શું ખોટું અવિવેકી કાર્ય કર્યું હતું કે મત બદલ્યા હતા એની યાદ અપાવી જાણે કાદવના છાંટા ઉડાડે છે. શું લોક એમ નહીં કહે કે હજુ માની સોઢ્માં ભરાતો છોકરો દેશ માટેના નિર્ણયો માને પુછીને કરશે? આવા વિચારોથી હું અસ્વસ્થ થઇ ગયો હતો.

પ્રણામ, સ્વામિજી.  હવે રજા આપો એટલે હું ઘર ભેગો થાઉં.”

“પરાશરને મારા આશિર્વાદ છે કે એ સેનેટર તરીકે ચુંટાશે અને એની કારકિર્દી જગતને ખુણે ખુણે પ્રસરશે. ભાભીને કહેજો કે આવતા શુક્રવાર સાંજે મને ફાવે એમ છે એટલે ઢોકળી ખાવા હું આવીશ.”

હું ઘરે પાછો ફર્યો.  દર મંગળવારની જેમ આજે પણ ચારુએ મંદિરે ધરાવવાની થાળી તૈયાર જ રાખી હતી.  અમે બેઉ દુર્ગા મંદિરે જઇ સાધના કરી પાછા ફર્યા. ફરાળ કરીને બેઠા ત્યાં પરાશરનો ફોન આવ્યો. મેં જ ફોન ઉપાડ્યો, કારણ ચારુ, રસોડામાં કામ કરતી હતી.

“તું સીનટર બનવા માગે છે એ વાત મમ્મીએ  કરી હતી. દીકરા, તને અમારા આશિર્વાદ છે અને તને જેટલી મદત થાય તે કરશું.  મનહર સ્વામિજીએ પણ તને આશિર્વાદ આપ્યા છે.”

“પપ્પા, સ્વામિજી પાસે મન હળવું કરી આવ્યા ને?  ખબર જ હતી.  મમ્મી આટલી સ્વસ્થ રહે છે અને તમે વિહવળ બની જાવ છો.  તમે તો એવા ને એવા જ રહ્યા અને બદલાતા પણ નહીં, હં.  કારણ, પપ્પા તમારી આ વત્સલતા મને ખુબ ગમે છે.  એ જ પ્રેમે મને સેનેટર બનવાની પ્રેરણા આપી છે. જે મહેનતથી તમે અને જે શ્રધ્ધાથી મમ્મીએ મને ઉછેર્યો છે તે જ હું મારી માત્રુભુમિને અર્પણ કરવા માંગુ છું અને આમ જનતા મારા કુટુબીજનો જ છે જેમની મારે સેવા કરવી છે. આવતે મહિને રાજીનામું આપીશ અને શ્રી ગણેષ આપણે ઘરે થી જ મંડાશે.”

પરાશર સેનેટર ચુંટાયો, વોશિંગ્ટન રહેવા ગયો પણ દરરોજ સવારે એનો અચૂક ફોન આવે.  સમય હોય ત્યારે થોડા કલાક માટે પણ ચારુનાં ખોળામાં માથુ ટેકવા આવે. આજે હું નિવૃત્ત થવાનો છું.  અમારું અહીં પાલો આલ્ટોનું ઘર વેચાઇ ગયું છે.  આવતે મહિને અમે અને પરાશર ફરીથી સાથે રહેતા હશું.

કુંતા શાહ

તમે એવા ને એવા રહ્યા (11)ડૉ.ઇન્દુબેન શાહ

રવિન્દ્ર અને રીનાના લગ્ન થયા ત્યારથી રીના રવિન્દ્રની નેવિગેટર. બન્ને પ્રોફેસનલ રવિન્દ્ર એન્જિનિયર, રીના એસ એન ડી ટી કોલેજમાં લેક્ચરર, મુંબઇમાં બે કાર પોસાય નહી ડ્રાઇવર પણ મુંબઇમાં રાખવો મોંખો પડે, એક કાર,પહેલા રાજેન્દ્ર તેની ઑફિસ સુધી ડ્રાઇવ કરે ત્યારબાદ રીના તેની કોલેજ જાય ધીરે ધીરે પેટ્રોલના ભાવ વધતા ગયા, અને મુંબઇનો  ટ્રાફિક પણ વધતો ગયો, તેથી કંટાળીને રવિન્દ્રએ પણ ગાડી લઇ જવાનું બંધ કર્યું. જુહુ ડીપોથી એક્ષપ્રેસ બસની સગવડતા થતા તેમાં જવાનું અનુકુળ રહેતુ, તેનાથી સમય અને પૈસા બન્ને બચતા.  રીનાની કોલેજ વિલેપાર્લેમાં રીક્ષા કરી પહોંચી જાય.

ગાડી તો સ્ટેટસ પૂરતી અને વિક એન્ડમાં ફરવા જવા પૂરતી,રવિન્દ્ર અને રીના, મિત્ર કપલ હીના અને હિતેશ સાથે દર વિક એન્ડમાં મુંબઇની આજુ બાજુના સ્થળૅ ફરવા ઉપડૅ  બન્ને કપલ સરખી ઉમરના સ્કુલમાં હતા ત્યારથી ચારેય મિત્રો,લગ્ન થયાપછી પણ મિત્રતા જળવાય રહી, રવિન્દ્ર ગાડી સ્ટાર્ટ કરે કે તુરત રીના નેવિગેટર બની જાય જો રવિ ફ્લાઇ ઓવર લેજે હવે બધે ફ્લાઇ ઓવર થઇ ગયા છે. રવિન્દ્ર પૂછે રીના અંધેરી તરફનો લેવાનો કે શાંતાક્રુઝ તરફનો? અંધેરી તરફનો જ લેવાનો હોયને, ત્યાંથી હાઇ વે પકડી લેવાનો, જોજે વહેલી સવારના ટ્રકનો ટ્રાફિક ખૂબ હોય સંભાળીને ચલાવજે, ઓવર ટેક નહી કરતો.ખંડાલા પહોંચે ત્યાં સુધી રીનાને પૂછી પૂછી રિસોર્ટ પહોંચે..

હિતેશને આશ્ચર્ય થયું રવિન્દ્ર ગયા મહિને ખંડાલા ગયેલા ત્યારે રીનાએ રસ્તો બતાવેલ તને યાદ નહી રહ્યો?આજે તારે આટલુ બધું પૂછવું પડ્યું?

રવિન્દ્રઃજો ભાઇ મારું કામ ગાડી ચલાવવાનું રસ્તા યાદ રાખવાના રીનાએ.

જો રીના સાથે ન હોય તો તું શું કરે?

એવું બને જ નહી.

રીનાઃ હિતેશ, એક વખત હું નહોતી ને કાકાને ત્યાં તેમના મિત્રને લઇને બોરીવલી જવાનું થયું, કાકાના ઘેર અમે વર્ષમાં બે ત્રણ વાર જતા હઇશું, મેં ડીરેક્સન  લખી આપી છતા ભૂલા પડ્યા, કાકાએ તેમના દીકરાને સામે મોકલ્યો તેને ફોલો કરી પહોંચ્યા.

રીના ઘેરથી નીકળતા પહેલા તારે એને ડીરેકસન લખી આપવાની પછી બાજુમાં બેસવાનું બોલવાનું નહી, બીજુ બધું યાદ રહે અને રસ્તા કેમ યાદ ન રહે!

બધા મિત્રો આવી સલાહ આપે. પરંતુ કહેવાય છે ને શેઠની શિખામણ ઝાપા સુધી.રવિન્દ્ર જેવું સ્ટિયરીંગ હાથમાં લે કે તુરત પૂછે રીના ક્યો ફ્લાઇ ઓવર? કઇ એક્ષીટ?અને રીનાનું નેવિગેસન શરું.

રવિન્દ્રના મોટા બેન ડૉ.રમિલા રવિન્દ્રના લગ્નમાં ઇન્ડીયા આવ્યા ત્યારે રવિન્દ્ર રીનાના જરૂરી પેપર્સ તૈયાર કરી લેતા આવ્યા, અમેરિકા આવી તુરત પિટિસન ફાઇલ કરી, રવિન્દ્ર અને રીનાને અમેરિકાનો વિસા કોલ આવ્યો બન્નેને વિસા મળી ગયા.અઠવાડીયામાં અમેરિકા જવાની તૈયારી કરી, બધી ખરીદી રીનાએ અને તેના સાસુ સુમતીબેને મળી વિલેપારલેમાં જ કરી લીધી, બેન માટે જુહુ ડીઝાઇનરના શૉ રૂમમાંથી લેટૅસ્ટ ડિઝાઇનની સાડી અને ડ્રેસ લીધા બનેવી અને ભાણીયા માટે નરેન્દ્ર મોદી કુરતા અને જેકેટ લીધા ભાણી માટૅ ડ્રેશ લીધા સાથે મેચીંગ જ્વેલરી સેટની ખરીદી કરી, મિત્રો માટે પણ નાની મોટી ગિફ્ટ લીધી. બન્ને અમેરિકા આવ્યા બેન બનેવી હ્યુસ્ટન બુશ એરપોર્ટ પર લેવા આવ્યા, બેન બનેવી ઘણા વર્ષોથી સુગરલેન્ડમાં વેલ સેટલ હતા, બન્ને ડૉકટર.રવિન્દ્ર બેન કરતા દસ વર્ષ નાનો. રવિન્દ્ર નાનપણથી મોટીબેનનો લાડકો સુમતી બેનને રવિન્દ્ર મોટી ઉમરે આવેલો, તેથી રવિન્દ્રના ઉછેરમાં મોટીબેનનો ફાળૉ મહત્તવનો રહ્યો, સ્કુલમાં ટિચરને મળવાનું હોય, કોલેજના એડમિસન ફોર્મ ભરવાના બધામાં મોટીબેનનું માર્ગદર્શન મળતું.આમ મોટીબેન રાજેન્દ્રના સેકન્ડ મમ્મી મેન્ટર બની ગયા હતા.રાજેન્દ્ર પણ મોટીબેનને મમ્મી જેટલો આદર આપતો.

રવિન્દ્ર કોલેજમાં ઇન્ટરસાઇન્સમાં હતો ને મોટીબેને ગાયનેકમાં એમ ડીની પરિક્ષા પાસ કરી.સુમતીબેન અને સુમનભાઇએ જ્ઞાતીના એમ ડી, એમ એસ, થયેલા મુરતિયાના લિસ્ટ જોવા લાગ્યા. અમેરિકાથી મેરેજ કરવા આવેલ તેમની જ્ઞાતીના રાજ સાથે મુલાકાત ગોઠવાય રાજ કારડીયોલોજીસ્ટ પહેલી મુલાકાતમાં જ પસંદગીની મહોર મરાઇ ગઇ, લગ્ન થયા, રવિન્દ્રને બેનના લગ્નની ખુશાલી સાથે મેન્ટર અને સેક્ન્ડ મમ્મી ગુમાવવાનું દુઃખ થયું. બેન બનેવીએ રવિન્દ્રને ધરપત આપી એમ આઇ ટીમાંથી માસ્ટર ડીગ્રી મેળવી લે.તુરત તારા માટે અમેરિકામાં જોબ તૈયાર.એ દિવસ આવી ગયો, રવિન્દ્રને અઠવાડીયામાં ફ્લોર ડૅનિયલ એન્જીન્યરીંગ કંપનીમાં જોબ મળી ગયો.બેન બનેવીએ બન્ને જણાને ડ્રાઇવીંગની પ્રેકટીસ આપી ઇન્ટરનેટ પર રિટન ટેસ્ટ પાસ કરી. બન્ને પાસે ઇન્ટરનેસનલ લાઇસન્સ હોવાથી રોડ ટેસ્ટ વગર જ લાયસન્સ મળી ગયું.બેને હોન્ડા એકોર્ડ ગાડી આપી, રવિન્દ્રતો ટેવ મુજબ જેવો સ્ટીયરીંગ વ્હિલ પાછળ બેઠો કે તુરત,રીનાને બુમ મારી રીના ચાલ જલ્દી કર મોડું થાય છે,આજે જોબનો પહેલો દિવસ છે,

“રવિન્દ્ર હજુ તું એવોને એવો જ રહ્યો, તારે તારી આ ટેવ છોડવી પડશે,અમેરિકામાં તો તારે ડીરેક્સન ફોલો કરી ગાડી ચલાવવી પડશે, આવતા અઠવાડીયામાં કદાચ મારો સાર્ટાસિયા મિડલ સ્કુલમાં સબસ્ટીટ્યુટ ટીચર તરીકે જોબ શરુ થશે,તો હું તારી સાથે નહીં આવી શકુ તો તું શું કરીશ?!!.

“મને ખબર છે હનિ મારો જોબ આઠ વાગે શરુ થાય છે, તારી મિડલ સ્કુલ ૯ વાગે શરુ થાય પહેલા હું થોડો વહેલો નીકળીશ તારે મારી સાથે આવવાનું પછી તારી સ્કુલમાં જવાનું’, રીના માથે હાથ મુકી “હે ભગવાન મારો રવિન્દ્ર તું એવો ને એવો જ રહેવાનો તારી બાજુમાં બેસી ડિરેક્સન આપવાની,  આમ અઠવાડીયુ રીનાને સાથે લીધી રીના સુગર લેક સબ ડીવિઝનમાંથી રાઇટ, લેફ્ટ,રાઇટ, બોલે તેમ રવિન્દ્ર ટર્ન લે હાઇવે ૫૯ ત્યાંથી રૂટ ૬ની એક્ષીટ ત્યાંથી ફ્લોર ડેનિયલ ઓફિસની એક્ષીટ બધુ નેવિગેટર રીના બોલે તેમ રવિન્દ્ર ડ્રાઇવ કરે અને દરવાજે ઉતરે, ગાડી ચાલુ રાખે ,રીના ડ્રાઇવ  કરી પાછી આવે અને સાંજે તેજ રીતે નેવિગેટરની ફરજ અદા કરવા પાછી જાય.મોટીબેને વિક એન્ડમાં પુછ્યું “રવિન્દ્ર કેમ રહ્યું અહીંનું ડ્રાઇવિંગ રીના વગર ચલાવતો થઇ ગયોને શાબાશ.”

રીના હસવા લાગી, “કેમ રીના હસે છે”?

“મોટીબેન તમે મને ખોટી શાબાશી આપી એટલે રીના હસે છે”.આખુ વિક રીના મારી સાથે આવી છે.

સારું સાંજે તો તારી જાતે આવતો’તો? કે રીનાને ત્યાં બેસાડી રાખતો’તો

‘મોટીબેન હું પાછી આવું, સાંજે લેવા જાઉ ત્યારે સાહેબ ઘરભેગા થાય.”

રવિન્દ્ર તું નહીં બદલાઇ! દસ વર્ષથી ડ્રાઇવ કરે છે પણ જાતે ડિરેક્સન ફોલો કરવાનું ક્યારે શીખશે? “

“પણ મોટીબેન હું ડિરેક્સન લખેલ કાગળ પર નજર કરું તો રોડ ન દેખાય અને આટલા મારંમાર ટ્રાફિકમાં અકસ્માત થઇ જાય તો?.”મોટીબેન શું બોલે?  એ વખતે જી પી એસની સગવડતા હતી નહી, ઍટલે રીના, રવિન્દ્રની જી પી એસ.

રવિન્દ્ર,રીનાના નસિબે ઘર મોટીબેનની નજીકમાં જ મળી ગયું. બન્નેના જોબ નજીક એટલે રવિન્દ્ર અને રીના એવાને એવાજ.

આમાં એમનો શું વાંક? ઇશ્વર કૃપા અપરંપાર ફાવતું મળી ગયું,બદલાવાની જરૂર શું?

ધીરે ધીરે બન્નેનું  ફ્રેન્ડસર્કલ વધવા લાગ્યું,બર્થ ડે પાર્ટી, બેબી સાવર, બ્રાઇડલ સાવર વગેરે પ્રસંગોમાં જવાનું બનતું, રીનાએ બે ડાયરી રાખેલ એક નામ એડ્રેસ અને ફોન નંબરની, બીજી ડીરેક્સન ડાયરી,.જેના ઘેર જવાનું હોય તેની ડીરેક્સન ડાયરીમાં લખી લે જેથી રવેન્દ્ર બે ત્રણ વખત વાંચી યાદ રાખી શકે,આટલી સગવડતા રીના આપે. નીકળતા પહેલા યાદ કરાવે રવિન્દ્ર ડીરેક્સન યાદ રાખી? “હા પણ તું ડાયરી તારી પર્સમાં રાખજે, ભૂલા પડીયે તો તરત જોઇ લેવાય, રીના માથે હાથ મુકી રવિન્દ્ર હું તારા માટે ડાયરી તૈયાર કરું પણ તને વાંચવાની અને યાદ રાખવાની આળસ, કાલ સવારે બાપ બનવાનો, તોય તું હતો ત્યાંને ત્યાં જ.

હનિ હજુ બે એક મહિનો અને દસ દિવસ બાકી છે, અને જી પી એસ આ વિક એન્ડમાં બાય કરી લઇશું.

.જી પી એસ માર્કેટમાં આવ્યું કે તુરત મોટીબેને રવિન્દ્ર માટે લઇ લીધેલ. ફ્રાઇડે રવિન્દ્રની બર્થ ડે,મોટીબેન અને રાજ સવારના ૭ વાગ્યામાં રવિન્દ્રના ઘેર ડૉર બેલ મારી, રવિન્દ્રએ ડૉર ઓપન કર્યું, “અરે મોટીબેન જીજાજી તમે!! આવો આવો મારી બર્થ ડૅ ના આશીર્વાદ લેવા હું રાત્રે આવવાનો જ હતો.

  “અમે તને આશીર્વાદ આપવા આવી ગયા”

રવિન્દ્ર બેન બનેવીના પગે લાગ્યો બેને આશીર્વાદ સાથે ગીફ્ટ આપી,રવિન્દ્ર ગીફ્ટ ખોલ અને આજે જ એનું ઉદઘાટન કર,રવિન્દ્રએ રેપર ખોલ્યું અરે વાહ જી પી એસ!!

“હા રવિન્દ્ર હવે જી પી એસ બોલશે, તારે ડીરેક્સન જોવાની જરૂર નહી.અને અકસ્માતની ચિંતા નહી.

ડૉ રાજઃ અવાજ રીના જેવોજ મીઠો તને રીના બોલતી હોય તેવું જ લાગશે

ત્યાં જ રીનાનો અવાજ સંભળાયો રવિન્દ્ર મને દુઃખે છે તું મારા અને તારા જોબ પર ફોન કરી દે, મારે હોસ્પિટલ જવું  પડશે. તારાથી ડ્રાઇવ ન થાય તો મોટીબેનને બોલાવી લે.

મોટીબેનઃરીના હું અહીં જ છું અંદર ગયા તપાસી બોલ્યા ફોલ્સ પેઇન લાગે છે, પણ જઇ આવીએ રઇન્દ્ર જી પી એસમાં હોસ્પીટલનું ઍડ્રેસ નાખ, અને ડૉ રાજની હેલ્પથી રવિન્દ્રએ જી પી એસમાં એડ્રેસ નાખી દીધું, રાજેન્દ્ર અને ડૉ.રાજ આગળ બેઠા મોટીબેન અને રીના પાછળ .જી પી ઍસનું બોલવાનું શરું. ટેક રાઇટ, ગો વન માઇલ ટેક રાઇટ ઓન ૫૯ ગો વન ફોર્થ માઇલ મર્જ ઓન હાઇ વે….

ડૉ રાજઃ રીના તારી ડ્યુટી આ બેનને સોંપાય ગઇ છે. તું રિટાયર્ડ

મોટીબેનઃરીનાને તો હવે ૨૪/૭ ની ડ્યુટી શરૂ થશૅ, રિટાયર્ડ ફક્ત જી પી ઍસ સર્વિસમાંથી.

રીના હોસ્પીટલ આવી ગઇ, મેટર્નિટી માટે પાર્ક ક્યાં કરવાનું?

રીના ઉકારા કરતા પાછળ જવાનું રિઝર્વ ફોર મેટર્નિટિંમાં

ડૉ. રાજઃ રાજેન્દ્ર તું એવોને એવોજ રહ્યો!!

ઇન્દુબેન શાહ   

 

“તમે એવાને એવા જ રહ્યા ”(10) પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના ના મનુભાઈ વાત એમ છે કે આજથી પચાસ વર્ષ પહેલા આપણે જ્યારે નિશાળમાં ભણતા હતા ત્યારે મને યાદ છે કે તમે મને ભણતર તરફ દોર્યો હતો જેથી આજે હું તન અને મનથી શાંન્તિ મેળવી આનંદ માણી રહ્યો છુ.તમે પણ સાચી રાહ લીધી હતી.તમારા પિતા ઘોડાગાડી ચલાવતા હતા તે રાહથી તમે ભણીને વકીલ થયા જેથી તમારા પિતાજીને ખુબ શાંન્તિ મળી .જીવનમાં સાચી રાહ એ પરમાત્માની કૃપા અને સારા મિત્રોનો પ્રેમ જ આગળ લઈ જાય છે.મારૂ તારૂની માગણીમાં એ સમાતુજ નથી. તમારા પત્નિ ગંગાબેને પણ જીવનમાં મહેનત કરી હતી એના ફળ રૂપે તમે જુઓ કે તમારા સંતાનો પણ મહેનત કરી પવિત્રરાહ જીવી રહ્યા છે. તમારો મોટો દીકરો ભાવેશ આજે અમેરીકામાં પણ સારી નોકરી કરી રહ્યો છે.તમારો આલોક તો અત્યારે પણ સવારે મને જુએ કે તરત જ  જય જલારામ જય સાંઈરામ બોલી હાથ જોડી નમન કરી જાય છે.આ બધુ જોઇ મને ઘણો આનંદ થાય છે.

આ સાંભળી મનુભાઈ હરીહરભાઈને કહે છે કે સાચી શ્રધ્ધાએ ભક્તિ કરીએ તો કૃપા થાય પણ કર્મના બંધન અને સમયની જ્યોત એતો સમજી વિચારી જીવીએ તોજ પકડી રખાય નહીં તો જગતમાં કોઈનેય ખબર નથી કે પોતાનુ કુળ કેવી રીતે આગળ વધી રહ્યું છે.તમે જુઓ કે તમારો દીકરો અલખ પરણ્યા પછી પણ તમારી સાથે રહે છે અને તેની વહુ જ્યોતિ પણ તમારી સેવા કરે છે. મારા દીકરાના નશીબમાં નહીં હોય તેથી તેને અમેરીકા જતા રહેવુ પડ્યુ અને પોતાની જીંદગી જીવી રહ્યો છે.આતો કર્મના સંબંધ છે. જુઓને તમારો બીજો દીકરો રાઘવ પણ પરણી ગયો અને તેની વહુ પ્રીતિને પણ સરકારી નોકરી મળતા વડોદરામાં રહેવા ચાલી ગયા આતો સમયની વાત છે. મારા જીવનમાં મેં કદી કોઇને દુઃખ નથી આપ્યું કે નથી કદી કોઇને ઉંધા માર્ગે જવાનુ બતાવ્યુ. કારણ મારા કરેલા કર્મજ મને સાથ આપશે તેનો મને ખ્યાલ છે.આપણે સાથે બેઠા છીએ કારણ આપણે ગયા જન્મનું બંધન છે જે વાતચીત કરાવી શાંન્તિ આપે છે. ચાલો તો આજની વાતને અહીં અટકાવીએ.કારણ હું મારા દીકરાને ત્યાં વડોદરા રહુ છુ. પણ આજે આપણા નસીબમાં હશે તો હું મારા ફોઇના નાના દીકરાને ત્યાં તેની બેબીનો ચાંલ્લાનો પ્રસંગ હતો એટલે આવ્યો હતો તો વળી મને જુની યાદ આવતા અહીં આવ્યો ને આપણે મળ્યા.આ મને લેવા આવે છે એ મારા ફોઇનો દીકરો રાજુ છે.રાજુ આ મારા જુના મિત્ર છે આજે તારે ત્યાં આવ્યો તો મને વર્ષો પછી મળ્યા.નમસ્તે કાકા એમ રાજુ બોલ્યો. હરિહરભાઈ કહે મનુભાઈ હું અહીંયાં ત્રણ દીવસ રહેવાનો છુ.તો કાલે આપણે સાંજે અહીં મળીશુ.ચાલો હુ જાઉ છુ.જય જલારામ. મનુભાઈ આમ તો સાંજે પાંચ વાગે આ બાગમાંથી ઘેર જવા નીકળે.પણ આજે તેમના જુના મિત્ર હરિહરભાઈ સાડા ચાર વાગે જતા રહ્યા ત્યારે તે એકલા પડી ગયા પણ તે વખતે તેમને ઘણા સમય બાદ મળેલ જુના મિત્રની ભુતકાળ યાદ આવતા વિચારવા લાગ્યા કે આ પરમાત્માની અજબ લીલા છે મને તો ખ્યાલ પણ ન હતો કે આજે હરિહરભાઈ આવીને મળશે. કર્મની લીલા તો કુદરતની કૃપાએજ મળી જાય.અને વિચારવા લાગ્યા કે સંતાનને સાચીરાહ એ માબાપના આશિર્વાદથી જ મળે.જ્યારે કળીયુગની કેડી મળે ત્યાં નાકોઇ વડીલની કે માબાપની કૃપા મળે. એ સંતાનના વર્તનથી દુર રહેવા માબાપ ભગવાનને પ્રાર્થના કરે.આમ વિચારના વાદળમાં સાંજના સાડા છ થઈ ગયા.ત્યાં સફાઈ કરનાર આવ્યા ત્યારે ત્યાંથી ઉઠી ઘેર જવા નીકળ્યા.મનના વિચારોમાં સમયનો ખ્યાલ પણ ના રહ્યો.ઘેર પહોચ્યા ત્યારે તેમના પત્નિ ગંગાબેન કહેવા લાગ્યા કે આજે તમે મોડા કેમ આવ્યા? તમે કોઇ કામમાં રોકાયા હતા કે કોઇને મળવા ગયા હતા.ત્યારે તેમણે કહ્યુ કે આજે મારા બહુ જુના મિત્ર આવ્યા હતા મને મળ્યા એટલે જુની યાદો આવી એટલે મોડુ થયુ. અમે સાથે ભણતા હતા ત્યારે જે રીતે મને પ્રેમ કરતા હતા તેજ નિખાલસ પ્રેમ અત્યારે પણ તેમની વાતો પરથી મને લાગ્યુ કે હરિહરભાઈ પહેલા નાના હતા તે વખતે જેવા હતા એવાને એવા આજે પણ રહ્યા છે. તું વિચારકર કે ભગવાનની કેટલી અસીમકૃપા છેકે તેમના સંતાનો પણ તેમને અનુસરે છે.એજ સાચી શ્રધ્ધા અને ભક્તિ છે જેનુ ફળ તેઓને પરમાત્મા આપે છે. અત્યારે મારા મગજમાં થોડી ચિંતા છે એટલે હું સુવા જાઉ છું.કાલે કદાચ મારા મિત્ર અહીં મળવા આવશે.ત્યારે થોડી વાતચીત કરી મગજ થોડુ હળવુ કરીશ જય જલારામ.

બીજા દિવસે સવારમાં મનુભાઈ સાત વાગે પણ ઉંઘતા હતા તેથી તેમના પત્નિ તેમને ઉઠાડવા ગયા તેમને ઉંઘતા જોઇ કહે,આજે તમે કેમ હજુ ઉઠ્યા નથી? સાત તો વાગી ગયા તમે તો સવારે છ વાગે ઉઠી જાવ છો. અચાનક અવાજ સાંભળ્યો એટલે જાગી ગયા અને બોલ્યા મને રાત્રે બરાબર ઉંઘ નથી આવી વિચારોના વમળમાં રાત પસાર થઈ. જીવનમાં જ્યારે અટકળોનો ભાર હોય ત્યારે કેવી રીતે બચવુ મને કાંઇ સમજ પડતી નથી. અત્યારે કશોય વિચાર કર્યા વગર નાહી ધોઈ સેવા પુંજા કરો નહીં તો મોડુ થશે.

સમય તો કોઇથી રોકાતો નથી.પણ કદાચ સમયને સમજીને જો ચાલો તો જીવનમાં રાહત  રહે અને ભુતકાળને યાદ ન કરતા ભુલી જવાથી શાંન્તિ મળે.મનુભાઈની પણ એજ હાલત થઈ છે. સંતાનોને જીવનમાં શાંન્તિ મળે અને પરમાત્માની કૃપા થાય તે ભાવના રાખી સંત જલાબાપા અને સંત સાંઈબાબાની ભક્તિ ઘરમાં પણ શ્રધ્ધાથી કરી રહ્યા છે. જીવનમાં શાંન્તિના વાદળ હાલ ફરી રહ્યા છે તેમ લાગે છે અત્યારે અમુક પ્રસંગો જે ભુલવાની ઈચ્છા રાખે છે તે બહુ ઓછા યાદ આવે છે.પણ જ્યારે હરિહરભાઈને મળ્યા ત્યાર બાદ તેમને થોડો ભુતકાળ યાદ આવ્યો.

મનુભાઈ અને ગંગાબેનને આજથી થોડા વર્ષ પહેલા તેમના દીકરા ભાવેશને ત્યાં અમેરીકા જવાનું થયુ.ભાવેશનો દીકરો નિરજ ભણવામાં ઘણા માર્ક્સ સાથે કૉલેજમાં બીજા વર્ષે પ્રથમ આવ્યો તેથી તેને કૉલેજ તરફથી બેસ્ટ સ્ટુડન્ટ તરીકે સન્માન જાહેરમાં આપવાનુ હતું.તો ભાવેશે માતાપિતાને પ્રસંગમાં પધારવા ટિકીટ મોકલી એટલે ત્યાં ગયા.પહેલી વખત ભાવેશને ત્યાં જવાનુ થયુ એટલે જે સગવડ હતી તે પ્રમાણે વસ્તુઓ લઈને ગયા હતા.ભાવેશ અને તેની પત્નિ લીલાએ જ્યારે એ બધુ જોયુ ત્યારે કહે તમારે આ કાંઈ લાવવાની કોઈજ જરૂર ન હતી,અહીં કોઇ તેનુ ધ્યાન આપતુ નથી.આ સાંભળતા મનુભાઈ અને ગંગાબેન વિચારવા લાગ્યા કે આ છોકરાની વહુ આવુ કેમ બોલે છે.આમ વિચારી રૂમમાં બેઠા હતા.મનુભાઈને તરસ લાગી તો તેમની પત્નિને કહે રસોડામાં જઈને જરા પાણી લઈ આવને. ગંગાબેન પાણી લેવા રસોડામાં ગયા તો ભાવેશ અને તેની વહુ રસોડામાં ખાવા બેઠા હતા.ગંગાબેનને કંઈક સુગંધ આવી એટલે ટેબલ નજીક ગયા.તો તેમનો દીકરો અને વહુ  ચીકન અને શરાબ પીતા ખાતા હતા.ગંગાબેને રૂમમાં જઈ બારણુ બંધ કરી મોં પર આંગળી મુકીને પતિને કહે તમે રસોડામાં નાજશો કારણ આપણો છોકરો ને વહુ રસોડામાં દારૂ અને માંસ ખાય છે.હવે આપણાથી અહીં ફરી ના અવાય. અને આમ મગજના ભારથી બંન્ને સુઈ ગયા.

બીજે દીવસે સવારે તેઓ ઉઠ્યા ન હતા એટલે ભાવેશે બારણુ ખખડાવી કહ્યુ પપ્પા હું અને  લીલા નોકરી પર જઈએ છીએ.સાંજે આવીશું.એમ કહી બંન્ને પોતપોતાની ગાડી લઈને નીકળી ગયા.  મનુભાઈ અને ગંગા બહેન જાગીને પોતાનુ કામ કરી રૂમમાં બેસી અને ભગવાનની ચોપડી વાંચતા હતા.નોકરીએથી ભાવેશ પહેલો આવી ગયો.લીલા સાંજે મોડી આવે.

એક દીવસ ભાવેશને મનુભાઈ કહે બેટા તું ક્યાં નોકરી કરે છે? ભાવેશ કહે મારા મિત્રની બીયરની દુકાન છે તેમાં હું રજીસ્ટર પર કામ કરુ છું.ગંગાબેન કહે અને તારી વહુ ક્યાં નોકરી કરે છે?મમ્મી એ મોટા ગ્રોસરી સ્ટોરમાં કીચનમાં કામ કરે છે.આ સાંભળી મનુભાઈ અને ગંગાબેન સ્તબ્ધ થઈ ગયા.બંન્ને ચુપ થઈ ગયા. સમય થતા બંન્ને પોતાની સુવાની રૂમમાં આવી ગયા. બીજે દીવસે શનિવારે સવારમાં સાથે બેસી નાસ્તો કરતા હતા તે વખતે ગંગાબા પૌત્ર નિરજને કહે બેટા દાદાને એક વખત તારા પપ્પાની નોકરીની જગ્યા તો બતાવ અને પછી એક દીવસ તારી મમ્મીની નોકરી પણ બતાવજે. આમ કહી પછી રૂમમાં જઈને બેઠા તો થોડી વાર પછી તેમની રૂમમાં જઈ નિરજ કહે બા આ શનીવારે હું તમને લઈ જઈશ.તમે પપ્પા મમ્મીને ને કહેશો નહીં.

આમ સમય પસાર કરતા કરતા બીજો શનિવાર આવી ગયો બપોરે બે વાગે નિરજ તેમની રૂમમાં  આવી કહે,દાદા બા તમે તૈયાર થઈ જાવ હું તમને પપ્પાની દુકાને લઈ જાઉ.બંન્ને તૈયાર થઈ ગયા નિરજ તેમને ગાડીમાં લઈ દુકાને પહોંચ્યો દુકાનનું નામ ‘ગોલ્ડન બીયર’ હતુ.બહારથી જોઇનેજ માબાપ સ્તબ્ધ થઈ ગયા અંદર પેસતા બધા ટેબલો પર કસ્ટમરો  દારૂ પિતા હતા અને માંસ ખાતા હતા. દાદા નિરજને કહે બેટા ચાલ આપણે તારા મમ્મીને મળવા જઈએ. ત્યાંથી બા દાદાને લઈ નિરજ મોટા ગ્રોસરી સ્ટોરમાં આવ્યો.સ્ટોરમાં છેક અંદર આવ્યા ત્યાં લીલા મોઢુ બાંધી ગ્રાહકને માંસ કાપીને આપતી હતી.મનુભાઈ કે ગંગાબેનને ઓળખણ ના પડી ત્યારે નીરજે આંગળી ચીંધી મમ્મી પેલી રહી.ત્યાંજ બંન્નેને આશ્ચર્ય થયુ આ કઈ જાતની જીંદગી ભાવેશ અને લીલા જીવી રહ્યા છે.ઘણા દુઃખ સાથે તેઓ નિરજ સાથે ઘેર આવ્યા. બીજે દીવસે ભાવેશને રજા હતી.તેથી તે થોડો મોડો ઉઠી ચા નાસ્તો કરવા બેઠો હતો તે વખતે મનુભાઈ અને ગંગાબેન ત્યાં આવીને બેઠા.મનુભાઈ કહે બેટા તુ તો ભારતમાં એન્જીનીયરનુ ભણેલ અને નોકરી પણ કરતો હતો. તો અહીં આવી નોકરી ક્યાંથી કરે છે. ત્યારે ભાવેશ કહે પપ્પા આપણા ભણતરની અહીં કોઇ જ કીંમત નથી.અહીં તમને કોઇ પણ સારી નોકરી નામળે કારણ આ દેશમાં લોકોને ખબર છેકે એક ભારતીય છ અમેરીકનનુ કામ કરી શકે છે. ઇમાનદારીથી મહેનત કરે તેથી સફળતા મળે જ.એટલે અહીં નોકરની નોકરી કરવી પડે.

સમય તો જતો રહ્યો આજે અમેરીકાથી પાછા આવ્યાને પાંચ વર્ષ થયા પણ મન યાદ તો કરે કારણ પોતાના સંતાનનુ વર્તન અને જીવન તેમને દુ”ખ આપી રહ્યુ છે .આ બધુ અત્યારે તો યાદગીરી જ છે જે યાદ કરતા ખુબ દુ”ખ થાય પણ છતાં જ્યારે યાદ આવે ત્યારે ભગવાનને પ્રાર્થના કરવાની કે મોહમાયાથી મુક્તિ આપી આપણને મળેલ સંસ્કાર સાચવી માબાપે આપેલ ભક્તિને પકડી આપણે એવાને એવા રહી જીવન જીવીએ એજ પ્રાર્થના.

 પ્રદીપ બ્રહ્મભટ્ટ

“તમે એવાને એવા જ રહ્યા ”(9)રશ્મિબેન જાગીરદાર

નિરવભાઈ ને કસ્ટમ ઓફિસર –class oneઓફિસર તરીકે હવે 2 જ વર્ષ બાકી હતા એમની નિષ્ઠાપૂર્વક ની પ્રમાણિક કામગીરી થી સંતુષ્ટ એવા ઉપરી અધિકારી ઓ એ એમને છેલ્લા 2 વર્ષો એમની ઈચ્છા પ્રમાણે ની પોસ્ટ આપવા માટે બોલાવ્યા હતા
ઉપરી અધિકારી —બોલો નીરવભાઈ ક્યાં જવું છે ?
નિરવભાઈ — sir મારા માટે કઈ પણ ચાલે પણ ઘર થોડું નજીક હોય તો ઘરના બધા રાજી રહે!
અધિકારી — નજીક માં તો વાપી જવાય તેવું છે બોલો કરી દઈએ?
નિરવભાઈ — બાપરે ! વાપી તો sir !hot પોઈન્ટ અધિકારીઓ માટે ત્યાંથી દમણ ન જીક એટલે દાણચોરો ના ગુલામ થઇ ને રહેવું પડે તેમની ટ્રકો ચેકપોસ્ટ પર થી પસાર થવા દેવી પડે ને તેમ ન કરીએ તો દાદાગીરી થી આપણને કે ઘર ના ને જાનમાલ નું નુકશાન કરે
અધિકારી — હા હા ભાઈ તમારા જેવા પ્રમાણિક નું ત્યાં કામ નહિ બાકી 2 વર્ષ નહિ ને ખાલી 2 મહિના જ ત્યાં રહો તો કરોડો કમાઈ લો
નીરવભાઈ — sir તમે તો જાણો છો મારી સૌ થી પહેલી પોસ્ટ પણ વાપી થયેલી પૂરી નોકરી પતવા આવી પણ એ વખત નો અનુભવ એવો ને એવો અકબંધ યાદ છે મને
અધિકારી કહે –સારું mr નિરવ don’t worry આપણે તમને અનુકુળ જ ગોઠવીશું
નિરવ — thank you sir
અધિકારી થી છુટા પડી ને નિ રવભાઈ નીકળ્યા પણ એમની આંખો સામે જોબ શરુ કરી એ દિવસો માં બનેલી ઘટનાઓ જાણે હમણા જ બનતી હોય તેમ દેખાવા લાગી
નિરવે તાજી માસ્ટર ડીગ્રી લઇ ને કાકા ની જેમ custom માં જોબ લીધી વાપી માં ત્યારે જ ખુબ મોટી લાંચ લઇ ને સજા પામેલા ઓફિસર ની જગા ખાલી હતી ત્યાજ એને પોસ્ટીંગ મળ્યું નિરવ ગ્રેજ્યુએટ થતાજ પરણી ગયેલો એને એક નાનો બાબો પણ હતો માતા પિતા ને પત્ની– બાબા સાથે જોબ મળતા જ એ વાપી આવી ગયો એકાદ week સામાન ગોઠવવામાં ગયો ત્યાર પછી તેઓ બધા દમણ જોવા માટે ઉપાડી ગયા દરિયા કિનારો ને શુદ્ધ હવા માં બધા ને મઝા પડી ગઈ પછી તેઓ શોપ માં ગયા એમની સાથે મિત્ર નું ફેમીલી પણ હતું બધા કઈ ને કઈ ખરીદી માં મશગુલ હતા એટલા માં ————— ઠપ ઠપ અવાજ આવ્યો જોયું તો બે જમાદાર જેવા માણસો દુકાન માં આવ્યા અને કહે —– એ ય દુકાન વાલે ભાઈ સુનો એ નયે ઓફિસર હેય ઉનકો જો ચાહિયે વો દે ના મગર પૈસે નહિ લેના વો હમારે સબ દેંગે
દુકાનદાર ઓળખાતો હતો એ દાણચોર ના માણસો હતા
એણે પૈસા લેવાની ના પાડી નીરવ કહે આ મારી પોતાની ખરીદી છે પૈસા હું જ આપીશ
પેલા બે માણસો કહે સાબ જાનતે નહિ હંમે, તુમ થો ડા સમજા દેના તો
ને એ બે ના ગયા પછી દુકાનદાર કહે— સાબ, સુનો આપ, વો જો કહે વો કરના હોગા, વો જો દે વો લેના હોગા, પૈસે દે ગા વો ભી બહોત સારે આપ અબ કુછ ભી લોગે તો બીલ વો હી ભરેગા ઓર ઉસકે બદલે મેં ઉસકા દાણચોરી કા માલ ચેક પોસ્ટ સે રોકના નહિ વરના—–
નિરવ — વારના ક્યાં?
દુકાનદાર —- વો કુછ ભી કર સકતા હે એક્ષિદન્ત ભી આપ કા યા બીબી– બચ્ચો કા
નિરવ સ્તબ્ધ થઇ જોઈ રહ્યો એ વિચારી રહ્યો —-હું માનવી માનવ થાઉં તો ઘણું આ વા ત જીવન માં ઉતારવા હું કેટલા પ્રયત્નો કરી રહ્યો છું પણ આ સ્થળે, આ સમયે શું તે શક્ય છે મારા કે કુટુંબ ના ભોગે તે કરવું યોગ્ય છે ?
અને તેણે વિનંતી કરીને વાપી થી ટ્રાન્સફર કરાવી લીધી હતી જીવન ના મુલ્યો ના ભોગે તેને કઈ જ નહોતું જોઈતું
વર્ષો પહેલાનું એ દ્રશ્ય તેની આંખ સામે આવી ને ઉભું
ઘરે જઈ ને તેણે પત્ની ને વાત કરી ને કહ્યું વાપી બદલી થાય તેમ છે પણ મેં ના પાડી હવે કદાચ દુર જવું પડે
પત્ની સાંભળી રહી પછી વ્હાલ થી કહે —– વર્ષો ના વ્હાણા વાયા પણ તમે તો એવા ને એવા જ રહ્યા
નીરવ પણ વ્હાલ થી ગાવા લાગ્યો ——હા ભાઈ હા — અમે એવા રે અમે એવા રે તમે કહો છો વળી તેવારે

રશ્મિબેન જાગીરદાર

 

“તમે એવાને એવા જ રહ્યા ” (7) વિજય શાહ

Who cares..

નીલ બરાબર વીસ વર્ષે જય ને મળતો હતો.

તેને તો એમ કે જય તો પાકો અમેરિકન થઇ ગયો હશે તેથી તેની અપેક્ષા પ્રમાણે જયને પાક્કા અમેરિકન  તરીકે ધારી લીધો હતો.

ફોન ઉપર વાત કરતા પહેલી જ શરૂ આત કરી

” જય તું હજી “વૉટ્સ’પ” પર નથી?”

” યાર હું તો મારું કામ ઇ. મેલ દ્વારા જ કરું છું..”વૉટ્સ’પ અને ફેસબુક થી હું વાકેફ છું પણ એવો સમય કયાં છે?’

“અમારે ભારતમાં આ એકાઉંટ ના હોય તો ગગો કહેવાય.”

” જો ભાઇ તારી વાત સાચી હશે પણ હું તો કબુતરો ઉડાડીને પત્રવ્યવહાર કરનારો માણસ..મને કોમ્પ્યુટર સામે બેસી સમય બગાડવો પાલવે નહીં તેથી મારા ધંધાને અનુલક્ષી ને જે જરૂરનું છે તે હું શીખ્યો છું અને કામ કાજ ચાલુ હોય ત્યારે સ્ટેટસ અને જરુર વીનાની હાય હેલો મને ના પરવડે.

“પણ તું સમજતો નથી ચેટીંગ દ્વારા પણ તું તારા ધંધાની વાતો કરી શકે.”

” જે કામ ફેસ ટુ ફેસ થાય તેજ કામ પાકુ થાય.પણ તું મને કહેને કે તારે શું કામ છે ‘વૉટ્સ અપના’ મારા ખાતાની?”

” અરે યાર! તું ફોન ઉપર જલ્દી મળતો નથી . આ રીતે સંપર્ક તાજો રહેને?”

“જો સોશિયલ મીડીયા વાળા પેલા બીલાડીના ટોપ ની જેમ ફુટી નીકળ્યા છે. અને તે દરેક્ની સાથે સંપર્ક રાખવા પાછી ફી ભરવાની અને તેમની જાહેરાતો ડીલીટ કરવાની. બધી બહું ઝંઝટ છે. વળી કમ્પ્યુટર ઇન્ફેક્ટ થઇ જાય તો ઓર તકલીફ.”

“યાર! તું તો હજી ત્યાંનો ત્યાં જ રહ્યો.”

” હા. અમેરિકામાં જેટલી જરુરિયાતો છે તે બધી મને ખબર છે.  સાથે સાથે “ક્યાં  અટકવું” તે પણ જાણું છું. કોઇ મને એક્વીસમી સદીમાં, બાવીસમી સદીની વાતો કરે ત્યારે એટલું તો ખબર છે કે હું તેટલું જીવવાનો નથી! ચાલ બોલ ક્યારે આવે છે ઘરે?”

” હા એટલે જ ફોન કર્યો છે. મારો સાળો મને અડધે સુધી મુકી જશે, તું મને ત્યાંથી પીક અપ કરજે..”

“ભલે ! તારા સાળાને આપ!”

હ્યુસ્ટનના દક્ષીણે તે રહેતો હતો. હીલક્રોફ્ટ સુધી તે આવવાનો હતો. તેથી મેં કહ્યું ભલે હું નીલ અને નેન્સીને લઈ જઇશ અને સાંજે તમે ફોન કરશો ત્યારે ત્યાં મુકી જઇશ.

” પણ તેઓ તો તમારે ત્યાં રોકાવાનો પ્લાન કરે છે.’

” અરે ભાઇ હું કામ ધંધા વાળો માણસ,  સાંજે ડલાસ જવાનું છે.  તેમને આખો દિવસ ઘરે એકલા બેસી રહેવું પડશે.  એના બદલે વીક એંડ ઉપર આવવાનું રાખો તો શાંતિથી વાતો પણ થાય.”

” પણ વીકએંનોડ તેમનો પ્રોગ્રામ નક્કી છે. અમે લોકો સાન એન્ટોનીયો જવાના છીયે.”

વાતને અંતે નીલને તો ખોટુ લાગ્યુ. ” યાર તેં તો મને ઘરે ના બોલાવ્યો.”

જય કહે, ” જો ભાઇ! મને તું ગગો કહે છે. પણ હવે ખોટુ લગાડીને ગગો તુ સાબિત થાય છે.”

” કેમ?”

“અમેરિકામાં ભારતિય ધારા ધોરણે તેં માની લીધું કે હું નવરો હોઇશ. તને મળવા તલપાપડ હોઇશ. ભાઇ તારા સાળાની વાત સમજ, જો તું ફોન કર્યા વીના આવી ધમકત તો શક્ય છે ઘરે તાળુ પણ જોવા મળે.”

ખૈર! પછી તો ફોન ઉપર વાતો બહું લાંબી ના ચાલી  અને એક દિવસે જય ને જણાવયા વીના નીલ તો આવી પહોંચ્યો…એજ જુની દોસ્તીનાં દાવે..અરે જય તુ ભલેને બીઝી હોય તું તારું કામ કરજે હું ભાભી સાથે વાતો કરીશ.. તું ભલેને અમેરિકામાં રહી અમેરિકન બને પણ હું તો એજ નીલીયો છું…”

પછી ની વાત તો ઘણી લાંબી છે પણ ટૂંકમાં કહું તો તેને ખુબ જ નવાઇ લાગતી કે જય તું ફોન ઉપર અજ સારી વાતો કરે છે.. તારો કોઇ ઉમળકો દેખાતો નથી..

જય કહે ” નીલ તું તારા પ્રમાણે મને ના ચલાવ.. અને તેમાંય ભારતમાં જેવો હતો તેવો જય શોધીશ જ ના. અત્યારે મારો મોટો ધંધો પતાવવાનો છે. અને આવી તકો બહું ઓછી આવતી હોય છે. પછી હું બેંક પોષ્ટ ઓફીસ અને ઘરાકોમાં ફરીશ. અને તારી ભાભી પણ સેકંડ શીફ્ટમાં નોકરી ઉપર જશે…”

એ બહુ પ્રેમથી અક્બર અલિઝ નું શર્ટ લાવ્યો હતો અને લતાએ તો મોં ઉપર જ ચોપડાવ્યું નીલભાઇ હવે જયને આવું તમારું દેશી શર્ટ હું ના પહેરવા દઉં. તે પહેરે પણ જોવાનો તો મારેને? નીલને હતું કે જય વિવેક કરવા પુરતો પણ લતાને વારીશ..પણ જયે રાતાનાં બેડરૂમની લઢાઇ રોકવા એટલું જ કહ્યું “એની શું જરૂર હતી? હવે જો તું વાંધો ના પાડીશ અને તે શર્ટ પાછુ લઇ જજે. કારણ કે મને તે મોટુ પડશે.”

નીલની અપેક્ષાઓનાં બલુનોમાં થી હવા નીકળતી જતી હતી. લતા જોબ ઉપર ગઇ અને જયનું બજાર બંધ થયું પછી નીલને અપેક્ષા પ્રમાણે જય મળ્યો.

“જો ભાઇ તું જે જયને શોધે છે ને તે તો જોબ ઉપર હોય ત્યારે અમેરિકન હોય ..હવે મને સમય મળ્યો છે ભારતિય બનવાનો..  બોલ તારે શું કરવું છે?”

“જો જય! હું હવે અમેરિકામાં સેટલ થવા માંગુ છું પણ મને મારો રસ્તો જડતો નથી.”

“જો ભાઇ ૬૫ વર્ષની ઉંમરે અમેરિકામાં આવી અને સેટલ થવું એ લોઢાનાં ચણાં ચાવવા જેવું છે. મેં તે ચણાં ચાવ્યા છે તેથી કહું છું અમેરિકા એટલે સ્વર્ગ પણ એને માટે જે કોઇ પણ માન્યતાઓથી બંધાયેલો ના હોય. જેમ કે કોલેજ જીવનમાં આવીને અમેરિકામાં જીવતા તારા સાળાની જેમ.હું હજી બદલાયેલો અમેરિકન લોકો માટે છુ. પણ અંદરથી હજી પણ ઇચ્છું છું કે રીટાયર થઇને ભારત જઉં. અને તેથી જ હજી ઘર અને બેંક ખાતા ખુલ્લા છે.”

” જો જય સમજ.. મારે બંને દીકરીઓ અમેરિકામાં લગ્ન કરીને આવી હવે તેમના છોકરા છૈયા થવાનાં.. તેમને સાચવવા તેમને તેમની મા જોઇએ જ્યારે હું તો રીટાયર થઇ ગયો એટલે તેમને મારી શું જરૂર? અને અમદાવાદ માં હું એકલો રહું તો કેવી રીતે રહું? મહારાજ,હોટેલ અને કામવાળી બાઇનાં ભોજન થી એસીડીટી અને બી પી બંને વધે છે”

“અમેરિકન નિરાકરણ તો એજ છે કે તું બદલા. કારણ કે તને અહીં જમાઇઓ વધું ભારણ સમજશે. ટ્રેશ ગણશે, અને કોઇ તને એમને એમ બેસાડીને જમાડશે નહિં શું સમજ્યો? બીજું નિરાકરણ જે મારા એક મિત્રનાં સાસુએ આપેલું કે નર્કમાં ગયા પછી આત્માને દંડતા પરમાધામીઓ (પોલિસો) સામે દલીલો જેમ ચાલે ના તેમ તારી દલીલો કરવાનું છોડ અને શાંતિ થી જીવ અને વેઠ “હું દીકરીઓને ત્યાં ના રહું નું ગાણું ભારતમાં ચાલે અહીં નહીં.આજમાં જીવ અને ભારતમાં હતો તો આમ અને તેમ તેવું વિચારવાનું છોડ કારણ કે અહીં હવે ભારત નથી અને બંને છોકરીઓને અમેરિકામાં પરણાવી તેં જાતે જે ભુલ કરી તેની સજા હવે ભોગવ.”

” યાર આ નિરાકરણ નથી.. આતો મારી દશાનું આબેહૂબ વર્ણન છે. અને આમ જોઇએ તો આ બે વાત નથી એક્ની એક જ છે”

” હા અને તેનું નિરાકરણ જ એ છે કે  જેમ તારી દીકરીઓ રાખે તેમ રહે અને “હું દીકરીઓને ત્યાં ના રહું નું ” ગાણું બંધ કર સમજ્યો?”

“પણ..”

“હા..આ  પણ કરીને તું તારું સુખ શોધે છે જે તું અહીં ડોલરમાં કમાઇને બેઠો હોત તો કોઇ તને સાચવત પણ એવું નથી તેથી વિચારો અમેરિકન કર દિલથી ભલેને તું રહે ભારતિય..who cares…”

નીલ જોઇ રહ્યો… કાચીડાની જેમ રંગ બદલતા જયને જોઇ હબક ખાઇ ગયેલા નીલે કહ્યું “તું તો એવોને એવો જ રહ્યો…” તેનાં માથામાં હથોડા વાગતું એક જ વાક્ય હતું  ..who cares…

બરોબર પાંચ વર્ષે નીલ પાછો જયને મળ્યો ત્યારેબદલાયેલા નીલની વાહ વાહ હતી નેન્સીને સમજણ નહોંતી પડતી કે જયે એવું તો શું કહ્યું કે હતાશ અને ચીડ ચીઢીયો નીલ એકદમ શાંત કેવી રીતે થઇ ગયો?

નીલે કહ્યું વાત સાવ સીધી અને સરળ હતી. દેશ બદલાયો ઉંમર બદલાઇ ત્યારે હું ના બદલાઉં વાળી મારી જીદ જ મારા દુઃખનું કારણ હતી.અને જયે મને ખખડાવતા એક વાત બહુ સરસ રીતે સમજાવી.. જો અમ્દાવાદથી નીચે ખોદતો ખોદતો આવું તો અમેરિકામાં આવું? અને જો ભારત્નિ ઉપર આકાશમાં સ્વર્ગ હોય તો નીચે પાતાળ એટલે નર્ક આવ્યું? ઉપર સુખ છે પણ નીચે તો દુઃખ જ છે અને પરમધામીનાં ચાબખા ઓછા ખાવા હોય કે ના ખાવા હોય તો એક વાક્ય સમજી લે અને તે who cares…

વિજય શાહ