પ્રેમ એક પરમ તત્વ : 31 વિશ્વ કુટુંબ કમઁહ : સપના વિજાપુરા

       અમેરિકામાં ઘરમાં નોકર કે નોકરાણી રાખવાની પ્રથા નથી. પણ અહીં હું મેઈડસર્વીસ શબ્દ વાપરીશ. નોકર કે નોકરાણી શબ્દ ખબર નહીં કેમ કઠે છે.ભારતમાં મેઈડ સર્વીસ અનિવાર્ય થઈ ગઈ છે. પણ શું આપણે આપણા ઘરે કામ કરવા આવતી વ્યકિતપ્રત્યે સદભાવના સદવર્તન રાખીએ છીએ? શું એમની સાથે એવો વ્યવહાર રાખીએ જેવા વ્યવહાર ની આપણે અપેક્ષા આપણા બોસ કે આપણા ઉપરી પાસે રાખીએ છીએ? આપણે એ વિશ્વમાં રહીએ છીએ જ્યાં દરેક વ્યક્તિ બીજા પર આધારિત છે. બધાનીઈચ્છા હોય છે કે એને માનભર્યું જીવન જીવવા મળે.
        એ દિવસ મને બરાબર યાદ છે જ્યારે હું ભારત ગયેલી. ખાલા અમિના મારે ઘરે કામ કરવા આવતા હતા. અમે સૂર્યવંશી એટલે કેસૂરજ ઊગે પછી ઉઠવા વાળા. ખાલાને કહી રાખેલું કે દસ વાગ્યા પછી કામ કરવા આવે. એ દિવસે ખાલા મારી બેડરૂમ ની બારી પાસે આવી બૂમ પાડે છે કે, “આપા, દરવાજા ખોલો!” મેં ઘડિયાળ સામે જોયું તો સવારના સાત વાગેલા. હું બબડતી બબડતીઊભી થઈ. દરવાજો ખોલ્યો. અને ફરી મારા રૂમ મા જઈ સૂઈ ગઈ. એકાદ કલાક પછી ઉઠી તો કાચી ઉંઘમાંથી ઉઠ્યાનોઅફસોસ દિલમાં હતો.બ્રશ કરીને પહેલો સવાલ ખાલાને પૂછ્યો,” ખાલા, આટલા વહેલા શા માટે આવ્યા?” મનમાં ઊંઘ બગડ્યાનો ગુસ્સો પણ હતો. ખાલાએ નમ્રતાથી કહ્યુ, ” આપા મારે આજ એક લગનમાં જવાનું છે.” મેં કહ્યું,” આટલું વહેલું?” એણે કહ્યું કેએની પાસે ૨૦૦ રૂપિયા હતાં. જો બસ લે તો ભાડામાં પૈસા વપરાય જાય તો ચાંદલો શું આપે અને જો ચાંદલાના પૈસા રાખે તો બસ ના લઈ શકે! તો એણે ચાલતા જવાનું નક્કી કરેલું. તેથી વહેલા કામ કરવા આવ્યા હતાં.
             મને એક આંચકો લાગ્યો કારણકે આગલે જ દિવસે હું બ્યુટી પાર્લરમાં ગયેલી અને ૧૬૦૦ રુપીયા હું, વેક્સીંગ, ફેસીયલ, નેઈલપોલિસ, અને હેર ડાઈ કરવામાં વાપરી આવી હતી. મારી આંખનાં ખૂણે બે આંસુના ટીપા બાજી ગયાં. શું મારું વેક્સીંગ કેફેસીયલ કે હેર ડાઈ એટલું જરૂરી હતું? ખાલાની ઉમર ૬૦ વરસ જેટલી હતી. એમનુ ચાલીને બીજા ગામ લગ્નમાં જવું જરૂરી હતું!! મેં પાંચસો રુપીયા કાઢી એમને આપ્યાં. ખાલાની આંખમાં જે ખુશીની ચમક જોઈ તે ક્યારેય ભૂલી નહીં શકું. આ વરસે જ્યારે હું ભારત ગઈ તો ખાલા મને ખાસ મળવા આવ્યા, અને મને ગળે લગાડી લીધી. અમારી વચ્ચે એ પ્રેમનું બંધન બંધાઈ ગયું છે જે કદી નહીં તૂટે!
             ઈસ્લામના પયગંબર મહમદ સાહેબે ગુલામીની પ્રથા નાબૂદ કરી હતી. એમની પાસે ઇથોપીયાની રાજકુમારી બીબી ફીઝા પણઆવેલા. જે હબશી હતાં.મહમદ સાહેબે એમને ગુલામીમાંથી મુક્ત કર્યા. તો બીબી ફીઝા પોતાના રાજ્યમાં પાછા ના ગયાં પણમહમદ સાહેબની દીકરી બીબી ફાતેમા પાસે રહી ગયાં. અને એક મેઈડની જેમ કામ કરવા લાગ્યાં. બીબી ફીઝા ઈસ્લામથીએટલાં બધાં પ્રભાવીત થયાં હતાં. પણ બીબી ફાતેમાએ એમની સાથે કદી નોકરાણી જેવો વ્યવહાર કર્યો નહતો. બન્ને એ કામ સરખે ભાગે વેચેલું એક દિવસ બીબી ફીઝા તો એક દિવસ બીબી ફાતેમા કામ કરતાં. જે દિવસે બીબી ફીઝા કામ ના કરતા એ દિવસે એ કુરાનનું જ્ઞાન મેળવતા. બીબી ફાતેમા પુત્ર ઈમામ હસન અને ઈમામ હુસેન તથા પુત્રી બીબી ઝયનબ એમને અમ્મા ફીઝા કહીને બોલાવતા. એટલો પ્રેમ અને આદર એક મેઈડને મળતો.
          આપણે આપણા હ્ર્દયને ટટોળીએ કે શું આપણે આપણા ઘરમાં કામ કરતી વ્યકિતને માન આપીએ છીએ? પ્રેમ આપીએ છીએ? વિશ્વ જો કુટુંબ હોય તો આપણે બધા કોઈ એક સંબંધથી જોડાયેલા છીએ. તો શુ વ્યકિત જયારે આપણે ઘરે કામ કરવા આવે ત્યારે એ વાત ભૂલી જઈએ છીએ? કોઈ પણ જ્ઞાતી ,જાતી, ઉંચ નીચ બધું ભૂલીને જો તમે બધાને ગળે લગાવી શકતા હો તો તમે આ વિશ્વના કુટુંબના સભ્ય છો. આપણે કોઈ પ્રાણીને પાળીએ તો એની સાથે પ્રેમ થઈ જાય છે તો આ તો ઈન્સાન છે.ક્યારેક એની મનોવ્યથા જાણવા પ્રયત્ન કરો અને એ વ્યથા માં તમે થોડા પણ સહાયરૂપ થાઓ તો મનને ખૂબ સંતોષ મળશે. આપણને ખબર નથી કે એમની કઈ મજબૂરી એમને આ કામ માટે મજબૂર કરે છે.
           હવે લાઈટ સાઈડ ઓફ સ્ટોરી!!જો પતિ મેઈડને કશું કહે અને મેઈડ કામ છોડી જતી રહે તો પત્ની પિયર જવાની ધમકી આપે છે. હવે વિચારો કે આ વ્યકિતનું તમારા જીવનમાં કેટલું મહત્વ છે? આપણે આ ધરતી પર પ્રેમ વહેંચવા આવ્યા છીએ. પ્રેમઆપવાથી વધે છે ઘટતો નથી જેમ જ્ઞાન આપવાથી વધે છે.દિલમાં કરુણા ,પ્રેમ અને સન્માનની ભાવના રાખશો તો તમને પણસામે એવો જ જવાબ મળશે. બધાને તમારી પ્રેમભરી પાંખમા લઈને રહો! ત્યારે ખબર પડશે કે પ્રેમ એક પરમ તત્વ છે!!
સપના વિજાપુરા

 

 

This entry was posted in ચિન્તન લેખ, સપના વિજાપુરા by sapana53. Bookmark the permalink.

About sapana53

સપના એટલે ખૂલી આંખે જે સપનામાં ડૂબી શકે છે. આ કલમ મને સપનામાં લઇ જાય છે , સપના દેખાડે છે અને સપનામાં જીવાડે છે. મને લખવું ગમે છે. નિજાનંદ માટે। ઘણાં દૈનિક પેપરમાં મારા આર્ટિકલ અને કોલમ આવે છે મારા ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં બે ગઝલ સંગ્રહ અને એક લઘુ નવલ છે. મારી વેબસાઈટ છે. http://kavyadhara.com મારી લઘુ નવલ "ઉછળતા સાગરનું મૌન" કિન્ડલ પર પ્રાપ્ત કરી શકાય છે.

2 thoughts on “પ્રેમ એક પરમ તત્વ : 31 વિશ્વ કુટુંબ કમઁહ : સપના વિજાપુરા

  1. ભારતમાં આજે પણ વ્યક્તિને એના કામ થકી નાની મોટી ગણવાની પ્રથા વર્ષોથી ચાલતી આવી છે. આપણા ત્યાં કામ કરતી વ્યક્તિએ આપણા મુડ અને મિજાજને અનુરૂપ રહેવું જ જોઈએ, આપણી સગવડ સચવાવી જ જોઈએ એવી એક નિશ્ચિત વાત મનમાં સ્થાયી થઈ ગઈ હોય ત્યારે ખાલા અમિનાની લાચારી દિલને સ્પર્શી જાય એ જ સાચી સંવેદના.
    કોઈની વેદનાથી આપણા મનમાં ટીસ ઉઠે અને ત્યારે જે સમજાય એ જીવનભરનો બોધ બની રહે સપનાબેન..

    Like

  2. સપનાબેન,વસુધૈવ કુટુમ્બકમ્ ની ભાવનાને ખૂબ સંવેદના સભર સમજાવી.અહીં એકવાર કહેવાનું જરુર મન થાય છે કે
    ભારત કરતા અમેરિકા આ બાબતમાં વધુ ઉચ્ચ વલણ ધરાવે છે.અહીં બોસ પણ પોતાના હાથ નીચે કામ કરનાર દરેક વ્યક્તિનું માન જાળવે છે.તેમજ મેઈડ પણ આપણી સાથેજ ટેબલ પર બેસીને સાથેજ જમે છે. ભારતના દરેક લોકોએ આ વલણ અપનાવવાની જરુર છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.