શબ્દોનો છે શણગાર ભાઈ શબ્દોનો છે શણગાર

Gujarati (ગુજરાતી) in Gujarati Script. Created...

Image via Wikipedia

મિત્રો ,
ગોવિંદભાઈ પટેલને તો તમે સૌ ઓળખો છો , એ આપણાં બ્લોગના
શીઘ્ર કવિ  છે ત્વરિત કવિતા બનાવામાં માહિર છે. અને ગુજરાતી ભાષાના એ મોટા ચાહક પણ ખરા ,અમેરિકામાં આવીને વસ્યા તો છે પણ પોતાની માતૃભાષા  અને વતન હજી છોડયું નથી . લ્યો તમને એનો એક દાખલો પણ દઉં..મેં  મહિનામાં અલાસ્કા જવાના છે ..પરન્તું ટુર ગાઈડને કહું છે કે મારી સાથે ગુજરાતીમાં  બોલવું પડશે.. આમતો ગોવિંદભાઈ નોકરી કરે છે,રાતે નોકરી પર જાગતા હોય ત્યારે કવિતા રચે છે .. પરંતુ    કમાણી માંથી   પૈસા બચાવી ને પોતાના વતનમાં સંસ્થાઓ ને મોકલે છે .. આવા ગીવિંદ ભાઈ એ આપણાં શબ્દોનું સર્જન બ્લોગ માટે પણ એક કવિતા રચી છે , શબ્દો શું કરે છે ? શબ્દો નો શણગાર શું છે ?
શબ્દો થી સર્જન અને વિસર્જન બંને થઇ શકે છે .તો મિત્રો માંણીએ એમની કવિતા..

અક્ષરથી જો અક્ષર મળે તો શબ્દ  બની જાય છે.

શબ્દથી જો  શબ્દ મળે તો વાક્ય સજાઈ જાય છે

 અલંકારના આભુષણ ને વ્યાકરણના પહેરે વાધા તો

 વાક્ય થકી  ગીત ગઝલ ને કવિતા રચાઈ જાય છે.

શબ્દોનો  છે શણગાર ભાઈ શબ્દોનો છે શણગાર

 શબ્દનો  ભણકાર ભાઈ  શબ્દો  કેરો  છે  રણકાર   …..ભાઈ શબ્દોનો

 શબ્દ ખાવો શબ્દ  પીવો શબ્દના લ્યો ઓડકાર

 શબ્દને ઘુંટી ઘુંટી જીવો થાયે જીવન  સાક્ષાત્કાર…. ભાઈ શબ્દોનો

 શબ્દ થકી બાળપણ ને સગપણ શબ્દથી સંસાર

 શબ્દથી ચાલે આ સૃષ્ટિ ને છે શબ્દ એનો આઘાર….. ભાઈ શબ્દોનો

 શબ્દે જાગવું  ને સુવું  શબ્દ થકી હટે  અંધકાર

 શબ્દથી સાગર ગરજે શબ્દથી મેઘ અનરાધાર……. ભાઈ શબ્દોનો

 શબ્દ થકી સબંધો ને શબ્દથી ચાલતો સંસાર

 શબ્દથી સંધાય સરહદો શબ્દ સળગાવે સંસાર……. ભાઈ શબ્દોનો

 શબ્દથી કાયદા ને  વાયદા શબ્દ  થકી  વેપાર

 શબ્દથી વચનો ને કર્મો શબ્દે  ચાલે છે સરકાર……. ભાઈ શબ્દોનો

 શબ્દથી  માત પિતા ભાઈ ભગિની ને ભરથાર

 શબ્દથી સાધુ સંત ગુરુ ને  નોધારાના આધાર……. …ભાઈ શબ્દોનો

 શબ્દથી ધર્મ અધર્મ ગાયત્રી ને ગીતાનો સાર

 બાઈબલ કુરાન શબ્દથી ગુરુ ગ્રન્થનો છે સહાર…….. ભાઈ શબ્દોનો

 શબ્દ  સાધુ સંત સમજાવે આપે  ઉપદેશ અપાર

 શબ્દથી નેતાઓના કાળા કામો થાયે  ભ્રષ્ટાચાર……….ભાઈ શબ્દોનો

 શબ્દે જીવવું શબ્દે મરવું શબ્દે મળશે મોક્ષ દ્વારm

શબ્દે જેણે જીવી જાણ્યું થયો છે એનો બેડો  પાર…….. ભાઈ શબ્દોનો

શબ્દથી પાકિસ્તાન પછડાવે બાંગ્લા બોલે બે વાર

 શબ્દ થકી બને છે અમેરિકા જુઓ જગત  જમાદાર…… ભાઈ શબ્દોનો

 શબ્દ ગાજે શબ્દ નાચે શબ્દે રાગ રાગિણી ભંડાર

 શબ્દથી નવલકથા નીપજે  શબ્દે જ થાય   સમાચાર….. ભાઈ શબ્દોનો 

 શબ્દથી સર્જન વિસર્જન  ને  શબ્દ પ્રીત  ભારોભાર

 શબ્દો કેરું  સરોવર છલકે તો ઘૂઘવે ધસમસતા નીર…..ભાઈ શબ્દોનો

 શબ્દે માનવ જગતમાં થાયે રામ કૃષ્ણ ને મહાવીર

 શબ્દે રાવણ કંસ જ બનતા ના આવે શરમ  લગીર…….ભાઈ શબ્દોનો  

 શબ્દ છે અનોખું આભુષણ શબ્દે  બનો   ધીર ગંભીર

 શબ્દ મહિમા “સ્વપ્ન” સમજાવે શબ્દ છે સાચું હીર….. ભાઈ શબ્દોનો


                                          સ્વપ્ન જેસરવાકર    ( ગોવિંદ પટેલ )