આમંત્રણ

કસુંબલ ગીતોનો વૈભવ

ગુજરાતી સમાજ” અને” ડગલો ”સહર્ષ ઉજવશે.
 “ગુજરાત ડે’’
અને  રજૂ કરે છે, 
ઝવેરચંદ મેઘાણી ની સુંદર રચનાઓનો
સંગીત સભર પ્રોગ્રામ

તારીખ :૧લિ જુન ૨૦૧૨, શુક્રવારે સાંજે
સમય :સાંજે ૭ વાગે
સ્થળ :ઇન્ડિયા કોમીયુંનીટી સેન્ટર .
525 Los Coches St.
Milpitas, CA 95035

ફ્રી ઇવેન્ટ નિશુલ્ક ભાવે

આપનું Evite દ્વારા નામ નોધાવશો.
http://gujaratidaglo.wordpress.com/

Posted in Uncategorized | Tagged | 2 Comments

મેઘલતાબેન મહેતા-આજ આનંદે ઉજવાતા જાઓ ..

મિત્રો ,

આવતીકાલે રવિવાર છે તો થોડું નવું જાણીએ અને માણી લઈએ … કહે છે ને લોકોને દુખની વાતો સાંભળવા માં રસ નથી ..ગઈકાલે માધવી બેન સાથે વાત થઇ ,એમના મમ્મી રીહેબમાં છે .પરંતુ માંદગી ની ફરિયાદ કરવાના ને બદલે પોતાની સર્જન શક્તિ કેળવી રહ્યા છે ..પોતાનામાં રહેલો સર્જક મુરજાય નજાય તે માટે વાર્તા લખી રહ્યા છે. ચમત્કાર થતાં નથી પણ ચમત્કાર કરવા પડે છે. દરેક વ્યક્તિમાં ચમત્કાર કરવાની શક્તિ છે.
પણ બહુ ઓછા લોકો એ વાત સમજે છે કે તેનામાં પણ ચમત્કાર કરવાની શક્તિ છે.
મોટાભાગે માણસો પોતાની શક્તિઓ વિશે જ સભાન હોતા નથી..
જયારે મેઘલતાબેન માંદગીમાં શરીર સાથે લડતા સમય નો સામનો કરતા પોતાના આત્માની વાતને અનુસરે છે ..
અને સર્જકના જીવને જીવાડે છે ..
“એમાં ભરવાનો ઉમંગ આપણે-
ને જીવનમાં રંગ પણ પૂરવાના આપણે જ ને !”
 કેટલો હકારત્મ અભિગમ ! બીજી ચાર લીટીમાં તો જાણે જિંદગીની ફિલોસોફી દ્રષ્ટી ગોચર થાય છે
જિંદગીને નોટબુક નહી ..સ્લેટ જેમ વાપરતાં જાઓ .
ભૂત ભેગો કરો નહીં.પણ ભૂતકાળ ભૂંસતાં જાઓ .
લખેલું બધું લૂછતાં જાઓ , ને નવું નવું લખતા જાઓ ,
ગૂંચવવાડે ગુંચવાઓ નહીં ,ને આજ આનંદે ઉજવાતા જાઓ ..

સમય વીતી ગયો …

હા ,લખવાનો સમય તો જાણે વીતી ગયો ..
કદાચ જીવન જાણે ખીચોખીચ -ને તોય ખાલી ખમ !
ખીચોખીચમાં તો શું લખવું ? ગૂંચવાડો  ગૂંચવાડો
 ને ખાલીખમમાં શું લખવું ?-શૂન્ય જ બધું .
છતાંય વર્ષે વર્ષે નવું વર્ષ આવે
  ને નવી વાતો નહિ તોય
 નવી  આશાઓ લાવે .
એમાં ભરવાનો ઉમંગ આપણે-
ને જીવનમાં રંગ પણ પૂરવાના આપણે જ ને !
વર્ષનું કામ તો દર વર્ષે .
પાછા આવવાનું -વર્ષે વર્ષે ,
નવા નક્કોર અને કોરા કટ્ટ
થઈને -

મેઘલતાબેન મહેતા

Posted in મેઘલાતાબેહન મહેતા | Tagged , , , , , | Leave a comment

મનાવો પછી રોજ હોળી મજેથી-પ્રવીણભાઈ કે. દાવડા

મિત્રો
પ્રવીણભાઈ આપણાં બ્લોગ પર પહેલ વહેલા આવ્યા છે ..તો એમનો પરિચય એમની વ્યંગ કવિતા દ્વારાજ કરાવું છું..અને હા એમની એક ખાસ વાત  બધા વડીલોને  જણાવીશ,  લ્યો એમના શબ્દોમાં જ કહું કે … (આપણામા કહેવત છે કે નવરા બેઠા નખ્ખોદ વાળે. આજે મને નવરાશ છે, અને કંઈંક લખવાનુ મન થાય છે. પણ શું લખું?) અને બસ કલમ ઉપાડી અને ચાલવા માંડી.. મિત્રો એમની સલાહ લેવા જેવી ખરી .. તો મિત્રો માણો એમની કવિતા .

બૂરા ન માનો.. હોલી હૈ’ કહેતા આવ્યા છીએ વર્ષોથી આપણે, હોળી-ધૂળેટીમાં કોઈ પોતાના પર રંગ લગાવવાની ના પાડે એટલે તરત બૂરા ન માનો.. કહી તેને રંગી નાખે છે  પરંતુ એક દિવસ મોઢું ભલે લોકો લાલ રાખે પણ …આજે લગભગ રોજની થઈગયેલી હૈયા-હોળી તો જન સામાન્યના માનસમાં સતત પ્રગટેલી જ રહે છે. એ આપણે ભૂલવું ના જોઈએ .. અને આપણે ભૂલી જઈએ તો પણ દાવડા સાહેબ જેવા કવિ વાર તહેવારે કવિતા દ્વારા કટાક્ષ કરી જિંદગીની વાસ્તવિકતા યાદ કરાવી જાય છે ..

હજી  ટેક્ષ ચોરો મજાથી  ફરે છે,

અને  ભ્રષ્ટ નેતા હજીયે હસે  છે;

ગરીબો તણા ભાગના ખાઈ નાણા,

હજી પ્રહલાદના બાપ છૂટા ફરે છે

એમની આ ચાર પંક્તિ જિંદગીના સચ્ચા રંગો દેખાડી આપણાં આત્માને જગાડે છે ..અંગ્રજો આપણને લુંટતા એ તો સમજ્યા કે પારકા હતા .પણ આપણાં પોતાના છેતરે છે એનું શું ?????હોળી પ્રાગટય : અસૂરી શક્તિના વિનાશનું પ્રતિક છે તો”‘બુરા ન માનો હોલી હૈ’…. ક્યા સુધી કહેતા રહેશો ?…….

(ભૂજંગી)

કરીને   ભલે કાષ્ટ ભેળા બધેથી,

જલાવો તમે આજ  હોળી મજેથી,

ઉડાડો  ગુલાલો અને  રંગ બીજા,

અને  માનજો બાળી નાખી બુરાઈ.

 ભલે   છેતરાઓ તમારી જ જાતે,

નથી  નાશ પામી  બુરાઈ જરાએ,

હજીતો  વધારે  વધે  છે  બુરાઈ,

હજી  આજ લોકો રહ્યા છે લુટાઈ.

 હજી  ટેક્ષ ચોરો મજાથી  ફરે છે,

અને  ભ્રષ્ટ નેતા હજીયે હસે  છે;

ગરીબો તણા ભાગના ખાઈ નાણા,

હજી પ્રહલાદના બાપ છૂટા ફરે છે.

 કરો નાશ આ દાનવોનો પહેલા,

પછી  છો ઉડાડો થઈ રંગ ઘેલા;

રંગો મુખ કાળા ધુતારા જનોના,

મનાવો પછી રોજ હોળી મજેથી.

 પ્રવીણભાઈ કે. દાવડા

Posted in પી. કે. દાવડા | Tagged , , , | 2 Comments

ડગલો-આમંત્રણ

Inline image 2

મિત્રો 

ડગલો પરિવાર આપ સર્વને ભાવ ભર્યું  આમંત્રણ આપે છે. 

ડગલો

સહર્ષ રજુ કરે છે.

-કવિવંદના -

ગુજરાતી કાવ્ય અને સંગીત સંધ્યા

૧લિ એપ્રિલ ૨૦૧૨ રવિવાર  ની સાંજે ૬.૩૦ વાગે
સ્થળ- India Community Center-525,.Los Coches Street Milpitas, CA 95035

ગુજરાતી સાહિત્યક્ષેત્રના અગ્રણી કવિ અને સાહિત્યકાર
ઉમાશંકર જોશી જન્મ શતાબ્દિ પર્વ ઉજવણી નિમિતે આપ કવિને સ્મૃતિવંદના એમની કવિતાનું પઠન કરી કરશો એવી વાંછના.

તમે જે કવિતાનું પઠન કરવા ચાહો છો, તેની વિગત DAGLO પરિવાર ને તારીખ  ૩/20/ ૨૦૧૨ સુધીમાં ઈમૈલ દ્વારા મોકલી આપવા નમ્ર વિનંતી.

(Rajubhai)-408)-761-6079 -raja.solanki@gmail.com

(Pragnaben)-(408)-410-2372- Pragnad@gmail.com

Daglo-http://www.gujaratidaglo.wordpress.
જો જરૂરી હોય તમારા માટે કવિતા શોધવા માટે અમે મદદ કરી શકીએ છીએ.

: Resources :
 www.tahuko.com

આ પ્રોગ્રામ ફ્રી રાખવામાં આવેલ છે.છતા આપ આવવાના છોએ RSVP દ્વારા અચૂક જણાવશો,જેથી આયોજકો વ્યવસ્થા કરી શકે.

આ સાંજ ની રૂપરેખા આ પ્રમાણે રહેશે.

ડગલાના સભ્યો પહેલા તે વહેલાના ના નિયમ મુજબ ૧૫ યોગ્ય કવિતા પસંદ કરશે અને કાવ્ય પઠન કરનારને જણાવશે.દરેક વ્યક્તિને ૩ મિનીટ ફાળવવામાં આવશે.

આપ સર્વે હાજર રહી અને કાવ્યોત્સવ માં ભાગ લઇ ,ગુજરાતી ભાષા ને ધબકતી રાખવાના આપણા પ્રયત્નમાં સક્રિય ભાગીદારી  દાખવશો .આપ સર્વે ના ટેકાથી આપણે સહું સાથે ગુજરાતી સાહિત્ય અને ભાષા વિદેશમાંમાં પણ જીવંત રાખશું.
આપ સર્વે અપના મિત્રો પરિવાર સાથે આવો આપની હાજરી અમને આવા નવા પ્રોગ્રામ લઈ આવવા માટે પ્રેરણા દેશે.

– ડગલો પરિવાર—

http://gujaratidaglo.wordpress.com/

DAGLO (Desi Americans Of Guj. Language Origin)

Posted in ગમતા નો કરીએ ગુલાલ | Tagged , , , , | Leave a comment

મેઘલાતાબેહન મહેતા-..હે ગોરી ગોરી રાધિકા ને…..

મિત્રો
મેઘલાતાબેહન મહેતાને  તો આપ સહું જાણો છો .અને આપ સહું વારંવાર એમની કવિતાઓ પણ માણો છો ..તો એમની કવિતા રજુ કરતા પહેલા એક વાત ખાસ કહી દઉં કે આપણા બ્લોગ પર એમની કવિતા સૌથી વધારે કયારે લોકોએ વાચી અને માણી તો આ word press નાં અહેવાલ જોઈએ .

(A New York City subway train holds 1,200 people. This blog was viewed about 6,100 times in 2011. If it were a NYC subway train, it would take about 5 trips to carry that many people.) The busiest day of the year on your blog was January 5th with 178 views. The most popular post that day was મેઘલતાબહેન મહેતા..

તો આજે ચાલો હોળીના ઉત્સવે એમની એક સુંદર રચના માણીએ ..આમ તો માસી અત્યારે તબિયત સારી ન હોવાથી રીહેબમાં છે .પરંતુ કહે છે ને જ્યાં ન પોહ્ચે રવિ  ત્યાં પોહ્ચે કવિ.મને મેઘલતામાસીની એક વાત ખુબ ગમે છે અને તે છે .જિંદગીનો હકારાત્મક અભિગમ… આજે ૮૪ વર્ષે   હાથ પગ  ના ચાલતા હોય ..શરીર સાથના દેતું  હોય ત્યારે  એ મક્કમ પણે આગળ વધી રહ્યા છે.એમની પંક્તિમાં કહુંતો….જુવાનીના  જોમમાં જીવવાની ટેવ પડી ગઈ છે  જિંદગીભ રની,કે આ આવી રહેલું અડવડતું ઘડપણ ,અણગમતા અતિથી જેવું ભાસે છે .

માસી શબ્દોના સર્જનના દેરેક વાચક  આપની સુખાકારી પૂછી Get Well Soon નો સંદેશો પાઠવે છે ..

આપની સૌમ્ય સુંદર અને વિવધતા ભરી  કવિતા સૌને માણવી ગમે છે .હોળીના પ્રસંગે આપની રાસની રચના રજુ કરું છું .પરંતુ  હું તમને  અને તમારી ખાસિયત ને જાણું છું ત્યાં સુધી તમે રાગ સાથે એનું સર્જન કર્યું હશે જો સાંભળવા મળે તો વુંન્દાવન ઉભું થઇ જાય ..

મિત્રો

આ રાસ દ્વારા પ્રેમ ,અને હૃદયની સાહજીકતાથી રાધાનો ભૂલનો નો સ્વીકાર ,લઘુતમ ભાવનું પંચામુત હોળીના પર્વે પીરસી જાય છે .

અને કવિતા નાં અંતમાં  અહંકાર ઓગળીને મહામુલું અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત કરાવે છે..

હે ગોરી ગોરી રાધિકા ને…..

હે ગોરી ગોરી રાધિકા ને સાવ શામળો કાન,

રંગે રમતા ,રમતા રૂઠતાં મસ્તીમાં મસ્તાન,
અદ્વૈત છતાંયે દ્વૈત બનીને ,ખેલે રાસ મહાન,
મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.-o
હે રાસે રમતી રાધિકા ને ફાગ ખેલતો કાન,
પ્રીતે રંગે ,ભીંગે ચીરે ,બની ગયા એકતાન ;
રંગ રૂપનું રાધાને ત્યાં ચઢયું ગર્વ ગુમાન ,
મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.-o
હે રીસ કરીને રાધા ઉઠી ,મુખ પર ધરી મુસ્કાન ;
“ગોરી ગોરી હું રાધિકા ને તું તો શામળો કાન ,
તારો મારો મેળ નહી ,તું થી હું છું મહાન ,”
મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.-o
હે રાધિકાની રીસ જોઈને ,હસીને બોલ્યો કાન ;
“શામળો છે ત્યારે ગોરા રંગનું આવડું અદુકું માન,
બધા રંગ હું પી ગયો,ને તું મા સર્વે સમાય,
મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.-o
હે રીસ છાંડીને રાધા બોલી ,”માફ કરી ધો કાન ,
લઇ લો ગોરો વાન દઈ ધો શ્યામલ રંગનાં દાન .
અહંકારના સંગમાં થઇ ગઈ અભિમાને બેભાન .”
મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.-o
હે ‘તમથી અદકી ગણી મેં મુજને ,ગાયું નિજ ગર્વીલું ગાન
શ્યામલ રંગે ઝગમગો,તમ યોગ ને તપની એવી શાન ,
કાપો આ અજ્ઞાન નઠારું ,ભરી ધો.મુજમાં જ્ઞાન .”
મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.-o
હે ” ‘તું ‘ ‘માં’ ‘હું ‘ ને ‘હું ‘માં .’તું ‘,એમ આપણ એક જ જાન
કહાન કૃપાથી રાધા પામી ,મહામુલું અદ્વૈત જ્ઞાન
અદ્વૈત છતાંયે દ્વૈત બનીને ,ખેલે રાસ મહાન.
મન માને કે ન માને, આ તો ગહન ગતિ નું ગાન.-o

મેઘલાતાબેહન મહેતાUpload/Insert

Posted in મેઘલાતાબેહન મહેતા | Tagged , , , , , , , | 8 Comments

છેલ્લે તો આપણે બે જ હોઈશું- રાજેન્દ્ર શુક્લા

મિત્રો
આજે એક ખુબ જ સુંદર અને  અતિ સંવેદનશીલ કાવ્ય લાવી છું.
બહુ જ સરસ શબ્દો છે.ઉમરની સાથે પ્રેમ કરવાની રીત પણ બદલાઈ જાય.
પ્રેમ કયારે વ્યક્તિની આદતમાં સમાય જાય છે અને આપણને ખબર પણ પડતી નથી ..
રોજ રોજની આપણી ક્રિયા અને કાર્ય … દવા આપવી ,ચશ્માં ગોતવા ,પ્રેમ દર્શાવવાનું માધ્યમ બની જાય છે ..
હવે વેણી લાવવી નથી પડતી પણ મોજા પહેરાવી વ્હાલ દર્શાવાય છે,અને

જગડવાનો તો સવાલ જ નથી પરંતુ એમના સિવાય હવે કોઈ જગડવા માટે છે પણ નહિ . .
છેલ્લે તો આપણે બે જ હોઈશું આ શબ્દો કહે… .માળો ખાલી છે….

કવિ, ર્જક અને સર્જન
ગુજરાતી સાહિત્યકાર રાજેન્દ્રભાઈ  ના પત્ની ના શબ્દો માં કહું તો….
એનું બધુ જ જેવું હોય તેવું ગમે ગમે… -નયના શુક્લા

ભલે ઝગડીએ,ક્રોધ કરીએ,એકબીજા પર તૂટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.

જે કહેવું હોય એ કહીલે,જે કરવું હોય એ કરીલે,

એકબીજાના ચોકઠા શોધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું.

હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.

આંખો જયારે ઝાંખી થશે,યાદશક્તિ પણ પાંખી થશે,
ત્યારે,એકબીજાને એકબીજામાં શોધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું.

ઘુટણ જયારે દુખશે, કેડ પણ વળવાનું મુકશે,
ત્યારે એકબીજાના પગનાં નખ કાપવા,છેલ્લે તો આપણે બેજ હોઈશું.

મારા રીપોર્ટસ તદ્દન નોર્મલ છે,આઈ એમ ઓલરાઈટ ,
એમ કહીને એકબીજાને છેતરવા,છેલ્લે તો આપણે બેજ હોઈશું.

સાથ જયારે છૂટી જશે,વિદાય ની ઘડી આવી જશે,
ત્યારે, એકબીજાને માફ કરવા,છેલ્લે તો આપણે બે જ હોઈશું.

“RAJENDRA SHUKLA”

Posted in Uncategorized | Tagged , , , , , , , | 1 Comment

વિશ્વ માતૃભાષા દિવસ

મિત્રો
માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે
આજે વિશ્વ માતૃભાષા દિવસ છે.
આજના આ પાવન દિવસ પર સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્ર સંઘનો આભાર માનવો રહ્યો કે જેમણે દરેક સંસ્કૃતિના માણસોને પોતાના મૂળ સાથે જોડવા માટે આ દિવસ ઉજવવાનું આયોજન કર્યું છે.આપણે જન્મ દિવસ ઉજવીએ છીએ તો ..વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કેમ નહિ ..૧૯૯૯ નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, ૨૦૦૦થી દર વર્ષે મનાવવામાં આવે છે. જે પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું. દુનિયાની ૭૦૦૦થી પણ વધુ ભાષામાંથી અડધી ખલાસ થવાની તૈયારીમાં છે , દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા તથા તેમને સમજવા માટે. દરેક સમાજની મૂર્ત કે અમૂર્ત ધરોહરને જીવંત રાખવા માટેનું સક્ષણ સાધન જો કોઈ હોય તો તે માતૃભાષા છે.
એકવીસમી ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ હકીકતમાં માતૃભાષા માટે આંદોલન દિવસ છે.
પરંતુ  હું તો અને ઉજવણી નો દિવસ કહીશ
કારણ ભાષા એ અભિવ્યક્તિ નું માધ્યમ છે. મારી માતૃભાષા માં હું મારા વિચારો અને મારી જાત ને વધુ સારી રીતે સ્પષ્ટ કરી શકું છું.
મા, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઇ વિકલ્પ નથી!
ઇંગ્લીશને ભાંડવાથી આપણી ભાષા જીવી નહીં જાય તેના માટે આવું કામ થવું જોઇએ, જે ડગલાનો ધ્યેય છે
‘વાંચે ગુજરાત’ માણે ગુજરાત ,અનુભવે ગુજરાત,પામે ગુજરાત માતૃભાષા દ્વારા આ અભિયાન આપણા સૌનો  છે.
ડગલાના દેરક કાર્યક્રમમાં આપ સર્વેની હાજરી  સાક્ષી પૂરે છે કે આપ માતૃભાષાને ચાહો છો ..ભાઈ આપણાં બ્લોગ અને ડગલાનો  નો હેતુ પણ  આપણી માતૃભાષા છે ..આપણે બધા જોડાયા છે આટલે દુર આપણી માતૃ ભાષા ને કારણે જ તો ..કહેવાય છે કે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ..પરંતુ, જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે ગુજરાતી.
અને
એટલે જ.. હા, આજના ‘વિશ્વ માતૃભાષા દિવસે’ આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!
લગભગ તમામ દેશોમાં ગુજરાતી પરિવારો વસે છે. આપણા માટે ગર્વની વાત એ છે કે, માત્ર પૃથ્વી પર જ નહીં પરંતુ, અંતરિક્ષમાં પણ ગુજરાતી મૂળનાં લોકો પહોંચી ગયા છે. આપણાં  ગુજરાતી કવિ એ પોતાની સુંદર કાવ્ય રચનામાં ઉલ્લેખ કર્યો છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત..જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત..!! હા મિત્રો તો ચાલો આજના આ શુભ દિને આપણે માતૃભાષાની વંદના કરીએ છીએ,  પરંતુ તેને હવે થોડું વહાલ પણ  કરવાની જરૂર છે.  . તો માતૃ ભાષાને વહાલ  કરવા જરૂરથી પધારશો .. મિત્રો ટુક સમયમાં ડગલો  નવો ગુજરાતી પ્રોગ્રામ લઈને આવી રહ્યો છે .. તો ડગલાના અને શબ્દોનું સર્જનના બ્લોગ પર  આમત્રણ ની  રાહ જોજો .. ..http://gujaratidaglo.wordpress.com/
ભાષા સાથેનો આપણો સંબંધ પરસ્પર છે. આપણે ભાષાને જીવાડશું, માનાં હેતથી માતૃભાષા આપણને જીવાડશે.
“વિશ્વ માતૃભાષા દિવસ”ની શુભેચ્છાઓ સાથે
ગુજરાતી ભાષાનું ગૌરવ દર્શાવતી શ્રી ઉમાશંકર જોષી આ અમર રચના


જે જન્મતાં આશિષ હેમચન્દ્રની

પામી, વિરાગી જિનસાધુઓએ

જેનાં હિંચોળ્યા મમતાથી પારણાં,

રસપ્રભા ભાલણથી લહી જે

નાચી અભંગે નરસિંહ-મીરાં-

અખા તણે નાદ ચડી ઉમંગે

આયુષ્મતી લાડલી પ્રેમભટ્ટની

દ્રઢાય ગોવર્ધનથી બની જે,

અર્ચેલ કાન્તે, દલપત પુત્રે

તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા 

ગાંધીમુખે વિશ્વમાંગલ્યધાત્રી

 

                                                                      – ઉમાશંકર જોષી (૧૯૧૧ – ૧૯૮૮)

 

Posted in ગમતા નો કરીએ ગુલાલ | Tagged , , , , , | Leave a comment