૩૧ – સંવેદનાના પડઘા- મૃગજળ સીંચીને મેં ઉછેરી વેલ-જિગિષા પટેલ

મેધા સાવ કોરીધાકોર આંખથી નાનાભાઈ સોહમની લાશને છેલ્લીવાર એક નજરે જોઈ રહી હતી. ત્રણ દિવસ પછી ફ્લેટના દરવાજો તોડીને તે એક બે તેના નજીકના મિત્રોને લઈને અંદર આવી હતી. ફ્લેટની અંદર ઘૂસતાં જ નાક ફાટી જાય તેવી સોહમના ત્રણ દિવસ પડી રહેલા શબની વાસ, તેણે છેલ્લા સમય સુધી પીધેલા ને ઢોળાએલા દેશી દારુ ,લઠ્ઠા અને ડ્રગની વાસથી બધાંએ રૂમાલથી પોતાના નાક બંધ કરી દીધા. આઘાતો સહન કરીને સુન્ન થઈ ગયેલ મેધાના મગજને આ બધાની હવે કંઈ અસર થતી નહતી…..

મેધા સિવાય સોહમની અંત્યેષ્ટી કરે એવું કોઈ જ આટલા મોટા શહેરમાં હાજર નહોતુ. તેની ઈચ્છા વિરુદ્ધ, ના છૂટકે સોહમે કરેલા છેલ્લા વર્ષોના તેના વર્તનને ભૂલીને લોહીના સગાઈનો છેલ્લો વહેવાર નિભાવવા તે આવી હતી. સગાંઓ અને ઓળખીતા તો અનેક હતા પણ ડ્રગ અને ચિક્કાર દારુના રવાડે ચડેલા સોહમને કોઈની સાથે સંબધ રહ્યા નહતા .કેટલાય સગા-સંબંધીઓ પાસેથી લીધેલ પૈસા તેણે પાછા નહી આપી દારુમાં ને ડ્રગમાં ઉડાવી દીધા હતા. ત્રણ દિવસથી પડી રહીને ફૂલી ગયેલ અને દુર્ગંધ મારતી સોહમની લાશને જેમતેમ વીંટીને શબવાહીનીમાં નાંખી ત્રણચાર જણે અગ્નિદાહ દઈ દીધો.

સોહમના શરીરને ભસ્મીભૂત કરી નાખતી જ્વાલા જાણે મેધાના પથ્થર બની ગયેલ મનને પણ ખદેડી રહ્યું હતું. ભૂતકાળમાં સરી ગયેલ મેધાને સોહમ અને તેનો નાનો લાડકોભાઈ ઓમ સાથેની બાળપણમાં ગુજારેલ પળો યાદ આવી ગઈ. કેવા સરસ દિવસો હતા એ……..

એ રવિવારે ત્રણ થી છના શોમાં અંદાઝ પિક્ચર જોઈને કામા હોટલમાં જમીને ઘેર આવ્યા હતા અને સીઝનનો પહેલો વરસાદ પડતો હતો .સોહમે જીદ કરી ચાલો બધા વરસાદમાં બાઈક પર ભીંજાતા ભીંજાતા આંટો મારવા જઈએ. મમ્મી ના પાડતી હતી તેને પણ સોહુ ખેંચીને લઈ આવ્યો.પપ્પા-મમ્મીની વચ્ચે મેધા બેઠી. નાનકો ઓમ મમ્મીના ખોળામાં અને સોહમ બાઈક પર આગળ . પપ્પાના બે પગ અને છાતીમાં સચવાએલો સોહમ જોર જોરથી ગાતો હતો.

“જિંદગી એક સફર હૈ સુહાના ……..યહાં કલ ક્યા હો કિસને……. જાના
અને બીજા બધા ઓડલે ઓડલે ઓ……….ઉ ………..ઓડલે ઓડલે ઓ……….ઉ………ગાઈને બધા એટલું બધું હસ્યા હતા કે હસતા હસતા આંખો હર્ષાશ્રુથી ઊભરાઈ ગઈ હતી. વરસાદનાં પાણી સાથે હર્ષાશ્રુ ભળી ગયા.જોરદાર પવનના સુસવાટા સાથે વરસતા વરસાદમાં અમે એકબીજાને એટલા જોરથી બંને હાથથી દબાવીને પકડી રાખ્યા હતા કે અમને એમ કે અમે હંમેશ માટે એકબીજાને આવીજ રીતે ભેટીને એકબીજાની હુંફ અને પ્રેમ સાથે જીવન વિતાવીશું.
..
પણ બધું ખતમ થઈ ગયું……….મેધાને પ્રેમથી આગોશમાં લે તેવું કોઈ રહ્યું નહી…..

વીતી ગયેલ જીવનના એક એક પ્રસંગ ચિત્રપટની જેમ તેની નજર સમક્ષ આવી રહ્યા હતા……
ખૂબ ધામધૂમથી પરણાવી હતી પપ્પાએ તેને .પણ દીકરી લીઝાના જન્મના બે જ વર્ષમાં તો તે પાછી આવી ગઈ !સાલસ સ્વભાવની મરતાંને પણ મેર ના કહે તેવી, કામકાજમાં ,રસોઈમાં હોંશિયાર,ડબલ ગ્રેજયુએટ મેધા પિતાને ઘેર પાછી આવી ત્યારે કુટુંબીઓ અને પાડોશીઓ અને સમાજ આખો નવાઈ પામેલો કે મેધા જેવી દીકરી કોને મળે?તે કેમ પાછી આવી????

પોતાના લગ્નજીવનને ટકાવવા બધું જ ચૂપચાપ સહન કરી સાત વર્ષ સુધી ખૂબ પ્રયત્ન કર્યો પણ સાઈકીક પતિ સાથે રહેવું નામુમકીન હતું. મેં મહિનાના ભરબપોરે તડકામાં ખુલ્લે પગે ઊભી રાખી તે તેને ૫૦૦ વાર મારી ભૂલ થઈ ગઈ એવું બોલાવતો.અને એકવાર મેધાએ ઝઘડો વધે નહી તે માટે તેની વાત માની લીધી પછી તો તેને ફાવતું જડી ગયું. મેધા રોટલી પાતળી કરે તો ‘મારા ટિફિનમાં ત્રણ રોટલી સાવ પાતળી મૂકી તે મને ભૂખ્યો માર્યો ,મારી મા તો મને જાડી ત્રણ રોટલી આપતી.’મેધા કહે “કાલથી જાડી પાંચ રોટલી મૂકીશ “તો કહે આજની ભૂલ માટે “ આખી રાત ઊભી રહે અને બસો વાર બોલ કે ફરી આવું કરીશ નહીં તો જ તને તારી ભૂલ સમજાશે.”સાવ નાની નાની વાત પર તેના બેહૂદા વર્તનને તે સમજી શકતી નહી. જેમ તે ઢીલું મૂકીને તેનો અત્યાચાર સહન કરતી ગઈ તેમ તેમ ,તે તેની પર વધુ હાવી થતો ગયો.

એક દિવસ ઉપેને તેને વાગ્યા ઉપર લગાડવાની ટયૂબ લાવવાનું કીધુ હતું .આખો દિવસ લીઝાને તાવ હતો તેથી તે બહાર નીકળી શકી નહી. ઉપેન ઘેર આવે ત્યારે ૫.૩૦ ના ટકોરે તેને ચા જોઈએ.તે દિવસે બેંકમાંથી આવવાના સમયે મેધાએ ચા તૈયાર જ રાખી હતી .જેવી ચા ઉપેનને આપી અને ઉપેને પૂછ્યું “મારી ટયૂબ લાવી છે તું?” ને હજુ ના કહીને મેધા લીઝાના તાવની વાત કહેવા જાય એ પહેલા તો ઉપેને ગરમ ગરમ ચા તેના મોં પર ફેંકી. મેધા ગરમ ચા થી દાઝી ગઈ .તેના મોં પરને હાથ પરની ચામડી ઉતરી ગઈ .મોં પરની ચામડીની સાથોસાથ તેના હ્દદયમાંથી ઉપેન માટેના પતિ તરીકેની લાગણીના બધા જ સ્તર પણ ઉતરી ગયા અને હવે બહુ થયું !તેની ધીરજનો અંત આવી ગયો અને તે પહેર્યા કપડે લીઝાને લઈને પપ્પાને ઘેર આવી ગઈ. નિર્દોષ મેધા ફરી પાછી ક્યારેય ઉપેનને ત્યાં ગઈ નહી.

પપ્પાને ઘેર પાછી આવી અને થોડા જ વખતમાં તેણે અરવિંદ મિલમાં જોબ શરુ કરી દીધી. સોહમને તેની ગર્લફ્રેન્ડ હતી એટલે પપ્પાની ઈચ્છા નહોવા છતાં મેધાએ પપ્પા-મમ્મીને સમજાવી સોહમના લગ્ન તેની ગર્લફ્રેન્ડ સાથે કરવા માટે પપ્પાને મનાવ્યા અને તેના લગ્ન ધામધૂમથી કર્યા.સોહમની પત્ની સુરાલી ખૂબ સુખી ઘરની હતી.તે સંયુક્ત કુટુંબમાં રહેવા માંગતી નહતી .સુરાલીની ઈચ્છા કેનેડા સેટલ થવાની હતી.પપ્પાએ ધમધોકાર ચાલતી ફેક્ટરી છોડીને નોકરી કરવા ગાત્રો થિજાવી દેતી કેનેડાની ઠંડીમાં ન જવા સોહમને સમજાવ્યો પણ તે તો સુરાલીની સાથે કેનેડા જતો જ રહ્યો.

ઓમ હવે પપ્પાને મદદ કરવા એકલોજ હતો.પરતું તે ખૂબ મહેનતુ હતો એટલે અડધા દિવસ તો પપ્પાને ફેક્ટરી પણ આવવા ન દેતો અને કહેતો “પપ્પા હું છું ને તમે બહુ કામ કર્યું હવે આરામ કરો.”
પપ્પા પણ તેની વાત સાંભળતા અને આરામ કરતા.તેની પત્ની પ્રિયા પણ ખૂબ સંસ્કારી હતી અને ઘરમાં સરસ ગોઠવાઈ ગઈ હતી. તેને હવે એક દીકરો પણ આવી ગયો હતો.


મેધાના મહેનતુ સ્વભાવ અને ચીવટપૂર્વકના કામથી તેના બોસ તેના પર બહુ ખુશ હતા. રોજ તે અને મેધા સાથે લંચ કરતા. મેધાના હાથની બનેલ રોજ નવી અને સ્વાદિષ્ટ રસોઈ ખાવાની તેમને ગમતી. તેમને શાંત અને સૌમ્ય મેધા મનમાં વસી ગઈ હતી. બોસ મિસ્ટર અનિમેષ શાહ હજુ કુંવારા હતા. તેમણે મેધાને પ્રપોઝ કર્યું ત્યારે મેધાએ તેમને પૂછ્યું”લીઝા મારી જિંદગી છે તેનું શું ? “ત્યારે તેમણે કીધું” તારી જિંદગીને હું પણ મારી દીકરીની જેમ જ અપનાવીશ તું જરા પણ ચિંતા ન કર.”


મેધાને પણ અનિમેષ ગમતા જ હતા પણ લીઝાને કારણે તેણે તેના મનને પકડીને રાખ્યું હતું. પણ હવે તેના જીવનમાં જાણે વસંત આવી ગઈ હતી. તે ખૂબ ખુશ રહેતી હતી. તે ટાઈમ જોઈને લીઝાને અને ઘરમાં બધાને વાત કરવાની જ હતી ત્યાં તો ભૂકંપ આવી ગયો. એના સપનાનો મહેલ કડડડભૂસ કરતો જમીનદોસ્ત થઈ ગયો.

ઓમ ફેક્ટરીથી રાત્રે આઠ વાગે ઘેર પાછો આવતો હતો અને હાઈવે પર સામેથી આવતી ટ્રકના દારુ પીધેલા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને ઓમ પર ટ્રક ફરી વળી. મોટરબાઈક સાથે તે આખો હતો નહતો થઈ ગયો જુવાનજોધ દીકરાને આમ અચાનક ગુમાવતા મમ્મી-પપ્પાની હાલત જોવાય નહીં તેવી થઈ ગઈ. યુવાન પુત્રવધુ પ્રિયા ,તેનો નાનકડો દીકરો ,વહાલસોયા ભાઈની બહેન મેધા અને પિતાની જગ્યા પૂરા કરતા મામાની વહાલી લીઝુ બધાં જાણે એકસાથે સુનમુન થઈ ગયા હતા.

હવે મેધાએ મક્કમ મનોબળ સાથે ઘરનું સુકાન સંભાળી લીધું. મમ્મી-પપ્પા જે પથારી પકડીને બેસી ગયા હતા તેમને સમજાવ્યા કે આ સમય નિરાશ થઈ બેસી જવાનો નથી. જે થઈ ગયું છે તેને બદલી શકવાના છીએ નહી તો હવે બધા એક થઈ આગળ વધીએ.પપ્પાને ફેક્ટરી રેગ્યુલર જવાનું ચાલુ કરાવ્યુ. પ્રિયાને પણ જોબ શરુ કરાવી.હવે લીઝા પણ મોટી થઈ ગઈ હતી તેથી મમ્મીને ઘરમાં અને નાનાભાઈને રાખવામાં મદદ કરતી. મેધાને અરવિંદ મિલમાં જોબને ઘણા વર્ષો થઈ ગયા હતાં એટલે ખૂબ સરસ પગાર હતો. તેણે તો ઓમ ગુજરી ગયો તેના ચાર દિવસ પહેલાંજ ,તેને અને પપ્પાને કીધુ હતું કે મેં એક સરસ ત્રણ બેડરુમનો ફ્લેટ મારા માટે જોયો છે તો તે ખરીદી લઉં. થોડી લોન લઈ લઈશ. ઓમ અને પપ્પા તો ના પાડતા હતા પણ તે તો ડિપૉઝિટનાં પૈસા તૈયાર કરીને બેઠી હતી પણ માણસ વિચારે તેવું બંધુ જ કયાં થાય છે!!

હવે ઓમના મૃત્યુને બે વર્ષ થઈ ગયા હતા પણ પ્રિયાની ઉંમરતો હજી અઠ્ઠાવીસની જ હતી. તેથી મેધા અને પપ્પાએ સાથે મળીને તેના બીજા લગ્ન કરાવી દીધા. મા દાદાને તેમનો નાનો લાડકો પૌત્ર પોતાની પાસે રાખવો હતો પણ પ્રિયા તેને છોડે કેવી રીતે? ફરી એકવાર ઘર સાવ સુનુ થઈ ગયું. નાના દીકરાની કિલકારીઓનો સૂનકાર અને દીકરી જેવી વહાલસોયી પ્રિયા વગર મમ્મી ડિપ્રેશનમાં આવી ગયા. પપ્પા દિલ પર પથ્થર મૂકી કોરી આંખોએ બધું જોયા કરતા હતાં. મેધા દરેક પરિસ્થિતિમાં ઢાલ બની બધાની કાળજી રાખતી હતી. પોતાના પગારના પણ બધા પૈસા તે ઘરમાં,માતપિતાની દવાઓ અને છોકરાઓની સ્કૂલ-ટયુશનની ફીમાં આપી દેતી.

ઘરનું વાતાવરણ મેધાએ પરાણે થાળે પાડ્યું હતું અને પપ્પાએ માથામાં ખૂબ દુખાવો થતો હોવાની ફરિયાદ કરી.પહેલા તો મેધા અને મમ્મી સમજ્યા કે પ્રિયા અને તેના દીકરાના જવાથી પપ્પાની આવી હાલત થઈ છે ,પણ ડોકટરને બતાવતા ખબર પડી કે તેમને તો બ્રેઈન ટ્યુમર છે અને તરતજ ઓપરેશન કરાવવું પડશે. મેધાએ ઓફીસમાંથી રજા લઈને મુંબઈ લઈ જઈ પપ્પાને ઓપરેશન કરાવ્યુ. સોહમ તો ફોનથી જ ખબર પૂછતો અને ઉપરથી લિકર સ્ટોરમાં તેને નુકસાન થયું છે તેા  ફેક્ટરી હવે પપ્પા ન ચલાવવાના હોય તો વેચીને અડધા પૈસા મને મોકલાવ તેવી વાત મેધાને કરતો. તેને પપ્પાની તબિયતની સંભાળ રાખવાની વાત અને ઑપરેશનમાં ખર્ચનો કેવી રીતે બંદોબસ્ત કર્યો તે પૂછવાને બદલે આવી વાત કરતા સાંભળી મેધા ખૂબ ગુસ્સે થઈ ગઈ.પપ્પા તો મેધાની વાત ફોન પર ચાલતી હતીને જ પરાણે ઊભા થઈને ખૂબ ગુસ્સામાં સોહમ સાથે વાત કરવા આવ્યા પણ મેધાએ પપ્પાને શાંત રાખવા ફોન જ મૂકી દીધો.પણ આ આઘાત તે સહન ન કરી શક્યા અને તેજ રાત્રે હાર્ટએટેક આવતા દુનિયા છોડી ગયા.


હવે મમ્મી ,મેધા અને લીઝા ત્રણ જણ જ રહ્યા. લીઝા તેની ઓફીસમાં કામ કરતા તેના મિત્ર સાથે પરણીને મદ્રાસ સેટલ થઈ હતી. મમ્મી અને મેધા તેમના દિવસો સામાન્ય રુટીનમાં પસાર કરતા હતા. ત્યાં અચાનક એક દિવસ બાજુમાં રહેતા પડોશી બેને મેધાને પૂછ્યું , “મમ્મીને મળવા કોઈ ચંગીભંગી જેવી વ્યક્તિ તારી ગેરહાજરીમાં કોણ આવે છે? અને તે રોજ મમ્મી સાથે મોટા અવાજે ઝઘડો પણ કરે છે!”

મેધા તો એકદમ અચંબામાં પડી ગઈ અને કહે “મને કંઈ ખબર નથી”. તે દિવસે તે ઓફીસથી લંચ પહેલાં જ પાછી આવી ગઈ.

ઘરમાં પણ કબાટોને બધું અસ્તવ્યસ્ત અને ફેંદાએલ હતું પણ તેને એમકે મમ્મીને થોડું દેખાય છે ઓછું અને થાકી જાય એટલે વસ્તુ લઈને સરખી મૂકી નહી શકતી હોય. મમ્મી પણ હમણાંથી ચૂપચાપ, દુ:ખી અને આખો દિવસ પથારીમાં સૂતેલી અને કંઈ વિચાર્યા કરતી હોય તેવું મેધાને લાગતું પણ મેધા પૂછે તો બધું બરાબર છે તેમ જ તે કહેતી. હવે પડોશીની વાત સાંભળી મેધાએ આજે જ્યારે “મમ્મી તને મળવા કોણ આવે છે ?”એમ પૂછ્યું ,તો મમ્મી ખૂબ રડવા લાગી અને મમ્મીએ જે વાત કરી તે સાંભળીને મેધાના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે તો ત્યાં જ બેસી પડી.ધ્રુસકે ધ્રુસકે રડતાં તે મમ્મીને પૂછવા લાગી,

“મમ્મી વીસ વર્ષે આમ એ અચાનક ક્યાંથી આવ્યો?અને તું કહે છે હું મારી સગવડ કરી લઉં અને તારે આ ઘર એને આપી દેવું છે?????હું કયાં જાઉં આટલા વર્ષે? આ મેટ્રોસીટીમાં શહેરની વચ્ચે મને ઘર કયાં મળે? ભાડુ મને કેમ પોસાય?તારું મગજ તો ઠેકાણે છેને મા?”

મેધાને પેલી વાર્તાની મા યાદ આવી ગઈ…..માને મારીને તેનું કાળજું લઈ જતો દીકરો ઠોકર ખાય છે
અને માનું કાળજું બોલે છે ”ખમ્મા બેટા”

એ દિવસે મેધા અનરાધાર વરસી પડી હતી. આભ ફાટે તો થીગડું કયાં મારે?

એટલામાં તો રખડી રખડીને જેનો ગોરો વાન કાળો પડી ગયો હતો ,સિગરેટ પીને જેના દાંત પીળા થઈ ગયા હતા, ડ્રગ અને દારુને રવાડે ચડી હાડપિંજર જેવું શરીર,લાલ આંખો અને બદબૂ મારતું બદન અને મેલાઘેલા કપડાંવાળો સોહમ તેમના ઘરમાં મમ્મીએ આપેલ ચાવીથી ઘર ખોલી ઘૂસી આવ્યો .તેનો આવો ભિખારી જેવો દેખાવ જોઈ બે મિનિટ તો મેધા તેને ઓળખી જ ન શકી.  પણ એતો આવીને મેધાને “નીકળ અમારા ઘરની બહાર “એમ કહી તેને ઢસડીને બહાર કાઢવા લાગ્યો.તેની બૂમાબૂમ સાંભળી પડોશીઓ ભેગા થઈ ગયા.બધાંએ તેને અહીં ફરી આવશે તો પોલીસને સોંપી જેલ ભેગો કરવાની ધમકી આપી ,ધોલધપાટ કરી ભગાડી મૂક્યો કારણકે બધા મેધાને ખૂબ સારી રીતે જાણતાં હતા.

મેધા પથ્થર બની ગઈ હતી! કંઈ સમજાતું નહોતુ.તેની પાસે ન કોઈ મૂડી હતી ન કોઈ બચત.ઘર પરિવાર અને માતા-પિતા પાછળ તેણે બધું જ ન્યોછાવર કરી દીધું હતું.

સોહમને સુરાલીએ પાંચ વર્ષથી પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો હતો. લીકર સ્ટોરમાં નુકસાન ગયું. મિત્ર બધું દેવું તેને ઓઢાડીને જતો રહ્યો. જે પત્નીને લીધે પોતાના માબાપ અને કુટુંબને છોડ્યું હતું તેણે તેને જ રોડ પર મૂકી દીધો. સાવ નિરાધાર અને એકલો અટૂલો પરદેશમાં તે દારુ અને ડ્રગને રવાડે ચડી ભિખારીની દશામાં જીવન ગુજારતો હતો.ચોરી કરીને પૈસા મારીને તે જેમતેમ કરી ભારત ભાગી આવ્યો હતો.

તેણે આવીને મેધાને ખબર નપડે તેમ મમ્મી પાસેથી પૈસા લેવા માંડ્યા.”આ ઘર તો પપ્પાનું છે તેના પર તો મારો હક્ક છે મેધા તો કમાય છે એટલે તે તો બીજે રહી શકે.હવે હું આવી ગયો છું તારું દયાન રાખવા જેવી મીઠી અને લોભામણી વાતો કરી માની લાગણીને ખોતરવા લાગ્યો.”પહેલેથી જ થોડી સામાન્ય બુધ્ધિની મા તેને ઘરમાં મેધાથી છાનામાના પેાષતી રહી.

પણ તે દિવસના મારામારીના બનાવ પછી તે પાછો આવી શકે તેમ હતો નહી.

છેવટે તેના વ્યસનની હવસ તેનો જીવ લઈને રહી.તેને લોહીના સગાઈને નાતે વળાવીને મમ્મીને ન્હાવા ઉઠાડવા મેધા ગઈ તો સોહમના મોતના સમાચાર સાંભળી મા પણ ત્યાંજ ઢળી પડી …..મેધા માને વળગીને જોર જોરથી રડતી રહી મા…..ઓ ….મા
મને આમ એકલી છોડીને ના જા ના…..જા….

સુખ હમેશાં ડોકિયું કરીને મેધાના જીવનમાંથી ચાલ્યું ગયું….

મેધા આખી જિંદગી સુખની શોધના મૃગજળ સીંચીંને જીવનવેલ ઉછેરતી રહી……Posted in જીગીષા પટેલ, સંવેદનાના પડઘા | Leave a comment

સંવેદનાના પડઘા-૩૧ મૃગજળ સીંચીંને મેં ઉછેરી જીવનવેલ

મેધા સાવ કોરીધાકોર આંખથી નાનાભાઈ સોહમની લાશને છેલ્લીવાર એક નજરે જોઈ રહી હતી. ત્રણ દિવસ પછી ફ્લેટના દરવાજો તોડીને તે એક બે તેના નજીકના મિત્રોને લઈને અંદર આવી હતી. ફ્લેટની અંદર ઘૂસતાં જ નાક ફાટી જાય તેવી સોહમના ત્રણ દિવસ પડી રહેલા શબની વાસ, તેણે છેલ્લા સમય સુધી પીધેલા ને ઢોળાએલા દેશી દારુ ,લઠ્ઠા અને ડ્રગની વાસથી બધાંએ રૂમાલથી પોતાના નાક બંધ કરી દીધા. આઘાતો સહન કરીને સુન્ન થઈ ગયેલ મેધાના મગજને આ બધાની હવે કંઈ અસર થતી નહતી…..

મેધા સિવાય સોહમની અંત્યેષ્ટી કરે એવું કોઈ જ આટલા મોટા શહેરમાં હાજર નહોતુ. તેની ઈચ્છા વિરુદ્ધ, ના છૂટકે સોહમે કરેલા છેલ્લા વર્ષોના તેના વર્તનને ભૂલીને લોહીના સગાઈનો છેલ્લો વહેવાર નિભાવવા તે આવી હતી. સગાંઓ અને ઓળખીતા તો અનેક હતા પણ ડ્રગ અને ચિક્કાર દારુના રવાડે ચડેલા સોહમને કોઈની સાથે સંબધ રહ્યા નહતા .કેટલાય સગાસંબંધીઓ પાસેથી લીધેલ પૈસા તેણે પાછા નહી આપી દારુમાં ને ડ્રગમાં ઉડાવી દીધા હતા. ત્રણ દિવસથી પડી રહીને ફૂલી ગયેલ અને દુર્ગંધ મારતી સોહમની લાશને જેમતેમ વીંટીને શબવાહીનીમાં નાંખી ત્રણચાર જણે અગ્નિદાહ દઈ દીધો.

સોહમના શરીરને ભસ્મીભૂત કરી નાખતી જ્વાલા જાણે મેધાના પથ્થર બની ગયેલ મનને પણ ખદેડી રહ્યું હતું. ભૂતકાળમાં સરી ગયેલ મેધાને સોહમ અને તેનો નાનો લાડકોભાઈ ઓમ સાથેની બાળપણમાં ગુજારેલ પળો યાદ આવી ગઈ. કેવા સરસ દિવસો હતા એ……..

એ રવિવારે ત્રણ થી છના શોમાં અંદાઝ પિક્ચર જોઈને કામા હોટલમાં જમીને ઘેર આવ્યા હતા અને સીઝનનો પહેલો વરસાદ પડતો હતો .સોહમે જીદ કરી ચાલો બધા વરસાદમાં બાઈક પર ભીંજાતા ભીંજાતા આંટો મારવા જઈએ. મમ્મી ના પાડતી હતી તેને પણ સોહુ ખેંચીને લઈ આવ્યો.પપ્પા-મમ્મીની વચ્ચે મેધા બેઠી. નાનકો ઓમ મમ્મીના ખોળામાં અને સોહમ બાઈક પર આગળ . પપ્પાના બે પગ અને છાતીમાં સચવાએલો સોહમ જોર જોરથી ગાતો હતો.

જિંદગી એક સફર હૈ સુહાના ……..યહાં કલ ક્યા હો કિસને……. જાના
અને બીજા બધા ઓડલે ઓડલે ઓ……….ઉ ………..ઓડલે ઓડલે ઓ……….ઉ………ગાઈને બધા એટલું બધું હસ્યા હતા કે હસતા હસતા આંખો હર્ષાશ્રુથી ઊભરાઈ ગઈ હતી. વરસાદનાં પાણી સાથે હર્ષાશ્રુ ભળી ગયા.જોરદાર પવનના સુસવાટા સાથે વરસતા વરસાદમાં અમે એકબીજાને એટલા જોરથી બંને હાથથી દબાવીને પકડી રાખ્યા હતા કે અમને એમ કે અમે હંમેશ માટે એકબીજાને આવીજ રીતે ભેટીને એકબીજાની હુંફ અને પ્રેમ સાથે જીવન વિતાવીશું.
..
પણ બધું ખતમ થઈ ગયું……….મેધાને પ્રેમથી આગોશમાં લે તેવું કોઈ રહ્યું નહી…..

વીતી ગયેલ જીવનના એક એક પ્રસંગ ચિત્રપટની જેમ તેની નજર સમક્ષ આવી રહ્યા હતા……
ખૂબ ધામધૂમથી પરણાવી હતી પપ્પાએ તેને .પણ દીકરી લીઝાના જન્મના બે જ વર્ષમાં તો તે પાછી આવી ગઈ !સાલસ સ્વભાવની મરતાંને પણ મેર ના કહે તેવી, કામકાજમાં ,રસોઈમાં હોંશિયાર,ડબલ ગ્રેજયુએટ મેધા પિતાને ઘેર પાછી આવી ત્યારે કુટુંબીઓ અને પાડોશીઓ અને સમાજ આખો નવાઈ પામેલો કે મેધા જેવી દીકરી કોને મળે?તે કેમ પાછી આવી????

પોતાના લગ્નજીવનને ટકાવવા બધું જ ચૂપચાપ સહન કરી સાત વર્ષ સુધી ખૂબ પ્રયત્ન કર્યો પણ સાઈકીક પતિ સાથે રહેવું નામુમકીન હતું. મેં મહિનાના ભરબપોરે તડકામાં ખુલ્લે પગે ઊભી રાખી તે તેને ૫૦૦ વાર મારી ભૂલ થઈ ગઈ એવું બોલાવતો.અને એકવાર મેધાએ ઝઘડો વધે નહી તે માટે તેની વાત માની લીધી પછી તો તેને ફાવતું જડી ગયું. મેધા રોટલી પાતળી કરે તો ‘મારા ટિફિનમાં ત્રણ રોટલી સાવ પાતળી મૂકી તે મને ભૂખ્યો માર્યો ,મારી મા તો મને જાડી ત્રણ રોટલી આપતી.’મેધા કહે “કાલથી જાડી પાંચ રોટલી મૂકીશ “તો કહે આજની ભૂલ માટે “ આખી રાત ઊભી રહે અને બસો વાર બોલ કે ફરી આવું કરીશ નહીં તો જ તને તારી ભૂલ સમજાશે.”સાવ નાની નાની વાત પર તેના બેહૂદા વર્તનને તે સમજી શકતી નહી. જેમ તે ઢીલું મૂકીને તેનો અત્યાચાર સહન કરતી ગઈ તેમ તેમ ,તે તેની પર વધુ હાવી થતો ગયો.

એક દિવસ ઉપેને તેને વાગ્યા ઉપર લગાડવાની ટયૂબ લાવવાનું કીધુ હતું .આખો દિવસ લીઝાને તાવ હતો તેથી તે બહાર નીકળી શકી નહી. ઉપેન ઘેર આવે ત્યારે ૫.૩૦ ના ટકોરે તેને ચા જોઈએ.તે દિવસે બેંકમાંથી આવવાના સમયે મેધાએ ચા તૈયાર જ રાખી હતી .જેવી ચા ઉપેનને આપી અને ઉપેને પૂછ્યું “મારી ટયૂબ લાવી છે તું?” ને હજુ ના કહીને મેધા લીઝાના તાવની વાત કહેવા જાય એ પહેલા તો ઉપેને ગરમ ગરમ ચા તેના મોં પર ફેંકી. મેધા ગરમ ચા થી દાઝી ગઈ .તેના મોં પરને હાથ પરની ચામડી ઉતરી ગઈ .મોં પરની ચામડીની સાથોસાથ તેના હ્દદયમાંથી ઉપેન માટેના પતિ તરીકેની લાગણીના બધા જ સ્તર પણ ઉતરી ગયા અને હવે બહુ થયું !તેની ધીરજનો અંત આવી ગયો અને તે પહેર્યા કપડે લીઝાને લઈને પપ્પાને ઘેર આવી ગઈ. નિર્દોષ મેધા ફરી પાછી ક્યારેય ઉપેનને ત્યાં ગઈ નહી.

પપ્પાને ઘેર પાછી આવી અને થોડા જ વખતમાં તેણે અરવિંદ મિલમાં જોબ શરુ કરી દીધી. સોહમને તેની ગર્લફ્રેન્ડ હતી એટલે પપ્પાની ઈચ્છા નહોવા છતાં મેધાએ પપ્પા-મમ્મીને સમજાવી સોહમના લગ્ન તેની ગર્લફ્રેન્ડ સાથે કરવા માટે પપ્પાને મનાવ્યા અને તેના લગ્ન ધામધૂમથી કર્યા.સોહમની પત્ની સુરાલી ખૂબ સુખી ઘરની હતી.તે સંયુક્ત કુટુંબમાં રહેવા માંગતી નહતી .સુરાલીની ઈચ્છા કેનેડા સેટલ થવાની હતી.પપ્પાએ ધમધોકાર ચાલતી ફેક્ટરી છોડીને નોકરી કરવા ગાત્રો થિજાવી દેતી કેનેડાની ઠંડીમાં ન જવા સોહમને સમજાવ્યો પણ તે તો સુરાલીની સાથે કેનેડા જતો જ રહ્યો.

ઓમ હવે પપ્પાને મદદ કરવા એકલોજ હતો.પરતું તે ખૂબ મહેનતુ હતો એટલે અડધા દિવસ તો પપ્પાને ફેક્ટરી પણ આવવા ન દેતો અને કહેતો “પપ્પા હું છું ને તમે બહુ કામ કર્યું હવે આરામ કરો.”
પપ્પા પણ તેની વાત સાંભળતા અને આરામ કરતા.તેની પત્ની પ્રિયા પણ ખૂબ સંસ્કારી હતી અને ઘરમાં સરસ ગોઠવાઈ ગઈ હતી. તેને હવે એક દીકરો પણ આવી ગયો હતો.

મેધાના મહેનતુ સ્વભાવ અને ચીવટપૂર્વકના કામથી તેના બોસ તેના પર બહુ ખુશ હતા. રોજ તે અને મેધા સાથે લંચ કરતા. મેધાના હાથની બનેલ રોજ નવી અને સ્વાદિષ્ટ રસોઈ ખાવાની તેમને ગમતી. તેમને શાંત અને સૌમ્ય મેધા મનમાં વસી ગઈ હતી. બોસ મિસ્ટર અનિમેષ શાહ હજુ કુંવારા હતા. તેમણે મેધાને પ્રપોઝ કર્યું ત્યારે મેધાએ તેમને પૂછ્યું”લીઝા મારી જિંદગી છે તેનું શું ? “ત્યારે તેમણે કીધું” તારી જિંદગીને હું પણ મારી દીકરીની જેમ જ અપનાવીશ તું જરા પણ ચિંતા ન કર.”

મેધાને પણ અનિમેષ ગમતા જ હતા પણ લીઝાને કારણે તેણે તેના મનને પકડીને રાખ્યું હતું. પણ હવે તેના જીવનમાં જાણે વસંત આવી ગઈ હતી. તે ખૂબ ખુશ રહેતી હતી. તે ટાઈમ જોઈને લીઝાને અને ઘરમાં બધાને વાત કરવાની જ હતી ત્યાં તો ભૂકંપ આવી ગયો. એના સપનાનો મહેલ કડડડભૂસ કરતો જમીનદોસ્ત થઈ ગયો.

ઓમ ફેક્ટરીથી રાત્રે આઠ વાગે ઘેર પાછો આવતો હતો અને હાઈવે પર સામેથી આવતી ટ્રકના દારુ પીધેલા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને ઓમ પર ટ્રક ફરી વળી. મોટરબાઈક સાથે તે આખો હતો નહતો થઈ ગયો જુવાનજોધ દીકરાને આમ અચાનક ગુમાવતા મમ્મી-પપ્પાની હાલત જોવાય નહીં તેવી થઈ ગઈ. યુવાન પુત્રવધુ પ્રિયા ,તેનો નાનકડો દીકરો ,વહાલસોયા ભાઈની બહેન મેધા અને પિતાની જગ્યા પૂરા કરતા મામાની વહાલી લીઝુ બધાં જાણે એકસાથે સુનમુન થઈ ગયા હતા.

હવે મેધાએ મક્કમ મનોબળ સાથે ઘરનું સુકાન સંભાળી લીધું. મમ્મી-પપ્પા જે પથારી પકડીને બેસી ગયા હતા તેમને સમજાવ્યા કે આ સમય નિરાશ થઈ બેસી જવાનો નથી. જે થઈ ગયું છે તેને બદલી શકવાના છીએ નહી તો હવે બધા એક થઈ આગળ વધીએ.પપ્પાને ફેક્ટરી રેગ્યુલર જવાનું ચાલુ કરાવ્યુ. પ્રિયાને પણ જોબ શરુ કરાવી.હવે લીઝા પણ મોટી થઈ ગઈ હતી તેથી મમ્મીને ઘરમાં અને નાનાભાઈને રાખવામાં મદદ કરતી. મેધાને અરવિંદ મિલમાં જોબને ઘણા વર્ષો થઈ ગયા હતાં એટલે ખૂબ સરસ પગાર હતો. તેણે તો ઓમ ગુજરી ગયો તેના ચાર દિવસ પહેલાંજ ,તેને અને પપ્પાને કીધુ હતું કે મેં એક સરસ ત્રણ બેડરુમનો ફ્લેટ મારા માટે જોયો છે તો તે ખરીદી લઉં. થોડી લોન લઈ લઈશ. ઓમ અને પપ્પા તો ના પાડતા હતા પણ તે તો ડિપૉઝિટનાં પૈસા તૈયાર કરીને બેઠી હતી પણ માણસ વિચારે તેવું બંધુ જ કયાં થાય છે!!

હવે ઓમના મૃત્યુને બે વર્ષ થઈ ગયા હતા પણ પ્રિયાની ઉંમરતો હજી અઠ્ઠાવીસની જ હતી. તેથી મેધા અને પપ્પાએ સાથે મળીને તેના બીજા લગ્ન કરાવી દીધા. મા દાદાને તેમનો નાનો લાડકો પૌત્ર પોતાની પાસે રાખવો હતો પણ પ્રિયા તેને છોડે કેવી રીતે? ફરી એકવાર ઘર સાવ સુનુ થઈ ગયું. નાના દીકરાની કિલકારીઓનો સૂનકાર અને દીકરી જેવી વહાલસોયી પ્રિયા વગર મમ્મી ડિપ્રેશનમાં આવી ગયા. પપ્પા દિલ પર પથ્થર મૂકી કોરી આંખોએ બધું જોયા કરતા હતાં. મેધા દરેક પરિસ્થિતિમાં ઢાલ બની બધાની કાળજી રાખતી હતી. પોતાના પગારના પણ બધા પૈસા તે ઘરમાં,માતપિતાની દવાઓ અને છોકરાઓની સ્કૂલ-ટયુશનની ફીમાં આપી દેતી.

ઘરનું વાતાવરણ મેધાએ પરાણે થાળે પાડ્યું હતું અને પપ્પાએ માથામાં ખૂબ દુખાવો થતો હોવાની ફરિયાદ કરી.પહેલા તો મેધા અને મમ્મી સમજ્યા કે પ્રિયા અને તેના દીકરાના જવાથી પપ્પાની આવી હાલત થઈ છે ,પણ ડોકટરને બતાવતા ખબર પડી કે તેમને તો બ્રેઈન ટ્યુમર છે અને તરતજ ઓપરેશન કરાવવું પડશે. મેધાએ ઓફીસમાંથી રજા લઈને મુંબઈ લઈ જઈ પપ્પાને ઓપરેશન કરાવ્યુ. સોહમ તો ફોનથી જ ખબર પૂછતો અને ઉપરથી લિકર સ્ટોરમાં તેને નુકસાન થયું છે તેા  ફેક્ટરી હવે પપ્પા ન ચલાવવાના હોય તો વેચીને અડધા પૈસા મને મોકલાવ તેવી વાત મેધાને કરતો. તેને પપ્પાની તબિયતની સંભાળ રાખવાની વાત અને ઑપરેશનમાં ખર્ચનો કેવી રીતે બંદોબસ્ત કર્યો તે પૂછવાને બદલે આવી વાત કરતા સાંભળી મેધા ખૂબ ગુસ્સે થઈ ગઈ.પપ્પા તો મેધાની વાત ફોન પર ચાલતી હતીને જ પરાણે ઊભા થઈને ખૂબ ગુસ્સામાં સોહમ સાથે વાત કરવા આવ્યા પણ મેધાએ પપ્પાને શાંત રાખવા ફોન જ મૂકી દીધો.પણ આ આઘાત તે સહન ન કરી શક્યા અને તેજ રાત્રે હાર્ટએટેક આવતા દુનિયા છોડી ગયા.

હવે મમ્મી ,મેધા અને લીઝા ત્રણ જણ જ રહ્યા. લીઝા તેની ઓફીસમાં કામ કરતા તેના મિત્ર સાથે પરણીને મદ્રાસ સેટલ થઈ હતી. મમ્મી અને મેધા તેમના દિવસો સામાન્ય રુટીનમાં પસાર કરતા હતા. ત્યાં અચાનક એક દિવસ બાજુમાં રહેતા પડોશી બેને મેધાને પૂછ્યું , “મમ્મીને મળવા કોઈ ચંગીભંગી જેવી વ્યક્તિ તારી ગેરહાજરીમાં કોણ આવે છે? અને તે રોજ મમ્મી સાથે મોટા અવાજે ઝઘડો પણ કરે છે!”

મેધા તો એકદમ અચંબામાં પડી ગઈ અને કહે “મને કંઈ ખબર નથી”. તે દિવસે તે ઓફીસથી લંચ પહેલાં જ પાછી આવી ગઈ.

ઘરમાં પણ કબાટોને બધું અસ્તવ્યસ્ત અને ફેંદાએલ હતું પણ તેને એમકે મમ્મીને થોડું દેખાય છે ઓછું અને થાકી જાય એટલે વસ્તુ લઈને સરખી મૂકી નહી શકતી હોય. મમ્મી પણ હમણાંથી ચૂપચાપ, દુ:ખી અને આખો દિવસ પથારીમાં સૂતેલી અને કંઈ વિચાર્યા કરતી હોય તેવું મેધાને લાગતું પણ મેધા પૂછે તો બધું બરાબર છે તેમ જ તે કહેતી. હવે પડોશીની વાત સાંભળી મેધાએ આજે જ્યારે “મમ્મી તને મળવા કોણ આવે છે ?”એમ પૂછ્યું ,તો મમ્મી ખૂબ રડવા લાગી અને મમ્મીએ જે વાત કરી તે સાંભળીને મેધાના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે તો ત્યાં જ બેસી પડી.ધ્રુસકે ધ્રુસકે રડતાં તે મમ્મીને પૂછવા લાગી,

મમ્મી વીસ વર્ષે આમ એ અચાનક ક્યાંથી આવ્યો?અને તું કહે છે હું મારી સગવડ કરી લઉં અને તારે આ ઘર એને આપી દેવું છે?????હું કયાં જાઉં આટલા વર્ષે? આ મેટ્રોસીટીમાં શહેરની વચ્ચે મને ઘર કયાં મળે? ભાડુ મને કેમ પોસાય?તારું મગજ તો ઠેકાણે છેને મા?”

મેધાને પેલી વાર્તાની મા યાદ આવી ગઈ…..માને મારીને તેનું કાળજું લઈ જતો દીકરો ઠોકર ખાય છે
અને માનું કાળજું બોલે છે ”ખમ્મા બેટા”

એ દિવસે મેધા અનરાધાર વરસી પડી હતી. આભ ફાટે તો થીગડું કયાં મારે?

એટલામાં તો રખડી રખડીને જેનો ગોરો વાન કાળો પડી ગયો હતો ,સિગરેટ પીને જેના દાંત પીળા થઈ ગયા હતા, ડ્રગ અને દારુને રવાડે ચડી હાડપિંજર જેવું શરીર,લાલ આંખો અને બદબૂ મારતું બદન અને મેલાઘેલા કપડાંવાળો સોહમ તેમના ઘરમાં મમ્મીએ આપેલ ચાવીથી ઘર ખોલી ઘૂસી આવ્યો .તેનો આવો ભિખારી જેવો દેખાવ જોઈ બે મિનિટ તો મેધા તેને ઓળખી જ ન શકી.  પણ એતો આવીને મેધાને “નીકળ અમારા ઘરની બહાર “એમ કહી તેને ઢસડીને બહાર કાઢવા લાગ્યો.તેની બૂમાબૂમ સાંભળી પડોશીઓ ભેગા થઈ ગયા.બધાંએ તેને અહીં ફરી આવશે તો પોલીસને સોંપી જેલ ભેગો કરવાની ધમકી આપી ,ધોલધપાટ કરી ભગાડી મૂક્યો કારણકે બધા મેધાને ખૂબ સારી રીતે જાણતાં હતા.

મેધા પથ્થર બની ગઈ હતી! કંઈ સમજાતું નહોતુ.તેની પાસે ન કોઈ મૂડી હતી ન કોઈ બચત.ઘર પરિવાર અને માતા-પિતા પાછળ તેણે બધું જ ન્યોછાવર કરી દીધું હતું.

સોહમને સુરાલીએ પાંચ વર્ષથી પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો હતો. લીકર સ્ટોરમાં નુકસાન ગયું. મિત્ર બધું દેવું તેને ઓઢાડીને જતો રહ્યો. જે પત્નીને લીધે પોતાના માબાપ અને કુટુંબને છોડ્યું હતું તેણે તેને જ રોડ પર મૂકી દીધો. સાવ નિરાધાર અને એકલો અટૂલો પરદેશમાં તે દારુ અને ડ્રગને રવાડે ચડી ભિખારીની દશામાં જીવન ગુજારતો હતો.ચોરી કરીને પૈસા મારીને તે જેમતેમ કરી ભારત ભાગી આવ્યો હતો.

તેણે આવીને મેધાને ખબર નપડે તેમ મમ્મી પાસેથી પૈસા લેવા માંડ્યા.”આ ઘર તો પપ્પાનું છે તેના પર તો મારો હક્ક છે મેધા તો કમાય છે એટલે તે તો બીજે રહી શકે.હવે હું આવી ગયો છું તારું દયાન રાખવા જેવી મીઠી અને લોભામણી વાતો કરી માની લાગણીને ખોતરવા લાગ્યો.”પહેલેથી જ થોડી સામાન્ય બુધ્ધિની મા તેને ઘરમાં મેધાથી છાનામાના પેાષતી રહી.

પણ તે દિવસના મારામારીના બનાવ પછી તે પાછો આવી શકે તેમ હતો નહી.

છેવટે તેના વ્યસનની હવસ તેનો જીવ લઈને રહી.તેને લોહીના સગાઈને નાતે વળાવીને મમ્મીને ન્હાવા ઉઠાડવા મેધા ગઈ તો સોહમના મોતના સમાચાર સાંભળી મા પણ ત્યાંજ ઢળી પડી …..મેધા માને વળગીને જોર જોરથી રડતી રહી મા…..ઓ ….મા
મને આમ એકલી છોડીને ના જા ના…..જા….

સુખ હમેશાં ડોકિયું કરીને મેધાના જીવનમાંથી ચાલ્યું ગયું….

મેધા આખી જિંદગી સુખની શોધના મૃગજળ સીંચીંને જીવનવેલ ઉછેરતી રહી……

Posted in Uncategorized | 2 Comments

વાત્સલ્યની વેલી ૨૮) સમસ્યાઓ ,અંધકાર અને ઉકળાટ !

વાત્સલ્યની વેલી ૨૮) સમસ્યાઓ ,અંધકાર અને ઉકળાટ !
ડે કેરમાં બપોરે ત્રણ વાગ્યાનો સમય – એટલે પૂરો ઘોંઘાટ, હલચલ અને આવનજાવન! નાનાં બાળકો ઊંઘમાંથી ઉઠતાં હોય એટલે એક ટીચર ડાયપર,બાથરૂમ, હાથ ધોવડાવવા વગેરેમાં પુરી બીઝી હોય! બીજી બેન બાળકોની નાનકડી પલંગડીઓ ( ખાટલા ) બ્લેન્કેટ ઓશિકા વગેરે ઉપાડી ગોઠવવામાં તલ્લીન હોય તો ત્રીજી ટીચર બાળકોનો નાસ્તો તૈયાર કરવામાં લીન હોય! અને એ જ સમયે સુભાષ પણ અમુક બાળકોને સ્કૂલેથી આફ્ટર સ્કૂલ પ્રોગ્રામ માટે લઇ આવે!
બે ચાર બાળકો સ્કૂલ બસમાં સ્કૂલમાંથી આફ્ટર સ્કૂલ માટે આવે. તેમને બસમાંથી સેન્ટરમાં અંદર લઇ આવવાનું કામ મારું! બધાં પોતાનાં જેકેટ વગેરે ઉતારીને પોતાની જગ્યાએ લટકાવે અને પછી હાથ ધોઈ બપોરના નાસ્તામાં જોડાય !
આ જેટલો બીઝી સમય એટલો જ સુંદર, ગમેતેને ગમી જાય તેવું મનોહર દ્રશ્ય હોય! બધાં જ બાળકો પોતપોતાના ટેબલ પર ગોઠવાઈ જાય અને જે આનંદથી વાતો કરે તે કલબલાટ અને કલરવ એક મધુર સંતોષ સાથે ઘડી ભર હું પણ માણું! અને મારી બેટરી રિચાર્જ થઇ જાય!
એક દિવસ જેસન સ્કૂલ બસમાંથી ઉતર્યો પણ એણે જેકેટ કાઢ્યું નહીં !
“અરે બેટા, જેકેટ , સ્કાર્ફ બધું કાઢીને લાવ અહીં તારી ખીંટી ઉપર લટકાવી દઉં” મેં એને કહ્યું , પણ એણે ના પાડી !
મેં સ્વાભાવિકતાથી એને તપાસ્યો . ના , તાવ નહોતો !
પણ એણે બધાં બાળકો સાથે બેસીને નાસ્તો કરવાની પણ ના પાડી! “ મને ભૂખ નથી!” એણે કહ્યું. “ પણ હું અહીં બારી પાસે લાયબ્રેરીમાં બેસીને ચોપડી વાંચું ?” એણે પૂછ્યું .
મેં જોયું કે એને નાસ્તો કરવામાં રસ નહોતો , વળી અંદરના ભોજન એરિયામાં બેસવાને બદલે એને સ્કૂલના આગળના લાયબ્રેરી વિભાગમાં ત્યાં બારણાં નજીક બેસવું હતું ,જ્યાં સામાન્ય રીતે કોઈ પેરન્ટ બાળકની રાહ જોવા બેસતાં.
જેસન અમારે ત્યાં પહેલી બૅચથી જ આવતો હતો. ત્યારે એ ચાર વર્ષનો હતો, હવે સાતેક વર્ષનો થયો હતો. એની મમ્મી સ્વભાવે સ્ટ્રીક , થોડી ગુસ્સાવાળી અને દેખાવે સુંદર હતી . ક્યારેય એણે અમને જેસનના પપ્પા વિષે કશું જ કહ્યું નહોતું . “He is not in our lives !એ અમારી લાઈફમાં જ નથી! “એણે મને રજીસ્ટ્રેશન વખતે સ્પષ્ટ કહ્યું હતું. વળી ફાધર્સ ડે સેલિબ્રેશન વખતે એ જયારે જેસનને લેવા આવી ત્યારે એણે એક વાર કડક શબ્દોમાં જેસનને કહ્યું હતું; “ તારે બાપ નથી, હવે ફરીથી પૂછાપૂછ કરીશ નહીં !”
બ્લાન્ડ વાળ અને ભૂરી આંખોવાળો જેસન મને કદાચ પહેલેથી જ વ્હાલો હતો. અને આવા પ્રસંગો પછી તો વધારે અનુકંપા અને પ્રેમને પાત્ર બની ગયો હતો!
બાળકો પ્રેમના ભૂખ્યાં હોય છે. એમને વ્હાલ કરવું , પંપાળવાં અને થોડો સમય આપવો એ પ્રત્યેક માં બાપની ફરજ છે. પણ, કામના દબાણ હેઠળ , આગળ વધવાની હરીફાઈમાં કે ક્યારેક વ્યક્તિની પ્રતિભા જ એવી હોય કે જેને પોતાના બાળક સાથેય સમય ગાળવાનું ફાવતું ના હોય. મેં આવી મમ્મીઓ પણ જોઈ છે. હા , હજુ આજે પણ ઘણાં પપ્પાઓ બાળ ઉછેરને મમ્મીનું કામ જ ગણે છે. આ બધી માન્યતાઓ અને પરિસ્થિતિમાં છેવટે તો બાળક જ સહન કરે છે!
એ દિવસે બપોરે ત્રણ સવા ત્રણ વાગે જયારે બધાં જ બાળકો સેન્ડવીચ , ફ્રૂટ અને દૂધનો નાસ્તો કરી રહ્યાં હતાં અને બે ચાર મિનિટ હું એ બધાં બાળકો સાથે વાતો કરીને જેસનને કદાચ તાવ હોય તો? એમ વિચારી થર્મોમીટર લઈને લાયબ્રેરી એરિયામાં આવી તો જેસન ગાયબ !!
મને તરત જ ઝબકારો થયો કે હમણાં ક્રિશ્ચમસ પાર્ટીમાં એણે જીદ્દ કરી હતી કોઈ બાબતમાં અને ગુસ્સામાં એની મમ્મીએ પગ પછાડેલ ! સહેજ પણ વિલંબ કર્યા વિના અમે પોલીસને બોલાવી …. એ સાંજ આખી ટેંશનમાં ગઈ .. છેવટે એ એના પપ્પા સાથે એના એલિમેન્ટ્રી સ્કૂલના મિત્રને ત્યાંથી મળ્યો ! એ વર્ષોમાં જ તમારાં ખોવાઈ ગયેલ સગાંને શોધવાની વેબ સાઈટ શરૂ થયેલી . એમાં સો ડોલર ભરીને માહિતી મળી શક્તિ ( હવે ફેસબુક વગેરેથી આ બધું સાવ સરળ બની ગયું છે. પણ પચ્ચીસેક વર્ષ પહેલા હજુ આ બધાની શરૂઆત જ થતી હતી.)

આ પ્રસંગથી અમે અંદરથી પૂરાં હચમચી ગયાં. ડે કેર સેન્ટરના નિયમો અનુસાર મુખ્ય દ્વારની એ સ્ટોપર – ઠેસી – અમે બદલી શકીએ તેમ નહોતાં , કારણકે આગ લાગે કે એવી ઇમર્જન્સીમાં તાત્કાલિક દોડીને બહાર જઈ શકાય તે માટે બસ , આવી જ સ્ટોપર રાખવી જરૂરી હતી – હજુ આજેય એજ પ્રકારની સ્ટોપર, કે બહારની બાજુથી ચાવી સાથે જ ખુલે ,તે અમે વાપરીએ છીએ !
અમે પુરપાટ દોડતી ગાડીમાં જાણેકે મુસાફરી કરી રહ્યાં હતાં! સુભાષને પણ એનાં પચ્ચાસેક જેટલાં એપાર્ટમેન્ટ્સને સાંભળવાનાં હતાં, એમાંયે મેં આગળ જણાવ્યું તેમ ભાડુઅતોના પ્રશ્નો હતાં જ! એક વાર તો (હું )છેક ટી વી માંયે સમાચારમાં આવી ગયેલ !
આ બધા સ્ટ્રેસની સૌથી પહેલાં સુભાષ ઉપર અસર થઇ ! એક જાતનો માનસિક ભય ઘેરાઈ ગયો, જેને ફોબિયા કહેવાય છે .તેમાંથી બહાર આવતાં દોઢેક વર્ષ થયું પણ થેરાપી, દવા અને દુઆએ સચોટ કામ કર્યું .અમે ઘણાં બધાં પ્રોગ્રામો બંધ કરીને માત્ર પ્રિસ્કૂલની સેવાઓ જ ચાલુ રાખી .છ વર્ષથી મોટાં છોકરાંઓ લેવાનું બંધ કર્યું, તે સાથે હોમવર્ક હેલ્પ ,ડાન્સ લેસન , સ્કૂલેથી લેવા મુકવાની પીક અપ સર્વિસ વગેરે બધું બંધ કરી દીધું . આપણામાં કહેવત છે કે વાળ્યો ના વળે એ હાર્યો વળે! હા , જીવનના જંગમાં હારી જતાં હોઈએ એમ લાગતું હતું …. વાત્સલ્યની વેલડીને ઉછેરતાં ક્યાંક ખાડામાં ધકેલાઈ ગયેલ હું જાણેકે કોઈ મને બહાર ખેંચે તેમ મદદની અરજ કરતી હતી..
વધુ આવતા અંકે !

Posted in ગીતાબેન ભટ્ટ, ચિન્તન લેખ, માહિતી લેખ, વાત્સલ્યની વેલી | 7 Comments

૩૧ – કવિતા શબ્દોની સરિતા – રાજુલ કૌશિક

૧લી મે.. એટલે ગુજરાત દિવસ.. આ દિવસે અનેક જગ્યાએ અનેક રીતે ગુજરાતની યશોગાથા ગવાઈ. આનંદની અને ગૌરવની વાત. જે આપણું છે, જે વહાલું પણ છે એને યાદ કરવું એના વિશે અલગ અલગ વાત કરવી ગમે જ અને આ તો ગુજરાત મોરી મોરી રે એવા ગુજરાતની વાત…

આ દિવસે ઘણીબધી વાતોની સાથે આ એક કાવ્ય પણ વાંચવામાં આવ્યુ અને એ કાવ્ય મારી સ્મૃતિને સીધી જ નવ વર્ષ પહેલાના ભૂતકાળ તરફ દોરી ગયું. 

વાણી મારી ગુજરાતી ને ભૂમિ મારી ગુજરાત છે.

વેશભૂષા વિદેશી છે પણ ગૌરવ આ ગુજરાત છે.

પૂર્વ હો યા પશ્ચિમ, ઉત્તર હો યા દક્ષિણ,

ગિરા સૌની એક જેના રુદિયામાં ગુજરાત છે.

મુનશીની અસ્મિતા ને પાટણની પ્રભુતા છે,

સત્યના ચરખાથી ઝળહળ દીવડા ગુજરાત છે.

થઈ ગયા છે ગાંધી અને થઈ ગયા લોખંડી વીર,

ઈતિહાસને પલટી રહ્યા,મોદી ખડા ગુજરાત છે.

શહેરે શે’રને દેશવિદેશે, ગૂંજે છે હર ઘર મહીં,

તે વાણી મુખે ગુજરાતી ને મનડામાં ગુજરાત છે.

દિસે પાણી ચારેકોર ને શાન -માન લહેરાય છે.

આકાશે ઉતરી કદી ,તુ આવ આ ગુજરાત છે.

વાત છે ૨૦૧૦ની. અમેરિકા આવીને વસ્યા અને અમેરિકન વાતાવરણમાં થોડા ભળતા પણ થયા. અહીં ઉનાળો શરૂ થાય, માંડ ઠંડીથી છૂટકારો મળે. પેલા નાનકડા પંખીથી માંડીને બખોલમાંથી બહાર ડોકાતા પેલા સસલા કે ચિપમંકની જેમ આપણો ય હાઈબર્નેશનનો સમય પણ પૂરો થાય અને એ ય ને મઝાથી મોર્નિંગ કે ઇવનિંગ વૉક ચાલુ થઈ જાય. આપણા જેવા બીજા ય આ સમયનો સદઉપયોગ કરી જ લે ને? હા, તો આવી જ એક સાંજ અને ચાલતા ચાલતા ચાર સજ્જનોનું ગ્રૂપ સામે મળ્યું..

હેલ્લો, ગુડ ઇવનિંગથી શરૂ થયેલી વાત એકબીજાની ઓળખ સુધી પહોંચી. એમાંના કોઈક દક્ષિણ ભારત તો કોઈ મહારાષ્ટ્રથી હતા અને મોટાભાગના બધા જ ઊંચા હોદ્દા પર કામ કરતા હતા અથવા કરી ચૂક્યા હતા. જ્યાં હું એમ બોલી કે હું અમદાવાદ-ગુજરાતથી છું એ સાંભળીને એકદમ સન્માનથી ભાવનાથી એક ભાઈ બોલ્યા, “अरे! वो तो नरेन्द्र मोदी का शहर और वहा तो महात्मा गांधी का आश्रम है… है ना?”

એ સમયે એમના ચહેરા પર જે અહોભાવ જોયો…… આજે પણ યાદ છે. એ સૌ કોઈ ગુજરાત કે અમદાવાદ વિશે જાણતા જ હતા પણ એક ગુજરાતી પાસેથી ગુજરાતની વાતો સાંભળવાની ઉત્સુકતા એટલી હતી કે મારા મનમાં તો મારું ગુજરાતી હોવાનું ગૌરવ અનેકગણું વધી ગયું. અખબારમાં સતત ચાલતા રાજકારણના સમાચારથી સૌ કોઈ માહિત હતા પણ એમને ગુજરાત વિશે, ગુજરાતનો ઇતિહાસ, એના હેરિટેજ, ગુજરાતના કલાત્મક વારસા વિશે જાણવામાં ખુબ રસ હતો. અમદાવાદ સ્થિત આઇ, આઇ એમ. અને સેપ્ટ વિશે તો ખબર જ હતી પણ એમને રસ પડ્યો ગાંધી આશ્રમ વિશે જાણવામાં. અને પછી તો જેટલી વાર મળતા ગયા એમ ગુજરાત વિશેની વાતોનો ખજાનો ખુલતો ગયો.

એક પછી એક નવા સ્થળ વિશે વાતો થતી ગઈ. ગુજરાતના સ્થાપત્ય જેમાં અડાલજની વાવ, રાણીની વાવ, સૂર્ય મંદિરની સાથે ગીરના જંગલની પણ વાતો થઈ. અરે એમને તો કચ્છના સફેદ રણમાં પણ એટલો જ રસ પડ્યો. સફેદ ખુલ્લા રણમાં ઊગતા કે અસ્ત થતા સૂર્યને જોવાનો, શિયાળાની ઠંડી મોસમમાં રાતની ચાંદનીમાં અત્યંત સુંદર લાગતા સફેદ રણનો નજારો અને ફેબ્રુઆરીમાં  ત્યાં યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમ માણી લેવાનો નિર્ણય તો લેવાઈ પણ ગયો. દરિયા કિનારાનું સૌંદર્ય તો એમણે માણ્યું જ હતું પણ કચ્છમાં મીઠાના અગરો શિયાળામાં સૂકાઈને સફેદ રણમાં ફેરવાઈ જાય છે એ અદભૂત ઘટનાનો લહાવો ન જ ચૂકાય એવું એમણે નક્કી કરી લીધું.

દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રનો પણ પોતાનો ઇતિહાસ છે જ પણ એ સમયે લાગ્યું કે ગાંધીબાપુ કે નરેન્દ્ર મોદીજીના લીધે ગુજરાત મુઠ્ઠી ઉંચેરું છે. જેની ધરતી પર આવા વિરલા હોય, જેમણે વિશ્વના ફલક પર ગુજરાતનું નામ ગૌરવવંતુ કર્યું હોય એવું ગુજરાત મારી જન્મભૂમિ છે એ વાતે તો મને પણ વિશિષ્ઠ બનાવી દીધી.

આ ગ્રૂપમાં એક પી.એચ.ડી થયેલા અને મુંબઈની ભાભા ઍટૉમિક રિસર્ચ સેન્ટરમાં લગભગ ૩૫ વર્ષ સુધી જોડાયેલા એક વડીલ પણ હતા. એમને ડૉ.વિક્રમ સારાભાઈ વિશે વાત કરવામાં રસ હતો. હવે ડૉ. વિક્રમ સારાભાઈની કારકિર્દી વિશે તો મારા કરતાં એમની પાસે વધુ જ માહિતી હોય ને? પરંતુ એમને રસ હતો એ જાણવામાં કે ડૉ. વિક્રમ સારાભાઈએ સ્થાપેલી આઇ. આઇ. એમ.(ઇંડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ) કે અટીરા ( અમદાવાદ ટેકસ્ટાઈલ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ અસોસિએશન) મેં જોઈ છે? એની મુલાકાત મેં લીધી છે? એમના માટે આ બંને માત્ર સ્થળ હોવા કરતાં કંઇક વિશિષ્ટ હતા.

આઇ. આઇ. એમ. અને અટીરા બંને મેં જોયા છે એવું સાંભળતા જ એ તો એકદમ ખુશ. આઇ. આઇ. એમ. કેમ્પસ અને અટીરાના નૈસર્ગિક વાતાવરણ વિશેની વાતોથી એ એકદમ પ્રભાવિત થઈ ગયા અને આવી તો કેટલીય વાતો અવારનવાર થતી રહી ત્યારે સાચે જ એવું ફરી એકવાર અનુભવ્યુ કે ભલે ને પરદેશમાં રહ્યા પણ

વાણી મારી ગુજરાતી ને ભૂમિ મારી ગુજરાત છે.

વેશભૂષા વિદેશી છે પણ ગૌરવ આ ગુજરાત છે.

ગુજરાતના તહેવારો વિશે પણ અછડતી માહિતી હતી જ. દિવાળી તો બધે જ ઉજવાય છે પણ નવરાત્રી? એ નવલી નોરતાની રાત અને હિલોળે ચઢેલા ઉત્સાહ વિશેની વાતો સાંભળવાનો ઉત્સાહ મને સ્પર્શી ગયો.

અને ભાઈ! પરદેશમાં આવીને સ્વદેશ વિશે, જનની જન્મભૂમિ એવી ગુજરાત વિશે થયેલી વાતો તો આજે પણ મને આ વાતની યથાર્થતાનો અનુભવ કરાવે છે……શહેરે શે’રને દેશવિદેશે, ગૂંજે છે હર ઘર મહીં, ચારેકોર ને શાન -માન લહેરાય છે.

કાવ્ય પંક્તિ – દેવિકા ધ્રુવ

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

Posted in કવિતા શબ્દોની સરિતા, નિબંધ, રાજુલ કૌશિક | 3 Comments

વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા નું પરિણામ -સૌને અભિનંદન

મિત્રો વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધાનું પરિણામ જાહેર થઇ ગયું છે.
પ્રથમ ઇનામ -માનસ-છાયા ઉપાધ્યાય -આણંદ
બીજું ઇનામ -ડે-નાઈટ ગ્લાસીસ–અજય સોની -કચ્છ 
ત્રીજું ઇનામ બે વાર્તામાં વિભાજિત થયું છે.
૧-મારું અસ્તિત્વ -પ્રજ્ઞા દાદ્ભાવાળા-
૨-પડછાયો -શ્રદ્ધા ભટ્ટ 
આશ્વાસન ઇનામ પણ બે વાર્તામાં વિભાજિત થયું છે.
૧-એનું સત્ય -રાજુલ કૌશિક
૨-ચૂટકીભર સિંદુર -કલ્પના રઘુ 
પ્રથમ ઇનામ -26-માનસ
ઊંઘ પુરી થયાનો ભાવ જાગ્યો. રહી સહી નિંદરને ખસેડવા તેણે શરીર પરથી ચૉરસો હટાવી બંધ આંખે જ આળસ મરડી.
“મરડાવાને બદલે શરીર આમ વળ્યું કેમ ?” તેલ પાયેલી રાશ જેવી લીસ્સી અને બળુકી અનુભૂતિએ તેની ઊંઘ ઉડાડી દીધી હતી. “શું હું ઊંઘમાંથી જાગી છું કે નવો જન્મ પામી છું?” તેને સવાલ થાય છે. જે સ્થળે શરીર ફેણ માંડીને બેઠું છે, તે
તેને અજુગતુ લાગે છે. સામેની દિવાલેથી  ફેંકાતી ફિલ્ટર્ડ, ઠંડી હવા આમ તો સર્પદેહને ધર્માનુસાર કનડવી જોઈએ. “મને કેમ અહીં અનુકુળ લાગી રહ્યુ છે? આ સ્થાન તો કોઈ મનુષ્યનેઅનુકૂળ છે. હું અહીં કેવી રીતે હોઈ શકું? જો કે, આમ વિચારવું એ મનુષ્યજન્ય નથી શું? તો શું હું સર્પ નથી?” 
આ બધા વિચારોને છેડે તેના ચિત્તમાંથી ભારે વિજ પ્રવાહ પસાર થઈ જાય છે, જેને કારણે તેની સ્મૃતિ ફેણ માંડી બેઠી થઈ જાય છે. “હું તોમાયા છું. આ મારો બેડરૂમ છે.” એ સાથે, માયાની આંખ સામે માયાની કાયા આવી જાય છે. શરીરમાં અનુભવાતો પરિચિત કંપ તેને દુવિધામાં નાખે  છે. “ઓહ! કેવું સ્વપ્ન હતું!” જો કે, પેલી લસલસતી બળુકી અનુભૂતિ માયાને એટલી જ વાસ્તવિક લાગે છે. એકસાથે સંસ્મરણ અને સ્વપ્નવત્ લાગતી એ અનુભૂતિની કાર્યકારણ ગડ બેસાડવા જાય, ત્યાં માયા જુએ છે કે તેની ત્વચા પર  સાપની ચામડી ચઢી રહી છે.
“ડર કે આશ્ચર્ય કેમ નથી થતું ? છટ્, સ્વ અંગે પોતાને નવાઈ થોડી હોય? પણ, કયો સ્વ? આ નજર સામે સળવળે છે તે કે જે આ વિચારે છે તે?” ત્યાં તો, માયા જુએ છે કે સાપના તરંગરુપ વળાંકોમાંથી એક એક જોડી હાથ પગ સ્તન હોઠ કાન વગેરે પ્રસરી રહ્યાં છે. “ઈચ્છાનું બળ અમાપ હોય છે. શું આ શરીરબદલાની રમત મારી જ ઈચ્છાશક્તિનું પરિણામ છે?”
માયા વિચારે છે.
“હા. મન ત્યાં માળવા. માળવા સર કરી જ લેવું હવે તો !”
રાશ જેવું શરીર તંગ થઈ ફૂંફાડો ફેંકે છે. “ઘણું સહ્યું. ખબર પાડી દઉં બધાને. સારું થયું ટેવવશ આને સંગ્ર્હ્યો! હવે તો કામ કાઢી જ લઉં.” મનને ખૂણે લપાયેલો સાપ બેઠો થઈ બબડે છે. વિષની બધી કોથળીઓનાં મોં એક સાથે ખુલી ગયાં છે. આ આવી મળેલ તકનો ઉપયોગ કરી લેવાનું માયાસર્પ આયોજન કરે છે. જડી આવ્યા પછી સર્પપણુ જતું રહેવાનું નથી. પણ, તેને ઉતાવળ છે હિસાબ કરી નાખવાની.તે શરુઆત નજીકથી કરવા ધારે છે. પણ, અત્યારે એવું કોઈ જડતું નથી કે જેને દંશ દઈ શકાય. તેના ઈન-લૉએ પુછાવ્યું હતું રહેવા આવવાનું. કહેતા હતા કે, “મુન્નાનો ભમરડો મળ્યો,માળિયું સાફ કરતાં કરતાં. એટલે, તમને બધાને મળવાનું
મન થઈ આવ્યું છે.” માયાસર્પ મનમાં જ ગોઠવે છે, “આવવા દો એમને.” પણ, એ આવે ત્યાં લગી? માયાસર્પ યાદી બનાવે છે:દંશ યોગ્ય સગાં, ફૂંફાડાને લાયક સહકર્મી અને બૉસ, વિંટાઈ જઈ કરોડ તોડવી પડે તેવા પાડોશી, આખે આખા ગળી જવા પાત્ર પિયરીયા. વિષાક્ત ઉચ્છવાસ ફેંકતા નસકોરાં જાણે કે બોલે છે,
“શું નથી કર્યું આ બધા માટે! પણ, કોઈને કદર ખરી?” પછી તે ગણતરી
માંડે છે, “સાપપણાને સાર્થક કરવા જેટલા વિકલ્પો તો છે મારી પાસે.” જો કે, માયાનું મન સાપના શરીરમાં ય એ જ વિકલ્પો સાથે સંકળાયેલા સુખદ સંસ્મરણોનો મીઠો કંપ આપી જાય છે. એ
સ્મૃતિથી માયા મુંઝાય છે અને કાંચળી ઉતારે તેવા અણીદાર સવાલો પોતાને પુછી બેસે છે, “ક્યાંથી પ્રવેશ્યું આ ઝેર? કદરનું કાટલું શેના થકી ઘડાયું? હકની લડતે
સિક્કાની બીજી બાજુને ઘસી નાખી છે કે શું?” પણ, પેલી રાશ વળ છોડે એમ નથી. જે બાબતોને તે કડવો ઘૂંટ સમજી ગળી ગઈ હતી, તેમને ગાળવાનું ચૂકાઈ ગયું લાગે છે.
નાની નાની વાતો ક્યારે સાપ જેટલી લાંબી અને ઝેરી થઈ ગઈ તેનો માયાને ખ્યાલ પણ ના આવ્યો. સર્પ મંડિત માયાની યાદીમાં કોઈ બાકાત નથી; ના કોઈનો મુન્નો, ના એની અને મુન્નાની મુન્ની. આ વાત ધ્યાનમાં આવતાં જ માયાનો માતૃદેહ બચાવમાં કંપે છે, “ના, ના. મુન્ની ના હોય આ યાદીમાં.
મારી મુન્ની !” કોઈ ઊંડા કુવામાંથી અવાજ પડઘાય છે, “સાપણ પોતાના ઈંડા ય ખાય!” એક ઝાટકે માયા પાછી પ્રકટી આવે છે. હડી કાઢતા પાશવી શ્વાસ ક્રમશઃ માનવીય લય પામે છે.છતાં, હજી કોઈ ઝીણી કાંકરી ચોંટેલી છે તેના ચિત્ત પ્રદેશમાં.જે નડે તો છે જ, સાથે સાથે તેના હોવાપણાની યાદ પણ અપાવે છે. એક ખૂંચતો કણ માયાની ચેતના પર હાવી થઈ ગયો છે.
ઈચ્છાબળથી અંજાયેલ સર્પિણી માયા નીકળી પડી છે.સચરાચરમાં સરસરાટ. કોઈને તેનું આ રુપ અજાણ્યું નથી લાગતું એની તેને ય નવાઈ લાગે છે. “કોઈ મને ધ્યાનથી જોતું નથી કે પછી મારું આ રુપ મારા ધ્યાનમાં આવતા પહેલાં બધાને ખબર છે? કે પછી આ ઉઘાડી સ્વિકૃતિ છે! ” બેવડી વૃત્તિઓમાં રમી રહેલો માયાજીવ પોતાની અસલિયત ઓળખવા મથે છે. એક તરફ તેને સત્તાનો મદ આકર્ષે છે અને બીજી તરફ કોઈ પુર્વ પરિચિત નમણી શક્તિ તેને સાદ દે છે.માયાસર્પ જુએ છે, બધી આંખમાં, ક્રમશ: બચાવ પ્રયુક્તિ,ફફડાટ, શરણાગતિ અને પોતાની વિજય પતાકા. જો કે,કેટલીક વ્યક્તિઓ છે, જે ઉત્ક્રાંત “ૐ”ને પચાવવામાં રત છે.પણ, વિજયાસક્ત તાકાત ચાખી ગયેલ પાશવીય ચિત્તને,એમને ગણતરીમાં લેવાની જરૂર નથી જણાતી. અમુક તેના જેવાંય છે. એ બેવડા ચિત્તવાળામાંથી કેટલાક, તેની માફક,અચાનક આવી મળેલ તાકાતથી અભિભૂત છે અને તેને બેલગામ વાપરવા પર ઉતરી આવ્યા છે. કેટલાક હજી ‘હું કોણ છું?’ના પ્રશ્નાર્થમાં અટવાયેલા છે. એમાંના મોટાભાગના કાં તો ફૂંફાડા કાં તો તાકાતથી અંજાઈને એરુજુથમાં જ ભળવાના છે.
સર્પ જુથના વધી રહેલા ઝેરીલા વર્ચસ્વ પછી પૃથ્વી પાતાળલોકમાં ફેરવાવામાં ઝાઝી વાર જણાતી નથી. “અગાઉ પણ આવી તક ઊભી થઈ જ હશે ને!” માયાને ભણેલો ઈતિહાસ યાદ આવે છે.
“થઈ હશે નહીં, થઈ હતી, થતી રહી છે. પૃથ્વી પર રાજ કરવાની ઝેરી એષણાઓ ક્યારેય શમી નથી. તો પણ, કેમ માનવતા જ જીતી છે?”પોતાના આ વિચારો અંગે રાજી થવું કે શોક કરવો તે માયાજીવ નક્કી નથી કરી શકતો. બીજા સ્થળોએથી પણ ઠંડા લોહીકુળના વંશજ ઉઘાડેછોગ દરમાંથી બહાર નીકળ્યાના સમાચાર છે. આખરે શિતનીદ્રા પુરી કરવાની તક મળી છે સર્પકુળને. ઠંડું લોહી ઉકળ્યુ છે. “નમ્રતા એટલે નબળાઈ.” એ તેમનો મુદ્રાલેખ છે. સત્તાધારી તાકાત સહનશીલતાને ફગાવે છે. “અનુકુલન? સાહચર્ય ? વૈવિધ્ય? ના! અમે જ હવે. કાં અમારી સાથે કાં અમારી સામે.” એવા આક્રમક વલણ સાથે તેઓ સત્તા કેન્દ્રો પર ગૂંચળું વળી જામી પડ્યા છે. મનોરંજનમાં મસ્ત જીવોને તો આસપાસ શું ચાલી રહ્યું  છે તેની સુધ પણ નથી. “આજકાલ સાપ બહું દેખાય છે.”
એમ સ્ટેટ્સ અપડેટ કરવાની સોશીયલ મિડિયા ફરજ
નિભાવી, સ્ટેન્ડ અપ કૉમેડી પર;નું સ્માઈલી ચીપકાવી, ગુંચળુ થઈ વ્યવસ્થા તંત્રમાં મણકો બની પરોવાઈ જાય છે તેઓ. નવા નવા રમકડાંથી રાજી થવા લાગેલી, રોજ નવી નવાઈ માંગવા લાગેલી આ બેપગી જાતે,જુઓ ને, “અમને ય ફૉર આ ચેઈન્જ વધાવી લીધા છે !”એમ એરુસમુહ હાસ્યના હિંસકારા કરે છે. “એય ને હવે ફૂંફાડા,સુસવાટા, સરસરાહટ, દંશ અને ઝેરની પિચકારી. સાપને મન મળે તો શું શક્ય નથી!” પણ, મનની જ મોંકાણ છે. “આ લાગણી કોની છે?” વળી વળીને મનુમન બેઠું થઈ સવાલો ઊભા કરે છે, મીઠી લાગણીઓ તાજી કરે છે.વાતે વાતે છાસીયા કરતી અને ઝેર ઑકતી લુલી પાછળથી વળી વળીને માયા બેઠી થાય છે. “સત્તા હાથવગી લાગે ત્યારે આમ હારી જવાનું મન કોને થાય છે?” ગૂંચળું છોડી, કરોડરજ્જુ પર બેઠું થતાં જ માયા મન સ્નેહભીની સ્મૃતિઓમાં સરકી જાય છે.
“એમના મુન્ના પાછળ ઘેલા કાઢતા સાસુ-સસરા; સંગીત માટે ઝૂરતો ને ખાનગીમાં ગીત ગણગણ્યા કરતો અકડુ બૉસ; છેવટે લીમડીના બહાને ઘરમાં ડોકું કરી, મીઠી ઈર્ષાને બહાને મારા સુખથી રાજી થતી પાડોશણ; મારી ઉપલબ્ધિઓને પોતાની માની ફુલાતા પિયરીયા.” માયાની દ્રષ્ટિ એ જ દ્રશ્યો સાફ નજરે જુએ છે.તેની નાભીમાંથી ધ્વનિ ઉઠે છે, “શક્તિ તો સહન કરવામાં છે. ઉપવાસ કરે માયા, મુન્ની માટે, મુન્ના માટે.”
સાપની પ્રકૃતિમાં તરબોળ હોવા છતાં, માયામન પોતાનું દાપુ માગતું હાજર થઈ જાય છે, નિયમિતપણે. ફૂંફાડો માર્યા પછી તે પસ્તાવાના ઝરણે માથાબોળ સ્નાન કરે છે. સાપ વૃત્તિમાં લાબો સમય રહ્યા પછી પણ, સંસ્કૃત મન વારે તહેવારે હાજર થવાનું ચુકતુ નથી. ઈચ્છાની ઉપરવટ, રસાયણોની રમઝટની પાર જઈ માનવીય ડહાપણ કરોડરજ્જુ પર ઊભું થઈ આવી ચઢે છે. એ પાછું એકલું નથી ઊંચકાતુ, માનવતા એના પડછાયાની જેમહાજર રહે છે. તેને કારણે, પોતાનામાંના સાપને જોયાનો અનુભવ માયાને શરીરમાં સચવાયેલી જુદી જુદી પશુતા ઓળખાવામાં ઉપયોગી થાય છે. આવેગોનો ઉન્માદ તેને
સમજાય છે. જંગલના નિયમ અને જીવનના લયને તે પોતાની ભીતર અનુભવે છે. હિંસ્ત્ર વૃત્તિઓને ઠારીને,વાળીને, ઓગાળીને રચાયેલા, ધર્મની ય પારના દેશની સ્થિતિ તેની અંદર પોતાની હાજરી વ્યક્ત કરે છે. પશુતાની ઉપસ્થિતિમાં પોતાની માણસાઈ તેને વધુ તિવ્રતાથી પરખાય છે. કોષના રસાયણ લાખ કોશિશ કરે ટેવોના ચક્રને
ફરતું રાખવાની, માનવતાની માસ્ટર કી તે ચક્રને સ્વિચ ઑફ કરી દે છે. સાપને છછુંદર ગળી જાય છે. મોટા થઈ ગયેલા મુન્ના સાથે સંલગ્ન થયેલી ગ્રંથીઓ ભમરડાવાળા મા-બાપના કૉલ ઝીલવા લળી પડે છે. આવી સ્નેહસ્નિગ્ધતા જ સાપણની ઈચ્છાશક્તિને લપસાવે છે. ઊભા રહેવા ઘડાયેલી કરોડરજ્જુ  દંડવત્ માંડે છે મમ્મી-પપ્પા સામે અને સાવ ઓગળી જાય છે
મુન્ના-મુન્ની સામે. સાપ તો શું, જનીનમાં સચવાયેલી બધી પૂર્વપશુતાને અતિક્રમે છે પ્રેમ રસ. માયા જુએ છે કે ક્રોમોઝોમમાં સચવાઈ પડેલો સાપનો કણ આખરે પ્રેમ રસમાં ઓગળી જાય છે. જાણે કે, અગ્નિ સંસ્કાર પામ્યા પછી ગંગામાં સર્પપણાની રહી સહી રાખને મુક્તિ સાંપડે છે.
માયાની આંખ ખુલી ગઈ છે. જાગવામાં મોડું થયું છે. ઘી સભર ધુમાડાની ગંધથી દોરવાઈ તે આંગણે પહોંચે છે. મુન્નો કહે છે,
“સવાર સવારમાં તારા પ્રિય સોવેનિયરને અગ્નિદાહ દેવો પડ્યો. કિડીઓએ ફેણ કોતરી ખાધી. કાંચળીની પૂંછડી જ બચીતી અને એ ય તને જોવી ના ગમે તેવી.”
મમ્મી- પપ્પાના જાપની પશ્ચાદભૂ સાથે, મુન્નાના જમણા હાથને પોતાનો જમણો હાથ અડાડી માયા આહુતિમાં
સહભાગી થાય છે.
_છાયા ઉપાધ્યાય
આણંદ
9427857847
*********************************************************
બીજું ઇનામ 24-ડે-નાઈટ ગ્લાસીસ
 એ માણસ દૂરથી આવતો હોય તો પણ તમે એને ઓળખી કાઢો. એક તો એની ચાલના કારણે, અને બીજા એના સફેદ વાળ. જાણે જન્મથી જ સફેદ હોય એમ વાળમાં સમ ખાવા પૂરતી પણ કાળાશ નહીં. આ વાતનો તેને લગીરે અફસોસ નહીં. એક જમાનામાં પોતાના કાળા વાળ પર ગુમાન હતું. બોલબેટમ અને રાજેશખન્નાકટ વાળ. એક લટ હવામાં રમતી રાખતો. એકાદ-બે ફોટા પણ પડાવેલા. પણ હવે એ બધી વાતોનો એને મન કોઈ મતલબ ન હતો. એ બધુ પાછલા જન્મ જેટલું દૂર અને ધુંધળું લાગતું હતું. આંખ સામે જે દશ્ય હતું એ વિચારોને દૂર જવા માટે રોકતું હતું. એની ચાલ સાવ ધીમી અને બેમતલબની હતી. એ ગમે તે કામે જતો હોય, ગમે તે વિચારતો હોય એની ચાલ પર કોઇ અસર ન પડતી.
એ દિવસ ચઢ્યે બહાર આવતો. નજર નીચી રાખીને ચોક્કસ ગતિમાં પોતાની ધૂનમાં ચાલ્યો જતો.આંખો પર ડે-નાઈટ ચશ્મા પહેરતો. સામે જોનારને એની આંખોમાં કશું ન દેખાતું. ઘરમાંથી બહાર નીકળતાં જ આંખો તડકામાં કાળા થઇ જતા ચશ્માના કાચ પાછળ છૂપાઇ જતી. કોઈ સાથે કશી વાતચીત ન કરતો. હાથમાં વરસોથી એક મરૂન રંગની થેલી રહેતી. જે જતી વખતે ખાલી અને આવતી વખતે ભરાયેલી રહેતી. જતી વખતે એ એકચોટ તો થેલી લેવાનું ભૂલી જ જતો. પછી ગૅટનો આગળિયો ખોલીને વચ્ચે ઊભો રહી જતો. હવામાં ડોલતાં આસોપાલવને જોયા કરતો. પીળા પડી ગયેલા પાંદની ખરવાની રાહ જોતો હોય એમ જોઈ રહેતો. એ કશુંક બોલવાનું વિચારતો અને પાછળ નજર કરતો. ત્યાં જ એની નાની દીકરી થેલી લઈને એની સામે ઊભી રહી
જતી. એને ન જોવું હોય તો પણ એની નજર દીકરીના ચહેરા પર અછડતી ફરી વળતી. અવાવરું વાવમાં જોતો હોય એમ જોઈ લેતો. કશુંયે કળાતું નહીં. કાળા, કૃષ ચહેરા પર આંખના ડોળા અલગથી લગાવ્યા હોય એવું લાગતું. ચહેરા પરના ભાવ શોધવા ઘડીક જોઈ રહેતો, પણ કશું સમજાતું નહીં. એની દીકરી પેંડા લાવવાનું કહેતી. એ માથું હલાવીને હા પાડી દેતો. લગભગ એકાદ મહિનાના અંતરે ઘરમાં પેંડા આવતા. પોતે જ લઇ આવતો. પરંતુ પોતે એમાંથી એકેય પેંડો ન ચાખતો. જે મહેમાનો માટે પેંડા આવતા એ આવીને ખાઇને જતા રહેતા. પછી રાહ જોવામાં ને જોવામાં બીજીવાર પેંડા લઇ આવવાનો સમય આવી જતો. હવે તો એ સમય પણ લંબાતો જાય છે.
બીના, બિટ્ટુને રાખજે. હું ન્હાવા જાઉ છું. અંદરથી અવાજ આવતો અને બાપ-દીકરી નોખા પડી જતા.
અંદરથી બિટ્ટુને બચી ભરવાનો અવાજ છેક બહાર સુધી ખેંચાઇ આવતો. એ સાંભળ્યા વિના જ ચપ્પલ ઘસડતો શેરીમાં ચાલ્યો જતો. થોડું ચાલ્યા પછી ભૂલો પડી ગયો હોય એમ આમતેમ જોયા કરતો. પરિચિત દ્શ્ય છે એની ખાતરી થતી પછી આગળ વધતો. મનમાં સતત અવિશ્વાસ રહેતો કે ક્યાંક બીજે જઇ રહ્યો છું. એને હંમેશા ભાગી છૂટવાની ઈચ્છા થતી. ઘરેથી નીકળતી વખતે થતું જ કે પાછાં નથી આવવું. પરંતુ પગ ફરી પાછા ઘરે જઈ પટકાતાં. અને ફરી પાછું એજ બધું. પરિચીત ઘસાઈ ગયેલા દશ્યોની હારમાળા. આંગણામાં ફેલાયેલા આસોપાલવના બેઠા ઘાટના ઝાડ નીચે બેઠો બેઠો જોયા કરતો. બિટ્ટુ, બીના, મોટી, ઘરની અંદરની સામેની દીવાલ પરનો આછો પડી ગયેલો વાદળી રંગ અને એમાં અલગ પડી જતી હાર ચડાવેલી તસવીર. બધું અંદર ઘુમરાયા કરતું. બિટ્ટુ ચાર વરસનો થવા આવ્યો હતો. મોટી કાંઇ નિર્ણય લેતી ન હતી. નાનીના ચહેરાની નિસ્તેજ ચામડી જોઇને જીવ બળ્યા કરે છે. મોટી કશી વાત જ નથી ઉચ્ચારતી. અને એ બાપ ઊઠીને દીકરીને શું કહે.
એને તો હજી એ પણ નથી ખબર કે શું વાંધો પડ્યો હતો અને હવે આગળ શું કરવાનું છે. એની મા હોત તો બધું પુછત. એ હોત તો કદાચ દશ્ય પણ કાંઈક અલગ હોત. હવે તો મોટીને કશું યાદ જ ન હોય એ રીતે વર્તે છે.
રાત-દિવસ ઊગીને આથમી જાય છે. રોજ ચાલ્યું આવતું દ્શ્ય ભજવાય છે અને એ જોયા કરે છે.
સવારે બાથરૂમમાં ન્હાવા ગયેલી મોટી અડધા કલાકે બહાર નીકળતી અને નાની ન્હાવાની રાહ જોતી હાથમાં ટુવાલ લઇને બહાર બેસી રહેતી. એને ન જોવું હોય છતાંય બાથરૂમમાંથી બહાર આવતી મોટીનાં ચહેરા સામું જોવાઇ જતું અને મનમાં અપરાધભાવ જાગી જતો. મન કશીક ગણતરીઓમાં પડી જતું. આંખ સામે ઘરની
પાછળના ભાગમાં આવેલા જૂના કૉમ્પ્લેક્ષની અંધારી શેરી આવી જતી.
ઘણીવાર મોટી સાંજટાણે બહાર જતી.બિટ્ટુ ઘરે રમતો હોય. નાની ઘરના કામમાં પડી હોય અને એનો જીવ ચચરવા માંડતો. નાનીને પૂછતો પણ એને કશી ખબર ન હોતી. કપાળ પરના સળ વધુ ઘાટા થઇ જતાં. એ પગ ઘસડતો બહાર નીકળતો. સાંજની પાછળ અંધારુંપડ્યું હોય એમ આકાશ રંગ બદલવા લાગતું. આમતેમ દોડતી નજર કૉમ્પ્લેક્ષની અંધારી શેરી બાજૂ અટકતી અને પગ થંભી જતા. એને થતું કે આંખ પરના ડૅ-નાઇટ ચશ્માના કાચ તડકા વિના જ કાળા થઇ ગયા છે. શેરીમાં કશું નથી દેખાતું. અચાનક અંધારામાંથી મોટી બહાર આવતી. નીચા મોઢે સડસડાટ ચાલી જતી.
બહાર ગલ્લે ઊભેલા માણસો એની ચાલને જોયા કરતા. એના ચહેરા પર કાળાશ લીંપાઇ જતી. એને ચક્કર જેવુંઆવી જતું. અજાણી ગંધ નાકમાં ભરાઇ જતી. એ મોટીના પગલે ઘર બાજુ વળતો. ઘરે આવતાં જ અગરબત્તીની સુગંધ ઘેરી વળતી. પરાણે એના હાથ જોડાઇ જતા. લીન થઇને કશુંક ગણગણતી નાનીનો ચહેરો જોયા કરતો
અને બાથરૂમમાંથી બહાર આવીને મોટી એની બાજુમાં ગોઠવાઇ જતી. એ બન્નેના ચહેરાને વારાફરતી જોઈ રહેતો.
એ પછી આંખ સામેની મૂર્તી તરફ જોવાનું મન ન થતું.
આવું ઘણીવાર બનતું. હવે એ પુછવાનું પણ ટાળતો. એકાદવાર મોટીને સામે બેસાડીને વાત કરી લેવાનો વિચાર આવેલો. પણ એના માટે વાત કરવા જેટલી હિંમત એકઠી કરવી મુશ્કેલ બની જતી. એ કળાવા જ નથી દેતી કે એના મનમાં શું ચાલે છે. એ વિચારે ચડી જતો. એના વિચારો આગળ જતાં જ કૉમ્પ્લેક્ષની અંધારી શેરી પાસે અટકી જતાં. આગળ કશું જોઈ શકાતું નહીં. એ અંધારાથી ડરી જતો અને આંખો ઢળી જતી.
મોટી વિશે જાતજાતના વિચારો આવતાં. ક્યારેક ન ઈચ્છવા છતાં ખરાબ દ્શ્ય આંખ આગળ આવી જતું. માથુ નકારમાં ધુણાવતો પણ ચોંટી ગયેલા વિચારો ન ખરતા.
એ દરરોજ રસોડામાંથી ખરલમાં ચટ્ટણી વાટવાનો આવતો અવાજ સાંભળતો અને ખિન્ન થઇ જતો. નાની શાક સમારતી. લોટ બાંધી રાખતી. પણ વઘાર તો મોટી જ કરતી, રોટલી પણ મોટી જ ઉતારતી. એ કામો ક્યારેય નાનીના હાથમાં આવતા જ નહીં. એ બાબતે નાની હંમેશા નાની જ રહેતી. મોટી સાથે રહીને પણ નાની કેટલીક વાતો શીખી ન હતી. આ વાતનો આનંદ કરવો કે અફસોસ એ તેને સમજાતું ન હતું.
બિટ્ટુ હવે જાત-જાતના સવાલો પુછતા શીખ્યો હતો. ઘણીવાર એવું કશું પૂછી બેસતો જેનો કોઇ પાસે જવાબ ન હોય. બિટ્ટુના સવાલ પછી ઘટ્ટુ મૌન છવાઇ જતું. પછી એ ઊઠીને બહાર ચાલ્યો જતો. પોતાની રોજની જગ્યાએ આસોપાલવના ઝાડ નીચે બેસી રહેતો. ત્યાં બેસીને નાનીને બિટ્ટુ સાથે રમતી જોયા કરે. બિટ્ટુ રમતમાં
નાનીની છાતી પર હાથ મારતો અને નાની સ્હેજ ધ્રુજી જતી. જે એને આટલા દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ આવતું.
મોટીએ ધોયેલા કપડા સંકેલતી વખતે અમુક કપડાં હાથમાં આવતાં નાનીના હાથ અટકી જતા. આવું ઘણું બધું બનતું. જે એની આંખોથી અછાનું ન રહેતું. પણ એ આંખ આડા કાન કરી દેતો. ફિલ્મની રીલની જેમ સતત એની આંખ સામેથી દ્શ્યો પસાર થઇ રહ્યા હતા. અને તે જોયા કરતો હતો.
મોટીની બહાર અવર-જવર વધી હતી અને એ બને ત્યાં સુધી બહાર જવાનું ટાળતો. જ્યારે પણ બહાર જતો ત્યારે એને થયા કરતું કે આસપાસની આંખો એને જોયા કરે છે. સતત વીંધ્યા કરે છે. દરેક વખતે વીંધાવાની હવે એનામાં શક્તિ રહી ન હતી. ક્યારેક નાની વસ્તુ લેવા બહાર જતી ત્યારે શેરીના કૂતરાં એની સાથે અડપલાં કરતા સાથે ચાલ્યા જતા. એ જોઈને ખિન્ન થઈ જતો. નાની કૂતરાંને રમાડતી ચાલી જતી. બહારનું કામ હોય તો એ મોટીને કહી દેતો. મોટી જતી અને આવતી એ દરમ્યાન એનામાં અને પોતાનામાં ઘણો ફરક પડી આવતો. મોટીના ચહેરા પરથી ટપકતો ચીકણો સંતોષ એ ઝીલી ન શકતો. એને લાગતું કે એના ચશ્માના કાચ હંમેશા માટે કાળા રહે તો સારું. બિટ્ટુ મોટો થતો જતો હતો અને નાની નાની જ રહી હતી. એની આંખ સામેના દશ્યોમાં ખાસ ફરક પડ્યો ન હતો. ઘરની દીવાલનો રંગ આછો પડી ગયો હતો અને તસવીર પરનો હાર બે વરસથી બદલ્યો ન હતો. ક્યારેક વળી એનું ધ્યાન એ બાજૂ જતું, એ સિવાય દીવાલના ધાબા સાથે તસવીર ભળી ગઈ હતી. તસવીરમાં સમાઇને પણ એણે ભળી જતા આવડ્યું હતું.
આસોપાલવનું ઝાડ જાણે એનું સાથી બની ગયું હતું. એના સવાર-સાંજ ઝાડ નીચે પસાર થતા. ક્યારેક ભૂલું પડેલું પક્ષી ટહૂકો કરતું તો એ રાજી થઈ જતો. ઘરમાં સ્થિર થઈ ગયેલી એની નજર પાછી ખેંચાતી. ટહૂકા સાંભળી ભીતર શાતા વળતી. અંદરનો કોલાહલ થોડીવાર માટે શાંત પડી જતો. હમણાંથી આસોપાલવના ઝાડમાં ચકલીઓની આવન-જાવન વધી હતી. સાંજે તો આખું આકાશ સાથે લઇને ટોળું આવી ચડતું. આસોપાલવના પાંદ ઢંકાઈ જાય એટલી બધી ચકલીઓ આવતી. તીણા અવાજથી આંગણું ભરાઈ જતું. ચકલીઓને અવાજ કરતી સાંભળીને એ ક્ષણિક મલકાઈ ઊઠતો. એનું સ્મિત એના વિશ્વાસભંગનું પ્રતિક હોય એવું લાગે. એને વિશ્વાસ ન હતો કે એના આંગણે પણ અજાણ્યું કોઈ આવશે. અને ચકલીઓને જોઇને એ ધરાર ખોટો પડતો. ચકલીઓનો અવાજ સાંભળીને નાની દોડતી બહાર આવીને ઉંબર પાસે ઊભી રહી જતી. આસોપલવના ઝાડને નિસ્પલક જોઈ રહેતી. એની આંખોમાં સળવળાટ ઝીલાઇને ખોવાઈ જતો. એ જોયા કરતો પહેલાની જેમ. ભીતર કશુંક શરૂ થતું અને સમી જતું. નાની આખો દિવસ ઘરનું કામ કર્યા કરતી. સાંજે ઘડીક નવરી પડતી તો અગાસી પર ચક્કર લગાવવા જતી. એ છૂપાઈને એને જોયા કરતો. આસપાસના ઘરોની ખાલી અગાસી અને નાનીની ચારેબાજૂ ફરતી ખાલી નજર એને આરપાર નીકળી જતી. અંધારાની રાહ જોયા વિના જ નાની નીચે ઊતરી આવતી.
ઝડપથી પસાર થઈને અંદરના રૂમમાં પલંગ પર ઊંધી પડી રહેતી. નાની નીચે ઊતરતી એ પછી તરત જ પોતે ઊપર ચડતો. ચારેબાજૂ જોઈ લેતો. એની નજર કોમ્પ્લેક્ષની બેરંગ દીવાલો પર ચોંટી જતી અને ભીતર ચિરાડો પડતો. જાણે એનો પડછાયો અગાશી પર પડતો હોય તેમ એ પાછળ ખસી જતો.
અંદર નાની પાસે જઈને બેસવાનું મન થતું. ધ્રૂજતા શ્વાસને પંપાળીને વાસો પસવારવાની ઈચ્છા થઈ આવતી. પરંતુ એના પગ અટકી જતા. એ કશુંયે ન કરી શકતો. એની આસપાસ કોમ્પ્લેક્ષનું અંધારું ઘેરાઈ આવતું. નજર આસપાસ ફરી વળતી. મોટી ક્યાંય દેખાતી નહીં અને એને ફાળ પડતી. માંડ ચાલતા પગ ઊંબર પાસે જ અટકીને પાછા વળતા. એ આસોપાલવના ઝાડ નીચે બેસી રહેતો. નજર બહાર લંબાયેલી રહેતી. અંધારું ઢોળાઇને રેલાઇ જતું પછી રોડલાઈટ ઢોળાયેલા અંધારાને એકઠું કરવા આવતી. ત્યાં સુધી એની નજર શેરીની ધૂળ સરખી ચોંટેલી રહેતી. એ અંધારું ફંફોસતી નજરે ઘડીક લંબાયેલી શેરીના છેડે તો ઘડીક ઘરના અંધારામાં
જોઈ રહેતો. આંખ સામે કાળાં ધાબા છવાઇ ગયા હતા. કશું દેખાતું ન હતું. બેસી શકાતું ન હતું. ઊઠીને અંદર જવાનું મન થતું પણ શેરીના મોઢે છવાયેલો અંધકાર એને ત્યાંથી ખસવા દેતો ન હતો. જેટલી દૂર પહોંચે એટલ દૂર નજર તાણીને એ જોયે રાખ્યું. અંધારામાં એક ટપકું દેખાતું હતું. એક ઓળો ઉતાવળી ચાલે આ તરફ આવી
રહ્યો હતો. એની પાછળ જમીન સુંઘતું કૂતરું પણ આ બાજૂ આવી રહ્યું હતું. એને રીતસરની ફાડ પડી. એને લાગ્યું જાણે તેના ડેનાઈટ ચશ્માના કાચ તડકા વિના જ કાળાં થઈ ગયા છે. એણે ઝડપથી ઘરની અંદર જવા પગ ઉપાડ્યા.
* * *
Ajay Soni,Ram nagar, plot no. 99-A
Anjar-370110,Dist. Kutchh
Mo. 9033843805
************************************************

ત્રીજું ઇનામ -17-મારું અસ્તિત્વ

ડોરબેલ વાગે છે. સ્નેહા દરવાજો ખોલે છે,સામે સુધા અને સુકેતુ ઉભા છે ,બંનેના મોં પર આશ્ચર્ય સાથે ગભરાટ દેખાય છે અને સુકેતુ બોલે છે,
“બધું બરાબર છે ને?”
“હા અને ના”
“એટલે?”
“આમ અચાનક ફોન કરી ને બોલાવ્યા તો શું થયું?”
 સ્નેહા મૌન છે. ત્યાં સુધા ઉતાવળી થઇ બોલે છે “હવે કૈક બોલીશ ?”
“શું થયું?”
જવાબ આપવાને બદલે સ્નેહા રડવા માંડે છે.
“શું કામ…રડે છે કહીશ?”
સુકેતુ સુધાને ઈશારો કરી ચૂપ રહેવા કહે છે. સુકેતુ ધીરેથી બોલે છે, “તું  પાણી પીને શાંત થા પછી વાત કર … .”
થોડો વખત માટે સહુ મૌન રહે છે,કોઈ કઈ બોલતું નથી અને મૌન દરમ્યાન બધા સંબંધો જાણે પડદાની જેમ ખુલે છે.
સુધા અને સુકેતુ , સંકેતના ખાસ મિત્ર। સ્નેહાની મિત્રતા સુધા સાથે લગ્ન પછી થઇ… સુધા ઘણી સમજુ અને ફ્રેન્ડલી એટલે મિત્રતા થતા વાર ન લાગી અને હવે તો સ્નેહાની જાણે ખાસ મિત્ર થઇ ગઈ સ્નેહા અને સુધાને બંનેને બાળક નથી સુધા જોબ કરી સમય પસાર કરે છે તો સ્નેહા ક્યારેક વાંચન તો ક્યારેક  સંગીત શીખી જિંદગીમાં રંગ પૂરવાની કોશિશ કરે છે પણ એકલતા એને કોરી ખાય છે.
સુધા મૌન તોડતા બોલી,  “હવે ઓકે છો તો વાત કર ..”
“સંકેત ઘર છોડીને ગયા!”
“ક્યાં ગયા ?”
સુકેતુ બોલ્યા, “ક્યાં જવાનો? આવશે હું એને નાનપણથી ઓળખું છું.”
“ના આ વખતે નહિ આવે.”
“મને છોડીને ગયા છે.”
“ના હોય !”
“હા એમને એક છોકરી સાથે પ્રેમ છે.”
સુકેતુ બોલ્યો, “પ્રેમ અને સંકેત ?..હોય જ નહિ ,કદાચ શારીરિક આકષર્ણ કે કોઈ બિઝનેસ ફાયદો હશે.”
“ના મને પણ એમજ હતું પણ આજે તેમણે મને કહ્યું કે મને આશા ગમે છે હું એને લગ્ન પહેલાથી ચાહું છું હવે તારી સાથે મારાથી નહિ રહેવાય અને સવારે પોતાની બેગ લઈને ચાલ્યા ગયા.”
સુધા બોલી, “તે એને રોક્યા કેમ નહિ ?”
“કયા હક્કથી રોકુ ?મારા બધા અધિકાર એણે ડિવોર્સ પેપર આપી લઇ લીધા,અમારા લગ્ન એમના માટે માત્ર સમજૂતી હતી, કદાચ માબાપને ખુશ રાખવાની કોશિશ. ગઈ કાલે એમની કાર બગડી ગઈ હતી એટલે કોઈની કારમાં આવ્યા હું રોજની જેમ એમની રહ જોતી બારીએ ઉભી હતી.કાર આવી એ ઉતર્યા સાથે એક સ્ત્રી પણ ઉતરી એમણે  એને આલિંગન આપ્યું અને ચુંબન કરી છુટા પડ્યા મેં આ જોયું,.. હું હચમચી ગઈ..તેમ છતાં એમણે ડોરબેલ વગાડી ત્યારે મેં આંસુ લૂછી સ્મિત સાથે એમને આવકાર્યા, જમવાનું પીરસ્યું પણ એમણે ના પાડી, “ભૂખ નથી” હું  અંદરથી દાઝેલી હતી એટલે બોલી.. તો શેની ભૂખ છે કહેશો ?અને એ મારો પ્રશ્ન સમજી ગયા, મને કહે મારે તારી સાથે વાત કરવી છે, હું ઘણા વખતથી વિચારતો હતો પણ કહી ન શક્યો,.. હવે આપણે છૂટા થવું પડશે હું આશાને ચાહું છું અમે સાથે કામ કરીએ છીએ અમારા વિચારો પણ ખુબ મળે છે તું હવે મારી  સાથેના લગ્ન બંધનમાંથી મુક્ત છે. આ પેપર પર સહી કરી મોકલજે।..મને થયું કે જાણે કોઈએ મારા ઘર પર ધાડ પાડી ,એ બોલ્યા આ ઘર તારું છે. આમ પણ તારા પપ્પાએ વારસામાં આપ્યું છે મારુ નામ હું કાઢી નાખીશ ,તને જોઈએ તો ભરણપોષણના પૈસા પણ આપીશ, હવે તારે મારી રાહ નહિ જોવી અને એ સવારે ચાલ્યા ગયા..”  રડ્યા વગર બધું એક શ્વાસે સ્નેહા બોલી ગઈ. 
સુધા એની નજીક ગઈ અને વાંસા પર હળવે હળવે હાથ ફરવવા માંડી
સુકેતુ બોલ્યો, “તો હવે તારે  શું કરવું છે ?”
સ્નેહા મક્કમ થઇ બોલી, “મેં સહી  કરી દીધી છે તમે કાગળ આપી આવો.”
“તું કહે તો અમે એને સમજાવીએ ?”
“ના.”
સુધા બોલી, “ ઉતાવળ કરી જવાબ નહિ આપતી સ્નેહા એને તો… પણ તું શું કરીશ ?અને તારી બાકીની જિંદગીનું શું ? આમ પણ એકલી સ્ત્રીને સમાજ જીવવા દેતો નથી.”
  “સુધા છૂટાછેડા એ જ આખરી રસ્તો છે મારા માટે,.. એમ એકલા જીવવું સહેલું નથી મને ખબર છે પણ આનાથી મોટું દુઃખ મને શું આવશે ? મારો નિર્ણય પાક્કો છે હું એને છૂટાછેડા આપીશ.”
સુધા અને સુકેતુ બંને એને સમજવામાં નિષ્ફળ ગયા એમણે બધી છૂટાછેડાની કાર્યવાહીમાં સ્નેહાને મદદ કરી અંતે સંકેત અને સ્નેહા છુટા પડી ગયા અને સ્નેહા નવા જીવનમાં પોતાને ગોઠવવા માંડી. સ્નેહાને સુધાની ઓફિસમાં કામ પણ મળી ગયું  દિવસો પસાર થવા મંડ્યા, ક્યારેક સ્નેહા,સુધા સુકેતુ સાથે પિક્ચર જોવા કે ડિનર લેવા જતી. સંકેત વગર આ મિત્રતા અને સંબંધ સચવાઈ રહ્યા, સુધા અને સ્નેહા રોજ ઓફિસે મળતા અને બંને લંચમાં સાથે જમતા,ક્યારેક સુકેતુ પણ આવી જતો.પણ તે દિવસે લંચ સમયે સ્નેહા ખુબ અકળાયેલી દેખાઈ.
સુધાએ સ્નેહા પૂછ્યું, “બધું બરાબર છે ને ?”
“હા અને ના”
“આ  હા અને ના માં મારે શું સમજવાનું ?”
“નથી માટે ના અને હા, મારે માં બનવું છે ?”
“શું ?”
“હા મારે માં બનવું છે સ્ત્રી જયારે માં બને ત્યારે સંપૂર્ણ સ્ત્રી બને છે.”
“તો લગ્ન કરી લે.”
“મારે લગ્ન નથી કરવા હવે હું હવે કોઈનો વિશ્વાસ નહિ કરું શકું.”
“તો કોઈ બાળક દત્તક લઇ લે.”
“ના મને મારા ગર્ભનું બાળક જોઈએ છે.”
“અચ્છા પણ મને કહે તને અચાનક આમ માં બનવાનો વિચાર કેમ આવ્યો ?”
સ્નેહા ચુપચાપ બેઠી રહી અને કંઈ પણ બોલ્યા વગર ઉભી થઈને જમ્યા વગર ચાલી ગઈ. ઑફીસેમાંથી તબિયત સારી નથી એમ કહી રજા લઇ ઘરે ગઈ,સાંજે સુધા એને મળવા સુકેતુ સાથે ગઈ પણ સ્નેહાએ હું ઠીક છું એમ કહી વાતને ટાળી. સુકેતુના સમજાવાથી બોલી, “મારે માં બનવું છે.”
“તો તારે બીજા લગ્ન કરવા છે?”
“ના મારે લગ્ન નથી કરવા.”
“તો બાળક દત્તક લેવાય ને ! બહુ મોટી વાત નથી.”
“ના સુકેતુ શું તમે મદદ ન કરો ?”
સૌ કોઈ મૌન થઇ ગયા.
સુધા બોલી, “ચાલ તું આરામ કર, સુકેતુ આપણે નીકળશું.” 
“સ્નેહા યુ નીડ રેસ્ટ.” સુકેતુએ આમ બોલી રજા લીધી.
સુધાએ ગાડીમાં ફરી વાત ઉખેડી.
“આ સ્નેહાનું  ચસ્કી ગયું છે. લગ્ન કર્યા વગર માં બનવું છે દત્તક નથી લેવું બાળક..”
“તો કોણ એને માં બનાવશે ? અને સમાજ શું કહેશે અને તું એને શું મદદ કરવાનો ?સુકેતુ એને ખબર નથી કે આપણે પણ ક્યાં માબાપ બન્યા છે?”
“સુધા આમાં આપણી વાત ક્યાંથી આવી?”
“તેં સ્નેહાને સમજાવી હવે એને જે કરવું હોય તે કરે ..આ વાત અહીંથી જ બંધ કર એ અત્યારે કન્ફ્યુઝ છે.”
સુકેતુ સમજી ગયો એણે સુધાને બાથમાં લઇ હૂંફ આપી અને સુધા અને સુકેતુ બધું ભૂલી ઘરે જઈ એક બીજાને વીંટળાઈને સુઈ ગયા.
એક દિવસ સ્નેહાએ સુકેતુને ફોન કર્યો. “મારે તમને મળવું છે સાંજે મારા ઘરે કોફી પીવા આવશો ને ?”
“ના આજે નહિ સુધા બહારગામ ગઈ છે.”
“એટલેજ બોલવું છું તમને એકલા મળવું છે”. 
“ઓ નો!.. એ શક્ય નથી.”
“તમે કોશિશ કરો તો બધું શક્ય છે સુકેતુ.”
“જો સ્નેહા આ વાતની સુધાને ખબર પડશે તો નારાજ થશે. અમે આવશું તો બન્ને સાથે જ આવશું.”
“સુકેતુ એ તમને નહિ આવવા દે મને ખબર છે.”
“સ્નેહા આ તો હદ થઇ ગઈ, તો પણ તે મને ફોન કર્યો ?”
“સુકેતુ વિચારી ને ફોન કરજો તમે મારા પણ મિત્ર છો.”
સાંજે સુકેતુને થયું જરા જઈને વાત કરું,આમ પણ સુધા બહારગામ ગઈ છે એને ખબર નહિ પડે અને એ સ્નહેના ઘરે પહોંચી ગયો. સુકેતુએ ઘણા વિચારો સાથે ડોરબેલ વગાડી. સ્નેહા એ દરવાજો ખોલ્યો, સ્નેહા સુંદર લાગતી હતી ના.. આજે કૈક અલગ જ લગતી હતી. સુકેતુને આવો કહી સ્નેહાએ એને સ્મિત આપી હગ આપવાની કોશીશ કરી પણ સુકેતુ થોડો સંકોચાયો, સ્નેહા રમતિયાળ હસી.સુકેતુને તુંકારે  બોલાવતી બોલી.
“બોલ શું લઈશ ? કોફી કે ડ્રિન્ક બનાવું ?”
“કંઈ નહિ,ચલ આપણે જલ્દી વાત પતાવી છુટા પડીએ.”
“શું ઉતાવળ છે આમ પણ ઘરે રાહ જોનારી તો નથીને? ક્યારેક મારી સાથે પણ પ્રેમથી વાતો કરશો તો મને ગમશે.” સ્નેહા થોડી નજીક બેઠી.
“જો સ્નેહા મારે બીજા કામ છે ચાલ તારે શું વાત કરવી છે એ વાત ઝટ પતાવી દે.”
“મેં તમને કહું હતું ને મારે માં બનવું છે.”
“આ માં બનવાનું ભૂત તને કેમ વળગ્યું છે?”
“જો મારી વાત સાંભળ. થોડા દિવસ પહેલા હું મારી દવા લેવા ડૉક્ટર પાસે ગઈ હતી મારો વારો આવે ત્યાં સુધી હું ડૉક્ટરની ઓફિસમાં ગૅલેરીમાં ઉભી ફોન કરી રહી હતી ત્યાં મારી નજર નીચે એક પ્રૅગનૅન્ટ સ્ત્રી ઉપર ગઈ એનો પતિ એને સાચવીને ગાડીમાં બેસાડી રહ્યો હતો એ બીજું કોઈ નહિ આશા અને સંકેત હતા મારા રૂઝાઈ ગયેલા ઘા પર ફરી જાણે કોઈએ ઘા માર્યો,મને સંકેત હમેશા કહેતો કે હું તૈયાર નથી મારે માં બનવું હતું અને આ ઘાએ મને આરપાર વીંધી નાખી જાણે મારા અસ્તિત્વ ઉપર કોઈએ ઘા ન કર્યો હોય ! હું બેચેન થઇ ગઈ છું, આ મારા સ્ત્રીત્વ પર મરેલો ઘા હતો હું પણ માં બની શકું તેમ હતી પણ એ મને અવગણતો રહ્યો મને ખબર ન પડે તેમ એણે મારો માતૃત્વનો અધિકાર જાણે આશાને આપી દીધા, મને માં બનવું છે તું મને મદદ કરીશ ?” અને સ્નેહાએ સુકેતુનો હાથ જોરથી દબાવતા કહ્યું, “તમારા સિવાય હું કોઈ પર હવે વિશ્વાસ નથી કરી શકતી.”
“સ્નેહા તું આ શું બોલે છે?”
“પ્લીઝ હેલ્પ મી.” સુકેતુ એની આંખોમાં જોઈ રહ્યો, બે ક્ષણ માટે એના દિલમાં પણ બાપ બનવાના અરમાન જાગી ઉઠ્યા, સુધાના ગર્ભાશયના પ્રોબ્લેમને લીધે તે પણ બાપ બની નહતો શક્યો. એણે હાથ પાછો ખસેડી લીધો. હવે મારે જવું જોઈએ એમ કહી કોફી મૂકી સુકેતુ બહાર જવા ઉભો થયો, સ્નેહા જતા સુકેતુને ભેટી રડવા માંડી. સુકેતુના હાથમાંથી બેગ પડી ગઈ, તેના હાથ એની પીઠ પર વીટળાઇ સ્નેહાને પંપાળવા માંડ્યા. 
ત્યાર પછી સુકેતુએ ક્યારેય એના ફોન ઉપાડ્યા નહિ. દિવસો પસાર થવા માંડ્યા પણ સ્નેહાએ પોતાની જીદ ન મૂકી, પહેલાની જેમ હવે સુધા અને સુકેતુ સ્નેહાના ઘરે આવતા નહિ , બંને પહેલાની જેમ લંચમાં મળતા સાથે જમતા પણ અને અલકમલકની વાતો કરતા પણ સ્નેહા માં બનવાની વાત સુધા પાસે ઉચ્ચારતી નહિ, સુધા હવે માં બનવા ખુબ એકટીવ બની ગઈ હતી.વજન પણ થોડું ઘટાડવા માંડી હતી. સુકેતુ પણ હવે સુધાની ટ્રીટમેન્ટ માટે અધીરો બન્યો,બંને ડૉક્ટરનીસલાહ મુજબ બધા જ પ્રયત્ન કરી રહ્યા હતા એવામાં એક દિવસ સુકેતુને જુના મિત્ર ર્ડો બાસુ ચેટર્જીનો ફોન આવ્યો.
“હાય  સુકેતુ કેમ છો ? ઓળખ્યો ?”
“અરે બાસુ તું ,અહીં મુંબઈમાં  આવ્યો છે ?”
“હા હવે અહીં મુંબઈમાં ક્લિનિક સ્ટાર્ટ કરવું છે તારી મદદ જોઈતી હતી તું ફ્રી  હોય તો સાંજે મળીએ ?”
“આજે નહિ સુધા બિઝનેસ ટ્રીપ પર ગઈ છે તું પરમ દિવસે અમારા ઘરે જમવા આવ
ના યાર દારૂ પીવો છે, આવ આજે સાંજે પીશું ખાસું અને વાતો કરશું .”
“સારું સાંજે મળીએ તારી રૂમ પર.”
“હા,સારું.”
કોંટિનેંટલ તાજ રૂમ  નંબર 855માં બંને મિત્રો પ્રેમથી મળ્યા અને ડૉક્ટરે પોતાના વ્યવસાયની વાત કરી, ગાયનેક તરીકે ઘણું કમાયો  બસ હવે નવું કરવું છે.”
ગાયનેક શબ્દ સાંભળીને સુકેતુનો અંદરનો બાપ જાગી ઉઠ્યો તેણે સુધાની વાત કરી “તો। .. મારી પત્નીને માં બનાવી શકાય ખરું ?”
“હા પણ થોડો ખર્ચાળ પ્રોસેસ છે પણ શક્ય છે તું કાલે બધા રિપોર્ટ લઈને અને તારી પત્ની સાથે આવ. ઘણી સ્ત્રીની સમસ્યા મેં ઉકેલી છે.”
પછી તો સુકેતુના ર્ડો બાસુને ત્યાં આંટા વધી ગયા, અનેક મોંઘી ટેસ્ટ પછી એક દિવસ ડૉ બાસુ એ કહ્યું બંને આવો તમને વાત કરવી છે.
બંનેને  સમજાવતા બાસુ એ કહ્યું,  “સાંભળો એક સર્જરી કરવી પડશે -ટ્યુબલ સર્જરી.,હાઇડ્રોઝલપિનક્સ એ એવી સ્થિતિ છે જે ફાલોપિઅન ટ્યુબને અવરોધિત કરે છે અને ગર્ભાશયની બહારના ભાગ નજીક સીરમ સાથે ભરાઈ જાય છે.આ ટ્યુબને ફેલાવવા અથવા નવી ટ્યુબ ખોલવા માટે લેપ્રોસ્કોપિક સર્જરીની કરવી પડે છે. એની ટેસ્ટ અને શસ્ત્રક્રિયા થોડી નાજુક, મોંઘી અને ટફ પણ હોય છે પણ દુર્લભ નથી છે, તમારા ટ્યુબ્સ (સૅલ્પિંગક્ટોમી) દૂર કરવા પડશે અથવા બીજા શબ્દમાં કહું તો ગર્ભાશયની નજીકની ટ્યુબને ક્લિયર કરવાથી ગર્ભાવસ્થાના તમારા ચાન્સીસ વધુ બને છે પણ ચિંતા જેવી વાત નથી અંતે કહ્યું સુધા હવે માં બની શકશે એને એક મોટો ખર્ચો છે. સુકેતુ થોડો મુંઝાયો પણ બાસુ સમજી ગયો એટલે બોલ્યો, “સુકેતુ તું કાલે મને મળ, બધું વિગતથી સમજાવીશ, સુધા બધુ સરસ થઇ જશે. ઓલ ઇસ વેલ.”
બીજે દિવસે સુકેતુ બસુને મળવા કિલનિક પર ગયો, ડો બાસુ બોલ્યો, “સુકેતુ હું તારી મુંઝવણ સમજી ગયો ખર્ચની ચિંતા તને સતાવે છે ને? મારી પાસે એક ઉપાય છે તું તારા સ્પર્મ ડોનેટ કર. સુધાને ખબર નહિ પડે અને આ વાત ગુપ્ત રહેશે તેના બદલામાં સ્પર્મ લેનાર તારી પત્નીના ઓપેરશન માટે પૈસા આપશે.”
ખુબ વિચારણા અંતે સુકેતુ તૈયાર થયો. સુધાએ છ મહિનાની રજા લઇ લીધી. સુધાનું ઓપેરશન સફળ રહ્યું તેને મહિના રહ્યા, તે દિવસે સુકેતુએ સ્નેહાને ફોન કરી ગુડન્યૂઝ આપ્યા. સુધાએ એના શ્રીમંતના પ્રસંગે સ્નેહાને પણ બોલાવી અને ત્યારે સ્નેહા પણ બધાના આશ્ચર્ય વચ્ચે મોટું પેટ લઇ ગર્વ સાથે આવી. સ્નેહા ને જોતા બધા ડઘાઈ ગયા. સંકેત અને આશા પણ ત્યાં હતા.
સુકેતુએ પૂછ્યું, “એકલી આવી છો? કયાં છે તારા પતિ?”
સુધા વચ્ચે બોલી, “તે લગ્ન કરી લીધા અને કહ્યું પણ નહિ ?”
સ્નેહા બધા સાંભળે તેમ બોલી. મેં મારુ અસ્તિત્વ પાછું મેળવી લીધું. હવે માતૃત્વ મેળવવા સંભોગની જરૂર નથી. મને સ્પર્મ ડોનર મળી ગયો  
અને ડૉક્ટર બાસુ સિગાર પેટાવાનો ડોળ કરતા મરકતા રહ્યા.
Pragna dadbhawala
*****************************************************************************************************
ત્રીજું ઇનામ 23-પડછાયો
બહાર ફેલાયેલું એકાંત જરા જેટલું ય સ્પર્શી ન શકે એટલો કોલાહલ મચ્યો છે ભીતર. મનના પડ એક પછી એક ઉલેચાઈ રહ્યા છે.
સમયની કોઈ સીમા જ ન રહે એવી રીતે પ્રસંગો આંખ સામે આવ્યા કરે છે. ક્યાંથી ને શા માટે શરૂ થયું આ? વિચારું છું તો કોઈ એક
ચોક્કસ સમયને પકડી જ નથી શકાતો. વીતી ગયેલી કાલ ને આજ વચ્ચે ઘણી ઘટનાઓ આવી ને ગઈ. આજે એ બધી જ એકમેકમાં
ગૂંથાઈને એક નવા જ સમયનું નિર્માણ કરી રહી હોય એમ અલગ અલગ દ્રશ્યો મન પર ઉપસતા જાય છે.
આજ સવારની જ વાત…
‘ધ્યાન ક્યાં હોય છે હમણાંથી તારું ચિત્રા? આવી બેદરકારી?’ શશીના અવાજની સમાંતર જે અવાજ સંભળાયો એ કોનો હતો?
ઊંડે ઊંડેથી આવતો એ અવાજ કેટલો પરિચિત હતો! મેં ચોંકીને શશી સામે જોયેલું. તવી પર રોટલીને બદલે મૂકી દીધેલા મારા હાથ પર એઠંડા પાણીની ધાર કરી રહ્યો હતો. સાથે સાથે ગુસ્સો ને ચિંતા મિશ્રિત સૂચનાઓનો મારો પણ ચાલુ જ હતો. પણ મારે કાને ક્યાં કંઈ પહોંચતું હતું? હું તો ત્યાંથી વહી નીકળી હતી. કેટલાંય વર્ષો પાછળ, જ્યારે કોઈએ આવી જ રીતે મને ધમકાવી હતી. મારી બેદરકારી પર આવો જ ઠપકો આપ્યો હતો.
‘ તું બહુ બેદરકાર છે ચિત્રા. ધ્યાન ક્યાં હોય છે તારું?’ ઠપકા ભરેલા અવાજે એ છોકરો મને પૂછી રહ્યો હતો.
ને મેં મારી કાળી આંખો એના પર ઠેરવી દીધી હતી.
‘ચાલ, હવે બરનોલ લગાવી લે. આજે જમવાનું બહારથી જ ઓર્ડર કરી દઉં છું.’ શશીના અવાજના ધક્કાથી એ થીજી ગયેલો સમયચોસલમાં વિભાજીત થઈ ગયેલો ને હું જોતી રહેલી સમયના ટુકડાઓને મારી આસપાસ વિખરાતા. વાળમાં દર બે મિનિટે હાથ
ફેરવતો એ છોકરો કૈંક કહી રહ્યો હતો ને હું એને ચીડવતી એની પાછળ ભાગી રહી હતી. આગળ વધીને એને રોકવા ગઈ ત્યાં તો સામે જ શશી! ઓઝપાઈને મેં મોં ફેરવી લીધેલું!
“બહુ દુખે છે?” શશીએ પૂછેલું.. શું કહું એને? કઈ વેદના વધુ તીવ્ર હતી, હાથની કે હૈયે ઊગું ઊગું થતાં એ એક નામની?
“મટી જશે એ તો.” કહેતા મેં વાત વાળી. કિચનમાં બધું વ્યવસ્થિત કરવા લાગી. ટેવવશ જમણા હાથે વસ્તુ લેવા ગઈ ને પેલી વેદનાએ હાજરી પૂરાવી.
“તું રહેવા દે ને. હું કરી લઈશ.” શશી તરત જ આવ્યો. એની એ તરલ આંખોથી બચવા આરામનું બહાનું કરીને હું ઉપર ચાલી ગઈ.
બેડરૂમનું બારણુ બંધ થયું ને મનનો સજ્જડ વાસેલો દરવાજો ઊઘડી ગયો. કાળા લહેરાતા વાળમાં હાથ ફેરવ્યા કરતો એ છોકરો સામે આવી ઊભો.
શું થઈ રહ્યું છે આ મને? આટલા વર્ષે હવે એ નામ કેમ રહીરહીને યાદ આવે છે? મનના ગોપનીય ખૂણે ઊંડે ઊંડે ધરબી દીધેલો એ સંબંધ સાવ જ સપાટી પર આવી ગયો હતો. અડીને અનુભવી શકાય એટલો નજીક. ક્યારેક આ અનુભવ કેટલો સભર હતો! ને
અત્યારે? કશું નક્કી જ ન કરી શકાયું.
શશી સાથેનું જીવન એટલું તો ભરપૂર જીવ્યું હતું કે અત્યારે આટલા વર્ષે અચાનક જ એ ચહેરો આમ વારંવાર યાદ આવવો. નવાઈ લાગી રહી હતી મને. અમારું મળવું, હળવું ને પછી છૂટા પડવું – એક આખું આયખું જીવી હોઉં એ રીતે મેં એ બધા જ અનુભવ
માણ્યા હતા.
‘તું હંમેશા ઓછું જ બોલે છે કે પછી મારા સાથની અસર છે?’ એણે ત્રીજી જ મુલાકાતમાં પૂછેલું. આકાશવાણીના દસ દિવસના કાર્યક્રમ દરમિયાન ફાજલ સમયમાં અમે બહાર આવેલા પલાશ નીચે બેસીને વાતો કરતાં. કેવો લીલોછમ સમય હતો એ! એ અવિરત
બોલતો રહેતો. એની જોબ વિશે, એના પરિવાર વિશે, એના શોખ વિશે. ને હું સાંભળ્યા કરતી.અમને ઘેરી વળેલી પલાશના ફૂલોની લાલાશ પણ વિખરાવા લાગે ત્યાં સુધી અમે ત્યાં જ બેસી રહેતાં. પછી એ ઠેઠ ઘર સુધી મૂકવા આવતો. કયારેક ઘેર પણ આવે. મમ્મી પપ્પા સાથે વાતો કરે ને વિદાય લે. હું ઝાંપે વળાવવા જઉં ને એ દેખાતો બંધ ન થાય ત્યાં સુધી એની ટટ્ટાર પીઠને અને પાછળ લગાવેલી એની બેગને જોયા કરું.
શશી પણ તો એ જ રીતે પાછળ બેગ ભરાવતો!
સગાઈ પછી જ્યારે શશી પહેલીવાર ઘેર આવ્યો ત્યારે મારાથી પૂછાઈ ગયું હતું, “ તમે આ બેગ હંમેશા સાથે જ રાખો છો?”
મારા જ પ્રશ્નનો અફસોસ થયો હતો. સરખામણીને અવકાશ જ નહોતો છતાંય….
તે દિવસે છૂટા પડતી વખતે ઘરના ઝાંપે શશીએ કહેલું, “તને હું ખભે બેગ લટકાવું એ ન ગમતું હોય તો હવેથી નહિ રાખું.”
હું નિશબ્દ એને જોઈ રહેલી. બાય કહીને એ ચાલ્યો ગયો ત્યારે ય હું ત્યાં જ ઊભી રહેલી. મારી આંખોથી દૂર થતો એ વ્યક્તિ કોણ હતો એ ભૂલી જઈને હું એકીટશે એ બેગને તાકતી રહી હતી.
શશીએ એ પછી ક્યારેય ખભે બેગ નહોતી ભરાવી.
સમયની ગણતરી જ ભૂલી ગઈ છું એવું લાગે છે. વીતેલો ને વર્તમાન સંબંધ એકમેક સાથે ભળીને મને છળી રહ્યા છે ને હું નિઃસહાય લાગણી નામની રમતનું પ્યાદું બનીને રહી ગઈ છું. સાવ નાની એવી વાતથી શરૂ થયેલી આ સફર મને વારેવારે ભૂતકાળમાં ખેંચી રહી છે; જ્યાં મારો વર્તમાન પણ પાછળ ઢસડાયા કરે છે.
હજી બે દિવસ પહેલાંની જ વાત. બધા સાથે બેસીને ટીવી જોઈ રહ્યા હતા ને શશીએ કહેલું, “ આજે દૂર દૂર રખડવાની ઈચ્છા થઈ છે તારી સાથે. આવશે?”
“ તું કહે ને હું ના પાડું એવું બન્યું છે ક્યારેય?” શબ્દો આપોઆપ મોંએ આવી વસ્યા હતા. પણ આ શું?
સામે શશીને બદલે આ કોનો ચહેરો દેખાયો? વાળમાં આંગળી ફેરવતો એ છોકરો ઊભો થયેલો ને સાથે મને ય ખેંચી ગયેલો. દૂર દૂર… કેટલાંય વર્ષો પાછળ.
સડસડાટ ભાગતી બાઇક ને એમાં ફરફર ઉડ્યા કરતા એક છોકરીના વાળ. પવનનો સતત સાથે વહેતો અવાજ ને મોટા અવાજે થતી એમની વાતો. ખુલ્લા ચહેરા પર થપ થપ પથરાતી ઠંડી હવા ને એને લીધે આંખમાંથી નીકળ્યા કરતું પાણી. એ આખેઆખા દ્રશ્ય સાથે જડાઈને હું મૂર્તિમંત બની ગયેલી. શશી, બાળકો, મારું ઘર, સામે ચાલતું ટીવી – આ બધાથી દૂર નીકળી ગઈ હતી હું.
શશીએ શું વાંચ્યું હશે મારા ચહેરા પર? અત્યારે વિચારું છું તો જવાબ નથી મળતો. પછી તો બહાર જવાની વાતને આડે પાટે ચડાવી
દીધેલી શશીએ.ખરેખર વાત બદલાઈ હતી કે એક નવી જ વાત શરૂ થઈ હતી? સમયના અલગ અલગ ખંડોમાં થતી મારી સફર તે દિવસથી અટકી જ
નથી. આજે પણ એવું જ થયું ને? પાટલા પર ફરતી રહેલી રોટલીની જેમ મારું મન પણ ચકરાવે ચડયું હતું. અંતરના ઊંડાણથી એક નામ સતત પીછો કરી રહ્યું હતું. વહાલથી મૃદુ અવાજે મારું નામ પોકારતો એ છોકરો ને એની આંખોનું ઊંડાણ હવે અસહનીય બની ગયું હતું. હું આખી બે અલગ અલગ સમયખંડમાં વિભાજીત થયા કરતી. ન તો વર્તમાનમાં રહી શકું કે ન તો ભૂતકાળને વાગોળી શકું.
મનના ખંડોમાં રહેલ બે અલગ અલગ નામ મને એકબીજાની વિરુદ્ધ દિશામાં ખેંચ્યા કરતા ને હું આખેઆખી વલોવાઈ જતી. મનની આવી સ્થિતિમાં રોજિંદા કામોમાં ભૂલ કરી બેસતી. આજે કરી એવી. પાટલા પર વણેલી રોટલી પડી રહી ને તવી પર હાથ જ મૂકી દીધો. મનના ચેતાતંતુઓને વેદનાની જાણ થાય ત્યાં સુધીમાં તો આખો હાથ લાલ થઈ ગયેલો. શશી કેટલું ખીજવાયો હતો? અદ્દલ એની જેમ જ.
પલાશની નીચે જ બેઠાં હતાં તે દિવસે ય. ફ્રુટ સમારતા હું એની વાતો સાંભળી રહી હતી. એક પગ પલાશના ઓટલે ટેકવીને એ દૂર જોતો પોતાના ભાવિ વિશે વાત કરી રહ્યો હતો. એની બરાબર પાછળથી ધીરે ધીરે અસ્ત થતા સૂર્યની ઝાંય પલાશના કેસરી ફૂલો સાથે એકરસ થઈને એના ચહેરા પર પડતી હતી. ભવિષ્યનું એક સુંદર ચિત્ર એની આંખોમાં રચાતું હતું. હું એ જોવામાં સઘળું ભૂલી ગયેલી
ને છક…. જમણા હાથમાં લાંબો ચીરો પડી ગયેલો.
‘તું બહુ બેદરકાર છે ચિત્રા. ધ્યાન ક્યાં હોય છે તારું?’ અકળાઈને એ બોલેલો. મેં હંમેશની જેમ મારી કાળી મોટી આંખો એના પર ઠેરવી દીધેલી.
આ શું? તવી પર મૂકાઈ ગયેલા મારા જમણા હાથની લાલાશ વચ્ચે એ ચીરો ઉપસી આવ્યો કે શું?
‘જોતો કેટલું લોહી નીકળે છે, ને તું હસે છે? સુધરી જા. ક્યારેક હું નહિ હોઉં ત્યારે…’
‘શાંતિ થશે તું નહિ હોય ને તો..’
જમણા હાથમાં થતી તાજી કાળી બળતરા જાણે એના ન હોવા સાથે એકાકાર થઈ ગઈ. એણે બરાબર જ કહ્યું હતું. એ નહિ હોય ત્યારે..
ધડામ… પવનને લીધે મેઈન ડોર ભટકાઈને બંધ થયું. શેરીની ટ્યુબલાઈટનો શેરડો બારણાંમાંથી ખસીને બારીમાં ગોઠવાયો. કેટલાં
સમયથી હું આમ જ બેઠી હોઈશ? શશી ને બાળકો બહાર ગયા હતા. તબિયત ઠીક નથી – નું બહાનું સામે ધરી હું ઘેર જ રહી હતી.
હવે ઊભું થવું જોઈએ – વિચારી સોફા પરથી ઊઠવા ગઈ ને સામેની દીવાલ પર આકાર ઉપસ્યો.
હાથમાં હાથ પરોવી ચાલ્યા જતા બે પડછાયા. કયારેક એમાંનો એક બીજા હાથથી વાળમાં હાથ ફેરવી લેતો. અને એ જોઈ બીજો આકાર નખશીખ ઝંકૃત થઈ ઊઠતો.
પડછાયાને બાંધી શકાતા હોત તો? વિચારને અમલમાં મૂકું ત્યાં તો સામેના બે ય પડછાયા અલગ થઈ ગયા. હવે ત્યાં ફક્ત એક જ
આકાર છે. ઝાંપે અઢેલીને ઊભેલો. એની નજર પેલા દૂર થઈ ગયેલા બીજા આકારની પાછળ ક્યાંક ખોવાઈ ગઈ છે.
લગ્ન પછી એક દિવસ હું ને શશી સાંજે ફરવા નીકળેલા. આગ્રહ શશીનો જ હતો. સાવ બાલિશ વિચારે મન પર કબજો જમાવ્યો.
મનમાં સાથે ને સાથે રહેલો પેલો પડછાયો મેં શશીના પડછાયા સાથે માપી જોયો. શશીનું શરીર ને એનો પડછાયો જાણે બે અલગ અસ્તિત્વ હોય એમ એના પડછાયામાં મને દેખાયો વાળમાં હાથ ફેરવતો એ છોકરો. ભાન ભૂલી હું એ પડછાયાના હાથમાં હાથ
પરોવી બેઠી અને….
“શું કરે છે ચિત્રા? આમ હાથ પકડી રાખશે તો મારાથી ઝડપથી નહિ ચલાય.” શશી સાથે કદમ મિલાવતાં પછી તો એ પડછાયાનો હાથ ક્યારેય થામી જ નહોતો શકાયો.
અમુક તમુક જગ્યાઓ બાદ કરતાં શશી બધે જ છવાયેલો હતો. ને છતાંય જ્યારે એના આ શહેરમાં હોવાના ઉડતા ખબર મળ્યા ત્યારે કેમ વિચલિત થઈ જવાયું? ફોન હતો મિત્રનો ને એમ જ એની વાત નીકળી. સાવ ઔપચારિક. કેટલા વર્ષે એ નામ કાનમાં પડ્યું ને શાંત જીવનમાં વમળો ઊભા કરી ગયું. અતીતના એ ખટમીઠાં સ્મરણોને આજ સુધી પાછા ઠેલ્યા હતા પણ આજે એ બધા જ એકસામટા ઘેરી વળ્યા હતા. ક્યારેક માણેલો એ મીઠો અનુભવ હવે વધુ નકારી શકાય એમ જ નહોતો. ભૂતકાળનું એ સત્ય મારા આજના સત્યને પડકારી રહ્યું હતું.
મને થયું, બહાર નીકળવું જોઈએ. મનની અવઢવ શાંત કરવા થોડું ચાલી આવું એમ વિચારી હું બહાર નીકળી. હવામાં પ્રસરેલી ઠંડક અંદર સુધી ઊતરી ગઈ. શશી હોત તો શાલ લેવા પરાણે પાછી મોકલી હોત.
‘આ જતી ઠંડીને આવકારવાની હોય. શાલ ઓઢીને એને જાકારો ન દેવાય.’ ફરી એ જ અવાજ. એ અવાજને અનુસરતી હું ચાલી નીકળી. રસ્તો એમ જ કપાતો ગયો ને આખરે એક જગ્યાએ પહોંચી મારા પગ થંભી ગયા. મારા જ શહેરમાં આવેલી આ જગ્યાથી હું
પરિચિત નહોતી. શશી સાથે આ બાજુ ક્યારેય આવી જ નહોતી. થોડો છેવાડાનો વિસ્તાર હતો. હું કેટલી દૂર સુધી આવી ગઈ હતી
એ વિચારને સામે દેખાતાં દ્રશ્ય એ પળવારમાં ખંખેરી નાંખ્યો.
 
મારી સામે હતું – ઘટ્ટ કેસરી રંગથી લદાયેલું પલાશ!
સમયની પાંખ પહેરીને વર્ષો પહેલાંની આવી જ એક સાંજ મારી સામે ઉતરી આવી. એ સાંજે ય અમે પલાશ નીચે જ મળ્યા હતા.
ફૂલોથી લથબથ કેસરિયું પલાશ. માથે ઝળુંબતી એની ડાળનો ભાર અમારા મન પર હાવી થઈ રહ્યો હતો. મૌનનું એ અદ્રશ્ય આવરણ ભેદીને વાત કરવાની બેમાંથી એકેયની હિંમત જ નહોતી થઈ .હું બસ આંખ બંધ કરીને એનો હાથ હાથમાં લઈને બેસી રહેલી. કેટલાય સમય પછી આંખ ખૂલી તો જોયું, મારી આસપાસ કેસરી ફૂલોની આખી જાજમ પથરાઈ ગઈ હતી. પડું પડું થતાં પલાશના ફૂલોની
વિદાય થઈ ચૂકી હતી.
સમય સાથેની સફરમાં આજે ત્રિભેટે આવીને ઊભી છું. પલાશના થડ નજીક જતાં મારા પગ થંભી ગયા છે. હું અનિમેષ એને જોઈ રહું છું ને મારી આંખ સામે એક આકાર ઉપસી આવે છે. પલાશને અઢેલીને ઊભો એ ઝાંખો ઘૂંઘળો આકાર કોનો હશે એ ખબર નથી
પડતી. મેં ક્યાંય સુધી જોયા કર્યું. ધીરે રહીને એણે પોતાનો એક હાથ ઊંચો કર્યો ને….
પડછાયાનો ચહેરો કળી શકાતો હોત તો?
 શ્રદ્ધા ભટ્ટ
1803-words

 *************************************************

આશ્વાસન ઇનામ 14-ચુટકી ભર સિંદૂર
સમાજના દંભીલા આવરણ સામે પડકાર ઝીંકતી એ સ્ત્રીનાં સાચા આંતરિક રૂપનું અનાવરણ થતાં તેનું નગ્નસ્વરૂપ પ્રગટ થયું. સ્ત્રી એક ન કળી શકાય તેવી શક્તિ છે. બિલાડીથી ડરે પરંતુ કાળી કાજળઘેરી બિહામણી રાત્રે પ્રેમીને મળવા જાય. એને કલંકીની બનતાં વાર ન લાગે. તો વળી ક્યારેક પ્રેમમાં સૂધબૂધ વિસરી જાય એનું નામ સ્ત્રી.
આજે ઉષ્મા પટેલ, વીર દેસાઈ સાથે, એક વિશાળ હાઉસના પોર્ચમાં ફરારીમાંથી નીચે ઉતરી. કારનું ડોર પણ જેણે ખોલવું ના પડે તેવી દોમદોમ રાજવી સાહ્યબીમાં વીર દેસાઈ સાથે વીસ-વીસ વર્ષથી ઉષ્મા રહેતી.. વીર દેસાઈ રાજકીય ક્ષેત્રે ઊંચી પોસ્ટ પર હતા. ઉષ્મા પટેલે રાજકારણમાં પી. એચ. ડી. કર્યું હોવાને કારણે તેઓ રાજકીય સમસ્યા અંગે સારી ચર્ચા-વિચારણા કરતાં. ઉષ્મા પટેલનાં સલાહ-સૂચન વીર દેસાઇને
તેમના ક્ષેત્રમાં ઉપયોગી બની રહેતાં. તે એક સોશિયલ વર્કર હતાં. સમાજમાં ખૂબ જ ઉપયોગી એવું આ યુગલ સન્માનને પાત્ર હતું. રોજ સાંજ પડે, અવનવા મેળાવડામાં ડાયસ પર પ્રવચનો આપીને તાળીઓનાં ગડગડાટ સાથે બીજા દિવસે પ્રતિષ્ઠિત અખબારોમાં મુખ્ય હેડ લાઈન સાથે ચર્ચાનો વિષય બનવું એ તેમનું રૂટીન હતું. નવલ પટેલ જે
ઉષ્મા પટેલનો પહેલો પતિ હતો. તે લગ્નનાં ૨૦ વર્ષ બાદ કેન્સરની બિમારીમાં મૃત્યુ પામ્યો હતો. તેનાથી સમાજ વાકેફ હતો. પરંતુ હાલમાં નવી પેઢીને એ જ ખબર હતી કે વીર દેસાઇ, ઉષ્મા પટેલનો પતિ છે.
ઉષ્મા પટેલ અને વીર દેસાઈ વેકેશન સમયમાં ગોલ્ફ, ચેસ, બિલીયર્ડસ, બોટીંગ કરીને રોયલ શોખોથી
જીંદગીને જીવી જાણતાં હતાં. નવરાશનો સમય પોતાનાં ફાર્મહાઉસમાં ગાળતાં. બન્નેને હોર્સરાઇડીંગનો
નવાબી શોખ હતો. વીર દેસાઇ ક્યારેક ફોરેન ટૂર પર જાય ત્યારે ઉષ્મા પટેલનો સાથ રહેતો તો વળી ક્યારેક સંવેદનશીલ ઉષ્મા પટેલ, એકાંત મળે ત્યારે તેના જીવનના રંગોને શબ્દ-કલમ દ્વારા કવિતા સ્વરૂપે ઉતારતાં.મિત્રોના મેળાવડામાં તાળીઓ અને વાહવાહ વચ્ચે આ કવિતાઓ તેમના કંઠમાંથી વહેતી. આનો નશો શરાબની ચૂસકી સાથે વીર દેસાઈ લેતા જેનો સમાજ સાક્ષી હતો. ઉષ્માની આંખોમાં, કંઠમાં, લખાણમાં શરાબથી પણ વધુ નશીલાપણું અને લચીલાપણું હતું, જેમાં વીર દેસાઈ હંમેશા ડૂબેલો રહેતો. વીર દેસાઈ તેના ક્ષેત્રમાં ટોપ ઉપર હતો. તેનીસફળતાના મૂળમાં અડીખમ ઉષ્મા પટેલ હતી. સાચા શબ્દોમાં કહીએ તો વફાદાર, જાજરમાન સાથી, સહધર્મચારિણી!
વીર ઉષ્માને જ્યારે જોતો ત્યારે હાથમાં શરાબની પ્યાલી હોય પરંતુ પીતો હોય નખશિખ ઉષ્માને!
ઉષ્મા પટેલ તેની પાછલી જિંદગી, પહેલો પતિ ભૂલી ચૂકી હતી. વીર દેસાઈનો ભૂતકાળ કોઈ જાણતું ન હતું.પરંતુ નજીકના વર્તુળમાં ઉષ્મા પટેલ અને વીર દેસાઈ ભરેલાં છતાંય અધૂરા લાગતાં. અમદાવાદમાં ઉજવાયેલ એક ખાનગી સમારંભમાં ઉષ્મા પટેલે જોડકાં યુવાનોની ઓળખાણ કરાવી કે વીર દેસાઇ તેમના પિતા છે. એટલું જ! એદિવસે વીર દેસાઈ એક પિતા તરીકે સમાજ સમક્ષ જાહેર થયાં. પરંતુ તેઓની માતા કોણ? એ સત્ય ઢંકાયેલું જ રહ્યું.
ઉષ્મા એક સ્ત્રી હતી પરંતુ માતા બની શકી ન હતી તેનો અફસોસ તેને હંમેશા રહેતો. વીરના સંતાનો તેને માતા તરીકે સ્વીકારવા તૈયાર ન હતાં. પરિણામે ઉષ્મા તેના આ દુઃખને દબાવવા દારૂના નશામાં રહેતી. ઉંમર વધતી જતી હતી. સ્ટ્રેસ અને ગમ ભૂલાવવા જામ ઉપર જામ ઉષ્માનાં અસ્તિત્વને ખળભળાવી દેતાં.
જૂહૂ ક્લબ આયોજિત એક એવોર્ડ સમારંભમાં જ્યાં શહેરની અનેક સન્માનનીય વ્યક્તિઓ આવી હતી, તેમાં વીર દેસાઈને એવોર્ડથી સન્માનવાનાં હતાં. સવારથી જ ઉષ્મા ખુશ હતી. તેના માટે ગૌરવ લેવા જેવો અવસર હતો.કપાળમાં મોટો ચાંદલો કરીને, ૫૦ હજારનું વીરને ગમતું મરુન કલરનું પટોળું પહેરીને ગુજરાતી સાડીમાં તૈયાર થઈને,હીરા-કુંદનનો સેટ પહેરીને ઉષ્મા પટેલ તૈયાર થઈ ગઈ. વીરને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળવાનો હતો.
સમારંભ પત્યા બાદ તેમનો ઇન્ટરવ્યુ લેવા માટે મીડિયાના માણસો તેમને ઘેરી વળ્યાં.ઉષ્મા ભૂતકાળમાં ડૂબી ગઇ. ભૂતકાળ ભૂલાઇ ગયો હતો પરંતુ મૃત પતિ નવલની યાદોએ જાગૃત બનીને તેના અસ્તિત્વને ઢંઢોળી કાઢ્યું. નવલ શુષ્ક હતો. તેને બાળક આપવામાં તે અસમર્થ રહ્યો હતો. પરંતુ તે એક લેખક અને પ્રોફેસર હતો. લખવાનો શોખ બંનેને નજીક લાવ્યો હતો. બંને પ્રેમલગ્ન કરીને સાધારણ જીંદગી જીવતાં હતાં. વીર મુંબઈ રહેતો હતો. પરંતુ ક્યારેક અમદાવાદ આવે ત્યારે તેમના મિત્ર વર્તુળમાં પાર્ટીઓ કરતો. ઉષ્મા અને વીર એકબીજાથી આકર્ષાઈને અંતર રાખીને યારી નિભાવતાં. ઉષ્માને ક્યારેક લાગતું કે “વીર મારો સ્વપ્ન પુરુષ છે. મારા જીવનમાં વીર હોત તો કેવું સારું હતું?” લગ્નના વીસ વર્ષમાં કેન્સરમાં નવલ પટેલનું મૃત્યુ થયું. નિઃસંતાન ઉષ્માના રૂપ પાછળ વીર આમેય દિવાનો હતો. ૭૦ વર્ષે પણ ઉષ્માનું રૂપ વીરને બાંધી રાખવા માટે કામણગારુ હતું.
પ્રીતિ સયાની, પી. એન. એન. ટીવી વાળાનો અવાજ સાંભળીને ઉષ્મા ચોંકી ગઈ! “મેમ, આજે એવોર્ડ લેવા માટે વીર સર સાથે બે સ્માર્ટ યંગ બોય ગયા હતાં, તો આપ કેમ સ્ટેજ પર નહીં ગયા?”
“મેમ, એનાઉન્સમેન્ટ થયું, મિસ્ટર એન્ડ મિસિસ વીરને આ એવોર્ડ લેવા માટે ઈનવાઇટ કરું છું તો આપ કેમ નહી ગયાં?” ટોળામાં ગણગણાટ હતો.
“ઉષ્મા મેમ, વીર દેસાઇનાં પત્ની નથી. એ તો લિવ-ઈન રિલેશનશીપમાં રહે છે.”
“શું વાત કરો છો?”
“આટલા વર્ષોથી?”
“હા”
“તો લગ્ન કેમ નથી કર્યા?”
“તેઓ દરેક ક્ષેત્રમાં બોલ્ડ છે, તો જાહેરમાં સ્વીકાર કેમ નથી કરતાં કે તેઓ પતિ-પત્ની નથી.”
“અમને તો એમજ હતું કે તેઓ દંપતી છે.” વગેરે વગેરે.
આ પ્રશ્નોની ઝડીમાંથી છટકીને ઉષ્મા-વીર કારમાં ગોઠવાયાં. ફરારી સડસડાટ વીર-સદન પાસે આવીને અટકી. હવેલીમાં પ્રવેશ કરતાં ઉષ્મા બારણામાં બેભાન બનીને ફસડાઇ પડી. તરત જ વીરે એમ્બ્યુલન્સ બોલાવી અને બીચ-કેન્ડી હોસ્પિટલમાં ઉષ્માને દાખલ કરવામાં આવી. વીર ફસડાઈ પડયા હતા. નિષ્ણાત ડોક્ટરોની ટ્રીટમેન્ટ શરૂ થઈ. યુ. એસ.થી જાણીતા વર્લ્ડ ફેમસ ન્યૂરો સર્જન ડૉ એન્ડરસનનો કાફલો ઉષ્મા પટેલની સારવાર માટે આવી ગયો. તાત્કાલિક બ્રેઇન સર્જરી કરવામાં આવી. એક મહિનો વીતી ગયો. વીર બધું કામ સ્થગીત કરીને ઉષ્મા સાથે હોસ્પિટલમાં રહે છે. વીર દેસાઇ મિત્રોના ખભે આંસુ ખાળતાં બોલ્યા, “શું હતું
અને શું થઇ ગયું? હું મોર છું પણ આજે મારો ટહૂકો ભૂલી ગયો છું.” એક દિવસ અડધી રાતે ઉષ્મા ઊંઘમાં બબડવા માંડી. “વી…ર”અને અર્ધ બીડાયેલી આંખે ઇશારાથી કંઇક કહી રહી હતી. વીરના જીવમાં જીવ આવ્યો. કોઈકે કહ્યું તેની ઇચ્છા ઘેર જવાની લાગે છે.
વીરે ઘરના વિશાળ રૂમમાં નર્સો અને લેટેસ્ટ ઇક્વીપમેન્ટ સાથે હોસ્પિટલ સુસજ્જિત કરી દીધી.
ક્યારેક ઉષ્મા આંખો ખોલતી. વીર પર અપલક મીટ માંડતી. તેની વાચા બંધ થઈ ગઈ હતી. તેણે વીરનો હાથ પકડી પોતાના માથા પર મૂકવા પ્રયત્ન કર્યો. તેના માનસિક તણાવનું કારણ સમજી જતાં વીરને વાર ન લાગી. વીર બોલ્યો, “અરે ગાંડી, આજે પણ હું તારી સેંથીમાં સિંદૂર પૂરવા તૈયાર છું. એક ચુટકી ભર સિંદૂરની કીંમત મારે તને ગુમાવીને ચૂકવવી પડશે તેવી જો ખબર હોત તો આ મેં વર્ષો પહેલાં કરી દીધું હોત. પરંતુ પત્ની અને પતિનું લેબલ તો આપણે બંનેએ લગાવેલું. શું મળ્યું? આજે આપણે જે જીવી રહ્યા હતાં તે જિંદગીમાં શું ન હતું આપણે બંને એકબીજા સાથે મધુરા છીએ પણ તારા વગર હું અધૂરો છું.” વીરે ઉષ્માની સેંથીમાં સિંદૂર પૂર્યું.
વીર અને ઉષ્માના હાથની પકડ મજબૂત થઈ. ઉષ્માના મોંઢા પર હાશ અને સંતોષની લહેર જોઈને હાજર રહેલાં સૌમાં આનંદની લહેરખી દોડી ગઈ. બંને સંતાનો ઉષ્મા પટેલને મોમ કહીને ભેટી પડ્યાં. કોરીડોર
મહેમાનોથી હકડેઠઠ ભરાયેલો હતો. સ્ક્રીન પર ઉષ્મા પટેલ અને વીર દેસાઇનું સુભગ મિલન જોઇને
લોકોની આંખો સજળ બની ગઇ. હર્ષોલ્લાસ અને તાળીઓથી સૌએ તેમના સંબંધનાં નવા નામને
વધાવી લીધું. જાણે કે સમાજે તેમના સંબંધ પર મહોર મારી દીધી. ઉષ્માના કપાળ પરનો ચાંદલો અને
સિંદૂર, આંખમાંથી નિકળતો અશ્રુધોધ તેને નવોઢાનું રૂપ આપતો હતો.
બીજા દિવસનાં અખબારોની હેડલાઈન હતી “ચૂટકી ભર સિંદૂર”
Kalpna raghu

15- ‘એનું સત્ય’

“હેલ્લો મેમ” એક સાધારણ દેખાવના યુવકે એકદમ અદબથી સીધુ જ મારી સામે તાકતા કહ્યું.
“હાય…”જવાબ આપવામાં જરા વાર તો લાગી પણ વિવેક તો હું પણ ચૂકી નહી.
“આઈ એમ શેહઝાદ” હજુ પણ એ જ તમીજ, એ જ અદબથી બોલ્યો.
આમ તો એને હું ખાસ ન ઓળખું પણ રોજ-બરોજ જોવાતા ચહેરામાં પણ ધીમે ધીમે એક ઓળખ ઊભી થતી જાય.
“આઇ એમ વિશ્રુતિ .”
“હું ઓળખ આપવાની કોઈ ઈચ્છા ધરાવતી નહોતી પણ કોણ જાણે કેમ મારાથી બોલાઈ ગયું. એનું કારણ એક તો એ હતું કે અજાણ્યા દેશમાં આવે મને માંડ બે મહિના જ થયા હતા. મુંબઈની ઝેન્સાર થકી મારું પોસ્ટીંગ ત્યાં સેન્ટ્રલ  લંડનની માર્ક્સ એન્ડ સ્પેન્સરની હેડ બ્રાંચમાં થયું હતું. એ ઉંમર હતી કશુંક નવું શીખવાની. નવી દિશાઓ ખુલતી હતી એ દિશાઓમાં દોટ મુકવાની. ઘરમાંથી તો સાવ આવી રીતે આટલે દૂર મોકલવાની મમ્મીની જરાય ઈચ્છા નહોતી. એકવાર કંપનીના કામે  બે-ત્રણ મહિના માટે બેંગ્લુર કે પુને જવાનું થયું હતુ પણ છેવટે એ હતું તો સ્વદેશમાં જ ને અને રજાઓમાં ઘેર આવતા ક્યાં ઝાઝો સમય લાગવાનો હતો એટલે ત્યાં સુધી મમ્મીને કોઈ વાંધો નહોતો પણ દેશ બહાર મોકલવાની એની જરાય ઈચ્છા નહોતી. એ વખતે હામ બંધાવી પપ્પાએ. ફાર્માસ્યુટીકલ કંપનીમાં રિજ્યોનલ મેનેજર હતા એટલે એમને ય ઘણું ટ્રાવેલ કરવાનું રહેતું. પપ્પા આમ પણ મોજીલા. ક્યાંય પણ એમને અતડું ના લાગે. પપ્પાનો સ્વભાવ પણ એવો કે ગમતાનો ગુલાલ કરીને રહે એટલે એમની સાથે સૌને મઝા આવે. પપ્પાએ મારી ઈચ્છા પારખીને મને પુરેપુરો સપોર્ટ આપ્યો અને મમ્મીને રાજી કરી લીધી.
“જયુ, લંડન કેટલું દૂર? આઠ કલાક જ ને? અરે વિશુની યાદ આવે તો આમ ચપટી વગાડતામાં પહોંચી જવાય. એકવાર વિશુને જવા દે. તને ય લંડન જવા- જોવા મળશે.” મમ્મીને એ ઘણીવાર લાડથી જયુ કહેતા. છેવટે પપ્પાએ મમ્મીને મનાવી લીધી અને હું પહોંચી લંડન. એની તો તને ખબર જ છે ને નીના?”
વિશ્રુતિ એનો બે વર્ષનો કોન્ટ્રાક્ટ પુરો કરીને પાછી મુંબઈ તો આવી ગઈ હતી પણ એ વર્ષે અનુભવેલા આતંકના ઓળા હજુ એના મનને વિક્ષુબ્ધ કરી નાખે છે. એ ખોફ હજુ એના મનને ઝંઝોડી નાખે છે. એ ખોફ માત્ર બનેલી ઘટનાનો નહોતો પણ સાથે ખોફ હતો એ ઘટના સાથે જોડાયેલી વ્યક્તિની યાદનો.
સામે પડેલી પાણીની આખી બોટલ એકી શ્વાસે ગટગટવી ગઈ અને તેમ છતાં એના અવાજમાંથી કંપારી ઘટી નહોતી. વિશ્રુતિની અને મારી દોસ્તીને આજ-કાલ કરતાં ૨૫ વર્ષ થઈ ગયા. સાવ નાનપણથી અમે સાથે ઉછર્યા, સાથે ભણ્યા. સમય જતાં હું દિલ્હી સ્થાયી થઈ અને એ મુંબઈમાં જ રહી પણ દૂર રહીને ય અમારી દોસ્તી વધુને વધુ ગાઢી થતી ગઈ. આજે ઘણા વર્ષે મુંબઈ આવવાનું થયું અને અમે નિરાંતે મળ્યા. એક વાત હતી આજ સુધી જોયેલી વિશ્રુતિમાં ક્યારેય ભયનું નામ નહોતું જોયું પણ આજે ય એ આટલા વર્ષ જૂની વાત યાદ આવતા જ થથરી ઊઠે છે.
જે વાત કરતી હતી એ સમય હતો ૨૦૦૫નો.અત્યારે પણ જ્યારે જ્યારે ટેરરિસ્ટ ઍટેકના સમાચાર સાંભળે છે વિશ્રુતિ ભયથી કાંપી ઊઠે છે.
“નીના, સાચું કહું છું પહેલી નજરે તો મને એ શેહઝાદમાં એવી કોઈ ખાસ વાત જ નહોતી દેખાઈ કે એની સાથે ફરી મુલાકાત કરવાની પણ ઈચ્છા થાય.” પાણીની બોટલ પુરી કર્યા પછી ફરી વિશ્રુતિએ વાત માંડી.
“રોજે એક જ ટ્રેનમાં સાથે જ થઈ જતા અમે. સાવ ત્રેવીસ વર્ષનો  સામાન્ય કદ કાઠી ધરાવતો એ યુવાન મળે એટલે કાયમ સામેથી સ્માઈલ આપે. ગુડ મોર્નિંગ વિશ કરે ને કરે જ. મને આમ તો સાવ અજાણ્યા સાથે ભળવામાં જરા સંકોચ તો રહેતો જ પણ ધીમે ધીમે એણે જ મારો સંકોચ ઓગાળી નાખ્યો.,પહેલાં તો ટ્રેન-સ્ટેશને ટ્રેન આવે ત્યાં સુધી રાહ જોવા પુરતા જ ઊભા રહેવાનું થતું. તને  ખબર છે નીના? લંડનમાં કોઈપણ ટ્રાન્સપોર્ટ માટે ચાર મિનિટથી તો વધારે રાહ જોવાની જ ના હોય એટલે એ જે બે- ચાર મિનિટનો ગાળો હોય ત્યારે હેલ્લો…હેલ્લો થઈ જતું. પછી તો એવું ય બનવા માંડ્યું કે એક સાથે ઊભા હોઈએ અને ટ્રેન આવે એટલે સાથે જ ચઢીએ અને સાથે બેસીએ. કારણ તો ખાસ કશું જ નહીં પણ માત્ર મનથી એશિયન હોવાપણું જ આમાં કામ કરી ગયું. બ્રિટીશરો હજુ પણ થોડા અકડુ અને અતડા તો ખરા જ જાણે દુનિયા પર રાજ કરી લીધું એટલે એમની સર્વોપરીતા એમના મનમાં દ્રઢ થઈ ગઈ છે. રોજ એક સાથે મુસાફરી કરતાં હોઈએ પણ સામે જોવાના બદલે એમના ટૅબ્લૉઇડમાં માથા ખોસીને બેસી રહે એટલે ક્યારેક આવા છૂટા-છવાયા એશિયન મળી જાય તો જાણે જાતભાઈ મળ્યા જેવું લાગે એ ન્યાયે હું અને શેહઝાદ થોડીઘણી વાતો કરતાં થયા.”
વિશ્રુતિ જરા શ્વાસ લેવા અટકી.
“શેહઝાદ ઘણીવાર વાતોએ ચઢતો. એ એની ઉર્દૂ મિશ્રિત હિન્દિ લઢણ સાથેના ઉચ્ચારોમાં ભાષા શુદ્ધિ હતી. સાથે અંગ્રેજી પર પણ સરસ પ્રભુત્વ હતું. સાફ વાત કરવાની એની રીત પકડી રાખે એવી હતી. ઘણીવાર એ દેશ -વિદેશના એજ્યુકેશનથી માંડીને દેશ -વિદેશની પ્રણાલી, માન્યતા, ધર્મ વિશે જાતજાતની વાતો કરતો. એની વાતોમાં ક્યાંય પક્ષપાત કે એકતરફી વલણ નહોતું પડઘાતું સાંભળ્યુ. એ દરેક વાત ખુબ સ્વસ્થતા અને તટસ્થતાથી કરતો પણ એ જ્યારે પોતાની વાત કરતો ત્યારે એમાં થોડી અસ્વસ્થતા ભળતી. ક્યારેક એ કોઈ વાત છેડીને એકદમ ચૂપ થઈ જતો ત્યારે મારા મનમાં એની અસ્વસ્થતા માટે એક કુતૂહલ રહેતું પણ  કોઈની અંગત પળોમાં ચંચૂપાત કરતા મને મારો વિવેક આડો આવતો.”
“વચ્ચે થોડા દિવસ એ ના દેખાયો. ખાસ કોઈ ફરક ન હોવા છતાં પણ એની ગેરહાજરીની નોંધ તો મારા મનમાં લેવાઈ ગઈ. કોઈ અજાણ્યો ખાલીપો જાણે મને ઘેરી વળ્યો ના હોય એવો ભાવ ઊઠીને શમી જતો. આમ જોવા જઈએ તો એક સ્ટેશનથી ઉતરવાના સ્ટેશન સુધીનો સાથ એટલે વાત ત્યાં જ પતી જતી અને હું ઓફિસે પહોંચીને મારા કામે લાગી જતી. આખા દિવસથી માંડીને બીજી સવાર સુધી ય મનમાં એનો વિચાર સુધ્ધા નહોતો ફરકતો પણ જેટલા દિવસ એ ના દેખાયો એટલા દિવસ મનમાં એનો વિચાર આવી જતો.   એમાં બીજુ કંઇ નહીં ખાલી એક જાતનું વાતોનું વળગણ જ હતું એવું મારા મનમાં નિશ્ચિત હતું. વળી પાછો એ બેચાર દિવસે દેખાયો. દૂરથી જ એણે હાથ ઊંચો કરીને એણે પોતાની હાજરી નોંધાવી અને ટ્યુબ આવે એ પહેલાં જ દોડતો આવી પહોંચ્યો. સાચું કહું તો એની ઉતાવળ મને ગમી પણ ખરી. જાણે એવું લાગ્યું કે હું જ માત્ર એની રાહ જોતી હતી એવું નહોતું કદાચ એને પણ મને મળવાની ઉત્સુકતા હશે. કેવું છે આપણું મન નહીં ? એ મનગમતા અર્થ શોધી જ લે છે..”
વિશ્રુતી વળી ચૂપ થઈ ગઈ જાણે પાછી ભૂતકાળમાં સરી ગઈ. મને ય થોડો મનમાં ફડકો તો થયો જ કે વિશ્રુતિ…ક્યાંક એ શેહઝાદ તરફ ઢળી તો નહીં હોય ને? થોડી ક્ષણો એ ભૂતકાળમાં ખોવાયેલી રહી. એના ચહેરા પર કેટલાય ભાવ આવ્યા.
“વિશ્રુતિ…..”  મારે જરા એને ઢંઢોળવી પડી..
“અહીંયા જ છું નીના, મારે પાછા એ સમયખંડમાં રહેવું નથી. હા ! તો હું ક્યાં હતી?”
“લંડન ટ્યુબ સ્ટેશન પર વિશુ, પણ પછી શું થયું એ કહીશ મને? હવે તો રાહ જોવાની મારામાં ય ધીરજ નથી.”
જરા મ્લાન હસીને એણે વાતનું અનુસંધાન સાધી લીધુ.
“એ ગયો હતો વૉટરરાફ્ટ માટે વેલ્સના સ્નોડોનિયા. ખુબ ઉત્સાહમાં હતો. જાણે એક સામટુ બધુ જ કહી દેવાની ઉતાવળ હોય એમ એકધારુ એ બોલ્યે જતો હતો અને હું? હું એની વાતોમાં વૉટરરાફ્ટની જેમ તણાતી જતી હતી. એ એટલી બધી વાતો કરતો પણ એમાં ક્યાંય એના વિશે એ કશું જ કહેતો નહીં. જાણે એક જાતની લક્ષ્મણરેખાની પેલે પાર એ હતો અને એ રેખા ઓળંગીને એની તરફ જવાની મારી તૈયારી નહોતી. કદાચ હિંમત પણ નહોતી. આ રોજની સવારે ૮-૪૦ની મુલાકાત સિવાય અમે ક્યારેય, ક્યાંય, કશે જ મળવા અંગે વિચારતા પણ નહોતા.  બસ આ રફતારમાં જ બીજો એક મહિનો પણ પસાર થઈ ગયો.”
જરા શ્વાસ લેવા એ થંભી. મારે તો માત્ર એ ક્યારે બોલે એની જ રાહ જોવાની હતી. હું એની સામે તાકતી બેસી રહી.
“નીના, એ દિવસે પણ રોજીંદી ૮-૪૦ની ટ્રેન આવી પણ એ દેખાયો નહીં. ચીઢ ચડી મને એની ઉપર. વળી પાછો ક્યાં ગયો? મનને તો મેં ટપાર્યું કે એણે શા માટે મને એની રોજનીશી વંચાવવી જોઈએ? તું એની કોણ થાય છે કે એ આવશે કે નહીં આવે એ તને કહેવું જ જોઈએ? શા માટે આવી અપેક્ષા તારે પણ રાખવી જોઈએ? મનને ટપાર્યા પછી ય ટ્રેનમાં ચઢતા સુધી પાછું વાળીને જોયા કર્યું. એ આશાએ કે કદાચ મોડો પડ્યો હોય અને આવી જાય. પણ ના, મારી નજર દરેક વખતે ઠાલી જ પાછી વળી.. ટ્રેનના ઑટમૅટિક દરવાજા બંધ થયા ત્યાં સુધી થતું કે હમણાં જ એ દોડતો આવીને મારી લગોલગ ઊભો રહેશે.”
વળી પાછી વિશ્રુતિનો ચહેરો લાલઘૂમ થવા માંડ્યો. શ્વાસ લેવા માટે જોર કરવું પડતું હોય એમ નાકના નસકોરા ફુલવા માંડ્યા. એટલી સખતીથી મારો હાથ પકડ્યો કે મારા કાંડા પર એના સોળ ઊઠ્યા.
“ Are you ok વિશુ?….વિશુ.. શું થયું? તું તો કહેતી હતી ને કે વાતોના વળગણ સિવાય બીજું કશું જ નહોતું તો પછી એ ના આવ્યો એના માટે આટલી અપસેટ કેમ થઈ ગઈ?”
“સારું હતું કે વાતોના વળગણ સિવાય બીજું કશું જ નહોતું નીના, કહું કેમ? ૮-૪૦ની અંડરગ્રાઉન્ડે વેગ પકડ્યો જ હતો અને કાન ફાડી નાખે એવો ધડાકો થયો. ટ્રેન ઊભી રહી ગઈ. ચારેબાજુ ધૂમાડાના ગોટેગોટા. સખત ગભરામણ થાય એવી પરિસ્થિતિ હતી એ સમયે. પેસેન્જરને સલામત બહાર આવવા માટે ઈમરજન્સી ગેટ ખોલી નાખવામાં આવ્યા. બધા ધડાધડ કરતાં બહારની તરફ દોટ મુકવા માંડ્યા. બહાર નિકળ્યા પછી ખબર પડી કે અંડરગ્રાઉન્ડ ટ્રેનો પર થોડી સેકંડોના અંતરે બોંબ વિસ્ફોટ થયા હતા. ભયાનક વાતાવરણ હતું આવામાં સૌ પોતાની જાતને બચાવવામાં જ હોય ને પણ નીના, આવા સમયે પણ મને સૌથી પહેલા એ યાદ આવ્યો. ક્યાં હશે એ? સલામત તો હશે ને?” અને વિશ્રુતિ ખામોશ.
“ વિશુ, શું થયું પછી? એ બચી તો ગયો હશે ને?”
“કોને ખબર એનું શું થયું હશે એ દ્વિધામાં હું અટવાયા કરી. ક્યાં શોધું? કેવી રીતે એના હાલ જાણું? નીના જાણે મારું મન બહેર મારી ગયું હતું. કશું જ સૂઝતું નહોતું..”
“ શાંત થા વિશુ, તું કહે છે કે તારા મનમાં એના માટે એવો કોઈ ખાસ ભાવ નહોતો તો પછી………..”
“હા, નહોતો જ પણ એક હમસફર તરીકે તો એને જાણતી હતી ને? બની શકે એ હમસફર કરતાં પણ વિશેષ બની ગયો હોય. જે હોય પણ મને એની ચિંતા કોરી ખાતી હતી એ વાત તો હું સમજી શકી હતી. હું બચી ગઈ પણ જે કારમાં બોંબ બ્લાસ્ટ થયા હતા એમની જે દશા હતી એની હું સાક્ષી છું. કેટલાય ઘવાયા, કેટલાય દાઝ્યા અને કેટલાના અપમૃત્યુ થયા એની જાણ તો પછી થઈ પણ હજુ એ સમય, એ દ્રશ્ય મને વિચારું છું તો ય ડરામણું લાગે છે.”
“ હા! પણ પછી એનું શું થયું એની કંઈ ખબર પડી ખરી?”
“પડીને નીના, મોડી મોડી પણ ખબર તો પડી જ. એ ક્ષણે તો મને એવું જ થયું કે એના વિશે હું ભ્રમમાં જ રહી હોત તો સારું થાત. બહુ બહુ તો થોડા દિવસ એની ચિંતા કરીને કદાચ એને શોધતી રહેત અથવા પહેલાંની જેમ ક્યાંક ગયો હશે એમ વિચારીને એની રાહ જોવામાં, એના વિશે વિચારવામાં સમય નિકળી જાત.
“વિશુ, વાતમાં મોણ નાખ્યા વગર એનું શું થયું એ જલદી બોલ. એ ઘવાયો હતો? એ દાઝ્યો હતો કે અપમૃત્યુ પામ્યા એમાનો એક હતો?”
“એવા સમાચાર હોત તો નીના એને ગુમાવ્યાનું મને સખત દુઃખ થાત. કદાચ એ ઘા મારા માટે ચોક્કસ કારમો હોત પણ અંતે એના આત્માને શાંતિ થાય એવી પ્રાર્થના તો કરત જ પણ એના એ મોતને તો ઈશ્વર પણ માફ નહીં કરે. નીના, એ દિવસે એક નહીં ચાર જગ્યાએ બોંબ બ્લાસ્ટ થયા હતા. થોડા દિવસ પછી સસ્પેક્ટેડ સ્યુસાઈડ બોંબરની તસ્વીરો જોઈ. તું માની શકે છે કે જેની સાથે વાતોનું વળગણ હતું એવો એ શહેઝાદ તો એમાનો એક હતો?”
“વિશુ….?”
“એક દિવસ મને એણે મારા નામનો અર્થ પૂછ્યો હતો. વિશ્રુતિ એટલે પ્રખ્યાતિ- પ્રસિદ્ધિ મેં કહ્યું. એ બોલી ઊઠ્યો, અરે વાહ! તો તો બહુ સમજી વિચારીને તારું નામ રાખ્યું હશે. તું કંઇપણ કરીશ તો તને ખ્યાતિ મળશે, નામના મળશે રાઈટ? પછી મેં એને જ્યારે એના નામનો અર્થ પૂછ્યો તો એણે શું કીધું ખબર છે? ખભો ઉછાળતા એણે કહ્યું કે મને મારા નામનો અર્થ તો નથી ખબર પણ ચાલને તું ખ્યાત તો હું બદનામ. તું. પ્રખ્યાત થઈશ અને હું બદનામ. જેના જેવા કરમ, જેની જેવી તકદીર. ઘણીવાર એ આવી રીતે અસંદર્ભ વાત કરી લેતો. એને પોતાની જાત પર મજાક કરવાની ટેવ હતી એમ માનીને મેં એની જેમ હસી કાઢ્યું પણ જે દિવસે એની અસલિયતની જાણ થઈ ત્યારે સમજાયું કે એ માત્ર મજાક નહોતી. એ જ એનું સત્ય હતું. એ જ એની તકદીર હતી. એ જ એનું કર્મ હતું. એ કહેતો હું તો આજે અહીં છું શક્ય છે કાલે ન પણ હોઉં. આજે તને મળ્યો છું કાલે ના પણ મળું પણ  અને સાચે જ એ જેવો અચાનક મારા જીવનમાં આવ્યો એવો જ અચાનક ચાલ્યો ગયો. મારી નજર સામેના ધુમાડામાં જ એ વિલીન થઈ ગયો પણ સાચું કહું તો કોઈપણ અજનબી પર વિશ્વાસ ન મુકવાનું મને શીખવતો ગયો.” આકાશની પેલે પાર ધુમાડામાં ભળી જતા શેહઝાદને જોઈ રહી હોય એમ એ સ્થિર હતી. ત્યારના એના ચહેરા પર અકળ ભાવ આજ સુધી હું સમજી શકી નથી.
અને હવે તો હું પણ કોઈપણ  સ્યુસાઈડર એટેકના સમાચાર સાંભળું છું ત્યારે મારા મનમાં એક ન જોયેલા શેહઝાદની ધૂંધળી છબી તો તરી જ આવે છે.
Rajul Kaushik
 
Posted in વાર્તા, વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ | Tagged , , , | 7 Comments

માર્ચ મહિનાની બેઠકનો અહેવાલ અને સ્પર્ધાની જાહેરાત

મિત્રો,

આજે બેઠકમાં  વીનું મર્ચન્ટ વાર્તા સ્પર્ધાની જાહેરાત  કરશું.

માટે ફરીથી વાર્તાની ફાઈલ નામ સાથે મુકું છું.

વિનુ મરચંટ સ્પર્ધા-2019 with name

આજે સાંજે તમારી ઉત્સુકતાનો અંત આવશે.

*************************************************

મિત્રો ગયા વખતની આપણી “બેઠક” ખુબ સરસ રહી.તમારા બધાની હાજરીએ અને વ્યક્તવ્યએ  વિષયને શણગાર્યો.એમ કહો વિષયને અનુરૂપ એક ટર્નિગ પોઈન્ટ આપ્યો. હા આપણો વિષય હતો “ટર્નિગ પોઈન્ટ” આપણી “બેઠક”29મી  માર્ચ 2019 સાંજે 6.૦૦વાગે  (BAYVP: Shreemaya Krishnadham)માં ‘બેઠક’ મળી સૌ કોઈએ ઉજાણી કરી અને આંનદ મણ્યો,’બેઠક’ની રૂપરેખા આ પ્રમાણે હતી.સરસ્વતી વંદના પછી  પ્રજ્ઞાબેન દાદભાવાળાએ બધાને  આવકાર્યા ત્યાર બાદ  આ મહિનાનો વિષય “ટર્નિંગ પૉઇન્ટ”  પર બ્લોગના સર્જકોએ પાંચ થી સાત મિનીટ રજૂઆત કરી કલ્પનાબેન રઘુ શાહ ,રાજેશ શાહ ,સપનાબેનવિજાપુરા, જિગીષા પટેલ,પ્રજ્ઞા દાદભાવાલા ત્યાર બાદ પ્રેક્ષકોએ એક પછી એક સૌ કોઈએ  પોતાની રજૂઆત કરી સમય જાણે ટુંકો પડ્યો સૌ કોઈએ દિલ ખોલીને આ વિષયને વાંચ્યા વગર  ડાયરીના પાના ઉખેડતાં હોય તેમ પર્સ્તુત કર્યો.ન બોલનારા એ આજે દિલ ખોલી વાતો કરી અને  વિચારોને અને વાંચન વહેતું કર્યું. ભાષાને જયારે વાચા મળે ત્યારે તે સદાય જીવંત જ રહે છે. ‘બેઠક’માં પરિવાર જેવું વાતાવરણ હોય છે. સૌ કોઈ વિકસે છે અને આજુબાજુના સર્વને વિકસાવવા માટે મદદ કરે છે.આ દિવસે નીલેશ ભાઈનો  જન્મદિવસ સૌએ જાગૃતિના સ્વાદિષ્ટ ભોજન ખાઈ સહિયારો ઉજવીઓ.
Posted in અહેવાલ, ટર્નિગ પોઈન્ટ | Tagged , , , | 1 Comment

૨૭ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

આળસ એ જીવતા માણસ ની કબર છે

માનવજાતનો સૌથી મોટો શત્રુ આળસ છે. આળસુ માણસ મડદા જેવો હોય છે. આળસ મનુષ્યનો સ્વભાવ દર્શાવે છે. કાંઈ કરવાનું મન ના થાય, પડી રહેવાનું મન થાય તે આળસ. આળસુ માણસ ક્યારેય સુખી થઇ શકતો નથી, જીવનમાં પ્રગતિ કરી શકતો નથી. ક્યારેક આળસ તેના મોતનું કારણ પણ બની જાય છે. આથી જ તો આ કહેવત પડી છે.

એક બાળ વાર્તા છે. એક જંગલમાં ઊંટ રહેતું. તેણે તપ કરીને ભગવાનને પ્રસન્ન કર્યાં. ભગવાને કહ્યું, હું તારા તપથી પ્રસન્ન છું. તું માંગે તે વરદાન આપુ. ઊંટ સ્વભાવે આળસુ હતું. તે બોલ્યો, હે ભગવાન મને માઈલો લાંબી ડોક આપો જેથી હું અહીં બેઠા જંગલમાં ચરી શકું કારણકે મને વાઘ, સિંહની બીક બહુ લાગે છે. ભગવાને તથાસ્તુ! કહ્યું. ઊંટ હવે જંગલમાં એક સ્થળે બેસી રહેતું અને ત્યાં જ ડોક લાંબી કરીને ખોરાક મેળવતું. આળસુ ઊંટને જલસા પડી ગયા. તેની આળસ પણ વધી ગઈ. હવે તેને કોઈ કામ કરવું ગમતું નહીં. તેનામાં રહેલી આળસે મહાન આફતને આમંત્રણ આપ્યું. એક દિવસ ઊંટને નજીકમાં ખોરાક નહીં મળતાં તે ડોકને ખૂબ દૂર સુધી લઈ ગયું. ત્યાં તે ચરવા લાગ્યું. તે જ સમયે વંટોળ અને વરસાદ આવ્યો. તેની આંખોમાં ધૂળ ભરાવા લાગી. તે પોતાની ડોકને ખેંચીને નજીકની ગુફામાં લઈ ગયું. ત્યાં પહેલેથી હિંસક પ્રાણી હતાં. તેઓ તેના પર તૂટી પડ્યાં અને બચકા ભરીને ખાવા લાગ્યાં. આમ આળસુ ઊંટે પોતે જ પોતાની કબર ખોદી.

આળસ અને ઉદ્યમ વિરોધાભાસી શબ્દો છે. સૂતેલા સિંહના મુખમાં ક્યારેય મૃગલા પ્રવેશતાં નથી. સિંહને પણ શિકાર કરવા માટે, પોતાનું પેટ ભરવા માટે ઉદ્યમ કરવો પડે છે. “નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાઃ।“ ભૂખ્યાં ઘરડા સિંહની સામે ઈશ્વરકૃપાથી, નિયતિએ મૃગલાને મોકલી આપ્યું પરંતુ તે સૂતો રહે તો તેના મુખમાં મૃગ પ્રવેશવાનું નથી. કોળીઓ ભરવા માટે સિંહે તરાપ મારવાનો પ્રયત્ન તો કરવો જ પડે. કહેવાય છે કે “સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય.” ઈશ્વર કૃપા સાથે પ્રયત્ન પણ એટલો જ જરૂરી છે. સળગવા ન ઈચ્છતી ધૂપસળી ક્યારેય સુગંધ પ્રસરાવી શકતી નથી.

જન્મથી કબર સુધીની જીવન યાત્રામાં માનવનો વિકાસ થાય છે. બાળપણમાં આળસ નહિવત જોવાં મળે છે. પહેલાં “સોળે સાન વીસે વાન” પછી “ચાલીસ પછી ચાલશો નહીં તો ચાલશે નહીં”. ઉંમર વધતાં માણસમાં આળસ પ્રવેશે છે. તે સ્થગિત થતો જોવાં મળે છે અને સાઠ પછી કબર ખોદવાની તૈયારી શરૂ થાય છે. વાળ, દાંત, આંખ, કાન, પગ, હૃદય જેવાં અવયવોમાં ખરાબી શરૂ થાય છે. પરંતુ વ્યક્તિ આળસને જેટલી દૂર રાખશે તેટલી તે યુવાનીને પકડી રાખશે. પરિશ્રમ અને મહેનત કરનારને બીમારીઓ હેરાન કરતી નથી. શારીરિક નિષ્ક્રિયતા એ જીવન માટે ખતરો ગણાય. ઉંમર વધતાં શારીરિક ક્ષમતા મુજબ સક્રિય રહેવું જરૂરી છે.

સમય ક્યારેય આળસુ નથી હોતો. આળસને મોટો અજગર કહ્યો છે. શરૂમાં મિનિટ, પછી કલાકો, દિવસો, વર્ષો અને આખું આયખું ગળી જાય છે. ખબર જ નથી પડતી. અંતે નકરો અફસોસ થાય છે. કંટાળો આવે તે કામ પહેલાં કરવું. આળસ સાથે પ્રેમ કરવો દરેક વ્યક્તિને ગમે છે. આળસ નકારાત્મકતાને નોંતરે છે. શૈતાની વિચારો મન પર કાબૂ લે છે. એકવીસમી સદીના આ યાંત્રિક યુગમાં મશીનોએ માણસની કસરત છીનવી લીધી છે. માણસને કોળીઓ પણ મશીન મૂકી આપે! આમ બેઠાડુ યુગનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ઝૂંપડપટ્ટીમાં પણ ફ્રિજ અને એરકન્ડીશને સ્થાન લીધું છે પરંતુ પશ્ચિમનાં દેશોનું જમા પાસુ એ સમય અને કામની નિયમિતતા, જાત મહેનત, કોઇ કામમાં  શરમ નહીં, નિયમિત કસરત અને હવામાન છે. આ બધાં ગુણો માણસને આળસથી દૂર રાખે છે. આળસ ઊધઈ જેવી છે. માણસ બહારથી સરસ લાગે પરંતુ તેને અંદરથી કોરી ખાય છે. સમય જતાં પતન ભણી પ્રયાણ શરૂ થઈ જાય તેની ખુદને ખબર રહેતી નથી.

ઉર્દુમાં એક સુંદર શેર છે, “ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે ખુદા બંદેસે ખુદ પૂછે બતા તેરી રઝા કયા હૈ?” ભગવાન એવી વ્યક્તિને જ આ પૂછે જે આળસ છોડીને જીવંત રહીને પુરુષાર્થ કરતી હોય. ખાલી મન શેતાનનું કામ કરે છે માટે ઇન્દ્રિયોને પુષ્ટ કરીને, આળસ છોડીને મનને દિશા આપવાનું કામ કરવાથી શરીરનો રથ યોગ્ય દિશામાં જશે.

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા, લેખ શ્રેણી, લેખક | Tagged , , , , , , | Leave a comment

30 – સંવેદનાના પડઘા- મેરા વો સામાન લોટા દો

ન્યુયોર્કની એન્ગલવુડ હોસ્પિટલમાં ચંદ્રકલા તેના સંબંધીની ખબર પૂછવા આવી હતી. હોસ્પીટલનાં પાંચમા માળના રુમ નંબર પ૧માં આવીને જોયું તો તક્તિ પર નામ કોઈ બીજુ લખ્યું હતું. તેને થયું આટલે દૂર આવી જ છું તો જરા ખખડાવીને જોઈ તો લઉં કે નામ બદલવામાં કંઈ ભૂલ છે કે કાકા ને રજા આપી દીધી.તેણે ખખડાવ્યું તો રુમમાંથી અવાજ આવ્યો come in….. અને એ અજાણ્યા પેશન્ટના રુમમાં અંદર જરા સંકોચ સાથે પ્રવેશી.

અને અરે……… એ તો પેશન્ટને જોઈને વિસ્મયમાં પડી ગઈ…….તે તો સ્તબ્ધ થઈ તેની સામે એકીટશે જોઈ જ રહી. રાગ……રાગ ……તું અહીં……..ક્યારે…… અને તેની આંખોમાંથી અસ્ખલિત આંસુ વહેવા લાગ્યા.
તે અશ્રુપ્રવાહ ચાલીસ વર્ષ પછી પહેલીવાર આમ અચાનક મળેલા પોતાના પ્રેમના મિલનના આનંદનો હતો કે ચાલીસ વર્ષના વિરહની ફરિયાદ હતી તેની તેને ખબર નહોતી. ચંદ્રકલાએ ચિરાગને પૂછ્યું” રાગ કેમ છે? ચિરાગના તો આખા શરીરમાં કોઈ અનોખી સંવેદનાનું લખલખું પસાર થઈ ગયું. ચાલીસ વર્ષ પછી તેને ‘રાગ’ કહીને કોઈએ બોલાવ્યો હતો. ચંદા સિવાય કોઈએ ક્યારેય તેને રાગ કહીને બોલાવ્યો નહોતો અને ચિરાગે કીધુ “હું તો તને ઓળખતો નથી!” પણ તેની આંખોએ કીધું “હું તો પેલી અઢાર વર્ષની ઊછળતી,કૂદતી ઝરણા જેવી નિર્મળ અને પ્રેમાળ ચંદાને જ ઓળખું છું. ચંદાએ પૂછ્યું”તને હું યાદ તો છું ને?”અને ચિરાગે એની એ જ જૂની અદાથી કીધું” યાદ તો ઈનકી આતી હૈ જિન્હે હમ ભૂલ જાતે હૈ”

ચંદાએ ચિરાગ પર પ્રશ્નોની ઝડી વરસાવી” રાગ તું અહીં ક્યાંથી? તું તો શિકાગો નહોતો?તને પગે શું થયું? કેમ તું એકલો છે? તારી પત્ની ક્યાં છે? ચિરાગ જોર જોરથી હસવા લાગ્યો અને પછી ચંદાની સામે એજ પ્રેમભરી નજરે જોઈ કહેવા લાગ્યો “ કલી ,તું તો એવી જ છું હજી પણ તોફાની વાવાઝોડા જેવી અને એક સાથે અનેક પ્રશ્નોની ઝડીઓ વરસાવતી અને બંને જણા હસી પડ્યા.ચંદાએ કીધું “રાગ, આપણે ચાલીસ વર્ષ પછી મળ્યા…….રાગ ,ચાલીસ વર્ષ થઈ ગયા મને તો માન્યામાં નથી આવતું! બંને જણાએ આટલા વિતેલા વર્ષેાના જીવન અંગેની, પોતાના બાળકો ,પત્ની અને પરિવારની ટૂંકમાં માહિતી એકબીજાને આપી. ત્યાંજ ચિરાગે કીધું”આજે અહીં આવી જ છું તો ચેતનાને મળી ને જ જા ,હું તેને ફોન કરું છું તરત જ પાછી
આવવા. તેણે તારી વાતો બહુ સાંભળી છે .તને મળશે તો બહુ જ ખુશ થઈ જશે. ચંદ્રકલા જરા વિચારમાં
પડી ગઈ.તેણે પૂછ્યું”રાગ,તારી પત્ની મને ઓળખે છે?”ચિરાગ કહે”ઓળખવાની કયાં વાત કરે છે.
કલી ,તેને તો મેં તારી બધી વાત કરી છે.

ચંદાએ થોડા આશ્ચર્ય સાથે પૂછ્યું,, “ખરેખર!!”

ચંદ્રકલા અને ચિરાગ કોલેજમાં સાથે ભણતા હતા .બંને એક જ ગ્રૂપમાં હતા. દસ જણનું તેમનું ગ્રૂપ કોલેજમાં
રોજ મોજ-મસ્તી કરતાં. પિકનિક, પિક્ચર,નાટક જોવા જતાં,બધું સાથે કરતાં.કોલેજની ટેલેન્ટ ઈવનિંગ હોય કે એન્યુઅલ ફંક્શન,હોળી,દિવાળી અને ઉતરાણ જેવા તહેવાર બધુ જ સાથે મનાવતા.આમ બાલી ઉંમર અને એમાં પ્રેમથી લથબદ હુંફ અને સહવાસ……..
અને ………જાને કૈસે,કબ કહાં ઇકરાર હો ગયા ……હમ સોચતે હી રહ ગયે ઔર પ્યાર હો ગયા……..

કલાકો સુધી ફોન પર તેઓ મિત્રની જેમ વાતો કરતા રહેતા.એકલાં તો ભાગ્યેજ બહાર જતા. હા ગ્રૂપમાં સાથે ફરતા ત્યારે જ પિકનિકમાં કે મિત્રોના લગ્નમાં ને કોલેજના ફંક્શનમાં કોઈને પણ ભનક પણ ન આવે તેમ,
હેય કલી ! કરીને ચિરાગ બૂમ મારતો અને જેવી કલી પાછળ ફરીને જોતી અને ચિરાગ તેની હસતી,રમતી ,તોફાની તસ્વીર તેના કેમેરામાં કેદ કરી લેતો. તેમનાં પ્રેમની મસ્તી ,માદકતા,સ્પંદન અને સુંવાળા અજાણતાં થયેલ સ્પર્શની સંવેદના બધા કરતાં નોખા હતા. બધાંની વચ્ચે રહીને બધા મિત્રોથી પણ છુપાઈને માત્ર આંખોથી થયેલ પ્રેમની આપલે શબ્દો થકી વર્ણવી શકાય તેમ ન હતી.મિત્રો તો તે ઘણા સમયથી હતા પણ ખરેખર ગળાડૂબ પ્રેમના તો થોડાક મહિનાઓ જ વિતાવ્યા હતા.તેમના જીવનના રસ્તા અલગ હતા પણ તેમણે સાથે વિતાવેલ તે મહિના,દિવસો અને ક્ષણો નિર્મળ અને અવર્ણનીય હતી.તેમના મૌન સંવેદન સાથેના પ્રેમનો અંદાઝ અને મહેક જાણે પ્લેટોનિક તેમના સિવાય બીજાને ન સમજાય તેવી હતી અને એટલેજ તેમની પ્રેમની સુગંધ તેમના હ્રદયના ખૂણે ઘરબાએલ હતી.

બંને જણાએ એકબીજાને લગ્નના વાયદા પણ કર્યા નહોતા. તેઓને ખબર જ હતી કે આપણા રસ્તા જુદા છે.
તો કેમ પડ્યા પ્રેમમાં?? તો એમ પૂછીને કંઈ થાય પ્રેમ?????

ચંદાના લગ્ન થઈ ગયા. તેના હ્રદયની શી દશા હતી તે તેના સિવાય કોઈ જ જાણતું નહોતુ. તે તો પરણીને અમેરિકા આવી ગઈ પરતું ચિરાગની હાલત તો ,ચંદા વગર ગાંડા જેવી થઈ ગઈ હતી. તે સાવ તૂટી ગયો હતો.ચંદાને તેની ચિંતા થતી હતી .કોઈ અચેતન શક્તિ તેને જણાવતી હતી કે રાગ તારા વગર ઝૂરી રહ્યો છે. તે હમેશાં ભગવાનને પ્રાર્થતી કે “પ્રભુ રાગના હ્રદયને શાંતિ આપો અને તેને જીવનમાં ખૂબ સુખ સમૃદ્ધિ આપો.”

હોસ્પિટલમાં સૂતેલ ચિરાગે આશ્ચર્ય ચકિત ચંદાને ખુરશી પર બેસાડી બધી વાત કરી .ચંદાની યાદમાં ચિરાગ રોજ ટ્રેઈનના રેલવે ફાટક પાસેના ઝાડ નીચે કલાકો બેસી વિચારતો રહેતો. કેટલીએ વાર તેને આપઘાતના વિચાર આવતા પણ માતા-પિતા ને એકની એક બહેનના પ્રેમના વિચારથી અટકી જતો.

ચેતનાના પણ વિવાહ થયા હતા.જેને તે પ્રેમ કરતી હતી તેની સાથેજ વિવાહ થયા હતા પણ લગ્નના મહિના પહેલા જ અકસ્માતમાં તે ગુજરી ગયો. તે પણ તેના પ્રેમને ભૂલી શકતી ન હતી.આપઘાતના વિચારે તે પણ રોજ ચિરાગ બેસતો તેની બાજુના બાંકડા પર બેસતી.એકવાર વિચારના આવેગમાં તે દોડતી ટ્રેઈન સામે જવા ગઈ અને ચિરાગે જોરથી બાથ ભરીને તેને પકડી રાખી અને બચાવી લીધી.ચિરાગ તે દિવસે તેને તેના ઘર સુધી મૂકી આવ્યો અને રસ્તામાં વાત કરતા તેના આપઘાતના વિચારનું કારણ પણ જાણ્યું.ચિરાગને તો કોઈ તેના જેવું ભગ્ન હ્રદયી મળી ગયું. ચેતનાના માતપિતાએ ચિરાગનો ખૂબ આભાર માન્યો.પછી ચિરાગ ને ચેતના અવારનવાર મળવા લાગ્યા અને પોતાના પ્રેમની અને પ્રેમીની વાતો કરતા રહેતા.અને આમ સમય વિતતા તેમની મૈત્રી પણ ગાઢ બનવા લાગી.અને સમય જતા પરણી ગયા. તેઓ પણ ચેતના અમેરિકન સિટીઝન હતી એટલે અમેરિકા શિકાગો સેટલ થયા.

ચંદ્રકલા અને ચિરાગ ચંદાના લગ્ન પછી ક્યારેય મળ્યા નહોતા.હા ક્યારેક મિત્રો પાસેથી ઊડતી ઊડતી વિગત મળતી કે ચિરાગ શિકાગો છે.ચંદા ઘેર જવા માટે ઊભી થઈ અને પોતે ચિરાગને જે દર્દ આપ્યું તેના માટે દિલગીરી  વ્યક્ત કરતી હતી ત્યારે ચિરાગે કીધું” કલી ,તેં મને જીવનમાં પ્રેમની વસંત શું હોય તેનો અનુભવ કરાવ્યો છે.તારી સાથે ઊજવેલ શરદપૂનમની ચાંદની રાત, નવરાત્રીની ગરબે ઘૂમેલ રાત કે ખૂબ ગરમીમાં તારા સાથ સાથે ખૂટી જતી વાટ………શું યાદ કરું ને શું નહી.તારી આંખનાં દરિયામાં ઉલાળા લઈ તે મને કેટકેટલો પ્રેમમાં નવડાવ્યો છે.તારી સાથે ગુજારેલ એ છ મહિના મને તારા વિનાના સાઈઠ વર્ષ ગુજારવા માટે પૂરતા છે. મને કોઈ ફરિયાદ નથી.

અને…..બસ જાઉં છું તારું ધ્યાન રાખજે કહી ભીની આંખે ચંદ્રકલા સડસડાટ ત્યાંથી ચાલી ગઈ.તેણે ગાડી ચાલુ કરી તો રેડિયો ૯૪.૫એફ.એમ પર ગીત વાગી રહ્યું હતું”

મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ , ઓ સાવનકે કુછ ભીગે ભીગે દિન રખે હૈં…..

ઓ ઔર મેરે એક ખત મેં લપટી રાત પડી હૈં ,વો રાત પડી હૈ,વો રાત બુઝા દો

મેરા વો સામાન લૌટા દો………

એક અકેલી છતરી મેં જબ આધે આધે ભીગ રહે થે,આધે સુખે આધે ગીલે,સુખા તો મૈં લે આયી થી….
ગીલા મન શાયદ બિસ્તર કે પાસ પડા હો,વો ભિજવા દો, મેરા વો સામાન લૌટા દો…….

 

Posted in જીગીષા પટેલ, સંવેદનાના પડઘા | 1 Comment

વાત્સલ્યની વેલી ૨૭) કામ કરવાનો નશો અને એક ઠોકર!

એક ઠોકર!
તમે ક્યારેય કોઈને મોટા થાંભલા સાથે અથડાઈને પડતાં જોયો છે?
ના રે ! એ તો નાનકડી ઠોકર વાગે ને , અને પડી જાય! સતત કામ કરવામાં સજાગ હોય એ ,સમજીને પગ મુકવા છતાં ક્યારેક નાનકડી ઠેસ વાગતાં ,કાંકરી આવતાં ગબડી પડે!
કદાચ એવું જ અમારી વાત્સલ્ય વેલડીને સાંભળવા જતાં અમારાં જીવનમાં થયું !

સવારે સાડા છ વાગે અમારું સેન્ટર ખુલે તે છેક સાંજે છ સુધી ધમધમતું હોય!
ઓહો ! આખો દિવસ બાળકો ની અવરજવર ,તેમના કુટુંબના સભ્યો મુકવા લેવા આવે , કોઈ બાળકના થેરાપિસ્ટ થેરાપી માટે આવે,ક્યારેક ઈન્સ્પેકટરો ઇન્સ્પેક્શન કરવા આવે અને તે સિવાય ટીચર્સ બેનો અને ક્યારેક વોલેન્ટિયર વર્ક માટે કે કોઈ કોલેજમાંથી એક્સટ્રા ક્રેડિટ માટે કોઈવિદ્યાર્થિની અમારાં સેન્ટરમાં આવે ! ક્યારેક અમે ડાન્સ ટીચર અને પ્રાઈમરી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે હોમવર્ક મદદ પણ રાખીએ! ક્યારેક ક્યારેક હવે મેં પ્રિસ્કૂલ ટીચર્સ ટ્રેનિંગમાં સેમિનાર આપવા જવાનું પણ શરૂ કરેલું ! અરે અમારાં નેબરહૂડની પબ્લિક સ્કૂલ જેમાં બે ચાર હજાર વિદ્યાર્થીઓ હતાં તે સ્કૂલની લોકલ કાઉન્સિલ LSCમાં પણ મારી નિમણુક થયેલી ! અમે ડે કેર ઉપરના એપાર્ટમેન્ટમાં જ રહીએ તેથી આ બધું શક્ય હતું ! અમારાં સંતાનોની કાળજી પણ લઇ શકાય એ આશયથી મોટાં આલીશાન ઘરો અને સબર્બન લાઈફ સ્ટાઇલ સગવડો જતી કરેલી ! એટલે સાંજે છ વાગે મારો દિવસ પૂરો થાય એટલે હું ફ્રી થાઉં ને ઉપર એપાર્ટમેન્ટમાં જાઉં !
પણ ક્યારેક એકાદ બાળકને સાંજના છ વાગ્યા છતાં પણ કોઈ લેવા ના આવે ત્યારે સમસ્યા ઉભી થાય ! કોઈ વખત બીજાં ટીચર્સને અનુકૂળ ના હોય તો તેમને રવાના કરી હું એ બાળક સાથે ડેકેરમાં રાહ જોઉં ! મોટા ભાગે રસ્તામાં અકસ્માત થયો હોય કે ગાડીમાં પ્રોબ્લેમ હોય તેથી મોડું થયું હોય! પણ ક્યારે કારણ ગંભીર પણ હોય!

ત્રણ વર્ષના માઈકલની મમ્મી ખાસ્સી મોડી આવી. મને ડે કેરમાં એકલી જોઈને ગળગળી થઇ ગઈ અને પછી રડવા લાગી! કેવી રીતે એની નોકરી ગઈ એ વાત કહેતાં કહેતાં એ ફરી રડી પડી! એને સાંત્વના આપી નવી દિશા સુઝાડવાનું કામ એક ડેકેર ડિરેક્ટર તરીકે મારું જ હતું. સિંગલ મધર હોવાથી એણે મજબૂત મક્કમ રહીને માઈકલને પણ સાચવવાનો હતો. નવી નોકરી શોધવા જાય ત્યારે માઈકલને એટલા કલાકો અમારે ત્યાં વિના સંકોચ મૂકી જજે ! મેં પ્રેમથી લાગણીથી કહ્યું. અનેત્યાર પછી તો દરેક માટે એ શિરસ્તો અમે ત્રીસ વર્ષ કાયમ રાખેલો! અને દરેક માં બાપે એવી પરીસ્થિતિમાં એનો લાભ પણ લીધો હતો.
પણ સમસ્યાઓના સર્જનાત્મક સુલઝાવ દર વખતે એટલા સરળ હોતા નથી!
આ બીજો પ્રસંગ જુઓ !
શરૂઆતના વર્ષોમાં સવારનો સમય તો એક ચેલેન્જ જેવો જ હતો: બાળકો આવતાં હોય ,કેટલાક મોટી સ્કૂલે જવા તૈયારી કરતાં હોય, બે ચાર છોકરાઓ સ્પેશિયલ સ્કૂલ બસમાં જતાં એટલે એક ટીચર એમાં રોકાયેલી હોય!
મુખ્ય દરવાજે ઉભા રહીને હું બાળકોને આવકારું! એમનાં કોટ,સ્કાર્ફ ,ટોપી ,હાથના મોજાં બધું કાઢીને એમનાં નામ લખેલ ખાનામાં જગ્યા ઉપર લટકાવીને મૂકી દઉં જેથી એક બીજા સાથે અદલાબદલી ના થઇ જાય. પણ એક દિવસ ત્રણેક વર્ષના નેથને મને કહ્યું; “આ મારુ ખાનું નથી ! મમ્મીએ તમને મારા નામનો ખોટો સ્પેલિંગ કહ્યો છે …એવા અર્થનું મને કાંઈક કહ્યું ! મારી મમ્મીને કાંઈ આવડતું જ નથી!” મને વાતમાં રસ પડ્યો, “ પપ્પા એવું કહે છે!” એણે કહ્યું.
નેથનને લેવા મુકવા રોજ એની મમ્મી આવતી પણ ક્યારેક એને ઓવરટાઈમ કામ હોય તો એ નેથનના બાપને મોકલતી. નેથનના પપ્પાએ મને ફરિયાદ કરતાં કહ્યું કે જેસી ( નેથનની મમ્મી) સતત કામ કરે છે! એને જાણે કે કામ કરવાની મઝા જ આવે છે! એટલા બધા ઓવરટાઈમ કરવાની જરૂર નથી છતાં એ મોડે સુધી જોબ પર જ હોય છે! નેથન એટલે ડરથી પથારી પલાળે છે! એમણે નેથનની મમ્મી વિષે હૈયા વરાળ કાઢી !
હું સાંભળી રહી!
સાંજના સાડા છ થવા આવ્યાં હતાં ! ઉપરથી મારાં બાળકોએ મને બીપ કરીને ઉપર આવવા જણાવ્યું હતું, જે મેં ગણકાર્યું નહોતું !
વાસ્તવમાં છેલ્લા ઘણા દિવસથી હું સખત બીઝી રહેતી હતી! ઘણા દિવસથી નહીં ,ઘણાં મહિનાઓથી હું રાત દિવસ કામમાં ગળાડૂબ હોઉં!
રાત્રેય ક્યારેક મારે ન્યુઝ લેટર લખવાના હોય તો ક્યારેક રિપોર્ટ કે લેસન પ્લાન કે કોઈ બાળકના વર્તનનું પૃથક્કરણ લખવાનું હોય! સુભાષે કાંઈ કહેવા પ્રયત્ન કરેલ ; એ પણ હવે ચાલીસેક એપાર્ટમેન્ટ મૅનેજ કરતો હતો ; એને પણ એના પ્રશ્નો હતા,પણ મારું ધ્યાન ચારે બાજુએ બાળકો અને બાલમંદિરમાં જકડાયેલું હતું! હું વર્કહોલીક બની ગઈ હતી ! ડે કેરમાં આવાં કેટલાયે નેથન અને માઈકલ વાળા પ્રસંગો છાસ વારે બનતા હતા, હું કેટલાને અને કેટલી મદદ કરી શકું ? પણ મને એમ કે હું આટલી બધી ફી લઉં છું, આ મારી ફરજ છે!
વાત્સલ્યની વેલીમાં સૌના બાળકોનું ધ્યાન રાખવામાં ,સૌના કુટુંબોમાં પ્રકાશ અજવાળવામાં અમારાં પોતાના ઘરમાં જ આ દિવા તળે અંધારું હતું કે શું ? ક્યાંક ભૂલ તો કરતી જ હતી … પણ- પણ?
એક ઠોકર વાગી અને ત્યાં … એક ઊંડી ખાઈમાં ! પણ એ અંધકારમય સમયની વાત આવતે અંકે !

Posted in ગીતાબેન ભટ્ટ, ચિન્તન લેખ, માહિતી લેખ, વાત્સલ્યની વેલી | 1 Comment

૩0 -કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

પુસ્તક મિત્ર છે આપણા એકાંતનું,
તે વડીલ છે, સંસ્કારનું.
તે ભવિષ્ય છે આપણાં બાળકનું.

પુસ્તકત ને ખોલો છો તેની સાથે જ
ખુલવા લાગે છે તમારું હૃદય.
બે શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં
તમે તેમને અરીસાની જેમ જોઈ શકો છો.

પુસ્તક અંધકારમાં દીવો લઈને
ઊભું હોય છે અજવાળું પાથરવા.

અને જીવનમાં જ્યારે ભૂલા પડો છો
ત્યારે તેનાં વાક્યો અને પંક્તિઓ
તમને રસ્તો બતાવે છે.

જ્યારે શ્રદ્ધા ડગી જાય,
મન થાકી જાય, હૈયુ હારી જાય ત્યારે
નિર્જિવ લાગતાં પુસ્તકનાં પાનાંઓ
તમારામાં પ્રાણ પૂરે છે.

પુસ્તક દીવાદાંડી છે
પુસ્તક બહાર અને
ભીતર જોડાતો સેતુ છે.

પુસ્તક વિનાનો માણસ ફરી પાછો કોઈ આરંભકાળનો
આદિવાસી બની જાય તે પહેલા ચાલો,
પુસ્તકના જગતમાં પ્રવેશ કરીએ.

કેવી અને કેટલી સરસ વાત નહીં!

યાદ છે? સિત્તેરના દાયકામાં હજુ તો રેડીયોનું અસ્તિત્વ અને વર્ચસ્વ હતું જ તો વળી. એ સમયે ટેપરેકોર્ડર પણ હતા એટલે આપણે જે સાંભળવા હોય એ ગીતો મનમરજી મુજબ સાંભળી શકતા પણ ખરા પણ અચાનક જ જો આપણું મનગમતું ગીત વિવિધભારતી કે ઑલ ઈંડિયા રેડીયો પર આવે તો કેટલો રોમાંચ અને આનંદ થતો? મને તો થતો જ, તમને ય થતો હશે ને? જાણે મનગમતા અતિથિએ આંગણમાં પગ મુક્યો. બરાબર મનગમતા પુસ્તકનું પણ એવું સ્તો…કદાચ એથી ય વધારે. કારણકે એ મનગમતું ગીત એટલે મનની પ્રફુલ્લિતા પણ મનગમતું પુસ્તક એટલે મનની ચેતના.

આજે નેટ માધ્યમ દ્વારા અઢળક વાંચનસામગ્રી ઉપલબ્ધ છે જ તો. વળી ઑન લાઇન ઇ-બુક, કિંડલ, સોશિઅલ મીડિયા, અલગ અલગ સાહિત્યિક ગૃપ પર પણ હવે તો વાંચન સમૃદ્ધિ વધતી જાય છે એટલે No worries, right?

સવાલ ચિંતાનો તો નથી પણ અઢળક/ દોમદોમ સાહ્યબી વચ્ચે પણ જો ક્યાંક, ક્યારેક આપણી મનગમતી-અંગત વ્યક્તિ મળી જાય તો કેટલો આનંદ થાય? આજે ચારેકોરથી નેટ માધ્યમ દ્વારા એટલી તો વાંચનસામગ્રી ઉપલબ્ધ છે કે કદાચ એના માટે ઝાઝુ વિચારવું જ નથી પડતું. હા! એમાંથી શું વાંચવું છે એ ચોક્કસ વિચારવું અને નક્કી કરવું પડે.

એ સમય હતો જ્યારે નજીકની લાઇબ્રેરિમાં લાઇફ ટાઇમ મેમ્બરશિપ હતી. લાઇબ્રેરિ તો હજુ પણ ત્યાં જ છે પણ લાઇફ બદલાઇ ગઇ. લાઇબ્રેરિમાંથી દર સપ્તાહે એક, બે ,ચાર કે રોજનું એક પુસ્તક લાવીને વાંચવાની વાત ભૂતકાળ બની ગઈ. સમયનું ચક્ર ફરતું જ રહ્યું અને જે વાત સાવ રોજીંદા ક્રમની લાગતી હતી એ આજે  અમેરિકા આવ્યા પછી વિચારું તો હવે  લક્ઝરી લાગે છે.

વિચારી જુવો, એક સરસ મઝાની સવાર હોય, માત્ર આપણે અને આપણી ચા સાથે વાંચવા માટે એક સરસ મઝાનું પુસ્તક હોય, આનાથી વધીને દિવસની બીજી કઈ ઉત્તમ શરૂઆત હોઈ શકે? અથવા એક મનભાવન એકાંત, મસ્ત મઝાની મોસમ હોય, બહાર વાદળ ગોરંભાયા હોય, ભીની માટીની સુગંધ શ્વાસમાં ભળતી હોય અને એ સમયે એક મનગમતું પુસ્તક મળી જાય.. જરાક વિચારું છું તો ય મન મહોરી ઊઠે છે. કોઈપણ પ્રિય વ્યક્તિની સાથે હોવા જેટલો અથવા એના કરતાં ય વધારે આનંદ થાય ને?

છે, અત્યારે ગૂગલ પર તમામ જાણકારી મળી જ રહે છે પણ આજથી હજારો વર્ષ પહેલા લખાયેલી ગીતાનું મહત્વ ક્યાં જરાય ઓછું થયું છે? આજે વર્તમાન સમયમાં પણ એ એક વડીલની જેમ જ આપણા વિચાર-વર્તન, આપણા સંસ્કારોનું ઘડતર કરે જ છે ને? ગીતા જ નહીં કોઈપણ ધર્મનું પુસ્તક જે તે વ્યક્તિના તમસાવરણ પર ઉજાસ પાથરે જ છે ને?

વાત અત્યંત શ્રદ્ધાની છે ( અંધશ્રદ્ધાની નહીં હોં……) કે ક્યારેક મન મૂંઝવણમાં હોય, હ્રદય ડામાડોળ હોય, ચિત્ત ચકડોળે ચઢ્યું હોય અને આવું જ કોઈ પથદર્શક પુસ્તક પાસે હોય, એમાંની વાતો એક ચોક્કસ દિશા દર્શાવે, આત્માને ચેતનવંતો બનાવે તો નવાઈ નહીં અને એટલે જ તો એને દિવાદાંડી કહેતા હશે.

પુસ્તક વિશે પણ પુસ્તકો ભરાય એટલું લખાયું છે. કેટલાક અવતરણો અહીં ટાંકવાનું મન થાય છે.

‘શબ્દોમાં “ધનબળ,શક્તિબળ,આયુષ્યબળ કરતા પણ ચડિયાતું બળ પુસ્તક્બળ છે.’- રવીન્દ્રનાથ ટાગોર

-‘સારા પુસ્તક જેવો કોઈ કાયમી મિત્ર નથી કારણકે કદીયે નિષ્ફળ ન જનારા મિત્રોમાં પુસ્તક સૌથી મોખરે છે.’સ્વામી રામતીર્થ.

“સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે.’ સ્વામી વિવેકાનંદ.

‘વિચારોના યુધ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે.-સિસેરો

‘જે ઘરમાં બે સારા પુસ્તક ન હોય એ ઘરમાં દિકરી ન આપવી.’ગુણવંત શાહ

આ સારું પુસ્તક એટલે શું? સારું પુસ્તક એટલે સાચું પુસ્તક જે વ્યક્તિનું સાચું ઘડતર કરે. એક સારું પુસ્તક આમ-તેમ રખડતા વિચારોને સાચા સૂરમાં બાંધે છે.  એક સારું પુસ્તક આપણી ચેતનાને સચેત રાખતી ઉર્જા છે.  

હમણાં આ ૨૩મી એપ્રિલે ‘ વિશ્વ પુસ્તક દિન’ ગયો. આ દિવસ એટલે જેમનાં પુસ્તકોનો વિશ્વની મોટાભાગની ભાષાઓમાં અનુવાદ થયો છે એવા લેખક શેક્સપિયર સહિત છ જેટલા વિશ્વ વિખ્યાત સાહિત્યકારોના જન્મ અને મૃત્યુની તારીખ. વધુને વધુ લોકો પુસ્તક વાંચતા થાય, વાંચન પરત્વે અભિરુચી કેળવતા થાય એવા આશયથી યુનેસ્કોએ આ દિવસે ‘વિશ્વ પુસ્તક દિન” તરીકે ઉજવવાનું નક્કી કર્યું.

વર્તમાન સ્થિતિમાં નવી પેઢી જે રીતે પુસ્તકોથી વિમુખ થતી જાય છે, એક વર્ચ્યૂઅલ વિશ્વમાં પ્રવેશતી જાય છે, જે સત્ય અને સાત્વિકતાથી પર થતી જાય છે ત્યારે કવિની વાતનો મર્મ સમજાય છે. આરંભકાળના આદિવાસીથી અદ્યતન/ આધુનિક સમયખંડ સુધી પહોંચેલા આપણે પુસ્તકરૂપી દિવાદાંડીના ઉજાસથી ઊજળા રહીએ.

કાવ્ય પંક્તિ-રાજેશ વ્યાસ’મિસ્કીન

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

Posted in કવિતા શબ્દોની સરિતા, રાજુલ કૌશિક | 4 Comments