મનની મોસમ -લલિત નિબંધ (૧૦)કહેવું જ શું?

મનની મોસમ એટલે વસંત ,પ્રેમ મનુષ્યની વસંત આમ પણ પ્રેમને અને   વસંત  ખુબ સંબંધ છે , વસંત એટલે પ્રેમ અને પ્રેમનું ખીલવું એટલે વસંત…. એક  સાંપ્રતની ક્ષણ,આ મોસમમાં તમે ફૂલ આકાશ બધું જ પામો, વાચા વગર પણ પ્રેમનો અહેસાહ વર્તાય.  શરીરના અંગોપાંગ ખીલી ઉઠે , મનનો મોરલિયો ટહુકી ઉઠે અને વાણી તેમજ વર્તનમાં તેની સ્પષ્ટ છાંટ વરતાય.ઊર્મિ સ્પર્શ,બધું જ કેસૂડાની  જેમ ખીલે, પ્રેમ ભરી દર્ષ્ટિ કરો અને કેસુડો ગુલાલ બને,અને  તમારા નેણથી  અમને  છાંટીને તમે  રંગો ત્યારે અમને વગર વસંતે ફાગણ વર્તાય…..સોળે કળાએ અમે ખીલી ઉઠીએ, અચાનક તમારા સ્પર્શની લહેરખી આવે  અને પિચકારી છાંટો એ પહેલા અમારું આખે આખું તન ભીંજાઈ જાય…અને .અંદર તરબતર કરી દે… આંખમાં ગુલમહોર ખીલે   નજરથી નજર મળે …ને  દિશાઓ ઝળહળી ઊઠે …મનની મોસમ ખીલે 

વસંત જ છે ને ! પ્રેમ , પ્રેમ જ મનની મોસમ ખીલવે …

તમે છાંટયા ગુલાલોને અમેતો મહેકી ગયા  

અને પછી ફાગણ આવ્યા , કહેવું જ શું?

તમે પિચકારી ભરીને,અમેતો ભીંજાઈ ગયા

અને પછી રંગાઈ પલળ્યા,કહેવું જ શું?

તમે હોઠે  મલક્યા, અમેતો શરમાઈ  ગયા

અને  પછી, કેસુડે ખીલ્યા કહેવું જ શું ?

તમે હાથને અટક્યાને અમે ખીલી ઉઠ્યા

અને પછી ધાણી જેમ ફૂટ્યા, કહેવું જ શું ?

તમે પ્રેમ કીધોને  અમેતો  પકડાઈ ગયા

અને પછી  વાતે વગોવ્યા, કહેવું જ શું ?

પ્રજ્ઞા દાદભાવાળા

3 thoughts on “મનની મોસમ -લલિત નિબંધ (૧૦)કહેવું જ શું?

  1. ફાગણ ફોર્યો અને કેસૂડો મ્હોર્યો
    જો મનમાં ન ખીલે ગુલમહોર
    તો મનની મોસમને કહેવું શું ?

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.