આવું છું.-નીલમબેન દોશી

..
‘મમ્મી, આજે હું મા બની છું. તમારી વ્યથા સમજાય છે. પણ પપ્પા, એક વાર બધું ભૂલીને મને માફ કરીને મારા નાનકડા દીકરાને જોવા,રમાડવા નહીં આવે ? નાની હતી ત્યારે મારી કેટલી ભૂલો, તોફાન તમે હસતા મોઢે માફ કર્યા છે. આજે પણ તમે મને માફ નહીં કરી શકો ? કોઇ વાંકગુના વિના મારું બાળક નાના,નાનીના પ્રેમથી વંચિત રહેશે ? તમારી ઇચ્છા વિરુધ્ધ મેં લગ્ન કર્યા.મારી જિંદગી જાતે જીવવાનો અધિકાર ભોગવવાની મેં ભૂલ કરી. પણ એકવાર..બસ એકવાર મારા આ નાનકડા દીકરાને આશીર્વાદ નહીં આપો ? ‘

ફોનમાં પડઘાતા પુત્રીના શબ્દો આશાબેનના અંતરમાં ઉથલપાથલ મચાવી રહ્યા હતા. બે વરસથી ધીરજ રાખીને પતિના સોગંદ પાળી પુત્રીને નહોતા મળ્યા.પણ આજે હવે…

એ બપોરે જમીને શાંતિભાઇ આડા પડખે થયા હતા ત્યાં મનોમન કશો નિર્ધાર કરી આશાબહેને ધીમેથી સૂતેલ પતિ સામે નજર કરી ને હળવેકથી દરવાજો ખોલ્યો,
’ પાંચ મિનિટ ઊભી રહે. હું પણ આવું છું. ’

પાછળથી પતિનો…ના, ના, એક બાપનો ભીનો ભીનો અસ્ફૂટ અવાજ….!

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, "વાર્તા રે વાર્તા", નીલમ દોશી., માઇક્રોફિક્શન વાર્તા and tagged , , , , , , . Bookmark the permalink.

2 Responses to આવું છું.-નીલમબેન દોશી

  1. મનસુખલાલ ગાંધી કહે છે:

    મનમાં ઘણી વાર ego અહં ભરાઈ ગયો હોય છે અને પછી અબોલા તોડવાની કે ફરીથી સંબંધ જોડવાની ઈચ્છા તો ઘણી થતી હોય, પણ પેલો અહં આડો આવતો હોય, ત્યારે આવો કોઈ પ્રસંગ બન્ને પાર્ટીઓને જોડવાનું નિમિત્ત બની જતો હોય છે. કેમકે પોતાના સંતાનથી વધારે વાર દુર રહેવાતું નથી. ઓનર કીલીંગ વખતે ભલે ઝનુન માથા પર સવાર થઈ ગયું હોય, તો પણ પાછળથી તો પસ્તાવો થતોજ હશે…………..

    બહુ સરસ વાર્તા…નાની છે પણ બહુ સરસ અને “મોટો “સંદેશ સમજાવી જાય છે.

    Like

  2. નીલમબેન,
    ટચુકડી વાર્તામાં પિતાના અહમ પાછળ છુપાયેલ બાપની સંવેદનશીલતા એક વાક્યમા દર્શાવી વાચકોના દિલને ભાવવિભોર કરી દીધું.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s