ઘર
જે દરેકનું એક સપનું હોય.
જ્યા બધા સાથે સપના સેવતા હોય.
જ્યાં સૌ સંતોષના ઓડકાર લેતા હોય.
પાણી પીધા પછીની હાશ હોય.
આનંદ, અપેક્ષાઓ, અને આશ હોય.
વેદનાઓ અને આંસુમાં….
બધે બધો સહિયારો સાથ હોય.
જીવન ધબકાર….
ઘરને સજીવન રાખતો હોય
અને સુખના ઓડકાર ખાતો હોય,
જ્યાં માના ખોળાની ભાવના હોય,
જ્યાં જગત વૈભવની અનુભૂતિ હોય,
જેમાં એક પોતાપણાની ઝલક હોય,
જ્યાં સૌ કોઈ કિલ્લોલમાં રાચતાં હોય,
જ્યાં વહેંચીને ખાતાં હોય,
અચાનક આવી ચડેલા મહેમાન માટે
બે ખુલે હાથે આવકાર હોય,
જ્યાં બધાનો સમાવેશ હોય ,
આપણાંપણા નો અહેસાસ હોય.
જ્યાં ચાર દીવાલ બંધ બારી હોવા છતાં
મોકળાશ હોય….
ભીતોમાં તિરાડ પડે તો પણ…
મન સદાય સંધેલા જ હોય.
જ્યાં આપણા ઘરેથી નીકળતા પગલા
આપો આપ સાંજે જે તરફ વળતા હોય.
જ્યાં કોઈ આપણી પાછા આવવવાની
રાહ કોઈ જોતું હોય ,
એ બીજું કઈ નથી પણ ઘર છે.
હા બસ આ જ ઘર છે.
પ્રજ્ઞા દાદભાવાળા
sudr kavy.
LikeLike