જાપાનનો આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ હોલ દેશ-વિદેશનાં પ્રખ્યાત ડૉક્ટરોથી ખચોખચ હતો. ચક્મકીત ઝીણી ઝીણી લાઈટો હોલની ઊંચી અને તોતિંગ સીલિંગને શોભાવી રહી હતી અને નીચે દેશ-વિદેશનાં નામાંકિત ડૉક્ટરો તારલાની જેમ કોન્ફરન્સ હોલને ચમકાવી રહ્યાં હતાં. આજે કોન્કલેવનો પ્રથમ દિવસ હોઈ ટોક્યોના મેયર પણ હાજર હતાં. સૌ પ્રથમ માઈક ટેસ્ટિંગ અને પ્રોજેક્ટરના ઓપેરેશન ચેકીંગ પછી એનાઉન્સમેન્ટ થયું.
“લેડીઝ એન્ડ જેન્ટલમેન, થેન્ક યુ વેરી મચ ફોર કમીંગ ટુ ધ ઇન્ટરનેશનલ મેડિકલ કોન્કલેવ ફ્રોમ ડિફરેન્ટ પાર્ટ ઓફ ધ વર્લ્ડ”,…..,……,…..!!!
લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ પેપર પ્રેઝન્ટેશન બાય ધ પ્રેસિડેન્ટ ઓફ ઇમર્જન્સી મેડિસિન સોસાયટી-ઇન્ડિયન ફોરમ, યંગ એન્ડ ડાયનામિક “ડૉ. મીનલ”.
ડૉ. મીનલ જાપાનમાં યોજાયેલ ‘ધ ઇન્ટરનેશનલ મેડિકલ કોન્કલેવ’માં ભારતીય ડૉક્ટર્સ ટીમની પ્રતિનિધિ હતી. વિદેશી ડોક્ટર્સના જાત જાતનાં કિસ્સાઓ સાથે એમની ટીમનું પણ આજે પ્રેઝન્ટેશન હતું. ડૉ. મીનલનું નામ અનાઉન્સ થતાં જ ભારતીય પોષાકમાં સજ્જ મીનલ પોતાનાં લેપટોપ સાથે સ્ટેજ પર પહોંચી ગઇ.
ધારદાર અંગ્રેજી અને પડછંદ અવાજ સાથે ડૉ. મીનલનું પ્રેઝન્ટેશન ચાલુ થયું. જેમ જેમ પ્રેઝન્ટેશનની સ્લાઈડ પર સ્લાઈડ બદલાતી ગઈ એમ એમ મીનલના દિવસોની સ્લાઈડ પણ ભૂતકાળમાં જતી રહી.
*********
“હેલ્લો ડૉ. અભિજીત, એક ગુડ ન્યૂઝ આપવા છે, બ્રેકમાં કેન્ટીનમાં મળીએ.” મીનલના મેસેજમાં એનાં પપ્પાએ બંનેના સંબંધને હકારની મહોર લગાડી છે એવો સંકેત દેખાતો હતો.
“કમ ઓન બેબી, લાગે છે સારાં સમાચાર આપવાં માટે તે મુહૂર્ત જોયું લાગે છે.” મીનલ ભટ્ટ બ્રાહ્મણ હોવાથી અભિજીત અવારનવાર આવી હળવી મજાક કરી લેતો હતો.
મીનલ અને અભિજીત બંને કોલેજના સમયથી જ સારાં મિત્રો હતાં. એમ.બી.બી.એસ. સાથે ભણ્યાં અને પોસ્ટ ગ્રેજ્યુએશન પણ સાથે જ કર્યું.
જોગાનુજોગ બંનેની નોકરી પણ એક જ હોસ્પિટલમાં સાથે લાગી. એમની મિત્રતા હવે પ્રેમ સંબંધના ઉંબરે આવી પહોંચી હતી.
બસ, આઈ લવ યુ નામની ચાવીથી કોણ એ સંબંધનું તાળું ઉઘાડે એની જ રાહ જોવાતી હતી. આખરે મીનલે જ માસ્ટર કી વાપરીને એક દિવસ અભિજીતને પ્રપોઝ કરી દીધું.
“હા” તો માત્ર એક ઔપચારિક હતું, અભિજીતે એક કસકસતા ચુંબન સાથે જ સંબંધને લોક કરી નાખ્યો. મીનલના મમ્મી-પપ્પાને કંઈ રીતે મનાવવા એ ખૂબ મોટો પ્રશ્ન હતો. કેમ કે, મીનલ ચુસ્ત બ્રાહ્મણ અને અભિજીત પંજાબી શીખ છોકરો હતો, અધૂરામાં પૂરું માંસાહારી પણ હતો.
અભિજીત એક પેશન્ટનું પેપર વર્ક ચેક કરતો હતો ત્યાં વળી પાછો મેસેજ રણક્યો, ‘આઈ એમ વેઇટીંગ ઈન કેન્ટીન.’
અભિજીતે બધું કામ બાજુ પર મૂકી ગુડ ન્યૂઝની દિશામાં ચાલવાનું ચાલું કર્યું.
મીનલે પહેલેથી જ બંનેની ફેવરિટ લાટે કોફી અને ચોકલેટ મફીન મંગાવીને રાખ્યાં હતાં.
અભિજીતે આવતાની સાથે જ અધીરાઈ દેખાડી, “ટેલ મી વ્હોટ આઈ વોન્ટ ટુ લિસન”.
“માય ડિયર….વિયેનાની કોન્ફરન્સ માટે હોસ્પિટલ મેનેજમેન્ટે આપણાં બેની પસંદગી કરી છે”. મીનલનો અવાજ તો અત્યારથી જ યુરોપ પહોંચી ગયો હતો.
“ઓહ માય ગોડ…..ઇટ્સ અમેઝીંગ ન્યૂઝ!!” અભિજીતને સાંભળવા હતાં તે સમાચાર તો ન મળ્યાં પણ રોકાણ પહેલાં જ ઇન્ટરેસ્ટ મળવાની લાલચ એનાં મોંઢા પર છલકી રહી હતી.
બંનેની ફ્લાઇટની ટિકિટ અને ૨ અલગ અલગ રૂમના બુકિંગની વિગત હોસ્પિટલ મેનેજમેન્ટે ઈમેલ દ્વારા મોકલી આપી હતી. જોકે રૂમ તો એક જ વપરાવાનો હતો.
કોન્ફરન્સને બે અઠવાડિયાંની વાર હતી, મીનલ પોતાનાં પ્રેઝન્ટેશનની તૈયારી કરતાં પોતાનાં અનઓફિશ્યલ હનીમૂનની ખરીદીમાં વધારે વ્યસ્ત હતી.
પાર્ટી વેર, વન પીસની ખરીદી, ન્યુ હેર સ્ટાઇલ અને બ્યુટી પાર્લરનાં આંટાફેરામાં બે અઠવાડિયાં ક્યાં નીકળી ગયાં ખબર જ ના પડી.
‘એરબસ – એ 220 ઇસ બોર્ડીંગ’
‘કુર્શી કી પેટી બાંધકે…..’
‘આપકે ઇલેક્ટ્રોનીક ઉપકરણ…’
‘સામાન કક્ષ મેં યા આપકે સામનેવાલી ખુરશી….. ‘
‘ગલીયારો યા દરવાજે કે પાસ…’
‘આપત સ્થિતિ મેં….’
આવી અનેક સૂચનાઓ વચ્ચે આછા પાતળા અડપલાં અને મીઠ્ઠી મીઠ્ઠી વાતોની વચ્ચે બંને જણા એકમેકમાં મશગૂલ હતાં.
ફ્લાઈટ તો ઉપડી અને થોડીક જ વારમાં મેમ સરના અવાજ સાથે ડીનર આપવાં માટે આખે આખું રસોડું ગરગડી પર આવી પહોંચ્યું.
અભિજીત પાસે એર હોસ્ટેસે આવીને પૂછ્યું, “સર, વેજ ઓર નોનવેજ”
“નોન વેજ” સાંભળતા જ મીનલે મોઢું બગાડ્યું.
“અરે બેબી, આ છેલ્લી જ વખત છે. પછી તારાં પપ્પાને પ્રોમીસ આપવાની જ છે ને!!’
“ઓકે, અભિજીત, ઇટ્સ લાસ્ટ ટાઈમ”
“વ્હોટ આર ધ ઓપશન્સ?” અભિજીતે એર હોસ્ટેસને પૂછ્યું.
“ચીકન કરી ઓર ફિશ કરી”
‘”ફિશ કરી, પ્લીઝ” વળી પાછું મીનલે મોઢું બગાડ્યું અને ફીક્કું હસીને અભિજીતને પરવાનગી આપી.
છેલ્લી વખત ઓફિશિયલી નોન વેજ ખાતો હોઈ અભિજીતે “ફિશ કરી” ધરાઈને આરોગી અને મીનલે પણ આલુ પરોઠાં અને દહીં ખાઈ અભિજીતના ખભા પર માથું ઢાળીને સૂઈ ગઈ.
સ્વર્ગ જેવાં દેશમાં નવાં સંબંધના ઉમંગ સાથે બંને જણા ઝુરીચથી વિયેના જવા રવાનાં થયાં.
હંમેશની માફક બંને જણાએ પોતાનું પ્રેઝન્ટેશન બખૂબી નિભાવ્યું. તાળીઓના ગડગડાટ સાથે બે દિવસની કોન્ફરન્સ પૂરી થઇ.
બાકીના દિવસો તેમણે ફાઈવ સ્ટાર હોટેલના બંધ કમરામાં જ ગાળ્યા.
રાતનાં ઉજાગરાં અને શારીરિક કસરતના કારણે બંનેના શરીર પર થાક વર્તાતો હતો પરંતુ એક સંબંધના સંતોષ પાછળ આ થાક છુપાઈ જતો હતો.
અભિજીતનને શરદી ખાંસી અને ગળું છોલાવાનું શરૂ થયું હતું. મીનલને પણ હળવો તાવ આવતો હતો અને હજી તો ભારત પાછા આવવાની અઢાર કલાકની મુસાફરી તો હતી જ.
લગ્ન પહેલાંની પોતાની યાદગાર યાત્રા પતાવીને બંને જણા પાછા ભારત આવવા રવાના થયા.
ઇન્ડિયા પાછા આવ્યાંને દસ બાર દિવસ વીતી ગયાં હતાં.
મીનલ સાથે સુવર્ણ દિવસોની ચર્ચા અને યાદગીરી તો બાજુ પર રહી અહીંયા તો અભિજીતને ‘અસહ્ય માથું દુખે છે’ અને ‘ગળું છોલાય છે’ ની ફરિયાદો વધતી જતી હતી. ડાબા હાથમાં અસહ્ય દુખાવો થતો હતો અને સેન્સેશન ઓછું થતું હોય તેવું પણ લાગતું હતું.
અભિજીતને લકવાની અસર લાગતાં મગજનો એમ.આર.આઈ. કરાવ્યો, તે પણ નોર્મલ આવ્યો. મીનલને પણ સમજાતું નહોતું કે અભિજીતની તબિયત અચાનક કેમ બગડી ગઈ.
લકવાની અસર હોવાનાં કારણે બે દિવસથી અભિજીતને ઓબ્સર્વેશન માટે હોસ્પિટલમાં જ રાખ્યો હતો.
મીનલ હવે ડૉક્ટરની જેમ નહીં પણ દર્દીના સગાવ્હાલાની જેમ અભિજીતની બાજુમાં બેઠી હતી. અભિજીતનો હાથ હાથમાં લઇ પોતાનાં એ અમૂલ્ય દિવસોને યાદ કરતી હતી. અભિજીતના ડાબા હાથના પલ્સ એનાં જમણાં હાથના પલ્સ કરતાં ઓછાં અને અસામાન્ય લાગ્યા. મીનલે અભિજીતની હાથને સપ્લાય કરતી લોહીની નળીઓની એંજિયોગ્રાફી કરાવી. એંજિયોગ્રાફી કરતાં જાણવાં મળ્યું કે ગળાની નીચેનાં ભાગમાં કોઈ ફોરેન બોડી છે, જે લોહી સપ્લાય કરતી નળીને કાપી રહ્યું છે જેના કારણે લોહીનો પ્રવાહ ઓછો થઇ રહ્યો છે. ઘણું મગજ કસ્યાં પછી એ ફોરેન બોડીનો આકાર જોતાં મીનલને ખબર પડી કે, “ઈટ ઇસ નથીંગ બટ અ ફિશ બોન.”
મીનલે પાછું ડૉક્ટરનું રૂપ ધારણ કર્યું અને અભિજીતને ઓપરેશન થિયેટરમાં લઇ જવા માટે ઓર્ડર કર્યો.
********
પ્રેઝન્ટેશનની લાસ્ટ સ્લાઈડમાં મીનલે કહ્યું, “હી ઇસ માય હસબંડ, હી ઇસ પ્રેઝન્ટ હીયર એટ ધ મોમેન્ટ, સીટિંગ નેક્સટ ટુ ઓનરેબલ મેયર મેડમ”.
જાપાન જેવાં દેશમાં, જ્યાં “સી ફૂડ” ખાવું સામાન્ય બાબત છે, ત્યાં આવા કેસના પ્રેઝન્ટેશન સાથે જ વિદેશી ડૉક્ટરો એ “ઇટ્સ અ યુનિક કેસ” કહીને બિરદાવ્યો.
ટોક્યોના મેયર મેડમે પણ ડૉ. મીનલ અને ડૉ. અભિજીતને પોતાનાં આવાસે ડિનર માટે આમંત્રણ આપ્યું.
મીનલે પણ આમંત્રણ સ્વીકાર્યું અને કહ્યું, “યસ મેડમ ઇટ્સ આર ઓનર!”
અભિજીતે પણ વધુમાં ઉમેર્યું,“યસ મેડમ બટ નો ફિશ !!!”
અભિનંદન મૌલિકભાઈ,
મેડિકલ પ્રોફેશનમાં અનેક એવા કેસ કે કિસ્સા બનતાં હોય જે સાવ નજીવા કારણસર પણ જીવને જોખમમાં મૂકી દે.
સરસ પ્રવાહ સાથેની આ વાર્તામાં કેટલીક બાબતો સરસ રીતે આલેખાઈ છે જેમ કે.
“ડિનર આપવાં માટે આખે આખું રસોડું ગરગડી પર આવી પહોંચ્યું…. ” સજીવારોપણના માધ્યમે ફ્લાઈટમાં એક રૂટિન તરીકે થતી વાતને ખૂબ સરસ રીતે મૂકી.
LikeLiked by 1 person
🙏 વંદન રાજુલબેન
LikeLike
મૌલિકભાઈ,ડોક્ટરનાં જીવનની રોજિંદી ઘટમાળને રસાળ શૈલીમાં સુંદર રજૂઆત…
LikeLiked by 1 person
🙏વંદન
LikeLike