‘બેઠક’નો વિચાર “એક થી અનેક”

મારા જીવનની પ્રવૃતિઓનું એક મહત્વ કેન્દ્રબિંદુ છે ‘બેઠક’ દરેક માણસના આંખમાં એક સપનું હોય છે. મેં પણ એક મહા સ્વપન જોયું હતું ‘બેઠક’ને વિસ્તારીશ.જીવનમાં કેટલાય મિત્રો છે દેશમાં પરદેશમાં નામ ગણવા જાઉં તો લેખ ભરાય જાય, પણ ઘણી વ્યક્તિ જીવનમાં માત્ર મોસમ ખીલવવા જ આવતી હોય છે.આ વાત સહૃદયતાની છે. હું હમણાં અમદાવાદ ગઈ હતી અને ત્યાં એક વ્યક્તિને મળી ,નાનો યુવાન તરવરાટ થી ભરેલો ઉત્સાહી યુવાન. મૌલિક,વિશ્વને જીતવાની લગની,નામ તેવા જ ગુણ બધી વાતમાં એની મૌલિકતા,પોતાની સર્જકતાની અંદર ખીલે સંગીત લહેરાવે બીજામાં રોપે ,પોતાની કૃતિથી રંગાયેલો હોય અને બીજાને તેમાં તરબોળ કરે, સર્જક થઇ ભીતરથી પહોંચવાનું ચેતનાના સ્તરે, એના,સર્જનમાં એ આનંદ લે જે આપણને પણ સ્પર્શી જાય,ખુદની ચેતના શક્તિ અને સકારાત્મકતા,જેવી વાણી તેવી જ પારદર્શકતા, સાદો સીધો દેખાતો યુવાન અને  આંખોમાં અનેક સપના તરવરે, આપણને પણ તેના સપનામાં ડુબાડે એટલું જ નહિ આપણા સ્વપનો પણ પુરા કરે મેં મારો વિચાર એને દર્શાવ્યો.

અમદાવદમાં બેઠકના એનેક સર્જકો રહે છે આપ ત્યાં બેઠક શરુ કરો અને અમેરિકાને જોડતો  શબ્દનો  સેતુ બંધો તો કેમ ?મારા જીવનમાં ચમત્કારો થયા જ કરે છે મને જે જોઈએ તે આપમેળે અનાયાસે મળતું રહે છે બસ મેં બે હાથ ઉચા કરી ભગવાન પાસે માગ્યું અને ૨૨ હાથ મારી મદદે ભગવાને મોકલી આપ્યા.મૌલિકે મારા સ્વપ્નને સાકર રૂપ આપી દીધું અર્ચનાબેન અને અને તેમના પતિ દીપકભાઈ એમનું બળ બની સાથે ઉભા રહ્યા.રશ્મિ માસી (રશ્મિ જાગીરદાર)એ આશિર્વાદ આપી દીધા અને બસ બધા એ હોકારો દઈ આજના શુભ દિવસે અમદાવાદની ‘બેઠક’નો  કળશ મુક્યો અને પછી તો વિચારોનું સૌંદર્ય આપ મળે ખીલ્યું,જાણે આંબે  મોર આવ્યા, વતાવરણ ઉત્તેજિત થઇ ગયું, ત્યારે  મારા મનની મોસમ ક્યાંથી કાબુમાં રહે?પહેલા વરસાદના છાંટા જેવી  ભીની માટીની મહેકથી વાતાવરણને સુંગંધિત કરી દીધું અને હું પોહચી ગઈ મારા વતનમાં સર્જકો સાથે, અમદાવાદમાં ‘બેઠક’ “એક થી અનેક” એક સ્વપનને સાકાર કર્યું, ધારેલું જાણે આપી ભગવાને ખોબો ભરી દીધો અને મનની મોસમ ખીલી……

 

આજના રામ નવમીના  પવિત્ર દિવસે અને માનનીય  રશ્મિબેન જગીર્દરના જન્મદિવસે એક વાત જાહેર કરતા આનદ થાય છે કે અમેરિકાની બેઠક હવે સંઘ બંનીનેઅમદાવાદમાં  સ્થપના કરી રહી છે. બેઠકનો સામાન્ય ઉપક્રમ  આ મુજબ હશે .

🌀સંચાલન (અર્ચિતા પંડ્યા/દિપક પંડ્યા/મૌલિક)
🌀વેલકમ સ્પીચ (દર વખતે અલગ અલગ વક્તા : વક્તવ્ય માટે આત્મવિશ્વાસ વધે તે હેતુથી )
🌀કાવ્ય પઠન
🌀વાર્તા પઠન
🌀કાવ્યનો આસ્વાદ
🌀ગયા મહિનાનો અહેવાલ
🌀પ્રમાણપત્ર અને ઈનામની જાહેરાત
🌀સાહિત્યકારની હાજરીનું આયોજન
🌀મફત પુસ્તક વિતરણ
🌀સાત્વિક ચા-નાસ્તો

દરેક વ્યક્તિને’ બેઠક’ના ખુબ અભિનંદન

મૌલિકનો પરિચય અહી મળશે -https://maulikvichar.com/about/

6 thoughts on “‘બેઠક’નો વિચાર “એક થી અનેક”

Leave a reply to vijayshah Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.