ડાયાસ્પોરા અછાંદસ કાવ્ય(11)હજુ પણ કઇંક ખૂટે છે !-વિનોદ પટેલ,સાન ડીએગો Posted on May 16, 2016 by Pragnaji હજુ પણ કઇંક ખૂટે છે ! જન્મ્યા,મોટા થયા ,ભણ્યા , ગણ્યા વતનના દેશમાં , કદી કલ્પના પણ ન હતી એવા સંજોગો ઉભા થયા , આવી ગયા નવાં સ્વપ્નો સાથે અજાણ્યા દેશમાં ! નવો દેશ , નવા લોકો, નવી રીતો, બધું નવું નવું , અંજાઈ ગયા, ખુશી થયા , આ જીવન પલટો થતાં . મચી પડ્યા , દિન રાત, ગધ્ધા મજુરી કરી , ડોલરો કમાવાની ઉંદર દોડમાં જોતરાઈ ગયા. સરસ ઘર, મોટર ,સુખ સગવડો ઉધારે લઇ , લોન પૂરી કરવા, ત્રીસ વર્ષનો રહેવાસ લખાઈ ગયો ! પછી તો ચાલુ થઇ ગયું એકધારું દૈનિક ચક્ર . આવતાં વિચાર્યું હતું ભણી, થોડું કમાઈ, પછી, પરત આવી જઈશું મૂળ દેશ વતનમાં. પરંતુ આ મોહમયી ધરતીની માયા ગળે પડી ગઈ , દિન પ્રતિ દિન વતનનો દેશ ભુલાતો ગયો અને પેઢી દર પેઢી માટે ઊંડો પાયો નંખાઈ ગયો વિદેશમાં. બધી વાતે અહીં ઝગમગાટ જિંદગી જીવાય છે , છતાં, સાલું કૈક ખૂટતું હોય એમ કેમ લાગે છે ? કઈ જ ખબર નથી પડતી, સોનાના પિંજરમાં પુરાયા હોય એમ કેમ લાગે છે ? પગે બેડીઓ બંધાઈ ગઈ છે એમ કેમ લાગે છે ? માતૃભુમી હજુ પુરેપુરી ભુલાઈ નથી અને કર્મ ભૂમિ હજુ પુરેપુરી પોતાની બની શકી નથી ત્યારે,. જીવનાન્તે પોઢી જઈશું એક દિન જ્યાં છીએ એ દેશમાં. ચગડોળે ચડેલું મન ઊંડેથી પ્રશ્ન પૂછતું જ રહે છે …. અહીં બધી જ ભૌતિક સુખ સાયબી હોવા છતાં , સાલુ , હજુ કંઇક ખૂટતું હોય એમ કેમ લાગે છે ? વિનોદ પટેલ,સાન ડીએગો Share this:PrintEmailFacebookSkypeTwitterWhatsAppLike this:Like Loading... Related
સાલું, હજી કંઈ ખુટતું હોય એવું કેમ લાગે છે? વાહ વાહ ! વિનોદભાઈ સિક્ષર મારી તમે તો. LikeLiked by 1 person Reply ↓
સ..રસ અનુભૂતિની અભિવ્યક્તિ.દુઃખ તો એ છે કે ત્યાં જઈએ તોકૈક નહિ,પણ ઘણું ખૂટતું લાગે છે. LikeLiked by 1 person Reply ↓
સાલું, હજી કંઈ ખુટતું હોય એવું કેમ લાગે છે?
વાહ વાહ ! વિનોદભાઈ સિક્ષર મારી તમે તો.
LikeLiked by 1 person
સ..રસ અનુભૂતિની અભિવ્યક્તિ.દુઃખ તો એ છે કે ત્યાં જઈએ તોકૈક નહિ,પણ
ઘણું ખૂટતું લાગે છે.
LikeLiked by 1 person