“બેઠક” છે આંગણે-રેખા શુક્લ

મિત્રો આપણી  બેઠકના ઘણા મહેમાનો આ શુક્રવારે હાજર નહિ હોય પણ બેઠકમાં એક સર્જક તરીકે રેખા શુકલ  જે અનુભવ્યું છે તે સુંદર રીતે વ્યક્ત કર્યું છે,

 

કૂમળી કાયા કંચનવર્ણી જો ને “બેઠક” છે આંગણે
પ્રેમની હેલી ને શબ્દો નું ટોળુ “બેઠક” છે પ્રાંગણે

ગમતીલા મિત્રોનો પરિવાર જ “બેઠક” છે આંગણે
ટહુક્યા જ કરે મયુરપંખીણી રે “બેઠક” છે પ્રાંગણે

મેહફિલનું લીલુછમ્મ મેદાન છે “બેઠક” છે આંગણે
પ્રેમી પંખીડાનું ગગન ખુલ્લુ રે “બેઠક” છે પ્રાંગણે
—-રેખા શુક્લ

2 thoughts on ““બેઠક” છે આંગણે-રેખા શુક્લ

  1. [ મેહફિલનું લીલુછમ્મ મેદાન છે “બેઠક” છે આંગણે
    પ્રેમી પંખીડાનું ગગન ખુલ્લુ રે “બેઠક” છે પ્રાંગણે
    —-રેખા શુક્લ ]
    ગગન ખુલ્લુ— સરસ “આકાશ” વિરાટ …અસીમ ….
    “હું તો જાણે છું,પુષ્કળ પ્રકાશનો પૂંજપૂંજ, તેજવર્તૂળ વ્યાપ છું ,
    શૂન્યનો અનંત વિસ્તાર છું, ચોફેર ચળકતો ચેતનાનો ચાપ છું .”
    [ “વિસ્તરું, એક પ્રવાહે,નિરભ્ર આભ,ઉજાશ પરમ આનંદ!
    સઘળું અહીં છલોછલ, તરબતર, સભર પરમ આનંદ!
    મેહસૂસ અસીમને કરું, કણકણમાં સર્વત્ર પરમ આનંદ!
    હકીકતમાં,આ કોચલું-કવચ છે,બધો આભાસ “કઇંક” ]

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.