થાવ થોડા વરણાગી-(4)પ્રજ્ઞાજી

બેઠકનો આ મહિનાનો વિષય છે “થાવ થોડા વરણાગી”

rosex

મિત્રો,

ગઈકાલે મેં વેલનટાઈન ડે ઉજવ્યો ,

આમ તો ભારતમાં હતી ત્યારે પ્રેમ માત્ર ગજરો કે સાડી મેળવી વ્યક્ત કરાતો હતો,પ્રેમમાં માગણી કે અપેક્ષા ઓછી હતી હા ક્યારેક સ્ત્રીઓ રિસાતી ત્યારે કહેતી “ઝટ જાઓ ચાંદન હાર લાવો ઘૂંઘટ નહિ ખોલું”…પરંતુ ક્યાંય અપેક્ષા ન હતી,..એથી પણ વધારે મેઘલતામાસીના શબ્દોમાં કહું તો..

અમણે મોગરો ધર્યો ને તમે મહેકી ઉઠ્યાં
ને પછી ગજરો ગૂંથવાનું તો પૂછવું જ શું ?

હા, પહેલા આજ રીતે પ્રેમ વ્યક્ત થતો હતો પણ જમાના સાથે જાણે બધું બદલાય છે મારી દીકરી કહે છે મમ્મી તમે થાવ થોડા વરણાગી અને લ્યો બસ આજ વરણાગીપણા ને કવિતામાં વ્યક્ત કરું છું.

વેલેન્ટાઈને પ્રેમ પર હાસ્ય કવિતા

વેલેન્ટાઈને નાના-મોટોઓને પ્રેમમાં પડતા કરી દીઘા,​​
‘સેલ-ફોન’ પર પ્રેમનો એકરાર કરતા કરી દીઘા!

ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,
કબુતર અને પ્રેમ પત્ર ભૂલી, ઈમેલ કરતા કરી દીઘા!

સવારના પહોરમાં નિયમિત જોગીંગ કરવાના ​બહાને, 
અત્તર છાંટી કાર્ડ અને ગુલાબ વેચતા કરી દીઘા!

ખાવાનો ચસ્કો બઘાનો જુઓ એમ થોડો છુટે છે,
​​વેલેન્ટીન ના નામે ચોકલેટ​નો વેપાર કરતા ​કરી દીધા!

​ઝાંઝર ​વેણી અને ગજરો અંબોડા ને​ ઘૂંઘટ ​ ભૂલી,
પ્રેમમાં છુટા વાળ ,હવામાં ઉડાડતા કરી દીધા! 

શરમાવા કરમાવાની વાત છોડી દયો ​પ્રજ્ઞાજી, ​
જાહેરમાં પ્રેમનો એકરાર કરી,​​ચુંબન ​કરતા કરી દીધા! 

-પ્રજ્ઞાજી-

માનનીય ચીમનભાઈ
આપની લખવાની કળા ખુબ ગમે છે. એ જોઈ મેં પણ લખવાની કોશિશ કરી.

આ લખવા માટે મને ચીમનભાઈ પટેલે “ચમન”મદદ કરી માટે આભાર

http://chimanpatel.gujaratisahityasarita.org/ ​

8 thoughts on “થાવ થોડા વરણાગી-(4)પ્રજ્ઞાજી

  1. your   comment   do  not  accept  mycomments.  Sunder, good   attempt. Keep  it  up  You  will make  A  mark 

    Like

  2. થોડા વરણાગી નહીં, આપતો પૂરે પૂરા વારણાગી થઈ ગયા.!!!!!!
    મજા પડી ગઈ…

    Like

  3. ખુબ સુંદર,વરણાગી બનવા velentine બોલતા કરી દીધા. નહીતો ક્યાં કોઈને ખબર હતી વેલન્ટાઇન એટલે શું?

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.