વેલનટાઈન ડે ના દિવસે ખુબ અભિનંદન

મિત્રો આપણી  “બેઠક”ને પ્રોત્સાહિત કરનાર ડૉ.મહેશ રાવલ   બે એરિયામાં કાયમ માટે  આવી ગયા છે આપ સહુ એમની ગઝલથી પરિચિત છો  હું એમના વિષે વધુ કહું એના કરતા એમની કલમની તાકાત એમના શબ્દોમાં આજના વેલનટાઈન ડે

​ નિમિત્તે રજુ કરું છું  જે માણજો ​
 
cropped-rose.jpg

આંધળો કહી પ્રેમને અમથો વગોવ્યો આપણે
દેખતા કરતા વધારે પ્રેમને દેખાય છે !

– ડૉ.મહેશ રાવલ 
 

મહેશભાઈએ કરેલી એક રજુઆતમાં બધે પ્રેમને જોશો તો સાચા પ્રેમની વ્યાખ્યા દેખાશે. મહેશભાઈ એ લખેલી આ રચનામાંથી મને આજે વેલનટાઈન ના દિવસે આજ અર્થ મળ્યો છે. જે હું રજુ કરું છું  અને તમને પણ આજે પ્રેમનો સાચો અર્થ આમાં થી મળશે ​..પ્રેમ એટલે લાગણી નો સ્વીકાર ,જ્યાં અહમ ના હોય,સરસ વાત છે કે પ્રેમમાં આડકતરો અહમ પણ ન પોસાય ,​મહેશભાઈ કહે છે અહમ હો તો ઉંબરે થી જ પાછા વળજો,પ્રેમમાં અપેક્ષાને  કોઈ સ્થાન નથી  અને એથી વધુ રાગ દ્વેષ ને કદીયે ન લાવતા।. પ્રેમ ને  ખણખોદ કે ખટરાગથી મેલો નહિ કરતા ​ સૌમ્ય સાલસ સાહજિકતાએજ પ્રેમનું ​ભીતરી સૌંદર્ય, ​છે અને એજ પ્રેમનો દબદબો જાળવી આજે તમારા પ્રેમને ઉઘાડા બારણે પ્રવેશવા દેજો. ​

 
 

તો, બારણાં ખુલ્લા જ છે…ડૉ.મહેશ રાવલ

 

તો,બારણાં ખુલ્લા જ છે…

 

અર્થ અંગીકાર હો તો બારણાં ખુલ્લા જ છે
લાગણી, આધાર હો તો બારણાં ખુલ્લા જ છે

આડકતરો પણ અહમ આ ઉંબરે પોષાય નહીં
પાત્રતા પુરવાર હો તો બારણાં ખુલ્લા જ છે

એક માર્ગી છે હ્રદયની સલ્તનતનાં માર્ગ સહુ
આવવા તૈયાર હો તો બારણાં ખુલ્લા જ છે

ફળવગરનાં કર્મ નહીં પણ, કર્મનાં ફળનું ચલણ
માન્ય જો સો વાર હો તો બારણાં ખુલ્લા જ છે

રાગ નહીં કે દ્વેષ નહીં, ખણખોદ કે ખટરાગ નહીં
માપસર વ્યવહાર હો તો બારણાં ખુલ્લા જ છે

સૌમ્ય સાલસ સાહજિકતા,ભીતરી સૌંદર્ય, ‘ને
સાદગી શણગાર હો તો બારણાં ખુલ્લા જ છે !

લઇ ખુમારીનો અનાહત વારસો બેઠા છીએ
દબદબો સ્વીકાર હો તો બારણાં ખુલ્લા જ છે

http://drmahesh.rawal.us/?p=1877

ડૉ.મહેશ રાવલ

4 thoughts on “વેલનટાઈન ડે ના દિવસે ખુબ અભિનંદન

 1. નવી જગાએ પણ જાણીતા લોકોની વચ્ચે આવનાર મહેશભાઈને શુભ સ્વાગતમ ….શુભેચ્છાઓ

  આવો મહેશભાઈ હર્ષથી ,બેઠક પરિવારનાં બારણાં ખુલ્લા જ છે..

  આપની મજાની ગઝલ માણી.

  Like

 2. રાગ નહીં કે દ્વેષ નહીં, ખણખોદ કે ખટરાગ નહીં
  માપસર વ્યવહાર હો તો બારણાં ખુલ્લા જ છે

  આ શેરમાં સુંદર સંદેશ છે એ ખૂબ જ ગમ્યો. આમ થાય તો પેલી કહેવત “કૂતરાઓનો સંઘ કાશી ના જાય” ખોટી પાડી શકાય.

  “ચમન”

  Like

 3. મહેશભાઈ,બે -એરિયાની બેઠકનાં બારણા આપના માટે ખુલ્લા છે.
  ‘શું જબરજસ્ત એન્ટ્રી છે આપની !
  આંધળા પ્રેમને દેખતો કહેવાની રીત છે ન્યારી.’
  વેલકમ બેક.

  Like

 4. ડો.મહેશભાઈ આપની કવિતાનો સાર” સહજ જીવન”માં આવી જાય છે. બરાબરને ? ખૂબ સરસ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.