મૌન પણ બોલે છે ..

 મને આ વાત બાળપણમાં સમજાઈ હતીત્યારે  હું ૧૧માં ધોરણમાં હતી. સ્વાભાવિક ઉંમર એનું કામ કરતી હતી. મને કશુક નવું કરવું ગમતુંજેને એડવેન્ચર કહી શકાય. એક દિવસ રીસેસમાં ગાપચી મારી હું મારી બહેનપણી સાથે મેટેની શોમાં પિક્ચર  જોવા ગઈમારી માસીની દીકરી મારા જ વર્ગમાં હતી. તેણે મારી મમ્મીને વાત કરી કે હું શાળામાંથી પિક્ચર જોવા ગઈ હતી.
હું ઘરે આવી. સમય કરતા થોડીક જ મોડી અને મમ્મીએ માત્ર એટલું જ કહ્યું કે આવી ગઈસારું, જમી લે અને સ્કુલનું lesson કરી લેજે.’ ત્યાર પછી શનિરવિની રજા હતી. રજા પછી શાળામાં ગઈ ત્યારે મારી બહેનપણીએ કહ્યું. તારી મમ્મીએ પૂછ્યું હતું કે પ્રજ્ઞાની  ફિલ્મની ટીકીટના તને કેટલા પૈસા દેવાના છેને  તારા પપ્પા મમ્મી મને રવિવારે પૈસા આપી ગયા..’ હું બે ક્ષણ માટે એને જોઈ રહી અવાચકઆ વાત જાણ્યા પછી મમ્મી પપ્પાનું આ મૌન મને ખટકી ગયું. હા, અહીં એમનું મૌન બોલતું હતું. શબ્દો ન કરી શકે તે કામ મૌને કર્યું. હું મારી જાતે બધું સમજી ગઈઆવી વાત આપણી હો કે ગાંધીનીપણ શબ્દો અને વાણી વિનાની મૌનની એક અજબની પરિભાષા છે.
 હું તો ક્યારેક મારા શહેરનું પણ મૌન સાંભળું છું. મુંબઈ શહેર એટલે ચોવી કલાક હાંફ્તું ,ધબકતું અને ક્યારેય ના થાકતુંધાંધલ ધમાલ, ઉથલપાથલનું શહેરએ મૌન કેવી રીતે હો શકેહીં મુંબઈ શહેર તમને ખોટા પાડે છે. કારણ  શહેરનું મૌન  ભેદી હોય છે. મુંબઈ શહેર શબ્દોનું મહોતાજ નથી. ભાવની ભરતીનું શહેર છે. એનું મૌન ક્યારેક ડર પહેરીને આવે છે તો ક્યારેક ચિંતા ઓઢીને આવે છે.અહી મૌનની તીક્ષ્ણતા આકરી હોય છે. હા ક્યારેક શહેરનું મૌન શબ્દોથી પણ તેજધારદારઘાતકજીવલેણ અને તીક્ષ્ણ બની જતું હોય છે. ત્યારે જાણે મૌન શબ્દની આબરૂ લેતું હોય તેવું ભાસે છે. હા,પણ મૌન બોલે છે.
સાંભળો તો મૌન ઘણું બોલે છે. મૌન માણસને ચીરી નાખે છે તેમ મૌન માણસને સીવી નાખે છે મૌન જીવન છેમૌનમાં ધબકાર છે. મૌનમાં શ્વાસ છે. મૌન એ શબ્દોની કબર નથી. મૌન હૃદયના ધબકારામાં ગાજતું હોય છે..હા મૌન બોલતું હોય છે.
 પ્રજ્ઞા દાદભાવાલા

મારો પત્ર  દેવિકાબેને અને રાજુલબેન શાહએ તેમના બ્લોગ પર  ​ગયા રવિવારે પર મુક્યો છે . પ્રતિભાવકો એમના બ્લોગ પર​ આપના  અભિપ્રાય આપશો.

https://devikadhruva.wordpress.com/

https://rajul54.wordpress.com/

7 thoughts on “મૌન પણ બોલે છે ..

    • આપનું બ્લોગ પાર સ્વાગત છે આપના અભિપ્રાય માટે આભાર આપણા અભિપ્રાય મને વધુ લખવા પ્રેરણા આપશે

      Like

  1. ખરેખર પ્રજ્ઞાબેન,મૌન વિષે સરસ શબ્દોમાં ખૂબ ઉંચી વાત સુંદર રીતે રજૂ કરી છે.મમ્મી પપ્પાનું મૌન જે રીતે બોલ્યું તે આજના મા બાપે શીખવા જેવું છે.

    Like

  2. Pingback: મૌન પણ બોલે છે – ઈવિદ્યાલય

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.