એક વાર જયારે નવેમ્બરમાં હું અહીં પાછી ફરી ત્યારે મારા એક મિત્રે પૂછ્યું કે આવો મજાનો ચાર માસનો સમય ભાવનગરમાં વિતાવ્યા પછી ત્યાં ગમે છે? કેવું લાગે છે ?
મારો ઉત્તર હતો-
From oven to freezer, from 120 decibels sound,noise of Ganeshotsav and Navratri
from all directions to pin drop silence,from Ladu, Dudhppak ,Jalebi to Pasta, Plzza,
Send witch ….what to say more ! Life is good on its own way.
હા, અહીંની જીવન પદ્ધતિ અલગ છે. સવારથી દોડો..જાણે જોબ,નોકરી,કામ સિવાય બીજું
કશું જ મહત્વનું નહિ.ઘરકામ ? શનિ રવિમાં થઇ જશે. તાજી ગરમ રસોઈ ? આ દેશમાં
કશું જ વાસી કે ઠંડુ થતું જ નથી.તાજું રાખવાની જવાબદારી ફ્રિઝની અને ગરમા ગરમ પીરસવાની માઇક્રોવેવ ઓવનની.હું પણ બત્રીસ વર્ષ સુધી સવારના સાડાસાતથી બપોરના બે સુધી કામ કરતી હતી પણ કામવાળી અને રસોઈવાળા બેનની મદદથી.અહીં એ સુલભ નથી .વળી અહીંની સરખામણીમાં તો એ part time જ કહેવાય.
“દેશ તેવો વેશ ” બોલાવનું સહેલું છે પણ મારા માટે તે અપનાવવો મુશ્કેલ છે.નથી અપનાવી શક્તિ.મારી પૌત્રી મને પૂછે છે ” મા , તારી પાસે (અમેરિકન )નોર્મલ ડ્રેસ નથી?”
હું કહું છું ” આ જ નોર્મલ છે, એ ડ્રેસ માટે હું એબ્નોર્મલ છું” વોશિંગ મશીનમાંથી ,ગાય ચાવી ગઈ હોય તેવી સાડી તો દીઠી નથી ગમતી.ગૌતમ બુદ્ધે પ્રબોધેલો મધ્યમ માર્ગ અપનાવી પંજાબી વેશ કમને સ્વીકારી લીધો છે.
અહીં ઈસુના પ્રચારકો અને આપણા વિવિધ સંપ્રદાયોના પ્રચારકો આવતા રહે છે.તેમને શાંતિથી સાંભળવા મારા માટે કપરું થઇ પડે છે પણ સવિનય “હું હિન્દુ છું ” કહી હસીને વિદાય કરું છું.
મારી ઉમર જોઈને આપણા લોકો – પુત્રના મિત્રો પણ પહેલા એ જ સવાલ કરે “
“…..મંદિર જોયું? વ્રજ જઈ આવ્યા ? આવું તો ત્યાં પણ કોઈએ નહિ પૂછેલું.હજુસુધી
સંતોષથી પૂર્ણ ભાવ સમાધી ,જીવનભર રહે સાથી.
LikeLike