બેઠક -૨૦૧૬ વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -(6) ચીંથરે બાંધેલા સંસ્કાર..!! “સત્યમા”

એક લઘુ કથા વાંચજો- વંચાવજો અને કોમેંટ પણ યોગ્ય લાગે તો લખજો- સ્પર્ધામાં તે મહત્વના છે,આપના મંતવ્ય જરૂર થી આપશો,રીડર્સ પોપુલર ચોઈસ પણ જરૂરી છે, આપ બેધડક અભિપ્રાય આપી શકો છો.

 મમ્મી..મારુ ચાર્જર નથી મળતું..અને મોબાઇલ માં બેલેન્સ પણ નથી..તારા છોકરા ને સમજાવી દેજે..સાવ નક્કામો છે..અડધી રાત સુધી જાગ્યા કરે છેમારી વસ્તુ લે છે તો સરખીયે નથી મુકતો..એના મોબાઇલ માં બેલેન્સ ના હોય તો મારા મોબાઇલ નું બેલેન્સ ખતમ કરી નાખે..હવે મારે શું મંજીરા વગાડવાના ??!”

રચના આદતવશ સવાર માં મોબાઇલ ચેક કર્યો તો ઝીરો બેલેન્સ વીથ લો બેટરી..!!અને ચાર્જર એની જગ્યા પર પણ નથી..બધે ફંફોસી વળી..છેવટે મમ્મી ના નામ ની બુમો પાડવા લાગી..પણ એને મમ્મી ના પ્રતિભાવ ની ખબર હતી..કારણ કે લગભગ દરરોજ નો સીન હતો..!

તું તો મારા છોકરા ની પાછળ પડી ગઈ છે..એને વગોવવામાં થી ઉંચી નથી આવતી..નવાઇ ની નોકરી નથી કરતી તે બુમાબુમ કરી મુકી છેકંઇ કામ નથી કરવુ ને બુમો પાડવી છે બસ..!ઉઠી ને તરત મોબાઇલ નું અથાણુ કરવુ છે તે ચાર્જર અને બેલેન્સ ની રામાયણ લઈ ને બેઠી છે..?!એક છોકરો છે મારે..એનેય જીવવા નથી દેતી..કહી દઉં છું ઉઠે તો એની સાથે ઝગડવા ના બેસી જતી..રાતે મોડા સુધી વાંચે છે .. કેટલી મહેનત કરે છે..અને ઉપર થી એનો સ્વભાવ પણ થોડો ગરમ છે..જેમતેમ બોલી જાય તો મને કહેવા ના આવતી…!”

છે સ્મિતાબેન..બેન્ક માં ક્લાર્ક છે..જાણે એક નો એક છોકરો શ્રવણ ની જેમ કાવડ પર બેસાડી ને જાત્રા લઇ જવાનો હોય એમ પુત્ર પ્રેમ માં પાગલ છે..!

મમ્મી પ્લીઝ..મહેરબાની કર..છોકરા ના ગુણગાન ગાવાનું બંધ કર..તનેય ખબર છે કે રાતે વાંચતો નથી પણ મોબાઇલ મંતરવા માંથી ઉંચો નથી આવતો..તારો કુંવર ઉઠે તો જરા પુછજે રાત્રે મોડો કેમ આવ્યો હતો..?!છોકરો રખડેલ અને માં એના પ્રેમ માં પાગલ બની બેઠી છે..

રચના ના અવાજ માં ચીડ અને આક્રોશ ભારો ભાર ઉભરાતા હતા..!

સ્મિતા બેન રસોડા માંથી બબડતાબબડતા બહાર આવ્યા :  “ચાલ તું નહાવાનું કર અને નીકળ..મારેય મોડુ થાય છે..તારી કચકચ બંધ કર અને મારે મારા છોકરા પાસે હવાતિયા નથી કરાવવા..એને ગમે રીતે જીવવા દે.. આટલુ અઘરું ભણે છે..થોડા કલાકો માઇન્ડ ફ્રેશ કરે છે તો તને કેમ ખુંચે છે..?એના થી બળવાનું બંધ કર..તને ભણવાનું કીધુ હતુ તારું ભણવામાં મગજ ના ચાલ્યું તો મારો છોકરો શું કરે..?એને શાંતિ થી જીવવા દે..!”

તું વાત ક્યાંથી ક્યાં લઈ જાય છે મમ્મી..!” રચના થોડી ઢીલી પડી..

તો શું કાયમ એની ફરીયાદ કર્યા કરે છે..!”

મમ્મી તારી રોટલી બળવાની વાસ આવે છે જા અંદર..”

રચના બન્ને હથેળી થી આંખો બંધ કરી પછી ઉંડો શ્વાસ લીધો..બધા વિચાર ખંખેરી નાખ્યા..

ડોરબેલ રણકી..

રચના : “મમ્મી નિતાંત ની કોલેજ માંથી કુરિયર આવ્યુ છે..”

રચના કવર ખોલ્યું..નિતાંત ની કોલેજ ના લેટરહેડ પર પ્રિન્ટેડ લેટર હતો..

નિતાંત ની સતત ગેરહાજરી ને કારણે એને કોલેજ માંથી બરતરફ કરવામાં આવેલ છે..બાકી નીકળતી ફી ની રકમ જમા કરાવવાની નોટીસ અને વાલી મિટીંગ માં ક્યારેય હાજર રહેલા માતાપિતા વિશે ટીપ્પણી !

આટલુ વાંચતા સુધી માં તો રચના ની આંખો પહોળી થઈ ગઈ..!

જો મમ્મી તારા એક ના એક લાડકા દિકરા ના પરાક્રમ..!”

સ્મિતાબેને લેટર વાંચી ને રચના તરફ જોયું એના ચહેરા ના હાવભાવ જાણે સ્મિતા બેન ની મજાક ઉડાવતા હતા..નિતાંત ની હકીકત જાણી ને ડઘાઇ ગયા અને છોભીલા પડી ગયા..

આવુ તો ના બને.. તો દરરોજ કોલેજ જાય છે..રાત સુધી વાંચે પણ છે ..!” સ્મિતા બેન માંડ થુંક ગળે ઉતારી ને બોલ્યા..

બસ કર મમ્મી..દેખતી આંખે આંધળી ના થા..એની કોલેજ ના એક પણ ફ્રેન્ડ આપણા ઘરે નથી આવતા જે આવે છે બધા વિશે મારે કંઇ કહેવાની જરૂર નથી..તને ખબર છે..” રચના એકી શ્વાસે બોલી ગઈ

સારુ હવે તું બહાર કોઇની સાથે વાત ની ચર્ચા ના કરતી..” સ્મિતા બેને એકદમ ધીરે થી કહ્યુ.

સ્મિતાબેન ને નિતાંત કંઇક આડા રસ્તે છે એવી ગંધ તો હતી પણ એનેમાતૃ પ્રેમકહેવાય કેલાપરવાહીકે પછી એને વાતવાત માં છાવરવાની આદત.. કંઇ ખોટુ કરે..,સામે બોલે..,કે  બહેન ની સામે ગેરવર્તન કરે તો પણ એની બધી  જરૂરીયાત એના માંગ્યા પહેલા પુરી કરવાની..

એમા નિતાંતે નવાઇ નુ દશમુ પાસ કરી લીધુ અને સ્મિતાબેન એક વેંત અધ્ધર ચાલવા લાગ્યા..

પછી ડિપ્લોમાઈલેક્ટ્રિકલએન્જીનીઅરીંગ કોલેજ માં એડમિશન લીધુ..પેમેન્ટ શીટ પર

અને સ્મિતાબેન કે એને કંઇ સારુ શિખવાડવાને બદલે કે એની ભુલો સુધારવાને બદલે એની પર હંમેશા ઢાંક પિછોડો કરતા આવ્યા હતા..અને પૈસા તો નિતાંત ને વાત વાત માં જોઇયે..કોલેજ માં પ્રોજેક્ટ..,સેમિનાર..,સ્ટેશનરી મટીરિયલ..અને બુક્સ..બ્રાન્ડેડ કપડા..,શુઝ..,ગાડી નું પેટ્રોલ..!!

એવુ નહી કે સ્મિતાબેનઅશોકભાઇ પૈસાદાર છે..પણ સ્મિતાબેન ને પોતેહવાતિયાકરી ને નિતાંતનેરાજકુમારની જેમ પાલવવો છે..

અશોકભાઇ અને રચના સમજે છે પણ સ્મિતાબેન ની આગળ કઈ પણ બોલવુ એટલે દિવાલ પર માથુ પછાડવા બરાબર છે..!

બધા માંબાપ ને પોતાના બાળકો વહાલા હોય છે..પણ સ્મિતાબેન નું બાળપણ ગરીબી માં વીત્યું હતું..દારુડીયો બાપ અને માં ના ઝગડા જોયા હતા..તો એક એવી ગાંઠ વાળી હતી કે મારા છોકરાઓ ને ઓછુ નહી આવવા દઉં..અને એમના નસીબે અશોકભાઇ સ્વભાવે શાંત હતા..પણ દિકરાદિકરી વચ્ચે વેરોઆંતરો કરવાનું ક્યાંથી શીખ્યા તો જાણે..!

એવુ નથી કે એમને રચના માટે લાગણી નથી પણ એમને રચના નો વાતવાતમાં નિતાંત નો વાંક કાઢવાનો સ્વભાવ નથી ગમતો..!

સ્મિતાબેન હજી લેટર વાળી વાત ગળે ઉતારવાની કોશિષ કરતા હતાઅને એમને યાદ આવ્યુ કે દર વખતે નિતાંત ફી ના પૈસા કેશ માં લઈ જતો હતો અને ફી ની રસીદ બતાવવામાં હંમેશા આનાકાની કરતો હતો..

એટલા માં નિતાંત નીચે આવ્યો..

મમ્મી બસોત્રણસો રૂપિયા આપજે ને..”નિતાંતે સ્વભાવગત દર વખત ની જેમ પૈસા માંગ્યા..

કેમ..?” : સ્મિતાબેને આશ્ચર્ય થી પુછ્યુ..

કેમ સવાલ કરે છે..?દર વખતે તો નથી પુછતી.. : નિતાંતે પણ આશ્ચર્ય થી પુછ્યુ..

પૈસા આપુ તો સવાલ પણ કરુ ..!” : સ્મિતાબેન નો અવાજ થોડો ગુસ્સો પકડતો જતો હતો..

અરે યાર..કોલેજ માં પ્રોજેકટ કરવાનો છે..તું વધારે પુછાપુછ ના કર.. : નિતાંત નો અવાજ પણ થોડો ઉંચો થયો..

ઉંચા અવાજે વાત ના કર અને તારું જુઠ્ઠાણુ વધારે વખત નહી ચાલે..” એમ કહી ને સ્મિતાબેને કોલેજ માંથી આવેલ લેટર નિતાંત ને પકડાવ્યો..એમને એમ હતુ કે નિતાંત વાંચી ને ભુલ સ્વીકારી ને માફી માંગી લેશે ..પણ એમની ધારણાથી ઉલ્ટુ થયુ..નિતાંતે લેટર ડુચો વાળી ને ફેંકી દીધો

તને આવુ તો નથી શિખવાડ્યુ નિતાંત..!”

મમ્મી તેં કંઇ સારુ પણ નથી શિખવાડ્યું..!” : રચના બબડી અને તૈયાર થઈ ને ઓફીસ જવા નીકળી ગઈ

તું મને પૈસા આપી દે આપણે પછી વાત કરીશુ” : નિતાંતે શાંત થઈ ને બોલ્યો..

હવે શું વાત કરવી છે..? પૈસા કઇ વાત ના માંગે છે..?અને કોલેજ નથી જતો તો જાય છે ક્યાં તું ?ચાલ આજે તારી કોલેજ માંમળવુ છે મારે..મારા પૈસા નું પાણી કરી નાખ્યું નાલાયકે..કમાવા જા તો ખબર પડે કે કેટલા વીસે સો થાય છે..બસ ફરફરીયુ આવી ગયુ..પણ મારા ભરેલા પૈસા નુ શુંઅને ફી ભરવા ની નોટીસ કેમ છે..?તું તો કેશ ભરી દેતો હતો ને ?!” : કર્કશ અવાજ માં સ્મિતાબેને હૈયા વરાળ કાઢવાનું શરૂ કર્યું અને વધારે ગુસ્સે ત્યારે થયા જ્યારે જોયુ કે નિતાંત ને એમની વાતો થી કોઇ ફર્ક નથી પડ્યો..

નિતાંત..જવાબ આપ..હું કંઇ પુછુ છુ તને..” સ્મિતાબેને ગળા માંથી નીકળ્યો એટલો મોટો અવાજ કાઢ્યો..

જો મમ્મી માથાકુટ ના કરબુમો ના પાડતને તો આદત છે..પહેલા રચના અને પપ્પા ને ભાષણ આપતી હતી..હવે મારો પણ નંબર આવી ગયો..અને સીધી રીતે પૈસા આપી દે મને અરજન્ટ જરૂર છેમગજ ખરાબ ના કર..!” નિતાંતે તોછડાઇ થી સંભળાવ્યુ..

તોછડાઇ તો પહેલા પણ હતી પણ આજે વાત કંઇ અલગ હતી

સ્મિતાબેન ડઘાઇ ગયા..હમણા સુધી નિતાંત નું ઉપરાણુ લઈ ને પતિપુત્રી સાથે ઝગડ્યા હતાકેટલાય પૈસા વગર કારણ જાણ્યે આપ્યા હતાદશમા માં પાસ થયા પછી તરતજ મોબાઇલ અને ટુવ્હીલર પણ અપાવી દીધુ હતું..અને ખાવાપીવાપહેરવાફરવા માટે કોઇ પાબંદી નહીબસ પોતે આખો દિવસ બેન્ક માં અને ઘરમાં ઉંધુ ઘાલી ને કામ કર્યુ હતુંમન માં એમ ધારી ને કે બધી સુખસુવિધા અને લાડકોડ આપી દેવાથી સંસ્કાર આપોઆપ આવી જશે..સોસાયટી કે કુંટુંબ માં કોઇ કંઇ નિતાંત ની બાબત માં કહેવા જાય તો એમને લાગે કે બધા એમની અદેખાઇ કરે છે અને એને રોકડુ  પરખાવી દે બીજી વાર કોઇ સલાહ આપવાની હિંમત ના કરે..!છોકરા વિશે બડાઇઓ તો મારવાનું ક્યારેય ચુકે નહી..!

સ્મિતાબેને જોયુ કે નિતાંત ના હાથ પગ ધુજવા લાગ્યા છે

એને ધ્રુજતા અવાજે જોર થી બુમ પાડી.. “ છેલ્લી વાર કહું છુ પૈસા આપ..!”

સ્મિતાબેને પણ જોર થી કહ્યુ.. : “મારી વાતો ના જવાબ આપ અને પૈસા તો નહી આપુ જા થાય કરી લે…”

નિતાંત ને લાગ્યુ કે રીતે પૈસા નહી મળે

ઉપર ની રૂમ મા ગયો અને અંદરથી દરવાજો બંધ કર્યોઅને થોડી વાર માં તો જાણે કોઇ પાગલ હોય એમ આખા રૂમ માં તોડ ફોડ કરી નાખી….આજુબાજુ વાળા લોકો ભેગા થઈ ગયા..

સ્મિતાબેન ગભરાઇ ગયા હતાનિતાંત નુ આવુ રૂપ જોઈ ને પણ ધ્રુજવા લાગ્યા..

રડતા રડતા બારી માંથી બોલ્યા : “ચાલ બહાર આવી જા હું પૈસા આપુ છું..”

છતા બહાર ના આવ્યો..થોડી વાર માં આજુ બાજુ વાળા લોકો વીખરાઇ ગયા..હજી પણ સ્મિતાબેન રડતારડતા નિતાંત ને બહાર આવવા વીનવતા હતા.. નીચે ગયા એટલા માં નિતાંત પણ નીચે આવ્યો

ચાલ પૈસા આપ..!” : નિતાંત દાદાગીરી થી બોલ્યો..

સ્મિતાબેને ત્રણસો રૂપિયા કંઇ પુછ્યા વગર આપી દીધા..સાંજે રચના અને અશોકભાઇ ને બધી વાત કરી..

ત્રણે જણે ખુબ લાંબી ચર્ચા કરી પણ કોઇ સોલ્યુશન આવ્યુ વાત નું..!

બસ સીલસીલો ચાલુ રહ્યો..સ્મિતાબેન ને નોકરી છોડવી પડી..પૈસા કે કોઇ પણ વસ્તુ માંગતા ના આપવામાં આવે તો ઘર નો સામાન તોડી નાખે..ગુસ્સે થઇ જાય..ધ્રુજવા લાગે..મારામારી પર ઉતરી આવે..એકલા એકલા હસવાનું..

નિતાંત ની આંખ નીચે કાળા કુંડાળા થવા લાગ્યા હતા.. હોઠ સુકાયેલા રહેતા હતા ચહેરા પર સોજા લાગતા હતા..ચહેરો સાવ નિસ્તેજ લાગવા લાગ્યો..વાત વાત માં ચીસા ચીસગાળો !ક્યારેક જાત ને પણ નુકશાન કરતો..ગાડી અને પૈસા મળતાજ ક્યાંક ઉપડી જતોઅને કલાકો પછી આવતો..પાછો આવે ત્યારે સીધો ઉપર ની રૂમ મા જતો રહે બોલ્યા ચાલ્યા વગર..!ભણવાનું તો ક્યારનુય બંધ હતું..ક્યારેક દારૂ પી ને પણ આવતો..

આવુ લગભગ એકદોઢ વર્ષ સુધી ચાલ્યુ ત્યાં સુધી એની હાલત વધારે ખરાબ થતી ગઈહજી પણ સ્મિતાબેન છોકરો છે સુધરી જશે ની રટ લગાવી ને બેઠા હતા..અને સમસ્યા ની જડ સુધી જવાને બદલે દોરાધાગાભુવાબાધાઆખડીદરગાહભભૂતવિધી ની મદદ લેતા રહ્યા..

નિતાંત એક દિવસ અડધી રાત્રે બહાર જવા નીકળ્યો સ્મિતાબેન પણ કુતુહુલ વશ પાછળ ગયા..ત્રણચાર સોસાયટી વટાવી ને અવાવરુ મેદાન માં થોડા છોકરાઓ ટોળે વળ્યા હતા..પૈસા આપી ને નિતાંતે કંઇ લીધુ થોડી વાર ત્યાજ બેઠો અને એના પાછા આવતા પહેલા સ્મિતાબેન ઘરે આવી ગયા..

સવાર માં નિતાંત ટોઇલેટ માં હતો ત્યારે પહેલુ કામ સ્મિતાબેને એનુ ડ્રોઅર ચેક કર્યુ..એમા પડીકીઓ અને છુટી વેરાયેલી સફેદ ગોળીઓ હતી..એમને સમજતા વાર લાગી..

વ્યસનની આદત રાતોરાત તો તી  વળગીનિતાંત ને ખોટી સંગત લાગી હતી માંબાપ નું ધ્યાન હતુ નહી પૈસા ની છુટ વધતા નિતાંતે  લોકો સાથે મળી ને દારૂ પીવાનુ શરૂ કર્યુ..વાંચવા ના બહાને કેટલીય રાતો આવી રીતે ગાળી હતી..પૈસા આપતા સહેલાઇ થી અને નજીક મા નજીવી કિંમતે નશાયુક્ત પદાર્થો મળતા હતાનિતાંત પણ ડ્રુગ એડિક્ટ બની ગયો હતો..વધારે તપાસ કરતા સ્મિતાબેન ને ખબર પડી નિતાંતે ફોર્ટવીન ઇન્જેક્શન લેવાનું પણ શરૂ કર્યુ છે..શરૂઆતમાં એને આખો નશો દિવસ રહેતો,પરંતુ જેમ જેમ વધારે એડિક્ટ થયો તેમ તેમ નશો  ગણતરીના કલાકો માં ઉતરી જતા વધારે નશો કરવા લાગ્યો..

હવે વાત બહાર પડેતો સમાજ માં ઘણી બદનામી વહોરવી પડે અને એમ પણ નિતાંત ને કારણે પડોશીઓ સાથે ના સંબધો માં પણ ખટાશ આવી ગઈ હતી..એકબે વાર પોલીસ ની પણ મદદ લીધી પણ નિતાંત ની ઉંમર હજી સત્તર વર્ષ ની હતી તો પોલીસ મતે જુવેનાઇલ હોવાથી એના પર કાયદકીય કાર્યાવાહી કરવી યોગ્ય તી..અને સ્મિતાબેન ને એવી હૈયાધારણા આપી કે આસપાસ ના વિસ્તાર માં આવા નશીલા પદાર્થો ના વેચાંણ અંગે તપાસ કરશે પણ નિતાંત ની સમસ્યાનુ સમાધાન તો ના થયું..

છેવટે નિતાંત ને ડ્રગડીએડીક્શન સેન્ટર માં એડમીટ કરવાનો નિર્ણય લીધોહજી પણ સ્મિતાબેન મન થી તૈયાર તા એક ના એક છોકરા ને લાંબા સમય સુધી દુર રાખવો..કદાચ એમને હજી પણ કોઇ ચમત્કાર ની આશા હતીનિતાંત દિવસે દિવસે પાગલ થતો જતો હતો..છેવટે ભારે હૈયે સ્મિતાબેનઅશોકભાઇરચના નિતાંત ને પ્રાઇવેટ ડ્રગડીએડીક્શન સેન્ટર માં દાખલ કર્યો..ત્યાં પણ એને ઘણી ધમાલ મચાવી..અને છેલ્લે તો ઘણુ રડ્યો..સ્મિતાબેન અને રચના નિતાંત ની આવી હાલત જોઇ ને ભાવુક થઈ ગયા..અશોકભાઇ પોતાની જાત ને દોષ દેતા હતા કે એમને નિતાંત ની પાછળ જોઇએ એવુ ધ્યાન ના આપ્યું પણ હવે શું થઇ શકે..?!હજી પણ સમજી નથી શક્યા કે નિતાંત ને ખરેખર કંઇ વાત પીડે છે..

શરૂઆત માં જ્યારે પણ સ્મિતાબેન નિતાંત ને મળવા જાય ત્યારે નિતાંત જોર જોર થી રડવા લાગે..અને ઘરે લઈ જવા માટે આજીજીઓ કરે..

અને નિતાંત જલ્દી સારો થઈ ને ઘરે આવી જાય માટે પણ એમને કેટલીયે બાધાઆખડીઓ માની લીધી છે..!

 હજી પણ સ્મિતાબેન જ્યારે પણ નિતાંત ની વાત કોઇ ને કરે તો એમ કહે છે : “મારા છોકરા ને કોઇ ની નજર લાગી ગઈ અને

આડા રસ્તે ચડી ગયો..!”

સત્યમા

વાર્તા સત્ય ઘટના પર આધારીત છે પણ વ્યક્તિ, સ્થળ અને કાળને બદલવામાં આવ્યા છે જેથી identity ગોપિત રહી શકે

4 thoughts on “બેઠક -૨૦૧૬ વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -(6) ચીંથરે બાંધેલા સંસ્કાર..!! “સત્યમા”

  1. Pingback: “વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા” 2016 ના પરિણામ-જયશ્રીબેન મર્ચન્ટ | સહિયારું સર્જન – ગદ્ય

  2. હવે તો મોટા શહેરોમાં માબાપને અંધારામાં રાખીને આવા યુવક-યુવતીઓ વધવા માંડ્યા છે. માબાપની પણ ભુલ હોય છે, પણ, નોકરીધંધા કરતાં હોય તો સમય પણ નથી મળતો, અને માબાપ ભલે બહુ સંસ્કારી હોય તો પણ ખરાબ અને લબાડ મિત્રોના સંગાથે સંતાનો બગડી જાય છે અને આ એક વરવી વાસ્તવિકતા પણ છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.