કયા સંબંધે-(૧4)-પ્રજ્ઞા દાદભાવાળા

સંબંધો મેઘધનુષ છે તો સપના દેખાડે છે કેમ ?

રાખવા જેવું કાંઈ નથી તો અહેસાસ જગાડે છે કેમ ?

ચારે કોર સંબંધ પડ્યા છે સ્વાર્થ ધરીને કેમ ?

પાંખડી સમજી સ્પર્શું ત્યાં કાંટા વગાડે  છે  કેમ?

આમ જુઓ તો બધું જ સંબંધ, છતાં બધું ખાલી કેમ ?

તો સંબંધ નો પરપોટો પુર બની  ડુબાડે છે કેમ?

સંબંધની ભરેલ મહેફિલમાં એકલા અટુલા કેમ ?

ત્યારે તાપણું જ આગ બની દજાડે છે કેમ

સંબંધો બાંધે છે માનવીને છતાં તૂટે છે કેમ ? 

અને ટકી જતા સંબંધો માનવીને  ઉજાડે છે કેમ?

હતી આ રેશમની સુવાળી દોરી તો આવું કેમ ?

અપેક્ષા ઓ ના ગુંચવાડો મને ગુચવાડે છે કેમ ?

તેમ છતાં જીવી લઉં છું દરેક સંબંધે તોં આવું કેમ ?

આમ હૂફ આપતો હાથ જ મને દજાડે છે કેમ

સંબંધો છે શ્વાસ,તો મડદા બની ગંધાય છે કેમ ?

શ્વસું છે ત્યાં ભીસ બની મોત દેખાડે છે કેમ ? 

     હા બધા પ્રશ્નો આપણને  ઘેરી વળે જયારે આપણે  ભીડમાં પણ એકલતા અનુભવીએ છીએ ત્યારે।.ઘણીવાર આપણે પહેલીવાર જ મળીએ અને મળતાજ કોણ જાણે કેમ એક નાનકડું સ્મિત આપણને કિરણ દેખાડે છે ,આ હાંફતી જીંદગીમાં બહુ ઓછી વસ્તુ  એવી હોય છે જેમાં જેનામાં હંમેશાં – હરહાલમાં મજા પડે!  માનવી ભલે વિકાસ કરતો હોય પણ આપણે સહુ માનવીની સંવેદનાને સૌથી ઉપર અને સૌથી આગળ મુકીએ છીએ.સંવેદના વગર એમની આગળ-પાછળ દૂર-દૂર સુધી કોઈ નથી. કોઈ જ નહીં. કારણ માનવીની સંવેદના જ માનવીને  તાઝી કરારી રાખે  છે! એ ખૂલ્લી, બિનધાસ્ત અને પ્રેમાળ દુનિયાદારી અને વ્યવહારોની નાકામ પળોજણ જોજનો દૂર રહે છે હા જેને સાચવવી પડતી નથી તેની વાત કરું છું. અને સાચું કહું તે જ સચવાય છે પકડી ન શકાય એવો સુગંધ જેવો અનુભવાય હોય છે.તો ફરી એજ સવાલ આવું કેમ ? આ મેઘધનુષ શું છે ? આ રંગો માણીએ એ પહેલા ઝાંખા કેમ પડે છે ?અને પછી અદશ્ય સંજોગો બદલાય છે અને અભિગમ એજ ,એજ અહેસાસ ,એજ લાગણી ,એજ ઝાકળનાં બિંદુની ભીનાશ માનવી શોધે છે ?માણસ કબ્રસ્થાન નથી માટે બધું દફનાવી શકતો નથી,મુરજાઈ જઈએ છીએ. જાણીએ છીએ કે ત્યાં કાંટા પણ વાગી શકે છે.છતાં ગુલાબનું ફૂલ કોઈ આપે તો આપણો હાથ અનાયસે એ લેવા આકર્ષાય જઈએ છીએ .  

સાચું કહું સરળતા અને સહજતા કોને ન ગમે? સહુને ગમે છે પણ અચાનક પાંખડીને સ્પર્શતા સ્વાર્થના કાંટા વાગે ત્યારે આપણો હાથ આપો આપ પાછો ખેચાય છે. જિંદગીના અલગ અલગ રંગો, મિજાજ અને તબક્કાઓ જાણે સંવેદના, વિશ્વાસ, વ્યાખ્યાઓ બધું જ સમય મુજબ બદલાતા રહે છે આપણે સહુ જાણીએ છીએ કે ગુલાબ કાયમ તાજા કે હંમેશાં ક્યાં ટકતા હોય છે.?  હા કોઈ ક્યારેક જીવનમાં પરિસ્થિતિ મુજબ નજીકમાંથી દૂર થઇ જાય છે તો કોઈ દૂરથી નજીક કેમ આવી જાય છે ?. અચાનક ફોન ઉપાડતા અજાણ્યા બાળકનો અવાજ તમને દાદાજી બનાવી દે છે અને ફરી રોજ આવો રોંગ નંબર લાગે અને  ફરી આવે તેવી તમે રાહ જોવો છો. કેમ ?રાહ કેમ જોવી એ માનવીએ માનવી પાસેથી શીખવા જેવું છે. કોઈ માટે  આપણે કલાકોના કલાકો ઊભા રહ્યા છીએ ને ?અને કોઈને આપણે પણ ઊભા રાખ્યા છે.ક્યારેક એવું બને કે ઘરે જ કંટાળો આવે, ઘર ખાવા દોડે, લોકો ન ગમે-કોઈ ન ગમે ત્યારે કોઈક જરૂર યાદ આવે છે અને એની બાજુમાં ફક્ત અને ફક્ત વિચારોથી બેસીએ એટલે તરોતાજા થઈ જઈએ. વૃદ્ધ માબાપ ખાલી માળામાં ખોટી આશા થકી જીવે છે ને ?આ બધું શું છે ? અને છે તો આવું કેમ ? પાડોશી આપણે કશું જ ન કહીએ અને બધું જ સમજી જાય આપણે અમેરિકાથી પોહ્ચીએ એ પહેલા અંતિમવિધિ અને અંતિમ સંસ્કાર એજ સગા દીકરાની જેમ કરે છે શું અધિકારથી ?ક્યારેક આપણું મૌન જ શબ્દો બની જતા હોય છે.ઘણી વાર મુસાફરીમાં કોઈ વ્યક્તિ પાસે વાતો કરવા વિષયો શોધવા નથી પડતા  કેમ ?એ કોણ છે ?  બધું સ્ક્રીન ઉપર ફાસ્ટ ફોરવર્ડમાં દેખાય છે.અને આપણે એ તરફ અજાણતા જ નજીક આવીએ છીએ.અને એક ખાલીપો પુરાય છે,ગમે છે આપણને,… કેમ ?આ શું છે ?.. મોટા થતા‘સમજણ’ આવતી જાય છે  અને સમજણ અનાયસે આપણી દુશ્મન બને છે કોઈ દૂર-પાસ હોવા છતાં દૂર થતા જાય છે.ટ્રેનના મુસાફીરની જેમ સ્ટેશન આવતા સ્વજનો ઉતરી જાય છે અને ક્યારેક કહીએ છીએ એમણે વ્યવહારમાં કદાપિ ફરક નથી પડ્યો. એમણે તો મારા માટે હંમેશાં એકસરખો જ સ્નેહભાવ રાખ્યો છે. આવા વહેમમાં ક્યારેક જીવવું ગમે છે. કેમ ? એવું શું છે  જે વહેમમાં પણ આપણને જોડી રાખે છે ?પતિ અને પત્ની ક્યારેક એકબીજાના પ્રેમ ને ન ઓળખતા છુટા તો પડે છે પણ એવો અહમ રાખે છે અને કહે છે આજ યોગ્ય હતું પણ અંદરથી વિખરાય જાય છે કેમ ?શેને લીધે? છુટા પડ્યા પછી જોડાયેલા કેમ રહીએ છીએ ?ક્યરેક ઓફીસના બોસ હોવા છતાં અચાનક આપણી જ ઓફિસમાં કામ કરતા પ્યુનનું  મૃત્યુ થતા તેની દીકરીના બાપ બની કન્યાદાન કેમ દઈએ છીએ ક્યાં અધિકાર સાથે માથે હાથ ફેરવી વળાવીએ છીએ ?કેમ ? તો વળી ક્યારેક આપણે મીરાં તો ક્યારેક નરસિંહ બનીએ છીએ કારણ જગતમાં કોઈ કોઈનું નથી માટે ? કોઈ કોઈનું નથી એનો શો અર્થ ?શું હતું અને શું નથી ? કોઈક તો કહો ? કે એ વાત મને સમજાઈ ગઈ છે ?માટે હું નરસિંહ છું ? કે માત્ર સમજણ છે ?હું સુદામા બની તંદુળ  કૃષ્ણને આપું છું ..કેમ ? કૃષ્ણ કોણ છે ? શું માત્ર મિત્ર ? તો યશોદા બની માં ની જેમ વાત્સલ્ય ઢોળું છું. કેમ? શેને લીધે ?  ક્યારેક  ગુરુ બની એકલવ્ય પર અધિકાર સાથે અંગુઠો માંગીએ છીએ ને ? ક્યાં અધિકારે ? કારણ એક્લવ્યનું  માટીનું પુતળું એજ હું ગુરુ દ્રોણ છું માટે ?એક આનાથ અબળા બાળકીના માબાપ બનીએ છીએ જાણે કૃષ્ણ બની દ્રોપદીના ચીર ન પૂરતા હોય અને ભગવાન બની જઈએ છીએ, આપણે આ બધા અનેક પત્રોમાં જીવીએ છીએ શેને લીધે ? ક્યા વિશ્વાસથી?  ક્યારેક અધિકાર સાથે? શું છે જે આપણને સહુને જોડે છે ?તો ક્યારેક એકલા ન પડીએ માટે આ બધું કરીએ છે ? બધું રેશમના મુલાયમ દોરાથી ગુંથાય છે આપણે લાગણીમાં ભીજાઈ જઈએ છીએ,સ્પર્શની મુલાયમતા આપણને સૌને ગમે છે ?કારણ કોઈક સહવાસમાં આપણું  વ્યક્તિત્વ પણ મ્હોરી ઊઠે છે,આ શું છે એવું આપણે વિચારતા નથી, એ શાસ્વત છે કે નહિ એ જાણવાની કોશિશ પણ નથી કરતા, માત્ર માણીએ છે ? આ અહેસાસ, આ અધિકાર, આ વિશ્વાસ બધું છે, આ શું છે ? અને આવું કેમ ? છે અને  કહો છો નથી? તોડવું જોડવું બધુજ માનવીની રમત છે. અચાનક બધું ગુચવાય જાય છે. એજ રેશમની દોરી ગુંચો બની જાય છે ત્યારે હૂફ આપતો હાથ દજાડવા માંડે છે, સંવેદના નો પરપોટો જાણે ફૂટી જાય છે અને લાગણીના પૂરમાં હું આપણે સહુ તાણવા માંડીએ છીએ,અને પછી ટકી રહેલું બધું જ કોહવાય છે.જીવતો માનવી મડદા ની જેમ ગંધાવા માંડે છે  આપણે શ્વાસ તો લઈએ છીએ પરંતુ કોણ જાણે કેમ ભીસ અનુંભવ્યે છીએ  ફરી પ્રશ્ન ઉઠે છે આવું કેમ ?  

 પ્રજ્ઞાજી -પ્રજ્ઞા દાદભાવાળા 

.

10 thoughts on “કયા સંબંધે-(૧4)-પ્રજ્ઞા દાદભાવાળા

  1. ખુબ સુંદર , વિચારો માં મૂકી બસ જવાબ શોધવા પડે છે વાહ

    Like

  2. ખૂબ સુંદર લેખ પ્રગનાબેન,પ્રશ્નોના જંગલમાં આપણે સૌ જીવી રહ્યાં છીએ.અને આ તમામ પ્રશ્નોનાં જવાબ એટલે આપણે વિતાવેલી ‘જીંદગી’.

    Like

  3. બસ આ સંબંધો ની વાત છે, ક્યા ? એ તો વણ ઊકેલ્યો પ્રશ્ન રહેવાનો, વહેવારિક સંબંધ ના નામ ઘણા અને અનેક આપી શકાય.

    Like

  4. કેમ અને કોણ ના જવાબ મળી જાય તો પછી બીજી કોઈ વસ્તુની જરૂર જ રહે.

    Like

  5. અસંખ્ય સવાલોથી ઘેરાયેલ જિંદગી જીવાય છે ,પણ ઍમાના કેટલાય સવાલોના
    જવાબ જ નથી હોતા. તોય તે જીવન રફતાર ચાલે છે!!!!! કયા સબંધે????

    Like

  6. પાંખડી સમજી સ્પર્શું ત્યાં કાંટા વગાડે છે કેમ?

    આમ જુઓ તો બધું જ સંબંધ, છતાં બધું ખાલી કેમ ?
    Very true.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.