અસલાલી ગામની ભાગોળે બે ખાદીધારી ઝભ્ભોલેંઘો પહેરેલા વ્યક્તિઓ રામજીઠાકોરનું ઘર કયાં આવ્યું તેમ કોઈને પૂછી રહ્યા હતા.પૂછતાં પૂછતાં રામજી ઠાકોરની ઓસરી પાસે આવી પહોંચ્યા ને પૂછ્યું “લક્ષ્મણ ઠાકોરના ભાઈ રામજી ઠાકોરનું ઘર આ …જ ….કે? ત્યાં તો જશોદા રામજી ઠાકોરની પત્ની હાકોટો પાડતી બહાર આવી” અરે …..એય……કુણસે…..ઈની માને………કે મારા ફળિયામાં આવીને એ કાળમુખા લખમણીયાનું નામ લે …સ!!”જશોદા કુતૂહલ સાથે બહાર આવી.માણેકભાઈ ને હરિભાઈએ જશોદાને બેહાથ જોડી નમસ્કાર કર્યા અને કીધું”બહેન અમે સદવિચાર પરિવાર ના કાર્યકર છીએ.તમારી સાથે થોડી વાત કરવા માંગીએ છીએ.
જશોદાના પતિને તેના દીયર લક્ષ્મણે ધારિયાથી હુમલો કરી મારી નાંખ્યો હતો.લક્ષ્મણ જનમટીપની સજા સાબરમતી જેલમાં કાપી રહ્યો હતો.માણેકભાઈને હરિભાઈ જશોદાને નાના દીયર સાથેનું વેર ભૂલીને તેને માફ કરી દેવાનું સમજાવવા આવ્યા હતા.જશોદા તો વાત સાંભળીને જે…..ભડકી ને જોગમાયાનું સ્વરૂપ લઈ મોટામોટા ડોળા કાઢી ગુસ્સા સાથે બોલી “ મારા ધણીને ઈયોને ભર ઊંઘમાં દગો દઈને ઘાસ વાઢે તેમ વાઢી નાંખ્યો અને તમે હું કોસ કે ભૂલી જઉં ,તમને લગીરેય શરમ નથ આવતી ?? મને ઈ ટાણે આવું કહેતા……જેવા આયા સો એવા હેંડવા મોંડો અહીં કનેથી નહી તો તમારા ટોંટીયા પોંહરા કરી દેઈસ….હોવ…. સુલેહ કરાવવા વારા ના જોયા હોય…..નીકરી પડયાસે…….”
રામજી ઠાકોર મોટાભાઈ હતા.તેમણે નાનાભાઈ લક્ષ્મણની જમીન પચાવી પાડી હતી. લક્ષ્મણ અને તેની પત્નીએ રામજીભાઈને પોતાની હક્કની જમીન પાછી આપવા બહુ સમજાવ્યા. ગામના લોકો અને મુખીના કહેવા છતાં રામજીભાઈ માન્યા નહી.લક્ષ્મણને ચાર નાના બાળકો હતા..દાઢીયાની મજૂરી કરીને ઘર ચલાવવાનું ,છોકરાને ભણાવવું – ગણાવવું આ મોંઘવારીમાં પહોંચાતું નહતું. પોતાની બાપાની જમીન હતી તો તેમાં તે ઘર બાંધે અને પોતાની જમીનમાં ખેતી કરે તો શાંતિથી તેનો પરિવાર જીવી શકે.એક દિવસ ભૂખતરસથી પીડાતા પોતાના બાળકોને જોઈને અને સતત પત્નીના કકળાટથી ઉશ્કેરાએલ લક્ષ્મણ રામજીભાઈ પાસે ગયો.રામજીભાઈને બહુ સમજાવવા છતાં તે માન્યા નહી ને ઉપરથી લક્ષ્મણને ભાંડવા માંડ્યા. ગુસ્સાથી વિફરેલ લક્ષ્મણે તેમને રાતમાં સૂતેલા જ વાઢી નાંખ્યા.
આ વેરની આગ ઓલવવાનું કામ માણેકભાઈ અને હરિભાઈએ માથે લીધું હતું.અનેક ધક્કા ને ગાળો ખાઈ તેમણે આ કામ પારપાડ્યું.રામાયણ,મહાભારત,ગીતા ને જ્ઞાનની વાતો જશોદાને સરળ શબ્દોમાં સમજાવી.
“તારા પતિએ ખોટું કર્યું છે તે બધા ગામ લોકો કહે છે. તે તો ભગવાનને પ્યારો થઈ ગયો.તું લક્ષ્મણને માફ કરીને મોટી બનીજા. તારા છોકરાઓ મોટા થઈ ગયા છે.આ તારા દીયરના છોકરાઓ ભૂખે મરે છે.લક્ષ્મણને એની ભૂલની સજા મળી ગઈ છે .તે જેલમાં હવે ખૂબ પસ્તાય છે.તે પેરોલ પર આવે ત્યારે ગામ વચ્ચે તારી પગે પડીને માફી માંગવા તૈયાર છે.અમે તેને પણ સમજાવ્યો છે.તું પણ સમજી તારો જન્મારો તારી લે.”
ઘણી સમજાવટ પછી જશોદાના હ્રદયમાં રામ વસાવવામાં માણેકભાઈ અને હરિભાઈ સફળ થયા.જસીભાભીએ લક્ષ્મણ ને રક્ષાબંધનના દિવસે જેલમાં જઈને બીજા અનેક કેદીઓની સામે તાળીઓના ગડગડાટ સાથે રાખડી બાંધી.બંનેની આંખમાં પશ્ચાતાપ અને મિલનના આનંદના આંસુ હતા.દિવાળીમાં પોતાના હાથે મગસ ને સુખડી શેકીને લક્ષ્મણને જેલમાં ખવડાવ્યા .
માણેકભાઈ ને હરિભાઈની આંખો ને હ્રદય અનોખા આનંદથી ભીંજાઈ ગાઈ રહ્યા હતા……
રે ….પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
આમ વેરની આગ શમાવી પ્રેમનો દીવો પ્રગટાવવાની કેટલી મોટી વાત છે. !!!!!!!આજે દિવાળીને દિવસે આ વાત કરી છે. કારણ…………ચાલો આપણે પણ સાથે મળી ને પ્રેમ નો દીવો આપણા અંતરમાં પ્રગટાવીએ………
નવા સંકલ્પ સાથે………..આપણને પણ કોઈ ને માટે દિલમાં ખારાશ હોય……..કોઈ વિચારભેદ……….કોઈ મનભેદ…..હોય તો તે ભૂલીને નિર્મલ પ્રેમની જ્યોત જલાવીએ ….સાચા અર્થમાં દિવાળી ઊજવીએ…..ખુદ નિખરી સૌને સાથે નિખારીએ.
જ્યોતસે જ્યોત જલાતે ચલો,પ્રેમકી ગંગા બહાતે ચલો
રાહમેં આયે જો દીન દુ:ખી સબકો ગલે સે લગાતે ચલો……
( સત્ય ઘટના પર આધારિત .દર વર્ષે સદવિચાર પરિવારના ટ્રસ્ટીઓ ને મુખ્ય કાર્યકરો જેલમાં જઈ કેદીના અને ગુનામાં જે પરિવારે માણસ ગુમાવ્યો હોય તેને સુમેળ કરાવવાનું કામ કરતા અને એક બે પરિવારમાં સુમેળ કરાવવામાં અચૂક સફળ થતા.મારા પિતાના એક સફળ પ્રયત્નની આ વાત છે.)
જશોદાની લઢણ અસલ ઝીલી છે.. એકદમ તળપદી ભાષા બરોબર પકડી છે.
નવા સંકલ્પ સાથે………..આપણને પણ કોઈ ને માટે દિલમાં ખારાશ હોય……..કોઈ વિચારભેદ……….કોઈ મનભેદ…..હોય તો તે ભૂલીને નિર્મલ પ્રેમની જ્યોત જલાવીએ ….સાચા અર્થમાં દિવાળી ઊજવીએ…..ખુદ નિખરી સૌને સાથે નિખારીએ.
જશોદાની લઢણ અસલ ઝીલી છે.. એકદમ તળપદી ભાષા બરોબર પકડી છે.
નવા સંકલ્પ સાથે………..આપણને પણ કોઈ ને માટે દિલમાં ખારાશ હોય……..કોઈ વિચારભેદ……….કોઈ મનભેદ…..હોય તો તે ભૂલીને નિર્મલ પ્રેમની જ્યોત જલાવીએ ….સાચા અર્થમાં દિવાળી ઊજવીએ…..ખુદ નિખરી સૌને સાથે નિખારીએ.
LikeLike
સરસ વાત . પપ્પાએ જે સમાજ ને આપ્યું છે તેના સચોટ દાખલા જાણી ને
આનંદ થાય છે .
LikeLike
saras
LikeLike
આવી વાતોનો ખુબ પ્રસાર થવો જોઈએ. તો જ સમાજમાં કલ્યાણ ભાવનાનું વાવેતર થવાની શક્યતા ઊભી થાય.
LikeLike
“હણૉ ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં.
લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી. ”
અને
શમે ના વેર વેર થી..
બહુ જ સરસ સત્ય પ્રસંગનું નિરૂપણ.
LikeLike
srs svednani rjuaat kri che.nva vrshe khub lkho tevi shubhechcha
LikeLike
Reblogged this on સહિયારું સર્જન – ગદ્ય.
LikeLike
Proud of you and papa both.
LikeLike